નેકલેસ
~ હિરેન કવાડ ~
અર્પણ
૨૦૧૫ ના વર્ષે મને ઘણુ આપ્યુ છે. કેટલીક સુંદર પળો, કેટલીક રેસ્ટલેસ મોમેન્ટ્સ, ડીઅર ફેન્સ, સ્ટનીંગ ફ્રેન્ડ્સ. આ વર્ષમાં એવું એવું થયુ છે જે મારા માટે કમ્પ્લીટલી અનપ્રીડીક્ટેબલ હતો. આ વર્ષે મને હસાવ્યો પણ છે એટલો અને રડાવ્યો છે પણ એટલો. ઘણા વર્ષો પછી બેચેની અને અકળામણોની એવી એવી પળો આપી, જેમાં હું એટલો કન્ફ્યુઝ્ડ હતો કે કંઇ કરવાનું સૂજતુ નહોતુ. આજ વર્ષે મને ધ લાસ્ટ યર જેવી અદભૂત નવલકથા આપી. આ સ્ટોરીનો અમુક ભાગ આ વર્ષની જ પ્રેરણા છે. એટલે જ આ સ્ટોરી હું એક તો મારા લવીંગ રીડર્સને ડેડીકેટ કરૂ છું, જેના ઓવરવ્હેલ્મીંગ લવ વિના હું આજે જ્યાં છુ ત્યાં ન હોત અને બીજુ આ સ્ટોરી મારી લાઇફના એક બીઝાર વર્ષ ૨૦૧૫ને ડેડીકેટ કરૂ છુ.
પ્રસ્તાવના
નેકલેસ, હું એના માટે સરપ્રાઇઝ ગીફ્ટ લઇને ગયો હતો. મારા મગજમાં એના માટેના નેકલેસની એક પર્ટીક્યુલર ઇમેજ હતી. એક અઠવાડીયા સુધી અમદાવાદમાં જ્યાં ત્યાં ફર્યો પણ જેવુ જોઇતુ હતુ એવુ નેકલેસ ન મળ્યુ. આખરે એક ફ્રેન્ડે એની ગર્લ ફ્રેન્ડ માટે એમેઝોન.કોમ પરથી મંગાવેલુ નેકલેસ મારી નજરે પડ્યુ. ‘આ જ’ મારે જે નેકલેસ જોઇતુ હતુ એ નેકલેસ મને મળી ગયુ હતુ.
પરંતુ એની પ્રાયોરીટી બદલાઇ ગઇ હતી. હું એને બર્થ ડેની આગલી રાતના ૧૨ વાગે એના બેડ નીચે એ નેકલેસ છુપાવવા માંગતો હતો. બટ એનું ધ્યાન તો કેક કાપવામાં પણ નહોતુ. એ કોઇની સાથે ફોન પર વાતોમાં ડૂબેલી હતી. ઇગ્નોરન્સ મને બાળી રહ્યુ હતુ. મેં એ રાતે નેકલેસ આપવાનું ટાળ્યુ. બર્થ ડે ના દિવસે એના પ્લાન્સમાં મારી પ્રાયોરીટી ક્યાંય નહોતી. આખો દિવસ અમે વિતાવેલી સુંદર પળોને યાદ કરતો રહ્યો. મેં નક્કિ કરી લીધુ હતુ મારે શું કરવાનું હતુ. રાતે જ્યારે એ ઘરે આવી ત્યારે ફેમીલી સાથે ફરી કેક કાપી. પોણા બાર વાગ્યા સુધી હું એના ઘરમાં જ હતો. મારે એને સૌથી પહેલા પણ વિશ કરવુ હતુ અને સૌથી છેલ્લે પણ. હું એને સતત જોતો રહ્યો અને એ મોબાઇલમાં ડૂબેલી હતી. મને ખબર હતી એ કોણ હતુ. હું પ્રેમની આગમાં બળી રહ્યો હતો. અત્યાર સુધી મેં એને કંઇક જ ગીફ્ટ નહોતુ આપ્યુ. એને એમ જ હતુ કે હવે તો બર્થ ડે પૂરો થઇ ગયો. બારમાં ૫ મિનિટની વાર હતી. એનો બર્થ ડે પૂરો થવાનો હતો. હું એક બહાનુ કાઢીને એના બેડરૂમમાં ગયો. જડપથી એની રજાઇ નીચે મારૂ ગીફ્ટ પેક જેમાં નેકલેસ હતુ એક મુક્યુ અને એક કાર્ડ નોટ મુકી. તરત જ હું મેઇન હોલમાં આવી ગયો. એ હજુ મોબાઇલમાં જ ડૂબેલી હતી. મેં એને ત્રીજીવાર વિશ કર્યુ. પરંતુ એનુ ધ્યાન હજુ કોઇ બીજી વ્યક્તિમાં હતુ. મેં જતા જતા ગુડનાઇટ કહ્યુ. એણે સામુ સુદ્ધા ન જોયુ. હું આ બધુ જ સહન કરવા માટે તૈયાર હતો. ફાયનલી મેં નક્કિ કરી લીધુ હતુ. એ એનાથી ક્યાંય દૂર ચાલ્યો જઇશ. હવે હું એની લાઇફમાં ફરી જવા નહોતો માંગતો. મને ખબર હતી જેવી એ ગીફ્ટ જોશે અને ચીઠ્ઠી વાંચશે એટલે એ તરત જ મને કોલ કરશે કે મેસેજ કરશે. હું જેવો ઘરની બહાર નીકળ્યો એવો તરત મોબાઇલ સ્વીચ ઓફ કર્યો અને હું નીકળી ગયો મારી યાત્રાએ. એ દિવસે મારામાં આગ લાગેલી હતી. હું ઉંઘી ન શક્યો. પરંતુ પ્રેમની આગ એક તરફ નથી લાગતી. પ્રેમ બે ધારી તલવાર છે.
તો પ્રસ્તુત છે સત્યઘટનાઓ પર આધારીત એક કહાની “નેકલેસ”.
પ્રકરણ – ૨
***
એ બે નેકલેસમાં કેટકેટલી યાદો ભરેલી હતી. આ નેકલેસે જેટલી ખુશીઓ આપી હતી એટલી જ આ બન્ને નેકલેસે મીરાને રડાવી પણ હતી. જેવો સાંજનો કેસરી સુર્ય પ્રકાશ નેકલેસના ડાયમંડ પર પડ્યો, નેકલેસ ચમકી ઉઠ્યુ અને મીરાની આંખો અંજાઇ ગઇ. મીરા જબકીને એના વિચારોમાંથી બહાર આવી ગઇ. એણે એના માંસલ શરીર પર ભરચક પાલવ વાળી લાલ સાડીનો શણગાર કર્યો હતો. હજુ એની સુંદરતા કાયમ હતી. એણે એક ચેઇનમાં બન્ને નેકલેસને પરોવ્યા અને ટેટુ વાળી ગરદનને સજાવી.
‘રફીકચાચા કાર બહાર કાઢો.’, એણે કોલ કરીને કહ્યુ. રેડ BMW એક બંગલમાંથી બહાર નીકળી. એ બંગલાનું નામ હતુ નેકલેસ.
‘ચાચુ હિમાલયા પાસેના ATM પર રોકજોને મારે કેશ ઉપાડવાના છે.’, મીરાએ ખુબ પ્રેમથી કહ્યુ.
‘હા, બેટા.’, રફીકચાચાનો જવાબ આવ્યો. કાર ડ્રાઇવઇન રોડ પરની સનરાઇઝ પાર્ક સોસાયટીમાંથી બહાર નીકળી.
એ કારમાં લાંબી થઇને બેસી. એનો હાથ વારંવાર ગરદન પરના નેકલેસ પર ચાલ્યો જતો હતો. એણે નેકલેસને એક હાથની આંગળીઓથી પકડેલ હતુ. આ ડાયમંડ વાળુ નેકલેસ એને ૨૧માં બર્થ ડેનું ટાઇમ ટ્રાવેલ કરાવવાનું હતુ.
***
‘મીત, આઇ હેવ નો વર્ડ્સ ટુ થેંક્યુ.’, મીરાએ ગદગદીત થતા કહ્યુ.
‘ધેન ડોન્ટ સે અ વર્ડ.’, મીતે મીરાના હોઠો પર હાથ મુકી દીધા.
***
મીરાને કલ્પના પણ નહોતી કે ક્યારેય એને આવી રીતે એના બેસ્ટ ફ્રેન્ડને છોડવો પડશે. મીરા બાઇક પર બેઠા બેઠા રડી રહી હતી. એની આંખો સામે મીત સાથે વિતાવેલી સુંદર યાદો આવી રહી હતી.
***
સવારે છ વાગ્યામાં મીત મીરાને સરપ્રાઇઝ આપવા માટે કોઇ જગ્યા પર લઇ આવ્યો હતો.
આ દિવસની વાટ એ ત્રણ મહિનાથી જોઇ રહ્યો હતો. કોલેજ ટાઇમનો આ છેલ્લો બર્થડે હતો. આ દિવસ માટે જ એ કાર ચલાવતા શીખ્યો. આ દિવસ માટે એણે ત્રણ મહિના પહેલા જ તન્મયને કહી રાખ્યુ કે ‘મારે ત્રણ મહિના પછી તારી કાર જોઇશે.’. આ દિવસ માટે એ ત્રણ મહિના પહેલાથી વિચારતો હતો કે એવુ તે શું કરવુ કે મીરાનો એ સૌથી મેમોરેબલ ડે બની જાય. એ દિવસ એટલે મીરાનો બર્થ ડે.
મીત જો ચાહત તો મીરાને બધાની પહેલા બાર વાગે જ વીશ કરી શકત. બટ એને ટીપીકીલ સરપ્રાઇઝ નહોતી આપવી. એ એની ફ્રેન્ડશીપને કોઇ રીલેશન નહોતો બનાવવા માંગતો, એ આ ફીલીંગ્સને કોઇ નામ આપવા નહોતો માંગતો. એ બસ એ ફીલીંગ્સને જીવી લેવા માંગતો હતો. એટલે જ એણે ૧૩ ડિસેમ્બરની વહેલી સવારે, ૫ વાગ્યે મીરાને કોલ કર્યો. મીરાના ઘરે મોડે સુધી પાર્ટી ચાલેલી, મીરા ભર નીંદરમાં પોઢેલી હતી. બે રીંગ વગાડી છતા એ ના ઉઠી. ત્રીજી રીંગે મીરાએ કોલ રીસીવ કર્યો. નો ડાઉટ એણે નંબર નહોતો જોયો. ‘હેલો’ બોલીને આંખો ચોળવા લાગી.
‘મેડમ, ફ્લેટની નીચે આવવાનો કષ્ટ કરશો? હું નીચે ઉભો છું.’, મીત સ્મિત કરતા કરતા બોલ્યો.
‘ઉંઘ આવે છે, ઉંઘવા દે ને યાર.’, મીરાએ ઉંકારા કરતા કહ્યુ.
‘નો પ્રોબ્લેમ, હું તારી બહાર રાહ જોવ છું, જાગ એટલે બહાર આવજે.’, મીતે ફરી હસતા હસતા કહ્યુ.
‘મીત, બહુ ઉંઘ આવે છે, યાર.’, ફરી એ જ લેહકામાં મીરા બોલી.
‘બસ થોડીવાર. પછી તુ ઉંઘી જજે બસ.’, મીતે ખુબ જ સ્નેહથી કહ્યુ.
‘પ્રોમીસ?’, મીરાએ ઉંઘ ઉડાડતી હોય એ રીતે કહ્યુ.
‘તને ઉંઘ જ નહિ આવે, આવી જા.’, મીત બોલ્યો.
‘મને ખબર છે, તુ ક્યારેય પ્રોમીસ નહિ કરે.’, મીરા જાણે બધુ જાણતી હોય એ રીતે ઉંઘમાં બોલી.
શોર્ટ કેપ્રી અને લોંગ ટી શર્ટમાં ઉંઘેલી મીરા બેડમાંથી ઉભી થઇ. વોશરૂમમાં જઇને એણે મોં ધોયુ અને વાળને બાંધ્યા. એને અંદાજો તો હતો કે મીત એનો બેસ્ટ ફ્રેન્ડ એને વીશ કરવા આવ્યો હતો. એ આ પળને ભરપુર માણવા માંગતી હતી. એ નાઇટડ્રેસમાં જ ફ્લેટ નીચે આવી. અંધારામાં એને ચપ્પલ ના મળ્યા એટલે એ ઉઘાડા પગે જ દરવાજાની બહાર પગલા મુક્યા. એને જાણે એવુ ફીલ થયુ કે આજે તો કુદરતે પણ એને કોઇ ગીફ્ટ આપી હોય. એના કોમળ પગની કોમળ પાનીઓમાં મસળાયેલી ધુળ આળોટી. વેંકરાએ મીરાની ગોરી પાનીઓ પર મસાજ કરી. એના મનને આસમાની પ્રસન્નતા મળવા લાગી. બે ડગલા આગળ વધી ત્યાંજ ,
ટી-શર્ટ અને બર્મુડામાં રેડ કલરની સ્વીફ્ટ કાર પાસે એનો બેસ્ટ ફ્રેન્ડ હોઠો ભીંડેલી સ્માઇલ સાથે ઉભો હતો. એ વિશાળ સ્માઇલ જોઇને મીરાનો ચહેરો ખીલી ઉઠ્યો. એ ઉતાવળે પગે મીત પાસે પહોંચવા ચાલી નીકળી. મીરાના દરેક અંગ પર રોમાંચ રમી રહ્યો હતો, જેમાં આજે એના પગની પાની પણ બાકી નહોતી.
