Necklace - Chapter 6 Hiren Kavad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Necklace - Chapter 6

નેકલેસ

~ હિરેન કવાડ ~


અર્પણ

૨૦૧૫ ના વર્ષે મને ઘણુ આપ્યુ છે. કેટલીક સુંદર પળો, કેટલીક રેસ્ટલેસ મોમેન્ટ્સ, ડીઅર ફેન્સ, સ્ટનીંગ ફ્રેન્ડ્સ. આ વર્ષમાં એવું એવું થયુ છે જે મારા માટે કમ્પ્લીટલી અનપ્રીડીક્ટેબલ હતો. આ વર્ષે મને હસાવ્યો પણ છે એટલો અને રડાવ્યો છે પણ એટલો. ઘણા વર્ષો પછી બેચેની અને અકળામણોની એવી એવી પળો આપી, જેમાં હું એટલો કન્ફ્યુઝ્ડ હતો કે કંઇ કરવાનું સૂજતુ નહોતુ. આજ વર્ષે મને ધ લાસ્ટ યર જેવી અદભૂત નવલકથા આપી. આ સ્ટોરીનો અમુક ભાગ આ વર્ષની જ પ્રેરણા છે. એટલે જ આ સ્ટોરી હું એક તો મારા લવીંગ રીડર્સને ડેડીકેટ કરૂ છું, જેના ઓવરવ્હેલ્મીંગ લવ વિના હું આજે જ્યાં છુ ત્યાં ન હોત અને બીજુ આ સ્ટોરી મારી લાઇફના એક બીઝાર વર્ષ ૨૦૧૫ને ડેડીકેટ કરૂ છુ.


પ્રસ્તાવના

નેકલેસ, હું એના માટે સરપ્રાઇઝ ગીફ્ટ લઇને ગયો હતો. મારા મગજમાં એના માટેના નેકલેસની એક પર્ટીક્યુલર ઇમેજ હતી. એક અઠવાડીયા સુધી અમદાવાદમાં જ્યાં ત્યાં ફર્યો પણ જેવુ જોઇતુ હતુ એવુ નેકલેસ ન મળ્યુ. આખરે એક ફ્રેન્ડે એની ગર્લ ફ્રેન્ડ માટે એમેઝોન.કોમ પરથી મંગાવેલુ નેકલેસ મારી નજરે પડ્યુ. ‘આ જ’ મારે જે નેકલેસ જોઇતુ હતુ એ નેકલેસ મને મળી ગયુ હતુ.

પરંતુ એની પ્રાયોરીટી બદલાઇ ગઇ હતી. હું એને બર્થ ડેની આગલી રાતના ૧૨ વાગે એના બેડ નીચે એ નેકલેસ છુપાવવા માંગતો હતો. બટ એનું ધ્યાન તો કેક કાપવામાં પણ નહોતુ. એ કોઇની સાથે ફોન પર વાતોમાં ડૂબેલી હતી. ઇગ્નોરન્સ મને બાળી રહ્યુ હતુ. મેં એ રાતે નેકલેસ આપવાનું ટાળ્યુ. બર્થ ડે ના દિવસે એના પ્લાન્સમાં મારી પ્રાયોરીટી ક્યાંય નહોતી. આખો દિવસ અમે વિતાવેલી સુંદર પળોને યાદ કરતો રહ્યો. મેં નક્કિ કરી લીધુ હતુ મારે શું કરવાનું હતુ. રાતે જ્યારે એ ઘરે આવી ત્યારે ફેમીલી સાથે ફરી કેક કાપી. પોણા બાર વાગ્યા સુધી હું એના ઘરમાં જ હતો. મારે એને સૌથી પહેલા પણ વિશ કરવુ હતુ અને સૌથી છેલ્લે પણ. હું એને સતત જોતો રહ્યો અને એ મોબાઇલમાં ડૂબેલી હતી. મને ખબર હતી એ કોણ હતુ. હું પ્રેમની આગમાં બળી રહ્યો હતો. અત્યાર સુધી મેં એને કંઇક જ ગીફ્ટ નહોતુ આપ્યુ. એને એમ જ હતુ કે હવે તો બર્થ ડે પૂરો થઇ ગયો. બારમાં ૫ મિનિટની વાર હતી. એનો બર્થ ડે પૂરો થવાનો હતો. હું એક બહાનુ કાઢીને એના બેડરૂમમાં ગયો. જડપથી એની રજાઇ નીચે મારૂ ગીફ્ટ પેક જેમાં નેકલેસ હતુ એક મુક્યુ અને એક કાર્ડ નોટ મુકી. તરત જ હું મેઇન હોલમાં આવી ગયો. એ હજુ મોબાઇલમાં જ ડૂબેલી હતી. મેં એને ત્રીજીવાર વિશ કર્યુ. પરંતુ એનુ ધ્યાન હજુ કોઇ બીજી વ્યક્તિમાં હતુ. મેં જતા જતા ગુડનાઇટ કહ્યુ. એણે સામુ સુદ્ધા ન જોયુ. હું આ બધુ જ સહન કરવા માટે તૈયાર હતો. ફાયનલી મેં નક્કિ કરી લીધુ હતુ. એ એનાથી ક્યાંય દૂર ચાલ્યો જઇશ. હવે હું એની લાઇફમાં ફરી જવા નહોતો માંગતો. મને ખબર હતી જેવી એ ગીફ્ટ જોશે અને ચીઠ્ઠી વાંચશે એટલે એ તરત જ મને કોલ કરશે કે મેસેજ કરશે. હું જેવો ઘરની બહાર નીકળ્યો એવો તરત મોબાઇલ સ્વીચ ઓફ કર્યો અને હું નીકળી ગયો મારી યાત્રાએ. એ દિવસે મારામાં આગ લાગેલી હતી. હું ઉંઘી ન શક્યો. પરંતુ પ્રેમની આગ એક તરફ નથી લાગતી. પ્રેમ બે ધારી તલવાર છે.

તો પ્રસ્તુત છે સત્યઘટનાઓ પર આધારીત એક કહાની “નેકલેસ”.


પ્રકરણ – ૬

***

આગળ આપડે જોયુ.

મીરા અને મીત બન્નેની અતુટ ફ્રેન્ડશીપમાં વિશાલના લીધે તીરાડ પડે છે. મીરા કારમાં કોઇ જગ્યાએ જતા જતા એના ભૂતકાળને યાદ કરે છે. એને યાદ આવે છે કે કઇ રીતે મીતે એને નળસરોવર લઇ જઇને સરપ્રાઇઝ આપી હતી. એને પોળોની ટ્રીપ યાદ આવે છે. પરંતુ હવે બન્ને વચ્ચેની ફ્રેન્ડશીપમાં તીરાડ પડી છે. મીરાની લાઇફમાં કોઇ આવ્યુ છે. વિશાલ આખા દિવસના કામ પછી મીરાને મળવા જાય છે. મીરા એના બેડ પર માથુ જુકાવીને ઉદાસ થઇને બેઠેલી હોય છે હવે આગળ.

***

કાર ધીમી સ્પીડે જઇ રહી હતી. સુર્યએ વિદાઇ લઇને રાતને અંધારૂ વેરવાની પરમીશન આપી દીધી હતી. મીરા કારના કાચની બહાર રોડની પીળી લાઇટોના પ્રકાશને જોઇ રહી હતી. જેમ કાર આગળ જઇ રહી હતી એમ દૂનિયા પાછળ જઇ રહી હતી. પરંતુ એનો સમય કેમ થંભી ગયો હતો? એની સામે આજે કેમ બધુ ફ્લેશબેક આવી રહ્યુ હતુ? એનુ માથુ ધીરે ધીરે દુખવાનું શરૂ કર્યુ હતુ. એણે પોતાના પર્સમાંથી સીગરેટ કાઢી.

‘ચાચા, એ.સી બંધ કરોને.’, એણે પોતાની બારીનો કાચ નીચો કર્યો અને સીગરેટ સળગાવી. એણે એક ઉંડો કશ માર્યો, હવાના દબાણના લીધે કારમાં ધુમાડો ઘુમરાવા લાગ્યો. એને થોડી રાહત થઇ. ફરી એક ઉંડો કશ અને ફરી ધુમાડો જ ધુમાડો.

***

‘હેય શું થયુ?’, વિશાલે મીરાનો ચહેરો ઉંચો કરીને પૂછ્યુ.

‘આઇ એમ સોરી. મારે તમને પર્સનલ વાતો નહોતી પૂછવી જોઇતી.’, મીરાએ થોડી ઉદાસી બતાવતા કહ્યુ.

‘ઇટ્સ ઓકે. આઇ ડોન્ટ માઇન્ડ.’

‘આઇમ ફીલીંગ ગીલ્ટી.’, મીરા થોડી વધારે જ ઉદાસ થઇ રહી હતી. વિશાલને એમ લાગી રહ્યુ હતુ કે આ સીમ્પથી મેળવવા માટે કરી રહી હતી.

‘ગીવ મી હગ. આઇ એમ હીઅર ફોર યુ.’, વિશાળે પોતાના હાથ ફેલાવ્યા. મીરા બેડ પરથી નીચે ઉતરી.

‘આઇ એમ સોરી.’, મીરા ફરી બોલી. વિશાલે મીરાને એની બાહોંમાં જકડી. પરંતુ વિશાલ ખુબ ક્લિઅર હતો. એના મનમાં કોઇ જ ઇમોશનલ અટેચમેન્ટ નહોતુ. એને એમ જ હતુ કે મીરા એક બ્રોડ માઇન્ડેડ છોકરી છે અને શી વોન્ટ્સ અ ફન. આ બધુ જ ખુબ ફાસ્ટ થઇ રહ્યુ હતુ. વિશાલ માટે પણ આટલુ ફાસ્ટ પહેલીવાર હતુ. વિશાલે હગ કરતી વખતે જ મીરાની ગરદન પર એક કિસ કરી. મીરાએ કોઇ રીસ્પોન્સ ન આપ્યો. વિશાલ પોતાના હોઠ મીરાના હોઠ પાસે લઇ ગયો. પરંતુ મીરાએ પોતાનો ચહેરો ખસેડી લીધો.

‘યુ આર નોટ બીઇંગ સપોર્ટીવ.’, વિશાલે કહ્યુ. મીરા વિશાલની આટલી સ્પીડથી આશ્ચર્ય ચકિત હતી. અત્યાર સુધી કોઇ છોકરો ત્રણ દિવસમાં મીરાની હગ સુધી નહોતો પહોંચ્યો, હોઠ તો બહુ દૂરની વાત છે. વિશાલ ફરી એના હોઠ મીરાના હોઠ પર લઇ ગયો.

‘અત્યારે નહિં.’, મીરા એનો ચહેરો ખસેડતા બોલી.

‘ઓકે. નો પ્રોબ્લેમ.’, વિશાલે ફરી હગ કરી.

‘હું તો અહિં પાંચ દિવસ જ છું. પછી હું કદાચ તારી સાથે વાત પણ નહિં કરી શકુ. હું બીઝી હોઇશ. ત્યારે?’, વિશાલ બોલ્યો.

‘એવુ કેમ બોલો છો તમે?’, મીરાએ થોડુ ઉદાસ થઇને કહ્યુ.

‘ધીઝ ઇઝ ફેક્ટ યાર. હું વધારે ટાઇમ નહિં આપી શકુ.’, વિશાલે કહ્યુ. મીરાના મનમાં એક જ વિચાર હતો એવુ તે શું છે આ છોકરામાં કે મારી જેવી છોકરીને આ ઇગ્નોર કરે છે.

‘એવુ ના બોલો પ્લીઝ.’, મીરાએ કહ્યુ.

‘ઓકે. ચાલ મારે જવુ પડશે. મારે એક મીટીંગ છે.’

‘ક્યારે આવશો તમે?’, મીરાએ પૂછ્યુ.

‘૮ વાગે.’

‘તમે નીચે આવો ત્યારે કોલ કરજો. હું નીચે આવીશ.’, મીરાએ કહ્યુ.

‘ઓકે સ્યોર.’

‘તમે કેવી રીતે જઇ રહ્યા છો?’

‘વિશાખાનું એક્ટિવા. મારી બાઇક સર્વિસમાં છે.’, વિશાલે જવાબ આપ્યો.

‘જલદી આવજો.’, ફાયનલી મીરા પ્રેમમાં પડી ચુકી હતી.

‘બાય.’, વિશાલે એની મોહક સ્માઇલ સાથે કહ્યુ.

‘બાય.’, મીરાએ પણ સ્માઇલ સાથે કહ્યુ. વિશાલે લીફ્ટનો દરવાજો ખોલ્યો અને ગ્રાઉન્ડફ્લોરનું બટન દબાવ્યુ.

***

એ રાત વિશાલ અને મીરા બન્ને માટે ઉત્તેજક હતી. વિશાલ નીચે આવ્યો એટલે એણે મીરાને કોલ કર્યો. એ નીચે આવી. વિશાલે મીરાને પોતાનું સ્કુટર ચલાવવા આપ્યુ. વિશાલ પાછળ બેસ્યો.

‘મીરા હું તને કંઇક કહેવા માંગુ છું.’

‘બોલો’, એણે એના મીઠા કાલા અવાજમાં કહ્યુ,

‘યુ આર સોફ્ટ એન્ડ બ્યુટીફુલ.’, વિશાલના હાથ મીરાના ખુલ્લા ખભા પર હતા.

‘આઇ નો. થેંક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ’, મીરાએ થોડી સ્માઇલ સાથે કહ્યુ. વિશાલે મીરાના ખભા પર હળવેથી એક ચુમ્મી ભરી. મીરાના બદનમાં ધ્રુજારી પસાર થઇ ગઇ. એના રૂવાંટા ઉભા થઇ ગયા.

‘તમને નથી લાગતુ આ આ બધુ બહુ જલદી થઇ રહ્યુ છે?’, મીરાએ ધીમી સ્પીડે સ્કુટર ચલાવતા કહ્યુ.

‘આઇ કાન્ટ અન્ડર સ્ટેન્ડ.’, વિશાલે પોતાના હાથ મીરાની કમર પર વિટાળતા કહ્યુ.

‘તમારા માટે તો આ બધુ નોર્મલ હશે ને?’, મીરાએ ખુબ જ મૃદુતાથી પૂછ્યુ.

‘મારી સાથે આ બધુ પહેલીવાર થઇ રહ્યુ છે.’, વિશાલે પાછળથી મીરાની ગરદન પર હોઠનો સ્પર્શ કરાવ્યો.

‘પ્લીઝ… ગલી પચી થાય છે. ચલાવવામાં ફોકસ નહિં રહે.’, મીરાએ હસતા હસતા કહ્યુ. પરંતુ ફોકસ તો વિશાલ ગુમાવી રહ્યો હતો.

‘રિંગ રોડ તરફ લઇ લે.’, વિશાલે કહ્યુ. મીરાએ કોઇ જ સવાલ ન કર્યો. ત્યાંજ મીરાના મોબાઇલમાં કોઇનો કોલ આવ્યો.

‘હું તને પછી કોલ કરૂ, મુક અત્યારે.’, એણે ખુબ રૂડલી વાત કરીને ફોન કટ કરી નાખ્યો. ફોન પર વાત કરતા કરતા સ્કુટર પરનુ બેલેન્સ ન રહ્યુ એટલે વિશાલે સંભાળ્યુ.

‘બોય ફ્રેન્ડ?’, વિશાલે પૂછ્યુ.

‘ના ફ્રેન્ડ હતો.’, મીરાએ ફરી સ્કુટર સંભાળતા કહ્યુ. ફરી સ્કુટર ચાલતુ થયુ.

‘મીરા જો હું બહુ ક્રિસ્ટલ ક્લિઅર છું. હું કોઇ ઇમોશનલ રીલેશનમાં પડવા નથી માંગતો.’, મીરાને થોડો જટકો લાગ્યો.

‘તમે એવુ કેમ બોલો છો? પ્લીઝ.’, મીરા બોલી. માણસનું મગજ ખુબ ચાલાક છે. વિશાલ તો એમ જ વિચારી રહ્યો હતો કે મીરા આવુ બધી વાતો કરીને રોમેન્ટીક મુડ નથી બગાડવા માંગતી. પરંતુ વિશાલ પણ બધુ ક્લિઅર કરીને જ આગળ વધવા માંગતો હતો.

‘જો મીરા હું નથી ચાહતો કે પછી આપણને બન્નેને હર્ટ થાય. ઇટ્સ જસ્ટ અ ફીઝીકલ અટ્રેક્શન એન્ડ ઇટ્સ ફાઇન. યુ આર સેક્સી હોટ. એન્ડ ધીઝ પરફ્યુમ ઇઝ મેકીંગ મી મેડ.’, વિશાલ બોલ્યો. મીરા માત્ર થોડુક સ્મિત કરતી રહી.

‘બટ તમે એવુ બધુ ના વિચારો.’, મીરા કદાચ “ગો વીધ દ ફ્લો” એવુ કહેવા માંગતી હતી. અથવા તો વિશાલ એવુ સમજી રહ્યો હતો.

‘બટ આઇ ડોન્ટ વોન્ટ ઇમોશનલ બુલ શીટ. મને ખબર છે કેવુ હર્ટ થાય છે પછી. એટલે તુ પણ આ બધુ ના વિચાર. લેટ્સ હેવ બ્યુટીફુલ મોમેન્ટ્સ ટુગેધર.’, વિશાલ બોલ્યો અને એણે ખુબ જ કોમળતાથી મીરાની સુગંધીત ગરદન પર કિસ કરી. સ્કુટર સુમસામ રીંગરોડ પર આવીને ઉભુ રહી ગયુ. સામે ખુલ્લા ખેતરો હતા અને આ તરફ સુમસામ રોડ. એકાંત જે કોઇ પણ પ્રેમી ચાહતા હોય છે.

‘આ સુંગધ મને મારી નાખશે.’, વિશાલ મીરાના કાન પર બટકુ ભર્યુ અને ફરી ગરદન પર કિસ કરી. બન્ને બાઇકના ટેકે ઉભા રહ્યા.

‘વ્યાય આર યુ સો સોફ્ટ?’, વિશાલે ફરી ગરદન પાસે હળવી ચુમ્મી કરતા કહ્યુ.

‘હું આવી જ છું.’, મીરાએ હસતા હસતા કહ્યુ. વિશાલ એના હોઠ મીરાના હોઠ પાસે લઇ ગયો. પરંતુ મીરાએ એનો ચહેરો ખસેડી લીધો.

‘વ્હાય?’, વિશાલે મીરાની આંખમાં જોયુ.

‘મારી આંખોમાં ના જોવો. તમને લવ થઇ જશે.’, વિશાલે થોભતા કહ્યુ.

‘શું પ્રોબ્લેમ છે? વ્હાય આર યુ નોટ સપોર્ટીંગ?’, વિશાલે એનો સવાલ શરૂ રાખ્યો.

‘આ એ પ્લેસ કે ટાઇમ નથી.’, એણે ખુબ જ સોફ્ટલી કહ્યુ.

‘આઇ નેવર કિસ્ડ એનીવન.’, વિશાલે મીરાની આંખોમાં જોઇને કહ્યુ.

‘ખોટુ શામાટે બોલો છો.’, મીરાએ હસીને કહ્યુ.

‘માનવુ ન માનવુ તારી ઇચ્છા. બટ આજ ટ્રુથ છે.’, વિશાલે ખુબ સીરીયસ થઇને કહ્યુ. બન્નેએ એકબીજાની આંખોમાં જોયુ. વિશાલે મીરાને પોતાની પકડમાં લઇ લીધી. એણે એના હાથ મીરાના બેક પર ભીંસી દીધા. વિશાલ ખુબ સોફ્ટ્લી મીરાની ગરદન પર ચુમવા લાગ્યો. મીરા એ પળોને માણતી રહી.

‘આઇ વોન્ટ ટુ લુક એટ યોર બેલે બટન.’, વિશાલે થોડુ હસીને કહ્યુ.

‘વોટ?’

‘મને ખબર છે ત્યાં તલ છે. આઇ વોન્ટ અ કિસ ધેર.’, મીરા આ સાંભળીને હસી રહી હતી. એને ખબર હતી આગળ શું થવાનુ હતુ. તમે નશો કરવાનું શરૂ કરો એટલે ધીરે ધીરે એનું એડીક્શન થઇ જતુ હોય છે. સ્ત્રીથી વધારે મોટો નશો આ દૂનિયામાં કોઇ જ નથી. ફરી વિશાલે મીરાની ગરદન પર ગરમ ચુંબન કર્યુ. સમય જડપી બની ગયો હતો, શ્વાસો જડપી બની ગયા હતા અને દિલની ધડકન પણ. બન્ને એવી પળોમાં ડૂબી ગયા હતા જ્યાં સુખ સિવાય કંઇજ નથી હોતુ. ગોરા પેટ વચ્ચે એક સુંદર નાભી. જેમ સુર્યની આસપાસ પૃથ્વીની સ્થિતી હોય એમ નાભીની ભરતે એક મોટો કાળો તલ હતો. વિશાલ બે ઘડી એને જોઇ રહ્યો. એના હાથ ધ્રુજી રહ્યા હતા. એની ધડકનો તેજ હતી. એ પોતાના કાબુમાં નહોતો.

એ એના ભીના હોઠ એ તલ પર લઇ ગયો. એ ચુંબન હિંસક હતુ. વિશાલે પહેલીવાર કોઇની નાભીને ચાખી હતી, એથી વધારે નાભીના કિનારે રહેલ કાળા તલને. મીરાના મોંમાંથી સીસકારા સિવાય કંઇજ ન નીકળી શક્યુ. વિશાલ એ તલને પી ને ધરાયો નહોતો. પરંતુ મીરાએ વિશાલનો હાથ પકડ્યો, વિશાલ માદકતામાંથી બહાર આવ્યો.

‘આઇ ડોન્ટ વોન્ટ લીપ કિસ. એ તલ જ મારા માટે બધુ છે.’, વિશાલ ડ્રામેટીકલી બોલ્યો. મીરા હસી જાણે બધુ જ એના હાથમાં હોય.

‘જવુ પડશે. ઘરે મમ્મી રાહ જોતી હશે.’,

‘બસ થોડીવાર.’

‘ના જવુ જોઇએ. તમે હું જાવ એના પછી થોડીવારે આવજો.’

‘ઓકે, ચાલ તને ડ્રોપ કરી દવ.’, બન્ને ફ્લેટ પર પહોંચ્યા.

‘હું ઉપર સુધી છોડવા આવુ.’, ખરેખર વિશાલને મીરાનું એડીક્શન થઇ ગયુ હતુ.

‘ના, કોઇ જોઇ જશે.’

‘હું લીફ્ટમાંથી બહાર જ નહિં આવુ.’, વિશાલે કહ્યુ. બન્ને લીફ્ટમાં ગયા. મીરાએ ફોર્થ ફ્લોરનું બટન દબાવ્યુ. બન્ને એકબીજાની આંખમાં જોતા રહ્યા. આજે બન્નેના જીવનમાં ઘણુ બધુ થયુ હતુ.

‘મીરા તે મને ઘણુ આપ્યુ છે, તુ કંઇ નહિં લે?’, વિશાલે ખુબ પ્રેમથી પૂછ્યુ. મીરાએ વિશાલનો હાથ પકડ્યો. એક ક્ષણમાં જ એણે વિશાલના હોઠ પર નાની પપ્પી આપી દીધી. વિશાલના હર્ષનો પાર ન રહ્યો. ચોથો માળ આવી ગયો. મીરા વિશાલ સામે હસીને બહાર નીકળી ગઇ.

***

હોઠ પર પ્રેમ ભરી જેણે સરપ્રાઇઝ પપ્પી મેળવી હોય એમને ખબર હશે એ કેટલી મીઠી હોય છે. પોતાના બધા જ અણગમતા કામ છોડીને એ પોતાને ગમતુ કામ કરવા નીકળ્યો હતો. એનો નિર્ણય ઠોસ હતો. પૂરેપૂરૂ ફોકસ કરવુ. નો વુમન નો ક્રાય. નો ઇમોશનલ અટેચમેન્ટ વિથ એનીવન. કમ્પ્લીટ ફોકસ ઓન વર્ક. બટ એડીક્શન છોડવુ ઘણુ અઘરૂ હોય છે, અને ખાસ કરીને ત્યારે જ્યારે તમે એ એડીક્શન વિશે વધારે જાણતા જ ન હોવ.

મીરા અને વિશાલ એકબીજામાં ડૂબવા લાગ્યા હતા. આ પ્રેમની ગતી અદભૂત હોય છે, ત્રણ દિવસ વીતી ગયા. વિશાલનો જવાનો ટાઇમ પણ આવી ગયો. વિશાલે ધાર્યુ હતુ કે એ થોડા દિવસનો રીલેશન રાખીને બધુ ભૂલી જશે, પણ ભૂલી જશે એ વિચાર જ એની ભૂલ હતી. આજ સુધી ક્યો પૂરૂષ એને મળેલી પહેલી ગરમ બાહોંને ભૂલી શક્યો છે અને નાભીની સફર હજુ અધૂરી હતી.

***

વિશાલના હાથમાં એની જુની ચામડાના બાઇન્ડીંગ વાળી ડાયરી હતી અને એના હાથમાં પેન. એ એની સુંદર પળો એમાં ઉતારી રહ્યો હતો.

‘આજે તારી સાથે ખુબ જ મજા આવી.’

‘મને પણ બેબી.’, એણે જવાબ આપ્યો.

પછી અમારૂ ચેટ ઘણુ લાંબુ ચાલ્ય્યુ. ફરી એણે મને પૂછ્યુ હતુ કે ‘ડુ યુ લવ મી?’ ફરી મારો એ જ જવાબ હતો. અમારા વચ્ચે થોડુ સેડ વાતાવરણ હતુ. એણે મને ‘આઇ લવ યુ ’ કહ્યુ હતુ. અને મેં પણ મારી ઇચ્છા વિરૂધ્ધ એને કહ્યુ હતુ, જે એને ખબર જ હતી. આઇ વોઝ ઇન કન્ફ્યુઝન મેં આ જસ્ટ ફીઝીકલ રીલેશન માટે જ શરૂ કર્યુ હતુ, હું મેરેજ તો કરવાનો નથી. પહેલા હું બહુ ડીટરમાઇન્ડ હતો કે આ જસ્ટ ફીઝીકલ અટ્રેક્શન જ છે તો હવે વ્હાય ધીઝ ફીલીંગ્સ. અમારા બન્ને વચ્ચે ઘણુ લાંબુ ચેટ ચાલ્યુ. જેમાં મોસ્ટ ઓફ મેરેજની વાતો જ હતી. મેં એને ખુબ જ સોરી કહ્યુ હતુ. મારી આંખો પણ ભીની થઇ હતી. છેવટે દર વખતની જેમ મેં એને મનાવી લીધી. એણે મને બહુ બધી કિસી મોકલી અને મેં એને.

છેલ્લો દિવસ આવી ચુક્યો હતો. આજે મારે અહિંથી વિદાય લેવાની હતી. હું ખુશીથી જવા માંગતો હતો. હું એને પેપરના બહાને સવારમાં ઉઠાડવા ગયો. વિશાખા શાકભાજી લેવા ગઇ હતી એટલે એ રૂમમાં આવી હતી. રોજની જેમ જ મેં એને ખુબ જ કિસ કરી. બટ આજે એ થોડીક ઉદાસ હતી. હું જવાનો હતો એ એને નહોતુ ગમતુ. ચાર દિવસમાં અમારા વચ્ચે કેવો રીલેશન બની ચુક્યો હતો. બપોર સુધીમાં એને કિસ કરવાના મેં એકેય મોકા નહોતા છોડ્યા. એણે આજે લાઇટ બ્લુ જીન્સ અને શર્ટ પહેર્યો હતો. મારો પ્લાન એવો હતો કે એ મને મુકવા માટે આવે. બપોરે એ છાશ લેવાના બહાને નીચે જવાની હતી અને એ જ ટાઇમે મારે એના મમ્મી સામે કહેવાનુ હતુ કે ‘તુ નીચે જતી હોય તો મને થોડે સુધી મુકી જાને. મારે લેઇટ થઇ ગયુ છે.’ એના મમ્મીને જમવાનુ બાકી હતી. એ એના ભાભીને મળવા ડી માર્ટ પણ જવાની હતી. હું મારા ઘરની બહાર નીકળ્યો. મારે એના મમ્મી સામે જે બોલવાનુ હતુ એ કહ્યુ,

અમે બન્ને લીફ્ટમાં એન્ટર થયા.

જેવી લીફ્ટ શરૂ થઇ એવી એણે મને હગ કરી. મેં પણ એને કસીને હગ કરી લીધી. મેં એની આંખોમાં જોયુ. એના હોઠ સામે જોયુ. એણે એના હોઠ મને આપી દીધા. આ વખતે કોઇ રેઝીસ્ટન્સ નહોતુ. એ સેન્ટરફ્રેશ ખાઇને આવી હતી એટલે મીન્ટનો ટેસ્ટ હું લઇ રહ્યો હતો. હું એના હોઠોને મુકવા નહોતો માંગતો અને એ મારા હોઠો ને, ત્યાંજ બેઝમેન્ટ આવી ગયો.

ધેટવોઝ માય લાઇફ’ઝ પરફેક્ટ ફર્સ્ટ કિસ. મને નથી લાગતુ કે હવે આવો અનુભવ મને ક્યારેય મળશે. એ મારી આંખોમાં જોઇ રહી.

‘ધીઝ વોઝ ટાઇમ એન્ડ પ્લેસ.’, એણે મારી આંખોમાં જોઇને કહ્યુ. એની આંખો સહેંજ ભીની હતી. એને મારાથી અલગ નહોતુ પડવુ હું એને જોઇ શકતો હતો.

મેં એને કહ્યુ, ‘ઇટ વોઝ પરફેક્ટ.’ થેંક્યુ એ ખુબ ઘીનોનો વર્ડ હતો, બટ મારાથી બોલાઇ ગયો. એ મારા પર ગુસ્સે થઇ અને થવી જોઇતી હતી. એણે મને પરફેક્ટ મોમેન્ટ આપી હતી.

એણે ખુબ જ સીરીયસ થઇને મારી આંખોમાં આંખો નાખીને મને ‘આઇ લવ યુ’ કહ્યુ. અને હું કંઇજ ન બોલ્યો. કદાચ કંઇ બોલી ના શક્યો, કદાચ મારે કંઇ બોલવુ નહોતુ.

એણે મને કહ્યુ, ‘તમે તો નહિ જ બોલો નહિ?’

‘મેં તને કહ્યુ હતુ, પહેલા જ. આપડે બન્ને એકબીજાને હર્ટ નથી કરવા માંગતા અને રાત વાળી વાત ફરી નહિં કરે એવુ તે પ્રોમીસ કર્યુ હતુ.’

એણે એ વાત ના કરી. હું મારી બાઇક પર બેઠો એ પહેલા મેં એના ગાલ પર એક નાની ચુમ્મી આપી.

‘ધ્યાન રાખીને જજે.’ એણે સાંભળ્યુ અને પછી એણે એનુ સ્કુટર ચલાવી મુક્યુ.

મીરાના મેસેજ અને કોલ ચાલુ જ હતા. આખો દિવસ મેં એની સાથે વાતો કરી જ હતી. મેં એની સાથે બધુ જ ક્લીઅર કર્યુ હતુ કે હું એને ટાઇમ નહિ આપી શકુ. મારી પ્રાયોરીટી વર્ક છે અને પછી તુ. બધાથી પહેલા મારૂ વર્ક છે. છતા એને કોઇ જ ઓબ્જેક્શન નહોતો. શી વોઝ સો કેરીંગ. એને મારી ખુબ ચિંતા થઇ રહી હતી.

આખરે મેં એને કોલ કરી લીધો. એણે મને ખુબ જ પ્રેમથી કહ્યુ, તમે તમારા વર્ક પર ફોકસ કરો. હું તમને ફોર્સ નથી કરતી. તમને ટાઇમ મળે ત્યારે જ કોલ કરજો. હું તમારી પાસેથી કંઇજ નથી ચાહતી. ઇવન હું એવુ પણ નથી ઇચ્છતી કે તમે મને ‘આઇ લવ યુ કહો.’ મેં મેરેજનો વિચારતો મારા પહેલા બ્રેક અપ વખતે જ માંડી વાળ્યો છે. મેરેજ બાબતે અમારા બન્ને વચ્ચે થોડુ ટેન્સ આવી જ જતુ. બટ પછી મેં એને મારે શું કરવુ છે, મેં જોબ શામાટે છોડી છે એ બધુ સમજાવ્યુ. મેં એને કહ્યુ કે ‘હું મેરેજ માટે નથી બન્યો. મારે રખડવુ છે. હું એકલા રહેવા વાળો માણસ છુ. એટલે મને મેરેજ નહિ ફાવે. નો ડાઉટ હું તને લવ કરતો હોઇશ. બટ હુ તને નહિ કહુ, કારણ કે મારે કોઇ રિલેશન નથી જોઇતો જે મને બાંધીદેય.’, એણે મને પ્રેમથી સમજાવ્યુ કે , ‘હું બસ તમારો લાઇફટાઇમ સાથ આપવા માંગુ છુ, હું બસ તમને તમારા કામમાં મદદ કરવા માંગુ છુ.’ એ ખરેખર હવે મને સપોર્ટીવ લાગી રહી છે. કદાચ હવે મને એના તરફ થોડી ફીલીંગ્સ પણ છે.

દિવસો વીતતા જાય છે, અમને બન્નેને એકબીજાનું એડીક્શન થઇ ગયુ છે. અમે બન્ને એકબીજાને મળવા માંગીએ છીએ. મેં એને કહ્યુ કે થોડો ટાઇમ કાઢ. આખરે દિવસ ફાઇનલ થયો છે.

