Necklace - Chapter 8 Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Necklace - Chapter 8

નેકલેસ

~ હિરેન કવાડ ~


અર્પણ

૨૦૧૫ ના વર્ષે મને ઘણુ આપ્યુ છે. કેટલીક સુંદર પળો, કેટલીક રેસ્ટલેસ મોમેન્ટ્સ, ડીઅર ફેન્સ, સ્ટનીંગ ફ્રેન્ડ્સ. આ વર્ષમાં એવું એવું થયુ છે જે મારા માટે કમ્પ્લીટલી અનપ્રીડીક્ટેબલ હતો. આ વર્ષે મને હસાવ્યો પણ છે એટલો અને રડાવ્યો છે પણ એટલો. ઘણા વર્ષો પછી બેચેની અને અકળામણોની એવી એવી પળો આપી, જેમાં હું એટલો કન્ફ્યુઝ્ડ હતો કે કંઇ કરવાનું સૂજતુ નહોતુ. આજ વર્ષે મને ધ લાસ્ટ યર જેવી અદભૂત નવલકથા આપી. આ સ્ટોરીનો અમુક ભાગ આ વર્ષની જ પ્રેરણા છે. એટલે જ આ સ્ટોરી હું એક તો મારા લવીંગ રીડર્સને ડેડીકેટ કરૂ છું, જેના ઓવરવ્હેલ્મીંગ લવ વિના હું આજે જ્યાં છુ ત્યાં ન હોત અને બીજુ આ સ્ટોરી મારી લાઇફના એક બીઝાર વર્ષ ૨૦૧૫ને ડેડીકેટ કરૂ છુ.


પ્રસ્તાવના

નેકલેસ, હું એના માટે સરપ્રાઇઝ ગીફ્ટ લઇને ગયો હતો. મારા મગજમાં એના માટેના નેકલેસની એક પર્ટીક્યુલર ઇમેજ હતી. એક અઠવાડીયા સુધી અમદાવાદમાં જ્યાં ત્યાં ફર્યો પણ જેવુ જોઇતુ હતુ એવુ નેકલેસ ન મળ્યુ. આખરે એક ફ્રેન્ડે એની ગર્લ ફ્રેન્ડ માટે એમેઝોન.કોમ પરથી મંગાવેલુ નેકલેસ મારી નજરે પડ્યુ. ‘આ જ’ મારે જે નેકલેસ જોઇતુ હતુ એ નેકલેસ મને મળી ગયુ હતુ.

પરંતુ એની પ્રાયોરીટી બદલાઇ ગઇ હતી. હું એને બર્થ ડેની આગલી રાતના ૧૨ વાગે એના બેડ નીચે એ નેકલેસ છુપાવવા માંગતો હતો. બટ એનું ધ્યાન તો કેક કાપવામાં પણ નહોતુ. એ કોઇની સાથે ફોન પર વાતોમાં ડૂબેલી હતી. ઇગ્નોરન્સ મને બાળી રહ્યુ હતુ. મેં એ રાતે નેકલેસ આપવાનું ટાળ્યુ. બર્થ ડે ના દિવસે એના પ્લાન્સમાં મારી પ્રાયોરીટી ક્યાંય નહોતી. આખો દિવસ અમે વિતાવેલી સુંદર પળોને યાદ કરતો રહ્યો. મેં નક્કિ કરી લીધુ હતુ મારે શું કરવાનું હતુ. રાતે જ્યારે એ ઘરે આવી ત્યારે ફેમીલી સાથે ફરી કેક કાપી. પોણા બાર વાગ્યા સુધી હું એના ઘરમાં જ હતો. મારે એને સૌથી પહેલા પણ વિશ કરવુ હતુ અને સૌથી છેલ્લે પણ. હું એને સતત જોતો રહ્યો અને એ મોબાઇલમાં ડૂબેલી હતી. મને ખબર હતી એ કોણ હતુ. હું પ્રેમની આગમાં બળી રહ્યો હતો. અત્યાર સુધી મેં એને કંઇક જ ગીફ્ટ નહોતુ આપ્યુ. એને એમ જ હતુ કે હવે તો બર્થ ડે પૂરો થઇ ગયો. બારમાં ૫ મિનિટની વાર હતી. એનો બર્થ ડે પૂરો થવાનો હતો. હું એક બહાનુ કાઢીને એના બેડરૂમમાં ગયો. જડપથી એની રજાઇ નીચે મારૂ ગીફ્ટ પેક જેમાં નેકલેસ હતુ એક મુક્યુ અને એક કાર્ડ નોટ મુકી. તરત જ હું મેઇન હોલમાં આવી ગયો. એ હજુ મોબાઇલમાં જ ડૂબેલી હતી. મેં એને ત્રીજીવાર વિશ કર્યુ. પરંતુ એનુ ધ્યાન હજુ કોઇ બીજી વ્યક્તિમાં હતુ. મેં જતા જતા ગુડનાઇટ કહ્યુ. એણે સામુ સુદ્ધા ન જોયુ. હું આ બધુ જ સહન કરવા માટે તૈયાર હતો. ફાયનલી મેં નક્કિ કરી લીધુ હતુ. એ એનાથી ક્યાંય દૂર ચાલ્યો જઇશ. હવે હું એની લાઇફમાં ફરી જવા નહોતો માંગતો. મને ખબર હતી જેવી એ ગીફ્ટ જોશે અને ચીઠ્ઠી વાંચશે એટલે એ તરત જ મને કોલ કરશે કે મેસેજ કરશે. હું જેવો ઘરની બહાર નીકળ્યો એવો તરત મોબાઇલ સ્વીચ ઓફ કર્યો અને હું નીકળી ગયો મારી યાત્રાએ. એ દિવસે મારામાં આગ લાગેલી હતી. હું ઉંઘી ન શક્યો. પરંતુ પ્રેમની આગ એક તરફ નથી લાગતી. પ્રેમ બે ધારી તલવાર છે.

તો પ્રસ્તુત છે સત્યઘટનાઓ પર આધારીત એક કહાની “નેકલેસ”.


પ્રકરણ – ૮

***

આગળ આપડે જોયુ.

મીરાની લાઇફ પૂરેપૂરી બદલાઇ ચુકી છે. એ અમદાવાદની સૌથી પોપ્યુલર આર.જે બની ચુકી છે. એક કોન્સર્ટને હોસ્ટ કરતી વખતે એને અચાનક ત્યાં મીત વિશ કરવા પહોંચી જાય છે. વર્ષો પછી મીત આજે મીરાને મળ્યો છે. બટ મીરા મીતને નર્વસનેસમાં અજાણ્યો બનાવી દે છે. ત્યાંજ મીરાની વિશાલ જે એક ફિલ્મ સ્ટાર બની ચુક્યો છે એની સાથે થાય છે. વિશાલ મીરાને કટાક્ષવાળા શબ્દો કહે છે. મીરા સળગી ઉઠે છે હવે આગળ.

***

RJ મીરા, અમદાવાદની સૌથી પોપ્યુલર રેડીયો જોકી. એની સ્ટાઇલ, એનો એટીટ્યુડ, એની બોલવાની સેન્સ યંગસ્ટર્સ એની પાછળ પાગલ હતા. એણે પોતાની બોલ્ડ ઇમેજ ઉભી કરી હતી. જ્યારે પણ એ સાડીમાં હોય ત્યારે કપાળમાં મોટો લાલ ચાલ્લો તો હોય જ. ૫ વાગ્યામાં જાગીને યોગા અને એક્સરસાઇઝ, ૭ વાગ્યે રેડીયો સ્ટેશન. આખો દિવસ રેડીયો. સાંજે ૬ વાગ્યે સેપ્ટ પર જોગીંગ અને રનીંગ. એકદમ ફીટ, એકદમ હોટ એકદમ બોલ્ડ.

આંઠ વર્ષમાં એ પૂરેપૂરી બદલાઇ ગઇ હતી. જે એનર્જી એ પહેલા મીત અને વિશાલના વિચારોમાં નાખતી હતી એણે એજ એનર્જી કંઇક કરવામાં નાખી હતી. મમ્મીની ડેથ પછી એની સાથે રહેવા વાળુ કોઇ નહોતુ. જ્યારે તમારી આગળ પાછળ કોઇ ના હોય એનાથી વધારે સારી સ્થિતી કોઇ નથી હોતી. કોઇ જ ચિંતા નહિં. ૨૭ વર્ષની ઉંમરે એ મોસ્ટ ઇન્ફ્લુઅન્સ્ડ વુમનનો એવોર્ડ મેળવી ચુકી હતી. વુમન રાઇટ્સ માટે લડવુ કે પછી કોઇ સોશીયલ પ્રોબ્લેમ માટે. મીરા ક્યાંય પાછળ ના પડતી. પરંતુ આજે એને એક જ વસ્તુ નડતી હતી એનો ભૂતકાળ.

અત્યાર સુધી એને એક જ વાતનું રીગ્રેટ હતુ. એણે વિશાલ અને મીત સાથે જે પણ કર્યુ હતુ એ બરાબર નહોતુ કર્યુ. એ આખી જીંદગી આ રીગ્રેટ સાથે જીવવા નહોતી માંગતી. એ રીલેશનશીપથી એટલી ડરી ગઇ હતી કે વિશાલથી છુટી પડી એ પછી કોઇ સાથે રીલેશનમાં જ ના આવી. એને એવુ જ લાગતુ કે આ વસ્તુ એના માટે નથી. એવુ નહોતુ કે એને કોઇ ગમતુ નહોતુ. બટ એને પ્રેમની કોઇ ફીલીંગ્સ જ ના આવતી. ક્યારેક વ્યક્તિ એવી સ્થિતીએ પહોંચી જતી હોય છે જ્યાં ઇમોશન્સ પાંગળા થઇ જતા હોય છે. એ સ્થિતી ખુબ ગંભીર હોય છે. એનો એક જ ઇલાજ હોય છે કોઇ ફ્રેન્ડના ખોળામાં માથુ નાખીને રડી લેવુ.

મીરાએ એના ઘરે રીયાને બોલાવી લીધી હતી. કેટલાક એવા ફ્રેન્ડ્સ જરૂરી હોય છે જેની સામે તમે કોઇ ડર વિના રડી શકો, પોતે કરેલા ગુનાઓ બેફીકર થઇને કહી શકો. રીયા એની એવી જ ફ્રેન્ડ્સ હતી. અમદાવાદની એક પાવરફુલ વુમન આજે એનર્જીલેસ થઇને રીયાના ખોળામાં માથુ રાખીને રડી રહી હતી. રીયાને મીરાના ભૂતકાળની ખબર હતી બટ એને આજે શું થયુ એની ખબર નહોતી.

‘મીરા હું તને આપી આપીને એડવાઇસ પણ શું આપુ.’, રીયા મીરાના માથામાં હાથ ફેરવી રહી હતી.

‘રીયુ હું શું કરૂ યાર, આઇ જસ્ટ વોન્ટ ટુ સી પીપલ સ્માઇલ. અને બે વ્યક્તિ એવા છે જેને મારા પર આટલા વર્ષો પછી પણ ગુસ્સો છે.’, મીરા રડતા રડતા જ બોલી.

‘હેય ડોન્ટ વરી. સુઇ જા, ઓલમોસ્ટ બાર વાગવા આવ્યા છે.’,

‘બાર વાગવાના બાકી છે એટલે જ તો ઉંઘ નથી આવતી. હજુ મને થયા કરે છે કે કોઇનો કોલ આવશે. હજુ કંઇક ચુકવવાનું બાકી રહી ગયુ છે એવુ લાગ્યા કરે છે.’, મીરા બોલતી રહી.

‘ધેન વ્હાય ડોન્ટ યુ પે ઇટ?’, રીયાએ બોલવાનું શરૂ રાખ્યુ.

‘આખી લાઇફ રીગ્રેટમાં જીવવુ એના કરતા એકવાર હિસાબ ક્લિઅર કરી નાખવો સારો. મારે તને સમજાવવાની જરૂર નથી.’, રીયાએ કહ્યુ.

‘મને કંઇજ ખબર નથી પડતી કઇ રીતે કરૂ.’, મીરાએ ખુબ જ ઉદાસીમાં કહ્યુ.

‘જસ્ટ કોલ બોથ ઓફ ધેમ.’, રીયાએ ખુબ સરળતાથી કહ્યુ. મીરા કંઇજ ના બોલી.

‘મીરા હું કંઇ પૂછી શકુ?’, રીયાએ કહ્યુ.

‘તુ ક્યારની પરમીશન લેવા લાગી પૂછવા માટે?’, મીરાએ સહેંજ હસીને કહ્યુ.

‘તુ હજુ મીતને પ્રેમ કરે છે અથવા વિશાલને?’, રીયાએ એક અઘરો સવાલ કર્યો હતો.

‘નો. મીતનો જસ્ટ બર્થ ડે વખતે મેસેજ જ આવે છે. આઇ ડોન્ટ લવ વિશાલ એનીમોર.’, મીરાએ કહી દીધુ.

‘આઇ થીંક યુ સ્ટીલ લવ મીત. ’, રીયાએ મીરાની આંખમાં જોયુ.

‘આઇ મીસ ધોઝ ડેઝ.’, મીરાએ ખુબ મૃદુતાથી કહ્યુ.

‘યુ નો વોટ મીરા. ક્યારેક આપણને એવુ લાગતુ હોય છે કે આપણને કોઇ પ્રત્યે ફીલીંગ્સ નથી હોતી. એ તારી કેર કરે છે. તને એની કંપની ગમે છે. તને એની કેર ગમે છે. તુ એની સાથે રહેવા માંગે છે. બટ આ મન બહુ જ ચાલબાઝ છે. એ હંમેશા કોઇક અજાણી વસ્તુની પાછળ દોડતુ રહે છે. આપણા ઇગોને કોઇ એવી વ્યક્તિની જરૂર હોય છે જેને એ ચેઝ કરી શકે. જે વસ્તુ એનાથી દૂર જાય એના તરફ વધારે જવા માંગે. જેથી એને સેટીસ્ફીકેશન મળે. આ ઇગોની રમતમાં ભલભલા થાપ ખાય જાય છે. એક વાત કહુ, તને મીત પ્રત્યે હજુ ફીલીંગ્સ છે, તને ખબર નથી. તુ આ ઇગોની જપટમાં આવી ગઇ છો. જે તારી કેર કરે છે એને ના છોડ. કારણ કે એ જ તને ખુશ રાખશે. તારો સાથ આપશે. બાકી છોડવા વાળા છોડી જ જશે. જેમ છોડી ગયા. ઓનેસ્ટલી મને એવુ લાગે છે કે તુ ફીલીંગ્સને ઓળખી નથી શકતી. જ્યારે મીત તને કપાળ પર કિસ કરશેને ત્યારે તને ખબર પડશે કે એ તને કેટલો પ્રેમ કરે છે, ત્યારે તને ખબર પડશે કે તુ એને કેટલો પ્રેમ કરે છે. મીરા ડોન્ટ થીંક મોર.’, રીયાએ લાંબી સ્પીચ આપી.

‘તુ સમજી નથી રહી. મને મીત પ્રત્યે એવી કોઇ જ ફીલીંગ્સ નથી હવે. અને કોને ખબર એની લાઇફમાં પણ કોઇ આવી ગયુ હશે.’

‘એ તને ત્યારે ખબર પડશે જ્યારે એના હાથ તારા હાથમાં હશે. ફીલ કરીશ ત્યારે તને ફીલીંગ્સની ખબર પડશે. તે તો તારી બધી સેન્સને જ તાળા મારી દીધા છે. એને તો ખોલ.’, મીરા કંઇ બોલી ના શકી.

‘કોલ હીમ મીરા.’, રીયાએ મીરાને મોબાઇલ પકડાવ્યો. ત્યારે જ મીરાના મોબાઇલમાં કોલ આવ્યો. ટ્રુ કોલરમાં નામ આવી રહ્યુ હતુ. મીરાના ધબકારા વધી ગયા. એ રીયાના ખોળામાંથી ઉભી થઇ ગઇ.

‘ઇટ્સ વિશાલ.’, મીરાએ રીયાને કહ્યુ.

‘ઇટ્સ યોર કોલ.’, રીયાએ બધુ મીરા પર છોડ્યુ. મીરાએ ધ્રુજતા હાથે કોલ રીસીવ કર્યો.

‘એલીસબ્રીજ એન્ડ આઇ વીલ વેઇટ.’, વિશાલે માત્ર એક જ વાક્ય કહ્યુ અને થોડી ચુપકીદી બાદ કોલ કટ કરી નાખ્યો.

***

કેટલીક રમતો પૂરી કરવી જ સારી હોય છે, ભલે એમ સફળ થવાય કે નિષ્ફળ. પ્રેમ એવી જ એક રમત છે. પ્રેમ એક જુગાર જ છે. મીરાને ચાલ ચાલવી કે નહિં એની કંઇ ખબર જ નહોતી પડી રહી.

‘આઇ નીડ અ ડ્રિંક.’, મીરા બેડમાંથી નીચે ઉતરી.

‘શું કહ્યુ એણે?’, રીયા બોલી.

‘એ મને મળવા માંગે છે.’,

‘અને તુ?’,

‘આઇ ડોન્ટ નો.’, મીરા બેડ રૂમમાંથી બહાર નીકળી. એ વ્હિસ્કીના બે પેગ બનાવી લાવી, એક રીયાને આપ્યો. એ બાલ્કનીમાં ઉભી રહી એણે વ્હિસ્કીના નાના ઘુંટ ભરી રહી હતી. પરંતુ આજે શરાબ દવા નહોતી. આજે શરાબ લાગેલી આગને વધારે ભડકાવી રહી હતી. એણે પોતાનો પેગ પૂરો કર્યો અને બીજો પેગ બનાવ્યો.

‘આઇ એમ ગોઇંગ.’, મીરા દૂર રહેલી લાઇટ સામે જોતા કહ્યુ.

‘યુ આર ડ્રંક.’, રીયાએ કહ્યુ.

‘આઇ નો.’, મીરાએ બીજો પેગ એક લાંબા ઘુંટથી પૂરો કર્યો.

‘હું તારી સાથે આવી રહી છું.’, રીયાએ કહ્યુ.

‘ના, યુ ગો હોમ. મારે એકલા રહેવુ છે.’, મીરાએ કહ્યુ.

‘ડ્રાઇવરને સાથે લઇજા.’, રીયાએ પોતાનો હાથ મીરાના ખભા પર મુકીને કહ્યુ.

‘આઇ વિલ મેનેજ.’, મીરાએ કહ્યુ.

‘મીરા પ્લીઝ.’, રીયાએ વિનંતી કરી.

‘રીયા મને સ્હેંજ પણ નથી ચડી ડોન્ટ વરી.’, મીરાએ કહ્યુ.

એ નીચે ઉતરી અને પોતે જ કાર બહાર કાઢી. રાતના સાડા બાર થઇ ચુક્યા હતા. વાતાવરણમાં ઠંડક હતી. છતા મીરાએ કારની બારીઓ ખુલ્લી રાખી હતી. કારને પહેલા ગીયરમાં નાખતા જ કાર જટકો ખાઇને બંધ થઇ ગઇ. રીયા કાર તરફ ચાલી ત્યાંજ મીરાએ કારને એક્સલરેટ આપ્યુ.

મીરાની કાર પર ફુલ એક્સલરેશન પર હતી. ‘તુજે ભૂલા દિયા હો, તુજે ભૂલા દિયા વો, ફીર ક્યું તેરી યાદોને મુજે રૂલા દિયા.’, એણે રેડીયો શરૂ કર્યો એટલે એક સેડ સોંગ શરૂ જ હતુ. વ્હિસ્કી, સેડ સોંગ અને કારની સ્પીડ. આ હાલત અસહ્ય હોય છે. ઠંડો પવન બારીમાંથી અંદર આવીને મીરાના વાળને વહાવી રહ્યો હતો. એની નજર રોડ પર એકદમ સ્થિર હતી. પહેલીવાર એની રેડ BMW ટોપ સ્પીડ પર હતી. એને ખબર હતી વિશાલ ક્યાં ઉભો હશે. એની કાર ત્યાંજ આવીને ઉભી રહી.

***

પીળા કલરની લાઇટ ઉપરથી પડી રહી હતી. એજ પ્રકાશ સાબરમતીના પાણીને અથડાઇને મંદીત થઇને પાછો ફેંકાઇ રહ્યો હતો. મીરા કારની બહાર ઉતરી. વિશાલે ફરીને મીરા સામે જોયુ.

***

મોટી કાળી આંખો, એ બે આંખોની સામે બીજી કાળી ભંમર આંખો. એના ચહેરા પર તીવ્ર એક્સપ્રેશન. હોઠને પપડવાને ક્ષણની જ વાટ હોય જાણે.

‘યુ આર ડ્રંક.’, વિશાલે પોતાનું મૌન તોડ્યુ. બન્ને વચ્ચે એક ફુટની જગ્યા હતી. લાગી રહ્યુ હતુ આજે વર્ષોની વાતો થશે.

‘વિશાલ આઇ ડોન્ટ વોન્ટ ટુ ટોક સ્ટ્રેસ.’, મીરાએ તીવ્ર આંખો કરીને શાંતીથી કહ્યુ.

‘ધેન વ્હાય આર યુ હીઅર?’, વિશાલે પોતાનો હાથ મીરાના ખભા પર ભીંસ્યો.

‘આઇ ડોન્ટ નો, તુ કહે.’

‘ટુ મુવ ઓન.’, વિશાલ બોલ્યો.

‘કારની ચાવી આપ.’, મીરાએ પોતાની કારની ચાવી વિશાલને આપી. ૩૦ સેકન્ડમાં વિશાલ ડ્રાઇવર સીટ પર હતો અને મીરા એની બાજુની સીટ પર. કાર વિન્ડો બંધ હતી. એમ પણ રાત હતી કોઇ જ અવાજ નહિં. કાર એની ધીમી ગતીએ ચાલી રહી હતી.

‘આઇ એમ સોરી. આજે મેં જેવી રીતે વાત કરી એના માટે’, વિશાલ બોલ્યો. મીરાએ ચુપકીદી સાથે વિશાલ સામે જોયુ.

‘મારો એક જ સવાલ છે વિશાલ, આપણે આજે જ શામાટે મળ્યા છીએ?’, મીરાએ થોડી લાચારી બતાવી.

‘ભૂતકાળને સ્વિકારવા માટે.’, વિશાલે થોડી સ્માઇલ સાથે કહ્યુ. મીરાને સમજાયુ નહિં.

‘કાર મુકીને ક્યાંક બેસીએ. આઇ ડોન્ટ ફીલ કમ્ફર્ટેબલ.’, મીરા થોડી અકળાઇને બોલી.

‘યા સ્યોર. જસ્ટ ફાઇવ મિનિટ્સ.’, એ પાંચ મિનિટ સુધી શાંતિ છવાઇ રહી. વિશાલે S. G. Highway પર ગાડી ઉભી રાખી. બન્ને કારની બહાર નીકળીને સર્વિસ રોડના ડિવાઇડર પર બેઠા. રાત હજી પીળા પ્રકાશમાં સુંદર હતી. મીરાએ પોતાનું સીગરેટનું પેકેટ બહાર કાઢ્યુ.

‘તુ લઇશ?’, મીરાએ પૂછ્યુ.

‘ના, હું સ્મોક નથી કરતો.’, વિશાલે હસીને કહ્યુ. મીરાએ લાઇટરથી સીગરેટ સળગાવી અને એક કશ લગાવ્યો.

‘લાઇચ ચેન્જ્ડ અ લોટ સો યુ.’, વિશાલ મીરાને સ્મોક કરતા જોઇને બોલ્યો.

‘તુ તો જાણે એમ વાત કરે છે કે તુ તો સ્મોક કરતો જ નથી.’, મીરા ધુમાડો બહાર કાઢીને બોલી. વિશાલ ફરી હસ્યો.

‘તમે અને તુ. થીંગ્સ આર ચેન્જ્ડ.’, વિશાલ જે બોલ્યો હતો એ મીરા સમજતી હતી. મીરા થોડુ હસી.

‘યુ રીઅલી વોન્ટ ટુ ટોક?’, મીરા ફરી એક કશ મારીને હસી. એણે બીજી સીગરેટ સળગાવી.

‘એ તને નુકસાન કરશે.’, વિશાલ બોલ્યો.

‘સીગરેટ કે વાતો? એક્ટર્સને ઇમીટીટેટ કરતા સારૂ આવડતુ હોય છે નહિં.’, મીરાએ એક ઉંડો કશ માર્યો.

‘હું એક્ટીંગ નથી કરી રહ્યો.’, વિશાલે ચોખવટ કરી હોય એવુ લાગ્યુ.

મીરા હસી, ‘યુ આર ગુડ એક્ટર. ટ્રાન્સમીડીયામાં એવોર્ડ મળી જશે. હું રીકમેન્ટ કરીશ.’, મીરા બોલી.

‘હવે આ ક્યાં જઇ રહ્યુ છે? કાન્ટ વી પુટ ઓવર ઇગો અસાઇડ?’, વિશાલ બોલ્યો.

‘યસ વી કેન. તે મારા એક પણ મેસેજનો આન્સર નહોતો આપ્યો. એક પણ કોલ રીસીવ નહોતો કર્યો. તુ મારી હાલતની કલ્પના કરી શકે છે?’, મીરા એક શ્વાસે બોલી ગઇ. એના એક્સપ્રેશન તંગ હતા.

‘હાહાહહ. મીરા. તુ હાલતની વાત કરે છે. એ વ્યક્તિ જેણે હું ત્યાં હતો ત્યારે ગુડનાઇટ નો જવાબ પણ નહોતો આપ્યો. જેનુ ધ્યાન કેક કાપતી વખતે પણ કોઇની સાથે વાત કરવામાં હતુ. જેનુ ધ્યાન હું ઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે પણ મોબાઇલમાં હતુ. મને એક ફોર્મલ “બાય” પણ નહોતુ મળ્યુ. વાત તુ એવી કરે છે જાણે તુ જ તડપી હોય’, વિશાલ કટાક્ષમાં હસ્યો. ‘દસ દિવસ, દસ દિવસ સુધી આઇ કુડન્ટ સ્લીપ પ્રોપરલી. એના માટે હું તને બ્લેમ નથી કરતો. વાંક મારો જ હતો કે હું અટેચ્ડ થઇ ગયો હતો. તમે રહ્યા ફોર્વડ લોકો RJs. ઇટ્સ ઇઝી ટુ મુવ ઓન ફોર યુ. હું તો એક નોર્મલ પર્સન હતો જે એના પેશનને પરસ્યુ કરવા માંગતો હતો. ’, વિશાલ એકટીસે મીરા સામે જોઇને બોલી રહ્યો હતો અને મીરા સીગરેટ પીતી પીતી વિશાલની આંખોમાં જાણે એની પાસે બધા જવાબ તૈયાર જ હોય. પરંતુ એ તો નહોતી જ જાણતી કે વિશાલ શું બોલવાનો છે?

‘એક મહિનો મને નહોતી ખબર પડી કે મારે શું કરવુ. હું ઝોમ્બી બની ગયો હતો. મેં મારી હાલત સુધારવા બધી જ વસ્તુઓ ટ્રાય કરી. સીગરેટ, દારૂ, વીડ, હુક્કા. પણ એ પરમનન્ટ સોલ્યુશન તો નહોતુ જ. મેં મેડીટેશન ટ્રાય કર્યુ. થોડોક ફરક પડ્યો. બટ મીરા યુ વેર અ હેલ ઓફ ગર્લ. જેને મેં પહેલીવાર કિસ કરી હતી. હાઉ કેન આઇ ફરગેટ ધોઝ બેલે બટન કિસીઝ. બે મહિના પછી માંડ માંડ હું તારા વિચારોથી દૂર રહી શક્યો એ પણ જ્યારે સિદ્ધી મારી લાઇફમાં આવી.’, વિશાલની આંખો ઓલમોસ્ટ ભીની થઇ ચુકી હતી અને એના ચહેરા પર ગુસ્સાના એક્સપ્રેશન્સ પણ હતા.

‘આઇ એમ સોરી.’, મીરાએ સહાનુભૂતી દર્શાવી.

‘સોરી કહેવુ બહુ જ સહેલુ છે મીરા.’, વિશાલે તરત જ કહ્યુ.

‘આઇ મીન ઇટ.’, મીરાએ સીગરેટ બુજાવીને ભાર દઇને કહ્યુ. વિશાલે બીજી તરફ ચહેરો ફેરવ્યો.

‘વિશાલ તને એમ લાગે છે ને કે ત્યારે હું તને તમે કહેતી અને હવે હું તને તુ કહુ છું. વિશાલ ત્યારે તુ મારા માટે કોઇ બીજી વ્યક્તિ હતો અને અત્યારે તુ બીજી વ્યક્તિ છે. આપણા બન્નેની લાઇફમાં ચેન્જીઝ આવ્યા છે. અને એ સહેંજ પણ સાચુ નથી કે RJs માટે મુવ ઓન કરવુ સહેલુ હોય છે. ખબર નહિં તુ એક્ટિંગની ફિલ્ડમાં હોવા છતા આવુ કઇ રીતે વિચારી શકે. હું પણ એક માણસ છું. તને શું લાગે છે મારા માટે ટફ નહોતુ? હવે જે કહીશ એના ઉપર તુ વિશ્વાસ કરીશ કે નહિં એ મને નથી ખબર. બટ એ દિવસે હું કોઇ જ સાથે ફોન પર વાત નહોતી કરી રહી. મેં જાણીજોઇને જ તને ઇગ્નોર કર્યો હતો. જે રીતે આપણા બન્ને વચ્ચે ફાઇટ્સ થઇ હતી એના પછી હું નહોતી ચાહતી કે આપણો રીલેશન આગળ વધે. આઇ વોન્ટેડ ફ્રીડમ ધેટ્સ ઓલ. તુ થોડો પઝેસીવ હતો જે મને નહોતુ ફાવતુ. ઇટ્સ સીમ્પલ. એનો મતલબ એ સહેંજ પણ નથી કે મારા માટે મુવ ઓન કરવુ સહેલુ હતુ. હહ. મુવ ઓન કરવુ સહેલુ હોત તો આજ સુધી તારૂ આપેલુ આ નેકલેસ હું મારા દર બર્થ ડે પર ના પહેરતી હોત. એ દિવસે નેકલેસ જોઇને એક તરફ મને ખુશી થઇ રહી હતી અને બીજી તરફ એટલુ જ દૂખ થઇ રહ્યુ હતુ કે હું કોઇને ગુમાવી રહી છું. બટ યુ વેર નોટ ધેર. તુ ઘણો દૂર ચાલ્યો ગયો હતો અને હું તને સહેંજ પણ તારા ગોલથી ભટકાવવા નહોતી માંગતી. એક વાત ખરી છે વિશાલ આટલા વર્ષનો અનૂભવ છે, મને નથી ખબર એટલે મુવ ઓન એટલે શું?’, છેલ્લુ વાક્ય મીરાએ હસીને કહ્યુ.

‘ધેન વ્હાય આર વી હિઅર ટુડે.’, વિશાલે ખુબ શાંતીથી પૂછ્યુ.

‘એ તો તને ખબર. તુ જ કહે છે ટુ મુવ ઓન. કદાચ આજે તુ મને સમજાવીશ.’, મીરાએ હસીને કહ્યુ. એણે ફરી એક સીગરેટ સળગાવી. બન્ને થોડી વાર ચુપ જ રહ્યા.

‘એ દિવસ મારી લાઇફનો બેસ્ટ ડે હતો.’, વિશાલ મંદ સ્માઇલ કરીને થોડીવાર પછી બોલ્યો જાણે પોતાને જ કહેતો હોય. એનો ચહેરો પીળી રોડલાઇટ તરફ હતો.

‘મારો પણ, બટ ઇટ હવે એનો કોઇ મતલબ ખરો? એ માત્ર યાદો છે રમણીય યાદો.’, મીરાએ વિશાલના હાથ પર હાથ મુકીને કહ્યુ.

‘જ્યારે પણ એ દિવસને યાદ કરૂ છું. એ દરેક પળ…’, મીરાએ વિશાલને વચ્ચે જ રોકી લીધો.

‘લેટ્સ નોટ મેસ અપ મેમરીઝ. એ યાદો છે જે યાદ કરવી રહી. કહીને એને ડોળમાં. એ શાંત જ સારી છે.’, મીરાએ વિશાલની આંખોમાં જોઇને કહ્યુ.

‘થેંક્સ.’, વિશાલ બોલ્યો.

‘ફરી ગાળ આપીને.’, મીરાએ સ્માઇલ કરીને કહ્યુ.

‘વિશાલ હું ચાહતી હતી કે આપણા વચ્ચેના બધા અફેર્સ સેટલ થાય. જે પણ ગ્રજીસ છે એક ના રહે. હું વાત કરવા માંગતી હતી. હવે આપણા બન્નેની અલગ અલગ લાઇફ છે. લેટ્સ લીવ ઇટ.’, મીરાએ કહ્યુ.

‘યા યુ આર રાઇટ.’, વિશાલ બોલ્યો.

‘તુ ખરેખર સિદ્ધીને પ્રેમ કરે છે?’, ખબર નહિં મીરાએ આ પ્રશ્ન શાંમાટે પૂછ્યો હતો.

‘યા અ લોટ. એટલે જ મેં એને બધાની સામે પ્રપોઝ કર્યુ હતુ. એ કોઇ પબ્લીસીટી સ્ટન્ટ નહોતો. લોકોને તો એમ જ લાગતુ હોય છે ફિલ્મસ્ટારો આ બધુ પબ્લીસીટી માટે જ કરતા હોય છે. અમારી પણ પ્રાઇવેટ લાઇફ છે. અમે પણ માણસ છીએ. અમારે પણ લાગણીઓ છે.’, વિશાલ થોડો ઇમોશનલ હતો.

‘હું સમજી શકુ છું. સો ક્યારે છે મેરેજ? મને બોલાવીશને?’, મીરાએ હસીને કહ્યુ. ફાઇનલી બન્ને વચ્ચે ઘણુ બધુ ક્લિઅર થઇ ચુક્યુ હતુ. જે વાતો કહેવી હતી એ ઉમળકા સાથે બહાર નીકળી ગઇ હતી.

‘યા, સ્યોર. પણ તુ ક્યારે કરે છે મેરેજ? આટલા વર્ષોમાં કોઇ પસંદ ના પડ્યુ તને મિસ RJ. કેવુ લાગે છે અમદાવાદની સૌથી પોપ્યુલર RJ બનીને?’, વિશાલે એક સળગતો પ્રશ્ન પૂછ્યો.

‘હાહા, એ તો RJ મીરાને જ ખબર. હું તો અત્યારે માત્ર મીરા છું. વાત છે કોઇને પસંદ કરવાની, તો ખબર નહિં એ પછી ક્યારેય કોઇ ફિલીંગ્સ આવી જ નહિં.’, મીરા પણ શાંત થઇને બોલી. વિશાલે મીરાને પોતાની જકડમાં લીધી.

‘ઇટ વુડ બી ફાઇન?’, બન્નેએ એકબીજા સામે જોયુ.

‘ખરેખર?’, મીરાએ જાણે બધા હથીયાર મુકી દીધા હોય એમ બોલી. વિશાલ મીરા સામે જોઇ રહ્યો. મીરા પણ એની સામે જોઇ રહી. બન્નેની આંખો એકબીજામાં હતી. બન્નેની ધડકનો તેજ હતી. આ બહુ જ કન્ફ્યુઝીંગ મોમેન્ટ હતી બન્ને માટે. વિશાલ પોતાનો ચહેરો મીરાના ચહેરાની વધારે નજીક લઇ ગયો. વિશાલની આંખો બંધ થઇ ગઇ. વિશાલના હોઠ મીરાના હોઠ પર હતા. ધે હેડ અ કિસ.

‘આઇ કાન્ટ ડૂ ધીઝ.’, છુટા પડતા જ મીરા બોલી.

‘હું પણ નહિં મીરા. બટ હિસાબ બરાબર કરવો જ રહ્યો. મેં તને કહ્યુ હતુ આઇ નીડ અ લાસ્ટ કિસ. ધીઝ વોઝ ઇટ. ડોન્ટ રીગ્રેટ.’, વિશાલે મીરાનો હાથ પકડીને કહ્યુ.

‘તુ કોઇનો ફીયોન્સ છે હવે વિશાલ.’, મીરાએ કહ્યુ.

‘મને ખબર છે અને મને એ પણ ખબર છે કે તુ હજુ મિતને ચાહે છે.’, મીરાને સહેંજ શોક લાગ્યો.

‘આઇ થીંક ધીઝ ઇઝ મુવીંગ ઓન. રાઇટ?’, મીરાએ કન્ફ્યુઝનમાં પૂછ્યુ.

‘હું પણ નથી જાણતો, પણ હા, કદાચ.’, વિશાલે કહ્યુ.

***

બન્ને ફરી એલીસબ્રીજ હતા. બન્નેના હિસાબો હવે ક્લિઅર હતા. બન્નેના રસ્તાઓ ક્લિઅર હતા. જે ક્યાંય એકબીજાને કાપતા નહોતા.

‘બની શકે તો એકવાર મીત સાથે વાત કરી લે.’, વિશાલે પ્રેમથી કહ્યુ.

‘હું મેનેજ કરી લઇશ.’, મીરાએ કહ્યુ.

‘કમ હિઅર.’, વિશાલે થોડે દૂર ઉભેલી મીરાને પોતાની પાસે બોલાવી. એણે પોતાના હાથ મીરાની ગરદન પાસે જવા દીધા. એણે પોતે આપેલુ નેકલેસ કાઢવાની ટ્રાય કરી. મીરા વિશાલને સમજતી હતી એટલે એણે મદદ કરી.

‘ધીઝ ઇઝ નોટ ઇટ્સ પ્લેસ.’, વિશાલે હસીને પોતે આપેલુ નેકલેસ હાથમાં લીધુ. મીરા માત્ર જોઇ રહી. વિશાલે નેકલેસ બ્રીજ પરથી સાબરમતીમાં પધરાવી દીધુ.

‘કેટલીક વસ્તુઓ વહેતી રહેવી જોઇએ.’, વિશાલે ફરીને કહ્યુ.

‘થેંક્સ.’, મીરા બોલી. બન્નેએ હગ કરી.

‘થેંક્સ ટુ યુ.’, વિશાલ પણ બોલ્યો. બન્ને છુટા પડ્યા.

‘ગાળો ના બોલીએ તો જ સારૂ.’, મીરાએ હસીને કહ્યુ.

‘યો RJ Meera.’, વિશાલે પણ હસીને કહ્યુ.

‘બાય એન્ડ ટેક કેર.’, હવે છુટા પડવાનું હતુ. વિશાલે કહ્યુ.

‘યુ ટુ…’, આ મીરાના કારમાં બેસતા પહેલાના છેલ્લા વાક્યો હતા. રેડ BMW સડસડાટ રોડ પર ચાલી પડી. આ વખતે ચલાવનાર નશામાં નહોતી.

***

કઇ રીતે મીરા મીતને મનાવશે? શું મીતની લાઇફમાં બીજુ કોઇ આવી ગયુ હશે? શું મીરા અને મીત એકબીજાના બની શકશે? વાંચવાનું ભૂલતા નહિં નેકલેસના છેલ્લા ચેપ્ટરમાં આવતા શુક્રવારે.


લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. શોર્ટ સ્ટોરીઝ અને નાટકો, ફિલ્મ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રેટીંગ, રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook :

Google Plus :

Twitter :