લેખકની વાત
પૂજન નિલેશભાઈ જાની મૂળ ભુજનાં હાલ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. જન્મભૂમિ અખબાર જુથ દ્વ્રારા પોતાનાં લેખનની શરૂઆત કરનાર પૂજન છેલ્લા 2 વર્ષથી અલગ અલગ જગ્યાએ લખે છે. દિવ્યભાસ્કરનાં કચ્છ વિભાગમાં 'નવી દ્રષ્ટિ' દ્વારા પોતાની વાત મૂકતા રહે છે. ખૂબ વાંચન અને થોડું લખાણનાં સિધ્ધાંતને વળગી રહી આગળ વધતા રહે છે.
લાસ્ટ નાઈટ વિશે
વાત આટલી આગળ સુધી પહોચશેં એ ખબર ન હતી. આ બધું થઈ જતું હોય છે આપણે તો નિમિત્ત માત્ર હોઈયે છીયે. જેમ જેમ વાંચકોનો પ્રેમ મળતો ગયો તેમ તેમ લખવામાં પણ સાહસ આવી ગયું. આ વાર્તા મારા માટે નસીબવંતિ પુરવાર થઈ છે. ઘણા નવા મિત્રો આ વાર્તા એ અપાવ્યા છે જેને ખૂબ વફાદારી પૂર્વક સાથ નિભાવ્યો છે જે આગળ પણ મળતો રહે તેવી આશા સહ...........
ધ લાસ્ટ નાઈટ - 18
હોટેલમાં સાતેય જણા બેચેની અનુભવી રહ્યા હતાં, હવે અહીંથી નીકળવું ભારી પડે એમ હતું અને પ્લાનની જાણ જાનીને કરતા પકડાઈ ગયા તો અહીં જ તેમની અંતિમ વિધિ થઈ જાય એની શક્યતા પણ નકારી શકાય તેમ ન હતી. એક આશા હતી એનો પણ સૂર્યાસ્ત થઈ રહ્યો હતો અને પછી જો આવનરી કાળી રાત વિશેનો વિચાર જ તેમને ડરાવી દેનારો હતો તો રાત કેવી હશે એ બાબતે ચર્ચા કરવી પણ તેમને માટે બિહામણું હતું.
" શું એમને ખબર પડી હશે કે આપણા વિચાર બદલાઈ ગયાં હશે? હવે આતંકવાદ તરફ જવું તેમનું ધ્યેય ન હતું એ આપણા અને મિ.જાની સિવાય કોણ જાણતું હતું બકા કે આ લોકોને ખબર પડી જાય?" શ્રેયાનાં ભાઈ હદથી બહાર ચિંતા કરતો હતો. "
પણ તને કોને કીધું કે આમ જ વાત છે, યાર ખોટા બિવડાવ નહીં બધાને.આ ચિંતામાં જો ખોટા જવાબ નીકળી ગયા તો ખોટા હલાલ થઈ જશું આપણે બધાં એના કરતાં જેમ ચાલે છે એમ જવા દે" મૌનિસ ગુસ્સામાં બોલી ઉઠ્યો "
તે આકાને પૂછ્યું, મતલબ કે એમને ફોન કર્યો તે કે ના એટલે કે તે એને વાત કરી કે અમે આવી ગયા છીયે એટલે કે....... " તેનો ગભરાટ હવે તેને બોલવા પણ દેતો ન હતો "
એટલે કે.... બસ કર ભાઈ જરા શાંતિ રાખ નહીં તો સુઈ જા, એ.સી ચાલુ કરી દઉં તને કહેતો હોતો પણ મગજને ગરમ ન કર. એક તો શું કરવું ખબર નથી પડતીને તું બેઠો ઊંધું વિચારે છે કોણ જાણે કેવા ભવ ફર્યા કે તને અમે અમારા સાથે લીધો" મૌનિસે રૌદ્ર રૂપ ધારણ કર્યું.
આગળ કઈ પણ બોલવું તેને યોગ્ય ન લાગ્યું અને આથી મોબાઈલ લઈને બેસી ગયો. શ્રેયા અને પોતાના ફોટો જોવા લાગ્યો. મમ્મી, પાપા અને તેમની સાથેના પિક્ચર જોઈને તે રડમસ થઈ ગયો. મનમાં વિચારતો રહ્યો કે એક ખોટું પગલું અને અમારા ચારેયની જીંદગીમાંથી હસી ગાયબ થઈ ગઈ. મમાં અને ડેડીએ પોતાના બે સંતાન ૩ થી ૪ દિવસમાં જ ખોઈ નાખ્યા. લાડકી બહેનની લાશ પણ તેઓ જોઈ શક્યા ન હતાં ખરેખર આ બહુ જ અઘરા સંજોગો હતો, કેવા જોગ સંજોગો ઘણી વખત આકાર લેતા હોય છે કે એમાં ખાલી પસ્તાવો જ હાથમાં આવે છે.
દિવસ પોતાની લીલા સમાપ્ત કરવા માટે બેબાકળો બન્યો હતો અને જેથી હવે ગમે ત્યારે એક મેસેજ પર તેમને જવું પડશે. સાડા છ વાગ્યા હતાં, ભુજની જનતા પોતા પોતાનાં ઘર તરફ પરત ફરવા નીકળ્યા હતાં. જુવાનિયાઓનો દિવસ શરૂ થયો હતો અને તેઓ પોતાના સાથીઓ જોડે ફરવા નીકળ્યા હતાં આ બધું જ અહેમદ હોટેલની બારીમાંથી જોતો હતો અને પોતાનું સુરત યાદ કરતો હતો.
સવારે આવેલી કાર બારીમાંથી અહેમદે નીચે આવતા જોઈ. તેમાંથી નીકળેલા બે માણસોને તે ઓળખી શક્યો બાકીના ૪ નવા હતાં. તે તરત જ આગળ ઈન્ટરકોમમાં ફોન જોડ્યા અને બધાને પોતાના રૂમમાં બોલાવ્યા અને સ્થિતિથી વાકેફ કર્યા. પોત પોતાના ઈષ્ટને યાદ કરવામાં વ્યસ્ત બન્યા. "
કમાલ છે કોઈ આવ્યું નહીં હજુ સુધી" અહેમદે વાત મૂકી "
એ જ હતાંને ખરેખર?" મૌનિસે પ્રશ્ન પૂછયો "
હા બકા એ જ હતાં, એ કદાચ બધાનાં રૂમમાં ગયા હશે અને'' "
પણ એ તો ખાલી છે" શ્રેયાનો ભાઈ બોલી ઉઠ્યો "
આવશે આવશે અહીં ચિલ, હવે એમ ન લાગવું જોઈએ આપણે ગભરાઈ ગયાં છીયે. જેવું આવશે એવું દેવાશે એમ સમજીને આગળ વધશું અને છેલ્લે બાકી મરી જશું એમની ગોળીઓથી પણ પાકિસ્તાન તો નહીં જ જઇયે આ મારું માનવું છે." અહેમદ એકદમ જુસ્સા સાથે બોલ્યો "
હા એમની મદદ નહીં કરીયે, દેશમાં રાજકીય અરાજકતા ફેલાવી હજારો લોકોને અસર કરવી એના કરતા મરી જવું સારું આમેય આપણી કોઈને જરૂર નથી" "
તો બધા તૈયારને મરવા માટે" "
હા તૈયાર" એકી સાથે 6 અવાજ આવ્યા
ત્યાં તો દરવાજા પર ટકોરા પડ્યાં " હેલો મેરા બચ્ચા દરવાજા ખોલો, જન્નત કા રાસ્તા ઈસ તરફ સે હી તો જાયેગા" એક મધ જેવો મીઠો અવાજ દરવાજાની પાછળની બાજુએથી આવ્યો.
અંદરની બાજુ થોડી ગભરામણ થઈ પણ અહેમદના ઈશારાથી સૌ સ્થિર થયાં. શ્રેયાનાં ભાઈને કહ્યું કે દરવાજો ખોલે. તે આગળ ગયો અને દરવાજો ખોલ્યો. "
ખુદા હાફિસ મેરે બચ્ચે, ખુદા તુમ્હે બરકદ્દ દે" સાડા છ ફૂટથી વધારે હાઈટ વાળું એક પડછંદ શરીર તેણે અનુભવ્યું અને આવનારે હળવેથી તેનાં ખભા પર શાબાશીની રીતે મુક્કો માર્યો.
જેમ જેમ ચહેરો આગળ આવતો ગયો તેમ તેમ તે સ્પષ્ટ થતો ગયો અને બીજી બે મિનિટમાં તે એકદમ સ્પષ્ટ બની ગયો અને બધા સાથે બોલી ઉઠ્યા "આકા" "
વાહ બચ્ચો સહી પહેચાના તુમ લોગોને" આટલું બોલી તે પોતાની લાંબી દાઢી પર હાથ ફેરવવા લાગ્યો અને બાજુ પર રાખેલા સોફા પર બેસી ગયો. "
સબ તૈયાર હો નાં, બસ અભી પંદરહ મિનિટમેં નિકલેંગે ઔર ફિર તુમહારી આઝાદી કી ઔર...... " આટલું કહી તે હસવા લાગ્યો.
પોતાની સામે ઉભેલા ખુંખાર આંતકવાદીને જોઇ તેઓ અનિર્ણાયક બની ગયા હતાં. જેના પર ભારત સરકારે ₹35 લાખનું ઈનામ રાખ્યું હતું તે સાંઢ તેમની સામે હતો અને પોતે કાંઈ કરી શકતા ન હતાં માત્ર તેની હા માં હા મિલાવતા હતાં. "
હમારી ખાતરદારી કૈસી રહી, કોઈ કમી તો મહેસૂસ નહીં હોને દિ ને મેરે આદમીઓને?"
કોઈએ જવાબ ન આપ્યો. બે મિનિટ બાદ ફરી આકાએ સાચુકલાઈથી કહ્યું "હમારે બચ્ચે હમસે ડર રહે હે શાયદ, ક્યું જી હમને આપકે સામને ગન રખી હે ક્યાં?" ધીમેકથી પોતાના પઠાણી કુર્તાના ડાબા ખિસ્સામાંથી બંદુક નીકાળી અને તેમના તરફ તાકી અને ફરી ખખડાટ હસી પડ્યો.
સાતેય જણ ડરથી બે ડગલાં પાછળ ખસકી ગયાં અને બાજી સાંભળવા અહેમદ બોલ્યો " નહીં જનાબ આપ સે કિસ બાત કા ડર, આપ તો હમારે સબ કુછ હો આજ સે" આટલું બોલતા અહેમદને ખરેખર ભીંસ પડી હતી છતાં મરતો શું ન કરે? "
યે હુઈનાં કુછ મર્દો વાલી બાત, અભી ડરના નહીં હૈ ખૌફ ફેલાના હૈ. ઈસ મુલ્ક કે લોગો કાં જીના હરામ કરના હૈ હમે. અલ્લાહ હમારે સાથ હૈ ક્યોકી ઇતની અંદર આને કે બાવજુત કિસીને હમે છુઆ તક નહીં ઔર બસ અભી પાંચ સે છ ઘંટેમેં તો હમ ઉડન છુ હો જાયેંગે. હાહાહાહાહાહાહાહ ચલો બચ્ચો નમાજ પઢ લે તે હૈ" આકાની આંખમાં સાતેય જણાએ એક નફરત અને નફ્ફટાઈ જોઈ. એક શિકારી જે રીતે જોતો હોય અદ્દલ એ જ રીતે તે જોતો હતો. **********
સૌ નીચે ઉતર્યા અને સામે ફરી એ જ કાર ઉભી હતી. મૌનિસે થોડું મોં મચકોડયું અને જોયું તો સવારે જે લાંબી દાઢી વાળો માણસ હતો એ ન હતો. વારાફરતી તેઓ બેશુદ્ધ મગજે બેઠા. પોતાનો અંત તરફ જતાં હોય તેમ તેમને લાગતું હતું. હા તેઓની ગતિ હવે મૌત તરફની હતી.
અને કાર સ્ટાર્ટ થઈ, સાંજ હવે રાતમાં પલટાઈ ગઈ હતી. વાહનોની લાઈટ અને રોડ લાઇટની વચ્ચે તેમનું ભાવિ તેમને ધૂંધળું દેખાતું હતું. પાણીની જેમ રસ્તા પર સરકતી કાર જેમ જેમ આગળ જતી હતી તેમ તેમ તેઓની હાર્ટ બીટ વધતી હતી અને જે પ્રતિજ્ઞાપત્ર તેઓ શાળામાં ભણતા હતાં તે આજે તેઓ તોડવા જઈ રહ્યા હતાં.
ભુજની બહાર પહોંચતા તેમને 15 મિનિટ જ લાગી અને હવે રસ્તો હેવી વાહનોથી ભરેલો હતો, અંધારાનું સામ્રાજ્ય ચારે તરફ હતું અને બંને કાર સાઈડમાં ઉભી રહી. તેના બ્રેકથી અહેમદ સફાળો જાગ્યો અને તેને જોયું તો આગળ કોઈ મોટું વાહન ઉભું હતું.
આકા પણ આવી ગયા અને હવે બસ અંતિમ યાત્રા પાકિસ્તાનની તરફ એ પણ એક દિવસ પહેલા..... જાની અને સેનાની જાણ બહાર શું થશે? શું આખો પ્લાન લીક થઈ ગયો કે બીજું કાંઈ? આ મોટા વાહનમાં કોણ હશે? શું હવે તેમને આમાં કેદીની માફક લઈ જવાશે કે કઈ ઔર???