Chandragupta Maurya books and stories free download online pdf in Gujarati

ચંદ્રગુપ્ત મૌર્ય

ચંદ્રગુપ્ત મૌર્ય (ભારતવર્ષના મહાન રાજાઓ)

રાજા બિમ્બીસાર અને અજાતશત્રુ પછી ઉદયન, અનિરુદ્ધ, મુંડ, અને દર્શક નામના રાજાઓએ મગધ ઉપર રાજ કર્યું. ત્યાર પછી આવેલા નાગદશક રાજાએ અજાતશત્રુથી પિતાની હત્યા કરી રાજા બનવાની પરમ્પરા એણે સારી રીતે નિભાવી હતી. એણે એના પિતાની ખૂબ ક્રુરતાપૂર્વક હત્યા કરી અને ૨૦ વર્ષ રાજ કર્યું. છેવટે પ્રજાએ બળવો કર્યો અને શીશુનાગને ગાદી પર બેસાડ્યો. ઈસા પૂર્વે ૪૧૩માં શીશુનાગ રાજવંશ ચાલુ થયો. ખરેખર તે રાજા નાગદશકનો અમાત્ય હતો. તેના સમયમાં હાલના તામીલનાડુ, પાકિસ્તાન, નેપાળ, ભૂતાન, અફઘાનિસ્તાન અને બાંગલાદેશ ને બાદ કરો તો બાકીના ભારતવર્ષ ઉપર શીશુનાગનું રાજ હતું. કહેવાય છે ત્યાર પછી ઈસા પૂર્વે ૪૧૫ સુધીમાં તો સિંધ, મુલતાન, કાબુલ સુધી એના વાવટા ફરકતા થઈ ગયેલા. એના પછી કાક્વર્ણ, ક્ષેમધર્મ, ક્ષત્રુજસ, નન્દીવર્ધન અને મહાનંદન રાજાઓ થયા. મહાનંદનનો પુત્ર પહપદ્મ નંદ રાજા થયો જે નંદ સામ્રાજ્યનો સ્થાપક ગણાય છે. નંદ રાજાઓની શ્રેણીમાં છેલ્લો નંદ ધનનંદ રાજા થયો જે ઈતિહાસ પ્રસિદ્ધ છે. પ્રસિદ્ધ એટલા માટે છે કે ચાણક્યે એના દરબારમાં એનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધેલી. એનું સૈન્ય બહુ મહાન હતું તેવું કહેવાય છે. બે લાખ ઇનફનટ્રી, ૨૦,૦૦૦ કેવલરી, ૨૦૦૦ રથ, અને ખાસ તો ૩૦૦૦ હજાર હાથીઓ. ગ્રીક ઇતિહાસકાર પ્લુટાર્ક ધનનંદનું લશ્કર આનાથી પણ વધુ નોંધે છે. એના હિસાબે ધનનંદનું લશ્કર ૨૦૦૦૦૦ ઇનફનટ્રી, ૮૦,૦૦૦ કેવલરી, ૮૦૦૦ રથ અને ૬૦૦૦ હાથીઓ વડે સુશોભિત હતું. ખેર એના મૃત્યુ વિષે ઇતિહાસ બહુ ચોખ્ખો નથી. કોઈ કહે છે ચંદ્રગુપ્ત મૌર્યે એને મારી નાખેલો અને અમુક ઈતિહાસકારો કહે છે એને દેશવટો અપાયેલો. તો અમુક કહે છે દેશવટા દરમ્યાન ચંદ્રગુપ્તને નડે નહિ માટે ચાણક્યની આજ્ઞાથી મારી નાખવામાં આવેલો.

