વંશ - ગુજરાતી કથાકડી - 2 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વંશ - ગુજરાતી કથાકડી - 2

કથા કડી

લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર અનોખો વિચાર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


કથાકડી

ફેસબુક પર થયેલું એક અદ્દભુત સર્જનાત્મક લેખન કાર્ય.

અલગ અલગ દેશો, પ્રદેશો, રાજ્યો અને શહેરોમાં રહેતા એકબીજાથી સાવ અજાણ્‌યા, કદાચ ફેસબુક મિત્રો પણ ન હોય, લેખકો પણ ન હોય એવા લોકો મળીને વાર્તાની એક પછી એક લખે. ઓનલાઈન વર્કશોપ કરે, સુધારા કરે, નિસ્વાર્થભાવે બીજાને મદદ કરે, ઉજાગરા કરે અને એમ એક નવલકથા લખતી જાય એવું અજબ કામ શબ્દાવકાશ નામની એક ટોળકીએ કરી બતાવ્યું છે. આજ સુધીમાં કથાકડીની ૫૪ કડીઓ લખાઈ ગઈ છે, હજુ કથા ચાલી રહી છે અને એ ગજબ સિઘ્ધિ માટે કથાકડીને લિમ્કાબુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

ફેસબુકથી લિમ્કાબુક સુધીની સોહામણી સફર એટલે કથાકડી

સાહિત્ય માટે અમે કોઈ મોટું કામ કરી રહ્યા હોય એવો દાવો અમે કરતા નથી. અમે પારંગત હોવાનો દાવો પણ કરતા નથી . આ ફક્ત સર્જનાત્મક સંતોષ માટે કરાતું મસ્તીભર્યું પણ ઉપજાઉ લેખનકાર્ય છે.

ઉમંગી મિત્રોના શબ્દોને અવકાશ આપતી શીખાઉ મિત્રોની ઉત્સાહી મંડળી એટલે શબ્દાવકાશ.

આઠ જાન્યુઆરી ૨૦૧૫ શરૂ થયેલી આ કથાકડી આજે એની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહી છે ત્યારે માતૃભારતીના વિશાળ અને લોકપ્રિય ફલક પર વિશાળ વાચકગણ સમક્ષ આ પ્રકલ્પ રાખતા અમે હર્ષ અનુભવીએ છીએ.

તમે પહેલી વાર લખતા હો કે સ્થાપિત લેખક હો... તમારૂં સ્વાગત છે.

આવો લખીએ... લખવાનો પ્રયત્ન કરીએ.

- ટીમ શબ્દાવકાશ

લેખકો માટે નિયમો :

•વાર્તાને અનુરૂપ પ્લોટ અને સરળ, શુદ્ધ ભાષાવાળી કડી પસંદ કરવામાં આવશે.

•વાર્તાને અનુરૂપ જરૂરી ફેરફાર ટીમ કરશે. પણ લેખકના નામે જ વાર્તા પ્રગટ થશે.

•વાર્તા પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર ટીમનો રહેશે.

•વાર્તા ન પસંદ કરવાના કારણો આપવામાં નહી આવે.

•વાર્તા પસંદ ન થાય તો આગલી કડી લખી શકાય.

•પસંદ પામેલ લેખક એકથી વધુ વખત કડી લખી ન શકે

•દરેક કડી ઓછામાં ઓછી ૧૦૦૦ શબ્દની હોય એ અપેક્ષિત છે.

•પસંદગી અંગેના કોઈ સવાલનો જવાબ આપવામાં આવશે નહી.

•વાર્તાની કડી વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરી મોકલવાની રહેશે.

•લેખકોએ પોતાની કડી ાટ્ઠંરટ્ઠાટ્ઠઙ્ઘૈર્.હઙ્મૈહીજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ પર મોકલવી.

•ટીમને પ્રાપ્ત પ્રથમ ૨૫ કડીઓમાંથી માન્ય ગણવામાં આવશે અને તેમાંથી જ સર્વ-શ્રેષ્ઠ કડીને વિજેતા જાહેર કરી વાર્તામાં કાયમી સ્થાન આપવામાં આવશે.

•આ કડી સાથે આગલી કડીના મુદ્દાઓ આપ્યા છે તેને અનુસરીને જ પછીના અઠવાડિયાની કડી લખવાની રહેશે.

