વંશ - ગુજરાતી કથાકડી - 7 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વંશ - ગુજરાતી કથાકડી - 7


કથાકડી ભાગ ૭

લેખકો માટે નિયમો :

૧. વાર્તાને અનુરૂપ પ્લોટ અને સરળ , શુદ્ધ ભાષાવાળી કડી પસંદ કરવામાં આવશે.
૨. વાર્તાને અનુરૂપ જરૂરી ફેરફાર ટીમ કરશે. પણ લેખકના નામે જ વાર્તા પ્રગટ થશે.
3. વાર્તા પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર ટીમનો રહેશે.
૪. વાર્તા ન પસંદ કરવાના કારણો આપવામાં નહી આવે.
૫. વાર્તા પસંદ ન થાય તો આગલી કડી લખી શકાય.
૬. પસંદ પામેલ લેખક એકથી વધુ વખત કડી લખી ન શકે
૭. દરેક કડી ૧૦૦૦ શબ્દની હોય એ અપેક્ષિત છે .
૮. પસંદગી અંગેના કોઈ સવાલનો જવાબ આપવામાં આવશે નહી.
૯ . વાર્તાની કડી વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરી મોકલવાની રહેશે.
૧૦ . લેખકોએ પોતાની કડી kathakadi.online@gmail.com પર મોકલવી.
૧૧ .ટીમને પ્રાપ્ત પ્રથમ ૨૫ કડીઓમાંથી માન્ય ગણવામાં આવશે અને તેમાંથી જ સર્વ-શ્રેષ્ઠ કડીને વિજેતા
જાહેર કરી વાર્તામાં કાયમી સ્થાન આપવામાં આવશે,
૧૨ .આ કડી સાથે આગલી કડીના મુદ્દાઓ આપ્યા છે તેને અનુસરીને જ પછીના અઠવાડિયાની કડી લખવાની
રહેશે
૧3 .જેની કડી ટીમ દ્વારા પસંદ કરવામાં આવશે તે વિજેતા લેખકને માતૃભારતી ૫૦૦ રૂનો પુરસ્કાર આપશે .


તદ્દન ભારે હૃદયથી 'શાશ્વત' માંથી નીકળેલા આશુતોષ અને મીના રસ્તામાં કઈ બોલતા ન હતા. મીનાના મનમાં એક નિર્ણય જન્મ લઇ રહ્યો હતો જે નિર્ણય તેનો અધિકાર હતો. કદાચ આશુતોષે એની ઉપેક્ષા કરી ન હોત તો આવા નિર્ણય ના વિચાર તેના મનમાં ન આવત. વંધ્યત્વ હોવું પાપ નથી માત્ર સબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હોત તો પણ કઈક ફલશ્રુતિ મળી શકત એ વાત તેના મનમાંથી નીકળતી ન હતી.
તેના શરીર માં એક ઝંખના ઉત્પન્ન થઇ હતી, ૨ વર્ષનો વનવાસ તો શરીરે સહન કરી લીધો. પણ હવે માતૃત્વની ઈચ્છા અને સ્ત્રી હઠ મીનામાં આકાર લઇ રહી હતી.
ઘરે પહોચ્યાં ત્યાં તો બધાના મોઢા ચડેલા હતા. સાસુબા ફોઈબા તો વાંઝિયા નું મહેણું મારવાનું ચાલુ થઇ ગયા મીના બધાને અવગણી અંદર રૂમમાં ચાલી ગઈ. આશુતોષ પણ સુન્ન થઇ ગયો અને સોફા પર ધબાક કરતો બેઠી એક ડર નું ગંભીર પરિણામ તે આખા પરિવાર ને આપી રહ્યો હતો અને માસુમ મીનાની તો જિંદગી જીવવી હરામ કરી દીધી હતી.
મીના દબાતા પગે રૂમમાં ચાલી ગઈ કોઈએ કોઈ પણ જાતની વાત ના કરી આંખોથી આખો મળાવી ચાલતા ગયા.આશુતોષ અંદરને અંદર થી ખવાતો હતો. આપણા સમાજમાં સેક્સની સમસ્યા જાહેરમાં ચર્ચા કરાતી નથી જેના લીધે કેટલાય ન ભરવાના પગલા લેવાઈ જતા હોય છે. ઘરની વચ્ચે આ બધી વાતો કહેતા તે અચકાતો હતો આથી તે આખી રાત કઈ ન બોલ્યો.
વહેલી સવારના ઠંડા વાતાવરણ માં ઠાકોર પૂજા કરી રહ્યા ત્યારે આશુતોષ ઉઠી ગયો અને આ જ સમય યોગ્ય છે એમ જાણી ને પૂજા અર્ચના પતવાની રાહ જોવા લાગ્યો. ધુપદીપ, અગરબતી, મંત્રોચ્ચાર, ઘંટડીઓ નો અવાજથી વાતાવરણ પવિત્ર બની ગયું હતું. સવારના આટલા વહેલા સમય આશુને જાગતો જોઈ બાપુ ખુદ ચકિત થયા પણ પૂજા ચાલુ રાખી.
"હાં બોલ દીકરા, આજે આટલો વહેલો? ચૂંટણી નું કામ છે કે શું?" જોરાવરબાપુ બોલ્યાં
"ના બા...પુ, થોડી વા.....ત કરવી છે. .... તમારી જો..ડે." આટલું બોલતા આશુતોષ રીતસર હાંફી ગયો
"હાં તો કે આમ કેમ બોલશ પણ ?"
"બાપુ.. બાપુ... હું..... હું બાપ બની શકુ તેમ... નથી.... કમી મારામાં જ છે....
"શું? એનો મતલબ....."
"હાં મીના નિર્દોષ છે" આશુતોષે અડધેથી વાત કાપતાં બોલ્યો.
થોડી વાર સુધી રૂમમાં શાંતિ છવાઈ ગઈ. અગરબતી સળગતી હતી તેનો ધુમાડો જ વાતાવરણ જીવંત બનાવતો હતો.
"તો હવે.... શું કહ્યું દાક્તરે" થોડી વાર પછી ઠાકોર બોલ્યાં
"કૃત્રિમ ગર્ભાધાન" "કોઈ બીજા પુરુષના વીર્યદાન થકી આપણા કુળમાં બાળક અવતરી શકે.."
"હે શું? ગાંડો થઈ ગયો છે કે શું, આ રીતે થતું બાળક આપણા કુટુંબમાં ન ચાલે... અને તું આમ વિચારી કેમ શક્યો છી.....છી."
બાપુ તાડુક્યા.
* * * *
ધીમે ધીમે તેને પોતાના પિતાના બાપુસાના મગજ માં વાત ઘુસાડવાનો પ્રયત્ન કર્યો કે તેમણે પૌત્ર સુખ મળી શકશે પણ અન્યના 'સ્પર્શ' વડે.
પોતાના 'સ્પર્શ' માં એ વસ્તુ નથી જે માદાને ફલિત કરી શકે.
બાપુ ને આ કોઈ કાળે આ વાત પસંદ ના હતી..
* * * *
આ તરફ મીનાના શરીરના આવેગો હવે તેનાથી જીરવાતા ના હતા. આશુતોષ હજી કોઈ પણ જાતનો સબંધ બાંધવા રાજી ન હતો કદાચ આ સબંધ કહેવા પુરતા શારીરિક છે બાકી મન મેળ હોય તો જ શરીર સાથ આપતું હશે. બે જીવતી લાશો તરફડતી અવસ્થામાં વલખા મારતા મારતા પડખા ફેરવી રહ્યા હતા.
મીનાના હાથમાં સ્માર્ટફોન નામનું રમકડું આવેલું જે આશુતોષે થોડા સમય પહેલા આપેલું પણ તેને કઈ રસ ન હતો. પણ હવે થોડી શાંતિ મળતા તે ઉપયોગ કરતી પણ થઇ હતી.બહેનપણી જોડે વાતચીત કરવામાં સમય કાઢતી ત્યાં અચાનક Facebook પર આયાન નામ જબક્યું મીનાનું હૃદય થોડું ચલિત થયું પણ મક્કમ બની રહેતા મનને સમજાવ્યું થોડા સમય માટે આખો બંધ કરી અને છેવટે તે હારી ગઈ ટાઈમલાઈન જોતી ગઈ એના ફોટા સેલ્ફી જોયા થોડી હરખાઈ પણ ખરી અને વિચાર્યું કાશ આ પુરુષ મને મળ્યો હોત તો કેવું રહેત પણ પતિવ્રતા નારી ફરી આશુતોષનો ચહેરો પોતાની સામે દેખી અને ઉદાસીના સાગરમાં ડૂબી જતી.
આશુતોષ પોતાનો પુરુષધર્મ નિભાવતો હતો એ વાત નો તેને રંજ ન હતો પણ એક પતિ તરીકે તે પત્ની સામે ખરો ઉતરી ન શક્યો તેનો વસવસો કરતી કરતી મનમાં જ દુઃખી થઈ જતી.
* * * *
આ બાજુ બહુ જ વિચારણા બાદ બાપુના મનમાં એક નવોજ છતાં વિકૃત વિચાર જન્મ લેવા લાગ્યો... જે કેવી રીતે આશુને કહેવું તે વિષે તે અવઢવમાં હતો છતાં હવે તે એકવાર કોશિષ કરવાનો જ હતો..
"ના ના ના એમ થોડું બહારની ત્રીજી વ્યક્તિનું વીર્ય બહુરાનીમાં દાખલ કરી ગર્ભ રખાવાય આવું સંતાન તો બાપુનું નામ બજાવે 'મિશ્ર રક્ત' શરમ આવવી જોઈએ તારે..' બાપુ તાડુક્યા જયારે આશુતોષ ફરી બાપુને મનાવવા વ્યર્થ પ્રયત્ન કરવા લાગ્યો... તેઓ આને પાપ સમજતા હતા. રાજપૂતના ઘરમાં બહારનું ખૂન આવેજ કેમ? "જો આપણા જ કોઈમાંથી કોઈનું ખૂન હોય તો એ ચાલી જાય પણ કોઈ બહારના પુરુષના વીર્ય થકી આપણા ઘરમાં કુળ દીપક નહિ આવે સમજી લેજે.. અને આપણે ખબર પણ ના હોય કે કોનું વીર્ય કે કઈ જાતના મર્દનું વીર્ય છે એવી ટ્રીટમેન્ટ તો નહિજ ચાલે કહી દઉં છું ચોરી તને..." ઘરના મેમ્બરની વાત છેડી બાપુએ પાસો ફેંક્યો...
"પણ બાપુ મેડીકલી આ સિવાય કોઈજ ઓપ્સન નથી આપણી પાસે.. સિવાય કે.. સિવાય કે..."
બાપુને તીર નિશાન પર જતું દેખાયું છતાં નાટક જારી રાખ્યું.. "સિવાય કે શું?? બોલી નાખ જે બોલવું હોય તે..."
"સિવાય કે તમે જ... તમે જ.. આપણા ઘરમાં મારું બાળક લાવો..." આટલું વાક્ય બોલતાં હ્રદય ખુબ જ ભારે થઇ ગયું આશુનું... છતાં આગળ ચલાવ્યું.. "તમને વિરોધ પારકા રક્તથી છે ને આ તો આપણા જ કુટુંબનું બાળક થશે."
તીર નિશાના પર જઈ લાગ્યું હતું અને મનમાં ખુબ રાજી થવાછતાં ખુબ ગંભીર મુદ્રા રાખી બાપુ એટલુ જ બોલ્યા "સારૂ હું વિચારીશ થોડા દિવસોમાં કહું, પણ એક વાત યાદ રાખજે, તારામાં કોઈ કમી છે કે તારું સંતાન મારાથી અવતરશે જેવી કોઈ પણ વાત ઘરની કોઈપણ બાયુંને હમણાં કરતો નહિ.."
* * * *
આ બાજુ મીનાને ખ્યાલ પણ ન રહ્યો કે એ હવે અયાન તરફ ઢળતી હતી. પોતાના ફોટો મુકવા. સવારના ગુડમોર્નિંગ થઈ રાતના ગુડનાઈટ સુધીના મેસેજની આપ-લે કરી રહ્યા હતા. સ્ત્રી પ્રેમ તરીકે માત્ર એક ખભો જ માગે છે જ્યાં પોતાની બધી જ લાગણી ઢોળી અને પુરુષ બંને સ્વીકારવા તૈયાર રહે આવું જ કઈક મીના અને આયન વચ્ચે થયું હતું.
આશુતોષ ચુંટણીના કાવાદાવામાં ખુપતો હતો અને મીના આયાનમાં. આયાન પણ ક્યાં ખરાબ હતો. એને પણ પ્રેમ તો હતો જ ને પણ કહી ન શક્યો એ ભૂલ હતી આયાન તરફની નિકટતાને લીધે હવે તે મોબાઈલ થઈ ક્ષણ પણ અળગી થતી ન હતી.
મીનાની 'વીર્ય' વળી વાત સાંભળી તેના સસરાની નજર હવે બદલાઈ હતી. તેના દીકરા તરફથી જ લીલી ઝંડી મળી ગઈ હોવાથી હવે તે બેખૌફ હતા છતાં ઘરની સ્ત્રીઓને આ વાતની જાણ થાય તો નામ લજાય તેમ હતું તેથી તે બહુ ઉતાવળ કરવા પણ નહોતા માંગતા..
બાપુની અંદરનો માણસ રાક્ષસ બનતો હતો. તેની મીના તરફ જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ. તે જ્યાં જ્યાં મીનાને એકલી પામતો ત્યાં જવા પૂરતા પ્રયત્ન આદરતા થઇ ગયા. રસોડામાં મદદના બહાને જવું અને અજુગજતું સ્પર્શ કરી લેતા. ક્યાંક વગર પૂછે હાથ પકડવા લાગ્યા તો નિતંબને સ્પર્શ કરવા લાગ્યા
મીનાનું ધ્યાન હજુ અહી ગયું ન હતું આથી એ હજુ કઈ પ્રતિકાર કરતી ન હતી જેને સસરાએ સ્વમન માં જ સંમતિ સમજી લીધી હતી.
કદાચ મીનાનું ધ્યાન આયાન માં જ હતું. અત્યારે એટલે આ બધી બાબતો ની અવગણના થતી હતી. ઘરના કામકાજ પુરતી બહાર રહેવાનું તેને શરૂ કર્યુ બાકી રૂમમાં જ બેઠી રહેતી થઇ ગઈ આ વસ્તુ 'બીઝી' આશુતોષ ને ખ્યાલ ન પડતી ન હતી.
સસરા થોડી વધુ છૂટ લેતા થયા અને પ્રથમ વખત ઘરમાં કોઈની હાજરી ન હોતા તેના રૂમમાં દાખલ થયા.
"હાં બાપુ સા કઈ કામ પડ્યું મારું" મીનાએ વિવેક કર્યો
"ના દીકરા શું કરશ એ જોવા આવ્યો હતો" સસરા બોલ્યાં અને માથા પર, ગાલ પર હાથ ફેરવ્યો હાથ જ્યારે મીનાના હોઠ પર આવ્યો ત્યારે મીના ચમકી, તેનું સ્ત્રીત્વ જાગૃત થયું પારકા પુરુષનો સ્પર્શ તેણે અનુભવ્યો
"બાપુ સા" મીના બોલી
બાપુ રૂમની બહાર ચાલતા થયા તે મનમાં હસતા રહ્યા અને મીના સનસની ઉઠી હતી.
* * * *
મીના પર આ હરકત અસર કરી ગઈ અને ધીમે ધીમે બે-ત્રણ દિવસમાં ઠાકોરનો બદલાયેલો વ્યવહાર નોંધવા લાગી. આ વિચારથી તે ડરી ગઈ કે હવે શું કરવું આશુ ને કહી શકાય એ સ્થિતિ નો વિચાર કરવો પણ તેણે યોગ્ય ન સમજ્યો.
એક સ્ત્રી જ્યારે આવી સ્થિતિમાંથી પસાર થાય ત્યારે સૌથી પહેલા એ જ વિચારે છે જો હું જાહેર કરીશ તો મારી ઈજ્જત જશે અને માં-બાપ નું ખરાબ લાગશે, સમાજ શું વિચારશે આવું વિચારી પોતાની જાત ને અવગણી સહન કરતીજાય છે અહી પણ તેને એવું શરૂ કર્યુ પણ આયનને દરેક વાત કહેતી હતી તેમ આ પણ કહેવાનું ચાલુ કર્યુ.
"હાઈ" મીનાએ મેસેજ કર્યો અને આખી વાત ચાલુ કરી. નાની નાની વાતોને સંભાળનારા મળતા તે એકદમ નિખાલસ પણે બધું કહેતી ગઈ અને મનોમન નિર્ણય કર્યો હવે થોડો સમય માં-બાપુ ને ત્યાં રહેવું છે
સવાર ના પહોરમાં આશુતોષ સામે પોતાનો નિર્ણય જાહેર કર્યો આશુતોષે હાં પાડી દીધી કેમ કે ચૂંટણી ના વાતાવરણ માં એ પણ તેને અહી રાખવામાં રાજી ન હતો.
"પણ બાપુને પૂછવું પડશે ને"
"હાં" મીના મનોમન જાણતી આ વાત આવશે જ એ સમજી શકતી ન હતી. ચાલીસ ની નજીક પહોચેલો વ્યક્તિ આટલા નિર્ણય ન લઇ શકે.
આશુતોષ રૂમ છોડી બાપુ જોડે ગયો આ વાત સંભાળ્યા પછી જોરાવરબાપુને મજા ન આવી પણ ના પડવાનું કઈ કારણ ન હતું એટલે ના કેમ પાડવી.
"દસ દિવસથી વધુ નહી હો" બાપુએ હુકમ છોડ્યો
"હાં"
બંને જણા મીનાના પિયર જવા નીકળી પડ્યા. બંને જણા વચ્ચે સામાન્ય વાતચીત થતી હતી. પિયર જવાની ખુશીમાં મીના ખુબ તૈયાર હતી. આયાન ને મળવાની ઈંતજારી હવે ખત્મ થવાની હતી એ વાતથી તે મનોમન મલકાતી હતી.
"સ્પર્મ ડોનેટ કરવામાં બાપુ હજી રાજી નથી" આશુતોષે વાત ઉપડી, જો કૈક વાત આગળ વધે તો બાપુ વિષે વાત કરું તેવી આશુતોષની ગણતરી હતી.
"હમ્મ" માત્ર આટલો જ જવાબ વળી વાત પૂરી કરી તેથી આશુતોષ પણ હમણાં ચુપ રહ્યો..
કાર એ જ હતી અને જણા પણ બે જ હતા મીનાના મનમાં ફરી એ જ વિચાર આકાર લેતો થયો કે માં બનીશ તો સમાગમ વડે જ બાકી નહિ જ કમી મારી નથી ચાત મારું અપમાન મારી ઉપેક્ષા શું કામ આ પ્રશ્નોના જવાબ હતા છતાં તે ન હતા તેવા હતા.
ગામડાના ઉબડ ખાબડ રસ્તાઓ વચ્ચે કાર ચાલતી હતી કોઈ પરિચિત દેખાય તો હોર્ન વગાડી અભિવાદન લેતા લેતા કાર ઝાપા પાસે ઉભી રહી. આખું ઘર બહાર આવી ગયું હતું આ વખતે માં-બાપુની ઉપેક્ષા ન હતી. પોતાની છોકરી નિર્દોષ હતી એ જાણી આનંદિત થતા હતા.
"આવો જમાઈરાજ પધારો" આશુતોષને એના સસરા ઉતરતા બોલ્યાં
આશુતોષ અને મીના ઘરમાં પ્રવેશ્યા મીનાની આંખોને ટાઢક ત્યારે જ વળશે જ્યારે આયન ને જોશે. આયન ક્યાંય ન હતો એ વાત તેને કણ ની માફક ખુંચતી હતી. તેને મેસેજ તો કરેલો છતાં કેમ ન આવ્યો એવા સવાલોની વચ્ચે બંને મીના સહેલી જોડે અંદરના રૂમમાં ચાલી ગઈ.
આ એજ સખીઓ હતી જેની સાથે ક્યારેય મસ્તી મજાક કરી લેતા પણ આજે સ્થિતિ જુદી હતી.
સાંજની સાથે આશુતોષ ઉપડ્યો. ઘણા આગ્રહ હતા રાત્રી રોકાણ માટે ન માન્યો. અને મીનાને પણ એ જ જોઈતું હતું એ પણ મનોમન રાજી થઇ હવે આગળ ના દિવસ ની સવારની રાહ જોતી હતી રાત્રે મેસેજ કરી દીધો અને મધુર સ્વપ્ન માં સુઈ ખોવાઈ ગઈ.
* * * *
સવાર પાંચ વાગ્યે મીના ઉઠી ગઈ એ ખુબ હરખમાં હતી દૈનિક ક્રિયા પતાવી લગભગ અડધો કલાક સુધી સ્નાન કર્યુ. શરીરના એક એક અંગો અને વળાંકો ને સજાવી દેવા આતુર હતી. સુગંધિત શેમ્પુ થી વાળ ને શણગાર્યા અને મનગમતો ડ્રેસ પહેર્યો કોઈ પણ જાતના મેકઅપ વગર મીના મોહક લગતી હતી કોઈ પણ આડંબર વગર તે પેલા કુવા પાસે પહોચી જ્યાં પહેલેથી જ એક પ્રતિકૃતિ પાછળ તરફ ચહેરો રાખી ઉભી હતી.
મધ્યમ કદ અને વેલ 'ડ્રેસ' માં આવેલો આયન સવારના સાત વાગ્યાના કુણા તાપમાં કાતિલ લાગતો હતો. એક એક પળ જીવવા માટે તે પણ 'રેડી' હતો. નજરો ઝુકાવી મીનાને આવતી જોઈ આયન ભૂતકાળમાં ખોવાઈ ગયો જ્યાં તેઓ મસ્તી મજાક કરતાં ઝઘડતા અબોલા લેતા અને ફરી દિવસના અંતે ફરી બોલી જતા.
"હાય" મીનાએ વાત ચાલુ કરી.
આયાન ફરી વર્તમાન માં આવ્યો અને મીના ને તાકી રહ્યો જ. બંને જણ હસ્યા અને વાતો કરવા લાગ્યા હાથ માં હાથ રાખી બેઠા ગામથી દુર કુવા પાસે ભીડ થાય એ પહેલા વાતો કરવા લાગ્યા અને હાથમાં હાથ પકડી દુર ગયા.
મીનાએ બધી વાતો કહી સાસરીના મહેણાં, આશુ નો ડર અને સસરાની નજર બધું કહી દીધું અને હવે મૌનમાં જ નજરો વાતો કરતી હતી.
દિવસનો રોજનો એક કલાક આયાનની જોડે અને પછી આખો દિવસ એના વિચારમાં ડૂબવા લાગી. એનું મન હવે આયન માટે તડપડતું હતું મનની ઈચ્છા દબાવવી હવે અશક્ય લગતી હતી અને એક નિર્ણય તો તેને કરી લીધો કે માતૃત્વ ધારણ કરશે તો શારીરિક સુખ માણીને જ.
- Poojan N. Jani preet


કડી ૮ માટેના મુદ્દા.

એય્યાન-મીનાનાં સંબંધ ગાઢ બનવા
-શારીરિક સંબંધની શરૂઆત
- મીના સાસરે પરત ફરી
- મોર્નિંગ સીકનેસનાં લક્ષણો દેખાતા ઘરમાં ઉત્સાહનો માહોલ..


કથા કડી -૭

લીમ્કાબુકમાં સ્થાન મેળવનાર અનોખો વિચાર