ફૂડ સફારી - હું ગુજરાતી Hu Gujarati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફૂડ સફારી - હું ગુજરાતી

ફૂડ સફારી

આકાંક્ષા ઠાકોર

કન્સેપ્ટ રેસ્ટોરંટ : ખાવાની દુનિયાનો નવો ટ્રેન્ડ

કન્સેપ્ટ રેસ્ટોરંટ એટલે એવી જગ્યા જ્યાં ખાવાની ક્વોલીટી કરતા એના ડેકોર કે એની થીમ ઉપર વધારે મહત્વ આપવામાં આવ્યું હોય, જ્યાં ખાન-પાનની સ્ટાઈલ, એનું ક્વીઝીન બધું જ એક થીમ પર આધારિત હોય છે. જેમકે અમેરિકાની એક રેસ્ટોરંટ ‘જેકિલ એન્ડ હાઈડ ક્લબ’ હોરર થીમ ધરાવે છે તો ‘રેઇન ફોરેસ્ટ કાફે’ ટ્રોપિકલ જંગલનો થીમ ધરાવે છે.

આ ટ્રેન્ડ હવે ધીમે ધીમે ભારતમાં પણ આવી રહ્યો છે. ભારતમાં પણ હવે ધીરે ધીરે કન્સેપ્ટ રેસ્ટોરંટનું પ્રમાણ વધી રહ્યું છે. ભારતમાં પણ અવનવી રેસ્ટોરંટ ખુલી રહી છે જેના વિષે સાંભળીને આપણને લાગે કે બોસ્સ આવું પણ કોઈ કરે! આજે હું તમને આવી જ કેટલીક રેસ્ટોરંટ સાથે ઓળખાણ કરાવીશ.

તો સૌથી પહેલા આપણે જઈએ મુંબઈ, જ્યાં છે ‘બાર સ્ટોક એક્ક્ષ્ચેન્જ’. લિન્કિંગ રોડ પર આવેલી આ જગ્યાના ગુણ પણ નામ પ્રમાણે જ છે, અહી કોઈપણ વસ્તુનો કોઈ ફિક્સ ભાવ નથી હોતો, પરંતુ એની ડીમાંડ પ્રમાણે એનો ભાવ વધે કે ઘટે.

અમદાવાદમાં પણ હમણાં થોડા સમય પહેલા એક અલગ જાતની રેસ્ટોરંટ ચાલુ થઇ હતી, નામ હતું એનું ‘હાઈજેક’. આ રેસ્ટોરંટનો થીમ હતો ઓપન એર મુવિંગ રેસ્ટોરંટ, એટલે આ રેસ્ટોરંટ એક બસમાં ચાલતી હતી. (એક રીતે જોઈએ તો ‘વિશાલા’ અને ‘રજવાડું’ પણ કન્સેપ્ટ રેસ્ટોરંટ જ ગણાય.) અત્યારે ‘નૌટંકી – અ ગેસ્ટ્રોનોમીકલ ડ્રામા’ નામની રેસ્ટોરંટ પ્રખ્યાત થઇ રહી છે, અહી એ જ વાનગીઓ પીરસવામાં આવે છે જે બીજી કોઈપણ ઇન્ડિયન ક્વીઝીન સર્વ કરતી રેસ્ટોરંટમાં પીરસે છે, પરંતુ એક અલગ અંદાજમાં.અહી તમને તમારું દેસી ફૂડ એક ગ્લોબલ ફ્યુઝન તરીકે પીરસે છે.

હૈદરાબાદની ’70 એમએમ’ રેસ્ટોરંટ નો થીમ સિનેમા છે તો ચેન્નાઈની ‘કેદી કિચન’નો થીમ જેલ છે. આમ ધીમે ધીમે, ભારતભરમાં આવી થીમ બેઝ્ડ રેસ્ટોરંટ પ્રખ્યાત થઇ રહી છે.

આમ જોઈએ તો આવી રેસ્ટોરંટ જે-તે શહેરની રોનક બને છે, પરંતુ એ શહેરના લોકો માટે આવી રેસ્ટોરંટ ફક્ત એક કે બે વારની મુલાકાત પૂરતી જ સારી લાગે છે પછી અલ્ટીમેટલી આવી જગ્યાઓ ટુરિસ્ટ પ્લેસ કે મસ્ટ વિઝીટ પ્લેસ તરીકે જાણીતી બને છે પરંતુ ઘણીવાર આવી જગ્યાઓ એ ટેસ્ટી ખાવાનું ના મળતા બંધ થઇ જાય છે.