Vistruti books and stories free download online pdf in Gujarati

વિસ્તૃતિ - અહા આવ્યું વેકેશન.

અંકઃ ૧૩ મે, ૨૦૧૬.

હેલ્લો સખીરી..
સખીઓનું ઈ-સામાયિક..

‘હેલ્લો સખીરી”નો. એક વર્ષ સળંગ માસિક ઈ-સામાયિકરૂપે ૧૨ અંક પ્રગટ થયા અને હવે…..

જી હા, પખવાડિકપણે હેલ્લો સખીરી આપનાં મોબાઈલ ફોનમાં માતૃભારતી ઈબુક્સ એપ્સનાં સૌજન્યથી પ્રકાશિત થશે. એક નવા અંદાઝમાં. એક લેક – એક ઈબુક એમ શ્રેણીબદ્ધ સ્વરૂપે પખવાડિયે એકેક! જાણે કે તમે એ ઈ મેગેઝિનનું જૂદું પાનું જ વાંચી રહ્યા હોવ એવું લાગશે. છેને નવતર આભિગમ!


વિસ્તૃતિઃ જાગૃતિ વકીલ.

Jrv7896@gmail.com


અહા આવ્યું વેકેશન.

આજકાલ દરેકના ઘરે આ ગીત બહુ આનંદથી ગવાઈ રહ્યું છે....”આહ આવ્યું વેકેશન ...જુવો રજાની મજા.....શું શું લાવ્યું વેકેશન.....જુવો રાજાની મજા....મજાની રાજા..રાજાની મજા....અહા....”

આખા વર્ષના અનુભવના નીચોડ રૂપ પરીક્ષાઓ પૂરી થાય, પરિણામો આવી જાય અને એક શૈક્ષણિક વર્ષ પૂરું થયું અનો આનંદ અને નવું વર્ષ શરુ થશે એની ઇન્તેજારીની વચ્ચે વેકેશનના દિવસો મધ મીઠા લાગે છે...

અલબત્ત આજે વેકેશનની ફુરસદની પળો બદલાઈ રહી છે.....પહેલાના જમાનમાં વેકેશન પડવાના થોડા દિવસો અગાઉ ગવાતું... .”મામાનું ઘર કેટલે...દીવો બળે એટલે....” અર્થાત વેકેશન એટલે મામાના ઘરે ઘણા દિવસો રહેવાનું,ધીન્ગમાંસ્તી કરવાની.... ગામડું હોય તો ઓર મજા....

નદીએ જઈ પાણીમાં ધુબાકા મારવાના, વડની વડવાઇ એ હિચકે ઝુલવાનો અનેરો આનંદ માણવાનો.... ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, બેડમિન્ટન, પાચીકા,સંતાકુકડી,ચલક્ચલાણું ,દોડતી,લંગડી જેવી રમતો રમતા ક્યાં રાત પડી જતી એ ખબર પણ ન પડતી;કોઈના ઘણી બારીનો કાચ તુટ્યો કે કોઈના ફૂલઝાડને નુકશાન થયાની ફરિયાદો સામાન્ય થઇ જતી.... ને માતાપિતા બુમો પડી વધીને ઘરમાં બોલાવતા ને જમીને ક્યારે નિંદ્રા રાણીના ખોળે પોઢી જતા એ પણ ખબર ન પડતી.....આ ચિત્ર હવે ધૂંધળું ભાસે છે.....

અફસોસ છે કે આજના બાળકે તો આમાંની અમુક રમતોના નામ પણ નથી સાંભળ્યા.. રમવાની વાત તો બહુ દુર રહી....હા કદાચ સાંભળ્યા હોય તો મોબાઇલમાં રમવાની ગેમ સ્વરૂપે માત્ર!!!આજનું બાળપણ, કિશોરાવસ્થા અને યુવાની મોબાઈલ અને ઇન્ટરનેટે છીનવી લીધા છે... આઉટડોર ગેમ્સનું સ્થાન ઇન્ડોર ગેમ્સ એ લઇ લીધું છે... સમ્મર વેકેશન ના નામે અમુક પ્રવૃતિઓમાં બાળકને પરાણે ધકેલવામાં આવે છે..... આજના વિદ્યાર્થીને ક્રિયાત્મક કે સર્જનાત્મક પ્રવૃતિઓ ગમતી જ નથી..... માત્ર અને માત્ર ઇન્ડોર પ્રવૃતિઓમાં રચ્યોપચ્યો બાળક ન માત્ર રમતોથી વિમુખ થયો છે બલકે શારીરિક શ્રમથી પણ વિમુખ થયો છે...જેના પરિણામે આજની પેઢી શારીરિક રીતે કમજોર થઇ ગઈ છે.ઉપરાંત તર્ક કે ચિંતન કરવાની શક્તિ પણ ઘટવાને કારણે માનસિક આઈ કયું પણ ઓછા થતા જાય છે....