વહેલી સવારના ચાર વાગ્યા છે અને હું તને બધુ કહી રહ્યો છું આવતી કાલે એટલે કે આજે હવે જાગીને મારે મીરાને મળવા જવાનુ છે. અમે નક્કિ કર્યુ હતુ કે અમે શનિવારે મળીશુ. એટલે હું એને સવારે દસ વાગે મળવા જવાનો છુ. અમારો આખો દિવસ રખડવાનો પ્લાન છે. કાલે એના એક ફ્રેન્ડની સગાઇ છે તો ત્યાં એને લઇને હું જવાનો છુ. બટ એની સાથે નહિં જાવ. હું વધારે અટેચ થવા નથી માંગતો એ વિચારો હજુ કાયમ છે. કાલે મારે એને ખુબ ખુશીઓ આપવાની છે. અને એમ પણ અત્યાર સુધીનો મારો રેકોર્ડ છે. જે દિવસે મારી સવાર રાતે પડે છે. એ દિવસ મારી લાઇફના મેમોરેબલ ડેઝ જ હોય છે તો આવતી કાલ પણ હશે ! બટ મે બી કદાચ, વી મેક લવ ટુમોરો ! કદાચ એને હું કાલે આઇ લવ યુ કહુ. હા મને પ્રેમ થઇ ગયો છે.

***

ડાયરી લખીને વિશાલ એ દિવસે ખુલા આકાશ નીચે ઉંઘવાનો હતો. મોડી રાત સુધી અનંત સુધી ફેલાયેલા જગમગારા મારતા આકાશ તરફ જોતો રહ્યો. એના મનમાં એક પ્રશ્ન હતો. શું આ જ એ સ્ત્રી છે જે મારા માટે બની છે?

***

મીરા પંજાબી વ્હાઇટ ડ્રેસમાં હતી. એણે વિશાલની સામે પોતાનું સ્કુટર ઉભુ રાખી દીધુ. વિશાલ આજે એની બાઇક લીધા વિના જ આવ્યો હતો. એમ પણ વિશાલને બાઇક ચલાવવા કરતા કોઇની પાછળ બેસવાનું વધારે સારૂ લાગતુ હતુ. વિશાલ તરત જ મીરાની એક્ટિવા પાછળ બેસી ગયો. બન્ને પહેલા વિશાલની રૂમ પર જવાના હતા અને પછી મીરાના ફ્રેન્ડની એન્ગેજમેન્ટમાં.

‘આજ તો કોઇ દરવાજા ખુલા નહિં રખા આપને?’, વિશાલે પૂછ્યુ.

‘મારા બધા ડ્રેસ આવા જ છે.’, મીરાએ સ્માઇલ સાથે જવાબ આપ્યો. મીરાએ ચુસ્ત ડ્રેસની સાથે ગરદન પર પણ દુપ્પટો વીંટી લીધો હતો. મીરાએ એવો ડ્રેસ પહેર્યો હતો કે શરીરનો કોઇ ભાગ ખુલ્લો ના રહે.

‘ઓહ્હ એમ?’

‘પણ જેને ક્યાંક પહોંચવુ હોય એ રસ્તો તો બનાવી જ લે.’, મીરા હસતા હસતા બોલી.

‘ઓહ્હ ડાયલોગ મારતા પણ આવડી ગયુ?’

‘તમારા પાસેથી જ શીખી છું.’, વિશાલે મીરાને પાછળથી કસીને પકડી રાખી હતી. બન્ને અદભૂત રોમાન્સમાં વિશાલની રૂમ પર પહોંચ્યા. વિશાલે લોક ખોલ્યો અને અંદરથી દરવાજો બંધ કર્યો.

વિશાલે મીરાનો હાથ પકડ્યો અને પોતાના તરફ ખેંચી. બન્નેના ચહેરા વચ્ચે ખુબ ઓછુ અંતર હશે.

‘આઇ કાન્ટ ફરગેટ ધેટ કિસ.’, વિશાલના હાથ મીરાના ચહેરા પર આવી ગયા.

‘હું પણ.’, મીરાએ પોતાની આંખો બંધ કરી લીધી. વિશાલે પોતાના હોઠ ધીમેંથી મીરાના હોઠ પર મુક્યા. બન્ને આઉટ ઓફ કંટ્રોલ હતા. મીરાએ પોતાની ગરદન પરનો દુપ્પટો ફેંકી દીધો. પેશનેટ કિસીંગ કરતા જ બન્ને વિશાલના બેડ પર પડી ગયા. વિશાલ થોભવાનું નામ નહોતો લેતો ન તો મીરા એને રોકવા માંગતી હતી. વિશાલ ફરી મીરાની નાભી પર હતો. એ આગળ વધવા માંગતો હતો.

‘લેટ્સ ડુ ઇટ.’, વિશાલે મીરા સામે જોઇને કહ્યુ.

‘નો, મેરેજ પહેલા નહિં.’, મીરાએ કહ્યુ.

‘ઇટ્સ ફાઇન ટુ હેવ અ ગુડ મોમેન્ટ્સ.’, વિશાલે સમજાવતા કહ્યુ.

‘નો ઇટ્સ રોંગ.’,

‘તને ના ગમતુ હોય તો મને કહી દે. હું ટચ પણ નહિં કરૂ.’, વિશાલે થોડો દૂર થઇ ગયો અને ઇમોશનલ બનીને કહ્યુ. તરત જ મીરાની આંખોમાં આંસુ હતા. એ રડવા લાગી હતી.

‘પ્લીઝ ડોન્ટ ફોર્સ મી.’, એણે રડતા રડતા જ કહ્યુ. તરત જ વિશાલે મીરાને પોતાની જકડમાં લઇ લીધી.

‘હું એવુ કંઇ જ નહિં કરૂ, જે તને ન ગમતુ હોય.’, વિશાલે ખુબ જ પ્રેમથી કહ્યુ. મીરાની આંખમાં હજુ આંસુ હતા.

‘હેય’, વિશાલે મીરાની આંખોમાં જોયુ અને પોતાના હાથોથી મીરાના આંસુ લુંછ્યા અને મીરાના કપાળ પર હળવેથી ચુંબન કર્યુ.

‘આઇ લવ યુ.’, વિશાલે મીરાની આંખોમાં જોયુ. બન્નેની આંખો ચમકતી હતી.

‘સાચે ?’, મીરા ખુબ જ મૃદુતાથી બોલી.

‘યા.’, એકબીજાની આંખો સિવાય બન્નેને કંઇજ નહોતુ દેખાતુ. આ વખતે મીરા પોતાનો ચહેરો વિશાલ નજીક લઇ આવી. એણે એના હોઠ વિશાલના હોઠ પર મુકી દીધા. મીરા પોતાની બધી જ તાકાત લગાવી રહી હતી. એ ઇન્ટીમેટ મોમેન્ટ્સ હતી. સમય ભૂલાઇ ગયો હતો. વિશાલનો કમર સુધીનો કોઇ એવો ભાગ નહોતો જે મીરાએ ના ચુમ્યો હોય. હવે પ્રેમ બન્ને તરફ હતો. બન્ને વધારેને વધારે એકબીજામાં જઇ રહ્યા હતા. શરીર પોતાની ઇચ્છાઓ પોકારી રહ્યુ હતુ. પરંતુ મીરાએ પોતાની મર્યાદાઓ બાંધી રાખી હતી. ધે મેડ અ લવ, બટ નોટ સેક્સ.

બન્ને એકબીજાની બાહોંમાં કોઇ આવરણ વિના પડ્યા હતા. મીરાએ એના ફ્રેન્ડની એન્ગેજમેન્ટમાં જવાનું કેન્સલ રાખ્યુ હતુ. સવારથી સાંજ સુધી બન્ને એકબીજાની બાહોંમાં આ જ રીતે પડ્યા રહ્યા. સાંજ સુધીની એવી કોઇ મોમેન્ટ નહોતી જે કંટાળા જનક હોય. બન્નેએ વાતો ઓછી કરી હતી અને પ્રેમ વધારે કર્યો હતો.

પરંતુ ‘આઇ લવ યુ’ એ ખુબ હિન્ન શબ્દ છે. એ ઇગોથી બનેલો છે. એમાં આઇ પણ છે અને યુ પણ છે. બન્ને ઇગોની પેદાશ. લવને તો વચ્ચે પીસાવાનું જ હોય છે.

***

‘મને નથી ગમતુ તુ એની સાથે વાત કરે. આઇ ફીલ જેલસ.’, સામે મીરા હતી.

‘વિશાલ, એ જસ્ટ મારો ફ્રેન્ડ છે.’, એની આંખો ફરી ભીની હતી.

‘તુ મારી સામે હતી. છતા હું તને ટચ પણ નહોતો કરી શકતો. મને એવુ લાગતુ હતુ કે આપણે બન્ને અલગ છીએ.’

‘એને હજુ આપણા વિશે ખબર નથી.’

‘મને આ ઇગ્નોરન્સ નહિં ફાવે મીરા.’

‘પ્લીઝ તમે આવુ ના બોલો.’

‘તુ એની બાઇક પરથી ઉતરીને મારી પાસે આવી શકતી હતી.’

‘આઇ લવ યુ, યાર. ટ્રસ્ટ મી.’,

‘આઇ લવ યુ ટુ, એટલે જ આટલુ હર્ટ થાય છે.’,

‘ધેન ડોન્ટ લવ મી.’, મીરાએ એક જાટકે કહી દીધુ.

‘આઇ --- લવ --- યુ. ઓકે? આઇ લવ યુ. આઇ લવ યુ.’, વિશાલને ગુસ્સો આવ્યો હતો.

‘યુ આર હર્ટીંગ મી.’

‘મેં તને પહેલા જ કહ્યુ હતુ. બન્નેને હર્ટ થશે. એટલે જ હું ઇમોશનલ રીલેશનમાં નથી પડતો.’, વિશાલ બોલતો જ જતો હતો.

‘હું અહિં ન આવ્યો હોત તો જ સારૂ હતુ. આઇ કાન્ટ ઇવન ફોકસ ઓન માય વર્ક. એમાં તારો વાંક નથી. મારો વાંક છે. આઇ લવ્ડ યુ ગોડ ડેમ ઇટ.’,

‘યુ આર બીઇંગ ટુ ઇમોશનલ. તમે આવા નહોતા પહેલા.’

‘હા ત્યારે હું તને પ્રેમ નહોતો કરતો. આઇ જસ્ટ વોન્ટેડ ટુ હેવ અ સેક્સ.’, મીરા રડવા લાગી હતી.

‘આઇ એમ સોરી, હું તને હર્ટ કરી રહ્યો હોવ તો.’

‘લીવ મી. આઇ વોન્ટ ટુ બી અલોન.’

‘મીરા પ્લીઝ ટોક ટુ મી.’,

‘લીવ મી પ્લીઝ, મારે એકલા રહેવુ છે.’, મીરાએ કોલ કટ કરી નાખ્યો. જગડો કર્યા પછી પછતાવો પણ એટલો જ થતો હોય છે. એ જ પછતાવામાં વિશાલ બળતો રહ્યો. એને જે નહોતુ બોલવુ એ એનાથી બોલાયુ હતુ. મીરાના મનમાં સતત ‘આઇ કાન્ટ ઇવન ફોકસ ઓન માય વર્ક.’ વિશાલના શબ્દો ઘુમી રહ્યા હતા. મીરા નહોતી ચાહતી કે એના લીધે વિશાલ પોતાના કામ પર ધ્યાન ન આપી શકે. પરંતુ સ્ત્રી અને પ્રેમ એ વ્યસન છે. એના માટે વ્યક્તિ કંઇ પણ કરી શકે.

***

મીરાએ નક્કિ કરી લીધુ હતુ કે એ હવે મીતને નહિં મળે. ઘણા વર્ષો પછી મીરાને કોઇ માટે આવી લાગણીઓ જન્મી હતી. એ નહોતી ચાહતી કે હવે એ વિશાલને છોડે. એ કોલેજનો લાસ્ટ ડે હતો અને એણે નક્કિ કરી લીધુ હતુ કે એ આજ પછી ક્યારેય મીતને નહિં મળે.

***

‘તુ ખુબ જીદ્દી છે, મીરા તુ ખુબ જીદ્દી છે.’, મીતની આંખોમાં આંસુ હતા.

‘હા, હું જીદ્દી છુ. પણ તુ જીદ્દી નથી.’, મીરાએ સ્ટ્રોંગ થઇને કહ્યુ.

‘મીરા, બ્રેક અપ પ્રેમમાં થાય. ફ્રેન્ડશીપમાં નહિ.’, મીત ભીની આંખે બોલ્યો.

‘તને મારી સાથે પ્રેમ થઇ ગયો છે, એટલે જ બ્રેકઅપ થઇ રહ્યુ છે.’, મીરા વોઝ સ્ટ્રોંગ લાઇક અ સ્ટોન. શી ડીડન્ટ મેલ્ટ.

‘ગો અવે. ફરગેટમી ફોરેવર.’, ત્રણ જ સેકન્ડમાં પલ્સર સડસડાટ ત્યાંથી નીકળી ગઇ.

***

વિશાલ પોતાની સીસ્ટરના ઘરે ફરી રહેવા આવી ગયો હતો. મીરાએ જ કહ્યુ હતુ કે ‘તમે અહિં આવી જાવ, ત્યાં તમને બરાબર જમવાનું પણ નથી મળતુ.’. આટલી કેર વિશાલની અત્યાર સુધી કોઇએ નહોતી કરી. એ મીરાના પ્રેમમાં પૂરેપુરો ડૂબી ચુક્યો હતો. એને મીરાથી દૂર જવુ પણ હવે નહોતુ ગમતુ. ‘ગો વીથ ધ ફ્લો’ માં વિશાલ માનતો હતો. વિશાલ મીરા વિશે હવે આગળનું વિચારી રહ્યો હતો. એની સાથે મેરેજ કરવા કે નહિં. મેરેજમાં ન માનનારો વિશાલ આ બાબત ઉપર ઘણીવાર વિચાર કરતો. બટ એની સામે તરત જ એક સવાલ આવી જતો. ‘મેરેજ પછી કામ પર કોફસ ન થયુ તો?’ એ ઉતાવળમાં કોઇ નિર્ણય નહોતો લેવા માંગતો. મીરા અને વિશાલના રીલેશનને એક મહિનો પૂરો થઇ ચુક્યો હતો.

એ દિવસે લીફ્ટનો દરવાજો ખુલ્યો. આ મીરા માટે સરપ્રાઇઝ હતુ. મીરા દાદર પાસે ઉભી રહી કોઇ સાથે ફોન પર વાત કરી રહી હતી. બન્નેએ સ્માઇલ કરી. વિશાલ ઘરમાં જઇને ફ્રેશ થઇ આવ્યો. પોતાનુ લેપટોપ બહાર લઇને બેઠો. મીરાની વાત હજુ પૂરી નહોતી થઇ. મીરા ઘણી ખુશીથી વાત કરી રહી હતી. બટ એનું ધ્યાન આજે વિશાલમાં નહોતુ. વિશાલે મીરાના મોબાઇલમાં કોલ લગાવ્યો. મીરાએ ફોનમાં જોયુ, વિશાલનો કોલ વેઇટીંગમાં હતા. તરત જ મીરાએ વિશાલ સામે જોયુ અને પાંચ મિનિટનો ઇશારો કર્યો.

‘બહુ વાત ચાલીને?’, વિશાલે બનાવટી સ્માઇલ લાવીને કહ્યુ.

‘મીત હતો, ઘણા દિવસે વાત થઇ’, મીરાએ ખુબ ખુશ થઇને કહ્યુ. વિશાલને થોડુ ના ગમ્યુ, બટ એણે એટલુ બધુ ધ્યાન ન આપ્યુ. વિશાલ ત્રણ દિવસ બહારગામ જઇને આવ્યો હતો. એ પોતાની મીરા સાથે સુંદર સમય વિતાવવા માંગતો હતો. એટલે જ એ મીરાની સામે બેઠો હતો. મીરાના મમ્મી પણ મીરાની બાજુમાં જ હતા. એટલે લેપટોપ એક બહાનું હતુ, વિશાલ મીરાને મનભરીને જોવા માંગતો હતો. મોકો મળતા જ એ એને ચુમવા પણ માંગતો હતો. પરંતુ આજે મીરા ક્યાંક બીજે જ હતી. એ મેસેજમાં પડી હતી. વિશાલે મીરાને મીસકોલ કર્યો. મીરાએ વિશાલ સામુ જોયુ અને થોડીવાર મોબાઇલ સાઇડમાં મુક્યો. ફરી મીરાનો મોબાઇલ બોલ્યો અને મીરા મેસેજીંગમાં લાગી ગઇ. વિશાલને હવે ગુસ્સો આવ્યો હતો.

‘ચલો આંટી ઉંઘ આવે છે, ઉંઘી જાવ.’, કહીને વિશાલ લેપટોપ લઇને ઉભો થયો. ઘરની અંદર જઇને એણે જોરથી બારણુ ભટકાવીને બંધ કર્યુ.

‘આપકો ગુસ્સા આતા હૈ તો મુજે ભી આતા હૈ’, તરત જ મીરાનો મેસેજ આવ્યો.

‘આઇ ડોન્ટ વોન્ટ ટુ ટોક.’, વિશાલે જવાબ આપ્યો.

‘આપ કભી મુજે સમજ નહિં પાયેંગે.’, મીરાએ રડતી હોય એવી સ્માઇલી મોકલી. વિશાલની આંખો પણ ગુસ્સાની સાથે ભીની હતી.

‘તારી પાસે મારા માટે થોડો પણ ટાઇમ નથી.’, વિશાલે મેસેજ કર્યો.

‘મેં આપકે લીયે હી બહાર બેઠી થી.’

‘પણ તને મેસેજમાંથી ટાઇમ મળે તો ને.’, વિશાલે ફરી ટોન્ટ માર્યો.

‘ઇતના ગુસ્સા કરને કી જરૂરત નહિં.’

‘આઇ જસ્ટ કેમ હીઅર ફોર યુ. યુ ગો ઓન વીથ યોર સ્પેશીયલ.’, વિશાલે જવાબ આપ્યો. મીરાનો તરત કોલ આવ્યો. વિશાલ વાત કરવા ટેરેસ પર ચાલ્યો ગયો.

‘વિશાલ બસ, અબ મુજસે સહન નહિં હોતા.’

‘હું અહિં ના આવ્યો હોત તો જ સારૂ હતુ.’,

‘તમે મને ફરી હર્ટ કરો છો, મારૂ માથુ દુખે છે.’

‘મારો વાંક એટલો જ કે મેં તને પ્રેમ કર્યો. કાશ હું અહિં આવ્યો જ ન હોત.’,

‘મને નથી સારૂ લાગતુ વિશાલ, તમે દર વખતે મને રડાવો જ છો.’,

‘હવે હું ક્યારેય તને નહિં રડાવુ. હું ટેરેસ પર જ આવ્યો છુ.’

‘વિશાલ પ્લીઝ, તમે પહેલા નીચે આવો.’, મીરા રડી રહી હતી. એની છાતીમાં દુખાવો થઇ રહ્યો હતો.

‘તારે એ જ જોઇતુ હતુ ને કે હું તને આઇ લવ યુ કહુ. સાંભળ આઇ લવ યુ, આઇ લવ યુ, આઇ લવ યુ…..’, વિશાલ લગભગ એક મિનિટ સુધી આમ બોલતો રહ્યો. બીજી તરફ મીરા આ સાંભળીને રડતી રહી. એની છાતીનો દુખાવો વધતો જઇ રહ્યો હતો.

‘હવે સાંભળવુ છે આઇ લવ યુ.’, વિશાલ ફરી બોલ્યો.

‘આઇ હેટ યુ વિશાલ.’, મીરા ભાંગી પડી.

‘બટ આઇ લવ યુ. તારે મારી પાસે આ જ શબ્દો સાંભળવા હતા નહિં.’, વિશાલ ગુસ્સામાં બોલ્યો.

‘હું તમારા પાસે બસ આજ બોલાવવા માંગતી હતી. એ મારી જીદ હતી, મારો વટ હતો કે હું તમારા મોંમાંથી આઇ લવ યુ બોલાવીને જ રહીશ.’

‘હા આજ સાંભળવુ હતુ. યુ હેવ ગુડ લુક્સ. તે કરી બતાવ્યુ. કોન્ગ્રેટ્સ. હવે મને કોઇ સાથે લવ નહિં થાય ડોન્ટ વરી.’

‘મારે વાત નથી કરવી’, મીરા બોલી. એની છાતીનો દુખાવો અસહ્ય હતો.

‘આઇ લવ યુ.’, વિશાલે કહ્યુ. સામેથી ફોન કટ થઇ ગયો. એ દિવસે બે માંથી કોઇ ઉંઘી ન શક્યુ. આ એક મોટી તિરાડ હતી જે સંધાય એમ નહોતી.

***

બીજે દિવસે ઘણુ બદલાઇ ચુક્યુ હતુ. વિશાલ પાસે મીરાને સ્પર્શ કરવાની પણ હિમ્મત નહોતી. બન્ને વચ્ચે ફોર્મલ વાતો જ થઇ.

‘આઇ એમ સોરી.’, વિશાલને મોકો મળ્યો એટલે તરત જ મીરાને કહ્યુ.

‘સોરીથી કંઇ જ નથી સુધરતુ.’, મીરાએ ખુબ ગંભીર થઇને કહ્યુ. એ ઘણી બદલાઇ ગઇ હોય એવુ લાગી રહ્યુ હતુ.

‘મીરા તને ખબર છે આઇ કાન્ટ લીવ વિધાઉટ યુ.’

‘તમે કામ પર ફોકસ નહિં કરી શકો. તમે પહેલા પણ મારા વિના રહેતા જ હતા.’

‘મીરા આઇ એમ સો સોરી યાર. મારી ભુલ થઇ ગઇ.’

‘તમે અહિં આવ્યા એ પણ તમારી ભૂલ જ હતી. મને આઇ લવ યુ કહ્યુ એ પણ તમારી ભૂલ જ હતી.’, મીરાને એકે એક શબ્દ યાદ હતા.

‘હું ગુસ્સામાં હતો યાર, હવે આવુ નહિં થાય.’

‘બટ હું ગુસ્સામાં નથી.’, મીરાએ કહ્યુ અને એ પોતાના ઘરમાં ચાલી ગઇ.

‘ડોન્ટ લીવ મી લાઇક ધીઝ’, વિશાલે તરત જ મેસેજ કર્યો.

‘આઇ ડોન્ટ વોન્ટ ટુ હર્ટ યુ એનીમોર.’, મીરાનો મેસેજ આવ્યો. વિશાલે રડતી સ્માઇલીઝ મોકલી.

‘એવરીથીંગ વીલ બી ફાઇન.’, મીરાનો મેસેજ આવ્યો.

‘ગીવ મી લાસ્ટ કિસ. હું એક કિસમાં બધો જ પ્રેમ લઇ લેવા માંગુ છુ. વન લાસ્ટ કિસ.’, વિશાલે કહ્યુ.

‘બાય ટેક કેર.’, મીરાએ મેસેજ સેન્ડ કર્યો. પછીના વિશાલના મેસેજ સીન ના થયા. ધેટ વોઝ ઇટ. બ્રેકઅપ પછીના થોડા દિવસો કેવા હોય છે એ કહેવાની જરૂર નથી.

***

વિશાલ અને મીરાને મળ્યાને ૮ મહિના અને ૧૯ દિવસ થયા હતા. ૧૨ ડિસેમ્બરની રાત હતી. રાતના બાર વાગવામાં ૩ મિનિટની વાર હતી. ૧૩ ડિસેમ્બર શરૂ થવાને ૩ મિનિટની વાર હતી. શનિવાર પૂરો થવાની આરે હતો.

નેકલેસ, વિશાલ એના માટે સરપ્રાઇઝ ગીફ્ટ લઇને ગયો હતો. એના મગજમાં એના માટેના નેકલેસની એક પર્ટીક્યુલર ઇમેજ હતી. એક અઠવાડીયા સુધી અમદાવાદમાં જ્યાં ત્યાં ફર્યો પણ જેવુ જોઇતુ હતુ એવુ નેકલેસ ન મળ્યુ. આખરે એક ફ્રેન્ડે એની ગર્લ ફ્રેન્ડ માટે એમેઝોન.કોમ પરથી મંગાવેલુ નેકલેસ વિશાલની નજરે પડ્યુ. ‘આ જ’ એને જે નેકલેસ જોઇતુ હતુ એ નેકલેસ મળી ગયુ હતુ.

વિશાલ મીરાના ઘરમાંથી ઉભો થયો અને પોતાની બહેનના ઘરમાં ગયો. એણે એના ભાણિયાવ ને જગાડ્યા. કેક એણે તૈયાર કરી જ રાખી હતી. એ તરત જ, કેક અને ટાબરીયાઓને લઇને મીરાના ડોર પાસે ગયો ત્યાંજ મીરા ડોરમાંથી બહાર નીકળી.

‘હેપ્પી બર્થ ડે ટુ યુ….’, વિશાલ સાથે બધા ગાવા લાગ્યા. મીરા અને વિશાલની નજરો મળી. વિશાલ ઘરમાં એન્ટર થયો. ત્રીપોઇ પર કેક મુકી અને મીણબતીઓ સળગાવી. મીરાના મોબાઇલમાં જોઇને બીજા રૂમમાં જતી રહી. સળગતી મીણબતીનુ મીણ કેકની અંદર પીગળી રહ્યુ હતુ. એ મીણ સાથે વિશાલની લાગણીઓ પણ પીગળી રહી હતી.

મીરા ફોન પર વાત કરતી કરતી જ બીજી રૂમમાંથી આવી. બાર વાગ્યે કેક કાપવા માટે બધુ જ પ્લાન કર્યુ હતુ. બટ ફોન બાર વાગતાની સાથે એમાં કેટલીક મિનિટો ઉમેરી રહ્યો હતો. વિશાલ અને મીરાની આંખો મળી. વિશાલ થોડો નિરાશ તો થયો જ હતો, પરંતુ આજે એ મિરાના ચહેરા પર સ્માઇલ જ લાવવા માંગતો હતો એટલે કંઇ ન બોલ્યો. મીરાની ફોન પર વાતો શરૂ રહી. બાર અને પાંચ મિનિટ થઇ ચુકી હતી. હવે વિશાલથી ના રહેવાયુ.

‘કાલે કેક કાપવાની હોય તો ફ્રીજમાં રાખી શકાશે…’, વિશાલે કહ્યુ, થોડો કટાક્ષનો સૂર ન ચાહતા છતા ભળી ગયો. મીરાએ કંઇક કહીને કોલ એન્ડ કર્યો. મીરા કેક કાપવા માટે તૈયાર થઇ. મીરાનું ધ્યાન સતત ફોનમાં જ હતી. મીરાના મમ્મી જાગી રહ્યા હતા. મીરાએ પહેલો ટુંકડો એના મમ્મીને ખવરાવ્યો. વિશાલે મીરાના મોબાઇલમાં ફોટા ખેંચ્યા. આખરે મીરાએ અને વિશાલે એકબીજાને કેક ખવરાવી. વિશાલે મીરાના ચહેરા પર કેકનો ટુંકડો ઘસ્યો. મીરા ગુસ્સે થઇ ગઇ. તરત જ એ ચહેરો સાફ કરવા માટે વોશરૂમમાં ચાલી ગઇ. થોડો ચહેરો ધોઇને આવી. એ કોઇને કોલ કરવાની ટ્રાય કરી રહી હતી. બટ કોલ નહોતો લાગી રહ્યો. મીરાએ વિશાલના ભાણીયાવને કેક ખવરાવી. હજુ એ કોલ કરવાની ટ્રાય કરી રહી હતી. વિશાલે પોતાના મોબાઇલમાં અડધી કેકનો ફોટો ખેંચ્યો. મીરા કોઇની સાથે વોટ્સએપ પર લાગી ગઇ. વિશાલ વધારે સહન કરે એમ નહોતો.

‘હેપ્પી બર્થ ડે એન્ડ ગુડ નાઇટ.’, એણે થોડા દર્દ સાથે કહ્યુ. બટ મીરાએ કોઇ જ ધ્યાન ન આપ્યુ. મોબાઇલમાં મેસેજ કરતા કરતા જ એણે ‘થેંક્યુ’ કહી દીધુ. વિશાલ તરત જ એ ઘરમાંથી બહાર નીકળ્યો. એને એક ઉદાસી ઘેરી વળી હતી. એણે અત્યાર સુધી આટલો પ્રેમ કોઇને નહોતો કર્યો.

*

રાતના સાડા અગિયાર વાગ્યા હતા. બર્થ ડે પુરો થવાને હજુ એક કલાક બાકી હતો. વિશાલે મીરા માટે હજુ કંઇક સરપ્રાઇઝ રાખી હતી. એ બાર વાગવાની રાહ જોઇ રહ્યો હતો. એણે પ્લાન તો એવો કર્યો હતો કે એ એની સરપ્રાઇઝ ગીફ્ટ મીરા ઉઠે ત્યારે આપે. બટ એ પ્લાન સક્સેસ ન થયો. એટલે જ વિશાલે નક્કિ કર્યુ કે સૌથી પહેલા નહિ તો સૌથી છેલ્લે. વિશાલ મીરાના ઘરમાં ટી.વી જોઇ રહ્યો હતો.

‘વિશાલ?’, બાજુમાંથી વિશાલની બહેનનો અવાજ આવ્યો.

‘હા’, વિશાલે પાછળ એની બહેન સામે જોયુ.

‘માનવને મુકવા જવાનો છે એ રડે છે.’, બહેને કહ્યુ.

‘ઓકે, આવુ હમણા.’, હવે પ્લાન ફરી ક્રેશ થયો હતો. જો વિશાલ મીરાના ઘરમાંથી નીકળત તો દરવાજો બંધ થઇ જાત અને ફરી એન્ટર થવા ન મળત. મીરા માટે લાવેલુ ગીફ્ટ વિશાલના સ્વેટરના પોકેટમાં હતુ. વિશાલને મીરાના બેડરૂમમાં કોઇ પણ ટ્રીક કરીને જવાનુ હતુ.

‘અરે, પેલો વિક્ટોરીઆ સીક્રેટનો સેન્ટ છે એની બોટલ મારે જોવી છે. મારે મંગાવવી છે.’, વિશાલે કહ્યુ.

‘કઇ? મારી પાસે તો નથી.’, મીરાએ ચેટ કરતા કરતા કહ્યુ. એ ફોનમાં ડૂબી ગઇ હતી.

‘અરે તારા રૂમના બાથરૂમમાં છે, બતાવુ તને એક મિનિટ.’, વિશાલે કહ્યુ. વિશાલ ચેઇર પરથી ઉભો થયો અને બેડરૂમમાં ગયો. વિશાલે નજર કરી. એ બેડ અને રજાઇ જોઇને એની યાદો તાજી થઇ ગઇ. વિશાલે પોતે લાવેલુ ગીફ્ટ અને નાની ચીઠ્ઠી રજાઇની નીચે મુકી દીધુ. બાથરૂમમાં જઇને એ વિક્ટોરીઆ સીક્રેટની ખાલી બોટલ લઇ આવ્યો.

‘જો આ, મારે મંગાવવાનુ છે.’, વિશાલે ખાલી બોટલ બતાવતા કહ્યુ.

‘લંડન વાળી બહેન લાવી હતી.’, વિશાલ ફરી બોટલ હતી ત્યાંજ મુકી આવ્યો. એણે એનુ સરપ્રાઇઝ ગીફ્ટ પહોંચાડવાનુ હતુ ત્યાં પહોંચાડી દીધુ હતુ.

‘હેપ્પી બર્થ ડે અગેઇન.’, વિશાલે જતા જતા કહ્યુ. પરંતુ મીરા હજુ ચેટીંગમાં જ લાગેલી હતી. એણે વિશાલની સામે સુદ્ધા ના જોયુ.

‘ચલો, બાય. ગુડનાઇટ.’, વિશાલે મીરા વધારે જોર દઇને કહ્યુ. મીરાએ વિશાલની સામુ ના જોયુ. એ મોબાઇલમાં જ પડી રહી. વિશાલ ઇગ્નોરન્સ સહન ન કરી શક્યો. એ એજ ક્ષણે બહાર નીકળી ગયો. એણે પોતાનો મોબાઇલ ફ્લાઇટ મોડ પર મુકી દીધો. વિશાલ ૮ મહિનામાં પુરેપૂરો બદલાઇ ચુક્યો હતો, બટ એ બદલાયેલા વિશાલને એક ‘ગુડનાઇટ’ શબ્દ પણ સાંભળવા ન મળ્યો. જેવો એણે મીરાના ઘરમાંથી બહાર પગ મુક્યો. વિશાલની આંખમાંથી આંસુ પડી ગયુ. વિશાલ પાસે એ આંસુ પીવા સિવાય કોઇ જ ઉપાય નહોતો. એણે આજે નક્કિ કર્યુ હતુ જો આજે એ મીરાને નહિં મનાવી શકે તો એક આ રસ્તાને એક હસીન વળાંક આપીને છોડી દેશે. એ ખુબ દૂર જવાનો હતો. પોતાના સપનાઓ તરફ જવાનો હતો. એને ખબર હતી જ્યારે મીરા સરપ્રાઇઝ ગીફ્ટ જોશે ત્યારે એને કોલ કરશે જ એટલે જ એણે મોબાઇલ સ્વિચઓફ કરી દીધો હતો. એ હવે મીરાને જોવા નહોતો માંગતો. એણે ઘણા મોકાઓ આપ્યા હતા, એ બહુ તડપ્યો હતો, હવે એને નહોતુ તડપવુ. હવે એણે જે અધૂરૂ છોડ્યુ હતુ એ પૂરૂ કરવાનો હતો. એના સપનાઓ એનુ કામ. પરંતુ વિશાલ એક વસ્તુ તો છોડીને ગયો હતો. તડપ-પ્રેમ-નેકલેસ. જે લાંબા સમય સુધી મીરાને સતાવવાનું હતુ.

***

શું મીરાને કોઇ બીજુ મળ્યુ હતુ, શું ફરી મીત મીરાના જીવનમાં આવ્યો હતો. શામાટે મીરાએ વિશાલને ઇગ્નોર કર્યો હતો? શું વિશાલ મીરાને મેળવી શકશે? શું મીત ફરી મીરાના જીવનમાં આવશે. જાણવા માટે આવતા શુક્રવારે પ્રકરણ ૭ વાંચવાનું ભૂલતા નહિં.


લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. શોર્ટ સ્ટોરીઝ અને નાટકો, ફિલ્મ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રેટીંગ, રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook :

Google Plus :

Twitter :