Chorno Bhai Ghanti Chor Jagdish U. Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

Chorno Bhai Ghanti Chor

‘ચોરનો ભાઈ ઘંટી ચોર’

(વાર્તા સંગ્રહ)

- રાજેન્દ્ર ‘સાગર’

એમ. એમ. સાહિત્ય પ્રકાશન

મહાવીર માર્ગ,

આણંદ- ૩૮૮ ૦૦૧

સાગરનાં ટીપે ટીપે સરોવર..

રાજેન્દ્ર સાગરની વાર્તાઓ વિશે થોડુંક કનુ સુણાવકર

અમારા અનેક મિત્રો પૈકીના એક એવા શ્રી રાજેન્દ્ર સાગર છે. આ સર્જક રાજેન્દ્ર સાગરને જીવનનદીની અનેક કડવી-મીઠી ધારો મળતી રહી છે, રાજેન્દ્ર સાગરના વાર્તા સંગ્રહ ‘સ્નેહાર્પણ’માંની ‘‘ચોરનો ભાઈ ઘંટીચોર’’ ને હું આવકારું છું.-

રાજેન્દ્ર‘સાગર’નું જીવન દર્શનિબિન્દુ એમના સમગ્ર સાહિત્યમાં અભિવ્યક્તિ પામ્યું જણાય છે. એમને સાગર જેવું ઘણું ઘણું કહેવાનું છે, સાગર વિશાળ છે. પણ રાજેન્દ્રને કરવાની છે નોકરી તેથી જે સમય મળે તેમાંથી વિરામમાં રહેવાને બદલે, સાહિત્યની સર્જનની પ્રેરક પ્રવૃતિ કરતા રહ્યા છે. એમનું સાહિત્ય ઈયત્તા અને ગુણવત્તા, ઉભયદ્રષ્ટિએ માતબર-મનોહર બન્યું છે. અહીં તો ‘ગુડમોનિંગ’ની ચારેક વાર્તાઓ વિશે આસ્વાદાત્મક પ્રતિભાવ આપવાનો મારો ઉપક્રમ છે.

આ વાર્તા સંગ્રહમાં (૧) જલેબીનું પડિકું (ર) વાતવાતમાં (૩) અન્નપૂર્ણા (૪) ઈશ્વરનો ગુનેગાર : આ ચાર મધુ બિન્દુઓ મેં ચાખ્યાં છે તેના વિશે જરા વિગતે વાત કરું છું.

‘જલેબીનું પડીકું’માં કંતાનિયા ઝૂંપડાની મધ્ય આવેલ પતરાની સરકારી જાહેરાત-પાટિયા મધ્યે ‘‘દારૂડિયો દારૂને શું પીવાનો ? દારૂ જ દારૂડિયાને પી જાય છે.’’ આ જાહેરાતને વક્રતાપૂર્ણ રીતે/રૂપે પ્રયોજીત હોના-કાના વચ્ચે પુત્ર દેવાની વેધક અવદશાનું- જલેબી ખાવાની વાત મનમાં જ રહી જાય, જલેબી ધૂળમાં પડે ને કીડીઓને મિજબાની થાય- એવી વેધક કટાક્ષ કરી સર્જકે કમાલની કથા આલેખી છે. હોના (સોના) એક માતા હૈયાની વેદના વણી લેતી આ વાર્તા સંગ્રહની એક ઉત્તમ રચના ગણું છું. રચનાનું અંતિમ વાક્યઃ ‘‘જલેબીનું પડીકું વેરવિખેર દશામાં પડ્યું હતું’’ આ હોના-કાના-દેવાની દશા કેવી વેરવિખેર થઈ રહી તેનું આબાદ, સચોટ અને આઘાતજનક નિરૂપણ કરે છે.

- બીજી રચના ‘વાતવાતમાં’ રૂપસુંદરી કંકુડી હોશિયાર, ચાલાક, ચબરાક છે. અલ્લડ યુવતી છે. મસ્તીખોર અને ટીખળી સ્વભાવની છે, જેને શરદપૂણિંમાની રાતે, ચારપાંચ ટપોરી - રણછોડ, પૂનમ, ભગલો, અભલો, ચીમનો અને અમલો બધા કંકુડીને ઘેરી વળીને, ખેંચતાણ કરતા હોય, દારૂના નશામાં હોય, ધારિયુ જોઈને કંકુડી કડકાઈથી ગર્જી, ત્યાં જ આવેશમાં પુનમાએ ધારિયું વીઝયું કંકુડી નીચે ઝૂંકી ગઈ પણ ધારિયાનો ટચકો રણછોડિયાના ગળાને ‘ડફ’ લઈને વાઢી ગયું કેમ ? તો રાજેન્દ્ર આલેખે કે ‘‘જેમ પપૈયુ વઢાઈ જાય તેમ.’’ ધારધાર લેખણ સાગરની ! આમ આ રચનામાં ‘વાતવાતમાં’ વાતનું વતેસર થઈ ગયાની, છતાં રૂપનું રખવાળું કરી જાણનારી નારીની/યુવતીની સચોટ કથા કહેવાઈ છે.

- ત્રીજી રચના ‘ઈશ્વરનો ગુનેગાર’ શીર્ષકમાં શ્લેષ અલંકાર પ્રયોજીને સચોટના સિધ્ધ કરી છે. ઈશ્વર-પરમાત્મા અને ઇશ્વર- ઈશ્વરનામનો ધોબી રહસ્યગર્ભ રચના છે. ‘‘કાંતીલાલ જેવા’’ ‘મોટા સાહેબ’ પાસે નાના માણસ નામે ‘ઈશ્વર ધોબી’ બે લોટરી ટિકિટ મંગાવે છે મોટા સાહેબ એ લોટરી ટિકિટ ખરીદી તો લાવે છે, ચમત્કારજનક બને છે- લોટરી લાગી જાય છે, પણ પછી શું થાય છે? કોને કેટલો લાભ અને નુકસાન થાય છે? ભાવકે આ રચના પોતે જ માણવી પડે. તેથી અંતનું સચોટ રહસ્ય અકબંધ રાખવાનો સંયમ રાખું છું. મોટા સાહેબ કાંતિલાલ કયા ઈશ્વરના ગુનેગાર છે? અને એમનો અંત શો/કેવો/કેમ આવે છે તે સ્વયમ આસ્વાદો એ રચનામાંથી. લોટરી જીવલેણ બની કોને માટે ? ‘‘ચોરનો ભાઈ ઘંટીચોર’’ વાર્તા સંગ્રહની વાર્તાઓ બધી એક સરખી સરસ-સચોટ-કલાત્મક છે. એવું નથી પણ જે થોડીક કલાત્મક અને અર્પૂવ સુંદર રચનાઓ થઈ છે, તે‘સાગર’ ને યશ અપાવે તેવી છે તેમાં શંકા નથી.

સર્જક‘સાગર’ની મર્યાદાઓ નથી એમ નથી. અનેક ખૂબીઓ છે, પણ એક મહત્વની ખામી/મર્યાદા પ્રત્યે ધ્યાન દોરું? રાજેન્દ્રને વાર્તાઓમાં વચ્ચે વચ્ચે વચ્ચે આવીને વર્ણન કરવાનું ટેવ પડી છે. આ ટેવ ક્યારે કૃતિને વણસાડી દે તેવું અહીં ક્યાંક બન્યું છે. બીજું વર્ણનમાં વધુ અને કથનમાં ઓછું ધ્યાન સર્જકનું રહ્યું છે. વચ્ચે અનાવશ્યક (કૌંસ) મૂકીને વાચકનું ધ્યાન વિ-માર્ગે દોરવાનું વલણ સાહિત્યને માટે ઉપકારક નથી બનતું.

આશા રાખું કે ભવિષ્યમાં આ ‘સાગર’માં મોટી ભરતી આવશે. શુભેચ્છાઓસાથે.

૮, સુદર્શન પાર્ક સોસાયટી, કનુ સુણાવકર

આણંદ. (સ્વામી આનંદવિષ્ણુ)

તા. ૮/૮/ર૦૧ર

‘‘ચોરનો ભાઈ ઘંટીચોર’’ની ચોથી આવૃત્તિ ટાણે લેખક કહે છે.

-‘માટીનુ રમકડું’, ‘ગુડ-મોર્નીગ- ૯૪’ - ‘સિક્કાની-બીજી- બાજું!’ એ રીતે ત્રણ-ત્રણ વાર્તાસંગ્રહો પ્રસિધ્ધ થયા બાદ હવે વાર્તા- સંગ્રહ ‘ચોરનો ભાઈ ઘંટી ચોર...’ એ મારો ૪થો-ચોથો વાર્તાસંગ્રહ -ભાઈશ્રી યાકુબભાઈ મલેક મારફતે પ્રકાશિત (એમ. એમ. સાહિત્યપ્રકાશન, આણંદ) થઈ રહયો છે- જેનાથી મને-લેખક દિલને ખૂબ-ખૂબ આનંદ થઈ રહયો છે.

- પ્રસ્તુત વાર્તાસંગ્રહમાં ઘણી ખરી - ‘‘ચરોતર-ભૂમિ’’ના દિપોત્સવી અંકમાં-વાર્તાઓ પ્રસિધ્ધ થયેલ છે- ગુજરાતી ભાષાના વિશાળ-વાંચકવર્ગ મારા વાર્તાસંગ્રહને આવકારશે- એજ અભ્યર્થના. આપના ભાવ-પ્રતિભાવ મને લખી જણાવવા વિનંતી છે.

- આપનો

‘રાજેન્દ્ર સાગર’

ગીતા નિવાસ, રામદેવ મંદિર પાસે,

નાવલી - ૩૮૮૩પપ તા.જિ. આણંદ (ગુજરાત)

મોબાઈલ ફોન નં. ૯૪૦૮૪૦૬૯પ૬

૧પમી ઓગસ્ટ-ર૦૧ર

સ્વાતંત્ર્યદિન

પૂજ્ય બા. સ્વ. ગં-સ્વરૂપ

- જશોદાબેન દેસાઈભાઈ પાટણવાડીયાને.....

(નિવૃત - આચાર્યાશ્રી કન્યાશાળા, પ્રાંતિજ, જિ. સાબરકાંઠા)

પૂજ્ય બા- ના ચરણે પ્રસ્તુત નવલકથા ‘‘ચોરનો ભાઈ ઘંટીચોર’’ ... અર્પણ કરતાં - લેખકને માતૃઋણ અદા કર્યાનો અહેશાશ થઈ રહ્યો છે.

- આપનો

‘રાજેન્દ્ર સાગર’

નાવલી - ૩૮૮૩પપ

તા. જિ. આણંદ

અનુક્રમ

૧. ઈશ્વરનો ગુનેગાર

ર. કેળાની છાલ

૩. વાતવાતમાં

૪. ત્રિકોણના ત્રણ ખૂણા

૫. તિરાડ

૬. અન્નપૂર્ણા

૭. ચીથરે ઢાક્યું રતન

૮. ભાડાનું ઘર

૯. ચંપલનું ચક્કર

૧૦. વન ડાઉન - ગુજરાતમેલ

૧૧. ત્રિલોચન-તીસરી આંખ

૧ર. બદલી

૧૩. જલેબીનું પડીકું

૧૪. આવબલા પકડગલા

૧૫. માટીનું રમકડું

૧૬. ગજગ્રાહ

૧૭. વેતાવગરની

૧૮. ધર્મસંકટ

૧૯. છેલ્લી વાર્તા

ર૦. ચોરનો ભાઈ ઘંટી ચોર

ર૧. કાળમુખો કાળિયો

રર. પારકી થાપણ

ર૩. પવિત્ર પાપી

ર૪. સોય અને સાંબેલુ

રપ. ભૂતરડે ભેકાર

- ઈશ્વરનો ગુનેગાર

‘મોટા સાહેબ, તમે શહેરમાં (સીટીમાં) જવાના ખરા ? ‘ઈશ્વર જ્યારે ખચકાતા કાન્તીલાલને કહ્યું ત્યારે ‘હા, કેમ બોલ તારે શું કામ છે ? કાન્તીલાલે પુછ્યું - ‘સાહેબ, આવતી કાલે ગુર્જર લક્ષ્મી લોટરીનો ડ્રો છે- મારી બે લોટરીની ટિકિટો લેતા આવશો ? ઈશ્વરે વિનંતી ભર્યા સ્વરે કહ્યું - ત્યારે..........

‘ભલે, પણ અલ્યા આમ લોટરી કે શેર સટ્ટાથી ભાગ્યનો ઉદય નથી થતો એ તો કહ્યું છે ને કે પુરુષાર્થ વગર પ્રારબ્ધ પાંગળું છે. કહીને કાન્તીલાલે ઉપદેશ આપ્યો.’ ‘સાહેબ,ન જાણ્યું જાનકી નાથે, કાલે શું થવાનું છે? જો મારા નસીબમાં આખી જિંદગી વૈતરું (લોકોના ડુચા ધોઈને ઈસ્ત્રી કરી અપ ટુ ડેટ કરી આપવાનું) કરવાનું લખ્યું હશે તો તે ખરું પણ પણ મારી ટિકિટ લાવી આપશો ને ?’ કહીને ઈશ્વર - ધોબીએ બે રૂપિયાનો સિક્કો કાન્તીભાઈ સાહેબના હાથમાં આપ્યો.

‘સારું પણ ઈનામ કે લોટરી ના લાગે ત્યારે મને ગાળો નહિ આપવાની હો,અરે, હા બે દિવસ પછી મોટા સાહેબ સાથે ડ્રિસ્ટ્રીક જવાનું છે. એટલે આપણાં કપડાં બરાબર ગડીબંધ ઈસ્ત્રી કરી આપજે પૈસા અને કપડાં બને (કાન્તીભાઈની વહુ - દમયંતી) ને આપી દે જે એમ કહી તાલુકા પંચાયતમાં નોકરી કરતા અને શહેરથી દુર પંચાયત કવાટર્સમાં રહેતા સીનીયર કલાર્ક શ્રી કાન્તીભાઈ સાહેબે સીટી બસ પકડવા દોટ મૂકી.-

ઈશ્વરભાઈ ધોબી, તાલુકા પંચાયત સ્ટાફ કવાર્ટસનો, જુનો,જાણીતો,માનીતો ધોબી હતો.તાલુકા પંચાયત સ્ટાફ કવાર્ટસના ઝાપા(દરવાજાની) બરાબર સામે ઈશ્વરભાઈ ધોબીનો ગલ્લો (લાકડાનું કેબીન) હતો.ઈશ્વરભાઈ પોતાનાં ઘંઘામાં (લુગડાં ધોઈ ઈસ્ત્રી કરી આપવામાં ) નિંપુણ અને નિયમિત હતા. તેમનો વાયદો એટલે પાકો વાયદો. એ કહે તે ટાઈમે કપડાં તૈયાર જ હોય. કોઈ જાતની મગજમારી નહિ. તેથી જ ઈશ્વરભાઈ ધોબીનું કેબીન અનુકૂળ આવી ગયું હતું. આખો દિવસ ઓફિસ કામગીરીમાં વીતી ગયો અને બપોરે ત્રણ વાગે જિલ્લાપચાયતના બે કર્મચારી ભાઈઓ મળવા માટે આવ્યા ત્યારે તેમની સાથે ચા. પાણી કર્યા એટલે તેમાં ઈશ્વરભાઈ ધોબીએ આપેલા પેલા બે રૂપિયા રોકડા વપરાઈ ગયા. પાછા ઘરે જતી વખતે કાન્તીભાઈએ ખીસ્સામાં હાથ નાખ્યો ત્યારે તેમને ખબર પડી કે ખીસ્સામાં જણશે સિલક પેટે ફક્ત રૂ. ૦-પ૦ એટલે કે ફક્ત પચાસ પૈસા બાકી રહ્યા હતા. જે સીટી બસ ભાડા માટે પૂરતા હતા.

કાન્તીભાઈ મુઝાયા, અકળાયા, શું કરવું ? કાંઈ ખબર પડી નહીં. કાન્તીભાઈનો નિત્યક્રમ શહેરના સીટી બસ સામે આવેલા કામેશ્વરનાથ મહાદેવના’ દર્શન કર્યા પછી પોણા સાત વાગે ઉપડતી સીટી બસમાં ઘરે જવું એ પ્રમાણે હતો. સારું હતું કે તાલુકા પંચાયત કચેરીનો કોઈ સ્ટાફ આજે સાથે હતો નહિ. નહીં તો દુકાળમાં અધિક માસ પેટે પોતાની ટિકિટ લેવા માટે માંડ માંડ પૈસા(પુરતા) હતા, ત્યાં વળી શરમમાં ને શરમમાં બીજા કોઈની ટિકિટ લેવી પડત. કારણ ઘણી વખત કાન્તીભાઈના સ્ટાફના બીજા ભાઈનો તેમની (કાન્તીભાઈની) ટિકિટ લઈ લેતા હતા.

- કાન્તીભાઈના કપાળે પરસેવો બાઝયો હતો .તેમાં તેમણે દૂરથી મફતલાલ મેહતા (આંકડાશાસ્ત્રી) ને જોયા એટલે કાન્તીભાઈના હાજા ગગડી ગયા. તે તરતજ ‘મહાદેવના મંદિરમાં ઘુસી ગયા. - કામેશ્વરનાથ મહાદેવ’ ના દર્શન કરતી વખતે કાન્તીલાલે જોયું કે થાળીમાં - પરચુરણ સાથે રૂ. ર-૦૦ બેનો સીક્કો પડયો છે. કાન્તીભાઈનો જીવ બગડયો. મનોમન મહાદેવને પ્રાર્થના કરીને....

‘ભોળા શંકર, આટલો ગુનો માફ કરી દેજે . આવતી કાલે તને સવા પાંચરૂપિયા પાછા આપીશ’ કહી બે હાથ જોડી નમન કરી , માથુ નમાવીને કાન્તીભાઈ એ સીફતથી રુપિયાનો સિક્કો લીધો. કોઈ જોઈતો નથી ગયુ ને ? તેની ખાતીરી કરીને કાન્તીભાઈ મહાદેવને ફરીથી એકવાર દુરથી નમસ્કાર કરી ત્યાંથી બારોબાર ‘ગાયત્રી લાટરી’ સેન્ટર તરફ ચાલવા માંડયું ‘ગાયત્રી લોટરી’ સેન્ટરથી ઈશ્વરભાઈ માટે ગુર્જર લક્ષ્મીની (આવતી કાલની વાળી) બે ટીકીટોની ખરીદી - સીટી બસમાં બેસી કાન્તીભાઈ ઘેર ગયા - તે દિવસે સાંજે ઈશ્વરભાઈ ધોબીએ લોટરીની ટિકિટોની ઉઘરાણી ન કરી એટલે કાન્તીભાઈના ઘરેજ પેલી બે ટિકિટો પડી રહી. બીજો દિવસ (ડ્રોનો દિવસ) પણ ઉગ્યો અને આથમી ગયો પણ ઈશ્વર ધોબી ટિકિટો લેવા દેખાયા નહિ. કદાચ બહાર ગામ ગયો હશે ને બીજે દિવસે સવારે કપડાં લઈને આવશે. એટલે આપી દઈશ એમ વિચારી કાન્તીભાઈએ પેલી બન્નેય ટિકિટોનો હવાલો પોતાની પાસે રાખ્યોં. ચોથા દિવસે સવારે છાપામાં જ્યારે કાન્તીભાઈએ ‘ગુર્જર લક્ષ્મી’ ના ડ્રોના રીઝલ્ટની પોતે ઈશ્વરભાઈ ધોબી માટે ખરીદેલી ટિકિટો(લોટરીના)ના નંબરની મેળવણી કરી જોઈ ત્યારે આશ્વર્યથી તેમની આંખો ફાટી ગઈ. પહોળી થઈ ગઈ.

ઈશ્વરભાઈ માટે ખરીદેલ બંન્ને લોટરીની ટિકિટોને ઈનામ લાગ્યું હતું એક ટિકિટ તો વળી મહાભાગ્યશાળી હતી. જેને રૂપિયા એક (૧) લાખનું ઈનામ લાગ્યું હતું જયારે બીજી - ભાગ્યશાળી ટિકિટને રૂ. પ,૦૦૦નું પાંચ હજારનું ઈનામ લાગ્યું હતું.

પેપરમાં છપાયેલા અને લોટરીની ટિકિટોના નંબરો સાથે દશ દશ વખત મેળવણી કરી.સંપુર્ણ ખાતરી થતાં કાન્તીલાલ આનંદથી કુદયા તે સીધા રસોડામાં ગયા. જયાં તેમના શ્રીમતિ રસોઈ પાણી કરતા હતાં કાન્તીભાઈએ પોતાની ઘરવાળી સાથે રસોડામાં જ કશીક મશલત કરી લીધી અને બંન્ને નક્કી કરી લીધું.

બરાબર નવ સાત નવ વાગ્યે જ્યારે ઈશ્વર ધોબી ઈસ્ત્રી કરેલ કપડાં લઈને ઘરે આવ્યો અને લોટરીની બે ટિકિટોની માગણી કરી ત્યારે‘ઈશ્વર, એક જ ટિકિટ લાવ્યો છુ. ડ્રોના છેલ્લા દિવસે તેકાંઈ ટિકિટો મળતી હશે. આ તો મહાપરાણે એક એજન્ટના સાથે ઓળખાણ હતી એટલે એક ટિકિટ મળી ‘કાન્તીભાઈએ કહ્યું - અને પછી તેમણે પોતાના શ્રીમતીને બુમ પાડીને કહ્યું.

‘એય સાભળે છે કે અલમારી (કબાટમાંથી) ઈશ્વરને લોટરીની ટિકિટ તથા વધેલો રોકડો રૂપિયો આપી દેજો’.

ઈસ્ત્રી કરવા આપેલા - કપડાં પરત લઈ - એક રૂપિયો રોકડો તથા ગુર્જર લક્ષ્મીની ટિકિટ આપી વિદાય કરતા કાન્તીભાઈ હસ્યા (ખંધુ હસ્યા) અને કહ્યું.

‘અલ્યા ઈશ્વર લોટરી - લોટરી લાગે તો મોં મીઠું કરાવાનું ભુલતો નહિ હો - કે’

જવાબમાં ઈશ્વરે ‘સાહેબ, અમારા ગરીબ લોકોની મશ્કરી ના કરશો, ઈનામ લાગશે તો તમને હું મો મીઠું કરાવીશ.ઉપરાંત સવા પાંચ રૂપિયાનો પરસાદ મહાદેવને પણ ધરાવીશ’ કહ્યું. ને ઈશ્વરભાઈ વિદાય થયા......

બીજા દિવશે કોઈના જાણે તેમ રૂપિયા એક લાખની લોટરીની ટિકિટનો નબર પોતાનો છે તેવો કલેઈમ કરી કાન્તીભાઈએ તિજોરીમાં ટિકિટ રજુ કરી દીઘી,જયારે લોટરીની ટિકિટમાં રૂ. પ,૦૦૦ પાંચ હજારનું ઈનામ લાગ્યું છે તે સમાચાર જાણીને ઈશ્વર ભાઈ ધોબીએ ખુશાલીમાં પૈંડા વહેંચ્યા અને ખુશાલીમાં મહાદેવને સવાપાંચ રૂપિયાનો પરસાદ પણ ધરાવ્યો.

સાંજે કાન્તીભાઈ ઓફીસેથી ઘરે આવ્યા ત્યારે રૂપિયા પ,૦૦૦નું ઈનામ લાગ્યુ તેની ખુશાલીમાં મહાદેવને (સવા પાંચ રૂપિયાના પૈંડાનો પરસાદ) ધરાવેલા પૈંડાનો પરસાદ કાન્તીભાઈના હાથમાં મુકતાં ઈશ્વરે કહ્યું.

‘‘લો સાહેબ કરો મોં મીઠું, તમોય ખરીદી આપીલ લોટરીની ટિકિટને રૂપિયા પાંચ હજારનું ઈનામ લાગ્યું છે. તમે તો મારું નશીબ ફેરવી નાખ્યું હો.’’

‘‘બહું સરસ થયું - મહાપરાણે કાન્તીભાઈ સાહેબ બોલી શકયા - તેમને ગળે ડુમો ભરાયો હતો . કાન્તીભાઈને લાગ્યું કે તેઓ સૌથી મોટામાં મોટા ઈશ્વરભાઈનેા (ઈશ્વર તથા મહાદેવ બન્નેના) ગુનેગાર છે.’’

કાન્તીભાઈ સાહેબને ચક્કર આવ્યા. તે બેભાન થઈ - લથડીયું ખાઈ નીચે પડયા ત્યારે ઈશ્વર ધોબીએ ગભરાઈ જઈને ચીસ પાંડી.

‘‘બહેન તમે રસોડામાંથી બહાર આવો - મોટા સાહેબને કાંક થઈ ગયું છે.’’

બીજા દિવસે દૈનિક પેપર - સમાચાર પત્રમાં સમાચાર હતા કે તાલુકા પંચાયતના ખેતીવાડી શાખાનાં નેકદિલ-લોકપ્રિય એવા સીનયર કલાર્ક શ્રી કાન્તીલાલ મેહતાનું તા ૧૭-૧૦-૮૮ના રોજ હાર્ટએટકથી અવસાન થયું છે. ઈશ્વર સદગતના આત્માંને શાંતિ આપે.

- કોના આત્માંને ઈશ્વર (ધોબી - ભગવાન- લોકોના પાપ પુણ્ય ધોનાર ) શાંતી આપે ? ઈશ્વરના ગુનેગારને ?

અનુક્રમ

- કેળાની છાલ

એ આણંદ શહેરના પથિકાશ્રમને અડીને આવેલા સરિતા રેસ્ટોરન્ટના ખૂણાંમાં પોતાના ચાર પૈડાવાળી લારી ઊભીરાખીને ફળફળાદી ખાસ કરીને‘કેળાં’ વેચનારો નાનકડો ફેરિયો હતો.

- બજરંગભાઈ મારવાડી.....

- આધેડ એટલે કે લગભગ પચાસની આજુબાજુની ઊમરવાળોતે ફેરીયો હોવા છતા કાયમ નવજુવાન હોય તે રીતે તેના હાવભાવ,બોલ-ચાલ,આચાર-વિચાર રહેણી કરણીમાં યુવાની તરી આવતી હતી.કાયમ સદામાટે હસમુખો રહેનાર એ મારવાડી લારીવાળાનું અનોખું આગવું વ્યક્તિત્વ મને સહજ રીતે આકર્ષી ગયું.....

- નોકરીએથી છૂટી જવું પાંસરું ઘેરની જાણી અજાણીએ ‘‘કહેવતને બાજુએ મૂકી હું ફળવાળા (કેળા)ની લારીએ પહોંચી જતો.જરૂરિયાત પ્રમાણે અાંતરે દા’ ડે કેળા લઈલેતો ત્યાં પાંચ સાત મિનિટ રોકાઈ જતો અને સુખ દુઃખની વાતો. કરી હૈયાવરાળ ઠાલવીને અને છૂટા પડતા. પાચ - સાત જનમની હોય તેવો ભાસ થતો.

- અચાનક ... છેલ્લા ચારથી પાંચ દિવસ ન દેખાયો બજરગ કેળાવાલો કે ન દેખાઈ તેની લારી.

- ત્રીજા ધરમ ધક્કે મારાથી ન રહેવાયું અને મારી જિજ્ઞાસાવૃતિએ કોઈ નાનકડા બાળકની જેમ કુદાકુદ કરવા માંડી ત્યારે મેં બાજુની લારીવાળાને પૂછ્યું

‘કેમ ભાઈ, આં બજરંગભાઈ કંઈ બહારગામ ગયા લાગે છે કે શું ? બે ચાર દિ’થી દેખાતા નથી ?

‘સાહેબ એ બજરંગની તો ડાગળી ચસ્કી ગઈ છે,(ગાંડો થઈ ગયો છે.) લારીવાળાએ કહ્યું એટલે મને ધ્રાસકો પડી ગયો...

‘કેમ ? શું થયું ? અચાનક’?‘‘’’

‘સાહેબ અમારા વર્ગની વાતો અમારા જેવી જ હોય પણ તમે પૂછો છો એટલે કહું છું. બાકી કોઠીમાંથી કાદવ ઉલેચવાથી શો ફાયદો ? મન ખાને દુઃખ થાય આપણો ભગવાન રાજી ના રહે.’ એમ બાજુના લારીવાળાએ બજરંગની દુઃખ ભરી કહાણી કહેવા માંડી...

‘આમ તો બજરંગ તેની વહુ કાશી અને એકની એક છોરી (છોકરી) કુસુમ મળી કુટુંબમાં ત્રણ જ માણસોનુ કુટંબ હતુંઃ

‘નાનું કુટંબ સુખી કુટુંબ’ એ વાત અહીં સાર્થક થતી હતી.ત્રણે જણાં ઓછી-વધતી જાત - મજૂરી કરતાં...કરતાં ભાડાના મકાનમાં રહેતા.ભગવાન જે કાંઈ ખવડાવે તે સુખેથી સંતોષથી ખાય - પી લઈ પ્રભુ સ્મરણ કરવું એ બજરંગનો સિદ્ધાત હતો.

‘ પોતે લારીમાંથી કમાંઈ લેતો. ઘરવાળી અને છોકરી બનેં જણાં લોકોનાં ઘેર ઘરકામ - કપડા - લૂગડાં - લતા અને વાસણનું કામ કરીને જાત મજૂરી કરીને કમાઈ લેતા...

‘ જયારે જયારે આફત આવે છે ત્યારે ત્યારે તેની વણઝાર લઈને આવે છે.દુઃખના ડુંગરો હોય, ધૂળની ઢગલીઓ ન હોય ...!

‘ કચરાભાઈ કે જેનો સ્વભાવ નામ પ્રમાણે ગુણધર્મ હોય તે આ માણસ ને બસ બરાબર રીતે બંધ બેસતું લાગું પડતું હતું.

‘ જે ઘર ભાડે રાખીને બજંરગનું નાનું કુટંબ રહેતું હતું તે ઘર એટલે કે બે-ત્રણ રૂમની એવી ત્રણ ચાર ચાલી લગભગ બારેક રૂમનો માલિકએ કચરાભાઈ હતો. ભારે કંજુસ, અભિમાની, લોભી, સ્વાર્થી જીવ હતો. એક મવાલીમાં હોય તેવા બધા જ ગુણો તેનામાં હતા તેનાથી ઘરના જ માણસો કુટુંબીઓ કંટાળી ગયા હતા.

‘કચરાભાઈ દરરોજ ‘ચઢી ગયેલા ભાડા માટે બજરંગ સાથે કચ... કચ...’ કરતા રહેતા. બજરંગ જ્યારે લારી લઈને આવે જાય ત્યારે મફતિયા ડઝન બે ડઝન કેળાં પડાવી લઈને પણ’ બજરંગ જો તો બે મહિનાનું ભાડું ચઢી ગયું છે એટલે આ વખતે આપવું જ પડશે...

‘જવાબમાં પોતાની ઘરવાળી બિમાર રહ્યા કરતી હોઈ અને ધંધામાં પણ બરકત નથી અને હાલમાં હાથ ભીડમાં છે તેવા સાચા બહાના કાઢતો. નક્કર હકિકત રજુ કરતો બજરંગ -જવાબમાં કચરાભાઈ મોઢામાંથી જે કંઈ કચરો કાઢતો (ગમે તેમ એલફેલ બોલી જતો) તે બધું જ ઘોળીને પી જતો....

‘ગયા સોમવારે જ ‘કચરાએ’ બજરંગનો સુખી સંસાર ઉજ્જળ કરી મુક્યો...

‘બજરંગ... ધંધા પર ગયો હતો.

કાશી એના પિયરમાં મરણું (બેસણા માટે) થયું હોઈ તેના પિયરવટ ગઈ હતી... બપોરે કામ (કપડાં-વાસણ)નું પરવારીને કુસુમ હજુ મોડી આવી હતી. ત્યાં કચરાભાઈ તરફથી સમાચાર લઈ એક હોટેલમાં કામ કરતો છોકરો આવ્યો કે બજરંગ ના હોય તો બજરંગની વહુ અને તે ના આવે તો કુસુમને હમણાં ને હમણાં આવી જવું અને ઘરમાં કેળાં હોય તો કચરાભાઈએ અગિયારશ કરેલ છે એટલે ફરારટાણે કામ આવે માટે લઈને આવવું.

બા અથવા બાપુ આવે તો ‘બાપુ, વહેલો તે પહેલો એમ યુદ્ધના ધોરણે લડવા મંડી પડશે ખખડાવી નાખશે. કચરાએ બોલાવી ત્યારે તો જવું હતું ને ! એ કાંઈ ખાઈ જવાનો ન હતો ! તારા ટાટીયા ભાગી ગયા ‘તા કે તું ના ગઈ...’ વગેરે... વગેરે...

ઘરમાં આવેલા ડઝનેક કેળાં લઈને ખાધા-પીધા સિવાય ‘લાવ કચરાભાઈને મળી આવું. એક માથાકૂટ તો મટે...’ વિચારી કઠણ કાળજુ કરી કુસુમ માળીને અડીને આવેલા ચારે બાજુ વંડો (દિવાલ હોઈ) લોખંડનો ઝાંપો ખોલી કચરાભાઈના ઘરમાં દાખલ થઈ.

કચરાભાઈ ઘરની અંદરના રૂમમાં રાખેલા લાકડાનાં હિંચકા પર લાંબા થઈને ઉઘાડા શરીરે ફક્ત ધોતિયાસર પડ્યા હતા. કોઈ, તળાવના પાણી મધ્યે ભેંસ પડી રહે તેમ.

‘કેમ અલી તું આવી ? તારી મા તારો બાપો નવરા નથી કે તને ધકેલી.?’

‘મારા બાપ લારીએ છે અને મારી મા મામાને ઘરે ગઈ છે. પણ શું કામ છે ?’ અહીં ઘરમાં બીજુ કોઈ માણસ ભાળ્યું નહીં એટલે સહજ બી જઈને કુસુમે કહ્યું, ‘તારો બાપ ધંધામાંથી ઉંચો ના આવે અને તારી મા ગામોતરાં કર્યા કરે, પણ ભાડું ક્યારે આપવાનું છે ? એ વાત કોઈને યાદ રહેતી નતી. ત્રણ મહિના થઈ ગયા ભાડું લઈ આવ જા બસોને દશ રૂપિયા મારે દવાખાનામાં ભરવાના છે.’ હિંચકા પર પડી રહેલો કચરો કોઈ સાંઢની અદાથી કરાંજ્યો.

‘મારી કને નથી...! મારા બાપુ અથવા મારી મા લઈને આવશે એટલે લઈને આવી જશે, કુસુમ બોલી. ત્યારે ‘તું શું લઈને આવી છું તારું કપાળ...’ કચરો ખીજાયો જવાબમાં ‘કુસુમે પાલવમાં સાડીના (પહેલ) છેડે ડાંકી રહેલા ત્રણ કેળાં બહાર કાઢીને થરથરતા હાથે પેલાએ કાળામુખા કચરા સામે ધર્યા.

ભયના માર્યા ડરપોક હરણીની અદાથી ફફડતી સોળ-સત્તર વર્ષની મુગ્ધ યૌવના કુસુમની છાતીમાં ફફડાટની જાણે ધમણો ચાલતી હતી. કેળાં બહાર કાઢતી વખતે ઢળી ગયેલો સરી ગયેલો સાડીનો પાલવ અર્ધગોળાકાર ઉરોધરા સ્તન પ્રદેશ લચી પડ્યો જે ઉચો નીચે થતો હતો. બે વિદ્યુતના રપ૦૦ વોલ્ટના ગોળા સળગતા હતા. આકર્ષતા હતા પડકારતા હતા.

‘એ માણસનું હૈયું પાશવી રાક્ષસી બની ગયું. પોતાના ઘરના બધાં જ સભ્યો બપોરે ૧ર-૦૦ થી ૩-૦૦ નો શો જોવા ગયા હતા. એટલે કોઈ જ જાતનો ભય હતો જ નહીં. અને સ્વાદિષ્ટ ભોજન હોય તો પછી ભુખ્યો કોણ રહે ? એમ એમ વિચારી કચરાએ મનોમન નક્કી કરી લીધું....

‘એમ કર અંદર પાણીયારે મૂકી આવ હું મોડેથી ફરાર કરી લઈશ અત્યારે મને ઠીક નથી...’ અવાજમાં હળવી હળવાશ લાવીને મૃદુતાથી કચરો બોલ્યો. હૈયે હળવાશ અનુભવીને કુસુમ બીજી રૂમ તરફ પાણીયારા બાજુ આગળ વધી. અને કચરાએ પોતાની રાક્ષસી જાળ ફેલાવી દીધી.

જેવી કુસુમ બીજા રૂમમાં ગઈ કે તરત જ કચરાએ ઉભા થઈ પોતાની હીચકા પાટવાળી રૂમનું બારણું બંધ કરી સ્ટોપર મારી દીધી. અને પોતે કુસુમ અંદરની રૂમ તરફ ગઈ હતી તે રૂમ તરફ ધસી ગયો....

કુસુમ પુરું કાંઈ સમજે તે પહેલાં કચરાએ કુસુમને બાથ ભરી દીધી ગાલ પર બચ, બચ, બચ્ચીઓ કરી દીધી અને ઉંચકીને ઢસડીને છેલ્લી અંદરની રૂમ તરફ ચાલ્યો.

કુસુમ હવે સમજી ગઈ પણ કરે શું ? શેતાની રાક્ષસના પંજામાં તે ફસાઈ ગઈ હતી. એ હરણીની માફક ફડફડતી હતી. એણે કાકલુદીથી...

‘તમે મારા કાકા જેવા થાવ મને છોડી દો મહેરબાની કરીને છોડી દો’... કહેતી કુસુમ જ્યારે પેલો રાક્ષસ ના માન્યો ત્યારે ધમ પછાડા શરૂ કરી દીધા. કચરો આ માટે પહેલેથી જ તૈયાર હતો. કુસુમ બુમરાણ મચાવ તે પહેલાં કુસુમના મોઢે ડૂચો મારી દીધો. અને છેલ્લા રૂમમાં કચરા માટે ઢોલીયો (પલંગ) તૈયાર હતો જ. કોઈ મરેલા ઢોરને ખેંચીને ઢસડીને કતલખાને કસાઈના ઘરે લઈ જવાના આવે તેમ કચરો કુસુમને ઢસડતો ઢસડતો પલંગ સુધી લઈ ગયો. કુસુમની છાતી ઉઘાડી કરી નાખી પછી મહાપરાણે કુસુમ પર ચઢી બેસી કચરાએ મહાભયંકર દુષ્કૃત્ય કર્યું.

પોતાનો હવશ પુરો થયો એટલે કચરાએ પેલી રૂમમાંથી ઢસડીને બહાર ખેંચીં કાઢી પછી લીંબુની ફાડો જેવી મોટી મોટી આંખો કાઢીને કહ્યું.

‘છોડી હવે લુગડા-બુગડા પહેરીને છાની છપની ઘરે જતી રહે કોઈને વાત કરી તો પાડી દઈશ. ઉભી ને ઉભી બજારમાં ચીરી નાખીશ. તારી મા પણ ઘણી વખત બપોરે મારા ઘરે આજ રીતે આવે છે. સમજી ગઈ જા જતી રહે અહીંથી હવે’.... કહી કચરાએ ઘાંટો પાડ્યો...

‘કુસુમની કળી ખીલતા યૌવનની કળી પુરેપુરી રીતે વિકાસ પામ્યા પેહેલાં પેલા પાપી કચરાએ કચડી નાંખી. હવે બીજું બાકી રહ્યું હતુ શું ?

‘મગ્ન કુસુમ ત્યાંથી ભાગી નીકળી તે ગઈ તે ગઈ.

-કુસુમ ગઈ એટલે હાશ અનુભવીને કચરાએ પેલાં કેળાં જે કુસુમ લઈને આવી હતી તે કેળામાંથી બે-ત્રણ કેળાં ખાઈ ગયો અને તેની છાંલ ઘરની બહાર ફેંકી દીધી.

-ઘરે કુસુમને ન ભાળી એટલે પિયરથી ખરખરો કરી પાછી આવેલી કાશીએ કુસુમની શોધખોળ કરી ત્યારે પેલા હોટલવાળા છોકરાએ બતાવ્યું કે એ તો પેલા કચરાભાઈને ઘેર ગઈ છે.આ સાંભળીને કાશીના મનમાં ફાળ પાડી...‘કુસુમ કચરાને ત્યાં...? તે પણ બપોરે ! શું કામ’...?

‘પછી તો હવે શાંજ પડી હોય તોય કુસુમ ન આવી એટલે કાશી સમી સાંજના કચરાને ઘરે ગઈ ત્યારે કચરો બહાર (ઘરની) ઓસરીમાં જ સામો મળયો.

‘કુસુમ આંય કને આવી’તી ? બપોરે શું કરવા’ ?

‘જવાબમાં કચરો ખંધુ હસ્યો કહ્યું...

‘તું....કોક...કોક...દાં’ડો આવે છે તેમ કુસુમ ને પણ મેં હવે શીખવાડી દીધું...હવે આપણે મઝા...’ કાશીએ કાળમુખા કચરાના મોંમાંથી નીકળતી - ગટરગંગા સાંભળવા માંગતી ન હતી.એટલે ત્યાંથી નાઠી.

‘પણ બપોરે ખાઈને નાખેલી કેળાની છાલ છોતરા પર કાશીનો(જીવ લઈને નાસતી ) પગ પડી ગયો એ લપસી પડી...બાકીના વધેલા છોતરા બકરીઓ ખાઈ રહી હતી.

‘ઓ બાપરે ...કહી પગમાં મચકોડ લાગતા કાશી બેસી પડી. મારા બાપ મારી નાખી...’

‘તે ઊભી થઈ મહાપરાણે હિંમત ભેગી કરીને ઘરે ગઈ...

‘ઘરે બળ્યો, ઝળ્યો...બજરંગ લારીમાંથી (વેપાર ધંધામાં નફો તોટો બાદ કરતાં)કેળાં ઉતારી રહ્યો હતો.

‘ઘેર જઈને કાશીએ કહેલી બધી વાત શાંતીથી સાંભળી. કાશીએ બપોરના બનાવની સંભાવના વિષે જ વાત કરી તેના પર હજુ ઝાઝુ વિચારે તે પેહેલાં બજરંગના ઘરે કોઈએ ખબર આવ્યા કે બાજુના રેલ્વે ફાટક આગળ કુસુમે ખંભાત-આણંદ લોકલ નીચે કપાઈને આપઘાત કર્યો છે.એક ઓર વજ્રઘાત...!

‘સાભળીને દોડતા-ટોળા સાથે બજરંગ રેલ્વે ફાટક તરફ ગયો...

જ્યારે આ બાજુએ પોતાની જાંધ ઉધાડી કરી એટલે એને પોતાના પતિ આગળ હવે કયા મોઢે જીવવું ? એ વિચારી કાશીએ પણ કેરોસીન છાંટીને અગ્નિ સ્નાન કર્યુ. મરતી વખતે કાશીએ પોતાના મરણોતર નિવેદનમાં આ બધી વાત જ્યારે લખાવી ત્યારે અને ત્યારથી કઠણ હદયના કાળજાવાલો બજરંગ ચિતભ્રમ બની ગયો છે.પોલિસ પેલા કચરાને જેલ ભેગો કર્યો પણ તેથી ન્યાય મળી જવાનો ?

‘સાહેબ અમારા સમાજની બધી વાતો ન કહેવાય કે ન સહેવાય.’ ‘કેળાની છાલ’ જેમ કયારે કોણ અમારા કુટુંબની ઈજ્જતને ઉતારીદે અને ભવાડા દેખાય એ જુદું-એનું કાંઈ કહેવાય નહી...’

- કહી પેલા લારીવાળાએ ખાખી બીડી સળગાવી અને ‘કેળાની છાલ’ વિષે વિચારતો હું મારા રસ્તે પડયો.

અનુક્રમ

વાત વાતમાં

- વ્હીસલ મારી, આંચકા સાથે આણંદ-ખંભાત તરફ જનારા પેસેન્જર ગાડીએ ખંભાતની દીશામાં પ્રયાણ કરવું શરૂ કર્યુ. રાતના આઠ અને દશ મિનિટ થઈ હતી. ટ્રેને ખંભાતની દિશા તરફ પ્લેટફોર્મ પર સરકવું શરૂ કર્યુ.

- ત્યાં હડબડ હડબડ દાદરો ઊતરી રહેલી કંકુડીનો પગ દાદરાનાં છેલ્લાં ત્રણ-ચાર પગથિયેથી લપસી જતાં તે પડતાં પડતાં માંડ બચી અને હાથમાં પેલું પોટલું પણ જોસભેરથી પકડી ન રાખ્યું હોત તો તે પણ પડી જાત. કંકુડીનો પગ લપસ્યો અને મચકોડાયો હશે પણ ખરો પરંતુ ગાડી પકડવાની લાય (લ્હાયમાંને લા’યમાં) જે ડબ્બો હાથમાં આવ્યો તે ડબ્બો કંકુડીએ પકડી લીધો અને પોતાની જાતને ડબ્બામાં ધકેલી ત્યારે કંકુડીના માથા પર પરસેવાના ટીપા કોઈ કમળ પરની પાંદડીના ઝાકળ સમાન લાગતા હતા.

- સારું થયું સવલી, કે - કમળી રૂપલી જીવલી ચંચલી, જમકુડી જીવકોરબા, ડોસી તથા બીજુ પુરુષ વાઘરી વૃન્દ તે જ ડબ્બામાં જ બેઠું હતું. કંકુડીએ બેઠક લીધી ત્યારે કંકુડીના પગમાં બેફામ (ખૂબજ) દરદ થતું હતું.

‘ચમ અલી મોડી મોડી આવી’ સવલી બોલી.

‘જવા દેને એની વાત એને બાર મલકનો ફેરો કરવાનો અને આખી દુનિયાની પંચાત કરે એટલે મોડું જ થાય ને ! કમળી બોલી.

‘ના...રે... બાપલીયા હું મારામાંથી જ ઉંચી નથી આવતી ત્યાં વળી પારકી પંચાત શાની ? આ તો મેં કું ‘લાય’ને હજી વાર છે. એટલે બેઠી’તી અને એક ઘરાક રૂપિયાના છૂટા લેવા ગયું’તું તે પાછું આવવું’તું. તેવામાં પીઓ સંભળાયો ને હું પેલાને પતાવીને નાઠી. આ ગાડી ઉપડું ન ઉપડું એટલામાં હું દાદરો ઊતરતાં અને મારો પગ લપસ્યો. માંડ પડતાં પડતાં હું બચી ગઈ. પણ હાયરે માડી બહુ જ કરતર થાય છે’ કમળી ના જવાબમાં કંકુડીએ કોઈ હોંશિયાર મિનિસ્ટરની અદાથી લાંબુલચ બયાન આપી દીધું.

- પછી બધી વાઘરણો વાતે વળગી.

- આણંદ સ્ટેશન (રેલ્વે)ની બહાર પથિકાશ્રમને અડીને તથા બસસ્ટેન્ડ તરફ રસ્તે દાતણ વેચવાનો એક જીવતો જાગતો ધંધો ચાલી રહ્યો છે. આજુબાજુના ગામડાના ઘણાં વાઘરી કુટુંબો આ ધંધાના સહારે જીવી રહ્યાં છે.

- ખંભાતથી આણંદ અને આણંદથી ખંભાત તથા ભરુચ આણંદ-વડતાલવાળી ગાડી આ વાઘરી કુટુંબો માટે આશીર્વાદ સમાન છે. આજુબાજુનાં ઘણાં ગામડાના લોકો (વાઘરી) આ સગવડનો લાભ લઈ રહ્યાં છે. સાંજના સાડા પાંચની ગાડી આવે એટલે દાતણ વેચનારાઓની ઘરાકી શરૂ. તે રાતના આઠ-સાડાઆઠ સુધી ચાલે તે પછી એટલે કે ગાડીઓ જાય એટલે ધીકતો ધંધો બંધ.

- કરમસદથી અગાસ - અગાસ બોરીઆ સમમાં પચ્ચીસથી ત્રીસ વાઘરી કુટુંબો વીંટળાઈને પડેલા છે. ત્યાં કંકુડી પણ પોતાની ઘરડીમા રેવલી સાથે રહે છે. રાંડેલીમાં રેવા અને પરણાવવા લાયક થયેલી દીકરી કંકુડી-જુસ્સાબંધ જોબન અપ્સરા જેવી કંકુડી રૂપનો પાર નહીં એટલે જ ડોશીને પાર વગરની ચિંતા રહ્યા કરે છે. ક્યારે મારી છોડીના હાથ પીળા કરું ને શાંતિ થાય.

- બિચારી ડોશી ચિંતા જર્યા કરે ને ? તેને કોઈ દીકરા કે દિયર-જેઠ કે બીજું કોઈ સગું-વહાલું નથી. ઘરવાળો તો જ્યારે કંકુડી પાંચ વર્ષની હતી ત્યારે જ ગામોતરૂ કરી ગયેલો. ત્યારથી છોડીને એકલપડે ઉછેરીને મોટી કરી અને દાતણ વેચવાનો ધંધો કર્યા પછી જે કંઈ પૈસા-બે-પૈસા બચ્યા તે તથા આજુ-બાજુના કરીને રેવા ડોશી પોતાની છોડીને પૈણાવવાની વેતરણમાં પડી હતી.

- ગાડીમાં નિતદિન આવન-જાવન કરનારા વાઘરી યુવકો રણછોડિયો, ગેમલો, પૂનમો, રાયસિંગ, ચતુરિયો વગેરે વગેરે બધા કંકુડીના ફાટફાટ થતા યૌવનને લોલુપત્તાથી જોઈ રહેતા અને પોતાના સૂકા હોઠ પર જીભ ફેરવી લેતા. ઉના ઉના નિહાકા નાખતા પણ કંકુડી એમ ગાંજી જાય તેમ ન હતી. એ કોઈનેય હાથ મેલવા દે તેમ હતી જ નહીં. જ્યારે નવરાત્રિના દા’ડામાં કંકુડીનું યૌવન ગોળ ગરબે ઘુમરાતું ચઢતું ત્યારે તે બાજુના આખા મલક તેને જોવા ઊભરાતો. જાણે ઈન્દ્રલોકમાં ઉર્વશી નાચી ન રહી હોય તેવો ભાસ થતો હતો.

- આજે શરદપૂણિંમા હતી પણ કંકુડીનો જમણો પગ મચકોડાયો અને પગની ઘૂંટીએ પારાવારની વેદના થતી હતી કે ફરફર પવન વાતો છતાં કંકુડીના કપાળે (વેદનાના કારણે) પરસેવાના બુંદ જામી મોતીની માફક ચમકતા હતા. આ જોઈને રણછોડ, પૂનમ, ભીમલો, ચીમનો, ગેમલો વગેરે વગેરેની આંખોમાં કંકુડીના રૂપયૌવનને ભોગવી લેવા માટે તલપાપડ બન્યા હતા. એકબીજાને ઈશારા કરતા હતા...

- અગાસ-બોરીઆ સ્ટેશને ગાડી થોભતી એટલે તમામ વાઘરી બંધુ ઉતરી-ઉતરીને કોઈની પણ રાહ જોયા વગર પોતપોતાના ઘર તરફ જવા માંડ્યું. દરરોજની સહેલીઓ ચંપાડી, લખમી-જીવલી, બધીય પણ આજે ગાડી લેટ હતી એટલે કોઈની રાહ જોવા વગર બધી જણીએ હેંડવા માંડ્યું.

- લંગડા ઘોડાની માફક લથડાતી ચાલે કંકુડી વેદનાથી ભરપૂર દશામાં પોતાના ઘર તરફ ધીમી ગતિએ ચાલતી હતી. રાતના નવ- સાડા-નવ થયા હતા. ખેતરની વાટ હતી. બધા આગળ જતા રહ્યા.

ચારે બાજુ ઊચી છાડી વાડ હતી. એકલી એકલી કંકુડી જતી હતી. ઉપર રહ્યો-રહ્યો પૂણિંમાનો ચંદ્ર સફેદ ચાંદની ધરતી પર રેલાવી રહ્યો હતો.

મા...જગદંબેને યાદ કરતી કંકુડી આગળ વધતી હતી... ત્યા સામે છ (૬) આદમી (જેને કંકુડીએ તરત જ પારખી લીધા હતા.) રણછોડ, પૂનમ, ભગલો, અભલો, ચીમનો, અમલો, (અભેસંગ) બધા કંકુડીને ઘેરી વળ્યા.

‘મારી હાળી... બહુ જ રૂપાળી દેખાય છે. અપ્સરા જેવી તેની ચાલ મસ્તાની છે. મનમાં તો એવું થાય છે કે...’

‘અલ્યા ભગલા બહુ દા’ ડે હાથમાં આવી છે.

જો જે લ્યા...મને અડયો છું તો નહિતર તારી ખેર નથી .’ કંકુડી સિંહણની જેમ ગરજી ઊઠી.

‘હવે રાંડ જા - જા રાંડ ચઢ પેલા માળે-તને પણ બધા ખુશખુશ કરી દઈશું’ અભેસંગ દારૂના નશામાં બોલતો હતો બધાયે ખૂબ- ખૂભ ઢીચ્યો હતો. અને બધા બેફામ હતા. બેફામ બેફામ.

‘હવે આઘોજા.’ કંકુડી હિંમત હારે તેવી ન હતી.

પુનમાએ ધારીયું બતાવ્યું...

‘‘હવે જોઈ મોટી ધારિયાવાળી. હેડતી થા હેડતી.’’ કંકુડીએ કડકાઈથી ગર્જીને કહ્યું ત્યારે આવેશમાં અને આવેશમાં પુનમાએ ‘લે તારે લેતી જા’ કહી ધાર્યુ વીંઝયું.

- ચબરાક કંકુડી લાગ જોઈને નીચે બેસી ગઈ એટલે ધારીયાનો ટચકો રણછોડિયાના (કે જે કંકુડીને અડીને ઉભો હતો) ગળા પર વીઝાયો.

એટલે ‘ડફ’ લઈને જેમ પપૈયું વઢાઈ જાય તેમ રણછોડનું ડોકું ધડ પરથી પડ્યું હેઠું, અને લોહીની ધારા વછૂટી.

- બધાયના હોશકોશ ઊડી ગયા.બધો દારૂનો નશો ઉતરી ગયો.એટલે લાગ જોઈને કંકુડી નાઠી અને તુરત જ નજીકના પોલિસ સ્ટેશને પહોંચી ગઈ.

- પોલિસ તુરત જ સ્થળ પર ગઈ. તો ત્યાં બધાય દારૂડિયાઓ ઊભા રહ્યા હતા. પોલિસે બધાની ધરપકડ કરી. લાશને પોસ્ટમોર્ટમ માટે દવાખાને મોકલી દીધી.આ નશાખોરોએ નશામાં બધાજ ગુનાનો એકરાર કરી દીધો અને આમ કંકુડી આ બદમાશોનાં હાથમાંથી તો આબાદ બચી ગઈ.પરંતુ ગુંડા ટોળકી પોતાના જ સાગરીતના ખૂન માંટે કારાવાસ માં ધકેલાઈ ગઈ. પ્રભુએ રૂપ આપ્યું હોય તો અવશ્ય એનું જતન કરતા શીખવું જોઈએ કંકુડી અવશ્ય રૂપાળી હતી પણ તેને કોઈ બોટી ન જાય એટલે સજાગ તો અવશ્ય હતી. એટલુંજ નહીં પરંતુ ચાર-ચાર ગુંફાઓનો હિંમતથી સામનો કરી શકે એટલી હામ પણ તેનામાં હતી. આજે પણ આ બનાવ પછી કંકુડીથી લોકો ૧૦-૧૦ ફૂટ દૂર ચાલે છે.

અનુક્રમ

ત્રિકોણના ત્રણ ખુણા

- ‘અલ્યા એય અમથા સાંભળતો ખરો !’

- ‘શું છે ? સાહેબ હવે તો મારો છાલ છોડો.’

- ‘આ વખતે તો મારી વાત સાંભળવી જ પડશે.’

- ‘શાની વાત છે ? સાહેબ.’

‘કેમ એટલામાં ભૂલી ગયો ? તારી બૈરીના ઓપરેશનની વાત’

‘ના રે ના. બા-પા મારે કાંઈ ઓપરેશન કરાવવું નથી હોં.’ કહી અમથાએ પોતાના ગામની શાળાના આચાર્યને બિલકુલ બેહુદો જવાબ આપ્યો ત્યારે એ સમયે ગુસ્સે થઈ જવાને બદલે ચહેરા ઉપર બિલકુલ શાંતિ પાથરીને સ્વસ્થ ચિત્તે-બાલમંદિરમાં- નાનકડાં ભૂલકાંને સમજાવે તે અદાથી ગોવિંદભાઈ માસ્તરે કહ્યું.

‘અરે ભલા, સરકાર આ વખતે તો ખૂબ ખૂબ લાભ આપવાની છે, માર્ચ મહિના વખતે તો ઘણા બધા લાભો મળશે અને પાછળથી સાહેબ, હું રહી ગયો સાહેબ, એવી ફરિયાદ હું કે સરકાર બેમાંથી કોઈ પણ સાંભળશે નહીં હોં. સમજી ગયો ?’

‘સાહેબ, બધું જ બરાબર સમજી ગયો. હું જન્મ્યો છું ત્યારથી સમજદારી લઈને જન્મ્યો છું તમે સમજી ગયા.’

‘પણ અલ્યા મારી વાત સાંભળ તો ખરો’ જ્યારે માસ્તરે ફરીથી કહ્યું ત્યારે

- ‘જુઓ સાહેબ, આ વખતે હું મારી બૈરીનું ઓપરેશન નથી કરાવવાનો નથી કરાવવાનો એટલે નથી કરાવવાનો, સમજી ગયા, અને સાહેબ નિશાળ છુટ્યે અડધો કલાક થઈ ગયો ત્યારથી ખાઈ- ખપુચીને મારું માથું ખાઈ રહ્યા છો તો આ ચાવીઓ નિશાળ બંધ કરીને તમે તમારે ઘેર જજો. કહી અમથો આજે પોતાના જીવનમાં ઈતિહાસમાં, આ રીતે શાળા બંધ કર્યા સિવાય મુરબ્બી એવા માસ્તરનું અપમાન કરીને ઘેર જતો રહ્યો.

- માસ્તર અપમાન થયાનું તેમજ અમથાના હૈયે પોતાના વડીલ-બાપ સમાન માસ્તરનું અપમાન કર્યુ તેથી ભારે દુઃખ હતુંરંજ હતો.

- છતાં પણ દરિયાદિલ રાખીને સાંજની વેળાએ પૂરતો સમય કાઢીને માસ્તર અમથાને ઘેર ગયા.ઉલટી ગંગા વહી,માસ્તરના સદનશીબે અમથો કોઈ કામસર-ગામમાં ગયો હતો.

- પોતાનાથી ઉમરમાં વધારે એવા વયોવૃદ્ધ લગભગ એશીએ (૮૦) પહોંચેલા પસા કાકાને અમથાના બાપાને,ગોવિંદભાઈ માસ્તરે ખૂબ જ ઠાવકાઈથી ઓપરેશનનાં લાભાલાભ સમજાવ્યા અને છેવટે ગુજરાત સરકાર તરફથી લોટરીની પાંચ પાંચ ટિકિટો મળવાની છે, એમ પણ જણાવ્યું.જવાબમાં પસાકાકાએ કહ્યું કે ‘માસ્તર તમ તમારે મારા ઉપર વિશ્વાસ રાખો. હું મારા અમથાને સમજાવી લાવીશ તમારે માથે અમથાની વહુને હમજાવવાનું રહેશે. હમજી ગયા.’

- ‘કાંઈ વાંધો નહીં હું મારે મારું ફોડી લઈશ તમ તમારું ફોડી લેજો પણ જોજો આવતી કાલે સવારે ૧૦-૦૦ દશાના ટકોરે અમથાને, અમથાની વહુને મ્યુનિસિપલ દવાખાનામાં હાજર કરી દેજો,’ કહી માસ્તર આખરી સલાહ - સુચન કરી ઘરે ગયા.

- બીજા દવિસે ઓપરેશન કેમ્પનાં સ્થળે ગોવિંદભાઈ માસ્તર આંટા મારીને થાકયા પણ કોઈ ના દેખાયું. ના દેખાયો અમથો, કે ન દેખાય અમથાની વહુ કે પછી ના દેખાયા અમથાનાં એંશી વર્ષનાં ડોહા પસાકાકા.

- બજારમાં અમથો, સાવ-ફેરા મારતા મૂછના દોરે તાવ દેતાં માસ્તર સામે અથડાતો રહ્યો બરાબર સાજે ચાર વાગ્યે બાજી પલટાઈ જતી લાગી. અમથાની વહુ ઓપરેશન કેમ્પવાળી જગ્યાએ હાજર થઈ.પાછળ પાછળ અમથો અને અમથાનો બાપ બનેય દેખાઈ આવ્યા.

- માસ્તરને જોઈને જૂકીને પસાકાકાએ કહ્યું. ‘ લ્યો માસ્તર, તમ તમારે કરો કંકુના, આ કેશ લઈ આવ્યો.’ અમથો નીચું મસ્તક રાખીને જમન તાણી જોઈ રહ્યો, અમથાની વહુના ‘કેસના કાગળો ઉપર સહી અંગુઠા કરી દીધા પછી અમથાએ બલિએ ચઢાવતા બકરાની અદાથી પોતાનાં સહી અગુંઠા કરી દીધા.

- અમથાની વહુનું સુખરૂપ સલામત ઓપરેશન થઈ ગયું અને સરકારશ્રી તરફથી મળવા લાભ રોકડ રૂપિયા વાસણ, કપડાં વગેરે તથા લોટરીની પાંચ પાંચ ટિકિટો લઈને તેની પાવતી આપીને જયારે બધાય છૂટા પડયા ત્યારે ત્રિકોણના ત્રણેય ખૂણાની જેમ અમથો, અમથાની વહુ અમથાના બાપા અલગ અલગ રસ્તેથી છૂટા છવાયા ઘરે ગયા. આ મન દુઃખ માસ્તરને સમજાયું પણ હવે શું થાય ? તીર તો કયારનુંય છૂટી ચુકયું હતું.

- ઓપરેશનનાં ત્રીજા દિવસે માસ્તરે જ્યારે વાત જાણી કે અમથાએ એની બૈરીને ઝૂડી હતી, ધોલ ધમાંટ કરી હતી. જેથી અમથાની વહુ પોતાનાં બે છોકરાં (એક છોકરો એક છોકરી)લઈને કંકુડી (અમથાની વહુ) પોતાનાં પિયરીએ જતી રહી હતી.જયારે અમથાના બાપા પસાકાકા અને અમથાની વચ્ચે રકછક થઈ એટલે ડોહા પસાકાકા પણ ખેતરમાં અલગ રહેવા જતા રહ્યા. ત્રિકોણના ત્રણે ખૂણાઓ અલગ પડયા...

- અઠવાડિયા સુધી એક જ શાળામાં નોકરી કરતા હોવા છતાં અમથો (પટાવાળો) અને ગોવિંદભાઈ માસ્તર (આચાર્ય) એક બીજાની જોડે ન બોલતા કે ના ચાલતા કે ન કોઈની ખબર અંતર પુછતા.એક પંખીનો વીખાઈ ગયેલો માળો જોઈને માસ્તરનું મમતાળું હદય અંદરથી ખૂબ ખૂબ દ્રવી ઊઠયું અને આખોમાંથી આંસુ સરી પડયાં.

- જ્યારે ગુજરાત સરકાર તરફથી લોટરીની ટીકીટનો માસિક ડ્રો જાહેર થયો અને ગોવિંદભાઈ માસ્તરે પોતાના કેસના અમથાના તથા બીજા બધાને જે લોટરીની ટીકીટો વેહેંચી આપેલી તેના તમામ નંબરો મેળવી જોયા ત્યારે અમથાને આપેલી પાંચ ટિકિટો પૈકી એક લાખનું (૧,૦૦,૦૦૦) ઈનામ લાગ્યું છે તે સમાચાર જાણ્યા ત્યારે તે ખુશીથી પાગલ થઈ ઝૂમી ઉઠયા.લોટરીના રીઝલ્ટની પાકી ખાતરી કરીને જ ગોવિંદભાઈ માસ્તર સૈ પ્રથમ પસાકાકાને ખેતરે જઈ વધામણીના સમાચાર આપી આવ્યા. માસ્તરનાં હૈયેથી જાણ્યે કરોડો મણનો બોજો હટી ગયો હતો. તેમનું હૈયું હળવું ફુલ બની ગયુંય.

- અમથાએ આ વાત જાણી ત્યારે દોડતો પોતાની સાસરિયે (સાસરી નજીકના ગામમાં હતી ) પહોંચી ગયો.ત્યાં જઈને પોતાની બૈરીને તેડી લાવ્યો પછી બંને તરતજ માસ્તરને ઘરે ગયા.પસાકાકા પણ ત્યાંજ હાજર હતા.

અમતો તો માસ્તરના ચરણે બસ આળોટી પડયો ,‘ માસ્તર સાહેબ મને માફ કરી દો તમને ખૂબ ખૂબ ગાળો દીધી છે. મેં તમને ખૂબજ ભાંડયા છે,’ કહેતાં કહેતાં અમથો રડી પડયો.

‘સાહેબ મનમાં દુઃખ લાવશો નહીં ,’ પસાકાકા બોલ્યા.

અમથાની વહુ પણ માસ્તર સાહેબને પગે લાગતી હતી. જવાબમાં ગોવિંદભાઈ માસ્તરે ‘ના રે ના ! મને દુઃખ શાનું મને એ વાતનું સુખ છે કે, ‘‘- મારે લીધે ત્રિકોણાના ત્રણ ખૂણા જે છૂટા પડયા હતા તે ત્રિકોણ ના ત્રણેય ખૂણા-નસીબજોગે દેવયોગે વળી પાછા જોડાઈ ગયા,’’ કહી મુખ પર નિર્મળ હાસ્ય લાવી ખભે ખેસ ભેરવી નિર્લેપ એવા માસ્તરે પોતાના ઘરે બધાને બેસાડી ચા- નાસ્તો પાણી કરાવ્યા પછી જ ભાવભીની વિદાય આપી.

- દુર-દુર સુખરૂપે જઈ રહેલ અમથો-અમથાની વહુ તથા પસાકાકાને જતા જોઈ રહેલા માસ્તરની આંખમાંથી હરખનાં આંસુ ઊભરાયા- તે સિફતથી કોઈ જોઈ ન જાય એ રીતે માસ્તરે ખભાના ખેસથી લુંછી પણ નાખ્યાં.

અનુક્રમ

તિરાડ

- એ માત્ર હસવા ખાતર હસ્યો. લુખ્ખુ હાસ્ય. ક્યારેક ક્યારેક ખોટા આશ્વાસન માટે મહા પરાણે ખોટે ખોટું હસી લેવું પડે છે.

જ્યારે રવિએ તેને પૂછ્યું કે...

‘કેમ હમણાંનો દેખાતો નથી ? તબિયત તો બગડી નથી ને?...

- જવાબમાં દીલીપ મહાપરાણે હસ્યો. પોતાના બનાવટી હાસ્યમાં તેણે દિલનાં ડૂસકાં છુપાવી દીધાં મહાપરાણે...

‘ભાભી શું કરે છે ? રવિએ ફરીથી પૂછ્યું.

- ભાભી સાંભળતાં જ દીલીપને પોતાની નોકરી કરતી પત્ની સંધ્યા યાદ આવી. કોઈ રૂઝાઈ ગયેલા ઘા ઉપર જાણે અજાણે કંઈક વાગી જાય અને જેવી અપાર વેદના થાય તેવા દીલીપના દિલની હાલત બની છતાં પણ હસીને...

‘એ પણ ખૂબ મજામાં છે. રવિ તારા શા હાલ છે ? એક દિવસ તો તમે બંને (પતિ-પત્ની) અમારા ઘરે આવો’ દીલીપે જવાબ આપ્યો.

‘ચોક્કસ આવીશું દોસ્ત પણ હાલ ટાઈમ નથી. બાય દીલીપ.’ રવિએ મંજીલ તરફ પગ ઉપાડ્યા. ‘બાય બાય’ દીલીપ ઉવાચ.

- રવિને વિદાય કર્યા પછી દીલીપ ગામ તળાવની પાળ પર જઈને બેઠો.

- સાંજના ૬-૦૦ વાગ્યા પછી અહીંની સૃષ્ટિ રમણીય સ્વર્ગ સમી લાગે છે. પાણી પર થઈ આવતી ઠંડી મીઠી લહેરો મનને પ્રફુલ્લીત કરે છે. આનંદીત કરે છે. મનમાં અવનવા ઉમંગો ભરે છે.

- દીલીપના મનને ચેન ક્યાંથી હોય ? તેના મનમાં ગ્લાનિ, દુઃખ, નિરાશા (પારાવાર) ઘર કરી ગયાં હતાં. તળાવના પાણીમાં ઉદભવતા તરંગોમાં એ ખોવાઈ ગયો. ઓગળી ગયો. પોતાના અસ્તિત્વને વીસરી ગયો.

- સંધ્યા સાથેની પહેલી મુલાકાત... તે વખતે પહેલી વખત એક અજનબી તરીકે આ ગામમાં શિક્ષક તરીકે ગામની હાઈસ્કૂલમાં નોકરી કરવા આવતો હતો. શ્રી જે. એમ. શાહ હાઈસ્કૂલ એક જાણીતી સ્કૂલ હતી, જેમાં તેને નોકરી મળી તે બાબતનું તેને ગૌરવ હતું, અભિમાન હતું.

- નવી-નવી નોકરી અને નવું નવું ગામ. પોતાને વતન પોતાની મા અને બહેન ગીતાને મૂકીને તે અહીંયા એટલે કે જીતપુરમાં નોકરી કરવા આવ્યો હતો. જો કે દીલીપનું વતન (ગામ વિશ્રામ પુરા) દૂર ન હતું. એટલે શનિવારની અડધી રજા અને રવિવારની રજા તે પોતાના વતનમાં ગાળતો. વિશ્રામપુરામાં તેને પોતાના બાપની ૩-૪ વીઘાં જમીન હતી. જે ભાગે વાવવા આપી હતી. શનિ રવિવારે તે અચૂક ઘરે જતો. અને પોતાના ખેતરોમાં ઘૂમીને પોતાના ભાગિયાને સલાહસૂચનો આપતો. ગંગાબા (દીલીપના બા) એ ગીતાના જન્મ પછી બે વર્ષે દીલીપના બાપુએ પરલોકગમન કર્યુ હોઈ, દીલીપ-ગીતાને ઉછેરીને મોટા કર્યા. જાત તોડીને દીલીપને ભણાવ્યો. દીલીપે ભણી-ગણીને એમ.એ. બી.એડ. કર્યુ એટલે ગંગાબાનું અડધું કામ પૂરું થયું. હવે દીલીપને નોકરી અને ગીતા માટે સારો મુરતિયો મળી જાય. એટલે ગંગાબાને હૈયે ટાઢક વળે તેમ હતું. ગીતા કૉલેજના બીજા વર્ષમાં હતી... દીલીપને જ્યારે નજીકના ગામમાં જ એટલે જીતપુરમાં જ નોકરી મળ્યાના સમાચાર ગંગાબાએ જાણ્યા ત્યારે ખૂબ જ ખુશ થયાં !

- શરૂઆતમાં હવે નવી નોકરી અને નવું ઘર ચલાવવાનું એટલે દીલીપને આ બધી માથાકૂટ, મુસીબતનાં પોટલાં જેવી લાગી.પણ શું થાય ? મુસીબતો માટે કોઈ માર્ગ ન હતો. એક ગંગાબાની તિબયત બરાબર રેહતી ન હતી. એટલે તેની દેખભાળ કરવા ગીતાની હાજરીની જરૂર હતી...એટલે દીલીપ (પોતે) બજરંગ બલી હોસ્ટેલ ચલાવતો...દીલીપને ચા, ભાખરી, ખીચડી, શાક જેવુ શાદું બનાવવાનું ફાવતું પણ તેમાંય માથાકૂટ તો હતી જ ને...

- એક દિવસે સવારે ખૂબજમોડું ઉઠાયું એટલે દિલીપને આજે દોડા-દોડી કર્યા વગર પાર આવે તેમ ન હતો...જોતજોતામાં સાડાનવ (૯) વાગી ગયા..જેમ તેમ કરીને ઉતાવળે ઉતાવલે ખીચડીનું વધેલું પાણી (ઓસામણ) બહાર કાઢવા તેણે સાણસીથી તપેલી પકડી કે સાણસી ફરી ગઈ અને ગરમ-ગરમ બધું જ પાણી અને ખીચડીના દીલીપના હાથ ઉપર ઢોળાઈ ગયું.તપેલી પડી ગઈ અને વેદનાની ચીસ સાથે તે હાથ પકડી બેસી ગયો ચોકડીમાં... તેને થાડીક રાહત મળે થોડીક કળ વળે એટલા સમયમાં તો...

- કોઈ એના ઘરનાં દાદરનાં પગથિયા ચઢતું હતું... દીલીપ મામલો સંભાળે તે પેહલાં...

‘મેહતાભાઈ તૈયાર થઈ ગયા કે શું ? ચાલો મોડું થશે ?’ સંધ્યાએ કદમ મૂકયા...

સંધ્યાબેન આ ગામની સ્કૂલમાં નોકરી કરતા હતા. પણ એમના ઘરમાલિક સાથે ઝઘડો થવાથી તેમણે પોતાનું ઘર સુથારવાડીમાંથી ખાલી કરી ગયે અઠવાડિયે જ નાગરવાડામાં ભાડે રાખ્યું હતું. નાગરવાડામાં દીલીપ પણ એક રૂમ રાખીને રહેતો હતો. દીલીપને હાજર થયે એક મિહનો પણ થયો ન હતો.સંધ્યાબેનને તે એક સ્વમાની બે’ન તરીકે ઓળખતો હતો. તેની સાથે વાતચીત થતી,પણ બહુ જ ઓછું બોલતી...

જયારે તેણે સંધ્યાબેન પોતાનું મકાન બદલી નાગરવાડામાં રહેવા આવવાના છે તેવી વાત જાણી ત્યારે તેણે સંધ્યાબેનને કહેલું કે...

‘ચાલો સ્કૂલેજવા આવવામાં આપણી કંપની રહેશે ? બરાબરને બહેન...‘

‘ખરી વાત છે મેહતાભાઈ...

આજે દિલીપ મહેતા વિચીત્ર મુશ્કેલીમાં મુકાઈ ગયો.એક બાજુ દાઝી ગયેલો હાથ, રસોડામાં મચેલ રમખાણ, ભૂમીશયન કરેલા પ્રાયમસનો ધમ-ધમ અવાજ,ઢોળાયેલા કેરોસીન,કંઈ જ સમજ ન પડવાથી છોભીલો પડી જઈ દીલીપ પોતાનો દાઝી ગયેલો હાથ પાછળ છુપાવી

‘આવો બે’ન મારે જરા વાર લાગશે.’ કહી મહાપરાણે હસ્યો.સંધ્યા ઉપર આવતાવેંત જ બધી વસ્તુ-પરિસ્થિતિ પામી ગઈ હતી...સમજી ગઈ હતી.તરતજ તેણે પ્રાઈમસ હોલવી નાખ્યો.તપેલાને સીધું કરી લીધું. પરંતુ અડધી ખીચડી તપેલામાં અને અડધી બહાર અને પાણી જમીન પર ઢોળાયું હતું.

‘બે’ ન તમે નકામી તકલીફ લઈ રહ્યા છો. હું મારી જાતે સંભાળી લઈશ.’ દીલીપ બોલ્યો.

‘એમાં શું ? એમાં શાની તકલીફ ?’ સંધ્યાએ દીલીપ સામે જોયું અને...

- ‘અરે ! અરે ! તમે બહુ દાઝી ગયા છો અને કશું કેહતાય નથી...‘

‘ના રે ના કંઈ વધારે દઝાયું નથી, એતો મટી જશે.’ કહી દીલીપે પોતાની વાત ફેરવી .‘એતો હું બર્નોલ લગાવી દઈશ એટલે આરામ.’ દીલીપ જાણતો હતો કે પોતાના નવા વસાવેલા ઘરમાં બર્નોલ તો શું એક માથાના દુખાવાની ગોળી પણ ન હતી.

સંધ્યાએ દીલીપનો જમણો હાથ પકડીને જોયું. તો દીલીપના હાથ વધારે પ્રમાણમાં દાઝયા હતા. તરત જ સંધ્યા રસોડામાં નજર ફેરવીને તેલની બરણી લઈ આવી . તેમાથી તેલ અને રૂનું પોતું કરી હાથ પર લગાડયું. સંધ્યાએ દીલીપના રૂમમાં નજર ફેરલી જોઈ લીધું કે દીલીપના ઘરમાં બર્નોલની ગેરહાજરી હતી.

- ‘ઊભા રહો હું સંભાળી લઈશ’ કહી સંધ્યાએ જેવી ગઈકે તરતજ પાછી આવીને ફરીથી તેલ રૂનું પોતું દીલીપના હાથે લગાડયું અને કહ્યું કે, ‘દીલીપભાઈ આજે તમે ઘરે જ રહો. હું નિશાળમાં તમારો રિપોર્ટ આપી દઈશ.’ કહી સંધ્યા સ્કૂલે જવા ઊપડી ત્યારે...

સંધ્યાબેન તમે ખૂબ જ તકલીફ લીધી હો !‘...દીલીપે કહ્યું.

‘અરે ! તકલીફ શાની ? એ તો મારી ફરજ છે. તમે આરામ કરજો હો.’ કહી એ મદુર સ્મીત કરી ચાલી ગઈ .

સંધ્યાબેન ખૂબ જ ઓછું બોલતાં. કોઈની સાથે ઝાઝી વાતચીત નહીં અને કોઈની કંઈ પંચાયત કરવાની આદત નહી.એ ભલા અને એમનું કામ ભલું. સંધ્યાબેન શાહ જ્ઞાતિના વાણીયા જાતે હતા, પણ કમનસીબે તેમનું લગ્ન નાની વયમાં થયું અને તેમનો બાળપતિ નાનપણમાં કોલેરાનો ભોગ બન્યો અને થોડા દિવસની માંદગી ભોગવી ખુદાના દરબારમાં પહોચી ગયો ત્યારે સંધ્યા અને સંધ્યાનાં માંબાપના માથે આભ તૂટી પડયું હોય તેમ લાગેલું. સંધ્યા તે વખતે ભણતી હતી.સંધ્યાના સમજુ પિતાએ તેને પૂરે પૂરી ભણાવી અને જીતપુર ગામની હાઈસ્કુલમાં નોકરીની વ્યવસ્થા પણ કરી આપી. જો કે સંધ્યાએ કોઈની વાત ગણકારેલી નહી. તે આત્મનિર્ભર હતી. સુખી હતી તેને શી વાતનું દુઃખ હતું ?

- દીલીપના હાથ દાઝવાના બનાવ પછી દીલીપ અને સંધ્યા એકબીજાની સાથે હળી-મળી ગયાં હતાં. દીલીપને સંધ્યાને જોયા સિવાય ચેન નહોતું પડતું એ વાત સાચી હતી સંધ્યા પણ દીલીપને ચાહતી પણ પોતાની મર્યાદામાં રહીને. એક દિવસે દીલીપે પોતાનાં પ્રેમનો સંધ્યા સમક્ષ ખુલ્લા દિલે એકરાર કર્યો અને કદાચ ભૂલ હોય તો માફીની માંગણી કરી. જવાબમાં સંધ્યા કાંઈ બોલી નહી.

- થોડા સમયમાં દીલીપ-સંધ્યા પ્રેમલગ્નથી જોડાઈ ગયાં. દીલીપની બા ગંગાબાને ખૂબજ આનંદ થયો. અને ગીતા પણ પોતાની ભાભીને જોઈને અડધી અડધી થઈ જતી.દીલીપ અને સંધ્યાની જોડીને ગામ લોકોએ શીક્ષકોએ બધાએ આવકારી.દીલીપ અને સંધ્યા જોડી એક નંબરની ગણાતી.અને તેઓ શિક્ષણ ક્ષેત્રે પણ આગવું વર્ચસ્વ ધરાવતા હતા.

- એક વર્ષના સમય પછી દીલીપના મનમાં, જે ઉમંગો તરંગો હતા તે ઓગળી ગયા, શમી ગયા, અને દીલીપ સંધ્યા તરફ બેદરકાર રહેવા લાગ્યો...તે હવે સંધ્યાની ઝાઝી પરવા કરતો નહિ. તેનું કારણ એ હતું કે સંધ્યા માં બની શકે તેમ હતું નહિ. તે વાંઝણી હતી. કયારેય બાળકની આશા રાખી શકાય નહીં. સંધ્યાએ પોતાની જાતને અભાગણી ગણી પોતાની તકદીર પર રડી લીધું.

- શરૂઆતમાં દીલીપે સંધ્યા રોજ-રોજ સંગાથે જતાં પણ હવેથી દીલીપે સંધ્યાનો સાથ-સંગાથ કરવાનું છોડી દીધું તે બીજા શિક્ષકભાઈઓ સાથે રઝળવા-ફરવા નીકળી પડતો. અને સાંજે રખડીને મોડો-મોડો ઘરે આવતો.

- સંધ્યા થાકી-પાકી ઘેર જતી. રસોઈ પાણી કરી પોતાના પતિ (દીલીપની) રાહ જોઈ ભૂખ્યા પેટે બેસી રહેતી.

- એક દિવસ દીલીપે ‘સંધ્યા મારે લીધે તારે ભૂખ્યા રહેવાની જરૂર નથી. મારે વહેલું મોડું પણ થાય... તારે જમી લેવું...’

સંધ્યા મનમાં સમસમીને બેસી રહી. આ દીલીપને શું થયું હતું? તે શા કારણે આમ કરતો હતો ? તેની સંધ્યાને ખબર ના પડી. થોડો અણસાર મળતો હતો. દીલીપ એકલતાથી કંટાળ્યો હતો. ગંગાબા અને ગીતા વતનના ગામે રહેતાં હતાં. યાંત્રિક જીવનથી તે કંટાળ્યો હતો. તેને ઘરમાં રસ આનંદ રહ્યો ન હતો. તેનું મન ઘરમાં કોઈ જાતની વસ્તી બાળકોના કલરવ વગરના ઘરમાં લાગતું ન હતું. પણ તેમાં સંધ્યા શું કરે ? તેણે કેટલીયે વખતે ભગવાનને વિનંતી કરી હતી ઘણાં આંસુડાં વહેડાવ્યાં હતાં. પણ બધુયે નિરર્થક. આ બાજુ દીલીપ વધુને વધુ બેદરકાર બન્યો. હવે તો રોજ-રોજ આંકડા પણ ભરવા માંડ્યા હતા... જ્યારે આંકડાની બાજુમાં દીલીપનું નસીબ ચમકી ઉઠતું ત્યારે તે અપાર અનહદ ખુશ થઈ જતો ઝૂમી ઊઠતો પણ જ્યારે કશુંય હાથમાં ન આવે ત્યારે તેના ગુસ્સાનો પાર ન રહેતો. આ ગુસ્સો બિચારી સંધ્યા પર ઠાલવતો. વિના કારણે વગર ભૂલે પણ એક દિવસ-

- સંધ્યા સ્કૂલે જવા તૈયાર થતી હતી. દીલીપ છાપુ વાંચતો હતો. તેને હજી તો જમવાનું બાકી હતું... ફડાક... દઈને સંધ્યાના હાથમાંથી દર્પણ છટકી ગયું અને ભોંયતળિયું પડી જતાં પછડાયેલા દર્પણમાં મોટી તિરાડો પડી ગઈ. નાની મોટી તિરાડો જાણે કરોળિયાએ કરેલું જાળું.

‘સંધ્યા, હમણાં - હમણાં તું ઘણી બેદરકાર થતી જાય છે કે કોણ જાણે ક્યાં ખોવાઈ ગઈ હતી. હાથમાંથી અરીસો પડી જાય તોપણ તેનું તને ભાન નથી રહેતું ! આપણા બાપ-દાદાને મીલો નથી ચાલતી સમજી.’

‘પણ દર્પણ મેં જાણી જોઈને ભાંગ્યું છે ખરું ?’ સંધ્યા બોલી. ‘દર્પણ પડી ગયું. જાણે કશું જ નુકસાન નથી થયું એવું તારા મનમાં છે અને જીભે સામે બોલે છે. સંધ્યા મને આ નહિ પોસાય’ દીલીપ ઊકળ્યો. ‘તમે સાવ ઊલટા સુલટા અર્થ કરો છો. કોઈ વાતમાં સીધી રીતે એમ કેમ કહેતા નથી કે ગઈ કાલે આંકડામાં મોટી રકમ હારી ગયા છો જેથી તેનો ગુસ્સો મારી ઉપર ઠાલવી રહ્યા છો. તમે આંકડા ભરો છો હું ક્યાં રોકું છું ?’ સંધ્યા બોલી.

‘તું મને રોકનારી કોણ ? તારો બાપો પણ મને રોકી નહીં શકે સમજી ?’

‘મારા બાપા સુધી ન જાવ નહિ તો.’

‘નહીં તો શું કરી નાખીશ’ કહી આવેગમાંને આવેગમાં દીલીપે સંધ્યાને બે-ચાર અડબોથો (તમાચા) લગાવી દીધી.

- સંધ્યા તો બાઘાની માફક જોઈ જ રહી. માણસ થોડા સમયમાં કેટકેટલો બદલાઈ જાય છે ! તેની તેને કલ્પના પણ ક્યાંથી આવે ? દીલીપ પણ સાવ બદલાઈ ગયો હતો.

- દીલીપ બોલ્યા ચાલ્યા વગર શાળાએ જતો રહ્યો. સંધ્યા પણ ખાધા-પીધા વગર સ્કૂલે ગઈ. આજે તેનું મન સ્કૂલના અભ્યાસમાં બાળકોને ભણાવવા-ગણાવવામાં કે રમાડવામાં પરોવાયું નહિ. ક્યાંથી પરોવાય ? જેમ તેમ શાળાનો સમય પૂરો થતાં તે પોતાના ઘર તરફ પાછી વળી. સ્કૂલના કમ્પાઉન્ડમાં તેમણે જોયું કે શાળાનો માળી છોટુ એક આંબાના છોડને કાપવા માટે મજૂરો બોલાવી લાવ્યો હતો. પૂછતાં છોટુએ જણાવ્યું કે...

- ‘સંધ્યાબેન, એ આંબો કોઈ વરસે ફળતો નથી (ફળ આવતાં નથી) એટલે મોટા સાહેબે કાપી નાખવાનું જણાવ્યું છે. આપણી સ્કૂલમાં બે નવા ઓરડા બંધાવાશે એટલે તેનાં લાકડાં બારી, બારણાં, કબાટ, બનાવવામાં કામ લાગશે.’

અને સંધ્યા ઘેર ગઈ.

બીજે દિવસે જીતપુર ગામમાં ઘેર ઘેર ચર્ચા થઈ કે સમાચાર ફેલાયા કે,

‘સંધ્યાબેન શરીરે કેરોસીન છાંટી બળી મર્યાં છે.’

દીલીપ અર્ધપાગલ બની ગયો. પોતાનું માથું કૂટવા લાગ્યો. ‘અરે ! સંધ્યા તે આ શું કર્યુ ?’ હવે દીલીપ પસ્તાવો કરતો હતો. કકળાટ કરતો હતો પણ હવે શું વળે ? હાથમાંથી તીર તો ક્યારનુંય છૂટી ગયું હતું....

- દીલીપને જોઈને પેલા દર્પણની તિરાડો નાની મોટી કરોળિયાના જાળા જેવી લાગતી તિરાડો ખડખડાટ હસતી હતી. દીલીપની ઠઠ્ઠા-મશ્કરી કરતી હતી.

