મારી આખરી ઈચ્છા પૂરી કરી દીધી Kirti Trambadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી આખરી ઈચ્છા પૂરી કરી દીધી

મારી આખરી ઈચ્છા પૂરી કરી દીધી

નાના એવા ગામમાં આમ તો ઘણા માણસો મહેનત–મજુરી કરીને પોતાનું હૃવન પસાર કરતાં. ગામમાં મણીમાંનું ઘર સધ્ધર ગણાતું. કારણકે તે ચાર ચોપડી ભણેલાં અત્યારે તો તેમનું આખું ઘર આડોશી–પાડોશીની સ્ત્રીઓથી ભરેલું હતું. મણીમાં પણ ખુશ હતાં તે દરેક ને પે્રમથી હસમુખા ચહેરે આવકારી રત્ના હતા. આવતી સ્ત્રીઓને બેસવા માટે જગ્યા કરી રત્ના હતા. અરે કમળામાં આવો આવો તમે તો અમારુ ઘરનું આંગણું પાવન કરી નાખ્યું. કમળામાં પોતાના જુવાન પુત્રના મૃત્યુને પાંચ વર્ષ હોવા છતાં પણ દુઃખને ભુલ્યા ન હતા. તેથી કોઈને પણ ઘેર આવવા જવાનું બંધ. પરંતુ આજ તો મણીમાંની પુત્રવધુનો ચહેરો હ્મેવા તે પણ હરખાતે હૈયે હાજર થઈ ગયા. મણીમાં પણ હરખાતાં હરખાતાં સૌને આવકારીને આવો...આવો.. કહી બોલતાં થાકતાં ન હતા.

કાશીમાંથી રહેવાયું નહીં, તે તો ઉંચા અવાજે બોલ્યા, અરે ઓ મણી... તું આવો...આવો...કે...કે....ન...કે, અમે તો તારા આવકારની રાહ હ્મેયા વિના આવવાના હો... તારો ગગો વીદેશની છોરીને પરણ્યો શે કાંઈ નવાઈ નથી કરી આયો, હ્મનમાં આવવા નો તો મોકોય ન દીધો. કાશીમાંને ચીંટીયો ભરતાં મુકતામાં બોલ્યા અરે કાશીડોહી તમે બંધ રો, અલી મણી વહુ આમ હરાખાય શે તી ખાલી વહુ નું મોઢું બતાવીને જ વરાવવા શે કે, પછી હાકરના બૂકડાય ભરાવવા શે. કાશીમાં ઉચ્ચા અવાજે બોલ્યા, અરે ઓ મણી આ મુકતામાંના મોઢામાં સાકરનો ગાંગડો મુકો એટલે આ બોખા મોંમાં મીઠાશ આવે તો ખબર પડે ને હાકર કેવીક મીઠી શે. આટલુું સાંભળતા તો ઘર આખામાં બેઠેલ સ્ત્રીઓ ખડખડાટ હસી પડી, આખા ઘરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. મણીમાં બોલ્યા અરે બેનું, દીકરી, માં બધાંય બેસો બધાંને સાકર પણ ખવરાવીશ અને ચા પણ પાઈશ.

મણીમાંનું ઘર ચોખ્ખું ચણક જેવું દેખાય રત્નું હતું. ઉંબરે આસોપાલવના સુકાયેલા તોરણ ખખડીને આનંદમાં વધારો કરી રત્ના હતા. ભીંતોને પણ લીંપીને લીસી કરેલ હતી, તેમાં લટકતાં ચાકળાં તો ફુલની જેમ ખીલી રત્ના હતા. મણીમાંને સંસ્કાર એક જ દીકરો તે પણ બાપ વગરનો, સંસ્કારના જન્મને વીસમે દિવસે જ તેમને એકટના આંચકાએ સંસ્કારને બાપ વગરનો કરી નાંખ્યો, ત્યારથી લઈને આજ સુધી મણીમાંએ સંસ્કારને ભણવવા પાછળ રાત–દિવસ એક કરીને ખેતી કરીને એકલે હાથે ભણાવી ગણાવીને શહેર નહીં પરંતુ વિદેશ કમાવવા માટે મોકલેલ. સંસ્કાર પોતાની પસંદની વિદેશમાં વસવાટ કરતી ગુજરાતી કન્યા શૈલીની સાથે વિદેશમાં લગ્ન કરીને ગામમાં આવેલ તેની હ્મણ મણીમાંને થતાં તેના મનમાં તો ખુશીની હોડીઓના હલેસાઓ સંભળાવા લાગ્યા.

આખા ગામમાં મણીમાં સીવાય કોય ભણેલ નહિ. ચાર ચોપડી ભણેલાં મણીમાં ગામનાં મા–સ્તર જ સમહ્મેને આખા ગામમાં આવતી ચૐી–પત્રી વાંચી આપે અને લખી પણ આપે, તેથી આખા ગામ માટે મણીમાંનું ઘર એટલે કુટુંબ જેવું, અને મણીમાં પણ કુટુંબની જેમ જ બધાં સાથે હળી–મળી ગયેલ. જેટલો પે્રમ મણીમાંને ગામના માણસો પ્રત્યે હતો એટલો જ પે્રમ ગામના માણસોને મણીમાં પ્રત્યે, મણીમાંની વાતને હંમેશાને માટે પથ્થરની લકીર માનવામાં આવતી. મણીમાંની સમજદારી પર પુરો ભરોસો ગામના માણસોને તો હતો જ, પરંતુ ગામના સરપંચ પણ અમુક ફેસલા માટે મણીમાંની સલાહ લેતા.

મણીમાંના ઘરમાં કોયનો હરખ સમાતો ન હતો. એક તો મણીમાંનો દીકરો વહુ લાવ્યો હતો એનો અને બીહ્મે તે વિદેશી છે એટલે તેને હ્મેવાનો. સંસ્કારી વહુ શૈલી પણ બાદલાવાળી ઓઢણીના ઘુમટામાંં બેઠી નીચી નજરે સૌને હ્મેઈને ફરી આંખો ઢાળી દેતી હતી. તેમને તો ગામની સ્ત્રીઓની કોરી પાટી જેવી નીખાલસતા અને ભરપુર પે્રમથી ભીંહ્મયેલી વાતો તેમના કાનમાં ગુંહૃ રહી હતી. ઘરમાં મોજ–મસ્તીથી છવાયેલ વાતાવરણ તેમજ મણીમાં સૌને કેટલા ભાવભર્યા પે્રમથી, માનભર્યા શબ્દો સાથે બેન બેન કહીને આપતાં આવકારની મીઠાશ, કેટલા લાગણીસભર સંબંધો છે એકબીહ્મના. શૈલીને તો આ લાગણીસભર વાતાવરણ મનમાં ઘર કરી ગયું. તેમના માટે તો હ્મણે સ્વર્ગનું ાર ખુલ્લી ગયું. આટલા મીઠા હાસ્યથી ભરપુર હિલોળા લેતાં વાતાવરણમાં મીઠો રણકતો અવાજ શૈલીના કાને અથડાયો, બેટા શૈલી અહીં આવજે તો, મણીમાંને મુખે બેટા શબ્દ સાંભળીને તો શૈલી ભાવવિભોર થઈ ગઈ.

શૈલી કુણી, નાજુક વેલની જેમ શરમાતી મનમાં જ હરખાતી બોલી, મને તો આવા જ વહાલસોયા, સ્નેહનીરતાં અને મનનાં ભોળાં માણસો ગમે. જે પે્રમ માટે તે વરસોથી તરસતી હતી તે પે્રમ તેને મળી ગયો. ભાવના ભુખ્યા એકબીહ્મ પ્રત્યે કોઈપણ પ્રકારનો વેર–ભાવ નહિ, ફકત પે્રમથી થતી એક બીહ્મની ટાંગ ખીંચાય તો પણ કોઈના ચહેરા પર તલ ભારેય ગુસ્સો હ્મેવા મળતો નથી. એકબીહ્મનો કચરો કરી નાંખે એવી વાતો હોવા છતાં પણ ચારે બાજુ હાસ્ય જ વહી રત્નું છે. શૈલી તો લહ્મમણીના છોડની જેમ સંકોચાતી સંકોચાતી આવી. મણીમાંએ બાહ્મેટ પર બેસાડી. શૈલીને મણીમાંના સ્પર્શમાં જ માંની લાગણીનો અહેસાસ થઈ ગયો, શૈલીની માતા તો તેમના જન્મ સમયે જ મૃત્યુ પામી હતી. પરંતુ શૈલીએ આજ અનુભવ્યું કે, માં નો સ્પર્શ કેવો હોય છે.

શૈલીના બેસતાં જ મુકતામાંએ શૈલીના માથા પર હાથ મુકીને દુખણાં લીધા. ટચ...ટચ..ટચ..ટચ.. બધી આંગળીઓના ટચકિયા ફટાફટ ફૂટયાં, મુકતામાં તો હરખાતાં હરખાતાં બોલ્યા, હો...હો..હો... વહુ તો ભારી વ્હાલા બોલી હસી પડયાં, હસતાં હસતાં જ શૈલીના ચહેરા પરથી ચુંદડીનો છેડો ઉંચો કરીને શૈલીની સામે એક નજરે હ્મેઈને બોલ્યા, અરે ઓ કમળા, કાશી વહુ તો સાક્ષાત પાર્વતીનો અવતાર શે. મણીમાં તમારું તો હૃવન ધન્ય... ધન્ય થઈ ગયું. ઉજળી પેંડા જેવી વહુ લાયો શે છોરો. શૈલી મનમાં વિચારી રહી હતી, જેવા નીખાલસ માણસો એટલી જ નીખાલસ તેમની વાતો છે.

મુકતામાંએ ઉંચા અવાજે હાકલ મારી કોઈ મારા પુત્ત્યરને અહીં લાવહ્મે.... કમળામાં ટીખળી કરતાં બોલ્યા, તમારા પુત્ત્યરને પણ વહુનુ મોઢુ બતાવું શે, હજુ તો ઘોડિયે ઘુઘરે રમે શે. બધાં એકસાથે હસી પડયાં, ફરી આખા ઘરમાં ખીલખીલાટ હાસ્ય ગુંહૃ ઉઠયું, ત્યાં તો ગામની છોરી તેમના પુત્ત્યરને તેડી લાવી, મુકતામાં હસતાં હસતાં બોલ્યા, ગામમાં હધાંયથી વધારે ગયઢી હુ શુ આ ઉંમરે આંખયુ આંહૃ ને તો ફરતી નથી, પશી તો મારા પુત્ત્યર ને જ તેડાવો પડે ને ? પોતાના પુત્ત્યરની આંખમાંથી મેસ લઈને શૈલીના કાન પાછળ લગાડતાં બોલ્યા વહુને સૌની મીઠી નજરથી બચાવ જે પરભુ. મણીમાં બોલ્યા, તમે તો બધાંય મારા કુટુંબ સમા તમારી નજર કયારેય ન લાગે. મુકતામાં બોલ્યા આ તો તમારા ભણતર–ગણતર ની સમજણ શે, નહિ તો અમ જેવા અભણની શું વિસાત હતી આ ગામમાં, ઈ તો તમે સો તો અમે શી.

કમળામાં બોલ્યા, બહુ થયું મુકતામાં હવે હટો, હધાંયને વહુ નો ચહેરો હ્મેવો શે. હા..હા.. કરતાં મુકતા ઉઠયા. કમળામાં આવ્યા, તે તો શૈલીનો ચહેરો હ્મેતાં જ બોલી ઉઠયા, અરે તમારો સંસ્કાર તો જનકની સીતાને લઈને આવ્યો શે સીતાને સાક્ષાત દેવીનું રૂપ શે આમ એક પછી એક સૌ શૈલીને હ્મેઈને અલગ અલગ દેવીઓની ઉપમા આપી રત્ના હતા. શૈલીની આસ–પાસ આખા ગામની સ્ત્રીઓ ગોઠવાય હતી. સૌએ શૈલીને પગે લાગવાના પાંચ–દસ જેવી શકિત તેવા પે્રમથી શૈલીના હાથમાં આપતા ગયા અને શૈલીને ગળે લગાડીને હેતથી ભીંજવતા રત્ના. ગામના હેતની સરવાણીમાં શૈલી પુરી રીતે ભીંહ્મય ગઈ.

આમ, દરેક રીવાજ પુરા થઈ ગયા. સમય પણ પા...પા..પગલી કરતો પસાર થતાં થતાં બે માસનો સમય વતી ગયો. સંસ્કારે પણ ગામ છોડીને વિદેશની બદલે બોમ્બે રહેવાનું ની કર્યું. ઓનલાઈન નોકરી, ઘર બધું ગોઠવીને માંની હાજરીમાં જ શૈલીને કત્નું, બે દિવસ પછી આપણે બોમ્બે નીકળવાનું છે. નોકરી અને ઘરની વ્યવસ્થા થઈ ગઈ છે. શૈલી તરત જ બોલી, ત્યાં બા હશે ? સંસ્કારે કત્નું, હા... કેમ નહીં બા જરૂર હશે. તરત જ મણીમાં એ ના કહી, બેટા મારા માટે તો આ ધરતી જ મારુ ઘર છે, હું આ ધરતીને કયારેય છોડવા નથી માંગતી. શૈલીને તેનો જવાબ મળી ગયો, તે સંસ્કાર સામે હ્મેઈને બોલી ત્યાં કાશીમાં, કમળામાં, મુકતામાં બધાંય હશે ? મણીમાં થોડા આર્ય સાથે શૈલીને હ્મેઈ રત્નાં સંસ્કાર સમહૃ ગયો કે, શૈલી એકલી રહેવા માંગે છે.

વિદેશમાં ઉછરેલ ગુજરાતી હોવા છતાં પણ આવા અભણ લોકોની વચ્ચે અને તે પણ ગામડામાં રહેવું શૈલી માટે શકય જ નથી. સંસ્કારે કત્નું ત્યાં તારા અને મારા સિવાય કોઈ નહીં હોય. તો મારે બોમ્બે નથી આવવું. સંસ્કારે ઉંચા અવાજે કત્નું, કેમ ??? શૈલીએ પે્રમભર્યા અવાજે કત્નું, સંસ્કાર હું વિદેશમાં જરૂર મોટી થઈ છું. પરંતુ મેં માં ને કયારેય હ્મેઈ નથી, નથી કયારેય આટલો નીખાલસ પે્રમનો અનુભવ કર્યો, જેના માટે હું વર્ષોથી તરસતી હતી તે પરિવાર મને મળ્યો છે તો તેને છોડીને કેમ જઈ શકું ? હું આટલી તો સ્વાર્થી થઈ જ શકું ને ? મણીમાં શૈલીને ભેટી પડયા, ભીની આંખે બોલ્યા, મને હૃવનભરનો ખટકો હતો કે, ભગવાને મને દીકરી ન દીધી, ભગવાન તે તો મારી આખરી ઈચ્છા પુરી કરી દીધી.

લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ. મો. ૯૪ર૯ર૪૪૦૧૯