•જેની કડી ટીમ દ્વારા પસંદ કરવામાં આવશે તે વિજેતા લેખકને માતૃભારતી ૫૦૦ રૂનો પુરસ્કાર આપશે.

કડી - ૨

“મુજે ઈરેકટાઈલ ડીશફંકશન નામકી બિમારી હૈ. સો આઈ અનેબલ ટુ પરફોર્મ એની કાઈંડ ઓફ સૅક્સ્યુઅલ એક્ટ. દૂસરે શબ્દોમેં કહા જાયે તો.... આઇ એમ ઇમપોટેંટ..મે નામર્દ હું યાર .......” બોલતાં બોલતાં આશુતોષ ખુરશીમાં ફસડાઈ પડયો. અને... આ સત્ય હકીકત સાંભળીને ડૉ. બાશિતની હાલત તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. “યા અલ્લાહ... યે... તુ ક્યા બોલ રહા હૈ??? યાર... ઈસ પરદેશ મેં હમ હમેંશા સે એક બનકર રહેં હૈ ઔર તુમને મુજે કભી...ભી... વન સૅક... વન સૅક... શાદી ન કરની પડે ઈસલિયે તો તુમ મુજસે જુઠ તો.. નહીં બોલ રહે...??? ક્યા અંકલજી કો યે બાત કી ખબર હૈ??” ડૉ. બાશિતની તો જાણે સુધ-બુધ હણાઈ ગઈ હતી. જવાબની પરવા કર્યા વગર જ તેણે પ્રશ્નોની ઝડી વરસાવી દીધી. ચિત્તામ હીલનું વાતાવરણ આશુતોષના આગમનને કારણે ખુશી અને મસ્તીભર્યુ હતું તે એકાએક બોઝીલ બની ગયું. બંને મિત્રો વચ્ચે ભારેખમ ક્ષણો પસાર થઈ રહી. મૌનનું સામ્રાજ્ય છવાઈ ગયું. આશુતોષ નજર ચોરાવવા માથું નીચું ઘાલીને પગના અંગૂઠા વડે જમીન ખોતરવા લાગ્યો અને બાશિતની આંગળીઓ મોંઘાદાટ ટૅબ્લૅટની સ્ક્રીન પર ફરવા લાગી. જ્યારે થોડીવાર પછી ડૉ. બાશિતની સર્ચ પૂરી થઈ ત્યારે એણે મૌન તોડવાની પહેલ કરી. “દેખો, આશુ મિયાં, માના યે ઐસા મર્ઝ હૈ જિસે કહા ભી ન જાયે ઔર સહા ભી ન જાય. યે મર્ઝ કી વજહ ડાયાબિટીશ, બી.પી., નર્વસ સિસ્ટમમેં ડેમેજ, હાર્ટ ડીસીઝ, હોર્મોંસ ઈમબેલેંસ, અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ યા ફિર ઓબૅસીટી, સ્ટ્રેસ, ડર, દુઃખ, રિલેશનશીપમેં પ્રોબ્લેમ, ડરગ્સ મેં સે એક યા એક સે જ્યાદા હો સક્તી હૈ. વૈસે તો યે ૫૦ વર્ષ કે બાદ હોનેવાલા મર્દાના રોગ હૈ મગર... તુમ્હારી બદકિસ્મતી હૈ કી તુમ ઈસકે શિકાર બન ગયે હો વો ભી સિર્ફ થર્ટીઝ મેં...” આશુતોષ મટકુંએ માર્યા વગર બાશિતને સાંભળી રહ્યો. “અબ.... અબ... મૈં ક્યા કરૂં?? મેરે પિતાજીકો તો તુમ જાનતે હી હો, વો મેરી શાદી કરવા કે હી છોડેંગે. લેકિન મૈં કિસી માસૂમ કી જિંદગી તબાહ નહીં કર સક્તા. મૈં ગાંવ જાના ચાહતા નહીં હું ઔર વો મુજે યહાં રહેને દેંગે નહીં. ભગવાન કે લિયે મુજે કુછ રાસ્તા દિખા દે યાર...” આશુતોષ કરગરીને બોલ્યો. “આશુતોષ, દુનિયામેં ઐસા કોઈ દર્દ નહીં હૈ, જિસકી દવા ન હો...” “મતલબ... ઈસકી ભી દવા હો સક્તી હૈ..??” આશુતોષ આશા ભરી નજરે બાશિત સામે જોઈ રહ્યો. “હાં... હૈ તો સહી, ટેસ્ટોરીન ઔર ફોસ્ફોડીસ્ટ્રેટ ઈનહેબીટેંટ જૈસી દવાઈયાં ઓરલ યા સીધી લીંગકે સીરે પર ઈંજેક્શન કે રૂપમેં લેની હોતી હૈ. મગર... યે કિતની અક્સીર હો સક્તી હૈ, કબ તક લેની હોતી હૈ, યે શ્યોરલી કહા નહીં જા સક્તા. અગર મેરી બાત માનો તો તુમ અપને પરિવાર કે સાથ અપને ગાંવ ચલે જાઓ વો તુમ્હારે લિયે જ્યાદા બેટર રહેગા, ક્યોંકિ, અગર તુમ યહાં અકેલે રહે તો ઈંગ્લેંડકી શરાબ ઔર સિગરેટ વાલી લાઈફ સ્ટાઈલસે તુમ્હારી હાલત ઔર જ્યાદા બિગડ સક્તી હૈ.....” “મગર... બાશિતમિયાં, વહાં જાકે મૈં કરૂંગા ક્યા?? ઔર પિતાજી શાદી કે લિયે પીછલે દસ સાલો સે ફોર્સ કર રહે હૈ, ઇસ લાઈલાજ બિમારીકા કોઈ ઈલાજ હૈ ક્યા આપકે પાસ ડૉ.???” બાશિતને અધવચ્ચેથી અટકાવતાં બોલ્યો. “અભી તો ઈસ લાઈલાજ બિમારી કા કોઈ ઈલાજ નહીં હૈ, પર... ઈનશાલ્લાહ... મૈં જલ્દ સે જલ્દ કુછ કરતાં હું. હમ ફોનસે ટચમેં રહેંગે. લેકિન અભી મેરી તુમસે યે હી સલાહ હૈ કિ, તું અપને ગાંવ ચલા જા. ક્યોંકિ દોસ્ત, હિંદુસ્તાન હો યા પાકિસ્તાન... અપના દેશ અપના હોતા હૈ. વહાં કી મિટ્ટીકી બાત હી નિરાલી હોતી હૈ ઔર મુજે અલ્લાહમિયાં પર પૂરા વિશ્વાસ હૈ કિ, વહાં જાનેસે કુછ ના કુછ અચ્છા હો હી જાયેગા.” અને.... પોતાના મિત્રની સલાહને અનુસરીને આશુતોષે પોતાના માતા-પિતા અને ફઈબા સાથે પોતાના વતન તરફ પ્રયાણ કર્યુ.

“હું જેને હમેંશા ઝંખતો રહ્યો એ સાચું સુખ તો મારાથી વેંત જ છેટું હતું છતાં પરદેશના મોહમાં મેં મારી જાતે જ ગુમાવી દીધું હતું. પણ ભલું થાય બાશિતનું, જેણે મને અહિંયા આવવાની પ્રેરણા આપી.” સ્વ સાથે વાતો કરતો તે ખોવાઈ જતો. આશુતોષને રાજગઢમાં આવે બે મહિના જેટલો સમય થઈ ગયો હતો. આ બે મહિના દરમ્યાન એની જીવનશૈલી ધરમૂળથી બદલાઈ ગઈ હતી. લુખ્ખાં-સુક્કા બ્રેડ-બટર અને ઑમલેટનું સ્થાન ગરમા-ગરમ નાસ્તાએ લઈ લીધું હતું. બે ટાઈમ કૅન્ટીનને બદલે માતાના હાથે બનેલું ભોજન ખાઈને તે આંગળાએ ચાટી જતો. દારૂ અને ધુમ્રપાનની આદત ઘરની ગાયના દૂધ અને મલાઈમાં પરિવર્તિત થઈ ચૂકી હતી. ગામની ચોખ્ખી હવા એની રગેરગમાં સમાઈ ગઈ હતી. ઈંગ્લેંડનો વાસણ ધોવા વાળો મજૂર આજે આખા ગામનો ધણી બની ગયો હતો. અને એટલે જ, આશુતોષ ધીરે-ધીરે માંચેસ્ટરને ભૂલી રહ્યો હતો. પોતાના વતન, પોતાના દેશમાં રહેવું એની જરૂરિયાત બની રહી હતી. એક તો અહિંયાની આરામદાયક જીવનશૈલી એને કોઠે પડી ગઈ હતી અને બીજું મહત્વનું કારણ હતું બાર ગામના ધણી એવા એના પિતા ઠાકોર જોરાવરસિંહની સત્તા. એમની છત્ર-છાયામાં આશુતોષનો વ્યાપ વધી રહ્યો હતો. પોતાના કહેવાથી પરદેશ છોડીને રાજગઢ આવેલાં બચુ ઉપર એના બાપુ-સા અને બા-સાબના ચાર હાથ હતાં. ઉપરથી તે દેખાવડો પણ ક્યાં ઓછો હતો...?? પાંચ ફૂટ અગિયાર ઈંચનું કદ, ગૌર વર્ણ, કથ્થઈ આંખો, લાંબુ નાક, પાતળી મૂછો અને થોડું ભરાવદાર શરીર હોવાને કારણે પાંચમાં પૂછાવા લાગ્યો હતો. પિતાના જમીનદારીના કામ પણ ધીરે-ધીરે એને કોઠે પડવા માંડયું હતું. એના કામથી રાજગઢમાં તો ઠીક પણ આજુબાજુના વિસ્તારમાં પણ આશુતોષસિંહ જોરાવરસિંહ ઠાકોરના નામની સુવાસ ફેલાવા લાગી હતી. પિતાની વગ તો પહેલેથી જ હતી ઉપરથી તેમને ત્યાં નેતાઓની સતત આવન-જાવન પણ રહેતી. એમની સત્તાની રેલમછેલ અને હઠાગ્રહથી પ્રેરાઈને આશુતોષે પણ રાજકારણમાં ઝંપલાવાનો નિર્ણય લીધો જેને પરિવાર અને ગ્રામજનોએ સહર્ષ વધાવી પણ લીધો.

***

“ પિછલે ચાર મહિનોં સે તુમ તો મુજે જૈસે ભૂલ હી ગયે થે મિંયા, ફિર આજ ક્યા હુઆ?? ઈસ નાચીઝ કી યાદ કૈસે આ ગઈ? ઔર તુમ ઈતને ટેંસ ક્યું લગ રહે હો?? ક્યા બાત હો ગઈ યાર???”

“તુજે તો પત્તા હી થા ના કી મૈં ઈલેક્શન મેં બીઝી હો ગયા થા. ઔર ઈસ ઈલેકશન કી વજહ સે હી એક સાલ બાદ મેરી જિંદગીને ફિરસે કરવટ લી હૈ. જો બાત મૈં સમજ રહા થી કિ, હમેંશા કે લિયે દબ ગઈ હૈ, ઉસી બાતકા ભૂત ફિરસે ડોલને લગા હૈ. બાપુ-સા ઔર બા-સાબ મેરી શાદી કે પીછે પડ ગયે હૈ. કહેતે હૈ, મેરી ખ્યાતિ રાજગઢ ઔર આસપાસકે ઈલાકેમેં બઢને સે મેરે લિયે ઢેરોં રિશ્તે આને લગે હૈ, એન્ડ ધે ફોર્સ મી ટુ એક્સેપ્ટ વન ફ્રોમ ધીઝ... અબ તું હી બતા કે, મૈં ક્યા કરૂં..?? ઈસ બિમારી કે ચલતે મૈં શાદી કૈસે કર લું...??” ગળગળા સાદે આશુતોષ બોલ્યો.

“ મેરે ખ્યાલસે, અબ દો હી રાસ્તે હૈ તેરે પાસ.... એક તો અપને ઘરવાલોં કો સચ બતાદે યા ફિર દૂસરા....”

ઠાકોર જોરાવરસિંહના પ્રભાવ અને ગાયત્રીબાની લાગણીના બોજા હેઠળ પહેલો રસ્તો તો આશુતોષ અપનાવી શકવાનું વિચારી શકે એમ પણ નહોતો એટલે એણે બીજા રસ્તા ઉપર કળશ ઢોળીને લગ્ન માટે મંજૂરીની મહોર લગાવી દીધી.

બરાબર છ મહિના પછી રાજગઢના આંગણે આજે સુઅવસર આવીને ઊભો હતો. છત્રીસ ગુણોવાળા છત્રીસવર્ષીય આશુતોષના શુભ-લગ્ન બાદરગઢ ગામના સરપંચની પાંચ પુત્રીઓમાંથી સૌથી નાની એવી ૨૦ વર્ષીય મીના સાથે યોજાયા હતા. તમામ વિધિ-વિધાન બાદ આશુતોષની પિતરાઈ બહેનોએ મીનાનો આશુતોષના ઓરડે પ્રવેશ કરાવ્યો અને હસતી-ખિલખિલાતી ત્યાંથી રવાના થઈ ગઈ. ઈંગ્લેંડથી ખાસ લગ્નમાં પધારેલ ડૉ. બાસિત સાથે લાંબી ગોષ્ઠિ કર્યા બાદ આશુતોષે ઓરડામાં પ્રવેશ કર્યો. ભારે હૈયે દરવાજાને સ્ટોપર લગાવી તે ગુલાબ અને મોગરાનાં તાજા ખુશ્બુદાર ફૂલોથી મહેકતી સુહાગ-સેજ તરફ આગળ વધ્યો. કમને તે સેજ પર બેઠો. એણે ધૂંધળી દ્રષ્ટિએ સેજની વચ્ચો-વચ્ચ પગનાં અંગૂઠાને ચાદરમાં ભેરવતી મીનાનો હળવેકથી ઘૂંઘટ ઊંચો કર્યો. ગોરૂં મુખડું, અર્ધઝૂકેલી અણિયારી આંખ, તીખું નાક, ગુલાબની પાંદડી જેવા હોઠ, લાલચટ્ટક ચૂંદડી, ભારે દાગીના, કેશમાં શોભતાં ગજરાઓની મહેક અને વણસ્પર્શ્યુ તસતસતું અને છલકતું જોબન.... ઊફ...... આશુતોષનું મગજ જાણે બહેર મારી ગયું હતું. આ રૂપકડી ઢીંગલીનું ભવિષ્ય એના હાથે તાર-તાર થયું હતું. એણે હિંમત એકઠી કરીને સુહાગરાત અને સુંદર ભવિષ્યના સપનાંમાં આંખો મીંચીંને રાચી રહેલી મીનાનો ભ્રમ તોડતાં કહ્યું, “મીના, આજે આપણે સામાજિક રૂપે જન્મારાના બંધને બંધાયા તો છીએ પણ.... શારીરિક રીતે બંધાવાને હજુ વાર છે. હું તારો પતિ છું એટલે નહીં, પણ ઉંમરમાં તારા કરતાં ખાસ્સો એવો મોટો છું એ નાતે તને કહુંછું કે, આ અગ્નિની સાક્ષીએ અને મારા માતા-પિતાના દબાણને કારણે મેં તારી સાથે લગ્ન કર્યા એટલે તું મારા ધન અને કંઈક અંશે મારા મનની હક્કદાર તો છો પણ મારા આ તન ઉપર હાલ તારો કોઈ હક્ક રહેશે નહીં. મને થોડો સમય આપ, આ સંબંધને સ્વીકારવા માટે.. અને હાં.... મારી એક શરત છે કે, જો આ વાત ફક્ત ને ફક્ત આ રૂમની ચાર દિવાલોમાં જ રહેવી જોઈએ. જો આ વાત બહાર નીકળી તો હું આપઘાત કરી લઈશ અને એની સંપૂર્ણ જવાબદારી તારી જ રહેશે....” મીના ફાટી આંખે આશુતોષને તાકી રહી.

- આશા શાહ

આગલી કડીના મુદ્દાઓ

શરત -- અંધશ્રદ્ધાના કારણે બે વર્ષ શરીર સંબંધ નહી -- પતિની વાતમાં વિશ્વાસ -- સખીઓ સાથે મસ્તીમજાક -- સ્ત્રીસહજ અરમાનોની કસોટી અને શારીરિક જરૂરિયાતો -- આશુતોષની પ્રગતિ -- મીના સાથે કરેલા અન્યાયનો અહેસાસ -- ખાનગીમાં અન્ય રીતે ખુશ કરે -- બે વરસ પછી કૌટુંબિક દબાણ-ચિંતા -- ડોક્ટર -- ભૂવાની મુલાકાત -- ત્રાસ શરૂ થવો -- પિયરિયાનો સાથ નહી -- ડોક્ટરની મુલાકાત દરમ્યાન આશુતોષની ખામીનો ઘટસ્ફોટ.