- દીલીપે જીતપુરમાંથી નોકરી છોડી દીધી. પોતાના વતન વિશ્રામપુરામાં વસી ખેતીવાડીમાં મન પરોયું. દિવસો પસાર કરવા એક જ કામ, ખેતીનું કામ કરવું એ જ હૈયે હવે લગન હતી ગંગાબા તો ક્યારનાયે ભગવાનને ઘેર પહોંચી ગયા હતાં ગીતાને પણ ગઈ સાલ જ પરણાવી તેને સાસરે વળાવી હતી. તે હવે બિલકુલ એકલો હતો. આ સંસારમાં કોઈ સાથી હોય તો તેનો વિતેલો ભૂતકાળ.

- આજે તેનો મિત્ર રવિ બચપનનો સાથી તળાવની પાલે ભેગો થતાં પાંચ-સાત વર્ષ પછી ભેગો થતાં (રવિ પોતાના ધંધા માટે જર્મની ગયો હતો સાત વર્ષ પહેલાં).

- રવિએ ‘ભાભી મજામાં છે’ કહીને એક રૂઝાઈ ગયેલા ઘાને ફરીથી જાણે અજાણે ઠોકર લગાવીને ફરીથી જીવંત કર્યો છે. તેનું પારાવાર (ઘણું) દુઃખ ઊભું કર્યુ છે ? તે વાતની તેને ક્યાંથી ખબર હોય ?

- દૂર ટાવરના ઘડિયાલે... ટન... ટન... આઠના ટકોરા થયા એટલે જાણે દીલીપ તો ઊઘમાં જાગ્યો.

‘વિચારોમાંને વિચારોમાં આઠ વાગી ગયા...’ સ્વગત બબડીને એ ઊઠ્યો...

દર્પણમાં પડેલી નાની મોટી કરોળિયાના જાળા જેવી તિરાડો આજે પણ તેની મશ્કરી કરતી હતી-ખડખડાટ હસતી હતી.

અનુક્રમ

અન્નપૂર્ણા

- બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન એકબીજાને અડીને આવેલા હતા. તેની પડખે ‘અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ એન્ડ લોજિંગ બોિંઽગ હાઉસ’ નામની પ્રખ્યાત ઈમારત ઊભી હતી. એરન્કિડશન હોટેલ અને લોજિંગ બોિંઽગની સગવડ સાથેની અન્નપૂર્ણા ખરેખર આશહેરની અન્નપૂર્ણા હતી એસ. ટી. ડેપોના ડ્રાયવરો, કન્ડકટર્સ, રેલ્વે તથા બસ્ટેન્ડથી જતા આવતા મુસાફરો વગેરે ‘અન્નપૂર્ણા’ નો અચુક લાભ લેતાં આરીતે શહેરની ‘અન્નપૂર્ણા’ તમામ માટે ‘આશીર્વાદ’ સમાન હતી.

- ‘અન્નપૂર્ણાં‘ માં હોટલબોય તરીકે છેલ્લા આઠ આઠ વર્ષથી કાતિંક કામ કરતો હતો. તે ઓછાબોલો, મહેનતુ અને પ્રમાણિક છોકરો હતો. એટલે જ કાતિંક આ હોટલ ‘અન્નપૂર્ણાં’ ના માલિક શંકરલાલનો વહાલસોયો હતો. તેને તે પોતાના દીકરાની જેમ રાખતા, જાળવતા અને જતન કરતા રહેતા. રોડ-રસ્તા-સડકે - રખડતા રઝળતા ફરતા નાનકડા ‘કાતિંકને’ દરિયા જેવા દિલવાળા શંકરલાલ શેઠ પોતાના ઘરે લઈ આવ્યા અને ‘ધંધોપાણી’ શીખવાડવા માંડયા. ‘કાતિંક’ ને સહારો મળી ગયો. નાનકડો છ થી સાત વર્ષનો પોતાની માં પાર્વતીને ખરેખર ભૂલી ગયો, વીસરી ગયો. કોઈ તાજો ઘા વખતજતાં જેમ ભરાઈ જાય અને ઘા રૂઝાઈ જાય તેમ આજે ‘કાતિંક.’ કાતિંકની ૧પ થી ૧૬ વર્ષની કિશોર વય હતી. અને ‘અન્નપૂર્ણાં રેસ્ટોરન્ટ લોજિંગ બોડિંંગ હાઉસ‘ માં કામ કરતો હતો. નોકરી કરી રહ્યો હતો.

- વહેલી સવાર થઈ ગઈ. પ્રભાતનાં પ્રથમ કિરણોએ ‘કાતિંક’ અને કાતિંકના શેઠ ‘શંકલાલ‘ મીઠી કડક લહેતજદાર લશકરી ‘ચા’ પી લેતા ત્યાર બાદ શંકરલાલ શેઠ હોટલે આવેલાં બધાં છાપાં ઉથલાવતા જ્યારે કાતિંક હોટલની ઘરાકી સાચવતો.

- શંકરલાલ શેઠમાં બે મોટા દુર્ગુણ હતા. એક તોતે મોટા જુગારી હતા અને બીજું કે તેમને શરાબનું ભારે વ્યસન હતું. જ્યારે જુગારમાં તેઓ હારી જતા ત્યારે હાર્યો જુગારી બમણું રમે તે પ્રમાણે ખૂબ ખૂબ રમતા અને તેમાય વળી નશો કરતા. મોડી રાતે ઘરે જઈ શંકરલાલ પોતાની બૈરી છોકરાને મારઝૂડ કરતા. પછી સૂઈ જતા.રાતનો નશો સવારે ન ઊતર્યો હોય અને તેમાંય જુગારમાં હારી ગયાની ગમ (રંજ દઃખ) લઈને તેઓ જ્યારે ‘અન્નપૂર્ણા’ હોટલે આવતા ત્યારે તે વખતે હોટેલ પણ ‘કાતિંક’ ની ખબર લઈ નાખતા. કાતિંક હવે આ બધાથી લગભગ ટેવાઈ ગયો હતો- ‘સબસે બડી ચપૂ’ નું શસ્ત્ર હાથમાં રાખી નશાખોર હારેલા શંકરલાલ જ્યારે લવારો કરતા ત્યારે ‘કાતિંક’ કાંઈ જ બોલતો નહીં એટલે બબડીને શંકરલાલ વળી પાછા શાંત પડી જતા...

- આજે પણ શંકરલાલ સવાર આવ્યા ત્યારથી જ લવારીએ ચઢી ગયા હતા. ત્યારથી જ કાતિંક સમજી ગયો કે આજે વાતાવરણ ગરમાગરમ છે. જેથી સબસે બડી ચૂપ ની નીતી અપનાવીને તેણે કડક-મસાલેદાર- મીઠી લશકરી ચાનો ભરપૂર પ્યાલો ગલ્લે પહોચાડી લીધો અને પોતાના કામે વળગ્યો...

પણ આ શું ? પોતાની મા પાર્વતી અહીયાં ? ક્યાથી ? અચાનક મને આવેલી જોઈ, તે પણ એક ભાઈના ‘રાજદૂત’ ની પાછળી બેઠક પર સવાર થઈને. કાતિંક આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો ‘કાતિંક’એક શબ્દ પણ બોલી ના શકયો પેલો ભાઈ એ ‘રાજદૂત’ મોટરસાયકલ સ્ટન્ડ કરી પાર્વતીની (કાતિંકનીમાની) સાથે હોટલ અન્નપૂર્ણા ના ફેમીલી રૂમમાં ગગરી ગયા. (પેસી ગયા) જોકે પાર્વતીએ પોતાના દીકરા ‘કાતિંક‘ને ઓળખી લીધો હતો. પરંતુ આ સમયે તે પણ કાંઈ બોલી નહીં. જેથી કાતિંક ના દિલને વજ્રઘાત થયો...

- પાણીના બે ગ્લાસ ભરીને કાતિંક પેલા ફેમીલી રૂમમાં અંદર ગયો ત્યારે પાર્વતી અને પેલા ભાઈ અડખે-પડખે બેઠા હતા અને પાર્વતી કહી રહી કે ‘મહેશ આપણે અહીં કને ઝાઝું રોકાવું નથી- જલ્દીથી અહીંયાથી જતાં રહીએ-’

- ‘પણ અહીંની ચા તો પીતા જઈએ - જો તો ખરી અહીંની ‘ચા’ એકદમ ફક્કડ બને છે-’ પેલો મહેશ બોલી ઊઠ્યો... પછી હોટલબોયને તેણે ઓર્ડર કર્યો ‘અલ્યા બે કપ-ગોલ્ડન લાવજે...’

- પોતાની સગી મા પાર્વતી પોતાને નથી ઓળખતી એના દુઃખે ભાન ભૂલ્યો ‘કાતિંક’ પાર્વતી (મા)ની સામે જોઈ રહ્યો ત્યારે- તે જોઈ પેલો મહેશ ગરજી ઊઠ્યો.

- ‘અલ્યા બબૂચકની જેમ જોઈ શું રહ્યો છે ? જા, જલ્દીથી લઈ આવ સમજી ગયો.’

- કાતિંકને યાદ આવી રહ્યું કે પોતાની ‘મા’ પાર્વતી આવી આઠ (૮) વર્ષ પહેલાં ઘરભંગ થયા પછી પોતાને રસ્તા પર રઝળતો મેલીને એક ભઈ સાથે નાતરું કરીને પરગામ જતી રહી હતી. કાતિંક પોતાના ભૂતકાળમાં ખોવાયો હતો ત્યારે - જે ભાઈ સાથે નાતરું કર્યુ હશે તે કદાચ આજ ભાઈ (મહેશભાઈ) હશે એમ કાતિંક વિચારતો હતો.

- પોતાના શબ્દોની કોઈક પ્રતિક્રિયા કે અસર પેલા હોટેલબોય પર ના થઈ એટલે મગજની સમતુલા ગુમાવીને ‘મહેશે’ છન્ન કરીને એક લાફો કાતિંકના ડાબા ગાલે ચોડી દીધો... પાર્વતી આ દ્રશ્ય ફાટી આંખે જોઈ રહી.

- એકાએક ગાલ પર ‘તમાચો’ પડયો એટલે ‘કાતિંક’ ઝબકયો અને સમતુલા ગુમાવી એટલે હાથમાંના બનેંય ખાલી ગ્લાસ ભોંય પર પછડાયા, એટલે કાચના (બનેય) ના ટુકડે ટુકડા થય ગયા. જેના અવાજને કારણે હોટલ માલિક ‘શંકરલાલ’ ગલ્લા પરથી ‘ફેમીલી રૂમમાં’ ઘૂસી આવ્યો. જ્યારે પૂછયૂં ત્યારે - ‘આવા રોંચા (ગમાર) જેવા હોટલ બોય રાખો છો અને પાછા પૂછો છે શું થયું ?’ ગુસ્સાથી બળું બળું થઈ રહેલા મહેશભાઈએ ‘કાતિંક’ ની વિરુદ્ધ ફરીયાદ કરી....

- રાતના જુગારમાં હાર્યાનું દુઃખ અને ભરપૂર નશાની અસર હેઠળ શંકરલાલે ‘સાલા રોંચા (ગમાર) ભૂંડ, ગધેડીના, મારી હોટલની માં પૈણાવા બઠો છે કે શું ? ’ ચાલ હમણાંને હમણાં નીકળ જા મારી હોટલની બહાર- તારી કોઈ જ જરૂર નથી. બે દા’ ડા ભૂખ્યો ટીપાઈશ એટલે અન્નપૂર્ણા યાદ આવશે. કહી ગુસ્સામાં ને આવેશમાં ગડદાપાટુ લાતાલાત તથા તમાચાનો વરસાદ વરસાવીને શંકરલાલે કાતિંકને હોટલ‘અન્નપૂર્ણા’ બહાર કાઢી મૂકયો.

બેસહારા બદનસીબ એવો કાતિંક ‘રાક્ષસ’ જેવા ‘શંકરલાલ‘ના નિર્દય હાથે માર ખાતો રહ્યો પણ ‘પાર્વતી ‘કાંઈજ ના બોલી. તેની છાતી જાણે પથ્થરની ના બની ગઈ. ગઈ હોય...!

- પંદર-વીસ મીનિટ રોકાઈને પેહલાંની દુર્ઘટના ભૂલી જઈને - ચા નાસ્તા - પાણી વગેરે પતાવીને જ્યારે ‘અન્નપૂર્ણા’ ના ફેમીલી રૂમમાંથી બહાર નીકળ્યા બાદ રાજદૂત-મોટરસાયકલ પર સવાર થઈને જઈ રહેલા મહેશ-પાર્વતિને (પોતાના સાવકા બાપ અને સગી મા પાર્વતીને) કાતિંક અાંસુથી ભરપૂર આંખોએ જોઈ રહ્યો. ‘કાતિંક’ ની અાંખોમાંથી લાચારીની ગંગાજમના ઊભરાતી હતી.

- આ બાજુ ગલ્લા પર બેઠેલા શંકરલાલ (હોટેલ માલકિ) શરાબના નશામાં બકી રહ્યો હતો કે સાલો, મારી હોટલમાં નુકલાન કર્યુ અને પાછો બૈરાંની જેમ રડવા બેઠો છે...બે દા’ડા ખાવાનું નહીં મળે ત્યારે જોઈશ કે તને તારી કઈ ‘મા’ ખવડાવશે. ત્યારે જ ભાન આવશે...

- શંકરલાલ હોટલ બોયને મણ-મણની ગાળો ચોપડાવી રહ્યો હતો ત્યારે તેને ક્યાં ખબર હતી કે તે જેને ગાળો ભાંડી રહ્યો હતો તેની જ સગી નાવડી પોતાના લાડકવાયાને વલવલતો મેલીને - અન્નપૂર્ણાના ચા-નાસ્તા-પાણીની મોજ-મજા માણીને સેકન્ડ હસબન્ડ (બીજા પતિ) સાથે ભાગી ગઈ હતી (નિર્દય બનીને-)

- સગી મા જ્યારે ‘અન્નપૂર્ણા’ ના બને ત્યારે એક હોટલ લોજ -રેસ્ટોરન્ટ ‘અન્નપૂર્ણા’ બેથી ચાર ટંક નહી જમાડે તો ભૂખે મરી નહીં જવાય...એ પ્રમાણે વિચારી પેલા કાતિંકે પણ માતા પાર્વતીની જેમ કઠોર હદયનો બની આંસુડાં લૂછી ‘હોટેલ અન્નપૂર્ણા’ ને છોડી દઈ રેલ્વે સ્ટેશન તરફ ચાલવા માંડયું.....

અનુક્રમ

- ચીંથરે ઢાંક્યું રતન

એક અછૂત કન્યા ...

- અછૂત કન્યા તેના પરિવાર સહિત ગામ છેડે રહે...તે વખતે સ્વરાજ્ય મળ્યું ન હતું. બાપુજીની સત્યાગ્રાહ અને અસહકારની લડત ચાલુ હતી. અંગ્રેજ સરકારને કાઢવાની વાતો લોકજીભે ચઢી ચૂકી હતી. ભારતમાતાની સેવા કરવા તન-મન- ધનથી સેવા કરનાર આઝાદીના લડવૈયાઓ સ્વયંસેવકોનો ઉન્માદ અનોખો હતો.ઘટમાં ઘોડા થનગને યૈાવન વીઝે પાંખ.’ પ્રમાણે નાનાં-મોટાં અબાલ વુદ્ધો બધાં જ આઝાદી માટે થનગનતાં હતાં. યૈવનનો તરવરાટ બાળકનું બાળપણ અને વુદ્ધોનું શાણપણ વગેરે વગેરે... નો સર્વાંગ સંગમ થતાં ‘વાતાવરણ’ જામ્યું હતું. એક અનોખું વાતાવરણ જે વાતાવરણમાં-શાંતિ ઉત્ક્રાંતિ અને સંઘર્ષ વગરે જોવા મળતાં હતાં. સરસ્વતી માયાવંશી...

- એક અછૂત કન્યાને પણ આઝાદીના યજ્ઞમાં તન-મન- ધનથી ભાગ લેવાના કોડ જાગ્યા હતા. અછૂતકન્યા અનપઢ હતી. ગામડાની ગમાર છોકરી હતી-એક બાવીસ પચ્ચીસ વર્ષની યૈવના,આઝાદીના જંગ માટે, તેનુ યૈવન હેલાળે ચડયું હતું.યૈાવનનો થનગનાટ હતો.

- સરસ્વતી એક અછૂત વણકર કન્યા હતી. બાપદાદા વણાટ કરવાનું કામ કરતા હતા. તે વખતે દેશમાં આટલી બધી મીલો ન હતી કે ન હતી એવી બધી જીનિંગ, પ્રેસિંગ ફેકટરીઓ.

- ગામ છેવાડે-રહેતી વણકરકન્યા-અછૂત કરી શકે તો તેવી રીતે દેશની સેવા કરી શકે ? ઝાઝી ગમ સમજબુદ્ધિ હતી નહીં.હૈયે દેશાદાઝ હતી.યૈવન પણ થનગનાટ કરતું હતું.આઝાદીનો યજ્ઞ થઈ ચૂકયો હતો. મોટા મોટા નેતાઓ, સ્વયંસેવકો, આઝાદીના લડવૈયા સૈનિકો,પોતાની જાનની બાજી લગાવીને જંગે ચઢયા હતા.

- ‘વદે માતરમ‘, ‘ઝંડા ઊચા રહે હમારા,’ ‘આઝાદ હિંદ ઝિંદાબાદ‘ ના સૂત્રોચ્ચાર દેશના તમામ નાનાં-મોટાં શહેરો ગામડાની ગલીઓમાં ગૂંજતા થઈ ગયા હતા. સોનગઢ એ વિસ્તારનું મોખાનું નાક ગણાતું આમ. ગામમાં મોટું બજાર,મોટા-મોટા મિનારાવાળા આલીશાન-મકાનો-મિનારા-ઝરૂખા-બંધ મેડીઓ શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા.

- નાયબ હજૂરની (સૂબાની કચેરી) આ ગામે બરાબર મધ્યમાં આવેલી હતી, અને આ કચેરની આજુબાજુ પોલિસ ચોકીઓ આવેલી હતી જેથી મચ્છરના પ્રવેશ પર કડક નિયંત્રણ રહે તેવા કાઠો-કઠણ પોલિસ બંદોબસ્ત રહેતો હતો.

- આ સુબાની પ્રાંતની કચેરીને અડીને સ્ટેટના સમયનું રૂગ્ણાલય (દવાખાનું) હતું. જેમાં ચારે દીશાના ચારે તરફના જાતજાતના ભાતભાતના સાધ્ય-અસાધ્ય રોગથી પીડાતા દર્દીઓ સલાહ સારવાર અર્થે જતાઆવતા રહેતા. ડો. હાર્બટ એક હોંશિયાર સર્જન હોઈ આ ગાળામાં તેમના નામનો ડંકો વાગતો રહેતો. તેમની ભારે નામના હતી.તેનામાં વિશ્વાસ મૂકીને ઘણાં બધાં દરદીઓ પોતાનું દુઃખ દરદ ભૂલી જંતા-વિસરી જતાં...

સરસ્વતીના બાપા દૂધાભાઈ-દૂધો આ દવાખાનામાં સફાઈ કામદાર સ્વીપર અને ધોબીના ઘરે હોસ્પિટલનાં ગાદલાં, તકિયા, ચાદરો ઉશિકાના કવરો વગેરે વગેરે ધોવડાવવા માટે જતા. કપડાં લાવવા લઈ જવાનું કામ કરતો રહેતો હતો. સરસ્વતી પણ ઘણી વખત પોતાનો બાપ બીજા કામે ગયો હોય ત્યારે તે વખતે બાપનું દવાખાનાનું કામ તે કરતી.

- સરસ્વતીનો મોટો ભાઈ બુધાભાઈ - બુધો ઘેર રહીને ખાદી વણાટનું કામ કરતો.‘ઉધમેન હી સિદ્ધન્તિ‘ના સિદ્ધાંતનો અમલ કરતો.

- બુધાની ઘરવાળી ચંચળ બુધાનો બાપ દૂધો અને દૂધાની વહુ કમળી તથા સરસ્વતી એમ આ વણકર પરિવાર સુખી પરિવાર હતું.

- આઝાદીની લડાઈ લડનારા સ્વાતંત્રય સેનાનીઓએ નક્કી કર્યુ છે ગમેતે હોય,ગમે તે થાય તેમ છતાં આવખતે સૂબાની કચેરીએ આઝાદીનો ઝંડો તો સૂબાની (પ્રાન્તની) વડી કચેરીએ ફરકાવવો જ તેવો નિર્ણય લેવાઈ ગયો...

- હવે આઝાદીના જંગમાં લડવૈયાઓ પર-ટોળકી પર પોલિસની ચાંપતી નજરો હતી.તેથી બધા જ આંઝાદી જંગના યોદ્ધાઓ,જુવાનો ભૂગર્ભમાં પેસી ગયા હતા.

- સુબાની કચેરીએ ઝંડો ફરકાવવો એ અફર નિર્ણય હતો. ઝંડો(આઝાદ હિન્દનો) કોણ કેવી રીતે લઈ જાય ? તે પણ પોલીસની ગરુડ નજરમાંથી બચીને, તે પણ એક સળગતી સમસ્યા હતી.

- છેવટે બધા તરવળીયાઓની નજર હોસ્પિટલમાં નોકરી કરતા દૂધાભાઈના ઘરે પહોંચી.આ વાત કરી ત્યારે-

‘ના રે બાપુ મારી નોકરી જતી રહે’ ને પછી હું ભીખ માગતો થઈ જાઉં, હં રઝડી પડું...પેલા સરસ્વતીના બાપે કહી દીધું ત્યારે - સરસ્વતી બોલી ઊઠી.

‘બાપુ હું જઈશ-તમારા માથે કશું નહિ - નહિ એવું હોય તો તમ- તમારે માંદગી અંગે રજાનો રિપોર્ટ મૂકી લેજો. એટલે પત્યું...

- સરસ્વતીનો બાપ કેટલીક આનકાની પછી સંમત થયો અને છેવટે રજા આપી-

- ઝંડો ફરકાવવાનો દિવસ નક્કી હતો-એટલે તેની જાણે અજણે પોલિસ ખાતાને જાણ થઈ ગઈ હતી. એટલે તેઓ સજાગજ હતા.કેટલાક અધિકારીઓ વિચારતા કે કોની તાકાત છે કે આ વખતે સૂબાની કચેરીએ ઝંડો ફરકાવે ?

- નક્કી થયા પ્રમાણે સાતની (સવાર) આજુબાજુ ધોયેલાં લૂગડાં વચ્ચે આઝાદીનો ત્રિરંગો ઝંડો લઈને સરસ્વતી હાલી નીકળી.દવાખાનાં તરફ રસ્તામાં સૂબાની કચેરી આવી.એટલે સરસ્વતીએ જવાની દીશા બદલી.તે સૂબાની કચેરી તરફ ચાલવા લાગી. મોટા પોટલા સાથે કચેરીનો ચોકી પહેરો કરતા પોલિસમેનો તે વખતની સરકારના સૈનિકોએ રાડ નાખી-

- અલી એય-ગધેડા જેવી - કયાં તારા બાપના ઘેર જાય છે ?

- એ બધી રાડો (બૂમબરાડા) સાંભળ્યા ન સાંભળ્યા કરી પેલી સરસ્વતી તો હવે ઝડપથી કોટ પર કોટનાં પગથિયાં ચડવા માંડી-

- ગણત્રીની મિનિટોમાં - એ ઉપર ચઢી ગઈ અને પોટલામાંથી પેલો ત્રિરંગી ઝંડો કાઢયો અને તેને જમણા હાથમાં પકડી લહેરાવવા માંડયો-

- અગાઉ નક્કી કર્યા પ્રમાણે એક ટોળું આઝાદીના લડવૈયાઓનું ટોળું એક બાજુની સાંકડી ગલીમાંથી નીકળી આવ્યું. ૪૦ થી ૪પ માણસોનું ટોળું નીચે-કોટ નીચે ઊભું થઈ ગયું અને તેઓએ લલકાર્યુ. ‘ ઝંડા’ ઊચા રહે હમારા...‘

- સૂબાની કચેરીમાં જાણે એટમબોમ્બ ફાટયો મોટો ખળભળાટ મચી ગયો અને અંગ્રેજ સરકારના વફાદાર પોલિસમેનોએ ટોળાને (આઝાદીના દીવાનાઓને) ઘેરી લીધું. પછી સૂચના પ્રમાણે લાઠીઓ ઝીંકવી શરૂ કરી.

- પેલી બાઈ સરસ્વતીને વોનિંંગ આપી ઝંડો લઈ નીચે ઉતરી આવવા પોલિસ અધિકારીઓએ સૂચના આપી.

- જવાબમાં ‘ઝંડો ઉતરશે નહીં, ભલે ગમે તે થાય અને હું પણ નહીં આવું.’ સરસ્વતી ઝાસીની લક્ષ્મીબાઈ જેવી શૂરવીર હતી, ભડવીર હતી જેથી તેણે લલકાર કર્યો. પડકાર ફંકયો.

ગુસ્સે થઈને પોલિસ અધિકારીએ આદેશ કર્યો,‘ ફાયર,‘

- ધડાધડ ધડાધડ ગોળીઓ વછૂટી અને સરસ્વતીના દેહને આરપાર વીંધી નાંખીને જતી રહી.

‘જયહિંદ’ કહી ઢળી પડી ત્યારે સરસ્વતીના મુખ પર ‘માંભારત’માટે મરી ફિટવાનો- જાન કુરબાની કર્યાનો અપાર આનંદ છલકાતો હતો. હા, આ, એક ચીંથરે ઢાક્યું રતન હતું....

અનુક્રમ

- ભાડાનું ઘર

- અશોકને એ વાતનો આનંદ થયો અને મનમાં થયું કે‘હાશ, ચાલો લપમાંથી છૂટયો એક બલા ટળી,’ જ્યારે ઘર માલિક દમયંતીબેને અશોકને અલ્ટીમેટમ એટલે કે ચેતવણી આપી દીધી કે...‘મિસ્ટર...તમારે કોઈપણ જાતની માથાકૂટ કે ગરબડ કર્યા સિવાય આવતા મહિને મારું ઘર ખાલી કરી દેવાનું છે. તમારા જેવા ઘણાયે ભાડુઆતો મળી રહેશે.દુનિયામાં ભાડૂતી માણસોનો તોટો (ખોટો) નથી.

- અશોકને આવાતની પૂરેપૂરી ખબર હતી. સમજણ હતી અને એટલે જ અશોક પોતે ભાડે રાખેલું ઘર (પોતાના ભાડૂતી ઘરને) ઘર માલિકણ દમયંતી બેન કયાં કારણથી વગર વાંકે,વગર ગુને ખાલી કરાવતા હતા તે કારણ પણ સારી રીતે જાણતો હતો, સમજતો હતો. દમયંતીબહેનને પેટમાં શું દુંખતું હતું તેની અશોકને પૂરેપૂરી ખબર હતી, ખાત્રી હતી...

- અશોક શાહ ‘બેંક ઓફ બરોડા’ સ્ટશન-રોડ બ્રાન્ચ બરોડા ખાતે બે વર્ષથી કેશિયર કમ-કલાર્ક તરીકે ફરજ બજાવતો હતો. નડીયાદથી અશોક શાહની બદલી આણંદ ખાતે થઈ ત્યારે અશોક મનમાં ને મનમાં મૂંઝાતો હતો કે આણદ જેવા મોટા શહેરમાં ભાડાનું ઘર ક્યાંથી, કેવી રીતે મળશે ?

- અશોકનાં કોઈ ઓળખાણ, પારખણવાળા કે સંગાસબંધી તો હતાં નહીં કે જે અશોકને ભાડાનું ઘર શોધી આપવાના કામે મદદરૂપ થાય કે ટેકારૂપ બને. અધુરામાં પૂરું અશોકે નડિઆદથી બદલી થતાં અગાઉ લગ્નબંધનમાં બંધાઈ ચૂક્યો હતો. લગ્નનાં માંડવે લગ્ન - ચોરી પર ચાર ફેરા ફરતાં તો ફરી લીધા, પણ લગ્નની સાથે જ મુસીબતોની વણઝાર શરૂ થશે તે વાતની અશોકને ખબર હતીજ નહી... નહી તો સાધુ બનવાનું જ તે પસંદ કરત....

- એ બધી વાતો ગમે તે હોય. પરંતુ દેવયાની (અશોકની વહુ) ના સારા પગલે અશોક શાહને આણંદમાં ઝાઝો સમય રઝળપાટ કર્યા સિવાય એક હિતેચ્છુ મિત્રની મદદથી અશોક જે (બેંક) વિસ્તારની બેંકમાં નોકરી કરતો હતો તે જ વિસ્તારનાં સ્ટેશન-રોડ પર કૃષ્ણ સોસાયટીમાં બં. નં. ૧૩માં બે રૂમ અને રસોડું, જાજરૂ, બાથરૂમ વગેરેની સગવડવાળું ભાડાનું મકાન મળી ગયું. અશોકે તે વખતે પાવગઢ ભદ્રકાળી માતાની બાધા પણ રાખેલી એટલે તે અને દેવયાની પાવાગઢ જઈ મહાકાળી માતાને શ્રીફળ વધેરી આવેલા.

- ઘર માલીકણ દમ્યન્તીબહેનનો સ્વભાવ ખૂબ જ સારો, માયાળુ અને હળી-મળી જાય તેવો એટલે તેમના મકાનમાં શરૂઆતનું એક (પહેલું) વર્ષ પાણીના રેલાની માફક ક્યાં વહી ગયું તેની અશોક- દેવયાનીને ખબર ના પડી, પણ પાછળનું બીજું વર્ષ અશોક માટે માથાના દુઃખાવા જેવાં ઝેર સમાન થઈ ગયું. બિચારો અશોક ‘આવ બલા પકડ બલા’ મુસીબતમાં મુકાઈ ગયો. આગળ જાય તો કૂવો (દરિયો) અને પાછળ પડ્યો સિંહ, (બંને બાજુ મોત) આમાંથી કેમ કરી છટકવું. આ વાત અશોક માટે લોઢાના ચણા ચાવવા સમાન કઠણ વાત હતી.

અશોક અકળાતો હતો, મૂંઝાતો હતો, અટવાતો હતો. જેમ રામે અમુક ચોક્કસ મુદત માટે વનવાન ભોગવ્યો હતો તેમ દેવયાની પણ પ્રસૂતિ આવનાર હોઈ છેલ્લા ચાર માસથી પિયર હતી. પિયરે તે અમદાવાદમાં લહેર કરતી હતી. જતી વખતે ‘જુઓ સાંભળો છો કે નહીં કોઈપણ વાતની તકલીફ પડે તો વિના સંકોચે, વિના વિલંબે દમયંતીબહેનને બે - ધડક કહી દેજો. દમંયતીબેન બધું જ સંભાળી લેશે, સમજ્યા. દેવયાનીએ પોતાના પતિને શિખામણના બે શબ્દો કહ્યા અને પોતાની ગેરહાજરીમાં દમંયતીબેનને ‘બેન જો કે મારાથી તમને ના કહેવાય પણ એ જરા એવા છે એટલે હું કહી રહી છું. એમનું (અશોકનું) જરા ધ્યાન રાખજો હોં.’

- ‘તમે તમારે શાંતિથી જાવ. મનમાં કોઈ જાતની ચિતાં કે ફિકર રાખશો નહીં. બધું બરાબર સાચવી લઈશ. એકબાજુ દેવયાની પિયર ગઈ પ્રસૂતિના કામે અને બીજી બાજુ દમયંતીએ અશોકનો હવાલો સંભાળી લીધો. અધૂરામાં પૂરું દમયંતીનો એકના એક દીકરા સુકેતુને તેણે સારા ટકા મેળવીને પરીક્ષા પાસ કરી એટલે બી. જે. મેડીકલ કૉલેજમાં એડમીશન મળી ગયું એટલે તે અમદાવાદ ખાતે હોસ્ટેલમાં રહેવા ઊપડી ગયો.

- ‘કૃષ્ણ સોસાયટીમાં - ‘સુકેતુ’ બંગલામાં દમયંતીબેન ઘણા વર્ષોથી રહેતાં હતાં. દમંયતીબેનના હસબંડ (પતિ) બીલ્ડિગ કોન્ટ્રાકટર હતા. દમયંતીબેનનું સાસરું કરમસદમાં હતું. પરંતુ રાવજીભાઈ પટેલે પહેલેથી જ આણંદમાં બીલ્ડિંગ કોન્ટ્રાકટરનું કામ કરેલું (ધંધો કરેલો) એટલે તેમણે આણંદમાં જ ‘સુકેતુ’ નામનો બંગલો બાંધી દીધો હતો. સુકેતુના જન્મ થયે ચાર-પાંચ વર્ષ થયાં હશે, તેવામાં એક કાર અકસ્માતમાં રાવજીભાઈ પટેલ પ્રભુના ધામમાં પહોંચી ગયાં ત્યારથી દમંયતીબેન એકલાં પડી ગયાં. જો કે દમયંતીના પિયરવાળાં સદ્ધર હતાં અને દમયંતીના સાસરા પક્ષે કોઈ ખાનાર હતું નહીં. દમયંતીના સાસરે (ગામમાં ઘર અને સારી એવી જમીનનો હતી.’) ‘સારી એવી આવક હતી. દમયંતીબેન ઘર અને જમીનનો વહીવટ કરાવતા અને બેઠાં-બેઠાં જ સાસરા પક્ષની તમામ આવક મળતી. વળી રાવજીભાઈ પણ સારી એવી લક્ષ્મી આવક પેદા કરીને મરી ગયા હતા. એટલે દમયંતીબેનને ખાવા-પીવાની, પહેરવાઓઢ વાની કે સુકેતુને ભણાવવાની કાંઈ ચિંતા હતી નહીં...

- પહેલેથી જ તેમણે સુકેતુને સારી નિશાળ (ડી-એન હાઈસ્કૂલમાં) દાખલ કરી દીધો. સુકેતુ પણ ભણવામાં ખૂબ-ખૂબ હોંશિયાર હતો. તેની યાદશક્તિ પણ ખૂબ જ તેજ હતી. એટલે જ તો તેણે સારા ટકા મેળવ્યા હોઈ મેડીકલમાં એડમીશન મળ્યું હતું. એ અમદાવાદ (હોસ્ટેલમાં) રહેવા ઉપડી ગયો.

- પત્નીના પિયરવાસ ગયાના પહેલે જ દિવસે બેંકમાંથી નોકરી કરીને ‘ગોપાલ લોજ’ માં જમીને, રખડીને જ્યારે અશોક પોતાના ઘરે મોડો-મોડો આવ્યો ત્યારે ‘કેમ આટલું બધું મોડું થયું ? જમવાનું ટાઢું થઈ ગયું એની ખબર છે કે નહીં !’ દમયંતીબેને અશોકને કહ્યું ત્યારે...

- ‘જુઓ બેન હું તો મારી જાતે બહાર વીશી (લોજમાં) જમી લઈશ. કોલેજમાં ભણતો હતો ત્યારે અમે હોસ્ટેલમાં રહેતા અને હોસ્ટેલમાં ખાતા-પિતા, હરતા-ફરતા, એટલે હોટલ, લોજ, વીશીનો ખોરાક મને ફાવી જશે, મારા માટે તમે કાંઈ જ માથાકૂટ ના કરશો...

અને જ્યારે દેવયાનીબેન આવે ત્યારે મને બરાબર ઠપકો આપે... તમારું શરીર બગડશે એટલે દોડદોડ કરવી પડે, મારે સાંભળવું પડે એ વધારામાં... દમયંતીએ અશોકને બીજું કાંઈપણ આગળ બોલવા પણ ન દીધો અને તરત જ કહ્યું કે-

- ‘જુઓ કાલે વહેલા રખડપટ્ટી કર્યા વગર નોકરી પૂરી થાય એટલે ઘરે આવી જજો. જો બહાર જમીને આવશો કે બહાર રખડીને આવશો તો હું ઘરમાં પેસવા નહીં દઉં સમજ્યા... આ ઘર મારું છે. આમ દમયંતીએ અશોક શાહનો હવાલો સંભાળી લીધો. સવારના ચા-પાણી નાસ્તો, બપોરના જમવાનું બધું સમયસર તૈયાર થઈ જતું. સાંજે પણ સારું સારું જમવાનું તૈયાર કરીને દમયંતી અશોકની રાહ જોતી બેસી રહેતી. જો કે દમયંતીની ઉંમર અશોક કરતા આઠથી દસ વર્ષ વધુ, એટલે કે ચાલીસ એકતાલીસ વર્ષની હતી, જ્યારે અશોક ત્રીસ-એકત્રીસ વર્ષનો હતો...

- આ પ્રમાણે નવા પ્રકારના જીવનથી દમયંતીના જીવનમાં એક નવો આનંદ, ઉમંગ, ઉત્સાહ જન્મ્યાં હતાં. તે પોતાનો અંગત રસ લઈને અશોકને શું ભાવે છે ? શું નથી ભાવતું વગેરે તમામે તમામ બાબત લક્ષમાં રાખીને રાંધવાનું રાખતી.

- અશોક શાહ પોતાની પત્નીને કાગળમાં દમયંતીબેન સારી રીતે સંભાળ રાખી રહ્યા છે, કોઈ મુસીબત નથી, ચિંતા-ફિકર કરશો નહીં વગેરે વગેરે લખતો...

- દમયંતીના મનમાં અશોક માટે સ્નેહની સાંકળ બંધાઈ ગઈ છે. દમયંતી દિલમાં ને દિલમાં અશોકને ખૂબ-ખૂબ ચાહે છે. ઈચ્છે છે આ હકીકત અશોકથી અજાણી રહી ન હતી. સાંજે જમ્યા બાદ, અશોક અને દમયંતી બંગલાની લોનમાં, કંપાઉન્ડમાં બેઠાં બેઠાં રાજકારણની સમાજમાં આકાર લેતા અવનવા બનાવોની મુક્ત રીતે ચર્ચા કરતાં. તે વખતે અશોક જે નિખાલસતાથી ખડખડાટ હસી પડતો તે દમયંતીને ખૂબ ખૂબ ગમતું...

રજા મળતી ત્યારે (રવિવારના રજાના દિવસે) અશોક અમદાવાદ જઈ આવતો અને દેવયાની તેમજ સુકેતુની ખબર અંતર કાઢી આવતો. હજુ દેવયાનીને મહિનો એક લાગે તેમ હતું તેવી હકીકત દેવયાનીએ જ્યારે અશોક છેલ્લો અમદાવાદ જઈ આવ્યો ત્યારે કહ્યું હતું...

- સાંજે ગપ્પા મારતી વખતે દમયંતીનો આંખોનો તરવરાટ, આંખોના તલસાટને દમયંતીની આંખોમાં ઉલેચાતા પ્રેમને અશોક પારખી જતો પરંતુ અશોક પોતાની પત્નીથી સંતુષ્ટ હતો, સંતોષી હતો તે પોતાની પત્નીને દગો કરવા માંગતો ન હતો.

- એક દિવસ સાંજના નવ વાગ્યે જ્યારે જમી પરવાર્યા પછી દમયંતીએ કહ્યું કે ‘અશોક થોડીવાર ઉપર આવજો મારે તમારું થોડુંક કામ છે.’ દમયંતી પોતાના બંગલાનો ઉપરનો તમામ ભાગ વાપરતી હતી. જ્યારે નીચેના બે-રૂમ, રસોડું એણે ભાડે આપ્યાં હતાં. દમયંતી જે કાંઈ જમવાનું બનાવતી તે અશોકની રૂમમાં મૂકી ઢાંકી જતી. અશોક જમી પરવારી લે એટલે અશોક અને દમયંતી બંગલાના કંપાઉન્ડમાં બેઠાં બેઠાં ગપ્પાં મારતાં...

- આજે મને ઉપર કેમ બોલાવ્યો હશે, નક્કી કોઈ કારણ હશે, મનમાં વિચારતો વિચારતો (જમ્યા પરવાર્યા પછી) અશોક ઉપર ગયો...

‘અશોક હું તારી જ રાહ જોઉં છું.’ ક્યારનીય રાહ જોઉં છું તું શા માટે મને અકળાવે છે ? તલસાવે છે. ? જુઓ આજે મારી તબિયત સારી નથી. જરા હાથ તો મૂકી જુઓ. દમયંતી બેન લાકડાના વિશાળ પલંગમાં પોઢ્યાં હતાં. દમયંતીનો ઈશારો અશોક સમજી ગયો અને દમયંતીએ જ્યારે ઉપર મુજબનું કહ્યું ત્યારે અશોકને વિદ્યુતનો કરંટ લાગ્યો હોય તે રીતે કૂદીને આઘો ખસી ગયો...

‘દમયંતીબેન મને માફ કરો. જુઓ તમારી તબિયત બરાબર નથી. મેં તમારું મકાન ભાડે રાખ્યું છે, તમે મને ભાડે રાખ્યો નથી. હું મારી પત્નીને વફાદાર રહીશ અને વફાદાર રહેવા માગું છું સમજી ગયા... કહી-

- તમામ રેખાઓ તંગ કરી ગુસ્સાથી રાતો-પીળો થઈ જઈ અશોક દમયંતીનો હાથ છોડાવી ધડધડ દાદરો ઊતરી ગયો...

- બીજે જ દિવસે દમયંતીબેન તરફથી ‘મિસ્ટર ! તમારે કંઈ પણ જાતની માથાકૂટ કે ગરબડ કર્યા સિવાય આવતા મહિને મારું ઘર ખાલી કરી દેવાનું છે સમજ્યા ! તમારા જેવા ઘણા યે ભાડૂઆતો મળી રહેશે. અશોકને ઘર ખાલી કરવા બાબત તાબડતોબ નોટિસ મળી ગઈ... એટલે તરત જ અશોકે ઘર ખાલી કરી દીધું અને બીજે રહેવા જતો રહ્યો.

- ઘર ખાલી કર્યાની હકીકત જ્યારે અશોકે દેવયાનીને લખી જણાવી ત્યારે અમદાવાદની શ્રીમતીજીનો આવેલા કાગળમાં ‘તમે છો જ બબુચક જેવા. વગેરે વગેરે લખીને અશોકનો ઊધડો લઈ નાંખ્યો. અશોક પાસે દેવયાનીના કાગળનો કોઈ જવાબ ન હતો...

- આ વાત બની ગયે અઠવાડિયા પછી ‘કૃષ્ણ હાઉસીંગ સોસાયટીના ‘સુકેતુ’ બં. નં. ૧૩ના દમયંતીબેનનો નવો આવેલો ભાડુઆત દમયંતીબેનનું બધું રાચરચીલું, સોનાના દાગીના (ઘરેણાં) અને રોકડ રકમ લઈ ભાગી ગયાના સમાચાર જ્યારે અશોકે જાણ્યા ત્યારે અશોકને પોતાનું જૂનું ભાડાનું ઘર અને ઘરમાલિક (દમયંતીબેન) યાદ આવ્યાં. અને ‘હાશ છૂટી ગયા એ બલાથી’ કહી નિરાંતનો દમ ખેંચ્યો....

અનુક્રમ

- ચંપલનું ચક્કર

- જ્યારે એક એવો અનોખો પણ જિંદગીભર યાદ રહી જાય તેવો પ્રસંગ ચંપકલાલના જીવનમાં બન્યો ત્યારે અને ત્યારથી ચંપકલાલે પોતાની જિંદગીમાં ભીષ્મપ્રતિજ્ઞા લઈ લીધી કે - પગરખાં ઉતારીને જ (ઘરે જ રાખીને) રણછોડરાયદાદાનાં દર્શન કરવા અને તે જ રીતે ઉઘાડાપગા જ સાસરીમાં (ડાકોરમાં) ઘૂમવું.