ખરેખર આજના યુગમાં શિક્ષક,વાલી અને વડીલોએ જાગૃત થવાની જરૂર છે.બાળકને દીશાત્મક કર્યો તરફ વળવા ખુબ જરૂરી છે....પણ.. ગુસ્સાપૂર્વક, બળપૂર્વક કે ફરજીયાત ધમકીથી નહિ પ્રેમપૂર્વક સાથે રહી સમજાવીને તેનો શારીરિક અને માનસિક વિકાસ થાય તેવ ઉતમ કર્યો કરવા તરફ વાળવો જોઈએ.

કુટુંબમાં સાથે મળી પ્રવાસનું આયોજન એવા સ્થળે કરીએ કે જેમાંથી ઈતિહાસ,જ્ઞાન,આનંદ બધું જ મળે...સમૂહ પ્રવાસનો બીજો ફાયદો સંતાનને સમૂહ ભાવના,જવાબદારી,ગમ્મત સાથે જ્ઞાન જેવા ગુણોનો વિકાસ કરવા માં પણ મદદરૂપ બને છે.બાળકના રસ અને રુચીને ધ્યાનમાં રાખી તેની ક્ષમતાને ઓળખીને તેને યોગ્ય માર્ગે વળવા જોઈએ.જેથી તેમનું મનગમતું કાર્ય કરવામાં મજા આવતા તેની શારીરિક, માનસિક શક્તિ સાથે ક્ષમતમા પણ વધારો થશે.માત્ર અને માત્ર કોમ્પ્યુત્રણ જ વર્ગો ન કરાવતા તેમની ઈચ્છા મુજબના મડવર્ક,પેઈન્ટીંગ,રસોઈ,સામાજિક કાર્યો વગેરે તરફ પ્રેરવા જોઈએ..કે જેથી ફુરસદના સમયનો સદુપયોગ કરીને સાવ સરળતાથી શીખેલી બાબતો કે પ્રવૃતિઓ....

કારકિર્દીના આરે ઉભેલા યુવાનો જો આવી પ્રવૃતિમાં જોડાય તો શોખના વિકાસ થવાની સાથે તેમને ભવિષ્યમાં અર્થોપાર્જન માટે પણ લાભદાયી થાય.જેના પરિણામે તેનું ભાવિ પણ સદ્ધર બને.

આમ, વેકેશનનો સમય આને કારણે શારીરિક, માનસિક, બૌધિક વિકાસ સાથે સુરક્ષિત ભવિષ્ય બનાવવાનું આગોતરું આયોજન કરવાનો સમય છે.

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.ડો.એ.પી.જે.અબ્દુલ કલામ કહેતા કે “બાળકના વ્યક્તિત્વ ઘડતર માટેનો ઉતમ સમય ૧૭ વર્ષ સુધીનો ગણાતો હોવાથી આ સમયમાં એમને દેશઉપયોગી પ્રવૃતિઓનો ખ્યાલ કરાવે તેવી પ્રવૃતિમાં જોડવા જોઈએ.યુવાનો દેશનું ભાવી છે,રાષ્ટ્રના નિર્માણમાં ખુબ અગત્યની ભૂમિકા ભજવનાર છે.એક સારા અને સમજદાર નાગરિક બનવા માટે સારા ભણતર સાથે બાળક સમાજ ઉપયોગી ઉમદા કાર્ય કરે તે જરૂરી છે.” અને તે તરફ તેમને વળવા એ વળી સાથે શિક્ષકોની પણ જવાબદારી બને છે...તો થાવ સાબદા...અને આપના સંતાનોના વેકેશનને એવું સભર..મજાનું બનાવો કે એ પ્રેમથી ગાય... ”આહા,આવ્યું વેકેશન...”

સહુનું વેકેશન આનંદમયી જ્ઞાનસભર મજાનું બની રહે તેવી શુભકામનાઓ.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED