આઇ એમ ફેઇલ્ડ , ભાગ-1 chandni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

 • મારા અનુભવો - ભાગ 2

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 2 શિર્ષક:- જય અન્નપૂર્ણા લેખક:...

 • અગ્નિસંસ્કાર - 95

  વિવાને બોમ્બની માહિતી આપતા કહ્યું. " વો ચારો બોમ્બ મેને થિયે...

 • વિષ રમત - 27

  વિશાખા અને અનિકેત બાળકની માં એક બીજા ની સેમ સામે ઉભા હતા ..વ...

શ્રેણી
શેયર કરો

આઇ એમ ફેઇલ્ડ , ભાગ-1

નામ : ચાંદની

Email – chandnikd75@gmail.com

વાર્તા નું નામ: આઇ.એમ.ફેઇલ્ડ

વિષય : વાર્તાભાગ : 1

તન્વીએ તેના પતિ સાથે આજે ડાયર્વોસ લઇ લીધા.તે પોતાનો બધો સામાન સાસરેથી લઇ આવી અને પોતાની વિધવા માતા સાથે હમેંશ માટે રહેવા આવી ગઇ.તેના પિતાજી તેઓ માટે ઘણી સંપત્તિ મુકીને ગયા હતા.તેથી તેમના માટે પૈસાની કોઇ ચિંત્તા ન હતી.

તન્વીના લગ્ન બે વર્ષ પહેલા જલ્પેશ સાથે થયા હતા.શરૂઆતમાં લગ્નજીવન ખુબ જ સારુ રહ્યુ પરંતુ બાદમાં તન્વીની ફરિયાદોનો દોર ચાલુ થઇ ગયો.તન્વી તેના સાસુ સસરા અને પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. તેના સાસુ સસરા સમજદાર અને પરિપક્વ હતા.તેઓ બંન્ને પતિ-પત્નીને ખુબ જ અવકાશ આપતા હતા.તન્વીના સાસુ સરોજીની બહેન ખુબ જ સમજદાર અને પ્રેમાળ વ્યકિત હતા.તેઓ તન્વી સાથે સહ્રદયી વ્યવહાર રાખતા હતા.તેઓ ઘરકામ બાબતે કે તન્વીના અન્ય કોઇ પણ વ્યવહાર બાબતે રોકટોક કે ગુસ્સો કરતા નહી.પોતે બસ પોતાના કામમા અને ભગવાનના ભજનમા વ્યસ્ત રહેતા.

તન્વીના પતિ જલ્પેશ પણ ખુબ સમજુ અને પ્રેમાળ વ્યકિત હતા.તે તન્વીનુ હંમેશા ધ્યાન રાખતા અને તેના પર કોઇ પણ જાતનો દબાવ રાખતા નહી.તેઓ ઘણા ખરા કામમા તન્વીને હેલ્પફુલ થતા ઉપરાંત તન્વીની પસંદ-નાપસંદનો પણ પુરતો ખ્યાલ રાખતા.આટલુ સારૂ સાસરૂ મળ્યુ હોવા છતા તન્વીને પુરતો સંતોષ ન હતો.તેને માત્ર સ્વતંત્રતા નહી પણ સ્વછંદતા જોઇતી હતી.ઘર,પરિવાર,કુટુંબ કે અન્ય કોઇ જવાબદારી તન્વીને ગમતી ન હતી.આ બધુ પરિવાર અને જવાબદારી તેના માટે યુવાની વેડફવાની વસ્તુ હતી.તેના માટે લગ્નજીવન બંધનરૂપ હતુ.જલ્પેશ તેને બહુ પ્રેમ કરતો અને તેને ઘણી વખત ખુબ પ્રેમથી સમજાવતો પણ તન્વીની સમજમા કાંઇ આવતી જ નહી.તે અવારનવાર નાની નાની વાતમા જલ્પેશ અને તેના માતા-પિતા સાથે ઝઘડો કરી બેસતી. તેને ઘરકામ કે કુટુંબની જવાબદારી ગમતી જ ન હતી.તેને તો બસ તૈયાર થઇ હરવુ ફરવુ અને ફ્રેન્ડ્સ સાથે ગપ્પા મારવાનુ જ ગમતુ હતુ.ઘરે પણ તે કામની જવાબદારી ન સંભાળતા પોતાના રૂમમા બેસી ફેસબુક કે વૉટ્સ અપ પર મિત્રો સાથે ચેટમા બીઝી રહેતી,છતા તેના સાસુ તેને કાંઇ કહેતા નહી અને ઘરકામમા પણ તન્વીને હેલ્પ કરાવતા.છતા પણ તન્વી કોઇ પણ નાની વાતમા ગુસ્સો કરી આખુ ઘર માથે લઇ લેતી અને મોટો ઝઘડો કરતી. જલ્પેશ પણ આ અવાર નવારની માથાકુટ અને ઝઘડાથી થાકી ગયો હતો.તન્વીને લાખ સમજાવવાની કોશિષ કરવા છતા તેના મગજમા કોઇ પણ વાત આવતી નહી.જલ્પેશ આ બધી ઘરની કંકાશની વાત તેની સાથે કામ કરતી યોગિતા સાથે કરતો.યોગિતા જલ્પેશની ઓફિસમા કારકુનની જોબ કરતી હતી.યોગિતા જલ્પેશની વાત પ્રેમથી સાંભળતી અને તેને આશ્વાસન આપતી અને તેને કોઇ પણ પ્રકારનુ ટેન્શન ન લેવા સમજાવતી.જલ્પેશને યોગિતાનો આવો સારો વ્યવહાર ખુબ ગમતો અને ધીમે ધીમે તે મનોમન યોગિતાને ચાહવા લાગ્યો હતો.યોગિતાના હજુ લગ્ન થયા ન હતા.તે પણ મનોમન સમજુ અને પરિપક્વ એવા જલ્પેશને ચાહવા લાગી હતી. એક દિવસ જલ્પેશ અને યોગિતા કામ કરતા હતા ત્યારે જલ્પેશને ખુબ જ અપસેટ જોઇ યોગિતાએ કહ્યુ, “જલ્પેશ કેમ આજે બહુ ઉદાસ દેખાઓ છો?વળી તન્વી સાથે ઝઘડો થયો કે શુ?” “હા બસ એ રેગ્યુલર ઝ્ઘડા ચાલુ જ હોય છે અમારે તો યોગિતા.શું કહુ તને?હુ તો આ લાઇફથી થાકી ગયો છું.એમ થાય છે કે આ બધુ ઘરબાર છોડી દુર જતો રહુ.” જલ્પેશે કહ્યુ. “અરે આવા ઝઘડા તો આજે દરેક ઘરમા હોય જ છે.તેનાથી કાંઇ લાઇફથી થાકી ન જવાય.એવુ તો બસ ચાલ્યા કરે.” યોગિતાએ તેને સમજાવતા કહ્યુ. “હા પણ હવે રીઅલી મને તન્વી સાથે રહેવામા કોઇ રસ રહ્યો નથી.એમ થાય છે કે તન્વીને હવે છોડી દઉ.” જલ્પેશે કહ્યુ. “જો તમને બન્નેને એકબીજા સાથે રહેવામા કોઇ રસ જ ન હોય તો અલગ થઇ જવુ જ બેટર છે.આ રોજ રોજના ઝઘડાથી તો શાંતિ મળે તમને.અને સાચુ કહુ તો હું પણ તમને આ રીતે ટેન્શનમા જોઇ શકતી નહી.” યોગિતાએ પોતાના દિલની વાત કરતા કહ્યુ. “હા પણ શું કરુ?મને મારા પરિવારનો વિચાર આવે છે.અને એક વખત ડાઇવોર્સ લીધા પછી બીજી વખત મેરેજ કરવામા પણ બહુ પ્રોબ્લેમ ફેસ કરવા પડે એટલે બસ નશીબને માન આપી આવી લાઇફ જીવી રહ્યો છું.ક્યારેક તો એમ થાય છે કે આત્મહત્યા કરી લઉ.” જલ્પેશે ગુસ્સો કરતા કહ્યુ. “અરે એમ ન બોલો તમે.આત્મહત્યા કરવાનુ શું કામ વિચારો છો?તન્વીને તમારી કોઇ કાળજી લેવાનો સમય ન હોય તો કાંઇ નહી પણ મને તમારી ખુબ ચિંતા છે.એવુ બોલશો તો મને નહી ગમે.” યોગિતાએ કહ્યુ. જલ્પેશ યોગિતાનો ઇશારો સમજી ગયો કે તે શું કહેવા માંગે છે.તેણે મોકો જોઇ યોગિતાને પ્રપોઝ કરી લીધુ.યોગિતા એ જ સમયે તો કોઇ રીપ્લાય ન આપી શકી અને બહાનુ કરી જતી રહી. જલ્પેશને યોગિતાનો જવાબ મળી ગયો અને તે સમજી ગયો કે યોગિતા પણ તેને ચાહે જ છે.આ જાણી તે મનોમન ખુબ રાજી થયો. ઓફિસેથી છુટ્યા પછી જલ્પેશ ખુબ ખુશ થતો ઘરે પહોચ્યો.પણ ઘરે પહોચતા જ તેની બધી ખુશી દુઃખમા બદલી ગઇ.ઘરે જતા જ તેણે જોયુ કે તેના માતા સરોજીનીબહેન રડી રહ્યા હતા.તેને રડતા જોઇને તે સમજી ગયો કે કોઇ મોટો ઝઘડો થયો જ છે ,નહી તો તેના માતા કોઇ દિવસ રડે નહી. દોડતો તે પોતાના રૂમમા ગયો અને જોયુ કે તન્વી તો બીન્દાસ ચેટ કરવામા મશગુલ છે.તેને જોતા જ જલ્પેશનો ગુસ્સો સાતમા આસમાને ગયો અને તન્વીને ગુસ્સાથી પુછ્યુ “શું થયુ કે આજે મમ્મી રડે છે?” પણ તન્વી તો તેની ચેટ કરવામા જ બીઝી હતી.તેણે કોઇ જવાબ ન આપ્યો એટલે જલ્પેશે ગુસ્સાથી તેની પાસે જઇ અને ફોન ઝુટવી લીધો.આ જોઇ તન્વીને બહુ ગુસ્સો આવ્યો અને બન્ને વચ્ચે ખુબ મોટા પાયે ઝઘડો થયો.તેના માતા સરોજીનીબહેન તેને સમજાવવા આવ્યા પણ જલ્પેશ આજે ખુબ જ ગુસ્સામા હતો અને તે તેના મમ્મીની પણ કોઇ વાત માન્યો નહી.અને અંતે તેણે તન્વીને કહી જ દીધુ “હુ આ રોજ રોજની લાઇફથી કંટાળી ગયો છું.હવે હું તારી સાથે રહેવા માંગતો નથી.આઇ વૉન્ટ ડાયવોર્સ.” તન્વી પણ ખુબ ગુસ્સામા હતી અને તે પણ ગુસ્સામા ને ગુસ્સામા જલ્પેશનું ઘર છોડી અને એટ અ ટાઇમ તેના મમ્મીના ઘરે ચાલી નીકળી. તેના પિયરમા પરિસ્થિતી તદ્દન વિરૂધ્ધ હતી.તેના મમ્મી તેને ઘરકામમા કોઇ હેલ્પ ન કરાવતા અને ઉપરથી નાની નાની વાતમા તન્વીને રોકટોક અને કચકચ પણ કરે રાખતા.તન્વીને તો આ બધુ બંધન જેવુ લાગવા લાગ્યુ.તેને હવે સમજાયુ કે જલ્પેશ અને તેની મમ્મી બહુ સારા હતા.તેઓ અવારનવાર આ રીતે તેની મમ્મીની જેમ કોઇ પણ વાતમા તેને રોકટોક કરતા નહી અને તેને પુરતી સ્વતંત્રતા આપતા હતા.તેને હવે સમજાયુ કે બધી વાતમા પોતાનો જ વાંક છે.તેણે જલ્પેશ સાથે વાત કરી સુલાહ કરવાનુ વિચાર્યુ પણ જલ્પેશે તેને મળવાની પણ ના પાડી દીધી અને વધુમા તેના ઘરે ડાયવોર્સ પેપર પોતાની સાઇન સાથે મોકલી દીધા. તન્વીએ જલ્પેશને સમજાવવાની ઘણી કોશિષ કરી પણ તે સમજ્યો નહી.તન્વીએ તેના સાસુને પણ જલ્પેશને સમજાવવા કહ્યુ પણ બધુ વ્યર્થ ગયુ અને આખરે તન્વીએ જલ્પેશને ડાયવોર્સ આપી દીધા.

હવે તન્વી પોતાની લાઇફમા ખુબ ઉદાસ બની ગઇ હતી.તેને હવે સમજાયુ કે પોતાની જીદના કારણે તેણે તેણે એક સમજુ અને પ્રેમાળ પતિ અને એક સંસ્કારી સાસરુ ગુમાવી દીધુ છે.તે હવે ખુબ ઉદાસ રહેવા લાગી હતી.તેને હવે જલ્પેશનો નિઃસ્વાર્થ પ્રેમ ખુબ યાદ આવતો હતો.પણ હવે હાથમાંથી રેતી સરે તેમ તન્વીની લાઇફમાંથી બધુ સરી ગયુ હતુ અને તે બાબતનો તેને ભારોભાર પસ્તાવો થઇ રહ્યો હતો.

વધુ આવતા અંકે.