- ડાકોરમાં ચંપકલાલ તેમને ઉઘાડપગા અવસ્થામાં ભૂલેચૂકે મળી જાય અને ચંપકલાલ દવે એટલે કે ચંપકકાકાને તમારાથી ભૂલથી એવો પ્રશ્ર શરતચૂકના કારણે જ પુછાઈ જાય તો ત્યારે જ તરત જ ચંપકકાકા ‘ડબ’ દઈને તમારો હાથ પકડી લેશે- એક ચાની લારીએ- જે ચાની લારીવાળો માંખો મારતો હોય તે જ રસ્તે લઈ જશે અને પછી ચંપલનાં ચક્કરની રામકહાણી શરૂ કરી દેશે. એક વખત મારાથી પશ્ર પુછાઈ ગયો અને ‘ભાઈ, તમે પૂછયું ને કાકા બૂટચંપલ કયાં ગયાં ? તો સાભળો - ગુરુપૂણિંમાએ એ હું સજોડ એટલે કે પગમાં પગરખાં ચંપલ અને મારી ઘરવાળી સહીત ડાકોર આવેલાં. મનમાં હતું કે ડાકોર જઈને ‘ડાકોરના ઠાકોર- રણછોડરાય ભગવાનનાં રૂડાં રૂપાળાં દર્શન કરી પ્રસાદ લઈ પાવન થઈ પછી સાસરે-શ્વસુરગૃહે જઈશું. ત્યાં જમાઈરાજ માન-પાનથી જમશે અને બપોરે આરામ કરી ચા-નાસ્તો પાણી કરી આપણે એટલા ચંપકલાલ સજોડે નવા ચંપલ તથા ઘરવાળી પાછા ઉમરેઠ ઘરે આવતા રહેશે.

- નવા નકોર ચંપલ ખરીધા હતા એટલે મનમાં ઢચુંપચું તો થતું હતું છતાં પણ હિંમત કરીને ચંપાકાકીને ચંપલની ચોકી કરવાનું કામ સોંપીને ‘મેં’ ચંપકલાલે રણછોડજીના મંદિરમાં ઘુસ મારી- પાંચ - સાત મિનિટ પછી રૂડાં-રૂપાળાં-મંગળનાં દર્શન પતાવી મંદીરની દરવાજા બહાર આવી જોયું તો-

- ‘ના મળે ચંપલ કે ના મળે ચંપલ કે ના મળે ચંપાકાકી - ચંપલ (જોડાં-પગરખાં) અને ચંપાકાકી બન્નેય સજોડે ગુમ થઈ ગયા હતાં.

- ‘શું વાત કરું મારા ભાઈ મારો તો જીવ જ અદ્ધર થઈ ગયો.ધાર્યા કરતા ચા-પાંચ ગણી રણછોડજીનાં મંદીરની ફેરફંદરડી મેં ફરી લીધી. કદાચ ગોમતી તળાવના પાળે કોઈ સ્નેહી-પિયરમાં બાની સાથેય વાતો કરનારી એવી ચંપાકાકીની સાથે ગપસપ મારતી ચંપાની મેં તપાસ કરી દીધી તે સિવાય ડાકોરના તમામ મંદિરોની ચાર-ધામ યાત્રા કરીને થાકીને ટાટિયાની કઢી કરીને હું એટલે કે ચંપકલાલ હીરો ધોધે જઈ આવ્યો તેમ જે ઠેકાણે મારા જોડીદાર ચંપક તથા ચંપાકાકી ખોવાયાં હતાં તે ઠેકાણે પાછો આવ્યો.

- આમતેમ ડાફોળિયા મારી મેં તપાસ કરી પણ પરિણામ શૂન્ય આવ્યું. છેવટે મેં મારો જીવ ખૂબ ખૂબ કાઠો કરીને સાવચેતીપૂર્વક એકદમ તૂટું તૂટું થઈ જવા આવેલા-જીર્ણક્ષીર્ણ - ચંપલોની ચોરી કરી - કારણ કે શ્વસુરગૃહે ઉઘાડપગે જવું એમાં અપમાન કોનું થાય ?

- ગમે તેમ ચોરીનાં (ખાંડા-મડદાલ ઢોર જેવાં) ચંપલની પટી તૂટી ન જાય તેની પૂરેપૂરી સાવચેતી રાખી હું એટલે કે ચંપકલાલ કચવાતા મને શ્વસુરગૃહે પહોંચ્યો.

મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયુ કે મારાં ગોરાદે એટલે કે ચંપારાણી-હીંચકાની ખાટે ઝૂલી રહ્યાં છે. અને બાજુએ પડખે ચંપાનાં મોટાભાઈ -મારા મોટા સાળા-વનરાવન ભાઈ ભેંસ પૂળો ચાવે તેમ સોપારીનો ચૂરો ચાવતા બેઠા છે.

- ‘આવો ચંપકલાલ, કેમ બહું જ મોડું થયું ? બહેન તો કે’તાતા કે હમણાં જ પાંચ દશ મિનિટમાં આવશે. તેના બદલે તમે તો પૂરેપૂરા બે કલાક કાઢી નાખ્યાં.

- મારા મનમાં ખૂબ જ ચાટી ગઈ પણ ઉપર ઉપરથી મોં હસતું રાખીને બનાવટ કરી ને -

‘એક જૂનો દોસ્ત મળી ગયો હતો તેની સાથે વાતોએ વળગી પડ્યો- એટલે મોડું મોડું થઈ ગયું.’

- એટલામાં ચંપારાણી (ગોરાણી) પાણી લઈને રસોડામાંથી બહાર આવ્યાં તેમને ભાળીને મેં કહ્યું - બળાપો કાઢ્યો.

- ‘આપણા નવાનકોર ચંપલ સાચવાની કામગીરી છોડીને તમો કઈ ઘડીએ ? ક્યાં વહ્યાં ગયાં ? કંઈ ખબર ના પડી. મારાં નવાં ચંપલેય કોઈ ચોર બદમાશ ઊઠાવી ગયો.’

- ‘ચંપલ સાચવતી બહાર જ ઊભેલ પણ એટલામાં મારા મોટાભાઈ વનરાવનભાઈ આવ્યા-તેમના હારે દર્શન કરીને વાતોમાં ને વાતોમાં અમે બન્ને ઘરે આવી ગયાં. વાતો-વાતોમાં તમને યાદ કર્યાં ત્યારે મોટાભાઈ કહે - એ - ચંપકલાલ તો એમની જાતે ઘરે આવશે’ ચંપાકાકીએ જવાબ આપ્યો.

‘પછી તમે ઉઘાડા પગે મંદિરેથી અહિંયા ઘેર સુધી આવ્યા ?’ ચંપાકાકીએ પ્નક્ષ્ન પૂછ્યો ત્યારે-

- ‘ના રે ના, હુંય કોકના જૂના ચંપલ મારી લાવ્યો’ -કહી મેં (ચંપકલાલે), જૂના ચંપલ તરફ ઈશારો કર્યો. બરાબર એ ટાણે જ...

- ‘‘ચંપકલાલ જુઓ તો ખરા હું પણ એક નવીનકોર ચંપલ દાદાના ઘરેથી (રણછોડજીના મંદિરેથી) મારી લાવ્યો છું. બદલામાં મારી પનોતી જૂના ખખડધજ, બિલકુલ થર્ડક્લાસ ચંપલ મૂકી આવ્યો.- ’ બહારથી બારણામાં પ્રવેશી રહેલા મારા બે નંબરી સાળા નટવરલાલ દવેએ મને (ચંપકલાલને) વધામણીના સમાચાર આપ્યા. અલ્યા એય જોવા તો દે કેવીક છે તારી ચંપલ ? જોઉં તો ખરો ? નટવરલાલે કેટલી મોટી ધાડ મારી છે ? હું (ચંપકલાલ) બોલી ઊઠ્યો અને નટવર મારો બે નંબરિયો સાળો જે ચંપલ ચોરી લાવ્યો હતો - મારી લાવ્યો હતો, તે જોઈને હું (ચંપકલાલ) ચીસ પાડી ઊઠ્યો-

- ‘‘અલ્યા, આતો મારી જ બદામી-રંગની પટીવાળી બિલકુલ નવીનકોર ચંપલો છે. ‘મેર મુઆ બીજો કોઈ ના હાથ આવ્યો તે તારો બનેવી જ (સગો) હાથમાં આવ્યો.-’

- પેલો નટવર (મારો નાનો સાળો) બબુચક બનીને મારી (ચંપકલાલની) સામું જોઈ જ રહ્યો, એ જ રીતે ડઘાઈ જઈને મારી ઘરવાળી (ચંપાકાકી) - મારો મોટો સાળો (વનરાવન) એ બન્નેય આશ્વર્યનાં પૂતળાં બનીને જોઈ રહ્યાં...

- અને મેં મારી નવી ચંપલ પાછી લઈ નટવરને તેની જ ચંપલ પાછી સુપ્રત કરી. બે કલાક શ્વસુરગૃહે રોકાઈ બધાને જય શ્રીકૃષ્ણ કહી સજોડે (ઘરવાળી તથા નવા ચંપલ) ડાકોર છોડ્યું અને ચંપલ ચક્કર પૂરું થયું...

ત્યારથી તે આજ દિ’સુધી ડાકોર મધ્યે સજોડે ઘૂમ્યો નથી. અને સજોડે નહીં ઘૂમવાની મેં ભીષ્મપ્રતિજ્ઞા લીધી છે. બોલો આપણા - ચંપલના ચક્કરની કથા વાર્તા પસંદ આવી.’ કહી જ્યારે ઠંડી થઈ ગયેલી ચા પીવા ચંપકલાલે હાથ લંબાવ્યો ત્યારે મારી પાસે તેમના સવાલનો જવાબ ન હતો.

અનુક્રમ

વન ડાઉન - ગુજરાત મેલ

- સવારના પાંચ વાગીને દશ (પ-૧૦) મિનિટ પછી વનડાઉન ‘ગુજરાત મેલ’ આણંદથી અમદાવાદની દિશામાં દોટ દીધી અને ચાલતી ટ્રેને ભરતે એક ડબ્બાનો સળિયો પકડી લઈ પોતાની જાતને ટ્રેનના ડબ્બાની અંદર ધકેલી લીધી.

- ખુશનુમા સવારનું તરોતાજા વાતાવરણ અને મુંબઈથી દૂર આઘેથી મુસાફરી કરનાર મુસાફર, મિત્રો, સ્ત્રીઓ, અબાલ, વૃદ્ધ પુરુષો નિદ્રાદેવીની મહેરબાની હેઠળ બધાં સેકન્ડ ક્લાસના ડબ્બામાં ઝોકાં ખાઈ રહ્યા હતાં...હલકી - હલકી હળવી મજાની નિદ્રાનો લ્હાવો લઈ રહ્યા હતા. અર્ધ - જાગૃત અવસ્થામાં ઝોકાં મારી રહ્યા હતા.

- અપડાઉનિયા મુસાફરોએ ધક્કા - મુક્કી શરૂ કરી દીધી.

- ‘‘એય... ઊઠો... ઊઠો...સવાર ... પડી... ગયું... જગા ખાલી કરો. અમને બેસવા દો... ઊઠો...ઊઠો... જગા ખાલી કરો...’ શબદોથી વન-ડાઉન ગુજરાત મેલ ડબ્બાઓ ગુંજી ઉઠયા.

- આણંદથી નડીઆદ આવ્યું એટલે આ અપડાઉન કરતા મુસાફરોની સંખ્યામાં વધારો થવા લાગ્યો.

નોકરી કરતા..., વેપારીઓ, મીલ કામદારો અને બીજા બધા મુસાફરોનો દરરોજનો અભૂતપૂર્વ ઘસારો હોય છે અને તે વખતે ધક્કા-મુક્કી સંવાદોની રમઝટ અને શબ્દોની આપ-લે, લેવડ- દેવડ વગેરે વગેરે જોવા જેવાં હોય છે. માણવા જેવા હોય છે.

- એક ડબ્બામાં...

- ‘એઈ, માજી ઊઠો... ઊઠો... સવાર થઈ ગયું... હવે તો ઊઠો... ઊઠો અમને બેસવા દો...‘આવું ત્રણ વખત કહેવા છતાં માજીએ ગણકાર્યુ નહીં એટલે એકાદ બે જણે માજીને ધક્કો માર્યો.

- ઘરડાં માજીની ઉમર ૬૭ થી ૭૦ વર્ષની હશે. અને કદાચ તંદુરસ્તી પણ સારી નહીં હોય અને બીમાર હશે તેવું માજીનાં દર્દજનક ઉહકાર-હાવભાવ પરથી ફલીત થતું હતું...

- ધક્કો વાગ્યો એટલે માજી સળવળ્યાં... બીજા બધા અપડાઉનિયા સમજ્યા કે માજી ચોક્કસ બેઠાં થઈ જશે... કાગડાના મોમાંથી પૂરી પડી જાય અને તે કયારે લઈને વહેતા થઈ જઈએ’ તેવો શિયાળના જેવો ભાવ સહ પ્રવાસીઓમાં જાગૃત થાય તે સ્વાભાવિક છે... ભરત આ બધું જોઈ રહ્યો હતો... તે ડબ્બામાં બારણા પાસે જાજરૂ બાથરૂમના ખૂણાની પાસે ઊભા ઊભા... આ બધી લીલા નિહાળી રહ્યો હતો...

- વૃદ્ધ માજી સળવળ્યાં પણ જગા દીધી નહિ.

- ફરી પાછું ઉગ્ર તોફાન, ‘માજી ઊઠો, અમારે બેસવું છે. આ રીઝર્વેશન બેસવા માટે જ છે અને હવે સવાર પડી ગયું છે. ઘરડાં ડોહલાં ડોહલીઓ ઘરે પડી રહેતાં હોય તો જ સારું. ખોટી ભાંજગડ જ નહિ- જાણે બાપની ગાડી સમજી બેઠાં છે. ના ઊભા થાય તો ઊચકીને નીચે ઉતારી દો, વગેરે... વગેરે...

- આ પ્રમાણે ઉગ્ર ચર્ચાઓ ચાલી ત્યારે માજીએ વિનવણી કરી.

- ‘જુઓ દીકરાઓ મારી તબિયત સારી નથી એટલે સૂઈ રહી છું અને છેક મુંબઈથી આવી છું એટલે હવે અમદાવાદ સિવાય ઊઠવાની નથી તમે તમારે ઊભા રહો.’

- ‘જુઓ માજી તમે છેક મુંબઈથી આવ્યાં હો કે છેક કલકત્તાથી તમારે હવે ઊઠવું જ પડશે, સવાર થઈ ગયું છે.’ એક ચાંપલા અપડાઉનિયા યુવકે કહ્યું.

- ‘એ ભાઈ ઘરે તારાં ઘરડાં માબાપ નથી, કે પછી ખોટી મગજમારી કરે છે - જા નથી ઉઠવાની બસ’ માજી વળી જીદ્દી હતાં.

‘આ ડોહલી મરતીય નથી અને માંચો મેલતીય નથી.’ એક જણે ટીકા કરી.

- બધાં ખડખડાટ હસી પડ્યાં.

- ‘માજી તમારી ટિકિટ પૂરી થઈ ગઈ એકે કહ્યું.

- ડોશીના હાવભાવ, વાણી-વર્તન, પહેરવેશ અને (બેગિ બસ્તરા તો હતાં જ નહિ...!) એકાદમ મેલીઘેલી થેલી વગેરે પરથી લાગતું કે તે મધ્યમ વર્ગીય વૃદ્ધ જીવ હશે કદાચ !

‘જા ... ને ... જા .. હવે મગજમારી કર્યા વગર... એકવાર કહી દીધુ કે નથી ઉઠવાની અને જગા નહિ મળે... ‘માજીએ ચોખ્ખુંચટ સંભળાવી દીધું ત્યારે-

‘એ ! હવે મેલને મગજમારી, ખોટી કચ કચ શું કામ કરે છે! મહેમદાવાદ તો જતું રહ્યું હવે, અને અડધો કલાક જ બાકી છે’ અપડાઉન કરતા પેલા સહપ્રવાસીઓ ગણગણી રહ્યા...

- મહેમદાવાદ આવ્યું એટલે ટ્રેન થોભી.

- ફરી પાછી ટ્રેનની અંદર ભીડની ભરતી થઈ આવી. લગ્નગાળાની સીઝનથી શરૂઆત સાથેસાથે કૉલેજો, શાળાઓમાં, વેકેશનો ખુલવાની તૈયારી વગેરે વગેરે જેવી ગાડીઓમાં અસામાન્ય ભીડ હોવી એ સ્વાભાવિક હતું. તેમાં આખી સીટ રોકીને પડી પથારીએ સૂઈ રહેલાં માજી બધાને આંખમાં ખૂંચી રહ્યાં હતાં...

મહેમદાવાદથી ચડેલા એક બહેને-

‘માજી જરા ઉઠો તો સારું.’

‘તને પણ મારે જુદું કહેવાનું, સાંભળ્યું નહિ’

માજી તાડુકી ઊઠ્યાં. અને ત્યારે

અ પડાઉન કરતા સ્ટાફમાંથી કોઈકે ‘સાસ ભી કભી બહુ થી’ એવું કહ્યું ત્યારે ફરીથી ડબ્બામાં રમુજનું મોજું ફરી વયું.

વન-ડાઉન ગુજરાત મેલ ઘસમસતો અમદાવાદ તરફ આગળ વધી રહ્યો હતો.

જિંદગીની મુસાફરી અનોખી છે, સુખ દુઃખના અનુભવો થયા કરે છે. માનવી ઘડાયા કરે છે અને આ બધા પછી જ્યારે છેલ્લું સ્ટેશન આવી જતું હોય છે ત્યારે ‘મારે શું કરવું જોઈતું હતું ? મેં શું નથી કર્યુ ?’ એ બધી જ વાતની સ્વયં સ્પષ્ટતા કે ભાન થાય છે ત્યાર પાછળ પસ્તાવા સિવાય કાંઈ જ બાકી રહેતું નથી.

મણિનગર આવ્યું, ટ્રેન થોભી એટલે મુંબઈથી જે મુસાફરો આવ્યા તે બધા પોતે તૈયારી કરીને ઊભા હતા, તે ઊતરી ગયા એટલે હવે મોકળાશ થઈ... !

પેલા સુઈ રહેલા માજીને કોઈકે કહ્યું, ‘માજી ઊઠો હવે છે છેલ્લું સ્ટેશન અમદાવાદ આવી જશે’

ત્યારે ‘હા, ભાઈલા...’ કહી માજીએ જવાબ આપ્યો અને આડે પડખે માજી બેઠાં થયાં...

- માજીને બાથરૂમ જવું હતું...’ ઊભા થવાની શક્તિ રહી ન હતી. મહાપરાણે ઊભાં થયાં, દોડતી ગાડી, શક્તિ વગરની ભક્તિ, ગાડીના એક આંચકાની સાથે માજીએ સમતોલન ગુમાવ્યું અને સામેની બેઠક સાથે પછડાયાં, માથું અથડાયું.

‘ઓ બાપરે !’ માજીએ ચીસ નાખી.

પણ કોલાહલમાં ભરપૂર ચીસ હવામાં ઓગળી ગઈ.કારણ કે ‘‘હાથનાં કર્યા હૈયે વાગ્યાં,’’ માજીએ ડબ્બામાં કોઈનોય સદભાવ મેળવ્યો ન હતો.

- ભરતથી ન રહેવાયું એટલે તે દોડયો અને બધી બાજી સંભાળી લીધી. માજીને બેઠાં કરી બાથરૂમ તરફ લઈ ગયો.

- જોડે આવતા જતા સહપ્રવાસીઓ માજી બાથરૂમમાં ગયા એટલે-

- ‘એઈ ભરતીયા આ ડોશીને માર ગોલી અમદાવાદ આવી ગયું તારું લંચબોક્ષ સંભાળ’

‘છે જ સાલો, વેદીયા જેવો, શ્રવણની જેમ સેવા કરવા નીકળી પડ્યો છે.’

- અમદાવાદ રેલ્વે પ્લેટફોર્મ પર ગુજરાત મેલે પગ દીધો. માજી બાથરૂમમાંથી બહાર આવીને ભરતના ટેકેટેકે પોતાની બેઠક સુધી આવી ગયાં, પોતાનો સરસામાન સંભાળવામાં પડ્યાં.

- બધી વસ્તુ મળી પણ ‘મારી થેલી ?’ ડોસીએ બૂમ પાડી કોઈ મશ્કરા અપડાઉનિયા જીવે માજીની થેલી ક્યાંક આડીઅવળી મૂકી દીધી હતી.

- વળી પાછી થેલીની શોધ-ખોળ ચાલી. માજી ગભરાઈ ગયાં, મુઝાઈ ગયાં, થેલીમાં માજીનો અગત્યનો સામાન, રૂપિયા, ટિકિટ વગેરે વગેરે હતું.

- દરિયાદિલ ભરતે કહ્યું, ‘મા તું ચિંતા કરીશ નહિ. હું શોધી કાઢું છું,’ અને તે શોધવા મંડી પડ્યો.

-ભરતના ભાઈબંધો.

-એઈ શ્રવણ હવે લપ પડતી મેલ્ય હવે મોડું થાય છે. તમે તમારો જાઓ હું આવું છું. ભરતે જવાબ આપ્યો.

‘છે જ સાલો બોચિયા જેવો, પેલી ડાકણની દયા ખાવા બેઠો છે, ચાલો બહાર ‘ભવાની ટી, સેન્ટરે’ ચા પી લઈએ એટલે મુડ આવશે’ કહી, વિચારીને ભરતના સાગરીતો વહેતા થયા.

‘દીકરા તારે જવું હોય તો જા, તારે નોકરીમાં મોડું થશે, બેટા’ માજી ઉવાચ.

- ‘ના બા તમારી ખોવાયેલી થેલી શોધી આપું.’ ભરતે જવાબ આપ્યો.

- જૂની પેઢી (માજીની નિસ્તેજ આંખો)નો વિશ્વાસ ડગમગી રહ્યો હતો, નવી પેઢીની (ભરતની શ્રદ્ધા) અડગ હતી.

- છેવટે એક ખૂણામાં સીંગલ બેઠકની નીચે જાણી જોઈને કોઈએ છુપાવી રાખેલી થેલી ભરતે શોધી કાઢી.

‘માજી સંભાળી લો તમારી અમાનત’ ભરતે કહ્યું.

‘બેટા ભગવાન તારું ભલું કરે’ માજીએ દીકરાને આશીર્વાદ આપ્યા.

- માજીને ભરત સ્ટેશન તરફ લઈ ચાલ્યો તે વખતે માજી થેલીમાં કશુંક ફંફોસતાં હતાં, કદાચ ટિકિટ શોધતાં હશે... !

- માજીએ થેલીમાંથી બે ટિકિટો કાઢી. એક ટ્રેનની ટિકિટ હતી. બીજી (કેરાલા રાજ્યની) લોટરીની ટિકિટ હતી.

- માજી એક ટિકિટ (ગાડીની) પોતાની પાસે રાખી બીજી ટિકિટ ભરતને આપતાં હતાં.

‘બેટા, લે આ સંભાળ’ માજીએ કહ્યું,

‘ના માજી, મારે ના જોઈએ.’

- ‘અરે ! હું તને આપું છું. જો ને મારી ટિકિટ તો પૂરી થઈ ગઈ છે. ક્યારનીય’ કહી માજીએ ગાડીની ટિકિટ પણ બતાવી.

- ખૂબ આનાકાની કર્યા પછી ભરતે પેલી લોટરીની ટિકિટ લીધી.

‘બેટા જા ત્યારે, તારે મારે લીધે નોકરીમાં મોડું થયું, ભગવાન તારું ભલું કરે’ માજી આર્શીવચન આપતાં હતાં...

- બીજે દિવસે જાહેર થયેલા સમાચાર પત્રોમાં ‘કેરાલા રાજ્ય લોટરીઝ’ ડ્રો. નં. ૩પ૪ ૧ર-૧-૧૯૮૯નું પરિણામ જાહેર થયું હતું. તે સમાચાર તારીખ ૧૩મી જાન્યુઆરીના શુક્રવારની ‘સંદેશ’ માં ચમકી ઊઠ્યા અને તેમાં ૧લું ઈનામ રૂ. ૯,૦૦,૦૦૦/- નવ લાખનું લોટરી ટિકિટ નં. એફ ૪૮૦૯૪૦ ને લાગ્યું હતું. જે ટિકિટ પેલાં માજીએ ભરતને પ્રેમપૂર્વક ભેટ આપી હતી...!

અનુક્રમ

ત્રિલોચન - તીસરી આંખ

- આણંદના પ્લેટફોર્મ પર સવારે ૭/૩પ વાગ્યે લોકલ ટ્રેન આવી પહોંચી એટલે રેલ્વે પ્લેટફોર્મ ફરી પાછું જીવંત બન્યું.

‘પ્લેટફોર્મ નં. ર પર આઈ હુઈ ગાડી બડૌદાસે આઈ હુઈ, ઔર વીરમગામ જાનેવાલી સવારી ગાડી હૈ, ટ્રેનસે આયે હુવે સભી પ્રવાસીયોં કા હમ હાદિંક સ્વાગત કરતે હૈં, કૃપયા અપના ટિકિટ...!! વગેરે વગેરેની જાહેરાત થઈ ચૂકી...

‘ચાય...ગરમ, ભજીયા ગરમ... બોલો ચાય... દૂધ... દૂધ બોલો દૂધ... ‘એવા શબ્દોચ્ચાર અને અધીરા મુસાફરોની દોડાદોડ - ધક્કા મુક્કી, અંદર પેસવા પેસેન્જરો જ્યારે બીજી બાજુ ગાડીમાંથી બહાર આવવા માગતા મુસાફરો વચ્ચેનું ઘર્ષણ અને ધડાધડ અને પડાપડી વગેરે વગેરેથી સ્ટેશનનું વાતાવરણ ભર્યુ ભર્યુ બની ગયું.

-હું પણ (દીલીપ મારું નામ)આ પ્રમાણેના અનુભવોની એરણ વચ્ચે અટવાતો, અકળાતો, ઘુંટાતો, ટીપાતો, અથડાતો, કુટાતો વીરમગામ પેસેન્જરના એક ભીડથી ભરપુર ડબ્બામાં જાજરૂ (બાથરૂમ) પાસની જગ્યામાં લપાઈને ઊભો રહ્યો. આના કરતાં બીજી કોઈ સુરક્ષિત જગા મને હાલના તબક્કે લાગી નહિ.

-વીરમગામ પેસેન્જર ટ્રેન અમદાવાદ તરફ દોડી રહી હતી. કણજરી, બોરીઆવી ગયું, ઉત્તરસંડા પણ ગયું એટલે નડીઆદ આવી ગયું. લોકલ ટ્રેન નડીઆદ સ્ટેશને હળવા આંચકા સાથે ઊભી રહી.

વળી પાછો ભીડનો ઘસારો, જતા આવતા મુસાફરો વચ્ચે શબ્દયુદ્ધ. ધક્કા ધક્કી, દોડાદોડી અને જ્યારે દરિયા મધ્યે ભરતી (માનવ મહેરામણની) થઈ આવી હતી. એવું લાગતું હતું, અને-

‘એઈ સૂરદાસકો... જાને દો... સૂરદાસ કો, અંધે કો જાને દો... ભાઈ અંધે કો જગા દો...’ કહેતો કહેતો એક સૂરદાસ (આંધળો) હાથમાં પેલી લાકડી વાળી ઘંટડી વગાડતો વગાડતો બરાબર મારી પડખે આવીને ગોઠવાઈ ગયો, અને અમે બધાએ, ‘મરશે આંધળો છે... ને... ‘વિચાર કરીને અને આઘાપાછા થઈને પેલા અંધજનને જગા કરી આપી.

વળી પાછી પેસેન્જર ટ્રેન (લોકલ) નડીઆદ થી અમદાવાદ તરફ ચાલી.

ટ્રેનના બધા મુસાફરો જાતજાતની ક્રિયા પ્રક્રિયામાં પરોવાયેલા હતા. કોઈ ચોપડી, સમાચારપત્ર, મેગેઝીન વાંચતું હતુ. કોઈ મીઠી નિંદ્રા માંડી રહ્યું હતું, કોઈ કોઈ બે-ચાર જણાની ટોળી બનાવીને, ‘તાસના પત્તા’ ખેલી રહ્યા હતા. તો પછી કુટુંબ કબીલા સાથે મુસાફરી કરતા મુસાફરોમાં, કોઈ બાળકને ખવડાવીને જાતે ખાતું- પીતું હતું વગેરે વગેરે, ઘણા બધા, જાત-જાતની ભાત-ભાતની વાતોએ વળગ્યા હતા. રાજકારણની, ભાવવધારાની, મોંઘવારીની વાતો, ભ્રષ્ટાચાર, ચૂંટણી, બેકારીની વાતો, ઘણાબધા વિષયોની વાતો થતી હશે કદાચ!

- ભાતીગળોનો મેળો જામ્યો હતો. અનેકતામાં એકતા હતી, વિવિધતા હતી...

‘એ ભાઈ જરા માચીસ આપોને’ પેલા અંધજને મારી સમક્ષ ફરમાઈ રજૂ કરી. તેને બીડીની તલપ લાગી હશે કદાચ... !

‘ભાઈ મારી પાસે દિવાસળીની પેટી નથી, હું બીડી નથી પીતો’ મેં પેલા સૂરદાસને જવાબ આપ્યો.

મારી પડખે ધોતિયું, પહેરણ અને તેના પર ખાદીની બંડી પહેરી ઉભેલા, ટોપીધારી વેખરીએ દયા ખાઈને ખીસ્સા ફંફોસીને પેલા મિત્રએ (અંધજનને) માચીસની વ્યવસ્થા કરી આપી.

- દિવાસળી સળગાવી જે અદાથી પેલા ભાઈએ બીડી સળગાવી તે અદા ઉપર હું વારી ગયો. દિવાસળી સળગી એટલે તેના સ્પર્શથી, ઈશારો સમજી જઈ, દિવાસળી સળગી છે તેમ ખાત્રી કરીને તે દિવાસળી મોંમા દાબી રાખેલી ખાખી બીડી પાસે લઈ જઈ બીડી સળગાવી અને પછી તે દિવાસળી પણ (જીવતી દિવાસળી હાથ હલાવીને ઓલવી નાખ્યા પછી) ખાત્રી પૂર્વક નુકશાન ન થાય, તે સ્થળે ફેંકી દેવી તે એક અંધજનની ક્રિયા-પ્રક્રિયા ખરેખર પ્રશંશનીય હતી. હું તો તેના પર આફરીન થઈ ગયો.

- મહેમદાવાદ આવ્યું, માનવ મહેરામણ ઊભરાયો, ધક્કા- મૂક્કી, દોડાદોડી, કોલાહલથી વાતાવરણ અને ડબ્બો બન્ને ભરાઈ ગયા. લોકલ ઉપડી એટલે બધુ થાળે પડી ગયુ, પછી-બારેજડી આવ્યું એટલે...

‘અંધે કો રસ્તા દો, ભાઈ, અંધે કો રસ્તા દો, જાને દો ભાઈ, જાના હૈ’ કહી ટોકરી વગાડતો પેલો અંધજન (સૂરદાસ) બારેજડી મધ્યે ઊતરી ગયો અને ચઢનાર, ઉતરનાર પેસેન્જરોની સંખ્યામાં સરવાળો તથા બાદબાકી થતા રહ્યા.

- વટવા ગયું અને મણિનગર આવ્યું એટલે મારી પડખે ઉભેલા પેલા વેપારી મિત્ર (જેમણે) ભલમનશાહી વાપરી દિવાસળીની પેટી આપી હતી તેમને મણિનગર ઊતરવાનુ હશે. પોતાની બંડીના ખિસ્સા ફંફોસતા હતા. કદાચ ટ્રેનની ટિકિટ શોધતા હશે...’ ‘મારું પાકીટ...! મારા પૈસા ! મારા ‘ત્રણ હજાર રૂપિયા રૂ. ૩,૦૦૦/ ૦૦ ગયા... ‘એ વેપારી ભાઈએ બૂમ પાડી, એ ભાઈ ચિત્કારી ઊઠ્યા... વળી પાછું ડબ્બામાં તોફાન... !!

- મણિનગર થાક ખાવા થોભેલી ગાડીએ (લોકલ) ફરી પાછી અમદાવાદ તરફ જવા ઉપડી.

- કોઈ પૂછતુ હતું. ‘કેટલા રૂપિયા ગયા!’ કોઈ કહેતુ હતુ... ધ્યાન ન રાખીએ-’ કોઈએ કહ્યું કે ‘પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દો...’ બધાએ પોતપોતાના ગજવાં (ખીસ્સાની ખાત્રી) તપાસી લીધા અને ખાત્રી કરી કે પોતાનું તો કાંઈ જ જતુ નથી રહ્યું ને !

- સલાહ આપવી સીધી છે અમલ કરવો અઘરો છે, પેલા વેપારી ભાઈનો દા‘ડો બગડી ગયો હતો. માથે પરસેવાના બૂંદ જામી ગયા હતા. તેમણે શું કરવું ન કરવું ! તેની કોઈ સમજ પડતી ન હતી...! ‘બિચારાના રૂપિયા ગયા, બિચારો સવારના પહોરમાં જ લૂંટાઈ ગયા, બિચારો રખડી પડ્યો... ‘જેવી જેવી ચર્ચાઓ લોકલના ડબ્બામાં થતી રહી...

- વીરમગામ લોકલ પ્લેટફોર્મ નં.-૧ સમયસર આવી ગઈ અને ટ્રેનમાં મુસાફરી કરનારા બધા મુસાફરો વારાફરતી વીખરાઈ જવા માડ્યાં, સાથે પેલા કમભાગી, લૂંટાયેલા કૂટાયેલા વેપારી અને હું પણ બધા રેલ્વેસ્ટેશનની બહાર જતા હતા જ્યારે મારે સરસપુર તરફ જવું હતું એટલે હું (દીલીપ) પ્લેટફોર્મ નં.-૧૧ તરફ જવાના રસ્તે વળ્યો... !!

- હું થોડેક આગળ ગયો હોઈશ ત્યાં મે કોઈ પરિચિત અવાજ સાંભળ્યો, મેં મારું તે તરફ ધ્યાન દોર્યું... મેં મારા આશ્ચર્ય વચ્ચે નિહાળ્યું (જોયું) કે -

- પેલો આંધળો એક છોકરા સાથે કોઈ વાતની રકઝક કરી રહ્યો હતો...

- ...‘એઈ... લે... તેરી કમીશનકી રકમ સંભાલ ઔર રાસ્તા પકડ...’

- ‘બસ સિર્ફ પાંચસો રૂપયે...’ છોકરો કહેતો હતો.

-‘તો ક્યાં સારી દુનિયા તુજ પર લુંટા દું... લે લેને હો તો વર્ના યે ભી નહિ... મીલેગે...’ કહી પેલો આંધળો એક છોકરાને રૂપિયા પ૦૦ કમિશનના આપી રહ્યો હતો.

- તરત જ હું સમજી ગયો કે આ પેલો જ ખિસ્સાકાતરુ હતો જેણે પોતાના સાથી (છોકરો) ની મદદથી આંધળા (સૂરદાસનો) નો સ્વાંગ સમજીને આજનો બકરો (રૂ. ૩,૦૦૦/૦૦નો) પાડ્યો હતો... ! પણ મારે શું ?...’

-અને પેલો સૂરદાસ પણ (જીવતો આંધળો પણ) પેલા કમિશનની રકમ વરઘાડીને બીજા નવા ઘરાકની શોધમાં - ત્રિલોચન (તીસરી આંખ) ખોલીને દુનિયાની ભીડમાં અર્દ્રશ્ય બન્યો હતો.

‘અજબ તેરી કારીગરી રે ભગવાન’ વિચારી હું પણ પ્લેટફોર્મ નં. ૧ર ના છેડા તરફ વળ્યો.

અનુક્રમ

બદલી

- આખી ઓફિસમાં સુસવાટાની જેમ સમાચાર પ્રસરી ગયા કે જોષી સાહેબની આણંદથી અમરેલી બદલી થઈ. વિજય જોષી એક બાહોશ હોશિયાર પેટાતિજોરી અધિકારી હતો.

- મિલનસાર સ્વભાવ.દૂધમાં જેમ સાકર ભળી જાય તેવા. લોકોનો પ્રાણપ્નક્ષ્નોને સમજી લેવા અને બની શકે તો તેપ્નક્ષ્નોનો સ્થળ પર જ નિકાલ કરવો. પોતાના લેવલથી જ પ્રશ્રોનું નિરાકરણ થઈ જાય તેથી લોકોને બીનજરૂરી રીતે ખેડા, અમદાવાદ, ગાંધીનગર કે રાજકોટ ખાતેની વડીકચેરીઓના ધરમધક્કા ખાવા ન પડે... આ કારણથી જ વિજય જોષી એક લોકપ્રિય અધિકારી હતો અને બધાની જોડે તેના સ્વભાવના કારણે સારો મેળ જામી ગયો હતો. કમળ કે ગુલાબના ફૂલો, સુવાસ અને સુંદરતા ધરાવે છે તેવી જ રીતે જોષી પોતાના ઉમદા ગુણોના કારણે પ્રજામાં લોકોમાંતોખરોજ પણ સાથે સાથે ઓફિસ સ્ટાફમાં પણ તે જ રીતે આદરમાન અને ‘સાહેબ સારા છે’ એ પ્રમાણે પ્રિય હતો... !

- આવા અધિકારીની અચાનક, અગિયારથી બાર મહિનાના ટૂંકા ગાળામાં કેમ બદલી થઈ ગઈ ! આ બદલી પાછળ ક્યા ક્યા કારણો જવાબદાર હસે ! એવી ચર્ચાઓ થવા લાગી.

આ બધી વાતોની જોષી સાહેબને ક્યાં પરવા જ હતી ! તેમણે તો ‘બિસ્તરા પોટલા બાંધવા શરૂ કરી દીધા... ’ ‘સાધુ તો ચલતા ભલા...!’ ‘હા પોતાની બદલી કયા કારણસર થઈ હતી ! તેની ખરી હકીક્ત પોતે જાણતા હતા. પછી ક્યાં આગળ જઈ કોની આગળ દાદ- ફરિયાદ કરવી ! જ્યાં આગળ આખું આભલું જ ચિરાઈ ગયું હોય તો ત્યાં આગળ ક્યેક્યે’ઠેકાણે અને દોરાથી ટાંકા દેવા ? ...સાહેબ પોતાની લાચારી મજબૂરી સમજતા હતા. પોતાની એકની એક દીકરી ‘રેખા આણંદ ખાતેની ડી. એન. હાઈસ્કુલમાં’ ભણતી હતી અને ‘રેખા ‘ની મમ્મી ગુજરી ગયે ૧૦ થી ૧ર વર્ષ થઈ ગયાં હોવા છતાં જોષીએ આજદિન સુધી લગ્ન કર્યા ન હતાં. બેબી મોટી થઈ ગઈ હતી. ઘર સંભાળે તે પ્રમાણેની ઉંમરે પહોંચી ગઈ હતી... બારમા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને આ વર્ષ તેના માટે અગત્યનું વર્ષ હતું. કેટલીય મહેનત કરીને ‘ડી. એન‘માં એડમીશન મળ્યું હતું. તે વખતે પોતે નવેનવો બદલાઈને આવ્યો હતો પણ ઓળખાણનાં કારણે અને રેખાનાં તક્દીરે ડી. એન. હાઈસ્કૂલમાં એડમીશન મળી ગયું. એટલે સુખેરૂપે બારમું ધોરણ પાસ થઈ જાય અને રેખાને ૮૦% થી વધારે ટકા મળેતો ‘સાયન્સ લાઈન’ (ડોકટરી) કે એન્જીનિયરીંગમાં એડમીશન મળે તો પછી ‘ભયો-ભયો... ! એટલા માટે જ વિજય જોષી આણંદ ખાતે બદલી મળતાં હાજર થઈ ગયો અને નહિતર પછી ખંભાત શું ખોટું હતું !

- આ બધી ચર્ચા જ્યારે રેસ્ટહાઉસમાં આણંદની મુલાકાતે આવેલ ડી. એ. ટી. (ડાયરેક્ટર જનરલ ઓફ એકાઉન્ટસ એન્ડ ટ્રેઝરીઝ)ની ઓફિસના ઈન્સ્પેકશનના સ્ટાફ તથા તેની સાથે આવેલ શોભના પટેલ એ એક જિલ્લા તિજોરી અધિકારી અને તેના સ્ટાફની જોડે ખુલ્લા દિલે વિજય જોષી ફરતો ત્યારે બધા તે હકીકતનો સ્વીકાર કરી લેતા !

- ઓફિસ ઈન્સ્પેક્શનના છેલ્લા દિવસની રાત્રે જ્યારે જિલ્લા તિજોરી અધિકારીના સ્ટાફે રેસ્ટ હાઉસથી ઓફિસે ફોન કરી જણાવ્યું કે જોષી સાહેબ સમય થાય એટલે કચેરી બંધ થતાં રેસ્ટ હાઉસે આવી જાય.’

- જવાબમાં જોષીએ ! ‘હાજી સાહેબ-યસ સર’ કહ્યું,

- રેસ્ટ હાઉસમાં કચેરીઓનો બીજો બધો સ્ટાફ નીચેની રૂમમાં બેઠો હતો જ્યાં આગળ ઈન્સ્પેક્શન નોંધ જે તૈયારી થઈ હતી ને નોંધને આખરી રૂપ અપાઈ રહ્યું હતું, તે બધાને મળીને તેમના પૂરતા બંદોબસ્તની ખાત્રી કરી લીધા પછી બધાએ કહ્યું કે ‘ઉપરી સાહેબ, જિલ્લા તિજોરી અધિકારી અને મોટા સાહેબ, આપની રાહ જુએ છે. તો તે પ્રમાણે તેમના કહેવાથી જોષી ઉપર ગયો. જિલ્લા તિજોરી અધિકારી, કે જે બહેન હતા તેમને મળવા માટે તે રૂમ નં. ૩ માં રોકાયા હતા. ઉપર કોઈને વિજય જોષીના મનમાં ભાવ હતો કે, પટેલ સાહેબ (બેન સાહેબ) રાહ જોતા હશે. જેથી હું સીધો જ અંદર- રૂમમાં ઘૂસી જાઉં.’

- જેથી રૂમ ખોલીને જેવો જોષી અંદર ગયા કે... તેણે નજરે જે જોયું અને તેની આંખો આશ્વર્યથી પહોળી થઈ ગઈ. શોભના પટેલ અને બારોટ સાહેબ, બન્નેય એકબીજાને આલિંગન કરી રહ્યા હતા, એક બીજાના હોઠમાં હોઠ ભરાવીને એકબીજાના ગાઢ સાન્નિધ્યમાં ખોવાઈ ગયા હતાં.

- કોઈ વીજળી ઝબકીને બંધ થઈ જાય તેટલી જ ઝડપથી વિજય જોષીએ તરત જ બારણું બંધ કરી દીધું અને રૂમ નં. ૩ની બહાર ગોઠવી રાખેલ, બેઠકખંડની ખુરશી મધ્યે ગોઠવાઈને તે બેઠો, મોટા સાહેબોની રાહ જોતો...!’

- થોડીવાર પછી બારોટ સાહેબ પેલી રૂમમાંથી બહાર નીકળ્યા તે વખતે રેસ્ટહાઉસનો પટાવાળો ચા-કોફી તથા પ્યાલા (ઠંડા પાણીના)ની ટ્રે લઈને હાજર થઈ રહ્યો હતો તે મોકાનો લાભ લઈને તરત જ.

- ‘જુઓ મીસ્ટર જોષી અમો બન્ને ઉપલા સ્તરના અધિકારીઓ, કોન્ફીડેન્શીયલ બાબતોની ગંભીરતાની તપાસ કરી રહ્યા હોય અને તમારી અધુરી રહેલી ખાતાવહી તપાસની વિગતની ચર્ચા વિચારણા કરી રહ્યા હોય ત્યારે આ રીતે કોલબેલ વગાડ્યા વગર રૂમમાં ઘૂસી જાવ તે બરોબર નથી. આ જ તમારી શિસ્ત (ડીસીપ્લીન) છે ? તમારામાં કોઈ કોમનસેન્સ છે કે નહિ ? વધારે પડતું ડહાપણ સારું નહિ સમજી ગયા. નહિંતર પછી તમારે જ પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે. ‘કહેતા બારોટ સાહેબ’ જાઓ, મારે ચા કોફી પીવી નથી અને મી. જોષી યુ, પ્લીઝ કોન્ટેક્ટ યોર ફર્સ્ટ સુપિરિયર (ઈમીઝેયટ) બોસ અને ધેન કોન્ટેક્ટ મી. ડુ, યુ, અન્ડરસ્ટેન્ડ ધીસ !’

- જવાબમાં જોષીએ ‘યેસ... સર’ કહ્યું એટલે

- ફન્ટિનિયર મેલની માફક ધમપછાડી કરતા બારોટ સાહેબ પોતાની માટેની એ. સી. (એરકન્ડીશન) રૂમમાં ઘૂસી ગયા.

