પ્રેમ-8 Dinesh Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

પ્રેમ-8

પ્રેમ-8

દિનેશ દેસાઈ

*****

પ્રેમમાં રાહ જોવી એટલે વફાદારી કે મુર્ખામી?

000000000000000000000000000000000000000000000000000000000000

એબાઉટ ધીસ બૂક

પ્રેમમાં રાહ જોવી એટલે વિશ્વાસ. આપણને વિશ્વાસ હોય કે જેણે આપણને વચન આપ્યું છે એ વ્યક્તિ વચન પાળશે, આપેલો કોલ અને બોલાયેલો બોલ પાળશે. દરેક સંબંધના પાયામાં શ્રદ્ધા અને વિશ્વાસ રહેલા હોય છે. એ વિના સંબંધ ડગમગી જાય છે. માત્ર પ્રેમમાં જ નહીં, દરેક રિલેશનશીપમાં યોગ્ય કમ્યુનિકેશન અને અન્ડરસ્ટેન્ડિંગ અનિવાર્ય છે. કમ્યુનિકેશન યોગ્ય અને સમયસરનું હોય તેનું જ મહત્વ છે.

000000000000000000000000000000000000000000000000000000000000

જાણીતા અંગ્રેજી નવલકથાકાર ચેતન ભગતે લખ્યું છે કે “જે તમને પ્રેમ કરે છે એ જ તમને રિબાવી શકે છે. જે તમને પ્રેમ કરે છે એ જ તમારા ઉપર ગુસ્સો પણ કરે છે. જેને તમે પ્રેમ કરો છો એ જ તમને રાહ પણ જોવડાવે છે. શું તમે કોઈના માટે રાહ જોઈ છે?” પ્રેમની ફિલિંગ્સ્ તો બરાબર છે, પરંતુ પ્રેમમાં રાહ જોવી એટલે વફાદારી કે મુર્ખામી?

પ્રેમમાં રાહ જોવી એટલે વિશ્વાસ. આપણને વિશ્વાસ હોય કે જેણે આપણને વચન આપ્યું છે એ વ્યક્તિ વચન પાળશે, આપેલો કોલ અને બોલાયેલો બોલ પાળશે. દરેક સંબંધના પાયામાં શ્રદ્ધા અને વિશ્વાસ રહેલા હોય છે. એ વિના સંબંધ ડગમગી જાય છે. બોલાયેલા બોલ અને કહેવાયેલા કે નહીં કહેવાયેલા શબ્દોનું પાલન એટલે કે વચનપાલનનું દરેક સંબંધમાં મહત્વ છે. બોલાયેલું પાળવામાં ન આવે તો એવા સંબંધ તકલાદી બનીને તૂટી જતા હોય છે.

એક પરદેશી પ્રિયજનની રાહ જોવાની રસમ થોડા વખત પહેલા અખબારોની હેડલાઈન બની હતી. વાત જાણે એમ હતી કે આ પરદેશી બાબુ પાછલા ત્રીસ વર્ષથી એક રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર એક એવી યુવતીની રાહ જોઈ રહ્યો હતો કે જે યુવતીએ તેને ત્રીસ વર્ષ પહેલા મળ્યા પછી છુટા પડતી વખતે છેલ્લે એમ કહ્યું હતું કે “હું આવતીકાલે બરાબર આ જ સમયે ટ્રેનમાં આવીને આ સ્ટેશને ઉતરીશ અને તને મળીશ.”

આ પરદેશી યુવાન બિચારો પેલી યુવતીના શબ્દો અને વચન ઉપર વિશ્વાસ રાખીને દરરોજ સાંજના ટ્રેનના સમયે તેની રાહ જોતો રહ્યો છે. યુવાનને પોતાના પ્રેમમાં વિશ્વાસ છે કે પોતે જેને પ્રેમ કરે છે એ યુવતી એક દિવસ જરુર આવશે અને પોતાને મળશે. આમ ને આમ લગભગ ત્રીસ વર્ષ ઉપર થઈ ગયા. હજુ સુધી તો એ યુવતી આવી જ નથી. પેલા યુવાને પ્રેમમાં શ્રદ્ધા પુરવાર કરી બતાવી. હજુ આજે પણ તે રાહ જ જોઈ રહ્યો છે. સવાલ એટલો જ છે કે પ્રેમમાં રાહ જોવી એટલે વફાદારી કે મુર્ખામી?

પ્રેમમાં ટાઈમ મેનેજમેન્ટ અને ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ ખુબ જરુરી છે. પ્રેમ તમારી રાહ જુએ ત્યારે તમે પ્રેમ માટે સમય ન આપી શકો તો પછી પ્રેમ કદીય તમારી રાહ જોતો નથી. જો કે હકીકત એ છે કે પ્રેમ રાહ પણ જોવડાવે છે અને પ્રેમ એ રીતે તડપાવે પણ છે. આમ તો પરસ્પર વિરોધાભાસી વાત લાગશે પણ પ્રેમમાં “ટાઈમ” પણ આપવો પડે અને સાથે સાથે “સ્પેસ” પણ આપવી પડે.

સમય આપવાની બાબતમાં એક સરસ મજાની વાત યાદ આવે છે. એક પ્રિયાએ હંમેશા બિઝી રહેતા પોતાના પ્રેમીને કહ્યું કે “તને નોકરીમાં કેટલો પગાર મળે છે, યાને એક કલાકના કેટલા રૂપિયા?”

યુવાન તો વિચારમાં પડી ગયો છતા જવાબ આપ્યો કે “કલાકના હિસાબે જોઈએ તો લગભગ એક હજાર રૂપિયા. પરંતુ આવું તું મને કેમ પૂછે છે?”

યુવતીએ હતાશા સાથે પોતાની વ્યથા વ્યક્ત કરી કે “પહેલા તને મારા માટે ટાઈમ મળતો હતો. હવે મને મળવા માટે તારી પાસે ટાઈમ જ નથી. કેમ ખરું ને? એટલે જ હું હવે જો તને એક કલાકનો ટાઈમ આપવાના બદલામાં તને નુકસાન ન થાય એટલી રકમ આપું.”

યુવાન શરમાઈ ગયો. તેને પોતાના પ્રેમ માટે ટાઈમ નહીં આપવા બદલ અફસોસ થયો. તેણે કહ્યું કે “આપણા પ્રેમ વચ્ચે પૈસા ક્યાંથી આવ્યા?”

યુવતીએ પણ એ જ પ્રત્યુત્તર વાળ્યો કે “ખરી જ વાત છે તારી. આપણા પ્રેમ વચ્ચે પૈસા ક્યાંથી આવે? તારે ગમે તેમ કરીને ટાઈમ સ્પેન્ડ કરવો જ જોઈએ.”

કોઈ પણ સંબંધમાં એકમેકને પૂરતો સમય આપવો જ જોઈએ. સમય કોઈની રાહ જોતો નથી એમ ગયેલો સમય પણ ફરી પાછો આવતો નથી. સમયનું સન્માન કરીને સમય સાચવી લેવો જોઈએ. તમે તમારા પ્રેમને આદર યા સન્માન આપો છો તો એના માટે ટાઈમ આપોઆપ કાઢી લેશો. જો તમે સંબંધ સાચવવા માટે ટાઈમ ન આપી શકતા હોય તો એ સ્થિતિ સુધારી લેવી જોઈએ. નહીં તો સમય રહેશે પરંતુ સંબંધ નહીં રહે.

રાહ જોવા વિશે એક માની શ્રદ્ધાની વાત કરીએ. કોઈ પણ પુરુષને સૌથી વધુ પ્રેમ તેની મા કરતી હોય છે. દરેક મા માટે પોતાનો દીકરો રાજકુમાર હોય છે. પ્રિયતમાનો પ્રેમ કદાચ મા પછીના બીજા ક્રમે આવે એ સ્વીકારવા જેવું સત્ય છે. એક માને ઢળતી ઉંમરે વિધવા હોવા છતા એકલી રાખીને એકનો એક દીકરો અલગ થઈ ગયો. દીકરાએ માને એમ કહ્યું કે પોતે વિદેશ સ્થાયી થયો છે.

