વંશ - ગુજરાતી કથાકડી - 15 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વંશ - ગુજરાતી કથાકડી - 15

ક્થાકડી ૧૫

વિરપરીયા રવિ

મિત્રો, માતૃભારતી માટેની ક્થાક્ડીનો આ છેલ્લો એપિસોડ વાચકો સમક્ષ રજુ કરતાં અમે ગર્વ સાથે હર્ષની લાગણી અનુભવી છીએ. વાચકમિત્રો, અમને આનંદ છે કે જે ઈરાદાથી અમે અહી આ ક્થાકડી ચાલુ કરી હતી તેમાં અમે મહદઅંશે સફળ નીવડ્યા છીએ. આ ૧૫ એપીસોડસમાંથી લગભગ ૧૦ એપિસોડ એવા મિત્રો એવા મિત્રો એ લખ્યા છે કે જેમણે સાવ પહેલી જ વાર કલમ ઉપાડી હોય, હવે અહીથી ચાલુ થયેલી તેમની લેખન યાત્રા અવિરત ચાલુ જ રહે તેવી શુભેચ્છાઓ. અને હા, અમારા વાચકમિત્રો તો અમારો શ્વાસ છે, એમના સાથ સહકાર વિના આ ક્થાક્ડીની કે ટીમ શબ્દાવકાશના કોઈ પણ કાર્યની સફળતા શક્ય નથી જ. તો આભાર વાચકમિત્રો.....

આશુતોષની ચારેતરફ શોધખોળ ચાલી રહી હતી. દીકરાના જન્મના હરખને બદલે બધાના ચહેરા પર ગમગિની છવાઈ ગઇ હતી. હોસ્પીટલનું વાતાવરણ ભારેખમ બની ગયુ હતુ. પોતાના પુત્રને ધવરાવતી મીના પોતાના પ્રથમ માતૃત્વનો આનંદ માણી રહી હતી. બધાના વિલાઇ ગયેલા મોંઢા જોઇને તેને પણ કશુંક અઘટીત બન્યાનો અણસાર આવી ગયો હતો. કદાચ આશુતોષની ચુંટણીમા હાર થઇ હશે ????


એટલામા બે માણસો ઝડપથી હોસ્પીટલમાં પ્રવેશ્યા. બાપુ' સાબને એકબાજુ બોલાવી કંઇક વાતો કરી રહ્યા હતા. હોસ્પીટલમાં ભેગા થયેલા બધા લોકો ટોળે વળીને તેમને જોઇ રહ્યા હતા. કદાચ આશુતોષના કોઇ સમાચાર આવ્યા હોય !!


થોડીવાર બાપુ સ્તબ્ધ બની ઉભા રહી ગયા. પેલા બંન્ને હાથ પકડી 'બાપુ, બાપુ ' કરતા રહ્યા. ત્યાં " આશુ દિકરા, તને આ શું થઇ ગયું ?" કહેતાં કઠણ કાળજાનો બાપ પણ પોક મુકી રડી પડ્યો. આખી હોસ્પીટલ તેમનું આ આક્રંદ સાંભળી વિહવળ બની ગઇ.


પુત્રજન્મનો હરખ, શોકમાં પલટાઇ ગયો. આશુતોષના મૃત્યુના સમાચારે બધાને ધ્રુજાવી દીધા. કોઇપણ કાચાપોચાનું હ્રદય બેસાડી દે તેવું રુદન ચારેતરફ ચાલુ થઇ ગયુ હતુ. મીનાને પણ કશુંક અઘટીત બન્યાનો અંદેશો થયો. શું આશુ મરી ગયો હશે !! પણ કેવી રીતે?? આવું બને નહી. પોતાનો દિકરો પેટ ભરીને સુઇ ગયો હતો.એટલામાં બા'સાબ સાથે થોડી સ્ત્રીઓ અંદર આવી.


"મીના, મારા દિકરાને કાળ ભરખી ગયો" આટલું બોલતા બા' સાબ મીનાને પોતાની છાતીમાં સમાવી રડવા લાગ્યા. ફરીથી હોસ્પીટલ રડી રહી હતી. પણ મીનાની આંખમાથી નિકળેલા આસું પાંપણ પર જ થીજી ગયા હતા. આશુ તેનો પતિ હતો પણ કદાચ તેણે આશુ માટે બધી લાગણી ગુમાવી દીધી હતી. તેની પાસે રડવા માટે કોઇ કારણ નહોતું છતાં મોતનો મલાજો જાળવવા તેણે પણ બધા સાથે રડવાનું ચાલુ કર્યું.


ચુંટણીની કારમી હાર અને પોતાના પુત્રજન્મનો આઘાત કદાચ તે સહન ના કરી શક્યો. રાજગઢના પાદરમાંથી પસાર થતી નદીના પુલ પર ગાડી યંઞવંત ચાલતી હતી ત્યાં જ અચાનક સામેથી ઓવરટેક કરતી ગાડી પુર ઝડપે આવી રહી હતી. તે ગાડીને બચાવવા જતાં પોતે બેલેન્સ ગુમાવ્યું. ગાડી પુલ પરથી પાણીમાં ખાબકી. લોકોએ તેને બચાવવનો ઘણો પ્રયત્ન કર્યો પણ અફસોસ તેને પાણીમાંથી બહાર કાઢ્યો ત્યાં સુધીમાં તે મૃત્યુ પામી ચુક્યો હતો. આખા રાજગઢમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બધા આશુતોષના વખાણ કરતા થાકતા નહોતા. આશુના મૃત્યુ પછીની તમામ વિધી પુરી થઇ ત્યાં સુધી મીનાને હોસ્પીટલમાં જ રાખવામાં આવી હતી. આ દરમીયાન બા'સાબ તેને મળવા આવતા. પણ મીના એ તેમનામાં ઘણા ફેરફાર નોધ્યાં હતા. હજુ તેને અયાનના કોઇ સમાચાર મળતા નહોતા. તેના પ્રેમની નિશાની તરીકે તેને પોતાના પુઞનું નામ પણ અયાન રાખવાનું જ નક્કી કરી લીધું હતું.


ફરીથી સાસરાના ઘરમાં પગ મુકતા તેને ભુતકાળની કડવી યાદો સામે આવી ગઇ. આ ઘર તેને ખાવા દોડતું હોય તેવું લાગતું. બા ' સાબનો વ્યવહાર પણ તેને કંઇક વિચીઞ લાગવા માંડ્યો હતો. બાપુ'સાબ બધી હકીકત જાણતા હતા. આથી મીનાને આખી જીંદગી પુઞવધુ તરીકે સાચવવા કોઇ કાળે તૈયાર નહોતા. તેમણે દીલ પર પથ્થર રાખીને પોતાની ધર્મપત્નીને બધી હકીકત જણાવી દીધી. તેને બસ મીનાનો જ વાંક દેખાતો હતો. પોતાના પુઞમાં તેને કોઇ ખામી દેખાતી નહોતી. તેને મીનાને ના કહેવાના શબ્દો કહી દીધા. "મારે તું આ દિકરા સહીત આ ઘરમાં એક મિનીટ પણ ના જોઇએ આજ પછી મને તારું આ મોં ક્યારેય ના દેખાડતી. પોતાના પુઞને આજ ભરખી ગઇ હતી એવું માનતા બા' સાબની આંખો નફરતની આગ ઓકી રહી હતી.
જોરાવરસીહે પોતાના પતા બરાબર ગોઠવ્યા હતા. મીનાને પણ અહીયાં રહેવાની જરાપણ ઇચ્છા નહોતી. પણ તેને અયાન અને પોતાના પુઞના ભવિષ્યની ચીંતા હતી. તેને હાથમાં ઠાકોર પરિવારની આબરુ હતી. તેણે બાપુ"સાબ પાસે આા બદલામાં જોઇ તેટલી આર્થીક મદદની શરતે રાજગઢ હમેશાં માટે છોડવાનું નક્કી કરી લીધું. આ દરમીયાન તેણે આયનને છોડાવવા માટે સારો વકીલ રાખ લીધો હતો.


મીના કોઇ ઉપર બોજ બનવા માંગતી નહોતી. આથી તેના માબાપના અતિ આગ્રહ છતાં બધાથી થોડે દુર હાઇવે ઉપરના ગામ માનગઢમાં વસવાનું નક્કી કર્યું. આયનના ઘરડા માબાપથી પોતાના આ નિર્દોષ પુઞનો વિયોગ સહન ના થયો. કદાચ આ ઘટના પછી તેમના માટે સમાજમાં ઉચું જોઇ હાલવા જેવું નહોતું. પુઞ જેલમાંથી છુટે તે પહેલા તેઓ અચાનક જ સ્વર્ગે સિધાવી ગયા.


ઘણી મહેનત પછી મીના અયાનને જેલમાંથી નિર્દોષ છોડાવવામાં સફળ થઇ. પરંતુ હવે તેને પોતાની નિર્દોષતા કોની પાસે સાબિત કરવી??


પોતાના પ્રેમને ખાતર તેને માબાપ ગુમાવવા પડ્યા. આ વાત તેને અંદરોઅંદર કોરી ખાતી હતી. તે સતત સુનમુન બેસી રહેતો. મીનાએ તેની બહુ કાળજી લીધી. અખુટ પ્રેમ અને ધીરજથી પહેલા જેવો બનાવવાના બહુ પ્રયત્ન કર્યા. મીનાનો સહારો બનનાર તે ભાંગી પડ્યો. તેને પોતાનું માનસીક સંતુલન ગુમાવી દીધું અને ગાડાં જેવો થઇ ગયો.


આ બાજુ મીના સમાજની પીઠ પાછળ થતી વાતો અને ટીકાની પરવા કર્યા વગર બંન્ને અયાનને સાચવી રહી હતી. આટલું દુ:ખ સહન કર્યા પછી તે સાવ પથ્થર હ્દયની બની ગઇ હતી. તે પોતાના પુઞને એકલે હાથે ઉછેરી રહી હતી. ગાડાંની જેમ ફરતા રહેતા અયાનને રોજ બે ટાઇમ ટીફીનમાં ખાવાનું પહોચાડી દેતી હતી.ક્યારેક તે નવડાવતી, તેની સાથે કલાકો બેસી રહેતી. તેની ગાંડા જેવી કાલીઘેલી વાતો સાભંળતી રહેતી. પણ અયાન માટે તે દરેક વખતે કોઇ અજાણી સ્ઞી જ બની જતી.


મીનાએ રોડ પર પોતાની આ નાનકડી કુટીર જેવી જગ્યાની આસપાસ સાફસફાઇ કરી સરસ મજાનો બગીચો વિકસાવ્યો હતો. નાનકડું પાણીનું પરબ બાધ્યું હતું. નાના છોકરાઓને ખુબ વહાલ કરતી. તે ગરીબ લોકોને જરુર પડે તો આર્થિક સહાય પણ કરતી. ક્યારેય આજુબાજુના ગામની સ્ઞીઓ કોઇ સામાજીક પ્રશ્નોમાં તેનું માર્ગદર્શન લેવા પણ આવતી.


હવે અયાન પણ મોટો થઇ રહ્યો હતો. ક્યારેક તેને પોતાની માના આ રહસ્યમય પાગલબાબા પ્રત્યેના પ્રેમ અંગે કેટલાક સવાલો થતાં. ગામમા ચાલતી વાતો પણ તેને આ વિશે પુછવા માટે ઉશ્કેરતી પણ તે પુછવાની હીમ્મત નહોતો કરી શકતો.


મીનાને ઘણા પુરુષો તરફથી સીધી કે આડકતરી રીતે પરણવાની ઓફરો આવતી.પણ હવે તેની અમુક લાગણીઓ મરી પરવરી હતી. પ્રેમના વિચાર માઞથી તે ધ્રુજી ઉઠતી હતી. ક્યારેક રાતના અંધારામાં પોતાનો ભુતકાળ યાદ કરતાં અનારાધાર આંસુઓ વહાવી ઓશીકું ભીનું કરી દેતી. તેના ચહેરા પર ઉદાસીની રેખાઓ કાયમ માટે અંકાઇ ગઇ હતી. તે જીવતી હતી પણ એક લાશ બનીને.....


પણ આ જીવતી લાશ ધીમે ધીમે કેટલાય લોકોના પ્રાણમાં ઉર્જાનો સંચાર કરી રહી હતી. તેણે પોતાને સમગ્રપણે સમાજ સેવામાં પરોવી દીધી હતી.તે ગમે તેવા મુશ્કેલ કાર્યોમાં પણ નિડર બની સત્યનો પક્ષ લેતા અચકાતી નહી. તે 'મીનાદીદી' તરીકે લોકપ્રીય બની ચુકી હતી. તેની આ ખ્યાતિ જોતા એક પક્ષે ધારાસભાની ટીકીટની ઓફર પણ કરી હતી. પણ મીના એ તે હસીને ઠુકરાવી દીધી.


એક દિવસ અયાને અકળાઇને ફરીયાદ કરી" મા હવે તારે એ પાગલબાબા ને ખાવાનું દેવા જવાનું નથી.તેને તો ગમે ત્યાંથી ખાવાનું મળી રહેશે.શા માટે તું એના માટે આટલી બધી હેરાન થાય છે. આપણે જ રોજ ટીફીન પહોંચાડવાની શી જરુર છે?"


'બાપાને આવું ના બોલાય' મીનાથી અનાયસે બોલાઇ ગયુ. પછી વાતને વાળતા ક્હ્યુ "અયાન જેનું કોઇ ના હોય તેને સાચવવું જ સાચું સેવા કાર્ય ગણાય. હજુ અમુક વાતો તને નહી સમજાય" મીના પોતાને રોકી ના શકી અને ચૌધાર આંસુએ રડી પડી. અયાને આજ પછી આ સવાલ માને ક્યારેય ના પુછવાની કસમ ખાધી.તે પણ રડતો રડતો પોતાની માને છાની રાખવા લાગ્યો.
મા દિકરો પોતાને એકબીજામાં સમાવી સાંત્વના આપી રહ્યા હતા.આટલામાં જ પાગલબાબા પોતાની ધુનમાં સામેથી આવતા દેખાયા.આજે તેને કોઇએ વતુ કરી આપ્યું હતુ. મીનાને પહેલાનો સોહામણો અયાન યાદ આવી ગયો.મીનાના મોં પર ઘણા સમય પછી હાસ્ય રમતું હતુ.


પ્રેમની તાકાત કોઇ મડદાને ઉભું કરી શકે છે. તો શું ગાંડોઘેલો આયાન ફરીથી સાજો ના થઇ શકે ? તેની અંદરની મીના ફરીથી જીવતી થઇ રહી હતી. અને કદાચ એ જુનો પ્રેમ ફરીથી આળસ મરડીને બેઠો થઇ રહયો હતો ફક્ત અને ફક્ત અયાન માટે..........


સમાપ્ત


વિરપરીયા રવિ