- પટાવાળો પણ હક્કો, બક્કો બની ગયો, ચા, કોફી, ઠરી ગઈ એ બબુચક, સ્થિતપ્રજ્ઞ થઈને ઊભો.

- જવાબમાં શાંતિથી જોષીએ પટાવાળાને ઈશારો કરીને ટ્રે લઈને નીચે જવા કહ્યું અને ફરીથી પોતે કોલબેલ દબાવીને ‘યસ, કમ, ઈન,’ જવાબ મળતાં જોષી (વિજય) અંદર ગયો.

‘શોભના બેન’, (જિલ્લા તિજોરી અધિકારી) રૂમમાં તૈયાર થઈ રહ્યાં હતાં. અને પોતાનો વેરવિખેર ડ્રેસ પુનઃ સ્થાપિત કરી રહ્યાં હતાં.

‘યેસ, મી. જોષી પ્લીઝ ફસ્ટ નોક ઓર બેલ ધ ડોર અને ધેન કમ ઓર એન્ટર ઈન ધી રૂમ, ડુ, યુ અન્ડરસ્ટેન્ડ મી’

અધિકારીએ તાબા હેઠળના અધિકારીને કહ્યું ત્યારે. ‘યસ, સર-‘જોષીએ જવાબ આપ્યો. ‘નાઉ યુ લોક ધ ડોર’ ઉપરી અધિકારીએ કહ્યું એટલે જોષી સમજી ગયો કે બેન સાહેબ, અંદરથી બારણું ઈસ્ટોપરી (સ્ટોપર) મારીને બંધ કરવાનું કહે છે. કોઈક અંગત વાત કરવી હશે તેમ માનીને ‘યેસ મેડમ’ કહીને જોષીએ રૂમનું બારણું અંદરથી સ્ટોપર મારીને બંધ કર્યુ, ત્યારે,

‘મી, જોષી હેવ યુ ઈન્જોયેડ, યોર વીડીંગ લાઈફ પરફેકટલી ઓર આર યુ ફુલ્લી સેટીસફાઈડ, સેક્યુઅલી, આઈ, હેવ હર્ડ ધેર યુ હેવ લોસ્ટ યોર વાઈફ વેરી અરલી’

‘યેસ, લેડી સર’ જોષીએ જવાબ આપ્યો, ‘ધેન કમ ટુ મી એન્ડ, ઈન્જોય, મી’ કહીને જ્યારે મજાના, આહવાન આપીને ‘શોભના’ જે જગાએ હતી તે જગાએથી આગળ વધીને વાઘણની અદાથી (વિજય જોષીને) જેમ કોઈ શિકાર હરણને પકડી લે તેમ વિજય જોષીના ચહેરા નજીક રસ, ભરપુર હોઠ પ્રદેશની ચુમવા પ્રયત્ન કર્યો ત્યારે-

- ‘સોરી મેડમ’ કહી પોતાના ફોલાદી પંજાવાળા હાથથી વિજયે એક જોરદાર લાફો (તમાચો) બે’ન (લેડી ઓફિસરના)ના સુંવાળા, રેશમ જેવા ગાલ પર ચોડી દીધો, તીખું તમતમતું, મરચું ખવાઈ જવાય, ભૂલથી અને જે પ્રકારની વેદના થાય તે પ્રમાણેની હાલત શોભના પટેલની થઈ.’

- જોષીએ, શોભના પટેલ (ડી.ટી.ઓ.ની)ની ‘સેક્સરયુઅલ હંગર’ કામવાસનાની ભૂખ વિષે ખૂબ ખૂબ સાંભળ્યુ હતું, જેનો આજે પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો હતો.

‘જોષી આઈ વીલ શી યું અન્ડરસ્ટેન્ડ મી’ શોભનાએ ઘવાયેલી વાઘણની અદાથી ગર્જના કરી, જવાબમાં-

- ‘યુ કેન ડુ વોટ યુ કેન લાઈક એન્ડ યું અન્ડરસ્ટેન્ડ, માય પ્રોફેશન ઈઝ, નોટ, એ પ્રોફેશન આફ પ્રોસ્ટીટ્યુટર્સ, (હું વૈશ્યાગીરીનો ધંધો કરતો નથી) મારા ચરિત્ર કરતાં મારી નોકરી મને મોટી નથી લાગતી તમે સમજી ગયા મેડમ’ કહી અડીખમ્મ, અવિચલ અટલ વિજયે ઝડપથી બંધ કરેલી રૂમનું બારણું ખોલી ‘ધડાક દઈને બંધ કરી ત્યાંથી બહાર નીકળી ગયો, વીજળીની ગતિએથી.

- મોટા સાહેબોનો કેમ્પ-કાફલો વિદાય થયો તે પહેલાં- રાબેતા મુજબ રેસ્ટ હાઉસના તમામ બંદોબસ્તનો બધો ખર્ચ તથા મોટા સાહેબો જે માગે તે ભેટ સોગાદો (તમામ) ચરણે ધરી દીધી અને તેમ હોવા છતાં વિજય જોષી જાણતો જ હતો કે ચાલુ અઠવાડિયામાં કોઈક ધડાકો થશે જ... !!

- કાફલો વિદાય થયો બધું શાંતિથી પતી ગયું પણ જિલ્લા તિજોરી અધિકારીનો ‘અંગત અહેવાલ’ કોન્ફીડેન્સીયલ- રીપોર્ટ જે વિરુદ્ધ હોઈ જેના કારણે વિજય જોષીની આણંદથી અમરેલી તાત્કાલીક બદલી કરી દેવા અંગેના સરકારીશ્રીએ હુકમો કરી દીધા.

- ખરેખર ખરી હકીકત એક પોતે જ જાણતો હોવા છતાં કોઈપણ વિરોધ કર્યા વગર જોષીએ બદલીનો ઓર્ડર સ્વીકારી લીધો કારણ કે તે બદલીનું મૂળ કારણ જાણતો હતો.

- આખું આભલું ફાટ્યું હોય ત્યાં કયે ઠેકાણે થીંગડા દેવા જવુંએ પ્રમાણે વિચારી - મન - પર કોઈ પણ જાતનો બોજો રાખ્યા વગર બદલી સ્વીકારી લઈને એ સંનિષ્ઠ, ચારિત્ર્યવાન અધિકારીએ ‘સરકારી સાધુ તો ચલતા ભલા’ ના સિદ્ધાંત પ્રમાણે બિસ્તરાં પોટલાં બાંધવા માંડ્યા.

અનુક્રમ

જલેબીનું પડીકું..

- હોના (સોના) આખો દિ’ વાટ્યું જોઈ જોઈને થાકી પણ કાનિયો (કાનજી મારવાડી)ના આવ્યો તે ના જ આવ્યો.. હાથ લારી એમને એમ નિષ્ક્રિય રીતે ચેતનહીન પડી રહી. આજે એને આખા દિ’નો આરામ મળ્યો હોઈ એ પણ મનમાં ને મનમાં કદાચ મલકી રહી હશે...

- ‘અબ ઘડી વયો આવું’ એમ કહીને સવારે વહેલા સાત વાગ્યે છટકી ગયેલો હોનાનો ઘરવાલો (સોનાનો ભાયડો) જ્યારે પાછો ન આવ્યો ત્યારે નક્કી કાનિયો ફરીથી દારૂ ઢીંચવા અને જુગાર ખેલવા લાગી ગયો હશે એવી મનમાં શંકા-કુશંકા કરતી ‘હોના મારવાડણ’ (સોના) લારી મધ્યે બેસી રહી હતી- રાતના પોણા આઠ થયા - પાંચ-છ વર્ષનો દેવો (સોનાનો છોકરો) ‘મા ખાવાનું આલ ભૂખ લાગી છે’ કહેતો કહેતો કંતાનિયાથી બાંધેલ કાચા છાપરામાં ટૂંટિયું વાળીને કઈ ઘડીએ ઊઘી ગયો ? તેનો પણ સોનાને કોઈ ખ્યાલ આવ્યો જ નહિ.

- ગુજરાત સરકારના નશાબંધી ખાતા તરફથી જાહેરાતના મોટા પાટિયા મધ્યે ‘દારૂડિયા દારૂને શું પીવાનો ? દારૂ જ દારૂડિયાને પી જશે‘નું સૂત્ર તેની ક્રૂર મશ્કરી કરી રહ્યું હતું. સોના મારવાડણ (હોના) લાચાર હતી, મજબૂર હતી- કાનિયો મારવાડી આખો દિ’ તનતોડ મહેનત મજૂરી તો કરતો - આખું શરીર તોડી નાખતો - પણ પછી પાંચ-સાડા-પાંચ થયા એટલે એને દારૂ સાંભળી આવે - જુગાર ખેલી લેવાની ઈચ્છા (આંકડાની) પ્રબળ થઈ આવે - અને એ છટકી જતો...

- જ્યારે દારૂ ઢીંચીને અને બધુય હારી જઈને કાનિયો થાકી જઈ હારી જઈને પાછો આવે ત્યારે હોના (સોનાં) તેને સમજાવતી પટાવતી ને કયારેક કયારેક ધમકાવતી જ્યારે જવાબમાં તે- મારવાડી’ બસ બાપ બસ કર હવે ! મારા (છોરા) દેવાની સોગન્દ હવે કાલથી બધુંય બંધ હો’ કહી ખાખી બીડી સળગાવતો ત્યારે સોગન્દનો ભરોસે કકળાટ પડી મેલીને પલી સોના મારવાડણ જે કાંઈ હોય તે વધ્યું ઘટયું... ધણીને ખવડાવતી પીવડાવતી... પછી શીખામણના બે શબ્દો કહતી અને ધણી-ધણીયાણી દેવાના ભવિષ્યના સારી-સારી વાતો કરતા ક્યારે સુઈ જતા તેની કોઈને ખબર રહેતી નહી...!’

સવાર થાય એટલે વોહી રફતાર ચાલુ... છોકરાને તૈયાર કરીને નજીકની નેહાળ (પ્રાથમિક શાળમાં) સવારની નિશાળ હતી એટલે તે છોકરાને નિશાળ આગળ ઉતારીને મારવાડી કુટુંબ (ધણી ધણીયાણી હાથ લારીના મહેનત મજૂરીએ મંડી જતું- પેટનો ખાડો જે આખી જિંદગી સુધી ભરાય તેમ નથી તે ખાડો ભરવા હાથ પગ તો હલાવવા પડે જ ને ! હા, હાથ પગ હાલે તો જીવન નૈયા બરાબર ચાલે- !

‘...આજે - મારો રોયો ફરીથી પાછો દારૂ ઢેંચવા ગયો હશે સાડા-નવ થયા તોય ના આવ્યો’ મનમાં કહી દાત કચકચાંવતી મનમાંને મનમાં સુંડલો ભરીને ગાળો મણમણની ગાળો મારવાડી ને ચોપડાવતી સોના તે (હોના) હાથલારી પર બેઠીબેઠી- મારવાડીના આવવાની દિશામાં નજર માંડીને બેઠી હતી. બજારમાં આવેલ ટાવરમાં જ્યારે દશના ડંકા વગાડયા ત્યારે સામીકોરથી મારવાડી હાથમાં એક મોટું પડીકું લઈને લથડિયાં ખાતો ખાતો આવતો દેખાય...

- તેને રાત્રે દશ વાગ્યે ઘર સાંભર્યુ હતું. એક કંતાનિયું છાપરૃં કેટલેક ઠેકાણે ખુલ્લું અને પછી ઉપર માથે આકાશ નીચે ધરતી ...’ કદાચ ઉપરવાળો પણ આવાં બધાં કુટુમ્બોને જીવન જીવતાં જોઈને રાત્રી મધ્યે - આકાશરૂપી અંધારાની કાળી-ટમટમતી તારલિયા વાળી ચાદર ઓઢીને સૂઈ જતો હશે ‘જેથી મારે દેખવું નહિ’ ને દાઝવું નહિ’

-‘એલા કેમ આજે મોડું થયું !’ જ્યારે (હોના) સોના મારવાડણે પૂછયુ ત્યારે-

‘તારે શી પંચાત ! તું તારે તારા છોકરા - દેવાને હાચવ અને લે આ જલેબી આલ તેને ઉઠાડ ને ખવડાવ -’ એ પ્રમાણે જ્યારે કાનિયાયે પોતાની ઘરવાળીને હુક્કમ કર્યો તેના મોઢામાથી ઢીંચેલા દારૂની વાસ આવતી હતી.

ત્યારે...‘નાખ તારા પડીકાને ખાડામાં’ કહી હાથમાનું મોટું પડીકું ઝૂટવી લઈને વિફરેલી વાઘણની અદાથી સોના મારવાડણે ઘા કરી પેલું મોટું પડીકું દૂર ફેકી દીધું અને નીચે પડવાથી બધી જલેબી ધુળમાં વેરવિખેર થઈ ગઈ... ધૂળવાળી થઈ ગઈ !

-‘તારી માની રાંડ મારું - એકતો છોકરાને ભૂખ્યો મારી નાખવા બેઠી છે અને જ્યારે હું ખાવા લાવ્યો ત્યારે રોફમાં ને રોફમાં ફેંકી દીધા. ઊભી રે - તારી મા પૈણાવા આ પડીકાં નાખી દીધાકહી ક્રોધીત કાનજીએ ધડાધડ બે લાફા સોનાના ગાલ ચોંડી દે...

‘ઊભો... રે તું પણ લેતો જા. એકતો આખો દા’ડો દારૂ ઢેચ્યા કરે છે - રખડતો ફર્યા કરે છે - અને પાછો ચરબી રાખે-’ કહી સોનાએ પ્રતિકાર કર્યો.

- આ ધમાલમાં નાનકડો પાંચ-છ વર્ષનો દેવો જાગી ગયો. કુરૂક્ષેત્ર જોઈને એ મોટ મોટેથી ‘માડી ઓ માડી’ કહેતો રડી રહ્યો.

- ધક્કા - ધક્કીમાં કાનિયો નીચે પડી ગયો અને જે નશામાં ચૂર હતો ઘેનમાં એટલે જેમ તેમ ફરી પાછો ઊભો થતો પણ ફરી પાછું લથડિયું ખાઈને નીચે ગબડી પડ્યો. ખિસ્સામાંથી રૂપિયા વેરાઈ ગયા.

- હોના (સોના) સમજી ગઈ હતી કે નક્કી આજે કાનિયો મોટી-ચોરી કરીને અને ઉપર પીપળું ભરીને દારૂ ઢીંચીને આવ્યો હતો- એ દારૂડિયાના અવળા ધંધા જાણી ગઈ હતી.

- સોનાએ મનમાં ને મનમાં કાંઈક નક્કી કરી દીધું કે ‘મારે આ પાપના ઘરમાં રહેવું નથી અને તે દીકરા દેવાના ભવિષ્યની ખાતર પણ આવા દારૂડિયા લંપટ મવાલી ધણીનો હરગીઝ સાથ નહિ આપે અને દેવાને ભણાવશે, વિચારીને તુ‘તું તારે પડી રે તારા ઉકરડામાં હું તો આ મારા છોકરાને લઈને આ હાલી’ કહી સોના (હોના) પડી રહેલ મારવાડીને ઠોકર મારી પોતાન ફૂલ જેવા ભોળા નિર્દોષ છોકરા દેવાને લઈને હાલી નીકળી રેલ્વે સ્ટેશન તરફ તેની ચાલમાં એક અજબ સ્ફૂતિં અનોખી નિર્ણાયાત્મશક્તિ અને નવનિર્માણ કરી - છોકરાનું ભવિષ્ય ઉજળું બનાવવાની મક્કમતાનાં દર્શન થતા હતાં- જમણી બાજુએ (એલ. આઈ. સી) જીવન વીમાનું મોટું પાટિયું મરક મરક હસી રહ્યું હતું...

- સવારે જ્યારે પોલીસ જીપે આવીને ધૂળમાં પડી રહેલા કાનિયાને ઢંઢોળીને ચોરીના ગુના બદલ તથા દારૂબંધીના ભંગ બદલ તેને હાથકડી પહેરાવીને પોલીસ સ્ટેશન તરફ લઈ જતી હતી ત્યારે વેરાયેલ પડીકામાંની જલેબીઓ કે જેની પર ધૂળના પડ જામ્યા હોવા છતાં આજુબાજુની કીડીઓ એ જલેબીના પડીકાને ઘેરો ઘાલીને ચોંટી પડી હતી. જલેબીનું પડીકું વેરવિખેર હતું અને કીડીઓ લહેર કરતી હતી- એમને આજે સોનાનો સૂરજ ઊગ્યો હતો.

કંતાનિયા ઝૂંપડાની માથે આવેલ પતરાના જાહેરાતના પાટિયા મધ્યે ‘દારૂડિયો દારૂને શું પીવાનો ? દારૂ જ દારૂડિયાને પી જશે-’ ના શબ્દો ચમકી રહ્યા હતા અને પોલીસ જીપ ધૂળ ઉડાડીને જતી હતી. જલેબીનું પડીકું વેરવિખેર દશામાં પડ્યું હતું.

અનુક્રમ

આવ બલા પકડ ગલા

- ‘ભાઈ સાહેબ મને જવા દો... હું તમને જરાકેય ઓળખતો નથી તમો નાહકના મારી પાછળ પડી ગયા છો-’ ઓફિસમાં બેઠેલા એક સીનીયર ક્લાર્ક પ્રમોદરાય સોની આવેલ ભાઈ ડાહ્યા ભાઈ પારેખને પ્રેમથી સમજાવતા હતા.

- નવા આવનાર આગંતુકે ઓફિસમાં પ્રમોદરાય સોની (સીનીયર ક્લાર્કના)ની ખાતરી થતાં અગાઉ જ એવી (એવી જાહેરાત) વાળો કહી સંભળાવી હતી કે પોતે પ્રમોદરાયના ગામના એટલે કે ડાકોરના છે. પ્રમોદરાય સોની બે વર્ષ અગાઉ રૂપિયા પ૦૦/૦૦ રોકડા મંદિરથી લઈ ગયા છે. જે રકમ તેમને પાછી લેવાની ખાસ જરૂર ઊભી થઈ એટલે તરત જ લેવા આ સ્થળે-વીરમગામ- મધ્યવેચાણ વેરા કચેરીએ શોધતા આવી ચડ્યા છે.’

- ‘જુઓ પ્રમોદભાઈ મને તમારી ઓફિસમાં જુઠ્ઠો પાડો નહિ હું કાંઈ ભીખ માગવા આવ્યો નથી. મારા ઉછીના લઈ ગયેલા પૈસા પાછા લેવા આવ્યો છું સમજી ગયા.’ ડાહ્યાભાઈ ઉવાચ‘પણ પણ’ કહી પ્રમોદરાયે લોચા વાળ્યા અને એમને કપાળે પરસેવાનાં બુંદો જામ્યાં, ત્યારે જોઓ તમને એક સારા માણસ ધારીને રૂપિયા ધીર્યાં હતા પણ છેક આવા લંપટ નીકળશો તેવી મને ક્યાંથી ખબર ? મારા કાગળ-પતર (પત્રનો) નો જવાબ નહિ. અને તમારી ઓફિસમાં ઉઘરાણીએ આવ્યા ત્યારે ભાઈસાહેબ કહે કે હું તો ઓળખતો જ નથી. વાહ રે ! દુનિયા વાહ રે ! કળિયુગ કહી મોટેથી રાગડા- પાડીને ડાહ્યાભાઈ પેલા બિચારા પ્રમોદરાયની બરાબર રીલ ઉતારી રહ્યા હતાં.

આ બધી હકીકત કોઈ પ્રેક્ષક જેમ દૂરથી જ દૂરદર્શન જોયા કરે તે પ્રમાણે મૂક પ્રક્ષક બનીને હું એટલે (અશોક દવે) નિહાળી રહ્યો હતો.

- લાંબી ભાંજગડ ચાલી અને કોઈ નિકાલ ન આવ્યો એટલે હું (અશોક દવે) ઊઠયો અને મેં પલા પ્રમોદરાયને ઈશારો કરી બાથરૂમ તરફ આવવા જણાવ્યું.

- દરમ્યાન ડાહ્યાભાઈ કોઈકં રેડીઓ કે નિષ્ણાત ટી. વી. એનાઉન્સરની અદાથી વિચારી પ્રમોદરાયની સસ્તામાં સસ્તી રીલ ઉતારી રહ્યા હતા.

- દરમ્યાન ડાહ્યાભાઈ કોઈકં રેડીઓ કે નિષ્ણાત ટી. વી. એનાઉન્સરની અદાથી વિચારી પ્રમોદરાયની સસ્તામાં સસ્તી રીલ ઉતારી રહ્યા હતા.

- ‘અલ્યા ભાઈ આ બલાને હું ઓળખતો કે પારખતો નથી આતો આવ બલા પકડ ગલા જેવી મારી પરિસ્થતિ છે. અશોક ભાઈ મને બચાવો. હું નિર્દોષ માર્યો જઈશ...’ કહી પ્રમોદરાય સાચ્ચે જ રડી પડ્યા ને કરગરી પડ્યા ત્યારે અશોકને (મને) હકીકતમાં સચ્ચાઈ લાગી અને અશોકે (મેં) પ્રમોદરાયને કાનમાં કાંઈક કહ્યું...

બન્ને ફરીથી પોતાની ખુરશી ટેબલ મધ્યે આવ્યા ત્યારે અશોકે (મેં) કહ્યું.

‘પ્રમોદભાઈ ખરેખર તમે રોકડ રકમ લઈ આવ્યા છો તો પછી શરમાવો છો શું કામ ? લો હું તમને રૂ. પ૦૦/૦૦ નો ચેક લખી આપુ છું.

- તમ તમારે પાસેની ‘બેન્ક ઓફ બરોડામાં જઈ રોકડ લઈ આવો. પાછળથી હું તમારી પાસેથી પાછા લઈ લઈશ.’

‘પણ અશોકભાઈ મારા લીધે તમે શું કામ નાહક દુઃખી થાઓ છો...’ પ્રમોદરાય ઉવાચ.

‘મણ ને બણ કાંઈ નહિ. આવો આપણે વહેવાર રાખવો પડે વહેવાર સાચવી જાણવો જોઈએ.’ કહી અશોકે ફટ કરતાક ચેક બુક કાઢીને રૂ. પ૦૦/૦૦નો ચેક પ્રમોદરાયને લખી આપ્યો ને રકમ લઈ આવવા કહ્યું સાથે સાથે ‘ડાહ્યાભાઈ તમે દશેક મિનિટ બેસો. ચા પાણી પીઓ પ્રમોદભાઈ રકમ લઈ આવે એટલે રૂપિયા લઈ જાઓ બાજુની બેન્કમા જઈ તે રૂપિયાની વ્યવસ્થા કરી આવે છે.’ અશોક ડાહ્યાભાઈને પણ કહ્યું.

‘એઈ ! નટુ જા - બે ગોલ્ડન લઈ આવ અને પાણી- બાણી પીવડાવ’ કહી અશોકે પટાવાળા નટુને ઓર્ડર કર્યો ત્યારે...

હાશ ! મફતિયા રૂપિયા પ૦૦/૦૦ મળી જશે તેવા આનંદ (સંતોષને) મનમાંને મનમાં મહા પરાણે દબાવી રાખીને ઉપરછલ્લેથી ડાહ્યાભાઈ (પ્રમોદભાઈ ઓફિસ બહાર ગયા એટલે) ઉવાચ, સાહેબ મારી લીધે તમે ભાંજગડમાં શું કામ પડો છો ! મારા રૂપિયા તો ગયા હવે તમારા પણ જશે - હો. હા પ્રમોદભાઈથી જરા ચેતજો...

‘નારે ! મને ચિંતા નથી પણ તમે તો એ બલામાંથી છૂટો કહી અશોક હસ્યો અને ડાહ્યાડમરા દીકરાની માફક ડાહ્યાભાઈ મફતીયા રૂપિયા મળી જશે તથા ચા પાણી કરીને ઘરથી રૂપિયા લઈને જ્યારે આતો લોભીયા હોય ત્યાં ધુતારા જ ફાવે.

‘મારા બેટા સેલટેક્ષવાળા બધાને લુટે છે હવે હું તમને (બન્નેને) લુંટીને જઈશ.’

- એવા તર્કવિતર્ક કરતા. ચા-પાણીના અને રૂપિયાના સ્વપ્ન સેવતા સેવતા ડાહ્યાલાલ બેસે રહ્યા.

પણ આ શું ?

દશ મિનિટ પછી પોલીસ પલટણ (પોલીસ સ્ટાફ) ક્યાથી આવી ગયો ?

પ્રમોદભાઈ રૂપિયાને બદલે પોલીસ સ્ટશને ફરિયાદ નોંધાવીને પોલીસ સ્ટાફ લઈને આવ્યા હતાં.

ડાહ્યાભાઈના મોતિયા મરીગયા.

પોલીસ સ્ટાફે તેમને ખખડાવ્યા અને ધમધમાવ્યા એટલે તે એમની આગળ ગેં- ગેં- ફેં- ફેં થઈ ગયા. બધુય પોલ પકડાઈ ગયું.પડદો ચીરાઈ ગયો. તેમણે સાચી કબુલાત કરી લીધી. બનાવટી બહુરૂપી બહુનામ ધારી ઠગ-ડાહ્યાભાઈને પોલીસ પકડી ગઈ ત્યારે ‘વેચાણવેરા કચેરી’ એ નિરાંતનો દમ ખેંચ્યો.

અને પ્રમોદરાય સોની ‘હાશ આવ બલા પકડ ગલા’ ના ચકરમાંથી છૂટ્યા, વિચારી પરસેવો લૂછી રહ્યા.

અનુક્રમ

માટીનું રમકડું

- એ ડરી ગયો... હબકી ગયો... એનું બાળહદય જોરથી ધબકવા લાગ્યું... શ્વાસોચ્છવાસની શૃંખલા વધી ગઈ, હોઠ સુકાઈ ગયા... . જેમ કોઈ પુષ્પ કરમાઈ જાય અને રંગની લાલી ઉડી જાઈ ફિક્કું પડી જાય તેમ ટીનુની દશા થઈ. અનો ચહેરો ફિક્કોફસ પડી ગયો. મૂંછવણના વાદળો ઘેરાઈ ગયાં હવે તેના મનમાં મમ્મીનાં મારની... વરસાદની વાત ઉઠવા લાગી. ડરનાં માર્યા તેણે આંખો બંધ કરી દીધી. તે પોતાની આંખો મીંચી બની ગયેલા બનાવને ભૂલવા માગતો હતો... પણ...

- ‘ધડુમ્મ’... કરીને તેના હાથમાંથી પડી જઈ ભાંગી ભૂક્કો બની ગયેલા હાથીના સરસ રમકડાને તે ભૂલીશકતો ન હતો... મમ્મી બહાર શાકભાજી લેવા ગઈ હતી અને પપ્પા તો આજે કાંઈ બહું વહેલા બહારગામ જવા ઉપડી ગયા હતા.

- લાગ જોઈને ટીનુએ ટેબલ ઉપર ખુરશી ગોઠવી (ટીનુની ઉમર ત્રણ-વર્ષની એટલે ઘડિયાળ ઉપર મૂકેલા બે હાથીના રમકડાની જોડ સુધી પહોચવું તે તેના માટે કોઈ શિખર સર કર્યા સમાન હતું.) ધીમે રહીને ઉપર ચડયો... પોતાની બિલ્લી ચોર નજર ફેરવી. ખાતરી કરી લીધી કે મમ્મીનું આગમન અત્યારે તો થતું નથી જ ને જો કે તેને ખાતરી હતી કે મમ્મી નવ વાગ્યા પછી આવવાની ... ડગુમગુ થતા ટેબલ ઉપર કોઈ ખેલમાં સમતોલ જાળવતા નટની અદાથી તે ઊભો... તેણે પોતાની પ્રિય વસ્તુ પ્રાપ્ત કરવા હાથ લંબાવ્યો.

‘મમ્મી પણ કેવી છે ?... રમકડા લાવે ... પણ રમવા તો આપતી જ નથી. લુચ્ચી છે... સાવ લુચ્ચી, હું તો તેની સાથે નહિ જ બોલું ... હવે તો હાથીને ઉતાલીને સંતાડી દઈશ... મમ્મીને ... ખબર જ નહી પલેને ... મનમાં સ્વગત બબડીને હાથ આગળ લંબાવ્યો. ડગુમગુ થતા ટેબલ ઉપર મુશ્કેલીથી સમતોલન જાળવી શકતા ટીનુને ઉત્સાહમાં એ ઉત્સાહમાં જેવો હાથી પકડાયો કે ટેબલ વધારે ઊચું થયું.

- બીજા હાથીના રમકડાને ટક્કર લાગી ગઈ પછી તો હાથી ભાઈ નીચે ‘ધુડુમ્મ’ કરતું રમકડું નીચે પડયું ને ભાંગીને ભુક્કો બની ગયું. એક રમકડું તો તેના હાથમાં હતું. ભયના માર્યા ટીનુનું મન પણ ભાંગી ગયું.

- બીક વસ્તુ જ એવી છે... ભલભલા માણસો તેની અસર નીચે આવી જતા હોય છે. તે વખતે તેમની પરિસ્થિતિ, તેઓ જ જાણે તેણે પોતાનાં નાજુક હાથ આંખ આડા ઢાંકી દીધા અને બેસી ગયો... કપાળે પરસેવો વળી ગયો હતો.

- ઘડિયાળમાં નવ વાગ્યા... તે સાથે જ ઝાંપાનો ખુલવાનો અવાજ સંભળાયો... મમ્મી ... માલ સામાનનાં રસાલા સાથે અંદર દાખલ થઈ. ટીનુના મનમાં થયું કે અહીંથી ભાગી જાઉં. ટીનું મમ્મી તરફ થનારા તડાકા- ભડાકાની રાહ જોઈ રહ્યો... મનમાં દૂર દૂર ભાગી જવાની ઈચ્છા તો ઘણી થઈ પણ ડરના માર્યા કેમ કરીને પગ ઉપડયા નહીં. તે શૂન્યવત્‌ બનીને જમીન ઉપર બેસી રહ્યો...

- ‘હરામખોર . આ શું કર્યુ તેં ? આખો દિવસ બસ તોફાન, તોફાન... ધંધો છે કંઈ ? બહું બદમાંશ થઈ ગયો છે...મારી મારી ને ચામડું ઉતારી દઈશ’ અગ્નિજ્વાળા સાથે મમ્મીના હાથની બે તમાચ... શટ...શટ ટીનુના ગાલ ઉપર વરસીગઈ. ટીનું ખામોશ. બિચારો શું બોલે ?

- ‘જોઈ શું રહ્યો છે ? આવવા દે તારા પપ્પાને પછી તારી વાત... બાલમંદિરમાં જવુ નથી અને પાછું નુકશાન ... ?’ ડોળા કાઢતી મમ્મીએ ટીનુના ગાઈ જોરથી આંમળી ચૂંટી ખણી... વેદના તો ઘણી જ થઈ. જો ટીનુની જગ્યાએ બીજો કોઈ હોત તો ચીસો પાડી ઉઠત... પણ કોણ જાણે વ્રજનો બનેલો હોય તેમ ટીનું બેસીજ રહ્યો...ઘડીયાળ ચાલતું હતું... ઘણી વાર મનમાં એટલું બધું દુઃખ થાય છે કે વેદનાની વાચા પણ નથી હોતી. હદયમાં દુઃખનાં વાદળો ઘેરાયા હોય ત્યારે રડી શકાતું નથી... આંખમાથી પાણીની આછી ચમકરૂપી વીજળી ચમકે છે... ફરી ટીનુ શૂન્યમત્સક થઈ બેસી રહ્યો... ઘડિયાળનો ટક ટક અવાજ નિર્જીવને વાચા હતી. ! સજીવ પદાર્થની વાચા હરાઈ ગઈ હતી ! ‘કેમ ? ગધેડો ? સાવ બુધ્ધુ તેમાં બેસી રહ્યો છે...હજુ તો નાહ્યો નથી... ઊભો રહે તારી ખબર કરું છું...’ વળી પાછું મમ્મીએ પારયણ શરૂ કર્યુ અને થોડો પ્રસાદ ટીનુને મળ્યો... મમ્મી બબડતી બરાડતી રસોડામાં ગઈ.

- ટીનું બેસી જ રહ્યો...કોણ જાણે તેને શું થતું હતું ? આ નાનકડું રમકડું તોડી નાખ્યું તેમાં તેણે શો મહાન અપરાધ કર્યો હતો ? આટલી નાનીશી વાતની આટલી મોટી સજા ? તેને મનમાં કંઈક થઈ ગયું... હવે તો એ બદલાઈ ગયો... સાજના પપ્પા આવ્યા, મમ્મીની વાત સાંભળી ટીનુને તતડાવ્યો... ધમકાવ્યો... પણ કાળજાના પણ વજ્ર જેવા કાળજામાં રૂપાંતરિત થયેલા ટીનુને અસર થઈ નહિ... પપ્પાએ તિરસ્કારથી ટીનુ તરફ જોયું કોઈ વાતની ટીનુના બાળમાનસે નોંધ કરી જે કાંઈ કાળે ભૂસાઈ નહી.

‘માલે જીવીને શું કામ ? હે ભગવાન મને માલી નાખો...? મને તમાલી પાછે બોલાવી દો ... ? મને મારા પપ્પા અને મમ્મી મારે છે, ધમકાવે છે... પપ્પા... મમ્મી હું નથી ગમતો, ભગવાન મને માલી નાખો !’

- રાતના રડતો કકડતો...ટીનુ સૂઈ ગયો... આજે તેણે બરાબર ખાધું કે નહીં તે વાતની મમ્મીએ ચિંતા કરી નહી... સૂતી વખતે પપ્પાએ માથે હાથ ફેરવ્યો નહિ ! ટીનુએ આખી રાત રડયા કયું. ઓશીકું ભીજાઈ ગયું.

- બસ પછી તો ટીનુના સ્વભાવમાં આભજમીનનો ફેર પડી ગયો. તે કોઈની સાથે બોલતા-ચાલતો નહી... હસતો-ખેલતો નહિ. અની આંખો હંમેશાં ખોવાયેલી રહેતી...તે દૂર ક્ષિતિજમાં કશુંક જોતો રહેતો... પણ તે શું કરે ? કાંઈ નહી... આખોદિવસ તોફાન ધમાલમાં રચ્યો-પચ્યો રહેનારો ટીનું સાવ શાંત બની ગયો. બહારથી શાંત દેખાતા માનવીનાં આંતરિક પોલાણમાં ખળભળ મચેલી હોય છે. દિવસો પસાર થતા ગયા... મીનુ...કનુ...સરુ... રીટા સાથે તે રમતો નહિ. યાંત્રિક યુગમાં જીવનારા (નોકરી કરનારા...) ટીનુના પપ્પા અને મમ્મીને આ પરિવર્તન જોવા મળ્યું... એક દિવસ...

‘ટીનુ...’ નાનકડી રીટા બોલી.

‘...’ ટીનુનો જવાબ મળ્યો નહિ.

‘કેમ ટીનીયા મારી જોડે કીટ્ટા કરી છે કે શું ?’ રીટા પાસે સરકી ટીનુ જોઈ જ રહ્યો.

‘જોઈ રહ્યો છે શું ? ચાલને પેલાં રમતાં તાં તે ધબ...ધબ...રમીએ’ રીના બોલી.

‘ના...’ ટીનુનો ટૂંકો ઉતર.

‘આમ... ?’ કરીને રીટાનાં જડબા ઉપર નાનકડા હાથની તમાચ મારીને ટીનુ અગાસી ઉપર જતો રહ્યો.

રીટાનાં ગગનભેદી રૂદને ઘર ગજવી મૂક્યું પછી તો મમ્મીની પારાયણ કથા...રીટા પાડોશમાં રહેવા આવેલા એન્જિનીયરની છોકરી હતી.અને થોડો ઘણો પ્રસાદ ટીનુને મળ્યો... ટીનુ ખામોશ રહીને ક્ષિતિજમાં જોઈ રહ્યો.

- એક નાનકડા બનાવે ફૂલ જેવા બાળકને પથ્થર બનાવી દીધું હતું. પછી તો દિવસો પસાર થતા ગયા...ટીનુની મમ્મી સરલાને પ્રસુતિ થવાની હતી... ટીનુની દેખભાળ કોણ રાખે ? પપ્પા...મમ્મી સાથે વાતો કરતા રહેતા...નાનકડો ટીનુ ગેલેરીમાં બેસી દૂર ક્ષિતિજમાં જોયા કરતો. આવાત પણ મમ્મી પપ્પાને ન સમજાઈ.

- દિવસો પસાર થયા...સરલાને મરેલું બાળક અવતર્યુ, સદભાગ્યે તે બચી ગઈ. અને તે મુક્ત બની તે દિવસે ટીનુને ખૂબજ તાવ આવ્યો. તેની આખો લાલ બની ગઈ...તેના શરીરમાં તો આગ આગ વરસતી હતી. ટીનુની હાલત ગંભીર બની ગઈ.

‘મમ્મી મેં જાણી જોઈને લમકડું ભાગ્યું નથી...’ તે બબડતો રહેતો... આખી રાત બબડતો રહેતો. પપ્પા-મમ્મી ફરીથી ચિંતાતુર થઈ ગયાં, રાત્રે તો ટીનુની હાલત ખૂબજ બગડી પછી તો તે જાણે કોઈને ઓળખતો ન હોય તેમ જોઈ રહેતો. પપ્પા દોડતા બહાર ગયા... ડાક્ટરી સારવાર... તેમના આશ્વાશન વાક્યો...પણ પછી સવાર થઈ અને જે જગાએ પથારી હતી. તે જગાએ સામેની બાજુએ ટીનુ ઘડિયાળ તરફ જોઈ રહ્યો.એક ચકલી ઘડિયાળ આગળ બેઠી હતી.કૂદતી કૂદતી પેલા બાકીના રમકડા નજીક આવી ચકચક અવાજ કરતી તે બોલવા લાગી. ચકલીનો અવાજ... પપ્પા મમ્મી બેઠાં હતાં... ચકલીને ફરરર... ઉડવાનો અવાજ...પાંખો હાથીના નાના નાના રમકડાને અડી ... ધુડુમ્મ... કરીને રમકડું તુટી ગયું

- ‘મમ્મી, મેં જાણી જોઈને રમકડું ભાગ્યું નથી.’ ટીનુએ ચીસ પાડી.

- મમ્મીએ હાથ ફેરવ્યો...ટીનુ બેભાન બની ગયો... હાલત બગડી ગઈ... છેવટની તેની અંતિમ ઘડી આવી ...અને... અને... એ ટમટમતી... આંખો બંધ થઈ ગઈ...રોશની બુઝાઈ ગઈ...

- આજે એ સવાર હતી...જેના એક વર્ષ પૂર્વે જ બાળક... ટીનુથી હાથીનું બમકડું ભાગ્યું હતું આજે સવારે બે રમકડાં ભાગ્યાં...

એક હાથીનું ... બીજું ...ટીનુના દેહનું રમકડું ... કોનાથી? ભગવાનથી ? કે પછી - મમ્મી-પપ્પાથી ?

(સાહિત્ય અને કલામંડળ આયોજિત વાર્તા હરિફાઈમાં આ કૃત્તિને બીજુ સ્થાન મળેલ છે.)

અનુક્રમ

ગ્રજગાહ

- ગોવિંદ એનું નામ ... ! ને એની ઘરવાળીનું નામ ગજરા...! ગોવિંદ અને ગજરા ...ક્યાં ચંપો અને ક્યાં કેળ ? ને ક્યાથીં તેમાં પડે મેળ ? ... ગોવિંદ અને ગજરા...!

- એક ઊચા આકાશની વાત કરે તો બીજા છેક પાતાળમાં પેસી જાય ... એક ઉતર દિશા તરફ જુએ તો બીજો દક્ષિણે દોટ મેલે...આવા વિરોધાભાસી સ્વભાવ વાળા યુગલને જ્યારે પ્રભુએ એકબીજાનાં ચોકઠામાં બરાબર ફીટ કર્યુ હશે ત્યારે તેને પણ પરસેવો વછૂટયો હશે... સિદ્ધિ તો તેને જઈને વરે ... જે હરદમ પરસેવે નહાય... ! પરમાત્માએ બન્નેનું ઘડતર કરીને અને જન્માક્ષરોની જોડનો મેળ પાડીને - પરસેવો પાડીને મહાપરાણે સિદ્ધિ મેળવી લીધી પરન્તુ હવે દરરોજ કાંતો ગોવિંદને અથવા કાંતો ગજરાને વારાફરતી પરસેવે વગર પાણીએ દરરોજ ના’વાનું થતું હતું ! તેનું શું ? બન્ને વચ્ચે ગજગ્રાહ ચાલ્યાજ કરે ... બસ ચાલ્યા કરે ... કોઈ વાતનો નિવેડો નહિ ને કોઈ વાતનો અંત જ નહિ ! બસ ગ્રજગ્રાહ એટલે ગ્રજગ્રાહ ... !

- ધણી ધણીયાણી વચ્ચે મેળ પડે જ નહિ ... ! બન્ને વચ્ચે બન્નેના સ્વભાવ વચ્ચે આસમાન જમીનનો તફાવત એક પૂર્વની વાત કરે તો બીજી પશ્ચિમ તરફ મોં ફાડી ઊભું રહે એક કહે ઉતર તરફ જવું છે તો બીજું ના દક્ષિણ તરફ જ જઈએ એમ કહી દક્ષિણ તરફ દોટ મૂકે ... !

- શિંગોડાની સીઝનની શરૂઆત થઈ રહી હતી સીઝનલી આઈટમ પ્રમાણે ધંધો કરી લેનારને સીઝન મુજબ પરસેવો પાડીને કમાણી કરી લેવાની હોય છે. આમ તો ગોવિંદ વાઘરી અને ગજરા વાઘરણ ગોવિંદ ગજરી કહીશું તો ચાલશે બન્ને ધણી - ધણીયાણી સંયુક્ત રીતે દાતણ વેચવાનો ધંધો કરતા કોઈની જમીન ખેડવા મળે તો વરસદા’ડો વાડી કરી ટામેટા તૂરીયા ચીભડા વગેરેને ઊગાડીને તેમાંથી જે કાંઈ મળે તેમાંથી પેટીયું રળી લેતાં પોતાનું ગુજરાન ચલાવતા લોકો તેને ગોવિંદ દાતણીયાં અને ગજરા ચીભડાવાળી તરીકે જ ઓળખતા.

- જો કે ગોવિંદને તેના ભાઈબંધો પુનમો પેલો કાળીયો, રણછોડીઓ બધાય અલ્યાહેડય અમારા ધંધામાં લાગી જા- રાતે શહેરમાં જઈને બે બે કારબા દારૂની ડીલવરી પહોંચતી કરી દેવાની સબ સલામત હોય તો ૧૦૦ની નોટ તરત જ છુટ્ટી દરરોજના ૧૦૦ રૂપિયા મળે એટલે હોં ટેસથી જિંદગી જીવવાની હો... કહી ગોવિંદને બધા કહી સંભળાવતા અને માેંએથી લાળ પાડવા તૈયાર કરતા ત્યારે ગોવિંદ બે હાથ જોડીને,

- ‘ના ભાઈ હોં હું તો ર’યો ભગવાનનો માણહ મારા બાપુને મારા દાદા બન્નેય પાકા ભગત હતા એટલે એમણે ટીપુય સરખું ચાખ્યું નથી તો હું શું કરવા આપાપના ધંધામાં વળગું ... ! ને મારાથી પોલીસ સ્ટેશને જઈ જમાદાર ફોજદારનો તાપ નથી વેઠાતો અને ઢોરમાર પણ મારાથી ના વેઠાય એટલે મારો ધંધો - દાતણપાણી વાડી ચીભડાનો અને શીંગોડાનો સાચો - એ પરભુ મને કુમતે ના ચઢાવે એટલે પત્યું પછી ભગવાનની માયા કહી એ બંધાએ હાથ જોડતો ત્યારે તેના ભાઈબધો પણ કહેતા,‘લ્યા જવાદોને વાત એ હાવ રાડવા હીજડા જેવો છે’ - કાંઈ વાતની બુદ્ધિ નથી- મર્દ નથી સાવ બાયલો છે પછી પૈસા ક્યાંથી પેદા કરશે ? આપડે શું ? મેલો પંચાત હેડો આપણે ધંધે વળગવા દોટ દેતા.

ત્યારે ઝુપડપટ્ટીમાં રોટલા ઘડતી વાઘરણ ગજરાને પણ આ વાત સાંભળીને પાનો ચઢી જતો ને રોટલા મરચાનું શાક પેલા જે બન્ને ધણી - ધણીયાણી જે ટેસથી ખાતા હતા તે હવે રોટલા મરચાનુ શાક એને લુખ્ખુ લુખ્ખુ લાગતું ગજરાનું ગળું ને મન બન્ને ચચર્યા કરતું પણ હું થાય ? આ માય-કાંગલાનો પાડા રાડવો ધણી ગોંવિ માને તો ને ?

- આપણે હવે ધંધો બદલી નાંખીએ થાક્યા આ વાડીથી- ચીભડાથી ને દાતણ-સીગોડાના વેપલાથી’

‘તાણે હું કરીએ ? ઘાયજાનું કરીએ ?

‘એય ધંધો હારો ચાલે છે માળા ટી.વી લઈને બહી ગયો છે દુકાનોમાં -’

‘બધીય વાતો હાંભળવી હારી જરી પણ રૂપિયા લાવવા ક્યાંથી ? ગોવિદે કહ્યું ત્યારે...

‘એટલે જ હું આ ધંધો બદલવાની વાત કરી રહી છું.-’ ગજરાએ તરત જ જવાબ આલ્યો.

- ‘ના, એ વાત મારાથી નહિ-બને-મને તો મહેનત મજુરીમાં જ મઝા આવે છે. ખરી મઝા પડે છે ગજરી એના વગર બધુય મોળું મોળું ફિક્કુ ફરસ દહીં સેપ્રેટીયા દહીં જેવું લાગે. મને મારી વાતમાં રસ નથી પડતો મઝા નથી પડતી-’

- ‘તો ખાધા કરજો આખી જિંદગી આ રોટલાને મરચાનું શાક તમ તમારે’ કહી... કલાડામાંથી ગરમા ગરમ રોટલો ઉતારી પિતળની કલઈ વગરની થાળીમાં પછાડી તે પછી ધાતુની વાડકીમાં છાશ ને કાંસા ફંફોસા કરી ચાર પાંચ લીલા મરચા કાઢી થાળીમાં મેલીને ટૈડકો છણકો કરી ગજરી ઘરની (રાટીયાવાળી ઝુંપડામાંથી) બહાર નીકળી જતીં-

- ‘મારે મોડું થાય છે ને પાણીના ય લાય છે બળી કહેતાં બબડતી ગજરા મ્યુ. નળેથી આવતું પાણી જતું ના રહે એ બીંકે ખાલી માટલું લઈને ભરવા મ્યુ. સ્ટેન્ડ તરફ...

- ગોવિંદ ને ગજરા ગજરા ને ગોવિંદ એકને ગજરાને ઓછું કામ વધારે દામ જોઈએ જ્યારે ગોવિંદને પહેલા રામ (ભગવાન) પછી દામ...! એટલે બોલો ક્યાંથી પડે મેળ ? એક (ગજરા) કામચોર બગભગત જ્યારે બીજો (ગોવિંદ) સાચો ભગત ભોળો ભગત મહેનતું પુરષાર્થ ને પ્રારબ્ધમાં માનનાર અડીખમ ખડતલ મજબૂત પુરુષ...!

- મનમાંતો મનમાં કેટલોય કંટાળો આવે પણ ધણી આગળ બાયડીનું કેટલું ચાલે ? ગોવિંદીયો ગરમ થયો એટલે બબડતી બબડતી બળતી લાય જેવી થજે લોહી ઉકાળા કરતી ગરમા-ગરમ ગજરા બેઠક મંદિરવાળા આણંદ શહેરના તલાવ તરફ તલાવમાં ઉગેલા શીંગોડા (ગજરાના કહેવાથી જ આ તલાવમાં થનાર શીંગોડા વીણવાનો ઈજારો ગોવિંદએ વાઘરીએ આણંદ મ્યુ. વાળાને ઢગલાબંધ રૂપિયા ખવડાવીને રાખ્યો હતો...) કાઢ્યો સરસામાન દોરડાં તગારા ને બીજું બધું ય લઈને તથા દિયર કરશનીયો ને આડોશી પાડોશી ચાર પાંચ જુવાન જુવાનડીઓ ને તેમના છૈયા છોકરાની ટોળી બધાને લઈને હેડી...!

- તલાવમાં ધણી-ધણીયાણી કાછડો વાળીને પાણીમાં ઉતર્યા ને બન્નેય શરૂ કર્યુ શીંગોડા ઉતારવાનું બહાર રહ્યો રહ્યો દીયરીઓ કરશનીયો કિનારે કિનારે ઊભો ઊભો મદદ કરતો રહ્યો એમ કરતાં કરતાં ધણી ધણીયાણી અધવચ્ચે તલાવ વચ્ચે પહોંચી ગયા કરશનીએ રસ્સી દોરડું બરાબર મજબૂતાઈથી પકડી રાખ્યું હતું. જેથી તલાવમાં ઉગેલ લીલમાં લપસી ના પડાય કે ડૂબી ના જવાય - મજૂરી કરતા કલાક જતો રહ્યો ચપટીમાં ત્યાં તો ગોવિંદીયાને બીડી પીવાની તલપ લાગી એણે તલાવમાંથી જ રાડ નાખી -

‘એલા એ કરશનીયા બીડી માચીસ તૈયાર રાખ ને સળગાવવા માંડ હું બીડી પીવા બહાર આવતો રહવું છું...’

‘હમણાં બીડી ને ફીડી બંધ રાખો હેડો હવે આકામ પૂરું કરો- ઝટ પતી જાય એટલે જાન છૂટે... ગજરા પણ પાણીમાં રહ્યા રહ્યા બરાબરની પલળી ગઈ હતી.

‘હવે તું તારે બેસને છાનીમાંની જંપીને બેસ થોડો થાક પોરો ખાઈ લેવા દે આતો કાંઈ લાડવો ખાવાનો છે તે તરતજ ખાઈ લઈએ ઠર મારી મા જરા ઠર.,’ કહી કંટાળો વ્યક્ત કરી ગોવિંદીઓ હેડયો કિનારા ભણી...!

- આણીકોર કરશનીયો દોરડું રેઢુ મેલીને પોતાના ખીસ્સા ગજવા મંડયો ફંફોસવા બીડીઓ ને માચીસ ગોતવા મંડયો હાથમાં દોરડું છૂટું થઈ જાય ..પછી તે કોઈનું સગું થાય .. ! બીડીની તલપમાંને તલપમાં ગોવિંદઓ ઉતાવળેથી જેવો તલાવ કિનારા તરફ હેડયો કે તેનો પગ ખાડામાં પડયો લીલ જામી ગઈ હતી ખાંડા વચ્ચે આવેલા કાળા પથરા પર એટલે સરરરરર...સરરરરર કરતો એ લપસી પડયો અને પેલું કિનારાનું બાકી રહેલું દોરડું પણ તલાવમાં ખેંચાઈ આવ્યું... દોરડુ ઢીલું ઢસ જ હતું... ક્યાં કરશનીએ કચકચાવીને પકડી રાખ્યું તું... ?

એટલે,‘ઓ બાપા ઓ બાપા મરી ગઈ. લ્યા મને કોઈ કાઢો બહાર કાઢો એમના રાજીયા ગાય મા પૈણી આજના ધંધાની...’ કહેતાં હાથમા રહેલો બધો માલ (શીંગોડાં) તલાવમાં જતા રહ્યા એટલે ડૂબવા પડેલી ગજરીએ રાડારાડ કરી મેલી પણ ગોવિંદયો શું કરે ! એય પાણીમાં લપસી પડતા ડૂબવા મંડયો ગજરાને-ગોવિંદયા ના નાક-કાન મોંમાં પાણી ભરાણું ને બન્ને મંડયા બાથોડીયા મારવા તરફડીયા માંડવાં...

કરશનીયે કિનારે રાડારાડ કરી મેલીને બેઠકમંદિરના તલાવે કિનારે જાણે મોટો મેળો ભરાઈ ગયોજેમ તેમ કરીને ડૂબવા મડેલા એ બન્નેને ધણી ધણીયાણીને તલાવ બહાર કાઢી આણંદના સરકારી દવાખાના ભેગાં કર્યાં પોલીસનું લફરું થયું એ જુદું દવાખાનામાં જનરલ વોરર્ડમાં પડી પડી અર્ધ બેભાન અવસ્થામાં ગજરા બકી રહી હતી કે.

‘મા પૈણાવા બીડી પીવા બહાર નીકળેલો માદરપાટની ઓલાદ એ જ લાગની છે હવે ખાઈ લે પેટ ભરીને રોટલા ને લુખ્ખી લુખ્ખી લાલ મરચાની ચટણી - હાળાને કેટલીય વખત કહ્યુકે મેલી દે આ બધા ધંધા મેલી દે ગધ્ધાપા મજૂરી મેલી દે આ વૈતરૂ ને બધાયની જેમ ચાલુ કરી દે કારબામાં દેશી દારૂની હેરાફેરી કરવાનો ધંધો, એટલુ પણ ગધાડા જેવો મારી જેવી ગરીબડીનું માને શાનો ? અની માનો ભાયડો એ જ લગાનો છે...’ જ્યારે બીજા ખૂણામાં આવેલા દવાખાનામાં ખાટલાપર ગોવિંદીઓ ટુટીયું વાળીને પડયો હતો એ હજુ ભાનમાં આવ્યો ન હતું- બચારાને બરાબર કચ્ચર વાગ્યું ‘તું.

ગજગ્રાહ પૂરો થયો ને કરશનીઆ બચાવી રાખેલા રૂ. ૩પ૦/૦૦ સાડી ત્રણસો રૂપીયા પૂરા ગોવિંદયા ને ગજરા વચ્ચેના ગજગ્રાહમાં વેડફાઈ ગયા - આ રૂપિયા કરશનીયે નાનકડો પોકેટ રેડીઓ ટ્રાન્ઝીસ્ટર લાવવા સારૂ મહાપરાણે એકઠા કરેલા જે દવાખાનાની દોડદોડમાં લૂટાઈ ગયા વપરાઈ ગયા.

અનુક્રમ

વેતા વગરની

- ‘અલી કમળી ક્યાં મરી ગઈ ? આ છાણ વાસીદું કોણ કાઢશે? ઉપરથી પાછો આવીને તારો બાપ કોણ જાણે રાંડ ક્યાંય ભટકવા નીકળી પડી હશે. કોની જોડ્યે વાત્યુના તડાકા-ભડાકા મારતી હશે. કભાળજા, આવી છે ત્યારથી મારે માથે પડી છે, બધાયના માથે છે હાવ વેતા વગરની... કોઈપણ જાતની દુનિયાદારીનું ભાન જ નહીં... મારો એકનો એક દીકરો છતી બૈરીએ બૈરા વગરનો હોય એમ ભટક્યા કરે છે ને પાંચ-પાંચ વરહ થયા ઘર માંડ્યે પણ હજી ઠરીઠામ થઈ નથી.

- કહેતાં કહેતાં પચ્ચાસ-પંચ્ચાવન વર્ષની આધેડ ઉંમરનું આયખું વટાવી ગયેલ ‘ને’ વનમાં પહોંચી ગયેલ ‘કાશી બા’ મોમાંથી લારા (અંગારા) વરસાવી રહ્યા હતા ને પોતાના એક ના એક દીકરા રતિલાલની ટાંટીઓ વાળી ટકીને નહી બેસનારી એવી વહુ કમળાના માથે (તેની ગેરહાજરીમાં) મરશિયાં ગાઈ વહુને મણ-મણની ચૌપડાવી રહ્યા હતા.

- આ બધી પારાયણ ચાલે - પુરી થાય ત્યાં પશાકાકા (કમળાબેનના આદમી - ઘરવાળા) ભગત ડેલીએ ડગલાં દીધાં. (પગ પેશારો કર્યો...) ને...! હ...અ...અ...અ...’ કહી ખોંખારો ખાધોને પછી કહ્યું...

‘‘લ્યા... કહ્યું છું કોના માથે છાણાં છાપે છે ! અત્યારના પોરમાં કોણ હાથમાં આવી ગયું બચ્ચારૂ કહીને પશાભાઈ ભગત ભાગોળે જઈ આવ્યા હતા ને થેલીમાં શાક-ભાજી-પાંદડા લઈ આવેલ કોબીજ, બટાટા, રીંગણને ચોળી તથા મસાસા... મરચાં (લીલા) ને કોથમીર જે થેલી પડખે મેલીને ઓટલીએ બેઠા ઘડીક પોબારો શ્વાસ લેવા ત્યાં એક બાકી રહ્યા ગયાં હોય તેમ લો... અનારે ભગમ કમાઈ આવ્યા ‘ને’ પાછી પેલી વઠેલનું ઉપરાણું લેવા નીકળી પડયા.હું કહું છું કે આ-બે કલાક સુધી કયાં ભટકી આવ્યા - શાક લેવા ગ્યા’તા કે શાકભાજીની લારી લઈ વેપાર કરવા- સાડી અગીયાર થયા તોય ઠેકાણું નહીં, ને અડધો દાડો ગયો ત્યારે શાક લઈ આવ્યા- પછી પેટ પુજા ક્યારે કરવાની ? ક્યારે ડોઝી ભરવાની ? ‘ને’ પછી બધીય વાતોની ઉતાવળ વચ્ચમાં કઈ પણ બોલવાનો અવકાશ કે તક આપ્યા વગર કાશી ‘બા’ અમદાવાદ-મુંબઈ સુપરફાસ્ટ ટ્રેનની સડસડાટ ગતિથી-ફટાફટ બક્યા જ જતા હતાં’ને બધાય પર પોતાના એકના એક દિકરા સિવાય પોતાના પોતાના ગુસ્સાની આગ ઠાલવ્યું જતાં હતા.

- ‘બચારો રતિયો - છેક હવારથી ખેતરમાં ગયો છે ને છોકરાને બાપો ને હું બન્નેય ગરબા ગાયા કરે છે. ખેતરમાં માણહાં જોડે ‘નેદાવાનું ગાડવાનું’ ને બધુય કામ કરાવી જાતે આમ વઢીને ઘેર આવે ત્યાં સુંધી ઘેર તો કાંઈ જ ઠેકાણું હોય જ ક્યાંથી - સસરો (હાહરો) ફોજદાર ને વહું જમાદાર... કહીને બહારથી ઘરમાં વેલી દાખલ થતી વહું કમળાને આડકતરી રીતે હંભળાવી દીધું.

કકળાટનું મોં કાળુ ને હવે આ લાય મેલ તો સારૂ જેથી કંટાળીને પંશાભાઈ ભગતે કાશીબા (પોતાની વહુને) કહી પણ દીધું કે-

‘‘હવે તું જ બધી લપ મેલ્યને હેડ હવે આપણે બેઉ જણ ચાર ધામની જાત્રાએ જઈ આવીએ. કાશી-મથુરા-ગોકુળ-વૃદાવન-દ્ધારકા જઈ ભગવાનના દર્શન કરી આવીએ. જેથી કાયાનાં કલ્યાણ થાય, હમજી ગઈ... ને કર આખી જીંદગી સુધી માય તારો કેડો નહી મેલે

- ‘‘હવે ડા’પણ કર્યા વગર તમારી દયા ધરમની વાતોમાં પૂળો મેલો‘ને’ મને મારૂ કામ કરવાદો. મારા ભજનો કે આખ્યાન હાંભળવા નથી ને નવરીયે નથી. જે નવરાં હોય તેને હંભળાવો એટલે પત્યુ ‘કેતા કાશીબાએ આઘીપાછી થઈ રહેલી - નવરી - વહુંને જોઈ ટોણો માર્યો ને પાછું ઉમેર્યુ.

હવે, ફેરફુંદરડી - ચકરડીઓ ફર્યા વગર રસોડામાં પેશ ને હંભાળી લે ચુલો... આખા મલકનું કામ માથે વાટ જોઈને ઉભું છે.

- વહુ બચારી મીંદડીની બીલાડીની, અદાથી દબાઈ ચંપાઈને રસોડામાં પેહી ગઈ સરકી ગઈ... ને કામકાજ હંભાળી લીધું ત્યારે કાશીએ એનો પીછો - પંડય મેલ્યો...!

- પશાભાઈ માસ્તર ‘ભગત’ આમતો સુખી, દશ-બાર વીઘાં ભોંય હતી. ગામમાં ચણતરવાળુ પાકું મકાન હતું ને વળી પાછી માસ્તરની નોકરીમાંથી નિવૃતિ મળેલી એટલે સરકારે ત્રણસો-ચારસો રૂપીયાનું પેન્શન પણ બાંધી આલ્યું તું’ એટલે ખાધેપીધે સુખી માણહ હતા પણ એમને એક વાતનું દુખ હતું કે કાળ દાસીયણ જેવી બૈરી જે મડદાની છાતી પર ખીચડી મેલી હોંશે હોંશે ખાય ને પછી કાયમી કકળાટીયણ બૈરી આખો દાડો કચકચ કર્યા કરેને માથુ પકવી નાખે. ભગવાન તોબા ! આ બૈરાથી બચારા માસ્તર કંટાળી ગ્યા તા સાચોસાચ ત્રાસી ગયા ‘તા’ ? ઘડીક્તો એમના મનમાં થઈ જતું કે, બસ,મુઠીવાળીને દોટ મેલી, ગિરનારનો કે ઈડરીયો ગઢ ઠેકી (ચડી) જઈને ત્યાંથી પડતું મેલવું કે જેથી ‘રામ તારી માયાને ટાઢે પાણીએ નાય... બધી જ પીડાનો અંત આવી જાય પણ છોકરો છોકરાની વહું, ઘર, જમીન ખેતીને બીજી બધી પાર વગરની જવાબ દારીને માથાકુટ, એમને એવું કરવા માટે રજા-મંજુરી આવતી હતી.એમાય પાછો વેતા વગરનો દીકરો, તિયો’ તો’ય એ હારા ઘરની છોડી કે(વહુએ) પડયુ પાન નીભાવી જાણ્યુ નહીતર બીજી હા’તતો, હઠ લાત મેલીને હેડતી થઈ હોત.

ને આ ડોશી ઉલટો ચોર કોટવાળાને દડે એ પ્રમાણે ઉલટી ગંગા વહાવડાવીને પોતાની વહુને ‘કમ નથી, કામકાજ કરવું નહિ- ને- વેતા વગરની વંઠેલ’’ કહી બધી જ જાતનાં અલંકારો વહુને પહેરાવી રહ્યાં તા. કાવીટીયણ મા- થી રતીયો (દીકરો) પણ કંટાળી ગયો તો પણ એ માવડીયો માડી ગયો હતો એટલે કશું મા ને કશું કહેતો ન હતો અને વહુના (બૈરી) પક્ષમાં (પડખેય) પણ રહેતો ન હતો એટલે લાચારી હહરા (સસરા) માસ્તરની પોછીશન પરિસ્થિતી ‘સુડી વચ્ચે સોપારી જેવી’’ દયનીય થઈ જતી હતા એ વહુનો પક્ષ લે તો ગોળાબારી રણયુદ્ધનો મોરચો એમની પર મંડાતો ને પછી ... દે ધનાધન દે ધનાધન...

- પણ કાશીબા દે ધનાધન, દે ધનાધન કરવા ઝાઝુ જીવ્યા નહી ને ઉપરના બનાવનાં બરાબર ત્રીજે દા’ડે ભગવાનના ઘેર મોટીજાત્રાએ (ગામોતરે) ઉપડી ગયા ત્યારે બચારાં માસ્તર તેને સંભાળીને તેના કડાપે સ્વભાવમાં જે વહાલપનની છાપ હતો. મીઠી લાગણીની ભીનાશ હતી તેને વારવાર યાદ કરી કરીને પોકે પોક મેલીને રડેલા... પણ મડદાની હારે કોઈ મર્યુ છે ? દુઃખનું ઓસડ દાડા આમ વાત વીહારાતી ગઈ હૈયે લાગલા કારમા ઘા રૂઝાવા માંડયો ને તેવાતને વરહ દા’ડા વીતી જતા માસ્તર પશાભાઈ માસ્તર યથાવત જીંદગી જીવતા થઈ ગયા.

- હવે પરિસ્થિતિએ કાંઈક અનોખો વળાંક લઈ લીધો હતો ઘરમાં કોઈ હેરાફેરી કરનારા ફેરા ફાંટો ખાનાર બાકીં રહ્યું નહિ ને દીકરો રતીયો એના ખેતીકામમાંથી હળ લાકડામાંથી ક્યારે ઊચો આવે કે ઘર સંભાળે ? ઘરની સામે નજર કરે જેથી શરૂઆતમાં લાજ મર્યાદા રાખીને વહુ-સસરા (માસ્તર-કમલા) વાતો કરતા ઘરનું કામકાજ ઉકેલતા, વહેવાર કાડતા, પણ જાણે અજાણે સ્પર્શ થઈ જતાં સ્પર્શ-સુખનો રોમાંચ માસ્તરને થઈ જતાં વહુ જાણે અભડાઈ ગઈ હોય તેમ આઘી - આઘી ફરતી પણ પછી ઘરમાં કોઈ જ રણીધણી રહ્યુ નહી ને કાશીબા કાશીએ મોટી જાત્રાએ પરમ ધામે જતા રહ્યા એમને હાથમાંથી લગામ જતી રહીને દહીનો ઘોડો છુટ્ટો...

- વહુ- સસરા- દીકરા- વહુ ઘરની અંદર કાંઈ જુદો જ સંબધ રાખતા થઈ ગયા ને ઘરની બહાર સમાજમાં સસરા- વહુનો કોઈ અલગ વાત- વ્યવહાર સંબંધ રાખતા થઈ ગયા. અનુભવે આ બધુ શીખવી દીધું પણ આવાત કયાં સુધી છાની રહેં. પાપ તો છાપરે ચડીને પોકારનાર છે જ.

- એ હકીકતે શરૂઆતમાં અથળાતી કુટાતી વાત રતીયાના કાને આવી ત્યારે તેને તેણે કાને હાથ દઈ દીધા ‘ને’ આંખો મીંચી દીધી પણ-એ હકીકતને જ્યારે એણે ચોરી છુપીથી પોતાનાજ ઘરમાં (રમાતી રાસલીલાને જોઈ) જોઈ ત્યારે રતીયો રતીયો ના રહ્યો એને આ દુનિયા પર ફીટકાર આવ્યો - ધ્રુણા જન્મીને એણે પગે આણી (પથ્થરા) બાંધીને ગામના પાદરે આવેલા કુવે છલાંગ દીધી કુદકો માર્યો.

તે વખતે આ એજ દા’ડો જોગાનુ જોગ હતો કે જે તીથી તારીખ રતીયાની મા-કાશી બા ભગવાનના ઘરે દરબારે પહોંચી ગયા તા... તે વાતને બે વરહ થયા હશે આશરે, જેથી લોકનીંદાથી બચવાને વધારે કાંઈ લફરૂ ન થાય તેથી સમજુને શાણા સસરા તથા વહુએ જોડકણું જોડી કાઢ્યું કે એમને એટલે કે રતીયાભાઈને (રતીયાને) ખયની ટી.બી.ની અસર રહેતી ને એનાથી એ કંટાળ્યો તો જેથી કંટાળાને કંટાળામાં એણે કુવો પુર્યો. પોલીસવાળાને પૈસા આપીને કેશ ફાઈલે થઈ ગયો પણ આ વહુને સદાય કે’નાર કાશીબાની આકાશમાંની આ બધા દ્રશ્યો અદ્રશ્યો તમાસો જોઈ રહેલી આંખો હવે આ રોજનો તમાસો જોઈને વહુને ‘વેતા વગરની વહુ’ નહી કહે પણ પોતાની પડખે આવેલ માડી જાયા વેતા વગરના વર’ને દીકરાને શું કહેશે ? એતો ઉપરવાળો ભગવાન જાણે કે કાશીબા જાણે પછી સસરા વહુ (વેતા વગરની વહુ) એ બન્નેય જાણે... !

અનુક્રમ

ધર્મ સંકટ

- ગિરધરભાઈ ગોટાવાળાના માથે મોટું ધર્મસંકટ આવી પડ્યું ધિરધર ગોટાવાળાની પ્રખ્યાત ગોટાની દુકાન - ડાકોરના ડાકોરના રાજા રણછોડ રાયના મંદિરના સામે ‘ઊચાઓટલાવાળાની દુકાન’ તરીકે ગિરધર ગોટાવાળા સ્વીટમાર્ટ તરીકે આખા ડાકોરમાં ખૂબ ખૂબ જાણીતી હતી. પ્રખ્યાત હતા.

- ગિરધરભાઈ પંડ્યા- ગોટાવાળા પણ મિલનસાર ઉદાર પર દુઃખભજન સ્વભાવવાળા હતા એટલે આખા ડાકોરના જાણીતા આદરમાન વ્યક્તિ હતા સાથે સાથે બજારમાં પણ તેમની સારી એવી શાખ હતી.

- ગિરધરભાઈનું ઘરે કુરુક્ષેત્રનું મેદાન બની ગયું.

- ગિરધરભાઈની બા ગંગાબેન પોતાના પુત્રના પુત્ર ગોવિંદના પુત્ર રણછોડ (પ્રપોત્રનો) નો પક્ષ લઈ ગુરુદ્રોણાચાર્યની અદાથી આવેશમાં (પરસાળમાં) બેઠા હતા. જ્યારે ગિરિધારની પત્ની રાધા પોતાની બેન ગોમતીના દીકરા કનૈયાનો (ભાણીયાનો) પક્ષ લઈ રસોડામાં રુસણેબેઠી હતી વાત નજીવી હતી. પોળમાં એક બટરપેપર પતંગ ભાર દોરીએ કપાઈને આવ્યો ભાણીઓ કનૈયો નાનો હતો એટલે પતંગની પાછળ પાછળ દોડ્યો ને એણેભાર દોરીએ કપાઈને આવેલા પતંગનીદોરી પકડી લીધી જાણે પતંગ પકડી લીધી એટલે સિકંદરે દુનિયા જીતી લીધી હોય તેમ મેં પકડો મેં પકડ્યો કરી બૂમાબૂમ કરી મેલી જ્યારે આ બાજુ ભત્રીજા રણછોડે (મોટાભાઈ - ગોવિંદનો દીકરાએ) કપાઈને આવેલા પતંગને કન્યા થી પકડી લીધોં એટલે એણે પણ પૃથ્વીરાજ કોઈ સયુક્તાનું હરણ કરી લે એ અદાથી કપાયેલા પતંગના માલિક બનવા માટે રાડારાડ કરી મેલી ભાણીયા (કનૈયા) અને ભત્રીજા (રણછોડ વચ્ચે) (મહાભારત) પતંગયુદ્ધ ચાલ્યું. લૂટાલૂટ ચાલી પતંગ ફાટી ગયો પણ બન્ને જણાએ એકબીજાની સામે પથ્થરમારો કરી ઈંટનો અડધીયાના ધાકરી દીધા જેથી બન્નેના માથા રંગાઈ ગયા ને બધાય દવાખાનામાં દોડ્યા પાટાપીંડી કરાવ્યા નફામાં.

હવે મા ગંગા આ વહુ રાધા બહેન ગોમતીનો દીકરો કનૈયો, ઘરમાં ન જોઈએ ભારે તોફાની ને કજીયાખોર છે જેથી કાંતોએ નહિ કે કાંતો હું નહી એ પ્રકારની જીદ લઈને છેક સવારથી રવેશ (પરસાળમાં) અનશન લઈને બેઠી હતી જ્યારે ઘરવાળી રાધા પણ મટે તમારો ભત્રીજો રણછોડ્યો ઘરમાં ન જોઈએ ચૌદ પંદર સોળ વર્ષનો થયો બબ્બે વખત દશમામાં નપાસ થયો આખો દા’ડો રખડતો ફરે બે પૈસાનું કામ કરે નહિ ને આખો દિ હીજડા ઉજાણી કર્યા કરે તોફાન મસ્તી કરી જીવ બાધા કરે - નુકશાન કરયા કરે એટલે માટે રણછોડ્યો ઘરમાં ન જોઈએ મેલી આવો એનાબાપાના (ગોવિંદભાઈના) ઘરે -મુંબઈ એટલે ત્યાં સીધો થશે જ્યાં સુધી રણછોડયો ઘરમાં હશે ત્યાં સુધી આ રસોડે હું ખાવાની નથી ને ખાવા દેવાની પણ નથી એ પ્રકારની જીદ્દ લઈને ઘરવાળી રાધા આખા દિ’થી રસોડામાં રીસાઈને પાડવ પટ્ટામાં ભીમ-જેમ ગાંજ્યો જાય તેમ ન હતો તે પ્રમાણે મજબૂત થઈને બેઠી હતી.

- બન્ને તરફ સ્ત્રી હઠ હતી એક તરફ બા હતા તો બીજી તરફ બૈરી હતી. બન્ને પક્ષ બેઉ જણા એટલા જ મજબૂત હતા અને એટલીજ જીદ્દે ચઢયા હતા... હવે શુંકરવુ ? એક પ્રકારના ધર્મસંક્ટમાં ગિરધરભાઈ ગોટાવાળા આવી પડયા હતા.હા કહેતો હોઠ ના કહેતો નાક જાય તેવી સુડી વચ્ચે સોપારી જેવી તેમની કરુણ પરિસ્થિતિ બની ગઈ હતી.

- છોકરેંને તો શું ? થોડો વખત લડી ઝઘડીને બન્ને જણાં દવાખાને પોંચીને પાટા પીંડી કરાયા પછી શેરી બહાર ખઢકી બહાર રખડવા રમવા જતા રહ્યા ભાગી ગયા પણ ‘કુરુક્ષેત્ર’ માંયુદ્ધે ચડવાનું નક્કીકરી ચૂકેલા કૈરવ-પાંડવો જેમ સમાધાન શક્ય ન હતું તે પ્રમાણે ગંગાબા, રાધા વચ્ચે સમાધાન શાંતિ કરાક શક્ય ન હોય સાંજે વાત એમ નક્કી કરી સવારના ઝઘઢાનો નિકાલ સાંઝે નિરાંતે કરીશું તેમ નક્કી કરી ગિરધરભાઈદુકાને જવા નીકળી ગયા - બપોરે ટીફીન લઈ આવેલા ભત્રીજા રણછોડને ગિરધરભાઈએ પૂયું કે બા એ જમી લીધું ? તારા કાકી જમ્યા ? ત્રાયે રણછોડે ડોકું ધુણાવી ના પાડી જેથી ગિરધરભાઈએ પણ જેવુ ટીફીન ભરેલું આવ્યું તું તેવુ જ ભરેલું ખોલ્યા વગર એજ સ્થિતિમાં પાછું ધકેલી દીધું. અને રણછોડ જોડે આજે મારી તબિયત સારી નથી એટલે જમવાના નથી તું તારે ટીફીન પાછું લઈ જઈ આ પ્રમાણે કહી દે જે. એવું કહેવડાવ્યું.

- દરરોજ રણછોડ કનૈયો સાથે જ આવતા પણઆજે રીસણે ભરેલી રાધાએ એકલા રણછોડને દુકાને ટીપીન લઈને ધકેલ્યો જોડે કનાયૈને આવવા ના દીધોએ વાત ગિરધારીને ગમી નહી.

- આમ એક પ્રકારનાં ધર્મસંક્ટમાં આવી પડેલા ગિરધારભાઈએ આકો દિ’ગુંગળામણ અને ભારે ગમગીની માંપસાર કર્યો -છેક સાજે સંધ્યાકાળે દિ આથમવાની વેળા થઈએટલે રણછોડજીનાં મંદિરે સાંજની સંધ્યા સમયની આરતી પૂરી થયા બાદ ગિરધરભાઈ મનમાં કાંઈક નક્કી કરીને ઘરે જવા નીકળ્યા અને ધર્મસંકટ ટાળુ તે ટાળવુ જ એવી ગોઠવણકરવાનું તૈયાર કરી લીધી .

- ઘરે જઈને રાધા, તુ તારી બેન ગોમતીના ઘરે અમદાવાદ તારા ભાણીઈયા કનૈયાને લઈને ઉપડીજા અને ત્યાં મૂકી ને જ આવજે તેના બિસ્તરા પોટલાં બાંધી તે એટલે પત્યું ને હું પણ મારા ભત્રીજા રણછોડને તેના બાપા ગોવિંદભાઈના ઘરે (મોટાભાઈને ઘરે) મૂકવા આજે જ મુંબઈ ભેગો થવા જાઉંછું -તેને પણ બિસ્તરા પોટલાં બાંધી દઈ તેને પણ તૈયારી કરવાનું હું કહી દઊ છુ.કહેતાં ઘરે પગ મૂકતા વેત જ ગિરધરભાઈએ શાહી ફરમાન (જાણે બાદશાહ અકબરનો હુક્કમ) કરી દીધું અને બા, તમ તમારે ઘરે રેજો અમે બે દિ માં પાછા આવવાનાં છીએ એટલે સુધી ઘરસંભળજો જવાબમાં ગંગાબા કાંઈજ બોલ્યા નહીં અને રાધાપણ નિસુતરરહી પણ ગિરધારી એ તો ભત્રીજા સાથે પોતે મુંબઈ જવા માટે અને રાધાને ભાણીયા સાથે અમદાવાદ મોકલવાનું નક્કી કરી લીધું જ હતું-

- આ વાતને પાંચ-દસ મિનિટ થઈ હશે ત્યાં ભાણીયો અને ભત્રીજો બન્ને જણા ખુશખુશાલ મમ્મી, આવી... પપ્પા આવ્યા કહેતાં કહેતાં નાચતા કૂદતા પડયા શેરીમાં દાખલ થયા મોટાભાઈ- ગોવિંદભાઈ સપરિવાર છેક મુંબઈથીમળવા આવ્યા તા તે જોઈને ગિરધારીને ગંગા બા અડધા અડધા ખુશ ખુશ થઈ ગયા તે જ રીતે નાની બેન ગોમતી ને બનેવીકૃષ્ણકાન્ત પણ સપરિવાર છેક અમદાવાદથી બે દિ’નીરજા ગાળવા ડાકોરના ઠાકોર રણછોડરાયના દર્શન પુનમ ના દિવસે કરવા આવ્યા હતા તે જોઈને રાધા પણ રધોય કલેશ બધોય કંકાશ કંટાળો ભૂલી જઈ હરકપદુડીથઈને સામે લેવાદોડી બેય મોઘેરાં મહેમાનો ડાકોરના બસસ્ટેન્ડે અચાનકભેગાં થઈ જતાં સાથે સંગાથે આવ્યા હતાં

- અને આમ કુદરતી રીતે ગિરધરભાઈને માથે આવેલું ધર્મસંકટ એની મેળેજ હટી જતાં ગીરધારીભાઈએ ડાકોરના ઠાકોર રણછોડરાયને મનોમન યાદ કરી લીધા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી.

અનુક્રમ

છેલ્લી વાર્તા

- ‘મને ચા... પીવડાવશો કે પછી બહારની હોટેલથી પી આવું... તે બોલ્યો,

- જવાબમાં

- ‘હું તમારી-નોકરડી નથી કે તમેમારા અન્નદાતા નથી કે આમ ઓર્ડર કરો છો- તે વાઘણની જેમ ઘુરકી... ડોળા ફાડી ફાડીને... .

- ‘તમે તમારો અને મારો સંબંધ જાણો છો, સમજો છો, અને જેણે સરકારે પણ મહોર મારી છે છતાં આટલો બધો, જુલમ, શા માટે કરો છો ? મને કાંઈ જ સમજાતું નથી-’ તેણે ફરીથી હિંમત કરી દીધી -ત્યારે

- ‘મને તમારા ગળામાં સિન્દુર રેડી દેવાનું મન થાય છે- બરાડા પાડી પાડીને આખું ગામ ગજવી દીધું. જરા બહારના માણસોની અને બહારની ચિંતા કરો-’ તેણે ગુસ્સાથી કહ્યું અને એક તોપની માફક તે ગર્જી - ત્યારે પછી પાછો ‘ચા રેડો કે પછી સિન્દુર રેડો એ મારે મન બેય બરાબર છે-’ શાંતિથી કે બોલ્યો. ત્યારે - !’

- ‘આ ગુંદરિયો અહીંથી ટળશે નહિ અને લપ મૂકશે નહિ-’ તે ધૂંધવાતી ધૂંધવાતી ઊઠી અને રસોડામાં ગઈ ચા બનાવવા માટે,

- ગણત્રીની મિનિટોમાં ચા બનાવવાની વિધી થઈ રહી. રસોડામાંથી ચોપડાવતી મણમણની ગાળો-રસોડામાં-ચા ઊકળતી હતી સાથે સાથે રસોડાની રાણી પણ હૈયાની હોળી સળગાવી ઊભરો કાઢી રહી હતી- જે તે શાંતિથી સાંભળી રહ્યો હતો.

- આવનાર આંગંતુકને પાણી-બાણીનો પણ ભાવ પૂછ્યા વગર ‘માન ન માને મેં તેરા મહેમાન’ પ્રમાણે જ્યારે મહેમાન ચાની માગણી મૂકે (નાકટ્ટી થઈને) અને તે વખતે જે ચા બનાવવાની વેઠ કરવામાં આવે તેનાથી તે ચા પીનાર મહેમાન કેવી રીતે જાણ્યે અજાણઅયો રહી શકે... ?

- તેણે પણ ભાડુતી ઘર ભાડુતી દુનિયા - ભાડુતી ભાયડો અને બધીજ વસ્તુ ભાડુતી એ પ્રમાણે લવરી કર્યા કરી... ત્યારે...

- ‘લો અહિંથી હવે જતા રહો હવે અને મારો ભાઈ ઘરે હાજર ન હોય ત્યારે તમારે આવવું નહિ...!’ તે ચાનો કપ પછાડતાં બોલી ત્યારે....’

- ‘પણ મારે અને તમારે શો સંબંધ રહ્યો છે હવે ? હું તો મારી રકમની ઉઘરાણી કરવા આવ્યો છું - એક તો તમારો ભાઈ રૂબરૂમાં મળતો નથી. જ્યારે મળે છે ત્યારે ખોટેખોટા વાયદા કરે છે અને પછી જ્યારે તમારા ઘરે આવીને તપાસ કરીએ છીએ ત્યારે-

- ‘ચા-પાણી તો બાજુ પર રહ્યાં પણ તેના બદલે સાવ કાઢી નાખવાની વાત કરવામાં આવે ત્યારે કંટાળો જ આવે તે સ્વાભાવિક છે- મારે તમારી વેઠ વાળી કડવી ચા નથી પીવી-તમારો ભાઈ મારો સાહેબ નથી કે જેની હું ગુલામી કરું...’ તે બોલતો જ રહે. બોલ્યા કરે છે...

ચા ઠંડી થઈ જાય છે અને પછી તે એ ઘર છોડીને ધીમા પગલે ચા પીધા વગર જતો રહે છે અને-

- ફરીથી ઉઘરાણી કરવા આવવું પડશે તેવો નિરાસાભર્યો ભાવ છલકાયા કરે છે તેના ચહેરા પર.

અનુક્રમ

ચોરનો ભાઈ ઘંટી ચોર

- લોકપ્રિય ગુજરાત ગીત - ટેપ રેકોર્ડમાં ગુંજી રહ્યું ‘‘તુ’’ છાનું... તે છપનુ. કાંઈ થાય નહીં.. છાનું - તે છપનું - કાંઈ થાય નહીં - થાય નહીં...’

- ઝમકે ના ઝાંઝરતા - ઝાંઝર કહેવાય નહી - કહેવાય નહીં છાનું તે છપનું કાંઈ થાય નહીં - થાય નહીં.

- એકાએક ઘરની શેઠાણી મધુકાન્તાએ ટેપ રેકોર્ડર બંધ કરી દીધું ને પોતાની ૧ર -૧૪ વર્ષની એકની એક દિકરી મયુરી ને, જેવી મધુકાન્તાની નજર મયુરીના જમણા પગ ની એડી પર પડી તો - ઝાંઝરની બે-જોડ પૈકી એક જોડ ડાબા પગમાં હતી,જ્યારે જમણો પગ ઝાંઝર વગરનો હતો. જે ટેપ રેકોર્ડરના ગીતની સાથે સાથે ઠુમક ઠુમક ઠમકી રહી હતી, છાનું તે છપનું કાંઈ થાય નહીં થાય નહીં ...’’ ગીતામાં તલ્લીન બનીને નાચી રહી હતી જેનું નામ હતું - મયુરી’ મધુકાન્તાની ૧ર-૧૪ વર્ષની એકની એક લાડકવાઈ દિકરી - વ્હાલી - વ્હાલી દિકરી હતી - મયુરી -

- છાનું ને છપનું કાંઈ થાય નહીં’, થાય નહીં’ ના તાલે ટેપ કરેલ ગીતના અવાજ સુરીલા - સુરના સંગીતના તાનમાં છ-મ - છ-મ નાચી રહી હતી. જ્યારે બાજુમાં બેઠેલી કામવાળી મંછા - ઘરની કામવાળી બપોરના બે-ત્રણ વાગ્યે આખા ઘરનું કામકાજ ધોવાના કપડા, ઝાડુ, કચરો, વાસણ, એઠવાડ કચરો પોતું વગેરે વગેરે કામ પરવારીને’ મંછા - ધાટણ - શેઠાણી ની નાની દિકરી મયુરીના નાચમાં મસ્ત થઈને મયુરીનો નાચ-રસ તરબોળ થઈને નિહારી રહી હતી. રશ તરબોળ તલ્લીન બનીને તે તાનમાં ને તાનમાં સુરમાં સુર ભેળવી ગાઈ રહી હતી મંછા પણ ગણગણી રહી હતી.

‘છાનું ને છપનું કાંઈ થાય નહીં ઠુમકે તો ઝાંઝરનો રંગ ઝાંઝર કહેવાય નહીં...આવું

- પછી એક પગલાં ઝાંઝર - ઝમકે કે છમકે કે છ બન્ને પગના ઝાંઝરો જમકયા કરે કે છમકયા કરે છ-મ છ-મા છ-મ છ-મ છ-મા છ-મ પણ આપણે શું ? આપણે કયાં ધ્યાન રાખ્યા કરવાનું ? ક્યાં ધ્યાન રાખવાનું ? એ ઝાંઝરનું ધ્યાન તો પહેરનારાયે જ રાખવું જોઈએ ને ?

‘મધુ - વિલા ’’ માં એન્ટ્રી મારતા જ શોરબકોર ધાંધલ- ધંમાલ જોઈ મેઈન ગેઈટમાં ગાડી પ્રવેશતાની સાથે જ મધુકાન્તા એક ફેશન ગ્રસ્ત ભપકાદાર - ઠસ્સાવાળી ઉડીને આખે વળગી પડે તેવા વ્યક્તિતવ વાળી શેઠાળી - મધુકાન્તા તે મનસુખલાલ ઝવેરચંદ મહાજનની શેઠ - રૂડી રૂપાળી પત્ની અને આ સીટી મેઘાસીટી - અમદાવાદ - સીટીના બીલ્ડર - મહાજન કન્સ્ટ્રકશન કુાં. એન્ડ બીલ્ડર્સ સી. જી. રોડ પર આવેલ સાતથી આઠ સોસાયટીના માલિકની પત્ની - મધુકાન્તા તે ‘‘મધુ વિલા’’ ની માલિકણ ! ત્રાડો પાડી - કાંકરીયા ઝુ માં પેલી વસંતી વાઘણ - હાકોટા ગર્જનાઓ કરી ત્રાડો પાડી બધા જ વાતાવરણને ભયભીત કરી મુકે તે પ્રમાણે શેઠાણીએ આવતા હોત જ કમ્પાઉન્ડમાં...!

- ‘ક્યાં ગયો ? ક્યાં મરી ગયો, પેલો મોહનીયો ? કેમ દરવાજા ખુલ્લા રાખ્યા તા ? કેમ કમ્પાઉન્ડ સાફ કર્યુ નથી ? ક્યાં ગયો ચમનીયો - ચોર ચમનીયો ? બગીચાના ફુલ ઝાડને પાણી પાયુ કે કેમ ? કોણ પાણી પાયે બગીચામાં ? મારો બાપ ? એ પ્રમાણે નવી-નવી લાવેલ લાલ લાલ ક્વોલીશ (જીપ ગાડી) માંથી ઉતરતાં વેંતજ બુમરાણ બુમ બરાડા પાડી ને પછી વિશાળ ‘મધુ-વિલા’ના મેઈન બેઠક રુમમાં જેવી આવી કે તુરત જ ‘મયુરી’ ને છાનું ને છપનું કાંઈ થાય નહીં - થાય નહીં ગીત નાચતી હતી પણ જમણા પગનું ઝાંઝર ક્યાં ? જમણો પગ ઝાંઝર વગરનાં ‘વાગીયો’ બની ગયો હતો ને મયુરીનો ડાબો પગ થેઈ થેઈ થેઈ નાચી રહ્યો હતો. સાથે સાથે ઘર ધારણ - રપ થી ૩૦ વર્ષની

- મંછા મંછા મારવાડણ પણ તાલ સાથે તાલ સુર સાથે સુર ડોકું હલાવીને હાથ પણ હલાવીને ધીમા અવાજ સાથે ગણગણતા રહીને

‘‘છાનું તે છપનું કાંઈ થાય નહીં થાય નહીં ઝમકે ના....

- ઝાંઝરનો ઝાંઝર કહેવાય નહીં. ઝમકેના ઝાંઝરનો ઝાંઝર કહેવાય નહીં.

- નાના શેઠાણી (મયુરી) બાને મંછા ઘાટણ, આવી રહી હતી તે પણ થેઈ થેઈ થેઈ નાચી રહી હતી.

- આ જોઈને દરીયા કિનારે એકાએક આવેલ સુનામીના પ્રચંડ મોજા આવી બધાયને જે હોય તે ગમે તેને પણ પોતાની અડફેડમાં લઈ લઈ પછાડી નાંખી આડુ-અવળું ઉપર-નીચે કરી નાંખે હલાવી નાંખે - ભોંયભેગું કરી દઈ ક્યાંયનું ક્યાંક દુર દુર ઢસડી જાય તેટલી તીવ્ર ભયંકર ગતિએ..!

આ બંગલાની માલિકણ ‘મધુકાન્તા’ એ વિશાળ બેઠક રૂમમાં એન્ટ્રી મારીને પ્રવેશ કરી જઈને ‘‘શું અહીંયા બધું શું ચાલી રહ્યું છે ? શાની ગરબડ ધાંધલ - ધમાલ મચાવી મુકી છે ? અહીંયા બધા છો ? અહીંયા ? આ તો ઘર છે કે પછી શાકભાજીની માર્કેટ ? કે પછી મુઝરા - મહેફીલથી ગાજ્યા કરતો કોઈ બજાર કોઠો મહોલ્લો કે પછી બદનામ બસ્તી ગલી ? બંધ કરો આ બંધુ નાટક ચેટક - બંધ કરો હવે આ નાચણવેડા ‘અરે એય મયુરી તારા જમણા પગનું ઝાંઝર ક્યાં ગયું ? ક્યાં મુકી આવી ? કે પછી ખોઈ નાખ્યું ? બોલ ક્યાં ગયુ એ ઝાંઝર ? મહાપરાણે પેલા સોની ઝવેલર્સને ત્યાં તૈયાર કરાવેલ ચાંદીના ઝાંઝરના બોરા જોડ પૈકી એક ઝાંઝર ક્યાં મુકી આવી ? ક્યાં નાખી આવી ? ચાંપલી, બીજી કાંઈ કામકાજ છે કે કેમ ? કે બસ આખો દા’ડો નાચણ વેડા બસ નાચ્યા કરવાનું ? કાંઈ ભાન બાન છે કે નહીં ? અને અલીએ ‘ગધાડી’ થઈને આંય ઘરમાં નાચવા મંડી પડી...’’

- ‘‘છાનું તે છપનું કાંઈ થાય નહીં - થાય નહીં - ઝમકે ના ઝાંઝરતો ઝાંઝર કહેવાય નહીં - ઝાંઝર કહેવાય નહીં.’’

- કહેતા હાથના ચાળા પાડતી - હાથ ઝુલાવતી તે હ્રષ્ટ પુષ્ટ ભીમકાય શેઠાણી - મધુકાન્તાએ સિંહણ માફક ત્રાડ પાડી પોતાની દિકરી મયુરીને ખૂબ ખૂબ ટડકાવી નાંખી - ખખડાવી નાંખી ધમધમાવી નાંખી ને તેનો વાયરો કાઢી નાંખ્યો સાથે સાથે ઘરઘાટણ બાઈ મંછાની પણ ખબર લઈ નાખી સપાટામાં લઈ લેતાં.

‘‘મંછાડી તને ય પણ શરમ નથી આવતી ? એ તો ના સમજે પણ તુય ના સમજી અને મારા ઘરમાં નાટક- ચેટક - નાચવા મંડી પડી’’ ત્યારે જવાબમાં પણ મોટા શેઠાણી મને તો નાના શેઠાણીએ (મયુરીએ) આમ કરવાનું કહ્યું એટલે - એ ટેપ રેકોર્ડરમાં ગીત વગાડતાં વગાડતાં ડાન્સની પેક્ટીસ કરતા હતા અને હું તો બસ જોતી જ હતી. બા - કહી મંછાએ પોતાનો સ્વબચાવ કર્યો ત્યારે - ‘મારે કાંઈજ આગળ સાંભળવું નહીં - ચૂપચાપ કામે લાગી જાવ - નાટક કર્યા વગર મને બધી જ ખબર છે - તમે કેવા છો ?’’

- ટેપ રેકોર્ડરની સ્વીચ ઓફ થઈ જતાં રૂમમાં બેઠક રૂમમાં સ્મશાનવત્‌ શાંતિ થઈ રહી - બસ રણકાર છવાઈ ગયો શાંતિ થઈ ગઈ - પાછળ પાછળ આવેલા નોકરો - બગીચાનો માળી, ચમનીયો - કમ્પાઉન્ડમાં કચરો, ઝા. સાફ સફાઈ કરનાર મોહનીયો તથા માર્કેટમાંથી ખરીદીના માલસામાન ઉચકી લઈ પાછળ પાછળ આવનાર ડ્રાઈવર બાબુલાલ તથા રસોઈ કરનાર મહારાજ શાંતિલાલને બાકી રહી ગઈ તે છેલ્લી ઘરઘાટણ બાઈ મંછા (મંછલી) બધા જ એન્ટેન્શનમાં આવી ગયા - ટેન્શનમાં પડી ગયા - જ્યારે શેઠાણીએ - બધાયને જાઓ તમે બધાં જ અત્યારે જ ધંધે લાગી જા અને તે આખું ઘર મકાન બધા જ રૂમ ભોંયતળીયું ને અગાસી - કીચન - કેબીન ભંડારીયું સ્ટોર રૂમને ઉપર અગાસી તથા કમ્પાઉન્ડ બગીચો - બધું જ તપાસી કાઢો જોઈ નાંખો અને ચારેય તરફ ઉપર નીચે આવવાનું પૂર્વે-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણને બધાય ખૂણેખૂણા ફેંદી નાખી ચારેય તરફ બધી જગ્યાએ તપાસ કરીને ખોવાયેલ ઝાંઝર આજને આજ અબગડી (આગડી) શોધી આપો. નહીં તો આજે કોઈની ખેર નથી. સમજી ગયા બધાં તમે સૌ મંછલી, બાબુડીયા, મોહનીયા, ચમનીયાને મહરાજ બધાં જ કાન ખોલી સાંભળી લો આજે પાંચ (પ) વાગ્યા સુધી કે રાતના બાર વાગ્યા સુધી ઝાંજર ના મળ્યું તો કોઈએ ઘરે જવાનુંય નહીં કે પછી ખાવાનું કે પીવાનું પણ નહીં ચાલો બધા શોધવા મંડી પડો..! કહેતાં રૂવાબ સાથે શેઠાણીનો ઓર્ડર ફાટ્યો.

પણ મારુ બેટું જમણા પગનું ખોવાયેલ પેલું ઝાંઝર પણ એવું જ અવળચંદુ હતું કે જે મળતું જ ન હતું ! તે બધાયને પોતે તુલસીમાના ગોખમાં ગોઠવાઈ જઈ ‘‘બધાયની દોડાદોડ, ધાંધલ - ધમાલ - ભાગદોડમા તથા બેચેની બધુજ ને બધાયના તાલી તાશીરો તમાશા જોઈ રહ્યું હતું. છાની છપની રીતે ઝાંઝરમાં કાંઈ જીવ છે કે રાડારાડ કરી મેલે ! બૂમ બરાડી ઉઠે ઘાંટા પાડી કહે કે ‘‘અલ્યા હું આ રહ્યું ! નકામા ફાંફા મારશો નહીં લો મને શોધી લો.’’

- ‘મયુરી (નાની લાડકી શેઠાણી) પણ કાળકા સ્વરૂપ રોદ્ર રૂપ જોઈને પોતાના રૂમમાં’ મા નું એવી ભરાઈ ગઈ કે પોતાની બખોલમાં જેમ ભરાઈ જઈ બેસે કોઈ ખીસકોલી ! જોડે શેઠને આવવાની વાર હતી હજી તો ૩ - ૩ાા ત્રણ સાડાત્રણ જ વાગ્યા હતા. ત્યાં સુધીમાં આખું ઘર સાફ થઈ જશેને ખોવાયેલુ પણ મળી જાય ખેર એવું વિચારી રહેલ જાજરમાન ભવ્ય ભપકાદાર શેઠાણીના મનમાં તુરત જ ટયુબલાઈટ બત્તી સળગી ઉઠી - મધુકાન્તાને (શેઠાણીને) રુપ યાદ આવી ગયું કે ‘જ્યારે ૧રાા વાગ્યે અચાનક - ઓચિન્તુ

- સાડાબારના ટકોરે જ્યારે એ શોપીંગ કરવા નોકર ડ્રાઈવાર સાથે તૈયાર થઈ અડલાતુન આધુનિક પંગલા ‘મધુ- વિલા’ ની બહાર જઈ રહી હતી.ત્યારે ડ્રાઈવર તો ગેરેજમાંથી ‘ગાડી’ બહાર કાઢવા પાછળના ભાગ તરફ ગયો હતો તે વખતે ત્યારે કમ્પાઉન્ડમાં - ઝાઝર પડેલુ જોઈને પોતેજ નીચાનમી ઝાંઝર ઉપાડી લઈ તે ઝાંઝરને’ તુલસી માતાના ક્યારા’ ના ગોખલામાં ગોઠવી મૂકી દીધેલ અને તે વખતે મનમાં પણ એવું વિચારેલ કે, ‘‘ આવ્યા પછી સભાળીને લઈ લઈશ મને પછી મયુરી (ઝાંઝર પહેરનારની) તથા તેની દેખભાળ કરનાર નોકરડી બાઈ ધારણને એવી તે મઝા ચખાડીશ કે આખી જીંદગીભર યાદ કર્યા કરે.

- આવુ વિચારી ખોવાયેલ ઝાઝર, તુલસી કયારે ગોખલામાં સુરક્ષિત રીતે ગોઠવી મુકી દઈ ડ્રાઈવર બાબુલાલ ‘ગાડી’ લઈ આવ્યો કે તરત જ તેમાં ગોઠવાઈ જઈ’ કરરરરર ...! કરી શહેરમાં શોપીંગ કરવા ડ્રાઈવર સાથે ઉપડી ગઈ...! પણ આ ઘટનાક્રમને ‘‘શેઠાણી’’ પોતે જ આ વાતને (ગોખલામાં ઝાંઝર મુક્યાની વાતને) બેઠક રુમમાં આવી આબાદ રીતે ભુલી ગયાને ઉશકેરાટમાંને ઉશકેરાટમાં ઉન્માદમાં આવી જઈને બધાયને જે હાથમાં આવ્યુ તે બધાયને વારાફરતી ધમધમાવી નાખ્યા-ધમકાવી નાખ્યા-ખખડાવી નાખ્યા.‘સુનામી’ તોફાન જેમ દરીયાઈ તાંડવ તોફાન મચાવી દીધુ તેમ ‘‘મધુ-વિલા’’ માં પણ તોફાન મચાવી દીધુ ! હોબાળો મચાવી દીધો.

- આ ભુલી ગયેલ વાત અચાનક પોતાને યાદ આવી ગઈ એટલે મધુકાન્તા જાણે પોતે ખોવાયેલુ ઝાંઝર શોધી ન રહયા હોય ? તેવો દંભ - દેખાવ કરી કમ્પાઉન્ડમાં આવ્યા ને ફરતા ફરતા તુલસી કયારા નજીક પહોંચી ગયાને તે વખત કમપાઉન્ડમાં કામકાજ સભાળનાર નોકર મોહનીયો પણ પાછળ-પાછળ આવતો હતો એટલે પાછા શેઠાળી - મધુકાન્તા તેને જોઈને બગડયાં - બરાડી ઉઠયા.

‘‘ અલ્યા એઈ મોહનીયા એક તો રૂપિયા ર૦૦૦ બે હજારનો દાગીનો ખોવાઈ ગયો છે જેમને કયારનોય મળતો નથી ને તું પાછો આમથી તેમ બાઘો બની જઈને તું પાછો ડાફોળીયાં માર્યા કરે છે ? જા સીધો ઘરમાં બેઠક રુમ - સ્ટોર રુમ - બાથરુમ કે ભડારીયામાં બીજી બધી જગ્યાએ જાતે જ જઈને તપાસી આવ ને શોધી લાવ ! અબઘડી! મારી પાછળ-પાછળ પેલા ઘાંચીના બળદીયાની જેમ ચાલી રહ્યો છે જા - ઉપર - જા અહીયા થી કહી શેઠાણીએ - મોહનીયાને ભગાડયો.જેથી ગભરાઈ ગયેલ ડરી ગયેલ મોહનીયો ત્યાથી જાય - નાઠો પણ ચબરાક ચાલાક મોહનીયો વારે ઘડીએ પાછું વળીને કશુંક કશુંક કૈતુક ભરી નજરે જોઈ લે’ તો હતો. નિહાળી રહ્યો હતો તેના જેવી હોશિયાર - કાગડા જેવી ‘મધુકાન્તા’ શેઠાણીને ખબર ના પડી ! એ તો તુલસી કયારામાં ‘ગોખલા’ માં મુકી રાખેલ’ સુરક્ષીત રીતે ઝાંઝરને પોતે સાથે લઈઆવેલ મોટા નેપકીનમાં કેમ કરીને છુપાવીને ઝાંઝર લઈ જવું ? કોઈને ખબર ના પડે તેમ શિફતથી બધાયથી બધાયને છેતરીને કેમ કરી ઝાંઝર લઈ જઈ આ ઝાંઝર કેટકેટલીક મહેનત કરીને પોતે જ ’ ઝાંઝર શોધી કાઢયું છે.’ તે વાતનું પ્લાનીગ કરવામાં મશગુંલ હતી. મધુકાનતા શેઠાણી જેને મોહનીયાની બાજ નજરની ખબરજ ના પડી !

- શેઠાણીની આ તમામ હરકતો - દોડતો દોડતો જોતો જોતો મોહનીયો દોડતો જઈ રહ્યો હતો ત્યારે તેના પગે કાંઈ ભારેભારે પીળુ પીળુ ચમક - ચમક કરતું સાવ સોનાનું હજારોની કિંમતવાળુ કાડા ઘડીયાળ (રીસ્ટ વોચ) - રાડો - સોનેરી ઘડીયાળ - કાંડા ઘડીયાળ ગાલ્ડન ચેઈનવાળુ સોનેરી (પ્યોર ગોલ્ડના ડાયલ વાળુ) મોટા શેઠનુ કાંડા ઘડીયાળ - અથડાયું નજરે પડયું એટલેઆ ઘડીયાળ ૧૦ દિવસ પહેલા ખોવાઈ ગયેલ - તે જોઈ લઈ તુરત જ તે મોહનીયે ઉપાડી લીધું ને તે કાંડા ઘડીયાળને પોતાનાં ચટાપટાવાળા લેઘાંના (શરવારમાં) ખિસ્સામાં સરકાવી દીધું જે દ્રશ્ય નોકર મોહનીયાની પાછળ જ ઉભેલી રવેશમાં પરસાળમાં ખાંખાં-ખંખોરા આઘી પાછી વસ્તુઓ કરતી ઝાંઝરની શોધખોળ કરતી ઘરઘાટણ નોકરડી કામવાળી મંછા જોઈ ગઈ ! ને તુરત જ પણે - મંછાએ મોહનીયાને ઈશારો કરી ‘‘અલ્યા ! મોહનીયા ! તને શું જડ્યું ઝાંઝરીયું - જડ્યું - ને ? ... પુછ્યું

- ત્યારે ઈશારાથી જવાબ ઈશારાથી આપી મોહનીયાએ મંછાને હમણા ચૂપચાપ રહેવા જણાવ્યું.

‘‘તેરી બી ચુપ - મેરી ભી ચુપ’’

- રાત્રે ૯-૦૦ (ર૧-૦૦ કલાક) વાગ્યે શેઠાણી ‘‘અલ્યા ! જુઓ બધા ઝાંઝરતો આ રહ્યું તમને કોઈને ના મળ્યું મને મળ્યું ! બધાયનો આજનો પગાર કાપી લેવાનો ’’ કહી શેઠાણીએ જાહેરાત કરી ત્યારે ઘરઘાટણ કામવાળી માળી - ડ્રાઈવર - નોકર-ચાકર રસોયા - મહરાજ એમ બધાયના મોઢા બગડી ગયા ! જાણે ભુલથી જ મેલેરીયાની (કલોરોકીનની) ગોળી ખાઈ લીધી હોય તેમ ? તેમ છતાં બધાયનાં જીવમાં જીવ આવ્યો’ ને નાનકડી શેઠાણી‘મયુરીએ તથા મોટાશેઠે પણ’ ‘હાશકારો’ હાશ ! ઝાંઝર મળ્યુ એટલે નિરાંતથઈ છુટયા લાયમાંથી બધાયને નિરાંત થઈ !

જયારે ખરી પરિસ્થિતિ માય મોટા શેઠાણી જ - મધુકાન્તા મોહનીયો અને મોહનીયાનાં કહેવાથીજ ઘરઘાટણ નોકરાની બાઈ મંછા જાણતી હોય‘ય (રાડો) કાંડા ઘડીયાળ કે જે મોટા શેઠનું હતું જે જ્ડયું હોવા છતાં મોહનીયે દાબી દીધું - જે મંછા જાણતી હોવા છતાં આ વાત કોઈને પણ ક્યારેય પણ નાની શેઠાણી મોટા શેઠ કે મોટા શેઠાણી કે બધા જ નોકર - ચાકર - ડ્રાઈવર મહરાજ બધાને આ વાત ‘સોનાનું - ઘડીયાળ મળેલ હોવાની વાતને નહીં કહેવા બાબતે પેલી કપટી-લુચ્ચી મંછાએ ઘડીયાળી કિમંતનો ૧/ર ભાગ લેવાનું (મોહનીયા પાસેથી) નકકી જ કરી લેતાં મંછાએ અને મોહનીયા બધી જ વાત કોઈને ક્યારેય નહીં (વાત નહીં કરવા) વાત કહેવા નકકી કર્યું. આમ ઝાંઝર - ચોર મોટા શેઠાણી તથા કાંડા ઘડિયાળ ચોર ! મોહનીયો - મંછા) ઘંટી ચોર - મધુકાન્તા - મોહનીયો - મંછા બધાય પોત-પોતાની અક્કલ હોંશિયારી પર ખુશ - ખુશ હતા. ખૂબ ખૂબ ખુશ ખુશ થઈ રહ્યા હતા.

- જોયું ને ભાઈ ! આનું નામ ચોરનો ભાઈ ઘંટી ચોર.

અનુક્રમ

કાળમુખો કાળિયો

- કાશીયે કપાળ કુટેલું - જ્યારે કાશીની કૂખે કાળીયો જન્મેલો. જન્મતાની વેતજ અભાગીયો એના બાપને ખાઈ ગયેલો. ‘રસ્તા અકસ્માતમાં દારુ પી - દેહભાન ભુલી - લથડીયા ખાતો - નાથીયો - હાઈવે (બોમ્બે હાઈવે રોડ પર વડોદ - મોગરની - સીમમાં હાઈવે પર બેફામ દોડતાં જતાં ટ્રકની અડફેટે ચઢી ગયો ‘ને’ વાસદના સરકારી દવાખાને દાખલ કર્યો - ત્યાં ગંભીર ઈજારો જોઈ ડોક્ટરે હાથ ઉંચા કરી દીધા ને ત્યાંથી કેસ વડોદરાની મોટી હોસ્પિટલે રીફર કર્યો પણ - ૧૦૮ મોબાઈલ વડોદરા પહોંચી ન પહોંચી ત્યાં રસ્તામાં જ નાથીયો ભગવાનના ઘરે પહોંચી ગયો. એમાં નવતર જન્મેલ બાળકનો શું વાંક ? એક બાજુ કાળીયાનો જન્મ થયો ‘ને’ બીજી બાજુ નાથીયો ‘‘સ્વર્ગે સિધાવ્યો... આમ કમનસીબ કાળીયાનું - કાળમુખો કાળીયો - નવું નામ પડી ગયું - જે નામ આખી જિંદગી ચાલ્યું.

- ગામમાં પણ કોણ કાળીદાસ ? કોણ કાળીયો ? પેલો કાશીનો છોકરો ? કાળમુખો કાળીયો ? નાનું - મોટું - સૌ કોઈ બધું જ’ કાળમુખો કાળીયા’ તરીકે ઓળખતું થઈ ગયેલું અને આમેય આ કાળીયાનો રંગ પાકો - રંગ જાય તો પૈસા પાછા - કાળીયાને જુઓને કોલસો જુઓ - અમાસની રાતે સામો મળે તો - ખબર જ ના પડે ! અંધકારમાં કાળો રંગ ઓગળી જ જાય તો આવા કમભાગર કાળીયા - કાળમુખા - કાળીયાનું - આ દુનિયામા - કાળીયાની ‘મા’ કાશી તથા ઘરડી મા ‘ઝવરી’ (ઝવરબા) સિવાય બીજુ કોઈ જ સગું ન હતું.

દિવસોને જતાં કાંઈ થોડી વાર લાગે છે ? વર્ષો વીતી ગયા - હવે - કાળીયો ૧૭-૧૮ વર્ષનો થઈ ગયો તો - ‘‘ને’’ કાળીયાની ‘‘મા’’ કાશી - વનમાં - પ૮ - અઠ્ઠાવન વર્ષે પહોંચી ગઈ ત્યારે દાદી - ઝવરી - ૭૮ વર્ષની થઈ ગઈ તોય ખાટલો છોડતી ન હતી.

- અઠ્ઠાવન (પ૮) વર્ષ - કાળિયાની મા - ગામમાં લોકોના ઘેર છાણ વાસીદા - મહેનત મજુરી - કપડાં - વાસણનું કામકાજ કરીને - પોતાના પેટનું ‘ને’ આખા ઘરનું મહાપરાણે પુરુ કરતી બચારી ગધ્ધા વૈતરુ કર્યા કરતી - ત્યારે તો માંડ માંડ - ત્રણ જણ બે ટંક પામતા - કારમી મોંઘવારીએ કાશીની કમર તોડી નાખી ‘ની’ ને અધુરામાં પુરુ હોય તેમ - ડોશીનો મંદવાડ ઝવરીનો રાજરોગ ટી. બી. થઈ ગયેલ અને ફેફસાં પોલા થઈ જતાં ડોશી બારેય મહિનાના ખોં-ખોં-ખોં-ખોં- કર્યા કરતી ને ખાટલે પડી રહેતી - પડ્યાં - પડ્યાં ‘ભગવાન હવે બહુ થૈ ગયું ! હવે મારી શામું જો અને મને ઉપાડી લઈ ધરતીનો ‘ભાર’ ઓછો કર ! મારા બાપલા...! એ પ્રમાણે બબડ્યા કરતી’’- ખાટલે પડી રહેતી !

- જ્યારે ‘‘કાળમુખા - કાળીયા ‘ને કોઈ મજુરીએ તેડી જવા ઈચ્છતું ન હતુ. બધાય તેને - અભાગીયાને કોણ લઈ જાય ? એના કારણે અમારા નસીબમાંથી પણ રોટલો જતો - રે! એવું બધાય કહેતા. જેથી કાળીયા - હરાયા પાડા’ની જેમ ગામ ભાગળે- ગામતળાવે - શંકર મહાદેવના મંદિરે ‘કે’ મોગર હાઈવે પરના બસસ્ટેન્ડે’ ‘ચ્હા-ભજીયા’ ની લારીએ છુટક મજુરી કરી ખાતો - જે કાંઈ પગાર - મગન મારવાડી આપતો તેમાંથી પ૦% (પચાસ ટકા) પોતાના ખરચી પેટે અને બાકીના રૂા.પ૦૦/- પાંચસો ‘‘કાશી’’ મા ને આપતો. આમ સુખે દુઃખે ત્રણેય જણનું ગાડી, ગબડતું પણ કાશીને એક વાતની પોતાના પડના દિકરાને પરણશે કોણ ? એક ખોરડા- ભાગલા - ઘર - નળીયા વાળા ઘર) સિવાયને - બે-ચાર હોબરાં સિવાય પાસે પાહણ મિલ્કતમાં હતું ય શું ? નહીં જમીન-નહીં વાડીયો કે ગામમાં મોટા ઘરાં કે ફેક્ટરી ધંધા...! એટલે આવા કંગાળ કુટુંબમાં વળી કન્યા નાખે જ કોણ ? કોઈના ડોળા ફૂંટી ગયા હોય તો દેખતે ડોળે કૂવામાં પડે !

- ઝવરી પણ બબડતી - ખરી ‘‘કાશી ! જ્યારે તું ‘ને’ હું નહીં હોઈએ ત્યારે કાળીયાને રોટલો કોણ ઘડી આપશે ?’’ જરા વિચાર કર્યો તે !‘‘તે વખતે મજુરેએથી બળીગળી ગામમાંથી ઘરે આવી હોય ‘‘ને’’ પાણીયારે જઈને લોટો ભરીને ગળામાં પાણીય રેડયું ન હોય -ને- ભર બપોરે - ડોશીના વેણ કેવેણ કડવા ઝેર જેવા લાગતાં.

‘‘હવે બોલ બોલ કર્યા વગર તું તારે - ખાટલો સાચવીને પડી રે ને ! જેનું જેમ થવાનું હોય તેન થાય ? એમાં હું-શું-કરું ? બધેય નાશા - નાશ કરી જોઈ પણ આ તો કૂવામાં હોય તો જ હવાડામાં આવે ને ? ને મારા કાળીયામાં એવુ છે જ શું ? છે - કાળા કાગડા જેવી કર્કશ અવાજ ‘ને’ સદાય કાળમુખો ભગવાને એને નિરાંત લઈને ઘડયો લાગે છે ? કહી મસમોટો નિહાકો નાંખી છણકો કરી - કાળીયાની ‘મા’ કાશી બપોર ટાણું થયું ‘તુ’ એટલે રોટલા ઘડવા - રસોડે પેઠી લોટો લઈને એક પા રાખેલ લાકડામાં થોડું ઘાસતેલ રેડી ભડકો કર્યોને ચૂલા પર કલાડું મેલી - રોટલા ઘડવા બેઠી...!

ઘડી બે ઘડીમાં બે - ચાર રોટલા ઘડી નાંખ્યા ને રોટલા - છાશ ને મરચું ખાઈ લઈશું. આ કાળીયો આવે એટલી વાર એવું વિચારી કાશી જ્યાં બાજરાના લોટવાળા હાથને ધાતું એલ્યુમીનીયમ ની કથસેટ એલ્યુમીનીયમના લોટાથી પાણથી ધોતી હતી ત્યાં-

- બારણે - કંકુડીએ બરકો કર્યો બૂમ પાડી ! કાળયાને ઝાલી ‘ગયાના સમાચાર જેવા - કાશીએ જાણ્યા કે - તરતજ ચક્કર - તમ્મર થવા માંડયું - ને બધુય - આખી દુનિયા જાણે ગોળગોળ ફરતી હોય તેમ લાગ્યું ! ને પોતે - પોતાની જાતને સંભાળે તે પહેલાં જ ‘‘કાશી’’ ઉભેથી ભોયે પછડાઈ - ને પછી મોઢેથી ફીણ આવવા શરુ થયાને - આ બધું જોઈ ‘‘કંકુડી - ‘‘હાય ! બાપ આ શું થઈ ગયું ? ભાભીને - લ્યા કોણ છે ? હેડો ભાભીને દવાખાને લઈ જવા પડશે ? ‘‘કહેતા બરાડા પાડતી મદદ માટે ઘર બહાર નાઠી !

- પણ અણીના સમયે મદદ કોણ કરે ? કોઈ બીજું ઘરમાં કોણ હોય ? એક ખાટલો - પડેલ - ઝવરી - ૭૮ - ઈઠ્ઠોતેર વરસે પહોંચેલ ડોશી ! કે જેને ન ખાટલો છોડતો હતો કે ખાટલાને છોડી શકતી ન હતી. એક કાળીયાને ઝાલીને જીપમાં પોલીસ - પકડી લઈ ગઈ ‘તી. જ્યારે બીજો કાળીયો ! (રણછોડજી - ડાકોર મધ્યે મંદિરમાં પુરાઈને બેઠો’ તો), ને - કાળીયાની ‘મા’ કાશી, ભગવાનને ઘરે જવાની તૈયારીમાં પડી ગઈ હતી.

અનુક્રમ

પારકી થાપણ

- ‘માળી કુટુંબ’... આ ગામનું જાણીતુ કુટુંબ,ગામનુ નાનું છોકરૂ પણ જાણે કે ગંગા રામીનું ઘર કયાં ? ડાકોર ગામ ...ભગવાનનું ધામ ’ને તેમાંય પાછુ તીર્થ ધામ, દરેક પુનમ આવે એટલે આગળના બે દિવસે જેમ દરિયામાં ભરતી આવે ’ને ભરતી પછી ઓટ પણ હોય એ સ્વભાવિક છે, તે રીતે માનવ મહેરામણ ઉભરાતો જાય ને આછો પાતળો ને ગાઢો ને હલકો હલકો પછી ક્યારેક નહીવત બની જાય. જેના સાક્ષી ફુલનો ધંધો કરતી માલણ, તે ગગાં રામી તથા તેનો ઘરવાળો ગોરધન રામી બંનેની સાથે ગોમતી તલાવનો પણ સાક્ષી તરીકે ઉમરો કરી એ તો કાંઈ જ ખોટ ગણાય નહી..

-- ગોમતી તલાવના કિનારે ગલ્લો ઉભો કરી વારાફરતી માળી-માલણ બેસતા રહે ગુલાબના હાર ’ને હજારીના ગલગોટા ફુલ સુગંધી ફુલો, મોગરાની સીઝનનાં ટાણે મોગરાની વેણી ’ને ગોમતી તલાવમાં અથવા આજુબાજુના ગામડાનાં તળોમાંથી માછી,ભોઈ કે વાઘરી કુટુંબો જો કોઈ વાર તહેવાર, કમળ ગુલાબી કમળના ફુલ કે પછી પોયણા લાવે તો તેની પાસે વેચાતા લઈ ફુલોની માળા, ગજરા, વેણી કે, મોટા મોટા હાર ગુંથી લઈ રાજા રણછોડરાયના દર્શને આવતા ભક્તજનોને પોતાની ધંધાની આપણી અક્કલ હોંશિયારી વાપરી ભગવાનને ભેળા થવા જતા ભક્તોને પડીયામાં ગુલાબ ના ફુલ, તુલસી, ગુલાબના હાર કે હજારી ગોટાનાં હારકે પછી ઘરાક માંગે તેવા ફુલોના ગુચ્છા, ગુલાબ, ચંપા, મોગરાની વેણી કે પછી ફુલોની માળા જે કાઈ માગે તે પ્રમાણે તેવા ઘરાકોને ભગવાનને ભેટ કરજો ’ને અમારા વતી પણ દર્શન કરતા રહેજો તેવો ભાવપૂર્ણ લહેકા ભાવથી ઘરાકોને ફુલો આપતા, ફુલોનો વેપાર કરતા રહેતા ગોરધન માળી મોટા છાબડા, કડીયામાં ફુલ મઘમઘતા રંગીન ફુલો લઈ ફુલ સાથે તુલસીપત્રો,માળા ભરેલા પડીયા રાખી ડાકોર મધ્યે આવેલા રણછોડજીના મંદિરે સવારની મંગળા આરતીથી માંડીને બપોરના ’ભોગ’ રાજભોગની આરતી સુધી ડાકોર મંદિર ખાતેના ભરપૂર વિસ્તારમાં પોતાનો વેપાર કરતો રહેતો. કયારેય પણ થાક કે કંટાળો હોવાનો ભાવ તેના ચહેરા પ્રદેશ પરથી છલકાતો હોવાનું ચિત પરિચિત કે જાણ્યા અજાણ્યા અનેક માનવીએ, ઘરાકોએ અનુભવ્યુ નથી કે, જાણ્યુ નથી. આમ ગોરધનભાઈ માળી હરિચરણમાં પ્રભુમય બની વેપાર કરતો રહેતો. ભક્તિભાવે કામની સાથે કામનો તેના બદલામાં પોતાનું પેટ ભરાય તેટલો રળી લેતા એક સુખી,સંતોષી , પવિત્ર પુરૂષ આત્માં રણછોડજીનો પાક્કો ભગત હતો...

-- જયારે ગોરધન માળીની ઘરવાળી ગગાં ઉમર ૩પ થી ૩૭-૩૮ પાંત્રીસથી સાડત્રીસ વર્ષે પહોચી. ધામિંક પણ ખરી પણ રૂઢિચુસ્ત બાઈ હતી. તે ઓછું બોલતી પણ આખી દુનિયાનું વિચાર્યા કરતી ને બધાની િંચંતા કર્યા કરતી. ભલી ભોળી ધર્મપરાયણ બાઈ અને વાણી વર્તન, વ્યવહારમાં અણીશુધ્ધ ૧૦૦/ સોના જેવી પવિત્ર પણ આખાબોલી બાઈ હતી. પણ સ્વભાવની લોભી, કંજુસ, કરકસરવાળો સ્વભાવ રાખતી ને પાછી પારકાનું સારૂ જોઈ મનમા બળાપો કરી લેતી બાઈ એટલે ગંગા... વસ્તાર હતો નહી એટલે હુ’તો ને હુ’તી બને પોતપોતાની રીતે દૈનીક કાર્યવાહીમાં મશગુલ રહયા કરી હરીભજન કરતા રહી પોતાનો સંસાર ચલાવતા, ડાકોરમાં હરિધામમાં જીવન જીવતુ યુગલ એટલે ગોરધન ગંગા ... ?

--- ગોરધન થામણાનો ’ને ગંગા ઉમરેઠની બંનેના લગન થયા એટલે ગંગાએ પિયર છોડયુ ને ગોરધને પોતાનુ ગામ છોડી ડાકોરને વ્હાલુ વાહલુ કરી માળીવાડામાં ગોમતી તલાવનાં કિનારે આઝાદ પોળની પડખે મધ્યમ વર્ગ એક ગૃહસ્થી કાચ્છયા પટેલ મુંબઈ રહેવા જતા હોઈ જે મોહનભાઈની સોબત સોગઠી કરી લઈ સીટી વચ્ચેની મિલ્કત વેચાતી રાખી લીધી ત્યારથી ત્યાં જ ર૦-રપ વર્ષથી વસવાટ કરતા રહેતા હોઈ ગોરધનભાઈ માળી ડાકોરના બની ગયા સાથે સાથે ગંગાબેન પણ ... ?

--- આજે પુનમના દિવસે ગીરદી વધુ હતી એટલે વેપાર કરી લઈ કમાણી કરી લેવાની લ્હાયમાં ને લ્હાયમાં ગોરધન રઘવાયો બની ફુલના છાબડાને બને હાથમાં રાખી ફુલના વેપારમાં મશગુલ હતો ને વેપારની સાથે હરિ હરિ હરિ, જયશ્રી કૃષ્ણ મારા ડાકોરના ઠાકોર, માખણચોર મોરલીવાળો નું નામ લે’તા હતા ત્યાં પાછળથી કોઈએ હાથ મુકીને ’ગોરધનભાઈ માળી તમે જ કે ? પુછયું. ત્યારે હા ભાઈ હા બોલો શું કામ છે ? ફુલમાળા આપું કે ગુલાબ ભરેલ ફુલો સાથે તુલસી પત્રના પડીકે ગુચ્છો કે ગજરા હજારી ગોટાના હાર. એ હે ભાઈ કેટલા આપુ, પાંચ રૂપિયાનો પડીયોને છુટક હાજર છે. તે ગુલાબનાં હાર જોઈએ તો ૧૧ રૂપિયામાં બે, પછી તમારે જે જોઈએ તે તમે કહો તો તે આપું,કહી ગોરધનભાઈએ પોતાની વાણી પ્રવાહ વેપારી વાત કહેવી શરૂ કરી ત્યારે જવાબ મળ્યો - ’’ના ગોરધનભાઈ - હરિદર્શન તો કરી આવ્યો. સવારની મંગળા આરતી કરી ભગવાનને પગે લાગ્યો હરિને મનભરી જોઈ લીધા પણ મારે તમારૂ અંગત કામ છે. ભગવાનના હરિદર્શન, આરતી પુરી થાય એટલે નિરાંતથી મારે તમને મળવુ છે. કેટલીક વાતો કરવી છે. બોલો કયા સમય, કયારે કઈ તારીખે આવો છો ? ’’સામાવાળાએ કહ્યું અને સમય / તારીખની માંગણી કરી ત્યારે ઘડીક બે ઘડીક વિચાર કરીને ભાઈ

’કલ કરના સો આજ કર

ને આજ કરના સો હાલ

યહિ હરિ ભગવાનની ઈચ્છા

ન જાને આયેગા મોત કબ... કબ... ?

- ભાઈ ધરમની વાતમાં ઢીલ નહીં. વિચારીને ભાઈ એમ કરો, જુઓ આ આરતી પુરી થઈ જાય એટલે હરિદ્ધાર, મંગળધામ, મંદિરના દરવાજા બંધ થાય એટલે હરી પોઢણ કરવા જાય ત્યારે મારી ગંગા ઘેર જશે ત્યારે મારૂ લાકડાનું ઓલ્યું ખોખુ કે જે સામેથી ભાળો છો, તે, તે, પછી સાવ નવરૂ ચાર (૪/૦૦) વાગ્યા સુધી પડી રહે. મારી બૈરી ઘેર ખાવા બનાવવા જાય એટલે મારે એ જગ્યાએ મારા ૧૦/૧૦ ફુટી ખોબામાં બેસવાનું ને પડખે એક લાકડાનો બાંકડો બેઠક છે તે પણ તમારા જેવા માટે રાખી છે. એટલે ય એ પણ બપોરે ૧ર/૩૦ થી ૧૩/૩૦ વાગ્યા સુધી નવરી ને તમે પણ નવરા હો તો સમય કાઢીને ત્યાં કને આવી જશો સાહેબ હું તમને ત્યાં કને મળીશ કહી દુરના ગલ્લા / ખોખા તરફ હાથ કરી બાઈ માણસ બેઠેલ તે ગલ્લા તરફ આંગળી ઢાંકીને ગોરધનભાઈએ કહ્યું ત્યારે...

- પેલા ભાઈએ ’સારૂ ભાઈ, સારૂ કર્યુ હોં ભાઈ તમે આજે જ આવવાનું કહ્યું, મારાથી જલ્દી જલદીથી પાછા વળી જવાશે’’ કહી મનને હૈયાધારણ આપીને ’જયશ્રી કૃષ્ણ - જય ભગવાન’ કહી પેલા બદામી બદામી સફારી ધારણ કરનાર સુટેડ બુટેડ ગોગલ્સ ધારી, મોભાધારી સંસકારી યુવક પોતાના પંથે પડયો...

- બપોર ૧/૩૦ વાગ્યે ગોરધનના ખભે કોઈએ હાથ મુક્યો. તેણે પાછળ વળીને જોયુતો, પેલો ગોગલ્સધારી યુવાન તથા એક બાઈ તેમજ પ્રોઢ ઉમરે પહોંચેલ દંપતિ યુગલ મોજુદ હતું.’ઓહો મોતીભાઈ બહુ દા’ડે કાંઈ યાદ કર્યો.

- જવાબમાં મોતીભાઈ અમીન કે જે એન.આઈ.આર. હતા ’ને અઠવાડીયા દશ દિવશ અગાઉ ઈન્ડયા ડીસે’ વેકેશન ગાળવા તેમનો દિકરા અમૃતને દિકરાની વહુ (આરતી) સાથે લઈ આવ્યા હતા. એકનો એક દિકરો અમૃતને આરતી, વસ્તારમાં છોકરી નહીં એટલે છોકરો ગણો કે છોકરો ગણો કે છોકરી ગણો બધુય અમૃતમાં આવી જાય. ?

- મોતીભાઈ અમીનની ઘરવાળી શાન્તાબેન, એ પણ યુ.એસ.એ થી ભારત આવ્યા ’તા બંનેને બધીય વાતનું સુખ હતું, સાહયબી હતા, જમીન, ઝવેરાત, સોનું, સમૃધ્ધિને માલ મિલકત, વાડી, વજીફો બધું ય પણ છોકરાને ઘેર લગ્ન થયા ૧૦ - ૧૦ વર્ષના વાણા વીતી ગયા ‘તોયે ઘોડીયું બંધાયુ ન હતું ફક્ત ૧ા શેર માટીની ખોટ કોણ પુરશે ? આ ખોટ ક્યારે પુરાશે ? એ ચિતાં એન.આઈ.આર. ને કાયમ માટે કોરી ખાતી હતી.

ભગવાન સ્વામીનારાયણમાં અખૂટ વિશ્વાસ શ્રધ્ધા એટલે જ્યારે વસ્તારની વાત આવે ત્યારે બન્ને જીવ મોતીભાઈ ‘ને શાન્તાબેન ઉંડા નિસાસા મુકી ગળગળા થઈ જઈ હરિ ઈચ્છા બળવાન છે ભાઈ ! ભગવાનને જે કરવું હશે તે કરશે. બધાય સારા વાના થયા કરવાના છે. ધીરજ ધરવી સારી, એમ કહી કહીને હૈયાને ધારણ આપતા રહેતા પણ એમ તે કાંઈએ દાઝેલા હૈયાને ઠરાય ? ઠંડક મળે ખરી ?

- તેમાં વળી ડાકોરના ભગતે માળી દંપતિની વાત કરી દંપતિના ઘરે એક છોકરો ગોવિંદ અર્ધપાગલ છોકરો છે તે કાંઈ છૈયા છોકરા બીજા છે તારા ને માળી ગોરધન ગોરધનભાઈ માળી, બધાયની વાત માની લે તેવા સારા માણસ છે. તેમની ઘરવાળી આમ તો ભલી બાઈ પણ છે પાકી ખરખરી, ધર્મ પ્રેમી યુક્ત જે કાંઈ પુછડુ પકડે તો તેનો છાલ મેલે નહીં, માને તો પાંચીયામાં માની જાય તે ના માને તો પછી કરોડો કરોડો રૂપિયાના ઢગલા કરે તો પણ કાંઈ જ નહીં, બીજી કોઈ લોભ લાલચ વગર ધામિંક જીવન જીવી જાણે, શાંતિ ‘ને સંતોષથી જીવતા જીવે કોઈ જ જાતની લપ્પન છપ્પન વગર..

- હવે આવી ધામિંક, રૂઢિચુસ્ત બાઈ ગંગાને સરોગેટ મમ્મી બનવાની વાત કોણ કેવી રીતે કરી શકે ? ગોરધનભાઈ માળી પોતાની બૈરીને વાત કરે તો ગાડી પાટા પર આવે પણ વાત એટલી બધી સહેલી નહીં લાગતી જેટલું આપણે સહેલુ વિચારીએ છીએ.

- ગોરધનની વાત ગંગા માને ખરી ? સિવાય કે રૂપિયાની લાલચ આપવામાં આવે, એટલે જ આજે મોતીભાઈ આવ્યા હતા. ડાકોર ભગવાન રણછોડરાયના સ્થાનકે ભગવાનના દર્શનની સાથે સાથે ગોરધન માળીને બધીય પેટ છુટી વાત કરી હૈયુ હળવુ કરી હૈયુ ખોલી નાંખી બધી જ વાત કરવા.

- ‘ને ગોરધનની ઘરવાળી ગંગા ઘેર ગઈ એટલે મોતીભાઈએ માળીના કેબીનમાં જતા રહી બધીય હૈયાની વાત કરી નાંખી, અમૃતઆર તીની વાત કરી બંનેના પુરૂષબીજ (વીર્ય) તથા સ્ત્રી બીજનું બીજાકુરણ કરવા માટે ગંગાનું ગર્ભાશય ભાડે રાખવા વાષિંક ભાડે રાખવા કરારની વાત કરવા એન.આઈ.આર. કુટુંબ તમામ સભ્યો સહિત ઈન્ડયા આવ્યુ હતું. વાતનો ઉકેલ લાવવા માટે પાંચ થી દશ લાખ રૂપિયાનો દવા દારૂ, દવાખાનાનો ખર્ચ અલગ ગણતાની સાથે. આ જવાબમાં ગોરધનભાઈ માળીએ, અઠવાડીયાની મુદત માંગી, એન.આઈ.આર. કુટુંબ સંમત થતાં તે કુટુંબ ડાકોરથી પોતાના ઘેર વડોદરા ગયું.

- ઘર જઈ ગોરધન બૈરાનેવાત કહી, જવાબમાં બૈરાએ છણકો કર્યો, તમે આવી વાત કરતા શરમંય નથી આવતી, હું માળીની છોડી, પટેલ જોડે સૂઈ જવું ને એના છોકરા બી ને મારા પેટમાં ઉછેરું, સાથે કહેનાર ય ગાંડો ને સાંભળનારેય ગાંડો ‘એવું થાય. ફરી આવી બુધ્ધિ વગરની વાત મારા આગળ ના કરશો હોં.. કહી ગંગાએ (૩પ થી ૩૭ વર્ષની) વાત ઉડાડવા પ્રયત્ન કર્યો ત્યારે જવાબમાં’ અલ્યા આપણી અપંગ ગોવિંદયાનો વચાર કરે એ રૂપિયાથી આપણો અપંગ ગોવિંદયાને આપણે સાજો કરી દઈશું ડોક્ટર મટાડી દેશે.. કહેતા ગોરધનની આંખમાં આશાનુ કિરણ ચમક જોઈ પટ્ટ દઈને ગંગાએ ‘હાર ત્યારે બધુય તમારી હાજરીમાં કરવાનું હો. ’ને મારે તો તમે છો પછી શું ? તમે કા’ એટલે બસ, પોતાની સંમતી મેળવી લીધા પછી ગંગા-ગોરધને વકીલની હાજરીમાં તથા જાણકાર લેડી ગાયનેક ડોક્ટર શ્રીમતી પટેલનો (આણંદ) સંપર્ક સાધી સરોગેટ મમ્મી બનવાનુ નક્કી કર્યુ. કરાર થયા, એન.આઈ.આર. કુટુંબ તબીબી વિધી કરી ગંગાના ગર્ભમાં સ્ત્રીબીજ પુરૂષબીજનું આરોપણ લેડી ગાયનેકની મદદથી કરી કરાવી રૂપિયા પાંચ લાખ રોકડા તથા પાંચ લાખનો જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે પાકતી તારીખનો ચેક લખી આપી પચ્ચાસ હજાર દવા દારૂના રૂપિયા આપી એન.આઈ.આર. મા-બાપ તથા દિકરો, દિકરાની વહુ યુ.એસ.એ. અમેરીકા ન્યુજર્સી જતા રહ્યા.

આમ ગંગાએ કુત્રીમ રીતે ગર્ભધારણ કર્યાની વાત હસબન્ડ વાઈફ તથા એન.આર.આઈ. કુટુંબના સભ્યો (વર-વહુ) તથા લેડી ગાયનેક ડોક્ટર શ્રીમતી પટેલ તથા દવાખાના સ્ટાફ સિવાય કોઈજ જાણતુ ન હતું. જ્યારે ડાકોરમાં ગંગાએ પોતાને ગર્ભ રહેવાની વાત દા’ડા રહ્યા છે તેવી વાત ફેલાવી દીધી એવી આસાનીથી કે કોઈનેય પણ વહેમ ના ગયો કે સાચુ છે શું ?

- વરસ દા’ડા વીતી ગયા ને હરિ ઈચ્છા બળવાન એ પ્રમાણે મોતીભાઈ અમીન તથા શાન્તાબેનના નસીબનું આડુ પાંદડુ ફરી ગયુ ’ને સરોગેટ મધર ગંગાને દેવ જેવો દિકરો અવતર્યો. ફરીથી ડિસે.ના અંત પછી જાન્યુ. ના બીજા અઠવાડીયે પેલ એન.આઈ.આર. કુટુંબ ઈન્ડીયા આવ્યું. બે ઘરડા મા-બાપ તથા દિકરો, વહુ એમ ચારેય જણા ભેગા થઈ ગોરધનભાઈ માળીના ઘરે આયા ત્યારે ઘરમાં ગોવિંદ પણ સાજો નરવો થઈ ગયેલ ને સારવાર, દવા, પોષણયુક્ત ખોરાક મળ્યો ‘ને રૂપિયા મળ્યા એટલે અપંગ ગોવિંદની સારવારમાં કાંઈપણ કમી ના રહેતા ગોવિંદ હાલતો ચાલતો, હરતો ફરતો થઈ ગયો હતો. એ વાતનું ગોરધન ગંગાને મૂળ હતું પણ દુઃખએ વાતનું હતું કે પોતે પેટમાં નો ઉછેર કરી આની મમતા સ્નેહ આવી જે દીકરા બીજા દીકરા અંકુર ને જન્મ આપ્યો હતો. તે દીકરા, એપ્રિલ મહિનામાં કરાર મુજબ એના પાલક મા બાપ, દાદા, દાદી અમેરીકા લઈ જનાર હતા.

આ વાતનું ગંગાનું ખુબખુબ દુઃખ રહ્યા કરતું હોઈ તે ગમગીન રહ્યા કરતી અને બળવો કાઢતી ક્યારેક - ક્યારેક,

- બળ્યું આવુ ના કર્યુ હોતતો હારૂ આતો જણી - જણીને છોકરા જણીને છોકરા વેચવાનો ધંધો કર્યો હોત. બહુ જ ખોટું કર્યુ - ભગવાન મારા હાથે મોટુ પાપ થઈ ગયુ ભગવાન આવા મોટા પાપના બદલો હું ક્યારે વાળી શકીશ ? ભગવાન મારા ગુનાને માફ કર, મારા આ પેટજણ્યા છોકરાનો નેહાકો (નિશાશો) મને લાગ્યા જ કરવાનો.

- ગોરધન માળી ગંગાને બધીય રીતે મનાવતો રહ્યો - સમજાવતો રહ્યો - પટાવતો રહ્યો પણ બધુય પાણીમાં.

- છેવટે એક ગોઝારા દિવસે એન.આર.આઈ. કુટુંબ મોટી મોટરકારમાં, પેલા નવજોત સિધ્ધુ (બાળક)ને પરદેશ - યુ.એસ.એ. લઈ લઈ ચાલ્યુ ભારે સરોગેટ મમ્મી - મધર બોરબોર જેવડા આસુ સરીને હિળકે ને હિબકે ડરીકા ભરી ભરી મોઢેથી રડી રડી - રડતી રહી ને એ કુટુંબ (એન.આર.આઈ) અંકુરને લઈ ગાડીમાં બેસાડીને યુ.એસ.એ. (ન્યુ જર્સી) ડાકોર છોડ્યુ.. કાયમ માટે.. અને લાગણીનો વેપલો ખતમ થઈ ગયો હોય એવો એક આભાસ આજુબાજુના વાતાવરણમાં ઉપસી રહ્યો - સ્વયંસ્પષ્ટ બન્યો. પણ તેનાથી વિરૂધ્ધમાં ગોરધનભાઈ માળીના ચહેરા પર ‘‘પારકી થાપણ’’ તે જે તે મુળ દાવેદાર ઘરધણી (માલિક) ને માવજતથી પુરેપુરી માવજત સાથે ઉછેર કરેલ હોવા છતાં ‘અંકુર’ નો સરોગેટ મમ્મી પાસેથી લઈ લઈ તે બાળ - અંકુર એન.આર.આઈ. ફેમીલીને સુપ્રત કર્યાનો આનંદ તથા પ્રજ્જવળ સંતોષની લહેર જોવા મળી રહી હતી તે વાત કોઈ ઓર જ હતી....

અનુક્રમ

પવિત્ર પાપી

‘‘ખા-મહિસાગરના - સોગન’’

-‘‘પણ - વગર - વાંક - ગને - હું શું કરવા - મારે શા માટે - મહીસાગરના-સોગન-ખાવાપડે ?’’

- ‘‘જો તું સાચો જ હોયતો પછી બીક શાંની ?’’ ‘‘અલ્યા, ભૈય ! પાપડી ભેગી ઈયળ બફાઈ જાય એનું શું ?’’ ‘‘અલ્યા, ભૈ ! પાપડી ભેગી ઈયળ બફાઈ જાય એનું શું ?’’

- ‘‘ઓય એમ ગોળગોળ વાતો કર્યા વગર સીધી વાત કરી દેને ભલા ! એટલે પાર આવે. ‘ને’ દૂધનું દૂધ ‘ને’ છાશની છાશ થઈ ‘ને’ રે ! બોલ તારે શું કહેવું કા ભલા ? - પરસોતમે કાભઈને કહ્યું ત્યારે- ‘‘તારી (પશાની)ને રણછોડયાની વાતોમાં હું શું જાણું? એતો ભેંસના શિંગડા ભેંસને ભારે મારે શું ? મારે શી લેવા દેવા ? - તમે બે‘ય જણાએ કુંલડીમાં ગોળ ભેંગો ભાગ્યો હોય તો તમે જાણો ભૈ..!’’ કહી કાભઈ છૂટી પડ્યો-!

- ત્યારે - પરસોતમે (પશાભાઈએ)- ફોડ પાડી કહ્યું કે ‘‘જો’’ લ્યા, સાંભળ- પેલા છોટા કાછીઆના છોકરાની વહુંને છોકરાં થતાં ન હોય- વહુએ (જમનીએ) ભુવા-જાગરીયા-કર્યા-!, માતા-મહાદેવ- પીર-ઓલ્યાની-બાધા બાખડી રાખી પણ કાંઈ ના થયુ એટલે છેવટે- મહાદેવ-માતાના-પુજારી-મહારાજના કહેવા મુજબ અને સલાહથીજે- વિધી-વિધાન -જપ-તપને દાણા નાખ્યા - તેમાં -મહારાજે પુનમની રાતે - નાહી ધોઈ પવિત્ર થઈ પુજા - સેવા -આરતીકરીને ત્યારબાદ કોઈ પાડા-રાંડવાનો બારકે હાથ ફરેતો ફરજંદ થાય - એંધાણ રહેને માની કૃપાથી-ઘરે - પારણું બંધાય ! એમાં જમનીને (છોટા કાછીયાના છોકરાની વહુને -! - મહારાજે - પાડારાંડ વા તરીકે મારૂ નામ આલ્યું - ત્યારથી - ખઈ ખપૂચીને - જમની કાછીયણ મારી પાછળ પડી ગઈ છે -! આ પરમ દા‘ડે’ ફાગણી પુનમ - આવે છે-એટલે તેરસ(૧૩) ના દિવસે મારી ઘેર આવીને - ધાણી ફૂટે તેમ - ફટાફટ - પેટ છૂટી બધીજ વાત એણે મને કરી દીધા પછી - બચારીએ - પોતાની લાચારી પર પોશ-પોશ ભરીને આસુંડા પાડ્યા ત્યારે - નાનો બાઈકની જેમ રડી પડી - ત્યારે - ‘‘હું તને વચાર કરીને કહીશ’’ ખેલ - કહીને મારા ઘરેથી વીદાય કરી તી જેને રડતી જોઈને મારી મા એ મને પૂછેલું પણ - ખરૂ. કે -

‘‘શ્યમ લ્યા ! પેલા છોટા કાછીયાના છોકરાની વહું કેમ રડતી હતી ?’’

- જવાબમાં - મેં- ‘‘એતો મારાજે (માતાવાળા) બાધાની વાત કરી’તી- અને બાધા પૂરી કરવા માટે મારી જરૂર છે ? -તમે જોડે આવશો ? -એવું પૂછવા આપણે ઘેર આવી ‘તી’-‘ને’ બધીય - પેટછૂટી વાત કરતાં - બચારી - જમનાવહું - રડી-પડી--!,’ ‘‘એમાં બોલ, બા (માડી) હું, શું કરૂ ?’’ કહી તાપોટા પાડીને પરસોતમ- પાડા-રાંડવાએ મા ‘‘કાશી’’ ને કહ્યું ત્યારે-જવાબમાં...

- મા-એ- ‘‘એતો, તું જાણે ને તારો ભગવાન જાણે ! તને ભગવાન સુઝાડે એમ જ કરજે દીકરા-હો..’’ કહી મારી માએ (કાશીએ) પણ કશીજ ચોખ્ખવટ ના કરી એટલે મે મારા પાક્કો (પહેલો) ભાઈબંધ કાભઈ - કાભલો ને પછી આવે તારો નંબરએટ લે તમને - બેઉને આ...પેટ -છૂટી વાત કરી છે ! બોલો તમે બેઊજણા (કાભલો અને રણછોડીયો) - કહોકે હવે મારે શું કરવું ? આ ધર્મ-સંકટમાથી-કેમેકમ બહાર નીકળી જવું ? - કેમ-પાર પડવું ? મને રસ્તો બતાવો બન્ને જણા’’ કહેતા - (પાડા રાંડવા) પશાએ (પરષોતમ - વાઘરી - તળપદાએ) બધીય મન મેલીને - વાત કરી દેતાં - બન્ને - લંગોટીયા - ભાઈબંધની સલાહમાંગી ત્યારે...

‘‘એમાં અમે કાંઈના જાણીએ -! તારે જે કાંઈ કરવું હોય તે જાતેજ નક્કી કરવું પડે - આમાં કોઈ બીજો સલાહ આપે તે શાકામની? મહરાજની વાત તારે માનવી કે ન માનવી એ વાત બાબત પહેલાં તારે ને પછી સંમતીથી આ બાબત જમનીએ કાછીયાએ નક્કીકર વાની રહે...? -અમે-કાંઈ જ ના કહીએ ભાઈ’’ કાભઈએ કહ્યું તયારે રણછોડીયાએ પણ ‘‘એ હાવ, સાચી વાત ! તું જાણેને તારૂ કરમ જાણે’’ કહી વચ્ચે ટાપસી પૂરાવી દીધી -

- આમ બન્નેય જણા છૂટી પડયા ને બંધન માં આવી ગયો બિચારો પશો (પરસોતમ પાયા રાંડવો) આતો સુયાણી વિયાણી જેની વાત ગામ આખે જાણી, એવી વાત થઈ પ્રસવવેદના વખતની સદાય સાક્ષી રહેનાર - દાયણની ડીલીવરીના સાહસની મનોષ્થિતી કેવી હાલત થતી હશે-પ્રસવટાણે એતો ઘાયલ કી ગમ ઘાયલ જાણે અને આ સુયાણી - દાયણને પોતે પ્રસવવેદનામાંથી ખરેખર પસાર થવું પડે યાંરે ? શું થાય ? બચારા - પશા - પાડા રાડવા - વાંઢા પુરૂષની - પરિસ્થતી ખરેખર - દુઃખદ દારૂણ-બની-ગઈ હતી-! પછી ત્રણેય-ભેરૂઓ બીજીકાંઈ ઝાંઝી - લપ-કે-ભાજગડ-લપ્પન છપન-કર્યા વગર બપોર રોટલા ટાણું થયેલ હોઈ બપોર રોટલા ભેગા થવા - પોતપોતાના ઘર તરફ જવા નીકઈી પડયા...!

- પણ પશાને (પરસોતમને) પાડા રાડવાને ગળે રોટલો ક્યાથી ઉતરે ? એટલે ખાધું ન ખાધું કરી પવાલુ ભરી પાણી પી તરજ જૂતા પહેરી ઘર બહાર નીકળ્યો ત્યારે કાશીએ મા એ ‘‘અલ્યા પશા, અલ્યા ચ્યમ ખાધુ ન ખાધું કરી પાછો જેવો આવ્યો ‘તો’ તેવોજ સાબુગોળા જેવો કયા રઝળવા રઝળવા નીકળી પડયો ? ઘરમા જરાક ટાટીયા વાળીને તો બેસ ભલા અલ્યા ચ્યાં જાય છે ? ભાઈ !’’ કહ્યું ત્યારે પશલાએ કાશીને જવાબ આપ્યો -

‘‘- એતો ભાગળે ! ભાગોળ જવછું માં ભાગોળ જઈ આવું છું ને કશોય જવાબ કે ઉત્તરની અપેક્ષા રાખ્યા વગર પશો (પરસોતમ) ગયો, સીધા માતા મહાદેવનાં પુજારી મહરાજ પાસે મહરાજને મળવા સલાહ સીધી સલાહ લેવા -!

- અને મહરાજે (ભૂવા જાગરીયાએ) બંધીજ સલાહ વાત પૂજા-વિધી પશાને સમજાવી દીધી બધી જ વાત પશાના ગળે ઉતારી દીધી .

- ને ફાગણી પુનમ ને પુનમની રાત રણઝણ-રણઝણ કરતી આવીને જતી પણ રહી ! જમનાડીએ છોટા કાછીયા છોકરાની વહું એ અને પાંડા રાડવા પશા પરસોતમે મહારાજના કહેવા પ્રમાણે બન્ને ભેગા થઈ સલાહ સમંતિથી ને શાંતિથી વિધી પૂર્ણ કરી લીધી ‘ને’ પશાએ પરસોતમ પાડા રાડવાએ જમનીના - શ્વેત - સફેદ - કોમળ -કમળશા બરડા પર હળવે-હળવે-ધીમેથીમે-હાથ ફેરવવો - શરૂ કર્યો અને આવેગ - ઉન્માદ જાગી ઊઠયા હળવે હળવે જયાં સુંધી જમનીને સંતોષ - પરિતોષ - તૃપ્તિ પરિતૃપ્તિ ન થાય ત્યાં સુધી બરડે હાથ ફેરવ્યાજ કર્યો - ફેરવાજ કર્યો ને જમની પણ કહયાગરી ગાયની જેમ સ્થિર ને સ્થિતા પ્રક્ષ-પૂતળી બની ગઈ હતી - અને પોતાને પણ - જાણે - સ્વર્ગમાં સુખે મહાલી ન રહી હોય તેવી માદક લાગણી અનુંભવી રહી હતી - પાડા રાંડવા પશાની પણ આજ હાલત હતી !

- આવાતને - ૯-૧૦ (નવ-દશ) મહિના વીતી ગયા પછી- જ્યારે જમની કાઝીયણની કૂખે દીકરો અવતર્યો ત્યારે-આખુગામ ઘેલુ થયું - ગામમાં પેડા વેહચાયા - બધાયનું મોઢું (છોટુ-કાલીયાના- છોકરાએ) ગળ્યુ કરાવ્યુ ને નંદ ઘેરે આનંદ થયો જયકનૈયા લાલકી પણ-બાધા બાખડી કરનાર-કરાવનાર પેલા મહરાજ - પૈડાખાવા - આ દુનિયામાં રહ્યા ન હતા છોકરાના અવતરવાનાં અઠવાડયા પહેલા હાર્ટએટેક માં મહરાજ પરલોકધામ પહોચી ગયા હતા...!

-જ્યારે પશાએ (પરસોતમ પાડા રાંડવાએ) પવિત્ર-પાપ કરેલ હોય પવિત્ર પાપનું કરેલ પૂણ્ય એળે ન જાય - પાછું ઠેલાઈ ન જાય તેથી પેડાનો પરસાદ ન-ખાધો ! પેડાનુ બોક્ષ પરસાદ મહારાજના પુજાવાળા રૂમમાં આખુ ગામ ન જાણે તેરીતે અક્કલ - હોશિયારીથી - સલામત રીતે - જાણે મૃત્યુ પામેલ મહારાજનાં ભોગ ન ધરાવી રહ્યો હોય! તે પ્રમાણે મહરાજને ભોગ ધરાવી દીધા પછી- સ્વ.મહરાજના ફોટાને પગે લાગી ઘરભણી પાછો વળ્યો ત્યારે - પૂજા આરતી - સંધ્યા ટાંણું થઈ ગયું હતું.

અનુક્રમ

સોય અને સાંબેલુ

- ‘‘ મા જો, હુ ડાકોરથી સાંબેલું લઈ આવી જોઈ લે કેવું વજન દાર છે. વિધવા છોડી પોતાની વૃદ્ધ ઘરડીમા-ડાહીબા કે ઘરના ઓટલે જ અડીખમ ચોકીદારની અદાથી એટલે બેઠા હતા. તેને ઉદ્દેશીને ઘરભંગ થી આવેલ ૪૦-૪ર વર્ષીય વિધવા છોડીએ ઘરની ડેલી ખડકી ઉઘાડી ઘરમાં પ્રવેશ કરતાં કરતાં કહ્યું ત્યારે ઘરડીમાં સાથે અડીને ઘર પડોશી દરબાર બચુભા જલુભાની વિધવા જીવકોર ડોશી પણ બેઠા હતા તેમણે પણ પુનમ ડાકોર મેળે જઈ જઈ મેળામાંથી વહોરી લાવેલ- સાંબેલાની વાત સાંભળીને મોઢું ચઢાવ્યું-ત્યારે તે ભાળીને તારાની ઘરડી મા-ડાહીએ-તરત જ બોલ્યા.‘‘ અલીએ,સાંબેલુ લઈ આવીને નાખ ચુલામાં મેં તને સોંય દોરા - ધાગા,ગોદડીઓ કરવા મંગાવ્યાને, લઈ આવી છે બૈાન ? કે પછી રામરામ’’ દોડતી ઘોડીની જેમ જેમ ઘોડેશ્વાર કે ઓચિંતી લગામ ખેંચે કે તરતજ ઘોભી થોભી જાય તે અદાથી ઘરની ખડકી પ્રવેશદ્રાર ઝડપથી જતી તારા થોભી ગઈઅને બે હાથ લાંબા કરી આઘા પાછા કરતા તારા બોલી ઉઠી‘‘ હાય! બા! એતો ભૂલાઈ જ ગયું - છે ક લગીને યાદ રાખેલું તે મગાવેલ વસ્તુ પણ આ ઉતાવળમાં ને ઉતાવળમાં ને ડાકોરના રણછોડરાયના દર્શનની લાંયમાંને લાંયમાં બધુએ ભૂલી ગઈ . માડી...’’ જા તારૂ મોઢું લઈને જતી રે અહિંથી કમજાત.. બધુંય યાદ રહે.ડોઝુ, ભરવાનું ભૂલી જવાતુંય નથી! ને બીજે રઝળપાટ કરવાનું ભૂલાતું નથી. ને પાછી તું મે મંગાવેલ સોય, દોરા, ધાગા લાવવાનું ભૂલી ગઈ હવે કોક મહેમાન પરોણા ઘેર આવતા પધારજો. કોથળા કે બીજું હું કાઈ બોલું તે બળી મારી જીભ...’’ કહી ડોશીએ બળાવો કાઢયો ત્યારે મા, ભૂલી ગઈ ! તો હું જાણી જોઈને ભૂલી નથી નૈ- ચ્યમ આવું બોલી ? મને રાંડી રાંડને રોટલા ખવડાવવો પડે એટલે અંગુઠે કમાડ ઠેલવા માંડયું ! એ ઈ મા? મેં સરકારને વિધવા સહાયની અરજી કરી છે જે સરકાર જ્યારથી જ્યારે મંજુર કરશે તે દને મારા ઘરમાં મારા પગ નહીં હોય ! માડી ! કહેતા તારા ડુસ કે ને ડુસકે રડી પડીને ઘરમાં ઘરમા પેઢી પછી બાથરૂમનું બારણું ધડામ કરી બંધ કરતા. હાથમાં આવેલ સાંબેલાનો ઘા કરી દીધો. વાતવાતમાં કાગનો વાઘ થઈ ગયો.ને શાંત વાતાવરણ કકળાટીયું, કાળું-કાળું કલુષિત થઈ ગયું ઓટલા પરિષદ પૂરી થઈ ગઈ ગઈને રાત્રે કોઈ કોઈ જોડેના બોલ્યું કે ના ચાલ્યું! ખાધા પીધા વગર બધાય સુઈ ગયા ! છેવટે કંટાળીને લાકડી લઈ લાકડીના ટેકે ટેકે ડોશી આગળ વધીને લાકડી અડકાવી બારણા બંધ કરી ને આડે પડખે થઈ. બીજા દાં’ડે ભરભાખરું થયું ત્યારે ડોશીની ખડકીના બારણા ગામલોકો ખખડાવતા હતા આંખો મીચીં ડોશી બેઠી થઈ છોડી, ‘‘તારા, બારણું ચ્યમ ઉઘાડતી નથી! તારા હાથ - પગમાં દેવતા મેલ્યા! કહી ડોશીએ ફરી પાછી લાકડી ઝાલી ટેકે ટેકે પરસાળ - પરસાળ (રવેશી) પાર કરીને ખડકી ખોલી. ત્યારે ભારે’’ ડોશી, તારી તારાએ સાંબેલા સાથે ગામ કુવો પૂર્યો છે. હેડ, પોલીસવાળા જવાબ કરવા તેડાવે છે. કહી ગામ મુખીએ ડોશીને બાવડેથી ઝાલી જે સમાણી ડોશી ભયથી થડથડ કાપી ગઈને ભોંયભેગી થઈ ગઈ, પાંચ મીનીટમાં પ્રાણ પખેર ઊડી ગયું. ને ભાઈ ! સોય અને સાંબેલાની વાત ત્યાંની ત્યાંજ રહી ગઈ. દબાઈ ગઈ.કાયમ માટે ડોશીના દિલમાં, તારાનાં હૈયામાંને જીવતી પાડોશી ડોશી જીવકોર ડોશીના હૈયામાં આ વાત ધરબાઈ ગઈ. કાયમ માટે! તે ધરબાઈ ગયેલ સોય અને સાંબેલાની વાત કરી કયારે ખુલશે ? એતો રામ જાણે...? હા, પણ એ તો ચોક્કસ છે કે વરહની વચલી રાતે નાનકડા ગામમાં આઘું માથું ઓઢીને હાથમાં સાંબેલું લઈ દોડતી ગામ ફુલે જઈ હજુ પણ કુવામાં ઘુબાડો મારતી તારાને કેટલાય ગામ લોકોએ ભાળી છે! ભાઈ! એના અવગતીયા જીવન શું ? ને હારેહારે ડોશી પણ સોય લેવા સાય શોધવા (રાતે રાતે કયારેક કયારેક નીકળી પડે છે ! ત્યારે જીવને કાંઈકને કાંઈક થઈ જાય છે! ભગવાન આમની સામું જોઈ લે બાપલા ! બન્નેના આત્માનો ઉદ્ધાર કરી દો ! હે મહાપ્રભુ તેવું અનાયાસે બોલાઈ જવાય છે!

અનુક્રમ

ભૂત રડે ભેકાર

- રાત્રીના ૧ર-૩૦ કલાક ડો નયના એચ પટેલકન્સલન્ટન્ટ ગાયનેકોલોજીસ્ટની હોસ્પિટલનો ટેલીફોન નં.રપ૩૭૮૯ ટણકી ઉઠયો ને સામે છેડેથી કોઈક સ્ત્રીનો - મંજુલ - સ્વરે ટેલીફોન પર સાભળવા મળ્યો જે અવાજ હોસ્પિટલની હાજર - ઈમરજન્સી સ્ટાફ નર્સ માર્થાબેને (સીસ્ટરે) સાંભળ્યો સામો છેડો (ટેલીફોન પર) દયાજનક સ્થિતિમાં વિનવરણી કરી કહી રહ્યો હતો કે ‘‘હું કોમલબેન સોની મોબાઈલ નંબર ૯૮રપ૯૭ર૧ર૧ પર થી હાલમાં નેશનલ હાઈવે નં. ૮ ચિખોદરા ચોકડી આસપાસથી બોસી રહી છું. મારી બેબીને બાળક અવતરવાની તૈયારીમાં છે બૈબી (મોટી બૈબી) નું નામ ખુશબુ મધુકાન્ત સોની છે. ઈમરજન્સી કેસ નોધી લેશો. ડોકટર નયનાં પટેલ કે જેઓને હું પર્સનલરીતે ઓળખુછું તમારી ઈમરજન્સી કેસ ફી હું આપી દઈશ.કદાચ સીઝરયન કરી બાળક લેવુ પડે તેમ છે. પ્લીઝ ડોકટરના ઘરે ફોન કરી ઈમરજન્સી હોઈ હોસ્પિટલે બોલાવી લેશો. અમે લોકો તરત જ દવાખાને આવીએ છીએ માર્થાબેન (સીસ્ટર) કાંઈક વિચારી કાંઈક બોલેતે પહેલાં ટેલીફોન નો સામા છેડો કપાઈ ગયો...! હવે ઈમરજન્સીમાં હોસ્પિટલ ‘‘કૈવલ મેટરનીટ હોલ એન્ડ સર્જીકલહોસ્પિટલ’’ આણંદ ખાતે નોકરી કરી રહેલ ઈમરજન્સી સ્ટાફ નર્સની જવાબદારી આવી પડી. શું કરવું ? શું ન કરવું ? સમજ ના પડે... તરત જ તેણે મદદનીશ તારાને બુમ પાડી...‘‘તારાએ’ય તારા ઉપરથી નીચે આવ એક ઈમરજન્સીકેસ આવવાનો છે હમણાં ગાડી (કાંઈક) આવશે તેમાં આવનાર પેશન્ટને મદદ કરવા તૈયાર રહેજે. કદાચ સીઝરયન કરવું પડે તો ઓપરેશન થિયેટરમાં જરૂરી તૈયારી કરવી પડે...! હું ઉપર મેડમ (ડો.ને) ને ફોન કરી આવું છું. પણ તું તરતજ નીચે આવીજા’’ ત્યારે ઉપરજનરલ ર્વોડમાં ખાલી પલંગ પર આડી પડી રહેલ આસીસ્ટન્ટ તારા મનમાં બબડી પણ ખરી.‘‘લો રાત્રે બાર સાડા બાર વાગે ઈમરજન્સી ચાલુ થઈ ગઈ...! પણ આવું તો દરોજનું થયું..જરા રાહતથી જઈશ...મનની વાત મનમાં રાખી જનરલ વોર્ડની ટયુબલાઈટ સળગાવી તારા બાથરૂમ તરફ હાથ - પગ - મોં ધોવા વળી ત્યારે નીચે સ્ટાફ નર્સ માર્થા પરમાર ડો. નયના પટેલના ઘરે ટેલીફોન કરી મેડમને મેસેજ આપી રહી હતી કે ‘‘હલ્લો, મેડમ એક ઈમરજન્સી કેસ આવવાનો છે પેશન્ટ તમારા જાણીતા લાગે છે તમારી હોસ્પિટલમાં જરૂરી હોઈ તરતજ આવી જાઓ કદાચ ! સીઝરીયન કરવું પડે તેમ છે તમારી હોસ્પિટલમાં જરૂર હોઈ તરતજ આવી જાઓ કદાચ ! સીઝરીયન કરવું પડે તેમ છે’’ સામે છેડે ડોકટર નયના પટેલે ‘‘ઓકે ઈમરજન્સીકેસની તૈયારી કરો ઓપરેશન થીયેટરને રેડીરાખો હું ડો.દાણી (એન્થ્રેસીયા સ્પેશ્યાલીસ્ટ) ને રીગ કરી તૈયારીમાં આવી રહું છું. ડોક્ટરે કહ્યું. ‘‘યેસ ! મેડમ’’ માર્થા પરમાર સ્ટાફનર્સ જવાબ આપી ટેલીફોન મૂકી દીધો તે તૈયારી માં પડી... ૧૦ મીનીટ પછી જ્યારે ઉપરથી હજી સુધી પેલી આસી. તારા ન આવી ત્યારે ‘‘ત્યારે ‘‘અલી તારાડી ! હજી સુધીય ન આવી ? ઉપર મરી ગઈ કે શું ? નીચે જલદી આવી જા છે’ય સાવ પથરા (ટાઢા) પથરા જેવી ટાઢી બોળ ! ઈમરજન્સી કાંઈ જ સમજતી નથી’’બબડતી ફફડતી ઉકળાટઠાલવતી સ્ટાફનર્સ માર્થા હવે નીચેથી પગથીયાં ચડી ઉપર તરફ જઈ રહી હતી તા’ય પેલીનું કાંઈજ ઠેકાણું ન હતું ! સ્ટાફનર્સ ઉપર ગઈ... ! નીચે કંપાઉન્ડ દરવાજો ખોલી (અગાઉથી) રાખેલ જેથી એક ફન્ટી મારૂતીકાર અંદર દાખલ થઈ કંપાઉન્ડમાં પાર્ક થઈ ત્યારે નીચે ટયુબલાઈટો ચાલું હતી પણ કોઈજ ના મળે..! ઉપર સ્ટાફનર્સ માર્થા પરમાર અને બને તારા બંને ભેગી થઈ ગઈ.વાતો કરતી હતી ! ત્યારે ઓચિંતી લાઈટો ઓફ થઈ ગઈ...! બધે જ અંધારુ ઘોર થઈ ગયું દવાખાનાનો વોચમેન બાબુ ભૈયો યા’ તો આશીક હોઈ સ્ટાફનર્સ માર્થાને પૂછી રજા લઈ આણંદ રેલ્વેસ્ટેશન તરફ ૧/ર કલાક પહેલાં ગયો હતો. તે ય હજુ પાછો આવ્યો ન હતો. ઈમરજન્સી કેસ નીચે પેશન્ટ સાથે આવી પાર્ક થયેલ મારૂતી ફન્ટીકાર ડો. પટેલના જાણીતા પેશન્ટ (દર્દાને ડોકટર એન્થ્રેસીયાવાળાની આવવાની ઘડીયો ગણાય ત્યારે લાઈટ ( વીજળી વૈંરણ બની) ગઈ, જનરેટર કોણ ચલાવે ! મારા બાપ પેલો બાબુડીયો કયાં મરી ગયો ! મફતીયો (સ્વીપર સફાઈ કામદારવાળા) દારૂ ઢીચીને કયાંય સુતો હશે પડી રહ્યો હશે ! કંટાળતી ઉકળાટ કાઢતી તારા પર ખીજાઈ રહેલ સ્ટાફનર્સ માર્થા પરમારે ‘‘હેડ,અલી તારા નીચે પેશન્ટ આવી ગયું લાગે છે! આપણે બને નીચે જઈએ.’’ આસી. તારાએ કહ્યું ના સીસ્ટર અંધારામાં હમણા નથી જવું મને બીક લાગે છે ઘડીક થોભી જાઓ’’ ‘‘નહી, તારો કોઈ બાપ તને ખાઈજાય, હેડહું વાઘણ જેવી છું ને તારી સાથે ‘‘માર્થાએ હિંમત આપી તો’ય ‘‘થોડીવાર પછી જઈએ’ બીકણ તારા બોલી અમને આમ બીજી ૧૦ મીનીટ જતી રહી નીચેથી મારૂતી, ફન્ટીકાર ફરીથી ચાલુ થવાનો અવાજ આવ્યો મારૂતી કારની હેડલાઈટ તો ચાલું જ હતી કોઈ બે સફેદ પડછાયા (બંને લેડીઝ હતી) મારૂતીકારમાં ગોઠવાયા મારૂતીકાર સ્ટાટ થઈને સડસડાટ કરતી દવાખાનાનું કંપાઉન્ડ પાર કરી ઉઘાડા જાંપા દરવાજા ખોલી આણંદ શહેરના રસ્તા પર આવી ગઈ ડૉ. મન્નારીના દવાખાનાની ડાબી બાજુ વળી ‘નયાપડકાર’ પ્રેસની ડાબી બાજુએ વળી ‘ચરોતરભુમિ’ વાળો મેફેર રોડ પસંદ કરી મારૂતીકાર પોતાના રસ્તે પડી ત્યારે ફરીથી હોસ્પિટલમાં લાઈટ (વીજળી)નું આગમન થયું ને દવાખાનાના ઘડિયાળમાં (વોલ-ક્લોક-અજન્તા) રાતના એક-વીસ (૧-ર૦ નો સુમાર થયો) થયા હતા. ડૉ. પટેલ નયના તથા સીસી સુંઘાડનાર હોસ્પિટલમાં આવ્યા પણ પેશન્ટ ક્યાં ? પેશન્ટ સાથે આવનાર કોઈ સગા સંબધી ક્યાં ? સ્ટાફ નર્સ ક્યાં ? સ્ટાફ (અન્ય સ્ટાફ) બાબુ વોચમેન સ્વીપર મફતીયો આશી તારા બધા જ ક્યાં મરી ગયા ? બધા જ ઉપર પહોંચી ગયા કે શું ? હોસ્પિટલના કંપાઉન્ડમાં બે કાર (વાહનો એક ડૉ. નયના પટેલની ગાડી (સફેદ-યલોવીરા-પીળાશ પડતી કલરની ગાડી (એ.સી.કાર) મારૂતી ફન્ટી જી.જે.૭૯૩ર૯ અને બીજી ફીયાટ ગાડી લાલ જી.જે.૭પ૦૩૦ પડી હતી ડૉક્ટર્સ હાજર હતા પણ પેશન્ટસ સગાવહાલાં ક્યાં ? લાઈટ પુનઃ પાણી આવતાં વીજળી સંચાર થતાંને લાઈટનું ટ્યુબલાઈટસનું અજવાળુ ચારેકોર પથરાતાં તેથી હિમતમાં વધારો થતાં કંપાઉન્ડમાં પણ હવે લાઈટ આવી ગઈ એટલે ‘કાહેકોડરના’ વિચારી ઉપર ગયેલ બંનેય જણીઓ (એક તો પહેલેથી જ ઉપર જ હતી) દાદરો ઉતરી નીચે આવી રહી હતી ત્યારે ડૉ.નયના પટેલે ‘‘અલ્યા પેશન્ટ ક્યાં છે ? તમે લોકો ઉપર શું કરતા હતા ?’’ નીચે ઉતરી રહેલ બંનેને કાંઈજ સમજ ન પડતાં બંને જણા (સ્ટાફનર્સ માર્થા આસી. તારા) બધવાઈ ગઈ બંને જણ બાધા થઈ ગયા. ‘‘મેડમ, અમે લોકો નીચેથી ઉપર ગયા ત્યારેતે વખતે એક મારૂતીકાર અવાી લાઈટ પણ મારૂતીની આપણ દવાખાનાની એન્ટ્રી વખતે જતી રહી અમે બંને ઉપર ને મારૂતીકાર નીચે કંપાઉન્ડમાં ઉભી રહી બે સફેદ લેડીઝ પડછાયા ઉતર્યા ને પાંચ સાત મીનીટ પછી મારૂતી ફન્ટીકાર ફરી પાછી ચાલુ થઈ દરવાજા બહાર જતી રહી એવુ અમે સાંભળ્યું પણ લાઈટ ન હતી ને બાબુડીયો મફતીયાનું કોઈ ઠામ ઠેકાણું નહીં એટલે અમે બીક લાગી એટલે ઉપરથી નીચે ના ઉતર્યા તમે લોકો આવ્યાને હમણા જ લાઈટ આવી એટલે અમે લોકો હાલઘડીજ ઉપરથી નીચે આવી રહ્યા છીએ’’ કાંઈક સ્વસ્થ થતાં પેલી સ્ટાફનર્સ માર્થાએ લેડી ડૉક્ટરને જવાબ આપ્યો. જ્યારે આસી. તારા અંદર જતી રહી ત્યારે ‘‘કેવો બેજવાબદાર છે આ સ્ટાફ ! બધું જ ખુલ્લુ મુકીને બસ મનફાવે તેમ કર્યા કરે જવાબદારીનું કાંઈ ભાન છે કે નહી ? જોઈ લો મારી ઓફીસ ને તપાસી લો બધાય રૂમને બધી જ જગાએ ખાતરી કરી લો ‘‘કહી લેડી ડૉક્ટર સ્ટાફને તતડાવી નાખ્યો બાબુ ભૈયો તથા સફાઈ કામદાર મફતીયો હમણાં જ આવ્યા એટલે ધંધે લાગી ગયા.

- ‘‘આ કાઉન્ટર પર (કેસ કાઢવા માટે ટેબલ ખુરશી રાખેલ ત્યાં) મોબાઈલ ફોન અને કોઈ લેડીઝ પર્સ ડાયરી બધું પડ્યું લાગે છે ઈમ્પોર્ટેડ મોબાઈલ ફોન (નોકીયા) લેડીઝ પર્સ તથા કાળી ડાયરી કોની હશે ? કોઈ એન.આર.આઈ. પાર્ટી કે આવનારી પાર્ટી આ બધું ઉતાવળમાં ભૂલી ગઈ કે શું ?’’ કહી લેડી ડૉક્ટર નયના પટેલે બધી જ ચીજવસ્તુ પોતાને હસ્તગત (મુદ્દામાલ હાથવગો-કબજે કરી લીધો) કરી લીધી. શીશી સુંઘાડનાર એન્થ્રેસીયા સ્પેશ્લીસ્ટ દાણીની હાજરીમાં લેડીઝ પાકીટ ખોલ્યું રૂપિયા પ૦૦-પ૦ની નોટો ભરેલી હતી રૂપિયા ર ચાર લાખ રોકડા (પાંચસોની નોટના આઠ બંડલ)ને બીજો લેડીઝ સામાન હાથરૂમાલ સોનાની ચાર બંગડીને બીજી બધી આઈટમ હતી ‘નોકીયા ટેલીફોન મોબાઈલ ફોન તથા ડાયરી બધું જ હતું પણ પેશન્ટ ક્યાં ? પેશન્ટને લાવનાર ક્યાં ? પેલી કાર (મારૂતી ફન્ટીકાર ક્યાં ?) ક્યાં ? કલાક-દોઢ-કલાક રાહ જોઈ પણ કોઈજ ના દેખાયું ત્યારે એવો નિર્ણય લીધો કે આણંદ ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ કરીએ ટેલીફોન કરી પોલીસ બોલાવી પોલીસ ખાતાને જે હકીકત બની હતી તે બધી જ હકીકત સ્ટાફનર્સ માર્થાએ (ટેલીફોન આવ્યાથી તે બધી જ વાત) અથ્‌ થી ઈતિ સુધીની માહિતી પોલીસવાળાને આપી. મોબાઈલફોન કાળી ડાયરી તથા પેલું લેડીઝ પર્સ પોલીસખાતાને સોંપી મુદ્દામાલની પહોંચ પાવતી એફ.આઈ.આરની નકલ લીધા બાદ કાનૂની વિધિ બાદ બધાજ છુટા પડ્યા ત્યારે સવારના ૭વાગ્યા હતા સવારનો મરઘડો કૂકડો કૂક બોલી રહ્યો હતો. તેજ દિવસે તપાસના અંતે પોલીસે શોધી કાઢ્યું કે ફોન મોબાઈલ ફોન ધારકની પત્નિ પુત્રી (પ્રેગ્નસી ડોટર)નું હાઈવે અકસ્માત પર ચિખોદરા ચોકડી-વઘાસી નજીક હાઈવેરોડ પર એકસીડન્ડથી ઝાડ સાથે અથડાઈ મારૂતીકારમાં (તૂટી ગયેલ- સ્ક્રેપ-ભંગાર હાલતમાં) બે જણાના મૃતદેહો નધણીયાતી હાલતમાં મળી આવ્યા હતા અકસ્માત કેસની નોંધ કરી પોલીસે કેસ બંધ કર્યો. બીજી હકીકત ભગવાન જાણે !

અનુક્રમ