આઇ એમ ફેઇલ્ડ , ભાગ-2 chandni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇ એમ ફેઇલ્ડ , ભાગ-2

નામ : ચાંદની

Email – chandnikd75@gmail.com

વાર્તા નું નામ: આઇ.એમ.ફેઇલ્ડ

વિષય : વાર્તાભાગ : 2

તન્વી પાસે હાથમાં હવે કાંઇ બાકી રહ્યુ ન હતુ તેને આખો દિવસ વિચાર પીછો છોડતા ન હતા.તેની માતા મમતાબેન તેને ઘણુ સમજાવતા અને તેને બધુ ભુલી જવા માટે કહેતા અને નવેસરથી પોતાની જીંદગી શરૂ કરવાનુ કહેતા પરંતુ તે ઇચ્છવા છતાંય કાંઇ ભુલી શકતી ન હતી.તેને બસ પોતે કરેલા મુર્ખામીભર્યા કાર્ય પર પારાવાર પસ્તાવો થતો હતો.. તેના માતા મમતાબેન તેને મંદિરે દેવ દર્શને લઇ જતા.આસપાસના લોકો સાથે જ્યારે તેઓ સાંજે બેઠા હોય ત્યારે પરાણે તેને બેસાડતા પરંતુ તન્વી પર કોઇ વાતની અસર થતી ન હતી.તે લોકો સાથે હોવા છતા પણ એકલતા અનુભવતી.તેના પડોશીઓ તેની સાથે વાત કરવાની અને તેને દુઃખમાંથી બહાર નીકળવા ઘણા પ્રયત્નો કરતા પણ જાણે તન્વી જ પોતાના દુઃખમાંથી બહાર નીકળવા ન માંગતી હોય તેમ બસ ગુમશુમ બેઠી રહેતી.તેના માતા મમતાબેનને તો તન્વીની માનસિક હાલતની ચિંતા થવા લાગી હતી.તે બસ પોતાની દીકરીને કોઇ પણ ભોગે આ દર્દ માંથી બહાર કાઢવા માંગતા હતા.

ધીરે ધીરે સમયનુ વહેણ તો વહેતુ જતુ હતુ.પરંતુ તન્વીની જીંદગી સ્થિગત થઇ ગઇ હતી.તેના માટે જલ્પેશને ભુલવુ નામુમકિન બની ગયુ હતુ.તે બસ જીવતી લાશની જેમ પોતાનુ જીવન જીવતી હોય તેવી બની ગઇ હતી.તેણે હવે ફોનને તો એકદમ પોતાનાથી દૂર કરી દીધો હતો.તેના ફ્રેન્ડ્સ સાથેની ફેસબુક ચેટ અને એ બધાથી તે અળગી બની ગઇ હતી. આમને આમ દિવસે દિવસે તેની માનસિક હાલત ખરાબ બનતી જતી હતી.છ એક મહિના બાદ તેની ખાસ સખી આયેશા જે લંડન સાસરે હતી અને હાલ થોડા સમય પહેલા જ પિયર આવી હતી તેનો કોલ તન્વી પર આવ્યો.તન્વી ત્યારે પોતાના રૂમમા હતી તો તેના મમ્મીએ ફોન રિસીવ કર્યો અને આયેશાનો ફોન છે એ જાણી પોતાને રોકી ન શક્યા અને તે રડી પડ્યા.રડતા રડતા તેણે આયેશાને બધી વાત કરી અને તેને ઘરે આવી તન્વીને સમજાવવા કહ્યુ.

આયેશા તે જ દિવસે તન્વીના ઘરે સાંજે આવી.આયેશાને જોઇ તન્વીના મુખ પર આજે ઘણા સમય બાદ થોડી ખુશી દેખાઇ.

“તમે બન્ને બાળપણની સહેલીઓ આજે ઘણા સમય બાદ મળી છો તો જાઓ બન્ને રૂમમા જઇ તમારી વાતો કરો,હું તમારા માટે કાંઇક ચા-નાસ્તો લાવુ છું.” મમતાબહેને કહ્યુ. “હા ચલ તન્વી.આજે ઘણા સમયની બાકી રહેલી વાતો તારી સાથે કરવી છે.ઘણો સમય થયો તારી સાથે ઝઘડો નથી કર્યો તેને.” આયેશાએ હસતા હસતા કહ્યુ અને તન્વીનો હાથ પકડી તેને રૂમમાં લઇ ગઇ. “કેમ છે તું? અને આ શું હાલ બનાવી દીધો છે તે? પહેલા તો ટીપ ટોપ થઇ રહેતી અને હવે તો જો.શું થઇ ગયુ છે તને?” આયેશાએ તેને મજાકમા કહ્યુ. આયેશાની વાતો સાંભળી તન્વી તેને ગળે વળગી જોર જોરથી રડી પડી અને આયેશાને તેની બધી પહેલેથી શરૂ કરી આજ સુધીની વાત માંડીને કરી. “હું સમજુ છું તારી હાલત પણ તન્વી તને એક સલાહ જરૂર આપીશ કે જે બની ગયુ તેનો પસ્તાવો કરવાથી તને જલ્પેશ પાછો નહી મળી જાય.તું હવે ગમે તેટલો પશ્ચાતાપ કરીશ પણ જલ્પેશ તારી લાઇફમા ક્યારેય પાછો નહી આવે.તો શું કામ તારી આખી લાઇફને આમ દુઃખી થઇ બરબાદ કરવા જઇ રહી છે?” આયેશાએ તન્વીને સમજાવતા કહ્યુ.

આયેશા બે ત્રણ દિવસ તન્વી સાથે રહેવા રોકાઇ ગઇ.આયેશાએ તેના બે બાળકો માહિમ અને ભૈરવી સાથે તન્વીની ઘરે રહેવા માટે નક્કી કર્યુ.ઘરમાં નાના બાળકો અને તેની બાળપણની સખીની સાથે રહેતા એક દિવસમા તન્વીની લાઇફમા સુધારો આવતો દેખાયો.તન્વી આયેશાના બાળકો સાથે મસ્તી કરતી,તેની સાથે તે ટાઇમ સ્પેન્ડ કરતી અને આ બધાની સાથે તેના મુખ પર હાસ્યની લહેર દોડી જતી.આ બધુ જોઇ આયેશા અને તન્વીના મમ્મીને ખુબ આનંદ થયો. “બેટા આજે તુ મારા ઘરે જાણે ભગવાન બનીને આવી હો,તેવો મને એહસાસ થાય છે.તારા આવવાથી મારી દીકરીને મે આજે આટલા સમય બાદ હસતી જોઇ છે.હું ક્યા શબ્દમા તારો આભાર માનુ? સાચે જ મને શબ્દો નથી મળતા.” મમતાબહેને ભાવુક થઇ કહ્યુ. “અરે માસી,આવી વાતમા આભાર ન હોય.હું પણ તમારી દીકરી જ છું અને એ નાતે તન્વી મારી બહેન છે.તો તેના દુઃખમા મારે સહભાગી થવુ તે મારી ફરજ છે.હવે થેન્ક્સ કહી મને તમારાથી અળગી ન કરો પ્લીઝ.” આયેશાએ કહ્યુ.

આયેશાએ બે જ દિવસમા તન્વીને સમજાવી દીધુ કે ભુતકાળ ભુલી જવા માટે હોય છે.જે ગયુ તે ગમે તેટલા પ્રયત્નો કરવા છતાંય પાછુ મેળવી શકાતુ નથી તો શા માટે તેની પાછળ જીંદગીના કિંમતી પળો વેડફી નાખવા જોઇએ.જીંદગી એ બહુમુલ્ય ભેટ છે.તેને ભુતકાળ પાછળ વેડફી નાખવી એ નરી મુર્ખાઇ છે.

આયેશાને મનથી ખબર જ હતી કે તન્વી મનોમન ખુબ એકલતા અનુભવે છે.તે પણ થોડા સમય માટે જ ભારત આવી હતી નહી તો તે વધુ સમય તન્વી સાથે રહી તેની હાલત સુધારવા માટે પ્રયત્ન કરત.હવે તે મનોમન એ જ વિચારતી હતી કે તન્વીની એકલતા કઇ રીતે દુર કરવી.આયેશાને ખબર જ હતી કે જો તન્વીને કોઇ પણ રીતે એકલતામાંથી દૂર કરવામા ન આવી તો તેના ગયા બાદ ફરી તે ડિપ્રેશનમા આવી જશે અને હતુ એમ જ તેની હાલત થઇ જશે.

બીજે દિવસે આયેશાના કહેવાથી બન્ને સહેલીઓ બાળકો સાથે બહાર ગાર્ડનમા ફરવા ગઇ.પહેલા તો તન્વી ના ના કહેતી હતી પણ આયેશા અને તેના બાળકોની જીદના કારણે તે ગાર્ડન જવા તૈયાર થઇ ગઇ.ગાર્ડનમા બન્ને સહેલીઓ અને તેના બાળકોએ ખુબ એન્જોય કર્યુ.તન્વી આજે આયેશાના બાળકો સાથે ખુલીને હસી અને પહેલાની જેમ જ બીન્દાસ તન્વીની છબી આયેશાને નજર આવી. ઘરે રાત્રે પરત ફરતા તેઓ બન્નેએ બહાર હોટેલમા ડિનર લીધુ અને ત્યાર બાદ આયેશાએ તન્વીને એક બહુ સારા ફીચર્સ અને લેટેસ્ટ ટેક્નોલોજી વાળો ફોન ગિફ્ટ કર્યો.તન્વીને ઓચિંતી જ આ રીતે કોઇ કારણ વિના ગિફ્ટ મળતા તેણે પહેલા તો લેવાની ના કહી પણ આયેશાની જીદના કારણે તેણે ફોનનો ગિફ્ટ તરીકે સ્વિકાર કરી લીધો.

રાત્રે ઘરે પહોચી આયેશાએ તન્વીને તેના વૉટ્સ એપના ઓલ્ડ સખીઓના ગૃપમા એડ કરી દીધી.તન્વીનુ ડિએક્ટીવ થયેલુ જુનુ ફેસબુક એકાઉન્ટ પણ આયેશાના કહેવાથી તન્વીએ એક્ટીવ કરી લીધુ.

“આજે તને ખબર પડી કે તને આ રીતે હસતી જોઇ તારા મમ્મીને કેટલી ખુશી થઇ છે? તારી ઉમર ભલે ગમે તેટલી હોય પણ તારી માતા માટે તુ હંમેશા નાની જ રહેવાની અને તે તને દુઃખી જોઇ ક્યારેય ચેનથી નહી રહે.એટલે હવે તારા અંધકારમય ભુતકાળને ભુલી તેજસ્વી વર્તમાનમા જીવવાનુ શરૂ કરી દે.નહી તો હવે હું તને પાગલખાને મુકી આવવાની છું” આયેશાએ તેને મીઠો ઠપકો આપ્યો અને બન્ને સખીઓ હસી પડી.

ત્રણ દિવસ હસતા રમતા ક્યાં વિતી ગયા કાંઇ ખબર જ ન પડી.હવે બે દિવસ બાદ આયેશાની લંડન માટેની ટિકિટ હતી તેથી તેને મુંબઇ જવુ પડે તેમ હતુ તેથી તેને તન્વી પાસે વિદાય માંગી.તન્વી અને મમતાબહેને બન્ને ભાવુક બની ગયા.આયેશાની આઁખોમાં પણ આંસુ આવી ગયા.માહિમ અને ભૈરવી પણ ઉદાસ થઇ ગયા.ભારે હૈયે તેઓ ગયા. આયેશાના ગયા પછી ઘર સાવ ખાલી ખાલી થઇ ગયુ.જાણે ચેતન જતુ રહ્યુ.બંન્ને મા-દીકરીને થોડી વાર સુધી કાંઇ કામ પણ ન કરવુ ગમ્યુ.

વધુ આવતા અંકે