વંશ - ગુજરાતી કથાકડી - 14 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વંશ - ગુજરાતી કથાકડી - 14

લેખકો માટે નિયમો :

૧. વાર્તાને અનુરૂપ પ્લોટ અને સરળ , શુદ્ધ ભાષાવાળી કડી પસંદ કરવામાં આવશે.

૨. વાર્તાને અનુરૂપ જરૂરી ફેરફાર ટીમ કરશે. પણ લેખકના નામે જ વાર્તા પ્રગટ થશે.

3. વાર્તા પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર ટીમનો રહેશે.

૪. વાર્તા ન પસંદ કરવાના કારણો આપવામાં નહી આવે.

૫. વાર્તા પસંદ ન થાય તો આગલી કડી લખી શકાય.

૬. પસંદ પામેલ લેખક એકથી વધુ વખત કડી લખી ન શકે

૭. દરેક કડી ૧૦૦૦ શબ્દની હોય એ અપેક્ષિત છે .

૮. પસંદગી અંગેના કોઈ સવાલનો જવાબ આપવામાં આવશે નહી.

૯ . વાર્તાની કડી વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરી મોકલવાની રહેશે.

૧૦ . લેખકોએ પોતાની કડી kathakadi.online@gmail.com પર મોકલવી.

૧૧ .ટીમને પ્રાપ્ત પ્રથમ ૨૫ કડીઓમાંથી માન્ય ગણવામાં આવશે અને તેમાંથી જ સર્વ-શ્રેષ્ઠ કડીને વિજેતા

જાહેર કરી વાર્તામાં કાયમી સ્થાન આપવામાં આવશે,

૧૨ .આ કડી સાથે આગલી કડીના મુદ્દાઓ આપ્યા છે તેને અનુસરીને જ પછીના અઠવાડિયાની કડી લખવાની

રહેશે

૧3 .જેની કડી ટીમ દ્વારા પસંદ કરવામાં આવશે તે વિજેતા લેખકને માતૃભારતી ૫૦૦ રૂનો પુરસ્કાર આપશે













કથાકડી : ૧૪

મીનાએ અયાનની નિશાનીને ખાતર બા'સાની જેલ સ્વીકારી લીધી. મીનાને એક બીક એ પણ હતી કે આશુતોષ ફરી ક્યાંક પહેલા જેવું પગલું ભરી તેના બાળકને નૂકશાન ના પહોંચાડે. મીનાનો આખો દિવસ અયાનની યાદોમાં નીકળી જતો. તેની ઈચ્છા હતી કે તેનું બાળક અદ્દલ અયાન જેવું જ થાય.અયાન પોલીસના ચંગુલમાંથી ક્યારે અને કેવી રીતે છૂટશે, તે ભગવાન, આશુતોષ, અને ઇન્સ્પેકટર ભવાનસિંહ જ જાણતા હતા. જેમ જેમ પુરા દિવસો નજીક આવતા જતા હતા, મીના વધારે સાવચેત થતી જતી હતી. તે કોશીષ કરતી કે આશુ સાથે વધારે સમય પસાર ના કરવો પડે. બીજી તરફ ગૂંગળાવી નાખે તેવા હાલત થી બચવા આશુતોષે પોતાનું બધું ધ્યાન ચુંટણીમાં પરોવી દીધું. બા'સાએ આશુતોષનાં ચહેરાનાં હાવભાવ વાંચી આશુતોષને કહ્યું, " ચિંતા ના કર, તે ક્યાં વળી કોઈનું ખોટું કર્યું છે, તે તું આટલી ચિંતા કરે છે. ભગવાન તારી મહેનત અને નિયત જોઈ રહ્યા છે. તું જોજે તારી મહેનતનું ફળ તને જરૂર મળશે. તારા ઘરે આખા પંથકમાં ના હોઈ એવો ચાંદ જેવો દીકરો આવશે, બિલકૂલ તારા જેવો, અને ચુંટણીમાં તું તારા દુશ્મનોનાં સૂપડાં સાફ કરવાનો છે." બા'સાનાં શબ્દો કોઈ વેધક તીરની માફક આશુનાં દિલને વેધતા આરપાર નીકળી ગયા. "મેં ખોટું જ તો કર્યું છે. એક સંસ્કારી ઘરની છોકરીના સપના, આશ, અરમાન બધું જ રોળી નાખ્યું ને એને પતિતા થવા પર મજબૂર કરી. મીના મારી ખામી જાણવા છતાં મારી સાથે રહીને ઢાલની જેમ ચુપચાપ બધું સહન કરતી રહી. મેં તેના બાળકને મારી નાખવાની કોશીષ કરી. ઇન્સ્પેકટર ભવાન સિંહ સાથે મળી આયાનને ફસાવ્યો, અને ચુંટણીમાં ખેલાતા ગંદા દાવપેચનું જ ફળ મને મળવાનું હોઈ તો એ ફળ મારે નથી જોઈતું." દરવાજા પાછળ ઉભી ઉભી મીના બા'સા ની વાત સાંભળી રહી હતી. "આના જેવો? ના, આ તો મારા આયનનું બીજ છે. મારો દીકરો કોઈ સ્ત્રીની લાગણી સાથે ચેડા નહિ કરે. એનામાં સમાજ સામે સત્ય સ્વીકારવાની હિંમત હશે. એ પુરુષ પણ હશે અને મરદ પણ. આજે ભલે એના નામ પાછળ આ કા'પુરૂષ નું નામ લાગે, પણ તેને આના જેવો તો નહિ જ થવા દઉં ."