મીતની સામે જોઇને મીરાએ હગ માટે એની બાહોં ફેલાવી દીધી. એ મીતને સામે જોઇને સ્માઇલ કરતી રહી. મીત પણ સ્મિત કરતો કરતો ઉભો રહ્યો. એ એક પગલુ પણ આગળ ના વધ્યો.
‘કમ, હગ મી યાર. ઇટ્સ માય બર્થ ડે.’, મીરા બોલી.
મીતે સ્વીફ્ટનો ડ્રાઇવર સીટની બાજુનો દરવાજો ખોલ્યો.
‘કમ એન્ડ હેવ અ સીટ ફર્સ્ટ.’, મીતે સ્માઇલ કરતા કહ્યુ. મીરા કંઇજ બોલ્યા વિના કાર તરફ આગળ વધી. એને ખબર હતી, એનો ક્રેઝી ફ્રેન્ડ કંઇક ક્રેઝીનેસ કરવાનો હતો. જેવી એ કારના દરવાજા પાસે પહોંચી મીતે એને ઉભી રાખી. મીતે મીરાને એક કાળો દુપ્પટો બતાવ્યો.
‘મારે મમ્મીને કહેવુ પડશે.’, મીરાએ કહ્યુ અને એણે એના મમ્મીને કોલ કરીને કહ્યુ, ‘હું મીત અને બીજા ફ્રેન્ડ્સ સાથે બહાર જાવ છુ, નાસ્તો કરવા.’, કહીને મીરાએ કોલ કટ કર્યો.
‘એટલે આંધળો પોટો પણ રમવાનો છે?’, મીરાએ હસતા હસતા કહ્યુ. એ દુપ્પટો બંધાવવા બીજી તરફ ફરી ગઇ.
‘યા…’, મીત કંઇ ના બોલ્યો. એણ એ મીરાને કારમાં બેસાડી. મીરા માત્ર સ્માઇલ કરતી રહી.
લોકો કહેતા હોય છે, લાગણીઓ વ્યક્ત કરવાની જરૂર નથી હોતી, આંખો જ કાફી હોય છે, પરંતુ આજે તો મીત એ હદ પણ વટાવી રહ્યો હતો. લાગણીઓ વ્યક્ત કરવા આંખોની પણ જરૂર નથી હોતી. બે હોઠો વચ્ચે રચાતુ આછુ સ્મિત જ કાફી છે. મીતે કાર શરૂ કરી અને એ કોઇ રસ્તે નીકળી પડ્યો.
બાજુમાં બેસેલી મીરાએ કોઇજ સવાલ ના કર્યો. ભલે એ હાલ કંઇ જોઇ નહોતી શકતી બટ એની ફ્રેન્ડશીપ એને ખુશીઓ તો બતાવી જ રહી હતી. એ કંઇજ નહોતી બોલી રહી. એ પણ માનતી હતી કે અમુક ક્ષણોને શબ્દોથી પરે રાખવી જોઇએ. એના હોઠો પર જસ્ટ મંદ મંદ સ્મિત છલકાઇ રહ્યુ હતુ, અને કાર ચલાવતા ચલાવતા મીત એ સ્મિતને પી રહ્યો હતો. મીત પણ વારે વારે મીરાની સ્માઇલને જોઇને સ્માઇલ કરી રહ્યો હતો. મીત અને મીરાએ ઘણી એવી વોક લીધી હતી, જેમાં બન્ને કંઇ બોલ્યા જ ના હોય. બસ દૂર દૂર સુધી માત્ર ચાલ્યા જ હોય. કોઇ જ વાત નહિ, જસ્ટ સાથ અને સાથ હોવા છતા પરમ એકાંત. બન્નેના ચહેરા પર કોઇ જ શબ્દો વિનાનુ સ્મિત એની સાક્ષી પૂરાવતુ હતુ. દોઢ કલાક સુધી મીતે કાર ચલાવી. ન તો મીરાને ઉંઘનુ જોંકુ આવ્યુ કે ન તો મીતના ચહેરા પરથી એ સ્મિત આછુ પડ્યુ. આખરે સવારના સાડા છ વાગે એક ડેસ્ટીનેશન પર આવીને કાર ઉભી રહી ગઇ.
મીતે મીરાને કારની બહાર નીકળવા હેલ્પ કરી. મીરા એટમોસ્ટફીઅરને ફીલ કરી રહી હતી. એકદમ ઠંડુ વાતાવરણ હતુ. ખુબ જ શાંત જાણે આસપાસ કોઇ હોય જ નહિ. આટલી પરમશાંતી એણે ક્યારેય નહોતી અનુભવી. મીતે મીરાને એક સ્પોટ પર ઉભી રાખી.
મીતે થોડી વાર પછી ત્રણ તાળીઓ પાડી. મીરાને ખયાલ આવી ગયો કે કાળો પટ્ટો ખોલવાનો હતો. નાઇટડ્રેસમાં સજ્જ મીરા એ જાણવા આતુર હતીકે ક્યાં ઉભી છે. નો ડાઉટ એનુ હાર્ટ જોરજોરથી પમ્પીંગ કરી રહ્યુ હતુ. મીરાએ કોઇજ શણગાર નહોતો કર્યો. ના કોઇ એરીંગ્સ, ના કોઇ હેયર સ્ટાઇલ, ના કોઇ કંગણ, ના કોઇ નથણી, ના કોઇ મેકઅપ. એ એના હાથ પટ્ટો છોડવા માટે માથા પાછળ લઇ ગઇ. આંખો સામેનુ અંધારૂ હવે દુર થવાનુ જ હતુ. પરંતુ અંજવાળુ શું લઇને આવવાનુ છે એ જાણવા મીરા ઉત્સુક હતી.
મીરાએ એનો પાટો ધીમેંથી ખોલ્યો, બટ એણે આંખો બંધ જ રાખી. પછી બે સેકન્ડ રહીને એણે ધીમેંથી એની આંખો ખોલી. મીરા સામે જે દ્રશ્ય હતુ એ અદભુત હતુ. મીરા એની ફીલીંગ્સને કંઇ રીતે એક્સપ્રેસ કરી શકે. જ્યારે આવુ થતુ હોય ત્યારે વ્યકિતની આંખમાંથી આંસુઓ છલકાવા લાગતા હોય છે. મીરાની સામે હજુ ધરતીમાંથી તાજો જનમતો કેસરી સૂર્ય હતો. એની આંખ સામે એક મોટુ સરોવર હતો, જેમાં પંખીઓ ઉડી રહ્યા હતા, જુમી રહ્યા હતા, નાચી રહ્યા હતા, ગાઇ રહ્યા હતા. ધીમોં ધીમોં શીતળ પવન મીરામાં વધારેને વધારે રોમાંચ જગાવી રહ્યો હતો. અર્ધપ્રકાશીત કેસરી આકાશમાં રહેલા કેસરી વાદળો પર જાણે સૂર્યએ કેસરી રંગની પીંછી મારી હોય એવુ લાગી રહ્યુ હતુ અને કુદરતના આ પેઇન્ટીંગને જોઇને મીરાની આંખોમાંથી આંસુઓ છલકાઇ રહ્યા હતા. આ આખા દ્રશ્યને દેશ વિદેશના પંખીઓ એના કલરવનુ બેકગ્રાઉન્ડ મ્યુઝીક આપી રહ્યા હતા. કેટલીય મીનીટો સુધી મીરા આ દ્રશ્યને માત્ર માણતી રહી. મીત મીરાની નજરમાં ન આવે એમ એની થોડે પાછળ જ ઉભો રહ્યો. આખા કુદરતી દ્રશ્યએ મીરાને આંખો ભરી દીધી હતી. અને મીત કુદરતી દ્રશ્ય સાથે પાછળથી કુદરતી દ્રશ્ય જોઇ રહેલી મીરાને જોઇ રહી હતી. લાગણીઓનો જથ્થો મીરાના હ્રદયમાં પૂરેપૂરો ભરાઇ ચુક્યો હતો. મીરા નળસરોવરનું અદભૂત કુદરતમય વાતાવરણ અનુભવીને છલકાઇ ગઇ હતી. જ્યારે સુર્ય અવનિ પર પોતાનો થોડો પ્રકાશ ફેલાવવા લાગ્યો ત્યારે મીરાએ છલકાતી આંખે પાછળ ફરીને જોયુ.
મીત એની બાંહોં ફેલાવીને ઉભો હતો. જે રોમાંચ મીરાએ મહેસુસ કર્યો હતો એ જ રોમાંચ મીતે પણ મહેસૂસ કર્યો હતો. મીરાએ દોડીને મીતની બાહોંમાં વીંટળાઇ ગઇ. બન્ને ગદગદીત થઇ ગયા. મીતે મીરાને કસીને બાહોંમાં જકડી લીધી. મીરાએ પણ મીતને ભીંસી લીધો હતો. બન્ને ફ્રેન્ડ એકબીજામાં એ રીતે ઓગળી ગયા જાણે બે હોય જ નહિ, એક શરીર જ હોય.
મીતે પોતાના હાથ મીરાના ગાલ પર મુક્યા. બન્નેએ એકબીજાની આંખોમાં જોયુ. બન્નેની ભીની આંખો.
‘બોલ હવે લાગણીઓને સંબંધમાં બાંધવાની જરૂર છે?’, મીત મીરાની આંખોમાં આંખો નાખીને બોલ્યો.
મીરા કંઇ જ ના બોલી. એ માત્ર મીતની આંખોમાં આંખો પરોવીને જોઇ રહી. એના ચહેરા પર ધીમું ધીમું સ્મિત આવ્યુ. મીતના ચહેરા પર પણ સ્મિત વધ્યુ.
‘બોલ હવે મારે તને બર્થ ડે વીશ કરવાની જરૂર છે?’, મીત બોલ્યો. એની આંખો ફરી ભીની થઇ ગઇ.
મીરા અને મીત ફરી ગળે વળગી પડ્યા. ફરી બન્નેએ અવ્યક્ત બાહોંપાશમાં રહેલી હુંફને એક્ક્ષચેન્જ કરી.
મીતે એના બર્મુડાના ખીસ્સામાંથી એક રેડ એન્ડ ગ્રીન કલરની ઉંનથી ગુંથેલુ એક નેકલેસ બહાર કાઢ્યુ. એના વચ્ચે એક મોટો ડાયમંડ હતો. મીતે મીરાના ગળામાં એ નેકલેસને પહેરાવી દીધુ. મીરા નાઇટ ડ્રેસમાં જ કોઇ પણ સજેલી સ્ત્રી કરતા વધારે સુંદર લાગી રહી હતી. શરીર પર કોઇજ ઘરેણુ નહિ. ગળામાં માત્ર ઉનથી ગુંથેલું એક સાદુ નેકલેસ જેમાં એક ડાયમંડ હતો. સુર્યના કેસરી કિરણો સીધાજ એ ડાયમંડમાં પ્રવેશીને એને જગમગાવી રહ્યા હતા. મીતે થોડે દૂર જઇને મીરાને પાનીથી માથા સુધી જોઇ અને હસતો રહ્યો.
‘આઇ કાન્ટ સે અ વર્ડ હાઉ બ્યુટીફુલ યુ આર.’, મીત મીરાને જોઇને બોલ્યો.
‘મીત, આઇ હેવ નો વર્ડ્સ ટુ થેંક્યુ.’, મીરાએ ગદગદીત થતા કહ્યુ.
‘ધેન ડોન્ટ સે અ વર્ડ.’, મીતે મીરાના હોઠો પર હાથ મુકી દીધા. બન્ને ફરી એકબીજાને ભેટી પડ્યા.
***
આટલા પ્રેમ છતા મીત અને મીરા શામાટે અલગ પડ્યા? મીરા મીતને પ્રેમ કરતી હતી કે નહિ? કે એને ખબર જ નહોતી કે એ મીતને પ્રેમ કરે છે? કોણ હતુ જેણે મીતને એની મીરાથી દૂર કર્યો હતો. આવતા શુક્રવારે ફરી મળીશું આગળની પ્રેમાહલાદક વાતો સાથે. વાંચવાનું ચુકતા નહિં.
લેખક વિશે
હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.
એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. શોર્ટ સ્ટોરીઝ અને નાટકો, ફિલ્મ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે.
આ સ્ટોરીઝના રેટીંગ, રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.
Facebook :
Google Plus :
Twitter :