Necklace - Chapter 5 Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Necklace - Chapter 5

નેકલેસ

~ હિરેન કવાડ ~


અર્પણ

૨૦૧૫ ના વર્ષે મને ઘણુ આપ્યુ છે. કેટલીક સુંદર પળો, કેટલીક રેસ્ટલેસ મોમેન્ટ્સ, ડીઅર ફેન્સ, સ્ટનીંગ ફ્રેન્ડ્સ. આ વર્ષમાં એવું એવું થયુ છે જે મારા માટે કમ્પ્લીટલી અનપ્રીડીક્ટેબલ હતો. આ વર્ષે મને હસાવ્યો પણ છે એટલો અને રડાવ્યો છે પણ એટલો. ઘણા વર્ષો પછી બેચેની અને અકળામણોની એવી એવી પળો આપી, જેમાં હું એટલો કન્ફ્યુઝ્ડ હતો કે કંઇ કરવાનું સૂજતુ નહોતુ. આજ વર્ષે મને ધ લાસ્ટ યર જેવી અદભૂત નવલકથા આપી. આ સ્ટોરીનો અમુક ભાગ આ વર્ષની જ પ્રેરણા છે. એટલે જ આ સ્ટોરી હું એક તો મારા લવીંગ રીડર્સને ડેડીકેટ કરૂ છું, જેના ઓવરવ્હેલ્મીંગ લવ વિના હું આજે જ્યાં છુ ત્યાં ન હોત અને બીજુ આ સ્ટોરી મારી લાઇફના એક બીઝાર વર્ષ ૨૦૧૫ને ડેડીકેટ કરૂ છુ.


પ્રસ્તાવના

નેકલેસ, હું એના માટે સરપ્રાઇઝ ગીફ્ટ લઇને ગયો હતો. મારા મગજમાં એના માટેના નેકલેસની એક પર્ટીક્યુલર ઇમેજ હતી. એક અઠવાડીયા સુધી અમદાવાદમાં જ્યાં ત્યાં ફર્યો પણ જેવુ જોઇતુ હતુ એવુ નેકલેસ ન મળ્યુ. આખરે એક ફ્રેન્ડે એની ગર્લ ફ્રેન્ડ માટે એમેઝોન.કોમ પરથી મંગાવેલુ નેકલેસ મારી નજરે પડ્યુ. ‘આ જ’ મારે જે નેકલેસ જોઇતુ હતુ એ નેકલેસ મને મળી ગયુ હતુ.

પરંતુ એની પ્રાયોરીટી બદલાઇ ગઇ હતી. હું એને બર્થ ડેની આગલી રાતના ૧૨ વાગે એના બેડ નીચે એ નેકલેસ છુપાવવા માંગતો હતો. બટ એનું ધ્યાન તો કેક કાપવામાં પણ નહોતુ. એ કોઇની સાથે ફોન પર વાતોમાં ડૂબેલી હતી. ઇગ્નોરન્સ મને બાળી રહ્યુ હતુ. મેં એ રાતે નેકલેસ આપવાનું ટાળ્યુ. બર્થ ડે ના દિવસે એના પ્લાન્સમાં મારી પ્રાયોરીટી ક્યાંય નહોતી. આખો દિવસ અમે વિતાવેલી સુંદર પળોને યાદ કરતો રહ્યો. મેં નક્કિ કરી લીધુ હતુ મારે શું કરવાનું હતુ. રાતે જ્યારે એ ઘરે આવી ત્યારે ફેમીલી સાથે ફરી કેક કાપી. પોણા બાર વાગ્યા સુધી હું એના ઘરમાં જ હતો. મારે એને સૌથી પહેલા પણ વિશ કરવુ હતુ અને સૌથી છેલ્લે પણ. હું એને સતત જોતો રહ્યો અને એ મોબાઇલમાં ડૂબેલી હતી. મને ખબર હતી એ કોણ હતુ. હું પ્રેમની આગમાં બળી રહ્યો હતો. અત્યાર સુધી મેં એને કંઇક જ ગીફ્ટ નહોતુ આપ્યુ. એને એમ જ હતુ કે હવે તો બર્થ ડે પૂરો થઇ ગયો. બારમાં ૫ મિનિટની વાર હતી. એનો બર્થ ડે પૂરો થવાનો હતો. હું એક બહાનુ કાઢીને એના બેડરૂમમાં ગયો. જડપથી એની રજાઇ નીચે મારૂ ગીફ્ટ પેક જેમાં નેકલેસ હતુ એક મુક્યુ અને એક કાર્ડ નોટ મુકી. તરત જ હું મેઇન હોલમાં આવી ગયો. એ હજુ મોબાઇલમાં જ ડૂબેલી હતી. મેં એને ત્રીજીવાર વિશ કર્યુ. પરંતુ એનુ ધ્યાન હજુ કોઇ બીજી વ્યક્તિમાં હતુ. મેં જતા જતા ગુડનાઇટ કહ્યુ. એણે સામુ સુદ્ધા ન જોયુ. હું આ બધુ જ સહન કરવા માટે તૈયાર હતો. ફાયનલી મેં નક્કિ કરી લીધુ હતુ. એ એનાથી ક્યાંય દૂર ચાલ્યો જઇશ. હવે હું એની લાઇફમાં ફરી જવા નહોતો માંગતો. મને ખબર હતી જેવી એ ગીફ્ટ જોશે અને ચીઠ્ઠી વાંચશે એટલે એ તરત જ મને કોલ કરશે કે મેસેજ કરશે. હું જેવો ઘરની બહાર નીકળ્યો એવો તરત મોબાઇલ સ્વીચ ઓફ કર્યો અને હું નીકળી ગયો મારી યાત્રાએ. એ દિવસે મારામાં આગ લાગેલી હતી. હું ઉંઘી ન શક્યો. પરંતુ પ્રેમની આગ એક તરફ નથી લાગતી. પ્રેમ બે ધારી તલવાર છે.

તો પ્રસ્તુત છે સત્યઘટનાઓ પર આધારીત એક કહાની “નેકલેસ”.


પ્રકરણ – ૫

***

મીરાના મોબાઇલમાં વોટ્સએપ મેસેજ આવ્યો. તરત જ મીરાએ ચેક કર્યો. ‘Happy Birthday. Meera.’, મેસેજ એની કોઇ ફ્રેન્ડનો હતો. કાર રીવરફ્રન્ટ તરફ આગળ વધી રહી હતી. પરંતુ આજનો દિવસ યાદોને રોકીને બેઠો હતો. મીરા આજે કોઇને બહુ જ મીસ કરી રહી હતી. કેટલીક ભૂલો તમને જીંદગી ભર તડપાવતી હોય છે. મીરા એવી જ ભુલ કરી બેસી હતી.

‘આ વખતે તારો એક મેસેજ પણ નહિં?’, એ સ્વગત બોલી. એની આંખો ભીની થઇ. ફરી એણે ડાયમંડ નેકલેસને પકડી લીધુ.

***

‘પછી વાત કરૂ, બાય.’, સામેથી મીરાનો ઉતાવળો અવાજ આવ્યો. ફોન કટ થઇ ગયો. આજે પહેલીવાર મીતને મીરા પ્રત્યે થોડો ગુસ્સો આવ્યો હતો. મીરાએ આજે મીત સાથે બરાબર વાત પણ નહોતી કરી. આ અનયુઝુઅલ હતુ. બે દિવસથી મીરા મીતને ખુબ જ ઇગ્નોર કરી રહી હતી, એ મીત જાણતો હતો. બટ કારણ શું હતુ એ કદાચ મીતને અત્યારે ખબર પડી જ્યારે મીતે ફોનમાં કોઇકના અવાજમાં જ સાંભ્ળ્યુ, ‘કેમ છે?’

મીતના મનમાં કેટકેટલાંય સવાલો ચાલી રહ્યા હતા. કોણ હશે એ? મીરા એને પસંદ કરતી હશે? બન્ને વચ્ચે કંઇ હશે તો નહિ? પુરૂષના સ્વભાવમાં જેલસી હોય જ છે, મીત પણ થોડો બળ્યો. એણે ખુબ જ રેઝીસ્ટ કર્યુ કે એ મીરાને મેસેજ ન કરે બટ, એનાથી ન રહેવાણુ.

‘મીરા, વ્હાય યુ ડુઇંગ ધીઝ?’, મીતે મેસેજ સેન્ડ કર્યો. મેસેજ ડીલીવર થયો બટ કોઇ આન્સર ન આવ્યો.

‘મીરા, પ્લીઝ આન્સર યાર.’, મીત એન્ક્શીયસ થઇ રહ્યો હતો. ફરી મેસેજ ડીલીવર થયો બટ સીન ન થયો.

મીતે નક્કિ કર્યુ કે હવે એ એક પણ મેસેજ નહિ કરે. એ પોતાની હોસ્ટેલના ટેરેસ પર ગયો, બટ એને ચેન ન પડ્યુ. એના મનમાં મીરાના વિચારો જ આવી રહ્યા હતા. ક્યારેક એને પોતાને જ ગીલ્ટ થઇ રહ્યુ હતુ કે એ પોતાની ફીલોસોફીમાં જ નથી અટવાઇ ગયો ને? આ સવાલ એનો પીછો નહોતો છોડતો. ક્યારેક એના મનમાંથી ઉભરો આવતો અને પોતાની અંદરથી જ અવાજ આવતો કે ‘આઇ લવ યુ કહી દવ તો મીરા એની થઇ જાય’

પરંતુ તરત જ બીજો અવાજ પણ આવતો, ‘ઉતાવળમાં આમ કોઇ નિર્ણય ન લેવાય, આ એન્ક્ઝાઇટીની મોમેન્ટ્સ છે. જ્યારે શાંત થઇ જા ત્યારે આ વિચારજે.’ પરંતુ અત્યારે મીતનુ મનતો મીરાને માંગતુ હતુ, એને મીરા સાથે વાત કરવી હતી, મીરા શું કરી રહી હતી એ જાણવુ હતુ, મીર કોની સાથે હતી એ જાણવુ હતુ. મીતને ચેન ન પડ્યુ એટલે એ ટેરેસ પરથી નીચે ઉતર્યો. પરંતુ અંદર એને જરાય શાંતી નહોતી. બસ એ શાંત છે એવુ પ્રીટેન્ડ કરતો હતો.

‘ચલ લ્યા, માણેક ચોક જવુ છે?’, જેવો મીત ટેરેસની નીચે આવ્યો એટલે દેવર્ષે કહ્યુ. બીજા ફ્રેન્ડ્સ પણ એની પાછળ આવી રહ્યા હતા. મીત પોતાના ચહેરા પર પ્લાસ્ટીક સ્માઇલ લઇ આવ્યો. જાણે એની અંદર કંઇ જ ન હોય.

‘ચલો, એમાં પુછવાનુ થોડુ હોય?’, મીત ઉત્સાહમાં હોય એમ બોલ્યો.

‘ચલો ભાઇઓ, બધા પોતપોતાની બાઇક કાઢો.’, દેવર્ષે પાછળ ફરીને બધા ફ્રેન્ડ્સને કહ્યુ.

‘હું ચાવી લેતો આવુ.’, મીત પોતાની રૂમ તરફ કર્યો.

‘ઓય્ય… ઉભો રે, બે બે બાઇક લેવાની શું જરૂર છે. મારી પાછળ બેસી જાને.’, દેવર્ષે મીતનો હાથ પકડીને ઉભો રાખ્યો.

‘ઓકે.’, મીતે સ્માઇલ કરીને કહ્યુ.

બધાએ પોતપોતાની બાઇક બહાર કાઢી. મીત દેવર્ષની પાછળ બેસી ગયો. બધાએ બાઇક ભગાવી મુકી.

‘બોલ, લ્યા હવે શું થયુ છે?’, દેવર્ષે બાઇક ચલાવતા ચલાવતા પૂછ્યુ.

‘શું? કંઇ નથી થયુ હવે. મને શું થવાનુ.’, મીતે હસીને કહ્યુ.

‘તારૂ જડબુ જોયુ છે? ત્રણ વર્ષથી ઓળખુ છુ તને, નકલી સ્માઇલ કોને કહેવાય એ મને ખબર પડે છે.’, દેવર્ષને અંદાજો આવી ગયો હતો કે કંઇક તો થઇ ગયુ હતુ, અને શામાટે ન આવે? દેવર્ષ મીતનો બેસ્ટ ફ્રેન્ડ હતો. એક બેસ્ટ ફ્રેન્ડ અલગ અલગ સ્માઇલને ન સમજી શકે તો કોણ સમજે.

‘બોલ બોલ, મને ખબર છે, મીરાની જ કોઇક વાત છે.’, દેવર્ષે ફરી ઉતાવળા અવાજે કહ્યુ.

‘શી ઇઝ ઇગ્નોરીંગ મી.’, મીત બોલ્યો.

‘અરે કંઇક કામમાં હશે.’

‘ના, કદાચ એની લાઇફમાં કોઇ આવ્યુ છે.’, મીતે કહ્યુ.

‘વોટ?’, દેવર્ષે જટકા સાથે કહ્યુ.

‘અરે એની લાઇફમાં કોઇક આવ્યુ હશે તો તને કહેશે જ ને.’, દેવર્ષે કન્ટીન્યુ કર્યુ.

‘ના એણે મને નથી કહ્યુ. આજ આખો દિવસ મારા મેસેજના જવાબ નથી આપ્યા. હમણા કોલ કર્યો તો, કોઇ છોકરો એની સાથે વાત કરતો હતો, ત્યારે મારો કોલ પણ કટ કરી નાખ્યો.’, મીતે ચોખવટ કરી.

‘જો મીત સાચુ કહુ? ખોટુ ના લગાડતો. વાંક તો તારો પણ છે. તુ જ કમીટમેન્ટ્થી ડરે છે.’

‘યાર ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ મી.’

‘જો મીતયા તુ જે પણ બીલીવ કરતો હોય, તારા જે પણ વિચારો હોય, એનાથી લોકોને કાંય ફરક પડતો નથી. લોકો જે જોવે છે એ જ માને છે, સમજ્યો. જો તુ તારા વિચારોમાં બીલીવ કરતો હોય અને એની સાથે જ તારે રહેવુ હોય તો બધી તૈયારી રાખ.’, દેવર્ષે બાઇક ધીમી પાડી. મીત કંઇ જ ના બોલ્યો એટલે દેવર્ષે આગળ ચલાવ્યુ.

‘અને જો તારાથી આ કંઇ સહન ન થતુ હોય, જો તારે ખરેખર મીરા સાથે રહેવુ હોય તો ચડાવ તારી ફીલોસોફીને અભરાઇએ, એને કસીને હગ કર અને કહીદે એના કાનમાં આઇ લવ યુ.’, મીતે લગભગ એની વાત પૂરી કરી.

મીતનુ મન દ્વંદમાં ફસાઇ ગયુ. શું સાચુ? એના વિચારો જેમાં એ માને છે, કે પછી અત્યારે જે અસંતોષ અનુભવી રહ્યો છે. એ પણ વિચારે ચડ્યો કે જો એ ખરેખર એવા વિચારોમાં માનતો હોય તો આવી એન્ક્ઝાઇટી ન હોવી જોઇએ. શામાટે આવુ બની રહ્યુ છે? એકતરફ એને કોઇ રીલેશન નથી બાંધવો, બીજી તરફ એને મીરાથી અલગ પણ નથી થવુ.

કોને દોષ દેવો? પોતાને? મીરાને કે પછી આ સંબંધોની વ્યવસ્થા ઉભી કરવા વાળા પુર્વજોને? પરંતુ ફરી અંદરથી એક અવાજ આવ્યો ‘પ્રેમમાં ફરીયાદ ન હોય, એમાં બ્લેમીંગ ન હોય, એમાં એક્સેપ્ટન્સ હોય.’

મીત કંઇ ન બોલી શક્યો.

‘અલ્યા કંઇક બોલ તો ખરો.’, દેવર્ષ બાઇક ચલાવતા જ બોલ્યો.

‘વિચારવુ પડશે મારે.’, મીત બોલ્યો.

‘તો ચીલ માર, એન્જોય કરવા આવ્યા છીએ તો એન્જોય કર.’, દેવર્ષ હસતા હસતા કહ્યુ.

‘યપ, બ્રો.’, જાણે બધુ ભૂલી ગયો હોય એમ મીત બોલ્યો.

બધા લોકો માણેકચોંક પહોંચ્યા. બધાએ ત્યાંના ગ્વાલીઆ ઢોંસા અને પાઇનેપલ સેન્ડવીચ મંગાવી. બધાએ અલક મલકની વાતો કરી. દસ પંદર બોય્ઝ હતા એટલે છોકરીઓની વાતો ન આવે એવુ તો બને જ નહિ. બધાએ ઘણી છોકરીઓની વાતો કરી, કોને કેટલા રેટીંગ, કોનુ કોની સાથે સેટીંગ છે એવા બધા ઘણા ગપ્પા ચાલ્યા. છેલ્લે એ લોકોએ અશર્ફીની કુલ્ફી ખાધી. બધા મજાક અને મસ્તીમાં મશગુલ થઇ ગયા હતા. બધાએ ખુબ જ મૌજ કરી. બટ આ બધાની વચ્ચે મીતે પોતાના મોબાઇલમાં વોટ્સએપ ઓપન કરીને એકવાર મીરાને મોકલેલા મેસેજ તો જોઇ જ લીધા હતા.

મેસેજ બાર વાગે સીન થયા હતા, અને મીરા ઓનલાઇન હતી છતા કોઇ જ જવાબ નહોતો આવ્યો. મીત બધાની સાથે હોય એવુ સતત પ્રીટેન્ડ કરતો હતો, થોડુ વધારે ઇન્ટેન્સીવલી પ્રીટેન્ડ કરતો હતો એટલે લગભગ કોઇને ખબર પણ ન પડી. બધા નાઇટ હેંગાઆઉટ કરીને હોસ્ટેલ પહોંચ્યા.

લગભગ દોઢ વાગી ગયો હતો. મીત પોતાના બેડમાં હતો. એ હજુ જોઇ રહ્યો હતો કે મીરા ઓનલાઇન હતી. બટ એના મેસેજનો કોઇ આન્સર નહોતો આવ્યો. એણે વિચાર્યુ કે એ મીરાને મેસેજ કરીને કહે કે ‘હવે તો મેસેજનો આન્સર આપવાનો ટાઇમ પણ નથી.’ પછી એણે ફરી વિચાર્યુ કે ‘આ મેસેજનો પણ આન્સર નહિ આવે તો?’ મેસેજ કરૂ ન કરૂ એમાં ને એમાં એણે અડધી કલાક વિતાવી. એણે નક્કિ કર્યુ કે મેસેજ નહિ જ કરે. બે વાગે મીરા ઓફલાઇન થઇ ગઇ.

મીત એના સીન થયેલા મેસેજ જોતો રહ્યો. એને દેવર્ષના શબ્દો વારંવાર યાદ આવતા. એ પણ વિચારતો રહ્યો કે એની પાસે બે રસ્તા છે, એવો રસ્તો પસંદ કરવાનો છે કે પછી પાછળથી ગીલ્ટી ફીલ ન થાય. પરંતુ મીતને એવુ પણ લાગતુ હતુ કે એ કોઇ પણ રસ્તો પસંદ કરશે એને ગીલ્ટ તો રહી જ જવાની છે.

જો એના વિચારોને પસંદ કરશે તો ‘મીરાની સાથે રહેવાનો મોકો હતો.’ એ ગીલ્ટ અને જો એ મીરા સાથે રહેશે તો ‘પોતે જ પોતાના વિચારોને ફોલો ના કરી શક્યો’ એ દંભી પણાની ગીલ્ટ. આ જ વિચારોમાં એ મોડે સુધી આમથી તેમ પડખા ફરતો રહ્યો. એન શરીરના કોઇ રૂંવાંટા પર ચેન નહોતો અને એની પાસે અત્યારે પડખા ભરવા સિવાય કોઇ દવા નહોતી.

***

‘Good Morning ’, વિશાલે ઉઠતાની સાથે જ મીરાને મેસેજ કર્યો.

‘Very Good Morning Ji’, મીરાનો તરત જ જવાબ આવ્યો. વિશાલે જવાબમાં સ્માઇલી મોકલી.

‘આપ આજ જલદી હી ઉઠ ગયે’, ફરી મીરાનો મેસેજ આવ્યો.

‘નીંદ ઉડ ગઇ થી આજ.’, વિશાલે મેસેજ સેન્ડ કર્યો, એ હજુ સોફા પર જ પડ્યો હતો.

‘મેં તો અભી બેડ મેં હી હું, ક્યોં નીંદ ઉડ ગઇ થી?’, મીરાનો થોડી વાર રહીને મેસેજ આવ્યો.

‘દાદા, ખુશાલને જગાડવા આવ્યા હતા.’, વિશાલના ભાણીયા ખુશાલની સ્કૂલ સવારની હતી એટલે એને જગાડવા માટે આવ્યા હતા. મેસેજ મોકલ્યો ત્યાંજ મીરા ફ્લેટના ડોર પાસે આવી અને પેપર વાળા સાથે ઝઘડવા લાગી.

‘ક્યોં, પેપર નહિ આયા?’, વિશાલે ઝઘડાનુ કારણ પૂછવા મેસેજ કર્યો.

‘આયા હૈ, બટ આજ દો પેપર આતે હૈ, વો એક હી લાયા હૈ સો.’, મીરાનો મેસેજ આવ્યો.

‘ઓકે, ચલો ઉઠ રહા હુ, આજ બહોત કામ હૈ, ઘર પે રેહ કે હી કરને વાલા હું.’, વિશાલે લાંબો લચક મેસેજ ટાઇપ કરીને મોકલ્યો.

‘ઓકે, મે ભી ફ્રેશ હો જાતી હુ.’, મીરા એના ઘરમાં ચાલી ગઇ.

વિશાલ નહાવા ગયો એ દરમ્યાન મીરાએ ગેલેરીની સાફ સફાઇ કરી, પાણી નીચેના માળ પર ગયુ તો નીચે વાળા આંટી મીરા સાથે જઘડવા લાગ્યા. વિશાલના બાથરૂમમાં મીરાના ઝઘડાનો અવાજ સંભળાતો હતો. વિશાલ નહાતો નહાતો હસી રહ્યો હતો.

વિશાલ બહુ જ ક્લીઅર છોકરો હતો, એને મીરા તરફ પ્યોર ફીઝીકલ અટ્રેક્શન હતુ. કોઇ ઇમોશનલ ફીલીંગ્સ હજુ એને નહોતી. એ ઇમોશનલ રીલેશનમાં પડવા પણ નહોતો માંગતો, જેટલો એ ક્લીઅર હતો એટલી જ એનામાં બીજાને એના વિચારોને સમજાવવાની સ્ટ્રેન્થ હતી. મીરા દેખાવે સુંદર હતી, હોટ પણ. એને પૂરેપૂરી ખબર હતી કે આગળ શું થવાનુ છે. એટલે જ એ આ અધુ કેઝ્યુઅલી લઇ રહ્યો હતો. બટ ખરેખર એને નહોતી ખબર કે ઉપરવાળો એની વાર્તા કંઇક અલગ જ રીતે લખી રહ્યો છે.

‘બહુ નહાયા તમે તો.’, નાહીને બહાર આવ્યો એટલે જ વિશાલે મીરાનો આવેલો મેસેજ વાંચ્યો.

‘એની પ્રોબ્લેમ? તારી જેમ ખાલી મોઢુ ધોવાની આદત નથી.’, વિશાલે ફ્લર્ટ કરતો મેસેજ કર્યો.

‘હું પણ નાહુ છું હો, એવુ ના બોલો.’, સાથે બે સેડ સ્માઇલી આવી.

‘હેય વોટ હેપ્પન્ડ ડીઅર?’, વિશાલે કેર કરતો હોય એવુ પ્રીટેન્ડ કર્યુ.

‘નથીંગ, ક્યા પ્લાન હૈ આજ કા?’, મીરાનો મેસેજ આવ્યો.

‘યાર, આજે બહુ જ કામ છે. અને સાંજે ચાર વાગ્યે બહાર જવાનુ છે.’, વિશાલે મેસેજ કર્યો.

‘ઓહ્કે.’, મીરાનો ટુંકો મેસેજ આવ્યો જાણે ભાવ ખાતી હોય.

‘ઓહ્કે, હેવ ટુ વર્ક, ટોક ટુ યુ લેટર.’, વિશાલે પણ મેસેજ કર્યો. વિશાલને કોઇ સ્ટ્રોંગ અફેક્શન નહોતુ. જો મીરા સાથે આગળ વધાય તો ઠીક નહિતો ‘ઇટ્સ પરફેક્ટલી ઓકે’

જાણે એક જ ક્ષણમાં કોઇ સાથે વાત ન થઇ હોય એ રીતે વિશાલ પોતાના કામમાં પરોવાઇ ગયો. એ પોતાની ડાયરી સાથે એક સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યો હતો. એ પોતાનુ લેટપોપ લઇને કામમાં ડુબી ગયો હતો. સાડા દસ વાગે શરૂ કરેલુ કામ બાર વાગ્યા છતા પુરૂ નહોતુ થયુ. બધો જ સમય જાણે એના હાથમાં જ હોય. એને સમયની પડી જ નહોતી. એ જમીને તરત જ પોતાના કામમાં પરોવાઇ ગયો.

બટ બીજી તરફ મીરાની બેચેની વધતી જ જતી હતી. એને વારંવાર એક જ વિચાર આવતો હતો. શામાટે વિશાલ એના તરત અટ્રેક્ટેડ નથી. નો ડાઉટ મીરાને એના રૂપનુ થોડુ અભિમાન તો હતુ જ. અત્યાર સુધી એને કેટલાય છોકરાઓએ પ્રપોઝ કર્યુ હતુ બટ મીરા એક ઝાટકે બધાને રીજેક્ટ કરી નાખતી. બટ વિશાલ તો એટલો હેન્ડસમ પણ નહોતો, આ થોડો રફ સ્ટાઇલ વાળો છોકરો હતો, બટ છતા પોતાથી આટલો દૂર શામાટે ભાગતો હતો.

આજે બપોરે પણ વિચારોને વિચારોમાં એને ખાવુ ન ભાવ્યુ. મીતના મેસેજ આવ્યા હતા, ‘બકુ જમી કે નહિ?’ બટ મીરાએ મીતને ઇગ્નોર જ કર્યો. મીરાના મગજમાં વિશાલનુ ભૂત વળગી ચુક્યુ હતુ. જમીને એ આડી પડી, બટ વિશાલ શું કરતો હશે એના વિચારો એને આવતા હતા. છેલ્લે એનાથી ન રહેવાણુ, એણે પોતોનો સવારે પાડેલો શોર્ટ કેપ્રી અને શોર્ટ જીન્સ વાળો ફોટો વિશાલને મોકલ્યો.

‘લુકીંગ ગોર્જીયસ.’, વિશાલનો તરત જ મેસેજ આવ્યો.

‘થેંક્સ યાર.’, મીરાએ મેસેજ કર્યો અને સ્માઇલીઝ સેન્ડ કરી.

‘ફ્રેશ એન્ડ હોટ, બ્યુટીફુલ’, સાથે આંખો મારતી સ્માઇલીઝ સાથે વિશાલનો મેસેજ આવ્યો.

‘વોટ?’, સાથે આંખો ફાડેલી સ્માઇલી મોકલી.

‘જસ્ટ લુકીંગ ફેબ્યુલસ, એઝ સીમ્પલ એઝ.’, વિશાલનો સીધો સાદો મેસેજ આવ્યો.

‘ઓય ચને કે ઝાડ પે મત ચડાઓ, જુઠ બોલને કી એક લીમીટ હોતી હૈ.’, મીરાતે તરત જ લાંબો મેસેજ કર્યો.

‘નો લાઇ, જસ્ટ ફેક્ટ.’, વિશાલનો સ્માઇલી સાથેનો મેસેજ આવ્યો.

‘ઓકે ધેન આઇ એક્સેપ્ટ ઇટ.’, મીરાએ પણ મેસેજ કર્યો.

‘ટોક વીથ યુ લેટર હેવ ટુ વર્ક ડીઅર.’, વિશાલનો મેસેજ વાંચીને ફરી મીરાને થોડુ ખરાબ લાગ્યુ.

મીરા પોતાના બેડમાં જ આડી પડી અને આંખો બંધ કરીને વિચારવા લાગી. ‘શું એ વધારે ભાવ આપી રહી હતી?’ એવો એક વિચાર આવ્યો. કદાચ હા. આખરે એણે ફૈસલો કર્યો કે વિશાલ કે બચ્ચે કા કુછ કરના હી પડેગા.

પોણા ત્રણ વાગ્યા હતા. વિશાલ એની સ્ક્રીપ્ટના કામમાં ડૂબેલો હતો. ત્યારેજ એણે ફરી કપડા બદલેલ મીરાને નીચે જતા જોઇ. મીરાએ લુઝ સીલ્કી ગોઠણ ઉપર સુધીની કેપ્રી પહેરી હતી, અને ઉપર સ્લીવ લેસ લુઝ બ્લેક ટોપ પહેર્યુ હતુ. મીરા જ્યારે લીફ્ટ તરફ જઇ રહી હતી ત્યારે વિશાલે મીરાનો બેક જોયો અને એના બેક પરનો એક કાળો તલ પણ. વિશાલ જોઇને થોડો અનકમ્ફર્ટેબલ થઇ ગયો. મીરા જે કરવા માંગતી હતી એ થોડુ કામ કરી રહ્યુ હતુ.

‘ક્યાં ગઇ હશે?’, વિશાલના મનમાં પ્રશ્ન ઉઠ્યો. મીરાનો ખુલ્લો ગોરો તલ વાળો બેક કામ કરવા લાગ્યો હતો. અહિં આવ્યા પછી વિશાલના મનમાં આતુરતાની તરંગો ઉભી થઇ ગઇ. એને મીરાને મેસેજ કરીને પૂછી લેવાનુ મન પણ થયુ, વિશાલ કોઇ ઢોળ ચડાવવા વાળો માણસ નહોતો, એણે તરત મેસેજ પણ કર્યો.

‘કહા?’, મેસેજ ડીલીવર થયો બટ કોઇ આન્સર ન આવ્યો. થોડી વાર પછી મેસેજ ડીલીવર પણ થયો બટ આન્સર ન આવ્યો. વિશાલ થોડો ઇરીટેટ થયો. વિશાલ ફરી પોતાના કામમાં લાગી ગયો.

‘ક્યા કર રહે હો?’, મીરાનો થોડી વાર પછી મેસેજ આવ્યો. મીરાને ઉપર આવતા જોઇ હતી.

‘નેટ ક્યોં નહિ હૈ? આપકા કામ હો ગયા?’, મીરાના મેસેજની લાઇન લાગી.

‘બસ થોડા બાકી હૈ. કવરેજ પ્રોબ્લેમ.’, વિશાલે મેસેજ કર્યો.

