વંશ - ગુજરાતી કથાકડી - 10 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વંશ - ગુજરાતી કથાકડી - 10

કથા કડી ૧૦

લિમ્કા બુકમાં સ્થાન મેળવનાર અનોખો વિચાર

લેખકો માટે નિયમો :

૧. વાર્તાને અનુરૂપ પ્લોટ અને સરળ , શુદ્ધ ભાષાવાળી કડી પસંદ કરવામાં આવશે.
૨. વાર્તાને અનુરૂપ જરૂરી ફેરફાર ટીમ કરશે. પણ લેખકના નામે જ વાર્તા પ્રગટ થશે.
3. વાર્તા પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર ટીમનો રહેશે.
૪. વાર્તા ન પસંદ કરવાના કારણો આપવામાં નહી આવે.
૫. વાર્તા પસંદ ન થાય તો આગલી કડી લખી શકાય.
૬. પસંદ પામેલ લેખક એકથી વધુ વખત કડી લખી ન શકે
૭. દરેક કડી ઓછામાં ઓછી ૧૦૦૦ શબ્દની હોય એ અપેક્ષિત છે .
૮. પસંદગી અંગેના કોઈ સવાલનો જવાબ આપવામાં આવશે નહી.
૯ . વાર્તાની કડી વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરી મોકલવાની રહેશે.
૧૦ . લેખકોએ પોતાની કડી kathakadi.online@gmail.com પર મોકલવી.
૧૧ .ટીમને પ્રાપ્ત પ્રથમ ૨૫ કડીઓમાંથી માન્ય ગણવામાં આવશે અને તેમાંથી જ સર્વ-શ્રેષ્ઠ કડીને વિજેતા
જાહેર કરી વાર્તામાં કાયમી સ્થાન આપવામાં આવશે,
૧૨ .આ કડી સાથે આગલી કડીના મુદ્દાઓ આપ્યા છે તેને અનુસરીને જ પછીના અઠવાડિયાની કડી લખવાની
રહેશે
૧3 .જેની કડી ટીમ દ્વારા પસંદ કરવામાં આવશે તે વિજેતા લેખકને માતૃભારતી ૫૦૦ રૂનો પુરસ્કાર આપશે .


થોડા સમય બાદ ગાડી મીનાને લઇને અયાનના ઘરે આવી પહોંચી.મીના અત્યાર સુધી ખુબ ડરેલી હાલતમાં હતી કે કોઇ તેનો પીછો કરતું આવી ન પહોંચે.પણ હાશ..તે તેણે નક્કી કરેલી જગ્યાએ પહોચી ગઇ.ગાડી ઉભી રહેતા જ મીના વાયુવેગે દોડીને અયાનને મળવા દોડી ગઇ અને જેમ કોઇ વેલ સર્પાકારે વૃક્ષના થડને વીટળાઇ પડે તેમ તે અયાનને બાથ ભરી ભેટી પડી.અયાન પણ તેને આ રીતે ભેટતી જોઇ તેને તેની બાહોમાં ભરી લીધી, આ બાજુ આશુતોષ ઘરે ખુબ જ ગુસ્સામાં હતો.તેને કોઇ પણ ભોગે બાળકનો અસલી પિતા કોણ છે તે જાણવું હતુ પણ મીના પણ કાંઇ ઓછી ઉતરે તેમ ન હતી.તે આશુતોષને જરા પણ મચક આપતી ન હતી.તે રૂમમાં એકાંતમા પોતાનો ગુસ્સો નિર્જીવ વસ્તુઓ પર ઉતારી રહ્યો હતો..

આશુતોષે દવાખાને મીનાની છુપી રીતે દેખરેખ કરનાર તેના સાગરિતોને ફોન કરી ત્યાંના હાલચાલ જાણવા ફોન કર્યો.તેઓ જ્યાં રૂમમા જોવા ગયા તો મીનાની ગેરહાજરી જણાતા તાત્કાલીક આશુતોષને કોલ કરી સમાચાર પહોચાડ્યા. “શું બકે છે?કાંઇ ખબર છે કે તું શું કહી રહ્યો છે?તે પાંચ ફૂટની ગઇ તો કેવી રીતે?તમે ત્યાં શું કરતા હતા?જલ્દી તપાસ કરો,મને કોઇ પણ હાલતમાં મારે મીના જોઇએ.જો તે ન મળી તો તમે આ દુનિયામાંથી ગયા.” આશુતોષ બરાડી ઉઠ્યો અને ધુંવાફુવા થતો ગાડી લઇ નીકળી ગયો..

મીના અયાનને વળગી રડે જતી હતી.અયાન મીનાનુ દુઃખ સહન કરી શકતો ન હતો અને તેને શાંત થવા સમજાવી રહ્યો હતો,પણ મીના માની જ નહી અને રડે રાખી,બાદમાં અયાને તેને બેસાડી અને સમજાવતા કહ્યુ,“બસ હવે ચુપ થઇ જા મીના.જો તારા ગર્ભમા આપણો પ્રેમ પાંગરી રહ્યો છે.મારા માટે નહી તો તેના ખાતર તુ દુઃખી થવાનુ છોડી દે.તારે તો હર હંમેશ ખુશ જ રહેવાનુ છે જેથી આવનાર બાળક પણ ખુશખુશાલ આવે અને હમણા થોડા જ સમયમા આપણું બાળક આ દુનિયામા જન્મ લેશે ત્યાર બાદ ચોક્કસ હું તને એ નર્કમાંથી છોડાવીને જ રહીશ.” “અયાન હું હવે આ બધા જુલ્મ અને રોજબરોજના ઝઘડાઓ વચ્ચે રહેવા માંગતી નથી.એક કામ કર ને,ચલને અત્યારે જ આપણે ક્યાંક દૂર ભાગી જઇએ.એ નપુંસક આશુતોષ સાથે હવે હું એક પળ માટે પણ રહેવા રાજી નથી.”

“મીનુ તુ આવા કોઇ ટેન્શન લેવાનુ છોડી દે અને બસ તારી અને બાળકની સેહતનુ વિચાર.જેટલા દિવસો તે કાઢ્યા છે તેટલા દિવસો પણ તારે હવે ત્યાં કાઢવાના નથી.થોડુ દુઃખ પડે એ સહન કરી લે.અત્યારે આપણે ક્યાંક દૂર ભાગી જશુ તો પણ તે લોકો આપણે જીવતા નહી છોડે.કોઇ પણ ભોગે આપણે શોધીને આપણે મોતને ઘાટ ઉતારીને જ જંપ લેશે.આશુતોષની પાર્ટી બહુ વગવાળી છે તેનો તને કદાચ ખ્યાલ નહી હોય પણ મને તેની પાર્ટી અને તેની તાકાતનો પુરેપુરો ખ્યાલ છે.માટે અત્યારે તું તેના ઘરે જતી રહે અને મનમાં હિમ્મત રાખજે.હું હંમેશા તારી સાથે જ છું.હવે રડવાનુ છોડી દે અને એક મસ્ત સ્માઇલ આપી દે મને પ્લીઝ.અને તેઓ જો આપણા બાળક સાથે કાંઇ અજુગતુ કરવાની ટ્રાય પણ કરશે તો તેઓની તો ખેર નથી એ વાત પણ તું યાદ રાખજે.મારા બાળક માટે તો હું આખી દુનિયા સામે લડી જઇશ.”

સારુ તુ કહે છે તો તારા અને આપણા આ બાળક ખાતર હું હજુ એ જેલમાં થોડો સમય જેમ તેમ કરીને પસાર કરી લઇશ.હું યોગ્ય સમયની રાહ જોઇશ.મીનાને હસતી જોઇ અયાનના જીવમા પણ જીવ આવ્યો.અયાને તેને થોડો આરામ કરવા કહ્યુ પણ મીના માની નહી. “અયાન આજે ઘણા દિવસ થયા મને શાંતિથી બે ટંકનું જમવા પણ મળ્યુ નથી.ચાલ આજે આપણે બહાર જમીએ.” મીનાએ કહ્યુ. “મીના અત્યાર સુધી તો આશુતોષને ખબર પડી ગઇ હશે કે તું દવાખાનેથી નાસી છુટી છે અને તે ભુખ્યા સિંહની માફક તને શોધતો હશે અને આવી વિપરિત હાલતમાં જો આપણે બન્નેને તે સાથે જોઇ જશે તો તેને ઇશારામાં બધી હકિકત સમજાઇ જશે.” અયાને કહ્યુ. “જે થાય તે થવા દે અને તેને સ્વપ્ને પણ ખ્યાલ નહી આવે કે હું અહી મારા પિયરના ગામે તારા ઘરે આવી છું.ચલ આપણે જઇએ.હવે તુ પણ મારી જેમ બહુ ચિંતા કર નહી.મીના આમ કહેતી અયાનનો હાથ પકડી તેની સાથે બહાર નીકળી.બન્ને ગાડીમા બેસી બહાર જવા નીકળ્યા. મીના અને અયાન થોડે દુર ગયા ત્યાં મીનાને જરા પેટમાં દુખાવો શરૂ થતા તે પિડાથી કરાડી ઉઠી.અયાને તરત જ ગાડી સ્ટોપ કરી દીધી અને મીનાને સંભાળતા કહ્યુ, “શું થયુ મીના?તુ ચિંતા ન કર.આપણે પાછા ઘરે જતા રહીએ.થોડો આરામ કરતા તને સારુ ફીલ થશે.”

“ના ના એવુ તે કાંઇ નથી.આ તો થોડો થાકના કારણે દુખાવો અચાનક ઉપડી આવ્યો.એક કામ કર અયાન અહી નજીકમા કોઇ રેસ્ટોરન્ટ હોય તો ત્યાં લઇ લે.મને તરસ લાગી છે.” મીનાએ કહ્યુ. અયાને નજીકના રેસ્ટોરન્ટ પર ગાડી થોભાવી.મીના અને અયાન બહાર જ પાથરેલા ખાટલે બેસાડી અને તે પાણીની બોટલ લેવા અંદર ગયો.અયાન ગયો ત્યારે મીનાને તેના ફોનનો ખ્યાલ આવ્યો.તે ભુલી જ ગઇ હતી કે તેનો ફોન ક્યાં હતો?ઘરે કે પછી દવાખાને?અયાન આવ્યો એટલે મીનાએ તેને પોતાના ફોન પર કોલ કરવા કહ્યુ. મીનાનો ફોન રણકી ઉઠ્યો.....ટ્રીન....ટ્રીન.....ટ્રીન.....સામે છેડેથી અવાજ આવ્યો “હેલ્લો”.કોઇ પુરૂષનો અવાજ આવતા અયાને ફોન કટ કરી દીધો અને મીનાને કહ્યુ કે ફોન આઉટ ઓફ કવરેજ છે. થોડી વાર બાદ અયાનના ફોનની રીંગ વાગી,તેણે જોયુ કે મીનાના ફોનમાંથી કોલ હતો.અયાન ફોન રીસીવ કરવા ગયો કે ફોન કટ થઇ ગયો.પાંચ પાંચ મિનિટે હવે આ રીતે થવા લાગ્યુ.અયાન ફોન રીસીવ કરવા જાય કે ફોન કટ થઇ જાય.અયાન પણ હવે મુંજાઇ ગયો... આ વખતે ફોનની રીંગ વાગી અને અયાને ફોન રીસીવ કર્યો પણ ફોન કટ થયો નહી અને સામે છેડેથી વાત કરતા કોઇ બોલ્યુ , “મે ધર્મરાજ બોલ રહા હું.યે ફોન મુજે મીલા હે.યે આપકા હૈ ક્યા?”

“જી...હા...ભૈયા....યે મેરી ધર્મપત્નીકા ફોન હૈ.આપ કહ પે હો?આપકો યે ફોન કહા સે...........’ અયાન હજુ વાત કરવા ગયો ત્યાં જ ફોન કટ થઇ ગયો અયાન સમજી ગયો કે જરૂર દાળમાં કાઇક કાણું છે.પણ આ વાતની જાણ તેણે મીનાને થવા દીધી નહી અને મીના પાણી પી અને થોડી ફ્રેશ થઇ કે અયાને તેને ગાડીમા બેસાડી દીધી. “હલ્લો મે તુમ દોનો કે સબ રાઝ જાન ચુકા હું.ચુપચાપ તુમ દોનો મે જૈસા કહુ વૈસા કરો વરના......” ફરીથી મીનાના ફોન પરથી અયાનને ધમકી મળી અને ફોન કટ થઇ ગયો.અયાને સામે કોલ કરવાની ટ્રાય કરી તો ફોન સ્વિચ્ડ ઓફ આવવા લાગ્યો. અયાન પણ હવે થોડો ડરી ગયો.તેણે સમય અને સંજોગોને ધ્યાનમા રાખી મીનાને બધી વાત કરવાનુ નક્કી કર્યુ.હજુ તે ગાડીમા બેસી મીના સાથે વાત કરવા જતો જ હતો કે ફરી ફોન રણકી ઉઠ્યો. “ચુપચાપ તુમ ફોન અપની ધર્મપત્નીકો દો.મે ઉસકે સાથ બાત કરના ચાહતા હું ઔર જ્યાદા ચાલાકી નહી વરના...હા.....હા...હા....” અયાને મીનાને ફોન આપ્યો. “મીના સામે છેડેથી થતી વાત સાંભળી હેબતાઇ ગઇ.તેના ચહેરા પરથી પરસેવાના બિંદુઓ ટપકવા લાગ્યા. “અયાન આપણે બન્નેની બધી વાત આ માણસને ખબર છે.બીજુ બધુ હવે રહેવા દે.એક કામ કર મને ફરી દવાખાને પહોચાડી દે.આશુતોષને હું સંભાળી લઇશ.” “મીના ઓ મીના આટલી વ્યાકુળ ન થા.મને એ તો કે શુ કહ્યુ તેણે?” એ બધુ પછી.તેણે મને કહ્યુ કે હુ દવાખાનેથી નીકળી ત્યારથી તે આપણો પીછો કરી રહ્યો છે.અને મને દવાખાને આવી મારો ફોન આપી જશે.એટલે હવે મને દવાખાને પહોચાડી દે જલ્દી પ્લીઝ.” “ઠીક છે.પણ હિમ્મતથી કામ લેજે અને ફોન મળી જાય એટલે મારા સાથે ટચમા રહેજે.ચલ હવે હું તને દવાખાને લઇ જઉ અને કાંઇ પણ કામ હોય તો મને કોલ કરી લેજે”.બન્ને વાત કરતા કરતા ગાડી સ્ટાર્ટ કરી અને ગાડી દવાખાના તરફ વળી.

મીના ચુપચાપ ફરી દવાખાને આવી તેના રૂમમા સુઇ ગઇ.થોડીવાર બાદ ડોક્ટર આવ્યા.સાથે આશુતોષ પણ હતો.ડોક્ટરે થોડી સલાહ આપી અને તેને ડીસ્ચાર્જ આપી દીધુ અને આશુતોષ તેને ઘરે લઇ ગયો. મીના ઘરે તો ગઇ પણ હજુ તેને પોતાના ફોનની ચિંતા હતી કે તેનો ફોન કોના હાથમા આવી ગયો અને હવે તેનો ફોન કઇ રીતે તેને પરત મળશે.ચિંતામા ને ચિંતામા તે બેડ પર આડી પડી હતી ત્યાં પાછળથી આશુતોષ આવી અને મીના જે ગીત વારંવાર સાંભળતી તે ગીત સ્ટાર્ટ કર્યુ , “ઓ લૌટ કે આજા મેરે મીત,તુજે મેરે ગીત બુલતે હૈ...........” આ ગીત સાંભળતા જ તે સફાળી બેઠી થઇ ગઇ.તેઃએ જોયુ તો તેનો જ ફોન આશુતોષના હાથમા હતો અને આ ગીત વાગી રહ્યુ હતુ.મીનાને બધી વાતનો તાગ મળી ગયો કે તે બહુ ખરાબ રીતે ફસાઇ ગઇ છે.તેણે આશુતોષના હાથમાંથી ફોન મેળવવાની ટ્રાય કરી પણ આશુતોષે એક જોરદાર થપ્પડ મીનાને લગાવી દીધી અને મીના બેડ પર ફસડાઇ પડી અને આશુતોષે તેના ફોનમાંથી સીમ કાર્ડ કાઢી અને ફોનનો ઘા કર્યો કે ફોનના બે કટકા થઇ ગયા.. “સાલી,બેશરમ.તને એમ હતુ કે મને તુ નહી કહે તો કોઇ દિવસ ખબર જ નહી પડે કે આ પાપ કોનુ છે?હવે તારા બધા નખરા બંધ કરીને ચુપચાપ હું કહુ તેમ આ ઘરમા રહેજે નહી તો બહુ ભયંકર પરિણામ સહન કરવા તૈયાર રહેજો તુ અન તારો આશીક બન્ને અને તારા એ આશીકને તો હું જોઇ લઇશ હવે.તેનો તોડ મને મળી ગયો છે.” મીના ડરથી કાંપતી રહી.મીનાને ફોન વિના અયાનનો સંપર્ક ટુટી ગયો.તેને અયાનની બહુ યાદ આવતી હતી પરંતુ તેને કમરાની બહાર જવાની મનાઇ હતી.તે અયાન વિના હવે તડપવા લાગી.પેટમાં ભૃણ લાત મારે ત્યારે તેને અયાનની ખુબ જ યાદ આવતી હતી.આશુતોષે તેના પર બધી જાતની પાંબધી લગાવી દીધી.કામ વિના તેને રૂમની બહાર પણ નીકળવાની મનાઇ થઇ ગઇ અને મીના ખુણે બેસીને રડતી રહી જાણે જળ વિના માછલી તરફડે તેમ તેની હાલત થઇ ગઇ હતી..

તેનુ મન દોડીને અયાન પાસે જતુ હતુ પણ તે હવે જઇ શકતી ન હતી.તેને તેના બાળકની ચિંતા હતી નહિ તો ક્યારની આ ઘર છોડીને જતી રહી હોત.

ભાવિશા ગોકાણી

કડી ૧૧ માટેના મુદ્દા

-બીજુ કોઇનું પણ સીમ મેળવીને અયાનનો સંપર્ક
-ખોળો ભરાવવાની ભવ્ય રસમ
-ડોકટર બાશિતની ઇન્ડીયા વિઝિટ
-નશાની હાલતમાં આશુતોષનો બફાટ
-બાશિતની સલાહ.. બાળકને અવતરવા દે..તારું કેરિયર એને હાનિ પહોંચાડવામાં ખતમ થઇ જશે