Take Tolk - Hu Gujarati books and stories free download online pdf in Gujarati

ટેક ટોક - હું ગુજરાતી

ટેક ટોક

યશ ઠક્કર

સેમસંગના અપગ્રેડેડ ફોન્સ

ટેક ટોક વર્ઝન ૧૫માં આજે આપણે સેમસંગ દ્વારા અપગ્રેડ કરાયેલા મોબાઈલ વિષે વાત કરીશું. વર્ષ ૨૦૧૫મ સેમસંગ દ્વારા A તથા J સીરીઝ ચાલુ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૫મ મળેલી સફળતા બાદ હવે સેમસંગ તે સફળતાને આગળ વધારવા માંગે છે. થોડા દિવસ પહેલા જ સેમસંગ દ્વારા ગેલેક્ષી સીરીઝમાં J5 અને J7 ના ૨૦૧૬ મોડેલ લોન્ચ કરવામાં આવ્યા છે. આજે આપણે J7 2016 વિષે વિસ્તૃત ચર્ચાઓ કરીશું. J5 અને J7 આ બંનેના 2016 વર્ઝન અત્યારે માત્ર અને માત્ર ફ્લીપકાર્ટ પર હાજર છે અને તેના માટે તમારે ઓનલાઈન શોપિંગ જ કરવું પડશે.

ડીઝાઈન, પ્રોસેસર, હાર્ડવેર તથા ચીપસેટ

મુખ્ય સ્પેસીફીકેશન વિષે વાત કરીએ તો J7 2015 કરતા ઘણા સારા છે તથા કંપની દ્વારા તેના બોડીના ડીઝાઇનમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. હવે ફોન હાથ માંથી છટકી ના જાય તે માટે તેના કોર્નર પર પરફેક્ટ ગ્રીપ આપવામાં આવી છે. ૧.૬ ગીગા હર્ટઝના S5E7870 ઓકટાકોર પ્રોસેસરને સપોર્ટ કરવા માટે સેમસંગ સ્પેશિયલ Exynos 7870 ચીપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2GB RAM તથા 16GB ઇન્ટરનલ સ્ટોરેજ તમને બાય ડીફોલ્ટ મળશે. 5.5 ઇંચની Super Amoled HD સ્ક્રીન તમારા વિડીઓ વ્યુઇન્ગ Experience અને ખુબ જ આકર્ષિત બનાવશે. આ સિવાય ૧.૬ ગીગા હર્ટઝનું પ્રોસેસર હોય તમે 4G નેટવર્ક યુઝ કરી અને સુપર ફાસ્ટ ઈન્ટરનેટની મજ્જા પણ લુંટી શકો છો (અફકોર્સ સુપર એક્સ્પેન્સીવ પ્લાન લીધા પછી :P )

કેમેરા

કેમેરા વિષે વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સેમસંગ દ્વારા આ મુદ્દે ખુબ જ ધ્યાન દેવામાં આવે છે અને કેમેરા ક્વોલીટી સતત ઈમ્પ્રુવ કરવામાં આવે છે. મેઈન કેમેરા ૧૩ મેગાપિક્ષલનો છે તથા આ વખતે તો પાક્કે પાયે સેલ્ફી સ્પેશિયલ કહી શકાય તેવો ફ્રન્ટ કેમેરા ૫ મેગાપિક્ષલ LED Flash સાથે આપવામાં આવ્યો છે. FULL HD વિડીઓ રેકોર્ડીંગ, Pro Mode તથા Live Broadcast ના ઓપ્શન સાથે કેમેરા સુસજ્જ કરવામાં આવ્યો છે અને આ વાતની ખાતરી અમે પણ આપી શકીએ કે આ ફોનનો કેમેરા તમને બિલકુલ નિરાશ નહિ કરે.

ક્નેક્ટીવીટી, S Bike Mode, બેટરી બેકઅપ

આ ફોન 4G ફીચર સાથે ઉપલબ્ધ છે એટલે તમને સુપરફાસ્ટ ઇન્ટરનેટ તો મળી જ રહેશે. એ સિવાય NFC, WiFi તથા Bluetooth જેવા બેઝીક ઓપ્શન પણ તમારા માટે હાજર જ છે. S Bike Mode કરીને એક ખાસ ફીચર આ ફોનમાં લોન્ચ કરવામાં આવ્યું છે જેમાં જયારે તમે બાઈક ચલાવતા હોય તે સમયે કોઈ તમને કોલ કરે તો તેમને પ્રી-રેકોર્ડેડ મેસેજ મળી જાય તથા જો તમારે કોલ ઉપાડવો જરૂરી જ હોય તો તમે ત્યારે જ કોલ કરી શકો જયારે તમારું બાઈક સ્ટેન્ડિંગ પોઝીશનમાં હોય અથવા કોઈ એક જગ્યા પર ઉભું હોય એટલે હવે Talking while Driving એ શક્ય નથી. Road Safety માટે ખરેખર ખુબ જ સારું ફીચર છે. 3300 MHz ની ક્ષમતા ધરાવતી બેટરી તમને ક્યારેય નિરાશ નહિ કરે તે વાત પણ નક્કી જ છે. ફેક્ટરી ડીફોલ્ટ તમને એન્ડ્રોઇડ માર્શ્મેલોવ ઓપરેટીંગ સીસ્ટમ મળશે તથા હવે આવનાર એન્ડ્રોઇડ N પણ તમે ચોક્કસપણે વાપરી શકશો.

Final Verdict :- જો તમારું બજેટ ૧૫૦૦૦ સુધી હોય તાજેતરમાં લોન્ચ થયેલા તમામ ફોન્સમાં આ બેસ્ટ ઓપ્શન છે. Don't Miss This Deal ;)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED