Pravasi Bhag - 3 books and stories free download online pdf in Gujarati

પ્રવાસી ભાગ-૩

પ્રવાસી ભાગ-૩

અમરનાથ: ૧

ગયા અંકમાં આપણે જમ્મુથી પ્રવાસની શરૂઆત કરી શ્રીનગર અને ગુલમર્ગ નો પ્રવાસ કર્યો. હવે ગુલમર્ગથી નીકળતા સાંજના સાડાચાર-પાંચ વાગીગયા હતા.ફરી ગોળાકાર રસ્તાઓ પર અમારી ગાડી સડસડાટ જઇ રહી હતી. ગાડીના પૈડાઓને જાણે રસ્તામાં આવતા દરેક વળાંકની માહીતી હોય તેમ દોડ્યે જતા હતા.

અમરનાથ ગુફા સુધી પહોંચવાના બે રસ્તાઓ છે. પહેલો રસ્તો પહેલગાંવ થી થઇ ચંદન વાડી, શેશનાગ, પંચતર્ણી થી અમરનાથ ગુફા તરફ જાય છે. આ રસ્તો લગભગ ૬૦ કિ.મિ. લાંબો છે અને ગુફા સુધી પહોંચતા આશરે ત્રણ દિવસ લાગે છે. ધાર્મીક માન્યતાઓ પ્રમાણે આ રસ્તે ભગવાન શિવ માતા પાર્વતી સાથે ગુફા સુધી ગયા હતા જ્યાં શિવજીએ માં પાર્વતીને અમરત્વનું જ્ઞાન આપ્યુ હતુ. એવુ કહેવાય છે કે, માં પર્વતીએ અમરત્વ વિષે જાણવાની ઝીદ પકડી ભોળાનાથ પાસે પણ આ વાત અતિ ખાનગી હોય શિવજી માં પાર્વતીને અતિદુર્ગમ એવી બરફીલી ગુફાઓમાં લઇ ગયા હતા એ ગુફા એટલે અમરાનથ ગુફા. અંહી રસ્તામાં આવતી દરેક જ્ગયાઓનો પણ મહિમા છે. જેમ કે, ચંદન વાડીમાં ભગવાન શિવે પોતાના ભાલે હંમેશા બીરાજતા ચંદ્રનો ત્યાગ કર્યો હતો. એ પછી આવે શેશનાગ, એમ કહેવાય છે કે અંહી ભગવાન શિવે પોતાના ગળામાં રહેલા સર્પનો ત્યાગ કર્યો હતો. આ અતિ રમણીય સ્થળ છે. અહીં પહાડોની વચ્ચે તળાવ રહેલુ છે જે અહીંની સુંદરતામાં વધારો કરે છે. અંહી એથી આગળ જતા રસ્તો થોડો કઠીન અને સીધી ચડાય વાડો છે જે પંચતરણી તરફ જાય છે. પંચતરણી એ એવી જગ્યા છે જ્યાં શિવજીએ પોતાની જટામાં રહેલી ગંગાનો ત્યાગ કર્યો હતો. પંચતરણીથી છ કિ.મિ. અમરનાથ ગુફા આવેલી છે, જ્યાં બાબા બર્ફાની બિરાજમાન છે. એમ કહેવાય છે કે વર્ષો પહેલા એક મુસ્લિમ બકરી ચરાવનારાએ આ ગુફાની શોધ કરી હતી. અંહી એક વાત ખાસ મારા ધ્યાને પડી કે, હિંદુ ધર્મ સ્થળ હોવા છતા જો કદાચ મુસ્લિમોના સાથ વગર આ યાત્રા અધુરી જ છે. કારણકે ત્યાં મોટા ભાગના મુસ્લિમોની વસ્તિ છે એમના ટેંટ કે એમના ઘોડા વગર અમરનાથ ગુફા સુધી પહોંચવુ લગભગ મુશ્કેલ જ છે.

