આઇ એમ ફેઇલ્ડ , ભાગ-5 chandni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ એમ ફેઇલ્ડ , ભાગ-5

નામ : ચાંદની

Email – chandnikd75@gmail.com

વાર્તા નું નામ: આઇ.એમ.ફેઇલ્ડ

વિષય : વાર્તાભાગ : 5

ડિનર બાદ રૂતેશ તેના રૂમમાં ગયો અને ડોર અંદરથી લોક કરી દીધુ.તેના મનમાંથી હવે જીવન પ્રત્યેથી રસ ઉડી ગયો હતો.તેને આ દુનિયા બેરંગ જેવી દેખાતી હતી.તેણે હવે પોતાનુ આયુષ્ય ટુંકાવાનો વિચાર કરી લીધો અને તેણે પોતે સવારે જ ખરીદેલી ઝેરની પુરી શીશી તે હજુ પીવા જતો જ હતો ત્યાં જ તન્વી તેને સમજાવવા રૂમમાં આવી.તન્વીને જોતા જ તેણે ચુપકેથી ઝેરની બોટલ બાજુના ડ્રોઅરમાં રાખી દીધી.તન્વીએ તેને કહ્યુ,”રૂતેશ,કેમ આમ એકલો બેઠો છે? પહેલાની જેમ આપણે એક-બીજાના બેસ્ટ ફ્રેન્ડ બનીને ન રહી શકીએ? કારણ કે મે તને કયારેય પ્રેમની નજરથી જોયો જ નથી. તુ મારા માટે મારો એક ખાસ મિત્ર છે. તેનાથી વધારે કંઇ પણ નહિ.પ્લીઝ મને પામવાનો વિચાર છોડી દે. તારા પાસે એક સુંદર ભવિષ્ય છે.હજુ તારી ઉંમર પણ નાની છે.તને મારા પર કરતા પણ સુંદર પાત્ર મળશે એવી મારી અંતરથી લાગણી છે.”“તન્વી,હું તને અંતરથી ખુબ જ પ્રેમ કરું છું.જેમ તું મને પ્યારની દ્રષ્ટીથી જોઇ શકતી નથી તેમ મે પણ તને ક્યારેય માત્ર એક ફ્રેન્ડની દ્રષ્ટીથી જોઇ જ નથી કે હવે હું તને જોવા માંગતો પણ નથી.તું મારી લાઇફમાં આવે તો સૌથી સારૂ છે અથવા હું કાંઇક ન કરવાનું કરી છુટીશ.કારણ કે તારા વિનાની મારી જીંદગીની કલ્પના મે ક્યારેય કરી જ નથી.તને હેરાન થતી જોઇને મે તને હેલ્પ કરવાનું શરૂ કર્યુ.આપણે બીઝનેશના કારણે એક બીજાની નજીક આવ્યા અને હું તને પ્રેમ કરી બેઠો અને કોઇને પ્રેમ કરવામાં ખોટુ શું છે? આપણા વચ્ચે ઉંમરનો તફાવત છે એ હું જાણું છું પણ મને ઉંમર બાબતે કોઇ પ્રોબ્લેમ નથી તો તને શું વાંધો છે?

“રૂતેશ પ્લીઝ તું આમ ઉદાસ ન થા.હું તને આ રીતે હેરાન થતો અને ઉદાસ ચહેરે જોઇ શકું તેમ નથી પ્લીઝ..” તન્વીએ કહ્યુ. “કેમ મને ઉદાસ જોઇ શક્તી નથી? આપણા વચ્ચે શું સબંધ છે?” રૂતેશે કહ્યુ. “તુ જીદ ન કર પ્લીઝ.” તન્વીએ કહ્યુ. “ઓ.કે. હું જીદ નથી કરતો પણ મારી એક ઇચ્છા છે તેને તો તું પુરી કરીશ કે તેની પણ ના કહીશ મને?મારા જીવનની અંતિમ ઇચ્છા છે એમ સમજીને પુરી કરજે બસ.” રૂતેશે કહ્યુ. “હા જરૂર પુરી કરીશ તારી ઇચ્છા હું.બોલ તારે શું જોઇએ છે?તારી લાગણીને તો હું સ્વિકાર કરી શકું તેમ નથી પણ તારી જે ઇચ્છા હશે તે હું જરૂર પુરી કરીશ જ.પણ આમ અંતિમ ઇચ્છા એમ ન બોલજે પ્લીઝ.” તન્વીએ કહ્યુ.

તન્વી તે મારો પ્રેમ સ્વિકાર્યો નથી માટે હવે મને આ જીવન બેરંગ લાગે છે.મારે મન પણ હવે ક્યારેય બીજી કોઇ ગર્લ મારા જીવનમાં નહી આવી શકે.એમ કહું તો હવે હું આજીવન લગ્ન નહી કરું. તુ મારો જીવ છે. તારા દિલમાં મારા માટે લાગણી ના જગાવી શક્યો, પરંતુ હું હવે તારા વિના રહી શકું નહી. જીવનમાં ક્યારેક કોઇએ પ્રેમ ના આપ્યો. તારી પાસે પ્રેમની આશા સાથે જીવતો હતો. તે આખરી આશા મારી ટુટી ગઇ છે. હવે હું નિરસ જીવનનો બોજ ઝીલી શકતો નથી.” આટલુ બોલતા જ રૂતેશની આંખનો ખુણો ભીનો થતો તન્વીને દેખાયો.આંસુને તેની આંખમા જ દબાવી પાણી પીવા તે રોકાયો અને આગળ બોલ્યો , “તન્વી આખી જીંદગી પ્રેમ માટે તરસતો રહ્યો છું.નાનપણ માતા પિતા છોડી ને જતા રહ્યા.કાકી પાસે પ્રેમ માટે સતત તરસતો રહ્યો.કાકા કાકીએ પ્રેમ પણ ન આપ્યો અને તેના સંતાનો ને પણ મારાથી દુર રાખ્યા. અને આ પ્રેમની ઇચ્છા જ મારી ઇચ્છા છે એમ સમજી લે. “હું કાંઇ સમજી નહી રૂતેશ.” તન્વી પ્રશ્નવાચક નજરે બોલી.

મારે તારી એક રાત જોઇએ છે તન્વી.જીવનની છેલ્લી રાત્રી સમજીને મને તારી સાથે ભરપુર પ્રેમ કરવા દે.” રૂતેશે વિના સંકોચે તન્વીને પોતાની લાગણી વ્યક્ત કરી દીધી.“રૂતેશ, પાગલપન છોડી દે.આ ઇચ્છા હું પુરી કરી શકું તેમ નથી.આવું પાગલપન રહેવા દે.તને બીજુ માંગવુ હોય તો માંગી લે પણ તારી આ જીદ હું નહી પુરી કરી શકું.” તન્વીએ ગુસ્સે થઇને કહ્યુ.

તન્વી ગુસ્સો કરી ઉભી થઇ રૂમની બહાર જવા તરફ વળી કે રૂતેશે હિંમત કરી પાછળથી તેનો હાથ પકડી લીધો અને તેને પોતાની બાહોમાં ખેંચી લીધી.લાંબા સમયથી તેના પતિથી વિખુટા રહેવાના કારણે રૂતેશના સ્પર્શથી તેના શરિરમાં ઝણઝણાટી વ્યાપી ગઇ.તેણે પોતાને રૂતેશની બાહોમાંથી છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ રૂતેશની મર્દાના બાહોએ તેને છુટવા દીધી નહી.રૂતેશે તેને પાછળથી પકડી હતી અને તેને બાહોમાં ભરી લીધી.તન્વીના જીવનમાં પણ ઘણા સમય બાદ આ રીતે કોઇ તેને બેઇન્તહાં પ્રેમ કરતું હતુ તેથી થોડી જ વખતમાં તે પણ રૂતેશની ઇચ્છાને માન આપી તેનો સાથ આપવાનું શરૂ કર્યુ. બન્ને એકબીજાની બાહોમા સમાવવા લાગ્યા.ધીમે ધીમે રૂતેશ અને તન્વીના શરિર એકબીજા સાથે ટકરાવા લાગ્યા અને શરિરના આવરણો દૂર થતા જઇ રહ્યા.તન્વીને પણ ઘણા સમય બાદ શરિરસુખ મળતુ હોવાના કારણે તે ભુલી ગઇ કે તે પોતાના પતિ સાથે નહી પણ એક પરપુરૂષ સાથે સહ્શયન કરવા આગળ વધી રહી છે. જેમ જેમ રાત આગળ વધવા લાગી તેમ તેમ બન્નેના શરિર એકબીજાની હુંફ મેળવવા આતુર થવા લાગ્યા.તન્વીને રૂતેશે પોતના બેડ પર બાજુમા સુવાડી અને તેના એક પછી એક વસ્ત્રો દૂર કરવા લાગ્યો.થોડી વારમા તે સંપુર્ણ નિર્વસ્ત્ર રૂતેશના બેડ પર હતી.રૂતેશે થોડી વાર તો તન્વીના આ દેહને નજરથી પ્રેમ કર્યો.તેની નજર તન્વીના મુખથી શરૂ થઇ પગ સુધી ફરી વળી.તન્વી તો રૂતેશની આ નજરે જોવાની કળાથી જ શરમાઇ ગઇ અને તેના મુખને તેણે પોતાના બે હાથ વડે છુપાવી લીધુ.રૂતેશે તેના બન્ને હાથને તેના મુખ પરથી દૂર કર્યા અને જાણે પુનમની રાત્રીએ કાળા વાદળોની વચ્ચેથી અચાનક ચંદ્ર તેની સોળે કળાએ ખીલે છે તેમ તેના બન્ને હાથની વચ્ચેથી તન્વીના ચંદ્ર સમાન મુખને તે નિહાળવા લાગ્યો અને મુખથી શરૂ કરી તેના સંપુર્ણ શરિર પર તે ચુંબનોની વર્ષા વરસાવવા લાગ્યો.ધોમધખતા ઉનાળા બાદ જ્યારે પહેલી વર્ષાથી સુકાઇ ગયેલા વૃક્ષો ઝુમી ઉઠે છે તે રીતે રૂતેશના ચુંબનોથી તન્વીનું રોમે-રોમ ઝુમી ઉઠ્યુ.

તન્વીના કોમલ હાથ હવે રૂતેશના શરિર પર ફરવા લાગ્યા.તેના મનમાં રહેલી કામેચ્છા આજે તેને રૂતેશ સાથે શારિરીક સબંધ બાંધવા આગળ વધારી રહી હતી.તન્વીએ પણ હવે તેના બધા દુઃખ અને ભુતકાળ ભુલી રૂતેશમય બની ગઇ હતી.રૂતેશનુ શારિરીક ખડતલ શરિર અને સંપુર્ણ નૌયુવાનીને કારણે તન્વી તેના માટે તેનુ સર્વસ્વ લુટાવી દેવા રેડી થઇ ગઇ હતી.તન્વીએ પણ રૂતેશના શરિરને મન ભરીને પ્રેમ કર્યો.બન્ને નિર્વસ્ત્રે એકબીજામાં એક-મેક બની ગયા હતા.તન્વીના લાંબા નખ રૂતેશના શરિર પર નિશાન બનાવી રહ્યા હતા.

રૂતેશને પણ એ બહુ ગમતુ હતુ કે હવે તન્વી પણ સ્વઇચ્છાથી તેની સાથે આ પળોને માણે છે અને તેનો સાથ આપે છે.તન્વીના એક એક સ્પર્શને રૂતેશ આંખ બંધ કરી અનુભુતિ કરતો હતો.આ તેના જીવનનો પ્રથમ અનુભવ હતો અને તે પણ પોતાની મનપસંદ પ્રિયતમા સાથે માટે તે બહુ ખુશ દેખાઇ રહ્યો હતો અને ઉત્સાહ અને જોશપુર્વક તે તન્વીના શરિર સાથે ખેલી રહ્યો હતો અને આ ઉત્સાહ અને જોશ તન્વીને રૂતેશ તરફ વધુ ને વધુ ખેંચી રહ્યા હતા.આખી રાત રૂતેશ અને તન્વીએ મનભરીને એકબીજા સાથે પ્રેમ કર્યો અને બન્નેએ એકબીજાની શારિરીક જરૂરિયાતો પુર્ણ કરી અને બન્નેએ ભરપુર આનંદ માણ્યો.

જ્યારે તન્વીની આંખ ખુલી તો હજુ તેને તો રૂતેશ સાથેની રાત્રીના વિચારોમા જ ખોવાયેલી હતી.હજુ રૂતેશ સાથે વિતાવેલી રાત્રીનો નશો તેની આંખમાંથી ઉતર્યો ન હતો.તે રૂતેશને તો પ્રેમ કરતી ન હતી પણ હવે તેને પણ એવુ ફીલ થવા લાગ્યુ હતુ કે રૂતેશના શરિરને અને તેના સ્પર્શને જરૂર પ્રેમ કરવા લાગી છે.હજુ તેને એક વખત રૂતેશ સાથે શરિરસુખ માણવાની પ્રબળ ઇચ્છા થઇ આવી અને તેણે બાજુમા જોયુ તો રૂતેશ બેડ પર હતો નહી. તન્વીને જરા આશ્ચર્ય થઇ આવ્યુ કે રૂતેશ ક્યાં જતો રહ્યો હશે અને આ રીતે રૂતેશના રૂમમા મમ્મીએ જોઇ લીધી નહી હોય ને?આવા વિચારો કરતા કરતા તેણે પોતાના વસ્ત્રો પહેરી લીધા અને જરા ફ્રેશ થઇ તેના વીખરાયેલા વાળને બાંધી નીચે ગઇ.નીચે જતા તેણે જોયુ કે તેના મમ્મી બહારથી આવ્યા હતા. “મમ્મી આ સવાર સવારમાં તમે ક્યાં જઇ આવ્યા?અને રૂતેશ ક્યાં છે?મારે તેનુ કામ છે,મે જોયુ કે રૂતેશ તેના રૂમમાં પણ નથી.” તન્વીએ જલ્દી જલ્દી પુછી લીધુ. “દીકરી જરા ઘડિયાળમા તો જોઇ લે.સવાર નહી બપોર થવા આવી છે.બાર વાગવા આવ્યા છે બેટા.હું તો બાજુમા જ ગઇ હતી.રૂતેશ જ્યારે સવારે ૮.૦૦ વાગ્યે ઉઠી ફ્રેશ થઇ નીચે આવ્યો ત્યારે તેણે મને કહ્યુ હતુ કે તુ બહુ મોડે સુધી કામના કારણે જાગી હતી એટલે તને ઉઠાડવાની ના કહી હતી અને રૂતેશને તો એક અગત્યનું કામ હતુ એટલે તે જતો રહ્યો છે.” તન્વીના મમ્મીએ તેને કહ્યુ.

“ઓ.કે. અને આજે તો બાર કેમ વાગી ગયા તે ખબર જ ન રહી મને મમ્મી.ચલ હું જરા ચા બનાવી પી લઉ પછી લન્ચ માટે તૈયારી કરીશ અને તુ જરા આરામ કર હવે મમ્મી.” તન્વીએ કિચનમા જતા જતા તેના મમ્મીને કહ્યુ. તન્વી કિચનમા ચા બનાવવા ગઇ અને તેના મમ્મી રૂમમા જતા હતા ત્યાં અચાનક તેને કાંઇક યાદ આવ્યુ અને તે પાછા વળ્યા અને તન્વીને કહ્યુ “બેટા રૂતેશ એમ કહેતો હતો કે બજારમાંથી આવી તે પોતાના ફ્લેટ પર જવાનો છે.ત્યા તેને એક અગત્યનું કામ કરવાનુ છે.”

તન્વીને રૂતેશનું તેના ફ્લેટ પર જવાનુ જરા વિચિત્ર લાગ્યુ.તેણે તેના મમ્મીને કહ્યુ “ઓ.કે. મમ્મી હું હમણા જઇ આવુ છું ત્યાં અને તેને કોઇ જરૂર હોય તો મારી હેલ્પ મળી રહે તેને.” “હા બેટા જઇ આવજે અને બપોરે તેને સાથે લેતી આવજે લન્ચ કરવા માટે.બહુ સારો છોકરો છે રૂતેશ.” એમ કહેતા કહેતા તે પોતાના રૂમમા જતા રહ્યા. તન્વી ફટાફટ ચા પી અને રૂતેશને મળવા ફ્લેટ પર ગઇ.તન્વી ફ્લેટ પર પહોંચી તો મેઇન ડોર ઓપન જ હતો.તે દોડતી રૂતેશને મળવા ઇચ્છતી હતી અને તેને ગળે વળગાડી કહેવા માંગતી હતી કે રૂતેશ આઇ લવ યુ સો મચ એન્ડ આઇ વૉન્ટ ટુ મેરી વીથ યુ.તે દોડતી રૂતેશના રૂમમા ગઇ અને ત્યાંનુ દ્રશ્ય જોઇ તે સ્તબ્ધ બની ગઇ.

“રૂતેશ આમ કેમ તું છટપટે છે? શું થયુ તને?જલ્દી બોલ અને આવી હાલતમાં કેમ અહી એકલો આવીને બેસી ગયો છે.આવી હાલત હોય તો ડોક્ટર પાસે જવાય કે આમ એકાંતમાં આવીને બેસી રહેવાય?હવે કાંઇક બોલ ને તને શું થયુ છે?” તન્વીએ હાંફળી ફાંફળી થતા બોલી. “તન્વી મારે જે જોઇતુ હતુ તે મને મળી ગયુ.તે મને મારા જીવનની મોટામાં મોટી અને અમુલ્ય ગિફ્ટ આપી દીધી છે અને હવે મારા જીવનમાં મને બીજી કોઇ ઇચ્છા રહી નથી.મને ખબર છે કે તું મને આજીવન મળી શકે તેમ નથી એટલે મે આજના આપણા મિલનની રાત્રીને મારા જીવનની આખરી રાત્રી બનાવી દીધી છે.” રૂતેશે અચકાતા અચકાતા ધૃજતા સ્વરે કહ્યુ. “શું બકવાસ કરે છે તુ? શું કર્યુ છે તે?અરે યાર.....એક કામ કર હું ડૉક્ટરને કૉલ કરુ છું.આપણે ડૉક્ટર પાસે જઇએ.”તન્વીએ પોતાનો ફોન પર્શમાં શોધતા કહ્યુ પણ તેનો ફોન ભુલથી તેના ઘરે જ રહી ગયો હતો. “તન્વી ક્યાંય જવુ નથી અને કોઇની પાસે ઇલાજ કરવો નથી મારે.મે ઝેર પી લીધુ છે અને આવતા ચાર થી પાંચ કલાકમાં મારુ અસ્તિત્વ આ દુનિયામા નહી રહે.”

તન્વીના પગ નીચેથી જમીન સરકી ગઇ.તે પોતે ગભરાઇને રૂતેશ પાસે જ બેસી ગઇ અને તેણે આક્રંદ કરવાનુ શરૂ કરે દીધુ. “આ શું કર્યુ તે?મે તને કહ્યુ હતુ કે કોઇ ખરાબ પગલુ ન ભરજે અને તે આ રીતે તારુ જીવન ટુંકાવવાની ભુલ કેમ કરી બેઠો?”

“આ ભુલ નથી આ તો મારા અને તારા સબંધનો અંત છે.તું મારો સ્વિકાર કરવા માંગતી નથી અને હું તને છોડી શકું તેમ નથી.એટલે જ મે આ માર્ગને પસંદ કર્યો છે અને હું સરળતાથી આ દુનિયા છોડી શકુ એટલે જ મે તારી પાસે એક રાત માંગી હતી અને તે મને મળી ગઇ.હવે મને આ દુનિયા છોડવાનો કોઇ...........” અચાનક બોલતા બોલતા તેને ઉલટીઓ થવા લાગી.

ઓહ માય ગોડ.રૂતેશ વાતો બંધ કર.તુ ઠીક તો છે કે?હુ બાજુમાંથી કોઇને બોલાવી લાઉ છું” તન્વી જવા ઉઠી કે રૂતેશે તેનો હાથ પકડી તેને પોતાની પાસે બેસવા ઇશારો કર્યો. “તુ...ક્યાંય જતી નહી.હવે આ અંતિમ ઘડીમા તું મારી પાસે આવી જ છે ........તો હવે મને તારી બાહોમા જ મારા અંતિમ શ્વાસ લેવા દે.....” રૂતેશનો અવાજ ધૃજવા લાગ્યો.જીભ તેની લથડીયા ખાવા લાગી અને તેના શરીરે ખુબ પરસેવો થવા લાગ્યો.

અરે યાર આઇ એમ વેરી સોરી,મને ખબર ન હતી કે મારો નકારાત્મક જવાબનું પરિણામ આવું આવશે.અને સાચુ કહુ તો આજે મને એ એહસાસ થયો કે તું મને કેટલો પ્રેમ કરે છે.આપણે ગઇ રાત્રીએ સાથે વિતાવેલી પળો પરથી મને એ સમજાયુ કે તું ખરેખર મને પ્રેમ કરે છે અને આજે હું તારી સમક્ષ પ્રેમનો ઇઝહાર કરવાની પણ હતી ત્યાં આજે તું આ પગલુ ભરી બેઠો.”તન્વી બોલતા બોલતા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.“તનુ એમા તારો કોઇ વાંક નથી. મે તને પ્રેમ કર્યો એમાં તારો કોઇ ગુનો નથી. હું જ પાગલ તને પ્રેમ કરી બેસ્યો. તને માંરુ જીવન માની બેઠો.તારી છબી દિલમાં કંડારી બેઠો.”“ બસ હવે રડ નહી. મને હસતા હસતા વિદાય આપ.” તન્વી મોટે મોટેથી રડતા બોલી,” રૂતેશ મને છોડીને ના જા યાર. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હું મારા હ્રદયની લાગણીને હમેશા ઇગ્નોર કરતી રહી. સોરી યાર પ્લીઝ મને એકલી છોડીને ન જા ન જા . ન જા યાર હું પણ મરી જઇશ.તન્વીને શું કરવું કાંઇ સમજાયુ નહિ. તે રૂતેશને વળગી રહી. રૂતેશ પણ તન્વીને ભેટી પડ્યો આખરી વખત મન ભરીને બન્ને એકબીજાને ભેટી રહ્યા.

“અરે યાર હું આજ સવારથી કેટલી ખુશ હતી એ તને ખબર છે?તારી સાથે વિતાવેલો સમય એ મારા માટે જીવનનો યાદગાર સમય બની ગયો હતો અને આજે જ હું તારી સામે પ્રેમનો ઇઝહાર કરવાની હતી અને તે આવુ પગલુ ભરી લીધુ?” તન્વી રડતા રડતા બોલી ઉઠી. “જે થયુ તે સારૂ થયુ.ચલો મરતા પહેલા એ તો જાણી લીધુ કે તારા દિલમા મારા માટે પ્રેમ ઉદભવ્યો છે.હવે હું આરામથી મોતને પામી શકીશ ડીઅર.” રૂતેશ બોલ્યો. “અરે યાર આમ બકવાસ બંધ...”તન્વી હજુ વાક્ય પુરૂ કરવા જતી હતી ત્યાં બેડ પર પડેલા રૂતેશના ફોન પર તેની નજર પડી અને તેણે સમયસુચકતા વાપરી સીવીલ હોસ્પીટલમાં ફોન કરવા ફોન લઇ રૂતેશથી દૂર જતી રહી અને એમ્બ્યુલન્સ માટે કોલ કરી દીધો. થોડી જ વારમા એમ્બ્યુલન્સ આવી પહોંચી અને તન્વીએ એમ્બ્યુલન્સ સાથે આવેલા બ્રધરની મદદથી રૂતેશને હોસ્પીટલ લઇ જવા માટે એમ્બ્યુલન્સમા સુવાડ્યો. અને તે પણ ભારે હ્રદયે તેની સાથે હોસ્પીટલ જવા નીકળી ગઇ.

ક્ર્મશઃ