આશુતોષે મીનાથી દૂર ભાગવા માટે ચુંટણીનો આશ્રય લીધો કે પોતાની જાતને સાબીત કરવા માટે એ આશુતોષ નક્કી નહોતો કરી શકતો. ગામ કે સમાજ માટે તો તેણે ઘણું કામ કરેલું પણ ફક્ત સારા કામથી લોકચાહના મેળવી શકાય, ચુંટણી ના જીતી શકાય. પોતાના ગામ રાજગઢ અને આજુબાજુનાં ઘણા ગામ માટે ઘણા તેને હોસ્પીટલ બંધાવી, ઘણા લોકોની પર્સનલ મુશ્કેલીઓ પણ સુલઝાવી. પોતાનું ઘર વસાવી ના શકનાર આશુતોષ સમૂહલગ્ન જેવા કાર્યક્રમો કરી ખૂબ નામના મેળવી ચુક્યો હતો. જે તે સમયે આ બધું સમાજસેવા હતું. હવે તેમાં ચુંટણી નામનું મોટીવેશન ભળ્યું. દીકરાની નામનાથી પ્રભાવીત થઇ જોરુભાએ પોતાની તિજોરીનાં મોઢા ખુલ્લા મૂકી દીધા. લાગતાવળગતા અને સગાસંબંધીઓએ જો આશુભા જીતે તો પોતાને પણ ભવિષ્યમાં તેનો લાભ મળે એ ગણતરીએ વહેતી ગંગામાં હાથ ધોવા જરૂરી બનતો બધો ટેકો કરી આપ્યો. આશુતોષ અને તેની પાર્ટીનાં સભ્યો રાત-દિવસ એક કરી મંડી પડ્યા. દરેક ગામમાં કામ કરી શકે એવા નવલોહિયા યુવાનોની ટીમ બનાવી. જગ્યા જગ્યા એ પોસ્ટર લગાવવામાં આવ્યા. સતત પ્રચાર નો મારો ચાલુ રાખવામાં આવ્યો. આયનને જેલમાં પુરાવીને આશુને થોડી શાંતી મળી હતી, પરંતુ મીનાનાં પેટમાં રહેલી આયનની નિશાની જોઈ તે પોતાની જાતને હારેલો માનતો હતો. એક સ્ત્રી સામે નિષ્ફળ ગયેલો આશુતોષ બીજી સ્ત્રી સામે હારવા ન્હોતો માંગતો. પ્રતિસ્પર્ધી ઉમેદવાર કોમલ કૂકસિયાને વિધવા હોવાના નાતે ઘણી હમદર્દી મળી રહી હતી.આશુતોષ, કોમલના પતિનાં મૃત્યુ માટે કોમલની સત્તાલાલસા ને જવાબદાર ઠેરવી કોમલને બદનામ કરવાનુ દરેક ભાષણમાં ચૂકતો નહી. દરરોજ સવારે ગામસભા, બપોરે સમૂહભોજન, સાંજે મેળાવડો, રાત્રે આગળના દિવસની રણનિતી, અને મોડી રાત્રે દારૂનો સહારો. આ આશુતોષનો નિત્યક્રમ બની ગયો હતો. આશુતોષને માથે એક જનૂન સંવાર થઇ ગયું હતું. તેણે કેટલાક માણસો કોમલનાં પક્ષમાં કોમલની નજીક ગોઠવી દીધા, જેથી કોમલની રણનીતિ વિષે માહિતગાર રહી શકાઈ. તે કોમલ કરતા એક ડગલું આગળ રહેતો હતો.

