આત્મહત્યા Maulik Devmurari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

આત્મહત્યા

લગભગ દસેક વર્ષ થઇગયા એ વાતને. ચોમાસાનો સમય હતો. એ દિવસે ધોધમાર વરસાદ વરસતો હતો. સવારના નવેક વાગ્યા હસે, ઉમંગનો કોલ આવ્યો “ચાલ દરિયે ન્હાવા જઇએ”.

“ઓકે, મારા ઘરે આવીજા ત્યાંથી સાથે જઇએ” મેં કીધું.

હું નહોતો જાણતો કે આવનારો સમય મારી લાઇફ ચેઇન્જ કરીનાખવાનો હતો. મારા ઘરથી દરિયો નજીકમાં જ હતો, અમે મિત્રો દરેક વરસાદમાં દરિયે નાવા જતા. વરસાદમાં પલળતા-પલળતા અમે દરિયે પહોંચ્યા. દરિયો આજે કંઇક અલગજ મિજાજમાં જણાતો હતો. જાણે કોઇ ગીરનો ડાલામથ્થો કેશરી જંગલમાં ડણક દેતો હોય એવી ગર્જના સંભળાતી હતી. એકદમ ઊંચી-ઊંચી લહેરો ઉછળતી હતી. દરિયાના મોજા પત્થરો સાથે અથડાઇને ફિણ-ફિણ થઇ જતા હતા.

“આવા તોફાનમાં નથી ન્હાવું દરિયાને થોડો શાંત થવાદે” મેં કિધુ.

“ભલે આપણે અંહિ રેતીમાંજ પલળીએ” ઉમંગે મારી વાતમાં સહમતી આપી.

અમે રેતીમાં પલળતા હતા, અન્ય પાંચ-સાત લોકોનું ટોળું દરિયાના તોફાની પાણીમાં પણ ન્હ્યાતુ હતુ. એવામાં એક ઘટના ઘટી, ઓચીંતી બુમાબુમ થવાલાગી, એ ટોળું અમારી તરફ ધસી આવ્યુ.

“તમારા માંથી કોઇને તરતા આવડે છે?” એક જણે અમને પુછ્યુ.

“ત્યાં કોઇક નાનો છોકરો ડુબે છે.” બીજો જણો ચિંતીત અવાજે બોલ્યો.

“કોણ હતો એ ખબર નથી પણ એકલો એકલો જ ન્હાતો હતો એ, અમારી સાથે નહતો” હું કાંઇ સમજુ એ પહેલા ટોળામાંનો ત્રીજો વ્યક્તિ બોલ્યો.

મેં દરિયા તરફ નજર નાખી, દુર-દુર કોઇ થોડી વાર પીણીની ઊપર તરતુ દેખાતુ તો વડી દરિયામાં અદ્રશ્ય થઇજતુ.

મને તરતા તો આવડતુ હતુ પણ એતો સ્વીમિંગ પૂલ માં. દરિયામાં તરવાનો અનુભવ નહતો. અને એમાં પણ આજેતો દરિયો તાંડવ કરતો હતો. એ વખતે હું આઠમા ધોરણમાં ભણતો ટીનેજર હતો. મારી હિંમત ન ચાલી. મારી નજર સામે હું કોઇને ડુબતા જોઇ રહ્યો હતો. થોડીજ ક્ષણોમાં એક જીંદગી ડુબી ગઇ મારી નજર સામે. એ ઘટનાએ મને હચમચાવી દીધો. મને તરતા આવડતુ હોવા છતાં હું તેને બચાવી ન શક્યો એ વાતનું મને દખ હતુ. બીજા દિવસે ખબર પડી કે એ જીગર હતો(નામ બદલેલુ છે). મારાથી પણ નાની ઉંમર નો બાળક હતો. નજીવી બાબતમાં ઘરેથી જગડો કરી દરિયે આવી ચડ્યો હતો. હા એ એક્શીડન્ટ નહોતુ પણ આત્મહત્યા હતી. આ વાત જાણી હું વધુ દુખી થયો. મારા દુખે શબ્દોનુ સ્વરુપ ધારણ કર્યુ. મારી જીંદગીની પ્રથમ કવિતા મેં આ ઘટના પછી જીગરને શ્રધાંજલી આપવા માટે લખી. સાથે સાથે અંતરથી જીગરને પ્રોમીસ કર્યુ હતું કે દોસ્ત ભલે હું જીંદગીમાં ગમેતેટલો હારુ પણ આત્મહત્યા ક્યારેય નઇ કરું.

આ સત્ય ઘટનાને દસેક વર્ષ પછી ફરી યાદ કરવાનું કારણ એટલું જ કે મારી લાઇફમાં કેટલીક એવી ઘટનાઓ બેકટુબેક ઘટી, દસમા ધોરણ સુધી ગુજરાતી મીડિયમમાં અભ્યાસ કર્યો, અને મારો ફેવરીટ સબ્જેક્ટ પણ ગુજરાતી. ગુજરાતી સાહિત્ય નું વાંચન પપ્પા એ ગળથૂથીમાં આપેલું (પપ્પા પોતે ઊમદા વાચક-લેખક). જ્યારે પણ ગામમાં પુસ્તક મેળો હોય તો પપ્પા આંગળી પકડી લઇજતા અને જેટલા પુસ્તકો ખરીદવા હોઇ એટલા ખરીદવાદે, શરત માત્ર એટલીજ કે લીધેલા પુસ્તકો વાંચવાના, માળીયે રાખી નઈ મુકવાના. પરીણામે તરુણ વયે મેં ગાંધીજીની સત્યના પ્રયોગોથી માંડી મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર વાંચી લીધેલી. ગણિત-વિજ્ઞાન પ્રત્યે મને નાનપણથી અણગમો અને એમાંયે ગણિત અને મારે છત્રીસનો આંકડો. દસમા ધોરણનું રીઝલ્ટ આવ્યુ, મારા આશ્ચર્ય વચ્ચે વિજ્ઞાન અને ગણિતમાં અનુક્રમે હાઇએસ્ટ અને સેકન્ડ હાઇએસ્ટ માર્ક્સ આવ્યા અને મારી કપરી શફરની શરૂઆત થઇ.

સોળ વર્ષની ઉંમરે આઇ વોઝ નોટ શ્યોર કે મારે શું બનવુ છે. મોટા બંન્ને ભાઇ-બહેન સાઇન્સ કરી એન્જીનીયરીંગ કરતા હતા પણ મારું હ્યદય આર્ટ્સ માં જવાનુ કેહતુ હતુ. મારા પેરેન્ટ્સનો કોઇ આગ્રહ ન્હોતો કે હું પણ સાઇન્સ કરુ, અંતે ભાઇ-બહેનની સલાહ માની અને કદાચ મિત્રો પણ સાઇન્સ મા જતા હતા એટલે બંદાએ પણ સાઇન્સમાં એડમીશન લીધું અને એ પણ A ગ્રુપ સાથે. બે વર્ષ માટે સાહિત્ય મુકાય ગયુ, એ બે વર્ષ ઇમાનદારીથી મહેનત કરી પણ ફેઇલ થયો.

એ પછી ડિપ્લોમા એંજીન્યરીંગમાં એડમીશન લીધુ. ગવરમેન્ટ કોલેજ હતી અને સાઇન્સના બે વર્ષ મહેનત કરેલી એટલે કોલેજમાં જલસા કરવાનુ પ્રમાણ વધ્યુ, પેલી દબાએલી સ્પ્રીંગ ડબલ જોરથી ઉછળી. ત્રણ વર્ષમાં કદાચ ત્રીસ ટકા લેક્ચરજ અટેંડ કર્યા હશે. એ જ અરસામાં ચેતન ભગત ને વાંચતો થયો અને જોગાનુજોગ ત્યારેજ લાઇફમાં ગર્લફ્રેન્ડ પણ આવી. બસ પછી પત્યું કરીઅર પરથી ફોકસ હટ્યુ. લોકો જ્યારે કોલેજમાં લેક્ચર અટેંડ કરતા હોય ત્યારે અમે ભીડથી દૂર એકાંતમા એકબીજાની બાહોમાં બાહો નાખીને તસતસતું ચુંબન કરતા હોઇએ. મારા ક્લાસમેટ્સ ચોમાસાના ધોધમાર વરસાદમાં વરસાદથી બચવા રેઇનકોટ પહેરીને કોલેજ જતા હોય ત્યારે હું ને પેલી, વરસાદમાં મન મુકીને પલળતા હોઇએ અને પલળી લીધા પછી ગરમા-ગરમ ભજીયા અને મસાલેદાર કટીંગ ચા પણ પીતા(એ પણ એકજ કપ માં). એ સમય ક્યાં જતોર્યો એ ખબર ન પડી. ફાઇનલ સેમ. ના રીઝલ્ટમાં કેટી આવી. એ વર્ષે મને ડિગ્રીમાં એડમીશન ન મળ્યુ.

કેટી સોલ્વ કરી પછીના વર્ષે નિરમા યુનીવર્ષીટીમાં એડમીશન મળ્યું. ભાઇએ પણ ત્યાંથીજ સ્ટડી કરેલુ એટલે મારુ પણ સ્વપ્ન એજ કોલેજમા ભણવાનુ હતુ એટલે હું ખુશ હતો. પણ લાઇફની ખરી ટ્રેજેડી હવે જ શરૂ થવાની હતી. એક-એક કલાક ના દિવસ ના છ લેક્ચર હોય. બધા સબજેક્ટ્સ જાણે મળીને મારી ઉપર સામુહીક બળાત્કાર કરતા હોઇ એવુ હું ફીલ કરતો. દિવસને અંતે જયારે હું ઘરે આવતો ત્યારે બળાત્કાર નો ભોગ બનેલ પીડિત કે પીડિતા જે લાગણી અનુભવે, જે આઘાત અનુભવે એ હું અનુભવતો. આવુ મારી સાથે લગભગ દરરોજ બનતુ. કોલેજથી આવીને હું કલાકોના કલાકો સુનમુન બેઠો રહેતો. એવે વખતે મારી માં(ગુજરાતી સાહિત્ય) ના ખોળે માથુ મુકી હું ચોધાર આંસુએ રળી લેતો. મારી માં મારે માથે હાથ ફેરવતી, મારા આંસુ લુછતી, મને પ્યાર કરતી. મારી ખુદની ઓળખ ખોઇ બેસેલો હું કોલેજની લાઇબ્રેરીમાં લીટરેચર સેકશનમા જઇ ધ્રુવ ભટ્ટ થી માંડી જય વસાવડાને વાંચતો થયો. ક્લાસ મેટ્સ કહો કે રુમ મેટ્સ જ્યારે ટેકનીકલ બુક્સ વાંચતા હોય ત્યારે હું અશ્વીની ભટ્ટની 'આયનો' કે 'કમઠાણ' વાંચતો હોવ. પરીણામે મારી જિંદગીમાં કમઠાણ સર્જાયુ. કોલેજના ફર્સ્ટયરમાં જ ડિટેઇન થયો.

એ વખતે હું નીરાશ જરુર થએલો પણ નાસીપાસ ન્હોતો થયો. ક્યારેક કાચી પોચી ક્ષણે આપઘાતના વીચારો પણ આવેલા, હું ટુટી ગયો હતો અને મેં પણ આત્મહત્યા કરવાનું વીચારેલુ. ઝેરી દવાની ગોળીઓ હાથમાં લીધીજ હતી કે ડુબતો જીગર મારી નજર સામે તરવરવા લાગ્યો અને સાથે તેને કરેલુ પ્રોમીસ પણ યાદ આવ્યુ. દવાઓ ફેંકી દઇને મેં કલમ ઉપાડી. કારણ અંદરથી હું મજબુત હતો. મારી અંદર એવુ કાંઇક હતુ જે મને હિંમ્મત આપતુ હતુ. એક વાત ત્યારે સમજાઇ કે નાનપણથી જે માણસનુ વાંચન સારુ હોયને એ માણસ ક્યારેય ખોખલો નથી હોતો, અંદર થી એ નક્કર હોયછે પોલાદ જેવો નક્કર. જિંદગીમા ત્રણ-ત્રણ પછડાટ ખાઇને હું એટલું સમજ્યો કે જો આજ-કાલના ટીનેજર્સ કે યુવાનોને જો સ્યુસાઇડથી બચાવવા હોઇતો એમને વાંચતા કરવા પડશે. આ વાતે મને લેખક બનવાની પ્રેરણા મળી અને ગઇ જન્માષ્ટમી પર મારી પ્રથમ નવલકથા લખવાની શરૂઆત કરી, એક બેસ્ટ ફ્રેન્ડ સાથે મળી ગુજરાતી શોર્ટ ફિલ્મ્સ બનાવવાની શરૂઆત કરી, જેમાં મે સ્ટોરી લખી છે. હવે મારી જાતને મે પાછી મેળવીછે, મારે ઘણી વાર્તાઓ કહેવી છે, ફિલ્મો લખવી છે, કવિતાઓ લખવી છે, ગીતો લખવા છે અને જીંદગીનું ગીત ગુનગુનાવુછે, અંતીમ શ્વાસ સુધી બસ લખતા રહેવુ છે. ખબરનથી કે હું સારો એન્જીનીયર બનીશ કે કેમ પણ હા સારો લેખક ચોક્કસ બનીશ.

ભારતમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે તે સાચી વાત છે. ૨૦૦૩ માં આત્મહત્યાના ૧,૧૦,૮૫૧ કેસ નોંધાયા હતા. દસ વર્ષમાં આ આંકડો ૧,૩૪,૭૯૯ પર પહોંચી ગયો. ભારતમાં કેટલીક એવી સંસ્થાઓ છે કે જ્યાં ફક્ત આત્મહત્યાના વિચારો આવતા હોય ત્યારે જ નહીં પણ ડિપ્રેશન હોય કે કોઇ વાત માનસિક પીડા આપી રહી હોય તો આ નંબરો પર સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી શકાય છે.

ધ સમારિટન્સ: ૦૨૨-૩૨૪૭૩૨૬૭(સમય બપોરે ૧૨ થી રાતના ૯).

ધ વાંદરેવાલા ફાઉન્ડેશન: ૦૨૨-૨૫૭૦૬૦૦૦(ચોવીસે કલાક).

મિસ્ટર એન્થની ફર્ટાડો: ૦૯૮૨૦૬-૨૦૩૭૭(ચોવીસે કલાક).