ખેર મહાન ચંદ્રગુપ્ત મૌર્યનો સમયકાળ ઈસા પૂર્વે ૩૨૧ થી ૨૯૭ ગણાય છે. તે માહન મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક ગણાય છે. ગ્રીક લોકો એને સેન્ડ્રોકોટસ કે એન્ડ્રોકોટસ તરીકે ઓળખતાં. આ પહેલો એવો રાજા હતો જેણે લગભગ આખા ભારતવર્ષને એકચક્રી બનાવ્યું હતું. બંગાળ થી બલુચિસ્તાન, અફઘાનિસ્તાન, કાશ્મીરથી કર્ણાટક, સુધી એનું રાજ હતું. એણે ગ્રેટ સિકંદરના સરદાર સુબા સેલ્યુકસને હરાવ્યો હતો. સેલ્યુકસે એની પુત્રી હેલન ચંદ્રગુપ્ત જોડે પરણાવી રાજકીય સંબંધો બનાવ્યા હતા. આમ એણે પશ્ચિમી જગત સાથે વૈપારિક સંબંધ પણ શરુ કરેલા. ગ્રીક એલચી મેગસ્થીનીસ એની રાજધાની પાટલીપુત્રમાં આવેલો પણ ખરો. એકવાર લગભગ આખું ભારત એના હાથનીચે આવી ગયા પછી એને ચાણક્ય અને એના અર્થશાસ્ત્ર મુજબ ગજબનું અફસરો અને અધિકારીઓનું નેટવર્ક બનાવી ભારતને એક જબરદસ્ત આર્થિક મજબૂતાઈ આપી દીધી હતી. એના પુત્ર બીન્દુસારને રાજા બનાવી પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શ્રવણબેલગોડામાંતિમ શ્વાસ લીધેલા એવું કહેવાય છે.

ચંદ્રગુપ્તના પૂર્વજો વિષે ખાસ ઈતિહાસ મળતો નથી. ગ્રીક, લેટિન સાહિત્ય કે જેમાં તેને સેન્ડ્રાકોટસ કે એન્ડરાકોટસ તરીકે ઉલ્લેખે છે તેમાંથી થોડો પ્રકાશ પડે છે અથવા સંસ્કૃત સાહિત્ય દ્વારા થોડી ઘણી માહિતી મળે છે. મુદ્રરાક્ષસ નામના નાટકમાં તેને કુલહીન કહેવાયો છે. આ નાટકનું ભાષાંતર કરનાર ભારતેન્દુ હરીશચન્દ્રનાં મતે તે નંદવંશના રાજા મહાનંદનો પુત્ર હતો પણ એની માતા એક હજામની પત્ની હતી ને એનું નામ મોરા હતું. આ મોરા પરથી એની અટક મૌર્ય પડી હતી. તો બૌદ્ધ સાહિત્ય પ્રમાણે પિપ્પલીવનનાં મૌર્ય જાતિના ક્ષત્રિયનો વંશજ હતો. તો કોઈ ભગવાન બુદ્ધની શાકય શાખાનો વંશજ હતો એવું કહે છે.

પ્લુટાર્ક, ગ્રીક ઇતિહાસકાર કહે છે ચંદ્રગુપ્ત પંજાબમાં એકેઝાંડર સિકંદરને મળેલો.

Androcottus, when he was a stripling, saw Alexander himself, and we are told that he often said in later times that Alexander narrowly missed making himself master of the country, since its king was hated and despised on account of his baseness and low birth.

— , : Life of Alexander

સિકંદર ભારત આવ્યો ત્યારે ચાણક્ય તક્ષશિલામાં શિક્ષક હતા. તક્ષશિલા અને ગાંધારે તે સમયે સિકંદર સાથે શાંતિ મંત્રણાઓ કરી લગભગ પરાજય સ્વીકારી લીધેલો. સિકંદરને પંજાબના રાજા પર્વતેશ્વર(પોરસ) સિવાય કોઈ ચેલેન્જ કરે તેમ નહોતું. સિકંદરનું આક્રમણ ખાળવા ચાણક્ય વિશાલ સૈન્ય ધરાવતા મગધના ધનનંદ પાસે મદદ માંગવા જાય છે પણ તે ના પાડે છે. તે જ વખતે ચાણક્ય નક્કી કરે છે પરદેશી આક્રમણો ખાળવા એક મહાન મજબૂત વિશાલ મહાન સામ્રાજ્યની જરૂર છે. તે સમયે ધનનંદે મદદ કરી હોત તો સિકંદર વહેલો ભાગી ગયો હોત. ધનનંદના લશ્કરી બળના આંકડા પ્લુટાર્કે વર્ણવેલા તે પ્રમાણે સિકંદરનું સૈન્ય ભારતમાં આગળ વધવા માંગતું જ નહોતું. ખેર ફક્ત ૨૦ વર્ષની ઉંમરે ચંદ્રગુપ્તે મહાન મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી લીધી હતી. સેલ્યુકસ જેવા ગ્રીક સરદારને સમાધાન કરવા એની દીકરી ચંદ્રગુપ્ત જોડે પરણાવી પડી હતી. ૬લાખનું પાયદળ, ૩૦,૦૦૦ કેવલરી અને ૯૦૦૦ હાથીઓની સેના જોઈ વિદેશીઓની ફાટી જતી હતી.