થોડા વખત પછી દીકરો માને મળવા આવે છે અને કહે છે કે તે પોતાની સાથે વિદેશ લઈ જવા આવ્યો છે. આથી પરિવારની નિશાનીરુપ મકાન વેચાવી નાખે છે. દર-દાગીના પણ વેચાવીને કેશ કરાવી લે છે. બેન્ક બેલેન્સ પણ ઊપાડી લે છે. બધી જ રોકડ પોતાની પાસે રાખીને માને એરપોર્ટ લઈ જાય છે અને પછી કોઈ બહાને દીકરો એરપોર્ટ પરથી જ ભીડમાં ગાયબ થઈ જાય છે.

મા પોલીસ ફરિયાદ કરવાના બદલે થાકી-હારીને પોતાના વેચી નાખેલા મકાનના ઓટલે પાછી ફરે છે. મકાન ખરીદનાર વ્યક્તિ વૃદ્ધ વિધવાની દયા રાખીને તેના જ ઘરમાં એક રૂમ રહેવા આપે છે. પતિની સરકારી નોકરીના કારણે દર મહિને મળતા પેન્શનમાં વિધવા જીવનનિર્વાહ તો કરે છે. પરંતુ જ્યારે તેનું મકાન ખરીદનાર એમ કહે છે કે “માજી, તમે શા માટે આ મકાન છોડીને ક્યાંય જતા નથી?”

માએ કહ્યું કે “મારો દીકરો જો પાછો આવે તો એ બિચારો ઘર વિના ક્યાં રહેશે?” આ છે રાહ જોવાની પરાકાષ્ઠા. સામેની વ્યક્તિ ગમે તેવો વ્યવહાર કરે તો પણ સાચો પ્રેમ હંમેશા રાહ જુએ છે, પછી એ મા હોય કે પ્રિય વ્યક્તિ.

અંગ્રેજી નવલકથાકાર જેફ્રી આર્ચરે લખ્યું છે કે “માણસને સંબંધનું મૂલ્ય ત્યારે થાય છે કે જ્યારે સંબંધ તમારા હાથમાંથી સરી જાય છે. સમય અને સંબંધ બેઉ ટાઈમ મશીનમાં ભરેલી સરી જતી રેતી જેમ છે. કીપ સેફ. જસ્ટ લાઈક રેડિયમ.”

સાચી વાત છે. સંબંધ હાથમાં રાખેલા પારા જેવો છે, એને સાચવીને રાખો. હાથમાંથી પારો નીચે પડી જશે પછી તેને એકઠો કરી શકાય નહીં, સંબંધ પણ પારા જેવો છે. કિમતી છે અને કાચ જેવો નાજુક પણ છે. સંબંધમાં તિરાડ અથવા અવકાશ પડી જાય પછી ન તો તિરાડ સાંધી શકાય, ન તો અવકાશ યા ગેપ પુરી શકાય.

સંબંધ ભલે પ્રિયતમ અને પ્રિયતમા વચ્ચેનો હોય અથવા કોઈ પણ પ્રકારનો સંબંધ હોય. દરેક સંબંધને સાચવીને રાખવો પડે, સંભાળીને રાખવો પડે. દરેક સંબંધની સંભાળ લેવી પડે. સંભાળ યાને કેર યા કાળજી ન લેવામાં આવે તો? ક્રોકરી અથવા કાચનાં વાસણના પેકિંગ ઉપર હંમેશા વાંચવા મળેઃ “હેન્ડલ વિથ કેર”

એક સરસ મજાની ગુજરાતી કહેવત છેઃ “મન, મોતી ને કાચ, તૂટ્યા પછી કદી’ય ન સંધાય.” મન હોય, મોતી હોય કે કાચ હોય, તૂટ્યા પછી જોડવા જાઓ ત્યાં (1) ટાંકો, (2) સાંધો, (3) રેણ દેખાશે જ. મનનું વાસણ ભલે કદાચ તૂટે નહીં, પણ ગોબો તો પડી જ જાય. મનને તૂટ્યા પછી જોડો ત્યારે પ્રથમના જેવી ઉષ્મા-સુષ્મા નહીં અનુભવી શકો. સંબંધમાં ગાંઠ પડી જાય પછી ઉકેલી શકાતી નથી. સંબંધની દોરી પૂર્વવત્ ન જ થઈ શકે.

ઘણા બધા ક્વોટ્સ આપણે વાંચીએ છીએઃ “સમય જોઈને સંબંધ રાખે એના કરતા સંબંધ જોઈને સમય આપે એ જ સાચો સંબંધ.” અને “સમય એને આપો, જેને તમારા સંબંધની અને સમયની કદર છે.” સંબંધ અંગે બીજો પણ એક ક્વોટ છે કે “સંબંધના છોડને કાળજી, હૂંફ, લાગણી અને સમયનું ખાતર-પાણી નિયમિત રીતે આપવું જોઈએ, નહીં તો એ છોડ મુરઝાઈ જશે, કરમાઈ જશે.” હિન્દીમાં પણ સંબંધ સાચવવાની વાત આ રીતે કહેવામાં આવી છે કે “મિલના જરુરી હૈ, રિશ્તે બચાને કે લિયે, લગાકર ભૂલ જાને સે તો પૌધે ભી સૂખ જાતે હૈ”

બિઝી એન્ડ ફ્રી ટાઈમ ફોર રિલેશન. આ વાત પણ કરીએ. સંબંધમાં સમય આપવો અને મળવું એ વાત જ રિલેશનશીપ માટે ઓક્સિજનનું કામ કરે છે. જો તમારી પાસે સમય છે ત્યારે તમે સંબંધ માટે સમય આપો છો, એના કરતા તમારી પાસે સમય નથી આમ છતા સમય ફાળવીને સંબંધ માટે સમય ફાળવો છો, એ વધારે મહત્વનું અને અગત્યનું પરિબળ છે.

એક યુવતીએ કોલ કરીને તેના બોયફ્રેન્ડને કહ્યું કે “મારે તને મળવું છે. બોલ, ક્યારે મળીશું?”

યુવાન મળવાનો ઉમળકો વ્યક્ત કરતા બોલ્યો કે “અત્યારે તો હું ચોક્કસ મારા કામમાં બિઝી જ છું. પરંતુ મારા બિઝી શિડ્યુલને હું મેનેજ કરીને તારા માટે ટાઈમ કાઢી લઈશ. બોલ, તું કહે એ ટાઈમે હું મળવા તૈયાર છું. તને જે ટાઈમ કમ્ફર્ટ હોય એ પ્રમાણે હું મેનેજ કરી લઈશ.”

આ સંવાદમાં સમજી શકાય છે કે યુવતી માટે તેના બોયફ્રેન્ડને સંપૂર્ણ આદર અને સન્માનની લાગણી છે. યુવાન ગર્લફ્રેન્ડની બરાબર કાળજી રાખે છે અને ગર્લફ્રેન્ડને જ્યારે તેના સપોર્ટની કે ટાઈમની જરુર હોય છે, ત્યારે યુવાન પોતાના બિઝી શિડ્યુલમાંથી પણ પોતાનો ટાઈમ મેનેજ કરીને ટાઈમ સ્પેન્ડ કરવા તૈયાર અને તત્પર રહે છે. આ છે, પ્રેમમાં કાળજી, લાગણી, સંભાળ અને આદર.

હવે બીજો એક સંવાદ પણ જોઈએ. એક યુવાને કોલ કરીને તેની ગર્લફ્રેન્ડને કહ્યું કે “મારે તને મળવું છે. બોલ, ક્યારે મળીશું?”

યુવતીએ રિસ્પોન્ડ આપ્યો કે “હમણા તો મને નહીં ફાવે, ફરી ક્યારેક. કેમ કે હમણા હું જોબ ઉપર છું, જો રજા લઉં તો પગાર કપાઈ જશે. મારી પાસે એકસ્ટ્રા રજાઓ નથી. બેલેન્સ થયેલી રજાઓ મારે વેકેશન એન્જોય કરવામાં વાપરવાની છે. જોબ ઉપરાંત મારે હમણા એકઝામની તૈયારીઓ પણ ચાલી રહી છે. સાંજે મારા એક દોસ્તની બર્થ-ડે પાર્ટી છે. ત્યાં બધા સ્કૂલ-ફ્રેન્ડઝ ભેગા થવાના છે ને ખુબ એન્જોય કરવાના છીએ. પછી મારે મારા કાકાના ઘરે રહેવા જવાનું છે. કાલે મારા માસીના ઘરે અમારું ફેમિલી ગેટ-ટુ-ગેધર છે. પછી મારી એક સ્કૂલ-ફ્રેન્ડ અમેરિકાથી આવવાની છે, તેની સાથે થોડા દિવસ સ્પેન્ડ કરવાના છે. વીક-એન્ડમાં તો શનિ-રવિ મારી દીદી અને જીજાજીના ઘરે રહેવા જવાનું ઓલ ટાઈમ ફિક્સ શિડ્યુલ હોય છે. વગેરે... વગેરે... બોલ, હવે હું ક્યારે તને મળવા આવી શકું?”

હવે એમ કહેવાની જરુર ખરી કે પેલો યુવાન તેની ગર્લફ્રેન્ડનો આવો રિપ્લાય સાંભળીને બેહોશ થઈ ગયો?”

યુવતી તો એક સિમ્બોલ છે. ગર્લફ્રેન્ડનો કોઈ જ વાંક નથી. સંબંધ કોઈ પણ હોય, આપણે આપણી આસપાસ નજર કરીએ તો પણ આપણને આવા કિસ્સા જોવા મળે છે કે એ લોકોને તમારું કામ પડે ત્યારે જ તમને મળવા આવે અથવા કોલ કરે છે. તમે એમના માટે સમય ફાળવો છો અને એમની વાત સાંભળો છો અને એમના કામમાં થઈ શકે એ રીતે મદદરુપ પણ થાઓ છો.

આવી સ્થિતિ આવે તો તમારે ગર્વ અનુભવવો જોઈએ કે તમે એવા જરુરીયાતમંદ લોકોના જીવનમાં પ્રકાશ પાથરવાનું કામ કર્યું. કેમ કે તમારી યાદ એમને ત્યારે જ આવે છે કે જ્યારે એમના જીવનમાં અંધકાર છવાઈ જાય અને કોઈ રસ્તો જ ના રહ્યો હોય, ત્યારે તમારી યાદ આવે છે.

રિલેશનશીપ વિશે એક ખુબ સરસ અને જાણીતું સુવાક્ય છેઃ “સંબંધની સફળતા માટે સ્ત્રીને માત્ર ચાહો જ નહીં, એને સમજવાની જરુર છે. જ્યારે પુરુષને માત્ર ચાહો. એને સમજવાની જરુર નથી.”

પ્રેમસંબંધ હોય કે લગ્નસંબંધ, સકસેસ રિલેશનશીપ માટે થોડામાં ઘણું બધું કહેવાયું છે. જો કે હકીકત એ પણ છે કે સંબંધમાં સમજણનો સેતુ પણ જરુરી છે. સ્ત્રીને સમજવાની અને પુરુષને પ્રેમ-સ્નેહ આપવાની વાત સંબંધની સફળતાનો આધાર છે. કમ્યુનિકેશન અને અન્ડરસ્ટેન્ડિંગ દરેક રિલેશનશીપની માસ્ટર કી છે.

માત્ર પ્રેમમાં જ નહીં, દરેક રિલેશનશીપમાં યોગ્ય કમ્યુનિકેશન અને અન્ડરસ્ટેન્ડિંગ અનિવાર્ય છે. કમ્યુનિકેશન યોગ્ય અને સમયસરનું હોય તેનું જ મહત્વ છે. અવસર વીતી જાય પછી તમને કોઈ અવસરમાં હાજરી આપવાનું આમંત્રણ મળે ત્યારે એનું કોઈ જ મહત્વ રહેતું નથી. સંબંધમાં પણ કયા સમયે પ્રત્યાયન થવું જરુરી છે, એ સમય પણ પારખતા આવડે એ જરુરી છે.

