Necklace - Chapter 1 Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Necklace - Chapter 1

નેકલેસ

~ હિરેન કવાડ ~


અર્પણ

૨૦૧૫ ના વર્ષે મને ઘણુ આપ્યુ છે. કેટલીક સુંદર પળો, કેટલીક રેસ્ટલેસ મોમેન્ટ્સ, ડીઅર ફેન્સ, સ્ટનીંગ ફ્રેન્ડ્સ. આ વર્ષમાં એવું એવું થયુ છે જે મારા માટે કમ્પ્લીટલી અનપ્રીડીક્ટેબલ હતો. આ વર્ષે મને હસાવ્યો પણ છે એટલો અને રડાવ્યો છે પણ એટલો. ઘણા વર્ષો પછી બેચેની અને અકળામણોની એવી એવી પળો આપી, જેમાં હું એટલો કન્ફ્યુઝ્ડ હતો કે કંઇ કરવાનું સૂજતુ નહોતુ. આજ વર્ષે મને ધ લાસ્ટ યર જેવી અદભૂત નવલકથા આપી. આ સ્ટોરીનો અમુક ભાગ આ વર્ષની જ પ્રેરણા છે. એટલે જ આ સ્ટોરી હું એક તો મારા લવીંગ રીડર્સને ડેડીકેટ કરૂ છું, જેના ઓવરવ્હેલ્મીંગ લવ વિના હું આજે જ્યાં છુ ત્યાં ન હોત અને બીજુ આ સ્ટોરી મારી લાઇફના એક બીઝાર વર્ષ ૨૦૧૫ને ડેડીકેટ કરૂ છુ.


પ્રસ્તાવના

નેકલેસ, હું એના માટે સરપ્રાઇઝ ગીફ્ટ લઇને ગયો હતો. મારા મગજમાં એના માટેના નેકલેસની એક પર્ટીક્યુલર ઇમેજ હતી. એક અઠવાડીયા સુધી અમદાવાદમાં જ્યાં ત્યાં ફર્યો પણ જેવુ જોઇતુ હતુ એવુ નેકલેસ ન મળ્યુ. આખરે એક ફ્રેન્ડે એની ગર્લ ફ્રેન્ડ માટે એમેઝોન.કોમ પરથી મંગાવેલુ નેકલેસ મારી નજરે પડ્યુ. ‘આ જ’ મારે જે નેકલેસ જોઇતુ હતુ એ નેકલેસ મને મળી ગયુ હતુ.

પરંતુ એની પ્રાયોરીટી બદલાઇ ગઇ હતી. હું એને બર્થ ડેની આગલી રાતના ૧૨ વાગે એના બેડ નીચે એ નેકલેસ છુપાવવા માંગતો હતો. બટ એનું ધ્યાન તો કેક કાપવામાં પણ નહોતુ. એ કોઇની સાથે ફોન પર વાતોમાં ડૂબેલી હતી. ઇગ્નોરન્સ મને બાળી રહ્યુ હતુ. મેં એ રાતે નેકલેસ આપવાનું ટાળ્યુ. બર્થ ડે ના દિવસે એના પ્લાન્સમાં મારી પ્રાયોરીટી ક્યાંય નહોતી. આખો દિવસ અમે વિતાવેલી સુંદર પળોને યાદ કરતો રહ્યો. મેં નક્કિ કરી લીધુ હતુ મારે શું કરવાનું હતુ. રાતે જ્યારે એ ઘરે આવી ત્યારે ફેમીલી સાથે ફરી કેક કાપી. પોણા બાર વાગ્યા સુધી હું એના ઘરમાં જ હતો. મારે એને સૌથી પહેલા પણ વિશ કરવુ હતુ અને સૌથી છેલ્લે પણ. હું એને સતત જોતો રહ્યો અને એ મોબાઇલમાં ડૂબેલી હતી. મને ખબર હતી એ કોણ હતુ. હું પ્રેમની આગમાં બળી રહ્યો હતો. અત્યાર સુધી મેં એને કંઇક જ ગીફ્ટ નહોતુ આપ્યુ. એને એમ જ હતુ કે હવે તો બર્થ ડે પૂરો થઇ ગયો. બારમાં ૫ મિનિટની વાર હતી. એનો બર્થ ડે પૂરો થવાનો હતો. હું એક બહાનુ કાઢીને એના બેડરૂમમાં ગયો. જડપથી એની રજાઇ નીચે મારૂ ગીફ્ટ પેક જેમાં નેકલેસ હતુ એક મુક્યુ અને એક કાર્ડ નોટ મુકી. તરત જ હું મેઇન હોલમાં આવી ગયો. એ હજુ મોબાઇલમાં જ ડૂબેલી હતી. મેં એને ત્રીજીવાર વિશ કર્યુ. પરંતુ એનુ ધ્યાન હજુ કોઇ બીજી વ્યક્તિમાં હતુ. મેં જતા જતા ગુડનાઇટ કહ્યુ. એણે સામુ સુદ્ધા ન જોયુ. હું આ બધુ જ સહન કરવા માટે તૈયાર હતો. ફાયનલી મેં નક્કિ કરી લીધુ હતુ. એ એનાથી ક્યાંય દૂર ચાલ્યો જઇશ. હવે હું એની લાઇફમાં ફરી જવા નહોતો માંગતો. મને ખબર હતી જેવી એ ગીફ્ટ જોશે અને ચીઠ્ઠી વાંચશે એટલે એ તરત જ મને કોલ કરશે કે મેસેજ કરશે. હું જેવો ઘરની બહાર નીકળ્યો એવો તરત મોબાઇલ સ્વીચ ઓફ કર્યો અને હું નીકળી ગયો મારી યાત્રાએ. એ દિવસે મારામાં આગ લાગેલી હતી. હું ઉંઘી ન શક્યો. પરંતુ પ્રેમની આગ એક તરફ નથી લાગતી. પ્રેમ બે ધારી તલવાર છે.

તો પ્રસ્તુત છે સત્યઘટનાઓ પર આધારીત એક કહાની “નેકલેસ”.


પ્રકરણ - ૧

***

એની સામે બે નેકલેસ હતા. એક ડાયમંડ નેકલેસ હતુ. બીજુ મોરના આકારનું રંગબેરંગી કલરફુલ. એની આંખો ભીની હતી. એ રડી રહી હતી. એણે એક લાંબી ચીસ પાડી, એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આ હતી એના ૨૯માં જન્મ દિવસની સાંજ.

***

લોકો માને છે અને કહે પણ છે કે એક સમય પર માણસ એક જ વ્યક્તિને પ્રેમ કરી શકે. પરંતુ આપણુ હ્રદય કંઇ દાખલાઓ ગણીને લાગણીઓ નથી જન્માવતુ. પરંતુ આ મીરાની વાર્તા અલગ છે. જ્યારે કોઇ એક યુવતી કોઇ બે વ્યક્તિને પ્રેમ કરે ત્યારે શું એ સસ્તી બની જાય છે? સમગ્ર સૃષ્ટિને જીવંત રાખતુ પરીબળ એક જ છે પ્રેમ. પ્રેમ થકી જ આ દૂનિયા આગળ વધે છે. એક વ્યક્તિ મરે છે પરંતુ પોતાના સંતાનો છોડતી જાય છે. એ સંતાનો પ્રેમના કારણે જ જન્મેલા છે. જો પ્રેમ ના હોય તો એ સંતાનો જન્મી ના શકે. શારીરિક સંબંધો પણ એક પ્રકારનો પ્રેમ જ છે, હા એ ક્ષણીક છે. પરંતુ છે તો પ્રેમનું સ્વરૂપ જ. એવુ ક્યાંય નથી લખાયુ કે એક વ્યક્તિ બે વ્યક્તિને પ્રેમ ના કરી શકે. કેટલાક લોકો પાગલ હોય છે એ પ્રવાહની વિરૂધ્ધ જતા હોય છે. મીરા તો સ્ત્રી હતી, સંપુર્ણ સ્ત્રી. અને સ્ત્રી હંમેશા પ્રેમ માટે આતુર હોય છે.

***

‘ગો અવે, ફરગેટમી ફોરેવર.’ ત્રણ જ સેકન્ડમાં પલ્સર સડસડાટ ત્યાંથી નીકળી ગઇ.

***

‘તુ ખુબ જીદ્દી છે, મીરા તુ ખુબ જીદ્દી છે.’, મીતની આંખોમાં આંસુ હતા.

‘હા, હું જીદ્દી છુ. પણ તુ જીદ્દી નથી.’, મીરાએ સ્ટ્રોંગ થઇને કહ્યુ.

‘મીરા, બ્રેક અપ પ્રેમમાં થાય. ફ્રેન્ડશીપમાં નહિ.’, મીત ભીની આંખે બોલ્યો.

‘તને મારી સાથે પ્રેમ થઇ ગયો છે, એટલે જ બ્રેકઅપ થઇ રહ્યુ છે.’, મીરા વોઝ સ્ટ્રોંગ લાઇક અ સ્ટોન. શી ડીડન્ટ મેલ્ટ.

‘એક્ઝેક્ટલી, મારો વાંક એટલો જ છે કે મેં મારી ફીલીંગ્સને કોઇ નામ ન આપ્યુ. આઇ હેટ ધીઝ રીલેશન્સ. બટ મીરા વી કેન સ્ટીલ બી ફ્રેન્ડ્સ, પ્લીઝ.’, મીત કરગરતો રહ્યો.

‘ગો અવે, પ્લીઝ. હવે હું તને ક્યારેય નહિ મળુ. મને ભુલીજા મીત.’, મીરા બોલી.

‘મીરા પ્લીઝ…’

‘બાય ફોરેવર…’, ત્યાંજ એક પલ્સર આવીને ત્યાં ઉભી રહી ગઇ. એ છોકરાએ મીરાને બેસવા કહ્યુ. મીતની આંખો છલકાતી રહી. મીરાએ પોતાના ગળામાંથી એક ઉનથી ગુંથેલુ ડાયમંડ નેકલેસ કાઢ્યુ. ઉનનો કલર રેડ એન્ડ ગ્રીન હતો અને વચ્ચે એક મોટો ચળકતો ડાયમંડ લટકતો હતો. એ નેકલેસ મીરાએ મીતના હાથમાં પકડાવી દીધુ.

‘તારે ન જોઇતુ હોય તો કચરા પેટીમાં ફેંકી દે.’, મીતને પણ થોડો ગુસ્સો આવ્યો અને એ ઉગ્રતાથી બોલ્યો, મીતે એ નેકલેસ મીરાને થમાવી દીધુ.

‘પ્લીઝ મીરા…’, મીત ગોઠણીયાભર થઇ ગયો.

‘ગો અવે, ફરગેટમી ફોરેવર.’ ત્રણ જ સેકન્ડમાં પલ્સર સડસડાટ ત્યાંથી નીકળી ગઇ. ફ્રેન્ડશીપમાં બ્રેકઅપ થયેલાની હાલત તો એને જ ખબર હોય જેનુ ફ્રેન્ડશીપમાં બ્રેકઅપ થયુ હોય.

***

બટ બ્રેકઅપ ક્યારેય એક વ્યક્તિનુ નથી થતુ. એ હંમેશા બે વ્યક્તિ વચ્ચેજ થતુ હોય છે. મીરાની આંખોમાંથી દડ દડ આંસુઓ વહી રહ્યા હતા. મીરા આટલી કઠોર ક્યારેય નહોતી થઇ. ફ્રેન્ડશીપ તોડવી કોને ગમતી હોય છે? દરેક વ્યક્તિ એવો ફ્રેન્ડ ઇચ્છતી હોય છે જેના ખભા પર માંથુ રાખીને એ રડી શકે. મીત મીરાનો આવો જ એક ફ્રેન્ડ હતો. તાવ આવ્યો હોય તો હાથ પકડની પરાણે દવાખાને લઇ જવા વાળો. જોબ ના મળતી હોય ત્યારે રોજ કોલ કરીને ઇન્ટરવ્યુનુ સ્ટેટસ પુછવા વાળો, મુડ ખરાબ હોય ત્યારે પોતે જોકર બનીને હસાવવા વાળો, મીરાના ચહેરા પર સ્માઇલની કમી હોય ત્યારે ફ્લર્ટ કરીને સ્માઇલ લાવવા વાળો, અસાઇનમેન્ટ ના લખાણુ હોય તો પોતાનું અસાઇનમેન્ટ જ મીરાને આપી દેવા વાળો, ક્યારેય એને ‘મલો-મલો’ કહીને ચીડવવા વાળો તો. તો ક્યારેક પોતાની કોફી આપી દેવા વાળો. ક્યારેક હસવા વાળો તો ક્યારેક રડીને પણ હસાવવા વાળો. એ હતો મીત. આવી ફ્રેન્ડશીપ તુટે ત્યારે હાર્ટબ્રેક નથી થતુ. હાર્ટ સળગી ઉઠતુ હોય છે.

***

એક કલાક પહેલા

***

મીત અને મીરા વૃક્ષોના છાંયામાં એક સાથે ચાલી રહ્યા હતા. બન્નેએ એકબીજાનો હાથ પકડ્યો હતો જાણે એકબીજાના જીવનસાથી હોય. એમનુ ડીસ્કશન પણ એવુ જ ચાલી રહ્યુ હતુ. કંઇક અલગ કંઇક અદભૂત.

‘મલુ, વાય વી ઓલ હેવ ટુ મેરી? લાગણીઓને સંબંધથી બાંધવી જરૂરી છે?’, મીત મીરાનો હાથ પકડીને ચાલતો હતો.

‘આઇ ડોન્ટ નો. બટ પરહેપ્સ હા, કદાચ લાગણીઓમાં વહી ના જઇએ એટલે એને સંબંધોથી બાંધવી પડતી હશે.’, મીરા બોલી.

‘મને તો એમ લાગે છે. ફીલીંગ્સ કાફી છે. આઇ લવ યુ કહેવાની પણ જરૂર નથી. Why ‘I’ and Why ‘You’? જસ્ટ Love ના રહી શકે? મેરેજ કરવા જરૂરી છે?’

‘જે વ્યક્તિ ડરતો હશે એ જ મેરેજની ના પાડતો હોય. પ્રેમ કરતો માણસ ક્યારેય મેરેજથી ડરી શકે?’, મીરા બોલી.

‘ના, એને એક જ ડર હોય છે. આ લાગણીઓ પીગળી ના જાય, એ લાગણીઓના બંધાવાથી ડરતો હોય છે. હું જો કોઇ છોકરીને પ્રેમ કરતો હોઇશ તો ક્યારેય એને પ્રપોઝ નહિ કરૂ. જસ્ટ એનો હાથ પકડીને ચાલતો રહીશ.’, મીત સાનમાં જ બોલ્યો એટલે મીરાએ તરત જ પહોળી આંખો કરીને મીત સામે જોયુ.

‘ફીલીંગ્સને એક્સપ્રેસ કરવી જરૂરી છે.’,

‘ફીલીંગ્સને એક્સપ્રેસ કરવા કરતા ફીલ કરવી જરૂરી છે ડીઅર.’, મીત મીરાની આંખોમાં જોઇને બોલ્યો.

‘વી ઓલવેઝ કમ ટુ ધીઝ પોઇંટ, નેસેસરી છે?’, મીરા થોડી ડીસ્ટર્બ થતા બોલી.

‘તુ બોલ, આજે શાંમાટે મળ્યા છીએ આપણે?’, મીત મેઇન ટોપીક પર આવ્યો. બન્ને એક વૃક્ષ નીચેની બેંન્ચ પર બેઠા.

‘તને મારા લાઇફની એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત આજે મારે કહેવી છે.’, મીરાએ મીતનો હાથ કસીને પકડી રાખ્યો. મીતને પણ ખુબજ અલગ ફીલ થઇ રહ્યુ હતુ. મીતના મનમાં માત્ર એક જ સવાલ હતો ‘શું આજે મીરા મને પ્રપોઝ કરવાની છે?’ કોલેજના પહેલા દિવસથી શરૂ થયેલી ફ્રેન્ડશીપ શું કોલેજના લાસ્ટ ડે પર લવમાં કનવર્ટ થવાની હતી? ત્યારે જ બે દિવસ પહેલા મળેલ મીરાનો એક નવો ફ્રેન્ડ યાદ આવી જતો હતો.

મીત કંઇક અલગ વિચારોમાં જ માનતો હતો. ‘ફ્રેન્ડશીપ - લવ વ્હાય ધીઝ નેમ? ફીલીંગ્સને નામ શાંમાટે આપવુ? શું માત્ર એકબીજાના ખભા પર હાથ મુકીને ના ચાલી શકાય? શું કોઇ રીલેશનનું લેબલ લગાવ્યા વિના એકબીજાનો હાથ પકડીને ના ચાલી શકાય?

બટ જ્યારે આજે કોલેજનો લાસ્ટ ડે પુરો થયો એ પછી મીરાનો કોલ આવ્યો હતો કે ‘મારે તને મળવુ છે.’, એ દિવસે મીરાનો અવાજ કંઇક અલગ જ હતો. આવુ ઘણીવાર થતુ કે કોલેજ પુરી થયા પછી મીરા અચાનક જ મીતને કોલ કરતી અને બન્ને રખડવા જતા. બટ આજે મીરાનો અવાજ અલગ જ હતો. કદાચ મીરા પણ.

મીરાના એક વાક્યએ મીતને વિચારતો કરી મુક્યો હતો. ‘તને મારા લાઇફની એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત આજે મારે કહેવી છે.’

‘તારી બધી જ વાત મારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ હોય છે.’, મીતે મીરાની આંખોમાં ડુબીને કહ્યુ. બન્નેએ એકબીજાના હાથ જકડી રાખ્યા હતા.

‘ફર્સ્ટ પ્રોમીસ, યુ વીલ એક્સેપ્ટ ચેન્જ્ડ મીરા.’, મીરા બોલી.

‘મેં તને અત્યાર સુધી જેવી છો એવી જ એક્સેપ્ટ કરી છે.’, મીતે ખુબ જ સીરીયસ થઇને કહ્યુ.

‘તુ દર વખતે કંઇક ને કંઇક બોલીને પ્રોમીસમાંથી છટકી જાય છે. કહેવુ અને કરવુ ઘણુ અઘરૂ છે. આજે મારે પ્રોમીસ જોઇએ.’, મીરાએ મીતની આંખોમાં જોઇને કંઇક માંગ્યુ.

‘મને કહી કહીને કંઇ કરવુ નથી ગમતુ મલા. છતા તારા માટે પ્રોમીસ.’, મીતે ફરી મીરાના હાથ દબાવ્યા.

‘તો સાંભળ. ’, મીરાએ મીતનો હાથ વધારે ભીંસીને જકડ્યો. મીતની હાર્ટબીટ્સ એબનોર્મલ થઇ ગઇ હતી.

‘મને ખબર છે, યુ લવ મી, મને એ પણ ખબર છે તુ મને કહેતા ડરે છે. આઇ નો કે આપણે જે રીતે એકબીજા સાથે રહીએ છીએ એને લોકો લવ કહે છે. બટ મને વિશ્વાસ છે, તે મને અત્યાર સુધી સમજી છે તો આજે પણ સમજી શકીશ.’ જેમ જેમ મીરા આગળ બોલતી ગઇ. એમ મીતનુ હ્રદય જોર જોરથી ધડકવા લાગ્યુ. ખબર નહિ મીરાની વાતનુ ફુલ સ્ટોપ ક્યાં આવીને ઉભુ રહેવાનુ હતુ.

‘મીત ફ્રેન્ડશીપ અને લવ બન્ને અલગ છે. આપણે બન્ને બેસ્ટીઝ છીએ.’, વાંક્ય સાંભળતા જ એક જ સેકન્ડમાં મીતની આંખનો એક ખુંણો ભીનો થઇ ગયો.

‘મને અત્યાર સુધી કોઇ પ્રત્યે એવુ ફીલ નહોતુ થયુ કે જેને હું મારો લાઇફ પાર્ટનર બનાવી શકુ. બટ મારી લાઇફમાં કોઇ આવ્યુ છે. તને ખબર છે.’, મીતની હાર્ટબીટ થંભી ગઇ. એની આંખોમાં જળજળીયા આવી ચુક્યા હતા.

‘વાત શું છે બકુ ?’, મીતે થોડુ કઠોર થઇને કહ્યુ.

‘મીત, આઇ નો વિશાલ થોડો પઝેસીવ છે, બટ એ મારી કેર કરે છે.’, મીરાએ મીતને મનાવતા કહ્યુ.

‘પાગલ આઇ એમ હેપ્પી તને કોઇ મળ્યુ. બટ એનો મતલબ એ કે આપડે બન્નેએ એકબીજાને મળવાનું પણ નહિ?’, મીત મીરાના હાથ ભીંસતા બોલ્યો.

‘મીત, હું તને મળુ એ એને પસંદ નથી. હું મળીશ તો એ શું વિચારશે?’

‘એવા, અવિશ્વાસી માણસ પાસે જાય જ છે શામાટે?’,

‘મીત સંભાળીને બોલ…’, મીરા ઉભી થઇ ગઇ.

‘તને સાચુ દેખાતુ પણ નથી અને ગમતુ પણ નથી મીરા, યુ બીકેમ બ્લાઇંડ.’, મીતે ભીની આંખે જ કહ્યુ.

‘મીત, આ આપણી છેલ્લી મુલાકાત છે. ન તો હું તારી સાથે વાત કરી શકીશ, ન તો આપણે હવે મળી શકીશું, આવી રીતે હાથ પકડીને તો નહિં જ. સોરી મીત ઇફ આઇ એમ હર્ટીંગ યુ.’, મીરા રડતા રડતા બોલી.

‘યસ યુ આર હર્ટીંગ મી મીરા. આ પાગલપન છે.’, મીત ગુસ્સામાં આંસુઓ લુંછતા બોલ્યો. બટ આંખો થોડી કોઇના વશમાં હોય છે. આંસુઓ વહેતા ગયા.

‘હા, મીત હું પાગલ છું. હું વિશાલ માટે આટલુ તો કરી જ શકુ. એની વાત પણ બરાબર જ છે. કોઇ છોકરાનો હાથ પકડીને આમ રખડવુ સારૂ ના લાગે. લોકો શું વિચારે?’, મીરાએ પણ પોતાના આંસુઓ લુંછી નાખ્યા અને કઠોર થઇને કહ્યુ. બન્નેના હાથ એકબીજાથી એજ ક્ષણે છુટા પડી ગયા. જાણે એક જ ક્ષણમાં બન્ને એકબીજાને ઓળખતા ના હોય એવા થઇ ગયા.

‘મીરા હું તને જાણુ છુ, તુ આ નહિં કરી શકે.’, મીત જાણે મીરાને જન્મો જન્મોથી ઓળખતો હોય એવા કોન્ફીડન્સથી બોલ્યો.

‘મીત ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, એક ફ્રેન્ડ આટલુ નહિં કરી શકે?’, મીરાની આંખોમાં ફરી ભીંનાશ આવી.

‘તે મને ફ્રેન્ડ જ નથી રાખ્યો તો હવે હું કઇ રીતે કરી શકીશ?’, મીતની આંખો ઉભરાતી રહી.

‘મીત છેલ્લી વાર આપડે પ્રેમથી છુટા ના પડી શકીએ.’, મીરા એવી રીતે બોલી જાણે બધુ નોર્મલ હોય.

‘હું પણ એ જ કહુ છુ. શું બે ફ્રેન્ડ્સ જેણે દરેક ગુડ બેડ મોમેન્ટ્સ સાથે વિતાવી છે. એ બે ફ્રેન્ડ્સ ફરી પ્રેમથી મળી ના શકે? હું તારો હાથ નહિં પકડુ. હું તો તારો અવાજ સાંભળીને જ ખુશ રહીશ.’, મીત બોલ્યો.

‘પ્લીઝ મીત, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. વિશાલ વોન્ટ અન્ડરસ્ટેન્ડ.’, મીરાએ પણ ડુંસકા ભર્યા.

‘ધેન લીવ હીમ, મને એમ લાગે છે એને તારી જરાંય પણ નથી પડી.’, મીત એક જાટકે બોલી ગયો.

‘મીત, ડોન્ટ સે વર્ડ અબાઉટ હીમ. એણે સાચે જ કહ્યુ હતુ. તુ આવુંજ કહીશ. ઓલ બોય્ઝ આર સેમ.’,

‘મીરા તુ આવી રીતે રહેવા ટેવાયેલી નથી.’, મીતે મીરાના ખભા પર હાથ મુક્યો.

‘હું જીવી લઇશ પણ તને યાદ નહિ કરૂ બસ.’, મીરા વધુ કઠોર થઇને બોલી.

‘તુ પછતાઇશ મીરા. તુ રડીશ જે મને ક્યારેય નથી ગમ્યુ.’, મીત રડતા રડતા બોલ્યો.

‘હું એક ખુણામાં બેસીને રડી લઇશ બટ તને નહી કહુ મીત.’, મીરાએ મીતનો હાથ ખભા પરથી હટાવ્યો.

‘મીરા પ્લીઝ જીદ કરમાં, પ્લીઝ.’, મીત કરગર્યો.

‘વિશાલે સાચુ કહ્યુ હતુ, ઓલ બોય્ઝ આર સેમ, એણે આવુ જ કહ્યુ હતુ કે તુ રડીને મને મનાવવાની ટ્રાય કરીશ. ખોટા આંસુઓ ના પાડ.’, મીરા જાણે એક ક્ષણમાં પૂરે પૂરી બદલાઇ ગઇ હોય એવી રીતે બોલી.

‘ઓલ બોય્ઝ આર સેમ, યાદ કર. પીકનીકનો એ દિવસ જ્યારે તે જ તારી બેસ્ટ ફ્રેન્ડને કહ્યુ હતુ, ઓલ બોય્ઝ આર નોટ સેમ.’, મીતે મીરાને કંઇક યાદ અપાવ્યુ.

‘તુ યાદ કર થોડી વાર પહેલાનુ તારૂ પ્રોમીસ, તુ મને જેવી હોઇશ એવી સ્વિકારીશ.’,

‘તુ મારી મીરા છે જ નહિ, હું તને કઇ રીતે એક્સેપ્ટ કરૂ.’, મીત હજુ રડી રહ્યો હતો, બસ એના આંસુઓ સુકાઇ ગયા હતા.

‘ધેન લીવ મી.’, મીરા મોબાઇલ કાઢીને કંઇક લખવા લાગી.

‘તુ ખુબ જીદ્દી છે, મીરા તુ ખુબ જીદ્દી છે.’, મીતની આંખોમાં આંસુ હતા.

‘હાં હું જીદ્દી છુ. પણ તુ જીદ્દી નથી.’. મીરાએ ઉજ્જડાઇથી કહ્યુ.

‘ગો અવે. ફરગેટમી ફોરેવર.’, ત્રણ જ સેકન્ડમાં પલ્સર સડસડાટ ત્યાંથી નીકળી ગઇ.

*

કોણ હતી આ વિશાલ નામની વ્યક્તિ? કેમ મીરા એની પાછળ પાગલ હતી? કેવો હતો મીરા અને મીત વચ્ચેનો ફ્રેન્ડશીપ પ્રેમ? શું મીત મીરાને મેળવી શકશે? જાણવા માટે વાંચવાનું ચુકતા નહિં પ્રકરણ – ૨. આવતા શુક્રવારે.


લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. શોર્ટ સ્ટોરીઝ અને નાટકો, ફિલ્મ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રેટીંગ, રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook :

Google Plus :

Twitter :