Speechless Words CH.13 Ravi Rajyaguru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Speechless Words CH.13

|| 13 ||

પ્રકરણ 12 માં આપણે જોયું એમ અજીતભાઈ પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ પ્રતિક અને આદિત્ય દિયાને જોવા માટે સ્કૂલમાં ગર્લ્સના ફ્લોર પર પગથિયાં ઉપર છુપાઈને જુએ છે. આ સમયે દિયાને બદલે આદિત્ય કાવ્યાને જોઈ જાય છે. આદિત્યને કાવ્યા ગમતી નથી અને તે તરત જ પગથિયાં પરથી પકડાઈ જવાની બીકે નીચે ઉતરી ક્લાસમાં આવી જાય છે. આ તરફ દિયાના ઘરે તેના કાકા કાકી અને કઝીન ભાઈ રાજન અમદાવાદથી આવે છે. અચાનક તેમનું અમદાવાદથી આવવાનું કારણ દિયાના સગા ભાઈ માધવ અને તેના કાકાના દીકરા ભાઈ રાજનની જનોઈની તારીખ નક્કી કરવાનું હોય છે. દિયાને બરાબર જનોઈ સમયે પરીક્ષા હોવાથી તે તેના પિતાને તારીખ બદલાવવા કહે છે પરંતુ બીજી બધી તારીખોમાં મુહૂર્ત સારા ના હોવાથી જનોઈ એક્ઝામ પર જ નક્કી થાય છે. આ એક્ઝામ સમયે જનોઈ હોવાથી દિયાને ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડે છે. એકઝામના અઠવાડીયાના વેકેશન દરમિયાન દિયા અમદાવાદ તેના કાકાના ઘરે રોકાવા માટે જાય છે, જ્યાં તેને તેના કાકાની સામે રહેતો છોકરો ગમી જાય છે. તેનું નામ દિયાને ખબર હોતી નથી. દિયા દરરોજ પોતાના કાકાના ઘરેથી તેને ડાન્સ કરતો જુએ છે. દરરોજ તેને લેંડલાઇનમાં ફોન કરે છે પણ વાત નથી કરી શક્તી. આ કોઈ ગમતું હોવા છતાં તેને કહી ના શકવાનો અનુભવ એટલે ‘સ્પીચલેસ વર્ડ્સ’. હવે, શું દિયા આ છોકરા સાથે વાત કરી શકશે ? તો આદિત્ય અને દિયા ક્યારે મળશે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...

*****

મિત્રો, જે ફિલિંગ્સ છે કોઈ ગમતું હોવા છતાં પણ ના બોલી શકવાની તેને જ કહેવાય ‘સ્પીચલેસ વર્ડ્સ’. જેનું વર્ણન મેં પ્રકરણ 12માં કરેલું કે તમારે બોલવું છે. તમારે કોઈકને તમારા દિલની વાત શેર કરવી છે. પરંતુ બરાબર સમયે તમારું હ્રદય ખૂબ જ ગતિથી ધબકવા લાગે છે, હાથ પગ ધ્રૂજવા લાગે છે. શરીરની ગરમીમાં એકાએક પરીવર્તન આવવા લાગે છે. કપાળની રેખાઓમાં અને ક્યારેક તો હથેળીની રેખાઓમાં પરીવર્તન આવે છે. કદાચ, દિયા સાથે પણ આવું જ બન્યું હશે.

“દસમા ધોરણ પહેલા એક નાનકડી વાત મને યાદ આવે છે જે લવસ્ટોરીથી અલગ છે. હિરલ સોરી ફોર ધીસ તમને એમ થશે કે હું ફાધર ઇન લો છતાં આવી વાતો કરું છું પરંતુ જસ્ટ ટેક મી એઝ અ ફ્રેન્ડ ફોર સમ મુમેંટ.”, એવું કહેતા અજીતભાઈએ પોતાની એક વાત શરૂ કરી.

અમારી સ્કૂલમાં પિકનિક ફ્રીમાં લઈ જવામાં આવતા અને દર વર્ષે પિકનિકનું આયોજન થતું. નવમા ધોરણમાં એક પિકનિકના ભાગરૂપે સ્કૂલમાંથી પિકનિક જવાનું નક્કી થયું. જેમાં છોકરાઓ માટે એક રાત અને બે દિવસની પિકનિક હતી અને છોકરીઓ માટે માત્ર એક જ દિવસ રાજકોટના જ એક સ્થળે. છોકરાઓને બહાર ગામ લઈ જવાના હતા. ટૂંકમાં કહું તો આગલા દિવસે બપોરે ત્રણ સવા ત્રણની આસપાસ અમે પિકનિકમાં જવા નીકળ્યા. એક તીર્થધામ હતું. ઊંચો ડુંગર હતો જે અમારે રાતના ત્રણ વાગ્યે ચડવાનું શરૂ કરવાનું હતું. અમે તો અહીંથી મસ્ત નાચતા ગાતા પહોંચી ગયા. હોસ્ટેલ અમારો ઉતારો હતો. અમે રાત્રે આંઠ વાગ્યે પહોંચ્યા. ત્યારબાદ દરેક રૂમમાં પંદર વિધ્યાર્થીઓ એવી રીતે ગોઠવવામાં આવ્યા. રૂમ બહુ જ મોટા હતા જેથી પંદર વિધ્યાર્થીઓ તો ફર્સ્ટ ક્લાસ આરામથી સમાય જાય. અમારી સાથે આગિયારમાં કોમર્સવાળા સ્ટુડન્ટ્સ પણ આવ્યા હતા. નવમા ધોરણના ટોટલ A B D E G H ક્લાસ હતા જેમાં છોકરાઓ હતા. C અને Fમાં તો છોકરીઓ હતી. આથી ટોટલ છ ક્લાસ અને દરેક ક્લાસમાં 35 સ્ટુડન્ટ્સ એટલે કે કુલ 210 વિધ્યાર્થીઓ પિકનિકમાં આવ્યા હતા અને ઠંડી કે મારુ કામ હો. લીટરલી હાજા ગગડી જાય એવી ટાઢ હતી. આમાં સૌથી વધારે અળવીતરી પ્રજા એટલે આગિયારમાં ધોરણવાળા છોકરાઓ. આ સમય એવો હતો કે જ્યારે પોર્ન ફિલ્મ્સનો નવો નવો ટ્રેન્ડ હતો અને સાથોસાથ બ્લૂ ટૂથવાળા મોબાઈલ ફોન માર્કેટમાં નવા નવા આવ્યા હતા. મારી પાસે પર્સનલ ફોન નહોતો અને મને જન્મજાત ભૂલી જવાની ટેવ છે. પાંચ કામ આપ્યા હોય તો એક કે બે થાય બાકીના ભૂલી ગયો હોય એટલે મારા મમ્મી પપ્પાએ ઘરેથી જ મને ફોન નહોતો આપ્યો અને પછી એવું લાગ્યું કે નહોતો આપ્યો એ જ સારું હતું.

અમારામાં અમુક એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ્સ તો હોવાના જ, આઈ થિંક જે લગભગ દરેક સ્કૂલ અને કોલેજમાં હોય જ છે. હા, તમે બરાબર વિચારી રહ્યા છો કે હું કેવા વિધ્યાર્થીઓની વાત કરું છું. હા. તો એવા વિધ્યાર્થીઓમાં મારો મિત્ર ડેનિશ મોખરે હતો. ડેનિશ નોકિયા કંપનીનો સારો એવો કોકને માથામાં મારો તો માથા ફોડી નાખીને લોહી નીકળી જાય એટલો વજનદાર કેમેરાવાળો ફોન લઈને આવ્યો હતો. ડેનિશ સિવાય અમુક વિધ્યાર્થીઓ બીજા પણ હતા તેઓ પણ આ પ્રકારના કેમેરવાળા મોબાઇલ્સ લઈને આવ્યા હતા. ડેનિશને કોઈક અગિયાર કોમર્સવાળા વિધ્યાર્થીએ એક નવી આવેલી પાંચ મિનિટ અને સાત સેકન્ડની પોર્ન ફિલ્મ ‘Via Bluetooth’ આપી હતી. હવે, લઈને એકલો એકલો જોઈલે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ બધાને બતાવવાનો બહુ શોખ કારણ એવું હતું કે લાઈફમાં પહેલી વખત પોર્ન ફિલ્મ જોવા મળી હોય ભાઈ થોડોક એક્સાઈટેડ તો થવાનો એ સ્વાભાવિક છે. ડેનીશે નિરાતે બેસીને હેન્ડ્સ ફ્રી કનેક્ટ કરીને આખી ફિલ્મ જોઈ પછી પ્રશાંતના રૂમમાં ગયો.

‘ધાડ ધાડ’, ડેનીશે પ્રશાંતના રૂમનો દરવાજો પછાડ્યો.

“પ્રશાંત દરવાજો ખોલ તો.“, ડેનીશે પ્રશાંતનો દરવાજો ખખડાવતા કહ્યું.

“બધાય સૂઈ ગયા? બ્લુટૂથ ચાલુ કર. આ જો ‘ખોખું’ આવ્યું છે. (બ્લૂફિલ્મ એટલે અમારી ભાષામાં ખોખું) “, ડેનીશે પોતાના મોબાઇલમાં પ્લે બટન દબાવતા કહ્યું.

“એકલા એકલા જોવાનું એમ ને?“, પ્રશાંતે જાણે ડેનિશ કોઈ સાયન્સનો વિડીયો લાવ્યો હોય એવી રીતે કહ્યું.

“અરે મને ઓલા આગિયારમાં વાળાએ આપ્યું એલા.. તું બ્લુટૂથ ચાલુ કરને. કોક જોઈ ગયું તો મારી દેવાઈ જશે.“, ડેનીશે પ્રશાંતને બ્લુટૂથ ચાલુ કરવા કહ્યું.

એક સાથે ઘણા બધાના બ્લુટૂથ ચાલુ હોય તો બધાના ડિવાઇસ સર્ચ કરો તો બતાવે અને અહીંયા ડેનીશે પ્રશાંતને તેના ડિવાઇસનું નામ પૂછ્યા વગર જ પહેલા નંબરના ડિવાઇસમાં સેન્ડ કર્યું અને સામેથી એકસેપ્ટ પણ થઈ ગયું. આખું મૂવી ફટાફટ સેન્ડ થઈ ગયું. મોબાઇલની સ્ક્રીન પર લખેલું આવી ગયું ‘1 item sent’.

“હાશ! સેન્ડ થઈ ગયું, જો તો ચાલુ કર તો.“, પોતે સેન્ડ કરેલું કન્ફર્મ કરવા ડેનીશે પ્રશાંતને વિડિયો ચાલુ કરવા કહ્યું.

પ્રશાંતે જોયું તો એક પણ વિડિયો આવ્યો નહોતો. ડેનીશે ઉતાવળમાં કઈ જ જોયા વગર વિડિયો સેન્ડ કર્યો હતો. દુર્ભાગ્યે વિડિયો અમારા ‘અમિત સર’ ને સેન્ડ થયો હતો. નવમા ધોરણમાં અમે બધા સાથે G ડિવિઝનમાં હતા જેના ક્લાસ ટીચર ખુદ અમિત સર જ હતા. અમિત સરે વિડિયો ઓપન કરીને બધુ જ જોયું પણ ખરા. વિડિયો સેન્ડ કરવાવાળાને પકડવો મુશ્કેલ હતો. વિડિયો જોવો એ મુશ્કેલી નહોતી પણ નવમા ધોરણના વિધ્યાર્થીઓ દ્વારા વિડિયો જોવો અને પકડાવું એ જ પ્રોબ્લેમ હતી.

“આમાં કઈ આવ્યું નથી તો વિડિયો ગ્યો ક્યાં?”, પ્રશાંતે અવાચક થઈને વિડિયો ના મળતા ડેનિશને પૂછ્યું.

“અરે જો ને એમાં જ હશે ‘desi fun 01’ લખ્યું છે યાર. જો ને એલા. લાવ મને દે મોબાઇલ.“, પોતાના હાથમાં પ્રશાંતનો ફોન લઈને તેમાં વિડિયો શોધતા શોધતા ડેનીશે પ્રશાંતને કહ્યું. અચાનક રાહુલ આવ્યો અને પ્રશાંતના રૂમમાં અંદર આવી જોરથી રૂમનું બારણું બંધ કરી જોર જોરથી હસવા લાગ્યો.

“એલા શું જોર જોરથી હસે છે? અહીંયા અમને જોરદારની બીક લાગે છે અને તને હસવું આવે છે?”, ડેનીશે રાહુલને હસતો જોઈને ગુસ્સે થઈને કહ્યું.

“વાત જ એવી છે. અમિત સર પોર્ન ફિલ્મ જોતાં હતા બોલ.“, અમિત સરને પોર્ન ફિલ્મ જોતાં જોઈને હસતાં હસતાં રાહુલે ડેનિશને કહ્યું.

“એ... તો આ આખું ખોખું એને સેન્ડ થયું. અરે મગજનું દહીં થઈ ગયું.“, ડેનીશે રાહુલને અને પ્રશાંતને કહ્યું.

“એક મિનિટ તારા ડિવાઇસનું નામ શું લખ્યું છે તે?“, રાહુલે સિરિયસ થઈને ડેનિશને પૂછ્યું.

“ડિવાઇસ નેઇમ ‘બાબા બલાત્કારી’ , ડેનીશે પોતાના ડિવાઇસનું નામ જણાવતા કહ્યું.

“સાલા ડિવાઇસના નામ પણ આવા રાખો. સારું ચાલો એટલું સારું કે તે તારું નામ નહોતું રાખ્યું એટલે પકડવાની તો કોઈ બીક નથી. સર પૂછે તો કહી દેવાનું અમારા રૂમમાં તો કોઈ પાસે કલર ફોન જ નથી. રેડી? બરાબર?“, રાહુલે અમિત સરથી બચવાનો પ્લાન સમજાવતા કહ્યું.

“હા, આ બરાબર છે. હું એમ જ કહીશ.“, ડેનીશે અમિતને જવાબ આપ્યો.

“અચ્છા હવે મને તો બતાવ કેવોક વિડિયો છે?“, રાહુલે ઉત્સુકતા સાથે વિડિયો જોવા માટે ફોન માંગ્યો.

“બધા સરખા જ છીએ તું કઈ દૂધનો ધોયેલો નથી. આ લે જોઈ લે અને સંભાળ તારા રૂમમાં પણ બધાને સેન્ડ કરજે. ભલે બધા જલ્સા કરે આપણને પુણ્ય મળશે. હા.. હા..“, પ્રશાંતે મોબાઇલમાં વિડિયો ચાલુ કરી રાહુલને આપતા કહ્યું.

બસ, ત્યારબાદ બધા કેમેરાવાળા મોબાઇલ હોય એવા બધા વિધ્યાર્થીઓ તો ના કહેવાય પણ અમારા મિત્રોને વિડિયોનું અમે સમુહદાન કર્યું એટલે કે ગ્રુપ મેસેજ. અમિત સરે કોઈ જાતની ઇન્કવાયરી પણ ના કરી અને મેં મારી જિંદગી પ્રથમ વખત ‘પોર્ન ફિલ્મ’ માત્ર પંદર વર્ષની ઉંમરમાં જોઈ. હિરલ હવે તમે મારા માટે દૂધ ઇલાયચી વાળું અને બાકી બધા માટે ચા બનાવો. આટલું કહીને લવસ્ટોરીની વચ્ચે પોતાને યાદ આવેલી વાત અજીતભાઈએ પૂરી કરી અને પોતાની પુત્રવધૂને દૂધ અને ચા બનાવવા કહ્યું.

*****

દૂધ – ચા – નાસ્તાના નાનકડા અલ્પવિરામ બાદ...

આપણે દિયાની વાત કરતાં હતા. દસમાં ધોરણમાં એક્સ્ટ્રા ક્લાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત અમારી સ્કૂલના ઈતિહાસમાં ગર્લ્સ બોય્ઝ સાથે બેસીને ભણવાના હતા. પ્રિલિમ્સ પરીક્ષાઓના આધારે ત્રણ ગ્રુપ પાડવામાં આવ્યા હતા. ગ્રુપ એ, ગ્રુપ બી અને ગ્રુપ સી. જેમાં ગ્રુપ એ માં એવા છોકરાઓ હતા જેને માત્ર પાસીંગ માર્કસ સુધી પહોંચાડવાના હતા. ગ્રુપ બી માં મિડલ ક્લાસ ફેમિલી એટલે કે આર્થિક રીતે મિડલ ક્લાસ નહીં પરંતુ ભણવામાં મિડલ ક્લાસ જેમ કે હું, આ ગ્રુપમાં રોલ નંબર 1 (વન) મારો જ હતો. ગ્રુપ સી માં ટોપર્સ હતા. એવા સ્ટુડન્ટ્સ કે જેમને ઓલમોસ્ટ બધુ જ આવડતું હોય જસ્ટ 90 માર્કસ સુધી પહોંચાડવાના હોય એવા વિધ્યાર્થીઓ સી ગ્રુપમાં હતા. હું બી ગ્રુપમાં હતો પણ મને એમ થતું કે સી ગ્રુપમાં જઈને જોવ તો ખરા કે કેવું ભણાવે છે સર આ હોશિયાર વિધ્યાર્થીઓને.

“મે આઈ કમ ઇન સર?“, મોડા આવતાની સાથે ઘડિયાળમાં જોતાં જોતાં હું ઉપર ચડ્યો અને ક્લાસનો દરવાજો ગોલ્ડન કલરના બ્રસના હેંડલના લોકને પ્રેસ કરીને ખોલતા મેં સોરઠિયા સરને અંદર આવવાની અનુમતિ માંગતા પૂછ્યું.

સોરઠિયા સર ગણિત ભણાવી રહ્યા હતા. તેઓ જાણતા હતા કે હું સી ગ્રુપમાં નથી પણ બી ગ્રુપમાં છું. આમ છતાં ઘડિયાળમાં જોઈને મારી સામે જોઈ મને આંખોથી અંદર આવવા ઈશારો કર્યો. હું તો માત્ર દસ મિનિટ મોડો હતો છતાં ક્લાસમાં સરે એવી રીતે મારી સામે જોયું જાણે હું એક બે કલાક મોડો આવ્યો હોય. ક્લાસમાં અંદર આવીને ખાલી બેન્ચ શોધતા મેં વચ્ચે ઊભા રહીને આમ તેમ નજારો ફેરવી. ક્લાસમાં રહેલા બધા વિધ્યાર્થીઓમાંથી અમુક મારી સામે ઘૂરી ઘૂરીને જોતાં હતા જાણે હું કોઈ રેફયુજી હોય. અમુક વિધ્યાર્થિનીઓ એકબીજા સાથે ઘૂસુર પુસુર કરવા લાગી હતી. પ્રતિક આરતીની સામે જ નજારો ટેકાવીને બેઠો હતો. મને આ જ નથી સમજાતું કે યાર મારા જેવા છોકરાઓ કોઈ છોકરી સામે પણ ના જોતાં હોય તે મિડલ લેવલ સ્ટુડન્ટ્સમાં આવે અને આ કોઈકની પાછળ ફિલ્ડિંગ કરતાં હોય એવા છોકરાઓ ટોપર્સ કહેવાય. આવા બધા જ વિચારો મારા મગજમાં આવી રહ્યા હતા. આવા વિચારો વચ્ચે મેં પ્રતિકનું ધ્યાન આરતી પરથી મારા પર ઊઠે એટલા માટે મેં ચોકના બોક્સમાંથી નાનકડો કટકો લઈને પ્રતિકને માર્યો. ત્યારબાદ તેણે મને પોતાની બાજુમાં બેસવા જગ્યા કરી આપી અને હું તેની બાજુમાં બેસી તેના કાનમાં બે ત્રણ અપશબ્દો પણ બોલી ગયો.

દિયાનું ધ્યાન ક્યારેક ક્યારેક મારા પર જતું હતું તો ક્યારેક સર ભણાવતા હતા તેના પર. તે મને ઓળખતી પણ નહોતી. મને ક્લાસમાં વાતો કરવાની ટેવ હતી અને એમાંય હું કઈ ભણવામાં બહુ હોશિયાર નહોતો આથી કોઈ હોશિયાર વિધ્યાર્થી સાથે વાતો કરતો હોય તો વારો તો મારો જ આવે. હું અને પ્રતિક આરતી વિશે વાતો કરતાં હતા.

“શું કે ભાઈ કેટલેક પહોંચ્યું? કઈં મળવા બળવાનું સેટિંગ થયું કે હજી ફોર પ્લે જ ચાલે છે?“, મેં પ્રતિકને મારા આગવા અંદાજમાં પૂછ્યું.

“આવા ડર્ટી વર્ડ્સ ના બોલ. મને ખબર છે કે તું આવી મેગેઝીન વધારે વાંચે છે અને ના યાર, એ મારા કરતાં ભણવામાં વધુ હોશિયાર છે અને પ્લસમાં ચશમીશના બાપા નડે છે. એક વાર મને એમ થયું કે છૂટીને સાઈકલમાં પાછળ બેસાડીને મૂકવા જઈશ પછી યાદ આવ્યું કે સાલું મને ડબલ સવારી નથી આવડતી અને તરત જ મારી છઠ્ઠી ઇંદ્રિયએ મને સિગ્નલ આપ્યું કે સાઇકલ દોરીને બંને ઘર સુધી ચાલ્યા જઈશું. જેટલો રૂટ લાંબો એટલો જ સમય વધારે થશે અને વાતો પણ.. હા.. હા..“, પ્રતિકે એટલું કહ્યું ત્યાં તો અમે બંને બેંચ નીચે જોઈને હસવા લાગ્યા.

સોરઠિયા સરને પ્રમેય સમજાવવામાં તકલીફ થતાં તેણે તરત જ ડસ્ટરનો છૂટટો ઘા કર્યો મારા પર. સારું થયું બચી ગયો બાકી મોઢું રંગાઈ જાત.

“આદિત્ય આચાર્ય, સ્ટેન્ડ અપ. ડસ્ટર લઈને અહીંયા આવ.“, સોરઠિયા સરે ગુસ્સેથી ડસ્ટર લઈને મને તેમની પાસે બોલાવ્યો.

મારૂ નામ આવતા જ દિયાના કાન ચમક્યા અને તેનું ધ્યાન તરત જ મારી સામે પાછળ ગયું. હું ઊભો હતો અને દિયા મારી સામે જોતી હતી. મારૂ દિયા પર બિલકુલ ધ્યાન નહોતું. હવે તેને વિશ્વાસ આવ્યો કે તેણે જેને પહેલા જોયો એ છોકરો તો બેંચમાં બેઠો હતો આથી એ કોઈ બીજો છોકરો હતો અને રિયલમાં આદિત્ય આચાર્ય હું હતો. ત્યારબાદ તેને ખબર પડી કે તેણે જેને જોયો તે હકીકતમાં રાહુલ હતો.

હવે શું થશે આવતા પ્રકરણમાં જ્યારે સર આદિત્યને પ્રમેય અંતર્ગત પ્રશ્નો પૂછશે ? શું આદિત્ય આ પ્રશ્નોનાં ઉત્તર આપી શકશે. દિયા હવે તો રિયલ આદિત્યને ઓળખી ગઈ છે તો દિયાના એક્સપ્રેશન કેવા હશે ? બધા પ્રશ્નોનાં જવાબ માટે મળીશું આવતા પ્રકરણમાં, ત્યાં સુધી આવજો.