પ્રેમમાં પ્રત્યાયન જરુરી છે. માત્ર પ્રત્યાયન જ નહીં, સમયસરનું પ્રત્યાયન જરુરી છે. શિયાળામાં સમર હેટ અને ઉનાળામાં રેઈનકોટ-છત્રી કે ચોમાસામાં તમે તમારા પ્રિયજનને સ્વેટર યા શાલની ભેટ આપો, એના કરતા કોઈ જ ભેટ ન આપો એ જ વધુ બહેતર છે. સમય અને પ્રત્યાયન બેઉનું સંબંધના ટકાઉપણામાં મહત્વ છે. આ સાથે કાળજી અને સારસંભાળ પણ લગોલગ મહત્વનાં છે.

હિન્દી શાયરે લખ્યું છે ને કે “મુલાકાતેં જરુરી હૈ, રિસ્તે બચાને કે લિયે, લગાકર ભુલ જાને સે તો પૌધા ભી સૂખ જાતા હૈ.” સંબંધમાં પ્રત્યાયન જ ન હોય કે વાતચીતનો સેતુ પણ ન રચાય ત્યારે પેલા છોડ જેવી દશા થતી હોય છે. જે છોડ વાવવામાં આવે છે ખરો, પરંતુ એને નિયમિત, સમયસર જળસિંચન કરવામાં ન આવે.

પ્રિયજન એમ કહે કે “હું તને ચાહું છું”, પરંતુ એમ કહેવા કરતા એવું પોતાના વાણી, વર્તન અને વ્યવહારથી પુરવાર કરવું અગત્યનું છે. મોટા ભાગના કિસ્સામાં સંબંધ તુટે છે, ત્યારે અવાજ નથી આવતો, પરંતુ સંબંધ તુટવાના પડઘા જિંદગીભર કાનમાં ગુંજ્યા કરતા હોય છે.

સંબંધ એટલે કાચનું વાસણ. એનું જતન ખુબ જ કાળજીથી કરવું પડે. કાચનો ગ્લાસ તુટે તો અવાજ આવે, પરંતુ સંબંધ નામનો કાચ તુટે ત્યારે એનો અવાજ તરતને તરત આવતો નથી કે તરતને તરત અવાજ સંભળાતો પણ નથી અને જ્યારે સંભળાય છે, ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.

પ્રેમમાં એક વ્યક્તિનો વ્યવહાર એવો ન હોય કે જેથી બીજી વ્યક્તિને ઉતારી પાડ્યા હોવાની લાગણી અનુભવાય. પ્રેમ એટલે સમાદર. સમાન આદર આપવાનું નામ પણ પ્રેમ છે. પ્રેમમાં મજાક-મસ્તીનું સ્થાન એટલી નિમ્ન કક્ષાએ ન પહોંચી જાય કે સામી વ્યક્તિને અપમાનિત થયા હોવાની અનુભૂતિ થાય. દાખલા તરીકે સંબંધમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિનું અપમાન કરતા શબ્દો મજાકના સ્વરમાં બોલી પણ કાઢે અને પછી સોરી યા માફીના બદલે એમ કહે કે “હું તો મજાક કરતો હતો કે મજાક કરતી હતી”, તો એવા પાટા-પિંડી કરવાથી હૈયાને લાગેલા ઘા મટી જતા નથી.

પ્રેમમાં રુપ અને સૌંદર્યને જ ગરજ યા મતલબ હોય એવું પણ નથી. પ્રેમને સમયનો કે ઉંમરનો કાટ લાગતો નથી. સંબંધને કાટ લાગે તો એ સંબંધ શાનો? મતલબ નીકળી ગયા પછી સંબંધનો દ્રોહ કરવો કે તરછોડી દેવો એ ક્યાંનો ન્યાય? પ્રેમ હંમેશા જવાન હોય છે અને જવાન જ રહેતો હોય છે.

જસ્ટ ટ્વીટઃ-

“હૃદયના ભાવ, પાંખો કલ્પનાની લઈને આવ્યો છું,

સિતારાઓ, સુણો કથણી ધરાની લઈને આવ્યો છું.”

  • ‘ગની’ દહીંવાલા
  • 000000000000000000000000000000000000000000000000000000000000