‘ક્યા?’, મીરાનો મેસેજ આવ્યો.

‘પૂછ રહા હુ કે, કહાં ગયે થે?’, વિશાલે ફટાફટ મેસેજ ટાઇપ કર્યો અને પોતાનુ લેપટોપ પેક કર્યુ.

‘મેં નીચે કમ્પ્લેઇન કરને ગઇ થી.’, મીરાનો તરત જ મેસેજ આવ્યો. બન્ને સામસામે મોબાઇલ લઇને મંડી પડ્યા હતા.

‘ક્યોં? કીસકી?’

‘અરે બારીશ પે ઘરમેં ભેજ આતા હૈ. તો ઉસકી.’,

‘ફીર ક્યા કહા? વો ઠીક કર દેતે હૈ?’

‘હા નહિ કરે તો ક્યાં જશે? હું જાવ એટલે એને શું એના બાપને પણ આવવુ પડે.’, આ મેસેજ વાંચીને વિશાલને થોડુ આશ્ચર્ય પણ થયુ. ટફ ગર્લની ઇમેજ મીરા બનાવી રહી હતી કે એ હતી જ. પણ વિશાલે પણ મનમાં નક્કિ કર્યુ કે મીરાનો ઇગો તો ઓગાળવો જ પડશે.

‘બહાર જા રહે હો?’, વિશાલે ટોપીક ચેન્જ કર્યો.

‘નહિ ક્યોં?’,

‘લુકીંગ રેડી.’, મીરાએ ઘણી બધી સ્માઇલીઝ મોકલી.

‘વૈસે આજ મૌસમ બહોત અચ્છા હૈ.’, મીરાનો આંખ મારતી હોય એવો મેસેજ આવ્યો. વિશાલને આ મેસેજને ઇન્ટરપ્રેટ કરવામાં ઘણી તકલીફ પડી. પછી એણે આ મેસેજ વિશે વધારે ન વિચારવાનુ નક્કિ કર્યુ.

‘મેં તો બહાર નહિ નીકલા કૈસે પતા ચલે?’

‘ખીડકે સે બહાર દેખો. બારીશ આને વાલી હૈ. એન્ડ આઇ લાઇક ધેટ’

‘આઇ ઓલ્સો લાઇક, ઇટ ફીલ્સ ગુડ.’ મીરાએ જવાબમાં માત્ર આંખ મારતી સ્માઇલી મોકલી.

‘હાહા, પેપરમાં આજે ફોરકાસ્ટ હતુ.’, બીજો મેસેજ ન આવ્યો એટલે વિશાલે જ મેસેજ કર્યો.

‘રીઅલી? ના હોય, તમે બહુ ફેંકો છો યાર, Ph.D in Feckology’, ખડખડાટ હસતી હોય એવી સ્માઇલી સાથે મીરાનો મેસેજ આવ્યો. વિશાલ તો આવી રીતે જ વાત કરવા વાળો માણસ હતો. ખરેખર એ કુદરતને માણતો.

‘ફેકોલોજીમાં પી.એચ.ડી ? હાઉ?’ વિશાલે જવાબ માંગ્યો.

‘ફરગેટ ઇટ.’ એનો મેસેજ આવ્યો.

‘કામ ખતમ હુઆ?’, તરત જ મીરાનો બીજો મેસેજ આવ્યો.

‘નહિ ખતમ તો નહિ હુઆ બટ અબ બહાર જાના હૈ.’,

‘ઓહ્કે, એક સવાલ પુછુ?’, મીરાનો મેસેજ આવ્યો.

‘સ્યોર,’, વિશાલ વાટ જોવા લાગ્યો કે શું સવાલ પૂછશે.

‘આપ રોજ કહાં જાતે હૈ?’, વિશાલ માટે આ નોર્મલ સવાલ હતો.

‘સોરી યાર થોડા પર્સનલ હો ગયા.’, વિશાલ જવાબ આપે એ પહેલા જ મીરાનો સેડ સ્માઇલી સાથે મેસેજ આવ્યો.

‘નો પ્રોબ્લેમ, ઇટ્સ ઓકે.’

‘સોરી બેબી.’, મીરાનો ફરી સ્માઇલીઝ સાથે નો મેસેજ આવ્યો.

‘આઇ હેવ મીટીંગ વીથ માય ફ્રેન્ડ્સ, પૈસે તો કમાને પડેંગે ના.’, વિશાલે ફટાફટ મેસેજ ટાઇપ કર્યો.

‘આઇ એમ સો સોરી અગેઇન, મુજે ઐસા નહિ કહના ચાહિએ થા.’, મીરાનો ફરી મેસેજ આવ્યો.

‘હેય ડીઅર, ઇટ્સ પરફેક્ટલી ફાઇન. ઇટ્સ ઓકે.’, વિશાલે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો.

‘પતા નહિ આપ ક્યાં સોચેંગે?’, મીરાનો ફરી એવો જ ઇમોશનલ મેસેજ આવ્યો.

‘આઇ ડોન્ટ માઇન્ડ, યુ કેન આસ્ક, ડોન્ટ વરી નાઉ સ્માઇલ.’, વિશાલે સ્માઇલ સાથે મેસેજ કર્યો.

‘પ્લીઝ ફરગીવ મી, મેં ઐસા નહિ પૂછુંગી, મુજે નહિ પુછના ચાહિએ થા.’, ફરી મીરાનો મેસેજ આવ્યો.

‘હુ ધ હેલ આઇ હુ વીલ ફરગીવ.’, વિશાલે જે ફીલ કરતો હતો એ જ મેસેજ કર્યો.

મીરાના રડવાની સ્માઇલી વાળા મેસેજ આવ્યા.

‘આઇ ફીલ વેરી નેગેટીવ એન્ડ સેડ.’, પછી મીરાનો મેસેજ આવ્યો.

‘હેય ડોન્ટ ફીલ ગીલ્ટી, ઇટ્સ ઓકે.’

‘નહિ જો મેરી ગલતી હૈ, વો મેરી ગલતી હૈ હી. મેં ઐસા નહિ પૂછ સકતી આપકો.’, મીરાએ મેસેજ કર્યો.

‘ડોન્ટ વરી યાર, ગીવ મી બીગ સ્માઇલ. મુજે નીકલના હૈ.’, વિશાલે તૈયાર થતા થતા મેસેજ કર્યો.

‘ઐસે કૈસે સ્માઇલ આયેગી યાર.’, મીરાનો સેડ સ્માઇલી વાળો મેસેજ આવ્યો.

‘પાંચ મિનિટમેં બહાર આના. મેં નીકલ રહા હું મેં તુમ્હારે ચહેરે પે સ્માઇલ લા દુંગા.’, વિશાલે મેસેજ કર્યો.

‘મેરા દરવાજા ખુલા હૈ, મેં વહી બેડ પર હુ’, મીરાનો મેસેજ આવ્યો. વિશાલ તો આ મેસેજ વાંચીને ઘણો આગળ વધી ગયો હતો.

‘બસ થોડી દેર બેબી, આઇ ફરગોટ સમ વર્ક. થોડી વારમાં મેસેજ કરૂ.’, વિશાલ લેપટમાંથી પેનડ્રાઇવમાં કંઇક કોપી કરવાનુ ભૂલી ગયો હતો. સો એણે લેપટોપ શરૂ કર્યુ અને કોપી કરવાનુ શરૂ કર્યુ.

‘આપ નીકલો તબ મીસકોલ કરના, મેસેજ સુનાઇ નહિ, દેંગા. મેં સો રહી હુ. દરવાજા ખુલા હૈ.’, મીરાનો આ મેસેજ પણ ઘણુ કહેવા માંગતો હતો. અને મીરાને જ ખબર હતી, એ શું કરી રહી છે.

‘ઓકે ડીઅર…’, વિશાલે મેસેજ કર્યો.

‘મેં જા રહા હું, બહાર આઓંગે?’, વિશાલનુ કામ પુરૂ થયુ એટલે એણે તરત જ મીરાને મેસેજ કર્યો.

‘આપ અંદર નહિ આઓંગે? મુજે ઉઠાને?’, મીરાનો મેસેજ આવ્યો.

‘આપકી મમ્મી હૈ ના…????’, વિશાલની ધડકનો તેજ થઇ ગઇ. આટલી સ્પીડમાં કંઇ છોકરી આગળ વધી શકે?

‘વો અંદર સો રહે હૈ, ઔર વૈસે ભી વો આપકો કુછ નહિ કહેતે, માય મોમ ઇઝ વેરી સ્વીટ.’

‘બટ વો સાલા ખુશાલ, દેખેંગે તો સબકો બોલેંગે.’, વિશાલે થોડો ભાવ ખાઇને મેસેજ કર્યો.

‘હો સકે તો આના, નહિ તો ચલેગા.’, મીરાનો મેસેજ આવ્યો.

‘ચલો આતા હુ થોડી દેર મેં.’, મેસેજ કરતી વખતે વિશાલના શરીરમાં એક્સાઇટમેન્ટ ભરી હતી. આવી રીતે વિશાલને પહેલીવાર કોઇએ ઇન્વીટેશન આપ્યુ હતુ.

વિશાલની બહેન બીજી રૂમમાં ઉંઘી રહી હતી. એનો ભાણીયો જાગી રહ્યો હતો. બટ વિશાલને નહોતી ખબર કે મીરાને મળવાનો આવો મોકો બીજી વાર મળશે કે નહિ મળે. વિશાલે ક્યારનુંય નક્કિ કરી લીધુ હતુ કે એ મીરાના ઘરમાં જશે. એ તૈયાર થઇ ગયો. વાળ ઓળ્યા. બોડી સ્પ્રે છાંટ્યો અને પોતાના ઘરના બારણામાંથી બહાર નીકળીને મીરાના ઘરમાં એન્ટર થયો. મીરા બેડ પર માંથુ નમાવીને બેસી હતી. એની આંખોમાં ઉદાસી હતી.

***

શું મીરા વિશાલને રીજવી શકશે? શું મીત મીરાને મેળવી શકશે? શું વિશાલ મીરાના પ્રેમમાં પડશે? શું હશે આ લવ ટ્રાયેંગલનું ભવિષ્ય? જાણવા માટે વાંચવાનું ભૂલતા નહિં ‘નેકલેસ પ્રકરણ - ૫’ આવતા શુક્રવારે.


લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. શોર્ટ સ્ટોરીઝ અને નાટકો, ફિલ્મ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રેટીંગ, રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook :

Google Plus :

Twitter :