ખેર , ચુંટણીનો દિવસ આવી પહોચ્યો. સવારથી જ દરેક મત આશુતોષના પક્ષમાં પડતો એમ જ લાગતું હતું. આશુતોષની જીત નિશ્ચિત લાગતી હતી. આશુતોષના કાર્યાલયે ઉત્સવ જેવું વાતાવરણ હતું, તો જોરૂભાની કચેરીએ વધામણા દેવાવાળાની લાઇન લાગી હ્તી. ઘરે પણ ચુંટણીની જ ચર્ચા ચાલુ હતી. મીના અને બા'સા હીંચકે બેઠા અને આજુબાજુ ઘરની બીજી વહુવારું, ને પડોશની બાયુ બેઠીતી. રંભાએ કહ્યું, "જીત તો આશુતોશભાઈની જ થવાની." પડોશની અવની બોલી, "હા, ઉપરવાળાના ચારે હાથ આ ખોરડા પર છે. આશુતોષભાઈ બાપ બનવાના છે. અને ચુંટણી પણ જીતશે. પેલી ચુડેલ કોમલને એવી ભૂંડી રીતે હરાવશે કે એની જિંદગી બરબાદ થઇ જાશે." "હા, એમાં તો એ એક્સપર્ટ છે."મીનાની વાતનો મતલબ તો કોઈ નાં સમજી શક્યું, પણ ખુશ બધા હતા.

આખરે ચુંટણી પૂરી થઇ. હવે ઇંતેજાર હતો પરિણામો. ડોકટરે મીનાના બાળકની ડિલીવરીની તારીખ અને ચુંટણીનાં પરિણામની તારીખ સંયોગે એક જ આવી. બધા કેવા લાગ્યા કે આજે તો આશુતોષ પાસે ડબલ મીઠાઈ લેવી છે. આશુતોષ વિચારતો હતો કે બાળકનાં જન્મ નાં ઘા પર ચુંટણીનું પરિણામ મલમનું કામ કરશે. એની અંદર બળતી આગને થોડી શાંતિ મળશે.

આખરે ચુંટણીનાં પરિણામનો દિવસ આવી ગયો. સવારથી જ બધે ઉત્સવનો માહોલ સર્જાયો હતો. આશુતોષની જીત લગભગ પાકી જ હતી. જોરૂભાની કચેરીએ વધામણા દેવાવાલાની લાઈન લાગી હતી. આશુતોષનાં કાર્યાલયે તેના મિત્રોને કાર્યકરો જીતની ઉજાણી કરવા તૈયાર હતા. ઉજાણીનો માહોલ ઘરે પણ હતો. કારણ જુદું હતું. મીનાને સવારથી જ લબરપેઇનનાં દુખાવાની શરૂઆત થઇ ગઈ હતી. બા'સા ખુબ ખુશ હતા.

મતગણતરીની શરૂઆત થઇ. પેલા રાઉન્ડમાં આશુતોષે લીડ મેળવતા તેના કાર્યકરોએ ફટાકડા ફોડવા ચાલુ કરી દીધા. બીજી તરફ મીનાને દુખાવો વધતા ઘરની સ્ત્રીઓ તેને હોસ્પિટલ લઇ ગઈ હતી.

ગણતરીના બીજા રાઉન્ડમાં આશુતોષને થોડો ઝટકો લાગ્યો. આશુતોષને એમ હતું કે તેજ આગળ રહેશે, પણ બીજો રાઉન્ડ ટાઈ થયો. બીજી તરફ મીનાને દુખાવો અસહ્ય થતા તેની ચીસોથી દવાખાનાનું વાતાવરણ ગૂંજી ઉઠતું.

ત્રીજા રાઉન્ડમાં આશુતોષની બધી ગણતરી અને ચાલબાઝી ઉંધી પડી હતી. કોમલને લીડ મળી હતી. પરિણામનું ચિત્ર હવે બધા માટે ઉજળું અને આશુતોષ માટે ધૂંધળું બન્યું. ડીલીવરી નો સમય નજીક આવતા બા'સાએ આશુતોષને ફોન કરી બોલાવ્યો. મિત્રોનાં કહેવાથી કચવાતા મને આશુતોષ ગાડી લઇ હોસ્પિટલ જવા નીકળ્યો..

જે જગ્યા એ હર્ષનો માહોલ હતો ત્યાં ફાઈનલ પરિણામ જાહેર થતા ગમગીની છવાઈ ગઈ. જે લોકો સાથ દેવાની વાતો કરતા હતા તે લોકોએ મોઢું ફેરવી ચાલતી પકડી. ચુંટણીમાં આશુતોષની હાર થઇ હતી. આ વાતથી બેખબર આશુતોષ પુરપાટ વેગે હોસ્પિટલ તરફ આગળ વધતો હતો.

બા'સાનો ફોન આવતા આશુતોષે ઉપાડ્યો. "દીકરા આવતી વખતે પેંડા લેતો આવજે. ભગવાને દીકરો આપ્યો છે. બિલકુલ તારા જેવો જ છે." બા'સા નાં શબ્દો સાંભળી આશુતોષના દિલમાં ઊંડો ચીરો પડી ગયો હોઈ એમ લાગ્યું. થોડી વારે ફરી ફોન રણક્યો. કાર્યાલય ઓફીસનો નંબર જોઈ વિજયી સમાચારની આશામાં ફોન લીધો.

*******

કાર્યાલયેથી હોસ્પિટલ જવા નીકળેલ આશુતોષ પાંચ કલાક થવા છતાં હોસ્પિટલ પહોંચ્યો નહોતો. કાર્યાલયેથી હોસ્પિટલ પહોચતા વધી વધીને દોઢ કે બે કલાક. કાર્યાલયે કરેલા ફોનથી આશુતોષની હારનાં સમાચાર મળતા સૌ કોઈને મનમાં ધ્રાસ્કો પડ્યો. નિશ્ચિત જણાતી જીત હારમાં બદલાતા આશુતોષે કોઈ અજુગતું પગલું તો નહી ભર્યું હોય . ઘરનું દરેક માણસ વારંવાર તેને ફોન કરતું હતું.

આવતી કડી ... છેલ્લી કડી :

નિમિષ નિમાવત























છેલ્લી કડીના મુદ્દા
- આશુતોષનું મ્રુત્યુ
- અયાનનો કેસ મીના દ્ધારા સારા વકિલને અપાવવો. નિર્દોષ સાબિત થઇ બહાર આવવું.
- ઘરડી મા અને બાપ પોતાને દોષી માની દુઃખમાં મરણ પામ્યાના આઘાતમાં અયાનનું માનસિક સંતુલન ગુમાવવું
- સામાજિક પરવા કર્યા વગર સતત સાત વર્ષથી મીના ગામમાં જ એક કુટીર બંધાવી અયાનનું ઘ્યાન રાખે છે
- અયાન (દીકરો) હવે મોટો થઇ ગયો છે...
- કુટિરમાં બે ટાઇમ ટિફિન લઇને જતી મીનાને બાળકનો સવાલ “મા... આ પાગલ બાબા માટે કેમ તું તારું ખાવા-પીવાનું મુકીને દોડી આવે છે....?”
- “બાપાને એવું ન બોલાય”... મીનાથી અનાયાસે બોલાય જાય ..