બીજો રસ્તો બાલટાલથી અમરનાથ ગુફા તરફ પહોંચવાનો છે. આ માત્ર ૧૪ કિ.મિ. નોજ છે પરંતુ આ રસ્તો અતિ કઠીન છે. જે યાત્રીઓને માત્ર એકજ દિવસમાં યાત્રા પુર્ણ કરવી હોય એમના માટે આ વિકલ્પ ઉપયોગી છે. અમે પણ બાલટાલથીજ અમરનાથ જવાના હતા. ગુલમર્ગથી નીકળી સોનમર્ગ પહોંચતા સુધીમાં સાંજ ઢળી ચુકી હતી. સોનમર્ગ પણ જોવા લાયક સ્થળ છે પણ સમયના અભાવને કારણે ત્યાં જવુ શક્ય નહોતુ. રસ્તા પરથી સુંદર નજારો માણી અમે બાલટાલ તરફ આગળ વધ્યા. બાલટાલ પહોંચતા સુધીમાં રાત ઢળી ચુકી હતી. પાર્કીંગમાં ગાડીઓના થપ્પા હતા. ગાડી પાર્ક કરી અમે રાત પસાર કરવા માટે ટેંટ શોધતા હતા. અંહી રોકાવા માટે બે જ ઓપ્શન્સ અવેલેબલ હતા, એકતો ટેંટ ભાડા પર લેવો અથવા કોઇ ભંડારામાં આશ્રય મેળવવો. અમે લગભગ બધા ભંડારા ફરી વળ્યા હશુ, કોઇ ભંડારામા રોકાઇ શકાય એટલી જગ્યા નહોતી. નિરાશ થઇ અમે બે જણા ટેંટ વાડા પાસે ટેંટ નુ ભાડુ જાણવા ગયા, ભાડુ તો બોવ વધારે કીધુ પણ ભાવતાલ કરતા અંતે સસ્તામાં પતાવટ કરી પણ ત્યાં એટલામાંજ અમારા ગ્રુપના બીજા સભ્યો એક ભંડારામાં આજીજી કરી કે અમારી સાથે લેડીઝ છે અને અમે છેક દ્વારકા, ગુજરાતથી આવીયે છીયે એટલે અમને ત્યાં તરતજ નિ:શુલ્ક રહેવાની વ્યવસ્થા કરી આપી. હવે થયુ એવુ કે ટેંટ વાડાઓ સાથે ભાવતાલ કરી અમે ના પાડી ભંડારામાં રહેવા માટે ઉતર્યા. એટલે ટેંટ વાડાએ અમને કાંઇ ના કીધુ પણ ભંડારા વાડા સાથે જગડો કરવા લાગ્યા. આ વાતની જાણ ભંડારાના શેઠને ખબર પડતાજ એ શેઠે અમારા વતી એ ટેંટ વાડાને નક્કી કર્યા મુજબનુ ભાડુ ચુકવી દીધુ, અમારા જેવા સાવ અજાણ માટે રહેવા, જમવાની તદ્દન નિ:શુલ્ક વ્યવસ્થા કરી આપી ઉપરાંત અમારા વતી ભાડુ પણ ચુકવી આપ્યુ અને અમને એમના રુણી બનાવી દિધા. એ શેઠને અમે બનતા પૈસા આપવાની કોશીસ કરી પણ શેઠે મુસ્કુરાઇને વિનમ્રતાથી એ પૈસાનો અશ્વિકાર કર્યો અને મહાદેવના ચરણોમાં જે યથાશક્તિ દાન ધરવુ હોય એ ધરવા જણાવ્યુ. અમારો સામાન અમને ફાળવાએલા કમરામાં ગોઠવી અમે પેટની ભુખ સંતોસવા ફરી ભંડારામાં પહોંચ્યા. અંહી પહોંચતાજ આશ્ચર્ય ચકીત થઇજવાયુ. અંહી સામાન્ય દિવસોમાં આ દુર્ગમ જગ્યાએ અટલી ઉંચાઇ પર આર્મી સિવાય અન્ય કોઇ જોવા ના મળે પણ અત્યારે ત્યાં કોઇ મેળા જેવો માહોલ હતો. ચારે બાજુ શિવજીના ધુન-ભજનો લાઉડ સ્પીકરમાં વાગતા હતા. લોકો તાનથી આ ધુન પર જુમતા હતા, વાતાવરણ જાણે શિવમય હતુ. જમવાની કાંઇ કેટલીયે વાનગી આ ભંડારાઓમાં ઉપલબ્ધ હતી, અટલી વાનગીઓ તો કદાચ કોઇ રેસ્ટોરન્ટમાં પણ નઇ હોતી હોય. અને જમાડવા વાડા પણ આગ્રહ કરી કરીને જમાડતા હતા. અરે જમી લીધા પછી મુખવાસ પણ પચાસેક જાતના હશે. ઇશ્વર ક્રુપાથી કદાચ ભારતજ એવો દેશ હશે જ્યાં હજારો લાખો લોકોને આવી રીતે આગ્રહ કરી કરીને લોકો જમાડતા હશે. જમીલીધા પછી અમે લટાર મારવા નીકળ્યા. અંહી ભારતના લગભગ તમામ રાજ્યમાંથી શ્રધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આવ્યા હતા. અમારી આસપાસ એકદમ સુંદર નઝારો હતો. ઉપર ખુલ્લુ આકાશ હતુ, ચારે બાજુ બરફથી ઢંકાએલા ઉંચા-ઉંચા પહાડો હતા અને આકાશમાં તારાઓ ટમટમતા હતા. થોડીવાર આમતેમ આંટા મારી ફરી અમારા કમરા તરફ પાછા ફર્યા. સવારે જલ્દિ ઉઠવાનું હતુ. એક રોમાંચ હતો દિલમાં. આખા દિવસના થાકને લીધે ઉંઘ ક્યારે આવી ગઇ એ ખબર ન પડી. સવાર પડી, કમરામામાંથી બહાર નીકળી એક નજર મેં સામે રહેલા પહાડો પર નાખી, વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધુ હતુ. પહાડો સફેદ વાદળોથી ઘેરાએલા હતા. અમારી આસપાસ ચહલ પહલ શરૂ થઇ ગઇ હતી. ટેંટ વાડાઓ સ્નાન કરવા માટે ગરમ પાણીની એક બાલટી ૩૦ રૂપીયે વહેંચતા હતા, જોકે અમરા માટે તો ભંડારા વાડાએ પાણીની પણ નિ:શુલ્ક વ્યવસ્થા કરી હતી. કોઇપણ જાતની ઓળખાણ કે કોઇ પણ જાતના પ્રલોભન વગર માત્ર માનવતાના ધોરણે એ ભંડારા વાડાઓ અમારી સેવા કરતા હતા. પ્રાત: ક્રિયાથી પરવારી અમે તૈયાર થયા અમારી અમરનાથ યાત્રા માટે. દરેક પાસે પોતાની સ્વતંત્ર બેગ હતી જેમાં ઓચીંતા વરસાદથી બચવા રેઇન કોટ, જો ઉપર રોકાણ કરવુ પડે તો એક જોડી વધુ કપડા, રસ્તામાં ભુખ લાગે તો ખાવા માટે ડ્રાય ફ્રુટ્સ સાથે લીધા હતા. બાલટાલનો રસ્તો અતિ કપરો છે એટેલે ઘોડા પર જવુ એ વિકલ્પ ઉતમ હતો. અમરા ઘોડાઓ નક્કી થયા. ગુલમર્ગમાં ઘોડાઓ પર સવારી કરવાનો અનુભવ અંહિ કામ લાગવાનો હતો. સવારના લગભગ સાડા છ સાત વાગ્યા હશે. વાતાવરણ માં ઠંડી અનુભવાતી હતી. અમારી સફરની શરૂઆત થઇ. શરૂઆત સરળ હતી, ભંડારા વાળા લોકો રસ્તામાં જતા યાત્રીઓને ચોકલેટ, જલેબીથી મોઢુ મીઠું કરાવતા હતા. સવાર થઇ ચુકી હતી. ઘોડા વાળાઓ પોતાના ઘોડા દોરતા હતા અને અમે ઘોડા પર બેઠા હતા. યાત્રાળુઓ માં કેટલાક પગેથી ચાલનારા પદ યાત્રીઓ હતા, કેટલાક ઘોડા પર બેસીને યાત્રા કરતા હતા તો કેટલાક પાલખીમાં બેસીને બાબા અમરનાથ સુધી પહોંચવાના હતા. અને વડી હેલીકોપ્ટરમાં જનારાઓનો એક અલગ જ વર્ગ હતો. અમારા ઘોડા ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યા હતા. એક સાંકળી પગદંડીમાં પદ યાત્રીઓ, પીઠ્ઠુઓ(ઘોડા વાળા) અને પાલખી વાળાઓ ચાલી રહ્યા હતા. દર પાંચ-સાત મીનિટે એક હેલીકોપ્ટર તમારી તદ્દન નજીકથી પસાર થાય એ દ્રશ્ય પણ રોમાંચ ઉભુ કરે. ધીમે-ધીમે ઉંચાઇ વધતી જતી હતી. હજી તો થોડા ઉપર પહોંચ્યા હશું અને અચાનક જીવ અધ્ધર થઇ ગયો.... વધુ આવતા અંકે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED