અંકઃ ૧૫ સાતમી ઈન્દ્રીય ઘડપણનો આનંદ Hello Sakhiri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંકઃ ૧૫ સાતમી ઈન્દ્રીય ઘડપણનો આનંદ

સાતમી ઈન્દ્રિયઃ સ્વાતિ શાહ

swatimshah@gmail.com

ઘડપણનોઆનંદ:

ત્રીસ પાંત્રીસ વર્ષનાં હોઈએ ત્યારે હજી પોતાની જીન્દગીમાં રચ્યાં પચ્યાં રહેતાં હોઈએ અને એ સમયે સાથે રહેતાં વડીલનો ટેકો સારો રહેતો હોય છે.

જીવનનાં ચાલીસ વર્ષ થાય ત્યાં એકાએક લાગવાં માંડે કે આપણાં વડીલની ઉંમર પણ વધવા લાગી છે.પછી જ્યારે વડીલ નીતબિયત નરમ ગરમ રહેવા લાગે ત્યારે એકાએક પોતાની વધતી ઉંમરનો ખ્યાલ આવવા લાગે છે.

હમણાં એક વખત સરખી ઉંમર નાં મિત્રો બધાં બેઠાં હતાં ત્યારે વધતી ઉંમર સાથે શરુ થતી શારીરિક અને માનસિક તકલીફની ચર્ચા થઇ.

એક મિત્ર કહે, "હમણાંથી ભૂલી બહુ જવાય છે તો બીજી કહે દાદર ચઢતાં હવે થાક લાગે છે!” "યાર, આ ઘડપણની શરૂઆત થઇને !" અવાજ માં એક ભય હતો”

ઘણાં લોકો કહે કે, "ઘડપણની બીક લાગે છે. " ત્યારે મને સહજ થાય કે પ્રભુની ઈચ્છામાં હશે એટલું તો જીવવાનું જ છે, આયુષ્ય નીરેખા જેટલી હશે તેટલી . તેની કોઈ ને ખબર નથી તો પછી જીવન એવું કેમ ન ગુજારવું કે ભારરૂપ ન લાગે !

અત્યારનાં જમાના માં જીવનશૈલી પણ સુધારવી જરૂરી લાગે . જેમજેમ આધુનિક ઉપકરણનો ઉપયોગ વધતો ચાલ્યો છે તેનાં ફાયદા સાથે ગેરફાયદા પણ ઘણા હોય છે જે ચાલીસ વર્ષની ઉંમરે નથી દેખાતાં પણ સાઈંઠ વર્ષે તો જરૂરથી દેખાશે.

ખાવાપીવાની ટેવ પણ બદલાતી જાય છે. ચટાકેદાર અને અનિયમિત ખાવાનું અત્યારે ઘણું સારું લાગે પણ વધતી ઉંમરે તેનાં થીથયેલું નુકશાન દેખાડવા લાગે છે.

જીવનશૈલી અને ખાવાપીવા ની ટેવ તો પોતાના હાથમાં છે માટે સમજ પૂર્વક તે બદલી શકાશે, પરંતુ બદલાતા જતાં સ્વભાવનું શું? તેવો વિચાર આવે ! વડીલોનાં કાર્ય કે વાતચીતની રીતની જો છણાવટ કરીએ તો એવું લાગે કે આ બદલાવ પણ ઉંમરના પરિવર્તન સાથે સહજ છે. ઘણાં લોકો એવાં જોયા કે જે આ પરિવર્તનનો સ્વીકાર નથી કરતાં, તેઓને તો એમજ લાગતું હોય છે કેતેમનાં સ્વભાવમાં કોઈ બદલાવ આવ્યો જ નથી. સાથે સાથે એવાં લોકો પણ જોવા મળે છે કે જેઓ પરિવર્તન થાય નહિ એનાં માટેખુબ સજાગ રહેતા હોય છે.

આ વિષય ઉપર કેટલાંક વડીલ સાથે ચર્ચા કરતાં જણાયું કે જે વડીલ પોતાની જાત સાથે વાત કરતાં રહે છે, જમાના પ્રમાણેબદલાતી પરિસ્થિતી નો સ્વીકાર સહજતાથી કરી લેછે અને મન થી યુવાન રહેવા પ્રયત્ન કરતાં હોય છે તેઓ ને આવેલું ઘડપણભારરૂપ નથી લાગતું.

ઘણા માણસો જોયાં કે જેઓ વૃધ્ધાવસ્થા માં પ્રવેશ્યા પછી પણ મનથી યુવાન અને પ્રફુલ્લિત જીવન જીવતાં હોય છે અને સાથે સાથેપોતાનાં શારીરિક પરિવર્તન નો પણ સહેલાઇથી સ્વીકાર કરી લેતાં હોય છે. આ મુજબ કરવા માટે હંમેશા મને થાય કે પોતાના થીનાની ઉંમર નાં મિત્રો હોવા પણ જરૂરી છે.

જીવનમાં એવાં કેટલાક શોખ કેળવવા જોઈએ કે જેના થકી કયારે પણ જો કોઈ એકલતા કે પંગુતા આવે તો તેનો સ્વીકાર આનંદપૂર્વક કરી શકાય. જેમકે સારું વાંચન, ગમતું સંગીત સંભાળવું, જાત સાથે ચિંતન મનન કરવું. ઉંમર વશાત કોઈ ઇન્દ્રિય અટકેતો પરવશતાનો અનુભવ ન થાય. આંખ અટકે તો સાંભળી તો શકાય છે, કાન અટકે તો વાંચી તો શકાય અને બંને અટકે તોપોતાની જાત સાથે રહી ચિંતન મનન તો કરી શકીએ. યુવાન મિત્રો સાથે વાતો કરી વિચારની આપલે કરી આનંદ લઇ શકાય છે અને જમાના સાથે સમન્વય સાધીને જીવનનો આનંદ લેવાય.

આમ જો આવેલ પરિસ્થિતિ સહેલાઇ થી સ્વીકારી તો એનો ભાર શાને લાગે !!! બધાં કહે વૃધ્ધત્વ અને બાળપણ સરખાં, તો જેબાળપણ ભુલાઈ ગયું છે તેને ફરી યાદ કરીને ફરિયાદ વગર આનંદ પૂર્વક કેમ ન જીવવું !

જો આમ આ બધી બાબત પર યુવાન વયે જ વિચારતાં થઇ એ તો વધતી ઉંમર અને આવતાં ઘડપણ નો ડર કોઈ દિવસ નહિ લાગે, ઉપરથી ખુબ સજ્જતા પૂર્વક તેનો સ્વીકાર કરી શકીશું.