But the Prasii surpass in power and glory every other people, not only in this quarter, but one may say in all India, their capital Palibothra, a very large and wealthy city, after which some call the people itself the Palibothri,--nay even the whole tract along the Ganges. Their king has in his pay a standing army of 600,000-foot-soldiers, 30,000 cavalry, and 9,000 elephants: whence may be formed some conjecture as to the vastness of his resources.

— ,

યાદ્ નથી પણ ક્યાંક વાંચ્યું હતું કે ચંદ્રગુપ્ત હમેશાં ત્રણસો સ્ત્રી તીરંદાજ બોડીગાર્ડ સાથે બહાર નીકળતો હતો. ભારતવર્ષનો આ મહાન રાજા પોતાના પુત્ર બિન્દુસાર માટે રાજગાદી છોડી દઈ જૈન ધર્મ અપનાવી શ્રવણબેલગોડામાં કાયમી વિશ્રાંતિ પામે છે.

ચંદ્રગુપ્ત વગર ભારતવર્ષનો ઈતિહાસ હમેશાં અધુરો ગણાય.

જેમ બીમ્બીસાર અને બિન્દુસાર વિષે ગેરસમજ થાય છે તેમ ચંદ્રગુપ્ત વિષે પણ ગેરસમજ થાય છે. આ ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક હતો ગુપ્ત સમ્રાટ નહિ. આ મહાન રાજા અશોકનો દાદો હતો. આ બિન્દુસાર પણ બીમ્બીસારના પુત્રની જેમ અજાતશત્રુ મતલબ કોઈ શત્રુ જ ના હોય તેમ જાણીતો હતો. બિન્દુસાર મૌર્ય સામ્રાજ્યનો બીજો રાજા હતો. ગ્રીક લોકો એને અમીત્રોકેટસ તરીકે ઓળખાતા હતા. એના પણ ગ્રીક લોકો સાથે બહુ સારા સંબંધો હતા.

ચાલો રાજા બીન્દુસારનું નામ બિન્દુસાર કઈ રીતે પડ્યું તે કહું. ચાણક્ય બહુ હોશિયાર હતા. રાજાને ઝેર આપી મારી નાખવાનો તે સમયે ધારો હશે. પણ ઝેર સામે શરીરમાં જ ઈમ્યુન સિસ્ટમ પેદા થાય તો ઝેર અસર કરે નહિ તે ચાણક્ય જાણતા હતા. માટે ચંદ્રગુપ્તને ભોજનમાં નિમ્ન માત્રામાં રોજ ઝેર આપવામાં આવતું હતું તે રાજાને ખબર નહોતી. રાની ગર્ભવતી હતી અને રાજાને ખબર નહિ પોતાનું ઝેરયુકત ભોજન અજાણતા રાણીને ખવડાવી દીધું. રાણી પાસે તે ઝેર પચાવી શકવાની શક્તિ નહોતી. તે બેભાન થઈ ગઈ અને મૃત્યુને શરણે ચાલી નીકળી. તે સમયે અચાનક આવી ચૂકેલા ચાણક્યે રાણીનું પેટ ચીરી બાળકને બચાવી લીધું પણ તે દરમ્યાન ઝેર બાળકના કપાળે પહોચી ચૂક્યું હતું અને કપાળમાં એક બિંદુ રૂપે ચિન્હ બનાવી ચુક્યું હતું. માટે તે બાળકનું નામ બિન્દુસાર રાખવામાં આવેલું.

બિન્દુસાર ફક્ત ૨૨ વર્ષનો હતો અને એના હાથમાં લગભગ આખું ભારત આવી ગયું હતું ખાલી કલિંગ, પાંડય ચોલા અને ચેરા સિવાય. બીન્દુસારે પણ ૨૭૨ BCE માં પોતાના પુત્ર અશોક માટે ગાદી છોડી દીધેલી. બીન્દુસારે હાલના ઓરિસા એટલે તે સમયના કલિંગ અને તામીલનાડુ સિવાય આખું ભારત કબજે કરેલું. ખેર ચંદ્રગુપ્ત ભારતવર્ષનો મહાન રાજા હતો અને હમેશા રહેવાનો છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED