I am field - Part - 7 books and stories free download online pdf in Gujarati

આઇ એમ ફેઇલ્ડ , ભાગ-7

નામ : ચાંદની

Email – chandnikd75@gmail.com

વાર્તા નું નામ: આઇ.એમ.ફેઇલ્ડ

વિષય : વાર્તાભાગ : 7

કબીર ઘરે આવી તો ગયો પણ હજુ તે મનથી તો અમદાવાદ જ હતો.તેના મનમાં તન્વીને પામી ન શકવાનો વસવસો હતો પણ હવે કોઇ છુટકો જ ન હતો કારણ કે આટલા મોટા શહેરમા એક વ્યકિતને શોધવી એ લગભગ અશક્ય જ હતુ તેથી ઘરે આવ્યા બાદ થોડા જ સમયમાં બીજી જોબ શોધી લીધી. ઘરના લોકોને જોબ છોડી દેવાની ખબર પડે તે પહેલા જ. હવે કબીરના મમ્મી પપ્પા કબીરના લગ્ન માટે ઉતાવળ કરતા હતા. તે એકનો એક દીકરો હતો અને તેની બહેન સાસરે જતી રહી પછી આમ પણ તેની મમ્મી સરલા બહેનને ઘરકામ કરવામાં તકલીફ પડતી હતી. કબીરની ઉંમર પણ 27 થઇ ગઇ હતી. તેથી બધા લગ્ન માટે તપાસ કરવા લાગ્યા. પરંતુ તે તન્વીના પ્રેમને દિલમાં રાખીને કોઇની જીંદગી બગાડવા માંગતો ન હતો. તેથી તે વારંવાર લગ્નની વાતને ટાળતો રહેતો હતો. પરંતુ તે જાણતો હતો કે તે હમેંશા માટે લગ્નને ટાળી શકશે નહિ. થોડા દિવસ બાદ તો તેણે કોઇકને પસંદ કરવી જ પડશે. તેની મનોસ્થિતિ ખુબ જ ખરાબ બની ગઇ હતી. તેના વિચિત્ર પ્રેમની વાત પણ કોને કરવી. કોઇને જોયા વિના ખાલી ફેસબુક અને વોટસ એપ પર ચેટ કરીને અને ફોન પર વાતો કરીને ગળાડુબ પ્રેમમાં તે પડી ગયો હતો. તેની બહેન કાવ્યા આમ આધુનિક હતી પરંતુ આવા પ્રેમમાં તે પણ વિશ્વાસ નહિ કરે એવુ તેને લાગ્યુ આથી તે કોઇને પણ વાત કરી શકે તેમ ન હતો. પરંતુ સાથે સાથે તે તન્વીને ભુલી પણ ન શકતો હતો. તન્વીથી દુર રહી બીજા સાથે જીવન ગુજારવા કરતા તે મરવાનુ વધુ પસંદ કરે તેમ હતો. ગુડગાંવ ગયા બાદ તન્વીએ ત્યાં રૂતેશના અંશને જન્મ આપ્યો અને તેણે તેના બાળકનુ નામ પણ રૂતેશ જ રાખ્યુ.રૂતેશના જન્મ બાદ થોડા જ સમયમાં તન્વીના માતાનુ અવસાન થઇ ગયુ. તેનો રૂતેશ પણ ધીરે ધીરે મોટો થવા લાગ્યો. તન્વીના મામા નો પરિવાર પણ હવે વિદેશ સ્થાયી થઇ ગયો. આથી હવે તન્વી પોતાના દીકરા રૂતેશ સાથે ગુડગાંવમાં એકલી જ રહી ગઇ હતી.

રૂતેશ શાળાએ જવા લાગ્યો ત્યારે તન્વી એકલી પડી જતી. તેનો સમય કયાંય પસાર થતો ન હતો. તેનો ભુતકાળ વારંવાર તેની સામે આવી જતો અને તેની માનસિક હાલત બગાડી દેતો હતો. આથી તેણે સમય પસાર કરવા અને મગજ ફ્રેશ રાખવા માટે રૂતેશની જ શાળામાં નોકરી કરવાની શરૂ કરી દીધી. બંન્ને મા દીકરો સવારે શાળાએ સાથે જતા અને બપોરે સાથે જ ઘરે આવી જતા હતા. બપોરે જમી આરામ કરી તે રૂતેશને લેશન કરાવતી અને પછી બંન્ને મા દીકરો નજીક આવેલા ક્રુષ્ણ મંદિરમાં સંધ્યા આરતી કરવા જતા હતા. આમ તેનો દિવસ શાંતિથી પસાર થઇ જતો હતો. હવે રૂતેશના જન્મ પછી તન્વી ઘણી ઠરેલ બની ગઇ હતી. તે પહેલા જેવી જીદ્દી અને ઉછાછળી રહી ન હતી. હમેંશા બધા સાથે હળીમળી જતી.તન્વી સ્ટાફમાં પણ ભળી ગઇ. આમ તો તેના સ્ટાફના બધા લેડીઝ અને જેન્ટ્સ બધા સારા સ્વભાવના હતા પણ એક મોહનલાલ નામનો વ્યકિત રંગીન મિજાજ નો વ્યકિત પણ હતો. તે પરણેલો હતો અને બે સંતાનનો પિતા હતો. છતાં પણ પ્રકૃતિવશ તે કોઇપણ નવી લેડિઝને ફસાવીને તેનો લાભ લેવાની કોશિષ કરતો. તેના સ્ટાફની તમામ લેડીઝ શિક્ષીકાઓ તેનાથી દૂર જ રહેતી અને તન્વીને પણ તે લોકોએ પહેલાથી જ ચેતવી દીધી હતી. તન્વીને જોઇ તેનો વાસનાનો કીડો સળવળી ઉઠયો.તેણે કોઇ પણ ભોગે તન્વીને ફસાવવાનુ નક્કી કરી દીધુ. તન્વીને પામવા માટે તે હમેંશા તન્વીની આસપાસ જ મંડરાતો રહેતો અને તન્વી સાથે જ સમય પસાર કરતો હતો. કોઇને કોઇ બહાને તે તન્વી સાથે ટાઇમ સ્પેન્ડ કરવાનુ કરતો પણ તન્વી તેની દાનત પારખી ગઇ હતી આથી તે હમેંશા તેનાથી દુર રહેવા પ્રયત્ન કરતી રહેતી પરંતુ એક જ સ્ટાફમાં હોવાના કારણે અને વળી મોહનલાલ રૂતેશનો વર્ગશિક્ષક હોવાથી તન્વીએ તેની સાથે નછુટકે વાતો કરવી પડતી હતી.

એક વખત તન્વી ફ્રી તાસ હોવાના કારણે સ્ટાફરૂમમાં એકલી બેઠી હતી. મોહનલાલ મોકો જોઇને આવી ગયો અને તન્વીની બાજુમા બેસી ગયો અને તન્વી સાથે આડી અવળી વાતો કરવા લાગ્યો. તન્વીને તેની હાજરી જરા પણ ગમતી ન હતી પણ ખુલ્લે આમ તે તેનો પ્રત્યાકાર પણ કરી શકવા સમર્થ ન હતી. થોડી વાર બાદ તે બહાનુ કરી ત્યાંથી નીકળવા ગઇ ત્યાં મોહનલાલે તેનો હાથ પકડી તેને બેસવા કહ્યુ. તન્વી તેની આવી હરકત જોઇ હેબતાઇ ગઇ અને મહામહેનતે પોતાનો હાથ છોડાવી ત્યાંથી નીકળી ગઇ અને સીધી તે પ્રીન્સીપાલને ફરિયાદ કરી. પ્રીન્સીપાલને પણ મોહનલાલની આ હરકતથી નવાઇ લાગી અને તેણે તાત્કાલીક મોહનલાલને બોલાવી ઠપકો આપ્યો. તન્વીને એમ થયુ કે હવે કદાચ મોહનલાલની હરકતો બંધ થઇ જશે પણ મોહનલાલમાં શરમ જેવી ચીજ જ ન હતી. તેણે આટલો ઠપકો મળવા છતા પણ તન્વીને હેરાન કરવાનું છોડ્યુ નહી ઉલ્ટાનુ તેની આવી બેશરમ હરકતો વધવા લાગી.એક વખત તો તે મોકો શોધી તન્વીના ફોન પર રાત્રે ૧૦ વાગ્યે કોલ કર્યો પણ તન્વીએ પરાણે થોડી વાત કરી ફોન કટ કરી દીધો. હવે તન્વીના મનમાં મોહનલાલ પ્રત્યે ડર પેસી ગયો હતો. ક્યારેક એવુ બનવા લાગ્યુ હતુ કે મોહનલાલ વિના કારણે રૂતેશને હેરાન કરવા લાગ્યો હતો. રૂતેશ ઘરે આવી તન્વીને આ બધી વાત કહેતો પણ તન્વી લાચાર હતી એકલી સ્ત્રી કેમ કોઇ પુરૂષનો સામનો કરી શકે અને એ પણ અજાણ્યા શહેરમાં અને વળી અહી તો સગુ કહી શકાય તેવુ તેનુ કોઇ હતુ નહી. આવા સમયે તન્વીને રૂતેશની ખોટ ખુબ જ સાલતી હતી. પણ શું થાય? હાથમાંથી સરી ગયેલુ પાણી અને વીતી ગયેલો સમય ક્યારેય પાછા તો આવી જ શકતા નથી ને???

એક દિવસ રાત્રે ખુબ જ વરસાદ પડતો હતો. સાતેક વાગ્યે તો અંધારૂ થઇ ગયુ હતુ. બધા લોકો સૌ સૌના ઘરમાં ઘુસી ગયા હતા. રૂતેશ પાડોશના ઘરે રમવા ગયો હતો. તન્વી ઘરમાં એકલી જ હતી. વરસાદનુ પ્રમાણ વધતા તે રૂતેશને તેડવા માટે જવાની હતી ત્યાં જ બાજુવાળા માસી સવિતાબહેન નો ફોન આવ્યો કે રૂતેશ તેમના ઘરે જમી લેશે. જમીને તેઓ રાત્રે મુકી જશે. તન્વીના પાડોશમાં એક મહારાષ્ટ્રિયન ફેમિલી રહેતુ હતુ અને તેઓ તન્વીને દીકરીની જેમ રાખતા હતા. તેમની સાથે તન્વીની સાવ ઘર જેવો સંબંધ હતો આથી રૂતેશને એકલો તેમના ઘરે જવા દેતી બાકી અજાણ્યા રાજ્યમાં રૂતેશને ક્યાંય જવા દેતી જ ન હતી.

સવિતાબહેન ઘરે હોય એટલે તન્વી ખાસ ચિંતા ન થતી. તન્વીએ ટી.વી. જોવા માટે ટી.વી. ઓન કર્યુ ત્યાં લાઇટ જતી રહી. અંધારુ ઘોર થઇ ગયુ. ચાર્જિગ લાઇટની પણ બેટરી ચાર્જ કરવાની ભુલાઇ ગઇ હતી. આથી તે રસોડામાં મીણબત્તી શોધવા માટે ગઇ ત્યારે તેને રૂમમાં બારણુ બંધ થવાનો અવાજ આવ્યો હોઇ એવુ લાગ્યુ તે જલ્દીથી મીણબત્તી શોધી પ્રગટાવી ત્યા સામે જોઇને તેની આઁખો ફાટી ગઇ તેના હાથમાંથી મીણબત્તી નીચે પડી ગઇ.

તન્વીની સામે મોહનલાલ ઉભો હતો. મીણબત્તી પડી જતા ફરીથી અંધારુ થઇ ગયુ મોહનલાલે તન્વીને પકડી લીધી. તન્વી બુમો પાડવા લાગી પરંતુ બહાર વરસાદનો અવાજ ખુબ જ હોવાને લીધે કોઇ તેનો અવાજ સંભાળી શકે તેમ ન હતુ. મોહનલાલે તન્વીને નીચે પછાડી નાખી. તન્વી બુમો પાડતી હતી ત્યાં લાઇટ પણ આવી ગઇ. મોહનલાલની આંખો વાસનાથી ચકચુર બની સાફ સાફ તન્વી જોઇ રહી હતી અને તે એક્દમ દારૂના નશામાં ચુર હતો. તન્વીએ મોહનલાલને ઘણી વિંનતી કરી પણ તે સંભળતો ન હોય તેમ તેણે તન્વીની ઇજ્જત પર હાથ નાખવાની કોશિષ કરી હજુ મોહનલાલ કાંઇ કરે તે પહેલા તન્વી ઉભી થઇને દોડીને રસોડામાં ભાગી. મોહનલાલ પણ તેની પાછળ ભાગ્યો. રસોડામાં તન્વીએ એક ધારદાર રામપુરી ચાકુ કાઢ્યુ. મોહનલાલે તેના હાથ પકડી લીધા પરંતુ તન્વી પણ કમ ન હતી તેને કરાટે અને જુડોનું પ્રાથમિક જ્ઞાન હોવાથી તેણે પોતાના હાથ છોડાવી લીધા અને મોહનલાલ સાથે લડવા લાગી. તન્વીનો લડાયક મિજાજ જોઇને લાગ ચુકાવી મોહનલાલે તન્વી પાસેથી ચાકુ છીનવી લીધુ અને ક્રોધથી ધુંધવાયેલા મોહનલાલે તે જ ચાકુથી તન્વી પર હુમલો કરીને તે ભાગી છુટયો.

તન્વીને પેટના ભાગે ચાકુ વાગ્યુ અને ખુન નીકળવાનુ શરૂ થઇ ગયુ. પિડાને કારણે તે છટપટવા લાગી અને તરફડિયા લેતી ત્યાં જ પડી ગઇ જાણે લાગતુ હતુ કે તેનો જીવ હમણા જ તેના શરીરનો સાથ છોડી દેશે. થોડીવારમાં સવિતાબહેન રૂતેશને મુકવા આવ્યા ત્યારે તેણે તન્વીની હાલત જોઇ તાત્કાલીક પોતાના પતિ અને દીકરાને બોલાવ્યા. તન્વીને ખુબ જ લોહી વહી જઇ રહ્યુ હતુ અને તન્વી બેભાન થઇ ચુકી હતી. તેને ત્યાં સ્થાનિક હોસ્પિટલમાં લઇ ગયા પરંતુ તેની હાલત ખરાબ જોતા તેને રાતોરાત દિલ્લી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. દિલ્લી હોસ્પિટલમાં તેને આઇ.સી.યુ.માં ખસેડવામાં આવી. સવિતાબહેનનો આખો પરિવાર રૂતેશને સાથે લઇ દિલ્હી આવ્યો હતો.

તન્વીની ટ્રીટમેન્ટ ચાલુ થઇ હઇ હતી અને ડોક્ટર સાથે વાત કરતા માલૂમ પડ્યુ કે બહુ ઉંડે સુધી ઘા લાગ્યો નથી માટે ખાસ્સી ચિંતાની જરૂર નથી. થોડી કલાકો બાદ ડોક્ટર્સ બહાર આવી સવિતાબહેન ને કહ્યુ કે તન્વી હવે આઉટ ઓફ ડેન્જર છે અને હમણા જ તેને થોડી વારમા હોંશ આવશે અને તેની સાથે બેસવા કહ્યુ. સવિતાબહેન રૂતેશને લઇને તન્વી પાસે બેઠા હતા. બાજુના રૂમમાં જ એક આત્મહત્યાનો કેસ આવ્યો હતો. બન્ને રૂમ ખુબ જ નજીકમા હોવાથી રૂમમાં થતી વાત ચીત એકબીજાને સંભળાઇ શકતી. સવિતાબહેન તેમના હસબન્ડ તન્વીની વાતો કરતા હતા અને વારે વારે વાતચીતમાં તન્વી એવુ નામ સાંભળતા જ બાજુના રૂમમાં રહેલા દર્દી કબીરના કાન ચમક્યા. તેના મનમાં જાણે કોઇ છુપો સંકેત આપ્યો કે કબીર જાગ,જલ્દી ઉઠ,તારી તન્વી તને મળી ગઇ છે.તારી ખુબ નજીક છે. આ રીતે તન્વી તન્વી નો અવાજ સંભળાતા કબીરની છઠ્ઠી ઇન્દ્રીય જાગી ઉઠી અને તેને હોંશ આવવા લાગ્યુ. જે માણસે આત્મહત્યાની કોશિષ કરી હતી અને જેને હોંશમાં આવવાના કોઇ રસ્તા ન હતા તે માત્ર એક નામ સાંભળી રીકવર થવા લાગ્યો. સવિતાબહેન અને કબીરના મમ્મી બન્ને જ્યારે ફ્રી હોય ત્યારે ત્યાં બેસી બધી વાત ચીત કરતા તે વાતોમાં પણ અવરનવાર તન્વી તન્વી નું નામ આવે જતુ અને કબીરને તે અમૃત સમાન દવા પુરી પાડી રહ્યુ હતુ. બે દિવસ બાદ કબીર હોંશમાં આવ્યો. હોંશમા આવતાની સાથે તે બાજુના રૂમમાં દોડી ગયો જ્યાં તન્વી સુતી હતી. તન્વીને જોતા જ તે તેને ઓળખી ગયો અને તેને કહ્યુ “તન્વી તું અહી? કઇ રીતે? શું થયુ છે તને? મને ઓળખ્યો કે નહી? હું કબીર ફ્રોમ દીલ્લી. ઓળખાણ પડી કે નહી તન્વી જવાબ તો આપ મને.” તન્વી તો બસ એક નજરે તેને જોઇ રહી.આ એ જ કબીર છે જેના કારણે તે દુઃખ દર્દ અને ડીપ્રેશનમાંથી બહાર આવી શકી હતી અને તેના જ આઇડિયાને કારણે તે આ બીઝનેશ કરવા પ્રેરાઇ હતી. તેને બધુ યાદ આવી ગયુ અને આંસુ સરી પડ્યા.

“તનુ આઇ લવ યુ સો મચ......હું તને બહુ પ્રેમ કરુ છું. તને શોધવા માટે છ મહિના હુ અમદાવાદની ગલીઓમાં ભટકી રહ્યો હતો પણ તારો કોઇ પતો ન મળતા આખરે હું દીલ્હી આવી ગયો. લાસ્ટ ટાઇમ જ્યારે તારી સાથે વાત કરી હતી ત્યારે તારી સાથે હું મારા પ્રેમનો ઇઝહાર કરવાનો જ હતો પણ અચાનક તારો ફોન કટ થઇ ગયો તે થયો ફરી તારો ફોન લાગ્યો જ નહી. ફેસબુક પર દરરોજ તને મેસેજ કર્યા પણ એ પણ બધુ બંધ જ હતુ તારે.” કબીર આમ વાત કરતો હતો ત્યાં રૂતેશ દોડતો આવ્યો મમ્મી.......મમ્મી........મમ્મી......કહેતા તે તન્વીની ગોદમાં બેસી ગયો. આ જોઇ કબીરને જરા આંચકો લાગ્યો.તેણે તન્વીને પુછી જ લીધુ કે “તનુ તારા લગ્ન થઇ ગયા? ક્યારે થયા? કોની સાથે થયા તારા લગ્ન?”

કબીરને આ રીતે તેને પ્રેમ કરતો જોઇ તન્વીને રૂતેશની યાદ આવી ગઇ.તે ઓચિંતી રડી પડી.તેના રડવામા પણ એક દર્દ હતુ આજે પણ એમ જ લાગતુ હતુ કે જાણે તે રૂતેશને ખોઇ બેસવાના ગમમાં જ રડી રહી છે. “શું થયુ તનુ.પ્લીઝ કામ ડાઉન. લે પાણી પી લે.અને મને બતાવ શું થયુ છે તને?

“કબીર આઇ એમ ફેઇલ્ડ,આઇ એમ ફેઇલ્ડ.આઇ એમ કમ્પ્લીટલી ફેઇલ્ડ પર્સન.”

“કેમ? તનુ તું કેમ આ રીતે નીરાશાજનક શબ્દો બોલે છે? શુ થયુ?” તન્વીએ તેને રૂતેશની બધી વાતો કરી. આ સાંભળી કબીરનું હ્રદય પણ દ્રવી ઉઠ્યુ. “ કબીર હુ જલ્પેશના પ્રેમને ન સમજી શકી તેની સાથે હંમેશા નાની નાની વાતોમાં ઝઘડા કરીને મારી લાઇફ બગાડી નાખી. ત્યાર બાદ મારા જીવનમાં તું એક નવી આશાના કિરણ સાથે આવ્યો અને મારી આખી લાઇફ ચેન્જ થઇ ગઇ. પણ હું બુધ્ધુ એ ક્યારેય ન સમજી શકી કે તારા દિલમાં મારા પ્રત્યે કુણી લાગણી હશે. તે જ મને બીઝનેશ કરવા માટે પ્રોત્સાહન આપ્યુ અને બીઝનેશને બહુ સારો પ્રતિસાદ મળતા હું એટલી સ્વાર્થી બની ગઇ કે તારો આભાર માનવો તો દૂર રહ્યો તારી સાથે વાત કરવાનુ પણ ટાળવા લાગી. એ રીતે એક ફ્રેન્ડ તરીકે તને સમજવામાં પણ હું ફેઇલ્ડ જ રહી. ત્યાર બાદ મારા જીવનમાં રૂતેશ પણ એક પ્રેમનું સ્વરૂપ બની આવ્યો.તેના પ્રેમને પણ સમજવામાં હું અસમર્થ રહી.તેણે મારી બીઝનેશમાં ખુબ મદદ કરી મને મારી માનસિક હાલતમાંથી બહાર કાઢવા માટે સતત પ્રયત્ન કર્યો અને મેં કયારેય તેની લાગણીને સમજવા પ્રયત્ન પણ ન કર્યો. જ્યારે તેણે મારી સાથે પ્રેમનો ઇઝહાર કર્યો ત્યારે પણ હું મારી જ વાત પર અડગ રહી અને અંતે તેણે મારા પ્રેમમાં તેની જીંદગી કુરબાન કરી દીધી. આ રીતે જીવનમાં ત્રણ ત્રણ વખત મારા જીવનમા સામેથી મને પ્રેમ કરનાર લોકોને હું સમજી ન શકી. હુ હમેંશા મારા વિષય પર વિચારનારી વ્યક્તિ રહી. મે કયારેય મને પ્રેમ કરનાર વ્યક્તિઓની દરકાર પણ ન કરી.”

તનુ એવુ ના બોલ પ્લીઝ. તુ મારુ જીવન છે યાર. હવે તુ આ બધુ ભુલી જા. આપણે હવે નવી શરૂઆત કરીશુ. તુ હું અને રૂતેશ.હું તને રૂતેશ સાથે અપનાવવા તૈયાર છું.તું બધુ ભુલી હવે મારા જીવનમાં આવી જા.મારે બીજુ કાંઇ જાણવું નથી.એમ કહેતા તે તન્વીને ભેટી પડ્યો અને તન્વી પણ તેને ભેટી પડતા રડી પડી.” બાજુમાં ઉભેલા સવિતાબહેન અને તેમના હસબન્ડ અને કબીરના માતા-પિતા અને ડોક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફના આંખમાંથી પણ હર્ષાશ્રુ વહેવા લાગ્યા.

◌◌◌◌◌◌◌◌◌

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED