આઇ એમ ફેઇલ્ડ , ભાગ-6 chandni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

આઇ એમ ફેઇલ્ડ , ભાગ-6

નામ : ચાંદની

Email – chandnikd75@gmail.com

વાર્તા નું નામ: આઇ.એમ.ફેઇલ્ડ

વિષય : વાર્તાભાગ : 6

થોડી જ વારમા તન્વી રૂતેશ સાથે હોસ્પીટલ પહોંચી ગઇ.ત્યાં ફરજ પર હાજર ડો.શર્માએ નર્સને કહીને રૂતેશને આઇ.સી.યુ. મા એડમીટ કર્યો અને પોતે તન્વી સાથે પુછપરછ માટે રોકાયા.તેને રૂતેશની હાલત જોઇ અંદાજો આવી ગયો હતો કે આત્મહત્યાનો કેસ છે. “મેડમ ઇટ્સ અ સ્યુસાઇડ કેસ એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ઇન્ફોર્મ ધ પોલીસ.પ્લીઝ ડોન્ટ માઇન્ડ બટ ઇટ્સ ધ રૂલ ઓફ ધ હોસ્પીટલ.” ડો.શર્માએ કહ્યુ. “ઓ.કે. સર નો પ્રોબ્લેમ બટ પ્લીઝ સ્ટાર્ટ ધ ટ્રીટમેન્ટ વેરી ફાસ્ટલી.” તન્વીએ ગભરાયા વિના જવાબ આપ્યો. “ઓ.કે. મેડમ ડોન્ટ વરી,આઇ વીલ ટ્રાય માય બેસ્ટ” ડો.શર્માએ જવાબ આપ્યો અને પોતાની કેબીનમાં જઇ પોલીસને જાણ કરી. લગભગ ૧૦ મિનિટમાં જ પોલીસ આવી પહોંચી અને પોલીસ ઇન્સપેક્ટર રાણાએ કેસ નોંધી લીધો અને આ બાજુ ડો.શર્માએ ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી. “મેડમ દર્દી રૂતેશ આપના શું રીલેશનમાં છે?”

“સર એ મારો દોસ્ત છે.અને તે અહી સ્ટડી માટે આવ્યો હતો. અમારી દોસ્તી બાદ તે મારા બીઝનેશમાં પાર્ટનર બન્યો અને ત્યાર બાદ બીઝનેશ રીલેટેડ કામના કારણે તે અમારા ઘરે જ રહેતો હતો. આજે સવારે એ ઓચિંતો તેણે ખરીદેલા ફ્લેટ પર જતો રહ્યો. હું જ્યારે જાગી ત્યારે મારા મમ્મીએ મને આ જાણ કરી એટલે હું ત્યાં ફ્લેટ પર ગઇ અને આ બધી મને જાણ થતા હું તાત્કાલીક તેને અહી લઇ આવી.” તન્વીએ ઇન્સપેક્ટરને કોઇ પણ જાતની ગભરાહટ વિના જવાબ આપ્યો. “ઓ.કે. મેડમ તેના માતા-પિતાને તમે જાણ કરી આ બનાવની?” “ના સર.તેના માતા-પિતા તો હયાત નથી. તે તેના કાકા-કાકી સાથે રહે છે અને આ બધુ ઓચિંતુ બની ગયુ એટલે તેમને જાણ કરી નથી. હું તેનો ફોન સાથે લાવી છું.તેમાંથી તેના કાકાના કોન્ટેક્ટ નંબર મળી રહેશે. કહો તો હું જાણ કરી દઉ.” તન્વીએ કહ્યુ. “ઓહ ગુડ મેડમ.એક કામ કરો મને તેનો સેલફોન આપી દો. હું મારી કસ્ટડીમાં રાખુ છું અને તેના કાકાને હું જાણ કરી દઉ છું. બાય ધ વે તેના કાકાનું નામ કહેશો મને પ્લીઝ અને તેના ફ્લેટનું એડ્રેસ આપશો મને?”

“તન્વીએ ઇન્સ્પેક્ટરને તેના કાકાનું નામ અને ફ્લેટનું સરનામું આપી દીધા અને તે ચિંતિત નજરે ત્યાં ચેર પર બેઠી. “ઇન્સ્પેક્ટર રાણાએ રૂતેશના કાકાનો સંપર્ક કરી તેને તાત્કાલીક અમદાવાદ બોલાવી લીધા અને બીજા બે પોલીસ સહાયકોને રૂતેશના ફ્લેટ પર તપાસ માટે મોકલી દીધા અને રૂતેશના ફોનને પોતાની કસ્ટડીમા રાખી લીધો અને પોતે પણ ડોક્ટરની રાહ જોતા ત્યાં બેઠા. થોડી વારમા ડો.શર્મા બહાર આવતા જોઇ તન્વી દોડીને રૂતેશના હાલ-ચાલ પુછવા દોડી ગઇ. “મેડમ ધ કેસ ઇઝ વેરી સીરીયસ. ઝેર આખા શરીરમા બહુ ગતિથી ફેલાઇ રહ્યુ છે. હું અને મારી ટીમ અમારી બેસ્ટ ટ્રાય કરીએ છીએ કે રૂતેશને બચાવી શકીએ.” ડો.શર્માએ તન્વીને આશ્વાસન આપતા કહ્યુ. આ બાજુ રૂતેશના ફ્લેટ પર બે પોલીસ આવી ત્યાંની તપાસ શરૂ કરી દીધી અને ફ્લેટના ખુણે ખુણામા તપાસ કરવા લાગ્યા.

થોડી કલાકમાં જ રૂતેશના કાકા નીલેશભાઇ અને તેના કાકી રમાબેન હોસ્પીટલ આવી પહોંચ્યા અને આવતાવેત જ તેના કાકી રમાબહેને રડવાનુ અને આક્રંદ કરવાનુ શરૂ કરી દીધુ. તન્વી તો જાણતી હતી કે આ બધુ માત્ર નાટક જ કરે છે તેના કાકા-કાકી એટલે તે આ બધુ જોઇ મનમા ને મનમા બહુ ગુસ્સે થવા લાગી પણ તેણે પોતાના મનના ભાવને ચહેરા પર જાહેર થવા દીધા નહી અને તેના કાકીને આશ્વાસન આપવા તે તેમની નજીક ગઇ.

તેના કાકીએ તન્વીને ઓળખી નહી અને તે પ્રશ્નસુચક નજરે તેની સામે જોઇ રહ્યા. તન્વીએ રમાબહેનને તેની ઓળખાણ આપી અને બધી વાત જણાવી. તેના કાકા કાકીને પાણી આપી શાંત થવા કહ્યુ અને તે પણ તેમની બાજુમાં ડોક્ટરના આવવાની રાહ જોતી રહી. આશરે એક કલાક બાદ ડો.શર્મા બહાર આવ્યા. ડોક્ટરને જોતા જ તન્વી અને રૂતેશના કાકા-કાકી તેમને મળવા દોડી ગયા સાથે સાયે ઇન્સ્પેકટર રાણા પણ ડો.શર્માને મળવા ગયા. “આઇ એમ સોરી.રૂતેશ ઇઝ નો મોર.વી ટ્રાય અવર બેસ્ટ બટ વી ફેઇલ્ડ ટુ સેવ રૂતેશ.”આટલુ કહેતા તે ઓફિસમા ગયા અને ઇન્સ્પેક્ટર રાણા પણ ઓફિસમા ગયા. તન્વી આ સાંભળી હેબતાઇ ગઇ અને તેની આંખમાંથી આંસુ સરી પડ્યા.તેના કાકા અને કાકી પણ કોઇ જાતની લાગણી કે પ્રેમ વિનાના આંસુઓ સારવા લાગ્યા. જોઇને જ ખબર પડી જાય કે તે લોકો નરો ઢોંગ જ કરી રહ્યા છે. તન્વી તેના પર ખુબ ગુસ્સે થઇ રહી હતી પણ અત્યારે તે પોતાનો ગુસ્સો વ્યક્ત કરે તેવો મોકો ન હતો. બસ પોતે નિરાશ બની ત્યાં જ અવાચક બની બેસી રહી અને રૂતેશને ખોઇ બેસવાનુ દુઃખ તેની આંખોમાંથી આંસુઓ રૂપે બહાર નીકળી રહ્યુ હતુ. તન્વીએ બહાર નીકળી એસ.ટી.ડી. બુથ પરથી તેના મમ્મીને કોલ કરી આ દુઃખદ ન્યુઝ આપ્યા અને પોતે હોસ્પિટલ હોવાનુ પણ કહી દીધુ. “મીસ્ટર રાણા,રૂતેશે ત્રણ કલાક પહેલા જ ઝેર પી લીધુ હોવાનુ જણાઇ રહ્યુ છે અને ઝેર પણ બહુ વધુ અસર વાળુ હતુ એટલે બહુ વેગથી તેના શરીરમા પ્રસરી ગયુ હતુ.અહી આવ્યા ત્યાં સુધીમા તો તેના પુરા શરીરમાં ઝેર વ્યાપી ગયુ હતુ.” “ઓ.કે. થેન્ક્સ ડો.શર્મા.વધુ કાંઇ માહિતીની જરૂર પડ્યે હુ તમારો સંપર્ક કરીશ અને તેના પોસ્ટમોર્ટમની કોપી મને મોકલાવજો પ્લીઝ.” “હા શ્યોર મીસ્ટર રાણા. એનીટાઇમ રેડી ફોર હેલ્પ યુ.”

ઇન્સ્પેક્ટર રાણા બહાર નીકળ્યા અને તન્વી અને રૂતેશના કાકા-કાકીને દિલાસો આપી રૂતેશના ફ્લેટ પર તપાસ માટે પહોંચી ગયા. ત્યાં ફરજ પર હાજર પોલીસ સહાયકોએ તેમને રૂતેશના બેડરૂમમાંથી મળેલી એક ચીઠ્ઠી આપી જે રૂતેશના સ્વ અક્ષરે લખાયેલી માલૂમ પડતી હતી. જેમા તેણે લખુ હતુ , “મારા કાકા અને કાકી, હુ જાણુ છું કે મારા દ્વારા ભરવામા આવી રહેલુ પગલુ એ ખોટુ છે પણ આ પગલુ હું મારી મજબુરીને કારણે અને મારા સંપુર્ણ હોંશમા રહીને ભરી રહ્યો છું. મારા ઝેર પીવા બદલ મને કોઇ દ્વારા ધાકધમકી કે દબાણ કરવામા આવ્યુ નથી. અહી અમદાવાદ આવ્યા બાદ શહેરની રોનક જોઇને મારુ ધ્યાન અભ્યાસ પરથી દૂર થવા લાગ્યુ. તન્વી સાથેના બીઝનેશને કારણે મારુ અભ્યાસમાંથી ધ્યાન હટવા લાગ્યુ હતુ. તન્વીએ પણ મને બીઝનેશ છોડી અભ્યાસ પર ધ્યાન આપવા સલાહ આપી હતી પણ મારી લાઇફ સ્ટાઇલ અને મોજશોખને કારણે મારે પૈસા કમાવવા હતા. કાકા,હું તમારી પાસેથી બહુ વધુ પૈસા મંગાવવા અચકાતો હતો કેમ કે મને ખબર હતી કે તમારે પણ પૈસાની બહુ ભીડ રહે છે. ધીમે ધીમે અભ્યાસ પરથી ધ્યાન હટવા લાગ્યુ અને ફાઇનલ એક્ઝામમાં હું ફેલ થયો. આ વાતની જાણ મે તમને કે મારી બેસ્ટ ફ્રેન્ડ તન્વીને પણ કરી ન હતી. આ વાતનું મને દિલથી લાગી આવતા મે આ પગલુ ભર્યુ છે.બની શકે તો મને માફ કરી દેજો.” આપનો વ્હાલસોયો પુત્ર રૂતેશ.

પોલીશે ચિઠ્ઠી વાંચી લીધી હવે બધુ સ્પષ્ટ થઇ ગયુ હતુ કે આ આત્મહત્યાનો કેસ છે.તેથી જરૂરી નોંધ કરીને કેસ બંધ કરી દીધો. રૂતેશનો મૃત્દેહ તેના કાકા કાકી લઇ ગયા. તન્વીની ખુબ ઇચ્છા હતી કે તે રૂતેશની અંતિમ વિધિમાં જાય પરંતુ તેના કાકીની આઁખો સામે જોઇ તે કાંઇ ન કહી શકી નહી અને રૂતેશને ભારે હૈયે તેણે વિદાય આપી દીધી.તેના આંસુઓનો કોઇ પાર ન હતો. તેના મનમાં તોફાન ઉઠ્યુ હતુ. તેના મનમા સતત એક જ વાત ઘુમી રહી હતી “આઇ એમ ફેઇલ્ડ.....આઇ એમ ફેઇલ્ડ....આઇ એમ ફેઇલ્ડ.”બીજી વખત તે પોતાના જીવનમા આવેલા પ્રેમને સમજી ન શકી.એક વખત પોતાની જીદ અને ભુલને કારણે તેના ડાઇવોર્સ થઇ ગયા અને આ બીજી વખત તો રૂતેશ આ દુનિયા છોડીને જ જતો રહ્યો અને તે પણ માત્ર તન્વીની ભુલના કારણે.... રૂતેશના મૃત્યુને થોડા જ દિવસો બાદ તન્વીને ઉબકા અને ઉલટી આવવા લાગ્યા. ડોકટરી તપાસમાં ખબર પડી કે રૂતેશનો અંશ તેના પેટમાં રહી ગયો છે. મમતાબહેનને તન્વીએ બધી વાત કરી દીધી. તે તન્વી પર ગુસ્સે થવા માંગતા હતા પરંતુ તન્વીની હાલત તે સમજતા હતા આથી તેને ગુસ્સે થવુ યોગ્ય ન લાગ્યુ. મમતાબહેને તન્વીને કહ્યુ, “ તન્વી રૂતેશ તો હવે જતો રહ્યો. હવે તેના આ અંશને પણ મિટાવી દે નહિતર આ દુનિયા તને શાંતિથી જીવવા નહિ દે. તારુ જીવન દોજખ બનાવી દેશે.” “ મમ્મી, શુ બકવાસ કરે છે તુ. તને કાંઇ ભાન છે? આ અમારા પ્રેમની નિશાની છે. રૂતેશના પ્રેમને હુ સમજી ન શકી અને તેને હમેંશ માટે ગુમાવી દીધો. પરંતુ હવે તેના આ પ્રેમની નિશાનીને હુ પ્રેમપુર્વક સાચવીશ અને તેના માટે જ આખી જીંદગી ગુજારીશ.” તન્વીએ કહ્યુ. “દીકરી આ દુનિયા બહુ ખરાબ છે.આ સમાજ તને શાંતિથી જીવવા નહી દે.એક કુંવારી સ્ત્રી જ્યારે માતૃત્વ ધારણ કરે છે ત્યારે સમાજ તેને કેવા કેવા સંબોધન કરે છે તે તને ખબર નથી,માટે મારુ માન તો આ અંશને આ દુનિયામા જન્મ લેતા પહેલા જ મીટાવી દે તો સારૂ.મમતા બહેને તન્વીને ખુબ જ સમજાવવાનો પ્રયાસ કર્યો.

“મમ્મી સમાજની પરવા મને નથી.સમાજનુ અને સમાજના લોકોનું તો કામ જ એ છે કે તે સામેવાળાના દોષની વાતો કરે જાય પણ તેના કારણે હું મારા પ્રત્યેના રૂતેશના આ પ્રેમની નિશાની સાથે કોઇ છેડછાડ નહી કરું.સમાજ કરી કરીને શું કરશે?માત્ર મારી ટીકા કરશે એ જ ને?બીજુ કાંઇ કરી પણ ના શકે આ ડરપોક લોકો અને જો તને એમ લગતુ હોય કે મારી આવી હાલતમાં અહી રહેવુ યોગ્ય નથી તો આપણે બન્ને આ શહેર છોડી દૂર જતા રહેશું જ્યાં આપણે કોઇ જાણતુ પણ ન હોય પણ કોઇ પણ ભોગે રૂતેશનો અંશ આ દુનિયામા જન્મ તો લઇને જ રહેશે.” તન્વીએ દ્ર્ઢતાપુર્વક તેનો નિર્ણય જણાવી ઉપર તેના રૂમમા જતી રહી. મમતાબહેનને પણ સમજાઇ ગયુ કે જીવનમા એક નહી પણ બે-બે વાર ઠોકર વાગેલી એવી તેની દીકરીને તે સમજાવી નહી શકે માટે તેણે પણ બધુ ભગવાન પર છોડી દેવાનુ વિચાર્યુ.

થોડા જ દિવસમાં તન્વી તેનો તમામ બિઝનેશ છોડીને તેની માતા મમતાબહેન સાથે તેના મામાના ઘરે ગુડગાંવ જતી રહી.

આ બાજુ કબીરને હવે તન્વી વિના જરા પણ ચેન પડતુ ન હતુ.કેટલા દિવસો સુધી તન્વીના ફોન ટ્રાય કર્યા પરંતુ તેનો સંપર્ક જ થઇ શકતો ન હતો.તન્વીને તે પ્રપોઝ પણ ન કરી શક્યો તન્વી વિના ન દિવસમાં ચેન હતો ન રાતમાં આરામ. ઘણી વખત તેણે નક્કી કર્યુ કે તન્વીને મળવા અમદાવાદ જાય પણ ઓફિસમાં કામના ભારણને કારણે નીકળાયુ જ નહી પણ હવે દ્ર્ઢ નિર્ણય સાથે તેણે તન્વીને મળવા જવાનુ નક્કી કરી લીધુ. આ વખતે પણ તેને પોતાની નોકરીમાંથી રજા મળી શકે તેમ ન હતી. આથી તન્વી ખાતર નોકરી જ છોડી દીધી અને તન્વીને મળવા અમદાવાદ નીકળી ગયો.તેની પાસે કોઇ સરનામુ કે ફોન નંબર કાંઇ પણ ન હતા છતાય એક તન્વીના પ્રેમ ખાતર તે અમદાવાદ જેવા શહેરમાં તેને શોધવા નીકળી પડયો.ખાલી દિલમાં તેની યાદો અને યાદોમાં કંડારાયેલો તન્વીનો માસુમ ચેહરો.તેના સહારે તે નીકળી પડ્યો.હૃદયના ખુણામાં એક અજ્ઞાત ભય પણ હતો આ કાતિલ ક્રુર દુનિયામાં મારી માસુમ ભોળી પારેવડી તન્વી ક્યાં હશે? ક્યાંય કાંઇ અનર્થ ન થઇ ગયુ.આજે ટ્રેનમાં બેસી તેનુ હૈયુ વારંવાર પોકારવા લાગ્યુ અરે તન્વી ના આશિક આટલા દિવસ તુ ક્યાં હતો? તારી નાજુક નમણી કળી આ પિશાચ દુનિયા વચ્ચે એકલી બાજી રમતી હતી અને તુ પ્રેમ ના પ્રવાહમાં મિઠ્ઠી યાદો માં ખોવાયેલો હતો.ધિક્કાર છે તને. હવે તને તેની યાદ આવી આટલા સમય બાદ !!!!!

ટ્રેન હવે જલ્દી અમદાવાદ પહોંચે તો સારુ. કબીરથી હવે સમય જિરવાતો ન હતો.તેને પોતાની જાત પ્રત્યે ધિક્કાર થવા લાગ્યો. નકારાત્મક વિચારોએ તેની માનસિકતા પર કબજો જમાવી લીધો.તેને પળ પળ તન્વી સાથે ફોનમાં વિતાવેલો સમય યાદ આવવા લાગ્યો.ફોનમાં જયારે તે ખિલખિલાટ હસતી હતી ત્યારે કોઇ ઋજુ બાળકી નિર્દોષતા પુર્વક હસતી હોય તેવુ લાગ્તુ હતુ. વિચારમાં અને વિચારમાં તેને ખાવા પીવાનુ પણ ભાન ન રહ્યુ.સવારે સ્ટેશન આવ્યુ ત્યારે ક્ક્ડીને ભુખ લાગી ત્યારે ખબર પડી કે તેણે કાલે સવારથી કાંઇ પણ ખાધુ જ ન હોતુ.ઉજાગરાથી આઁખો સોજીને લાલ થઇ ગઇ હતી પરંતુ વિરહના દર્દમાં તેને કાંઇ ભાન જ નહોતુ. તે સ્ટેશન પર ઉતરીને ચા સાથે થોડો નાસ્તો કર્યો. પ્રેમિકાના શહેરની હવાએ તેનામાં નવી તાજગી ભરી દીધી જાણે તન્વીની સાવ નજીક પહોચી ગયો હોય તેવુ તેને લાગવા લાગ્યુ. તેને સ્ટેશન પર પસાર થતી દરેક છોકરીમાં તન્વીની છાપ દેખાવા લાગી.તેનુ હૈયુ નાચવા લાગ્યુ. પરંતુ હકીકતે અમદાવાદ જેવા મોટા શહેરમાં તેને શોધવી ખુબ જ મુશ્કેલ હતી.કબીર પાસે તન્વીનો એક ફોટો હતો તે લઇને અમદાવાદના બધા વિસ્તારમાં પાગલની જેમ ફરવા લાગ્યો. રસ્તા પર પસાર થતી દરેક છોકરીઓને નીરખીને જોવા લાગ્યો અને તેમાં તેણે ઘણી છોકરીઓના હાથનો માર અને ગાળો પણ ખાઇ લીધી. છતાય તેને તેના હૈયાનો હાર ન મળ્યો .છ મહિના સુધી તે ફરતો રહ્યો પરંતુ તન્વીનુ કોઇ સમાચાર કે પત્તો ન મળ્યો. દિવસો વિતતા હતા તેમ હૃદય પર બોજ વધવા લાગ્યો. અનેકવાર મનમાં વિચારો આવ્યા કે તન્વી વિના જીવનનો કોઇ અર્થ જ નથી. બસ આયખુ ટુંકાવી નીકળી પડુ વળી હૈયાના એક છાના ખુણામાંથી અવાજ આવે કે તન્વી મળતી નથી પરંતુ જીવે છે એટલે એક દિવસ જરૂર તેની સાથે સોણની જીવનની પળો માણવા મળશે. ઘરના હવે રોજ ફોન કરવા લાગ્યા અને તેને પરત આવી જવા દબાણ કરવા લાગ્યા. તે ઘરે તે ખોટુ બહાનુ કરીને આવ્યો હતો કે ઓફિસનો પ્રોજેકટ્ છે અને બે મહિનામાં તે આવી જશે અને છ મહિના થઇ ગયા ઘરે કોઇને ખબર પણ ન હતી કે તે જોબ છોડીને આવ્યો છે. રોજ ગમે ત્યાં આચર કુચર ખાઇને અને બહાવરાની જેમ ફરીને તેના હાલ બદલાય ગયા હતા. અપટુ ડેટ રહેવા વાળો કબીર આજે કોઇ રઝળતા ભિખારી જેવો બની ગયો હતો. તેને જોઇ કોઇ તેના ઘરના પણ ન ઓળખી શકે તેવા છ મહિનામાં તેના હાલ થઇ ગયા હતા. રોજ ઘરે નવા નવા બહાના કાઢવા અઘરા લાગતા હતા. તેથી તેને નક્કી કર્યુ કે હવે જવુ જ પડશે. તેથી પોતાના દેખાવ સુધારો લાવવા સલુનમાં ગયો અને મસાજ અને ફેસિયલ હેરકટ કરાવી પહેલા જેવો બની ગયો અને નિરાશ થઇને ફરીથી તન્વીની યાદો લઇને દિલ્હી પોતાના ઘરે આવી ગયો.