Hindu Dharmanu Hard Mahatma Gandhi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

Hindu Dharmanu Hard


હિંદુ ધર્મેનુ હાર્દ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

અભ્યાસી પ્રત્યે

સંપાદકીય

વિભાગ - ૧ : હિન્દુત્વનો નૈતિક સિદ્ધાંત

૧.

‘હિંદુ’ અને ‘હિંદુધર્મ’

૨.

હિંદુ કોણ ?

૩.

હિંદુ ધર્મનાં બે સ્વરૂપ

૪.

હિંદુ ધર્મની સ્થિતિ

૫.

હિંદુ ધર્મે આપણા માટે શું કર્યું છે?

૬.

એક હિંદુ હિંદુ ધર્મને જ શા સારુ વળગી રહે ?

૭.

હિંદુ ધર્મની ખરી મહત્તા

૮.

ડૉ. આંબેડકરના આરોપ

૯.

પારકાની દૃષ્ટિએ

૧૦. હિંદુ ધર્મનો સાર

૧૧. થોડામાં ઘણું

૧૨. મારો દાવો

૧૩. હું હિંદુ શા માટે છું ?

૧૪. હિંદુત્વની મારી ફરજ

૧૫. સનાતન હિંદુ ધર્મનો હું કેવો અર્થ કરું છું ૧૬. હિંદુ ધર્મમાં સેતાન છે ?

વિભાગ - ૨ : શક્તિ જે વિશ્વને ટકાવી રાખે છે

૧૭. ચડિયાતો નિયમ

૧૮. કેવળ એક ઈશ્વર છે

૧૯. ઈશ્વરની વ્યાખ્યા

૨૦. ઈશ્વર શું છે ?

૨૧. સત્ય એ જ ઈશ્વર છે

૨૨. અલભ્ય તત્ત્વ

૨૩. ઈશ્વર ક્યાં અને કોણ ?

૨૪. ઈશ્વર વ્યક્તિ કે તત્ત્વ ?

૨૫. ગૂઢમાં ગૂઢ વસ્તુ

૨૬. ઈશ્વરની અકળલીલાને સમજીએ

૨૭. ઈશ્વરનો દેખાતો વિરોધાભાસ

૨૮. ઈશ્વર એ માનવીની કલ્પના માત્ર છે ?

૨૯. જે મોટામાં મોટું આશ્વાસન આપે છે

૩૦. નાદાન ભલે ઈશ્વરને ન માને

૩૧. ઈશ્વરની હસ્તી છે કે નહીં ?

૩૨. નાસ્તિક આસ્તિક કેમ બને ?

૩૩. ઈશ્વર અને દેવો

૩૪. ઈશ્વર પોતે નીતિ છે

૩૫. ઈશ્વરનું ઋણ

૩૬. પરમેશ્વર જેને હું ભજું છું

૩૭. મારો આશરો

૩૮. ઈશ્વર એ જ અવિનાશી છે

૩૯. ઈશ્વરનું પ્રત્યક્ષ પ્રમાણ ક્યાં છે ?

૪૦. જ્યાં હરિજનો નથી ત્યાં હરિયે નથી

૪૧. ઈશ્વર સત્‌ છે

૪૨. નમ્રતાના સાગર

૪૩. ‘ઈશ્વર સત્ય છે’નો અર્થ

૪૪. ઈશ્વર તો સદાય આપણી સાથે છે

૪૫. ઈશ્વરને સાક્ષાત્‌ જોવા

૪૬. ઈશ્વરની શોધ

૪૭. ઈશ્વરાનુસંધાનનાં સાધનો

૪૮. ઈશ્વરની સેવા

૪૯. શ્રદ્ધા અને અનુભવ

૫૦. અદ્વૈતવાદ અને ઈશ્વર

૫૧. જૈન અને વૈદિક નિરૂપણ વચ્ચે વિસંગતિ નથી વિભાગ - ૩ : શ્રદ્ધા અને ઉદ્દેશ

૫૨. દુર્બળોનો ઈશ્વર જેવો સાચો સહાયક કોઈ નથી ૫૩. સત્યાગ્રહની શક્તિ

૫૪. તેના કાયદાનું પાલન કરીએ

૫૫. બધું ઈશ્વર પર છોડી દઈએ

૫૬. ઈશ્વરનું શરણ લઈએ

૫૭. ઈશ્વર વિશ્‌ શ્રદ્ધા કદી ન ખોશો

૫૮. વીજળી કરતાંયે સૂક્ષ્મતર શક્તિ

૫૯. ઈશ્વરનું વચન

૬૦. ઈશ્વરનો કરાર

૬૧. ઈશ્વરમાં જીવંત શ્રદ્ધા, સત્યાગ્રહી માટે અનિવાર્ય

૬૨. શ્રદ્ધાની કસોટી

૬૩. સાચી શ્રદ્ધા

૬૪. પાપનો પ્રશ્ન

૬૫. પાપની નિંદા

૬૬. કુરીતિઓને તિરસ્કારો, માણસોને નહીં

૬૭. હું દુષ્કર્મોને ધિક્કારું છું, વ્યક્તિઓને નહીં

૬૮. ઈશ્વરના અસ્તિત્વને માનવું એ શું ખોટી માન્યતા છે ?

૬૯. બુદ્ધિ અને તેનું સ્થાન

૭૦. ધર્મનું પ્રામાણ્ય

૭૧. વહેમ વિ.

શ્રદ્ધા

૭૨. શ્રદ્ધા વિ.બુદ્ધિ

૭૩. અતિપ્રાકૃતિક તેયલું નાખો ખાડામાં

૭૪. પરમ નિર્ણાયક

૭૫. બુદ્ધિ વિ.ગ્રંથપ્રામાણ્ય

૭૬. આપ્તવાક્યની અંધપૂજા

૭૭. શાસ્ત્રપ્રમાણ જ્યારે બુદ્ધિને વીનવે છે

૭૮. જ્યારે શ્રદ્ધા આંધળી થાય છે

૭૯. દેખાદેખી કરવું

૮૦. પુરાણું છતાં મૂળભૂત તત્ત્વોની વિરુદ્ધનું

૮૧. શાસ્ત્રોમાં પ્રમાણ અભ્રાન્ત છે ?

૮૨. સ્મૃતિમાં વિસંવાદિતાઓ

૮૩. ગીતા અને મનુસંહિતા

૮૪. મનુસ્મૃતિ

૮૫. ગીતાના અભ્યાસની પદ્ધતિ

વિભાગ - ૪ : ભગવદ્‌ગીતા

૮૬. ગીતામાતા

૮૭. ગીતાની ગૂઢતા

૮૮. કૃષ્ણ અને ગીતા

૮૯. ગીતાનો સંદેશો

૯૦. ગીતાશિક્ષણ

૯૧. ગીતા શીખવા માટે અધિકાર !

૯૨. હિંદુ વિદ્યાર્થીઓ અને ગીતા

૯૩. ગીતાપાઠીઓ

૯૪. ગીતાદર્શન

વિભાગ - ૫ : પ્રાર્થના અને નામજપ

૯૫. સનાતન દ્વંદ્વયુદ્ધ

૯૬. ભૂલના એકરારનું મહત્ત્વ

૯૭. પ્રાર્થનાનો અર્થ

૯૮.

પ્રાર્થના કેવી રીતે અને કોને કરવી ?

૯૯. પ્રાર્થનાની આવશ્યકતા અને અર્થ

૧૦૦. પ્રાર્થનામાં શ્રદ્ધા નથી !

૧૦૧. આત્મસમર્પણ માટે પ્રાર્થના એ પહેલો અને છેલ્લો પાઠ છે ૧૦૨. પ્રાર્થનાનો અંગત અનુભવ

૧૦૩. પ્રાર્થનાની મારી રીત

૧૦૪. આશ્રમજીવનમાં પ્રાર્થનાને સ્થાન

૧૦૫. આશ્રમની પ્રાર્થના

૧૦૬. સામુદાયિક પ્રાર્થના

૧૦૭. સામુદાયિક પ્રાર્થનાની પ્રથા કેવી રીતે દાખલ કરી ૧૦૮. સામુદાયિક પ્રાર્થનાની સાધના

૧૦૯. જાહેરમાં પ્રાર્થનામાં મનની એકાગ્રતા થઈ શકે ?

૧૧૦. ફરજિયાત પ્રાર્થના

૧૧૧. રામનામનો મંત્ર

૧૧૨. સચોટ મદદ

૧૧૩. નામજપથી પાપહરણ

૧૧૪. રામનામનો કીમિયો

૧૧૫. અંધારની ઘડીએ મારો આશરો

૧૧૬. અમોઘ આશરો

૧૧૭. તોફાનના ભણકારા

૧૧૮. રામનામમાં બધું જ આવી જાય છે

૧૧૯. રામ કોણ ?

૧૨૦. દશરથનંદન રામ

૧૨૧. રામનામ હૃદયસ્થ હોવું જોઈએ

૧૨૨. રામનામને હૃદયમાં અંકિત કરવું

૧૨૩. રામનામનું પઠન

૧૨૪. વ્યર્થ રટણ

૧૨૫. રામનામની હાંસી

૧૨૬. નવો વહેમ ?

૧૨૭. ફરી પાછું રામનામ

ઃ વિભાગ - ૧ :

હિન્દુત્વનો નૈતિક સિદ્ધાંત

૧. ‘હિંદુ’ અને ‘હિંદુધર્મ’

(પ્રાર્થના પછીના ગાંધીજીના ભાષણોમાંથી)

શ્રોતાભાઈમાંથી એક ભાઈ તરફથી મને એક સવાલ મળ્યો છે. તે ભાઈ મને પૂછે છે કે હિંદુ કોણ ? એ શબ્દ મૂળ ક્યાંથી આવ્યો ? અને હિંદુ ધર્મ જેવી કોઈ વસ્ત છે ખરી ?

આ સવાલ આજના વખતમાં ખાસ પૂછવા તેમ જ વિચારવા જેવા છે. હું કોઈ ઈતિહાસવેત્તા નથી; ઝાઝા પાંડિત્યનો અથવા ભારિ વિદ્વતાનો

મારો દાવો નથી. પરંતુ હિંદુ ધર્મ વિશેના એકાદ પ્રમાણભૂત ગ્રંથમાં મેં વાંચ્યું છે કે ‘હિંદુ’ શબ્દ વેદમાં મળતો નથી પણ મહાન સિકંદરે હિંદ પર ચઢાઈ કરી ત્યારે સિંધુ નદીની પૂર્વમાં આવેલા દેશમાં વસતા લોકોને હિંદુ કહીને ઓળખવામાં આવતા હતા. અંગ્રેજી બોલનારા હિંદીઓ આજે પણ સિંધુેન

‘ઈન્ડસ’ નામથી ઓળખે છે. ગ્રીક બોલીમાં સિંધુના ‘સ’ નો ‘એચ’ એટલે

‘હ’ થઈ ગયો તેથી એ મુલકના વતનીઓનો ધર્મ ‘હિંદુ’ નામથી ઓળખાયો અને તમે સૌ જાણો છો કે એ ધર્મ સૌથી વધારે સહિષ્નુ ધર્મ છે. જુલમથી ત્રાસીને ભાગી છૂટેલા પ્રાચીન ખ્રિસ્તીઓને તેણે આશ્રય આપ્યો હતો. બની-ઈઝરાયલના અનુયાયી યહૂદીઓને પણ તેણે આશરો દીધો હતો અને ઈરાનથી એવા જ જુલમથી ત્રાસીને ભાગી નીકળેલા પારસીઓને પણ તેણે જ સંઘર્યા હતા. આવો જ ધર્મ પોતાની વ્યવસ્થામાં સર્વને સમાવી લેવાને હંમેશાં તત્પર છે અને જે ધર્મ સહિષ્ણુતાની હંમેશ હિમાયત કરતો આવ્યો છે તે હિંદુ ધર્મનો અનુયાયી હોવામાં મને ગૌરવનો અનુભવ થાય છે. આર્ય વિદ્વાનો પોતે જેને વૈદિક ધર્મ કહીને ઓળખાવે છે તેને વરેલા છે અને હિંદુસ્તાનનું નામ

આર્યાવર્ત છે એમ આગ્રહપૂર્વક જણાવે છે. એવી વિદ્વતા અથવા એવો આગ્રહ રાખવાની મને જરાયે આકાંક્ષા નથી. મારી કલ્પનાનું હિંદુસ્તાન મારા માટે પૂરતું છે અને તે નામથી મને પૂરતું સમાધાન છે. એ હિંદુસ્તાનમાં અને એ

હિંદુ ધર્મમાં વેદોનો બેશક સમાવેશ થઈ જાય છે. દરજ્જાને જરા સરખો ઉતારી પાડ્યા વિના હું ઈસ્લામના મજહબમાં, પાસી મજહબમાં, ખ્રિસ્તી સંપ્રદાયમાં, જૈન ધર્મમાં અને યહૂદી પંથમાં જે કંઈ ઉત્તમ છે તેનો સમાનભાવે આદર રાખું છું, એમ જાહેર કરુ છું ત્યારે કશી વિસંગત વાત કરતો નથી.

સૂર્ય તપે છે તયાં સુધી આવો હિંદુ ધર્મ જીવતો રહેશે. એક જ દુહામાં તુલસીદાસે એ ધર્મનો નિચોડ આપી દીધો છે કે ‘દયા ધર્મકો મૂલ હૈ, પાપ

મૂલ અભિમાન; તુલસી દયા ન છોડીએ જબ લગે ઘટને પ્રાન.’

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૩૦-૧૧-૧૯૪૭, પા. ૩૯૪

૨. હિંદુ કોણ ?

(‘પત્રવ્યવહાર એક પ્રશ્નમાલિકા’ ના મથાળા હેઠળ, ચર્ચાપત્રી સાથેના ગાંધીજીના પત્રવ્યવહારમાં થયેલા સવાલ-જવાબનો ઉતારો નીચે આપ્યો છે :)

સ. - આપ હંમેશાં પોતાને ‘હિંદુ’ કહેવડાવો છો છતાં બાળવિવાહ, વિધવાવિવાહ, અસ્પૃશ્યતા વગેરે બાબતમાં આપ હિંદુ પંડિતોની અથવા તેમનાં શાસ્ત્રોની આજ્ઞાઓને પણ સ્વીકારવાને તૈયાર નથી. આ શાસ્ત્રગ્રંથોનું

પ્રામાણ્ય ન સ્વીકારવા છતાં આપ પોતાને ‘હિંદુ’ શી રીતે કહેવડાવો છો એ હું સમજી શકતો નથી. હિંદુનો આજનો અર્થ એ છે કે કેટલાંક પુરાણોમાં ઉપદેશેલી હસવા જેવી અને અનીતિભરી વસ્તુઓ પર દૃઢ શ્રદ્ધા રાખનાર

માણસ તે હિંદુ, આવી માન્યતા રાખવી એ હિંદુને સારુ જરૂરનું નથી એમ

આપ માનો છો ? આપ જો હિંદુ ધર્મની વ્યાખ્યા આપશો અને આપને હિંદુ શા માટે ગણવા એની ચોખ્ખી દલીલ આપશો તો સત્યની સેવા થશે.

કોઈ માણસ હિંદુ ધર્મના સિદ્ધાંતોને અને શાસ્ત્રાજ્ઞાઓને ન અનુસરતો હોય થતાં પોતાને હિંદુ કહેવડાવવા માગે એટલે તે ‘હિંદુ’ છે એમ તો આપ નહીં જ કહો. આમ જો હું પોતાની જાતને ખ્રિસ્તી કહેવડાવવા માગતો હોઉં અને કહું કે એક સાચા ખ્રિસ્તીને બાઈબલ કે ઈશુ ખ્રિસ્તમાં પણ શ્રદ્ધા હોવી જરૂરી નથી. તો હું ફક્ત ખોટો દાવો કરું છું તેમ કહેવાય.

વળી જ્યારે શાસ્ત્ર-પ્રમાણના વિષયમાં હિંદુઓ સાથે મતભેદ છે ત્યારે આપ પોતાને હિંદુ કહેવડાવવાનું શા સારુ પસંદ કરો છો એ સમાજવવાની જરૂર છે. હિંદુ શબ્દની સાથે ઘણી ખરાબ વસ્તુઓ જોડાયેલી છે અને હિંદુ શાસ્ત્રોમાં પણ ‘હિંદુ’ શબ્દ ક્યાંયે નથી. આપ આપને ‘આર્ય’ કાં ન કહો ?

‘આર્ય’ શબ્દ વધારે સારો છે. વળી હિંદુ શાસ્ત્રોના અર્થ વિશે આપના અને આર્યસમાજના ઉપદેશમાં ઘણું મળતાપણું છે.

જ. - હું પોતાને સનાતન હિંદુ કહેવડાવું છું, કારણ હું વેદો, ઉપનિષદો, પુરાણોને અને ધર્મસુધારક સંતોની વાણીને માનું છું. આ

માન્યતાને લીધે મારે શાસ્ત્રને નામે ચાલતી બધી વસ્તુઓને પ્રમાણભૂત માનવી જોઈએ એવું નથી. પંડિ.ોનાં આપ્તવાક્ય અથવા તેમનાં શાસ્ત્રાર્થ મારે સ્વીકારવા જોઈએ એવું પણ નથી. વળી, હિંદુ સમાજ મને સનાતની હિંદુ તરીકે સ્વીકારે છે ત્યાં સુધી હું પોતાને સનાતની હિંદુ કહું છું. વહેવારની ભાષામાં કહીએ તો, જે ઈશ્વરને, આત્માના અમરત્વને, પુનર્જન્મને, કર્મના નિયમને તથા મોક્ષને માને છે, જે નિત્ય વ્યવહારમાં સત્ય અને અહિંસાનું આચરણ કરે છે, અને તેથી વિશાળ અર્થમાં ગૌરક્ષા કરે છે, અને જે વર્ણાશ્રમ-વ્યવસ્થા અનુસાર કર્મ કરે છે, તે હિંદુ છે, સ્વામી દાયાનંદના વાદમા મારાથી ન ઊતરાય. ં

ઌપટ્ટઌ

, ૧૭-૧૦-૧૯૨૬, પા. ૪૯-૫૦

(‘હિંદુ અને હિંદુ ધર્મ’ ના મથાળા હેઠળ પ્રગટ થયેલ મૂળ ‘નોંધ’માંથી) એક ભાઈ જેઓ

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

ધીરજ અને ખંતપૂર્વક વાંચે છે તેઓ

લખે છે :

એક એસિ. ઍક્ઝિક્યુટિવ એન્જિનિયરને પ્રશ્નમાલિકાનો જવાબ આપતાં આપે ૧૪-૧૦-૬૨ ના અંકમાં કહ્યું છે : “વહેવારુ ભાષામાં કહીએ તો, જે માણસ ઈશ્વર, આત્માનું અમરત્વ વગેરેમાં માને છે... તે હિંદુ છે.”

આ વાંચીને હું, આપે લગભગ બે વરસ પહેલાં લખેલો લેખ આપની સામે મૂકવા લલચાયો. આપે એપ્રિલ ૨૪, ૧૯૨૪ ના

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

માં પૃ.

૧૩૬ પર લખ્યું હતું, “મને હિંદુ ધર્મની વ્યાખ્યા કરવાનું કહેવામાં એવે તો હું એટલું જ કહું : ‘અહિંસાત્મક સાધનો દ્વારા સત્યની શોધ’

શ્નષ્ટઽથ્ૠક્રક્રધ્ ઌ ૠક્રક્રઌભક્રશ્વ દ્યક્રશ્વસ્ર્ ન્ભક્રધ્ ક્રશ્વભક્રઌટ્ટ પક્રભઌશ્વ ઉંદ્યઘ્ળ્ ઙ્ગેંદ્યટ્ટ ઽક્રઙ્ગેંશ્વ

. સત્યની અવિરત ખોજ એટલે જ હિંદુ ધર્મ.”

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

, ૨૮-૧૦-૧૯૨૬, પા. ૩૭૨

ઉપરોક્ત દર્શાવેલ લેખનો ઉતારો મૂળ ‘હિંદુ ધર્મ શું છે’માંથી લીધો છે. તે નીચે મુજબ છે :

“હિંદુ ધર્મનું સદ્‌ભાગ્ય છે અથવા દુર્ભાગ્ય છે કે એમાં કોઈ સત્તાવાર સંપ્રદાય નથી. એટલે કોઈ પણ પ્રકારની ગેરસમજથી મારી જાતને ઉગારવા

માટે મેં કહ્યું છે કે સત્ય અને અહિંસા માર ધર્મ છે. જો કોઈ મને હિંદુ ધર્મની વ્યાખ્યા આપવાનું કહે, તો હું એટલો જ જવાબ આપું તે હિંદુ ધર્મ એટલે અહિંસક સાધનો દ્વારા સત્યની શોધ. કોઈ માણસ ઈશ્વરને પણ ન માનતો હોય છતાં તે પોતાની જાતને હિંદુ કહેવડાવી શકે છે. મક્કમપણે સત્યની ખોજ કર્યા જ કરવી એનું નામ હિંદુ ધર્મ. જો આ ધર્મ હાલમાં મૃતઃપ્રાય, નિષ્ક્રિય અને જડ બન્યો હોય, તો તેનું કારણ એ છે કે આપણે થાકી ગયા છીએ. પરંતુ આપણો થાક ઊતરી જતાં તુરત જ, હિંદુ ધર્મ કદાય પહેલાં કદી નહીં જોવામાં આવ્યું હોય એવા પ્રખર તેજ સાથે વિશ્વમાં ઝળકી ઊઠશે. અને ખરેખર તેથી જ હિંદુ ધર્મ બધા ધર્મો કરતાં સૌથી વધારે સહિષ્ણુ છે. એનાં સિદ્ધાંતો સર્વગ્રાહી છે.”

૩. હિંદુ ધર્મનાં બે સ્વરૂપ

(‘કરેંગે યા મરેંગે’ મિશનમાંથી - પ્યારેલાલ) એક દિવસ વાત વાતમાં તેમણે પ્યારેલલાને જણાવ્યું કે,

“આગાખાનાન મહેલમાં અટકમાં હતો, તે દરમિયાન એક વખત ‘અહિંસાની હિમાયત કરનાર હિંદુસ્તાન’, એ વિષય પર હું એક નિબંધ લખવા બેછો.

પણ, થોડો વખત લખ્યા પછી મારાથી આગળ ન લખાયું. મારે અટકી જવું પડ્યું. હિંદુ ધર્મનાં બે સ્વરૂપ છે. એક બાજુ પર છે અસ્પૃશ્યતાને સંઘરનારો, વહેમમાં ને વહેમમાં પથરા ને ઝાડનાં ઠૂંની ભક્તિને સ્વીકારનારો, જીવતાં

પ્રાણીઓનાં બલિદાનના રિવાજને માન્ય કરનારો અને એવાં જ બીજાં

લક્ષણવાળો હિંદુ ધર્મ; અને બીજી બાજુ પર આપણી પાસે ગીતા, ઉપનિષદો અને પાતાંજલયોગસૂત્રે ઉપદેશેલ અહિંસા ને સકળ સૃષ્ટિની એકતાના સિધ્ધાંતના સાર સમો અને વિશ્વભરમાં વ્યાપી રહેલા નિરાકાર, અવિનાશી ને એક ઈશ્વરની શુદ્ધ ભક્તિ બતાવનારો હિંદુ ધર્મ. મારે મન જે અહિંસા હિંદુ ધર્મનું મુખ્ય ગૌરવ છે, તેને આપણા લોકો એવો ખુલાસો આપીને ટાળવા

માગે છે કે, એ કેવળ સંન્યાીઓને પાળવાનો ધર્મ છે. હું પહેલેથી માનતો આવ્યો છું કે, અહિંસા એ જ ધર્મ છે, જીવનનો એકમાત્ર રાહ છે અને

હિંદુસ્તાને તે રાહ દુનિયા આખીને બતાવવાનો છે.”

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૮-૧૨-૧૯૪૬, પા. ૪૨૪

૪. હિંદુ ધર્મની સ્થિતિ

(‘આજનો હિંદુ ધર્મ’ મથાળા હેઠળ પ્રગટ થયેલ મૂળ લેખમાંથી)

‘સનાતની હિંદુ’નું ઉપનામ ધારણ કરી એક ભાઈ લખે છે :

“આજની હિંદુ ધર્મની સ્થિતિ જેટલી વિષમ છે તેટલી જ વિચિત્ર પણ છે. ચુસ્ત હિંદુઓ શાસ્ત્રને અનુસરીને ચાલવાનો જાવો કરે છે પણ શાસ્ત્રો કોઈ વાંચતું જ જણાતું નથી.

ચુસ્ત સનાતન રૂઢિ કઈ એનો પણ કંઈ પત્તો ન મળે. સનાતન રૂઢિ

શું એ વિશે પણ પ્રામત પ્રાંતની કલ્પના નિરાળી.

હિંદુઓમાં દરેક જણને થાય છે કે પોતાના પ્રાંતનો રિવાજ એ જ રૂઢ

હિંદુ ધર્મ.

આ કાગળમાં એક પક્ષ રજૂ થયો છે. લખનારના બળાપાને સ્થાન છે. હિંદુ ધર્મ જીવંત વસ્તુ છે. તેમાં ભરતીઓટ થયા કરે છે. તે જગતના કાયદાને અનુસરે છે. મૂળરૂપે તે એક જ પણ વૃક્ષરૂપે તે વિવિધ છે. તેની ઉપર ઋતુઓની અસર થાય છે. તેને વસંત ચે ને પાનખર છે; તેની શરદ

છે ને ઉષ્ણવ છે. વર્ષાથી પણ તે વંચિત નથી રહેતો. તેને સારુ શાસ્ત્રો છે ને નથી. તેનો આધાર એક જ પુસ્તક ઉપર નથી. ગીતા સર્વમાન્ય છે પણ ગીતા માર્ગદર્શક છે. રૂઢિઓ ઉપર તેની અસર થોડી જ છે. હિંદુ ધર્મ ગંગાનો

પ્રવાહ છે. મૂળમા ંતે સ્વચ્છ છે. તેના માર્ગમાં તેને મેલ પણ ચઢે છે છતાં જેમ ગંગાની પ્રવૃત્તિ સરવાળે પોષક છે તેમ હિંદુ ધર્મનું છે. પ્રત્યેક પ્રાંતમાં તે

પ્રાંતીય સ્વરૂપ પકડે અને છતાં તેમાં એકતા રહેલી જ છે. રૂઢિ એ ધર્મ નથી.

રૂઢિમાં ફેરફાર થશે છતાં ધર્મસૂત્રો એક જ રહેશે.

હિંદુ ધર્મની શુદ્ધતાનો આધાર હિંદુધર્મીની તપશ્ચર્યા પર રહે છે.

જ્યારે જ્યારે ધર્મ ભયમાં આવી પડે છે ત્યારે હિંદુધર્મી તપશ્ચર્યા કરે છે,

મેલનાં કારણ શોધે છે ને તેના ઉપાય યોજે છે. શાસ્ત્રોમાં વૃદ્ધુ થયા જ કરે છે.

વેદ, ઉપનિષદ સ્મૃતિ, પુરાણ, ઈતિહાસાદિ એક જ કાળે નથી ઉદ્‌ભવ્યાં. પણ

પ્રસંગ આવ્યે તે તે ગ્રંથોની ઉત્પત્તિ થઈ છે. તેથી તેમાં વિરોધાભાસ પણ જોવામાં આવે આવે છે. તે તે ગ્રંથોની શાશ્વત સત્યનો અમલ કેવી રીતે થયો એ બતાવે છે. તે કાળે થયેલો અમલ બીજે કાળે કરવા જતાં આપણે નિરાશાકૂપમાં પડીએ છીએ. એક વેળા આપણે પશુયજ્ઞ કરતા તેથી આજે કરીએ ? એક વેળા આપણે માંસાહાર કરતા તેથી આજે કરીએ ? એક વેળા આપણે ચોરના હાથ-પગ કાપતા તે આજે કાપીએ ? એક વેળા એક સ્ત્રી અનેક પતિ કરતી આજે કરે ? એક વેળા બાળકન્યાનું દાન કરતા, આજે કરીએ ? એક વેળા આપણે કેટલાકનો તિરસ્કાર કર્યો, આજે તેની પ્રજા તિરસ્કૃત ગણીએ ?

હિંદુ ધર્મ જડ બનવાની ચોખ્ખી ના કહે છે. જ્ઞાન અનંત છે, સત્યની

મર્યાદા કોઈએ શોધી નથી. આત્માની શક્તિની નવી શોધો થયા જ કરે છે ને થયા કરશે. અનુભવના પાઠો શીખતા આપણે અનેક પરિવર્તનો કર્યે જઈશું.

સત્ય તો એક જ છે. પણ તેને સર્વાંશે કોણ જોઈ શક્યું છે ? વેદ સત્ય છે, વેદ અનાદિ છે. પણ તેને સર્વાંશે કોણે જાણ્યા છે ? જે વેદને નામે આજે ઓળખાય તે તો વેદનો કરોડમો ભાગ પણ નથી. જે આપણી પાસે છે તેનો અર્થ સંપૂર્ણતાયે કોણ જાણે છે ?

આટલી બધી જંજાળ હોવાથી આપણને ઋષિઓએ એક મોટી વાત શીખવી : ‘યથા પિંડે તથા બ્રહ્માંડે’. બ્રહ્માંડનું પૃથક્કરણ અશક્ય છે. પોતાનું પૃથક્કરણ શક્ય છે તેથી પોતે પોતાને ઓળખ્યો એટલે જગતને ઓળખ્યું. પણ પોતાને ઓળખવામાંયે પ્રયત્નની આવશ્યકતા છે. પ્રયત્ન પણ નિર્મળ જોઈએ.

નિર્મળ હૃદય વિના નિર્મળ પ્રયત્ન અલંભવિત છે. હૃદયની નિર્મળતા યમનિયમાદિના પાલન વિના સંભવિત નથી. ઈશ્વરપ્રસાદ વિના યમાદિનું પાલન કઠિન છે. શ્રદ્ધા અને ભક્તિ વિના ઈશ્વરપ્રસાદ ન જ મળે તેથી રામનામનો મહિમા તુલસીદાસે ગાયો, તેથી ભાગવતકારે દ્વાદશમંત્ર શીખવ્યો.

જેને એ જપ હૃદયથી જપતાં આવડે તે સનાતની હિંદુ છે. બાકી બધઉં તો અખાની ભાષામાં ‘અંધારો કૂવો’ છે.

ઌપટ્ટઌ

, ૭-૨-૧૯૨૬, પા. ૧૮૦

૫. હિંદુ ધર્મે આપણા માટે શું કર્યું છે?

(‘બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર પ્રશ્નોતરી’માંથી)

સ. - અમે જોઈએ છીએ કે આપને હિંદુ ધર્મ પર ભારે શ્રદ્ધા છે. હિંદુ ધર્મે આપણે માટે શું કર્યું છે, હિંદુ ધર્મનું આપણા પર શું ઋણ છે તે સમજાવશો ? એણે આપણને બેહૂદા વહેમો અને રૂઢિઓનો વારસો નથી આપ્યો ?

જ. - હું માનતો હતો કે આ વાત તો સમજાઈ ચૂકી હશે.

વર્ણાશ્રમ ધર્મ એ જ હિંદુ ધર્મે જગતને ચરણે દરેલી એક અદ્વિતીય ભેટ છે. હિંદુ ધર્મે આપણને માયામાંથી એટલે કે સંકટમાંથી ઉગારી લીધા છે. હિંદુ ધર્મે જો

મને ઉગારવા ન ધાર્યો હોત તો મારે માટે આપઘાત એ એક જ રસ્તો હતો.

હું હિંદુ રહ્યો છું. કારણ હિંદુ ધર્મ એક એવી વસ્તુ છે જે પોતાની સુવાસ સર્વત્ર ફેલાવીને દુનિયાને મનુષ્યને વસવા યોગ્ય બનાવે છે. હિંદુ ધર્મમાંથી જ બૌદ્ધ

ધર્મનો જન્મ થયો છે. આજે આપણે જોઈએ છીએ તે હિંદુ ધર્મનું શુદ્ધ સ્વરૂપ નથી હોતું, પણ ઘણી વાર તેની વિકૃતિ હોય છે. નહીં તો મારે એનો પક્ષ

લઈને બાલવાની જરૂર ન રહેત, એ પોતે જ પોતાને વિશે બોલત. જેમ હું સંપૂર્ણપણે શુદ્ધ હોઉં તો મારે તમારી આગળ બોલવાની જરૂર ન રહે. ઈશ્વર એની જીભ વડે બોલતો નથી. અને મનુષ્ય જેટલો ઈશ્વરની સમીપ આવે છે તેટલો ઈશ્વરવત્‌ બને છે. હિંદુ ધર્મ મને શીખવે છે કે મારું શરીર અંદર રહેલા આત્માની શક્તિને રોકનાર બંધન છે.

જેમ પશ્ચિમના લોકોએ દુન્વયી વસ્તુઓને વિશે અદ્‌ભૂત શોધો કરી છે, તેમ હિંદુ ધર્મે ધર્મના, મનોવૃત્તિના, આત્માના ક્ષેત્રમાં એથીયે અદ્‌ભૂત શોધો કરી છે. પણ એ ભવ્ય અને સૂક્ષ્મ શોધોને જોવા સારુ આપણી પાસે

ચક્ષુ નથી. પશ્ચિમના વિજ્ઞાને જે આર્થિક પ્રગતિ કરી છે તેનાથી આપણે અંજાઈ જઈએ છીએ. મને એ પ્રગતિનો મોહ નથી. ખરું જોતાં એમ જ લાગી જાય છે કે જાણે ડહાપણના ભંડાર એવા ઈશ્વરે જ ભારતવર્ષને આ પ્રકારની

પ્રગતિમાંથી રોકી લીધઉં છે, જેથી જડવાદનો હુમલો ઝીલવાનું એનું ઈશ્વરનિર્મિત કાર્ય તે પાર પાડી શકે. હિંદુ ધર્મમાં એવું કૅઈક સત્ત્વ છે જેણે તેને આજ સુધી જીવતો રાખ્યો છે. બાબિલોન, સીરિયા, ઈરાન અને મિસરના સુધારાઓની પડતીનો તે સાક્ષી છે. દુનિયામાં ચોમેર નજર નાખી જુઓ. રોમ

ક્યાં છે ? ગ્રીસ ક્યાં છે ? ગીબનનું ઈટાલી કહો અથવા રોમ કહો, કારણ રોમ

એ જ ઈટાલી હતું - આજે તમને ક્યાંયે ખોળ્યું જડે એમ છે ? ગ્રીસમાં જાઓ.

ગ્રીસની જગવિખ્યાત સંસ્કૃતિ ક્યાં છે ? પછી ભારતવર્ષ તરફ આંખને વાળો.

અહીંના પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથો કોઈ તપાસી જાય અને પછી આસપાસ નજર નાથે તો તેને કહેવું જ પડે, “હા, અહીયાં પ્રાચીન ભારતવર્ષ હજી જીવતું દેખાય છે.” કોઈ કોઈ જગ્યાએ ઉકરડા વળ્યા છે એ સાચું; પણ ઉકરડાઓની નીચે મહામૂલ્યવાન રત્નો દટાયેલાં પડ્યાં છે. અને હિંદુ ધર્મ કાળના આટલા વારાફેરા સામે ટક્યો છે, એનું કારણ એ છે કે તેણે આર્થિક પ્રગતિના નહીં

પણ પારમાર્થિક પ્રગતિના આદર્શને સેવ્યો છે.

એણે જગતને આપેલી અનેક ભેટોમાં મૂક જીવસૃષ્ટિ સાથે મનુષ્યના અભેદની કલ્પના એક અદ્વિતીય વસ્તુ છે. મારે મન ગૌપૂજા એ ભવ્ય વિચાર છે, અને એને વ્યાપક કરી શકાય એમ છે. ધર્માંતરની આધુનિક ઘેલછામાંથી

હિંદુ ધર્મ મુક્ત રહ્યો છે એ પણ મારે મન કીંમતી વસ્તુ છે. હિંદુ ધર્મને

પ્રચારની જરૂર નથી. તે કહે છે, “શુદ્ધ જીવન ગાળો.” મારું કર્તવ્ય, તમારું કર્તવ્ય માત્ર શુદ્ધ જીવન ગાળવાનું છે. એની અસર કાળચક્ર પર રહી જશે.

વળી, હિંદુ ધર્મે રામાનુજ, ચૈતન્ય, રામકૃષ્ણ જેવા મહાપુરુષો જગતને આપ્યા છે એનો વિચાર કરો. હિંદુ ધર્મ પર છાપ પાડી જનાર આધુનિક પુરુષોનાં તો નામો પણ હું નથી આપતો. હિંદુ ધર્મ મરણપ્રાય અથવા મરી ગયેલો ધર્મ નથી.

પછી ચાર આશ્રમોની ભેટનો વિચાર કરો; એ પણ અદ્વિતીય ભેટ છે. એનો જોટો આખી દુનિયામાં બીજે ક્યાંય નહીં જડે. કેથલિક ધર્મમાં બ્રહ્મચારીઓને મળતા અવિવાહિતોનો વર્ગ છે ખરો, પણ એની સંસ્થા નથી.

જ્યારે હિંદુસ્તાનમાં તો દરેક છોકરાને આ પ્રથમ આશ્રમમાંથી પસાર થવું પડતું એ કેવી ભવ્ય કલ્પના હતી ! આજે આપણી આંખો મેલી છે, વાચર એથીયે મેલા છે, ને શરીર સૌથી મેલાં છે કારણ આપણે હિંદુ ધર્મનો ઈનકાર કરી રહ્યા છીએ.

હજી એક વસ્તુ છે તે મેં નથી કહી. મેક્સમૂલરે ચાળીસ વર્ષો પહેલાં કહેલું કે યુરોપ હવે સમજતું જાય છે કે પુર્નજન્મ એ વાદ નથી પણ સત્ય

હકીકત છે. એ પણ સર્વાંશે હિંદુ ધર્મની જ ભેટ છે.

આજે વર્ણાશ્રમ ધર્મને અને હિંદુ ધર્મને તેના પૂજકો ખોટા સ્વરૂપે બતાવીને તેનો ઈન્કાર કરી રહ્યા છે. એનો ઉપાય વિનાશ નથી પણ શુદ્ધિ છે.

આપણે આપણા જીવનમાં સાચી હિંદુવૃત્તિને સજીવન રાખીએ પછી પૂછીએ કે એથી અંતરાત્માને સંતોષ થાય છે કે નહીં.

ઌપટ્ટઌ

, ૧૮-૧૦૨-૧૯૨૭, પા. ૧૩૯

૬. એક હિંદુ હિંદુ ધર્મને જ શા સારુ વળગી રહે ?

(‘સાચી અંતરદૃષ્ટિ’માંથી - મ.દે)

હિંદુ ધર્મમાં એવી કઈ ખાસ સુંદરતા છે કે જે કારણે હિંદુ એ ધર્મને જ વળગી રહે છે ?

આ સવાલ ન પૂછવો જોઈતો હતો. એ ચર્ચવાથી શો લાભ મળવાનો હતો ? છતાં મારે એનો જવાબ આપ્યે જ છૂટકો; કેમ કે મારે મન ધર્મ એટલે શું એ તો હુ સ્પષ્ટ કરી શકું. ધર્મ માટે અત્યંત નજીકની - જોકે અત્યંત અધૂરી

- સરખામણી જે મને જડે છે તે વિવાહની છે. વિવાહ એ કોઈ કાળે ન છૂટે એવું બંધન છે અથવા આજ સુધી એમ જ મનાતું હતું. ધર્મનો સંબંધ એથીયે અવિભાજ્ય છે. પતિ પત્નીને અને પત્ની પતિને વફાદાર રહે છે એનું કારણ એ નથી કે પોતાની પત્ની અથવા પોતાનો પતિ તમામ સ્ત્રીઓમાં અથવા તમામ પુરુષોમાં વિશેષપણે શ્રેષ્ઠ છે એવું એને ભાન છે. એ વફાદારીનાં મૂળમાં કોઈ અકળ અને અતૂટ આંતરિક આકર્ષણ હોય છે. એ જ રીતે માણસને પોતાના ધર્મ પ્રત્યે કોઈ રીતે ન તોડાય એવી વફાદારી હોય છે. અને એવી નિષિઠામાં જ એને સંપૂર્ણ સમાધાન મળે છે. અને જે પ્રમાણે કોઈ પણ પતિને પોતાની સ્ત્રી પ્રત્યેની વફાદારી ટકાવવા માટે બીજી બધી સ્ત્રીઓ ઊતરતી છે, હીન છે એમ માનવાની જરૂર નથી. એ જ ઉપમા જરા આગળ લંબાવીએ તો એમ કહી શકાય કે પોતાની પત્ની પ્રત્યે નિષ્ઠા જાળવવા માટે એની અંદર રહેલી ઊણપો વિશે આંધળા રહેવાની જરૂર નથી, તે જ પ્રમાણે પોતાના ધર્મ

પ્રત્યે નિષ્ઠા જાળવવા માટે પોતાના ધર્મમાં પહેલી એબો પ્રત્યે આંધળા થવાની જરૂર નથી. એટલું જ નહીં, પણ જો આંધળાપણે પોતાના ધર્મને વળગી ન રહેવું હોય પણ ખરેખરી નિષ્ઠા કેળવવી હોય તો પોતાના ધર્મમાં રહેલી ઊણપોનું તીવ્ર ભાન હોવું જ જોઈએ. અને એ ઊણપો દૂર કરવાના સાચા ઉપાયો વિશેની ઉત્કટતા પણ તેટલી જ હોવી જોઈએ. ધર્મ વિશેની મારી

માન્યતા આવી હોવાથી હિંદુ ધર્મની ખાસ વિશેષતા અથવા ખૂબીઓ તપાસવાની મારે કશી જરૂર નથી. વાચક એટલી કાતરી રાખે કે હું જે હિંદુ રહ્યો છું તે કાંઈ એની અનેક સુંદરતાઓ જાણ્યા વગર ન રહી શકત, પણ એ સુંદરતાઓ મારા જ ધર્મમાં છે; બીજા ધર્મમાં નથી એમ જોવા હું નથી બેસતો.

અને તેથી જ બીજા ધર્મોનું જ્યારે હું અવલોકન કરું છું ત્યારે દોષ શોધનાર ટીકાકાર તરીકે નહીં, પણ ભક્તની દૃષ્ટિથી; બીજા ધર્મોમાં પણ મારા ધર્મ જેવી જ સુંદરતાઓ જોવાની આશાએ અને મારા ધર્મોમાં નથી એવી કોઈ સુંદરતાઓ બીજાના ધર્મમાં જડી આવે તો તે મારા ધર્મમાં દાખલ કરવાના હેતુએ જ.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૧૩-૮-૧૯૩૩, પા. ૧૮૦

૭. હિંદુ ધર્મની ખરી મહત્તા

(‘સાપ્તાહિક પત્ર’માંથી - મ.દે)

એક અમેરિકન સન્નારી એમના દેશમાં તુલનાત્મક ધર્મશાસ્ત્રનાં અધ્યાપિકા છે, તે બારતવર્ષના ધર્મોનો સૂક્ષ્મ અભ્યાસ કરવાને અહીં આવ્યાં છે. એમણે ગાંધીજીને કહ્યું હતું કે હિંદુ ધર્મની ખરી મહત્તા શામાં કહેલી છે તેટૂંકમાં કહો. એ બહેને સાંભળેલું કે ગાંધીજી ‘હિંદુ ધર્મના પ્રાણ છે’, એટલે તેમને મળવા આવેલાં. તે કહેવા લાગ્યાં, “પુસ્તકોમાંથી જેટલું મળે તે શીખવીને સંતોષ માનવો એ યોગ્ય ન ગણાય. આ જીવતા ધર્મોના સાચા

પ્રતિનિધિઓને મળવું જોઈએ.”

એમને જવાબ આપતાં ગાંધીજીએ કહ્યું : હિંદુ ધર્મની ખરી મહત્તા એ છે કે તે માને છે કે જીવમાત્ર (માત્ર મનુષ્યો જ નહીં પણ સચેતન પ્રાણીમાત્ર) છે; એમાં એક સર્વવ્યાપી મૂળમાંથી ઉદ્‌ભવતા જીવમાત્રનો સમાવેશ થાય છે

- પછી એ મૂળને ‘અલ્લા’ કહો, ‘ગૉડ’ કહો, કે ‘પરમેશ્વર’ કહો. હિંદુ ધર્મમાં

‘વિષ્ણુસહસ્ત્રનામ’ નામનો એક નાનો ધર્મગ્રંથ છે, તેનો અર્થ ઈશ્વરનાં હજાર નામ એટલો જ છે. એનો અર્થ એવો નથી કે ઈશ્વરનાં નામ એટલાં જ છે, પણ એનો અર્થ એ છે કે તમે એને જેટલાં નામ આપી શકો તેટલાં એનાં નામ

છે. તમારે એને આપવાં હોય એટલાં નામ આપો; માત્ર જેનું નામ તમે લો છો એ ઈશ્વર એકમેવાદ્વિતીય હોવો જોઈએ. એનો અર્થ એ પણ છે કે ઈશ્વર અનામી પણ છે.

“આ જીવમાત્રની એકતા એ હિંદુ ધર્મની વિશેષતા છે. હિંદુ ધર્મ કહે છે મોક્ષ એકલા મનુષ્યોને જ મળી શકે એવું નથી, ઈશ્વરનાં સરજેલાં સર્વ

પ્રાણીઓને મળી શકે છે. મનુષ્યદેહ સિવાય બીજા દેહ દ્વારા મોક્ષ મળી શકે એવો ન હોય એમ બને, પણ એથી મનુષ્ય સૃષ્ટિનો સ્વામી નથી બનતો.

એથી તો એ ઈશ્વરની સૃષ્ટિનો સેવક બને છે. હવે જ્યારે આપણે માનવી બંધુત્વની વાત કરીએ છીએ ત્યારે ત્યાં અટકી જઈએ છીએ, અને આપણને થાય છે કે બીજા બધા જીવો માણસના ઉપભોગને અર્થે સરજેલા છે. પણ એ ઉપભોગનો વિચાર હિંદુ ધર્મે ત્યાજ્ય ગણેલો છે. જીવમાત્રની સાથે આ એકતા સાધવાને માણસ જેટલો ત્યાગ કરે એટલો ઓછો છે, પણ એ આદર્શ એટલો વિશાળ છે કે એથી માણસની હાજતો પર તો અંકુશ મુકાય જ છે. તમે જોશો કે આ વસ્તુ આધુનિક સુધારાથી ઊલટી છે. એ સુધારો તો કહે છે કે, ‘તમારી હાજતો વધારો.’ જે એવી માન્યતા રાખે છે તેઓ મોને છે કે હાજતો વધારવાથી જ્ઞાન વધે છે ને એ જ્ઞાન દ્વારા આપણે અનંત ઈશ્વરને વધારે સારી રીતે સમજી શકીએ છીએ. એથી ઊલટું હિંદુ ધર્મ ભોગવિલાસ અને હાજતોના વધારાને ત્યાજ્ય ગણે છે કેમ કે એ પરમાત્મપ્રાપ્તિ માટેના આત્મવિકાસમાં અંતરાયરૂપ થઈ પડે છે.”

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૨૭-૧૨-૧૯૩૬, પા. ૩૩૫

૮. ડૉ. આંબેડકરના આરોપ

(મૂળ ‘ડૉક્ટર આંબેડકરના આરોપ -૨’માંથી)

ચડૉ. આંબેડકર ગયા (૧૯૩૬) મે મહિનામાં લાહોરના જાતપાત તોડક મંડળની વાર્ષિક પરિષદના પ્રમુખ થવાના હતા. પણ ડૉ. આંબેડકરનું ભાષણ સ્વાગત સમિતિને અસ્વીકાર્ય લાગ્યું એટલે પરિષદ જ પડતી મૂકવામાં આવી .... તેમના સવર્ણોની સામે ત્રણ આરોપો છે - અમાનુષી વર્તન; એ વર્તનનો જુલમગારો તરફથી નિર્લજ્જપણે થતો બચાવ; અને એ બચાવને માટે તેમનાં શાસ્ત્રોમાં આધાર છે એવી પોતે પાછળથી કરેલી શોધ. આ આરોપો પુરવાર કરવાને આ ભાષણના લેખકે શાસ્ત્રોનાં અવતરણો, કયા પુસ્તકમાં કઈ

જગ્યાએ આવેલા તેની નોંધ સાથે આપેલાં છે. ડૉ. આંબેડકરના આરોપોમાંથી નીચેના પ્રશ્નો સૂચિત થાય છે :

૧. ધર્મશાસ્ત્રો કોને કહેવાં ?

૨. છાપેલાં બધાં પુસ્તકોને ધર્મશાસ્ત્રનાં આવશ્યક અંગ ગણવાં કે એમાંના અમુક ભાગોને અપ્રમાણ ક્ષેપક ગણીને કાઢી નાખવાં ?

૩. આવા ક્ષેપક ભાગ કાઢી નાખ્યા પછી સપ્રમાણ તરીકે સ્વીકારેલાં શાસ્ત્રો અસ્પૃશ્યતા, જાતિભેદ, દરજ્જાની સમાનતા અને વર્ણાંતર રોટીબેટી-વહેવાર વિશે શા જવાબ આપે છે ?

ડૉ. આંબેડકરે તેમના ભાષણમાં આ બધા પ્રશ્નોની કુશળતાથી ચર્ચા કરેલી છે, પણ ડૉ. આંબેડકરનાં ભાષણોમાં ઘણી બધી ખામીઓ છે. આ ત્રણે પ્રશ્નોના

મારા (ગાંધીજીના) પોતાના જવાબ અને ડૉ. આંબેડકરના ભાષણમાંની દેખીતી ખામીઓ વિશે નીચેના લેખમાં ચર્ચા કરવામાં આવી છે.ૃ

વેદ, ઉપનિષદ, સ્મૃતિ, પુરાણ અને રામાયણ, મહાભારત એ

હિંદુઓનાં ધર્મશાસ્ત્ર છે. આ યાદી સંપૂર્ણ તો નથી જ. દરેક યુગે જ નહીં પણ દરેક પેઢીએ એ યાદીમાં ઉમેરો કર્યો છે. એટલે એના પરથી ફલિત થાય છે કે છાપેલું કે હસ્તલિખિત મળી આવેલું પણ, દરેક પુસ્તક ધર્મશાસ્ત્ર નથી.

દાખલા તરીકે સ્મૃતિઓમાં ઘણું એવું છે કે જે ઈશ્વરપ્રણીત માની શકાય જ નહીં. એટલે ડૉ. આંબેડકરે જે સ્મૃતિવચનો ટાંક્યાં છે તે પ્રમાણભૂત તરીકે સ્વીકારી શકાય એવાં નથી. સાચાં ધર્મશાસ્ત્રો સનાતન સત્યો સાથે જ સંબંધ

રાખનારાં હોઈ શકે, અને કોઈ પણ મનુષ્યના અંતરાત્માને એટલે કે જેનાં

જ્ઞાનચક્ષુ ઊઘડ્યાં હોય એવા કોઈ પણ હૃદયને સ્વીકારવા યોગ્ય લાગવાં જોઈએ. જે વસ્તુની કસોટી બુદ્ધિથી ન કરી શકાય અથવા જેનો આધ્યાત્મિક અનુભવ ન કરી શકાય એવી કોઈ વસ્તુનો ઈશ્વર વચન તરીકે સ્વીકાર ન થઈ

શકે. અને શાસ્ત્રોમાંથી ક્ષેપક ભાગો કાપી નાખી સુધારેલી આવૃત્તિ તૈયાર કરવામાં આવશે ત્યાર પછી પણ શાસ્ત્રોના અર્થનો સવાલ તો રહેશે જ.

શાસ્ત્રોના ખરેખરા અર્થ કરવાની વધારેમાં વધારે પાત્રતા કોની ? વિદ્વાનોની તો નહીં જ. વિદ્વતા હોવી તો જોઈએ. પણ ધર્મ વિદ્વતાને આધારે નભતો નથી. ધર્મ તેના સાધુસંતો અને ઋષિઓના ધર્માનુભવમાં, તેમના જીવનમાં ને કવનમાં વસે છે. શાસ્ત્રોના ભારેમાં ભારે વિદ્વાન એવા સર્વ ટીકાકારો જ્યારે છેક જ ભુલાઈ ઝસે ત્યારે પણ ઋષિઓ ને સાધુસંતોને અનુભવ ટકી રહેશે અને યુગો સુધી પ્રેરણા આપ્યા કરશે.

જાતિભેદને ધર્મ સાથે કશો જ સંબંધ નથી. એ એક રૂઢિ છે. એની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ એ હું જાણતો નથી; મારી આધ્યાત્મિક જિજ્ઞાસાની તૃપ્તિને અર્થે એ વસ્તુ જાણવાની મને જરૂર પણ નથી. પણ હું એટલું તો જાણું જ છું કે જાતિભેદ એ આત્માના તેમ જ રાષ્ટ્રના વિકાસને હાનિકર્તા છે. વર્ણ અને આશ્રમની પ્રથાઓને જાતિભેદ સાથે કશી લેવાદેવા નથી. વર્ણધર્મ આપણને શીખવે છે કે આપણે દરેકે આપણા બાપદાદાના વખતથી ઊતરી આવતો ધંધો કરીને તેમાંથી આજીવિકા મેળવવી, વર્ણધર્મ આપણા હકો નહીં પણ આપણાં કર્તવ્યો નિયત કરે છે. જે વ્યવસાયો

મનુષ્યજાતિનું હિત કરનારા છે તેની જ ગણતરી વર્ણધર્મ નિયત કર્મમાં કરેલી છે, બીજાની નહીં. એમાંથી એ પણ ફલિત થાય છે કે કોઈ ધંધો નીચો નથી ને કોઈ ઊંચો નથી. બધા ધંધા સારા છે, ધર્મ્ય છે, અને સૌનો દરજ્જો સરખો છે. આધ્યાત્મિક જ્ઞાન આપનાર બ્રાહ્મણ અને ભંગીના ધંધા સમાન છે, અને તેના નિષ્ઠાપૂર્વક કરેલા પાલનમાં ઈશ્વરની દૃષ્ટિએ સરખું પુણ્ય છે, અને એક કાળે માનવસમાજમાં પણ એનો સરખો બદલો અપાતો એમ જણાય છે. બંનેને ફક્ત આજીવિકા પૂરતું જ - જરાયે વધારે નહીં - મેળવવાનો અધિકાર હતો.

ગામડામાં આજે પણ ક્યાંક ક્યાંક વર્ણધર્મના આ સુંદર પાલનની ઝાંખી રેખા રહી ગયેલી જણાય છે. છસો માણસની વસ્તીવાળા સેગાંવમાં રહેતાં હું જોઉં છું કે બ્રાહ્મણની તેમ જ જુદાં જુદાં ધંધાદારીઓની કમાણીમાં ભારે ફરક નથી.

હું એમ પણ જોઉં છું કે આજની પતિત દશામાં પણ એવા સાચા બ્રાહ્મણો

મળી આવે છે જે કેવળ ભિક્ષાન્ન પર નિર્વાહ કરે છે અને પોતાની પાસે જે આત્માનું ધન હોય તે છૂટે હાથે લોકોને આપે છે. વર્ણધર્મના પાલનનો એકમાત્ર મુખ્ય નિયમ છડેચોક તોડવા છતાં જેઓ પોતાને અમુક વર્ણના કહેવડાવે છે એવા માણસોના જીવનમાં પ્રગટ થતા વર્ણધર્મના વિકૃત રૂપ પરથી એ મહાનિયમનો આંક બાંધવો એ ખોટું અને અયોગ્ય છે. કોઈ વર્ણ પોતાને બીજા કરતાં ચડિયાતો મનાવે એમાં વર્ણધર્મનો ચોખ્ખો ઈન્કાર છે અને વર્ણધર્મમાં અસ્પૃશ્યતાને ટેકો આપે એવું તો કશું જ નથી. (હિંદુ ધર્મે એક અને અદ્વિતીય એવા ઈશ્વરને સત્યરૂપે વર્ણવ્યો છે અને અહિંસાનો માનવકુટુંબના આચારધર્મ તરીકે હિંમતભેર સ્વીકાર કર્યો છે એમાં જ હિંદુ ધર્મનો બધો સાર સમાઈ જાય છે.)

હું જાણું છું કે હિંદુ ધર્મના મેં કરેલા અર્થની સામે ડૉ. આંબેડકર ઉપરાંત બીજા ઘણા વાંધો ઉઠાવશે. એનાથી મારી સ્થિતિમાં ફરક પડે એમ

નથી. લગભગ પચાસ વર્ષ થયાં એ અર્થને હું અનુસર્યો છું અને એને આધારે

મારું જીવન ઘડવાનો યથાશક્તિ પ્રયત્ન મેં કર્યો છે.

મારા મત પ્રમાણે ડૉ. આંબેડકરે એમના ભાષણમાં ભારે ભૂલ કરી છે કે તેમણે શક પડતા પ્રમાણ અને મહત્વવાળાં શાસ્ત્રવચનો અને જે અધઃપાત પામેલા હિંદુઓ તેમના ધર્મના અતિઅયોગ્ય નમૂના છે અને જેઓ એ ધર્મના વિકૃત રૂપને અનુસરે છે આવાઓના આચરણનાં દૃષ્ટાંતો વીણીવીણીને ચાંક્યાં છે. ડૉ. આંબેડકરે વાપરેલ ગજથી માપતાં આજે પ્રચલિત એકેએક જાણીતો ધર્મ કદાચ અધૂરો અને અયોગ્ય માલૂમ પડશે.

આ વિદ્વાન લેખક એમના ભાષણમાં એમને કહેવાનું પુરવાર કરવા જતાં વધારે પડતું બોલી ગયા છે. જે ધર્મને ચૈતન્ય, જ્ઞાનદેવ, તુકારામ, તિરુવલ્લુવાર, રામકૃષ્ણ પરમહંસ, રાજા રામ મોહનરાય, મહર્ષિ રવિેન્દ્રનાથ ટાગોર, વિવેકાનંદ અને બીજા અનેક જ્ઞાનીઓ અને સાધુસંતો અનુસર્યા તે ધર્મ ડૉ. આંબેડકરના ભાષણમાં બતાવ્યો છે એવો છેક ગુણહીન નો નિઃસત્ત્વ હોઈ શકે ખરો ? કોઈ પણ ધર્મની પરીક્ષા તેના ખરાબમાં ખરાબ નમૂના પરથી નહીં પણ તેણે ઉપજાવેલા સર્વશ્રેષ્ઠ નમૂનાઓ ઉપરથી જ થવી જોઈએ. કેમ

કે તે નમૂના જ આપણે માટે સુધારવાના નહીં તો અનુસરવાના આદર્શરૂપ ગણી શકાય.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૧૯-૭-૧૯૩૬, પા. ૧૪૮

૯. પારકાની દૃષ્ટિએ

નીચેનો કાગળ કેટલોક વખત થયો મારી પાસે પડી રહ્યો છે :

“આપ ધર્માતર વિશે જે વલણ રાખો છો ને કાસ કરીને હિંદુ ધર્મની અંદર રહીને હરિજનો સુખી થશે એવી જે આશા આપ સેવી રહ્યા છો, તેમાં આપે આજે હિંદુસ્તાનમાં ચાલતા હિંદુ ધર્મમાં પ્રચલિત પ્રથાઓ પ્રત્યે દુર્લક્ષ કરેલું છે. વિવેકાનંદ અને સર સર્વપલ્લી રાધાકૃષ્ણને હિંદુ ધર્મની જે સુંદરતા ને ભવ્યતા બતાવી છે તે કબૂલ કર્યા વિના ન જ ચાલે. પણ એવો હિંદુ ધર્મ

હિંદુસ્તાનના આમ વર્ગને શીખવવામાં આવે છે કે હિંદુ ધર્મના અધિષ્ઠાતાઓ એનું આચરણ કરે છે ખરા ? સાત લાખ ગામડાંમાં રહેતા કરોડો ગરીબ

હિંદીઓ - આપ કહો છો તેમ ભૂખે મરતા કરોડો - શું માગે છે ? એમને સૌથી પહેલી જરૂર યોગ્ય અન્ન, આશ્રય અને વસ્ત્રની છે, જેથી તેઓ પશું કરતાં ઊંચી કોટિએ ચડે. હરિજનો મંદિરપ્રવેશ માટે આતુર છે ખરા ?

કોઈ ધર્મની કસોટી એના ફળ પરથી થઈ શકે. મેં ઉપર વર્ણન કર્યું

એથી ઊલટું આ ચિત્ર જુઓ. રોમન કૅથલિક કે પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી ધર્મને દાખલો

લો. એમાં તવંગર તેમ જ ગરીબ પાસેથી જે પૈસા ભેગા કરવામાં આવે છે તેનો કાળજીપૂર્વક હિસાબ રખાય છે ને તે દવાની કે શિક્ષણની મદદરૂપે લોકોને પાછા અપાય છે. ધાર્મિક ઉપાસના સૌને માટે ખુલ્લી હોય છે, તે તે સંપ્રદાયની ધર્મસંસ્થાઓ જે અનેક નિશાળો, કોલેજો, દવાખાનાં, ઈસ્પિતાલો અને અનાથાલયો ચલાવે છે તે એમની ધર્મશ્રદ્ધાનો જીવતોજાગતો પુરાવો આપે છે. એમનાં ઈશ્વરવાદ ને તત્ત્વજ્ઞાન નહીં પણ એમની આ પુષ્કળ પ્રમાણમાં કરેલી સર્વ મનુષ્યોની નિઃસ્વાર્થ સેવા, એની અને હિંદુ મંદિરોને મઠોની સેવા વચ્ચે કોઈ સરખામણી છે ખરી ? મંદિરો ને મઠોની સંપત્તિનો શો ઉપયોગ થાય છે ? એ વહેમ અને જુલમના શસ્ત્રો નથી ? આ મઠોના અધિપતિઓ અઢળક ધનના માલિક હોઈ રાજા-મહારાજાની પેઠે રહે છે, ને જ્યારે બહાર નીકળે છે ત્યારે એમની જોડે પાલખી, મોટરો, હાથી, ઊંટ અને ચેલાઓનો

મોટો રસાલો હોય છે, તે લઈને ગરીબ ગામડાં ને કસબાઓ પર લાગા ઉઘરાવવા માટે તીડની પેઠે ઊતરી પડે છે. એમના ચેલાઓ જાસૂસોની પેઠે ગામેગામ માધવ, લિંગાયત શૈવ વગેરે અનેક સંપ્રદાયના લોકો પાસેથી ભેગા કરવા નીકળી પડે છે. પૈસા ન આપે તેને નાતબહાર કરવામાં આવે છે ને તેનો બહિષ્કાર કરવામાં આવે છે. મેં સાંભળ્યું છે કે આ ધર્માધિકારીઓ, સ્વામીઓ ને ગુરુઓના લાગા ઉઘરાવવા ને તેમનો સ્વાર્થ સંભાળવા માટે રીતસર વકીલો રોકેલા હોય છે. આ સ્થિતિ તો પોપની ગાદીના ભૂંડામાં ભંડા દિવસો કરતાંયે નપાવટ જુલમની થઈ. આ મઠોમાં ભેગી કરેલી સંપત્તિ ને વાર્ષિક લાગા મળીને અબજો રૂપિયા હોવા જોઈએ; ક્યાંયે એનો રીતસર હિસાબ નથી રખાતો, છતાં આ બેહૂદી લૂંટની જબરદસ્ત પદ્ધતિને હજુ ઘણાખરા બુદ્ધિશાળી લોકનેતાઓ ટેકો આપ્યા કરે છે, જાણે એને વિશે શંકા ઉઠાવવાથી હિંદુ સમાજ રસાતાળ ન જવાનો હોય. વ્યવહારમાં હિંદુ ધર્મ આવો છે, જે પદ્ધતિ હરિજનોને દેવની પૂજા કરવાનો સમાન હક નથી આપતી એટલું જ નહીં પણ તેમને કાયમની સામાજિક બહિષ્કૃતપણાની સ્થિતિમાં રાખે તે પદ્ધતિની સામે તેઓ એકલા જ બળવો ઉઠાવે એમાં જરાયે નવાઈ જેવું શું છે ? આ ધર્માધિષ્ઠાતાઓનો જુલમ, જે વાટે લોકોનું ધન વરસોવરસ શોષાઈ જાય છે ને જેના બદલામાં તેમને કશી સેવા નથી મળતી, તેની સામે બોલવાની હિંમત કેમ કોઈ કરતું નથી ? કરોડો માણસો ભૂખ્યા, અજ્ઞાન ને નિરક્ષર છે તેવે વખતે પણ મઠો અને મંદિરોની સંપત્તિનો જરા સરખો ભાગ પણ માણસના દુઃખનું નિવારણ કરવાને વપરાતો નથી. હિંદુ ધર્મ એટલો આધ્યાત્મિક છે કે એવું તે નહીં કરે ! હિંદુ દેવો શું એટલા ખાઉધરા છે કે ેમને દર વરસે આટલા બધા પૈસા જોેઈએ ને છતાં એ આપનાર વિશે તેઓ પૂરેપૂરી ઉપેક્ષા કરે ?મને તો એ વિશે શંકા છે.

જમીનની ઊપજ એક બાજુ જમીન મહેસૂલ રૂપે રાજ્ય ઘસડી જાય

છે ને બીજી બાજુ આ ધર્મને નામે ચાલતીલૂંટમાં ઘસડાઈ જાય છે, પછી કરોડો

માણસ અધભૂખ્યા ને ગરીબ હોય એમાં કશી નવાઈ છે ખરી ? પાક લીધા પછીના ફુરસદના મહિનાઓમાં વધારે સખત ને વધારે પદ્ધતિસર મહેનત કરો એમ એમને કહેવાથી એમનું કંઈ દળદર ફીટે ખરું ? એમની પાસે પૈસા, દાણી વગેરેના રૂપમાં જે લેવામાં આવે છે તે, તેમને અતિ આવશ્યક એવી સેવાના રૂપમાં પાછું અપાવું જોઈએ. હિંદુસ્તાનના ગરીબ અભાગી આમવર્ગને તેમનાં નિરક્ષરતા, અજ્ઞાન, હૂકવર્મ મલેરિયા, રક્તપિત્ત, અતિસાર, મરડો, કૉલેરા,

મરકી - જે શારીરિક રોગોમાંથી આજે તેઓ બહારની મદદ વિના નીકળી શકે એમ નથી - વગેરેને હઠાવવામાં હિંદુ મઠોની સંપત્તિની મદદ ન આપવામાં આવે તો કુદરતી સાધમસામગ્રીનો વધારે બુદ્ધિપૂર્વક લાભ ઉઠાવવાની શક્તિ એમનામાં કદી નહીં આવે. ધર્મના અધિષ્ઠાતાઓએ લોકોને કચડ્યા છે, એમાં જે અધૂરું હતું તે શાહુકાર ને સરકારે પૂરું કર્યું છે. આ અર્ધા મરેલા, અર્ધા જીવતા આમવર્ગના લોકોને વધારે કામ કે વધારે સખત કામની જરૂર નથી, પણ વધારે ધંધાની નિશાળો ને દવાખાનાં, સુવાવડખાનાં ને બાળમંદિરો અને વધારે સારા ખોરાકની જરૂર છે. એમણે એના પૂરેપૂરા દામ આપ્યા છે, છતાં ધર્મસંસ્થા અને રાજ્ય પાસેથી તેમને જે સેવા મળવી જોઈએ તેથી તેમને છેતરીને વંચિત રાખવામાં આવ્યા છે. ગામડાંનાં બાળકોની આંખોમાં પ્રભાતનું તેજ ક્યારે દેખાશે ? કાળે કરીને હિંદુ ધર્મમાં જે કંઈ મેલ છે તે ખરી પડશે એમ માનવું એ એવી આશા રાખવા બરોબર છે કે અત્યારની સરકારમાં જે કંઈ બૂરું થાય છે તે પણ ખરી પડે એવી ઈચ્છા કરવાથી ખરી પડશે. આપના ભગીરથ પ્રયાસોથી રાજ્ય સહેજે હાલતું નથી, તો હિંદુ ધર્મને તો એથી ઘણા જલદ ઈલાજની જરૂર છે, કેમ કે, એ ધર્મ આ વિદેશી સંસ્કારના કરતાં હજારો વરસ અગાઉનો જામેલો છે. આ ધર્મ જે કશું કરતો નથી તેના કરતાં આ સરકાર જે મહેસૂલ ઉઘરાવીને લોકોની બધી જાતની સેવા કરે છે તે મને તો વધારે ગમે છે.

ખ્રિસ્તી ધર્મના બિશપો અને પાદરીઓ સામે આ દેશમાં તેમ જ બીજા દરેક દેશમાં ઉગ્ર ટીકાઓ થયેલી છે, છતાં બીજા કોઈ પણ ધર્મને અનુસરનાર કે કોઈ પણ ધર્મને ન માનનારા માણસોના કોઈ પણ વર્ગે નથી કરી એટલી માનવસેવા આ લોકોએ કરી છે. ગમે તે માણસ એમની પાસે જઈ

શકે છે, ખ્રિસ્તી મિશનો ધનિક નથી રહ્યાં પણ ઊલટાં ગરીબ બન્યાં છે; કેમ

કે પશ્ચિમના દેશમાંથી જે લોકો મદદ આપતા તેમાંથી જેઓ આજે હિંદુ ધર્મની

મહત્તા કબૂલ કરે છે તેઓ મદદ કરતા બંધ થયા છે, ને મિશનોને કહે છે કે તમે જાઓ ને પોતાનો પૈસે તમારા ભાંડુઓની સેવા કરો. ખ્રિસ્તી ધર્મના અધ્ષ્ઠાતાઓએ કરેલી માનવસેવા કબૂલ રાખવામાં આવે તો આજે જે દ્રવ્યનો દુરુપયોગ થઈ રહ્યો છે તેમાંથી કેટલુંક એ મિશનરીઓને અપાય એ સારું છે, એમ થાય તો તેઓ એમના પ્રામાણિક અને ઉત્તમ સંગઠન વડે એમની દયાવૃત્તિથી સેવાનું કાર્ય વધારી શકે. એવી સેવાની જનસમૂહને તો બહુ જ જરૂર છે.હિન્દુસ્તાનનાં ગામડાં એ જગતમાં ગંદામાં ગંદી, નિસ્તેજ ને રસકસ વિનાની જગાઓ છે; તેને માટે હિંદુ ધર્મે શું કર્યું છે ?કંઈ નહીં ! કંઈ જ નથી કર્યું ! સરકારી અમલદારોને એ જગાઓએ જવા માટે ભથ્થું જોઈએ છે, ને એમાં નવાઈ નથી. પશ્ચિમના યાંત્રિક સુધારાને હોંશે હોંશે વધાવી લઈએ.

પણ હિંદુઓના હાથમાં તે પણ મુંબઈના ચાલો જેવી ભૂંડી વસ્તુ બની જાય છે.

ઉઘાડી આંખે નિષ્પક્ષપણે જોનાર ગમે તે માણસ એ જોઈ શકે છે. આપને મિશનરીઓની દયાવૃત્તિની સેવા તો જોઈએ છે, અને છતાં હિંદુ ધર્મનાં મંદિરો અને મઠોમાં ભેગી થયેલી સંપત્તિ વડે કયા પ્રકારની સેવા થાય છે એનો વિચાર આપ કરતા નથી. આ ધર્મસંસ્થાઓ ગરીબ લોકોના ઘોર અજ્ઞાનનો

લાભ ઉઠાવાને બદલે ન્યાતજાત કે ધર્મનો ભેદ ગણ્યા વિના સૌની સમાનભાવે સેવા કરશે ત્યારે હિંદુ ધર્મ ખરેખર જીવવા માંડશે.”

બીજાઓ આપણને જોતા હોય એવી રીતે આપણે પોતાને જોઈએ એ સારું છે. આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ તોયે જેવા હોઈએ એવા પોતાને

- ખાસ કરીને આપણી બૂરી બાજુને - ઓળખી શકતા નથી. એ તો ત્યારે જ જાણી શકીએ જ્યારે આપણે આપણા ટીકાકારો પર ક્રોધ ન કરતાં તેમને જે કંઈ કહેવાનું હોય તે સારા અર્થમાં લઈએ. ગમે તે હો, હું ઉપરની ટીકાને બની શકે એટલી અનાસક્તિપૂર્વક તપાસવા માગું છું. આજે જે હિંદુ ધર્મનું વ્યવહારમાં દર્શન થાય છે તેમાં ગંભીર ખામીઓ રહેલી છે એ કબૂલ કરવું જોઈએ. ઘણા મઠો ને તેનો વહીવટ હિંદુ ધર્મને શરમરૂપ છે એમાં શંકા નથી.

એમાંથી કેટલાકમાં જે પૈસા રેડવામાં આવે છે તે ઉપાસકોને સેવારૂપે પાછા કદી મળતા જ નથી. આ સ્થિતિ મટાડવી જોઈએ નહીં તો સુધારવી જોઈએ.

ખ્રિસ્તી મિશનો માનવસેવાનું જે કાર્ય કરે છે તે પણ કબૂલ કરવું જોઈએ.

પણ મારી આ કબૂલાતનો અર્થ એ નથી કે લેખકે તારવેલા નિર્ણયોને

મારી સંમતિ છે. આર્થિક તેમ જ કેળવણીના વિષયમાં જેમ હરિજનોને તેમ

ઘણાખરા ગરીબ હિંદીઓને પણ મદદ જોઈએ છે. પણ હરિજનોને કેટલાક ખાસ પ્રતિનિધિ વેઠવા પડે છે. કયા પ્રતિબંધો સામે એમને રોષ છે એનો સવાલ નથી. હરિજનો કેટલીક જંજીરોને વળગી રહેતા હોય તોપણ તે જંજીરો તોડવાના ઊંચા કહેવાતા હિંદુઓનો ધર્મ છે. વિવેકાનંદ અને રાધાકૃષ્ણને

પ્રતિપાદિત કરેલો હિંદુ ધર્મ ભવ્ય અને ઉદાત્ત છે એટલું તો લેખક કબૂલ કરે છે, તો એના પરથી એને એટલું માલૂમ પડવું જોઈતું હતું કે એ ધર્મ છેક આમવર્ગ સુધી ઊતર્યો છે. હું હામ કરીને એટલું કહું છું કે ગ્રામવાસીઓમાં જે એણઘડપણું દેખાય છે તે છતાં, એક વર્ગ તરીકે વિચાર કરતા,

મનુષ્યસ્વભાવનો જે સારો અંશ છે તેની બાબતમાં તેઓ જગતના કોઈ પણ દેશના ગ્રામવાસીઓને મુકાબલે કંઈક ચડે એવા જ છે. હ્યુ એન સંગના કાળથી અત્યાર લગી જે પ્રવાસીઓએ પોતાના અનુભવ નોંધ્યા છે તેમાંનાં મોટા ભાગનાં લખાણ આ પુરાવાને ટેકો આપે છે. ભારતવર્ષનાં ગામડાં જે સ્વભાવસિદ્ધ સંસ્કારિતા બતાવે છે, ગરીબોના ઘરમાં જે કળાનું દર્શન થાય

છે, ગ્રાવાસીઓ જે સંયમથી વર્તે છે તે બધાનો યશ એમને અનાદિકાળથી એક ગ્રંથિ વડે બાંધી રાખનાર ધર્મને જ છે.

હિંદુ ધર્મને ઉતારી પાડવાના ઉત્સાહમાં આ લેખક એક મોટી દીવા જેવી હકીકત પ્રત્યે આંખમીચામણાં કરે છે, તે એ કે હિંદુ ધર્મ અધર્મ, વહેમ અને કુરિવાજો સામે સફળતાથી લડનાર સુધારકોની એક અખંડ ધારા ઉત્પન્ન કરી છે.

જરાયે દાંડી પીટ્યા વિના હિંદુ ધર્મ ગરીબોને રાહત આપવાની જે પદ્ધતિ યોજી

છે તે જોઈને ઘણા પરદેશી પ્રશંસકોને અદેખાઈ આવે છે. મને પોતાને લાગે છે કે હજુ એમાં ઘણી ખામી છે. એની બૂરી બાજુ પણ છે. પણ પરોપકારની દૃષ્ટિએ એ

પ્રથાએ પોતાની યોગ્યતા સર્વાંશે સિદ્ધ કરી છે. પોતાના દાનની, છાપેલા અહેવાલો વગેરે દ્વારા જાહેરાત કરવાની હિંદુઓને ટેવ નથી. પણ દેશી ઢબે જ અનેનછત્રો અને મફત દવાખાનાં ચાલી રહેલાં છે તે તો હર કોઈ ઝોઈ શકે એમ

છે.

આ લેખક ગામડાંના કામને ઉતારી પાડે છે. એમાં એનું ઘોર અજ્ઞાન

પ્રદર્શિત થાય છે. મઠો અને મહેસૂલી કચેરીઓ નાબૂદ થઈ જાય અને મફત નિશાળો ઊઘડે તોપણ લોકોમાં જડતાનો જે રોગ જામ્યો છે તે તો દૂર નહીં જ થાય.

મઠોમાં સુધારા થવા જ જોઈએ, મહેસૂલની પદ્ધતિ ધરમૂળથી બદલાવી જોઈએ,

મફત પ્રાથમિક શિક્ષણ આપનારી નિશાળો ગામડે ગામડે ઊઘડવી જોઈએ. પણ

લોકો મહેસૂલ ન આપે, મઠોનો નાશ થાય અને ગામડે ગામડે નિશાળો નીકળે એથી ભૂખમરો નાબૂદ થવાનો નથી. ગાંડાંમાં તો મોટામાં મોટું શિક્ષણ એમાં રહેલું છે કે ગ્રામવાસીઓને આખું વરસ કાં તો ખેતીમાં કાં તો ગામડાંને લગતા ઉદ્યોગોમાં લાભ મળે એવી રીતે કામ કરવાનું શીખવવું જોઈએ ને તેમ કરવા તેમને સમજાવવા જોઈએ.

છેવટે આપણે મિશનરીઓ પાસેથી સેવાઓ સ્વીકારીએ છીએ તેથી આ પત્રલેખકને ચીડ ચડતી દેખાય છે. એમને શું આ મિશનરી સંસ્થાઓ સામે વિરોધની હિલચાલ જોઈએ છે ? એ સંસ્થાઓને ઈતરધર્મીઓ તરફથી

મદદ શા માટે મળવી જોઈએ ? હિંદીઓ પાસે તમના પૂર્વજોના વિવેકાનંદ

અને રાધાકૃષ્ણને પ્રતિપાદિત કરેલો ધર્મ પણ છોડાવવાના હેતુથી આ સંસ્થાઓ સ્થપાયેલી છે. એ સંસ્થાઓમાંથી આ બેવડો હેતુ પહેલાં કાઢી નખાય, તો પછી ઈતરધર્મીઓના મદદની અપેક્ષા રાખવાનો વખત આવશે. આ ટીકાકારોને એ વાતની ખબર હોવી જોઈએ કે અત્યારે પણ આમાંની કેટલીક સંસ્થાઓમે ઈતરધર્મીઓ તરફથી મદદ મળે છે. મારો મુદ્દો એ છે કે ઈતરધર્મીઓની ભાવના દુભાય એવું ધ્યેય જ્યાં લગી એ સંસ્થાઓમાં હોય ત્યાં

લગી જો એમને એવી મદદ ન મળે તો એ વિશે ફરિયાદ ન થવી જોઈએ.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૭-૩-૧૯૩૭, પા. ૪૧૭-૯

૧૦. હિંદુ ધર્મનો સાર

(૧૯૩૬માં ત્રાવણકોરના મહારાજાએ હરિજનો માટે મંદિરો ખુલ્લાં

મૂકવાનો ઢંઢેરો બહાર પાડ્યો તો પછી ગાંધીજીએ ત્રાવણકોરનો પ્રવાસ કર્યો અને એ પ્રવાસ દરમિયાન ઘણી જાહેરસભાઓ સંબોધી. ક્વિલોનમાં થયેલી આવી જાહેર સભામાં ગાંધીજીએ ઉપનિષદ-મંત્રોમાં રહેલી હિંદુ ધર્મની સૈદ્ધાંતિક માન્યતાનો સારાંશ સમજાવ્યો અને ત્યાર બાદ પ્રવાહી અને સરળ

ભાષામાં એ સર્વગ્રાહી મંત્રની અનેક ગૂંચવણો અંગે સમજૂતી આપી. આમાંના વ્યક્તવ્યો ‘સાપ્તાહિક પત્ર’માંથી લીધા છે.)

(ક્વિલોનમાં ભાષણ)

હિંદુ ધર્મનો સાર શામાં સમાયેલો છે, ને જે અનેક સાધુસંતોને વિશે આપણી પાસે ઐતિહાસિક નોંધો છે તે સંતોને પ્રેરણા કરનાર વસ્તુ શી છે એનો આપણે થોડી ક્ષણ વિચાર કરીએ. હિંદુ ધર્મે જગતને આટલા બધા ફિલસૂફો ને તત્ત્વદર્શીઓ કેમ આપ્યા છે ? હિંદુ ધર્મના ભક્તોને સેંકડો વરસથી ઉત્સાહ ચડાવનાર કઈ વસ્તુ હિંદુ ધર્મમાં છે ? તેઓ હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતા જોતા અને છતાં તેના પર વારી જતા ! અસ્પૃશ્યતા સામેની મારી

લડત દરમિયાન ઘણા સેવકોએ મને પૂછ્યું છે કે હિંદુ ધર્મનો સાર શો કહી શકાય ? તેઓ કહેતા કે ઈસ્લામમાં જેવો સાદો કલમો છે એવું કંઈ આપણી પાસે નથી ? કે બાઈબલમાં ૩.૧૬

ગશ્વર્ઞ્િં પક્રશ્વઌૠક્રક્ર

ધ્ ખ્રિસ્તી ધર્મની કેન્દ્રીય

માન્યતાનો ઉલ્લેખ છે એવું પણ કંઈ એમાં નથી. તત્ત્વનું ચિંતન કરનારા તેમ

જ વ્યવહારમાં રચ્યાપચ્યા રહેલા બંને પ્રકારના હિંદુઓને સંતોષ આપી શકે એવું આપણી પાસે કંઈ છે કે નહીં ? કેટલાકે કહ્યું છે ને એ સકારણ છે - કે ગાયત્રી એ એવો મંત્ર છે. ગાયત્રીનો અર્થ સમજ્યા પછી મેં એનો હજાર વાર જપ કર્યો છે. પણ મને લાગે છે કે એ મંત્ર મારી આધ્યાત્મિક આકાંક્ષાને પૂરેપૂરી સંતોષી શક્યો નથી. વળી તમે જાણો છો કે વરસો થયાં હું નો ભક્ત બનેલો છું, અને મેં કહ્યું છે કે એ મારી સર્વ કઠણાઈઓનું નિવારણ કરે છે ને શંકા ને મૂંઝવણને સેંકડો પ્રસંગે તે મારી કામધેનુ, મારી માર્ગદર્શક, મારો જીવનપથ ઉજાળનાર, મારો શબ્દકોશ બની છે. એણે મને મદદ ન કરી હોય

એવો એક પ્રસંગ મને યાદ આવતો નથી. પણ એ પુસ્તક એવું નથી કે હું આ આખી સભા આગળ એને મૂકી શકું. એનો પ્રાર્થનાપૂર્વક અભ્યાસ કર્યા પછી જ એ કામધેનું પોતાના આંચળમાં રહેલું જ્ઞાનરૂપી દૂધ આપે છે.

પણ હું એક મંત્ર તમારી આગળ બોલી બતાવું છું, તેમાં હિંદુ ધર્મનો આખો સાર આવી જાય છે એમ હું માનું છું. મને લાગે છે તમારામાંથી ઘણા

શ્નષ્ટઽક્રક્રશ્વબ્ઌઘ્ૅ

તો જાણતા હશો. મેં વરસો પહેલાં એ અનુવાદ અને ટીકા સાથે વાંચેલું. યરવડા જેલમાં મેં એ મોઢે કર્યું હતું. પણ ગયા થોડા મહિનાથી હું એના પર જેવો મુગ્ધ થયો છું તેવો તે વખતે થયો ન હતો. હવે તો હું એ અંતિમ નિર્ણય પર આવ્યો છું કે બધાં ઉપનિષદો અને બીજા બધા ધર્મગ્રંથો એકાએક અકસ્માતથી બળીને ભસ્મ થઈ જાય અને

શ્નષ્ટઽક્રક્રશ્વબ્ઌઘ્ૅ

નો એક પહેલો

શ્લોક જ હિંદુઓની સ્મડતિમાં કાયમ રહી જાય તોયે હિંદુ ધર્મ સદાકાળ

જીવતો રહે.

આ મંત્રના ચાર ભાગ છે. પહેલો ભાગ :

શ્નષ્ટઽક્રક્રક્રજીસ્ર્બ્ૠક્રઘ્ધ્ ગષ્ટ સ્ર્ઉંઅઙ્ગેંન

પટક્રઅસ્ર્ક્રધ્ પટક્રભ ત્ન

એનો અર્થ હું એ કરું છું કે આ વિશાળ જગતમાં આપણે જે કંઈ જોઈએ છીએ તે તે બધું ઈશ્વરથી વ્યાપ્ત છે. પછી બીજો અને ત્રીજો ભાગ સાથે લેવાના છે :

ભશ્વઌ અસ્ર્દૃભશ્વઌ

઼ક્રળ્શ્નપટ્ટબક્રઃ

ત્ન

હું એના બે ભાગ પાડું છું ને તેનો અર્થ આ પ્રમાણે કરું છું : એને તજો અને ભોગવો. આનો બીજો પણ અનુવાદ છે. જો કે એનો અર્થ પણ આ જ છે : એ તમને જે આપે તે ભોગવો. એમાં પણ બે ભાગ તો પડે જ છે. પછી છેલ્લો ને સહુથી મહત્ત્વનો ભાગ આવે છે :

ૠક્રક્ર ટક્રઢ્ઢમઃ ઙ્ગેંજીસ્ર્બ્જીદ્બઌૠક્રૅ ત્ન

એનો અર્થ આ છે : કોઈના ધનનો

લોભ ના કરશો. એ પ્રાચીન ઉપનિષદના બીજા બધા મંત્રો આ પહેલા મંત્રની ટીકા છે અથવા તો એનો લંપૂર્ણ અર્થ આપવાના પ્રયત્નરૂપ છે. હું ગીતાની દૃષ્ટિએ આ મંત્ર વાંચુ છું કે આ મંત્રની દૃષ્ટિએ ગીતા વાંચું છું તો મને જણાય

છે કે ગીતા આ મંત્રના વિવરણરૂપ છે, અને એ મંત્ર સમાજવાદી તેમ જ સામ્યવાદી તત્ત્વચિંતક તેમ જ અર્થશાસ્ત્રી એ સહુની ઝંખના તૃપ્ત કરે એવો

લાગે છે. જેઓ ધર્મે હિંદુ નથી એવાઓને કહેવાની હામ કરું છું કે આ મંત્ર એમની પણ ઝંખનાને તૃપ્ત કરે એવો છે.અને જો એ સાચું હોય - હું તો માનું છું - તો આ મંત્રના અર્થથી વિસંગત કે વિરોધી એવું જે કંઈ હિંદુ ધર્મમાં હોય

તે તમારે સ્વીકારવાની જરૂર નથી. એક અદ્વિતીય ઈશ્વર, અને ભૂતમાત્રનો સ્રષ્ટા અને સ્વામી આખા વિશ્વના અણુએ અણુમાં વ્યાપી રહેલો છે, એના કરતાં વધારે સામાન્ય માણસ શું શીખવા માગે ?

એ મંત્રના બીજા ત્રણ ભાગ પહેલા ભાગમાંથી સીધી રીતે ફલિત થાય છે. ઈશ્વરે જે કંઈ સરજ્યું છે તે સર્વમાં એ વ્યાપ્ત છે એમ તમે માનો તો તમારે એમ પણ માનવું જોઈએ કે એણે આપ્યું નથી એવું કંઈ તમારાથી ભોગવી શકાય નહીં. અને એ એનાં અગણિત બાળકોનો સ્રષ્ટા છે એ જોતાં એ પણ ફલિત થાય છે કે તમે કોઈના ધનનો લોભ ન કરી શકો. તમે એની અગણિત પ્રજામાંના એક છો એમ ધરવી. એનો અર્થ એ છે કે સર્વ વસ્તુનો ત્યાગ એ માત્ર શારીરિક કે ભૌતિક ત્યાગ નથી પણ દ્વિજત્વની, નવા જન્મની નિશાની છે. એ વિચારપૂર્વક કરેલું કર્મ છે, અજ્ઞાનજનિત કર્મ નથી. એટલે એ પુનર્જન્મ છે. અને એ દેહ ધારણ કરે છે તેણે ખાવું પીવું પહેરવું તો જોઈએ જ, એટલે જે કંઈ જોઈએ તે બધું ઈશ્વરની પાસેથી યાચીને જ લેવું જોઈએ. એ બધું એને એના ત્યાગના સ્વાભાવિક ફળરૂપે મળી રહે છે. જાણે આટલું પૂરતું ન હોય તેમ એ મંત્રને અંતે આ ભવ્ય વિચાર મૂકેલો છે : કોઈના યે ધનનો લોભ ન કરશો. જે ક્ષણે તમે આ ઉપદેશોને આચારમાં મૂકો છો તે ક્ષણે તમે જગતના જ્ઞાનવાન નાગરિક બનો છો ને ભૂતમાત્ર સાથે

મૈત્રીપૂર્વક રહો છો. એ મંત્ર માણસની ઈહલોક તેમ જ પરલોકની ઊંચામાં ઊંચી આકાંક્ષાઓને તૃપ્ત કરે છે. જે માણસ ઈશ્વરને ને તેના અદ્વિતીય

અવિચળ સમ્રાટપદને માનતો નથી તેની આકાંક્ષા તો એથી તૃપ્ત નહીં જ થાય.

ત્રાવણકોરના મહારાજા પદ્મનાભદાસ અમસ્તા નથી કહેવાતા. એ એક બહુ જ ઊંચી કલ્પના છે. આપણે જાણીએ છીએ કે ઈશ્વરે પોતે દાસાનુદાસ એ પદ

ધારણ કરેલું છે. બધા જ રાજાઓ જો પોતાને ઈશ્વરના સેવક કહેવડાવે તો પોતાને સાચે નામે ઓળખાવે છે એમ કહેવાય. પણ તેઓ પ્રજાના સેવક બન્યા વિના ઈશ્વરના સેવક બની ન શકે. અને જો જમીનદારો અને ધનિકો ને માલમત્તાવાળા સર્વ માણસો પોતાને એ ધનના ટ્રસ્ટી માને ને મેં વર્ણવ્યો છે એવો ત્યાગ કરે તો આ જગત સુખી, નંદનવન સમાન બની જાય.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૩૧-૩-૧૯૩૭, પા. ૩૭૭-૮

(‘હરિપાદ’ના ભાષણમાંથી)

કાલે રાતે ક્વિલોનમાં મળેલી સભામાં હિંદુ ધર્મનો સંદેશ મેં

સમજાવેલો. તેને વિશે થોડીક મિનિટ તમારી આગળ બોલવા ઈચ્છું છું. એ સભામાં મેં કહેલું કે આખા હિંદુ ધર્મનો સાર

શ્નષ્ટઽક્રક્રશ્વબ્ઌઘ્ૅ

ના પહેલા શ્લોકમાં સમાઈ જાય છે. મેં એમ પણ કહેલું કે બીજા બધા હિંદુ ધર્મગ્રંથો બળીને ભસ્મ

થઈ જાય ને ભુલાઈ જાય, ને આ એક જ શ્લોક આપણી પાસે રહી જાય તો બાકીના ગ્રંથોના નાશથી આપણને કશી ખોટ જાય નહીં તોપણ હિંદુ ધર્મ તો આપણી પાસે રહી જ જાય. એ મંત્રની મૂળ સંસ્કૃત ભાષા સંસ્કૃત શીખનાર નાનો છોકરો પણ સમજી શકે એટલી સહેલી છે. આ ઉપનિષદ વેદની મૂળ

સંહિતાનો એક ભાગ જણાય છે એવી એની પ્રતિષ્ઠા છે. આપણે જે ઉપનિષદો જાણીએ છીએ તેમાં એ ટૂંકામાં ટૂંકું છે. પણ મેં કહ્યું છે તેમ આપણી પાસે એ ઉપનિષદનો એક પહેલો મંત્ર જ બાકી રહી જાય તો તેનાથી આપણી બધી

જ્ઞાનપિપાસા શમી રહે. એ મંત્ર મારા સદોષ ઉચ્ચારમાં બોલી બતાવું :

શ્નષ્ટઽક્રક્રક્રજીસ્ર્બ્ૠક્રઘ્ધ્ ગષ્ટ સ્ર્ઉંઅઙ્ગેંન પટક્રઅસ્ર્ક્રધ્ પટક્રભ ત્ન

ભશ્વઌ અસ્ર્દૃભશ્વઌ

઼ક્રળ્શ્નપટ્ટબક્રઃ

ૠક્રક્ર ટક્રઢ્ઢમઃ ઙ્ગેંજીસ્ર્બ્જીદ્બઌૠક્રૅ ત્ન

જેઓ જરાક પણ સંસ્કૃત જાણતા હશે તેઓ જોશે કે બીજા વૈદિક

મંત્રોમાં હોય છે એવું અઘરું કે અટપટં આમાં કશું નથી. એનો અર્થ આટલો જ છે : આ જગતમાં નાનું મોટું જે કંઈ છે તેમાં, સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુ સુધ્ધાંમાં, ઈશ્વર વ્યાપી રહેલો છે. એ સર્જક છે, રાજા છે, ઈશ એટલે રાજ્ય

કરનાર છે. જે સર્જક છે તે એના સર્જકપણાના અધિકારથી જ સ્વાભાવિક રીતે રાજા, શાસક પણ બને છે. આ મંત્રમાં મંત્રદ્રષ્ટા ઋષિએ પ્રભુને માટે

‘ઈશ’ સિવાય બીજું કશું વિશેષણ વાપર્યું નથી, ને એના શાસનમાંથી એક પણ ચીજને બાકી રાખી નથી. એ કહે છે કે આપણે જે કંઈ કરીએ છીએ તે ઈશ્વરથી વ્યાપ્ત છે. એમાંથી એ મંત્રના બીજા ભાગ સ્વાભાવિક રીતે ફલિત થાય છે. ઋષિ કહે છે, સર્વનો - આ વિશ્વમાં જે કંઈ છે તેનો, આપણી પૃથ્વીના આ ટચૂકડા ગોળાનો જ નહીં પણ સમસ્ત વિશ્વનો ત્યાગ કરો. એનો ત્યાગ કરવાનું ઋષિ આપણને એટલા માટે કહે છે કે આપણે એવા અતિઅલ્પ, સૂક્ષ્મ પરમાણુ છીએ કે આ વિશ્વમાં કંઈ આપણું છે એવા સ્વામિત્વનો ખ્યાલ રાખીએ તો એ હાંસીપાત્ર ગણાય. પછી ઋષિ કહે છે ત્યાગનો બદલો છે

઼ક્રળ્શ્નપટ્ટબક્રઃ

એટલે કે તમારે જે જોઈએ તે બધું ભોગવો પણ

‘ભોગવો’ એમાં એક અર્થ રહેલો છે - એની જગાએ જોઈએ તો વાપરો, ખાઓ, ગમે તે શબ્દ વાપરો, - એનો અર્થ એ છે કે તમારા વિકાસને માટે જે આવશ્યક હોય તેના કરતાં વધારે તમારાથી ન લેવાય. એટલે કે ભોગ કે વાપરમાં બે શરતોની મર્યાદા રાખેલી છે. એક તો એ કે ત્યાગવૃત્તિ રાખવી, અથવા તો ભાગવતકાર કહે છે તેમ

ઙ્ગેંઢ્ઢષ્ઠદ્ય્ક્રક્રષ્ટદ્ય્ક્રૠક્રજીભળ્ ગષ્ટૠક્રૅ

એ ભાવના મનમાં રાખીને ભોગવવું. જે ભાગવત ધર્મને માને છે તે સૌને રોજ પ્રાતઃકાળે પોતાનાં વિચાર, વાણી ને જીવનને માટે આવશ્યક હોય એટલાં અન્ન, વસ્ત્ર ને આશ્રમ મેળવવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. એટલે તમને ફાવે એ રીતે જુઓ

- ભોગ કે વાપર એ ત્યાગનો બદલો છે એમ માનો - આપણા જીવનને માટે, આત્માને માટે ત્યાગ એ અતિ આવશ્યક છે. અને જાણે એ મંત્રમાં આપેલી શરત અધૂરી હોય તેમ ઋષિ તરત જ એ પૂરી કરવા ઉમેરે : ‘જે કંઈ બીજાની

માલિકીનું છે તેનો લોભ નહીં કરતા.’ હવે હું તમને કહું છું કે જગતમાં કોઈ

પણ ભાગમાં મળી આવતું તત્ત્વજ્ઞાન કે ધર્મતત્ત્વ આ મંત્રમાં સમાઈ ગયેલું છે, ને એથી ઊલટું જે છે તે સર્વનો એમાં અસ્વીકાર કરેલો છે. શાસ્ત્રાર્થના જે નિયમો છે તે પ્રમાણે જે કંઈ શ્રુતિનું વિરોધી હોય - ને

શ્નષ્ટઽક્રક્રશ્વબ્ઌઘ્ૅ

એ શ્રુતિ જ છે - તેનો સર્વથા અસ્વીકાર જ કરવો રહ્યો.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૩૧-૧-૧૯૩૭, પા. ૩૭૧

(‘કોટ્ટાયમ’ના ભાષણમાંથી)

હમણાં મેં જે કેટલીક સ્ત્રીપુરુષોની વિરાટ સભાઓમાં ભાષણ આપ્યાં છે તેમાં હું જેને હિંદુ ધર્મનો અર્ક ગણું છું તે સમજાવવાનો પ્રયત્ન મેં કર્યો છે, ને મેં તેમને

શ્નષ્ટઽક્રક્રશ્વબ્ઌઘ્ૅ

નો એક અતિશય સીધો સાદો મંત્ર હિંદુ ધર્મના અર્કરૂપે બતાવ્યો છે. તમે જાણતા હશો કે જે ઉપનિષદો વેદસંહિતાના જેટલાં જ પવિત્ર મનાય છે તેમાંનું,

શ્નષ્ટઽક્રક્રશ્વબ્ઌઘ્ૅ

એ એક છે.

શ્નષ્ટઽક્રક્રશ્વબ્ઌઘ્ૅ

ના પહેલા જ

શ્લોકનો અર્થ આ પ્રમાણે છે : આ જગતની સર્વ વસ્તુઓના અણુએઅણુમાં ઈસ્વર વ્યાપી રહેલો છે. એ મંત્રમાં ઈશ્વરને સર્જક, ઈશ, વિશ્વના અધિષ્ઠાતા કહેલો છે. એ મંત્રના દ્રષ્ટા ઋષિને આ આખું જગત ઈશ્વરથી વ્યાપેલું છે એમ

કહીને સંતોષ ન થયો, એટલે તેએ આગળ જઈને કહ્યું : “ઈશ્વર સર્વવ્યાપી છે એટલે તમારી માલિકીનું કશું નથી, તમારો દેહ પણ તમારો નથી. તમારી પાસે જે કંઈ છે એનો સ્વામી તો ઈશ્વર છે. એના એ અધિકારની કોઈ ના પાડી શકે એમ નથી, કોઈ એને વિશે એની સાથે કલહ કરી શકે એમ નથી.”

એટલે જ્યારે પોતાને હિંદુ કહેવડાવનાર કોઈ માણસ દ્વિજત્વ પામે છે, અથવા ખ્રિસ્તીઓ કહે છે એમ નવે અવતાર આવે છે, ત્યારે તેણે જે જે વસ્તુને અજ્ઞાનથી પોતાની મિલ્કત કહેલી તે ભધી ઈશ્વરાર્પણ કરવી પડે છે, બધીનો ત્યાગ કરવો પડે છે. એ ઈશ્વરાર્પણ કે ત્યાગ કર્યા પછી એને કહેવામાં આવે છે કે એ અન્ન, વસ્ત્ર આશ્રય આધિની બાબતમાં ઈશ્વર એના યોગક્ષેમનું વહન કરશે, એને જે જોઈશે તે ભગવાન આપી રહેશે. એટલે જીવનની આવશ્યક વસ્તુઓ ભોગવવા કે વાપરવાની શરત એ છે કે ઈશ્વરને અર્પણ કરવી અથવા એનો ત્યાગ કરવો એને એ અરેપણ કે ત્યાગ રોજેરોજ થવાં જોઈએ, નહીં તો કદાચ આ દોડધામવાળા જગતમાં આપણે આપણા જીવનની આ સૌથી મુખ્ય

વાત વીસરી જઈએ. એ બધું કહ્યા પછી મંત્રદ્રષ્ટા ઋષિ કહે છે : “કોઈના ધનનો લોભ કરશો નહીં.” હું તમને કહેવા ઈચ્છું છું કે આ નાના સરખા

મંત્રમાં જે સત્ય સમાયેલું છે તે પ્રત્યેક મનુષ્યની ઈહલોકની તેમ જ પરલોકની ઊંચામાં ઊંચી સર્વ આકાંક્ષાઓને તૃપ્ત કરે એવું છે. જગતના ધર્મગ્રંથોનું જે અલ્પ વાચન મેં કર્યું છે - હું કબૂલ કરું છું કે એ વાચન અતિ અલ્પ છે -

તે બધા તરફ પાછું વાળીને નજર નાખતાં મને લાગે છે કે સર્વ ધર્મગ્રંથોમાં જે કંઈ સારું છે તે બધું આ મંત્રમાંથી જ ઉદ્‌ભવેલું છે. સમસ્ત વિશ્વનું બંધુત્વ

- મનુષ્યમાત્રનું જ નહીં, પણ જગતના જીવમાત્રનું બંધુત્વ - જોવું હોય તો તે મને આ મંત્રમાં જડે છે. સર્વેસર પ્રભુ - બીજાં ગમે તેટલાં વિશેષણો ઉમેરો

- વિશેની અચળ શ્રદ્ધા જોઈએ તો તે મને આ મંત્રમાં મળે છે. સર્વભાવે ઈશ્વરને શરણ જવાની ને ઈશ્વર મારા યોગક્ષેમનું વહન કરશે એવી આસ્થા જોવી હોય તો તે પણ હું કહું છું કે મને આ મંત્રમા જડે છે. એ આપણા ને તમારા સૌની રગેરગમાં, અણુએઅણુમાં, પ્રતયેક શ્વાસોચ્છ્‌વાસમાં વ્યાપેલો છે, એટલે એમાંથી હું જગતના સર્વ જીવોની સમાનતાનો સિદ્ધાંત તારવું છું, અને એનાથી સર્વ તાત્ત્વિક સામ્યવાદીઓની ઝંખનાઓની તૃપ્તિ થવી જોઈએ. આ

મંત્ર મને કહે છે કે જે વસ્તુ ઈશ્વરની માલિકીની છે તેને હું મારી ન ગણી શકું, ને જો મારું જીવન તે આ મંત્ર વિશે આસ્થા રાખનાર સહુનું જીવન સંપૂર્ણ ઈશ્વરાર્પણપૂર્વક ચલાવવાનું હોય તો એમાંથી એ ફલિત થાય જ છે કે એ જીવન સેવામય - આપણાં ભાંડુરૂપ જીવોની સેવાથી ભરાઈ ગયેલું - હોવું જોઈએ. આ મારી શ્રદ્ધા છે ને જેઓ પોતાને હિંદુ કહેવડાવે છે તે સૌની એ

શ્રદ્ધા હોવી જોઈએ.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૩૧-૧-૧૯૩૭, પા. ૩૭૩

૧૧. થોડામાં ઘણું

“મંદિરોમાં હરિજનોને પ્રવેશ કરવાની છૂટ આપતા ત્રાવણકોરના ઢંઢેરાને અંગેના શ્રી મહાદેવ દેસાઈના પુસ્તકમાં, ત્રાવણકરમાં અનેક સ્થળોએ આપે કરેલાં પ્રવચનો મેં વાંચ્યાં. એમાં

શ્નષ્ટઽક્રક્રશ્વબ્ઌઘ્ૅ

વિશે બોલતાં આપે કહ્યું છે કે, બાકીનાં બધાં હિંદુ ધર્મશાસ્ત્રો નાશ પામત અને માત્ર

શ્નષ્ટઽક્રક્રશ્વબ્ઌઘ્ૅ

નો પહેલો

શ્લોક રહી જાત, તો એ એક જ શ્લો ક ધર્મને નિર્મૂળ થતો અટકાવત. આપને કદાચ ખબર હશે કે, એ શ્લોક ગુરુદેવના પિતા દેવેન્દ્રનાથ ટાગોરના જીવનમાં પરિવર્તન કરનાર નીવડ્યો હતો. તેમના પિતા ગુજરી ગયા ત્યારે તેમના કુટુંબની જમીનજાગીર પર કરજનો ભારે બોજો હતો. દેવેન્દ્રનાથ એ વખતે યુવાન હતા અને આ બોજાને કારણે બહુ મૂંઢાઈ ગયા હતા, ને ઉદાસ થઈ

ગયા હતા. એક દિવસ તે આમ શોકમગ્ન થઈને બેઠા હતા, ત્યારે એક છાપેલા કાગળનો ટુકડો પવનથી ઊડીને તેમની પાસે આવી પડ્યો. દેવેન્દ્રનાથે કાગળ ઉપાડી લીધો. તેમાં સંસ્કૃત લખાણ હતું. દેવેન્દ્રનાથ તે વખતે સંસ્કૃત શીખ્યા નહોતા. એ કાગળ તેમણે કટુંબના પંડિતને આપ્યો અને તે પોતાને વાંછી સંભળાવવા કહ્યું. એ

શ્નષ્ટઽક્રક્રશ્વબ્ઌઘ્ૅ

નો પહેલો શ્લોક હતો. મહર્ષિ પોતાની આત્મકથામાં કહે છે કે, એ શ્લોકે મારા આત્મામાં અમૃતનું સિંચન કર્યું.”

“ત્યાગ કરીને ઉપભોગ કરવાની વાતે મને ઘણા વખત સુધી વિમાસણમાં નાખી દીધો. એક દિવસે (ખરું કહેતાં રાત્રે) મને એકાએક સૂઝી આવ્યું કે, આ તો રોજના અનુભવની વાત છે. જેને માટે આપણને પ્રેમ હોય

એવી કોઈ વ્ય્કિત યા ધ્યેયને ખાતર કોઈ કીંમતી વસ્તુનો ત્યાગ કરવા કરતાં વધારે આનંદજનક બીજું શું હોઈ શકે ?”

શ્રી કે. નટરાજનનો ઉપર મુજબનો પત્ર મને ત્રણેક માસ પર મળ્યો હતો. ઘણા વખત પહેલાં

દ્યબ્થ્પઌ

માં એની ચર્ચા કરવા ધારતો હતો, પણ એ વાત હું આજ સુધી હાથ પર ન લઈ શક્યો. પરંતુ વિલંબ થયો તેનો કશો વાંધો નથી, કારણ કે, એ પત્રમાંની વસ્તુ કદીયે જૂની થાય તેવી નથી. વ્યાકરણના કશાયે

જ્ઞાન વિના એ શ્લોકનો જે અર્થ ઘટાવ્યો છે, તે પ્રમાણે જીવન ગાળવા માટે

મારાથી બનતો બધો પ્રયાસ હું કરું છું. મારું વાચન બહુ જૂજ હોવાથી મહર્ષિ દેવેન્દ્રનાથજીના જીવનમાંથી શ્રી નટરાજને ટાંકેલા દાખલાની મને કશી ખબર નહોતી. સાચો હિંદુ ધર્મ અથવા મારા મત પ્રમાણે સાચો ધર્મ એટલે શું, એ

શ્નષ્ટઽક્રક્રશ્વબ્ઌઘ્ૅ

નો આ શ્લોક દર્શાવે છે, એવી મારી માન્યતા આ દાખલાથી દૃઢ થાય

છે. સવારની પ્રાર્થનામાં ગીતાના અઢાર અધ્યાયોનું પારાયણ એક અઠવાડિયામાં પૂરું કરવામાં આવે છે અને આજે કેટલાંયે વરસોથી દર અઠવાડિયે એમ તતું આવે છે. ગીતા, ઈશોપનિષદના પહેલા શ્લોક ઉપરનું ભાષ્ય છે. કહેતાં મને કાંઈક વસવસો રહે છે પણ મારે કહેવું જોઈએ કે, શ્રી નટરાજનને એ શ્લોકનો અર્થસૂઝ્‌યો છે, તે મને માત્ર અંશતઃ સાચો લાગે છે. મારી સમજ પ્રમાણે, એમનો અર્થ તો જરીપુરાણો થઈ ગયેલો આપભોગનો સિદ્ધાંત છે, એ બેશક સર્વસામાન્ય અનુભવ છે. એનો એક જ દાખલો લો.પોતાનાં બાળકોને માટે ઘણી

માતાઓ સર્વસ્વનો ભોગ આપે છે. પરંતુ અહીં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે મંત્ર એ પ્રથાનું સમર્થન કરવાને માટે રચાયો નથી. જે વખતે એ મંત્ર આપણને પ્રાપ્ત થયો, તે પ્રાચીન કાળમાં પણ એ પ્રથા સારી પેઠે પ્રચલિત હતી.

એ શ્લોકને જીવનમાં ઉતારવો એટલે બાઈબલના નવા કરારમાં વર્ણવ્યા પ્રમાણેનું નવું જીવન અથવા હિંદુ ધર્મમાં જેનો ઉપદેશ કરવામાં આવ્યો છે, તે બ્રહ્મસમર્પણ. એટલે મારી સમજ પ્રમાણે તો એ શ્લોકનો એક જ અર્થ છે. તે એ કે, અહીં તમે જે કંઈ તમારું ગણો છો, તે ઈશ્વરનું છે અને ઈશ્વર પાસેથી તમને

મળ્યું છે, એમ સ્વીકારો અને જીવવા માટે જે કંઈ ખરેખર જરૂરી હોય તેટલું તેમાંથી લો. બીજી રીતે કહીએ, તો ગીતાની ભાષામાં એ પરમ અનાસક્તિનો સિદ્ધાંત શીખવે છે, તો જ જીવન જીવવા જેવું બને છે.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૨૩-૬-૧૯૪૬, પા. ૨૦૧

૧૨. મારો દાવો

(નોંધમાં આવતા ‘મૈત્રીભરી ચર્ચા સદા આવકાર્ય’માંથી) હું સંસ્કૃતનો પંડિત નથી, પણ મને આપવામાં આવેલા અનુવાદોમાં રહેલી ભૂલો જોઈ શકું એટલું મને આવડે છે. મેં મને સંતોષ થાય એ રીતે શાસ્ત્રો વાંચ્યાં છે એવો મારો દાવો છે, અને જુવાનીથી

માંડીને આજ સુધીના શાસ્ત્રોના પાયાના ઉપદેશોને આચારમાં ઉતારવાનો

પ્રયત્ન કરતો આવ્યો છું, એવો પણ મારો દાવો છે. આથી હિંદુ ધર્મના કેટલાક સિદ્ધાંતો વિશે હું જે નિર્ણયો કરતો આવ્યો છું તે પૂરા આત્મવિશ્વાસપૂર્વક લોકો સમક્ષ મૂકતાં મને સંકોચ થતો નથી.

દ્યબ્થ્પઌ

, ૧૨-૧-૧૯૩૪, પા. ૩

૧૩. હું હિંદુ શા માટે છું ?

પોતાને હિંદુસ્તાનમાં આજીવન મિત્ર તરીકે ઓળખાવનાર એક અમેરિકન બહેન લખે છે :

“હિંદુ ધર્મ પૂર્વેના મહાન ધર્મોમાંનો એક છે. આપે હિંદુ ધર્મ અને ખ્રિસ્તી ધર્મનો અભ્યાસ કર્યો છે અને તેને પરિણામે આપે હિંદુ હોવાનું જાહેર કર્યું છે. આપ આપની આ પસંદગીનાં કારણો અમને જણાવવાની મહેરબાની કરશો ? હિંદુઓ અને ખ્રિસ્તીઓ બંને એમ માને છે કે ઈશ્વરને ઓળખવા અને શુદ્ધ ભાવે તથા સત્યનિષ્ઠાએ તેની ઉપાસના કરવી, એ જ મનુષ્યનું પ્રધાન કર્તવ્ય છે. અમેરિકાના ખ્રિસ્તીઓએ, ઈશુને પરમાત્માનું વ્યક્ત રૂપ માનીને, તેને વિશે હિંદુસ્તાનના લોકોને કહેવા માટે પોતાનાં હજારો પુત્રપુત્રીઓને

હિંદુસ્તાન મોકલ્યાં છે. તેના બદલામાં આપ હિંદુ ધર્મ વિશેનું આપનું નિરૂપણ અમને ન જણાવો, અને હિંદુ ધર્મ તથા ઈશુના ઉપદેશની પરસ્પર તુલના ન કરો ? આને માટે હું તમારો ઘણો આભાર માનીશ.”

મેં કેટલીયે મિશનરીઓની સભાઓમાં અંગ્રેજ અને અમેરિકન પાદરીઓને કહેવાની હિંમત ધરી છે કે ઈશુ વિશે હિંદુસ્તાનને તેમણે

“કહેવાનું” મોકૂફ રાખ્યું હોત, અને તેના ગિરિપ્રવચનને જ માત્ર પોચતાના જીવનમાં આચરી બતાવ્યું હોત, તો હિંદુસ્તાન તેમને વિશે કશી શંકા ન રાખત, દેશીઓ વચ્ચેના તેમના જીવનની કદર કરતા અને તેમની હાજરીનો સીધો લાભ મેળવત. આવો મારો અભિપ્રાય હોવાથી હું અમેરિકન મિત્રોને

હિંદુ ધર્મ વિશે “બદલા” માં કંઈ પણ કહી શકું એમ નથી. લોકો બીજાને પોતાના ધર્મ વિશે, ખાસ કરીને ધર્માંતર કરાવવાના ઉદ્દેશથી કહે એમાં હું

માનતો નથી. ધર્મ કહ્યો જતો નથી. ધર્મ તો આચરવો જોઈએ. અને ત્યારે જ તેનો સ્વયંપ્રચાર થાય છે. મારા પોતાના જીવનમાં હિંદુ ધર્મનું રહસ્ય સ્ફુટ થાય

તે વિના બીજી એ રીત એ રહસ્ય સમજાવવાને હું યોગ્ય નથી. અને જો હું

લખીને હિંદુ ધર્મનું રહસ્ય ન જણાવું તો ખ્રિસ્તી ધર્મ સાથે તેની સરખામણી પણ ન કરું. એટલે ટૂંકમાં હું હિંદુ શા માટે છું એ જ જણાવી દઉં.

કુળની અસરમાં હું માનું છું એ’લે હિંદુ કુટુંબમાં જન્મ ધરીને હું

હિંદુ રહ્યો છું. મારા નીતિવિચારથી અથવા મારા આત્મવિકાસથી કંઈ પણ વિરુદ્ધ વસ્તુ હિંદુ ધર્મમાં મેં જોઈ હોત તો મેં એનો ત્યાગ કર્યો હોત. પણ પરીક્ષા કરવાથી લાગ્યું છે કે મારી જાણના બધા ધર્મોમાં હિંદુ ધર્મ સૌથી વધુ સહિષ્ણુ છે. હિંદુ ધર્મ એના અનુયાયીઓએ માનવા જ જોઈએ એવા સિદ્ધાંતોની જાળથી મુક્ત છે. આ મને બહુ ગમે છે. કારણ તેથી હિંદુ ધર્મીને આત્મોન્નતિનો વિશાળમાં વિશાળ અવકાશ રહે છે. હિંદુ ધર્મ સાંકડો નથી તેને લીધે હિંદુઓ બીજા ધર્મોને માન આપી શકે છે, એટલું જ નહીં

પણ બીજા ધર્મોમાં સાર હોય તે ગ્રહણ પણ કરી શકે છે. અહિંસા ધર્મમાત્રને સામાન્ય છે. પણ હિંદુ ધર્મમાં એ સિદ્ધાંતની ખિલવણી તથા

પ્રયોગ બધાથી વિશેષ છે. (જૈન ધર્મ તથા બૌદ્ધ ધર્મને હું હિંદુ ધર્મથી નોખા નથી ગણતો) કેવળ મનુષ્યમાત્ર જ નહીં પણ જીવમાત્ર એક જ છે એમ હિંદુ ધર્મ માને છે. મારા મત પ્રમાણે હિંદુ ધર્મના ગોરક્ષાના સિદ્ધાંતે દયાધર્મના વિકાસમાં અપૂર્વ ફાળો આપ્યો છે. ગોરક્ષા એટલે જીવમાત્રની એકતા અને પવિત્રતાના સિદ્ધાંતનો વ્યાવહારિક પ્રયોગ. પુનર્જન્મનો મહાન સિદ્ધાંત

ષ્ઙ્ગેંૠક્રશ્વક્રબ્દ્બભટ્ટસ્ર્ૠક્ર

ના સિદ્ધાંતના ફળરૂપ છે. છેવટે વર્ણાશ્રમ ધર્મ સત્યની નિરંતર શોધનું ભવ્ય પરિણામ છે. આ સ્થળે ઉપર દર્શાવેલી વસ્તુઓની વ્યાખ્યાઓથી હું લેખને લંબાવતો નથી. પણ એટલું કહી દઉં કે ગોરક્ષા તથા વર્ણાશ્રમ વિશે આજના જે ખ્યાલ છે તે મારે મતે મૂળ વસ્તુની વિડંબના જ છે. ગોરક્ષા તથા વર્ણાશ્રમ વિશે મેં જૂના અંકોમાં વ્યાખ્યા કરી છે. તે જિજ્ઞાસુએ જોઈ લેવી. વર્ણાશ્રમ વિશે તરતમાં લખવાની હું આશા રાખું છું.

હિંદુ ધર્મનાં જે વિશિષ્ટ લક્ષણોને લઈ હું હિંદુ ધર્મ પાળું છું એ લક્ષણોની અત્યંત ટૂંકી રૂપરેખા જ મેં આ સ્થળે આપી છે.

ઌપટ્ટઌ

, ૩૦-૧૦-૧૯૨૭, પા. ૮૪

૧૪. હિંદુત્વની મારી ફરજ

(‘ગોરક્ષા’માંથી)

હું સનાતની હિન્દુ હોવાનો દાવો કરું છું. ઘણા બાઈઓને હસવું આવતું હશે કે મુસલમાનોમાં હરનારો-ફરનારો, બાઈબલની વાતો કરનારો, અંગ્રેજોની સાથે પાણી પીનારો, મુસલમાનોની બનાવેલી રોટી ખાનારો, અત્યંજની છોકરી ખોળે લેનારો જે હું તેવાને સનાતની હિંદુ કહેવો એ ભાષા ઉપર અત્યાચાર કર્યો કહેવાય. છતાં હું પોતાને સનાતની મનાવવાનો દાવો કરું છું, અને મને વિશ્વાસ છે કે એક સમય એવો એવશે કે જ્યારે મારા

મૃત્યુ પછી ગાંધી સનાતની હતો એમ સૌ કબૂલ કરશે. કારણ કે ગોરક્ષા મને બહુ પ્રિય છે. ઘણા વખત ઉપર ‘હિંદુત્વ’ ઉપર મેં

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

માં લેખ લખ્યો હતો, તે મારો અતિશય વિચારપૂર્વક લખેલો લેખ છે. તેમાં હિંદુત્વનાં

લક્ષણનો વિચાર કરતાં વેદાદિને માનવા, પુનર્જન્મમાં માનવું, ગીતા-ગાયત્રી આદિ માનવાં, એ લક્ષણ ગણાવ્યાં છતાં સામાન્ય હિંદુને માટે તો ગોરક્ષા વિશે પ્રીતિ એ જ લક્ષણ મેં ઠરાવેલું. કોઈ પૂછશે કે ૧૦,૦૦૦ વર્ષ ઉપર

હિંદુઓ શું કરતા હતા ? મોટા વિદ્વાનો અને પંડિતો બતાવે છે કે વેદાદિ

ગ્રંથોમાં ગોમેઘની વાત છે. છઠ્ઠા ધોરણમાં ભણતાં સંસ્કૃત પાઠમાળામાં

ઠ્ઠશ્વષ્ટ ખ્ક્રત્ક્રક્રિદ્ય્ક્રક્રઃ ટક્રક્રધ્ ૠક્રક્રધ્ગ ઼ક્રદ્રક્રસ્ર્ક્રૠક્રક્રગળ્ઃ

એ વાક્ય વાંચેલું, અને મેં મનને પૂછ્યું,“આ સાચું હશે ?” એવાં વાક્યો છતાં હું માનતો આવ્યો છું કે વેદમાં એવી વાત

લખી હોય તોતેનો અર્થ કદાચ આપણે કરીએ છીએ એ ન થતો હોય. બીજો પણ સંભવ છે. મારા અર્થ પ્રમાણે અથવા મારા આત્માની પ્રતીતિ પ્રમાણે

- અને મને પાંડિત્ય કે શાસ્ત્રીય જ્ઞાન આધારરૂપ નથી પણ આત્માની પ્રતીતિ જ આધારરૂપ છે - ઉપર ટાંકેલાં વચનો જેવાં વચનોનો બીજો અર્થ ન હોય

તો એવું હોવું જોઈએ કે તે જ બ્રાહ્મણો ગોભક્ષણ કરતા હતા કે જેઓ ગાયને

મારીને પાછા ગાય સર્જી શકતા હતા. પણ આવા વાદવિવાદની સાથે હિંદુ જનતાને કશો સંબંધ નથી. મેં વેદાદિનો અભ્યાસ નથી કર્યો, ઘણા સંસ્કૃત ગ્રંથોના અનુવાદથી જ જાણું છું. એટલે મારા જેવા પ્રાકૃત માણસ આવા વિષયમાં શું વાત કરે ? પણ મને આત્મવિશ્વાસ છે, અનેે તેથી મારા અનુભવની વાત હું બધે કર્યા કરું છું. ગોરક્ષાનો અર્થ શોધવા જઈશું તો કદાચ ક્યાંય આપણને એક જ અર્થ નહીં મળે, કારણ આપણા ધર્મમાં કલમા જેવું સર્વસામાન્ય અને એક જ એવું કંઈ નથી, અને પેગંબરે નથી. આથી કદાચ આપણે ધર્મ સમજવામાં મુશ્કેલી આવતી હોય છતાં તેમાં સહેલાઈ પણ થાય છે, કારણ અનેક વસ્તુ હિંદુ જનતામાં સ્વાભ્વિક રીતે જ પ્રવેશ કરી ગયેલી છે. બાળક પણ સમજે છે કે ગાયની રક્ષા કરવી જોઈએ. ગોરક્ષા ન કરીએ ત્યાં સુધી આપમે હિંદુ શેના ?

ઌપટ્ટઌ

, ૨૫-૦૧-૧૯૨૫, પા. ૧૬૧

૧૫. સનાતન હિંદુ ધર્મનો હું કેવો અર્થ કરું છું (મૂળ ‘હિંદુ ધર્મ’ના મથાળા હેઠળના લેખમાંથી)

હું હમેશાં જ મને પોતાને સનાતની હિંદુ તરીકે ઓળખાવું છું. મારી

મદ્રાસની મુસાફરી દરમિયાન અસ્પૃશ્યતાના પ્રશ્નની ચર્ચા કરતાં તો મેં મારો દાવો હંમેશના કરતાં વધારે ભારપૂર્વક રજૂ કર્યો છે. અને છતાંયે હિંદુ ધર્મને નામે થનારી એવી કેટલી ક બાબતો છે જે મને માન્ય નથી. જો હું સાચો સનાતની ન હોઉં તો પોતાના સનાતની અગર એવા જ બીજા નામથી ઓળખાવવાની મને ઈચ્છા નથી. તેમ એક મોટા ધર્મના નામનો આશ્રય લઈને તેમાં છૂપી રીતે કશો સુધારો કે બગાડો દાખલ કરવાની પણ મારી અલબત્ત ઈચ્છા નથી. તેથી મારો એ ધર્મ થઈ પડ્યો છે કે સનાતન હિંદુ ધર્મનો હું કેવો અર્થ કરું છું તે મારે એક વાર સ્પષ્ટપણે ચોખ્ખું કરી દેવું. ‘સનાતન’ શબ્દ

હું એના સ્વાભાવિક અર્થમાં જ હમેશાં વાપરું છું.

હું મને પોતાને સનાતની હિંદુ કહેવડાવું છું કારણ કે : ૧. હું વેદોને, ઉપનિષદોને, પુરાણોને અને જે બધા ગ્રંથો હિંદુ ધર્મશાસ્ત્રોના નામે ઓળખાય છે તેને માનું છું અને તેથી અવતારોને અને પુનર્જન્મને પણ માનું છું.

૨. હું વર્ણાશ્રમ ધર્મને મને લાગે છે કે એના મૂળ વૈદિક અર્થમાં

માનું છું; એના આજના લૌકિક અને અણઘડ અર્થમાં નહીં.

૩. હું ગોરક્ષાને તેના આજના લૌકિક અર્થ કરતાં વધારે વિશાળ

અર્થમાં માનું છું.

૪. મૂતિપૂજાને વિશે મારી અનાસ્થા નથી.

વાચક જોશે કે વેદો તેમ જ બીજાં શાસ્ત્રોનો ઉલ્લેખ કરતાં તેમને મેં

અપૌરુપેય અગર ઈશ્વરપ્રણીત કહ્યાં નથી. કારણ એકલા વેદ જ અપૌરુપેય

કે ઈશ્વરપ્રણીત હોય એમ હું માની શકતો નથી. હું તો બાઈબલ, કુરાન અને ઝંદઅવસ્તાને પણ વેદના જેટલા જ ઈશ્વરપ્રેરિત સમજું છું. આ ધર્મગ્રંથોનું મને કશું પ્રત્યક્ષ જ્ઞાન છે એવો મારો દાવો નથી. છતાં જે

મુદ્દાનાંસત્યો ધર્મશાસ્ત્રમાં ઉપદેશે છે તે હું અંતરથી ઓળખું છું અને

લાગણીથી સમજું છું એવો અલબત્ત મારો દાવો છે. શાસ્ત્રના મારી બુદ્ધિને કે નૈતિક દૃષ્ટિને અળખામણા લાગે એવા કોઈ પણ અર્થથી - પછી ચાહે તેટલા વિદ્વતાપૂર્ણ કાં ન હોય - બંધાવાની હું ના પાડું છું. અત્યારના શંકરાચાર્યો અગર શાસ્ત્રીઓ પોતે હિંદુ ધર્મશાસ્ત્રોનો જે અર્થ કરી બતાવે છે તે જ એક સાચો છે એવો દાવો તેઓ કરતા હોય તો હું તેનો વધારેમાં વધારે આગ્રહપૂર્વક નિષેધ કરું છું. ઊલટું હું એમ માનં છું કે આ ધર્મગ્રંથોનું આપણું અત્યારનું જ્ઞાન છેક જ અસ્તવ્યસ્ત છે. જેણે અહિંસા, સત્ય અને બ્રહ્મચર્યમાં પૂર્ણતા પ્રાપ્ત નથી કરી અને જેણે સર્વ પ્રકારની માલેકી અને ધનવૈભવનો ત્યાગ નથી કર્યો, તેવો કોઈપણ મનુષ્ય શાસ્ત્રોને ખરેખરાં સમજી

ન જ શકે. એ ધર્મસૂત્રમાં મારી સંપૂર્ણ શ્રદ્ધા છે. હું ગુરુની પ્રથાને માનું છું, પણ સાથે સાથે એ પણ જોઉં છું કે અત્યારે લાખો મનુષ્યોએ ગુરુ વગર જ પોતાની જીવનયાત્રા પૂરી કરવી રહી છે. કારણ સંપૂર્ણ જ્ઞાન સાથે તેટલા જ સંપૂર્ણ સદાચારનો સંગમ આ કાળમાં સાંપડવો દુર્લભ છે.

પણ આથી પોતાના ધર્મમાં રહેલું સત્ય કદી પણ જાણવાની બાબતમાં

માણસે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કારણ બધા મહાન ધર્મોની પેઠે જ હિંદુ ધર્મના પણ પાયાના સિદ્ધાંતો સનાતન હોઈ સહેજે સમજાય તેવા છે.

દરેક હિંદુ ઈશ્વરને માને છે, તે

ષ્દૃૠક્રશ્વક્રબ્દ્બભટ્ટસ્ર્ૠક્રૅ

છે એમ માને છે; પુનર્જન્મને અને મોક્ષને માને છે પણ જે ખાસ વસ્તુ હિંદુ ધર્મને બીજા ધર્મોથી નોખો પાડે છે તે તેની ગોરક્ષા અને વર્ણાશ્રમ ધર્મ છે.

વર્ણાશ્રમ તો મને લાગે છે કે મનુષ્યસ્વભાવમાં જ રહેલી વસ્તુ છે.

હિંદુ ધર્મે શાસ્ત્રીય ઢબે તેનો વિચાર કરી શાસ્ત્રની પૂર્ણતાએ પહોંચાડેલ છે એટલું જ. એ જન્મથી જ પ્રાપ્ત થનારી વસ્તુ છે. માણસ સ્વેચ્છાએ પોતાનો વર્ણ બદલી શકતો નથી. પોતાનો વર્ણાશ્રમ ન પાળવો એ પરંપરાને તોડવા સમાન છે. પણ વર્ણાશ્રમના તત્ત્વને લઈને એક વર્ણની અસંખ્ય નાતો અને પેટા ન્યાતો કરી મૂકનારે આ સિદ્ધાંતની જોડે અણઘટતી છૂટ લઈ તેની વિડંબના જ કરી છે. ચાર વર્ણ સમાજના બધાં પ્રયોજનને માટે તદ્દન પૂરતા છે.

વર્ણાંતર રોટી કે બેટી વહેવારથી માણસનો જન્મથી મળેલ દરજ્જો કે અધિકાર નષ્ટ થવો જ જોઈએ એમ હું નથી માનતો. ચાતુર્વર્ણ્યે માણસને તેના વ્યવસાય નક્કી કરી આપ્યા છે. તે મનુષ્યના સામાજિક વહેવારની

મર્યાદા બાંધતો કે નિયમન કરતો નથી. ચાતુર્વર્ણ્યે માણસના ધર્મો દોરી દીધા છે; તેને જુદા જુદા ચડિયાતા કે ઊતરતા હકો બક્ષ્યા નથી. મને લાગે છે કે

હિંદુ ધર્મની પ્રકૃતિથી જ એ વિરુદ્ધ છે કે પોતાનામાં ઊંચા કે બીજાનામાં નીચા દરજ્જાનું આરોપણ કરવું. હિંદુ દૃષ્ટિએ તો સર્વ જ વર્ગ ઈશ્વરની સૃષ્ટિને સેવવા જન્મેલા છે. બ્રાહ્મણ પોતાના જ્ઞાનથી, ક્ષત્રિય પોતાની રક્ષણશક્તિથી, વૈશ્ય તેના વાણિજ્યબળથી અને શૂદ્ર તેના શરીરયજ્ઞથી. આનો અર્થ એમ

નથી કે બ્રાહ્મણ શરીરયજ્ઞ કરવાના ધર્મથી અગર તો પોતાનું અને બીજાનું રક્ષણ કરવાના ધર્મથી છૂટો છે. અર્થ એટલો જ છે કે બ્રાહ્મણ એના જન્મ વડે કરીને પ્રધાનપણે ૫ાની છે અને પરંપરાગત સંસ્કાર દ્વારા તેમ જ કેળવણી દ્વારા જ્ઞાન બીજાને આપવાને સૌથી વધુ લાયક છે. તેમ એનો અર્થ એમ પણ નથી કે શૂદ્રને તે જેટલું ઈચ્છે તેટલું જ્ઞાન સંપાદન કરવાનો અધિકાર નથી.

માત્ર તેતેના શરીરયજ્ઞ દ્વારા જ સૌથી વધુ સારી સેવા બજાવી શકશે અને તેથી તેણે બીજાઓની તેમનામાંના સેવાને લાયકના ખાસ ગુણોની અસૂયા ન ધરવી ઘટે. પણ જે બ્રાહ્મણ પોતાના જ્ઞાનધનનો ગર્વ ધરીને પોતાને બીજાના કરતાં ચડિયાતો ગણાવવા માગે છે તે નીચો પડે છે અને અજ્ઞાની છે.

આ જ ન્યાય પોતાના ખાસ સંસ્કારોનું અભિમાન કરી તેને અંગે ખાસ હકો ભોગવવા માગનારા હરકોઈ બીજાઓને પણ લાગુ છે. વર્ણાશ્રમ

ધર્મ એ સંયમ ઉપર, શક્તિસંયમ ઉપર અને તેની ઝીણવટભર્યા ઉપભોગ ઉપર રચાયેલો છે, સ્વચ્છંદ ઉપર નહીં.

આમ જોકે વર્ણાશ્રમને વર્ણાંતર રોટી કે બેટી વહેવારથી ધક્કો નથી પહોંચતો, છતાં હિંદુ ધર્મ જુદા જુદા વર્ણો વચ્ચેના રોટી અગર બેટીવહેવાર

પ્રત્યે આગ્રહપૂર્વક અરુચિ દર્શાવે છે. હિંદુ ધર્મ સંયમની પરિસીમાએ પહોંચી શક્યો છે. આત્માનો મોક્ષ સાધવાને ખાતર દેહનું દમન કરવા કહેનારો એ ધર્મ છે. આમ હિંદુ ધર્મમાં બાપે પોતાના દીકરાની જોડે બેસીને ખાવું જ જોઈએ એવો વિધિ નથી. એક મર્યાદિત વર્ગમાંથી જ પોતાના ઘરને માટે કન્યા પસંદ કરવાનો વિધિ પણ ભારે સંયમ સિવાય બીજું શું સૂચવે છે ? વળી વિવાહિત સ્થિતિને પણ હિંદુ ધર્મ મોક્ષને સારું કંઈ

અનિવાર્ય ગણતો નથી. હિંદુની દૃષ્ટિએ તો જન્મ જેમ આત્માનું પતન છે તેમ લગ્ન પણ પતન જ છે. મોક્ષ એટલે જેમ જન્મબંધનથી મુક્તિ તેમ

મરણના બંધનથી પણ મુક્તિ. આત્માના ત્વરિત વિકાસને માટે વર્ણાંતર રોટી કે બેટીવહેવારનો નિષેધ જરૂરી વસ્તુ છે. પણ આવો સંયમ એ કંઈ

વર્ણની કસોટી કે લક્ષણ નથી. બ્રાહ્મણ પોતાના શૂદ્ર ભાઈની જોડે બેસીને ખાય છતાં જ્યાં સુધી તેણે જ્ઞાનદાન કરવાનો પોતાનો સ્વધર્મ મૂક્યો નથી ત્યાં સુધી તે બ્રાહ્મણ મટતો નથી. આ બધા ઉપરથી એટલું ફલિત થાય છે કે રોટી કે બેટીવહેવારને લગતા સંયમ કે મર્યાદાધર્મો વર્ણોની ઉચ્ચતા કે નીચતાના ખ્યાલ ઉપર રચાયા નથી. જે હિંદુ એવી કશી ઉચ્ચતા કે નીચતાના ખ્યાલને કારણે બીજાની જોડે જમવાની ના પાડે છે તે હિંદુ ધર્મને ખોટા રૂપમાં રજૂ કરે છે.

* * *

દુર્ભાગ્યે આજકાલ હિંદુ ધર્મ માત્ર ખાવા અને અભડાવાની ચર્ચામાં જ આવી રહેલો જોવામાં આવે છે. એક વાર એક ધર્મશીલ હિંદુ ભાઈ સમક્ષ મેં

મુસલમાનના ઘરમાં બેઠા ડબલ રોટી ખાવાનું સાહસ કરી તેમને થથરાવી

મૂક્યા હતા. મેં જોયું કે એક મુસલમાન મિત્રે આણી આપેલા પ્યાલામાં મને દૂધ રેડી લેતો જોઈને તેમને ભારે દુઃખ થયું. પણ જ્યારે તેમણે મને એ

મુસલમાન મિત્રના હાથની ડબલ રોટી લેતો જોયો ત્યારે તો તેમની વ્યથાનો પાર જ રહ્યો નહીં ! મને ભય છે કે શું કાવું અને કોની જોડે ખાવું એની ઝીણામાં ઝીણા વિધિનિષેધ નક્કી કરવા પાછળ જ જો હિંદુ ધર્મ પોતાનું બધું બળ રોકશે તો તે થોડા જ વખતમાં ખરી વસ્તુને ખોઈ બેસશે. માદક પદાર્થો અથવા ખોરાકોના સેવનથી દૂર રહેવું અગર તો માંસાહાર ન કરવો એ આત્માના વિકાસની દિશાએ ભારે મદદકર્તા છે એ સાવ સાચું, પણ તેથી તો એક જ વસ્તુ કંઈ ધર્મનું સારસર્વસ્વ નથી. હરકોઈની જોડે બેસીને ખાનારા ને

માંસાહાર કરનારા અને છતાં ઈશ્વરથી ડરનારા અનેક માણસો માંસાહારથી અને બીજી વસ્તુઓથી ભારે ચુસ્તતાપૂર્વક દૂર રહેનાર અને છતાંયે પોતાના

પ્રત્યેક કાર્યથી ઈશ્વરને અપમાન પહોંચાડનારા માણસના કરતાં મોક્ષદશાની વધુ જ નજીક છે.

આ બધુ ંછતાં હિંદુ ધર્મની પ્રધાન વસ્તુ જ નિરાળી છે. તે ગૌરક્ષા.

ગોરક્ષા એ મનુષ્યના આખા વિકાસક્રમમાં

ભાસી છે. ગાનો અર્થહું માણસની નીચેની આખી મૂંગી દુનિયા આવો કરું છું.

ગાયને બહાને એ તત્ત્વ દ્વારા માણસને

આત્મીયતાનો અનુભવ કરાવવાનો એમાં પ્રયત્ન છે. આવો દેવભાવ ગાયને જ કેમ આપવામાં આવ્યો હશે એ પણ

જ હિંદુસ્તાનમાં માણસનો સૌથી સાચટો સાથી - સૌથી મોટો આધાર હતી.

એ જ એક હિંદુસ્તાનમાં કામધેનુ હતી. તે માત્ર દૂધ જ આપનારી નહોતી.

આખી ખેતીનો આધારસ્તંભ હતી.

ગાય એ દયાધર્મની મૂર્તિમંત કવિતા છે. આ ગરીબ અશરાફ

પ્રાણીમાં આપણે કેવળ દયા જ ઊભરાતી જોઈએ

શરૂઆત કરેલી. એથી નિરાળું બીજું કશું એનું ધ્યેય હોઈ જ ન શકે. આ પશુસૃષ્ટિની અરજ મૂંગી છે તેથી વળી વધારે અસરકારક છે. ગોરક્ષા એ હિંદુ ધર્મે દુનિયાને આપેલી બક્ષિસ છે. હિંદુ ધર્મ પણ જ્યાં સુધી ગાયની રક્ષા કરનારા હિંદુઓ છે ત્યાં સુધી જ રહેશે.

એ ગાયની રક્ષા કઈ રીતે થાય ? રસ્તો એ જ છે કે ગાયને બચાવવા જાતે મરવું. ગાયને બચાવવા ખાતર માણસને મારવા તૈયાર થવું એ તો હિંદુ ધર્મ તેમ જ અહિંસા ધર્મ બંનેનો ઈન્કાર કર્યા સમાન છે.

હિંદુઓને તો પોતાની તપસ્યાના, પોતાની આત્મશુદ્ધિના અને આપભોગના બળથી ગાયની રક્ષા કરવાનું કહેલ છે. આજકાલની ગોરક્ષા તો

મુસલમાનો જોડે કાયમના કંકાસ અને ઝેર કરવામાં આવી રહી છે; જ્યારે ખરું જોતાં ગોરક્ષાનો અર્થ એ થાય છે કે આપણે આપણી પ્રેમસેવાથી મુસલમાનોનાં

મન જીતી લેવાં.

પણ ખુદ હિંદુઓ પોતે અત્યારે ગોરક્ષા કેટલી સમજે છે ? થોડા અરસા ઉપર એક મુસલમાન મિત્રે મને એક પુસ્તક મોકલેલું, તેમાં ગાય અને તેની ઓલાદ ઉપર આપણે જે ઘાતકીપણું ગુજારીએ છીએ તેનાં વિગતવાર વર્ણન કરેલાં હતાં. તેનું ટીપેટીપું દૂધ ખેંચી લેવાને ખાતર આપણે તેનું કેવું

લોહી લઈએ છીએ, આપણે તેને ભૂખે મારી કેવી હાડપિંજર કરી મૂકીએ છીએ, તેનાં વાછરડાંઓની આપણે કેવી દુર્દશા કરીએ છીએ, તેમને આપણે કેવા પૂરું ધાવવા પણ દેતા નથી, બળદો ઉપર આપણે કેવા જુલમ ગુજારીએ છીએ, આપણે તેમને કેવા ખસ્સી કરીએ છીએ, તેમને આપણે કેવા ચાબખા, પરોણી અને આરોના માર મારીએ છીએ, આપણે તેમના પર કેવા અનહદ

બોજા લાદીએ છીએ. -આ બધાનું એમાં વર્ણન હતું. જો તેમને વાચા હોત તો કદાચ તેઓ આપણી સામે એવા તો અમાનુષી અપરાધોની સાક્ષી પૂરત કે દુનિયા બધી કમકમી ઊઠત !

આ મૂંગાં પશુઓ પર ઘાતકીપણાના પ્રત્યેક કર્મથી આપણે હિંદુ ધર્મનો અને ઈશ્વરનો ઈન્કાર કરીએ છીએ. હું નથી માનતો કે દુનિયાના બીજા કોઈ પણ દેશમાં તેનાં ઢોરોની હાલત હિંદુસ્તાનનાં કરતાં ભૂંડી હોય.

આમાં અંગ્રેજનો દોષ આપણે નહીં કાઢી શકીએ. આમાં આપણી ગરીબી પણ આપણે નહીં ગાઈ શકીએ. આપણાં ઢોરોની આ દુર્દશા આપણી ઘાતકી બેદરકારી સિવાય બીજા કશાની જ સૂચક નથી. આપણી પાંજરાપાળો આપણી દયાુૃત્તિ ઉપર ખડી થયેલી સંસ્થાઓ છતાં તે વૃત્તિનો અતિ બેહૂદો અમલ કરનારી સંસ્થાઓ માત્ર છે. તેઓ નમૂનેદાર ગોશાળાઓ કે ડેરીઓ અને ધીકતી રાષ્ટ્રીય સંસ્થાઓ તરીકે ચાલવાને બદલે

માત્ર ખોડાં ઢોરો રાખવાનાં ધર્માદા ખાતાંઓ જ થઈ પડા છે !

હિંદુઓની પરીક્ષા ટીલાં કર્યાથી, સ્વરશુદ્ધ મંત્રો ભણ્યાથી, તીરથજાત્રાઓ કર્યાથી કે ન્યાતફિરકાઓના ઝીણામાં ઝીણા નિયમો ચીવટથી પાળ્યાથીયે નહીં, પણ ગાયને બચાવવાની તેમની શક્તિથી જ થવાની છે.

અત્યારે તો ગોરક્ષાધર્મનો દાવો કરનારા આપણે ગાયને અને તેના વંશને ગુલામ બનાવી જાતે ગુલામ બન્યા છીએ.

હું શા સારું મને પોતાને સનાતની હિંદુ કહેવડાવું છું એ વાચકને હવે સમજાશે. ગાય પ્રત્યેના મારા પૂજ્યભાવમાં હું કોઈથી ઊતરું એમ નથી.

ખિલાફતની લડતને મેં અપનાવી છે, કારણ કે હું જોઈ રહ્યો છું કે ખિલાફતની રક્ષા મારફત ગાયની સંપૂર્ણ રક્ષા છે. મારી સેવાના બદલા તરીકે ગાયને બચાવવા હું મુસલમાન મિત્રોને નથી કહેતો. હું ઈશ્વર પાસે રોજ એટલી જ

પ્રાર્થના કરું છું કે જે લડતને હું સચ્ચાઈની લડત માનું છું, તેને વિશેની મારી સેવા એની નજરમાં એટલી સમાય કે તે મુસલમાનોનાં દિલ પલટાવે અને તેમને વિશે પોતાના હિંદુ બિરાદરોને માટે એટલી મહોબત પેદા કરે કે હિંદુઓ જેને પોતાના પ્રાણ સમાન પ્રિય સમજે છે તે જાનવરને તેઓ બયાવી લે.

હિંદું ધર્મ પ્રત્યેનો મારો ભાવ હું કઈ રીતે વર્ણવી શકું ? મારી સ્ત્રી

પ્રત્યેનો મારો ભાવ હું વર્ણવી શકું તો હિંદુ ધર્મ પ્રત્યેનો મારો ભાવ વર્ણવી શકું. મારી સ્ત્રી મારા અંતરને જે રીતે હલાવે છે તે રીતે દુનિયાની બીજી

કોઈ સ્ત્રી હલાવી શકે એમ નથી. આનો અર્થ એવો નથી કે એનામાં હું કંઈ

દોષ જોતો નથી. હું કહું કે હું જોઈ શકું છું તે કરતાં પણ ઘણા વધારે દોષો તેનામાં હશે. છતાં એક અતૂટ મતાના બંધનની ભાવના અહોરાત્ર મારા અંતરમાં જાગ્રત છે. તે જ મમતાની ભાવના હિંદુ ધર્મને માટે પણ તેના બધા દોષો અને મર્યાદાઓ છતાં મારા અંતરમાં છે. ગીતા કે તુલસીરામાયણ (જે બે પુસ્તકોનું જ આખા હિંદુ ધર્મગ્રંથરૂપી અર્ણવવમાં

મને જ્ઞાન છે એમ કહેવાય)નું સંગીત મારામાં જે જીવન પૂરે છે તે દુનિયામાં બીજો કોઈ ગ્રંથ પૂરી શકે એમ નથી. જ્યારે હું અંતકાળને કિનારે છું એમ મને લાગ્યું હતુંત્યારે ગીતા જ મારા અંતરનો વિશ્રામ હતી. હિંદુ

મંદિરો અને દેવસ્થાનોમાં આજકાલ જે અનાચાર પ્રવર્તે છે તેથી હું અજાણ નથી. પણ એ બધા અકથનીય દોષો છતાં હું એ સંસ્થાઓને ચાહું છું.

એની વાતોમાં મને જે રસ આવે છે તે બીજીમાં નથી આવત. હું ઠેઠનો સુધાકર છું; છતાં સુધારાની વ્યાકુળતામાં હું હિંદુ ધર્મના કોઈ પણ આવશ્યક અંગનો ત્યાગ કરવા તૈયાર નથી. હું પાછળ કહી ગયો કે

મૂર્તિપૂજા પ્રત્યે મારી અનાસ્થા નથી. મૂર્તિ મારા મનમાં કશો પૂજ્ય ભાવ પણ પેદા નથી કરતી. છતાં હું માનુ છું કે મૂર્તિપૂજા એ મનુષ્યસ્વભાવનું જ એક અંગ છે. આપણે કંઈ ને કંઈ સ્થૂળ વસ્તુને માનવા પૂજવાના તરસ્યા રહીએ છીએ. માણસ બીજી જગાના કરતાં મંદિર કે કે દેવાલયમાં જ કંઈક વધારે શાંત અને સાત્ત્વિક મનોવૃત્તિવાળો બને છે એનું રહસ્ય

બીજુ શું છે ? મૂર્તિ એ ઉપાસનાની સહાયક છે. કોઈ હિંદુ મૂર્તિને ઈશ્વર નથી સમજતો. હું મૂર્તિપૂજાને પાપ માનતો નથી.

આટલા ઉપરથી સમજાયું હશે કે હિંદુ ધર્મ કોઈ સાંકડો ધર્મમત કે સંપ્રદાય નથી. એના ઉદરમાં સંસારની સર્વ વિભૂતિઓની પૂજાને સ્થાન છે.

ધર્મપ્રચારનો જે સામાન્ય અર્થ લેવાય છે તે અર્થમાં એને ધર્મપર્ચારક પંથ નહીં

કહી શકાય. એણે અનેક જાતિઓને પોતામાં સમાવી એ સાચું, પણ એ બધું વિકાસક્રમને ન્યાયે અદૃશ્ય ગતિએ બન્યું છે. હિંદુ ધર્મ દરેક માણસને તેની પોતાની શ્રદ્ધા અગર ધર્મની ઢબે ઈશ્વરને ભજવાનો આગ્રહ કરે છે અને તેથી સર્વ ધર્મોની જોડે એની સુલેહ છે.

આવી મારી હિંદુ ધર્મની સમજણ હોવાથી હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતાને હું કદી પણ સાંખી શક્યો નથી. અસ્પૃશ્યભાવનાને હું હમેશાં હિંદુ ધર્મની ઉપર વળગેલો મેલ માનતો આવ્યો છું. અનેક પેઢીઓથી એ ચાલતો આવ્યો છે એ ભલે. પણ એવી બીજી અનેક પ્રથાઓ આજદિન લગી ચાલતી આવી છે. દેવદાસીઓ અને મુરલીઓની પ્રથા હિંદુ ધર્મનું એક અંગ છે એ વિચારેે હું તો શરમથી મરી જ રહું. અને છતાં દેવધર્મને નામે આ ઉઘાડો વ્યભિચાર

હિંદુસ્તાનના ઘણા ભાગોમાં હિંદુઓમાં પ્રવર્તે છે. વળી કાળીને બકરાંનો ભોગ આપવો એ વસ્તુને પણ હું નર્યો અધર્મ માનું છું અને એ હિંદુ ધર્મનું અંગ છે એવું માનતો નથી. હિંદુ ધર્મ એ તો અનેક યુગોનો વિકાસ છે. હિંદુ ધર્મ એ નામ પણ હિંદુસ્તાનના લોકોના ધર્મને સારુ પરદેશીઓએ શોધી કાઢેલો શબ્દ છે. એક કાળે અહીંયાં ધર્મને નામે પશુઆનું બલિદાન અપાતું. પણ એ વસ્તુ ધર્મ ન હોય, ત્યાં હિંદુ ધર્મ તો ક્યાંથી જ હોય ?

અને એ જ પ્રમાણે મને લાગે છે કે જ્યારે ગોરક્ષાએ આપણા બાપદાદાઓમાં ધર્મનું સ્વરૂપ લીધું ત્યારે જેમણે ગોમાંસભક્ષણ ન જ છોડ્યું તેમને સમાજે બહિષ્કૃત કર્યા હશે. એ સામાજિક વિગ્રહ પણ જબરો ચાલ્યો હશે, અને ગોમાંસભક્ષણનો આગ્રહ ધરાવનારાઓની સામેનો એ સામાજિક બહિષ્કાર એકલા તેમની સામે જ ચાલીને ન અટકતાં તેમની પુત્રપૌત્ર પરંપરાની સામે પણ ચાલુ રહ્યો હશે. આમ ઘણે ભાગે મૂળ શુભ ઈરાદાઓથી શરૂ થયેલી પ્રવૃત્તિ કાળે કરીને એક કઠણ નિર્ઘૃણ પ્રથા બની ગઈ, તે એટલે સુધી કે એ પ્રથાને કેવળ અનુસૂચિતપણે કાયમનો ટેકો આપનારા કે તેની વિધિઓ સૂચવનારા શ્લોકો સુધ્ધાં ધીમે ધીમે શાસ્ત્રગ્રંથોમાં ઘૂસી ગયા ! આ

મારી કલ્પના સાચી હોય કે ન હોય તોપણ અસ્પૃશ્યભાવના આપણી વિવેકબુદ્ધિની સાવ વિરુદ્ધ અને પ્રેમ કે દયાધર્મના આપમા કુદરતી ભાવોની વિરોધી છે એ તો નિઃસંદેહ છે. જે ધર્મ ગાયની પૂજા પ્રવર્તાવતાં અચકાતો નથી તે માણસ જેવા માણસનો આટલો ઘાતકી બહિષ્કાર કેમ બરદાસ કરી જ શકે અગર તો તેને ટેકો આપી શકે ?

અને તેથી આટલા કાળ કચડાયેલા આ અસ્પૃશ્યવર્ગને તજવા કરતાં તો મારા ચૂરેચૂરા થઈ જાય તોપણ હું સંતોષ જ માનું. હિંદુઓ જો પોતાના ઉદાત્ત ઉજ્જવળ ધર્મને આ અસ્પૃશ્યભાવનાના કલંકથી છોડાવી ન લેતાં આમ ને આમ કલંકિત રાખશે તો તેઓ કદી પણ સ્વતંત્રતાને લાયક ગણાશે નહીં. અને હું હિંદુ ધર્મને મારા પ્રાણથી પણ અધિક વહાલી વસ્તુ ગણું છું તેથી જ આ કલંકનો ભાર મને અસહ્ય થઈ પડ્યો છે. હિંદુ સમાજના એકપંચમાંશ હિસ્સાને આપણી જોડે સમાનભાવે મળવાભળવાનો અધિકાર આપવાનો ઈન્કાર કરીને ઈશ્વરનો ઈન્કાર કરવાનો શું હિંદુઓ આગ્રહ ધરશે ?

ઌપટ્ટઌ

, ૯-૧૦-૧૯૨૧, પા. ૪૫-૭

૧૬. હિંદુ ધર્મમાં સેતાન છે ?

એક પત્રલેખક જણાવે છે :

“કેટલાક મહિના પહેલાં કેટલીક ધાર્મિક વિચારસરણીઓ તથા ઈશ્વરના અસ્તિત્વ વિશેની શ્રદ્ધા વિશેનો મારો જે પત્ર આપે છાપ્યો હતો, એનું મથાળું તેના લખાણને પૂરો ન્યાય આપે એવું નહોતું. હવે હું એના (સેમિટિક માન્યતાઓ મુજબ) પ્રતિસ્પર્ધી અંગે એક પ્રસ્ન પૂછવા લલચાયો છું આપનાં લખાણો તથા ભાષણોમાં આપ એનું નામ, બેશક, બહુ અસરકારક રીતે વારંવાર વાપરો છો. આપના તા. ૬-૮-૧૯૨૫ના અંકનો લેખ

‘સેતાનની જાળ’ એનો નમૂનો પૂરો પાડે છે. ખ્રિસ્તીઓના સેમિટિક સંપ્રદાય

મારફત સેતાનના અસ્તિત્વમાં માનવાનું શીખેલા લોકોની ભાષામાં આપ બોલી રહ્યા હતા તેથી માત્ર વાક્‌છન્કી અસર ઉપજાવવા માટે જ એ શબ્દ

વપરાયો હોય તો મારે કશું કહેવાનું નથી. પરંતુ જે લેખનો ઉપર ઉલ્લેખ

કરવામાં આવ્યો છે એમાં બીજી બાબતો સાથે આપ સેતાનના અસ્તિત્વમાં

માનતા હો એવું અવશ્ય સૂચિત થાય છે. મારા નમ્ર મત અનુસાર એ માન્યતા

હિંદુ ધર્મને જરાયે બંધબેસતી નથી. માનવ વારંવાર શા કારણે પતન પામે છે એવા અર્જુનના પ્રશ્નના જવાબમાં શ્રીકૃષ્ણે કહ્યું :

ઙ્ગેંક્રૠક્ર ષ્ઃ ઇેંક્રશ્વમ ષ્ઃ

(એ કામ છે, એ ક્રોધ છે). હિંદુ માન્યતા અનુસાર એવું જણાશે કે આપણને ભુલાવનાર કોઈ આપણાથી બહારની વ્યક્તિ નથી, તેમ તે કેવળ એક એટલે ઈશ્વર પણ નથી; કેમ કે શાસ્ત્રોની ગણતરી અનુસાર માનવના છ શત્રુઓ છે

ઃ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ પરથી ચોખ્ખું છે કે હિંદુ ધર્મમાં સેતાનને સ્થાન નથી. સેતાન, પતન પામેલો દેવદૂત, લલચાવનાર, અગર ફ્રેંચ લેખક ((આનાતોલ ફ્રાન્સ) જણાવે છે તેમ ‘ઈશ્વરનો વહીવટડાર’

છે ! આપ તો હિંદુ છો છતાં ‘સાચેસાચ સેતાન છે’ એવી માન્યતા ધરાવનાર તરીકે આપ કેમ બોલી કે લખી શકો ?”

આ પત્રલેખક

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

ના વાચકોના સારી રીતે પરિચિત છે. એ ભાઈ એટલા બધા જાગ્રત છે કે જે અર્થમાં

છું તે તેઓ સમજી ન શકે એમ બને જ નહીં. પણ એ ભાઈમાં મેં એક એવી વૃત્તિ જોઈ છે કે સહેજ પણ ગેરસમજ થવાનો સંભવ હોય એવી ઘણી બાબતો અગર તો જેનો વધારે વિસ્તૃત ખુલાસો કરવાનું આવશ્યક જણાય તેમાં, તેઓ

મારી પાસેથી વધારે સ્પષ્ટતા કરાવ્યા વિના રહેતા નથી. મારી માન્યતા પ્રમાણે

હિંદુ ધર્મની ખૂબી એની સર્વગ્રાહી સમાવેશ કરવાની વૃત્તિમાં રહેલી છે.

મહાભારતના આર્ષ દૃષ્ટિવાળા લેખકે પોતાની મહાન કૃતિ વિશે જે કહ્યું છે તે

હિંદુ ધર્મ બાબતમાં પણ એટલું જ સાચું છે. કોઈ પણ અન્ય ધર્મમાં જે કાંઈ

મહત્ત્વનું હોય તે હિંદુ ધર્મમાં મળે છે. એમાં જે નથી હોતું તે બિનમહત્ત્વનું અગર બિનજરૂરી હોય છે. હિંદુ ધર્મમાં સેતાનને અવકાશ રહેલો છે એમ હું જરૂર માનું છું. બાઈબલમાંની કલ્પના નવી અગર મૌલિક નથી. બાઈબલમાં પણ સેતાન કોઈ વિશિષ્ટ વ્યક્તિ નથી. અથવા હિંદુ ધર્મમાં જેટલે અંશે રાવણ અથવા તો રાક્ષસોની આખી જાતિ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે તેટલે જ અંશે બાઈબલમાં એ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે. દસ માથાંવાળા અને વીસ હાથવાળા રાવણના ઐતિહાસિક અસ્તિત્વમાં હું માનતો નથી. વળી, જેમ

સેતાન અને એના સાથીઓ પતન પામેલા દેવદૂતો છે અગર તમને કહેવાનું રુચે તો પતન પામેલા દેવો છે. જો દુષ્ટ વિકારો અને ઉન્નત ભાવોને વ્યક્તિનું રૂપ આપવામાં ગુનો થતો હોય તો કદાચ હિંદુ ધર્મ એવા ગુના માટે સૌથી વધારે જવાબદાર છે. મારા પત્રલેખકે ગણાવ્યા છે તે છ તથા બીજા અનેક વિકારોને હિંદુ ધર્મમાં મૂત્તિમંત કરવામાં નથી આવ્યા ? ધૃતરાષ્ટ્ર અને તેના સો પુત્રો શું છે અને કોણ છે ? કલ્પના એટલે કે કાવ્ય માનવીની ઉત્ક્રાંતિમાં અનંતકાળ સુધી ઉપયોગી અને આવશ્યક ભાગ ભજવ્યા કરશે. વિકારો જાણે વ્યક્તિઓ ન હોય એ રીતે જ આપણે તેને વિશે વાત કરવાના છીએ. દુષ્ટ વ્યક્તિઓના જેટલો જ એ આપણને ત્રાસ નથી આપતા ? એટલે બીજી

અસંખ્ય બાબતોની પેઠે પ્રસ્તુત વિષયમાં પણ કહી શકાય કે શબ્દો ન પકડો, સાર ગ્રહણ કરો.

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

, ૧૭-૯-૧૯૨૫, પા. ૩૨૪

ઃ વિભાગ - ૨ :

શક્તિ જે વિશ્વને ટકાવી રાખે છે

૧૭. ચડિયાતો નિયમ

(‘નોંધ’માંથી)

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

(૧૧-૧૦-૧૯૨૮)નો ‘ઈશ્વર છે’ નો લોખ વાંચી એક વાચકે એમર્સનમાંથી નીચેનો સુંદર ઉતારો મોકલ્યો છે :

“આપણી આસપાસ પ્રતિદિન શું ચાલી રહ્યું છે તેનો જરા વિચાર કરતાં આપણે જોઈશું કે આપણી ઈચ્છાશક્તિથી ચડિયાતો નિયમ

બધા બનાવોનું નિયંત્રણ કરી રહ્યો છે. આપણે દુઃખ વેઠીને જે મહેનત કરી રહ્યા છીએ તે અનાવશ્યક અને નકામી છે; કેવળ આપણા સીધાસાદા ને સ્વયંસ્ફુરિત કાર્યમાંથી જ આપણને બળ મળી રહે છે અને આજ્ઞાપાલનનો સંતોષ અનુભવવાથી આપણે દૈવી બનીએ છીએ. શ્રદ્ધા અને પ્રેમ, વિશ્વાસપૂર્ણ પ્રેમ આપણી ચિંતાનો ભારે બોજો હળવો કરે છે.

ઓ મારા બંધુઓ! ઈશ્વર છે જ. આપણાંમાનો કોઈ વિશ્વનું કંઈ અહિત ન કરી શકે તે માટે પ્રકૃતિના કેન્દ્રમાં અને મનુષ્યમાત્રની ઈચ્છાની પર આત્મતત્ત્વ રહેલું છે.

“આપણે આપણું જીવન જીવીએ છીએ તેના કરતાં તે ઘણું વધારે સાદુંસીધું થઈ શખે એ બાધપાઠ આપણને બળાત્કારે શીખવવામાં આવે છે.

દુનિયા આજે છે એના કરતાં એક વધારે સુખી સ્થાન થાય તેમ છે; સંઘર્ષની, ઉત્પાતની, નિરાશાની, હાથ ઘસવાની કે દાંત કચકચાવવાની કંઈ જ જરૂર નથી;આપણે જ આપણાં અનિષ્ટો ખોટી રીતે ઊભાં કરીએ છીએ. આપણે

પ્રકૃતિના આશાવાદમાં દખલ કરીએ છીએ.”

આપણને જરાકે શ્રદ્ધા હોય તો આપણી આસપાસ સર્વત્ર આપણે ઈશ્વર અને તેના પ્રેમને જોઈ શકીએ.

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

, ૧૫-૧૧-૧૯૨૮, પા. ૩૮૦

૧૮. કેવળ એક ઈશ્વર છે

ઘણા પત્ર લખનાર મને ઈશ્વર સંબંધી પ્રશ્નો પૂછે છે, અને આ પાનાં દ્વારા એના જવાબ માગે છે. એક અંગ્રેજ મિત્રના કહેવા પ્રમાણે

સ્ર્ધ્ટક્ર

શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

માં ભગવાનનું જે ધતિંગ હું ચલાવું છું, તેનો આ દંડ મારે ભોગવવો પડે છે. આ સાપ્તાહિકમાં આવા બધા પ્રશ્નોના જવાબ આપવાનું તો શક્ય

નથી, છતાં નીચેના પત્રનો ઉત્તર આપ્યા વિના છૂટકો નથી.

“૧૨-૫-૧૯૨૭નું

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

મેં વાંચ્યું. એમાં ૧૪૯મા પાના પર તમે લખો છો ‘આ સત્યરૂપી જગતમાં જ્યાં, ઈશ્વર કહો કે સત્ય કહો, તે સિવાય બીજું કંઈ જ નિશ્ચિત નથી, ત્યાં નિશ્ચિતપણાનો ખ્‌.ાલ કરવો એ જ દોષમય લાગે છે.’

“૧૫૨માં પાના પર લખ્યું છે, ‘ઈશ્વરની સહનશીલતાનો પાર નથી.

એની ધીરજ અખૂટ છે. તે જુલમગારને પોતાને જ એનો ખાડો ખોદવા દે છે.

પોતે માત્ર વખતોવખત ગંભીર ચેતવણીઓ મોકલતો રહે છે.’

“હું નમ્રતાપૂર્વક કહેવા માગું છું કે ભગવાન છે જ એવું નક્કી નથી.

એ હોય તો એનું ધ્યેય સત્યનો ચોપાસ ફેલાવો કરવાનું હોવું જોઈએ. ત્યારે દુનિયામાં જાતજાતના દુષ્ટ લોકોને એ શા માટે રહેવા દે છે ? ચારે તરફ

નિર્લજ્જ દુષ્ટ લોકો ફાલતા દેખાય છે, અને એમની દુષ્ટતાનો ચેપ સર્વત્ર ફેલાવી ભવિષ્યની પ્રજાને અનીતિ તથા અપ્રમાણિકતા વારસામાં આપતા જાય

છે.

“સર્વજ્ઞ અને સર્વશક્તિમાન એવા ભગવાનને નિજી સર્વજ્ઞતાથી શું ખબર પડે છે કે દુષ્ટતા ક્યાં છે ? અને પોતાની સર્વશક્તિમત્તાથી દુષ્ટતાને ત્યાં જ, તત્ક્ષણ મારી નાખી બધા પ્રકારની લુચ્ચાઈને ઊગતી જ ડામી શકે ? દુષ્ટ

લોકોને મહાલતા અટકાવી ન શકે ?

“ભગવાને શા માટે અતિસહિષ્ણુ અને ધૈર્યવાન હોવું જોઈએ ? એ એવો જ હોય તો એનો પ્રભાવ કેટલો પડે ? દુષ્ટતા, શઠતા અને જુલમથી ભરેલો આ સંસાર તો ચાલ્યા જ કરે છે.

“જુલમગારને એની પોતાની ઘોર ખોદવા દેવાને બદલે એ જુલમગાર ગરીબ લોકો પર જુલમ ગુજારે તે પહેલાં જ ભગવાન એને કેમ ટૂંપી નાાખતો નથી ? શા માટે પહેલાં જુલમને છૂટો દોર આપવો અને જુલમીના ત્રાસથી હજારો ભ્રષ્ટ ખુવાર થઈ જાય પછી એ જુલમગારને એની ઘોરમાં જવા દેવો ?

“દુનિયા તો જાવી પાપમય હતી તેવી ને તેવી જ આજે પણ છે.

જે ઈશ્વર પોતાની શક્તિથી આવી દુનિયાને સુધારી સદાચારી અને સત્યનિષ્ઠ

મનુષ્યોની ન બનાવી શકે તેવા ઈશ્વરમાં શા માટે શ્રદ્ધા રાખવી ?

“અનેક દુર્ગુણોથી ભરેલા પાપી માણસોને પણ લાંબુ અને નિરામય

જીવન ગાળતા હું જોઉં છું. આવા પાપી માણસો પોતાનાં પાપને કારણે વહેલા કેમ મરતા નથી ?

“ભગવાનમાં માનવાનું મને મન થાય છે, પણ એવી શ્રદ્ધાને માટે કોઈ પાયો જ મળતો નથી. કૃપા કરીને

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

દ્વારા મારા મનનું સમાધાન કરો અને મારી અશ્રદ્ધાને શ્રદ્ધામાં પલટાવી આપો.”

આ બધી દલીલો આદમ જેટલી જૂની છે. મારી પાસે એનો કોઈ

જવાબ નથી. પરંતુ હું ભગવાનમાં શા માટે માનું છું તેટલું જ કહી જાઉં.

મારી માન્યતામાં તથા મારા કાર્યમાં ઘણા જુવાનિયા રસ લઈ રહ્યા છે તે હું જાણું છું. એટલે જ આ લખવા પ્રેરાયો છું. (હવે પછીનું આખું લખાણ, તેના છેલ્લા વાક્ય અને ન્યૂમનના કાવ્યને બાદ કરતાં, લંડનની કોલમ્બિયા બ્રોડકાસ્ટિંગ કંપની તરફથી, ગાંધીજી કિંગ્સલી હૉલમાં રહેતા તે દરમિયાન રેકર્ડ કરી લેવામાં આવ્યું હતું. એ લખાણનું ભાષાંતર

ગઅસ્ર્ ત્ત્શ્વ પ શ્નષ્ટઈથ્ ન્શ્વ

માંથી આપ્યું છે.) દરેકેદરેક પદાર્થમાં વ્યાપી રહેલી કોઈક ગૂઢ સત્તા છે, જેનું શબ્દોથી વર્ણન કે વ્યાખ્યા થઈ શકતી નથી. હું તેને જોઈ શકતો નથી. છતાં તેનો અનુભવ મને થયા કરે છે. આ અદૃશ્ય સત્તાનો અનુભવ થાય છે ખરો પણ તેની સાબિતી આપી શકાતી નથી, કેમ કે મારી ઈન્દ્રિયો વડે જે જે પદાર્થોનું જ્ઞાન મને થાય છે તે સર્વેથી તે સત્તા તદ્દન જુદી જાતની છે. તે ઈન્દ્રિયોથી પર છે.

છતાં અમુક હદ સુધી ઈશ્વરની હસ્તી તર્કથી સમજી અથવા સમજાવી શકાય એવું છે. દુનિયામાં સામાન્ય વહેવારમાં પણ આપણે જોઈએ છીએ કે પોતાના પર કોણ શાસન ચલાવે છે, શા સારુ શાસન

ચલાવે છે તે લોકો જાણતા નથી, અને છતાં એક સત્તાની હયાતી છે ને તે અચૂક શાસન ચલાવે છે એટલું તેઓ જાણે છે. મૈસુરના મારા ગઈ

સાલના પ્રવાસમાં મારે ગામડાના ઘણા ગરીબ લોકોને મળવાનું થયેલું અને તેમને પૂછતાં મૈસુરમાં કોનું રાજ્ય ચાલે છે તે પોતે જાણતા નથી એમ

તેમણે મને કહેલું. કોઈક દેવનું રાજ ચાલે છે એટલી વાત માત્ર તેમણે કહેલી. હવે, પોતાના પર શાસન ચલાવનાર રાજા વિશે આ ગરીબ લોકોનું

જ્ઞાન આવું ઓછું છે, અને તે લોકો પોતાના શાસકના કરતાં જેટલા અલ્પ છે તેને હિસાબે હું ઈશ્વરના કરતાં ક્યાંયે વધારે અલ્પ છું. તો પછી રાજાઓનો પણ જે રાજા એવા ઈશ્વરની હાજરીનો મને અનુભવ ન થતો હોય તેની શી નવાઈ ? આમ છતાંય ગરીબ ગામલોકોને મૈસુરની બાબતમાં

લાગતું હોય તેમ વિશ્વની બાબતમાં મને લાગે છે કે તેમાં વ્યવસ્થા છે, તેમાં હયાત એવા કરેક પદાર્થને અને જીવનારા જીવને ચલાવનારો કોઈ

અફર કાનૂન છે. અને એ કોઈ આંધળો કાનૂન નથી કેમ કે તેવો કાનૂન જીવતાં પ્રાણીઓના આચારને તાબે ન રાખી શકે. વળી, હવે સર જગદીશચંદ્ર બોઝની અદ્‌ભૂત શોધોને આધારે સાબિત થાય છે કે જડ પદાર્થો પણ ચેતન છે. તેથી જેને તાબે રહીને જીવમાત્ર નભે છે ને ચાલે છે તે કાનૂન ઈશ્વર છે, અહીં કાનૂન અને તે કાનૂનનો ઘડનારો બંને એક છે. એ કાનૂન અને તેના ઘડનાર વિશે મને નહીં જેવું જ્ઞાન હોય તેટલા જ કારણે મારાથી તે કાનૂનનો કે તેના ઘડનારનો ઈન્કાર ન થાય. કોઈ દુન્વયી સત્તાની હયાતીનો હું ઈન્કાર કરું અથવા તેવું મને જ્ઞાન ન હોય તેથી જેમ

મારો કશો અર્થ સરતો નથી, તેવી જ રીતે ઈશ્વરના અને તેના કાનૂનના ઈનકારથી તેના શાસનમાંથી હું મુક્ત થઈ શકતો નથી. એથી ઊલટું, દુન્વયી સત્તાના સ્વીકારથી તેના અમલ નીચે જીવનવ્યવહાર સરળ બને છે તેમ ઈશ્વરી સત્તાનો મૂંગા રહીને ખામોશથી નમ્રપણે સ્વીકાર કરવાથી

જિંદગીની સફર સરળ બને છે.

મારી આસપાસની સકળ સૃષ્ટિ હંમેશ પલટાયા કરે છે, હંમેશ નાશ પામે છે છતાં એ બધાયે વિકાર ને પલટાઓની પાછળ એક અવિકારી સ્થિર, સર્વને ધારણ કરવાવાળી, સર્વનું સર્જન કરવાવાળી, સ્રવનો વિલય કરવાવાળી અને સર્વનું ફરી સર્જન કરવાવાળી એક ચેતન સત્તા રહેલી છે એવી મને આછી આછી ઝાંખી થયા કરે છે સર્વને વ્યાપીને રહેલી એ સત્તા અથવા આત્મા તે જ ઈશ્વર છે. અને કેવળ ઈન્દ્રિયો દ્વારા જેનું મને જ્ઞાન થાય છે તે બધુંય ટકવાવાળું નથી અથવા ટકવાનું સામર્થ્ય ધરાવતું નથી તેથી તે એક જ છે. એકમાત્ર તેની જ હયાતી છે.

અને આ સત્તા પ્રેમાળ છે કે ડંખીલી છે ? શુભ છે કે અશુભ છે ?

હું અનુભવું છું કે તે કેવળ પ્રેમમય છે,

હરપળે જોઉં છું કે મૃત્યુની વચ્ચે જીવન કાયમ ટકી રહેલું છે, અસત્યની વચ્ચે સત્ય ટકી રહેલું છે અને અંધકારની વચ્ચે પ્રકાશ ટકી રહેલો છે. એથી હું સમજું છું કે ઈશ્વર જીવન છે, સત્ય છે, પ્રકાશ છે, તે જ પ્રેમ છે. તે જ પરમ કલ્યાણ છે.

પણ જેનાથી ખરેખર થતું હોય તોયે કેવળ બુદ્ધિનું સમાધાન થાય તે ઈશ્વર નથી. ઈશ્વરનું ઈશ્વરત્વ તેની હૃદય પર ચાલતી હકૂમતમાં અને હૃદયનું પરિવર્તન કરવાના તેના સામર્થ્યમાં રહેલું છે. પોતાના ભક્તના નાનામાં નાના કાર્યમાં તે વ્યક્ત થવો જોઈએ, થાય છે. પાંચે ઈન્દ્રિયો મળીને જે જ્ઞાન કરાવે તેના કરતાંયે વધારે સાચા, સાક્ષાત્‌ અને સ્પષ્ટ અનુભળથી જ એ બની શકે.

ઈન્દ્રિયોના થતાં જ્ઞાન આપણને ગમે તેટલાં સાચાં ભાસતાં હોય તોયે જૂઠાં તેમ જ ભ્રામક હોવાનો સંભવ છે અને ઘણી વાર હોય છેય ખરાં. ઈન્દ્રિયોથી પર જે સાક્ષાત્કાર થાય તે જ અચૂક સાચો અને આધાર રાખવા જેવો હોય

છે. કોઈ બહારના પુરાવાથી નહીં પણ જેમણે અંતરમાં ઈશ્વરના અસ્તિત્વનો અનુભવ કર્યો હોય તેમના પરિવર્તન પામેલા આચાર અને ચારિત્ર્યથી તેની સાચી સાબિતી મળે છે.

બધાયે દેશો ને પ્રદેશોમાં થઈ ગયેલા પેગંબરોની અને સંતોની અતૂટ પરંપરાના અનુભવોમાંથી એવી સાબિતી મળી રહે છે.

દૃઢ શ્રદ્ધા આવા અનુભવોની પુરોગામી હોય છે. જેને પોતાની જાતમાં ઈશ્વરની હયાતીની હકીકતનું પારખું લેવું હોય તે જીવંત શ્રદ્ધાને જોરે તેમ કરે. અને ખુદ શ્રદ્ધાની સાબિતી બહારથી મળી શકતી નથી એટલે સલામતમાં સલામત રસ્તો દુનિયાના નૈતિક શાસનમાં અને તેથી નીતિના કાનૂનમાં એટલે કે સત્ય અને પ્રેમના કાનૂનમાં શ્રદ્ધા રાખવાનો છે. સત્યથી અને પ્રેમથી વિરોધી જે કંઈ હોય તેનો તાબડતોબ ત્યાગ કરવાનો ચોખ્ખો નિરધાર હોય ત્યાં શ્રદ્ધાનો અમલ સહેલો અને સલામતમાં સલામત હોય છે.

પરંતુ ઉપર કરેલી વાતોમાં પત્રલેખકના તર્કનો જવાબ નથી. તર્ક અથવા બુદ્ધિની કોઈ રીતથી અશુભની હસ્તી હું સમજાવી શકું એમ નથી.

શ્રદ્ધા બુદ્ધિથી પર છે. પત્રલેખકને તો હું એટલી જ સલાહ આપી શકું કે જે એસંભવ છે તેને માટે તે પ્રયત્ન ન કરે. પાપના અસ્તિત્વ માટે હું કોઈ

તર્કસંગત કારણ ન આપી શકું. એમ કરવાના પ્રયાસમાં ઈશ્વરની સમાન થવાપણું છે. તેથી અશુભને અશુભ તરીકે ઓળખાવા જેટલો હું નમ્ર છું.

અને ઈશ્વર પોતે દુનિયામાં અશુભ અથવા પાપીને નભાવી લે છે તેથી જ હું તેને અપાર ક્ષમાવાન અને ખામોશવાળો માનું છું. તેનામાં કશું અશુભ

નથી તે હું જાણું છું. તેનો લર્જક તે પોતે હોવા છતાં તેનાથી બિવકુલ

અસ્પૃષ્ટ છે, તેનાથી જરાયે લેપાતો નથી.

અને હું એવું પણ સમજું છું કે અશુભની સાથે અને તેની સામે ખુદ

જીવનને જોખમે પણ ઝઘડતો ન રહું તો હું ઈશ્વરને કદી પામવાનો નથી. મારા નમ્ર અને મર્યાદિત અનુભવને આધારે મારી આ માન્યતામાં હું દૃઢ રહું છું.

જેટલા પ્રમાણમાં હું શુદ્ધ થવાની અને અશુભથી અળગો રહેવાની કોશિશ કરું છું તેટલા પ્રમાણમાં હું ઈશ્વરની વધારે નજીક પહોંચું છું એવું મને લાગે છે.

તો મારી શ્રદ્ધા આજે કેવળ નામ પૂરતી જ છે. તે હિમાલય જેવી સ્થિર અને તેનાં શિખરો પર ઝળહળતા હિમ જેવી શુભ ને તેજસ્વી હોય તો હું ઈશ્વરની કેટલો બધો વધારે નજીક પહોંચી જાઉં ? દરમિયાન મારા પર પત્ર લખનાર ભાઈને જેમણે પોતાના અનુભવમાંથી ગાયું છે તે કારડિનલ ન્યૂમન સાથે

પ્રાર્થના કરવાને ભલામણ કરું છું કે,

પ્રેમળ જ્યોતિ તારો દાખવી

મુજ જીવન પંથ ઉજાળ

દૂર પડ્યો નિજ ધામથી હું ને

ઘેરે ઘન અંધાર,

માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં,

નિજ શિશુને સંભાળ

મારો જીવન પંથ ઉજાળ.

ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ,

દૂર નજર છો ન જાય,

દૂર માર્ગ જોવા લોભ લગીર ન,

એક ડગલું બસ થાય,

મારે એક ડગલું બસ થાય

ગઅસ્ર્ ત્ત્શ્વ પ શ્નષ્ટઈથ્ ન્શ્વ

, પા. ૭-૧૦

૧૯. ઈશ્વરની વ્યાખ્યા

(‘મૂળ ઈશ્વર છે ?’ માંથી)

તંત્રીશ્રી,

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

,

સાહેબ

આપના ‘ઈશ્વર અને કૉંગ્રેસ’ લેખ સંબંધમાં હું એવું કહેવા માગુ છું કે

ચાર્વાક પંથ સાવ ભૌતિકવાદી છે, જ્યારે ઈશ્વરના કે એને મળતા બીજા કોઈ

અલૌકિક અસ્તિત્વ બાબતમાં બૌદ્ધ ધર્મ ચૂપ છે અને જૈન ધર્મને એના અસ્તિત્વમાં જ શંકા છે, જોકે એ બંને ધર્મો હિંદુ ધર્મની પેઠે પુનર્‌-ન્મમાં અને કર્મના સિદ્ધાંતમાં માને છે. (આપ આ સંબંધમાં આપના મિત્ર ધર્માનંદ

કૌશામ્બી, જેમનો ઉલ્લેખ મેં કર્યો હતો તેમની સાથે ચર્ચાવિચારણ કરી શકશો.) એમ કહી શકાય કે એ બંને ધર્મના ધાર્મિક અનુષ્ઠાનમાં ઈશ્વરનું સ્થાન બૌદ્ધ

ધર્મમાં કર્મની સાથે બુદ્ધે અને જૈન ધર્મમાં કર્મ સાથે જિને લીધું છે.

આધુનિક ધાર્મિક ચળવળોમાં, પંજાબનો દેવસમાજ જે મોટે ભાગે

માનવતાવાદી અને એક સમાજસેવાની સંસ્થા છે અને જે અહિંસા પર ખૂબ ભાર મૂકે છે તે મને લાગે છે કે ધર્મસિદ્ધાંતમાં સ્પષ્ટ રીતે નાસ્તિક પંથ છે પણ ભૌતિકવાદી ઌબટ્ટ. મેં વાંચ્યું છે કે આ પંથ ઈશ્વરમાં કે દેવદેવીઓમાં માનતો નથી. એ જોતાં એનું દેવસમાજ નામ વિરોધા ભાસી છે. એ વદતોવ્યાઘાતનું ઉદાહરણ છે.

બ્રૅડલોની બાબતમાં આપે કહ્યું છે કે, બ્રૅડલોએ જુદાં જુદાં વર્ણનો પરથી જે ઈશ્વરના ખ્યાલ તેના મનમાં બંધાયો હતો તે ઈશ્વરના અસ્તિત્વનો ઈનકાર કર્યો હતો. આપ કહો છો તેમ આપણે બધા ઈશ્વરની પોતપોતાની વ્યાખ્યા કરીએ તો આપણી વ્યાખ્યાઓ ભિન્ન ભિન્ન હશે, પરંતુ એ ભિન્નતામાં એક જાતની સ્પષ્ટ એકસૂત્રતા હશે. બ્રૅડલોના ઈનકારમાં આ એકસૂત્રતાનો સમાવેશ થાય છે કે નથી થતો ? મારું અનુમાન એવું છે કે એમાં એ એકસૂત્રતાનો સમાવેશ ન થતો હોય એમ ન બને. કારણ કે બ્રૅડલો વિદ્વાન અને બારીક નિરીક્ષણ કરનાર માણસ હતા. પણ એ એકસૂત્રતાનો સમાવેશ થતો હોય તો બ્રૅડલોએ એ “” માં રહેલા ઈશ્વરનો ઈનકાર કેમ કર્યો ?

આ સંબંધમાં નીચેનો ઉતારો આપને કંઈક રસપ્રદ થઈ પડશે એ વિશે મને શંકા નથી :

“બૌદ્ધ ધર્મની વિચારસરણીમાં જગતના કર્તા કે નિયંતા તરીકે ઈશ્વરની કલ્પનાનો સર્વથા અભાવ છે. તેમાં ઈશ્વરના અસ્તિત્વનો ઈનકાર કરવાની વાત તો દૂર રહી, પણ તેનો ઉલ્લેખ સુધ્ધાં નથી મળતો. એક સમય

હતો જ્યારે સામાન્ય રીતે ફાતરીપૂર્વક એવું મનાતું કે કોઈ રાષ્ટ્રની આખી

પ્રજા નાસ્તિક હોય એમ કદી બન્યું નથી. પણ એથી ઊલટું, હવે એ વાતની કોઈ ના પાડી શકે એમ નથી કે સંખ્યાબંધ બૌદ્ધ રાષ્ટ્રો મુખ્યત્વે નાસ્તિક છે; કારણ કે સદ્‌ગુણ, તપ અને ઉચ્ચ જ્ઞાન દ્વારા મનુષ્ય પ્રાપ્ત કરી શકે એવી કોઈ

અલૌકિક શક્તિ ધરાવનાર માણસથી તેઓ અપરિચિત છે. અને આ અશ્ચર્યકારક વાતનો ઈશારો એ વાતમાંથી મળે છે કે, બૌદ્ધ પ્રજાઓમાંની કાંઈ

નહીં તો ચીની, મોંગોલ અને તિબેટની પ્રજાઓની ભાષામાં ઈશ્વરની કલ્પના દર્શાવતો કોઈ શબ્દ જ નથી. એટલે બૌદ્ધ ધર્મની ભાવિ દશા વિશ્વસનિયતા નક્કી કરી આપતો નથી. વસ્તુના સ્વભાવમાં રહેલા એક જાતના સદ્‌ગુણ અર્થાત્‌ કાર્યકારણની અંધ અને અજ્ઞાત સાંકળ વડે તેના આચરણનું કર્મફળ એ ભાવિ નક્કી કરે છે.”

- ચેમ્બર્સ ઍન્સાઈક્‌લાક્પીડિયા, વિષય બૌદ્ધ ધર્મ હવે હું ભર્તૃહરિનો નીચેનો શ્લેક આપીને પત્ર પૂરો કરું છું :

ઌૠક્રજીસ્ર્ક્રૠક્રક્રશ્વ ઘ્શ્વક્રઌૅ ઌઌળ્ દ્યભબ્મશ્વગશ્વભશ્ચબ્ઽક્રટક્રક્રઃ ત્ન

બ્બ્મષ્ટર્ઙ્મિંઃ ગક્રશ્વશ્ચબ્ ત્બ્ભબ્ઌસ્ર્ભઙ્ગેંૠક્રશ્વષ્ટદ્મેંકઘ્ઃ ત્નત્ન

દ્મેંૐધ્ ઙ્ગેંૠક્રક્રષ્ટસ્ર્ભધ્ બ્ઙ્ગેંૠક્રૠક્રૅથ્ટક્રદ્ય્ક્રહ્મઃ ઉંઙ્ગેં ન બ્બ્મઌક્ર ત્ન

ઌૠક્રજીભઙ્ગેંૠક્રષ્ટ઼સ્ર્ક્રશ્વ બ્બ્મથ્બ્ ઌ સ્ર્શ્વ઼સ્ર્ઃ ત઼ક્રબ્ભ ત્નત્ન

-઼ક્રભઢ્ઢષ્ટદ્યબ્થ્ ઌટ્ટબ્ભઽક્રભઙ્ગેંશ્વ ત્ન

આપણે દેવતાઓને નમસ્કાર કરીએ છીએ, પરંતુ દુઃખવી નાત એ છે કે તેઓ પણ ભાગ્યાધીન છે. ત્યારે આપણે વિધાતાને નમસ્કાર કરવા જોઈએ, પરંતુ તે પણ નિયત કર્મફળ આપનાર છે. જ્યારે ફળ કર્માધીન છે તો પછી આપણે દેવતાઓ સાથે શી નિસબત છે અને વિધાતાની શી પરવા ? એટલે જે કર્મોને વિધાતા પણ જીતી શકતા નથી તે કર્મોને જ આપણી નમસ્કાર છે.

આપનો

એસ.ડી. નાડકર્ણી

શ્રી નાડકર્ણીના આ ચતુરાઈભર્યા પત્રને સ્થાન આપ્યા વિના ચાલે તેમ નથી. પણ હું મારા મતને વળગી રહું છું કે, જૈન ધર્મ કે બોદ્ધ ધર્મ નાસ્તિક નથી. હું શ્રી નાડકર્ણી સમક્ષ ઈશ્વરની નીચેની વ્યાખ્યાઓ રજૂ કરું છું. કર્મનો કુલ સરવાળો તે ઈશ્વર. જે માણસને શુભ કાર્ય કરવા પ્રેરે છે તે ઈશ્વર. જે જીવિત છે તેનો કુલ સરવાળો તે ઈશ્વર. જે માણસને ભાગ્યનું રમકડું બનાવે છે તે ઈશ્વર. બ્રૅડલોને જેણે સર્વ કસોટીઓમાં ટકાવી રાખ્યા તે ઈશ્વર હતો. ઈશ્વર નાસ્તિકે નેતિ નેતિ છે.

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

, ૨૮-૧૦-૧૯૨૬, પા. ૩૭૨

૨૦. ઈશ્વર શું છે ?

(સ્વિટ્‌ઝર્લેન્ડના વિલેનૉવમાં ‘કૉન્સેન્‌શિયસ ઑબ્જેક્ટર્સ’ ના સંમેલન સમક્ષ ગાંધીજીએ આપેલા ભાષણમાંથી નીચેના ફકરાઓ આપવામાં આવ્યા છે. આ ભાષણ શ્રી મહાદેવભાઈ દેસાઈના ‘યુરોપના પત્રો’ માં પ્રગટ થયું હતું.)

એક ચર્ચમાં કૉન્સેન્‌શિયસ ઑબ્જેક્ટર્સની મીટિંગ હતી જ્યાં સેરેઝોલ(સ્વિટ્‌ઝરલેન્ડના એન્જિનિયર અને ગણિતજ્ઞ પિયરા સેરેઝોલ એ

‘આતરરાષ્ટ્રીય નાગરિક સભા’ અથવા ‘આંતરરાષ્ટ્રીય શાંતિની ઐચ્છિક સભા’ નામની સંસ્થાના પ્રણેતા હતા.) અને એના મિત્રોએ ગાંધીજીનું અદ્‌ભૂત સ્વાગત કર્યું હતું. હાથમાં હાત રાખીને સ્વિટ્‌ઝર્લેન્ડની મિત્રતાનું સમૂહગીત ગાયું હતું. અને પ્રેસિડેન્ટે લાગણીભર્યું પ્રવચન કર્યું હતું. અમે અજ્ઞાન, જેલ, જવાબદારી, મૃત્યુથી ડરીએ છીએ. તમે ભયને જાણતા નથી. અમારા હોઠ પર

‘ગિરિપ્રવચનો’ હોય છે. તમારા હૃદયમાં એ હોય છે અને તમે એ જીવી જાણો છો. તમને અમારી વચ્ચે આવકારું છું અને સ્વાર્પણની જિંદગી કેમ જીવવી તે અમને શીખવવા જણાવું છું. વગેરે વગેરે જેવા પ્રશ્નો પૂછાયા તે ઈશ્વર, સત્ય, અપ્રતિકાર જેવા વિષયોને સ્પર્શતા હતા. મિ. પ્રિયા જેમણે આ સવાલજવાબના અનુવાજ કર્યા હતા. તેમને કેટલાક જવાબો પોતાની શક્તિ બહારના લાગ્યા અને સ્વિટ્‌ઝર્લેન્ડના ફિલૉસૉફર, પ્રો. બોવેએ તેમનું સ્થાન સંભાળ્યું. આ પત્રમાં હું ફક્ત એક જ પ્રશ્ન લઈશ : ‘તમે ઈશ્વરને સત્‌-સત્ય

શા માટે માનો છો ?’

“ઈશ્વર સત્ય છે એમ હું શાથી માનું છું એવું તમે મને પૂછ્યું. મારા બચપણમાં હિંદુ ધર્મશાસ્ત્રોમાંથી

બ્ષ્ઠદ્ય્ક્રળ્ગદ્ય્રુઌક્રૠક્ર

થી ઓળખાતા એક ગ્રંથમાંનાં ઈશ્વરમાંના ંહજાર નામોનો પાઠ કરવાનું મને શીખવવામાં આવ્યું હતું. પણ એ હજાર નામોમાં તેનાં બધાં નામો આવી જતાં નહોતાં, બીજાં કેટલાંયે બાકી રહેતાં હતાં. આપણે માનીએ છીએ અને મને લાગે છે આ સાચી વાત છે કે જેટલા જીવ છે તેટલાં ઈશ્વરનાં નામ છે અને તેથી આપણે એમ પણ કહીએ છીએ કે ઈશ્વર નામરહિત છે. અને ઈશ્વરનાં અનેક રૂપો છે તેથી તે રૂપરહિત છે એમ પણ આપણે કહીએ છીએ. વળી, તે અનેક બોલીમાં આપણી સાથે વાત કરે છે, તેથી આપણે તેને બોલી વગરનો કહીને ઓળખાવીએ છીએ. એ જ પ્રકારે તેનાં બીજાં વર્ણનો પણ થાય છે. આથી ઈસ્લામનો અભ્યાસ કર્યો તય્યારે મેં જોયું કે ઈસ્લામ પણ તેને પાર વગરના નામો વડે ઓળખાવે છે. પણ મારા પોતાના સંતોષ ખાતર હું ઈશ્વરને સત્ય

તરીકે ઓળખતો થયો નહોતો. જે લોકો ઈશ્વર પ્રેમ છે એમ કહે છે તેમની સાથે હું પણ કહીશ કે ઈશ્વર પ્રેમ છે, પણ મારા અંતરના ઊંડામાં ઊંડા ખૂણામાં હું કહેતો કે ઈશ્વર પ્રેમ ભલે હોય પણ સૌથી વિશેષ તો તે સત્ય

છે. માણસની બોલીમાં ઈશ્વરનું પૂરેપુરું વર્ણન થઈ શકતું હોય તો હું મારી જાત પૂરતો એવા નિર્ણય ઉપર આવ્યો છું કે ઈશ્વર સત્ય છે. પણ બે વરસ ઉપર હું એથીયે એક ડગલું આગળ જઈ કહેવા લાગ્યો કે સત્ય એ જ ઈશ્વર છે. ઈશ્વર સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે એ બંને વિધાનો અથવા વર્ણનો વચ્ચે રહેલો સૂક્ષ્મ ભેદ તમે જોઈ શકશો. અને આજથી લગભગ પચાસ વરસ ઉપર શરૂ થયેલી સત્યની એકધારી કઠોર ખોજને અંતે હું એ નિર્ણય પર પહોંચ્યો છું. એ ખોજ કરતાં હું સમજ્યો કે સત્યની પાસેમાં પાસે પહોંચવાનો માર્ગ પ્રેમનો છે. પણ પ્રેમને માટે કાંઈ નહીં તો અંગ્રેજીમાં વપરાતા ૐ શબ્દના અનેક અર્થો થાય છે અને કામને નામે ઓળખાતો

માણસ માણસ વચ્ચેનો ખેંચતાણનો તીવ્ર આવેગ માણસનું અધ-પતન કરનારો પણ નીવડે છે. વળી, મેં એમ પણ જોયું કે અહિંસા અર્થમાં પ્રેમને ઓળખનારા પ્રેમના ભક્તોની સંખ્યા દુનિયામાં ઝાઝી નથી. પણ સત્યની બાબતમાં આવો બેવડો અર્થ થતો મારા જોવામાં કદી આવ્યો નથી. અને ઈશ્વરનો ઈનકાર કરનારા નાસ્તિકોએ સુધ્ધાં સત્યની જરૂર અથવા તેનું સામર્થ્ય સ્વીકારવામાં સંકોચ બતાવ્યો નથી. પણ સત્યની ખોજ માટેની તેમની ધગશમાં નાસ્તિકો ખુદ ઈશ્વરનો ઈનકાર કરતા અચકાયા નથી. અને

મને લાગે છે તેમની દૃષ્ટિથી તેમની વાત ખોટીય નથી. એટલે આ રીતે દલીલ અથવા તર્ક ચલાવીને હું જોઈ શક્યો કે ઈશ્વર સત્ય છે, એમ કહેવાને બદલે મારે સત્ય એજ ઈશ્વર છે એમ કહેવું જોઈએ. અહીં મને ચાર્લ્સ બ્રૅડલૉનું નામ યાદ આવે છે. તે પોતાને નાસ્તિક તરીકે ઓળખાવવામાં આનંદ માનતા. પણ હું તેમને વિશે થોડું જાણું છું તે પરથી તેમને કદી નાસ્તિક ન કહું, હું તેમને ઈશ્વરથી ડરીને ચાલનારા માણસ તરીકે ઓળખાવું, મારા આવા દાવાનો તે ઈનકાર કર્યા વગર ન રહે એ હું જાણું છું. હું તેમને કહું કે, “મિ. બ્રૅડલૉ, તમે સત્યથી ડરીને ચાલનારા માણસ છો, અને તેથી ઈશ્વરથી ડરીને ચાલનાર માણસ છો.” તો તેમનું મોં

લાલચોળ થઈ જાય. તે છતાં સત્ય ઈશ્વર છે એમ કહીને હું સહેજમાં તેમની ટીકાને રોકી શકું. કેમ કે એવી જ રીતે કેયલાયે ટીકા કરવાવાળા જુવાનિયાઓને મેં નિરુત્તર કર્યો છે. આ ઉપરાંત લાખો લોકોએ ઈશ્વરનું નામ

લઈને તેને નામે વર્ણવી ન શકાય એવા અત્યાચારો કર્યા છે તે મુશ્કેલીનો વિચાર કરો. વિજ્ઞાનવેત્તાઓ ઘણી વાર સત્યને નામે ક્રૂરપણે નથી વર્તતા એવું નથી. માણસો પ્રાણીશરીરની રચના સમજવાને કે સમાજાવવાને

પ્રાણીઓનું દેહછેદન કરે છે ત્યારે સત્ય અને વિજ્ઞાનને નામેતેમના પર કેવી અમાનુષી ક્રૂરતા કરે છે તે હું જાણું છું. આમ ઈશ્વરનું તમે ગમે તે રીતે વર્ણન કરો તોયે તેમાં અનેક મુશ્કેલીઓ આડી આવ્યા વગર રહેતી નથી.

પણ માણસનું મન એક અધૂરું સાધન છે અને જેને ઓળખવાને માણસની શક્તિ નથી એવા પરમ પદાર્થ તથા પરમતત્ત્વનો વિચાર કરતાં તે મર્યાદાઓ નડ્યા વગર રહેતી નથી.

આ ઉપરાંત અમારી હિંદુ ફિલસૂફીમાં બીજી એક વાત છે કે એક ઈશ્વર જ છે અને બીજું કશું નથી. ઈસ્લામના કલમામાં પણ એ સત્ય ભાર દઈને જણાવવામાં આવેલું જોવાનું મળશે. તેમાં સાફ શબ્દોમાં કહ્યું છે કે એક ઈશ્વર જ છે અને બીજું કશુંયે નથી હકીકતમાં સત્યને માટે વપરાતો સંસ્કૃત સત્‌ શબ્દનો શબ્દાર્થ જ જે છે તે અથવા તેની હયાતી છે તે એવો થાય છે.

આ અને આ અને બીજાં તમને બતાવી શકું એવાં ઘણાં કારણોસર હું એવી નિર્ણય પર આવ્યો છું કે ‘સત્ય એ જ ઈશ્વર છે’ એ વ્યાખ્યા વડે વધારેમાં વધારે સમાધાન મળે છે. અને સત્યને તમે ઈશ્વર તરીકે પામવા ચાહતા હો તો તે માટે એકમાત્ર અનિવાર્ય સાધન પ્રેમ એટલે કે અહિંસા છે. અને વળી હું એવું માનનારો છું કે આખરે સાધન અને સાધ્ય, એક જ અર્થના બે શબ્દો છે, બલકે બંને એક જ વસ્તુ છે તેથી ઈશ્વર પ્રેમ છે એવું કહેતાં પણ હું અચકાતો નથી.

‘ત્યારે હવે સત્ય શું છે ?’

‘સવાલ સાચે જ અઘરો છે’, ગાંધીજીએ કહ્યું. પણ તમારા અંતરમાંનો અવાજ કહે છે તે સત્ય, એવો જવાબ આપી એ સવાલનો ઉકેલ મેં કાઢ્યો છે, તો પછી તમે પૂછશો કે જુદા જુદા લોકો જુદાં જુદાં અને એકબીજાથી વિરોધી સત્યો કેમ વિચારતા હશે ? પણ વધારે વિચાર કરતાં સમજાશે કે માણસનું મન અસંખ્ય જુદાં જુદાં માધ્યમ મારફતે કાર્ય કરે છે, અને બધાયે લોકોને માટે મનનો વિકાસ સરખો કે એક પ્રકારનો થયો નથી; તેથી આપોઆપ એવું અનુમાન ફલિત થાય છે કે એકને માટે સત્ય

હોય તે બીજાને માટે અસત્ય હોય; અને તે જ કારણસર સત્યને માટે આ જાતના પ્રયોગો કરનારાઓએ નિર્ણય આપ્યો છે કે એવા પ્રયોગો કરતાં પહેલાં કેટલીક શરતોનું પાલન અનિવાર્ય છે. વિજ્ઞાનના પ્રયોગો કરવાને

માટે વિજ્ઞાનની તાલીમનો અભ્યાસક્રમ અનિવાર્ય છે. તેવી જ રીતે અધ્યાત્મના ક્ષેત્રમાં પ્રયોગ કરવાનો અધિકાર મેળવનારને યમનિયમોનું કડક પાલન આવશ્યક છે, એથી, હરેક માણસે પોતાના અંતરના અવાજની વાત કરતાં પહેલાં પોતાની મર્યાદા સમજી લેવી જોઈએ. એટલે અનુભવને આધારે અમારે ત્યાં એવી દૃઢ માન્યતા થયેલી છે કે જે લોકો પોતાની જાતને અંગત રીતે સત્યને ઈશ્વર તરીકે શોધીને પામવા માગતા હોય તેમણે કેટલાંક વ્રતો પાળીને સિદ્ધ કરવાં જોઈએ. દાખલા તરીકે તેમણે સત્ય

વ્રતનું, સત્ય અને ઈશ્વર માટેનો આપણો પ્રેમ બીજી કોઈ વસ્તુને માટે આપણે વહેંચી શકતા નથી તેથી બ્રહ્મચર્ય અથવા શુદ્ધિના વ્રતનું, અહિંસાવ્રતનું, અને અપરિગ્રહ અને ગરીબીના વ્રતનું પાલન કરવું જોઈએ.

આટલાં પાંચ વ્રતો અંગીકાર કર્યા વગર સત્યની શોધના પ્રયોગમાં ન પડવું વધારે સારું થાય. બીજી પણ કેટલીક શરતો આને અંગે મૂકવામાં આવી છે, પણ તે બધી અહીં તમારી આગળ ગણાવી જવાની જરૂર નથી. આ

પ્રયોગો કરનારા લોકો જાણે છે કે હરેક માણસ ઊઠીને અંતઃકરણના અવાજને સાંભળવાનો દાવો કરે એ વાત બરાબર નથી એટલું કહેવું પૂરતું થશે. વળી, કોઈ પણ જાતની યમનિયમની તાલીમમાંથી પસાર થયા વગર આજે હરેક જણ પોતાના અંત-કરણના અવાજ મુજબ ચાલવાનો હક આગળ ધરે છે અને આજની મૂંઝવણમાં પડેલી દુનિયાને એટલું બધું અસત્ય

વહેંચવામાં આવે છે કે સાચી નમ્રતાથી હું તમને એટલું જ સૂચન કરી શકું કે જેનામાં સંપૂર્ણપણે નમ્રતાનું ભાન જાગ્યું નથી તે કોઈથી સત્યની શોધ

થઈ શકવાની નથી. સત્યના સમુદ્રની સપાટીની ઉપર સફળપણે તરવું હોય

તો તમારે શૂન્ય બની જવું જોઈએ. આ અત્યંત આકર્ષક માર્ગે આથી વધારે આજે હું આગળ વધી શકું તેમ નથી.

ગઅસ્ર્ ત્ત્શ્વ પ શ્નષ્ટઈથ્ ન્શ્વ

, પા. ૧૪-૮

૨૧. સત્ય એ જ ઈશ્વર છે

(ગાંધીજીનો આશ્રમનાં બાળકો પરનો પત્ર ‘સિલેક્ટેડ લેટર્સ’ ૧ માં તા. ૨૧-૩-૧૯૩૨ના પત્ર નં. ૩ તરીકે લેવાયો છે.) ચિ.,

ઈશ્વરની મારી વ્યાખ્યાનું સ્મરણ છે કે ? ઈશ્વર સત્ય છે એમ કહેવાને બદલે હું સત્ય ઈશ્વર છે એમ કહું છું. આમ હમેશાં મને સૂઝ્‌યું નથી. સૂઝ

તો ચારેક વર્શ પહેલાં જ પડી. પણ મારું વર્તન અજાણપણે એવી રીતે થયેલું છે. ઈશ્વરને મેં તો સત્યરૂપે જ ઓળખ્યો છે. એક સમય એવો હતો જ્યારે ઈશ્વરની હસ્તી વિશે શંકા હતી. પણ સત્યની હસ્તી વિશે તો નહોતી જ. આ સત્ય કેવળ જડ ગુણ નહીં, પણ શુદ્ધ ચૈતન્યમય છે. તે જ રાજ્ય ચલાવે છે.

તથી ઈશ્વર છે. આ વિચારની ગડ બેઠી હોય તો તમારા બીજા પ્રશ્નનો જવાબ એમાં જ આવી જાય છે. પણ ગૂંચવણ હોય તો પૂછજો. મારે સારુ તો આ અનુભવગમ્ય જેવું છે ! ‘જેવું’ કહું છું કેમ કે સત્યદેવનો સાક્ષાત્કાર નથી કર્યો.

ઝાંખી માત્ર થઈ છે. શ્રદ્ધા અડગ છે.

ૠક્રદ્યક્રઘ્શ્વ઼ક્રક્રશ્નષ્ટઌટ્ટ ભ્ક્રસ્ર્થ્ટ્ટ,

પુ. પહેલું, પા. ૨૭

(સિલેક્ટેડ લેટર્સ ૧, કાગળ નં. ૩૮માંથી)

‘ઈશ્વરને સાક્ષાત્‌ જોવા’ વાક્યમાં ‘સાક્ષાત’ નો શબ્દાર્થ નથી

લેવાનો. એ તો ચોક્કસ એક લાગણી છે. ઈશ્વર નિરાકાર છે. તેથી તેને તો ફક્ત ધાર્મિક-આધ્યાત્મિક દૃષ્ટિથી જ જોવો જોઈએ.

૨૨. અલભ્ય તત્ત્વ

(‘ઈશ્વર અને મહાસભા’માંથી)

એક મિત્ર લખે છે :

એક વાત એવી છે જેના ખુલાસા માટે હું ઘણા સમયથી તમને

મળવા ઈચ્છું છું, જે ‘ઈશ્વર’ શબ્દના સંબંધમાં છે. રાષ્ટ્રીય કાર્યકર્તાને હિસાબે

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

માં તાજેતરમાં આવેલા ફકરા વિશે હું વિરોધમાં કાંઈ કહી શકું નહીં :

આપે થોડા વખત ઉપર ‘રામનામ’નો મહિમા ગાતાં લખેલું કે,

“જેમની દૃષ્ટિ વધુ પડતી વિદ્યાના રંગથી રંગાઈને શ્રદ્ધા ખોઈ બેઠી નથી તેમને હું ‘રામનામ’ની ભેટ ધરું છું. વિદ્યા જીવનમાં બહુ ખપની છે, પણ ભય અને

લાલચની ક્ષણે તે માણસને છેહ આપે છે. એક શ્રદ્ધા જ તે વખતે તેને ઉગારે છે.” મને લાગે છે આ આપની અંગત શ્રદ્ધાનો ઉદ્‌ગાર છે, કારણ અંતર્નાદને જ એકમાત્ર દેવાધિદેવ માનનારા નાસ્તિકોનાં તમે અન્ય પ્રસંગે ઘટતાં વખાણ કરવાનું ચૂક્યા નથી આપના ‘નીતિધર્મ’માં આપે દંભી ધાર્મિકોને તેમ જ

મરહૂમ બ્રેડલો જેવા ગુણી અને નીતિમાન નાસ્તિકોને ગણાવ્યા છે. વળી ‘ભય

અને લાલચની ક્ષણે એકમાત્ર શ્રદ્ધા જ માણસને ઉગારે છે’ એ પણ શું સર્વયૈવ સાચું છે ? મધ્યયુગનાં ધર્મયુદ્ધોમાં અને હજુ હમણાં પંદર વર્ષ પર સ્પેનમાં

ફ્રાન્સિસ્કો ફેરર જેવા કેટલાયે નાસ્તિકો ‘ઈશ્વરના મહિમાનો પ્રચાર કરનારા’ઓને હાથે હસતે ચહેરે તેમને જીવતા સળગાવી મેલવાની ચિતાઓ પર બળી મૂઆ છે, કતલ થયા છે, અને જીવતાં ચામડીઓ ઉતરાયા છતાં તે સાણસે માંસ તોડાયા છતાં પોતાની માન્યતાઓમાં દૃઢ રહ્યા છે.

“એક પ્રજાસેવક તરીકે હું આપને યાદ દેવડાવું છું કે આપે અગાઉ

ખાતરી આપેલી કે પ્રજાકીય કાર્યોમાં કોઈ વ્યક્તિને પોતાની ધર્મમાન્યતા જાહેર કરવાની ફરજ પાડવામાં એવશે નહીં. હવે જોઉં છું કે સ્વયંસેવકોના

પ્રતિજ્ઞાપત્ર જેવી વસ્તુઓનો આરંભ ‘ઈશ્વરને દરમિયાન સમજીને’ એવા શબ્દોની થાય છે. આપ જાણો છો કે બૌદ્ધો, જૈનો તેમ જ ઘણા હિંદીઓ નિરીશ્વરવાદી અગર તો કેવળ પ્રજ્ઞાવાદી છે. આપણે ઉપલી પ્રતિજ્ઞાઓ કઈ

રીતે લેવી ? જો ન લેવી હોય તો તેમને તેમની ધર્મમાન્યતાઓને કારણે આમ

મહાસભા સેવકદળની બહાર રાખવા એ શું ન્યાય છે ? મને લાગે છે કે આ બાબતમાં ઈશ્વરની જગ્યાએ માત્ર ‘હું પ્રતિજ્ઞાપૂર્વક જણાવું છું.’ એવો વિકલ્પ રાખવામાં આવે. અથવા એથીયે સરસ તો એ કે ‘ઈશ્વર’ શબ્દ જ ન રાખતાં

‘અંતઃકરણ’ કે એ શબ્દ વગર પણ ચલાવીને સૌને માટે એક સામાન્ય એવી

પ્રતિજ્ઞા રાખવી. આપે આ પ્રતિજ્ઞાપત્રો ઘડેલાં તેથૂ આપને લખું છું, મેં પહેલાં પણ લખ્યું હતું પરંતુ મને ડર છે કે તમે તેને જોઈ શક્યા નહીં હોં, કારણ કે સપ્ટેમ્બર ૧૯૨૨માં સાબરમતીમાં તમારી ઐતિહાસિક ધરપકડ થયેલી.”

અંતઃકરણના વાંધાને કારણે કોઈ માગણી કરે તો મહાસભાની પ્રતિજ્ઞા, જે ઘડવામાં મરો ફાળો હોવાનું મને અભિમાન છે, તેમાંથી ઈશ્વરનો ઉલ્લેખ

ભલે કાઢી નખાય. તે સમયે એવો વાંધો ઊઠ્યો હોત તો હું એકદમ નમતું આપત. હિંદુસ્તાન જેવા દેશમાં એવો વાંધો ઊઠે એમ મેં ધારેલ નહીં.

ગષ્ટઘ્ઽક્રષ્ટઌગધ્ટક્રત્દ્ય

માં ચાર્વાકમત છે પણ તેના એકેય અનુયાયી હોય એમ મારા જાણ્યામાં નથી. બૌદ્ધ તથા જૈન નાસ્તિક અથવા અજ્ઞેયવાદી છે એમ હું માનતો નથી. અજ્ઞેયવાદી તો તેઓ કદાપિ ન હોઈ શકે. દેહથી સ્વતંત્ર અનેદહાવસાન પછીયે વિદ્યમાન એવા આત્મામાં જેની શ્રદ્ધા છે તેને નાસ્તિક ન કહી શકાય.

ઈશ્વરનું લક્ષણ આપણે સર્વે નોખું નોખું બાંધીએ છીએ. આપણે બધા પોતપોતાનું ઈશ્વરનું લક્ષણ આપવા બેસીએ તો જેટલાં સ્ત્રીપુરુષ છે, એટલાં ઈશ્વરનાં લક્ષણ મળે, પણ આ વિવિધ લક્ષણોની ભિન્નતાના અંતરમાં ભુલાય

નહીં એવી અમુક સમાનતા પણ હોય જ. કારણ, મૂળ એક જ છે. ઈશ્વર એ અલક્ષ્ય તત્ત્વ છે. જેનું આપણને ભાન થાય છે પણ જ્ઞાન નથી હોતું. ચાર્લ્સ બ્રૅડલો પોતાને નાસ્તિક કહેવડાવતા એ ખરું, પણ ઘણા ખ્રિસ્તી તેને નાસ્તિક ગણવાની ના પાડતા; અને ઘણા નામધારી ખ્રિસ્તી કરતાં બ્રૅડલો પોતાને વધારે નિકટ છે એમ અનુભવતા. હિંદુસ્તાનના તે સન્મિત્રના છેલ્લા સંસ્કાર વખતે હું સદ્‌ભાગ્યે હાજર હતો. તે ક્રિયામાં કેટલાક પાદરીઓને પણ મેં જોયા હતા. હિંદુ અને મુસલમાન તો ઘણા હતા. તે બધા આસ્તિક હતા. બ્રૅડલો ઈશ્વરનો ઈનકાર કરતા, તે જે સ્વરૂપે ઈશ્વરનું નિરૂપણ બ્રૅડલોના જાણ્યામાં હતું, તે સ્વરૂપે જ તેનો ઈનકાર હતો. તેની સમયમાં પ્રચલિત ધર્મશાસ્ત્ર અને ઉપદેશ તથા આચાર વચ્ચે જે ભયંકર વિષમતા રહેતી તેના વિરુદ્ધ બ્રૅડલો છટા તથા પુણ્યપ્રકોપ સાથે પોકાર કરતા. મારે મન ઈશ્વર એ સત્ય અને દયા છે, નીતિ છે, અભય છે, ઈશ્વર પ્રકાશ તથા આનંદનું ધામ છે. અને છતાં આ સર્વથી ઊંચે તથા પર છે. ઈશ્વર અંતઃકરણની પ્રવૃત્તિ છે, નાસ્તિકની નાસ્તિકતા પણ તે જ છે. કારણ પરમ પ્રેમસ્વરૂપે હોઈ ભગવાન નાસ્તિકને પણ જીવવા દે છે. તે અંતર્યામી છે.

વાણી તથા બુદ્ધિ તેને પામી શકતી નથી. આપણે આપણને તથા આપણા હૃદયને જાણીએ છીએ તે કરતાં તે વધારે સારી રીતે જાણે છે. તે આપણા બોલ્યા સામું જોતો નથી, કારણ તે જાણે છે કે આપણે જાણીને અથવા અજાણતાં જેમ આવે તેમ બોલી નાખીએ છીએ. જેને મૂર્તસ્વરૂપે ભગવાનની હાજરી જોઈએ તેની આગળ તે મૂર્તસ્વરૂપે દર્શન દે છે. જેને તેનો ચરણસ્પર્શ જોઈએ તેને અર્થે તે દેહ ધારણ કરે છે. ભગવાન શુદ્ધ સત્‌સ્વરૂપ છે. શ્રદ્ધાળુંને તે કેવળ સત્‌સ્વરૂપ છે. માણસ જેમ તેને પ્રસન્ન થાય તેમ તે તેને ફળ આપે છે.

તે આપણા અંતરમાં છે છતાં આપણાથી પર છે. મહાસભામાંથી ઈશ્વર શબ્દનો ભલે કોઈ બહિષ્કાર કરે પણ કોઈનો ભાર નથી કે એ પરમ પદાર્થને દૂર કરી શકે. ‘પ્રતિજ્ઞાપૂર્વક’ કહેવું એ ‘ઈશ્વરને સાક્ષી રાખીને’ કહેવાની બરાબર જ નથી તો શું છે ? એને ‘અંતર્નાદ’ એ ત્રણ અક્ષરના સાદા સમુદાય ‘ઈશ્વર’નું દીન તથા સીદીભાઈના ડાબા કામ જેવું વિવરણ જ છે. ઈશ્વરને નામે હળાહળ

અનાચાર અથવા પશુ જેવાં કામ થાય તેથી ઈશ્વરને કંઈ બાધ આવતો નથી.

તે અત્યંત ક્ષમાવાન છે. તે સહનશીલ છે. પણ તે ભયંકર છે. આ લોકમાં તથા પરલોકમાં પાઈે પાઈનો હિસાબ લેનાર એના જેવો કોઈ નથી. આપણા સંબંધી

મનુષ્ય તથા પશુને જેમ આપણે રાખીએ તેમ તે આપણને રાખે છે. અજ્ઞાનનો બચાવ એની પાસે ચાલતો નથી. પણ સાથે સાથે તે સદાય ક્ષમાવાન છે, કારણ તે સદાય આપણને પશ્ચાતાપ કરવાની તક આપે છે. સ્વતંત્રતાનો પક્ષપાતી એના જેવો એકે નથી. કારણ, સત્‌ તથા અસત્‌ના વિવેક વિશે તે આપણને પૂરેપૂરી સ્વતંત્રતા આપે છે. જુલ્મી પણ એના જેવો કોઈ નથી, કારણ તે વારંવાર આપણી કરી કમાણી ક્ષણમાં ધૂળમાં મેળવે છે. અને આપણને સ્વતંત્ર ઈચ્છાશક્તિ આપવાને મિપે એટલી અલ્પ શક્તિ આપે છે કે આપણે ભોગે તે જાણે રમત રમે છે. એટલે જગતને આપણે ભગવાનની લીલા અથવા માયા કહીએ છીએ. આપણે મિથ્યા છીએ, તે જ કેવળ સત્ય છે. અને આપણે સત્યરૂપ બનવું હોય તો અહર્નિશ આપણે તેનું ભજનકીર્તન કરીએ અને એની આજ્ઞાનું પાલન કરીએ. એની વાંસળીના સૂર પ્રમાણે આપણે નૃત્ય કરીએ એટલે બધાં સારાં વાનાં થાય.

પત્રલેખકે મારી એક

ઌટ્ટબ્ભમૠક્રષ્ટ

નામની પુસ્તિકાનો પણ ઉલ્લેખ કર્યો છે. મારે વાચકનું આ વાત ઉપર ધ્યાન દોરવું જોઈએ કે પત્રલેખકે જેનો ઉલ્લેખ કર્યો છે એ મૂળ

ગુજરાતી પુસ્તકનો અંગ્રેજી અનુવાદ છે. પણ ગુજરાતી પુસ્તકની પ્રસ્તાવનામાં જ એ વાત સ્પષ્ટ કરી છે કે એ મૌલિક પુસ્તક નથી પણ અમેરિકામાં પ્રસિદ્ધ થયેલા મિ.

સૅલ્ટરના

ઌહ્મબ્ભઙ્ગેં-મૠક્રષ્ટ

નામના પુસ્તકને આધારે લખાયું છે. આ અનુવાદ યરવડા જેલમાં

મારા ધ્યાનમાં આવ્યો. મને એ જોઈને અફસોસ થયો કે એમાં મેં જેના ઉપરથી લખ્યું છે તે મૂળ પુસ્તકનો કોઈ ઉલ્લેખ નથી. અનુવાદકે પોતે પણ મૂળ ગુજરાતી નહીં પણ એના હિંદી અનુવાદનો આધાર લીધો છે. આમ એનો અંગ્રેજી અનુવાદ એક ‘દ્રાવિડી

પ્રાણાયામ’ જ કહી શકાય. અમેરિકન પુસ્તકને લેખક પ્રત્યે આવો ખુલાસો કરવો જરૂરી હતો. એ આનંદની વાત છે કે પત્રલેખકે એની યાદ આપીને મને એનું ઋણ અદા કરવાનો અવસર આપ્યો.

ઌપટ્ટઌ

, ૮-૦૩-૧૯૨૫, પા. ૨૧૨

૨૩. ઈશ્વર ક્યાં અને કોણ ?

(મૂળ ગુજરાતીમાંથી)

બ્રહ્મચર્યની વ્યાખ્યા આપતાં મેં લખ્યું કે બ્રહ્મને પહોંચવાને સારું જોઈતા આચાર તે બ્રહ્મચર્યહ્‌. બ્રહ્મ એટલે ઈશ્વર એટલું જાણ્યેથી ઈશ્વરના સ્વરૂપની ખબર નથી પડતી. એટલે એનું ઠીક જ્ઞાન હોય તો આપણે ઈશ્વર

પ્રતિ જવાનો ઠીક માર્ગ જાણી લઈએ.

ઈશ્વર મનુષ્ય નથી. એટલે એ કોઈ પણ મનુષ્યમાં ઊતરે છે કે અવતરે છે એમ કહેવું એ પણ પૂર્ણ સત્ય નથી. એમ કહી શકાય કે ઈશ્વર કોઈ મનુષ્યમાં અવતરે છે એનો અર્થ માત્ર એટલો કે તે માણસમાં આપણે વધારે ઐશ્વર્ય કે ઈશ્વરપણું જોઈએ છીએ. ઈશ્વર તો સર્વવ્યાપી હોઈ બધેય ને બધામાં છે એ અર્થમાં આપણે બધા જ ઈશ્વરના અવતાર કહેવાઈએ. પણ એમ કહેવાથી કશો અર્થ સરતો નથી. રામ, કૃષ્ણ આદી અવતાર થઈ ગયા એમ કહીએ છીએ કેમ કે તે વ્યક્તિઓમાં ઐશ્વર્યનો અનુભવ લોકોએ કર્યો હતો. અંતે તો કૃષ્ણાદિ મનુષ્યની કલ્પનામાં વસે છે, તેની કલ્પનાના છે, એવી ઐતિહાસિક વ્યક્તિ થઈ ગયેલ છે કે નહીં તેની સાથે કલ્પનાને કંઈ

લેવાદેવા નથી. કેટલીક વેળા ઐતિહાસિક રામને કૃષ્ણને માનવા જતાં આપણે જોખમ ભરેલે રસ્તે ચડી જઈએ છીએ ને અનેક તર્કોનો આશ્રય લેવો પડે છે.

ખરું જોતાં ઈશ્વર એક શક્તિ છે, તત્ત્વ છે; તે શુદ્ધ ચૈતન્ય છે, સર્વવ્યાપક છે; છતાં તેનો આશ્રય કે ઉપયોગ બધાને મળતો નથી; અથવા કહો કે બધા તેનો આશ્રય મેળવી શકતા નથી.

વીજળી મહા શક્તિ છે પણ તેનો ઉપયોગ બધા મેળવી શકતા નથી.

તેને પેદા કરવાના અનિવાર્ય કાયદા છે

તે મળી શકે. વીજળી જડ છે. તેના ઉપયોગના કાયદા માણસ જે ચેતન છે તે મહેનત વડે જાણી શકે છે.

ચેતનમય મહાશક્તિ, જેને આપણે ઈશ્વર નામ આપીએ છીએ તેના ઉપયોગના કાયદા છે જ; પણ તે શોધવામાં બહુ વધારે મહેનત પડે એ દીવા જેવું સ્પષ્ટ હોવું જોઈએ. તે કાયદાનું ટૂંકું નામ બ્રહ્મચર્ય. એના પાલનનો એક ધોરી માર્ગ રામનામ છે એમ હું તો અનુભવે કહી શકું છું. તુલસીદાસ જેવા ભક્ત ઋષિમુનિઓએ એ માર્ગ બતાવ્યો જ છે. મારા અનુભવનો વધારે પડતો અર્થ કોઈ ન કરે. રામનામ સ્રવવ્યાપક રામબાણ દવા કે ઉપાય છે તો ઉરુળીકાંચનમાં જ મને કદાચ ચોખ્ખું જણાયું. તેનો સંપૂર્ણ ઉપયોગ જે જાણે તેને જગતમાં ઓછામાં ઓછું કરવાપણું રહે છતાં તેનું કામ મહાનમાં મહાન

લાગે.

આમ વિચાર કરતાં હું કહી શકું કે બ્રહ્મચર્યની ગણાતી વાડો આળપંપાળ છે, ખરી ને અમર વાડ રામનામ છે. રામ જ્યારે જીભેથી ઊતરીને હૃદયમાં વસે ત્યારે જ તેનો ચમત્કાર પૂરો જણાય છે. એ અમોઘ

સાધન હાથ કરવા સારુ એકાદશ વ્રત તો છે જ. સાધનો એવાં હોય કે જેમાંથી કયું સાધન ને શું સાધ્ય એ કહેવું મુશ્કેલ થઈ પડે. એકાદશ વ્રતમાંથી એકમાત્ર સત્યને લઈએ તો પૂછી શકાય કે સત્ય સાધન ને રામ સાધ્ય, કે રામ

સાધન ને સત્ય સાધ્ય ?

પણ હું ઠેકાણે આવું. બ્રહ્મચર્યનો આજનો અર્થ લઈએ - જનનેન્દ્રિય

- સંયમ. એ સયમ સિદ્ધ કરવા સારુ સુવર્ણ રસ્તો, એક અમર વાડ રામનામ

છે. એ રામનામ સિદ્ધ કરવાના પણ કાયદા કે નિયમો તો છે જ એ એક વેળા વિચારાઈ ગયા છે. છતાં એ ફરી વિચારીશું.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૨૨-૬-૧૯૪૭, પા. ૧૭૬

૨૪. ઈશ્વર વ્યક્તિ કે તત્ત્વ ?

એક ભાઈ વડોદરાથી લખે છે. એનો કાગળ અંગ્રેજીમાં છે.

“તમે ઈશ્વરની પ્રાર્થના કરો છો. દ.આ.ના ગોરાઓને દોરવાનું કહો છો. અને ત્યાંના હિંદીઓને બળ અને હિંમત આપવાનું કહો છો. આવું તો વ્યક્તિને જ કહાવાય ના ? જો ઈશ્વર એ સર્વત્ર અને સર્વ શક્તિમાન એક તત્ત્વ હોય તો એને ભજવું શું ? એ તો એનું કામ કર્યે જ જાય છે.”

આ વિશે પહેલાં હું લખી તો ગયો છું. પણ એ વસ્તુ એવી છે કે, એમ હોવા છતાં વખતોવખત જુદા શબ્દોમાં એ જ વસ્તુ કહેવાતાં કોઈક વાક્ય કે શબ્દ એવો લખાવાનો સંભવ છે કે, જેથી કોઈક તો વધારે સમજે.

મારી દૃષ્ટિએ ઈશ્વરને રામ કહો કે રહમાન કહો, ગૉડ કહો કે અહુરમઝ્‌દ

કહો કે કૃષ્ણ કહો, આ બધી શક્તિઓમાં પણ એક અમોઘ શક્તિ છે, એને નામ આપવાનાં મનુષ્યમાં ફાંફાં ચાલ્યાં છે. મનુષ્ય અપૂર્ણ હોવા છતાં પૂર્ણ થવાનો પ્રયત્ન કરે છે, તેથી વિચારના તરંગોમાં પડે છે અને પછી જેમ બચ્ચું ફાંફાં મારે, પડે આખડે, અને પછી ટટાર થાય, તેમ બુદ્ધિરૂપે મનુષ્ય હજુ થોડા મહિનાનું જ બચ્ચું છે, એમ કહીએ, તો બ્રહ્માના દિવસોમાં માપતાં

મુદ્દલ અતિશયોક્તિ નથી, પણ શુદ્ધ સત્ય છે. આ બધું મનુષ્ય તો પોતાની જ ભાષામાં જણાવી શકે. ઈશ્વર નામની શક્તિને તો ભાષા જેવું કંઈ છે જ નહીં. એને મનુષ્યોનાં સાધનની ક્યાં કંઈ જરૂર છે ? એ તો પોતાની પાસે જે સાધન છે, એ વડે જ મહાસાગરરૂપી શક્તિને વિશે વર્ણન કરી શકે.

આટલું ગળે ઊતરી શકે, તો બીજું પૂછવાપણું રહેતું નથી. તો પછી એને

પ્રાર્થના કરવી એ મનુષ્યની ભાષામાં ઠીક જ કહેવાય. કેમ કે, એ મહાન શક્તિને પણ આપણા ઢાળમાં નાખીને જ એની કંઈક કલ્પના કરી શકીએ.

એ કલ્પના કરતાં યાદ રાખીએ કે, આપણે બિંદુ છીએ, આપણે નાનકડું જંતુ છીએ એ પણ ઈશ્વરરૂપી મહાસાગરના. અથવા ખરેખર તો એમાં પડી અનુભવ જ લેવાય, એનું વર્ણન આપી ન શકાય. એટલે બ્લાસ્ટ્‌સ્કીની ભાષામાં એમ કહેવાય કે, મનુષ્ય પ્રાર્થના પણ પોતારૂપી મહાન શક્તિને પોતે જ કરે છે. એમ કરતાં આવડે તે જ પ્રાર્થના કરે, એમ કરતાં ન આવડે તેને પ્રાર્થના કરવાની જ ન હોય, તેથી ઈશ્વરને માઠું નથી લાગવાનું, પણ જે એ મહાન શક્તિને પ્રાર્થના નહીં કરે, તે ખોશે. એમ મારે અનુભવથી કહેવું જોઈએ. પછી ભલે કોઈ ઈશ્વરને વ્યક્તિ ગણીને પૂજે કે ભજે. ને કોઈ

મહાન શક્તિ ગણીને પૂજે કે ભજે, બંને પોતપોતાની દૃષ્ટિએ ઠીક જ કરે છે.

સ્વતંત્ર ઠીક શું છે, એ તો કોઈ જાણતા જ નથી, અને કદાચ જાણશે નહીં.

આદર્શ તો આદર્શરૂપ જ રહેવાનો, એટલું યાદ રાખવું ઘટે છે. બીજી બધી શક્તિઓને આપણે જડ શક્તિ ગણીએ, પણ ઈશ્વર એ જીવનશક્તિ છે. જેે બધેય છે તેમ છતાં બધાની બહાર પણ છે.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૧૮-૮-૧૯૪૬, પા. ૨૬૯

૨૫. ગૂઢમાં ગૂઢ વસ્તુ

(‘સાપ્તાહિક પત્ર નં. ૨૦’માંથી - પ્યારેલાલ)

મૌનવાર ગોધીજીએ સહરસા માં ગાળ્યો. સહરસાનું નામ હવે તો ગાંધીજીના જીવન જોડે બીજી રીતે જોડાઈ ગયું એટલે વાચકોને એ ગામનો પરિચય હશે જ. ત્યાં જે મકાનમાં ગાંધીજીનો ઉતારો હતો તે મકાનને ૫૦-૬૦ હજાર માણસોએ સવારના આઠ વાગ્યાથી ઘેરો ઘાલ્યો હતો. દિવસે ધોમ

ધખતો હતો ને ધૂળના ગોટ ઊડતા હતા છતાં એટલા હજારો લોકો આખો દિવસ ત્યાં જ ભૂખ્યા-તરસ્યા બેસી રહ્યા. સાંજ પડવા આવતાં એમની સંખ્યા વધીને લાખેકની થઈ. સાંજે વિરાટ સભા થઈ. તેમાં ગાંધીજીએ ઈશ્વરી દેડનો વિષય ઉપાડ્યો ને કહ્યું : “ધરતીકંપ મોકલનાર ઈશ્વર શું દયાહીન ને કીનાખોર છે ? ના, એ હૃદયહીન પણ નથી ને કીનાખોર પણ નથી. માત્ર એની કળાનો પાર આપણે પામી શકતા નથી.” એક મિત્રને આ અરસામાં

લખેલા કાગળમાં તેમણે આ વિશે લખ્યું છે : “ઈશ્વર ગૂઢમાં ગૂઢ છે એમ

આપણે જાણીએ છીએ, તો પછી એની કોઈ પણ કૃતિથી આપણે શા સારુ

મૂંઝાઈએ ? ‘પ્રેમળ જ્યોતિ’ ના કવિની જેમ ગાઈ શકીએ, ‘મારે એક ડગલું બસ થાય’ અને આપણે ભૂતકાળના અનુભવ પરથી ખાતરી રાખીએ કે એક ડગલું ભર્યા પછી બીજું ડગલું આપણને દેખાશે જ. બીજા શબ્દમાં કહીએ તો આ અભેદ્ય અંધકાર આપણે કલ્પીએ છીએ એટલો અભેદ્ય નથી. પણ જ્યારે આપણે અધીરા થઈને એ એક ડગલાની આગળ જોવા માગીએ છીએ ત્યારે એ એભેદ્ય જણાય છે. અને ઈશ્વર પ્રેમસ્વરૂપ છે, એટલે આપણે નિશ્ચયપૂર્વક કહી શકીએ કે એ આપણા પર જ ભૌતિક આપત્તિઓ અવારનવાર નાંખે છે તે પણ આશીર્વાદરૂપ જ હોવી જોઈએ. પણ આ આશીર્વાદરૂપ તેને જ નીવડે કે એને ચેતવણી ગણીને અંતર્મુખ થાય ને આત્મશુદ્ધિ કરે.”

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૨૯-૪-૧૯૩૪, પા. ૫૧

૨૬. ઈશ્વરની અકળલીલાને સમજીએ

(‘બે માગણી’માંથી)

ઈશ્વરનું પૂર્ણ વર્ણન હજી લગી કોઈ કરી નથી શક્યા. એ કામ

ત્રિકાળદર્શી ભગવાનનું છે. સર્વકાળે દેહધારી મનુષ્ય અપૂર્ણ જ છે. એને ભગવાનની ઉપમા ભલે અપાય પણ ભગવાન તો નથી જ. ભગવાન અદૃશ્ય

છે, અદૃષ્ટ છે. તેથી જ આપણે જેને સત્‌પુરુષ ગણીએ તેનાં વચનો અને આચાર સમજીએ; જો હૃદયમાં ઊતરે તે ઉપર આપણું વર્તન રચીએ. શાસ્ત્ર

વધારે શું કરશે ?

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૩-૩-૧૯૪૬, પા. ૨૫-૬

૨૭. ઈશ્વરનો દેખાતો વિરોધાભાસ

(‘ઈશ્વર એટલે શું ?’માંથી)

“હમણાં આપનું

ટક્રટ્ટભક્રખ્ક્રક્રશ્વમ

નામનું પુસ્તક હું વાચું છું અને સમજવા

પ્રયત્ન કરું છું. પત્ર લખવાનું કારણ

ટક્રટ્ટભક્રખ્ક્રક્રશ્વમ

ના ૧૦ અધ્યાયના વાચન પછી

મને જાગેલો પ્રશ્ન છે. તેમાં લખવામાં આવેલું છે કે જ્યારે શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, ‘અરે, છલ કરનારનું દ્યુત પણ મને જ જાણ. આ જગતમાં જે કંઈ

થાય છે તે મારી રજા વિના થઈ જ નથી શકતું. સારુંનરસું પણ હું થવા દઉં છું ત્યારે જ થાય છે.’ તો શું ભગવાન નરસું પણ થવા દે છે ? અને આવી જાતનું ભગવાનની રજાથી થયા પછી તેનો બદલો નરસા પરિણામમાં તે કેમ

આપી શકે ? શું જગતની ભગવાન થકી ઉત્પત્તિ આ માટે જ છે ? શાન્તિમય

વાતાવરણમાં જગતનો સમય પસાર ન જ થઈ શકે ?”

એમ કહેવું કે નરસાનો સ્વામી પણ ઈશ્વર છે એ કાનને કઠોર લાગે છે. પણ જો એ સારાનો સ્વામી હોય તો નરસાનો પણ એ જ. રાવણે અનહદ

શક્તિ બતાવી એ ઈશ્વરે બતાવવા દીધી તો જ ના ? મારી દૃષ્ટિએ આ બધી તકલીફનું મૂળ ઈશ્વરતત્ત્વ ન સમજવામાં છે. ઈશ્વર કંઈ પુરુષ નથી, વ્યક્તિ નથી. એને વિશે કંઈ વિશેષણ લાગુ પાડી શકાય એમ નથી. ઈશ્વર એ પોતે જ કાયદો, કાયદાકાર અને કાજી છે. એવું આપણે જગતમાં સુસંગત રીતે જોતા નથી. પણ જ્યારે એવું કોઈ મનુષ્ય કરે છે તે વખતે આપણે એને શહેનશાહ નીરો (શેતાન) તરીકે જોઈએ છીએ. એ કંઈ મનુષ્યને શોભતી સ્થિતિ નથી. પણ જેને આપણે ઈશ્વર તરીકે પૂજીએ છીએ તેને સારુ તો એ સ્થિતિ શોભતી છે એટલું જ નહીં પણ વાસ્તવિક રીતે એ સ્થિતિ છે. આટલી વસ્તુ જો આપણે ઓળખી લઈએ તો ઉપરના કાગળમાં જે પ્રશ્નો ઉઠાવ્યા છે, એનો જવાબ મળી રહે છે, અથવા એ પ્રશ્નો ઊઠી જ શકતા નથી.

શાન્તિમય વાતાવરણમાં જગતનો સમય પસાર ન જ થઈ શકે એ

પ્રશ્ન પણ નથી ઊઠી શકતો. જ્યારે જગત ધારશે ત્યારે વાતાવરણ ધારશે કે નહીં અથવા ધારશે તો ક્યારે ધારશે. આવા પ્રશ્નો ઉઠાવવા એને નવરાની નિશાની ગણું. આપ ભલા તો જગ ભલા એ ન્યાયે પ્રશ્નકાર પોતે ગમે તે સ્થિતિમાં શાંતિ જાળવી શકે તો એણે માનવું જોઈએ કે જે પોતે કરી શકશે તે આખું જગત કરી શકશે. એમ ન માને તો એ બહુ અભિમાની ગણાય.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૨૪-૨-૧૯૪૬, પા. ૧૭

૨૮. ઈશ્વર એ માનવીની કલ્પના માત્ર છે ?

(‘પ્રશ્નોત્તરી’માંથી)

પ્ર. - ઈશ્વર એ માનવીની કલ્પનામાત્ર છે. ઈશ્વરે મનુષ્યને નથી સરજ્યો, પણ મનુષ્યે ઈશ્વરને સરજ્યો છે, શું આ સત્ય નથી ?

ઉ. - આ વચન એક લાંબા કાગળમાંથી મેં લીધું છે. આમાં સત્યનો આભાસ માત્ર છે. ભાષાને રમાડીને લેખકે ્‌ઝાણ્યે આભાસ પેદા કર્યો છે.

‘સર્જન’ અને ‘ઈશ્વર’ શબ્દો ઉપરની આ રમત છે.

ઈશ્વર પોતે નીતિ છે અને નીતિકાર છે. એ રીતે એનું ‘સર્જન’

કરવાપણું નથી. તો પછી એને મનુષ્યરૂપી જેતુ શું સરજશે ? મનુષ્ય બંધ

બાંધી શકે, પઁ નદી નહીં સરજી શકે. મનુષ્ય ખુરશી બનાવી શકશે, પણ

લાકડું નહીં સરજી શકે. મનુષ્ય ઈશ્વરની અનેક કલ્પનાઓ કરશે, પણ લાકડું, નદજી વગેરેના સરજનહારને શું સરજવાનો હતો ?!! તેથી ઈશ્વરે મનુષ્યને સરજ્યો છે એ શુદ્ધ સત્ય છે. મનુષ્યે ઈશ્વરને સરજ્યો એ આભાસ માત્ર છે, છેવટે જેને કહેવું હોય તે કહી શકશે કે ઈશ્વર નથી કાંઈ કરતો કે કરાવતો.

‘કરે છે’ ને ‘નથી કરતો’ એ બંને વચન ઈશ્વરને વિશે કહી શકાય.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૧૪-૪-૧૯૪૬, પા. ૭૭

૨૯. જે મોટામાં મોટું આશ્વાસન આપે છે

(‘મહાત્મા ગાંધીના પત્રો જવાહરલાલ નહેરૂને’માંથી) બંગાળની કસોટી માટે બરાબર તૈયાર થવાને ચાર દિવસથી હું તીથલ આરામ લઈ રહ્યો છું. એ સ્થળ જૂહુને કંઈક મળતું આવે છે. અહીં

હું મારા ચડી ગયેલા પત્રવ્યવહારને પહોંચી વળવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

એમ કરતાં ‘ઈશ્વર અને કૉંગ્રેસ’ નામના લેખ વિશેનો તમારો કાગળ મારા હાથમાં આવ્યો. તમારી મુશ્કેલીઓમાં મારી તમારા તરફ સહાનુભતિ છે.

સાચો ધર્મ જીવનમાં તેમ જ દુનિયામાં સૌથી મહાન હોવાથી એનો સૌથી વધુ ગેરલાભ ઉઠાવવામાં આવ્યો છે. અને ધર્મનો ગેરલાભ ઉઠાવનારાઓને તથા તેના થતા દુરુપયોગને જ જેમણે નજરોનજર જોયા છે અને સાચી વસ્તુ જેમને જોવા મળી નથી તેમને સ્વાભાવિક રીતે જ એના પ્રત્યે ઘૃણા પેદા થાય છે.

આખરે તો ધર્મ એ પ્રત્યેક વ્યક્તિની અને તેયે હૃદયની બાબત છે, પછી એને તમે ચાહે તે નામ આપો. માણસની આકરામાં આકરી કસોટીને વખતે જે તેને વધુમાં વધુ સમાધાન આપે છે તે ઈશ્વર છે. એ ગમે તે કહો, તમે સાચા માર્ગ પર છો. બુદ્ધિ માણસને ઘણી વાર ગૂંચવી નાખે છે તથા લગભગ વહેમની હદે પહોંચે તેવી તેની પાસે ભૂલો કરાવે છે; તેમ છતાં, બુદ્ધિ એકમાત્ર કસોટી કહે એ સામે મારો વાંધો નથી.

ઙ્ગેંશ્વઞ્ૐક્રઙ્ગેં પઠ્ઠઌક્ર શ્ક્રક્ર

શ્વ, પા.૪૮

૩૦. નાદાન ભલે ઈશ્વરને ન માને

(‘ત્રણ મહત્વના પ્રશ્નો’માંથી)

(એક સજ્જને અતિ વિનયભાવે ત્રણ પ્રશ્નો હિંદીમાં પૂછ્યા છે.

તેમનું હિંદી એવું સરળ છે કે તે પ્રશ્નો હિંદીમાં જ ગુજરાતી લિપિમાં નીચે આપું છું :)

સ. - આપને કઈ બાર લિખા હૈં કી ઈશ્વર કે માયને દેહવિરહિત, વીતરાગી, સ્વતંત્ર ઔર ઉપાધિરહિત શુદ્ધાત્મા હૈ. અર્થાત્‌ ઈશ્વરને સૃષ્ટિ નહીં

પૈદા કી ઔર વહ પાપપુણ્યકા નિકાલ ભી નહીં દાના બૈઠતા. તો ભી આપ ઈશ્વરેચેછાકી બાત બાર બાર કરતે હી રહતે હૈ. ઉપાધિરહિત ઈશ્વરકો ઈચ્છાકે ઈચ્છા કૈસી હો સકતી હૈ ઔર ઉસકે ઈચ્છાકે અધીન આપ કૈસે કહ સકતે હૈં ?

આપકી આત્મા જો કુછ કરને ચાહતી હૈ, કર સકતી હૈ. યદિ એકદમ ન કર સકતી હો તો ઉસી આત્માકા પૂર્વસંચિત કર્મ હી ઉસકા કારણ હૈ ન કિ ઈશ્વર.

આપ સત્યાગ્રહી હોનેકે કારણ સિર્ફ મૂઢાત્માઓંકો સમજાનેક લિયે આપ યહ અસત્ય બાત નહીં કહતે હોંગે. તો ફિર યહ ઈશ્વરેચ્છાકા દૈવવાદ ક્યોં ?

જ. - ઈશ્વરને હું જે રૂપે માનું છું તે રૂપે જ વર્ણવું છું. લોકોને ભાળવીને હું શાને મારું અધ-પતન કરું ? મારે તેઓની પાસેથી કયું ઈનામ

લેવું હતું ? હં ઈશ્વરને કર્તાઅકર્તા માનું છું. એ પણ મારા સ્યાદ્વાદમાંથી ઉદ્‌ભવે છે. જૈનની પાટે બેસીને ઈશ્વરનું અકર્તાપણું સિદ્ધ કરું ને રામાનુજની પાટે બેસીને તેનું કર્તાપણું સિદ્ધ કરું. આપણે બધા અચિંત્યનું ચિંતવન કરીએ છીએ. અવ્રણનીયનું વર્ણન કરીએ છીએ. અજ્ઞેયને જાણવા ઇચ્છીએ છીએ તેથી આપણી ભાષા તોતડી છે, અધૂરી છે ને કેટલીક વેળા વક્ર છે. તેથી જ બ્રહ્મને સારુ વેદે અલોકિક શબ્દયોજના કરી તે તેને ‘નેતિ’ વિશેષણથી ઓળખાવ્યો કે ઓળખાવ્યું. પણ જોકે તે ‘આ નથી’ છતાં તે છે. અસ્તિ, સત્‌, સત્ય, ૦, ૧, ૧૧... એમ કહેવાય. આપણે છીએ, આપણને પેદા કરનાર માતાપિતા છે, તેને પેદા કરનાર છે... તો પછી સર્વનો પેદા કરનાર માનવામાં પાપ નથી પણ પુણ્ય છે, એમ માનવું ધર્મ છે. એ ન હોય તો આપણે નથી. તેથી જ આપણે બધા એકે અવાજે તેને પરમાત્મા, ઈશ્વર, શિવ, રામ, અલ્લાહ, ખુદા, દાદા હોરમજ, જીહોવા, ગૉડ ઈત્યાદિ અનેક અને અનંત નામે પોકારીએ છીએ. તે એક છે, બહુ છે; અણુથીયે નાનો, હિમાલયથી મોટો; સમુદ્રના એક બિંદુમાં સમાઈ જાય તે સાત સમુદ્રને મળીને પણ તેને ઝીલી ન શકે એવો ભારે છે. તેને જાણવા સારુ બુદ્ધિવાદ શા કામનો ? તે તો બુદ્ધિથી અતીત છે. ઈશ્વરનું અસ્તિત્વ માનવામાં શ્રદ્ધાની આવશ્યકતા છે. મારી બુદ્ધિ

અનેક તર્કવિતર્ક કરી શકે. મોટા નાસ્તિકવાદીની સાથે વાદમાં હું હારી જાઉં, તોયે મારી શ્રદ્ધા બુદ્ધિથી એટલી બધી આગળ દોડે છે કે હું આખા જગતના વિરોધની સામે પણ કહં : “ઈશ્વર છે, છે ને છે જ.”

પણ જેને ઈશ્વરનો ઈન્કાર કરવો હોય તેને તેમ કરવાનોયે અધિકાર છે, કેમ કે તે તો દયાળુ છે, રહીમ છે. રહમાન છે. તે ેંઈ માટીનો બનેલો રાજા નથી કે તેને પોતાની આણ કબૂલ કરાવવા સિપાહી રાખવો પડે. તે તો આપણને સ્વતંત્રતા આપતો છતો માત્ર પોતાની દયાના બળથી આપણા પાસે નમન કરાવે છે. પણ આપણામાંના કોઈ નમન ન જ કરે તો કહે છે : “સુખે રહો, મારો સૂરજ તો તમારે સારુયે તપશે, મારો મેઘ તમારે સારુય વરસશે.

મારી સત્તા ચલાવવાને સારુ મારે તમારી ઉપર બળાત્કાર વાપરવાની જરૂરી જ નથી. એ ઈશ્વરને જે નાદાન હોય તે ભલે ન માને. હું તો કરોડો ડાહ્યામાંનો એક હોઈ તેને સહસ્ત્રવાર નમસ્કાર કરતો છતો થાકતો જ નથી.”

ઌપટ્ટઌ

, ૧૭-૧-૧૯૨૬, પા. ૧૫૬

૩૧. ઈશ્વરની હસ્તી છે કે નહીં ?

દક્ષિણ ભારતની મારી યાત્રામાં મને કેટલાક હરિજનો અને બીજા સજ્જનો મળેલા જે નિરીશ્વરવાદી હોવાનો ડોળ કરતા હતા. એક જગાએ હરિજનોની પરિષદ ભરાયેલી હતી ત્યાં પ્રમુખે લગોલગ આવેલા હરિજનોએ પોતાને પૈસે બાંધેલા મંદિરની છાયામાં જ નિરીશ્વરવાદ પર એક તીખું ભાષણ આપ્યું. હરિજનો પ્રત્યે થતા દુર્વર્તનથી એ ભાઈના હૃદયમાં એટલી કડવાશ વ્યાપી ગયેલી હતી કે આવી ક્રૂરતાને ચાલવા દેનાર કોઈ કલ્યાણકારી શક્તિ હસ્તી ધરાવતી હશે કે નહીં એની જ એમને શંકા પડવા લાગી હતી. આ અનાસ્થાને માટે તો કંઈ કારણ હતું એમ કદાચ કહી શકાય.

પણ બીજી જગાએથી મળેલી બીજી જાતની અનાસ્થાનો નમૂનો આ રહ્યો :

“આપને એમ નથી લાગતું કે ઈશ્વર, સત્ય કે સચ્ચિત્‌ને વિશે અમુક કલ્પના બાંધી લઈને આપણે શોધ શરૂ કરીએ તો આપણી એ શોધનો આખો

પ્રવાહ એ કલ્પનાને રંગે રંગાય અને તેથી આપણા જીવનનો સાચો ઉદ્દેશ જ

માર્યો જાય ? દાખલા તરીકે આપ અમુક નૈતિક સત્યોને અચળ અને શાશ્વત

માનીને ચાલો છો. પણ આપણે તો શોધ કરી રહ્યા છીએ, અને આપણને જ્યાં સુધી સત્ય જડ્યું નથી ત્યાં સુધી આપણે એવી બડાશ કેમ મારી શકીએ, આગ્રહપૂર્વક એમ કહી શકીએ કે અમુક નીતિનિયમ એ સત્ય છે અથવા તો એ જ આપણને આપણી શોધમાં મદદ કરનાર છે ?”

અમુક વસ્તુઓ માની લઈને ચાલ્યા વિના કોઈ પણ જાતની શોધ થઈ

જ ન શકે. કશું જ માની લેવાની ના પાડીએ તો આપણને કશું જ ન જડે.

જગતના આદિકાળથી સુજ્ઞ તેમ જ અજ્ઞ સૌ એમ માનીને ચાલ્યા કરે છે કે જો આપણી હસ્તી હોય તો ઈશ્વરની હસ્તી છે અને જો ઈશ્વર નથી તો આપણે પણ નથી. અને ઈશ્વર વિશેની આસ્તિકતા મનુષ્યજાતિના જેટલી જ જૂની છે.

તેથી, સૂર્ય છે એ હકીકત જેટલી સાચી મનાય છે એના કરતાં ઈશ્વર છે એ હકીકત વધારે સાચી મનાય છે. આ જીવંત શ્રદ્ધાએ જીવનમાં વધારે માં વધારે કોયડાઓનો ઉકેલ આણ્યો છે. એ શ્રદ્ધાએ આપણું દુઃખ હળવું કર્યું છે. તે આપણને જીવતાં ટકાવી રાખે છે. મૃત્યુકાળે એ જ આપણું એકમાત્ર આશ્વાસન છે. એની શોધમાં પણ આ અવસ્થાને લીધે જ રસ પડે છે, એ પુરુષાર્થ કરવાનું મન થાય છે. પણ સત્યની શોધ એટલે જ ઈશ્વરની શોધ. સત્ય એ જ ઈશ્વર છે. ઈશ્વર છે કે કેમ કે સત્ય છે એ શોધ આપણે આદરીએ છીએ, કેમ કે આપણે માનીએ છીએ કે સત્યની હસ્તી છે, અને પરિશ્રમપૂર્વક શોધ

કરવાથી તથા એ શોધ માટેના જે જાણીતા ને કસોટીએ ચડી ચૂકેલા નિયમો છે તેનું સૂક્ષ્મ પાલન કરવાથી એ સત્યની પ્રાપ્તિ થઈ શકે છે. એવી શોધ

નિષ્ફળ ગયાની નોંધ ઈતિહાસમાં ક્યાંય મળતી નથી. જે નિરીશ્વરવાદીઓએ ઈશ્વરના અસ્તિત્વ વિશે અનાસ્થા બતાવી છે તેમણે પમ સત્ય ઉપર તો આસ્થા રાખી જ છે. એમણે યુક્તિ એ કરી છે કે તેમણે ઈશ્વરનું જુદું - નવું નહીં - નામ આપ્યું છે. એનાં નામ ગણ્યાં ગણાય નહીં એટલાં છે. એમાં સર્વશ્રેષ્ઠ નામ તે ‘સત્યનારાયણ’ છે.

સત્યનારાયણ

જે વસ્તુ ઈશ્વરને વિશે સાચી છે તે કંઈક ઓછે અંશે ‘અમુક નૈતિક સત્યો અવિચળ ને શાશ્વત છે’, એવી માન્યતાને વિશે પણ સાચી છે. વસ્તુતઃ ઈશ્વર કે સત્ય વિશેની આસ્થામાં એ નીતિનિયમો વિશેની આસ્થાનો સમાવેશ ગર્ભિત રીતે થઈ જ જાય છે. જેઓ એ નીતિનિયમોથી ચળ્યા છે તેઓ આપત્તિના અપાર સાગરમાં ડૂબી ગયા છે. એ નિયમોને આચરણમાં ઉતરવાની કઠણાઈ અને એ નિયમો વિશેની અનાસ્થા એ બે વસ્તુ એક છે એમ માનવાના ભ્રમમાં ન પડવું જોઈએ. ગૌરીશંકરની શોધ સફળ થવા માટે અમુક શરતોનું પાલન આવશ્યક બને છે. એ શરતો પાળવી કઠણ હોય તેથી એ શોધ અશક્ય બની જતી નથી. એથી તો ઊલટું શોધમાં વધારે રસ આવે છે ને વધારે ઉત્સાહ ચડે છે. ત્યારે ઈશ્વર અથવા સત્યનારાયણની શોધ માટેની આ યાત્રા એ તો હિમાલયની અગણિત યાત્રાઓનાં કરતાં અનંતગણી મોટી છે, અને તેથી ઘણી વધારે રસદાયક છે. આપણને એને માટે જરાય ધગશ ન હોય એનું કારણ એ છે કે આપણી શ્રદ્ધા નબળી છે. આપણને ચર્મચક્ષુથી જે દેખાય છે તે આપણને એકમાત્ર પરમ સત્ય કરતાં વધારે સાચું ભાસે છે.

આપણે જાણીએ છીએ કે આભાસ એ ભ્રમરૂપ છે, માયારૂપ છે. અને છતાં આપણે તુચ્છ ક્ષણજીવી વસ્તુઓને સત્ય માની લઈએ છીએ. તુચ્છ વસ્તુઓને તુચ્છ તરીકે ઓળખી એટલે અર્ધી લડાઈ જીત્યા. એમાં જે સત્યની કે ઈશ્વરની અર્ધી શોધ આવી જાય છે. આપણે એ તુચ્છ ક્ષણજીવી વસ્તુઓના પાશમાંથી છૂટીએ નહીં તો આપણને પેલી મહાન શોધ માટે ફુરસદ સરખી ન રહે; અથવા તો એ શોધ શું ફુરસદના વખતને માટે મુલતવી રાખવા જેવી છે ?

હરિજનસેવકો જાણે કે આપણને ભાન હોય કે ન હોય પણ અસ્પૃશ્યતા સામેનો સંગ્રામ એ આ મહાન શોધનો એક અંશ છે. અસ્પૃશ્યતા એક હડહડતું જૂઠાણું છે. એ વિશે આપણા મનમાં તો શંકા રહી જ નથી, કેમ

કે નહીં તતો આપણે લડતમાં ભળ્યા ન હોત. કેવળ પરિશ્રમથી જ અને આ પત્રમાં અનેક વાર વર્ણવાઈ ચૂકેલી સફળતાની શરતોનું યોગ્ય પાલન કરીને જ આપણે એ સત્ય બીજાના અંતરમાં ઉતારી શકીશું.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૩૦-૯-૧૯૩૪, પા. ૨૩૨

૩૨. નાસ્તિક આસ્તિક કેમ બને ?

(‘પ્રશ્નોત્તરી’માંથી હિન્દુસ્તાનીમાંથી ભાષાંતર)

પ્ર. - નાસ્તિકવાદીનો વિશ્વાસ ઈશ્વર અને ધર્મ ઉપર કઈ રીતે બેસાડી શકાય ?

ઉ. - એનો એક જ ઉપાય છે. ઈશ્વરભક્ત પોતાની પવિત્રતા અને પોતાનાં કાર્યોના પ્રભાવથી નાસ્તિક ભાઈબહેનોને આસ્તિક બનાવી શકે છે.

આ કામ વાદવિવાદથી નથી થઈ શકતું. એ રીતે બની શક્યું હોત તો જગતમાં એક પણ નાસ્તિક ન રહેત, કેમ કે ઈશ્વરના અસ્તિત્વ ઉપર એક નહીં પણ અનેક પુસ્તકો લખાયાં છે. એટલે આજે એક પણ નાસ્તિક હોવો ન જોઈએ. પણ આપણે જોઈએ છીએ એથી ઊલટું. પુસ્તકો તો વધ્યે જ જાય

છે, અને નાસ્તિકોની સંખ્યા પણ વધ્યે જ જાય છે. હકીકતમાં જેઓ નાસ્તિક

મનાય છે અથવા પોતાને એવા મનાવે છે તેઓ નાસ્તિક નથી. અને જેઓ આસ્તિક મનાય છે કે પોતાને મનાવે છે તેઓ આસ્તિક નથી. નાસ્તિકો કહે છે, “જો તમે આસ્તિક છો તો અમે નાસ્તિક છીએ.” એમ કહેવું ઠીક પણ છે. કેમ કે પોતાને આસ્તિક માનવાવાળા બધા ખરેખર આસ્તિક નથી હોતા.

તેઓ રૂઢિવશ થઈ ઈશ્વરનું નામ લે છે અથવા જગતને છેતરવા માટે. એવા

માણસોના પ્રભાવ નાસ્તિકો પર કઈ રીતે પડા શકે ? એટલે આસ્તિક વિશ્વાસ રાખે કે જેઓ સાચા હશે તો તેમની પાસે નાસ્તિક નહીં નભા. આખા જગતની એ ચિંતા ન કરે. જગતમાં કોઈ નાસ્તિક હોત જ નહીં. જ્ઞાનીઓએ કહ્યું છે : “ઈશ્વરનું નામ લેનારા આસ્તિક નથી પરંતુ ઈશ્વરનું કામ કરનારા આસ્તિક છે.”

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૩૧-૮-૧૯૪૦, પા. ૧૯૭

૩૩. ઈશ્વર અને દેવો

(‘સાપ્તાહિક પત્ર’માંથી)

એક રોમન કૅથલિક પાદરી જે ગાંધીજીને મળ્યા તેણે કહ્યું : “હિંદુ ધર્મ એક ઈશ્વરને માનતો થઈ જાય તો ખ્રિસ્તી ધર્મ અને હિંદુ ધર્મ સાથે

મળીને હિંદુસ્તાનની સેવા કરી શકે.”

“એવો સહકાર થાય એ મને ગમે,” તેમ ગાંધીજીએ કહ્યું, “પણ જ્યાં લગી આજનાં ખ્રિસ્તી મિશનો હિંદુ ધર્મની ઠેકડી કરવાનું અને હિંદુ ધર્મનો ત્યાગ ને નિંદા કર્યા વિના કોઈ સ્વર્ગે જઈ જ ન શકે એમ કહેવાનું

ચાલુ રાખે ત્યાં લગી એવો સહકાર શક્ય નથી. પણ કોઈ ભલો ખ્રિસ્તી

મૂકભાવે સેવા કરતો હોય અને ગુલાબના ફૂલની પેઠે પોતાના જીવનની સુવાસ હિંદુ કોમ પર પાડતો હોય એવું ચિત્ર તો હું કલ્પી શકું છું. ગુલાબને એવી સુવાસ ફેલાવવાને વાણીની જરૂર પડતી નથી, એ સુવાસ આપોઆપ ફેલાય જ છે. એવું જ સાચા ધર્મપરાયણ જીવનને વિશે છે. એમ થાય તો જગતમાં શાંતિ સ્થપાય ને માણસો પરસ્પર સદ્‌ભાવ રાખતા થાય. પણ જ્યાં

લગી ખ્રિસ્તી ધર્મ લડાયક કે ‘સાબૂત કાંડાબાવડાંવાળો’ રહે ત્યાં સુધી એ બની ન શકે. ખ્રિસ્તી ધર્મનું એ રૂપ બાઈબલમાં નથી જડતું, પણ જર્મની અને બીજા દેશોમાં જોવા મળે છે.”

“પણ હિંદુઓ એક જ ઈશ્વરને માનવા લાગે અને મૂર્તિપૂજા છોડી દે તો આ બધી મુસીબત ટળી જાય એમ આપને નથી લાગતું ?”

“એથી ખ્રિસ્તીઓને સંતોષ થશે ? તેમનામાં એકતા છે ખરી ?”

“ખ્રિસ્તી સંપ્રદાયમાં તો એકતા નથી.” તેમ કૅથલિક પાદરીએ કહ્યું.

“ત્યારે તમે તો માત્ર તાત્ત્વિક પ્રશ્ન જ પૂછ્યો. હું તમને પૂછું છું કે ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મ બંને એકેશ્વરવાદી મનાય છે છતાં તેમનું જોડાણ થયું છે ખરું ? આ બંને જોડાણ ન થયું હોય તો તમે સૂચવો છો એવી રીતે ખ્રિસ્તી અને હિંદુનું જોડાણ થવાની આશા એથીયે ઓછી રખાય. મારી પાસે એનો ઉકેલ છે; પણ સૌથી પહેલાં તો હિંદુઓ અનેક દેવને માને છે તે મૂર્તિપૂજક છે એ વર્ણનની સામે જ મારો વિરોધ છે. તેઓ જરૂર કહે છે કે દેવો અનેક છે, પણ તેઓ સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહે છે કે ઈશ્વર એક છે, અદ્વિતીય

છે, ને એ દેવોના પણ દેવ છે. એટલે હિંદુઓ અનેક ઈશ્વરને માને છે એમ

કહેવું બરાબર નથી. જગત અનેક છે એમ તેઓ જરૂર માને છે. જેમ

માણસોનું વસેલું આ જગત છે અને પશુઓનું જુદું જગત છે, તેમ દેવ નામના આપણાથી શ્રેષ્ઠ સત્ત્વોનું વસેલું એક જગત પણ છે, એ દેવોને આપણે જોતા નથી છતાં તેમની હસ્તી તો છે જ. દેવ કે દેવતા શબ્દને માટે અંગ્રેજી

ભાષામાં જે ‘ગૉડ’ શબ્દ વપરાય છે તેને લીધે જ આ બધો ગોટાળો થયો છે.

સંસ્કૃત શબ્દ છે ઈશ્વર, દેવાધિદેવ એટલે કે દેવોના પણ દેવ. હું પોતે પૂરેપૂરો

હિંદુ છું પણ ઈશ્વર અનેક છે એમ કદી માનતો નથી. નાનપણમાં પણ માનતો નહોતો, મને એવું કોઈએ શીખવ્યું નહોતું.”

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૧૪-૩-૧૯૩૧, પા. ૭

૩૪. ઈશ્વર પોતે નીતિ છે

(‘પ્રશ્નોત્તરી’માંથી)

પ્ર. : ૧૪-૪-’૪૬ ના

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

માં આપે લખ્યું છે : “ઈશ્વર પોતે નીતિ છે, અને નીતિકાર છે.” આ બરાબર સમજાતું નથી. નીતિ તો માણસે યોજી કાઢી છે. અપૂર્ણ માનવીની નીતિમાં કાળક્રમે ફેરફારો થતા રહ્યા છે.

એક દાખલો ટાંકું. દર્પદીએ પાંચ પાંચ પતિ પસંદ કર્યા, છતાં તેના કાળમાં તે સતી ગણાઈ. આજે કોઈ સ્ત્રી એવું કરે, તો તેને આપણે વ્યભિચારિણી કહીશું.

ઉ. : નીતિનો અર્થ અહીં કાયદો, એવો કરવાનો છે. એ માણસે ઘડ્યો નથી. પણ ઈશ્વરના કાયદાને વિશે એણે અનુમાન કર્યું છે. તેથી, એમ

કહી શકાય કે, વધારે જ્ઞાનથી આગલાં અનુમાનો ખોટાં હતાં, એમ એને જણાય છે. પૃથ્વી ફરે છે, એ કુદરતનો કાયદો છે, નીતિ છે, તેનો નિયમ

છે, એમ આજે આપણે છાતી ઠોકીને કહીએ છીએ; પણ ગૅલિલિયોની પૂર્વે જે ખગોળવેત્તાઓ થઈ ગયા, તેમણે જુદાં અનુમાન કાઢ્યાં હતાં. દ્રૌપદીનો દાખલો તમે આપ્યો છે, તેમ હું ન આપું. મહાભારતને હું એક મોટું રૂપક

માનું છું. દ્રૌપદી એટલે આત્મા અને તે પાંચ ઈન્દ્રિયોને વરેલ છે.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૪-૮-૧૯૪૬, પા. ૫૩

૩૫. ઈશ્વરનું ઋણ

(‘સાપ્તાહિક પત્ર’માંથી)

વળી એક દિવસ તેમણે કહ્યું કે, “હમણાં આ બહેનોએ જે ગીત ગાયું તેમાં કવિ કહે છે કે, ઈશ્વર ક્યાંય નજરે પજતો નથી અને છતાં તે બધી જગ્યાએ હાજર છે. આપણા નખ જેટલા આપણી પાસે ગણાય, તેનાથી પણ તે આપણી વધારે નજદીક છે. એમ બને કે, ખુદ આપણે આપણા બધા વિચારોને જાણી ન શકીએ, પણ તે આપણા એકેએક વિચારને જાણી લે છે.

જે ઈશ્વરને ભરોસે ચાલે છે, તેને કોઈનો ડર નથી, કોઈથી બીવાનું નથી. જેને તેનો આશરો છે, તેને સરકારની કે અમલદારોની બીક કેવી ? સરકાર પોચે કાયમ ટકે એવી નથી. હંમેશ રહેનારો તે એક ઈશ્વર છે અને તેની નજર બહાર કળું નથી.”

૨૦મી જુલાઈના પોતાના પ્રવચનમાં તેમણે કહ્યું કે, “ગાથાના આજે ગવાયેલા શ્લોકોમાં કહેવામાં આવ્યું છે કે, ‘હું હંમેશ પાક અથવા પવિત્ર

મનથી, પાક અથવા નેક કામોથી, શુદ્ધ વાણીથી અને નીતિને રસ્તે ચાલીને તને યાદ કરતો રહું,’ આ ચારે શરતો પળાય નહીં, ત્યાં લગી ઈશ્વરની પાસે પહોંચવાની કોઈએ આશા ન રાખવી.”

એમાં જ કવિ આગળ કહે છે કે, “તેં અમારે ખાતર બધું કર્યું છે.

અમે તને નમસ્કાર કરીએ છીએ. અમે હંમેશ તારા દેણદાર રહીશું.”

ઈશ્વરના દેણદાર એટલે શું ? અને ઈશ્વરનું ઋણ તે વળી શું ? અને તેને કેમ

ફેડાય ? આવો સવાલ કરીને ગાંધીજીએ પોતે જ જવાબ આપ્યો કે,

“પોતાના ધર્મનુ પાલન કરવાથી આ ઋણ અદા કરી શકાય. પણ દેહધારી પોતાના ધર્મનુ પાલન પૂરેપૂરું કરવા સમર્થ નથી, અને તેથી તેની માથે ઈશ્વરનું ઋણ કાયમ ઊભું જ રહેવાનું.”

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૨૮-૭-૧૯૪૬, પા. ૨૩૯

૩૬. પરમેશ્વર જેને હું ભજું છું

(‘પૂર્ણાહુતિ’માંથી)

મારા અભિપ્રાય મુજબ આ પૂર્ણાહુતિ લાખો જનતાની પ્રાર્થનાનું ફળ

છે. મારા એ દરિદ્રનારાયણોને હું ઓળખું છું. ચોવીસે કલાક મને એમનું રટણ છે. સવારે જાગતાં ને રાત્રે સૂતાં એમનું જતન એ જ મારું ભજનપૂજન છે.

કારણ એ મૂંગા દર્દ્રનારાયણાના અંતરમાં વસતા પ્રભુ સિવાય બીજા ઈશ્વરને હું નથી ઓળખતો. તેમને એ અંતરજામીની ઓળખ નથી, મને છે. અને હું જનતાની સેવા વાટે જ પરમેશ્વરને સત્યરૂપે કે સત્યને પરમેશ્વરરૂપે ભજું છું.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૧૨-૩-૧૯૩૯, પા. ૪

૩૭. મારો આશરો

(તા. ૯ ઑક્ટોબર, ૧૯૨૪એ હિંદુ-મુસલમાન વચ્ચે ઐક્ય સ્થાપવા શરૂ કરેલા ઉપવાસના ૨૦મા દિવસે ગાંધીજીએ નીચે પ્રમાણે લખ્યું :)

મારા પ્રાયશ્ચિત અને મારી પ્રાર્થનાનો આજે વીસમો દિવસ છે. થોડા વખતમાં જ હું શાંતિની દુનિયા છોડી સંઘર્ષની દુનિયામાં દાખલ થનાર છુ.

આનો હું જેમ જેમ વિચાર કરું છું તેમ તેમ હું વધારે અસહાયતા અનુભવું છું. એકતા સંમેલને શરૂ કરેલું કાર્ય હું પૂરું કરું એવી અનેક લોકો મારી પાસેથી આશા રાખે છે. કેટલાંયે એમ ઈચ્છે છે કે હું રાજકીય પક્ષો વચ્ચે સંપ કરાવું. હું જાણું છું કે મારાથી આમાંનું કશું થઈ શકે તેમ નથી. ઈશ્વર જ સૌ કંઈ કરી શકે ચે. હે ઈશ્વર ! મને તારું લાયક સાધન બનાવ અને મારી પાસે તારી મરજી મુજબ કામ લે.

માનવી કશી વિસાતમાં નથી. નેપોલિયને ઘણી યોજનાઓ ઘડી પણ આખરે સેન્ટ હેલિનામાં કેદી થઈને રહેવું પડ્યું. બળવાન કૈસરે યુરોપનો તાજ પહેરવાની આશા સેવી અને તે એક સામાન્ય ગૃહસ્થની દશાએ ઊતરી ગયો.

ઈશ્વરની એવી જ ઈચ્છા હતી. આવાં દૃષ્ટાંતો વિચારી આપણે નમ્ર બનીએ.

પ્રભુની કૃપા, અનુગ્રહ અને શાંતિના આ દિવસોમાં અમે સત્યાગ્રહ આશ્રમમાં ઘણી વાર ગાઈએ છીએ તે ભજનનું રટણ કર્યા કરતો હતો. એ એટલું સરસ છે કે એનો મુક્ત અનુવાદ વાચક સમક્ષ કરવાનો આનંદ હું રોકી શકતો નથી. ભજનના શબ્દો એવા છે કે હું પોતે બીજું કંઈ પણ લખીને જે ભાવ વ્યક્ત કરી શકું તેના કરતાં મારી સ્થિતિનું દર્શન એના વડે વધારે સારી રીતે થાય છે.

એ આ પ્રમાણે છે :

થ્ઝક્રળ્થ્ ! ભળ્ૠક્રઙ્ગેંક્રશ્વ ૠક્રશ્વથ્ટ્ટ ૐક્રપ ત્ન

ગઘ્ક્ર ગઘ્ક્ર ૠક્રશ્વધ્ ગથ્ઌ બ્ભદ્યક્રથ્ટ્ટ, ભળ્ધ્ૠક્ર ખ્ક્રઋશ્વ ટક્રથ્ટ્ટખ્ક્રબ્ઌક્રપ ત્નત્ન

બ્ભભ-શ્રમક્રથ્ઌ બ્ન્ઘ્ બ્ભદ્યક્રથ્ક્રશ્વ, ગત્ઌઌ ગળ્ઌટ્ટ ત્ત્ક્રપ ત્ન

દ્યક્રશ્વ ભક્રશ્વ બ્ભભ ળ્થ્ક્રભઌ ઙ્ગેંબ્દ્યસ્ર્શ્વ, ક્રથ્ શ્રભક્રથ્ક્રશ્વ પદ્યક્રશ્વપ ત્નત્ન

ત્ત્મ-ધ્ભ્ઌ ઘ્ળ્ઃ઼ક્રધ્પઌ પઌઙ્ગેંક્રશ્વ સ્ર્દ્યટ્ટ બ્ભદ્યક્રથ્ક્રશ્વ ઙ્ગેંક્રપ ત્ન

ભળ્ૐગટ્ટઘ્ક્રગ થ્ બ્ઙ્ગેંથ્ક્ર ઙ્ગેંબ્થ્સ્ર્શ્વ ઼ક્રબ્દૃભ-ઘ્ક્રઌ ઘ્શ્વદ્યળ્ ત્ત્ક્રપ ત્નત્ન

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

, ૯-૧૦-૧૯૨૪, પા. ૩૨૯

૩૮. ઈશ્વર એ જ અવિનાશી છે

(‘સાપ્તાહિક પત્ર’માંથી - પ્યારેલાલ)

ગયા ગુરુવારે ગાંધીજી પ્રાર્થનામાં અકસ્માત થોડી મિનિટ મોડા પડ્યે.

એ વાત તમેના પ્રાર્થના પછીના પ્રવચનનો વિષય બની. એક મહારાજા તેમને

મળવા આવ્યા હતા. તેમણે ગોધીજીને નિશ્ચિત સમય કરતાં વધારે રોકી રાખ્યા હતા. પરિણામે ગાંધાજી પ્રાર્થનાસ્થલે પહોંચ્યા ત્યારે પ્રાર્થના શરૂ થઈ ગઈ

હતી. પ્રાર્થના પછીના પ્રવચનમાં તેમણે મોડા આવવા માટે ક્ષમા માગી અને કહ્યું કે, મારી રાહ જોયા સિવાય કનુ ગાંઘીએ પ્રાર્થના શરૂ કરી દીધી. તેથી

મને આનંદ થયો. તે મારો સ્વભાવ જાણે ખરો ને ? “મેં પ્રાર્થનાનો મધુર અવાજ સાંભળ્યો, ત્યારે મને આનંદ થયો. હમેશાં આપણો આ જ ધારો હોવો જોઈએ. ગમે તેટલો મોટો માણસ આવનાર હોય, તો પણ તેને માટે આપણી

પ્રાર્થના થોભે નહીં. ઈશ્વરનું ઘડિયાળ કદી થોભતું નથી, કોઈને પૂછતું નથી.

એ ઘડિયાળ ક્યારે શરૂ થયું, તે કોઈ જાણતું નથી. ખરું જોતાં ઈશ્વર અને તેનું ઘડિયાળ કદી શરૂ નથી થયાં. તે હમેશાં હતાં અને હમેશાં રહેશે. ઈશ્વર કોઈ

મનુષ્ય નથી. તે કાયદો છે, કાયદાનો બનાવનારો પણ તે જ છે. તેને કોઈએ જોયો નથી. ઘણા મહાપુરુષોએ તેની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કર્યો છે, પણ કોઈ વેદથી આગળ ગયું નથી. વેદોના પ્રણેતા વેદવ્યાસે ઘણો પ્રયત્ન કર્યો.

પોતાના અંતરમાં પેસીને જોયું. છતાં કંઠમાંથી નીકળ્યું

‘ઌશ્વબ્ભ ઌશ્વબ્ભ’

(આ નહીં, આ નહીં) તેને કોઈ વસ્તુ હલાવી શકતી નથી, પણ તેની મરજી વગર ઘાસનું તણખલુંયે હાલતું નથી. તે અનાદિ છે, અનેત છે. જે વસ્તુ પેદા થાય છે, તેનો નાશ પણ થાય છે. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી, એ બધાંનો એક દિવસ નાશ થનાર છે, ભલે અગણિત વરસો કાં ન થાય. એક ઈશ્વર અમર છે. તેનો કદી નાશ નથી. તેનું વર્ણન કરવા માણસ શબ્દો ક્યાંથી લાવે ?” તેનું ઘડિયાળ

કદી થોભતું નથી. તેની પ્રાર્થનાનો સમય કોઈથી કેમ ચુકાય ?

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

,૧૬-૬-૧૯૪૬, પા. ૧૮૭-૮

૩૯. ઈશ્વરનું પ્રત્યક્ષ પ્રમાણ ક્યાં છે ?

બંગાળથી આવેલા એક પત્રમાંથી નીચેનું ઉતાર્યું છે :

“સંતતિનિયમનને અંગેનો ‘એક યુવકની મૂંઝવણ’ એ મથાળાવાળો આપનો લેખ જોવાનું મને ભાગ્ય મળ્યું.

લેખકના મૂળ મુદ્દા સાથે હું સંપૂર્ણ સહમત છું. પરંતુ એમાં એક

લીટીમાં આપ ઈશ્વરવિષયક આપની ભાવના જણાવો છે. આપ કહો છો કે, આજકાલ નવયુવકોમાં ફૅશન છે કે ઈશ્વર વિશે વિચાર કાઢી નાંખવો. ને જણાવો છો કે, તેઓને જીવનવ્યાપી ઈશ્વરમાં જીવંત શ્રદ્ધા નથી.

(અહીં દર્શાવેલો ફકરો નીચે મુજબ છે :

“ઈશ્વરને જીવનમાંથી સદંતર ઉડાવી દેવાનો અને જાગૃત ઈશ્વર પર જાગૃત શ્રદ્ધા રાખ્યા વિના જીવનની પરાકાષ્ઠાએ પહોંચી શકાય છે એવો આગ્રહ રાખવાનો આજકાલ ધો ચાલ્યો છે. જે લોકોને પોતાના કરતાં અનંતગણી ઊંચી શક્તિ પર જરા શ્રદ્ધા ન હોય અને એવી શક્તિની જરૂર ન ભાસતી હોય તેવાને ગળે આ નિયમનું સત્ય ઉતારવાને હું અસમર્થ છું. એ

માટે મારે કબૂલ કરવું જોઈએ. મારા પોતાના અનુભવ પરથી મને એટલું જ્ઞાન

મળ્યું છે કે જે સચેતન નિયમને વશ વર્તીને આખું વિશ્વ ચાલે છે તેના પર અવિચળ શ્રદ્ધા રાખ્યા વિના પૂર્ણ જીવન અશક્ય છે. એ શ્રદ્ધા વિનાનો માણસ

મહાસાગરની બહાર ફંકાયેલા બિંદુ જેવો છે ને તેનો નાશ થયા વિના રહેવાનો નથી. મહાસાગરમાં રહેલું દરેક બિન્દુ મહાસાગરની ભવ્યતાનો અંશ અનુભવે છે અને આપણને જીવનનો પ્રાણવાયુ (ઓઝોન) આપવાનું માન ભોગવે છે”

‘યુવકની મૂંઝવણ’માંથી -

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૨૫-૪-૧૯૩૬, પા.૮૪) પરંતુ હું આપને પૂછું કે ઈશ્વરની હયાતી વિશે ચોક્કસ અને નિર્વિવાદ શી સાબિતી આપ રજૂ કરી શકો છો ? મને લાગે છે કે, પ્રાચીન ઋષિઓ અથવા હિંદુ જ્ઞાની પુરુષો ઈશ્વરનું સ્વરૂપવર્ણન કરવાના પ્રયત્નમાં છેવટે એ નિર્ણય ઉપર આવેલા છે કે, તે અવર્ણનીય છે. માયામાં ઢંકાયેલા છે વગેરે. ટૂંકમાં, એમણે ઈશ્વરને દુર્ગમ બનાવ્યો અને ઈશ્વરનો આ અભેદ્ય કોયડો સહેલો કરવાને બદલે વિશેષ ગૂંચવ્યો. આપ જેવા સાચા મહાત્મા કે શ્રી અરવિંદ, કે પ્રાચીન કાળમાં બુદ્ધ કે શંકરાચાર્યો, સામાન્‌. મનુષ્યબુદ્ધિ માટે ક્યાંય અગમ્ય એવી ઈશ્વરની કલ્પના કરો.

પરંતુ અમે સામાન્ય જનતાના લોક કે જેમની જાડી બુદ્ધિ અગાધ

ઊંડાણમાં કદી ઊતરી શકનાર નથી, એવા અમને જો ઈશ્વરની હયાતી ન

લાગે, તો તેવા ઈશ્વરથી અમને શો ફાયદો ? જો તે આપણ સર્વનો સરજનહાર પિતા છે, તો હૃદયના દરેક ધબકારે એની હયાતી કે હાજરી આપણને કેમ નથી થતી ? જો

એ પોતાની હાજરી પ્રતીત ન કરાવી

શકે, તો મારે મન તો એ ઈશ્વર નથી. વળી હં પૂછું કે, જો એ આ વિશ્વનો પિતા છે તો એનાં બાળકોનાં દુઃખોનું એને લાગે છે ? જો તેને લાગતું હોય

તો બિહાર ક્વેટામાં પાયમાલી કરનાર ધરતીકંપથી આવડો ગજબ ને એનાં બાળકો પર આટઆટલાં દુઃખ શું કામ ગુજાર્યાં ? આબિસીનિયાની નિર્દોષ

પ્રજાને અપમાનિત કેમ કરી ? તેઓ શું એનાં બાળકો નથી ? તે શું સર્વસત્તાધીશ નથી ? તો પછી આ બધી આફતો એ કેમ ન રોકી શક્યો ?

ગરીબ મારી માતૃભૂમિના સ્વાતંત્ર્યાર્થે આપ સત્યમય ને અહિંસક લડત લડ્યા ને એમાં ઈશ્વરની મદદ પ્રાર્થી. પરંતુ મને લાગે છે કે, તે મદદ આપને ન આપવામાં આવી, અને ઈશ્વર પર કદી આધાર ન રાખનારું પાર્થિવતાનું જે

મજબૂત બળ તે આપની ઉપર ફાવ્યું. આપને અપમાનિત કર્યા, અને કમને આપને પાછા પડવું પડ્યું. જો ઈશ્વર હોત,તો જરૂર આપને એણે મદદ કરી હોત, કેમ કે ખરેખર આપનો મુદ્દો એને યોગ્ય હતો. આવા વધુ દાખલા આપવાની મારે જરૂર નથી.

“એટલે, આજના જુવાનિયાઓ ઈશ્વરમાં શ્રદ્ધા નથી રાખતા એમાં આશ્ચર્ય નથી, કેમ કે તેઓ ઈશ્વરની

ઙ્ગેંદઌક્ર

કરવા નથી માગતા, તેઓ સાચો

પટ્ટઌપ્સ્ર્ક્રટ્ટ શ્નષ્ટઈથ્

માગે છે. આપના લેખમાં આપે

પટ્ટઌપ્સ્ર્ક્રટ્ટ શ્નષ્ટઈથ્

માં જીવંત

શ્રદ્ધાની વાત કરી છે. જો આપ ઈશ્વરના અસ્તિત્વની કોઈ ચોક્કસ અબાધ્ય

સાબિતીઓ આપો તો મને ભારે સંતોષ થશે ને જુવાનવર્ગ પર આપનો ભારે ઉપકાર થશે. મને વિશ્વાસ છે કે, આમેય જે ગૂઢ પ્રશ્ન પડેલો છે તેને આપ ગૂઢતર નહીં કરો, પણ એ વિશે કાંઈક ચોક્કસ પ્રકાશ પાડશો.”

મને બરોબર ડર છે કે, જે કહેવાનો છું તેનાથી, પત્રલેખક જે ગૂઢતાની વાત કરે છે તે દૂર નહીં થાય.

લેખક માને છે કે મેં ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો હોય. એવો કશો દાવો હું નથી કરી શકતો. પણ જેમ વૈજ્ઞાનિકો મને કહે છે એ ઘણી વસ્તુઓમાં

મારી જીવંત શ્રદ્ધા છે, એમ જીવનવ્યાપી ઈશ્વરમાં મને જરૂર જીવંત શ્રદ્ધા છે.

અહીં દલીલ કરવામાં આવે કે, વૈજ્ઞાનિકોને કહ્યે ખરી માની લીધેલી હકીકતોની તો તેઓએના કહ્યા પ્રમાણે પ્રયોગ કરીને જાતે ખાતરી કરી શકાય.

બરોબર તેમ જ ઋષિઓ અને પેગંબરોનુંય કહેવું છે. તેઓ જણાવે છે કે, અમે જે માર્ગે ગયા એ માર્ગે ચાલનાર કોઈ પણ માણસ ઈશ્વરસાક્ષાત્કાર કરી શકે. પણ વાત એ છે કે, સાક્ષાત્કારે લઈ જનાર રસ્તે જાતે આપણે જવું નથી, અને જીવનની એકમાત્ર જે ખરી મુદ્દાની વસ્તુ છે તે વિશે જાતઅનુભવીઓની સાક્ષીને આપણે માનવી નથી. ઈશ્વરમાં આપણને જીવંત

શ્રદ્ધા અર્પનારી વસ્તુની તોલમાં ભૌતિકશાસ્ત્રોની સમગ્ર શોધખોળો બધી

મળીનેય ન આવી શકે. ઈશ્વરના અસ્તિત્વમાં ન માનવા ઈચ્છનારાઓ શરીરથી અલગ બીજી એકે વસ્તું નથી માનતા; માનવતાની પ્રગતિ માટે આવી જાતની માન્યતાને તેઓ બિનજરૂરી માને છે. એવા માણસો માટે, આત્મા કે ઈશ્વરના અસ્તિત્વનું ભારેમાં ભારે વજનદાર પ્રમાણ પણ કાંઈ

કામનું નથી. જે કાન જ બૂરીને બેસે તેને તમે સુંદરતમ્‌ સંગીત સંભળાવી ન શકો, તેની કદર કરાવવાની તો પછી ક્યાંય રહી. તેવી જ રીતે, જેમને ઈશ્વરની પ્રતીતિની પડી નથી એમને તમે જીવનવ્યાપી ઈશ્વરની પ્રતીતિ ન પાડી શકો.

સદ્‌ભાગ્યની વાત છે કે, જનતાના મોટા ભાગને જીવવ્યાપી ઈશ્વરમાં જીવંત શ્રદ્ધા હોય છે જ. તેઓ એની ચર્ચા નથી કરી શકતા, નથી કરવાના.

એમને માટે તો ‘તે છે તે છે જ’. જગતનાં બધાં શાસ્ત્રો શું ડોસીની વહેમની વાતો છ ? ઋષિ, પેગંબરોની લાખ શું ફેંકી દેવાની છે ? ચૈતન્ય, રામકૃષ્ણ પરમહંસ, તુકારામ, જ્ઞાનદેવ, રામદાસ, નાનક, કબીર, તુલસીદાસની સાખની કંઈ કિંમત નથી શું ? અને રામમોહન રાય, દેવેન્દ્રનાથ ટાગોર વિવેકાનંદનું શું ? આ બધા અર્વાચીન માણસો છે ને વિદ્યમાન ભારેમાં ભારે બણેલાઓની બરોબરી કરે એવા. જેમની સાખ નિર્વિવાદ ગણાય એવા વિદ્યમાન સાક્ષીઓને તો હું છોડી દઉં છું. ઈશ્વરમાં રહેલી આ શ્રદ્ધાનું ચણતર બુદ્ધિથી પર એવી શ્રદ્ધાશક્તિ પર કરવાનું છે. જેને સાક્ષાત્કાર કહેવાય છે એના મૂળમાં પણ, ખરેખર તો, શ્રદ્ધાનો અંશ રહે છે. તે વગર એની સત્યતા પુરવાર ન થઈ શકે. વસ્તુતઃ પણ એમ જ હોવું જોઈએ. પોતાની સ્વત્વની

મર્યાદાઓને કોણ ઓળંગી જઈ શકે ? હું એમ માનનારો છું કે, સંપૂર્ણ સાક્ષાત્કાર આ શરીરમાં રહીને અશક્ય છે. અને એની જરૂર પણ નથી.

માણસથી પહોંચી શકાય એવી સર્વોચ્ચ આધ્યાત્મિક ઉન્નતિ મેળવવા માટે જીવંત અચળ શ્રદ્ધા એ જ એક જરૂરની છે. ઈશ્વર આપણા આ ભૌતિક ખોળિયાની બહાર નથી. એટલે, કદાચ કાંઈકેય એની બાહ્ય સાબિતી હોય

તોપણ તે બહુ કામની નથી. ઈંદ્રિયો દ્વારા એને અનુભવવામાં તો આપણે હંમેશ હારવાના જ, કેમ કે એ ઈંદ્રિયાતિત છે. ઈંદ્રિયજીવનની પર થઈને જ આપણે એને સ્પર્શી શકીએ. આપણી અંદર સતત દિવ્ય સંગીત ચાલી રહ્યું છે; પરંતુ કોલાહલ કરતી ઈન્દ્રિયો એ સૂક્ષ્મ સંગીતને ઢાંકી દે છે. આ સંગીત, આપણે ઈન્દ્રિયો દ્વારા સાંભળી કે અનુભવી શકીએ એવી કોઈ પણ ચીજથી ક્યાંય ભિન્ન અને ચડિયાતું છે.

પત્રલેખક જાણવા માગે છે કે, જો ઈશ્વર દયાળુ અને ન્યાયવાળો છે તો આપણી આસપાસ જોવામાં આવતાં દુઃખો ને ક્લેશો તે કેમ ટકવા દે છે.

એનો સંતોષકારી ઉત્તર હું આપી શકું તેમ નથી. વળી, મારામાં હાર્યાના ને અપમાનિત થયાના ભાવનું એ આરોપણ કરે છે. હાર, અપમાનિતતા કે નિરાશાનો એવો કશો ભાવ મારામાં નથી આવેલો. મારી જે નિવૃત્તિ છે એમાં કોઈ જાતની હારની ભાવનાને લેવાદેવા જ નથી. આત્મશુદ્ધિ અને જાતતૈયારીનો અભ્યાસ કરવા સિવાય કે તેની ઉપરાંત એમાં કાંઈ જ રહેલું નથી. અને આ હું એ દેકાડવાને કહું છું કે, ઘણી વાર જેવું દેખાય છે તેવું તે ખરેખર નથી હોતું. એમ બને કે, આપણે જેને દુઃખો, અન્યાયો ને એવું બધું ભૂલમાં માનીએ તે સત્યતઃ એમ ન હોય. વિશ્વની બધી ગૂઢતાઓ જો આપણે જોઈ શકીએ તો તો આપણે ઈશ્વરના બરોબરિયા બનીએ.

મહાસાગરનું એકેએક બિંદુ એના ગોરવું ભાગિયું છે, પણ પોતે મહાસાગર નથી. આ ટૂંકી જિંદગીમાં આપણી અલ્પતા સમજીને રોજ સવારની પ્રાર્થનાને અંતે અમે ગાઈએ છીએ :

બ્ઘ્ક્રશ્વ ઌહ્મ બ્ઘ્ઃ ગધ્ઘ્ક્રશ્વ ઌહ્મ ગધ્ઘ્ઃ ત્ન

બ્ઘ્ૅ બ્જીૠક્રથ્દ્ય્ક્રધ્ બ્ષ્ઠદ્ય્ક્રક્રશ્વઃ ગધ્ર્િંઌક્રથ્ક્રસ્ર્દ્ય્ક્રજીૠક્રઢ્ઢબ્ભઃ ત્નત્ન

વિપત્તિ કહેવાય છે તે ખરી વિપત્તિ નથી ને સંપત્તિ કહેવાય છે તે ખરી સંપત્તિ નથી. ખરી વિપત્તિ તે ઈશ્વરને ભૂલવો (તે તેને ઈન્કારવો) એ છે; અને ખરી સંપત્તિ તે ઈશ્વરનું સ્મરણ (કે એનામાં શ્રદ્ધા) છે.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૨૧-૬-૧૯૩૬, પા. ૧૧૯-૨૦

૪૦. જ્યાં હરિજનો નથી ત્યાં હરિયે નથી

(‘કોયડા’માંથી)

સ. - જે મંદિરમાં હરિજનોને પ્રવેશ નથી તે મંદિરમાં ઈશ્વરનો વાસ નથી એવું જે કહેવામાં આવે છે તે મને એકાંતિત લાગે છે. ઈશ્વર મંદિરોમાં જ છે, બીજા નથી, એ કહેવું જેટલું મિથ્યા છે તેટલું જ હરિજન ન જઈ શકે

માટે એ મંદિરમાં ઈશ્વર નથી એ કહેવું મિથ્યા છે. ઈશ્વર તો સર્વત્ર છે.

ગાંધીજીનો જવાબ

જે મંદિરમાં હરિજનોને પ્રવેશ નથી તે મંદિરમાં ઈશ્વરનો વાસ નથી એ વચન અવશ્ય એકાંતિક છે. એકાંતિક એટલે અમુક દૃષ્ટિએ સત્ય. એ અર્થમાં લગભગ બધાં વચન એકાંતિક હોય છે. પણ એથી એવાં વચન દોષિત નથી ઠરતાં. વ્યવહારને સારુ બીજો રસ્તો જ નથી. ભગવાન ક્યાં વસે છે એ

પ્રશ્નના ઉત્તરમાં રામજીએ કહ્યું છે કે ભગવાન સંતના હૃદયમાં વાસ કરે છે, અસંતનામાં નહીં. આ વચન પણ એકાંતિત છે. છતાં એથી ઊલટું કે

‘ભગવાન દુર્જના હૃદયમાં પણ વસે છે’ એમ કહેવું ભલે વધારે શાસ્ત્રીય હોય

પણ વ્યવહારદૃષ્ટિએ હાનિકર છે. ખૂનીના ખંડરમાં ને સર્જનની સોયમાં શાસ્ત્રીય દૃષ્ટિએ ઈશ્વર છે; પણ પ્રાકૃત અને વ્યવહાર દૃષ્ટિએ એકમાં દેવ છે, બીજામાં અસુર. એકનો પ્રેરક રામ છે, બીજાનો રાવણ છે; એકમાં ખુદા છે, બીજામાં શેતાન; એકમાં ઓરમઝ્‌દ, બીજામાં અહરિમાન છે. તેથી હું તો

મારા કહેવાને વળગી રહું છું કે જ્યાં હરિજનને સ્થાન નથી ત્યાં હરિયે નથી.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૨૪-૧-૧૯૩૭, પા. ૩૬૧

૪૧. ઈશ્વર સત્‌ છે

ઈશ્વર સત્‌ છે પણ આપણી જેમ નહીં. માણસ મુકાબલે સત્‌ હોય, ભલો હોય, એટલે કે તે નઠારો હોય તેના કરતાં ભલો વધારે હોય. ઈશ્વર તો પૂર્ણપણે સત્‌ છે. એનામાં દુષ્ટતા છે જ નહીં. ખરું તો એ છે કે ઈશ્વરે

માણસને પોતાના જેવો બનાવી મૂક્યો છે. આપણે કમનસીબે માણસે ઈશ્વરને પોતાના જેવો બનાવી મૂક્યો છે. આ ઉદ્ધતાઈને લીધે મનુષ્યજાત તોફાની સમુદ્રમાં ડૂબી રહી છે. ઈશ્વર તો મહાન કીમિયાગર છે. તેની જાત આગળ

બધો કચરો સો ટચનું સોનું બને છે. એ જ રીતે દુષ્ટતા માત્ર એ પાક હસ્તીની આગળ સુઘડતા બની જાય છે.

વળી, ઈશ્વર છે, પણ માનવજાતની જેમ નહીં. માનવજાત તો જીવે છે ને મરે છે. પણ ઈશ્વર તો પોતે જ જીવન છે. એથી બધા સદ્‌ગુણો ઈશ્વરનાં વિશેષણો નથી. સદ્‌ગુણો માત્ર ઈશ્વરરૂપ છે. તેના વિનાના સદ્‌ગુણો જડ પદાર્થ છે, અને તે વેપારની વસ્તુ તરીકે જ હસ્તી ધરાવે છે. જો તે આપણામાં મૂર્તિમંત થવાના હોય તો તે ઈશ્વરદત્ત હોય ને તેને ખાતર જ કેળવાય. આપણે સારા થવા મથીએ તો કેવળ ઈશ્વરનાં દર્શન કરવા ને તેમાં સમાઈ જવા સારુ.

ઈશ્વર વિનાના ગુણો ચૈતન્ય વિનાના છે. ઈશ્વરની પ્રસાદી રૂપે તે

ચૈતન્યમય છે. તે આપણાં જીવનમાં વણાય છે ને આપણને ચઢાવે છે.

એથી ઊલટું જો ઈશ્વરને સત્‌રહિત વિચારીએ તો તે જડ છે, આપણી નિષ્ફળ કલ્પના માત્ર છે.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૨૪-૮-૧૯૪૭, પા. ૨૫૬

૪૨. નમ્રતાના સાગર

(મિસ એપ. મેરી બારે

ખ્ક્રક્રળ્

એ નામની એક નાની ચોપડી લખી છે જે ઈન્ટરનેશનલ બુક હાઉસ લિમિટેડ, મુંબઈ, તરફથી પ્રગટ થઈ છે. (કિં. ૨-૧૨-૦-). તેમાં લેખિકાએ ગાંધીજીના કેટલાક વાર્તાલાપ અને પત્રવહેવાર જરૂરી વર્ણનો સાથે આલેખ્યાં છે. બરાબર પંદર વરસ પહેલાં તેમને ગાંધીજી તરફથી એક પત્ર મળ્યો હતો ને તેમાં બાપુએ રચેલી નીચેની પ્રાર્થના મિસ લિનફોર્થ (એક અંગ્રેજ બાઈ જે એ વખતે હૈદરાબાદના એક ઉત્કર્ષ કેન્દ્રમાં કામ કરતાં હતાં) ને આપવા સારુ બીડેલી હતી. તેમણે મિસ બારને ‘પોતાને સારુ ગાંધીજી પાસેથા એક સંદેશો’ લેવાને લખ્યું હતું મિસ લિનફોર્થે આ પત્ર મઢીને પોતાના કેન્દ્રમાં

મૂક્યો હતો. આ પ્રાર્થના અનુપમ હોઈ સૌ કોઈએ કંઠસ્થ કરી હૃદયમાં ધારણ કરવા જેવી છે.

-કિ૦ ઘ૦ મ૦)

હે નમ્રતાના સાગર, દીનભંગીની તૂટી ઘોલકીમાં વસનાર, ગંગા, બ્રહ્મપુત્રા, યમુનાનાં જળોએ સિંચિંત આ સુંદર દેશમાં સઘળે તને શોધવામાં અમને મદદ કર.

અમને ગ્રહણશીલતા આપ, નિખાલસ દિલ આપ, તારી પોતાની નમ્રતા (નિરહંકારતા) આપ.

હિંદુસ્તાનની જનતા સાથે એકરૂપ થઈ જવાની શક્તિ અને તત્પરતા આપ.

હે ભગવાન, તું ત્યારે જ વહારે આવે છે જ્યારે માણસ અત્યંત નમ્ર બની તારું શરણ લે છે. અમને વર આપ કે સેવક અને મિત્રરૂપે જે પ્રતાની સેવા કરવા અમે ઈચ્છીએ છીએ તેનાથી અમે વેગળા ન પડી જઈએ. અમને આત્મસમર્પણ અને સદ્‌ગુણોનાં ભાજન બનાવ, અને નમ્રતાની સાક્ષાત્‌ મૂર્તિ કર, જેથી આ દેશને અમે વધારે ઓળખીએ અને વધારે ચાહીએ.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૧૪-૯-૧૯૪૯, પા. ૨૪૯

૪૩. ‘ઈશ્વર સત્ય છે’નો અર્થ

(તા. ૯-૭-૧૯૩૨ના મી.પી.જી મેથ્યુને લખેલા પત્રમાંથી) ઈશ્વર સત્ય છે એમાં ‘છે’ નો અર્થ ‘બરાબર’ હરગિજ નથી. પણ એનો અર્થ ઈશ્વર સત્યમય છે એવોયે નથી. સત્ય એ ઈશ્વરનો કેવળ એક ગુણ અથવા એક વિભૂતિ નથી, પણ સત્ય એ જ ઈશ્વર છે. જો એ સત્ય ન હોય

તો કશું જ નથી. સત્ય શબ્દ

ગભૅ

માંથી બનેલો છે.

ગભૅ

એટલે હોવું એટલે સત્યનો અર્થ પણ હોવું થયો. ઈશ્વર છે, બીજું કશું નથી. તેથી આપણે જેટલા સત્યની વિશેષ નજીક તેયલા ઈશ્વરની વિશેષ નજીક. જેટલે દરજ્જે આપણે સત્યમય છીએ તેટલૅે જ દરજ્જે આપણે

ન્ટ્ટત્ત્શ્વ

.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૩-૪-૧૯૪૯, પા. ૩૫

૪૪. ઈશ્વર તો સદાય આપણી સાથે છે

(‘એકલો શાને’માંથી)

હમણાં જ એક મિત્રે લખ્યું હતું કે સોબતીઓની વચ્ચે પણ તેમને એકલવાયું લાગે છે. સત્તાવાળાઓનાં વચન પર મને વિશ્વાસ નથી એવા મારા કથન ઉપરથી તે ઉપર મુજબનું લખવાને પ્રેરાયા હતા. તેમને એવો વિશ્વાસ નહોતો, અને તેમના જેવો વિશ્વાસ હું પણ રાખુું એમ તે ધારતા હતા. પણ તેનો ભરમ ભાગ્યો ત્યારે તેમની નિરાશાનું પૂછવું જ શું ? તેમના માર્મિક પત્રનો અર્થ એ ન પણ હોય એમ બને. એ ગમે તે હો, મેં તેનો અર્થ કર્યો અને તેમને લખ્યું કે, ઈશ્વર પર શ્રદ્ધા રાખનાર માણસને પોતે એકલો છે એમ

લાગવું ન જોઈએ. કેમ કે, ઈશ્વર તો સદાયે તેની સાથે જ છે. સારી દુનિયા તેનો ત્યાગ કરે તોયે તેને શી પરવા ? વિશ્વાસની લાગણી તેમના મગજમાંથી નહીં પણ તેના હૃદયમાંથી ઊઠતી હોય ત્યાં સુધી મારા મતની પરવા કર્યા વિના તેમણે વિશ્વાસ રાખવો જ રહ્યો.

મને જુદું જ લાગે છે. પરસ્પરનો પ્રેમ એ સાચો પ્રેમ નથી, પરસ્પરનો વિશ્વાસ એ સાચો વિશ્વાસ નથી. તારા પર દ્વેષ કરનારાઓને

ચાહવા, તમારો તમારા પડોશી પર વિશ્વાસ ન હોય છતાંયે તેને ચાહવો એ સાચો પ્રેમ છે. અંગ્રેજ સત્તાવાળાઓ ઉપર અવિશ્વાસ રાખવાનાં મારી પાસં સંગીન કારણો છે. જો મારો પ્રેમ સાચો હોય તો તેમને વિશે મને અણભરોસો હોવા છતાંયે મારે તેમને ચાહવા જોઈએ. મારા મિત્ર પર મને ભરોસો હોય

ત્યાં સુધી જ મારો પ્રેમ ટકતો હોય તો એ પ્રેમ શા ખપનો ? એવો પ્રેમ તો

ચોર લોકોમાંયે માંહોમાંહે હોય છે. પતી જતાંવેંત તેઓ પરસ્પર દુશ્મન બની જાય છે.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૩-૩-૧૯૪૬, પા. ૨૮

૪૫. ઈશ્વરને સાક્ષાત્‌ જોવા

દ્યબ્થ્પઌ

માં એક વાચક પોતાને કોયડારૂપ લાગતો સવાલ

મોકલાવે છે. તેનો જવાબ મેં નીચે મુજબ આપ્યો છે : કોયડો

“પેલે દિવસે તમે એકરાર કર્યો કે મેં ઈશ્વરને સાક્ષાત્‌ દીઠો નથી.

તમારા

ગઅસ્ર્ઌક્ર ત્સ્ર્ક્રશ્વટક્રક્ર

શ્વ ની પ્રસ્તાવનામાં તમે કહો છો કે દૂરથી સત્યમાં હું ઈશ્વરને મૂર્તિમંત થયેલો લાગું છું. મને આ બંને વાતો સુસમગત લાગતી નથી, વિસંગત લાગે છે. બરાબર સમજાય તેટલા ખાતર આનો ખુલાસો કરશો.”

જવાબ

“‘ઈશ્વરને સાક્ષાત્‌ જોવા’ અને ‘દૂરથી તેને સત્યમાં મૂર્તિમંત થયેલો ભાળવો’ એ બે વાતોમાં મોટો ફેર છે. મને લાગે છે કે આ બંને વિધાનો પરસ્પર મેળ વગરનાં નથી એટલું જ નહીં, બંનેમાંથી એકબીજાને ખુલાસો

મળી રહે છે. હિમાલયને આપણે ઘણે દૂરથી ભાળીએ છીએ અને આપણે તેની ટોચે પહોંચીએ ત્યારે તેનો આપણને સાક્ષાત્કાર થયો કહેવાય. દૃષ્ટિની

મર્યાદામાં રહી કરોડો લોકો સેંકડો જોજનના અંતર પરથી તેને જુએ, પણ વરસોની પ્રવાસની મથામણ પછીયે બહુ થોડા તેની ટોચે પહોંચી તેનો સાક્ષાત્કાર કરે. આવી સાદી વાતનો ખુલાસો

દ્યબ્થ્પઌ

માં કરવાનો હોય નહીં.

છતાં તમારો કાગળ અને મારો જવાબ હું પ્રગટ કરવાને રવાના કરું છું કેમ

કે તેમે ઉતારેલાં બે વિધાનોમાં વિસંગતતા છે એવું માનનારા ને ખુલાસો શોધનારા તમારા જેવા બીજા હશે જ ને ?”

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૨૩-૧૧-૧૯૪૭, પા. ૩૭૬

(‘ગાંધીજીના ભાષણ’માંથી)

પ્રાર્થના શરૂ થઈ તે પહેલાં કોઈક ગાંધીજી પર એક ચિઠ્ઠી મોકલી આરી.

તેમાં લેખકે પૂછ્યું કે તેમણે હાજરાહાજૂર ઈશ્વરનાં દર્શન કર્યાં છે ખરાં ? પ્રાર્થના પછી એનો જવાબ આપતાં ગાંધીજીએ જણાવ્યું કે મને ઈશ્વરનાં હાજરાહજૂર દર્શન થયાં નથી. મને ઈશ્વરનાં એવાં દર્શન થયાં હોય તો તમારી આગળ બોલવાની મને કશી જરૂર ન રહે. મારા વિચારો જ એટલા પ્રબળ બન્યા હોય કે વાણી અને કાર્ય મારે માટે બિનજરૂરી બની જાય. પરંતુ ઈશ્વરની હસ્તી વિશે મને એટલી શ્રદ્ધા છે ખરી.

દુનિયાભરના કરોડો લોકો મારા જેવી શ્રદ્ધા રાખે છે. વિદ્વાનમાં વિદ્વાન માણસ પણ નિરક્ષર કરોડોની શ્રદ્ધા ડગાવી ન શકે. પ્રાર્થના વખતે ગવાયેલા ભજનમાં ઈશ્વરને હાજરાહજૂર જોવાનો માર્ગ વર્ણવવામાં આવ્યો છે. કવિએ એવી ઈચ્છા રાખનારને

ક્રોધ તથા વાસનાઓનો ત્યાગ કરવા અને એ પરમ સ્થિતિ પ્રાપ્ત કરવા તે ચાહતો હોય તો સ્તુતિ-નિંદા પ્રત્યે ઉદાસીન રહેવા જણાવ્યું છે.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૩-૮-૧૯૪૭, પા. ૨૩૫

(‘નોંધ’માંથી)

એક ભાઈ લખે છે :

“‘મારો ધર્મ’ નામના લેખમાં આપે લખ્યું છે કે ‘અકર્મમાં કર્મ જોવાની સ્થિતિએ હું પહોંચ્યો નથી.’ આ વાક્યનો અર્થ કાંઈક વિસ્તારપૂર્વક સમજાવો તો સારું.”

એક સ્થિતિ એવી હોય છે, જ્યારે માણસને પોતાના વિચારો પ્રગટ કરવાની જરૂર રહેતી નથી. તેના વિચારો જ કર્મ હોય છે. તે સંકલ્પથી અકર્મ કરે છે. એવી સ્થિતિ આવે છે ત્યારે તે અકર્મમાં કર્મ જુએ છે. એટલે કે અકર્મથી કર્મ થાય છે એમ કહેવાય. મારા કહેવાનો મતલબ આ જ હતી.

એવી સ્થિતિથી દૂર છું. એ સ્થિતિએ પહોંચવા માગું છું ને એ દિશામાં મારો

પ્રયત્ન રહે છે.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૨૬-૧૦-૧૯૪૭, પા. ૩૪૧

૪૬. ઈશ્વરની શોધ

(‘ગાંધીજીના પ્રાર્થના પછીનાં પ્રવચનો’માંથી)

પ્રાર્થના બાદ પ્રવચન કરતાં ગાંધીજી બોલ્યા કે આજે પ્રાર્થનામાં ગવાયેલા ભજનના કવિ કહે છે કે માણસનો સર્વોત્તમ પુરુષાર્થ ઈશ્વરની શોધની કોશિશમાં મંડ્યા રહેવામાં છે. માણસે બાધેલા મંદિરો કે તેણે ઘડેલી

મૂર્તિઓ અથવા યાત્રાના ધામોમાં તે મળતો નથી અથવા જપતપ કર્યે પણ તેનો ભેટો થતો નથી. ઈશ્વર કેવળ દુન્વયી નહીં પણ દૈવી પ્રેમથી જ મળે છે.

મીરાંબાઈ એ જ પ્રેમને આધારે જીવતી હતી અને સર્વ સ્થળે અને સર્વ વસ્તુમાં પ્રેમસ્વરૂપ ઈશ્વરને જોતી હતી. ઈશ્વર જ તેનું સર્વસ્વ હતું.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૨૩-૧૧-૧૯૪૭, પા. ૩૮૦

૪૭. ઈશ્વરાનુસંધાનનાં સાધનો

(ગાંધી સેવા સંઘના સંમેલનના ‘ઉપસંહારનું ભાષણ’માંના ટૂંકા સારમાંથી -

મ.દે. )

પ્રકૃતિથી જ મારાથી કર્મ વિના રહેવાય નહીં. હું કર્મયોગી છું કે શું યોગી છું અની મને ખબર નથી, પણ કર્મ વિના હું ન જીવી શકું એ જાણું છું. અને મારે માળા હાથમાં રાખીને નથી મરવું. એટલે રેંટિયો હાથમાં રાખીને મરવા માગું છું. કોઈ રીતે ઈશ્વરનું ધ્યાન ધરવું છે તો એ જ દ્વારા શા

માટે ન ધરવું ? ગીતામાં ભગવાનની ભાષા છે કે “જે ઈશ્વરનું ધ્યાન ધરે છે તેને હું બુદ્ધિયોગ આપું છું અને યોગક્ષેમ આપું છું.” મારી પાસે તો ઈશ્વરાનુંસંધાન સાધવાનાં અનેક સાધનો છે - રેંટિયો, હિંદુમુસલમાન ઐક્ય, અસ્પૃશ્યતાનિવારણ વગેરે - કારણ ભગવાન તો વિરાટ સ્વરૂપ છે, અને જ્યારે જે રીતે તેનું ધ્યાન ધરવું હોય ત્યારે તે રીતે ધરી લઉં છું.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૯-૫-૧૯૩૭, પા. ૭૧

૪૮. ઈશ્વરની સેવા

(‘સાપ્તાહિક પત્ર’માંથી)

બીજા એક સાધુ જે હરિજનોના આગેવાન છે તે એક દિવસ વિચિત્ર કોયડો લઈને આવ્યા : “આપણે ઈશ્વરને જાણતા નથી તો એની સેવા શી રીતે કરી શકીએ ?”

“આપણે ઈશ્વરને ન જાણતા હોઈએ, પણ એની સૃષ્ટિને તો જાણીએ છીએ. એની સૃષ્ટિની સેવા એ ઈશ્વરની સેવા છે.”

“પણ ઈશ્વરની આખી સૃષ્ટિની સેવા આપણે શી રીતે કરી શકીએ ?”

“ઈશ્વરની સૃષ્ટિનો જે ભાગ આપણી નજીકમાં નજીક હોય ને જેને આપણે સૌથી વધારે જાણતા હોઈએ તેની જ સેવા કરીએ. આપણે આપણા સાખપાડોશીથી શરૂઆત કરીએ. આપણે આપણું આંગણું સાફ કરીને જ સંતોષ ન માનવો જોઈએ, પણ આપણા પડોશીનું આંગણું સાફ થાય એની પણ ભાળ રાખવી જોઈએ. આપણે આપણા કુટુંબની સેવા કરીએ, પણ કુટુંબને ખાતર ગામને નુકસાન ન પહોંચવા દઈએ. આપણા ગામનું માન સચવાય તેમાં જ આપણું માન રહેલું છે. પણ આપણે દરેક જણે આપણી

મર્યાદા સમજવી જોઈએ. જે જગતમાં આપણે રહીએ છીએ તેને વિશેના આપણા જ્ઞાનથી આપણી સેવાશક્તિની મર્યાદા આપોઆપ બંધાઈ જાય છે.

પણ આ વાત હું સાદામાં સાદી ભાષામાં મૂકું. આપણે આપણા સાખપડોશીના કરતાં આપણો પોતાનો વિચાર ઓછો કરીએ. આપણા આંગણાનો કચરો પડોશીના આંગણામાં ઠાલવવો એ માનવજાતિની સેવા નથી પણ અસેવા છે.

આપણા પડોશીઓની સેવાથી આપણે આરંભ કરવો જોઈએ.”

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૨૩-૮-૧૯૩૬, પા. ૧૮૫

૪૯. શ્રદ્ધા અને અનુભવ

(‘પ્રશ્નોત્તરી’માંથી)

પ્ર. - ઈશ્વરનું અસ્તિત્વ બુદ્ધિથી સમજાતું નથી. એ તો શ્રદ્ધાથી સમજાય છે. પણ પુનર્જન્મ જેવી ઘટના સાચી હશે ? પાપપુણ્યનો ભેદ સમજી

માનવી કાર્ય કરતો રહી સાંત્વન લે, તે માટે હિન્દુ ધર્મે જ એની શોદ નથી કરીને ?

ઉ. - ઈશ્વરનું અસ્તિત્વ બુદ્ધિગમ્ય નથી એટલે બુદ્ધિ અમુક હદ લગી જ સમજી શકે. એ શ્રદ્ધાની વાત છે અને તેથી ઊપજતા અનુભવની.

અનુભવ કાં તો પૂર્વજોનો માનીએ અથવા આપણે પોતે લઈને જ તૃપ્ત થઈએ.

પણ જે શ્રદ્ધા અનુભવની ગરજ નથી રાખતી, તે ખરી શ્રદ્ધા છે. પાપપુણેયનો ભેદ, આ સાંત્વનને સારુ નથી, તેમ નથી ઈશ્વર ઉપરની શ્રદ્ધા તેને સારુ.

એ છે, પુનર્જન્મ પણ છે, એમ ઘણા જ્ઞાનીઓએ કહ્યું છે અને એ બધું અમુક હદ લગી બુદ્ધિને પણ સમાજય એવું છે, એમ હું માનું છું.

દ્યબ્થ્પઌ

ખ્ક્રધ્મળ્

, ૪-૮-૧૯૪૬, પા. ૨૫૩

૫૦. અદ્વૈતવાદ અને ઈશ્વર

(એક મિત્રના સવાલના જવાબમાં ગાંધીજીએ લખ્યું :)

મને હું અદ્વૈતવાદી માનું છું ખરો, પણ દ્વૈતવાદનું સમર્થન કરી શકું છું. સૃષ્ટિમાં પ્રતિક્ષણ પરિવર્તન થાય છે તેથી સૃષ્ટિ અસત્ય -

અસ્તિત્વરહિત - કહેવાઈ. પણ પરિવર્તન છતાં તેનું એક એવું રૂપ છે જેને સ્વરૂપ કહો, તે રૂપે છે. એમ પણ જોઈ શકીએ છીએ. તેથી તે સત્ય પણ છે. તેથી તેને સત્યાસત્ય કહો તો મને અડચણ નથી. એની મને અનેકાંતવાદી કે સ્યાદ્વાદી માનવામાં આવે તો બાધ નથી. માત્ર સ્યાદ્વાદ હું જે રીતે ઓળખું છું તે રીતે માનનારો છું, પંડિતો મનાવવા ઈચ્છે તેમ

કદાચ નહીં જ. તેઓ મને વાદમાં ઉતારે તો હું હારી જાઉં. મેં તો મારા અનુભવે જોયું છે કે મારી દૃષ્ટિએ હું હંમેશાં સાચો હોઉં છું અને મારા

પ્રામાણિક ટીકાકારોની દૃષ્ટિએ હું ઘણી વાર ભૂલેલો ગણાઉં છું. તે તે દૃષ્ટિએ અમે બંને સાચા હોઈએ છીએ એ હું જાણું છું. એ જાણવાથી કોઈને હું સહસા જૂઠો, કપટી વગેરે માની જ નથી શકતો. સાત આંધળાએ હાથીનાં સાત વર્ણન આપ્યાં તે બધા પોતપોતાની દૃષ્ટિએ સાચા હતા, એકબીજાની દૃષ્ટિએ ખોટા હતા ને જ્ઞાનીની દૃષ્ટિએ સાચાખોટા હતા. આ એકાંતવાદ મને બહુ પ્રિય છે. તેમાંથી હું મુસલમાનની પરીક્ષા મુસલમાનની દૃષ્ટિએ, ખ્તિસ્તિની તેની દૃષ્ટિએ કરતાં શીખ્યો. મારા વિચારોને કોઈ ખોટા ગણે છે ત્યારે મને તેમના અજ્ઞાનના વિશે પૂર્વે રોષ ચડતો. હવે હું તેઓનું દૃષ્ટિબિંદુ તેઓની આંખે જોઈ શકું છું તેથી તેમની ઉપર પણ પ્રેમ કરી શકું છું કેમ કે હું જગતના પ્રેમનો ભૂખ્યો છું. અનેકાંતવાદનું મૂળ અહિંસાં અને સત્યનું યુગલ છે.

ઈશ્વરને હું જે રૂપે માનું છું તે રૂપે જ વર્ણવું છું. લોકોને ભાળવીને હું શાને મારું અધ-પતન કરું ? મારે તેઓની પાસેથી કયું ઈનામ લેવું હતું ? હં ઈશ્વરને કર્તાઅકર્તા માનું છું. એ પણ મારા સ્યાદ્વાદમાંથી ઉદ્‌ભવે છે. જૈનની પાટે બેસીને ઈશ્વરનું અકર્તાપણું સિદ્ધ કરું ને રામાનુજની પાટે બેસીને તેનું કર્તાપણું સિદ્ધ કરું. આપણે બધા અચિંત્યનું ચિંતવન કરીએ છીએ. અવ્રણનીયનું વર્ણન કરીએ છીએ. અજ્ઞેયને જાણવા ઇચ્છીએ છીએ તેથી આપણી ભાષા તોતડી છે, અધૂરી છે ને કેટલીક વેળા વક્ર છે. તેથી જ બ્રહ્મને સારુ વેદે અલોકિક શબ્દયોજના કરી તે તેને ‘નેતિ’ વિશેષણથી ઓળખાવ્યો કે ઓળખાવ્યું. પણ જોકે તે ‘આ નથી’ છતાં તે છે. અસ્તિ, સત્‌, સત્ય, ૦, ૧, ૧૧... એમ કહેવાય. આપણે છીએ, આપણને પેદા કરનાર માતાપિતા છે, તેને પેદા કરનાર છે... તો પછી સર્વનો પેદા કરનાર માનવામાં પાપ નથી પણ પુણ્ય છે, એમ માનવું ધર્મ છે. એ ન હોય તો આપણે નથી. તેથી જ આપણે બધા એકે અવાજે તેને પરમાત્મા, ઈશ્વર, શિવ, રામ, અલ્લાહ, ખુદા, દાદા હોરમજ, જીહોવા, ગૉડ ઈત્યાદિ

અનેક અને અનંત નામે પોકારીએ છીએ. તે એક છે, બહુ છે; અણુથીયે નાનો, હિમાલયથી મોટો; સમુદ્રના એક બિંદુમાં સમાઈ જાય તે સાત સમુદ્રને મળીને પણ તેને ઝીલી ન શકે એવો ભારે છે. તેને જાણવા સારુ

બુદ્ધિવાદ શા કામનો ? તે તો બુદ્ધિથી અતીત છે. ઈશ્વરનું અસ્તિત્વ

માનવામાં શ્રદ્ધાની આવશ્યકતા છે. મારી બુદ્ધિ અનેક તર્કવિતર્ક કરી શકે.

મોટા નાસ્તિકવાદીની સાથે વાદમાં હું હારી જાઉં, તોયે મારી શ્રદ્ધા બુદ્ધિથી એટલી બધી આગળ દોડે છે કે હું આખા જગતના વિરોધની સામે પણ કહં

ઃ “ઈશ્વર છે, છે ને છે જ.”

પણ જેને ઈશ્વરનો ઈન્કાર કરવો હોય તેને તેમ કરવાનોયે અધિકાર છે, કેમ કે તે તો દયાળુ છે, રહીમ છે. રહમાન છે. તે ેંઈ માટીનો બનેલો રાજા નથી કે તેને પોતાની આણ કબૂલ કરાવવા સિપાહી રાખવો પડે. તે તો આપણને સ્વતંત્રતા આપતો છતો માત્ર પોતાની દયાના બળથી આપણા પાસે નમન કરાવે છે. પણ આપણામાંના કોઈ નમન ન જ કરે તો કહે છે : “સુખે રહો, મારો સૂરજ તો તમારે સારુયે તપશે, મારો મેઘ

તમારે સારુય વરસશે. મારી સત્તા ચલાવવાને સારુ મારે તમારી ઉપર બળાત્કાર વાપરવાની જરૂરી જ નથી. એ ઈશ્વરને જે નાદાન હોય તે ભલે ન માને. હું તો કરોડો ડાહ્યામાંનો એક હોઈ તેને સહસ્ત્રવાર નમસ્કાર કરતો છતો થાકતો જ નથી.”

ઌપટ્ટઌ

, ૧૭-૧-૧૯૨૬, પા. ૧૫૬

૫૧. જૈન અને વૈદિક નિરૂપણ વચ્ચે વિસંગતિ નથી (રાજકોટથી શ્રી પુરુષોત્તમ ગાંધીએ ત્રણ સવાલો પૂછ્યા હતા : (૧) જૈનદર્શનના નિરીશ્વરવાદ અને ગીતાના ઈશ્વરવાદ વચ્ચે શો ભેદ છે ?

(૨) ઈશ્વરમાં ન હોય તો કૃપા કરનાર કોણ ? ભક્તિ કરનારને ઈશ્વરકૃપા વિના બીજું કયું શ્રદ્ધાનું અવલંબન રહે ? માણસની

પ્રાર્થના તે માણસનૂ શુભેચ્છા કે એથી કાં વધારે ?

(૩) ‘સત્ય એ જ ઈશ્વર છે’ એ વ્યાખ્યાનું રહસ્ય શું ? ગાંધીજીએ નીચે મુજબ જવાબ આપ્યો હતો :)

જૈન નિરૂપણ અને સમામ્નય વૈદિક નિરૂપણ વચ્ચે મેં વિરોધ નથી જોયો, પણ કેવળ દૃષ્ટિબિંદુનો જ ભેદ છે. વેદનો ઈશ્વર કર્તા-અકર્તા બંને છે.

જગત બધું ઈશ્વરમય છે તેથી ઈશ્વર કર્તા છે, પણ તે કર્તા નથી કેમ કે તે અલિપ્ત છે. તેને કર્મનું ફળ ભોગવવાપણું નથી. અને જે અર્થમાં આપણે કર્મ શબ્દ વાપરીએ છીએ તે અર્થમાં જગત એ ઈશ્વરનું કર્મ નથી. ગીતાના જે

શ્લોક તેં ટાંક્યા છે તે આ રીતે વિચારતાં બંધ બેસે એવા છે. આટલું યાદ

રાખવું : ગીતા એ એક કાવ્ય છે. ઈશ્વર નથી બોલતો કે નથી કાંઈ કરતો.

ઈશ્વરે અર્જુનને કાંઈ કહ્યું છે તેવું નથી. ઈશ્વર અને અર્જુન વચ્ચેનો સંવાદ

કાલ્પનિક છે. ઐતિહાસિક કૃષ્ણ અને ઐતિહાસિક અર્જુન વચ્ચે એવો સંવાદ

થયો હતો એવું હું તો માનતો નથી. ગીતાની શૈલીમાં કાંઈ પણ અસત્ય છે અથવા તો અજુગતું છે એમ પણ નથી. એવી રીતે ધર્મગ્રંથો લખવાનો રિવાજ હતો. અને આજે પણ કોઈ સંસ્કારી વ્યક્તિ લખે તો તેમાં કાંઈ દોષ ગણાય

નહીં. જૈન કેવળ ન્યાયની, કાવ્યરહિત એટલા માટે લૂખી, વાત કહી દીધી અને કહ્યું કે જગતકર્તા એવો કોઈ ઈશ્વર નથી. એમ કહેવામાં કંઈ દોષ નથી, પણ જનસમાજ લૂખા ન્યાયથી દોરાતો નથી. તેને કાવ્યની જરૂર પડે જ છે.

તેથી જૈનના બુદ્ધિવાદને પણ મંદિરોની, મૂર્તિઓની અને એવાં અનેક સાધનોની આવશ્યકતા જણાઈ. જોકે કેવળ ન્યાયની દૃષ્ટિએ એમાંનુ ંકાંઈ નહીં

જોઈએ.

ખરું જોતાં પહેલા પ્રશ્નના જવાબમાં ગર્ભમાં તારા બીજા પ્રશ્નનો જવાબ આવી જાય છે. જેમ બીજો પ્રશ્ન પણ પહેલાના ગર્ભમાં જ રહેલો છે, એમ હું માનું છું. ‘કૃપા’ શબ્દ કાવ્યની ભાષા છે. ભક્તિ એ જ કાવ્ય છે.

પણ કાવ્ય કાંઈ અયોગ્ય અથવા ઊતરતી વસ્તુ અથવા તો અનાવશ્યક વસ્તુ છે એમ નથી. એ અત્યંત આવશ્યક વસ્તુ છે. પાણી એ બે ભાગ હાઈડ્રોજન અને એક ભાગ ઑક્સિજનનું બનેલું છે એ ન્યાયની વાત થઈ. પણ પાણી એ ઈશ્વરદત્ત ભેટ છે એમ કહેવું એ કાવ્યની વાત થઈ. એ કાવ્ય સમજવું એ જીવનનું આવશ્યક અંગ છે. પાણીનો ન્યાય સમજવો એ આવશ્યક અંગ નથી.

તેમ જ જે કાંઈ થાય છે તે કર્મનું ફળ છે તેમ કહેવું તે અત્યંત ન્યાયયુક્ત છે.

પણ કર્મની ગતિ ગહન છે. આપણે દેહધારી એટલા બધા પામર છીએ કે એક સામાન્યમાં સામાન્ય પરિણામ માટે પણ જેયલાં કર્મો જવાબદાર હોય એ બધાંનું જ્ઞાન આપણે નથી પામી શકતા. તેથી ઈશ્વરની કૃપા વિના કશું નથી થતું એમ કહેવું એ બરોબર છે અને એ જ શુદ્ધ સત્ય છે. વળી અમુક દેહમાં રહેલો આત્મા એક ઘડામાં રહેલા વાયુની માફક કેદી છે અને ઘડામાંનો વાયુ જ્યાં સુધી પોતાને નોખો માને ત્યાં સુધી એ પોતાની શક્તિનો ઉપયોગ નથી કરી શકતો.તેમ શરીરમાંનો કેદ થયેલો આત્મા પોતે કંઈક કરે છે એમ માને તો સર્વશક્તિમાન પરમાત્માની શક્તિથી વંચિત રહે છે. તેથી પણ, એમ

કહેવું કે જે કંઈ થાય છે તે ઈશ્વર જ કરે છે, એ જ વાસ્તવિક છે અને સત્યાગ્રહીને શોભે છે. સત્યનિષ્ઠ આત્માની ઈચ્છા પુણ્ય હોય અને તેથી એ ફળે જ છે. તે વિચારતાં જે પ્રારથનાના શ્લોક તેં ટાંક્યા છે એ પ્રાર્થના આપણી નિષ્ઠાના પ્રમાણમાં અવશ્ય આખા જગતને માટે પણ ફળે. જગત આપણાથી ભિન્ન નથી, આપણે જગતથી ભિન્ન નથી. સૌ એકબીજામાં ઓતપ્રોત પડેલાં છે, અને એકબીજાના કાર્યની અસર એકબીજા પર થયા કરે છે. અહીં વિચાર પણ કાર્ય છે એમ સમજી લેવું એટલે એક પણ વિચાર મિથ્યા જતો નથી. તેથી જ આપણે હંમેશાં સારા વિચારો કરવાની ટેવ પાડવી રહી.

ઈશ્વર નિરાકાર છે અને સત્ય પણ નિરાકાર છે એથી સત્ય એ ઈશ્વર એમ મેં નથી જોયું કે ઘટાવ્યું. પણ મેં એમ જોયું કે ઈશ્વરનું સંપૂર્ણ વિશેષણ તો સત્ય જ છે, બાકીનાં બધાં વિશેષણ અપૂર્ણ છે. ઈશ્વર શબ્દ પણ વિશેષણ છે, અને અનિર્વચનીય મહાન તત્ત્વને ઓળખાવનારું એક વિશેષણ છે. પણ ઈશ્વરનો ધાત્વર્થ લઈએ તો ઈશ્વર શબેદ રસ વિનાનો લાગે છે.

ઈશ્વરને રાજારૂપ ઓળખવાથી બુદ્ધિની તૃપ્તિ થતી નથી. રાજારૂપે એને ઓળખવાથી આપણામાં એક જાતનો ભય ભલે પેદા થાય અને તેથી પાપ કરતાં ડરીએ અને પુણ્ય કરવાનું પ્રોત્સાહન મળે. પણ એવું ભયવશ થયેલું પુણ્ય પણ લગભગ પુણ્ય મટી જાય છે. પુણ્ય કરીએ તો તે પુણ્યની ખાતર જ કરીએ, ઈનામને સારુ નહીં. આવા અનેક વિચારો કરતાં કરતાં એક દિવસ એમ લાગી આવ્યું કે ઈશ્વર સત્ય છે એમ કહેવું એ પણ અધૂરું વાક્ય છે. સત્ય એ જ ઈશ્વર છે, એ માણસની વાચા પહોંચી શકે ત્યાં લગીનું પૂર્ણ વાક્ય છે. સત્ય શબ્દનો ધાત્વર્થ વિચારતાં પણ એ જ પરિણામ આવે છે. સત્ય સત્‌માંથી નીકળેલો શબ્દ છે અને સત્‌ એટલે ત્રણે કાળે હોવું. ત્રણે કાળ જે હોઈ શકે તે તો સત્ય જ હોય અને તે સિવાય બીજું કાંઈ ન હોય.

પણ સત્યને જ ઈશ્વરરૂપે ઓળખતાં કાંઈ શ્રદ્ધા ઓછી થવી ન જોઈએ. મારી દૃષ્ટિએ તો ઊલટી વધવી જોઈએ. મને તો એ જ અનુભવ થયો છે. સત્યને પરમેશ્વર રૂપે ઓળખતાં અનેક પ્રપંચોમાંથી છૂટી જઈએ છીએ. ચમત્કારો જોવાની કે સાંભળવાની ઈચ્છા નથી રહેતી. ઈશ્વરદર્શનનો અર્થ સમજવામાં

મુશ્કેલી આવે, સત્યદર્શનનો અર્થ સમજવામાં મુશ્કેલી છે જ નહીં. સત્યદર્શન પોતે ભલે મુશ્કેલ હોય, મુશ્કેલ છે જ; પણ જેમ જેમ સત્યની નજદીક જતા જઈએ તેમ તેમ આપણે એ સત્યરૂપ ઈશ્વરની ઝાંખી કરતા જઈએ છીએ.

એટલે પૂર્ણ દર્શનના આશા વધે અને શ્રદ્ધા પણ વધે.

ૠક્રદ્યક્રઘ્શ્વ઼ક્રક્રશ્નષ્ટઌટ્ટ ભ્ક્રસ્ર્થ્ટ્ટ,

પુ. પહેલું, પા. ૧૦૫-૭

ઃ વિભાગ - ૩ :

શ્રદ્ધા અને ઉદ્દેશ

૫૨. દુર્બળોનો ઈશ્વર જેવો સાચો સહાયક કોઈ નથી ૧

(‘સાપ્તાહિક પત્ર’ માંથી)

દશ વર્ષ થયાં અહીં આવ્યો છું તે દરમિયાન હજારો હિંદી વિદ્યાર્થીઓના સંબંધમાં હું આવ્યો છું. વિદ્યાર્થીના દિલને હું જાણું છું.

વિદ્યાર્થીની કઠણાઈ હમેશાં મારી સામે પડી છે, પરંતુ હું વિદ્યાર્થીઓની દુર્બળતા પણ જાણું છું. મને તેમણે પોતાના હૃદયમાં પ્રવેશ કરવાનો અધિકાર આપ્યો છે, તેઓ જે વાતો માબાપને કહેવા તૈયાર નથી તે મને સંભળાવે છે.

એમને હું કેવી રીતે આશ્વાસન દઉં તે નથી જાણતો. હું તો કેવળ તેમનો મિત્ર બની શકું છું, તેમના દુઃખમાં હિસ્સો લેવાની ચેષ્ટા કરી શકું છું. અને મારા અનુભવમાંથી કાંઈક સહાય આપી શકું, જોકે જગતમાં મનુષ્યને ઈળ્વર જેવો સાચો સહાયક કોઈ નથી. અને ઈશ્વરમાં શ્રદ્ધા ઊડી જવાના જેવી - નાસ્તિક બનવાના જેવી - બીજી એકે સજા નથી. મને મોટામાં મોટું દુઃખ એ છે કે આપણા વિદ્યાર્થીઓમાં નાસ્તિકતા વધતી જાય છે. અને શ્રદ્ધા ઘટતી જાય છે.

હિંદુ વિદ્યાર્થીને મળું છું ત્યારે કહું છું કે તું દ્વાદશમંત્ર જપ તરી ચિત્તશુદ્ધિ થશે, તો તે કહે છે કે રામ કોણ, વિષ્ણુ કોણ, એની મને ખબર પડતી નથી.

મુસલમાન વિદ્યાર્થીને કહુ છું કે તું કુરાન પઢ, ખુદાથી ડર, તકબ્બુરી ન કર, તો તે કહે છે કે ખુદા ક્યાં છે તે હું જાણતો નથી, કુરાન સમજતો નથી.

આવાઓને હું સી રીતે સમજાવું કે તમારું પહેલું પગથિયું ચિત્તશુદ્ધિ છે ! જો આપણને જે વિદ્યા મળે છે તેથી ઈશ્વરથી વિમુખ થઈએ તો એ વિદ્યા આપણું શું ભલું કરનાવી હતી, જગતનું શું ભલું કરવાની હતી ?

ઌપટ્ટઌ

, ૭-૮-૧૯૨૭, પા. ૩૮૯

(ગાંધીજીએ રંગૂનમાં વિદ્યાર્થીઓને સંબોધેલા તેનો ઉતારો - મૂળ

‘વિદ્યાર્થીઓને’ માંથી)

હિંદભરના વિદ્યાર્થીઓ સાથેના પત્રવ્યવહાર પરથી હું જાણું છું કે ગાડાંભર પુસ્તકોમાંથી મેળવેલી માહિતી ભરેલા મગજવાળા એ લોકો કેવા ભંગાર બની જાય છે. કેટલાકનું ચસકી ગયું છે, કેટલાક ગાંડા બન્યા છે, કેટલાક નિરુપાય દૂષિતતાભર્યું જીવન ગુજારી રહ્યા છે. જ્યારે એ લોકો કહે છે, “અમે ગમે એટલો પ્રયત્ન કરીએ તોપણ અમે એવા ને એવા જ રહીએ છીએ, કારણ કે અમે દૈત્યનો સામનો કરી શકતા નથી.” ત્યારે મને એમની દયા આવે છે. દુઃખપૂર્ણ વાણીમાં એ પૂછે છે, “કહો, એ દૈત્યને કેવી રીતે કાઢવો ? અપવિત્રતાએ અમને જકડી લીધા છે.તેમાથી કેવી રીતે છુટાય ?”

જ્યારે હું એમને કહું કે રામનામ જપો, ઈશ્વરને પાયે પડો અને એનું શરણું શોધો ત્યારે એ આવીને મને કહે છે “અમને ખબર નથી ઈશ્વર ક્યાં છે !

પ્રાર્થના કરવી, એટલે શું કરવું એની અમને ખબર નથી.” આ અવદશાએ એ પહોંચ્યા છે. એટલે ચેતત રહેવાનું, અને જે કાંઈ સાહિત્ય હાથમાં આવે તે બધું જ નહીં વાંચવા; હું વિદ્યાર્થીઓને કહી રહ્યો છું. પવિત્ર કાર્યમાં હાર કબૂલ કરશો નહીં. અત્યારે જ તમે નિશ્ચય કરી લો કે તમે પવિત્ર બનશો જ, અને ઈશ્વરનો સહારો મળશે જ. પણ ઈશ્વર, અભિમાનીની અને એનીસાથે સાડું કરનારની પ્રાર્થનાનો જવાબ દેતો નથી. તમે “ગજેન્દ્ર મોક્ષ”ની કથા સાંભળી છે ? અહીં હાજર રહેલા બર્મી વિદ્યાર્થીઓ જેમણે એ અત્યુત્તમ કાવ્યો પૈકીનું એક, દુનિયાની દૈવી ચીજોમાંથી એક સાંભળી નથી, તેઓ એમના

હિંદી મિત્રો પાસેથી એ જાણી લે. એકતામીલ ઉક્તિ મને હંમેશ યાદ રહી ગઈ

છે. એનો અર્થ એ છે કે ઈશ્વર નિઃસહાટનો સહાયક છે. એ તમને મદદ કરે એવું જો તમે એની પાસે માગો તો તમે જેવા છો તેવા એની પાસે જાઓ, કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ વિના જાઓ, અને તમારા જેવા પતિતને એ કેવી રીતે મદદ કરશે એ વિષે ડર કે અંદેશો રાખ્યા વિના જાઓ. એની પાસે ગયેલા કરોડો લોકો ને જેણે મદદ કરી છે તે શું તમને તજશે ? એ, કોઈ પણ

પ્રકારના અપવાદ કરતો નથી; અને તમે અનુભવી શકશો કે તમારી એકેએક

પ્રાર્થનાનો જવાબ મળશે. ગમે તેવા અપવિત્રની પ્રાર્થનાનો પણ જવાબ

મળશે. આ હું તમને જાતઅનુભવ પરથી કહું છું. હું એની તાવણીમાંથી પસાર થયો છું. પ્રથમ સ્વર્ગનું રાજ્ય મેળવો, અને બીજું બધું એની મેળે પાછળ પાછળ આવશે.

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં,

૪-૪-૧૯૨૯, પા. ૧૧૦

૫૩. સત્યાગ્રહની શક્તિ

(‘હિંદુ-મુસલમાન સવાલ’માંથી ગાંધીજીના સંદેશાનો ઉતારો) સત્યાગ્રહીમાં પોતાની મેળે ચાલવાની શક્તિ હોતી જ નથી.

સત્યાગ્રહી જગતની લાગણી ઉશ્કેરીને જ ચાલી શકે છે. ઈશ્વરાન આશિર્વાદ

હોય તો જ તે ચાલી શકે, ન હોય તો સત્યાગ્રહી લૂલો, પાંગળો અને આંધળો છે.

૧૯૨૧થી હું બે શબ્દો કહેતો આવ્યો છું : પાકીઝગી અને કુરબાની, આતેમશુદ્ધિ અને બલિદાન એ વગર સત્યાગ્રહનો જય ન થાય. કેમ કે તે વિના ઈશ્વર સાથે હોય જ નહીં.

જ્યાં જગત કુરબાની જુએ છે ત્યાં ઢળી જાય છે. કુરબાની જગતને વહાલી લાગે છે.

જગત કુરબાની સારા માટે છે કે નઠારા માટે એ જોતું નથી. પણ ઈશ્વર કંઈ આંધળો નથી. એ તો કુરબાનીની પણ પરીક્ષા કરે છે. કુરબાનીમાં

મેલ કે સ્વાર્થ છે કે નહીં તેનો હિસાબ તેના ચોપડામાં રહે છે.

ઌપટ્ટઌ,

૩૦-૩-૧૯૩૦, પા. ૨૮૧

૫૪. તેના કાયદાનું પાલન કરીએ

(‘સાપ્તાહિક પત્ર’ માંથી)

મૌનવારને દિવસે ગાંધીજીનો હિંદુસ્તાનીમાં લખેલો સંદેશો વાંચવામાં આવ્યો, તેમાં આ વાત તેમણે વધારે ખુલાસાવાર કહી.

“આજે હું તમને કશું કહી શકું તેમ નથી. ગઈ કાલે મેં કહ્યું હતું તેમ, ગમે તે થાય, તોપણ આપણે માનતા હોઈએ કે, જે થાય છે તે ઈશ્વર જ કરે છે, તો આપણે ગભરાવાનું કશું કારણ ન હોય. શરત એઅચલી કે, આપમે જે કંઈ કરીએ, તે ઈશ્વરને સાક્ષી રાખીને કરીએ. જગતને ચલાવનારો તે જ છે. તેથી આપણી ફરજ છે કે, તેના કાયદાનું પાલન કરીએ ને પરિણામ

વિશે બેફિકર રહીએ.”

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૨૩-૬-૧૯૪૬, પા. ૧૯૦

૫૫. બધું ઈશ્વર પર છોડી દઈએ

(‘આત્મનિરીક્ષણ’ માંથી)

(તા.૨-૫-’૪૬ને દિવસે સિમલા પહોંચ્યા તે જ દિવસે પ્રાર્થના બાદ

ગાંધીજીએ કરેલું પ્રવચન નીચે આપ્યું છે.)

મને ખબર નહોતી કે, મારે સિમલા આવવું પડશે. પણ ઈશ્વર પર ભરોસો હોય તો તે જ્યાં મોકલે ત્યાં ચાલ્યા જવાની આપણી તૈયારી હોવી જોઈએ. કાલે શું થશે, એ કોણ કહી શકે ? મનની મનમાં જ રહી જાય એચલે બધુંઈશ્વર પર જ છોડી દઈએ તો જે થવાનું હશે તે થશે.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૧૨-૫-૧૯૪૬, પા. ૧૨૭

(‘સાપ્તાહિક પત્ર’ માંથી -પ્યારેલાલ)

ભાગવતના શણગારરૂપ ગજેન્દ્ર અને ગ્રાહના રૂપકનું રહસ્ય તે સમજાવતા હાત. ગાંધીજીએ કહ્યું, ‘એ વાતનો બોધ એ છે કે, ઈશ્વર કસોટીના વેળાએ પોતાના ભક્તોને છેહ દેતો નથી. શરત એચલી કે, ઈશ્વર પર જીવંત શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ હોવાં જોઈએ, શ્રદ્ધાની કસોટી એ છે કે, આપણું કર્તવ્ય બજાવ્યા પછી ઈશ્વર જે કંઈ મોકલે, તે વધાવી લેવાને આપણે તત્પર હોવું જોઈએ. પછી તે હર્ષ હોય કે શોક, સુભાગ્ય હોય કે દુર્ભાગ્ય.

“દયામય વિધાતા ઘણું ખરું ભક્તને આપત્તિમાંથી ઉગારશે જ, પરંતુ આપત્તિ આવી જ પડે, તો પોતાના દુર્ભાગ્યનાં રોદણાં ન રડતાં સ્વસ્થ ચિર્રે અને જેવી હરિઈચ્છા, એમ કહીને આનંદથી તે રહેશે.”

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૭-૭-૧૯૪૬, પા. ૨૧૪

૫૬. ઈશ્વરનું શરણ લઈએ

(તડીખેતના પ્રેમા વિદ્યાલયમાં ગાંધીજીએ આપેલા ભાષણના ઉતારાનું સંક્ષિપ્ત લખાણ. આ લખાણ પ્યારેલાલના લેખ ‘અલ્મોડાની મુસાફરી’માંથી

લીધું છે.)

ગાંધીજી નો આ અઠવાડિયાનો પ્રવાસ તડીથેતના પ્રેમા વિદ્યાલયથી શરૂ થયો. તેઓ ત્યાં થોડા દિવસ રોકાયા. પ્રેમા વિદ્યાલય ૧૯૨૧માં એક રાષ્ટ્રીય સંસ્થા તરીકે શરૂ થયું હતું અને એ તો હજી અસહકાર ચળવળનું નાનું બાળ છે... આ સંસ્થા પોતાના મકાનમાં જ ચાલે છે. હમણાં થોડા વખતથી તેણે બહુ બૂરા દિવસો જોયા છે છતાં પોતાને આ વાવાઝોડાંથી દૂર રાખ્યું છે. તા ૧૬મીએ સંસ્થાનો વાર્ષિક ઉત્સવ હતો અને ગાંધીજી તેના

પ્રમુખ હતો. આ ઉત્સવે આજુબાજુનાં ગામડાંમાંથી પણ લોકોને આકર્ષ્યા હતા અને બહુ જ સુંદર રીતે પાર પાડ્યો હતો. આથી ગાંધીજીનું ભાષણ સામાન્ય

હતું અને આ પ્રદેશ માટે તેમાં ટૂંકમાં સંદેશો હતો.

તમારા લોકોનાં દુઃખ અને દર્દનો કિસ્સો હું અહીં આવ્યો તે પહેલાં પણ સાંભળી ચૂક્યો છું. એનો મારી પાસે એક જ અકસીર ઉપાય છે, અને તે આત્મશુદ્ધિ ને કર્તવ્યપરાયણતી. આપણા બધા વ્યાધિનું મૂળ કારણ મનની સંકુચિતતા છે. આપણે કુટુંબને સારું મરવાનો ધર્મ સમજ્યા છીએ, પણ હવે એક ડગલું આગળ વધવાની જરૂર છે. આપણા કુટુંબના પ્રેમમાં આખું ગામ સમાઈ

જવું જોઈએ; ગામમાં તાલુકો,તાલુકામાં જિલ્લો અને જિલ્લામાં પ્રાંત, તે એટલે સુધી કે છેવટે આખો દેશ આપણને કુટુંબવત્‌ થઈ જાય. તે આત્મવિશ્વાસ આપણે પાછો મેળવવો રહ્યો છે. આપણે કોઈથી ન ડરીએ. ઈશ્વરનું શરણ લઈએ.

ઈશ્વરથી મહાવ બીજી કોઈ શક્તિ નથી. જેને હૃદયમાં ઈશ્વરનો ડર હોય તેને બીજા કોઈનો ડર હોય જ નહીં.

ઌપટ્ટઌ

, ૩૦-૬-૧૯૨૯, પા. ૩૫૧-૨

૫૭. ઈશ્વર વિશ્‌ શ્રદ્ધા કદી ન ખોશો

(ત્રિચૂરની શાળા ના વિદ્યાર્થીઓને આપેલા ંધાર્મિક પ્રવચનોનો ઉતારો

‘સાપ્તાહિક પત્ર’ માંથી)

ધાર્મિક કેળવણી શાળામાં જોઈએ કે ન જોઈએ એ વિશે બે મત છે. હું તો માનું છું કે, જોઈએ. ધર્મ અને નીતિની કેળવણી એટલે બીજું કશું નહીં, પણ

ચારિત્રસંગઠન ઈશ્વરશ્રદ્ધા વિના અશક્ય છે. એટલે બાળક-બાળાઓને હું કહું છું કે તમે કદી ઈશ્વર વિશે શ્રદ્ધા ન ખોશો એટલે આત્મશ્રદ્ધા ન ખોશો. અને યાદ

રાખજો કે તમારામાં કોઈ પાપી વિચાર ઘર કરે તો પેલી શ્રદ્ધાનો તમારામાંથી

લોપ થયો છે. અસત્ય, અપ્રેમ, અહિંસા, વિષયીપણું - એ બધું આસક્તિના અભાવમાંથી ઉત્પન્ન થાય છે. જગતમાં આત્માનો આત્મા જેવો બીજો કોઈ શત્રુ નથી. ભગવદ્‌ગીતાના શ્લોકેશ્લોકમાં એ વાત લખેલી છે, બીજાં શાસ્ત્રો પણ એ જ વાત કહે છે. એટલે આ પાપી ટોળીની સાથે હંમેશાં હિંમતપૂર્વક આથડવાનું અને એને હૃદયમાં તસુમાત્ર સ્થાન ન દેવાનું તમારું કામ છે. જગતમાં કોઈ પણ કુકૃત્ય કુવિચાર વિના થવું અશક્ય છે, એટલે કુકૃત્યના મૂળ ઉપર કુહાડી મૂકો.

ઘણા વિદ્યાર્થીઓ મને કહે છે કે, ‘આ બધું સમજીએછીએ પણ અમારા હૃદયનું કેમ કરીએ ? કુવિચાર તો આવ્યે જ જાય છે.’ આમ કહીને તેઓ કુવિચારની સાથેનો સંગ્રામ જ છોડી દે છે, ભલા થાય તો કોઈ ગંદી ચોપડી મળે તેની ઓથે એવા વિચારને આશ્રય દેતા થાય છે......... ત્યારે મારે જણાવવું જોઈએ કે આમાં બે વાત તો છે : એક તો એ કે કુવિચાર તો આવ્યા જ કરવાના. અપૂર્ણ

મનુષ્ય આપણે જ્યાં સુધી છીએ ત્યાં સુધી કુવિચાર આવ્યા વિના નહીં રહેવાના.

એટલે ઈશ્વરનું નામ લઈને એમની સાથે સંગ્રામ કર્યા કર્યે જ છૂટકો છે. પણ બીી વાત એ વિચારોને જાણ્યે અજાણ્યે ઉત્તેજન અને આશ્રય આપવાની છે. તમે આઠે પહેર ચોકી ન રાખશે તો એ વિચારો આખરે તમારી ઉપર સવારી કરશે, અને પછી તેની સામે લડવાની શક્તિ જ નહીં પણ વૃત્તિ પણ ચાલી જશે. એ શત્રુઓને આવતા કદાચ આપણે અટકાવી ન શકીએ, પણ એ આવ્યા પછી તેની સામે બાથ ભીડવી અને તેને વશ થવાને બદલે મરણને બેટવું એ શૂરાનું કામ

છે.

ઌપટ્ટઌ

, ૩૦-૧૦-૧૯૨૭, પા. ૮૨

૫૮. વીજળી કરતાંયે સૂક્ષ્મતર શક્તિ

(‘ભયાનક યોજના’ માંથી)

હિંદુસ્તાનના જુદા જુદા ધર્મોના આગેવાનો હરિજનોને લલચાવી ફોસલાવીને પોતામના ધર્મમાં લેવાની હરીફાઈ છોડી દે તો આ અબાગી દેશ સુખી થાય. મારી પાકી ખાતરી છે કે જેઓ આ હરીફાઈમાં પડ્યા છે તેઓ ધર્મની સેવા નથી કરતા. આ પ્રશ્નને રાજકારણ કે અર્થશાસ્ત્રની દૃષ્ટિએ વિચારીને તેઓ ધર્મને હલકો પાડે છે; જ્યારે યોગ્ય વસ્તુ તો એ છે કે રાજકારણ કે બીજી દરેક વસ્તુની ધર્મની દૃષ્ટિએ આંકણી કરવી જોઈએ. ધર્મ એ આત્માનું વિજ્ઞાન છે, અધ્યાત્મશાસ્ત્ર છે. જગતની બીજી શક્તિઓ મોટી છે ખરી, પણ જો ઈશ્વર જેવી કંઈક વસ્તુ હોય તો આત્મશક્તિ એ સૌથી

પ્રબળ શક્તિ છે. શક્તિ જેટલી મોટી તેટલી તે વધારે સૂક્ષ્મ હોય છે એ હકીકત તો આપણે જાણીએ છીએ. અત્યાર સુધી સૂક્ષ્મ ભૌતિક શક્તિઓમાં

પ્રથમ પદ વીજળીનું છે અને છતાં વીજળીનાં અદ્‌ભૂત પરિણામો સિવાય

બીજી રીતે વિજળીને કોઈ જોઈ શક્યું નથી. વીજળી કરતાંયે સૂક્ષ્મતર એવી શક્તિ હોવાનો સંભવ છે એમ કહેવાની હામ વિજ્ઞાન કરે છે. પણ મનુષ્યે યોજેલું કોઈ પણ યંત્ર આત્માને વિશે કંઈ પણ ચોક્કસ જ્ઞાન મેળવી શક્યું નથી. એ આત્મશક્તિ પર સાચા ધર્મસુધારકોએ આજ સુધી આધાર રાખ્યો છે ને એમની આશા કદી એળે ગઈ નથી. હરિજનોના તેમ જ સૌના કલ્યાણમાં પણ આખરે એ જ શક્તિ કામ આવશે, અને ગમે તેવા બુદ્ધિશાળી માણસોની ગણતરીઓને ઊંધી વાળશે. હિંદુ ધર્મમાંથી અસ્પૃશ્યતાનો રોગ નાબૂદ

કરવાનુંકર્તવ્ય જ સુધારકોએ માથે લીધું છે તેમણે પોતાના પ્રત્યેક કાર્યમાં બીજા કશા પર નહીં પણ એ આત્મશક્તિ પર જ બધો આધાર રાખવાનો છે.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૨૩-૮-૧૯૩૬, પા. ૧૮૮

૫૯. ઈશ્વરનું વચન

(ગાંધીજીએ સવારની પ્રાર્થનામાં આશ્રમવાસીઓને ગીતા ઉપર આપેલાં

પ્રવચનોનું સંક્ષિપ્ત. ‘ધ વીક’ નામના લેખમાંથી) સાયં પ્રાર્થનામાં જ્યારે સમય હોય ત્યારે ગાંધીજી દિવસની કોઈ

ઘટના ઉપર વિવેચન કરે છે. અને પ્રાતઃ પ્રાર્થનામાં સામાન્ય રીતે ગીતાનો જે અધ્યાય તે પ્રાતઃકાળે બોલાય તેના ઉપર કંઈક કહે છે. આ કોઈ લાંબી ટીકા કે વિવેચન નથી હોતું. માત્ર તોડાંક સૂચન વચનો કે વાક્યો જેથી તે તે અધ્યાયના અભ્યાસ ઉપર પ્રકાશ પડે. દાખલા તરીકે : “૯મો અધ્યાય - આ અધ્યાય આપણા જેવા દરદીઓને માટે - અંતર્વ્યથાથી પીજાતા દરદીઓ માટે

- મલમપટ્ટીરૂપ છે. આપણે સૌ વિકારોથી ભરેલા છીએ, અને વિકાર

મટાડવાના કોલ - વચન ભગવાને પોતાને શરણ જનારને આપ્યો છે. આ અધ્યાયમાંથી એમ પણ ખબર પડે છે કે ગીતા લખાઈ ત્યારે વર્ણાશ્રમ ધર્મમાં ઊંચનીચના ભેદ પેસી ચૂક્યા હતા, અને એકબીજાને એકબીજાથી નીચા ગણવા

લાગ્યા હતા. બાકી, કોણ ઊંચો અને કોણ નીચો ? “સુદુરાચાર” કહ્યા તે કોઈ

બીજા નથી. આપણે જ છીએ. હૃદયનાં અનેક પાપો કરનારા - બહારથી ઊજળા થઈ ફરનારા - આપણે સૌ પાપી છીએ. અને તેમને માટે ભગવાને વચન આપેલું છે. જે સંપૂર્ણ નિર્વિકારી હોય તે બીજાને આંગળી કરીને બતાવે કે ફલાણો વિકારી છે. સૌ સરખા વિકારી છીએ, અને તે વિકારો મટાડવા

માટે આમાં ભગવદ્‌શરણની રામબાણ દવા બતાવી છે. એથી એમ ન સમજવું કે પ્રયત્ન વિના બધા વિકારો શરણથી ધોવાઈ જશે. જેને ઈન્દ્રિયો, ઈચ્છાવિરુદ્ધ વિષયો તરફ ખેંચી જાય છે તે, પ્રયત્ન કરતો અને આંસુ સારતો જ્યારે ભગવાન તરફ વળશે ત્યારે ભગવાન જરૂર ેને વિકારમુક્ત કરશે.

અગિયારમો અને બારમો અધ્યાય :

અગિયારમા માં ભગવાનનાં અનેકાનેક દર્શન કરાવીને એ ભક્તિને

માટે માણસને તૈયાર કર્યો છે; અને પછી બારમામાં ભક્તિનું રહસ્ય કહ્યું છે, સાચા ભક્તને વર્ણવ્યો છે. એ અધ્યાય તો એટલો નાનો છે કે કોઈ પણ જણ એને કંઠે કરી શકે.

ચૌદમો અને પંદરમો અધ્યાય :

ચૌદમામાં ત્રણ ગુણોનું વર્ણન છે. અને પંદરમામાં પુરુષોત્તમનું વર્ણન છે. ત્રીસ વર્ષ ઉપર હેન્રી ડ્રૂમંડનું પુસ્તક મ

ઌશ્વનથ્ૐ ૐક્રજા શ્નઌ મ જીટ્ટથ્ટ્ટહૃસ્ર્ળ્ત્ત્ૐ

દભ્ષ્ટ

વાંચ્યું હતું. તેમાં જડ જગતના કાયદા અધ્યાત્મ જગતને પણ લાગુ પડે છે એ એણે અનેક દૃષ્ટાંતો આપીને સિદ્ધ કર્યું છે. એ આ ત્રિગુણાત્મક સૃષ્ટિમાં સિદ્ધ થતું જણાય છે. ચૌદમામાં માણસનું નિયમન કરનારા ત્રણ નિયમો કહ્યા છે. નિયમો તો અનેક છે પણ એના સત્ત્વ, રજસ અને તમસના ત્રણ વિભાગો પાડ્યા છે. આમાંથી એક જ ગુણવાળા કોઈ જ માણસ ન નજરે પડે; સૌ થોડેઘણે અંશે ત્રણે ગુણોથી ભરેલા છે. ધીમે ધીમે ચડતાં ચડતાં આપણે સાત્ત્વિક થઈએ અને આખરે સત્ત્વને પણ તરીને પુરુષોત્તમને પામીએ.

પોતાના અવગુણને પહાડ જેવા ગણી વરાળ જેવા પાતળા થઈએ ત્યારે ખરી સાત્ત્વિકતા કેળવાય છે. પાણી અને વરાળનો દાખલો મને આ સ્થિતિ સમજાવવા માટે બંધબેસતો લાગે છે. પાણી જ્યારે બરફની દશામાં હોય છે ત્યારે એની ગતિ જમીન તરફ હોય છે, એ ધરતી ઉપર જ પડ્યું રહે છે; પણ વરાળ થવા માંડી કે એ ઉપર ચડવા માંડે છે. બરફ તરફી ઊંચેચડવાની જે શક્તિ એ ખોઈ બેસે છે તે શક્તિ એનામાં વરાળ થયે આવે છે, અને અંતે એ વાદળું બની વર્ષાના રૂપમાં જગતનું કલ્યાણ કરે છે. આમાં પ્રભુના વિરાટ સ્વરૂપનું આપણને દર્શન થાય છે. બરફનો પણ ઉપયોગ છે એ જુદી વાત છે; પાણી, સૂર્ય વિના વરાળ બની શકતું નથી એ વાત પણ આપણે હમણાં કોરે રાખીએ; તાત્પર્ય એ છે કે વાદળાં એ મોક્ષની દશી સૂચવે છે. વરાળ એ સાત્ત્વિક દશા સૂચવે છે, અને પાણી એ આપણી સ્થિતિ બતાવે છે.

ૠક્રદ્યક્રઘ્શ્વ઼ક્રક્રશ્નષ્ટઌટ્ટ ભ્ક્રસ્ર્થ્ટ્ટ

, પુસ્તક બારમું, પા. ૧૧.૩

ઌપટ્ટઌ

, ૧૫-૧-૧૯૨૮, પા. ૧૭૦

૬૦. ઈશ્વરનો કરાર

(કૉંગ્રેસ હાઉસ, મુંબઈમાં આપેલા ભાષણનું તારતમ્ય. ‘સાપ્તાહિક પત્ર’

માંથી)

“તમને આશ્ચર્ય થશે કે જ્યારે ઈશ્વર છે કે નહીં એને વિશે જ ઘણા

લોકો દુવિધામાં પડેલા છે ત્યારે મેં મુંબઈમાં જાહેર પ્રાર્થના કરવાનું શા સારુ

કબૂલ કર્યું હશે ? બીજા કેટલાક કહા છે કે ‘ઈશ્વર જો અંતર્યામી હોય તો

પ્રાર્થના શી ? તો કોણ કોની પ્રાર્થના કરે ? કોને બોલાવે ? આ બૌદ્ધિક

પ્રશ્નોના ઉત્તર આપવાને હું અહીં આવ્યો નથી. હું તો એટલું જ કહી શકું કે હું બચપણથી પ્રાર્થના કરતો આવ્યો છું ને એ પ્રાર્થના જ મારે માટે આધારરૂપ થઈ પડેલી છે.

...છતાં શંકા અને નિરાશાથી દિગ્‌મૂઢ થઈ ગયેલા લોકો પણ છે.

એમને માટે પ્રભુનું નામનું સ્મરણ છે. ભગવાને કહ્યું જ છે કે નિર્બળ બની જાઓ ત્રે એનું નામ લેશો તો એ બળ બની જશે. સુરદાસે ગાયું છે કે ‘નિર્બલ

કે બલ રામ.’ એ બળ ગાળ દેવાથી કે લાકડી ઉગામવાથી થોડું આવી શકે છે ? રામજીનું નામ એટલે ભગવાનનું નામ. એનાં હજારો નામ છે; રામજી, અલ્લાહ જે નામ તમને પ્રિય હોય તે નામથી રટણ કરો. જે ક્ષમે તમે બીજાં બધાં બળનો આધાર લેશો તે ક્ષણે તમને બળ મળશે, તમારી નિરાશા નીકળી જશે. એ ભજનમાં ગજરાજની વાત આપેલી છે. ગજરાજને મગરે ખેંચ્યો ને પાણી એટલે સુધી આવ્યું કે તે લગભગ ડૂબ્યો. એકલી સૂંઢની અણી જ પાણી બહાર રહી. તે વખતે તેણે રામજીનું નામ લીધું ને તે ઊગરી ગયો. એ રૂપક જ છે, છતાં એમાં જે રહસ્ય રહેલું છે તે સાચું છે. જીવનમાં અનેક વાર મેં

એનો અનુભવ કરેલો છે. ઉપર આકાશ ને નીચે ધરતી લાગે તેવે વખથે મેં

રામજીનું નામ લીધું છે. એનું નામ આપણામાં નિરાશા આવી ગઈ હોય તો તેને દૂર કરે છે ને નિરાશાને ભગાડે છે. આજે હિંદુસ્તાનમાં કાળું વાદળ

આવેલું દેખાતું હોય તે પ્રાર્થના એને દૂર કરશે. જે પ્ર્‌થના કરશે તેને માટે નિરાશા આશા બની જશે.

આપણે પ્રાર્થના કરીએ કે આપણા હૃદયમાંથી કૂડકપટ છળ નીકળી જાય, તો હૃદયમાં નિરાશા કદી નહીં રહે. એ ભગવાનની પ્રતિજ્ઞા છે.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૨-૬-૧૯૩૫, પા. ૯૨

૬૧. ઈશ્વરમાં જીવંત શ્રદ્ધા, સત્યાગ્રહી માટે અનિવાર્ય ૧

(ગાંધી સેવા સંઘ, વૃંદાવન (ચેપારણ), બિહારના ૫મા સંમેલનમાં ગાંધીજીએ આપેલા ભાષણનું સંક્ષિપ્ત. ‘નવા પ્રયોગ’ માંથી) એટલે હું દરેક સત્યાગ્રહી પાસેથી એ આશા રાખું છું કે તેને ઈશ્વરમાં જીવેત શ્રદ્ધા હોવી જોઈએ. સત્યાગ્રહીની પાસે બીજું કંઈ બળ નથી. ઈશ્વરનું બળ ત્યારે જ આવે છે જ્યારે એનામાં અનંત શ્રદ્ધા હોય. ઈશ્વરમાં એવી શ્રદ્ધા ન હોય તો એ સત્યાગ્રહ કેવી રીતે કરી શકે ? જો તે કહે કે મને ઈશ્વરમાં એવી શ્રદ્ધા નથી તો તેણે સંઘમાંથી નીકળી જવું જોઈએ અને સત્યાગ્રહને ભૂલી જવો જોઈએ.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૧૪-૫-૧૯૩૯, પા. ૭૯

(‘ગાંધી સેવા સંઘ-૪’ માંથી - મ.દે. )

સંમેલન આગળ કરેલા પ્રારંભિક પ્રવચનમાં ગાંધીજીએ કહેલું કે ઈશ્વર વિશેની આસ્તિકતા એ સત્યાગ્રહી માટેની એક અનિવાર્ય શરત છે. એટસે એક સભ્યે પૂછ્યું કે “સમાજવાદીઓ અને સામ્યવાદીઓ જે ઈશ્વરના અસ્તિત્વમાં માનતા નથી તે સત્યાગ્રહી ન થઈ શકે ?”

ગાંધીજીએ નીચે મુજબ કહ્યું છ

“ના. કેમ કે સત્યાગ્રહીને તો ઈશ્વર સિવાય બીજો કશો આઘાર નથી; ને જેને બીજો કશો આધાર છે અથવા જે બીજા કશાનું શરણ ખોળે છે તે સત્યાગ્રહ ન કરી શકે. એ પૅસિવ રેઝિસ્ટર, અસહકારી વગેરે હોઈ શકે, પણ સાચો સત્યાગ્રહી ન હોઈ શકે. તમે એવી દલીલ કરી શકો છો કે એ રીતે વિચારતાં તો કેટલાયે શૂરા સાથીઓ સત્યાગ્રહની કોટિમાંથી નીકળી જાય, ને કેટલાક પોતાને આસ્તિક કહેવડાવનારા પણ નિત્યના વ્યવહારમાં એ

માન્યતાથી ઊલટી રીતે વર્તનાર સત્યાગ્રહીમાં ખપી જાય. જેઓ એક સિદ્ધાંત ઉચ્ચારે છે ને એથી ઊલટું આચરણ રાખે છે તેવાઓની વાત હું નથી કરતો.

હું તો એવાઓની વાત કરું છું જેઓ ઈશ્વરને નામે પોતાના સિદ્ધાંતને કારત સર્વસ્વ હોમવાને તૈયાર હોય. હું આ સિદ્ધાંત આજે કેમ રજૂ કરું છું ને વીસ વરસ પર મેં એ રજૂ કેમ ન કર્યો એવા પ્રશ્નો મને ન પૂછશો. હું એટલું જ કહી શકું કે હું ભવિષ્યવેત્તા નથી, હું તો ભૂલો કરનાર અલ્પ મનુષ્ય છું, અને ભૂલો કરતો સત્ય તરફ પ્રગતિ કરું છું. કોઈ પૂછે છે કે ‘ત્યારે બૌદ્ધો અને જૈનોનું શું ?’ હું કહું કે જો બૌદ્ધો અને જૈનો જાતે આ વાંધો ઊઠાવે, અને કહે કે ‘આવો નિયમ કડકપણે પળાય તો તો અમે સત્યાગ્રહી ને દળમાંથી બાતલ

ગણાઈએ,’ તો હું એમને કહું કે ‘તમારી વાત બરોબર છે.’

“પણ હું એવું કહેવા ઈચ્છતો જ નથી કે જે ઈશ્વરને હું માનું છું તેને તમારે માનવો જોઈએ. સંભવ છે કે ઈશ્વરની તમારી વ્યાખ્યા મારી વ્યાખ્યાથી જુદી હોય, પણ તમારી એ ઈશ્વર વિશેના આસ્થા એ જ તમારો અંતિમ

આધાર હોવો જોઈએ. એ કોઈક અલૌકિક પરમ શક્તિ કે જેની વ્યાખ્યા કે વર્ણન ન થઈ શકે એવું કંઈક ચેતન તત્ત્વ પણ હોય, પણ એને વિશે આસ્થા હોવી અનિવાર્ય છે. ઈશ્વર પાસેથી મળતા બળ વિના, રોષનો શબ્દ સરખો ઉચ્ચાર્યા વિના સર્વ પ્રકારની યાતનાઓ સહન કરવી એ માણસને માટે અશક્ય

છે. આપણે નિર્બળ છીએ, ને ઈશ્વર એ જ આપણું નિર્બળનું બળ છે. જેઓ પોતાની સર્વ ચિંતાઓ ને સર્વ ભયો એ અપ્રમેય શક્તિ પર નાખી દે છે તેમને ઈશ્વર વિશે શ્રદ્ધા છે એમ કહેવાય.”

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૪-૬-૧૯૩૯, પા. ૧૦૪-૫

૬૨. શ્રદ્ધાની કસોટી

(‘તે પવિત્ર જગ્યાએથી’ માંના થોડા અંશો)

આશ્રમનો વાવટો જે અગાશીએથી ઊડે છે તે અગાશીએથી જેલની દિવાલો અને સ્મશાનમાં બળતી ચિંતાઓના ભડકા બંને દેખાય છે. આ બંને વસ્તુઓનું નિત્ય દર્શન થતાં છતાં રખેને કોઈ ભૂલી જાય, ખાસ કરીને જ્યારે થોડા જ દિવસમાં મોટી લડત ઉપાડવાની છે ત્યારે મૃત્યુની આપણે કેટલા સમીપ રહીએ છીએ તેનું પૂરું ભાન રહે એટલા ખાતર જાણે શીતળામાતાએ વિકરાળ દર્શન દીધાં. એમ તો માણસ સ્મશાન ઘણી વાર જુએ છે. આશ્રમના

માણસો રોજ જુએ છે. અનેક વ્યાધિઓથી પીડાઈને લાખો માણસો દેશમાં મરે છે એ આપણે જાણીએ છીએ, છતાં માણસ સ્વભાવે એટલો ટૂંકી દૃષ્ટિનો છે કે જ્યાં સુધી પોતાને અમુક વસ્તુનો અંગત અનુભવ ન થાય ત્યાં સુધી નિશ્ચિંત રહે છે; એ નિશ્ચિંતતા ઉડાડવાને માટે જાણે શીતળામાતા આશ્રમમાં આવ્યાં, અને અપાર માવજત છતાં ત્રણ કુમળાં બાળકોના ભાગ લીધા. એક બાળક તો માવજત લેવા જેટલો પણ જીવ્યો નહીં. આ ઘટનામાં અનેક જણની અનેક પ્રકારની કસોટી હતી. દરરોજ ગીતાનો પાઠ કરતા, અને જન્મેલાનું

મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે એમ કાને સાંભળતા અને જીભે બોલતા આશ્રમવાસીઓને મૃત્યુએ થોડા જ દિવસમાં ત્રણ વાર પ્રત્યક્ષ દર્શન દીધું; વહાલામાં વહાલાં તેજસ્વી બાળકોને ઝડપીને દર્શન દીધું. એ એમના ગીતાપાઠની કસોટી હતી. ત્રણે બાળકોનાં માબાપ એ કસોટીમાંથી સંપૂર્ણપણે પાર ઊતર્યા એમ યમરાજા પણ તેમનું પ્રમાણપત્ર મળી શકતું હોય

તો આપે. કશી રોકકળાટ નહોતી એમ કહેવાની તો જરૂર જ ન હોય, પણ એ બાળકોને વળાવનારા વળાવી આવ્યા, બાકીના પોતપોતાનાં કામે રહ્યા, બાળકોનાં માબાપોનાં નિત્યકર્મમાંયે કશો જ ફેર ન પડ્યો.

પણ આતો ગીતાપાઠ કરનારા આશ્રમવાસીઓની કસોટીની વાત થઈ. એમને ગીતાપાઠની લગની લગાડનાર ગાંધીજીની એથીયે વધારે આકરી કસોટી રહી હતી. બળિયા ન ટંકાવવાનો સિદ્ધાંત ગાંધીજીનો અનેક વર્ષોનો છે, અનેક વાર એને વિશે લખી ચૂકેલા છે, અનેક બાળકોને શીતળા આવેલા તેનો દૃઢતાથી ઉપચાર કરી તેમને સાજાં પણ એમણે કરેલાં. પણ જ્યાં ટપાટપ ત્રણ કુમળાં બાળક ઊડી જાય ત્યાં કોનું મન ન ડગે ? આશ્રમનાં બાળકોને ગાંધીજીએ તો તેમનાં જન્મદાતા માતાપિતા કરતાં વધારે વહાલાં કરેલાં છે એમ કહું તો ચાલે, છતાં જગતની દૃષ્ટિએ તેમને સહેજે મનમાં એમ થઈ શકે

ઃ ‘આ બાળકોને બળિયા ન ટંકાવવામાં, એના ચેપથી સુરક્ષિત રહેવાને માટે આશ્રમવાસીઓને રસી મૂકવાની સલાહ ન આપવામાં, હું વધારે પડતી ધૃષ્ટતા તો નથી કરી રહ્યો ?’ મુંબઈ-અમદાવાદમાં હજારો લોકોએ રસી મુકાવી, અને ટીકાકારો નહીં પણ મિત્રો રોજ વાત કરતા હતા : ‘જેને રસી મુકાવવી હોય

તેને આપ ના પાડતા નથી એ હું જાણું છું, છતાં હવે તો રસી મુકાવવાનો આપ સૌને આગ્રહ કરો એમ ઈચ્છું છું.’ આ વજનની કિંમત ગાંધીજીની પાસે કંઈ નાનીસૂની નહોતી, સિદ્ધાંતનો બાધ ન આવતો હોય તો અનિચ્છાએ પણ એ સ્વજનની સલાહનો અમલ કરે, પણ આ વેળા ? સ્વજનનો કાગળ ઘણાને વંચાવ્યો, પ્રાર્થનામાં વાંચી સંભળાવ્યો, પણ સાથે જ પોતાનાં અતરાત્માનાં વચન સૌને સંભળાવ્યાં : ‘એ રસી લેવી એ ગંદી ક્રિયા છે, એમાં અતિશય

નુકસાન રહેલું છે, અને એને તો હું ગોમાંસ ખાવા બરાબર માનું છું. પણ

મારાં જ બાળકો જ્યારે ટપોટપ ઊડી જવા માંડ્યા છે એટલે મારે મારો સિદ્ધાંત ફેરવવો અને જાહેર કરવું કે ના, રસી લેવામાં વાંધો નથી, તો મારા સત્યની શી કિંમત, મારી ઈશ્વરશ્રદ્ધાનો શો અર્થ ? આખો આશ્રમ સાફ થઈ જાય

તોફણ એ શ્રદ્ધામાં તાત્ત્વિક ભૂલ ન લાગે ત્યાં સુધી એને વળગી રહેવું એ

મારો ધર્મ રહ્યો. પોતાનાં બાળકો ગુમાવવાં કોને ગમે ? એટલે જે માબાપોને રસીમાં સુરક્ષિતતા લાગતી હોય તે હજી મુકાવે, જેની ઈચ્છા હોય તેની સામે વાંધો તો ન જ લઉં પણ સગવડ કરી આપું, પણ મારી શ્રદ્ધા હું શી રીતે ફેરવી શકું ? મારાથી રસી લેવાનું ઉત્તેજન આપવાનું તો શી રીતે બની શકે ?

‘આ એક કસોટી. બીજી હૃદયબળની કસોટી હતી. આજ સુધી પાણીના અને માટીના ઉપચારો કરતાં અનેક સાથીઓના વ્યાધિ શાંત કરી શક્યો છું; પોતાના પુત્ર ઉપર પણ એ પ્રયોગ કર્યા છે, અને એકે પ્રસંગે એ ઉપચારોની નિષ્ફળતા વિશે શંકા સરખી નથી થઈ. આ વેળા આ ત્રણ બાળકોના પ્રસંગમાં મારા ઉપાય કામ ન આવ્યા. એમાં પણ ઈશ્વર મારી કસોટી ન કરતો હોય ? અમોઘ લાગતા ઉપાય પણ નિષ્ફળ થવાના છે એમ

તો ન હોય ? પણ એમ મારાથી કેમ ડરી જવાય ? આખી જિંદગી પોતાના ઉપર, પોતાનાંના ઉપર અને બીજાઓ ઉપર પ્રયોગ કરવામાં ગઈ છે. જે વસ્તુને સત્ય માની છે તેનાથી પ્રયોગમાં ઘડીક વાર હાનિ દેખાતી હોય તોપણ કેમ ડરવું ? જગતના જે જે શાસ્ત્રીઓએ સત્યની શોધો કરી છે તેમણે તેમ

કરતાં પોતાના પ્રાણ આપ્યા છે. આટલા મૃત્યુથી હું ડરી જાઉં તો હું પ્રાણ શી રીતે આપવાનો હતો ?’

એ જ મનોમંથનના ગર્ભમાં બીજું મંથન રહેલું હતું : ‘મૃત્યુ જન્મથી જરાય જુદું નથી, જીવન અને મૃત્યુ એ એક જસિક્કાની બે બાજુ છે એમ

માનનારો હું રહ્યો, તે આમ ત્રણ મૃત્યુથી હું ડરું તો મારી માન્યતા શા કામની ? મારી ઈશ્વરશ્રદ્ધા શા કામની ? જે લડત માથા ઉપર ઝઝૂમી રહી છે તે લડતમાં તો ત્રણ નહીં, હજારો અને લાખોની આહુતિ કદાચ આપવી પડે, તેથી ડગીને હું લડત બંધ કરું તો મારી ઈશ્વરશ્રદ્ધાનો કશો અર્થ ન રહે. એમ

કે ન માનું કે મૃત્યુનાં આમ થોડા જ દિવસોમાં અનેકવાર દર્શન કરાવીને ભગવાન મારું હૃદય વધારે કઠણ અને મજબૂત કરવા ઈચ્છતો હોય, લડતને

માટે વધારે તૈયાર કરતો હોય ?’

આમ મનની સાથે નિશ્ચય કરી જીવન અને મૃત્યુમાં કશો ભેદ નથી એ પોતાની શ્રદ્ધા બીજાઓમાં પૂરવાનાં તેમનાં મંથન તેમની સાથે ચોવીસ કલાક ગાળનારા જાણે છે, પ્રભુતામાં તેમનાં પ્રવચનોનો લાભ જે બહેનોને મળે છે તે બહેનો જાણે છે. રાત્રે ૧૨ વાગ્‌ જાગી જઈ એ જ ચિંતનમાં તેમણે આખી રાત જાગતાં ગાળી છે. એમાં બાળકોની હાનિનો શોક નહોતો,

માબાપના દિલમાં ઊંડે ઊંડે રહેલા દુઃખથી થતી વિહ્‌વળતા નહોતી, પણ દરેકને મૃત્યુનું સૌમ્ય સ્વરૂપ સમજાવવાની અધીરાઈ હતી. દુઃખને - મૃત્યુને -

આપણે મિત્ર કેમ ન માનીએ ? ‘મૃત્યુમાં શી ભડક રહી છે ? અનેક રોગ અને વ્યાધિમાંથી સાસ્વત જીવન આપનાર મૃત્યુ નથી ? સુખ જગતમાં કેટલું અલ્પ અને ક્ષણિક છે ? જગતનો ઈતિહાસ સુખમાંથી નથી ઉત્પન્ન થયો. દુઃખમાંથી ઉત્પન્ન થયો છે; બલ્કે ઈતિહાસમાત્ર દુઃખનો, મંથનનો, મનુષ્યના મોક્ષને

માટેના અથાગ મંથનનો છે. રામચંદ્રજી સીતાજીને લાવ્યા પછી હજારો વર્ષ સુખે રાજ કર્યું એ વસ્તુ એક વાક્યમાં કહેવાઈ જાય છે. કવિ પણ બેપાંચ

શ્લોકમાં એ વસ્તુ કહી દે છે, પણ રામચંદ્રજીનો વનવાસ, તેમની તપશ્ચર્યા, તેમનાં દુઃખો અને હૃદયમંથનોનું આખું રામાયણ બનેલું છે. એમ દુઃખ અને

મૃત્યુની અમૂલ્યતા આપણે ક્યારે સમજતા થઈશું ?’

આ ગાંધીજીના ઉદ્‌ગારો નથી, પણ તેમના ઉદ્‌ગારોના મારા મન ઉપર રહેલા ભણકારા છે, તેમના મનમાં ચાલી રહેલી ભરતી-ઓટની મારા

મનના કિનારા ઉપર રહી રહાલી આછાપાતળી નિશાની છે. સમજુ વાચક એમાંથી ઘણઉં કલ્પી લેશે, સમજી લેશે.

પણ કસોટી હજી બાકી રહી હચી. આજે એક બાળકને સ્વસ્થાને વળાવીને માત્ર કામમાં લાગી જવાનું જ નહોતું, પણ બીજા બાળકને પરણાવીને સાસરે વળાવવાનું હતું. ‘પરમાત્માએ એ બે ઘટનાઓમાં બે દિવસ આડા આણ્યા, પણ અહીં વિવાહની ક્રિયા ચાલી રહી હોય અને પણે કોઈનું

મરણ થતું હોયે તોયે શું ? બંને ક્રિયા તટસ્થ ભાવે, નિષ્કામ ભાવે તે તે

માણસો આટોપશે, એમાં કોઈ શંકા છે ?’ એમ તેમણે પોતાના મન સાથે દૃઢતાથી કહ્યું. મરણ બાદ મૃત્યુનો ગંભીર મર્મ સમજાવીને અને વિવાહ બાદ

વિવાહમાં રહેલો ગંભીર સંયમ સમજાવીને, તેમણે બંને ક્રિયા નિષ્કામ ભાવે આટોપી. જે પિતાએ પોતાના બાળકને બે દિવસ ઉપર જ ગુમાવ્યો હતો તેમણે ગાંધીજીના જ જેટલી તટસ્થતાથી આ વિવાદની ક્રિયામાં પુરોહિતનું કામ કર્યું. આથી વધારે ઉદાત્ત દૃશ્ય કયું હોય ?

ઌપટ્ટઌ

, ૯-૩-૧૯૩૦, પા. ૨૩૮-૯

૬૩. સાચી શ્રદ્ધા

(મછલીપટ્ટમ્‌માં ગાંધીજીએ આપેલા ભાષણના સંક્ષિપ્તમાંથી. - ‘આંધ્ર દેશમાં’ માંથી)

અણીને વખતે તમારી શ્રદ્ધા ઊણી ન ઊતરે તે જોજો. અનુકૂળ

વાતાવરણમાં જ પાંગરે એ શ્રદ્ધાની કશી કિંમત નથી. કપરામાં કપરી કસોટીમાંથી પાર ઊતરે તે શ્રદ્ધાની જ કિંમત છે. આખી દુનિયાની નિંદા સામે તમારી શ્રદ્ધા ટકી ન શકે તો તમારી શ્રદ્ધા માત્ર દંભ છે.

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

, ૨૫-૪-૧૯૨૯, પા. ૧૩૩-૪

૬૪. પાપનો પ્રશ્ન

(‘સ્વામી યોગાનંદે ગાંધીજીને પૂછ્યું, “આ દુનિ.યામાં પાપ શા માટે છે ?” ગાંધીજીનો જવાબ અને તેમનો વાર્તાલાપ. - ‘સાપ્તાહિક પત્ર’ માંથી નીચે આપ્યો છે.)

ગાંધીજીએ કહ્યું, ‘જગતમાં પાપ કેમ છે એ પ્રશ્નનો જવાબ આપવો અઘરો છે. હું તો ગામડિયાનો જવાબ આપી શકું. જગતમાં જેમ

પ્રકાશ છે ત્યાં અંધકાર પણ છે, તેમ જ્યાં પુણ્ય છે, સત્‌ છે ત્યાં પાપ-અસત્‌ હોવું જ જોઇએ. પણ સત્‌-અસત્‌, પાપ-પુણ્ય એ તો આપણી

મનુષ્યની દૃષ્ટીએ છે. ઇશ્વરની આગળ તો પાપ ને પુણ્ય કશું નથી; ઇશ્વર એ બંનેથી પર છે. આપણે ગરીબ ગ્રામવાસીઓ એની લીલાનું માનતી વાણીમાં વર્ણન કરીએ છીએ, પણ આપણી ભાષા તે ઇશ્વરની ભાષા નથી.’ ‘વેદાંત કહે છે કે જગત માયારૂપ છે. એ ખુલાસો પણ અપૂર્ણ

મનુષ્યની તોતડી વાણીનો છે. તેથી હું કહું છું કે હું એ પંચાયતમાં પડવાનો જ નથી. ઇશ્વરના ધામના છેક અંદરના ભાગમાં દૃષ્ટિપાત કરવાની મને તક મળે તોયે હું એમાં ડોકિયું કરવાની પરવાન કરું. કેમ

કે ત્યાં શું કરવું એની ખબર મને ન પડે. ઇશ્વર જે માણસ સત્કર્મ કરે છે તેનો નિરંતરનો સાથી છે એટલુંભાન આપણા આત્મવિકાસ માટે પૂરતું છે. એ પણ ગામડિયાનો ખુલાસો થયો.’

‘ઇશ્વર સર્વશક્તિમાન તો છે જ, તો એ આપણને પાપમાંથી

મુકત કેમ કરી દેતો નથી ?’ સ્વામીએ પૂછ્યું.

‘હું આ પ્રશ્નની ચર્ચામાં પણ ન ઊતરું. ઇશ્વર અને આપણે સમોવડિયા નથી. સમોવડિયા એકબીજાને આવા પ્રશ્ન પૂછે, નાનામોટા ન પૂછે. ગ્રામવાસીઓ એમ નથી પૂછતા કે શહેરવાસીઓ અમુક વસ્તુઓ શા માટે કરું ? કેમ કે તેઓ જાણે છે કે જો એ વસ્તુઓ તેઓ કરવા બેસે તો એમના તો બાર જ વાગી જાય.’

સ્વામી : ‘આપના કહેવાનો અર્થ હું બરાબર સમજી શકું છું.

આપે બહુ સબળ દલીલ કરી છે. પણ ઇશ્વરને સમજનાર કોણ ?’

‘ઇશ્વર જો સર્વશક્તિમાન હોય તો તેનો સમજનાર તે પોતે જ હોવો જોઇએ.’

‘ઇશ્વર આપખુદ છે કે લોકશાહીમાં માનનાર છે ? આપનો શો ખ્યાલ છે ?’

‘હું આ વસ્તુઓનો બિલકુલ વિચાર જ કરતો નથી. મારે ઇશ્વરની સત્તામાં ભાગ પડાવવો નથી, એટલે આ પ્રશ્નો મારે વિચારવાના રહેતા નથી. હું તો મારી આગળ જે કર્તવ્ય હોય તે કરીને સંતોષ માનું છું.

જગત કેમ ને શા માટે ઉત્પન્ન થયું છે એની ચિંતા હું કરતો નથી.’

‘પણ ઇશ્વરે આપણને બુદ્ધિ નથી આપી ?’

‘આપી જ છે તો. પણ એ બુદ્ધિ આપણને એમ સમજવામાં

મદદ કરે છે કે જે વસ્તુનો તાગ આપણે ન કાઢી શકીએ તેમાં આપણે

માથું મારવું નહીં. મારી તો દૃઢ માન્યતા છે કે ખરા ગ્રામવાસીમાં અજબ વહેવારુ અક્કલ હોય છે ને તેથી તે આ વસ્તુઓની પંચાયતમાં કદી પડતો નથી.’

‘હવે હું એક જુદો સવાલ પૂછું. આપ એમ માનો છો કે માણસને સત્કર્મી થવાં કરતાં પાપી થવું સહેલું છે, અથવા કહો કે આરોહણ કરતાં પતન સહેલું છે ?’

‘આભાસે તો એવો થાય છે. પણ ખરી વાત એ છે કે પાપી થવા કરતાં સત્કર્મી થવું સહેલું છે. કવિઓએ કહ્યું છે ખરું કે નરકનો રસ્તો સહેલો છે, પણ હું એમ માનતો નથી. હું એમ પણ નથી માનતો કે દુનિયામાં સારા લોકો કરતાં પાપી લોકો વધારે છે. જો એમ હોયતો ઇશ્વર અહિંસા અને પ્રેમમય છે તેવો ન રહેતા પાપમૂર્તિ બની જાય.’

‘અહિંસાની આપ શી વ્યાખ્યા કરો છો ?’

‘જગતમાં કોઇ પણ જીવને મન વચન કર્મથી હાનિ ન કરવી એનું નામ અહિંસા.’

આ જવાબમાંથી અહિંસાની જે લાંબી ચર્ચા ચાલી તેમાં હું ઊતરતો નથી. અહિંસાના પ્રશ્નની ચર્ચા હરિજનબંધુ અને નવજીવનમાં અનેક વાર થઇ ચૂકેલી છે.

હરિજનબંધુ, ૮-૯-૧૯૩૫, પા. ૨૦૫

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૮-૯-૧૯૩૫, પા. ૨૦૫

૬૫. પાપની નિંદા

(સરકારની બગદોઈ કરનાર અસહકારીઓ વિરુદ્ધ એક પત્રકારે ફરિયાદ કરીતેના જવાબમાં ગાંધીજીએ ‘બગદોઈ શું છે’ નામનો લેખ લખ્યો હતો. નીચેના ઉતારા તેમાંથી લીધા છે.)

જેઓ પોતાને અસહકારી કહેવડાવેછે તેઓ જેટલે અંશે ગાળો બોલવામાં રોકાય છે તેટલે દરજ્જે તેઓ અલબત્ત હિંસા કરે છે અને પોતાના અહિંસાવ્રતનો ભંગ કરે છે. પણ ગાળ એટલે શું એ પણ જરા તપાસી જોવું ઘટે છે. કોશમાં ગાળનો અર્થ અપશબ્દ, ગેરશુકન એવો આવે છે. અપશબ્દ એટલે ખોટો શબ્દ, શબ્દનો અવળો અગર ખોટો ઉપયોગ. એટલે કે જો ચોરને હું ચોર કહું અગર તો લફંગાને લફંગો કહું તો હુંએને અપશબ્દ કે ગાળ બોલું છું એમ ન જ કહેવાય. કોઢિયાને કોઇ

કોઢિયો કહે તેમાં તે પોતાનું અપમાન નથી સમજતો. એટલું જ કે માણસ જે વિશેષણ વાપરે તે તેણે ઇરાદાપૂર્વક વાપરેલું હોવું જોઇએ અને તે સાબિત કરી આપવાની તેની તૈયારી હોવી જોઇએ. આ દૃષ્ટીએ જોતાં દરેક દાખલામાં અને દરેક પ્રસંગે વપરાયેલાં વિશેષણો એ હમેશાં જ વાપરનારની હિંસાવૃત્તિ સૂચવનારાં હોય છે એવો નિયમ નથી. હું જાણુંછું કે એવાં વિશેષણો તદ્દન યોગ્ય અને સંપૂર્ણપણે લાગુ પડનારાં હોય તોપણ જેની સામે તે વપરાયાં હોય તેની સામે મારફાડ કરાવવા ખાતર જો તે વાપરવામાં આવ્યાં હોય તો તે હરકોઇ સ્થળે અગર પ્રસંગે હિંસાની નિશાની છે; પણ એ જ યથાર્થ વિશેષણો જ્યારે સામાને એવી નિર્ભર્ત્સના કરીને તેની ટેવમાંથી છોડવવાને ખાતર અગર તો શ્રોતાજનોને એવા

માણસની અંંગત તજવાનું કહેવા ખાતર વાપરવામાં આવ્યાં હોય ત્યારે તેમાં કશુંયે અજુગતું નથી. હિંદુ ધર્મગ્રંથો દુષ્ટોની એવી નિર્ભર્ત્સનાથી ભરપૂર છે. એવાઓની ઉપર તેમાં નિંદાના શબ્દોના વરસાદ વરસાવેલ

છે. તુલસીદાસજી દયાધર્મના મૂર્તિમંત અવતાર હતા. પણ તેમણે સુધ્ધાં રામના શત્રુઓને લગતાં જે વિશેષણોથી રામાયણ ભર્યું છે તે વિશેષણોની ભાગ્યે જ કોઇ વિશેષણ સરસાઇ કરી શકશે. એમણે ઘણાંખરાં નામ જ એવાં આપ્યાં છે કે જે પોતે જ એ દુષ્ટોના કોઇ ને કોઇ દુષ્ટ ગુણ સૂચવતાં હોય. અને ઇશું ખ્રિસ્તે પણ જેમને તેણે ‘કાળોતરા સાપ, પાંખડી અને ધોળી કબરોની ઓલાદ’ કહ્યા તેમની ઉપર ઇશ્વરી કોપ ઊતરવાનું શાપવચન ઉચ્ચારતાં આંચકો ખાધો શું ? બુદ્ધ ભગવાને પણ ધર્મને નામે નિર્દોષ બકરાંઓના ભોગ આપવા નીકળેલાઓને માટે વાપરેલાં વિશેષણો

મુલાયમ હતાં શું ? કુરાન શું, ઝંદ અવસ્તા શું, કોઇ ધર્મગ્રંથ એવાં વિશેષણોના ઉપયોગ વિનાનો નથી. એટલું જ કે આમાંના એકે સત્પુરુષનો એ વિશેષણો વાપરવામાં દુષ્ટ હેતું નહોતો. તેમને તો માત્ર તેમનીસામેની વ્યક્તિઓ અગર વસ્તુઓને યથાર્થરૂપે વર્ણવવી હતી અને તેને માટે તેમણે ભાષા પણ એટલી જ સચોટ પસંદ કરવી પડી કે આપણને સારા અને નરસા વચ્ચેનો ભેદ તત્કાળ સમજાય.

આટલું કહ્યા પછી લેખકના બાકીના અભિપ્રાય જોડે હું અલબત્ત

મળતો છું કે સરકાર અગર તેના અમલદારોને વર્ણવવામાં અત્યારે આપણે જેટલો સંયમ બતાવશું તેટલું આપણા લાભનું છે. અત્યારે આપણામાં જ એટલો વિકાર અને એટલી બદગોઇ ભરેલાં છે કે આપણે હરઘડી કડવી ભાષામાં ન જ ઊતરીએ. અને આ સરકારનો સૌથી સારામાં સારો ઉપયોગ તો આપણે એ કરીએ કે તેની હસ્તી જ સમૂળગી ભૂલી જઇએ અને એનો લેશ પણ સંબંધ આપણને પાડનારો છે એમ ગણી એની આભડછેટ માની આપણા જીવનમાંથી એને જેટલી બની શકે તેટલી ખસેડી મેલીએ.

નવજીવન,૨૦-૧૧-૧૯૨૧, પા.૯૬

ઌપટ્ટઌ

, ૨૦-૧૧-૧૯૨૧, પા. ૯૬

૬૬. કુરીતિઓને તિરસ્કારો, માણસોને નહીં

(‘એક અંગ્રેજી સન્નારીના આશીર્વાદ’ (નોંધમાંથી)ના ફકરાઓમાંથી) એક અંગ્રેજ સન્નારીએ ગાંધીજીને અસહકારની લડતને પોતાના આશીર્વાદ આપતો પત્ર લખ્યો છે. તે વિશે ગાંધીજી લખે છે કે, “હું વાચકને આ પત્રમાં ભાગીદાર બનાવું છું એમાં સંકોચ નથી એમ નથી.

તટસ્થ રીતે લખાયો હોવા છતાં તે ખૂબ જ અંગત છે. મારામાં અહંકાર નથી એવી મને આશા છે. મારી નિર્બળતા હું પૂરેપૂરી સમજુંછું એવું મને

લાગે છે. પરંતુ ઇશ્વરમાં અને તેની શક્તિ તથા પ્રેમમાં મારી શ્રદ્ધા અવિચળ છે. હું તો કુંભારના હાથમાં માટી જેવો છું. એટલે ગાતીની ભાષામાં કહું તો આ બધી પ્રશંસા મેં તેને ચરણે ધરી છે. હું એટલું સ્વીકારું છું કે આ બધી પ્રશંસા મેં તેને ચરણે ધરી છે. હું એટલું સ્વીકારું છું કે આ જાતના આશીર્વાદ શક્તિદાયક નીવડે છે. પરંતુ આ પત્ર પ્રગટ કરવાનો મારો હેતું તો દરેક સાચા અસહકારીને, જે અહિંસાને માર્ગે તે

પ્રયાણ કરી રહ્યો છે તેમાં પ્રોત્સાહન આપવાનો અને ખોટા અસહકારીઓને તેમની ભૂલોમાંથી રોકવાનો છે. આ એક તદ્દન સાચી

લડત છે. તિરસ્કાર કરનારા માણસો એમાં હોવા છતાં એ તિરસ્કારની

લડત નથી. એ શુદ્ધ અને નિર્ભેળ પ્રેમ પર મંડાયેલી લડત છે. અંગ્રેજો

પ્રત્યે કે આ દષ્ટિહીન વહીવટદારો સાથે પોતાની દષ્ટિહીનતાને લીધે જોડાયેલા લોકો પ્રત્યે જો મને સહેજ પણ તિરસ્કાર થયો તો આ લડતમાંથી છૂટા થવાની મારામાં હિંમત છે. ઇશ્વરમાં અને તેની કરુણામાં એટલે કે તેના ન્યાયમાં જેને સહેજ પણ શ્રદ્ધા હોય તે મનુષ્યોનો તિરસ્કાર કરી શકતો નથી. છતાં સાથે તેણે મનુષ્યોની કુરીતિઓનો તિરસ્કાર તો કરવો જ જોઇએ. પરંતુ પોતાનામાં પાર વગરના દોષો રહેલા હોવાથી અને પોતે હમેશાં દયાનો ભૂખ્યો હોવાથી પોતાને દોષ દેખાય તેવાઓને તેણે ધિક્કારવા ન જોઇએ. એટલે આ લડતનો હેતુ અંગ્રેજો અને આખી દુનિયા સાથે મૈત્રી બાંધવાનો છે. ખોટી ખુશામત કરીને એ ન થઇ શકે, પણ હિન્દુસ્તાનમાંના અંગ્રેજોને સ્પષ્ટ રીતે એટલું કહીને જ થઇ શકે કે તેમના

માર્ગો હાનિકારક છે અને તેઓ તેને વળગી રહેશે ત્યાં સુધી તેમની સાથે અમે સહકાર કરવાના નથી. આ રીતના વિચારમાં આપણી ભૂલ થતી હશે તોપણ આપણે તેમનું કંઇ પણખરાબ ઇચ્છતા નથી અને તેમને હાથે સહન કરવા તૈયાર છીએ એટલે ઇશ્વર આપણને માફ કરશે. પરંતુ હું આ લખી રહ્યો છું એટલી જ ખાતરીથી જો આપણે સાચા હોઇશું તો આપણી યાતનાએ જેમ ‘એક અંગ્રેજ સન્નારી’ની આંખો ઉઘાડી નાખી તેમ તે તેમની આખો પણ ઉઘાડી નાખશે.”

નવજીવન, ૨૯-૧-૧૯૨૨, પા. ૧૭૦

ઌપટ્ટઌ

, ૨૯-૧-૧૯૨૨, પા. ૧૭૦

૬૭. હું દુષ્કર્મોને ધિક્કારું છું, વ્યક્તિઓને નહીં

(‘શું હું અંગ્રેજોને ધિક્કારું છું’ માંથી)

આ સંસારમાં કોઇનો પણ તિરસ્કાર કરવા હું મને અસમર્થ માનું છું. ઇશ્વરપરાયણતાથી ખૂબ સંયમ કેળવીને મેં ચાળીસ વર્ષ થયાં કોઇનો પણ દ્ધેષ કરવાનું છોડી દીધું છે. આ બહુ મોટો દાવો છે એ જાણું છું.

છતાં અત્યંત નમ્રતાપૂર્વક હું તેને રજૂ કરું છું. પણ જ્યાં જ્યાં દુષ્કર્મ વર્તતું હોય ત્યાં ત્યાં તેને ધિક્કારવા તો હું સમર્થ છું જ અને ધિક્કારું પણ છું. અંગ્રેજોએ જે શાસનપ્રણાલી હિંદુસ્તાનમાં ઊભી કરી છે તેને હું ધિક્કારું છું, તેનો હું પૂરેપૂરો દ્ધેષી છું. અંગ્રેજ વર્ગ હિંદુસ્તાનમાં શિરજોરી કરી રહ્યા છે તેનો પૂરેપૂરો દ્ધેષી છું. હિંદુસ્તાનને નિર્દયપણે ચૂસવાની નીતિને હું હ્ય્દયથી ધિક્કારું છું અને તે જ પ્રમાણે જે ઘૃણિત પ્રથાને માટે કરોડો હિંદુઓ જવાબદાર થઇ પડ્યાં છે તે અસ્પૃશ્યતાને પણહું ધિક્કારું છું. પણ નથી હું ધિક્કારતો શિરજોરી કરનાર અંગ્રેજને કે નથી ધિક્કારતો

હિંદુને. જે જે પ્રેમના ઉપાયો મારાથી લઇ શકાય તેમ છે તે તે ઉપાયો વડે તેમને સુધારવા હું પ્રયત્ન કરું છું. મારા અસહકારના મૂળમાં તિરસ્કાર નહીં પણ પ્રેમ છે. મારો જાતિગત ધર્મ મને કોઇનો પણ તિરસ્કાર કરવાનો સખત પ્રતિબંધ કરે છે. આ સાદો પણ ભવ્ય સિદ્ધાંત હું બાર વર્ષનો હતો ત્યારે મારા પાઠ્યપુસ્તકમાંથી શીખ્યો છું. હજી સુધી તે વખતની મારી શ્રદ્ધા મને વળગી રહી છે. દિવસે દિવસે તે વધારે મક્કમ

થતી જાય છે. મને તેની ધૂન છે. માટે હું દરેક અંગ્રેજને કે જેને આ મિત્રોની માફક ગેરસમજ થયેલ હોવાનો સંભવ છે તેને ખાતરી આપવાની રજા લઉં છું કે કદી પણ હું અંગ્રેજોના દ્ધેષનો અપરાધી નહીં

બનું, - ૧૯૨૧માં જે ઘોર યુદ્ધ મેં કર્યું તેવું ફરી કરવું પડે તોપણ. પણ એ યુદ્ધ અહિંસામય હશે, નિર્મળ હશે, અને સત્યને આધારે લડાશે.

મારા પ્રેમમાં કોઇ પણ બહિષ્કૃત નથી. હું મુસલમાનો અને

હિંદુઓને હિંદુમુસલમાનોનું વર્તન એકંદરે ગમતું હોય તેટલા જ ખાતર જો હું તેમને ચાહતો હોઇશ તો જ્યારે હું તેમની રીતભાતથી નારાજ થઇશ ત્યારે તરત જ તેમનો તિરસ્કાર કરવા મંડીશ. અને ગમે ત્યારે હું બંનેના વર્તનતી નાખુશ થાઉં એવું બને. બીજાની ભલાઇ ઉપર જે

પ્રેમનું અસ્તિત્વ છે તે પ્રેમમાં વણિકવૃત્તિ જ હોય; જ્યારે ખરો પ્રેમ

આત્મવિસ્મરણ કરાવે છે અને કશો બદલો નથી માગતો. ખરો પ્રેમ

આદર્શ હિંદુ પત્નીના પ્રેમ જેવો છે. દાખલા તરીકે સીતાજી. રામચંદ્રજીએ જ્યારે તેમને ભભૂકતી જવાળામાં પ્રવેશ કરવાની આજ્ઞા કરી ત્યારે પણ તેમના અંતરમાં રામચંદ્રજીને વિશે નિર્મળ પ્રેમ જ હતો. તેમાં સીતાજીનું તો કલ્યાણ જ હતું, કેમ કે તે જાગ્રત હતાં. તેમણે સબળતાથી બલિદાન કર્યું, નિર્બળતાથી નહીં. પ્રેમ એ દુનિયાનું વધુમાં વધુ અસરકારક હથિયાર છે; છતાં તે કલ્પી નહીં શકાય એટલું નમ્ર છે.

નવજીવન, ૯-૮-૧૯૨૫, પા.૩૮૫-૬

ઌપટ્ટઌ

, ૯-૮-૧૯૨૫, પા. ૩૮૫-૬

૬૮. ઈશ્વરના અસ્તિત્વને માનવું એ શું ખોટી માન્યતા છે ?

(‘ફ્રન્ટીઅર નોંધ-૩’ માંથી - પ્યારેલાલ)

ઇસ્લામિયા કૉલેજના એક અધ્યાપક એમને પોતાને ને એ જમાનાના ઘણા લોકોને મૂંઝવે છે તે - ઇશ્વર વિશેની આસ્તિકતાના -

પ્રશ્ન લઇને ગાંધીજી પાસે આવ્યા હતા. એમણે ગાંધીજીને પૂછ્યું,

“આપને ઇશ્વરના અસ્તિત્વ વિશે આસ્થા છે, એને માટે આધાર શો છે

? આપના અનુભવ શોછે ?”

ગાંધીજી કહે : “આનેવિશે દલીલ કદી ન થઇ શકે. તમે એ વાત દલીલથી બીજા આગળ સિદ્ધ કરી બતાવવાનું કહો તો હું હારી જાઉં. પણ હું તમને એટલું કહી શકું છું કે તમે ને હું આ ઓરડામાં બેઠા છીએ એ વાતની મને જેટલી ખાતરી છે એના કરતાં વધારે ખાતરી ઇશ્વરના અસ્તિત્વ વિશે છે. વળી હું તમને મારી એ સાક્ષી પણ આપી શકું છું કે હું કદાચ હવા ને પાણી વિના જીવી શકું પણ ઇશ્વર વિના ન જીવી શકું. તમે મારી આંખો ભલે ફાડી નાખો, પણ એથી હું મરી નહીં જાઉં. તમે મારું નાક કાપી નાખો, પણ એથી હું નહીં જાઉં. પણ તમે મારી ઇશ્વર વિશેની આસ્થા ઉડાવી દો, તો મારા બાર વાગી જવાના. તમે આને વહેમ કહેવો હોય તો ભલે કહો, પણ હું કબૂલ

કરું છું કે એ વહેમ સેવવો મને ગમે છે, જેમ હું નાનો હતો ત્યારે કંઇક ડર આવી પડે ત્યારે હું રામનામ લેતો. મારી એક ઘરડી દાઇએ

મને એ શીખવેલું.”

“પણ એ વહેમ આપને માટે જરૂરનો હતો એમ આપને લાગે છે ?”

“હા, મને ટકાવી રાખવાને જરૂરનો હતો.”

હરિજનબંધુ, ૧૫-૫-૧૯૩૮, પા.૭૭

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૧૫-૫-૧૯૩૮, પા. ૭૭

૬૯. બુદ્ધિ અને તેનું સ્થાન

(‘ગાંધજીના તારીખ વગરના પ્રો.પી.જી. મૅથ્યુસને લખેલા પત્ર’ માંથી) બુદ્ધિને પોતાનું સ્થાન છે જ, પણ તેણે હૃદયને સ્ખાને બેસી ન જવું જોઈએ. તેમ તમારા જીવનના અથવા તમારી ઓળખાણના કોઈ એક બુદ્ધિશાળી માણસના કોઈ પણ ચોવીસ કલાકોને તપાસી જશો, તો તમને જણાશે કે એ સમય દરમિયાન થયેવાં લગભગ બધાં કાર્યો લાગણીથી થયેલાં હોય છે, બુદ્ધિથી નહીં. આમાંથી ધડો એ મળે છે કે બુદ્ધિ એક વાર ખીલી ગયા પછી પોતાના સ્વભાવ પ્રમાણે પોતાની મેળે જ તેનું કામ કરે છે, અને જો હૈયું ચોખ્ખું હોય તો જે કંઈ વહેમ ભરેલું કે ણનીતિતમય હોય તેનો તે ત્યાગ કરે છે. બુદ્ધિ એ ચોકીદાર છે અને જો તે બારણે સદા જાગ્રત અને અચલિત દશામાં રહે તો તે પોતાને સ્થાને છે એમ કહેવાય. અને હું દાવો કરું છું કે આ કાર્ય તે આશ્રમમાં બજાવે જ છે. જીવન એટલે કર્તવ્ય એટલે કર્મો. જ્યારે બુદ્ધિથી - તર્કથી કર્મોનો છેદ ઉડાવી દેવામાં આવે, ત્યારે બુદ્ધિ

પચાવી પાડનાર બની જાય છે અને એને દૂર કરવી જ રહી.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૧૨-૧૨-૧૯૪૮, પા. ૩૫૦

૭૦. ધર્મનું પ્રામાણ્ય

(‘સાપ્તાહિક પત્ર’ માંથી)

સ૦ ધર્મનું પ્રામાણ્ય આપ શામાં માનો છો ?

સ૦ (છાતી તરફ આંગળી કરીને) અહીં છે. હું દરેક ધર્મશાસ્ત્ર વિશે, તેમ ગીતા વિશે પણ, મારી બુદ્ધિ ચલાવું છું શાસ્ત્રવચનને મારી બુદ્ધિથી જગા

લેવા નથી દેતો. હું માનું છું ખરો કે જગતના મુખ્ય ધર્મગ્રંથો ઈશ્વરપ્રેરિત છે, પણ એ બેવડી ચાળણીમાંથી ગળાઈને આવે છે એટલે પૂરા શુદ્ધ નથી રહેતા.

એક તો એ કોઈ માનવી ઋષિ કે પેગંબરની મારફતે આવે છે ને પછી ભાષ્યકારોની ટીકાઓમાં થઈને પસાર થાય છે. એમાથી કશું ઈશ્વરની પાસેથી પરબારું નથી આવતું. એક જ વચન મૅથ્યુ એક રૂપમાં આપે તો જૉન બીજા રૂપમાં આપે. હું ધર્મગ્રંથોને ઈશ્વરપ્રણીત માનું છું. છતાં મારી બુદ્ધિ ચલાવ્યા વિના રહેતો નથી. પણ મારી સ્થિતિ વિશે તમારા મનમાં ગેરસમજ ન થાય.

હું શ્રદ્ધાને પણ માનું છું. હું માનું છું કે કેટલીક વસ્તુઓ બુદ્ધિથી પર છે, ત્યાં બુદ્ધિ ચાલી શકતી નથી - જેમ કે ઈશ્વરનું અસ્તિત્વ. ગમે તેટલી દલીલ મારી એ શ્રદ્ધાને ચળાવી ન શકે; અતિપ્રખર બુદ્ધિવાળો માણસ મને દલીલમાં માત કરે તોયે હું તો કહ્યા જ કરું કે ‘તોયે ઈશ્વર તો છે જ.’

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૬-૧૨-૧૯૩૬, પા.

૭૧. વહેમ વિ. શ્રદ્ધા

શાંતિનિકેતનના કવિ જેમ તે મહાન સંસ્થાના તેમ મારા પણ ગુરુદેવ છે. સ્વેચ્છાએ સ્વીકારેલા દક્ષિણ આફ્રિકાના અમારા લાંબા દેશવટાથી અમે પાછાં આવ્યાં ત્યારે મને અને મારાંને ત્યાં આશરો મળ્યો હતો. પણ અમારી વચ્ચે અમુક દૃષ્ટિભેદ હતા એમ ગુરુદેવ અને મેં તરત જોઈ લીધું હતું. પરંતુ

મતભેદને કારણે અમારો પરસ્પર પ્રેમ કદી ઓછો થયો નથી; અને બિહારના ભૂકંપને મેં અસ્પૃશ્યતાના દંડરૂપે ગણ્યો તે વિશે ગુરુદેવે હમણાં જ નિવેદન કર્યું

છે તેનાથી પણ તે ઘટવાનો નથી. એમને મારી ભૂલ થઈ લાગે તો પોતાનો વિરેધ દર્શાવવાનો સંપૂર્ણ અધિકાર હતો. મને એમને વિશે ઊંડું માન છે.

એટલે બીજા કોઈ ટીકાકાર કરતાં એમની વાત હું વધારે તત્પરતાથી ધ્યાનમાં

લઉં એમ છું. પણ એમનું નિવેદન હું ત્રણ વાર વાંચી ગયો તે છતાં મેં આ પત્રમાં લખ્યું છે તેને હું વળગી રહું છું. તરત જોવા થાય અટલે નીચે હું તેની નકલ આપું છું.

(આ લેખમાં જણાવ્યા મુજબનું ડૌ. રવિન્દ્રનાથ ટાગોરનું નિવેદન નીચે પ્રમાણે છે :

“અમુક લોકો અસ્પૃશ્યતાની રૂઢિને અંધપણે અનુસરે છે. એને લીધે એના વિનાશક કોપને સારુ જાણે ખાસ પસંદ કરેલા બિહારના અમુક ભાગ ઉપર ભગવાનનો રોષ ઊતર્યો એમ મહાત્માજીને કહેતા જાણીને મને સખેદ

આશ્ચર્ય

માટે વિશેષ દુઃખની વાત છે કે આપણા દેશબંધુઓનો મોટો ભાગ આવી અશાસ્ત્રીય દૃષ્ટિ સહેજે સ્વીકારે છે. ભૌતિક આપત્તિનું અનિવાર્ય અને એક જ કારણ ભૌતિક જ હોય છે, એવી સીધી વાત મારે કરવી પડે છે તેમાં મને હીણપદ

જેના અમલમાં ભગવાન પોતે વચ્ચ્‌ પડતા નથી એવા વિશ્વનિયમની અનિવાર્યતા આપણે ન માનીએ તો આવા સંકટના પ્રસંગે ભગવાનની ગતિમાં આપણે ન્યાય જોઈ શકીએ નહીં.

સૃષ્ટિના બનાવને નીતિતનિયમ સાથે સંબંધ છે, એમ માનીએ તો

માણસના ભૂંડા હાલ કરીને એને સદાચાર શીખવનારી કુદરત કરતાં માણસ નીતિદૃષ્ટિએ શ્રેષ્ઠ છે એમ આપણે કબૂલ કરવું પડે. કારણ કે જે વધારે શિક્ષાને પાત્ર હોય એવા દૂર રહેવાને કારણે સુરક્ષિત બીજા લોકો ઉપર છાપ પાડવા સારુ કોઈ સુધરેલો રાજ્યકર્તા અસ્પૃશ્ય જાતિનાં બાળક અને મોટેરાં સહિત જે હાથમાં આવે એના ુપર અવિવેકીપણે હાથ ચલાવે એમ આપણે કદી કલ્પી શકીએ નહીં. ઘોર અન્યાયથી મુક્ત હોય એવો માનવઈતિહાસનો કોઈ કાળ

આપણે બતાવી શકતા નથી તોપણ આપણે જોઈએ છીએ કે દુરાચારના ગઢ

હજી અડગ ઊભા છે, દયાજનક દર્દ્રતા અને ભૂખે મરતા ખેડૂતના અજ્ઞાન ઉપર તાગડધિન્ના કરનારાં કારખાનાં તેમ જ જ્યાં જે વારંવાર ગુનો કરવાના પરવાનારૂપ હોય છે એવા ગુનેગારને દંડવાના કાયદા જ્યાં ચાલતા હોય છે એવા જગતના સર્વ ભાગમાંનાં કેદખાનાં હજી અચળ ઊભાં છે. આ ઉપરથી

ચોખ્ખું જણાય છે કે સમાજના નૈતિક પાયામાં ભયાનક તરડ દેખાવા મંડે અને સંસ્કૃતિઓની નીચે સુરંગ ફૂટે ત્યાં લગી જેમ નિર્દયતાનો અસહ્ય ભાર ભરાતો જાય છે તે ભારની ગુરુત્વાકર્ષણના નિયમ ઉપર લેશમાત્ર અસર થતી નથી.

ખરેખર કરુણ વાત તો એ છે કે સૃષ્ટિના બનાવનો મહાત્માજીએ જે દુરુપયોગ કર્યો છે તે એમના કરતાં એમના વિરોધીઓના માનસને ઘણો વધારે અનુકૂળ

છે અને તેઓએ એમને અને એમના અનુયાયીઓને આ દિવ્યકોપને સારુ

જવાબદાર ગણવાને આ તક સાધી હોત તો મને લેશમાત્ર આશ્ચર્ય ન થા.

આપણે તો એવી શ્રદ્ધામાં પૂરા સુરક્ષિત છીએ કે આપણાં પાપ ગમે તેટલાં

પ્રચંડ હોય તોપણ તેનાથી સૃષ્ટિનું મંડાણ વણસી શકે નહીં. ધર્મી અને પાપી, ધર્માંધ અને રૂઢિભંજક આપણે તેના ઉપર આધાર રાખી શકીએ. એની અદ્‌ભૂત પ્રેરણાથી મહાત્માજીએ એના દેશબંધુઓના મનમાંથી ભય અને દુર્બળતા કાઢી નાખ્યાં છે તેને સારુ આપણે એમના અત્યંત ઋણી છીએ, એટલે જ સ્વતંત્રતા અને સ્વમાન સામે આપણને તગડનારી બધી અંધશક્તિનું

મૂળ છે તે જડતાને પોષે એવો કોઈ શબ્દ એમના મુખમાંથી નીકળે ત્યારે આપણને બહુ આઘાત થાય છે.”

તિનવેલીમાં ભૂકંપ અને અસ્પૃશ્યતાનો મેં પ્રથમ સંબંધ જોડ્યો ત્યારે હું પૂર્ણ વિચારપૂર્વક અને અંતરના ઊંડાણમાંથી બોલ્યો હતો. જે હું માનતો હતો તે મેં કહ્યું, ભૌતિક બનાવનાં ભૌતિક તેમ જ આધ્યાત્મિક પરિણામ પણ આવે છે એમ મેં બહુ દિવસથી માન્યું છે. આનાથી ઊલટો સિદ્ધાંત પણ હું એટલો જ સાચો માનું છું.

ભૂકંપ મારે મન ઈશ્વરનો તરંગ અથવા કેવળ અંધશક્તિઓના

મેળાપનું પરિણામ નહોતો. ભગવાનના સર્વ કાયદા તેમ જ તેનો અમલ

આપણે સમજતા નથી. વિદ્વાનમાં વિદ્વાન વિજ્ઞાની કે જ્ઞાનીનું જ્ઞાન રજના પરમાણુ જેવું છે. જો ભગવાન મારે સારુ મારા પાર્થિવ પિતા જેવી વ્યક્તિ નથી તો તે એના કરતાં અનંતગણો અધિક છે. મારા જીવનની ઝીણામાં ઝીણી વિગતોમાં એનું શાસન ચાલે છે. પાન પણ એની ઈચ્છા વિના હાલતું નથી એમ હું અક્ષરસઃ માનું છું. એકેએક શ્વાસ હું લઉં છું તે એની આજ્ઞાને આધીન છે.

તે અને તેનો કાયદો એક છે. એ કાયદો ભગવાન છે. ભગવાન ઉપર આરોપેલો ગુણ કેવળ ગુણ નથી. તે પોતે જ ગુણરૂપ છે. ભગવાન સત્ય, પ્રેમ, કાયદજો અને મનુષ્યની ચાતુરી જેને કલ્પી શકે એવી લક્ષાવધિ

વસ્તુ છે. જેના અમલમાં ભગવાન પોતે વચ્ચે પડતા નથી, એવા વિશ્વનિયમની અનિવાર્યતા ગુરુદેવની સાથે હું પણ માનું છું; કારણકે ભગવાન જ વિશ્વનિયમ છે. પણ મારું વક્તવ્ય એ છે કે આપણે એ નિયમ જાણતા નથી અથવા પૂરો જાણતા નથી, અને આપણને જે આફત લાગે છે તે કેવળ

આપણા અજ્ઞાનને લીધે જ આફતરૂપ ભાસે છે.

દુકાળ, રેલ, ધરતીકંપ અને એવા ઉત્પાત ભૌતિક કારણમાત્રથી ઉત્પન્ન થયેલા લાગે તોપણ મારે મન એનો મનુષ્યના આચાર સાથે ગમે તેમ

પણ સંબંધ હોય છે. એટલે મને તત્કાળ સ્ફુર્યું કે ભૂકંપ અસ્પૃશ્યતાના પાપની શિક્ષારૂપ હતો. અસ્પૃશ્યતા વિરુધ્ધ પ્રચારરૂપ મારા અપરાધને કારણે ભૂકંપ થયો એમ કહેવાનો સનાતનીને અવશ્ય સંપૂર્ણ અધિકાર છે. મારા મંતવ્યમાં પશ્ચાતાપ અને આત્મશુદ્ધિને માટે આમંત્રણ છે. કુદરતના કાયદાના અમલ

વિશે મારું સંપૂર્ણ અજ્ઞાન હું કબૂલ કરું છું. પણ જોકે નાસ્તિક આગળ ઈશ્વરનું અસ્તિત્વ સાબિત કરવા હું અશક્ત છું, છતાં જેમ હું ઈશ્વરને માન્યા વિના રહી શકતો નથી, તે જ પ્રમાણે અસ્પૃશ્યતા અને ભૂકંપનો સંબંધ મને સહેજે સૂઝી આવે છે તોપણ હું તેને સિદ્ધ કરી શકું તેમ નથી. મારું માનવું ખોટું ઠરે તોપણ એનાથી મને અને મારા જેવા શ્રદ્ધાળુને લાભ જ છે. કારણ કે અસ્પૃશ્યતા મહાપાતક છે એમ માનીને ચાલતાં આત્મશુદ્ધિ પ્રત્યે અમારો

પ્રયત્ન વધારે તીવ્ર બનશે. આવી કલ્પનામાં ભય છે તે હું રૂડી રીતે જાણું છું.

પણ મારા સ્વજન ઉપર વિપત્તિ આવે ત્યારે મારા મંતવ્યની ઘોષણા જો હું ઉપહાસની બીકથી ન કરું તો હું અસત્ય અને કાયરતાના દોષે ભરાઉં.

ભૂકંપની ભૌતિક અસર તરત ભુલાશે અને થોડે અંશે એનો ઉપાય પણ બનશે. પણ જો અસ્પૃશ્યતાના પાપ સારુ ઈશ્વરી કોપરૂપ હોય અને જો આપણે તે પાપનું પ્રાયશ્ચિત ન કરીએ તો બહુ ભૂંડી થાય. ગુરુદેવને જે શ્રદ્ધા છે કે આપણાં પાપ ગમે એટલાં પ્રચંડ હોય તોપણ તેનાથી સૃષ્ટિનું મંડાણ વણસી શકે નહીં, તે શ્રદ્ધા મને નથી. ઊલટું હું તો એમ માનું છું કે એ

મંડાણને ભાંગવામાં કોઈ પણ કેવળ ભૌતિક કારણ કરતાં આપણાં પાપ વધારે

મોટો ભાગ ભજવે છે. જડ અને જીવ વચ્ચે અભેદ્ય સંબંધ છે. એનાં પરિણામના આપણા અ૫ાનને લીધે તે સંબંધ બહુ ગૂઢ લાગે છે અને આપણને ભયભીત કરે છે, પણ અજ્ઞાનથી સંબંધ છૂટી જાય નહીં. એ સંબંધનો જેણે સાક્ષાત્કાર કર્યો છે એવા ઘણાએ એક-એક ભૌતિક આપત્તિમાંથી આધ્યાત્મિક ઉન્નતિ સિધ્ધ કરી છે.

સૃષ્ટિના બનાવ અને માણસની નીતિ વચ્ચે જે સંબંધ છે તેમાં મને એવી ગાઢ શ્રદ્ધા છે કે તેથી કરીને હું ભગવાનની વધારે સમીપ જઈ શકું છું.

નમ્ર બનું છું, અને એની આગળ ઊભા રહેવાને સારુ વધારે તૈયાર બનું છું.

મારા અગાધ અજ્ઞાનને કારણે મારા વિરોધીઓ ઉપર પ્રહાર કરવામાં જો એવી

માન્યતાને હું વાપરું તો તે માન્યતા અધમ વહેમ ગણાય.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૧૮-૧૨-૧૯૩૪, પા. ૩૯૬

(‘પ્રાર્થના કરીએ’માંથી)

માણસ જ્યારે હેઠો પડે છે ત્યારે તે ઉઠાડવા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. એ નોધારાંનો આધાર છે, એવી એક તામિલ

કહેવત છે. ક્વેટામાં ભયાનક વિપત્તિ માણસને દિઙમૂઢ બનાવી દે છે.

પુનર્ઘટના સર્વ પ્રયત્નો એની આગળ ફાંફાં છે. એ આફત વિશે પૂર્ણ સત્ય તો કદાચ કદી નહીં જાણી શકાય. મરી ગયેલા માણસો ફરી જીવતા થઈ શકવાના નથી.

મુષ્યથી થઈ શખે એટલે પ્રયત્ન તો કરવો જ જોઈએ. જે લોકો પાછળ રહી ગયા છે તેમને મદદ અપાવી જ જ જોઈએ. જેયલી પુનર્ઘટના થઈ

શકે એવી હશે તેટલી કરવામાં આવશે જ. પણ આ બધું ને એ જાતનું બીજું ઘણું પ્રાર્થનાની અવેજીમાં કદી ન ચાલી શકે.

પણ પ્રાર્થના કરવી જ શા માટે ? ઈશ્વર જો હોય તો તેને આ બનાવી ખબર નહીં હોય ? એને પ્રાર્થના કરીએ તો જ શું એ પોતાનું કર્તવ્ય કરી શકે ?

ના, ઈશ્વરને કશાની યાદ અપાવવાની જરૂર નથી. એ તો દરેક જણના હૃદયમાં વસે છે. એની રજા સિવાય કંઈ જ બનતું નથી. આપણી

પ્રાર્થના એ તો આપણા હૃદયનું શોધન છે. પ્રાર્થના આપણને યાદ દેવડાવે છે કે એના આધાર વિના આપણે નિરાધાર છીએ. પ્રાર્થના વિના - ઈશ્વરના આશીર્વાદ વગર મનુષ્યનો ગમે એટલો પુરુષાર્થ ફોગટ છે એવા ચોક્કસ ભાન વગર - કોઈ પણ પુરુષાર્થ પૂરો થવાનો નથી. પ્રાર્થના આપણને નમ્રતા શીખવે છે, એ આત્મશુદ્ધિ કરવાનું, અંતરને શોધવાનું ઉદ્‌બોધન કરે છે.

બિહારના ધરતીકંપ વખતે મેં જે કહેલું તે મારે અત્યારે પણ કહેવું જોઈએ. દરેક ભૌતિક આપત્તિ પાછળ ઈશ્વરનો હેતુ રહેલો હોય છે.

સંપૂર્ણતાએ પહોંચેલું વિજ્ઞાન આજે જેમ ગ્રહણો વિશે આપણને કહે છે તેમ

એક દિવસ ધરતીકંપ ક્યારે થવાનો છે એની પણ અગાઉથી ખબર આપી શકે એ સંભવિત છે. આ માનવીબુદ્ધિનો એક નવો વિજય થશે. પણ એવા અનંત વિજયો થાય તોયે તેથી આત્માની શુદ્ધિ થવાની નથી. એ શુદ્ધિ વિના જગતમાં કશાની કિંમત નથી.

આપણે જેમ બિહારની વિપત્તિ ભૂલી ગયા છીએ તેમ આ નવી વિપત્તિ પણ ભૂલી જવાના. જેઓ અંતરશુદ્ધિની જરૂર માને છે તેમને મારી વિનંતી છે કે તેઓ પ્રાર્થના કરે કે આપણે આવી આફતોની પાછળ રહેલો ઈશ્વરી હેતુ સમજી શકીએ, એ વિપત્તિઓ આપણને નમ્ર બનાવે, અને જ્યારે આપણા સરજનહારનું નોતરું આવે ત્યારે એની સામે ઊભા રહેવાને આપણને તૈયાર કરે, અને આપણાં માનવી ભાઈભાંડું ગમે તે હોય તોય તેમની આપત્તિમાં ભાગ લેવાને આપણે હમેશાં તત્પર રહીએ.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૯-૬-૧૯૩૫, પા. ૧૦૦

(‘પ્રાર્થનાનો મર્મ’માંથી)

ક્વેટાના ધરતીકંપ માટે લોકોને પ્રાર્થના અને પ્રાયશ્ચિત કરવાની સપાહ આપનારી થોડીક લીટીઓ મેં ગયે અઠવાડિયે લખી તે ઉપરથી કેટલોક ખાનગી પત્રવ્યવહાર થયો છે, એક પત્રલેખક પૂછે છે : “બિહારની ધરતીકંપ વખતે આપે કહેલું કે અને સવર્ણ હિંદુઓએ અસ્પૃશ્યતાના પીપની સજા

માનવી જોઈએ. ત્યારે આ ક્વેટાનો વધારે ભીષણ કંપ કયા પાપને માટે હશે ?” લેખકને આ પ્રશ્ન પૂછવાનો અધિકાર છે. જેમ મેં બિહાર વિશે કહ્યું તે વિચારપૂર્વક કહેલું તે જ પ્રમાણે ક્વેટા વિશેનો લેખ પણ વિચારપૂર્વક લખ્યો છે. આ પ્રાર્થના માટેનું આમંત્રણ એ આત્માનો તલસાટ છે. પ્રાર્થના એ પશ્ચાતાપની નિશાની છે; વધારે સારા, વધારે શુદ્ધ થવાની આતુરતાની સૂચક છે. પ્રાર્થનાપરાયણ માણસ ભોતિક વિપત્તિઓને ઈશ્વરી સજા લેખે છે. એ વ્યક્તિઓ તેમ જ રાષ્ટ્રે બંનેને માટે હોય છે. બધી સજાઓ લોકોને એકસરખા

ચોંકાવતી નથી. કેટલીક સજા માત્ર વ્યક્તિઓને જ લાગુ પડે છે; બીજી

કેટલીક મંડળોને અથવા રાષ્ટ્રોને સહેજસાજ લાગુ પડે છે. ક્વેટાના જેવી આપત્તિઓથી આપણે સ્તબ્ધ બની જઈએ છીએ. આપત્તિઓ રોજ રોજ પડવા

લાગે એટલે એને વિશે અતિપરિચયથી આવતી અવજ્ઞા આવી જાય છે.

ધરતીકંપ રોજ થતા હોત તો એના તરફ આપણઉં ધ્યાન ન જાત. આ ક્વેટાના કંપથી આપણાં મનમાં બિહારના કંપથી થયેલી એટલી વ્યથા નથી ઉપજી.

પણ આખા જગતનો એવો અનુભવ છે કે જ્યારે જ્યારે વિપત્તિ પડે ત્યારે સમજુ માણસ ઘૂટણિયે પડે છે. તે માને છે કે એ એનાં પાપનો ઈશ્વરે વાળેલો જવાબ છે ને તેથી પોતે હવે પછી સારું વર્તન રાખવું જોઈએ. એનાં પાપથી એ અતિશય નિર્બળ બની ગયો હોય છે, ને એ નિર્બળતામાં તે ભગવાનને વહારે ધાવા પોકારે છે. આમાં કરોડો મનુષ્યોએ પોતા પર પડેલી વિપત્તિનો આત્મશુદ્ધિને માટે ઉપયોગ કર્યો છે. રાષ્ટ્રો પર વિપત્તિ પડે ત્યારે તેમણે ભગવાનની મદદ માગ્યાનાં દૃષ્ટાંતો જાણ્યાં છે. તેમણે ભગવાનની આગળ નમ્ર બનીને પ્રાર્થના, પ્રાયશ્ચિત અને આત્મશુદ્ધિના દિવસો ઠરાવ્યા છે.

મેં નવી મૌલિક એવી કશી વસ્તુ સૂચવી નથી. અનાવસ્થા એ ફૅશન

મનાય છે એવા આ જમાનામાં સ્ત્રીપુરુષોને પશ્ચાતાપ કરવાનું કહેવું એમાં કંઈ

હિંમતની જરૂર પડે જ છે. પણ હું હિંમતને માટે કશો યશ લઈ શકું એમ

નથી. કેમ કે મારી નિર્બળતાઓ કે વિચિત્રતાઓ જગજાહેર છે. જેમ હું બિહાર અને બિહારીઓને જાણું છું એમ ક્વેટાને જાણતો હોત તો ક્વેટાનાં પાપનો ઉલ્લેખ હું જરૂર કરત; જોકે અસ્પૃશ્યતા એ જેમ બિહાર એકલાનું પાપ નહોતું તેમ એ પાપો એકલા ક્વેટાનાં ન હોય એમ બની શકે, પણ આપણે સહુ - રાજ્યકર્તા તેમ જ પ્રજા - જાણીએ છીએ કે આપણે વ્યક્તિગત તેમ

જ રાષ્ટ્રીય એવાં ઘણાં પાપોનો જવાબ દેવાનો રહેલો છે. આ સૌને પશ્ચાતાપ,

પ્રાર્થના અને નમ્રતાને માટે આમંત્રણ છે. સાચી પ્રાર્થનામાંથી નિષ્ક્રિયતા પેદા થતી નથી. એમાંથી તો અવિરત, નિઃસ્વાર્થ કાર્યને માટે શક્તિને ઉત્સાહ પેદા થાય છે. સ્વાર્થનો વિચાર કરી આળસુ બેસી રહેનાર કદી આત્મશુદ્ધિ કરી શકતો જ નથી; એ તો નિઃસ્વાર્થપણે ઉદ્યમ કરનારને જ પ્રાપ્ત થાય છે.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૧૬-૬-૧૯૩૫, પા. ૧૦૮

૭૨. શ્રદ્ધા વિ. બુદ્ધિ

માંડલેથી એક એમ.બી.બી.એસ. ડૉક્ટરે એક પ્રશ્નમાળા મોકલી છે એમાંનો પહેલો પ્રશ્ન આ છે :

“આપે

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

માં એક વાર આપનો અભિપ્રાય જમાવેલો કે જ્યાં બુદ્ધિની ગતિ અટકી જાય છે ત્યાંથી શ્રદ્ધાની શરૂઆત થાય છે. એટલે હું ધારું છું કે જો કોઈ માણસ એવી વસ્તુ માને જેને વિશે તે કંઈ કારણ ન આપી શકે, તો આપ એને શ્રદ્ધા કહો. ત્યારે એ ઉપરથી એમ ચોખ્ખું નથી દેખાતું કે શ્રદ્ધા એટલે બુદ્ધિથી ઊલટી માન્યતા ? કોઈ માણસ બુદ્ધિ બતાવે એથી ઊલટું માને તો એમાં સત્ય કે ન્યાય છે એમ આપને લાગે છે ખરું ?

હું તો માનું છું તે એવી રીતની માન્યતા એ મૂર્ખાઈ છે. આપનું વકીલી મગજ એને શું કહેશે એ હું નથી જાણતો. જો આપનો વિચાર મારા જેવો જ હોય

તો આપ શ્રદ્ધાને મૂર્ખાઈ સિવાય બીજું કશું નામ નહીં આપો ?”

આ ડૉક્ટરસાહેબ જો મને ક્ષમા કરે તો હું કહું કે એમના સવાલ

પરથી જણાય છે કે તેઓ મારા કથનનું તાત્પર્ય સમજ્યા જ નથી. જે વસ્તુ બુદ્ધિથી પર છે તે બુદ્ધિથી ઊલટી નથી. બુદ્ધિથી ઊલટી માન્યતા એટલે આંધળી શ્રદ્ધા. એ ઘણી વાર તો વહેમ હોય છે. જે વસ્તુની સાબિતી આપી શકાય એમ હોય તે વસ્તુ સાબિતી વિના માની લેવાનું કોઈને કહેવું એ બુદ્ધિથી ઊલટું છે ખરું. દાખલા તરીકે, કોઈ માણસને કશી સાબિતી આપ્યા વિના કહેવામાં આવે કે ત્રિકોણના ખૂણાઓનો સરવાળે બે કાટખૂણા બરાબર છે એમ માની લો, તો એ બુદ્ધિથી ઊલટું છે. પણ જો કોઈ અનુભવી માણસ ઈશ્વર છે એ વસ્તુ પોતે તર્કથી પુરવાર ન કરી શકે છતાં બીજાને એ માની

લેવાનું કહે, તો તે નમ્રપણે પોતાની મર્યાદા કબૂલ કરી લે છે, અને સામાને પોતાનું અનુભવવાક્ય શ્રદ્ધાથી સ્વીકારી લેવાનું કહે છે. એમાં તો કેવળ પેલા

માણસની વિશ્વાસપાત્રતાનો જ સવાલ રહ્યો. જીવનના સામાન્ય વહેવારમાં આપણે જેમના પર વિશ્વાસ રાખવાનું પસંદ કરીએ છીએ અને એમાં આપણે ક્યાં ઘણી વાર છેતરાતા નથી ? ત્યારે જીવન અને મરણના સવાલોમાં આપણે દુનિયાભરના ઋષિમુનિઓનું આપ્તવાક્ય, એમનું અનુભવવચન કેમ ન સ્વીકારીએ ? તેઓ કહે છે કે ઈશ્વર છે, અને સત્ય અને નિષ્પાપતા (અહિંસા)ની સાધના દ્વારા ઈશ્વરનું દર્શન થઈ શકે છે એ વચન આપણે કેમ

ખરું ન માનીએ ? મને ઘણા ડૉક્ટરો સાજો ન કરી સક્યા હોય છતાંયે પત્રલેખક ડૉક્ટર મને એમની પોતાની દવા શ્રદ્ધાપૂર્વક લેવાનું કહે તો તે અજુગતું ન ગણાય. તે જ પ્રમાણે, જે જાતપુરાવો આખી દુનિયાના સંતોએ આપ્યો છે તેના પર શ્રદ્દા રાખવાનું હું એમને કહું તો તે પણ એટલું જ વજૂદવાળું છે. હું એમ કહેવાની હિંમત કરું છું કે શ્રદ્ધા વિના તો આ દુનિયા ક્ષણવારમાં શૂન્યમાં મળી જાય. જે માણસોએ પ્રાર્થના અને તપસ્યાથી પવિત્ર થયેલું જીવન ગાળ્યું છે એમ આપણે માનીએ તેના બુદ્ધિશુદ્ધિ અનુભવોનો આપણે ઉપયોગ કરવો એનું નામ તે સાચી શ્રદ્ધા. તેથી, અતિ પ્રાચીન યુગમાં થઈ ગયેલા ઋષિઓ, પેગંબરો અને અવતારો પર શ્રદ્ધા રાખવી એ નર્યો વહેમ નથી, પણ અંતરમાં ઊંડે ઊંડે જે આધ્યાત્મિક ભૂખ રહેલી છે તેની તૃપ્તિ છે. એટલે, આપણા આચારમાં અનુસરવાને માટે હું નમ્રતાપૂર્વક એે સૂત્ર મૂકું છું કે જે વસ્તુની પ્રત્યક્ષ સાબિતી આપી શકાય એમ હોય તેને શ્રદ્ધાથી માની

લેવાની સાફ ના પાડવી; અને જે વસ્તુ જાતિઅનુભવ વિના બીજી રીતે પુરવાર ન થઈ શકે એવી જ ન હોય તેને નિઃસંશયપણે શ્રદ્ધાથી સ્વીકારી

લેવી.

પત્રલેખકનો બીજો સવાલ આ છે :

“૯મી ડિસેમ્બર, ૧૯૨૬ના

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

માં કોઈ છાપામાંથી એક ઉતારો પ્રગટ થયેલો કે ડૉ. હૅરલ્ડ બ્લૅઝર નામના એક શખ્સે પોતાનું મરણ નજીક આવતું જોઈને અને પોતાના મરણ પછી દીકરીની સંભાળ લેનાર કોઈ

નથી એમ લાગવાથી દીકરીને ક્લૉરોફૉર્મ આપી દીધું હતું. એના પર કેસ

ચાલતાં એને સંપૂર્ણ નિર્દોષ ઠરાવીને છોડી મૂક્વામાં આવ્યો. ડ૧. બ્લૅઝરના વકીલ મિ. હાઉરીએ કહ્યું, ‘અપંગ છોકરી બીજાઓ પર બોજો થઈ પડે એ સ્તિતિ અટકાવી, એમાં બ્લૅઝરે યોગ્ય અને નીતિશુદ્ધ કામ કર્યું છે.’ આને વિશે આપે આપનો અભિપ્રાય આપેલો કે, ‘ડૉ. બ્લેઝરે દીકરીનો જીવ લીધો એ ખોટુંકર્યું; કારણ એણે પોતાની આસપાસના લોકોની દયાબુદ્ધિ પર વિશ્વાસ ન રાખ્યો. એની દીકરીની સંભાળ બીજું કોઈ ન લેત એમ માની લેવાનું એને કશું કારણ નહોતું.’ આમાં આપ જેવા વકીલને શોભે એવી દલીલ નથી રજૂ કરી શક્યા. એ વિશે હું આપને ફરી વિચાર કરી જોવા વીનવું છું, કારણ મને

લાગે છે કે આ વાત નાનીસૂની નથી, કેમ કે એનો અર્થ તો એ થાય કે સમાજ ઉપર નકામો બોજો નાખતાં આપને આપની ધર્મબુદ્ધિ આડે આવતી નથી, કારણ સમાજ એ બોજો ઉપાડી લેશે એવી આપને શ્રદ્ધા છે ! આની નિરુપયોગી, અરે, હાનિકારક શ્રદ્ધા અમારામાં ન હોય તો ઈશ્વરને ખાતર અમને માફ કરજો. હું ખરા અંતરથી માનું છું કે આપની આવી શ્રદ્ધા

હિંદુસ્તાનના હિતને અતિશય નુકસાન પહોંચાડનારી છે. ડૉ. બ્લેઝરના વકીલે શું કહ્યું તે તો જુઓ. એણે કહ્યું છે કે નિરુપયોગી છોકરીને સમાજ પર ભારરૂપ થતી અટકાવી એમાં ડૉ. બ્લેઝરે યોગ્ય અને નીતિશુદ્ધ કામ કર્યું છે.

સમાજ છોકરીની સંભાળ લેત કે નહીં એ સવાલ જ અસ્થાને છે. હું આપને એક પ્રશ્ન પૂછું : હજુ ઘણાં વરસ હિંદુસ્તાનની એકનિષ્ઠ સેવા કર્યા પછી જો આપ આંધળા, મૂંગા ને બહેરા ઈત્યાદિ થઈ જાઓ, અથવા બીજા શબ્દોમાં કહીએ તો સમાજને સારુ તદ્દન નિરુપયોગી થઈ જાઓ, તોપણ આપ એમ

ઈચ્છો ખરા કે આપમાં હજી જીવ ટકી રહ્યો છે એટલા સારુ અથવા આપે આટલી સરસ સેવા કરી એટલાની ખાતર સમાજ આપનું પોષણ કરે ?

અહિંસા વિશે આપના મગજમાં કેવા વિચારો ભરેલા છે એ હું જાણતો નથી; પણ મારો જવાબ ચોખ્ખો છે. ઘણાં વરસની સેવા પછી પણ હું સમાજને તદ્દન નિરુપયોગી થઈ જાઉં તો હું સમાજને ભારરૂપ થાઉં તેના કરતાં મને

મારી નાંખવામાં આવે એ હું વધારે પસંદ કરું. કારણ હું માનું છું કે મને મારી

નાંખવામાં આવે તો હું સમાજને લાભકર્તા નીવડીશ, કેમ કે એ રીતે જે સમાજને હું ચાહું છું તેના પરનો બોજો હું દૂર કરું છું. જે માણસો અને જાનવરો ઉપયોગી છે તે બધાંની સંભાળ રાખવી એ સમાજનો ધર્મ છે એ વાત તદ્દન જુદી છે.”

હું અવશ્ય માનું છું કે જૂરીએ ડૉ. બ્લેઝરને છોડી મૂક્યો એ બરાબર કર્યું, છતાં કેવળ નૈતિક દૃષ્ટિથી જોઈએ તો ડૉ. બ્લૅઝરે ખોટું કર્યું. આ પત્રલેખકે જે સિદ્ધાંત રજૂ કર્યો છે એના કેવા કેવા અર્થ નીકળે અને એમાંથી કેવાં ભયંકર પરિણામો આવે એ વાત તે ઉપયોગિતાવાદના આવેશમાં ભૂલી જાય છે. એમના સિદ્ધાંત પ્રમાણે તો એમનો પોતાનો ધંધો જ બંધ થઈ જાય.

એક નવાસવા ડૉક્ટરને લાગ્યું કે અમુક દર્દીને સાજો નહીં કરી શકાય, અને એ સમાજ ઉપર બોજો થઈ પડશે. આ જુવાન ડૉક્ટરે દર્દીને ક્લૉરોફૉર્મ આપીને સ્વધામ પહોંચાડ્યો. પાછળથી આપણા આ મોટા ડૉક્ટરે જોયું કે પેલો દર્દી તો જરૂર સાજો થઈ શકે એવો હતો. હવે આ કિસ્સાને વિશે આ ડૉક્ટર શું કહેશે ? કોઈ પણ દર્દીની સારવાર કરતાં રોગ સર્વથા અસાધ્ય જ છે એ

માનવામાં નથી આવતું એવું કહેવાનું અભિમાન વૈદકશાસ્ત્ર નથી લેતું ? મારી વાત કરું તો, હું જ્યારે નિરુપયોગી અને ભારરૂપ ચીજ થઈ જાઉં ત્યારે મારા દેશભાઈઓ મારું પોષણ કરે એવી અપેક્ષા હું જરૂર રાખું છું - જો એવી સ્થિતિમાં પણ મારામાં જિજીવિષા રહી હોય તો. એટલું જ નહીં પણ એવું બને તો મારા દેશભાઈઓ મારું પોષણ કરે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આ પત્રલેખકનો એવો તો વિચાર નથીને કે દુનિયાનાં બધાં રક્તપિત્તિયાં, આંધળાં અને બહેરાંને એક રાત્રે ક્લૉરોફૉર્મ આપીને કાયમની મધુરી નીંદરમાં સુવાડી દેવાં ! અને છતાં સાધુ ડેમિયેન રક્તપિત્તી હતો, અને મિલ્ટન કવિ અંધ

હતો. મનુષ્ય એટલે કેવળ આ માટીની કાયા નથી, પણ અનંતગણી ઉચ્ચ

વસ્તુ છે.

પત્રલેખકનો ત્રીજો સવાલ આ પ્રમાણે છે.

“એ જ ‘શ્રેયવાદ’ વાળા લેખમાં આપે લખેલું, ‘અહિંસાનો પૂજારી ઉપયોગિતાવાદમાં સિદ્ધાંતને ફૂલ ન જ ચડાવી શકે. એ તો સમસ્ત સૃષ્ટિના

શ્રેયને અર્થે મથશે અને એ આદર્શને સત્ય કરવાના પ્રયત્નમાં મરશે. આમ

બીજા જીવે એટલા ખાતર પંડે મરવા તે હંમેશાં ખુશી હશે.’ આ પરથી હું એમ માની લઉં કે ઝેરી સાપ આપને કરડે અને આપનું મરણ નીપજે એ આપ પસંદ કરો. પણ પોતાને બચાવવા જતાં સાપને મારો નહીં ? મારું આ અનુમાન ખરું હોય તો હું કહું કે સાપને મારવા કરતાં સાપ કરડે તો કરડવા દેવામાં આપ ભારેમાં ભારે પાપ કરશો. એ રીતે એક નુકસાનકારક જીવતા

પ્રાણીને બચાવવાનો પ્રયત્ન કરીને, અને આપના ‘સર્વોદય’ને નામે ઓળખાતા આદર્શને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીને આપ હિંદુસ્તાનનું ભારેમાં ભારે નુકસાન કરશો. હવે આપને સ્પષ્ટ સમજાયું કે નહીં ? હવે સૌનું ભલું કરવા વિશેનો આપનો મત આપ નહીં બદલો ? મને ભય છે કે આખા જગતનું ભલું કરવા જતાં આપ હિંદુસ્તાનનું બૂરું કરશો. આપ કબૂલ કરો છો કે આપ અપૂર્ણ

માનવી છો. તેથી આખા જગતનું ભલુ કરવું આપને સારુ અશક્ય છે. આખા

હિંદુસ્તાનનું બધી રીતે ભલું કરવું એ પણ આફના ગજા બહારની વાત છે.

તેથી નિરપવાદપણે સૌનું ભલાનું તેમ જ બૂરાનું, ઉપયોગીનું તેમ જ નિરુપયોગીનું, માણસનું તેમ જ જાનવરનું - વધારેમાં વધારે ભલું કરવાનો ડોળ છોડી દો અને ‘વધારે સંખ્યાનું વધારે ભલું’ કરીને સંતોષ માનો એ જ યોગ્ય છે.”

આ સવાલનો જવાબ આપ્યા વિના ચાલી શકે તો હું જરૂર ચલાવું.

એનું કારણ મારામાં શ્રદ્ધાનો અભાવ છે એમ નથી પણ મારામાં પૂરતી હિંમત નથી. પણ મારી શ્રદ્ધાની કસોટીનો વખત આવે ત્યારે એ પ્રમાણે વર્તન કરવાની હિંમત મારામાં ભલે ન હોય, મારે મારી શ્રદ્ધા તો છુપાવવી ન જોઈએ. એટલે મારો જવાબ આ છે : કોઈ પણ પ્રાણીને - સાપનો પણ -

જીવ લઈને હું જીવવા માગતો નથી. એને મારવા કરતાં હું એને મને કરડવા દઉં અને મરી જાઉં. પણ એવું બને કે જો ઈશ્વર મને એવી ક્રૂર કસોટીએ

ચડાવે અને સાપને મારા પર હુમલો કરવા દે, તો કદાચ મારામાં મરવાની

હિંમત ન રહે, ને મારામાં રહેલી પશુવૃત્તિ પ્રબળ થઈ જઈ આ નશ્વર શરીરને બચાવવાને સારુ હું સાપને મારવા મથું. હું કબૂલ કરું છું કે મારી શ્રદ્ધા

મારામાં હજુ એટલે અંશે મૂર્તિમંત થઈ નથી કે જેથી હું ભાર દઈને કહી શકું કેમ કે મેં સાપનો ભય સમૂળો કાઢી નાખ્યો છે અને હું ઈચ્છું તેટલે અંશે હું એમને મારા મિત્ર બનાવી શક્યો છું. મારી તો પૂર્ણ શ્રદ્ધા છે કે આપણે આપણાં અંતરમાં જે દુષ્ટ વિકારોને સંઘરીએ છીએ તેના બદલા તરીકે જ ઈશ્વરે સર્પવ્યાધ્રાદિ હિંસ્ર પ્રાણીઓ ઉપજાવ્યાં છે. ઍના કિંગ્સફર્ડે તો પૅરિસની શેરીઓમાં મનુષ્યોનાં અંતરમાં રહેલાં વ્યાધ્રાદિ પશુઓને શરીર ધારણ કરીને પરતાં પણ જોયાં. હું માનું છું કે જીવમાત્ર એક છે, ને વિચારો અમુક ચોક્કસ શરીર ધારણ કરે છે. વાઘ અને સાપ એ આપણાં સગાં છે. એમને પેદા કરીને ઈશ્વરે આપણને બૂરા, દુષ્ટ અને વિષયી વિચારોનો ત્યાગ કરવાની ચેતવણી આપી છે. માટે જો પૃથ્વીમાંથી ઝેરી પશુઓ અને સર્પોને નાબૂદ કરવાં હોય

તો મારે પોતે મારા અંતરમાંથી ઝેરી વિચારમાત્રને નાબૂદ કરવા જોઈએ. જો

મારી અધીરાઈ અને અજ્ઞાનથી અને મારા શરીરની હસ્તી લંબાવવાની ઈચ્છાથી હું ઝેરી કહેવાતાં પશુઓને અને સર્પોને મારવાનો પ્રયત્ન કરું તો

મંરાથી મારા ઝેરી વિચારો નાબૂદ નહીં થઈ શકે. એવાં પીડાકારક પ્રાણીઓની સામે બચાવ કરવા ન જતાં મારું મરણ નીપજે, તો હું મરીને વધારે સારો અને વધારે પૂર્ણ થઈ ફરી જન્મીશ. એવી શ્રદ્ધા મારામાં હોય તો પછી સાપમાં રહેલા મારા જેવા જીવને મારવાનો ઈરાદો હું કેમ રાખું ? પણ આ તો તત્ત્વજ્ઞાન થયું. હું ઈશ્વરની પ્રાર્થના કરું છું અને વાચકો એ પ્રાર્થનામાં જોડાય, કે ઈશ્વર મને આ તત્ત્વજ્ઞાન પ્રમાણે વર્તવાની શક્તિ આપે. કારણ આચરણ વિનાનું તત્ત્વજ્ઞાન એ ચેતન વિનાના ખોળિયા જેવું છે.

હું જાણું છું કે આપણા આ દેશમાં તત્ત્વજ્ઞાનના ઢગલા છે અને આચરણનાં વખાં છે. પણ હું એમ પણ જાણું છું કે જે નિયમોને આધારે

મનુષ્યનું આચરણ ઘડાય છે તે નિયમોને હજી શોધવા બાકી છે. એ શોધની અનિવાર્ય અને અટલ શરત એ છે કે તે નિયમો આપણે કેવળ મરીને જ પામી શકીશું, મારીને કદી નહીં. આપણે સત્ય અને પ્રેમની સાક્ષાત્‌ મૂર્તિઓ થવું જોઈશે, કારણ ઈશ્વર સત્ય અને પ્રેમ સ્વરૂપ છે.

ઌપટ્ટઌ

, ૧૭-૪-૧૯૨૭, પા. ૨૬૦-૧

૭૩. અતિપ્રાકૃતિક તેટલું નાખો ખાડમાં

‘સત્યશોધક’ સહીથી એક સજ્જને લાંબો કાગળ લખ્યો છે. તેનો સાર અહીં આપું છું :

તંત્રીશ્રી,

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

,

સાહેબ,

ઔરંગઝેબ જેવા ઈમાનદાર મુસલમાને કાશી વિશ્વનાથના મંદિરને ભ્રષ્ટ કર્યું અને તોડી પાડ્યું તેને વિશે આપ કહો છો કે તેમ કરવામાં તેણે પોતાના ધર્મની વિરુદ્ધ વર્તન કર્યું હતું. આમ કહેવામાં આપ પેગંબર સાહેબના કરતાં પણ ઈસ્લામ ધર્મનું વધારે જ્ઞાન ધરાવતા હોવાનો દાવો નથી કરતા ? કારણ, આપે જાણવું જોઈએ કે ઔરંગઝેબના આદર્શ જે પેગંબર સાહેબ તે પોતે પણ જ્યારે પોતાના દુશ્મનોને હરાવી મક્કાશરીફમાં દાખલ

થયા ત્યારે તેમણે તે શહેરનાં બધીં મૂર્તિપૂજાનાં પાત્રો અને સ્થાનોનો નાશ કર્યો હતો, માત્ર કાબા જેવી વસ્તુઓને જ અભંગ રહેવા દીધી હતી, કારણ તેને વિશે તેમને આસ્થા હતી ! એટલે તમારે આ ત્રણમાંથી ગમે તે એક વાતનો સ્વીકાર કરવો રહ્યો : (૧) કાં તો તમે એમ કહો કે પેગંબર જેવાએ પોતાના ધર્મનું ઉલ્લંઘન કર્યું હતું, અથવા (૨) પેગંબર સાહેબે કરેલા

મૂર્તિખંડનને તમારી રીત પ્રમાણે તમે ‘રૂપક’ કે એવું જ કંઈ નામ આપી છૂટો, અથવા તો (૩) મહમદ સાહેબના જીવનચરિત્રમાં એવી કોઈ વસ્તુ બની જ નહોતી એમ કહો. જો કોઈ ચોથો બચાવ આપની પાસે હોય તો જણાવશો.

ઈબ્ન સાઉદ વાહબીએ મક્કા, મદીના અને તાઈફની પાક જગાઓને ભ્રષ્ટ કરી તે વિશે મુસલમાનોમાં આજે પણ બે મત પડ્યા છે, પણ ઔરંગઝેબે જે મૂર્તિ તોડી હતી તેનો કોઈ મુસલમાને વિરોધ કર્યો હોય એવું મારી જાણમાં નથી. એ તો એના જેવું થયું કે કેટલાક સનાતનીઓ અસ્પૃશ્યતાને

હિંદુસ્તાનમાંથી કાઢવા માટે આપને ગરદન મારવા માગે છે, જ્યારે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓને અસ્પૃશ્ય ગણતા ગોરાઓ પણ જો તેમના હાથમાં આવે તો તેમને પણ (તેઓ) ગરદન મારે !

આમ જે જે ધર્મમાં અપાકૃતિક તત્ત્વનો દાવો છે તે બધા ધર્મના સિદ્ધાંતોમાં અસંગતિ અને પરસ્પર વિરોધ રહેલો જણાશે. એટલે એવા ધર્મોને સુધારવા હોય તો તેને ખાડામાં નાખીને જ સુધારી શકાય એવું મારું માનવું છે.

યુધિષ્ઠિરે યક્ષને કહ્યું :

ઊંક્રળ્બ્ભન્કબ઼્ક્રપ્તક્રક્ર જીૠક્રઢ્ઢભસ્ર્ઽસ્ર્ બ઼્ક્રપ્તક્રક્ર

ઌહ્મઙ્ગેંક્રશ્વ ૠક્રળ્બ્ઌસ્ર્ષ્ટજીસ્ર્ ૠક્રભધ્ ત્ૠક્રક્રદ્ય્ક્રૠક્રૅ

મૠક્રષ્ટજીસ્ર્ ભડ્ડધ્ધ્ બ્ઌબ્દ્યભધ્ ટક્રળ્દ્યક્રસ્ર્ક્રૠક્રૅ ત્નત્ન

એમ ધર્મનું તત્ત્વ ભલે ગુફામાં જ રહ્યું.

આ કાગળમાં કટાક્ષ, હાંસી અને વિનોદ છે. એમાં મારા ઉપર જે કટાક્ષ ચે તે બહુ સરસ છે. પણ જે વસ્તુનો બચાવ ન થઈ શકે એવી વસ્તુનો ત્રણ રીતે બચાવ કરતો લખનારે મને કલ્પ્યો છે. તેમાંથી એક બચાવ હું કરવા નથી માંગતો. મારી સમજ પ્રમાણે પેગંબર સાહેબે જે મૂર્તિ તોડ્યાનું કહેવાય

છે તેની વચ્ચે સામ્ય નથી. અને જો પેગંબર સાહેબે કોઈ વાર ભૂલ કરી હતી એમ સાબિત થાય તોપણ તેથી માત્ર એટલું જ સાહિત થાય કે પેગંબર સાહેબ પણ ભૂલને પાત્ર માણસ હતા. પણ તેથી તે એક પેગંબર હતા અને ઘણી વાર તેમનામાં ખુદાનાં દર્શન થતાં હતાં એ વાત ખોટી નથી ઠરવાની.

પોતાથી ભૂલ ન જ થાય એવો તેમણે કદી દાવો નથી કર્યો. ઊલટા ઘણી વાર તે પોતાના સાથીઓની સલાહ લેતા, અને એક વાર ઉમર સાહેબે તેમને કહ્યું કે આપને ખુદાની પાસેથી સીધી વહી ઊતરી આવે છે, આપને કોઈની સલાહ

લેવાની જરૂર નથી, ત્યારે તેમણે એવો સચોટ જવાબ આપ્યાનું કહેવાય છે કે

‘જો આ વેળા મને ખુદા પાસેથી વહી આવી હોત તો તના શા સારુ પૂછવા આવત ?’ હું કારણ વિના ગમે તે વસ્તુને ‘રૂપક’ કરી છૂટું એવો તો

‘સત્યશોધક’નો આરોપ નહીં હોય એમ મને આશા છે. માત્ર મારી પાસેથી વધુ કઢાવવાને માટે જ એમણે આક્ષેપો કર્યા છે એમ હું માનું છું. ગમે તે હોય, હું તો તેમને અને બીજા સૌને ખાતરી આપવા માગું છું કે જ્યારે કોઈ

પણ ઘટનાને હું ‘રૂપક’ તરીકે માનું છું ત્યારે તેને માટે મારી પાસે સબળ

કારણો હોય છે અને અંતરંગ પ્રમાણમાં હોય છે. વળી કારણ વિના હું એકે વસ્તુને ગપાષ્ટક અથવા પ્રક્ષિપ્ત તરીકે કાઢી નથી નાખતો. ‘સત્યશોધક’ની જેમ હું પણ એક સત્યશોધક છું, અને મારી ભૂલ અને મારી મર્યાદા કબૂલ

કરવાની મારામાં હિંમત છે એવી મને આશા છે. બધા ધર્મોમાં કેટલીક એવી એવી વસ્તુઓ પડેલી છે કે જેને હું ઉકેલી નથી શકતો, કોક દહાડે ઉકેલી શકીશ એવી આશા છે. પણ ત્યાં સુધી રાહ જોવા જેટલી નમ્રતા અને ધીરજ

મારે કેળવવી રહી - અલ્પ માણસને બધું જ જાણી જવાની કશી જરૂર નથી.

પણ લેખકના પત્રનો અતિશય મહત્વનો ભાગ તો પાછળનો છે.

જેમાં તેમણે અતિપાકૃતિક વસ્તુમાત્રને કાડમાં નાખવાની વાત કરી છે. મારે તેને જણાવવું જોઈએ કે આસ્તિકોને જેમ અનેક કોયડા ઉકેલવાના હોય છે તેમ

બુદ્ધિવાદી નાસ્તિકને પણ ઘણા કોયડા અને અસંગતિઓ ઉકેલવાનાં રહ્યાં છે.

કેટલાંક પવિત્રમાં પવિત્ર અને મહાનુભાવ આત્માઓએ એકસરખી સાખ પૂરી છે કે ઈંદ્રિયોથી જે દેખાય છે તેની પાર અતીન્દ્રિય એવી વસ્તુમાં પોતે માને છે, એટલું જ નહીં, પણ તે તેમના અનુભવમાં આવેલી છે, ત્યારે શું તેમની વાતને ગપાષ્ટક અને ભ્રમણા તરીકે કાઢી નાખશુ ? અતીન્દ્રિય એવી વસ્તુ જ નથી એવો દાવો કરવામાં ઉદ્ધતાઈ નથી રહેલી ? બુદ્ધિ જ્યાં પહોંચી નથી શકતી એવાં અનેક ગૂઢો પડ્યાં છે એવું ભાન કોને નથી થયું ? દૃઢ શ્રદ્ધાથી ઈશ્વરભજન કરનારા અનેકનાં હૃદયમાં રોજ રોજ અચાનક થતા કહેવાતા પલટા થતા સાંભળીએ છીએ તેથી શું નિર્વિવાદ સિદ્ધ નથી થતું કે બુદ્ધિથી અગમ્ય એવી ઘણી વસ્તુઓ પડેલી છે ?

લેખકે મહાભારતનો પ્રસિદ્ધ શ્લોક ટાંક્યો છે, તેમાં તો ધર્મું તત્ત્વ હૃદય દ્વારા જાણી શકાય, બીજી રીતે જાણવું મુશ્કેલ છે, એમ જ જણાવવામાં આવ્યું છે. જે મહાગ્રંથમાંથી એ શ્લોક ટાંકવામાં આવ્યો છે તેના કર્તા પોતે આસ્તિક હતા અને અતીન્દ્રિય તત્ત્વમાં માનતા હતા એની કોઈ ના પાડે એમ

છે કે ? જન્મ અને મરણના ગૂઢ કોઈ ઉકેલી નથી શક્યું એ શું બતાવે છે ?

એમ જ બતાવે છે કે અતીન્દ્રિય જેવું કાંઈક તત્ત્વ છે. એની મજાક તો બુદ્ધિ

ત્યારે કરી સકશે કે જ્યારે બુદ્ધિ જીવની સૃષ્ટિ કરવાને સમર્થ થશે.

ઌપટ્ટઌ

, ૧૯-૧૨-૧૯૨૬, પા. ૧૨૩

૭૪. પરમ નિર્ણાયક

(‘નોંધ’માંથી)

સંસ્કૃત કાવ્યો અને શાસ્ત્રના નામે જે કંઈ સંસ્કૃત ભાષામાં લખાયું તેનાથી અંધશ્રદ્ધાથી વળગી રહેવાના જવાબમાં શ્રીયુત્‌ એસ.ડી. નાડકર્ણી નીચેના શ્લોકો મને મોકલે છે. આ શ્લોકો તર્કને જ છેવટના નિર્ણાયક તરીકે ગણતા અધિકૃત ગ્રંથોમાંથી લેવામાં આવ્યા છે :

(ત્ત્બ્ ક્રહ્મન્ૠક્રક્રઘ્શ્વસ્ર્ધ્ ઽક્રક્ર્રુ નશ્વઙ્મળ્બ્દૃભખ્ક્રક્રશ્વમઙ્ગેંૠક્રૅ ત્ન

ત્ત્ર્સ્ર્ડ્ડિંક્રષ્ટૠક્રક્રબ્ અસ્ર્ક્રપધ્ ઼ક્રક્રપ્સ્ર્ધ્ ર્સ્ર્ક્રિંધસ્ર્દ્યઙ્ગેંગશ્વબ્ઌક્રૠક્રૅ ત્નત્ન

સ્ર્ળ્બ્ઊભસ્ર્ળ્દૃભૠક્રળ્ક્રઘ્શ્વસ્ર્ધ્ નઌધ્ ખ્ક્રક્રૐઙ્ગેંક્રઘ્બ્ ત્ન

ત્ત્ર્સ્ર્ભિંઢ્ઢદ્ય્ક્રબ્ૠક્ર અસ્ર્ક્રરુસ્ર્ૠક્રતસ્ર્ળ્દૃભધ્ ઘ્ૅૠક્રપર્િંૠક્રઌક્ર ત્નત્ન

શાસ્ત્ર, ભલે મનિષ્યરચિત હોય, પણ જો તે બુદ્ધિગમ્ય હોય, તો તેનો સ્વીકાર કરવો અને તે ગમે તેટલું ‘પ્રેરિત’ ગણાતું હોય પણ તેની વિરુદ્ધ જતું હોય, તો તેનો અસ્વીકાર કરવો. આપણે આપણામાં રહેલી ન્યાયવૃત્તિથી જ દોરાવું જોઈએ. કોઈ પણ કથન બાળકના મુખેથી ઉચ્ચારાયેલું હોય તોપણ જો બુદ્ધિની કસોટીએ યોગ્ય લાગે, તો તેને સ્વીકારવું જોઈએ, પરંતુ તે બ્રહ્મવાક્ય

ગણાતું હોય છતાં તેની વિરુદ્ધનું હોય તો તેનો તૃણવત્‌ ગણીને અનાદર કરવો જોઈએ.

-યોગવાસિષ્ઠમાંથી(

ર્સ્ર્ક્રિંસ્ર્ ત્ઙ્ગેંથ્દ્ય્ક્ર

)

ગૠક્રસ્ર્ક્રબ્ ગક્રમઠ્ઠઌક્રધ્ ત્ૠક્રક્રદ્ય્ક્રધ્ શ્વઘ્ઘ્ૅ ઼ક્રશ્વભૅ ત્ન

“સાધુ પુરુષોએ સ્વીકારંલી માન્યતાને વેદપ્રમાણ જેટલી જ

પ્રમાણભૂત લેખવી જોઈએ.”

-ૠક્રક્રમજીૠક્રઢ્ઢબ્ભ

માંથી (બીજું નામ)

ૠક્રક્રમટ્ટસ્ર્ પ્સ્ર્ક્રુસ્ર્ક્ર

આ શ્લોકો બતાવે છે કે શાસ્ત્રોએ બુદ્ધિનો કદી અનાદર કરેલ નથી પરંતુ તેને ટેકો આપ્યો છે અને તેથી જ કહેવાતાં ‘શાસ્ત્રવચનો’ દ્વારા અન્યાય

કે અસત્યને કદાપિ ટેકો ન આપી શકાય.

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

, ૮-૩-૧૯૨૮, પા. ૭૫

૭૫. બુદ્ધિ વિ. ગ્રંથપ્રામાણ્ય

એક પત્રલેખકે મને

ત્ખ્ક્રળ્ર ઼ક્રક્રથ્ભ

નો સપ્ટેમ્બરનો અંક મોકલી આપ્યો છે. એમાં એના તંત્રીએ તેમના રેંટિયો અને ખાદી વિશેના લેખોનો જવાબ આપવાનો મેં જે પ્રયત્ન કર્યો હતો તેનો જવાબ આપ્યો છે. જો એ જવાબથી તંત્રીને અને વાચકને સંતોષ થયો હોય તો હું મારી દલીલો આગળ ચલાવી ન શકું, અને આખરી જવાબ મારે સમય અને અનુભવ ઉપર જ છોડી દેવો જોઈએ. પણ તંત્રીના જવાબમાંની એક વસ્તુની નોંધ લેવી ઘટે છે. મેં જે એમ

કહ્યું હતું કે “તાર્કિક ચર્ચામાં કોઈ સ્વર્ગસ્થ મહાપુરુષનું પ્રમાણ અનુમાનને આધારે ચાંકવું એ પવિત્ર વસ્તુને ભ્રષ્ટ કર્યા બરાબર ગણાવું જોઈએ.” તેના ઔચિત્ય વિશે તંત્રીએ શંકા ઉઠાવી છે. એ વિધાનથી એમને ખાસ તો એટલા

માટે રોષ ચડ્યો છે કે

ત્ખ્ક્રળ્ર ઼ક્રક્રથ્ભ

સ્વામી વિવેકાનંદે સ્થાપેલા સંઘનું મુખપત્ર છે. તેમ છતાં મારે મારા વિધાનને વળગી રહેવું જોઈએ. હું એમ માનું છું કે તાર્કિક ચર્ચામાંથી કોઈ સંઘના સ્થાપકનાં લખાણો ઉપરથી તારવેલાં અનુમાનને બાકાત રાખવાની ફરજ વિશેષ કરીને એ સંઘના સભ્યો અને એના મુખપત્રને

માથે આવે છે, કારણ, અંધશ્રદ્ધાળુઓને મન તો એ સ્થાપકના વચનની કશી

કિંમત જ ન હોય, જેમ જે શ્રીકૃષ્ણનો અનુયાયી નથી તેને માટે તેમના વચનનું કશું પ્રામાણ્ય નથી અને અનુભવે બતાવ્યું છે કે જેમ નિર્ણય બુદ્ધિને આધારે કરવાનો હોય એવી દરેક બાબતમાં ગમે તેવા મોટા માણસનાં લખાણ ઉપરથી તારવેલું અનુમાન અપ્રસ્તુત હોય છે અને તેનાથી ચર્ચાનો મુદ્દો ગૂંચવાવાનો સંભવ રહે છે. હું તંત્રીના અને વાચકના ધ્યાન ઉપર એક વાત લાવવા ઈચ્છું છું કે મહાપુરુષોનાં ચોક્કસ વચન ટાંકવામાં આવે એની મેં ટીકા કરી નથી, પણ મેં એમ સૂચવ્યું છે કે, એ લખાણોમાંથી વાચકને પોતાને તારણ કાઢી લેવા દેવાને બદલે પોતે જ તેમાંથી અનુમાન તારવવામાં ઔચિત્ય નથી. દા.ત.

કહેવાતા ખ્રિસ્તિઓએ ખ્રિસ્તના નિર્ભળ સંદેશને માર્યોમચડ્યો નથી ?

અશ્રદ્ધાળુઓએ ઈશુનાં એ ને એ વચનોમાંથી જુદો જ નિર્ણય તારવ્યો નથી ?

એ જ રીતે, જુદા જુદા વૈષ્ણવ સંપ્રદાયોએ ભગવદ્‌ગીતાનાં વચનોનો જુદો જુદો અને કેટલીક વાર પરસ્પર વિરોધી અર્થ ઘટાવ્યો નથી ? અને ભગવદ્‌ગીતા આજે ખૂનના સમર્થનમાં પણ ટાંકવામાં નથી આવતી ? મને તો એ દીવા જેવું ચોખ્ખું છે કે જ્યાં કેવળ શુદ્ધ બુદ્ધિને આધારે નિર્ણય કરવાનો હોય ત્યાં ગમે તેવા મહાપુરુષનાં વચન પ્રમાણ તરીકે ન ટાંકવાં જોઈએ.

નવાઈની વાત તો એ છે કે જે પત્રલેખકે મને

ત્ખ્ક્રળ્ર ઼ક્રક્રથ્ભ

મોકલ્યું છે તેણે જ ભગિની નિવેદિતાનાં લખાણમાંથી પ્રસંગાનુરૂપ બે અવતરણો પણ મોકલ્યાં છે. એ અવતરણો આ પ્રમાણે છે :

“બીજાઓની પેઠે તેમણે (વિવેકાનંદે) વિચાર કર્યા વગર એમ

માન્યતા શ્વીકારી લીધી હતી કે યંત્રો ખેતીને આશીર્વાદરૂપ થઈ પડશે, પણ હવે એમને સમજાયું કે અમેરિકન ખેડૂતોને અમુક ચોરસ માઈલના વિસ્તારમાં ખેતી કરવાની હોય છે એટલે તેને યંત્રો ઉપકારક થઈ પડે, પણ ભારતના ખેડૂતનાં નાનાં ખેતરને તો તે નુકસાન સિવાય બીજું ભાગ્યે જ કરે. બંને દાખલામાં સમસ્યા જુદી હતી. એની એમને પૂરી ખાતરી થઈ ચૂકી હતી.

વિતરણની સમસ્યા સહિત બધી જ બાબતોમાં તેઓ નાનાં નાનાં હિતોનો છેદ

ઉડાવી દેવાના પક્ષમાં થતી બધી દલીલો શંકાપૂર્વક સાંભળતા અને બીજી

અનેક બાબતોની પેઠે એ બાબતમાં પણ પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ભાવનાને અજાણતાં જ પૂર્ણપણે વ્યક્ત કરતા હોય એમ લાગતું.”

(મ ૠક્રક્રજીઞ્થ્

ષ્ણ્ક્ર ત્ત્ક્રશ્ન ગક્રક્ બ્દ્યૠક્ર, પા. ૨૩૧)

“તેમના (વિવેકાનંદના) અમેરિકન શિષ્યો તેમના એ ચિત્રથી અત્યાર પહેલાં જ પરિચિત થઈ ચૂક્યા હતા જેમાં એક પંજાબી કન્યા રેંચિયો કાંતતાં કાંતતાં તેમાં નું ગુંજન સાંભળતી હતી. જેના ઉલ્લેખ માત્રથી તેમના મોઢા ઉપર સ્વપ્નિલ આનંદ છવાઈ જતો હતો.” (એ જ. પા. ૯૫) આ ઉતારાઓ સ્વામીજીના વિચારને સાચી રીતે રજૂ કરે છે કે કેમ

એ હું ન કહી શકું.

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

, ૨૬-૯-૧૯૨૯, પા. ૩૬૧

૭૬. આપ્તવાક્યની અંધપૂજા

(‘અન્નાહાર’માંથી)

એક પત્ર લખનાર માંસાહારી કુટુંબમાં જન્મ્યા છે. અત્યાર સુધી તો તેનાં માબાપ તેને માંસ ખાવાને લલચાવી રહ્યાં છે તેની સામે ટક્કર ઝીલવામાં તે ફાવ્યા છે. પણ હવે તે કહે છે :

મારી પાસે એક પુસ્તક પડ્યું છે તેમાં આ વિશે સ્વામી વિવેકાનંદનો અભિપ્રાય મારા વાંચવામાં આવ્યો અને મારો પોતાનો મત ઠીકઠીક હાલી ઊઠ્યો છે. સ્વામીજી માને છે કે હિંદીઓ માટે આજની દશામાં માંસાહાર આવશ્યક છે, અને પોતાના મિત્રોને તે બેધડક માંસ ખાવાની સલાહ આપે છે. આથી પણ આગળ જઈને સ્વામીજી કહે છે, “જો આમ કરવામાં તમને કશું પાપ લાગતું હોય તો તે મારા ઉપર નાખજો. તેનો ભાર મારે માથે.”

હવે મારે સૂડી વચ્ચે સોપારી જેવું થઈ પડ્યું છે - માંસ ખાવું કે નહીં ?

આપ્તવાક્યની અંધપૂજા એ મનની નબળાઈનું ચિહ્‌ન છે. જો પત્રલેખકની ઊંટા ખાતરી હોય કે માંસ ખાવું એ અયોગ્ય છે, તો આખું જગત તેથી વિરુદ્ધ કહેતું હોય તેમાં તેને શું ? નિશ્ચય બાંધવામાં જરાય ઉતાવળ ન કરવી, પણ એક વાર બાંધ્યો કે પછી આભ તૂટી પડે તોય તેને અડગપણે વળગી રહેવું.

હવે સ્વામીશ્રીના અભિપ્રાય વિશે. તેમનો મૂળ લેખ તો મેં નથી જોયો. પણ મને લાગે છે કે તેમનો અભિપ્રાય ટાંકવામાં ભૂલ નથી થતી. પણ

મારા વિચાર જુદા છે, અને તે સૌ જાણે છે. જે દેશકાળમાં મનુષ્યોને માટે સામાન્ય રીતે જીવવું શક્ય હોય તે દેશકાળમાં માંસાહાર કરવાની જરૂર હોય

એમ હું નથી માનતો, અને તે માંસાહાર માનવજાતિ માટે અયોગ્ય લાગે છે.

જો આપણે પશુવર્ગથી ઊંચા હોઈએ તો પશુવર્ગનું અનુકરણ કરવામાં આપણી ભૂલ જ છે. અનુભવ બતાવે છે કે જેમને વિષયવિકાર જીતવા છે તેમને માટે

મંસાહાર અયોગ્ય છે.

પણ ચરિત્ર બાંધવામાં અથવા વિકારોને કાબૂમાં રાખવામાં ખોરાકનું

મહત્ત્વ છે તેના કરતાં વધારે માનવું એ પણ બરોબર નથી. એ બાબતમાં ખોરાક એક અગત્યની વસ્તુ છે ખરી, જેની અવગણના ન જ થવી જોઈએ.

પણ આ દેશની જેમ ધર્મ ખોરાકમાં જ આવી જાય છે, એમ માનવું, તે તો ખોરાકમાં જરાય સંયમ ન રાખવો અને જે આવે તે ખવાય એમ માનવા જેવું જ અયોગ્ય છે. અન્નાહાર એ હિંદુ ધર્મનો એક ભારેમાં ભારે વારસો છે. એ વગર વિચાર્યે તો ન જ છોડી દઈ શકાય. એટલે અન્નાહારી થઈને આપણે મન અથવા શરીરે નબળા પડી ગયા છીએ અથવા કાર્ય કરવામાં મંદ અથવા અશક્ત થઈ ગયા છીએ એ ભૂલ સુધારવાની તો જરૂર છે જ. મોટા મોટા

હિંદુ સુધારકોએ તેમના જમાનામાં પારાવાર કામ કર્યું છે અને તેઓ તો અન્નાહારી જ હતા. શંકરાચાર્ય અને મહર્ષિ દયાનંદે તેમના જમાનામાં જે કામ

કર્યું તેનાથી વધુ કામ કોણ કરી શક્યું હતું ?

પણ પત્રલેખકે મારા અભિપ્રાયને પણ આપ્તવાક્ય ન બનાવી દેવું.

ખોરાકની પસંદગી શ્રદ્ધાની ઉપર ન રાખી શકાય. એનો તો દરેકે પોતાની બુદ્ધિ પ્રમાણે નિર્ણય કરવો રહ્યો. પશ્ચિમમાં જ આજે અન્નાહારના સંબંધમાં એટલું બધું સાહિત્ય લખાયું છે જે વાંચવાથી કોઈ પણ સત્યશોધકને લાભ થાય

એમ છે. આ સાહિત્ય લખનારાઓમાં ઘણા પ્રસિદ્ધ વૈદકશાસ્ત્રીઓ પણ છે.

અહીં હિંદુસ્તાનમાં તો અન્નાહારની દલીલ કરવાની જરૂર નથી પડી. કારણ અત્યાર સુધી એ વસ્તુ અતિશય ઈષ્ટ અને આદરપાત્ર ગણાતી આવી છે. પણ પત્રલેખકની જેમ જેઓને કંઈ અંદેશો હોય તેઓને પશ્ચિમમાં અન્નાહારના સંબંધમાં જે પ્રવૃત્તિ ચાલી રહી છે તેનો અભ્યાસ કરવો કદાચ લાભદાયી થઈ

પડે.

ઌપટ્ટઌ

, ૧૦-૧૦-૧૯૨૬, પા. ૪૫

૭૭. શાસ્ત્રપ્રમાણ જ્યારે બુદ્ધિને વીનવે છે

(‘જ્ઞાતિવ્યવસ્થા’માંથી)

હિંદુઓમાં ઘર કરી બેઠેલી અસ્પૃશ્યતાની ભાવનાને હું માનવજાતિની સામે એક ઘોરમાં ઘોર અપમાન રૂપે ઓળખાવું છું એ ભાવનાના મૂળમાં સંયમ નહીં પણ ઊંચપણાની ઉદ્ધત ભાવના જ રહેલી છે. એ ભાવનાએ પોતાની કોઈ પણ જાતની યોગ્યતા નથી બતાવી આપી; ઊલટા જેઓ કોઈ

પણ વાતમાં આપણાથી જુદા નથી, અને જેઓ અનેક દિશાઓમાં સમાજની ભારે સેવા બજાવી રહ્યા છે, તેવા મનુષ્યજાતિના એક પ્રચંડ જનસમૂહને આપણે માણસમાંથી કાઢી નાખ્યાનું ઘોર પાપ કર્યું છે. આ પાપમાંથી હિંદુ ધર્મ જેયલો સત્વર ઊગરી નીકળે તેટલી તેની મોટપ અને પ્રતિષ્ઠા છે. આ હીન ભાવનાને ટકાવવાની તરફેણમાં એક પણ દલીલ મને હજુ જડી નથી. અને આવી પાપી પ્રથાની હિમાયત કરનારાં શાસ્ત્રવચનો - જેના પ્રામાણ્ય વિશે સંકા છે - ને બાતલ કરવા હું બિલકુલ અચકાતો નથી. અલબત્ત, ઠરેલ બુદ્ધિ

અને અંતરના અવાજની વિરુદ્ધ જનારી કોઈ પણ શાસ્ત્રાજ્ઞને માથે ચડાવવાની હું ના પાડું છું. શાસ્ત્રપ્રમાણે જ્યારે બુદ્ધિના પાયા ઉપર રચાયેલું હોય છે ત્યારે તે નબળાઓને મદદરૂપ નીવડે છે અને તેમને ચડાવે છે; પણ જ્યારે તે અંતરના ઊંડાણમાંથી આવતા નાદથી પાવન થયેલી બુદ્ધિની માગણીને સંતોષવાની ના પાડી તેની જગા જ રોકી દેવા માગે છે ત્યારે તે માણસને પાડે છે.

ઌપટ્ટઌ

, ૧૦-૧૨-૧૯૨૦, પા. ૧૧૭

૭૮. જ્યારે શ્રદ્ધા આંધળી થાય છે

મારી બુદ્ધિ મારા અંતરને અનુસરે છે. અંતરની ઊર્મિ વગર બુદ્ધિ

ચાતરી જાય. શ્રદ્ધા દિલની વસ્તુ છે. બુદ્ધિ એનો અમલ કરનાર કારભારી છે. ઘણા માને છે તેમ બેઉ એકબીજાનાં વિરોધી નથી. શ્રદ્ધા જેયલી ઊંડી તેટલી બુદ્ધિ સતેજ બને છે. તેથી ખાદીમાં મારી શ્રદ્ધા વધ્યે જાય છે. છતાં

મેં બુદ્ધિને મેં વીંટી મૂકી નથી. બધી વિરોધી ટીકાઓ હું ખુલ્લા અને ગુણગ્રાહી દિલથી સાંભળું છું. સાર ગ્રહણ કરું છું અને ફોતરાં ફેંકી દઉં છું. મારી ભૂલો સુધારી લેવા હું હંમેશ તૈયાર રહું છું. ખુલ્લી રીતે અને નિખાલસપણે પોતાની ભૂલોનો એકરાર કરવાથી તે ફરીને થતી અટકે છે. પોતાની ભૂલો સંપૂર્ણપણે સમજાવી એ તેનું ઉત્તમ પ્રાયશ્ચિત પણ છે. બધા સાથીઓ મારા કથનને બુદ્ધિની સરાણ પર ચડાવીને તપાસી જુએ. શ્રદ્ધા આંધળી થાય છે ત્યારે તે

મરણ પામે છે.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૨૮-૪-૧૯૪૦, પા. ૫૪

૭૯. દેખાદેખી કરવું

(‘નોંધ’માંથી)

સ. - તમે કહો છો કે, ‘માંસ ખાનાર મને જોઈને માંસ છોડે, તેમાં તે સારું કરે છે, એમ ન કહેવાય’, એમાં દોષ નથી ?

જ. - હું કંઈ દોષ નથી જોતો. બીજાને માંસ ખાતો જોઈને પાછો ખાવા માંડે ખરો કે નહીં ? એવા માણસને વિશે કહેવાય, ‘નહીં ઘાટનો, નહીં

વાટનો’, મારા કહેવાનો સાર એટલો જ કે, જે કરવું તે મનથી કરવું. બીજા જે કહે કે કરે, તે વિચારીએ, તોળીએ ને પછી ગળે ઊતરે તો જ કરીએ. એ દેખાદેખી કર્યું ન કહેવાય. પણ, એક માણસ ખાઈમાં પડે એટલે એને જોઈને આપણે પણ પડીએ, તો વગર વિચાર્યે કૂદકો માર્યો ગણાય ને કદાચ હાડકાં પણ ભાંગે.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૩૦-૬-૧૯૪૬, પા.૨૦૯

૮૦. પુરાણું છતાં મૂળભૂત તત્ત્વોની વિરુદ્ધનું (‘ત્રાવણકોરને સંદેશો’માંથી)

સંસ્કૃતમાં જે કાંઈ લખાયું હોય અને શાસ્ત્રોમાં છપાયું હોય તે આપણને બંધનકર્તા છે એવું માનીને આપણી જાતને છેતરીએ નહીં. જે નીતિનાં મૂળભૂત તત્ત્વોની વિરુદ્ધ છે, અને જે, કેળવાયેલા તર્કની વિરુદ્ધ જાય

છે તે, ગમે તેટલું પુરાણું હોય તોપણ તેની શાસ્ત્રમાં ગણના થઈ શકે નહીં.

ૠક્રદ્યક્રઘ્શ્વ઼ક્રક્રશ્નષ્ટઌટ્ટ ભ્ક્રસ્ર્થ્ટ્ટ

, પુસ્તક અગિયારમું,, પા. ૩૨૮

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

, ૨૦-૧૦-૧૯૨૭, પા. ૩૫૨

૮૧. શાસ્ત્રોમાં પ્રમાણ અભ્રાન્ત છે ?

(એક પંડિત અને ગાંધીજીનો વાર્તાલાપ ‘સાપ્તાહિક પત્ર’ માંથી)

‘આ કળિયુગમાં પરાશરસ્મૃતિ એ અભ્રાન્ત પ્રમાણ અથવા માર્ગદર્શક ન ગણાય ?’

‘ના, હું તો કોઈ પણ પ્રમાણ કે સ્મૃતિને અભ્રાન્ત માર્ગદર્શક મનતો નથી.’

‘વારુ; પણ સ્મૃતિનો અમુક ભાગ સ્વીકારીને બીજો ભાગ તમે છોડી દો ખરા કે ?’

ગાંધીજી પ્રથમથી જ કડકાઈથી બોલ્યા : ‘અમુક ભાગ સ્વીકારીએ તો આખી સ્વીકારવી જ જોઈએ એ વસ્તુને હું માનતો નથી.’

‘ત્યારે તમને જે અનુકૂળ પડે તે સ્વીકારો, અને અનુકૂળ ન હોય તે છોડી દો એમ જ કહેવા માગો છો ને ?’

‘એ પ્રશ્ન સારો છે. હિંદુ ધર્મ કાંઈ ચોક્કસ ઘડાયેલા કાનૂનો અને પેટા-કાનૂનોનો બનેલો ધર્મ નથી. તેમાં સેંકડો અને હજારો પુસ્તકો પડેલાં છે, જેમનાં નામો પણ આપણે જાણતા નથી, પણ જેમને આપણે ‘શાસ્ત્ર’ નામનું ટૂંકું નામ આપ્યું છે. હવે કોઈ વસ્તુ ઈષ્ટ છે કે અનિષ્ટ છે, સારી છે કે નરસી છે, એ જોવા હું અમુક પુસ્તક નથી જોવા જતો, પણ હિંદુ ધર્મનું તત્તવ શું કહે છે એ જોઉં છું અને એને માટે એક સીધો અને સરળ ગજ આપણી પાસે પડેલો છે. એ ગજ ‘સત્ય’નો. સત્યના માપમાં જે ન આવે તે તજવું, પછી ભલે તે મોટામાં મોટી સ્મૃતિમાં કેમ નહીં લખેલું હોય, એટલે જે માણસ કોઈ

પ્રથાનો બચાવ કરવા ઈચ્છતો હોય, તેણે સિદ્ધ કરવું રહ્યું કે તે પ્રથા સત્યને અનુકૂળ છે. એટલું બતાવ્યા વિના તે હજારો શાસ્ત્રોનાં પ્રમાણો આપે તે મારે

માટે વ્યર્થ છે.’

ઌપટ્ટઌ

, ૨-૧૦-૧૯૨૭, પા. ૫૦

૮૨. સ્મૃતિમાં વિસંવાદિતાઓ

(નીચેના બે સવાલ-જવાબ ‘થોડા કોયડા’ માંથી લીધા છે) સ. - બ્રાહ્મણ સ્ત્રીના શૂદ્ર પુરુષ સાથેના વિવાહને વિશે સ્મૃતિઓમાં જે શ્લોકો છે તેને વિશે આપનું શું કહેવું છે ?

જ. - સ્મૃતિને નામે છપાયેલા ગ્રંથોમાં આવેલા શ્લોકસંગ્રહને હું ઈશ્વરપ્રણીત માનતો નથી. સ્મૃતિઓમાં તેમ જ બીજા શાસ્ત્રોમાં ક્ષેપક ભાગો ઘણા છે એ વિશે મને જરાય શંકા નથી. હું આ પત્રમાં ઘણી વાર કહી ચૂક્યો છું કે સત્ય ને અહિંસા અથવા બીજા સદાચારના મૂળભૂત અનેસાર્વત્રિક સિદ્ધાંતોથી વિસંવાદી એવું સ્મૃતિઓમાં કે બીજાં લખાણોમાં જે કંઈ જોવામાં આવે તે બધાંનો હું ક્ષેપક ગણીને ત્યાગ કરું છું. એવા વિવાહો થતા એમ

બતાવનારાં પુષ્કળ પ્રમાણો પ્રાચીન ગ્રંથોમાં પડેલાં છે.

સ. - આપ કહો છો કે ચાર વર્ણમાં ઊંચનીચનો ભેદ જરાય નથી.

આપ કહો છો તે હું માનું છું પણ શાસ્ત્રોમાં કેટલાય શ્લોકો એવા છે જેમાં એથી ઊલટી જ વસ્તુનું પ્રતિપાદન કરેલું છે; એના સાથે આપના કહેવાનો

મેળ બેસે છે ખરો ? સ્મૃતિઓમાં શૂદ્રોને વિશે શું કહેલું છે તે જ જુઓને.

જ. - આ સવાલનો જવાબ ચોછા સવાલના જવાબમાં આવી જાય

છે. ઊંચનીચભાવ સદાચારનાં મૂળતત્ત્વોનો વિરોધી છે. જે બ્રાહ્મણ પોતાને ઈશ્વરના સરજેલા કોઈ પણ જીવના કરતાં ઊંચો માને છે તે બ્રહ્મજ્ઞાની મટી જાય છે. આપણે સૌ એક જ ઈશ્વરની પ્રજા હોઈએ તો આપણામાં ઊંચનીચના ભેદ શી રીતે હોઈ શકે ? વેદમાં દ્ય્ક્રષ્ટ શબ્દનો જ્યાં પહેલી જ વાર પ્રયોગ થયો છે ત્યાં ચાર વર્ણને શરીરના મુખ્ય અવયવોની ઉપમા અપાઈ છે. માથું એ હાથ, પેટ ને પગના કરતાં શ્રેષ્ઠ ગણાય, કે પગ બીજા ત્રણના કરતાં શ્રેષ્ઠ ગણાય ? આ અવયવો ૮ેષ્ઠ પદવીને સારુ કલહ આદરે તો શરીરની શી દશા થાય ? વર્ણધર્મ કહે છે કે ઈશ્વરના સરજેલા જીવમાત્ર સંપૂર્ણતાએ સમાન છે.

એ જગતના સર્વ ધર્મોનો પાયો છે. શૂદ્રો વિશેના સ્મૃતિઓના શ્લોકો દયાધર્મના વિરોધી ગણીને તરત જ ફેંકી દેવા જેવા છે.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૩૦-૯-૧૯૩૪, પા. ૨૨૭

૮૩. ગીતા અને મનુસંહિતા

(એક પંડિતે ગાંધીજીને લખેલા પત્રમાં થોડ મુદ્દાઓ ચર્ચ્યા હતા.

‘એક સનાતનીનો નિર્ણય’ લેખમાં ગીતા અને મનુસંહિતા વિશે નીચે મુજબ જવાબ આપ્યો હતોઃ)

સાંભલવા પ્રમાણે આપે કહ્યું છે કે ગીતા એ એક જ નિર્વિવાદ

પ્રામાણ્યવાળો શાસ્ત્રગ્રંથ છે, અને આપણે સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોમાં માત્ર ગીતાને જ માર્ગદર્શક માનવી જોઈએ. આ વાત ખોટી છે, તેનાં કારણો નીચે પ્રમાણે છે :

(ક) ગીતા એ તત્ત્વજ્ઞાનનો સુંદર ગ્રંથ છે. પણ ેમાં સામાજિક કાયદાની ચર્ચા નથી.

(ખ) ગીતા તો મહાભારતનો અંશમાત્ર છે. અંશ ગમે તેવો સારો હય તોયે સમગ્ર ગ્રંથનો ત્યાગ કરીને અંશનો સ્વીકાર કરવાનું કશું કારણ નથી.

(ગ) ગીતામાં સૂક્ષ્મ તાત્ત્વિક વિચારોનો અને આધ્યાત્મિક ગૂઢવાદનો સંગ્રહ છે. એટલે દુનિયાદારીવાળા માણસો એનો સાચો મર્મ સમજી જ ન શકે. ગીતાધર્મ સમજવાની અને આચરવાની શક્તિ તો કોઈ વિરલા ભાગ્યશાળીઓની જ હોય

પણ એના પર સમાજરચનાનું મંડાણ ન થઈ શકે.

આમ મંદિરપ્રવેશ વિશેના આપના વિચાર બદલો, અને એ ન બની શકે તો સનાતનીઓને સમજાવો. તેઓ તો સમજવાને તૈયાર જ છે.

ગાંધીજીએ પોતાનો વિચાર નીચે મુજબ અભિવ્યક્ત કર્યો :

“આ પંડિતે ગીતા વિશેનાં મારાં વચનો જ ટાંક્યાં હોત તો હુ સારું થાત, કેમ કે મેં જે લખ્યું કહેવાય છે ને મેં જે ખરેખર લખ્યું છે એ બાની વચ્ચેનો ભેદ તે તરત જ જોઈ સકત. મેં ગઈ ૫મી નવેમ્બરના મારા લેખમાં આ પ્રમાણે લખ્યું છે :

‘એનો અભ્યાસ કરવા ઈચ્છનાર દરેક હિંદુને માટે એ એકમાત્ર સુલભ ગ્રંથ છે અને બીજા તમામ શાસ્ત્રગ્રંથો બળીને ભસ્મ થઈ જોય તોફણ આ અમર ગ્રંથના સાતસો શ્લોકો હિંદુ ધર્મ કેવો છે ને એને આચારમાં કેમ

ઊતારી શકાય એ બતાવવાને માટે પૂરતા છે અને હું સનાતની હોવાનો દાવો કરું છું કેમ કે હું ચાળીસ વરસથી એ ગ્રંથના ઉપદેશને અક્ષરશઃ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરતો આવ્યો છું, એના મુખ્ય સિદ્ધાંતથી વિપરીત હોય

એનો હું હિંદુ ધર્મનો વિરોધી ગણીને ત્યાગ કરું છું. તેને કોઈ પણ ધર્મનો કે ધર્મગુરુનો દ્વેષ નથી.’

“આ પંડિત તેમ જ વાચક જો કે મેં જે વચનો ખરેખર કહ્યાં છે ને જે વચનો મારા મોંમાં મૂકવામાં આવ્યાં છે તેમાં બહુ ભારે તફાવત છે. તેથી જે વાત મેં કદી કરી જ નથી એ ખોટી છે એમ બતાવવાનો પ્રયત્ન વ્યર્થ છે.

“એવું જ

ૠક્રઌળ્જીૠક્રઢ્ઢબ્ભ

વિશે કેવળ ક્ષેપક હોવાના વહેમને લીધે મેં એ આખા ગ્રંથને ફેંકી દેવાલાયક કદી ગણ્યો નથી. અને ક્ષેપકની વાત નર્યો વહેમ

નથી. કેમ કે જે વચનોને હું ક્ષેપક ગણું છું તે વચનો ગીતામાં જ નહીં પણ ખુદ

ૠક્રઌળ્જીૠક્રઢ્ઢબ્ભ

માં જ ગણાવેલાં ધર્મનાં લક્ષણોનાં ચોખ્ખાં વિરોધી છે. મનુએ ધર્મની કસોટી નીતે પ્રમાણે આપી છે :

બ્દ્બઉં઼ઘ્ ગશ્વબ્ભઃ ગબ઼્ઘ્ન્કઌઅસ્ર્ૠક્રદ્બથ્ક્રબ્ટક્રબ઼્ક્રઃ ત્ન

દ્ગઘ્સ્ર્શ્વઌક્ર઼સ્ર્ળ્ઌળ્જ્ઞ્ક્રક્રભક્રશ્વ સ્ર્ક્રશ્વ મૠક્રષ્ટજીભધ્ બ્ઌખ્ક્રક્રશ્વમભ ત્નત્ન

ૠક્રઌળ્. ૨-૧

(વિદ્વાન, સંત અને રાગદ્વેષ રહિત પુરુષોએ જેનું હંમાશાં પાલન કર્યું

હોય, અને જે હૃદયે કબૂલ રાખ્યો હોય એ ધર્મ છે એમ જાણો.) એ જ સ્મૃતિનો બીજો એક શ્લોક આ પ્રમાણે છે :

મઢ્ઢબ્ભઃ દ્રક્રૠક્રક્ર ઘ્ૠક્રક્રશ્વશ્ચજીભશ્વસ્ર્ધ્ ઽક્રક્રહ્મનબ્ૠક્રબ્ર્ઘ્ત્સ્ર્બ્િંઌટક્રત્દ્યઃ ત્ન

મટ્ટન્કઙ્મક્ર ગઅસ્ર્ૠક્રઇેંક્રશ્વમક્રશ્વ ઘ્ઽક્રઙ્ગેંધ્ મૠક્રષ્ટૐદ્રક્રદ્ય્ક્રૠક્રૅ ત્નત્ન

ૠક્રઌળ્. ૬-૧૨

(ધીરજ, ક્ષમા, દમ, અસ્તેય, શૌચ, ઈન્દ્રિયનિગ્રહ, બુદ્ધિ, વિદ્યા, સત્ય અને અક્રોધ એ ધર્મની દસ કસોટી છે.)

આ વચન પ્રમાણે, આ કસોટીનું સ્પષ્ટપણે વિરોધી હોય એવું બધું જ ક્ષેપક ગણીને ફેંકી દેવું જોઈએ.”

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૧૨-૩-૧૯૩૩, પા. ૨-૩

૮૪. મનુસ્મૃતિ

(‘આદિ દ્રાવિડની મૂંઝવણ’ માંથી)

હું

ૠક્રઌળ્જીૠક્રઢ્ઢબ્ભ

ને શાસ્ત્રોનો એક ભાગ ગણઉં છું. પણ એનો અર્થ એવો નથી કે

ૠક્રઌળ્જીૠક્રઢ્ઢબ્ભ

ને નામે ઓળખાતા ગ્રંથમાં છપાયેલો એકેએક શ્લોક મને

માન્ય છે. છાપેલા ગ્રંથમાં એટલાં બધાં પરસ્પર વિરોધી વચનો છે કે જો તમે અમુક એક ભાગને સ્વીકારો તો તેની સાથે બિલકુલ સંગત ન હોય એવા બીજા ભાગોનો અસ્વીકાર કરવો જ પડે.

ૠક્રઌળ્જીૠક્રઢ્ઢબ્ભ

માં રહેલા ઉદાત્ત ઉપદેશોને કારણે હું તેને ધાર્મિક ગ્રંથ ગણું છું. પત્રલેખકે ટાંકેલા શ્લોકો એના મૂળ

વિષયની ભાવનાનો ધરાર વિરોધ કરે છે. પત્રલેખકે જાણવું જોઈએ કે મૂળ

પાઠ કોઈ પાસે છે જ નહીં. સાચી વાત તો એ છે કે મનુ નામે કોઈ ઋષિ થઈ ગયા હતા એનો કોઈ પુરાવો નથી. હિંદુ ધર્મની એ એક વિશેષતા છે કે ઉદાત્તમાં ઉદાત્ત સત્યોના લેખકો કે ઉપદેશકોએ પોતાની જાતને ભૂસી નાખી છે. આથી સત્યોના શોધકોને શાસ્ત્રોના અભ્યાસને લગતા માર્ગદર્શન માટે એકમાત્ર સલામત નિયમ એ સૂચવ્યો છે કે બધા દ્રમોના સાચા પાયા રૂપ સત્ય

અને અહિંસાની વિરુદ્ધ જે કંઈ હોય તેનો અસ્વીકાર કરવો.

દ્યબ્થ્પઌ, ૬-૪-૧૯૩૪, પા. ૬૦

૮૫. ગીતાના અભ્યાસની પદ્ધતિ

(ગીતા ક્લાસના સંબોધનનું સંક્ષિપ્ત. ‘સાપ્તાહિક પત્ર’ માંથી) ભગવદ્‌ગીતાનો આદરપૂર્વકનો અભ્યાસ મને જેટલું આશ્વાસન આપે તેટલું બીજું કોઈ આપી શકે એવું હું કલ્પી શકતો નથી. અને ડો વિદ્યાર્થીઓ એટલું યાદ રાખે કે, જે ગીતાનો અભ્યાસ કરે છે તે, એમના સંસ્કૃતના જ્ઞાનનું

પ્રદર્શન કરવા માટે નહીં - અરે, એમના ગીતાના જ્ઞાનનું પણ પ્રદર્શન કરવા

માટે નહીં -, તો એમને જણાશે કે એનો અભ્યાસ, એમાંથી સાંત્વન મેળવવા

માટે અને એમની સામે આવી ઊભેલી નૈતિક મુશ્કેલીઓ નિવારવા માટે એ કરે છે. જે કોઈ એનો માનપૂર્વક અભ્યાસ કરે છે તે દેશનો અને તેની મારફત

મનુષ્યમાત્રનો સાચો સેવક બન્યા વિના રહેતો નથી.

ત્રીજો અધ્યાય ચાવીરૂપ છે. એમાં કર્મ, જ્ઞાન અને ભક્તિની ત્રિવેણી છે. જીવનમાં આ ત્રણેયનો સુમેળ હોવો જોઈએ. પણ બધાંનો પાયો કર્મ છે.

જે સ્વયંસેવક છે તેણે તો કર્મયોગની જ સાધના કરવી રહી, અને એ કરવા

માટે કર્મયોગના પ્રકરણના પાઠ સિવાય બીજો કયો પાઠ વધારે યોગ્ય હોય ?

અનેક, એમાંથી હિંસા શોધવા, એ વાંચે છે. પણ ગીતાને બરોબર સમજો એ ખાતર તમારી પાસે સાધનસંપત્તિ પણ જોઈએ. અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને અસ્તિયનાં સાધનો લઈને જ તમે ગીતાનો અર્થ ઉકેલી શકશો. અને એ રીતે ઉકેલતાં તમને એમાંથી હિંસા ન જડે; અહિંસા જ જડશે, યોગ્ય શમદમ સાધનથી એનો અભ્યાસ કરશો તો તમને એમાંથી, તમને ખ્યાલ પણ ન હોય એવી શાંતિ મળશે.

ઌપટ્ટઌ

, ૬-૧૧-૧૯૨૭, પા. ૯૫

૮૬. ગીતામાતા

કાશી વિશ્વવિદ્યાલય બનારસના વિદ્યાર્થીઓને ગીતા વિશે ‘બે બોલ’

બોલવા આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવે કહ્યું ત્યારે ગાંધીજીએ હિંદી ભાપણ દરમિયાન કહ્યું :

“આચાર્યશ્રી આનંદશંકરે મને ગીતામાતા ઉપર કંઇક કહેવાને કહ્યું છે. એમની સમક્ષ હું શું કહી શકું ?એમના જ્ઞાનનો મને પૂરેપૂરો પરિચય

છે. માલવીયાજીની આગળ હું શું બોલું ? એ તો ભાગવતનો નિત્યપાઠ

કરનારા છે. ગીતાને તે પી ગયા છે. મારે તમારી આગળ આવીને ગીતા ઉપર કંઇક કહેવાનું છે એમ મેં કહ્યં ત્યારે સરદાર બોલ્યા : “આવા ધુરંધરો આગળ ગીતા ઉપર શું બોલવાના હતા ? સરદારની વાત સાચી છે.

જેમની આગળ માલવીયાજી જેવા પિતા અને ધ્રુવજી જેવા આચાર્ય - અને તે વળી કાશીની પંડિતનગરીમાં - છે તેમને અમારા જેવા ભંગી, વણકર, ખેડૂત શું કહી શકે ? પણ હું તો માત્ર મારા જેવા પ્રાકૃત મનુષ્યોે ઉપર ગીતાનો શો પ્રભાવ પડ્યો છે એ કહેવા અહીંયા આવ્યો છું. વલ્લભભાઉની ઉપર ગીતાની જે અસર પડી તે તમે કલ્પી શકો છો ? યરવડામાં એમણે ગીતામાંથી વધારેમાં વધારે આશ્વસાન મેળવ્યું હતું, એનો સાક્ષી હું છું.

તેમણે ગીતાનો અભ્યાસ પંડિત સાતવળેકરના પુસ્તકમાંથી સંસ્કૃત શીખવાનો આરંભ કરીને શરૂ કર્યૌ. રાત - દિન, ઊઠતાં - બેસતા. એ જ કામ તેમણે કર્યું. કોઇને એમ હોય કે આમ ઘરડે ઘડપણ પ્રપંચમાં ક્યાં પડ્યા ? પણ અમે વિચાર કર્યો કે અન્ય ધર્માવલંબીઓની પાસે જેન બાઇબલ કે કુરાન છે તેમ આપણી પાસે કયું પુસ્તક છે ? વેદ ? ભાગવત ? નહીં. દેવીપુરાણ

? નહીં. બહું બચપણમાં મને કહેવામાં આવ્યું કે વેદોનો અભ્યાસ કરવો હોય તો પંદર - સોળ વર્ષ કાશીમાં જઇને મારે ગાળવાં જોઇએ. તેને સારુ

મારી તૈયારી ન હતી. પણ ગીતા શાસ્ત્રોનું દોહન છે, બધાં ઉપનિષદોનો નિચોડ તેના ૭૦૦ શ્લોકોમાં આવી જાય છે, એમ મેં ક્યાંક વાંચ્યું હતું.

એટલે મેં નિશ્ચય કર્યો કે કાંઇ નહીં તો ગીતાનું તો જ્ઞાન મેળવી લેવું. આજે એ ગીતા મારે માટે માત્ર બાઇબલ નથી, માત્ર કુરાન નથી, મારે માટે તે

માતા થઇ પડી છે. મારી જન્મદાતા માતા તો ગઇ છે, પણ ભીડને વખતે એ ગીતામાતાની પાસે જવાનું હું શીખ્યો છું. જે કોઇ આ માતાના શરણમાં જાય છે, તેને જ્ઞાનમૃતથી તે તૃપ્ત કરે છે એમ મેં જોયું છે. અસ્પૃશ્યતાનિવારણના

મારા કામ વિશે કેટલીયે વાર વિકટ સંકટો મારી આગળ આવીને ઊભાં થાય છે. કેટલાક પંડિતો મને મારા કામમાં સ્થાન નથી. પણ બીજા કેટલાક ધુરંધર પંડિતો એવા પણ છે જે કહે છે કે અસ્પૃશ્યતા એ હિંદુ ધર્મમાં આદિકાળથી છે અને એનું અવિભાજ્ય અંગ છે. આવા પ્રસંગોમાં મારે શું કરવું ? હું ગીતામાતાની પાસે જાઉં છું અને તેને કહું છું કે અસ્પૃશ્યતા એ

હિંદુ ધર્મમાં આદિકાળથી છે અને એનું અવિભાજ્ય અંગ છે. આવા પ્રસંગોમાં

મારે શું કરવું ? હું ગીતામાતાની પાસે જાઉં છું અને તેને કહું છું કે “માતા, આ પંડિતોએ મનેે દુગ્ધામાં નાખ્યો છે. વેદ, શાસ્ત્ર, સ્મૃતિ એમાં મને મદદ

કરી શકે તેમ નથી.” ત્યારે માતા મને ઉત્તર આપે છે કે નવમા અધ્યાપકમાં આપેલું મારું આશ્વાસન માત્ર બ્રાહ્મણ માટે નથી, પણ હરિજનો, પતિતજનો,

પ્રાકૃત મનુષ્યોને માટે પણ છે. પણ આ આશ્વાસનનો સાચો અનુભવ તો

માતૃભક્ત જ મેળવી શકે, બેવફા પુત્ર નહીં,

કેટલાક લોકો કહે છે કે ગીતા એ તો મહાગૂઢ ગ્રંથ છે. સ્વ. લોકમાન્ય

ટિળકે અનેક ગ્રંથોનું મથક કરી પંડિતની દૃષ્ટિએ એનો અભ્યાસ કર્યો અને એનો ગૂઢ અર્થ પ્રગટ કર્યો. એના ઉપર એક મહાભાષ્ય પણ રચ્યું. ટિળક

મહારાજને માટે એ ગૂઢ ગ્રંથ હતો. પણ આપણા જેવા પ્રાકૃત મનુષ્યને માટે એ ગૂઢ નથી. આખી ગીતાનું વાંચન અઘરું લાગે તો તમે માત્ર પહેલા ત્રણ અધ્યાય વાંચો. ગીતાનો આખો સાર આ ત્રણ અધ્યાયોમાં આવી જાય છે.

બીજા બધા અધ્યાયોમાં એની એ જ વસ્તુ વધારે વિગતથી, અનેક દૃષ્ટિએ સિદ્ધ

કરવામાં આવી છે. આ પણ કોઇને કઠણ લાગે તો ત્રણ અધ્યાયોમાંથી કેટલાક એવા શ્લોકો તારવી શકાય છે કે જેમાં ગીતાનું હાર્દ આવી જાય, અને ત્રણ જગ્યાએ તો ગીતામાં એમ પણ આવે છે કે બધા ધર્મોને છોડીને તું માત્ર મારું શરણ લે. આથી વધારે સાદો અને સરળ ઉપદેશ શો હોઇ શકે ? જે માણસ ગીતામાંથી પોતાને સારુ આશ્વાસન મેળવવા માગે છે તેને તે તેમાંથી પૂરેપૂરું

મળી રહે છે. જે માણસ ગીતાનો ભક્ત છે તેને માટે નિરાશાને સ્થાન નથી, તે હંમેશ આનંદમાં રહે છે.

પણ આને માટે બુદ્ધિવાદ નહીં, અવ્યભિચારિણી ભક્તિ જોઇએ. હજુ સુધી એકે માણસ મેં એવો જાણ્યો નથી કે જેને ગીતાનું અવ્યભિચારિણી ભક્તિથી સેવન કર્યા છતાં ગીતામાંથી તેને આશ્વાસન ન મળ્યું હોત. તમે વિદ્યાર્થીઓ જરા પરીક્ષામાં નાપાસ થાઓ છો તો નિરાશાના સાગરમાં ડૂબી જાઓ છો. ગીતા નિરાશાવાળાને પુરુષાર્થ શીખવે છે. આળસનો અને વ્યભિચારનો ત્યાગ સૂચવે છે. એક ચીજનું ધ્યાન, બીજી ચીજ બોલવી, ત્રીજીને સાંભળવી, એનું નામ વ્યભિચાર. ગીતા શીખવે છે કે પાસ થવાય કે નાપાસ, એ બંને વસ્તુઓ સરખી છે; માણસને માત્ર પ્રયત્ન કરવાનો અધિકાર છે, ફળ ઉપર અધિકાર નથી. આ આશ્વાસન મને આનંદશંકરભાઇ ન આપી શકે, એ તો અનન્ય ભક્તિથી જ મળે. સત્યગ્રહી તરીકે હું કહી શકું છું કે નિત્ય એમાંથી

મને કંઇક નવીન વસ્તુઓ મળી રહે છે. કોઇ મને કહેશે કે આ તારી મૂર્ખતા છે, તો હું તેને કહીશ કે મારી આ મૂર્ખતા ઉપર હું અડધો રહીશ. એટલે બધા વિદ્યાર્થીઓને હું કહીશ કે પ્રાતઃકાળે ઊઠીને તમે એનો અભ્યાસ કરો. તુલસીદાસનો હું ભક્ત છું, પણ તુલસીદાસ તમારે માટે આજે હું નથી સૂચવતો. વિદ્યાર્થી તરીકે તમે ગીતાનો જ અભ્યાસ કરો, પણ તે દ્ધેષભાવથી નહી, પણ ભક્તિભાવથી, ભક્તિપૂર્વક તમે તેમા પ્રવેશ કરશો તો જે તમને જોઇએ તે તેમાંથી તમે પામશો. અઢાર અધ્યાય કંઠ કરવા એ રમત નથી, પણ કરવા જેવી વસ્તુ તો છે જ. તમે એકવાર એના આશ્રય લેશો તો જોશો કે દિવસે દિવસે તમારો અનુરાગ એમાં વધશે. પછી તમે કારાગૃહમાં હો કે જંગલમાં, આકાશમાં હો કે અંધારી કોટડીમાં, ગીતાનું રટણ તો નિરંતર તમારા હ્ય્દયમાં ચાલતું જ હશે, અને એમાંથી તમને આશ્વાસન મળશે. એ આધાર તમારી પાસેથી કોઇ છીનવી જ નહી શકે; એના જ રટણમાં જેના પ્રાણ જશે તેને માટે તો સર્વસ્વ છે જ, કેવળ નિર્વાહ નહી, પણ બ્રહ્મનિર્વાણ છે. આ બ્રહ્મનિર્વાણ શું એની ચર્ચામાં હું આજે નહીં પડું. એ તમને તમારા પંડિતો અને આચાર્ય સમજાશે.

હરિજનબંધુ, ૨૬-૮-૧૯૩૪, પા. ૧૮૫

૮૭. ગીતાની ગૂઢતા

(‘ગીતાજયંતી’ માંથી)

પૂનાના ‘કેસરી’ વાળા શ્રી ગજાનન કેતકર લખે છે :

“ઓણ સાલ ‘ગીતાજયંતી’ નો દિવસ આવતી તા. ૨૨મી ને શુક્રવારે આવે છે. ઘણાં વર્ષોથી આપને કહેતો આવ્યો છું તે વિનંતી હું ફરી વાર કરું છું કે આપે હરિજનમાં ગીતા અને ગીતાજયંતી વિશે લખવું જોઇએ. બીજી એક વિનંતી છે જે મેં ગયે વર્ષે કરેલી તે પણ હું આ વર્ષે ફરી વાર આપને કરું છું. ગીતા ઉપરનાં આપનાં ભાષણોમાંના અંકમાં આપે કહ્યું છે કે જેમને આખી ગીતા (૭૦૦ શ્લોકો) વાંચી જવા સમય નથી તેઓ બીજો અને ત્રીજો અધ્યાય

વાંચે તો બસ છે. આપે એમ પણ કહ્યું છે કે આ બે અધ્યાયનું પણ દોહન કરી શકાય. આમ બીજા અને ત્રીજા અધ્યાયને આપ શા સારુ પાયારૂપ લેખો છો તે બને તો આપે સમજાવવું જોઇએ. આ બે અધ્યાયોના શ્લોકોને ‘ગીતાબીજ’

અથવા તો ‘ગીતાબીજ’ અથવા તો ‘ગીતા દોહન’ તરીકે પ્રગટ કરીને જાહેર

પ્રજા સમક્ષ મૂકીને એ જ વિચાર પ્રજા આગળ મૂકવા મેં પ્રયત્નો કર્યો છે. પણ આ વિષય ઉપર આપ લખો તેની સ્વાભાવિક રીતે જ વધુ અસર થાય.”

આજ દિવસ સુધી હું શ્રી કેતકરની માગણીનો સામાનો કરતો આવ્યો છું. આવી જયંતી તેની પાછળ રહેલા ઉદ્દેશને સફળ કરનારી નીવડે છે કે નહીં

એ વિશે મને વસવસો છો. આધ્યાયત્મિક બાબતોને સામાન્ય જાહેરાતની રીતો

લાગુ કર્યેથી અર્થ સરતો નથી. એની સચોટમાં સચોટ જાહેરાત તેને અનુસરતું આચરણ કરવામાં રહેલી છે. હું માનું છું કે તમામ આધ્યાત્મિક ગ્રંથોની અસરના મૂળમાં એક તો એ વસ્તુ પડેલી છે કે એ ગ્રંથો અને રચનાઓ તેના કર્તાઓ અને પ્રણેતાઓના આત્માનુભવની આબાદ આરસીરૂપ છે; અને બીજું એ કે એમાં રહેલા ઉપદેશોને અનુવર્તીને અને બને તેટલા વળગીને ભક્તોએ પોતાનાં જીવન ઘડ્યાં અને વિતાવ્યાં. આમ આ ગ્રંથના પ્રણેતાઓએ પોતાની રચનાઓમાં પોતાના પ્રાણ ઠાલવ્યા, અને તેમના પૂજારીઓએ અને ભક્તોએ પોતાના જીવનવ્યવહારમાં ઉતારીને એ રચનાઓને પ્રાણવાન અને બળવાન કરી મૂકી. આ જ મારી માન્યતા મૂજબ ગીતા, તલસી રામાયણ અને એવા બીજા ગ્રંથોની લાખો કરોડો લોકોના જીવન ઉપર જે અસર જોવામાં આવે છે તેનું રહસ્ય છે. શ્રી કેતકરના આગ્રહને વશ થઇને હું એવી આશા સેવું છું કે આવતી ગીતાજયંતીના ઉત્સવોમાં ભાગ લેનારા સૌે કોઇ ઘટતી ભાવનાપૂર્વક તેમ કરશે. મેં ગીતા પરત્વે એમ બતાવવા યત્ન કર્યો છે કે તેનો સંદેશ દરેક

માણસને અનાસક્તિપૂર્વક પોતપોતાની ફરજ બજાવવા કહે છે. મેં કહ્યું છે કે ગીતાને જે કહેવું છે તે બીજા અધ્યાયમાં કહી નાખ્યું છે અને તેના અમલનો

માર્ગ ત્રીજા અધ્યાયમાં બતાવ્યો છે. આનો અર્થ એ નથી કે બીજા અધ્યાયો ઓછા પાવનકારી છે. ખરેખર ગીતાનો એકેએક અધ્યાય ખાસ ગુણા અને

મહત્ત્વ ધરાવે છે. ગીતાને શ્રી વિનોબાએ ‘ગીતાઇ’ એટલે ગીતામાતા કહી છે.

એમણે ગીતાજીનો સમશ્લોકી અનુવાદ કરીને અતિ સરળ છતાં ગૌરવભરી

મરાઠીમાં તેના એકેએક શ્લોકને ઉતાર્યો છે. છંદ મૂળમાંનો અનુષ્ટુપ જ રાખ્યો છે. હજારોની તે ખરેખર આઇ એટલે માતા થઇ પડી છે, કારણ વસમી વેળાનો વિસામો બનીને એ અમૃત જેવા ઉપદેશનું પાન કરાવે છે. મેં ગીતાજીને

મારો આધ્યાત્મિક કોશ કહ્યો છે, કારણ સંકટ વેળાએ તેણે મને કદી છેદ દીધો નથી. વળી ગીતાજી એક એવો ગ્રંથ છે કે જે તમામ સાંપ્રદાયિકતા અને આદેશ વાણીથી મુકત છે. એનો ઉપદેશ દેશકાળની કશી મર્યાદાઓ કે અંતરાય

વિના દુનિયાના હરકોઇ માનવના હૈયાને એકસરખો હલાવનારો છે. ગીતાને હું અઘરો કે આંટીઘૂંટીઓથી ભરેલો ગ્રંથ નથી ગણતો. બેશક વિદ્ધાન લોકો અને પોથી પંડિતો જે કંઇ તમને હાથે ચડે તે બધામાં બારીકીઓ અને આંટીધૂંટીઓ જોઇ શકે છે. પણ મારા અભિપ્રાય પ્રમાણે તો સાદી સમજનો માણસ ગીતાના સાદા સરળ ઉપદેશને ગ્રહણ કરવામાં કશી મુશ્કેલી અનુભવશે નહીં. એની સંસ્કૃત ભાષા પણ ન માની શકાય તેટલી સરળ છે. મેં ઘણા અંગ્રેજી અનુવાદો વાંચ્યા છે, પણ એડવિન આર્નોલ્ડે કવિતાના કરેલા અનુવાદની બરોબરી બીજો કોઇ કરી શકે એમ નથી. આ અનુવાદને તેમણે ‘દૈવી ગાન’ () એવું મનોહર અને ગરવું નામ આપ્યું છે. હરિજનબંધુ,૧૭-૧૨-૧૯૩૯,પા.

૮૮. કૃષ્ણ અને ગીતા

(મૈસૂર રાજ્યનાં આર્સિકેરે ગામમાં ગાંધીજીએ આપેલા ભાપણનું સંક્ષિપ્ત) આર્સિકેરે ગયા તે દિવસે કૃષ્ણજન્માષ્ટમી હતી. માનપત્રમાં એ દિવસનો ઉલ્લેખ તો હોય જ. ગાંધીજીએ એ સમે કૃષ્ણજીવન ઉપર જ પોતાનું વ્યાખ્યાન આપ્યું :

“આજે આપણે કૃષ્ણજયંતીનો અર્થ નથી સમજતા, નથી આપણાં બાળકોને ભગવદ્‌ગીતા ભણાવતા. શિમોગામાં એક મિશનરીએ મને કહેલું કે તમારાં ઘણાં બાળકો ભગવદ્‌ગીતા શું છે એ પણ નથી જાણતાં. અભગવદ્‌ગીતા એવો સામાન્ય ગ્રંથ છે કે જેને પ્રત્યેક ધર્મનો મનુષ્ય આદરથી વાંચી શકે છે, અને પોતાના ધર્મનાં તત્ત્વ તેમાં જોઇ શકે છે. જો આપણે પ્રત્યેક જન્માષ્ટમીને દિવસે

શ્રીકૃષ્ણના ચરિત્રનું સ્મરણ કરતા હોત અને ગીતાપાઠ કરી તેનો અમલ કરવાની

પ્રતિજ્ઞા કરતા હોત, તો આજની શોચનીય સ્થિતિમાં આપણે નહોત. શ્રીકૃષ્ણે જે આદર્શ આપણી આગળ, પૃથ્વીની આગળ, રાખ્યો છે તે પ્રમાણે ચાલવામાં કશી અડચણ ન પડવી જોઇએ. અમણે આખી જિંદગી લોકસેવા કરી, લોકનું દારાત્વ કર્યું. ચાહત તો તેઓ સરદાર બની શક્યા હોત, પણ ઠકુરાઇ ભૂલીને તેમણે તો સારથિ બનવાનું પસંદ કર્યું. એમનો આખો જન્મ એક કર્મની ગીતા છે. જગતમાં એમણે ભલા ભૂપની પરવા ન કરી, અભિમાની દુર્યોધન મેવા ત્યજી વિદુરની ભાજી પસંદ કરી. બાળપણથી તે ગોસેવક હતા, એટલે તેમને ગોપાળ કહીએ છીએ. પણ એમનું નામ લેનારા આપણે મિથ્યાચારી બની બેઠા છીએ. ગોસેવા આપણે જાણતા નથા, ગાય અને ગોવંશને આપણે કષ્ટ આપીએ છીએ; આદિ કર્ણાટક જેવા હિંદુનો દાવો કરનારા ગોવધ કરતા અને ગોમાંસ ખાતા આંચકો નથી ખાતા. આપણાં ઢોરોની એટલી કંગાળ સ્થિતિ કરી મુકાઇ

છે કે આપણાં બાળકોને જોઇતું દુધ નથી મળતું, શ્રીકૃષ્ણના કાળમાં ગોપાલન હતું એટલે દૂધ, માખણનો તોટો નહોતો.”

“શ્રીકૃષ્ણમાં આળસ નહોતું. તેઓ તો આઠે પહોર જાગ્રત, અતંદ્રિત કાર્ય કરનારા હતા. આપણે આજે આળસુ અને પ્રમાદી બન્યા છીએ. જો આપણે તંદ્રા ન તજીએ તો શ્રીકૃષ્ણનું નામ લેવું નિરર્થક છે. ભગવદ્‌ગીતામાં

શ્રીકૃષ્ણે ભક્તિનો માર્ગ બતાવ્યો છે, તેમાં કહ્યું છે કે મારે નિમિત્તે કર્મ કરે,

લોકમાન્યે સ્પષ્ટ કર્યું છે કે ભક્ત અને જ્ઞાની બનવા માગીએ તો કર્મ જ એક

માર્ગ છે. પરંતુ ભગવાને બતાવ્યું છે કે એ કર્મ સ્વાર્થને વશ નહી, પણ પારમાર્થિક હોવું જોઇએ. સ્વાર્થને માટે થતું કર્મ માત્ર બંધન રૂપ છે. યજ્ઞાર્થે થતું કર્મ બંધનમુક્ત કરનારું છે. એવું ક્યું કર્મ હોઇ શકે કે જે હું કરું, તમે કરો, બાળક કરે, શાળા કરે, હિંદુ કરે, મુસલમાન કરે, અને છતાં જે પારમાર્થિક હોય ? મેં બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે કળિયુગમાં આવે યજ્ઞ રેંટિયાથી જ થઇ શકે છે. આ યુગમાં એ જ એક આપણું સુદર્શન ચક્ર થઇ શકે છે, કારણ એ દ્રારા આપણે કર્તવ્યશીલ થઇ શકીએ, ભગવાનનું નામ લઇ શકીએ અને પરમાર્થ કરી શકીએ.”

“તમે આ યજ્ઞમાં જેટલો હિસ્સો આપી શકો તેટલો આપો. ભગવાને પોતાની કૃતિમાં અને ગીતાજીમાં બતાવ્યું છે કે ભક્ત બનવું હોય તો આપણે બ્રાહ્મણ અને ભંગી વિશે સમબુદ્ધિ રાખવી જોઇએ. જો આ વાત સાચી હોય તો

હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતા ન જ હોઇ શકે. તમે, જેઓ અસ્પૃશ્યતાનો સંઘરી રહ્યા છો તેઓ પણ આજની પુણ્યતિથિએ એ વાત ભૂલી જઇ અસ્પૃશ્યોની સેવાની

પ્રતિજ્ઞા કરો. જે મનુષ્ય કૃષ્ણનું શરણું લે છે, ભગવદ્‌ગીતાને પોતાનો માન્ય

ગ્રંથ સમજે છે, તેની પાસે હિંદુ મુસલમાન વગેરે ભેદ નથી રહેતા, નથી રહેવા જોઇતા. માણસ કોઇ પણ ભાવથી ઇશ્વરની પૂજા કરે છે તે કૃષ્ણને પહોંચે છે. આ ભક્તિમાર્ગ, કર્મમાર્ગ, પ્રેમમાર્ગમાં કોઇ પણ મનુષ્યના દ્ધેષને સ્થાન નથી હોઇ શકતું.”

નવજીવન, ૧૧-૯-૧૯૨૭, પા. ૨૫

૮૯. ગીતાનો સંદેશો

(આલમોડામાં આવેલા કૌસાનીમાં ૨૪ જૂન ૧૯૨૯ને દિવસે એટલે કે બે વર્ષ થોભ્યા પછી મેં મારા ગીતાના અનુવાદની પ્રસ્તાવના ગુજરાતીમાં

લખી. એ પછી આખો અનુવાદ સમયસર છપાયો. હિંદી, બંગાળી અને મરાઠીમાં તેનો અનુવાદ થયો છે. એના અંગ્રેજી ભાષાંતરની માંગ સતત થતી આવી છે.

યરવડા જેલમાં મેં પ્રસ્તાવનાનું ભાષણ પૂરું કર્યું. હું છૂટી ગયો. પછી એ મિત્રો પાસે પડ્યું રહ્યું. હવે એને હું વાચકો પાસે પહોંચાડું છું. જેમને આ જીવનપુસ્તકમાં રસ નથી તેઓ એ કટારોમાં એ આપવા બદલ ક્ષમા કરશે. જેમને આ ગીતાકાવ્યમાં રસ છે અને જેઓ એને જીવનની પથદર્શિકા માને છે, તેમને કદાચ મારો નમ્ર

પ્રયાસ કંઇક મદદરૂપ થાય.

મો. ક. ગાંધી)

જેમ સ્વામી આનંદ ઇત્યાદિ મિત્રોનો પ્રેમને વશ થઇને મેં સત્યના

પ્રયોગો પૂરતી આત્મકથા લખવાનો આરંભ કર્ય તેમ ગીતાજીના અનુવાદને વિશે થયું છે. “તમે ગીતાનો જે અર્થ કરો છો તે અર્થ ત્યારે જ સમજાય જ્યારે તમે એક વાર આખી ગીતાનો અનુવાદ કરી જાઓ અને તેની ઉપર ટીકા કરવી હોય તે કરો ને અમે તે આખું એક વાર વાંચી જઇએ. છૂટાછવાયા

શ્લોલમાંથી અહિંસાદિ ઘટાવો એ મને તો બરોબર લાગતું નથી,” આમ

સ્વામી આનંદે અસહકારના યુગમાં મને કહેલું. મને તેમની દલીલમાં તથ્ય

લાગ્યું. “નવરાશે એ કરીશ”, એમ મેં જવાબ આપ્યો. પછી હું જેલમાં ગયો, ત્યાં તો ગીતાનો અભ્યાસ કંઇક વધારે ઊંડાણથી કરવા પામ્યો. લોકમાન્યનો

જ્ઞાનનો ભંડાર વાંચ્યો. તેમણે જ અગાઉ મને મરાઠી, હિંદી અને ગુજરાતી અનુવાદો પ્રીતિપૂર્વક મોકલ્યા હતા ને મરાઠી ન વાંચી શકું તો ગુજરાતી તો જરૂર વાંચું એમ ભલામણ કરી હતી. જેલની બહાર તો એ વાંચવા ન પામ્યો, પણ જેલમાં ગુજરાતી અનુવાદ વાંચ્યો. આ વાંચ્યા પછી ગીતા વિશે વધારે વાંચવાની ઇચ્છા થઇ, અને ગીતાને લગતા અનેક ગ્રંથો ઉથલાવ્યા.

૨. ગીતાની પ્રથમ ઓળખ એડવિન આર્નોલ્ડના પદ્ય અનુવાદથી સન ૧૮૮૮-’૮૯માં થઇ. તે ઉપરથી ગીતાનો ગુજરાતી તરજુમો વાંચવાની તીવ્ર ઇચ્છા થઇ. અને જેટલા અનુવાદ હાથ આવ્યા તે વાંચ્યા પણ આવું વાચન મને મારો અનુવાદ પ્રજા આગળ મૂકવાનો મુદ્દલ અધિકાર આપતું નથી

- વળી મારું સંસ્કૃત જ્ઞાન અલ્પ, ગુજરાતીનું જ્ઞાન જરાય સાક્ષરી નહીં. ત્યારે

મેં અનુવાદ કરવાની ધૃષ્ટતા કેમ કરી ?

૩. ગીતાને હું જેમ સમજ્યો છું તેથી રીતે તેનું આચરણ કરવાનો

મારો અને મારી સાથે રહેલા કેટલાક સાથીઓનો સતત પ્રયત્ન છે. ગીતા અમારે સારુ આધ્યાત્મિક નિદાનગ્રંથ છે. તદ્ધત્‌ આચરણમાં નિષ્ફળતા રોજ આવે છે પણ તે નિષ્ફળતા અમારા પ્રયત્ન છતાં છે; એ નિષ્ફળતામાં સફળતાનાં ઊંગતા કિરણોની ઝંખી કરીએ છીએ. આ નાનકડો જનસમુદાય જે અર્થને અમલમાં મૂકવા પ્રયત્ન કરે છે તે અર્થ આ તરજુમામાં છે.

૪. વળી સ્ત્રીઓ, વૈશ્ય તથા શૂદ્ર જેવા જેમને અક્ષરજ્ઞાન થોડું જ છે, જેમને મૂળ સંસ્કૃતમાં ગીતા સમજવાનો સમય નથી, ઇચ્છા નથી, પણ જેમને ગીતારૂપી ટેકાની આવશ્યકતા છે તેમને જ સારુ આ અનુવાદની કલ્પના છે.

ગુજરાતી ભાષાનું મારું જ્ઞાન ઓછું હોવા છતાં તેની વાટે ગુજરાતીઓને મારી પાસે રહેલી જે કંઇ મૂડી હોય તે આપી જવાની મને હંમેશા ભારે અભિલાષા રહેલી છે. હું એમ ઇચ્છું ખરો કે અત્યારે ગંદા સાહિત્યનો ધોધ વહી રહ્યો છે, તેવે સમયે હિંદુ ધર્મમાં જે અદ્ધિતીય ગ્રંથ ગણાય છે તેનો સરળ અનુવાદ

ગુજરાતી પ્રજા પામે તે તેમાંથી પેલા ધોધની સામે થવાની શક્તિ મેળવે.

૫. આ અભિલાષામાં બીજા ગુજરાતી અનુવાદોની અવગણના નથી.

તે બધાને સ્થાન ભલે હોય, - પણ તેમની પાછળ તે તે અનુવાદકો આચારરૂપી અનુભવનો દાવો કરતા હોય એવું મારી જાણમાં નથી. આ અનુવાદની પાછળ

આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો છે, આ કારણે હું એમ ઇચ્છું ખરો કે પ્રત્યેક ગુજરાતી ભાઇબહેન જેમને ધર્મને આચારમાં મૂકવાની છે તેઓ એ વાંચે, વિચારે અને તેમાંથી શક્તિ મેળવે.

૬. આ અનુવાદની પાછળ મારા સાથીઓની મહેનત રહેલી છે. મારું સંસ્કૃત જ્ઞાન ઘણું અઘરું હોવાને લીધે શબ્દાર્થ વિશે મને પૂરો વિશ્વાસ ન હોય

તેથી તેટલા પૂરતો આ અનુવાદ વિનોબા, કાકા કાલેલકર, મહાદેવ દેસાઇ

તથા કિશોરલાલ મશરૂવાળા જોઇ ગયા છે.

૭. હવે ગીતાના અર્થ ઉપર આવું.

૮. સન ૧૮૮૮-’૮૯માં જ્યારે ગીતાનું દર્શન થયું ત્યારે જ મને એમ લાગ્યું કે આ ઐતિહાસિક ગ્રંથ નથી પણ તેમાં ભૌતિક યુદ્ધના વર્ણનને નિમિત્તે મનુષ્યના હ્ય્દયની અંદર નિરંતર ચાલતા દ્ધંદ્ધયુદ્ધનું જ વર્ણન છે,

માનુષી યોદ્ધાઓની રચના હ્ય્દયગત યુદ્ધને રસિક બનાવવાને સારુ ઘડેલી કલ્પના છે. આ પ્રાથમિક સ્ફૂરણો, ધર્મનો અને ગીતાનો વિશેષ વિચાર કર્યા પછી પાકી થઇ. મહાભારત વાંચ્યા પછી મજકૂર વિચાર વળી દૃઢ થયો. મહાભારત ગ્રંથને હું આધુનિક અર્થમાં ઇતિહાસ નથી ગણતો. તેનાં સબળ પ્રમાણ આદિપર્વમાં જ છે. પાત્રોની અમાનુષી અને અતિમાનુષી ઉત્પત્તિ વર્ણવી વ્યાસ ભગવાને રાજાપ્રજાના ઇતિહાસને ભૂંસી નાખ્યો છે. તેમાં વર્ણવેલાં પાત્રો મૂળે ઐતિહાસિક ભલે હોય, પણ મહાભારતમાં તો તેમને ઉપયોગ વ્યાસ ભગવાને કેવળ ધર્મનું દર્શન કરાવવાને જ કર્યો છે.

૯. મહાભારતકારે ભૌતિક યુદ્ધની આવશ્યકતા સિદ્ધ નથી કરી; તેની નિરર્થકતા સિદ્ધ કરી છે. વિજેતાની પાસે રુદન કરાવ્યું છે, પશ્ચાત્તાપ કરાવ્યો ને દુઃખ સિવાય બીજું કંઇ રહેવા નથી દીધું.

૧૦. આ મહાગ્રંથમાં ગીતા શિરોમણિરૂપે બિરાજે છે. તેનો બીજો અધ્યાય ભૌતિક યુદ્ધવ્યવહાર શીખવવાને બદલે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ શીખવે છે.

સ્થિતપ્રજ્ઞને ઐહિક યુદ્ધની સાથે સંબંધ ન હોય એવું તેના લક્ષણમાં જ છે એમ

મને તો ભાસ્યું છે. સામાન્ય કૌટુંબિક ઝઘડાની યોગ્યતા - અયોગ્યતાનો નિર્ણય

કરવાને સારુ ગીતા જેવું પુસ્તક ન સંભવે.

૧૧. ગીતાના કૃષ્ણ મૂર્તિમંત શુદ્ધસંપૂર્ણ જ્ઞાન છે પણ કાલ્પનિક છે.

અહિં કૃષ્ણ નામે અવતારી પુરુષનો નિષેધ નથી. માત્ર સંપૂર્ણ કૃષ્ણ કાલ્પનિક છે, સંપૂર્ણાવતારનું પાછળથી થયેલું આરોપણ છેે.

૧૨. અવતાર એટલે શરીરધારી પુરુષવિશેષ. જીવમાત્ર ઇશ્વરનો અવતાર છે, પણ લૌકિક ભાષામાં બધાને આપણે અવતાર નથી કહેતા. જે પુરુષ પોતાના યુગમાં સૌથી શ્રેષ્ઠ ધર્મવાન છે તેને ભવિષ્યની પ્રજા અવતારૂપે પૂજે છે. આમાં મને કંઇ દોષ નથી લાગતો; એમાં નથી ઇશ્વરની મોટાઇને ઝાંખપ, નથી એમાં સત્યને આઘાત. ‘આદમ ખુદા નહીં; લેકિન ખુદા કે નૂર સે આદમ જુદા નહીં.’ જેનામાં ધર્મજાગૃતિ પોતાના યુગમાં સૌથી વધારે છે તે વિશેષાવતાર છે. એ વિચારશ્રેણીએ કૃષ્ણરૂપી સંપૂર્ણાવતાર આજે હિંદુ ધર્મમાં સામ્રાજ્ય ભોગવે છે.

૧૩. આ દૃશ્ય મનુષ્યની અંતિમ રૂડી અભિલાષાનું સૂચક છે. મનુષ્યને ઇશ્વરરૂપ થયા વિના સુખ મળતું નથી, શાંતિ થતી નથી. ઇશ્વરરૂપ થવાના

પ્રયત્નનું નામ ખરો અને એક જ પુરુષાર્થ અને આ જ આત્મદર્શન. આ આત્મદર્શન બધા ધર્મગ્રંથોનો વિષયનું પ્રતિપાદન કરવા ગીતા નથી રચી. પણ આત્માર્થીને આત્મદર્શન કરવાનો એક અદ્ધિતીય ઉપાય બતાવવાનો ગીતાનો આશય છે. જે વસ્તુ હિંદુ ધર્મગ્રંથોમાં છૂટીછવાઇ જોવાામાં આવે છે તેને ગીતાએ અનેકરૂપે અનેક શબ્દોમાં પુનરુક્તિનો દોષ વહોરીને પણ સારી રીતે સ્થાપિત કરી છે.

૧૪. એ અદ્ધિતીય ઉપાય છે કર્મફલત્યાગ.

૧૫. આ મધ્યબિંદુની આસપાસ ગીતાની બધી ફૂલગૂંથણી છે. ભક્તિ

માન ઇત્યાદિ તેની આસપાસ તારામંડળરૂપે ગોઠવાઇ ગયાં છે. દેહ છે ત્યાં કર્મ તો છે જ. તેમાંથી કોઇ મુક્ત નથી. છતાં દેહને પ્રભુનું મંદિર કરી તે દ્ધાસ મુક્તિ મળે છે એમ સર્વ ધર્મોએ પ્રતિપાદન કર્યું છે. પણ કર્મમાત્રમાં કંઇક દોષ તો છે જ. મુક્તિ તો નિર્દોષને જ હોય. ત્યારે કર્મબંધનમાંથી એટલે દોષસ્પર્શમાંથી કેમ છુટાય ? આનો જવાબ ગીતાજીએ નિશ્ચયાત્મક શબ્દોમાં આપ્યો : ‘નિષ્કામ કર્મથી, યજ્ઞાર્થે કરેમ કરીને, કર્મફલત્યાગ કરીને, બધાં કર્મો કૃષ્ણાર્પણ કરીને એઢલે મન, વચન, કાયાને ઇશ્વરમાં હોમી દઇને.’

૧૬. પણ નિષ્કામતા, કર્મફલત્યાગ કહેવા માત્રથી નથી થતી. એ કેવળ બુદ્ધિનો પ્રયોગ નથી. એ હ્યદયમંથનથી જ ઉત્પન્ન થાય છે. એ ત્યાગશક્તિ ઉત્પન્ન કરવાને સારુ જ્ઞાન જોઇએ. એક પ્રકારનું જ્ઞાન તો ઘણા પંડિતો પામે છે. વેદાદિ તેમને મોઢે હોય છે, પણ એમનામાંના ઘણા ભોગદિમાં રચ્યાપચ્યા રહે છે. જ્ઞાનનો અતિરેક શુષ્ક પંડિતરૂપે ન થાય, તેથી ગીતાકારે જ્ઞાનની સાથે ભક્તિને ભેળવી અને તેને પ્રથમ સ્થાન આપ્યું. ભક્તિ વિનાનું જ્ઞાન વિફરે.

તેથી કહ્યં, ‘ભક્તિ કરો તો જ્ઞાન મળી જ રહેવાનું.’ પણ ભક્તિ એ ‘શીષતણું સાટું’ છે. તેથી ગીતાકારે ભક્તનાં લક્ષણ સ્થિતપ્રજ્ઞનાં જેવા વર્ણવ્યાં છે.

૧૭. એટલે ગીતાથી ભક્તિ તે વેવલાપણું નથી, અંધશ્રદ્ધા નહીં.

ગીતામાં સૂચવેલા ઉપચારને બાહ્ય ચેષ્ટા કે ક્રિયાનીસાથે ઓછામાં ઓછા સંબંધ

છે. માળા, તિલક, અર્ધ્યાદિ સાધનો ભલે ભક્ત વાપરે પણ તે ભક્તિનાં લક્ષણ નથી. જે કોઇનો દ્ધેષ નથી કરતો, જે કરુણાનો ભંડાર છે, ને મમતારહતિ છે, જે નિરહંકાર છે, જેને સુખદુઃખ, ટાઢતડકો સરખાં છે, જે ક્ષમાશીલ છે, જે સદાય સંતોષી છે, જેના નિશ્ચય કદી ફરતા નથી, જેણે મને અને બુદ્દિ ઇશ્વરને અર્પણ કર્યા છે, જેનાથી લોકો ત્રાસતા નથી, જે લોકોનો ભય નથી રાખતો, જે હર્ષ, શોકભયાદિથી મુકત છે, જે પવિત્ર છે, જે કાર્યદક્ષ છે છતાં તટસ્થ છે, જે શુભાશુુભનો ત્યાગ કરનારો છે, જે શત્રુમિત્ર પ્રત્યે સમભાવી છે, જેને

માનઅપમાન સરખાં છે, જે સ્તુતિથી ફુલાતો નથી, નિંદાથી ગ્લાનિ પામતો નથી જે મૌનધારી છે, જેને એકાન્ત પ્રિય છે, જે સ્થિરબુદ્ધિ છે, તે ભક્ત છે.

આ ભક્તિ આસક્ત સ્ત્રીપુરુષને વિશે સંભવે નહીં.

૧૮. એમાંથી આપણે જોઇએ છીએ કે જ્ઞાન પામવું, ભક્ત થવું એ જ આત્મદર્શન. આત્મદર્શન એ તેનાથી ભિન્ન વસ્તુ નથી. જેમ એક રૂપિયો

લઇને ઝેર લાવી શકાય ને અમૃત પણ લાવી શકાય. તેમ જ્ઞાનને કે ભક્તિને બદલે પણ લાવી શકાય અને મોક્ષ પણ લાવી શકાય એમ નથી. અહીં તો સાધન અને સાધ્ય સાવ એક જ નહી તો લગભગ એક જ વસ્તુ છે. સાધનની પરાકાષ્ઠા તે જ મોક્ષ. અને ગીતાનો મોક્ષ એટલે પરમશાન્તિ.

૧૯. પણ આવા જ્ઞાને અને ભક્તિએ કર્મફલત્યાગની કસોટીએ

ચડવાનું રહ્યું. લૌકિક કલ્પનામાં શુષ્ક પંડિત પણ જ્ઞાનીમાં ખપે. તેને કશું કામ

કરવાનું હોય નહીં. લોટો સરખો ઉપાડવો એ પણ તેને સારુ કર્મબંધન હોય.

યજ્ઞશૂન્ય જ્યાં જ્ઞાની ેગણાય ત્યાં લોટો ઉપાડવા જેવી તુચ્છ લૌકિક ક્રિયાને સ્થાન જ ક્યાંથી હોય ?

૨૦. લૌકિક કલ્પનામાં ભક્ત એટલે વેવલો, માળા લઇને જપ જપનાર.

સેવાકર્મ કરતાં પણ તેની માળામાં વિક્ષેપ આવે. તેથી તે ખાવાપીવા વગેરે ભોગ ભોગવવાને સમયે જ માળાને હાથમાંથી મૂકે, ઘંટી ચલાવવાને સારુ કે દરદીની સારવાર કરવાને સારુ કદી નહીં.

૨૧. આ બન્ને વર્ગને ગીતાજીએ સ્પષ્ટ રીતે કહી દીધું, “કર્મ વિના કોઇ સિદ્ધિ પામ્યા નથી. જનકાદિ પણ કર્મ વડે જ્ઞાની થયા. જો હું પણ આળસરહિત થઇને કર્મ ન કર્યા કરું તો આ લોકોની નાશ થાય.” તો પછી

લોકોને વિશે તો પૂછવું જ શું હોય ?

૨૨. પણ એક તરફથી કર્મમાત્ર બંધનરૂપ છે એ નિર્વિવાદ છે. બીજી

તરફથી દેહી ઇચ્છા - અનિચ્છાએ પણ કર્મ કર્યા કરે છે. શારીરિક કે માનસિક

ચેષ્ટામાત્ર કર્મ છે. ત્યારે કર્મ કરતા છતાં મનુષ્ય બંધનમુક્ત કેમ રહે ? આ કોયડાનો ઉકેલ ગીતાજીએ જેવી રીતે કર્યો છેે તેવો બીજા એક પણ ધર્મગ્રંથે કર્યો મારી જાણમાં નથી. ગીતા કહે છે : ‘ફલાસક્તિ છોડો ને કર્મ કરો’,

‘નિરાશી થાઓ ને કર્મ કરો,’ ‘નિષ્કામ થઇને કર્મ કરો,’ એ ગીતાજીનો ન ભુલાય એવો ધ્વનિ છે. કર્મ છોડે તે પડે. કર્મ કરતો છતાં તેનાં ફળ છોડે તે

ચડે. ફલત્યાગ એટલે પરિણામને વિશે બેદરકારી એવો અર્થ નથી. પરિણામ, સાધનનો વિચાર અને તેનું જ્ઞાન આવશ્યક છે. એ થયા પછી જે મનુષ્ય

પરિણામની ઇચ્છા કર્યા વિના સાધનમાં તન્મય રહે છે તે ફલત્યાગી છે.

૨૩. પણ અહીં ફલત્યાગ એટલે ત્યાગીને ફળ મળતું નથી એવોયે અર્થ કોઇ ન કરે. ગીતાજીમાં એવા અર્થને ક્યાંયે સ્થાન નથી. ફલત્યાગ એટલે ફળને વિશે આસક્તિનો અભાવ. ખરું જોતાં ફલત્યાગીને હજારગણું ફળ મળે છે. ગીતાના ફલત્યાગમાં તો અખૂટ શ્રદ્ધાનીપરીક્ષા છે. જે મનુષ્ય પરિણામનું ધ્યાન ધર્યા કરે છે તે ઘણી વાર કર્મ - કર્તવ્ય - ભ્રષ્ટ થાય છે. તેને અધીરાઇ

આવે છે, તેથી તે ક્રોધને વશ થાય છે, ને પછી તે ન કરવાનું કરવા માંડે છે, એક કર્મમાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં પડ્યે જાય છે. પરિણામનું ચિંતવન કરનારની સ્થિતિ વિષયાન્ધના જેવી થઇ જાય છે, ને છેવટે તે વિષયની જેમ

સારાસારનો, નીતિઅનીતિનો વિવેક છોડી દે છે,ને ફળ મેળવવા સારુ ગમે તે સાધનનો ઉપયોગ કરે છે, ને તેને ધર્મ માને છે.

૨૪. ફલાશક્તિનાં આવાં કડવાં પરિણામોમાંથી ગીતાકારે અનાસકિતનો એટલે કર્મફલત્યાગનો સિદ્ધાન્ત ઘડાવ્યો ને જગતની પાસે અતિશય આકર્ષક ભાષામાં મૂક્યો. સામાન્ય માન્યતા એવી હોય છે કે ધર્મ અને અર્થ વિરોધી વસ્તુ છે. ‘વ્યાપાર ઇત્યાદિ લૌકિક વ્યવહારમાં ધર્મ સચવાય નહીં, ધર્મને સ્થાને ધર્મ શોભે, અર્થને સ્થાને અર્થ.’ મારી મતિ પ્રમાણે ગીતાકારે આ વહેમને દૂર કર્યો છે. તેણે મોક્ષ અને વ્યવહાર વચ્ચે આવો ભેદ રાખ્યો નથી.

પણ વ્યવહારમાં ધર્મને ઉતાર્યો છે. જે ધર્મ વ્યવહારમાં ન લાગી શકાય તે ધર્મ નથી એવી સૂચના ગીતામાં છે એમ મને લાગ્યું છે. એટલે ગીતાના અભિપ્રાય

પ્રમાણે જે કર્મ આસક્તિ વિના થઇ જ ન શકે એવાં હોય તે બધાં ત્યાજ્ય છે.

આવો સુવર્ણનિયમ મનુષ્યને અનેક ધર્મસંકટોમાંથી બચાવે છે. આ અભિપ્રાય

પ્રમાણે ખૂન, જૂઠ, વ્યભિચાર ઇત્યાદિ કર્મો સહેજે ત્યાજય થઇ જાય છે. મનુષ્યજીવન સરળ થાય છે ને સરળતામાંથી શાંતિ ઉદ્‌ભવે છે.

૨૫. આ વિચારશ્રેણીને અનુસરતાં મને એમ લાગ્યું છે કે ગીતાજીના શિ૭ણને અમલમાં મૂકનારને સહેજે સત્ય અને અહિંસાનું પાલન કરવું પડે છે.

ફલાસક્તિ વિના મનુષ્યને નથી અસત્ય બોલવાની લાલચ થતી, નથી હિંસા કરવાની. ગમે તે હિંસાનું કે એસત્યનું કાર્ય આપણે લઇએ તો એમ જણાશે કે તેની પાછળ પરિણામની ઇચ્છા રહેલી જ છે. ગીતાકાળની પૂર્વે પણ અહિંસા પરમધર્મ રૂપે મનાતી હતી. ગીતાને તો અનાસક્તિનો સિદ્ધાંન બતાવવો હતો.

બીજા અધ્યાયમાં જ આ વાત સ્પષ્ટ થઇ જાય છે.

૨૬. પણ જો ગીતાને અહિંસા માન્ય હતી અથવા અનાસક્તિમાં અહિંસા સહેજે આવી જ જાય છે તો ગીતાકારે ભૌતિક યુદ્ધને ઉદાહરણરૂપે પણ કેમ લીધું ? ગીતાયુદ્ધમાં અહિંસા ધર્મ મનાતા છતાં ભૌતિક યુદ્ધ સર્વસામાન્ય

વસ્તુ હોઇ ગીતાકારને એવા યુદ્ધનું ઉદાહરણ લેતાં સંકોંચ ન થયો, ન થાય.

૨૭. પણ ફલત્યાગના મહત્ત્વનું માપ કાઢતા ગીતાકારના મનમાં શા વિચાર હતા, તેણે અહિંસાની મર્યાદા ક્યાં બાંધી હતી, તે આપણે વિચારવાપણું નથી રહેતું. કવિ મહત્ત્વના સિદ્ધાંતો જગતની આગળ મૂકે છે; તેથી તે હંમેશા પોતે આપેલા સિદ્ધાંતોનું મહત્ત્વ સંપૂર્ણતાએ ઓળખે છે, અથવા ઓળખ્યા પછી બધું ભાષામાં મૂકી શકે છે, એમ નથી હોતું. એમ કાવ્યનો અને કવિનો

મહિમાં છે. કવિના અર્થનો અંત જ નથી. જેમ મનુષ્યનો તેમ જ મહાવાક્યોના અર્થનો વિકાસ થયા જ કરે છે. ભાષાઓનો ઇતિહાસ તપાસીએ તો આપણે જોઇએ છીએ કે ઘણા મહાન શબ્દોના અર્થ નિત્ય નવા થયા કરે છે. તેમ

ગીતાના અર્થને વિશે પણ છે. ગીતાકારે પોતે મહાન રૂઢ શબ્દોના અર્થ વિસ્તાર્યા છે. ગીતા ઉપરપકે તપાસતાં પણ આપણે એ જોઇ શકીએ છીએ. ગીતાયુગ પૂર્વે કદાચ યજ્ઞમાં પશુહિંસા માન્ય ગણાતી હોય. ગીતાના યજ્ઞમાં તેની ગંધ

સરખીયે નથી. તેમાં તો જપયજ્ઞ એ યજ્ઞનો રાજા છે. ત્રીજો અને ચોથો અધ્યાય

મેળવીને બીજી વ્યાખ્યાઓ પણ ઘટાવી શકાય. પણ પશુંહિંસા નહીં ઘટાવાય, તેમ જ ગીતાના સંન્યાસના અર્થને વિશે છે. કર્મમાત્રનો ત્યાગ ગીતાના સંન્યાસને ભાવતો જ નથી. ગીતાનો સંન્યાસી અતિકર્મી છે છતાં અતિ - અ - કર્મી છે; આમ ગીતાકારે મહાન શબ્દોના વ્યાપક અર્થ કરીને પોતાની ભાષાનો પણ વ્યાપક અર્થ કરવાનું આપણને શીખવ્યું છે. ભૌતિક યુદ્ધ સંપૂર્ણ કર્મફલત્યાગથી થઇ શકે એવું ગીતાકારની ભાષાના અક્ષરમાંથી ભલે નીકળતું હોય. પણ ગીતાના શિક્ષણને પૂર્ણતાએ અમલમાં મૂૂકવાનો લગભગ ચાળિસ વર્ષ પર્યન્ત સતત પ્રયત્ન કરતાં મને તો નમ્રપણે એમ લાગ્યું છે કે સત્ય અને અહિંસાના સંપૂર્ણ પાલન વિના સંપૂર્ણ કર્મફલત્યાગ મનુષ્યને વિશે અસંભવિત છે.

૨૮. ગીતા સૂત્રગ્રંથ નથી. ગીતા એક મહાન ધર્મકાવ્ય છે. તેમાં જેમ ઊંડા ઊતરો તેમ તેમાંથી નવા ને સુંદર અર્થો મેળવો. ગીતા જનસમાજને સારુ હોઇ તેમાં એક જ વસ્તુને ઘણી રીતે કહી દીધી છે. એટલે ગીતામાં આવેલા મહાશબ્દોના અર્થ યુગે યુગે બદલાશે ને વિસ્તાર પામશે. ગીતામાં આવેલા મહાશબ્દોના અર્થ યુગે યુગે બદલાશે ને વિસ્તાર પામશે. ગીતાનો

મૂળ મંત્ર કદી બદલાય. એ મંત્રને જે રીતે સાધી શકાય તે રીતે જિજ્ઞાસુ ગમે તે અર્થ કરે.

૨૯. ગીતા વિધિનિષ્ધ બતાવનાર પણ નથી. એકને સારુ જે વિહિત હોય તે બીજાને સારુ નિષિદ્ધ હોય. એક કાળે કે એક દેશમાં જે વિહિત હોય

તે બીજે કાળે, બીજા દેશમાં નિષિદ્ધ હોય. નિષિદ્ધ ફલાસક્તિ છે, વિહિત અનાસક્તિ છે.

૩૦. ગીતામાં જ્ઞાનનો મહિમાં જળવાયો છે છતાં ગીતા બુદ્ધિગમ્ય

નથી, એે હ્ય્દયગમ્ય છે તેથી તે અશ્રદ્ધાળુને સારુ નથી. ગીતાકારે જ કહ્યું છે

“જે તપસ્વી નથી, જે ભક્ત નથી, જે સાંભળવા ઇચ્છતો નથી, અને જે મારો દ્ધેષ કરે છે તેને આ (જ્ઞાન) તું કદી ન કહેજે.”

“પણ આ પરમ ગુહ્ય જ્ઞાન જે મારા ભક્તોને આપશે તે મારી પરમ

ભક્તિ કરવાથી નિઃશંક મને પામશે.”

“વળી જે મનુષ્ય દ્ધેષરહિત થઇને શ્રદ્ધાપૂર્વક માત્ર સાંભળશે તે પણ

મુકત થઇને પુણ્યવાન જ્યાં વસે છે તે શુભલોકન પામશે.”

યંંગ ઇન્ડિયા, ૬-૮-૧૯૩૧, પા. ૨૦૫

૯૦. ગીતાશિક્ષણ

ઇંગ્લંડમાં કૅનન શેપર્ડની આગેવાની નીચે ચાલતી શાંતિની હિલચાલ

વિશેના મારા હમણાંના લેખોને વિશે એક મિત્ર લખે છે :

“મારો મતે એવો છે કે ગીતાના સંજોગો અને એની શરૂઆતમાં અર્જુન અને શ્રીકૃષ્ણ વચ્ચે જે સંવાદ આપેલો છે તેને બાજુએ રાખીને વિચાર કરીએ તો હિંદુ ધર્મ વ્યવસ્થિત સેનાની ચડાઇ થાય ત્યારે અહિંસા જ પાળવી એવો સ્પષ્ટ ઉપદેશ કરતો નથી. આપણાં બધાં સારાંમાં સારાં ધર્મશાસ્ત્રોનો એવો અર્થ કરવો એ એને મચડવા જેવું છે, દયા અને પ્રેમ એ મનુષ્યનો પરમ

ધર્મ છે એમ હિંદુ ધર્મ અવશ્ય માને છે. પણ આપ અથવા આ યુદ્ધ વિરોધી શાંતિવાદીઓ જેવો ઉપદેશ આપે છે તેવો હિંદુ ધર્મનો ઉપદેશ નથી, અને એ હેતુને સારુ દરેક વસ્તુને મારીમચડીને રૂપક તરીકે બતાવવી એ યોગ્ય નથી.”

અનાસક્તિયોગ નામે પ્રસિદ્ધ થયેલા ગીતાના મારા અનુવાદની

પ્રસ્તાવનામાં મેં કબૂલ કર્યું છે કે ગીતા એ અહિંસાનું પ્રતિપાદન કરવા માટે કે યુદ્ધનો નિષેધ કરવા માટે લખાયેલો ગ્રંથ નથી. હિંદુ ધર્ન જેવો આજે પળાય

છે, અથવા ક્યારેય પળાયેલો જાણ્યો છે, તેમાં યુદ્ધનો જેવો વિરોધ હું કરું છું એવો વિરોધ કરેલો નથી. પણ મેં તો એટલું જ કર્યું છે કે ગીતાના આખા ઉપદેશનો તેમ જ હિંદુ ધર્મના હાર્દનો નવો પણ સ્વાભાવિક અને તર્કશુદ્ધ અર્થ કર્યો છે. બીજા ધર્મોને બાદ કરીને હિંદુ ધર્મ વિશે બોલીએ તો હિંદુ ધર્મ એ નિરંતર વિકાસ પામતો ધર્મ છે. કુરાન કે બાઇબલની પેઠે હિંદુ ધર્મનું કોઇ

એક ધર્મપુસ્તક નથી. તેનાં ધર્મપુસ્તકોમાં પણ વિકાસ થતો જાય છે ને ઉમેરા થતા જાય છે. ગીતા જ એનું એક દૃષ્ટાંત છે. ગીતાએ કર્મ, સંન્યાસ, યજ્ઞ વગેરેને નવા અર્થો આપ્યા છે. ગીતાએ હિંદુ ધર્મમાં નવો પ્રાણ રેડયો છે. તેણે આચારનો એક મૌલિક નિયમ બતાવ્યો છે. ગીતાએ જે શીખવ્યું છે તે આગલાં

લખાણોમાં ગર્ભિત રીતે નહોતું એમ નહીં, પણ જે વસ્તુઓ ગર્ભિત હતી તેને ગીતાએ સ્પષ્ટ શબ્દો મૂર્તરૂપે મૂકી. જગતના અન્ય ધર્મોના પ્રાર્થનાપૂર્વક કરેલા અભ્યાસથી, મળેલા જ્ઞાનથી, ને એથી વધારે તો ગીતાએ બતાવેલા હિંદુ ધર્મના શિક્ષણને આચરણમાં ઉતારવાનો પ્રયાસ કરતાં મળેલા અનુભવથી,મેં હિંદુ ધર્મનો વિશાળ - પણ મારીમચડીને કરેલો નહીં - અર્થ આપવાનો પ્રયત્ન કર્યો છે.

અને એ હિંદુ ધર્મ તે એના અનેક ગ્રંથોના ઢગલામાં દટાઇ ગયેલો નહીં, પણ પીડાતા બાળકની સાથે માતા બોલે એવી રીતે બોલતો જીવતોજાગતો ધર્મ છે.

મેં જે કર્યું છે તે ઐતિહાસિક પ્રણાલિકાને અનુસરીને કર્યું છે. હું આપણા પૂર્વજોને પગલે જ ચાલ્યો છું. એ લોકો એક કાળે કોપેલા દેવોને પ્રસન્ન કરવાને યજ્ઞમાં પશુંઓનો ભોગ આપતા. એમના વારસો પણ આપણા કંઇક ઓછા દૂરના પૂર્વજોએ ‘યજ્ઞ’નો જુદો અર્થ કર્યો, ને તેમણે શીખવ્યું કે એ યજ્ઞમાં આપણા કામક્રોધાદિ વિકારોને હોમવાના છે, અને તે કોપેલા અનેક દેવોને નહીં પણ એક અંતર્યામી ઇશ્વરને પ્રસન્ન કરવાને. હું માનું છું કે જીવ જતો કરીને પણ અહિંસાનું પાલન કરવું એ જ વસ્તુ ગીતાના ઉપદેશમાંથી ફલિત થાય છે. એ જ માનવજાતિની ઊંચામાં ઊંચી આકાંક્ષા છે.

મહાભારત અને રામાયણ એ બે ગ્રંથો એવા છે જેને કરોડો હિંદુઓ જાણેે છે ને પોતાના માર્ગદર્શક માને છે. એ ગ્રંથોના અંતરંગ પરીક્ષણ પરથી દેખાઇ આવે છે કે એ રૂપકો જ છે. એમાં ઘણું કરીને ઐતિહાસિક વ્યક્તિઓનું

ચરિત્ર આલેખાયેલું હશે એ વસ્તુથી મેં કહેલી વાતમાં કશો ફરક પડતો નથી.

બંને મહાકાવ્યો દૈવી અને આસુરી સંપદ વચ્ચે ચાલી રહેલા સનાતન સંગ્રામનું વર્ણન કરે છે. ગમે તેમ હો, મારા અગાઉથી કરી રાખેલા કંઇક વિચારોને અનુકૂળ આવે એવી રીતે ગીતાનો કે હિંદુ ધર્મનો મારીમચડીને અર્થ કરવાનો

મારો ઇરાદો છે એ આક્ષેપનો હું ઇનકાર કરું છું. મારા વિચારો ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદ આદિના અભ્યાસમાંથી જ ઉદ્‌બવેલા છે.

હરિજનબંધુ, ૪-૧૦-૧૯૩૬, પા. ૨૩૩-૪

(ગાંધીજી અને બે પ્રશ્નાર્થીઓ વચ્ચે જુદા જુદા પ્રસંગે થયેલા વાર્તાલાપમાંથી નીચેના અંશો ભેગા કરીને સંવાદરૂપે મૂક્યા છે.) સ. : તમે રોજ ગીતાપાઠ કરો છો એ સાચું ?

જ. : અઠવાડિયે અમે આખી ગીતાનો પાઠ પૂરો કરીએ છીએ.

સ. : પણ ગીતાને અંતે કૃષ્ણે હિંસા જ કરવા કહ્યું છે ને ?

જ. : ના. હુંચે લડી રહ્યો છું હિંસા વાટે લડું તો આટલો સંગીનપણે ન લડી શકું. બીજા અધ્યાયના છેલ્લા ૧૯ શ્લોકમાં જે સ્થિતપ્રજ્ઞનું વર્ણ છે તેમાં ગીતાનો સંદેશ સમાઇ જાય છે. મનોવિકારો જીતવાથી જ એવા થવાય. વિકારને

માર્યા પછી ભાઇને મારવાનું તમારાથી ન બને. જેને વિકાર નથી, સુખદુઃખ

પ્રત્યે ઉદાસીન છે, માણસ જાતને પીડનારા મનોવિકારોનાં તોફાનોથી જે અસ્થિર થતો નથી, એવા માણસને સંહાર કરતો જોવા હું ઇચ્છું ખરો. આખું વર્ણન અજોડ સૌંદર્યભરી ભાષામાં છે. આ શ્લોકો પરથી ચોખ્ખું સમજાય છે કે કૃષ્ણ આધ્યાત્મિક યુદ્ધની વાત કરે છે.

સ. : પણ યુદ્ધ તો સાચે જ થયેલું. તમારો અર્થ તો તમારો પોતાનો કાઢેલો છે ને ?

જ. : હશે. પણ માત્ર મારા અર્થ તરીકે તો એની કશી કિંમત ન હોવી જોઇએ.

સ. : સામાન્ય માણસને તો એમ જ લાગે કે સાચા યુદ્ધની જ વાત કરી છે.

જ. : નિષ્પક્ષ ચિત્તે આખી ગીતા તેની ભૂમિકા વચ્ચે વાંચીને સમજવા

પ્રયત્ન કરવો જોઇએ. એમ કરશો તો તમે જોશો કે આરંભમાં લડાઇનું વર્ણન આવે છે, પછી ક્યાંયે મુદ્દલ એનો ઉલ્લેખ નથી.

સ. : બીજા કોઇએ આપના જેવો અર્થ કર્યો છે ?

જ. : ઘણાએ. યુદ્ધ એ આંતરયુદ્ધ છે, જે માણસના અંતરમાં સદાકાળ

ચાલ્યા કરે છે. પાંડવ - કૌરવ ભલાઇ અને બૂરાઇનાં તત્ત્વો છે. દૈવી અને આસુરી સંપત્ત છે.

સ. : ગીતાનો મુખ્ય ઉપદેશ કયો - અનાશક્તિ કે અહિંસા ?

જ. : ‘અનાસક્તિ જ છે. ગીતાના મારા નાનકડા ગુજરાતી ભાષાંતરનું નામ અનાસક્તિયોગ રાખ્યું છે એ જાણતા હશો. અનાશક્તિ અહિંસાથી આગળ

જાય છે. જેને અનાસક્ત બનવું છે તેણે અહિંસા શીખવી અને આચરવી રહી.

એટલે અહિંસા અનાસક્તિના પેટમાં આવી જાય છે, આગળ નથી જતી.’

સ. : ‘ત્યારે ગીતા હિંસા અહિંસા બંને શીખવે છે ?’

જ. : ‘ગીતામાં હું એ ધ્વનિ નથી જોતો. એ અહિંસા શીખવવાને

માટે ન લખાઇ હોય એ સંભવે, પણ કોઇ કાવ્યની મલ્લિનાથી કરનાર તેમાંથી અનેક અર્થો કાઢે તેમ હું એનો એ અર્થ કાઢું છું કે એનો મુખ્ય ઉપદેશ અનાસક્તિ છે, છતાં એ અહિંસા તો શીખવે છે જ. અહિંસા એ લૌકિક વસ્તુ છે. પરલોકમાં હિંસા અહિંસાનો સવાલ નથી આવતો.’

સ. : ‘પણ,’ અર્જુને તો અહિંસા હિંસાનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો ના ?

()

અને શ્રીકૃષ્ણે એનો નકારમાં જવાબ આપી હિંસા કરવાનું કહ્યું.

જ. : ‘એ તો પ્રજ્ઞાવાદ હતો. શ્રીકૃષ્ણ અર્જુનનો સંશય મટાડી કહે છે કે “કાલ સુધી તો તે શત્રુઓને શસ્ત્રોથી હણ્યા, તેમાં તને કાંઇ અડચણ ન આવી. આજે પણ એ શત્રુ કોઇ અજાણ્યા કે ત્રાહિત હોય તેની સામે તું યુદ્ધે

ચડે એંમ છે પણ તારી પાસે તો પ્રશ્ન આજે એ છે કે સગાવહાલાને હણાય

?” આમ એની પાસે હિંસા અહિંસાનો પ્રશ્ન જ ન હતો.’

હરિજનબંધુ, ૨૨-૧-૧૯૩૯, પા. ૩૬૭-૮ અને ૩૧-૮-૧૯૪૦, પા.

૧૯૪

૯૧. ગીતા શીખવા માટે અધિકાર !

(‘સત્યનો અનર્થ’ માંથી)

એક ભાઇ એક શાળાના આચાર્યની મદદથી વિદ્યાર્થીઓમાં ગીતાનો અભ્યાસ દાખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ ગીતાનો વર્ગ ગોઠવવાને થોડા વખત પર મળેલી સભામાં એક બૅન્કના વ્યવસ્થાપક ઊભા થયા, અને સભાના કામમાં દખલ નાખીને બોલ્યા : “વિદ્યાર્થીઓને ગીતા ભણવાનો અધિકાર નથી, ગીતા કાંઇ વિદ્યાર્થીઓના હાથમાં મૂકવાનું રમકડું નથી.” હવે પેલા ભાઇએ મને આ બનાવ વિશે લાંબો અને દલીલોથી ભરેલો કાગળ

લખ્યો છે. અને પોતાની દલીલના ટેકામાં રામકૃષ્ણ પરમહંસનાં કેટલાંક વયનો ટાંક્યાં છે, તેમાંથી નીચેનાં અહીં ઉતારું છું :

“છોકરાઓને તેમ જુવાનોને ઇશ્વરપ્રાપ્તિની સાધના કરવાનું ઉત્તેજન આપવું જોઇએ. તેઓ વગર બગાડેલાં ફળ જેવા હોય છે, અને સંસારની વાસનાઓની દૂષિત સ્પર્શ તેમને જરાયે લાગ્યો હોતો નથી. એવી વાસનાઓ એમના મનમાં એક વાર પેઠી એટલે પછી એમને મોક્ષને માર્ગે વાળવા બહુ

મુશ્કેલ છે.”

“હું જુવાનોને આટલા બધા શા માટે ચાહું છું ? કારણ તેઓ પોતાના

મનના સોળેસોળ આની માલિક છે. તેઓ મોટા થતા જાય તેમ એમાં નાના નાના ભાગ પડી જવાના. વિવાહિત માણસનું અડધું મન સ્ત્રીમાં પરોવાય છે.

બાળક જન્મે ત્યારે ચાર આની મન ખેંચી લે છે, અને બાકીની ચાર આની

માબાપ, દુનિયાનાં માનપાન, કપડાંલત્તાંની મોજમજા વગેરેમાં વેરાઇ જાય છે.

તેથી બાળકનું મન ઇશ્વરને સહેલાઇથી ઓળખી શકે છે. ઘરડા માણસને સારુ એ બહુ કઠણ વાત છે.”

“પોપટનો કંઠ મોટી ઉંમર પાકટ થયા પછી એને ગાતાં ન શીખવી શકાય. એ બચ્ચું હોય ત્યારે જ શીખવવું જોઇએ. તે જ પ્રમાણે ઘડપણમાં મન ઇશ્વર ઉપર પરોવાવું કઠણ છે. બચપણમાં એ સહેલાઇથી પરોવી શકાય છે.”

“એક શેર ભેગવાળા દૂધમાં નવટાંક પાણી હોય તો પાણી બાળવાને બહુ થોડો શ્રમ અને થોડું બળતણ જોઇએ. પણ શેર દૂધમાં પોણો શેર પાણી હોય તો તે બાળવાને સારુ કેટલી મહેનત પડે ને કેટલું બળતણ જોઇએ !

બાળકના મનને વાસનાઓનો પાસ થોડો જ લાગ્યો હોય, તેથી તે ઇશ્વર તરફ

વળી શકે. વાસનાઓથી પૂરેપૂરા રંગાયેલા ઘરડા લોકોના મનને શી રીતે વાળી શકાય ?”

‘લઘુ વૃક્ષ વાળ્યું વળે જેમ વાળો’ પણ પાકા વાંસને વાળવા જઇએ તો એ તૂટી જવાનો. બાળકના હ્ય્દયને ઇશ્વર તરફ વાળવું સહેલું, પણ ઘરડા

માણસનું હ્ય્દય ખેંચવા જઇએ તો તે છટકી જાય છે.

મનુષ્યનું મન રાઇના પડીકા જેવું છે. પડીકું ફાટી જતાં વેરાઇ ગયેલા દાણા વીણી ભેગા કરવા જેમ કઠણ છે, તેમ જ્યારે મનુષ્યનું મન અનેક દિશાઓમાં દોડે અને સંસારની જાળમાં ગૂંથાઇ ગયું હોય ત્યારે એને વાળીને એકાગ્ર કરવું મહાકઠણ છે. બાળકનું મન અનેક દિશાઓમાં નથી દોડતું તેથી તે કોઇ પણ વસ્તુ પર સહેલાઇથી એકાગ્ર કરી શકાય છે. પણ ઘરડા માણસનું

મન સંસારમાં જ રમી રહેલું હોવાથી તેને એમાંથી ખેંચીને ઇશ્વર પ્રત્યે વાળવું અતિ કઠણ છે.”

વ્યવસ્થાપકે અધિકાર વિશે મેં સાંભળ્યું હતું, પણ પેલા બૅન્કના વ્યવસ્થાપકે કલ્પેલા અધિકારની જરૂર ગીતાના અભ્યાસને સારુ હશે એવો ખ્યાલ મને કદી નહોતો. એ અધિકારને સારુ ક્યા ગુણ જોઇએ એમ તેમણે કહ્યું હોત તો સારું થાત. ગીતા નિદક સિવાયના સૌને માટે છે એ ગીતાએ પોતે જ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે. ખરું જોતાં હિંદુ ધર્મની મૂળ કલ્પના જ એ છે કે વિદ્યાર્થીનું જીવન બ્રહ્મચારીનું છે, અને તેણે એ જીવનની શરૂઆત ધર્મના જ્ઞાનથી તેમ જ તેના આચરણથી કરવી જોઇએ, જેથી પોતે જે શીખે છે તેને પચાવી શકે અને પોતાના જીવનમાં ધર્માચરણને ઓતપ્રોત કરી મૂકે. પ્રાચીન કાળનો વિદ્યાર્થી પોતાનો ધર્મ શું છે એ જાણ્યા પહેલાં જ એનું આચરણ કરવા માંડતો, અને આ આચરણ પછી તેને જે જ્ઞાન મળતું તેનાથી પોતાને માટે નિયત કરેલા આચરણ પછી તેને જે જ્ઞાન મળતું તેનાથી પોતાને માટે નિયત કરેલા આચરણનું રહસ્ય તે સમજી શકતો.

એટલે અધિકાર તો તે વખતે પણ હતો. પણ એ અધિકાર પાંચ યમ

- અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય - રૂપી સદાચારનો હતો.

ધર્મનું અધ્યયન કરવા ઇચ્છનાર દરેક જણને આ નિયમોનું પાલન કરવું પડતું, ધર્મના પાયારૂપ આ તત્ત્વોની આવશ્યકતા સિદ્ધ કરવાને ધર્મગ્રંથો જરૂર રહેતી નહીં.

પણ આજે આ જાતના ઘણા અર્થવાહી શબ્દોની જેમ ‘અધિકાર’ શબ્દની પણ વિકૃતિ થઇ છે. એક ધર્મભ્રષ્ટ માણસને, તે બ્રાહ્મણ કહેવાય છે તેટલા જ કારણે, શાસ્ત્રો વાંચવાનો અને આપણને સમજાવવાનો અધિકાર ગણાય છે.

જ્યારે બીજો એક માણસ જે અમુક સ્થિતિમાં જન્મ્યાથી ‘અસ્પૃશ્ય’ પદને પામ્યો તે પછી ગમે તેટલો ધર્મનિષ્ઠ હોય તોપણ તેને શાસ્ત્રો વાંચવાનો નિષેધ છે !

પણ જે મહાભારતનોગીતા એ એક ભાગ છે તેના લેખકે આ ગાંડા નિષેધનો વિરોધ કરવાને સારુ જ એ મહાકાવ્ય લખ્યું છે, અને વર્ણ કે જાતિનો જરા પણ ભેદ રાખ્યા વિના સૌને એ વાંચવાની છૂટ મૂકી દીધી. માત્ર હું ધારું છું કે એમાં મેં ગણાવ્યા એ યમના પાલનની શરત રાખી હશે. ‘હું ધારું છું’

એ શબ્દો મેં તેટલા માટે ઉમેર્યા છે કે મહાભારતના અભ્યાસને માટે યમના પાલનની શરત મૂકેલી હોય એવું આ લખતી વખતે મને યાદ નથી આવતું.

પણ અનુભવ કહે છે કે હ્ય્દયની શુદ્ધિ અને ભક્તિભાવ એ બે વસ્તુઓ શાસ્ત્રગ્રંથો બરાબર સમજવાને સારુ આવશ્યક છે.

આજના છાપખાનાના જમાનાએ તમામ બંધનો તોડી નાખ્યાં છે.

આજે ધર્મનિષ્ઠ લોકો જેટલી છૂટથી શાસ્ત્રો વાંચે છે તેટલી જ છૂટથી નાસ્તિકો પણ વાંચે છે. પણ આપણે આ જગાએ તો વિદ્યાર્થીઓ ધર્મશિક્ષણના અને ઉપાસનાના એક અંગ તરીકે ગીતા વાંચે એ યોગ્ય છે કે નહીં એની ચર્ચા કરીએ છીએ. એમાં હું એટલું કહું કે યમનિયમના પાલનની શક્તિ અને તેથી ગીતાભ્યાસની લાયકાત જેનામાં વિદ્યાર્થીઓ કરતાં વધુ હોય એવો એકે વર્ગ

મારી કલ્પનામાં આવતો નથી. દુર્ભાગ્યે એટલું કબૂલ કરવું પડે છે કે મોટે ભાગે વિદ્યાર્થીઓ તેમ જ શિક્ષકો પાંચ યમના ખરા અધિકાર વિશે જરાયે વિચાર કરતા નથી.

નવજીવન, ૧૧-૧૨-૧૯૨૭, પા. ૧૩૨

૯૨. હિંદુ વિદ્યાર્થીઓ અને ગીતા

થોડા જ દિવસો ઉપર, વાતચીત કરતાં એક પાદરી મિત્રે મને એક

પ્રશ્ન કર્યો હતો કે, હિંદુસ્તાન જો ખરેખર આધ્યાત્મિક રીતે આગળ વધેલો દેશ છે તો પોતાના જ ધર્મનું, શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાનું પણ માત્ર થોડા વિદ્યાર્થીઓને જ જ્ઞાન છે એવું મને કેમ જણાય છે ? આ કથનના ટેકામાં એ મિત્ર, જે એક કેળવણીકાર પણ છે, તેણે મને એમ પણ કહ્યું હતું કે, મને જે જે વિદ્યાર્થીઓ

મળ્યા છે એમને મેં ખાસ કરીને પૂછી જોયું છે કે, ‘બોલો તમને તમારા ધર્મનું અથવા શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાનું શું જ્ઞાન છેે ?’ અને મને જણાયું છે કે એમાંના ઘણા મોટા ભાગને એ વિશે કશું જ જ્ઞાન નથી.

અમુક વિદ્યાર્થીઓને પોતાના ધર્મનું મુદ્દલ જ્ઞાન નથી એથી કરીને

હિંદુસ્તાન આધ્યાત્મિક દૃષ્ટિએ આગળ વધેલો દેશ નથી એ અનુમાન વિશે અત્યારે હું એટલું જ કહીશ કે વિદ્યાર્થીઓને પોતાના ધર્મગ્રંથોનું જ્ઞાન ન હોય

એટલે લોકોમાં ધાર્મિક જીવનનું યા આધ્યાત્મિકતાનું પણ મીંડું જ છે એવું ન કહેવાય. એમ છતાં, સરકારી શિક્ષણ સંસ્થાઓમાંથી પસાર થઇને પસાર થતા વિદ્યાર્થીઓનો ઘણો મોટો ભાગ કોઇ પણ ધાર્મિક શિક્ષણથી વંચિત હોય છે એ વિશે શંકા નથી. ઉપર્યુકત ટીકા એ પાદરીએ મૈસૂરના વિદ્યાર્થીઓ સંબંધી બોલતાં કરી હતી અને મૈસૂરના વિદ્યાર્થીઓને પણે તે રાજ્યની શાળાઓમાં કાંઇ પણ ધાર્મિક શિક્ષણ નથી અપાતું એ જોઇને મને કેટલેક અંશે દુઃખ થયું.

હું જાણું છું કે જાહેર શાળાઓમાં તો માત્ર ઐહિક શિક્ષણ જ આપવું જોઇએ એવું માનનારો એક સંપ્રદાય છે. હું એ પણ જાણું છું કે હિંદુસ્તાન જેવા દેશમાં, કે જ્યાં દુનિયાના ઘણાખરા ધર્મો પ્રચલિત છે અને જ્યાં એક જ ધર્મમાં પણ સંખ્યાબંધ સંપ્રદાયો છે, ત્યાં ધાર્મિક શિક્ષણનો પ્રબંધ કરવો મુશ્કેલ છે. પરંતુ જો ભારતવર્ષ આધ્યાત્મિક દેવાળુંં ફૂંકવાનું ન હોય તો પોતાના યુવકવર્ગને ધાર્મિક શિક્ષણ આપવાનું કામ કાંઇ નહીં તો ઐહિક શિક્ષણના જેટલું તો આવશ્યક માનવું જ જોઇએ. ધર્મગ્રંથનું જ્ઞાન થયું એટલે ધર્મનું જ્ઞાન થઇ ગયું એમ નથી એ સાચું છે. પરંતુ આપણે જો ધર્મનું જ્ઞાન ન આપી શકીએ તો ધર્મગ્રંથોનું જ્ઞાન આપીને પણ આપણે સંતોષ માનવો રહ્યો.

પરંતુ શાળાઓમાં આવું શિક્ષણ અપાતું હોય કે ન હોય, પાકી ઉમરના વિદ્યાર્થીઓએ તો બીજી બાબતોની જેમ ધાર્મિક બાબતોમાં પણ સ્વાશ્રયની કળા કેળવવી જોઇએ. ચર્ચા - પરિષદો અને કાંતણ - મંડળો જેમ તેમ સ્વતંત્ર રીતે

ચલાવે છે તેમ આ વિષયનાં અભ્યાસી મંડળો પણ એમણે કાઠવાં જોઇએ.

શિમોગાના કૉલેજિયેટ હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ સમક્ષ બોલતાં એ સભામાં જ કરેલી પૂછપરછથી મને જણાયું કે એમાંના સૌ અથવા વધારે હિંદુ વિદ્યાર્થીઓમાં શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા વાંચી હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા ભાગ્યે આઠ જેટલી હતી. જે થોડાઓએ ભગવદ્‌ગીતા વાંચી છે એમાંના જે એને સમજ્યા હોય તે હાથ ઊંચો કરે એમ કહેવાતાં એક પણ હાથ ઊંચો થયો નહોતો. સભામાં જે પાંચ કે છ મુસલમાન વિદ્યાર્થીઓ હતા એમણે બધાએ કુરાન વાંચ્યું છે એમ જણાવ્યું હતું, પરંતુ એને સમજ્યો તે હાથ ઊંચો કરે એમ

કહેતા માત્ર એક જ જણે હાથ ઊંચો કર્યો હતો. મારા અભિપ્રાય પ્રમાણે, ગીતા એ સમજવા માટે ઘણું સરળ પુસ્તક છે. કેટલાક મૂળભૂત કોયડા એ રજૂ કરે છે કેજેના ઉકેલ બેશક અઘરા છે. પરંતું ગીતાનું સામાન્ય વલન, મારા મત

પ્રમાણે, દીવા જેવું સ્પષ્ટ છે. બધા હિંદુ સંપ્રદાયોએ ગીતાને પ્રમાણભૂત પુસ્તક તરીકે સ્વીકારેલ છે. કોઇ પણ પ્રકારના સ્થાપિત મતવાદથી એ મુકત છે.

કારણો સાથે સમજાવેલું એવું એક સંપૂર્ણ નીતિશાસ્ત્ર એ પૂરું પાડે છે. બુદ્ધિ અને હ્યદય બંનેને એ સંતોષ ંઆપે છે. એમાં ફિલસૂકી અને ભક્તિ બંને ભરેલા છે.

એની ચોટ સાર્વત્રિક છે, અને ભાષા ન માની શકાય એટલા સરળ છે. એમ

છતાં દરેક દેશી ભાષામાં એનું પ્રમાણભૂત ભાષાંતર હોવું જોઇએ એમ હું માનું છું. એ પરિભાષાથી મુકત હોય અને સામાન્ય માણસ એની હું એમ નથી કહેવા માગતો કે મૂળની જગા લે એવું એ હોય. કારણ, મારો તો એવો અભિપ્રાય છે કે દરેક હિંદુ બાળકે અને બાળાએ સંસ્કૃત જાણવું જ જોઇએ.

પરંતુ ભવિષ્યમાં લાંબા કાળ સુધી લાખો હિંદુઓ સંસ્કૃતના મુદ્દલ જ્ઞાન વિનાના હશે. એટલા માટે એમને શ્રીમદ્‌ ભગવદ્‌ગીતાના ઉપદેશામૃતથી વંચિત રાખવા એ તો આત્મઘાતક થઇ પડે.

ખરી કેળવણી, પા. ૨૦૧-૩

(‘મન્નારગુડીની ફ્રિન્ડલે કૉલેજના ભાષણ’ માંથી) તમારા માનપત્રમાં તમે લખ્યું છે કે તમે મારી માફક જે ભાઇબલમાંના ઉપદેશનો નિત્ય પાઠ કરો છો. હું એમ નથી કહી શકતો કે હું બાઇબલનો નિત્ય પાઠ કરું છું, પણ એમ કહી શકું છું કે મેં બાઇબલ નમ્ર અને શ્રદ્ધાળુ ભાવે વાંચેલું છે. એટલે જો તમે પણ અને એવી ભાવનાથી વાંચતા હો તો તમારે માટે એ સારી વાત છે. પણ હું તો એમ માનું છું કે તમારામાંના ઘણા

મોટા ભાગના છોકરાઓ હિંદુ છો. તમે મને કેવું કહી શક્યા હોત કે બીજા નહીં તો છેવટે તમારા હિંદુ છોકરાઓ પ્રેરણા મેળવવા માટે રોજ ભગવદ્‌ગીતા વાંચે છે, તો મને સારું લાગત. કેમ કે હું માનું છું કે દુનિયાના બધા મોટા ધર્મો વત્તેઓછે અંશે સાચા છે. હું ‘વત્તેઓછે અંશે’ એટલા માટે કહું છું કે હું

માનું છું કે મનુષ્ય જે કોઇ ચીજને હાથ અડાડે છે તે દરેક ચીજ, તેની અપૂર્ણતાને કારણે જ, અપૂર્ણ બની જાય છે. પૂર્ણાતા ઇશ્વરનો વિરલ ગુણ છે.

એનું વર્ણન થઇ શકતું નથી. એ ગુણ વાણીથી વ્યક્ત થઇ શકતો નથી. હું અવશ્ય માનું છું કે જેમ ઇશ્વર પૂર્ણ છે તેવી જ રીતે માનવામાત્ર માટે પૂર્ણ બનવું શક્ય છે. પૂર્ણતાની અભીપ્સા રાખવી એ આપણા સૌ માટે આવશ્યક છે, પણ એ ધન્ય દશા પ્રાપ્ત થાય છે ત્યારે એનુંય વર્ણન થઇ શકાતું નથી, એની વ્યાખ્યા થઇ શકતી નથી. અને તેથી પૂરેપૂરી નમ્રતા સાથે હું કબૂલ કરું છું કે વેદ, કુરાન, બાઇબલ સુધ્ધાં પ્રભુની અપૂર્ણ વાણી છે, અને આપણે પોતે અસંખ્ય વિકારોને લીધે આમતેમ ઝોલાં ખાઇ રહેલાં અપૂર્ણ પ્રાણીઓ હોઇ

પ્રભુની આ વાણીને પૂર્ણ રીતે સમજવાનું પણ આપણે માટે અશક્ય છે. અને તેથી જેમ હું મુસલમાન કે ખ્રિસ્તી છોકરાઓને એની પરંપરા નહીં ભૂંસી નાખવાની સલાહ આપું છું તેવી જ રીતે હિંદુ છોકરાને પણ કહું છું કે જે પરંપરામાં તું ઊછર્યો છે તેને તારે ઉખેડી ન નાખવી જોઇએ. અને તેથી તમે બાઇબલ શીખો અને કુરાન શીખો એ જેમ મને ગમે તેમ મને જો ફરજ પાડવાની સત્તા હોય તો તમને બધા હિંદુ છોકરાઓને હું ગીતા શીખવાની અવશ્ય ફરજ પાડું. હું માનું છું કે શાળાઓમાં ભણતા છોકરાઓમાં આપણે જે

ચારિત્ર્યભ્રષ્ટતા જોઇએ છીએ, જીવનમાં મહત્ત્વની કહેવાય એવી બાબતો વિશે જે બેદરકારી જોઇએ છીએ, જીવનના મોટામાં મોટા અને સૌથી પાયાના પ્રશ્નો

પ્રત્યે વિદ્યાર્થીઆલમ જે નાદાનીથી વર્તે છે તેનું કારણ તેઓએ અત્યાર સુધી જે પરંપરામાંથી પોષણ મેળવ્યું છે તેનો ઉચ્છેેદ થઇ ગયો છે તે છે.

પણ મારી વાતમાંથી ગેરસમજ ન થવી જોઇએ. દરેક પ્રાચીન વસ્તુ

પ્રાચીન હોવાને કારણે જ સારી છે એવું હું માનતો નથી. પ્રાચીન પરંપરાને નામે, ઇશ્વરે આપણને આપેલી વિચાર કરવાની શક્તિનો ઉપયોગ જ ન કરવો એવું હું કહેતો નથી. કોઇ પણ પરંપરા ગમે એટલી પ્રાચીન હોય, પણ જો નૈતિક ભાવના સાથે અસંગત હોય તો તે દેશમાંથી બરતરફ થવાને પાત્ર છે.

અસ્પૃશ્યતા પ્રાચીન પરંપરા ગણી શકાય. બાળવૈધવ્ય અને બાળલગ્નની પ્રથા

પ્રાચીન પરંપરા ગણી શકાય. અને કેટલીયે ભયંકર માન્યતાઓ અને વહેમી રૂઢિઓ આ કોટિમાં આવે. પણ જો મારું ચાલે તો હું એમનું નામનિશાન પણ ન રહેવા દઉં. એટલે જ્યારે હું પ્રાચીન પરંપરાને માન આપવાની વાત કરું છું ત્યારે હું શું કહેવા માગું છું તે હવે તમને સમજાશે. અને જે ઇશ્વર મને બાઇબલમાં અને કુરાનમાં દેખાય છે તે જ ઇશ્વર મને ભગવદ્‌ગીતામાં દેખાતો હોવાથી, હું હિંદુ છોકરાઓને કહું છું કે એમને પારકાં ધર્મપુસ્તકો કરતાં ભગવદ્‌ગીતામાંથી વધારે કીમતી પ્રેરણા મળશે, કેમ કે બીજા કોઇ ધર્મગ્રંથ કરતાં ગીતા સાથે એમના મનના મેળ વધારે સધાશે.

યંગ ઇન્ડિયા, ૨૨-૯-૧૯૨૭, પા. ૩૧૭-૩૧૯

૯૩. ગીતાપીઠીઓ

ગીતાનું મારે મન કેટલું મૂલ્ય છે તે હરિજનના વાચકો જાણે છે.

ગીતા જેવા ગ્રંથોના મુખપાઠને મેં હંમેશાં અતિ આવશ્યક ગણ્યો છે પણ હું અનેક પ્રયત્નો કરવા છતાં ગીતાના બધા અધ્યાપકો કદી મોઢે કરી શક્યો નથી. ગોખી કાઢવાની બાબતમાં હું ઠોઠ છું એ હું જાણું છું. તેથી જ્યારે ગીતા જેને કંઠસ્થ હોય એવાં કોઇ ભાઇ કે બહેન મળે છે ત્યારે મને તેમના તરફ

માન ઊપજે છે. તામિલનાડુના આ પ્રવાસમાં મને બે જણ એવાં મળ્યાં છે.

મદુરામાં એક ભાઇ અને દેવકોટામાં એક બહેન મળેલાં. મદુરામાં મળેલા ગૃહસ્થ વેપારી છે ને પ્રસિદ્ધિમાં આવેલા નથી. અને દેવકોટાની બહેન તે સ્વ.

ન્યાયમૂર્તિ સદાશિવ આયરની દીકરી. એમના પિતાએ જીવતાં ઉત્તમ ગીતાપાઠીને આપવા માટે વાર્ષિક પારિતોષિક ઠરાવી રાખેલું. પણ ગીતાપીઠીઓ એટલું સમજે એમ હું ઇચ્છું છું, કે માત્ર ગીતાના સંદેશનું ચિંતન કરવામાં ને અને હ્યદયમાં ઉતારવામાં મદદગાર થઇ પડવો જોઇએ. ધીરજથી પોપટને પણ એ પાઠ શીખવી શકાય. પણ એ પાઠથી પોપટને કંઇ જ્ઞાન ન આવે. ગીતાપાઠીએ ગીતાકાર અને જેવો ઇચ્છે છે એવો - એટલે કે વિશાળ અર્થમાં યોગી થવું જોઇએ. ગીતાના અનુરાગી પાસેથી ગીતા એવી અપેક્ષા રાખે છે કે તેના

પ્રત્યેક વિચાર, વચન અને વર્તનમાં સમત્વ હોય અને ત્રણેની વચ્ચે સંપૂર્ણ મેળ

હોય. જેનાં વાણી અને વર્તનનો તેના વિચારોની જોડે મેળ નથી તે મિથ્યાચારી છે, દંભી છે.

હરિજનબંધુ, ૧૧-૨-૧૯૩૪, પા. ૩૮૯

૯૪. ગીતાદર્શન

(સાબરમતી આશ્રમમાં રહેનારાઓને સંબોધતા ગાંધીજીએ કહ્યું :) હું તો ગીતાજીનો ભક્ત રહ્યો. ઠેસ વાગે એ પણ કોઇ એક કર્મનું ફળ છે, એવું માનનારો છું. એટલે હું સહેજે મારા મનને પૂછું કે ગીતાભક્તને આવા રોગો કેમ થાય ? આ રોગનું કાંઇ શારીરિક કારણ નથી એમ મને દાકતરો કહે છે, અને એ ખરું હોય તો એનું કારણ મારા મનમાં હોય. હું વધારે પડતી ચિંતાઓ કરતો હોઉં, અનેક ઘોડાઓ ઘડતો હોઉં, ક્રોધ કરતો હોઉં, કોઇ ને કોઇ વિકારને વશ હોઉં તો જ મને આવો રોગ થાય. શાંતિ અને સમતા જાળવવાના મારા આટલા પ્રયત્ન છતાં મને રોગ થાય એટલો હું ગીતાભકત ઓછો, ગીતાના ઉપદેશમાં ખામી એમ નહીં. ગીતામાં તો સનાતન સત્ય ભરેલું છે. તેનાં દર્શનમાં અને તે અનુસાર આચરણમાં હું અધૂરો.

હરિજનબંધુ, ૧-૩-૧૯૩૬, પા. ૪૦૫

વિભાગ - ૫ : પ્રાર્થના અને નામજપ

૯૫. સનાતન દ્વંદ્વયુદ્ધ

એક મિત્ર લખે છે :

“અહિંસાની ગૂંચ વિશેના ૧૧મી ઓક્ટોબરના

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

ના તમારા

લેખમાં તમે અતિશય સ્પષ્ટ રીતે બતાવી શક્યા છો કે નામર્દી અને અહિંસા બે વુરોધી વસ્તુઓ છે. તમારી દલીલમાં ક્યાંયે શંકાને સ્થાન નથી. પણ સવાલ એ ઊઠે છે કે : માણસ નામર્દી કેમ કાઢી શકે ? માણસની ટેવમાંથી તેનું

ચારિત્ર બંધાય છે, ત્યારે આપણે આપણી જૂની ટેવો કઈ રીતે કાઢી શકીએ, અને હિંમતની, સમજણની ને સાહસની નવી ટેવો કઈ રીતે બાંધી શકીએ ?

મને આચલો તો વિશ્વાસ છે કે જૂની ટેવો રદ કરી શકાય છે, અને વધારે સારી ઉમદા ટેવો પાડી શકાય છે, અને તેમ કરીને માણસ પોતાનું ચારિત્ર ઘડી શકે છે. મને લાગે છે કે તમે પ્રાર્થના, વ્રતો, અભ્યાસ, વગેરેની ટેવ પાડેલી છે. અને માણસ કેમ એ વડે નવું જીવન ઘડી શકે એ તમે જાણો છો. ત્યારે એ વિશે કંઈક નહીં લખો ? તમારા અનુભવનો લાભ

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

ના વાંચનારને નહીં આપો ?”

આ પ્રશ્નના ગર્ભમાં જગતમાં ચાલી રહેલા સનાતન દ્વંદ્વયુદ્ધનો સમાસ થઈ જાય છે. એનું આબેહૂબ ચિત્ર મહાભારતકારે ઈતિહાસને બહાને આપી દીધું છે. આ યુદ્ધ અબજોના હૃદયમાં નિત્ય ચાલી રહ્યું છે. પોતાની જૂની કુટેવોને બદલવાને, તેનામાં રહેલી ખરાબ વાસનાઓને જીતવાને, અને જે સત છે તેને તેનું યોગ્ય સ્થાન આપવાને મનુષ્ય સરજાયેલો છે. ધર્મ એ આપણને આટલું ન શીખવતો હોય તો તે કંઈ કામનો નથી. પણ આ પુરુષાર્થ સાધવાને સારુ કોઈ સીધો અને સટ માર્ગ આજ લગી જડ્યો નથી. આપણામાં નામર્દી એ કદાચ મોટામાં મોટો દોષ છે અને તેવડી જ મોટી તે હિંસા છે.

ખૂનામરકી ઈત્યાદિ જેને આપણે હિંસાને નામે ઓળખીએ છીએ તેના કરતાં નામર્દી એ મોટો દોષ છે એ વિશે તો કાંઈ શંકા જ નથી. કેમ કે તેનું મૂળ

આપણી ઈશ્વરને વિશે રહેલી અશ્રદ્ધામાં અને તેના ગુણોના અજ્ઞાનમાં છે. પણ

મારે દિલગીરીની સાથે કબૂલ કરવું જોઈએ કે નામર્દી ઈત્યાદિ દોષો કેમ કાઢી શકાય એનું જ્ઞાન અથવા એ વિશેની ચોક્કસ સલાહ આપવાની મારામાં શક્તિ નથી. હા, હું એક કામ કરી શકું છું ખરો. હું મારો પુરાવો આપી શકું છું. અને કહી શકું છું કે પોતાના દોષનું નિવારણ કરવાને સારુ મનુષ્યની પાસે મોટામાં મોટું શસ્ત્ર એ અંતરમાં ઊઠેલો આર્તનાદ અથવા તો પ્રાર્થના છે.

જ્યાં સુધી આપણામાં ઈશ્વરને વિશે જીવતી ઉજ્જવળ શ્રદ્ધા ન હોય ત્યાં સુધી

પ્રાર્થના એ કેવળ પ્રલાપ છે.

જેને આપણે આસુરી અને દૈવી વૃત્તિઓનું દ્વંદ્વયુદ્ધ કહીએ છીએ તેને ખ્રિસ્તી ધર્મ અને ઈસ્લામ ખુદા અને શેતાનને નામે વર્ણવે છે. જરથોસ્તી દાદા અહુર્મજ્‌દ અને અહરિમાનની વચ્ચે ચાલતું યુદ્ધ ગણાવે છે. આવા પ્રખ્યાત યુદ્ધને વિશે આપણે પસંદગી કરવાની રહેલી છે કે આપણે કાય પક્ષનો આશ્રય

લઈશું. એટલે પ્રાર્થનાનો અર્થ એ થયો કે આપણે રાવણના પંજામાંથી નીકળવાને સારુ રામની સાથે અતીટ સંબંધ બાંધ્યો, તેને આપણે સર્વાર્પણ કર્યું. આવી પ્રાર્થના એ કાંઈ મોઢાનો બકવાસ નથી. એ તો આપણા હૃદયના ઊંડામાં ઊંડા ઉદ્‌ગાર છે, જે આપણા દરેક વચનમાં, દરેક વર્તનમાં અને દરેક વિચારમાં જોઈ શકાય. જ્યારે આપણી ઉપર એક પણ મલિન વિચાર સવાર થઈ બેસે ત્યારે આપણે અચૂક સમજવું કે આપણે કરેલી પ્રાર્થના કેવળ જીભેથી કરેલું ઉચ્ચારણ જ હતું. અને જો પ્રત્યેક મલિન વિચારના વિજયને વિશે આપણે એમ કહી શકીએ તો વાચા અને વર્તનના વિશે તો કહીએ જ શું ?

અંતરની પ્રાર્થના એ આ વિવિધ તાપના નિવારણનું રામબાણ ઔષધ છે.

આવી પ્રાર્થનાના આરંભમાં જ આપણે સફળતાને જોઈ નથી શકતા, એમ

છતાં શ્રદ્ધાપૂર્વક આપણે પ્રાર્થનારૂપી હોડીને વળગી રહેવાનું છે, પછી ભલે સફળતાના દર્શન કરતાં આપણને મહિનાઓ જાય કે વર્ષો જાય. એનું નામ

જ શ્રદ્ધા છે. અને આપણાં વર્ષો તે ઈશ્વરની એક પળ બરાબર છે. તેથી જો આપણે પ્રાર્થનાની સફળતાનો સાક્ષાત્કાર કરવા ઈચ્છતા હોઈએ તો આપણામાં અખૂટ ધીરજ હોવી જોઈએ. અસંખ્ય મુનિઓ, ઋષિઓ, ઓલિયાઓએ પોતાની શ્રદ્ધાના બળ વડે પ્રાર્થનામાં લોહીનાં આંસુ ઢાળ્યાં છે. હાડકાંની અને

માંસની સુકવણી કરી છે. આપણા રસ્તામાં કાદવ, કીચડ, જંગલ, ઘોર અંધારું, ઝાખરાં, પહાડો, ખાઈઓ, વાઘ, વરુ, અનેક જાતના ભયો અને ત્રાસો આવવાનાં જ છે. તેમ છતાં નામર્દ ન થઈને એ બધી મુસીબતોની સામે થવાની હિંમત આપણે કેળવવી રહેલી છે. પ્રાર્થનામય પુરુષના શબ્દકોશમાં પાછા હઠવું, હાર ખાવી, પલાયન કરવું, એવી વસ્તુ જ નથી.

મેં આ લખ્યું છે એ કાંઈ કાલ્પનિક ચિત્ર નથી. મેં તો આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવીણ થયેલા ઋષિઓ, મુનિઓ, અવતારો અને પેગંબરોના અનુભવોનો શુદ્ધ સાર આપ્યો છે. પોતાના દોષની સામે તેમણે કેમ વિજય

મેળવ્યો તેનો ઈતિહાસ આપણી સામે મોજૂદ છે. એ ઈતિહાસ એટલે ભૂતકાળમાં થઈ ગયેલી હોય એવી બીનાઓ વિશે કેવળ અનુમાન નહીં પણ આજે પણ અનુભવગમ્ય એવી એ ચમત્કારી વાતો છે. તેમાં મેં મારો પોતાનો અલ્પ અનુભવ પણ મેળવ્યો છે. જેમ જેમ વર્ષો વીતતાં જાય છે, તેમ તેમ

હું દીવા જેવું સ્પષ્ટ જોઈ શકું છું કે આ જગતમાં મેલવવા જેવું જે કાંઈ મેળવ્યું છે તે શ્રદ્ધા અને પ્રાર્થનાને આધારે મળેલું છે. આ અનુભવ એક ક્ષણની વસ્તુ નથી, થોડા દહાડા કે એક હપતાની વાત નથી, પણ લગભગ ચાળીસ વર્ષનો એક ધારાએ ચાલતો આવેલો અનુભવ છે. મારે ભાગે નિરાશાઓ આવેલી છે, ઘોર અંધકાર અનુભવ્યો છે. ચોમેરથી ‘પાછા હઠો’ એવા ભણકારા કાને સાંભળાલા છે. ‘જોજો પસ્તાશો’ એવી સાવચેતીના અવાજો આજે પણ સાંભળી રહ્યો છું. બધાથી પણ ચડી જાય એવા સૂક્ષ્મ અને લલચાવે એવા અભિમાનના હુમલાઓના પણ મને તાજાં સ્મરણ છે. એમ છતાં હું કહી શકું છું કે મારી શ્રદ્ધા એ બધા શત્રુઓને રામની મદદથી હાંકી શકી છે. અને મારે કબૂલ કરવું જોઈએ કે મારી શ્રદ્ધા હું જે પ્રમાણમાં તે માગું છું તે પ્રમાણમાં હજુ તો નહીં જેવી છે. પણ આટલું કહી દઉં કે જો આપણામાં એવી ખરી

શ્રદ્ધા હોય, પછી ભલે તે અંશમાત્ર હોય, આપણી પ્રાર્થના એ અંતરના જ ઉદ્‌ગાર હોય, પછી ભલે તે અંશમાત્ર હોય, આપણી પ્રાર્થના એ અંતરના જ ઉદ્‌ગાર હોય, પછી ભલે તે ગમે તેવી મંદ હોય, તો આપણે ઈશ્વરની પરીક્ષા કોઈ દિવસ નહીં કરીએ. તેના સાથે સાટું કરે છે, તે દીકરો નથી. જે મિત્ર મિત્રની પાસેથી ખોળાધરી માંગે છે, તે મિત્ર નથી. જે પત્ની પતિની પાસેથી શરતનામું માગે છે, તે પત્ની નથી. અને ઈશ્વર એ તો મહાન પિતા છે, સાચો મિત્ર છે, એક જ પતિ છે, એ સર્વસ્વ છે. બડાદાદાએ (કવિ રવીન્દ્રનાથ ટાગોરના ભાઈ) એક વખત મને નાનકડો સરખો મીઠો કાગળ

લખ્યો હતો, તેના લખાણનો ભાવાર્થ એ હતો કે જે શૂન્યતાને નથી પામ્યો તે ભક્ત કહેવાવાને લાયક નથી. આપણે તેની પાસે જ્યાં લગી ખાલી હાથે ન જઈએ, આપણી અશક્તિનો નમ્રતાપૂર્વક તેની પાસે સ્વીકાર ન કરીએ, ત્યાં સુધી આપણને મલિન વૃત્તિઓરૂપી અસંખ્ય રાક્ષસોની સામે વિજય મેળવવાને શક્તિ મળતી નથી.

ઌપટ્ટઌ

, ૨૩-૧૧-૧૯૨૮, પા. ૧૩૨

૯૬. ભૂલના એકરારનું મહત્ત્વ

(દિલ્હીની જાહેર જનતાને સંબેધન,‘સાપ્તાહિક પત્ર’ માંથી) કોઈએ પોતાને હાથે દિવસ દરમિયાન થયેલી ભૂલનો એકરાર સાંજ પડ્યા પહેલાં કરી લીધા વિના રહેવું નહીં, એ સિદ્ધાંતનું હું હંમેશ પાલન કરતો આવ્યો છું. ભૂલ કરવામાંથી કોઈ માણસ બચતો નથી. એટલે જોખમ

ભૂલ કરવામાં નથી, તેને છૂપાવવામાં છે, અને તેને છાવરી વાળવાને અથવા તેના પર ઢોળ ચઢાવવાને ખાતર તેમાં જૂઠાણાનો ઉમેરો કરવામાં આવે છે.

શરીર પર થયેલા ગૂમડામાં પરુ ભરાય, ત્યારે તેને દબાવી તેમાંથી પરુનું ઝેર કાઢી નાખવું જોઈએ. આમ કરવાથી ગૂમડું બેસી જાય છે. પણ જેર અંદર ફેલાયું, તો ચોક્કસ મોત આવ્યું સમજવું. ઘણાં વરસ પર અમારે ત્યાં સાબરમતી આશ્રમમાં સૈયડનો ચેપ ફેલાયો હતો, ને બળિયા નીકળવાથી ઘણા દર્દી ખાટલે પડ્યા હતા. પણ જેમને ફોલ્લા ઊઠ્યા, તેના બળિયાનું ઝેર બહાર નીકળી ગયું. તે બધા બચી ગયા પણ એક દર્દીને ફોલ્લા ન ઊઠ્યા, તેનું આખું શરીર સૂજીને લાલ થઈ ગયું, અને તે બિચારો ન બચ્યો. ભૂલનું ને પાપનું આવું જ સમજવું. આપણે હાથે ભૂલ કે પાપ થયું છે, એમ માલૂમ પડે તેની સાથે તેનો સાફ દિલથી એકરાર કરવાથી તેનું ઝેર બહાર નીકળી જાય છે.

અંગ્રેજીમાં એક વચન છે કે, પોતાના ઉદ્ધારનો દૃઢ સંકલ્પ હોય, તો

ચાહે તેટલી અધોગતિએ પહોંચેલો માણસ પોતાનો ઉદ્ધાર કરી શકે છે.

આપણને એવો કોલ આપવામાં આવેલો છે કે, પાપીએ ગમે તેટલાં પાપ કાં ન કર્યાં હોય, અંતની ઘડીએ પણ પોતાના પાપનો એકરાર કરી તે જો પશ્ચાતાપ કરે, તો ઈશ્વર તેને જરૂર માફ કરે. હું મરણ પછીના જીવનને અને અનેક જન્મોના ફેરામાં અખંડ ચાલુ રહેતા કર્મને માનનારો છું. આપણે અહીં

જે વાવીએ, તે બીજે લણવાનું રહે છે; આ નિયમમાંથી કોઈનો ઉગારો નથી.

પરંતુ, પોતાની અંતઘડીઓએ માણસ પશ્ચાતાપ કરે, તો તે પસ્તાવાના તાપમાં તેનાં પાપ બળીને ખાખ થઈ જાય છે.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૨૦-૧૦-૧૯૪૬, પા. ૩૬૭-૮

૯૭. પ્રાર્થનાનો અર્થ

એક વૈદક વિદ્યાલયનો સ્નાતક પૂછે છે :

“પ્રાર્થના સરસમાં સરસ કઈ ? એમાં કેટલો સમય લેવો જોઈએ ?

મારા ધારવા પ્રમાણે તો ન્યાય કરવો જ એ જ ઉત્તમાત્તમ સેવા છે, અને સૌને ન્યાય આપવાનું જેના દિલમાં હશે તેણે પ્રાર્થના કરવાની જરૂર નથી. ઘણા

લોકો સંધ્યામાં પુષ્કળ સમય ગુમાવે છે. તેમાંના ૯૫ ટકા કેવળ નાકની દાંડી જ ઝાલી જાણે છે. મારા ઘારવા પ્રમાણે પ્રાર્થના તો પોતાની ભાષામાં કરવી જોઈએ, તો જ તેની આત્મા ઉપર અસર થાય. મારે જણાવવું જોઈએ કે

પ્રાર્થના ખરા દિલથી એક મિનિટ માટે પણ કરીએ તો તે પૂરતી છે. ઈશ્વરને આપણે વચન આપીએ કે પાપ કરશું નહીં એટલું બસ છે.”

પ્રાર્થના એટલે ઈશ્વર પાસેથી ભક્તિભાવે કાંઈક માગવું. પણ

પ્રાર્થનામાં બધીજ પૂજા આવી જાય છે. પત્રલેખક જે વસ્તુ ધ્યાનમાં રાખીને

લખે છે તે પ્રાર્થના નથી પણ પૂજા છે. પણ વ્યાખ્યાનું તો જાણે ઠીક. કરોડો

હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, યહૂદી અને બીજા પોતપોતાને પ્રાર્થનાને સમયે કરે છે તે શું કરે છે ? મને લાગે છે કે તે જગતકર્તાની સાથે એક થવાની હૃદયની યાચના છે, ઈશ્વરના આશીર્વાદ માટે વિનંતી છે. અને આ યાચના તે કેવે ભાવે થાય છે તેની ઉપર આધાર છે, કયા શબ્દમાં થાય છે તેના ઉપર આધાર નથી. હા, ઘણી વાર પ્રાચીન કાળથી ચાલ્યા આવેલા શબ્દની આસપાસ એવું વાતાવરણ રચાઈ ગયેલું હોય છે કે તેમાંથી જે ધ્વનિ નીકળે તે પ્રાકૃત ભાષાના

પ્રયાય શબ્દોમાંથી ન નીકળશે.દાખલા તરીકે ભાષાંતર કરીને ગાયત્રી બોલીએ તો મૂળમાં તેનું ઉચ્ચારણ કરીએ ને જે અસર થાય તે નહીં થાય. ‘રામ’

નામના ઉચ્ચારથી કરોડો હિંદુઓનાં હૃદય હાલી ઊઠશે, જ્યારે ‘ગૉડ’ શબ્દનો અર્થ તેઓ સમજતા હશે તો પણ તે તેમના એક કાનમાં થઈને બીજામાંથી નીકળી જશે. લાંબા કાળના વપરાશને લીધે અને તેની સાથે જોડાયેલા ત્યાગને

લીધે શબ્દોમાં કંઈક અજબ શક્તિ આવે છે. એટલે જે ખાસ પ્રચલિત મંત્રો છે તે તો મૂળ સંસ્કૃતમાં જ બોલવા જોઈએ એમ માનવાને માટે ઘણું કારણ છે. તેનો અર્થ બરોબર સમજવો જોઈએ એ વાત સાચી.

પ્રાર્થના અથવા પૂજામાં કેટલો સમય આપવો એની કંઈ મર્યાદા બંધાય ? એ તો જેવી જેની પ્રકૃતિ. પૂજાનો સમય એ જીવનનો અમૂલ્ય સમય

છે. પૂજા એટલા માટે આપણે કરીએ છીએ કે તેથી આપણે વિવેકથી વિનમ્ર થઈ ઈશ્વરની સત્તા વિના એક તરણું સરખું પણ હાલતું નથી એ વસ્તુનું જ્ઞાન

મેળવીએ. આપણે તો માત્ર એ મહા પ્રજાપતિના હાથમાં માટી રૂપ છીએ એવું ભાન મેળવીએ. એ સમય એવો છે કે જ્યારે માણસ ગઈ કાલે શું કર્યું તેનો વિચાર કરી લે છે, પોતાની ભૂલોની કબૂલાત કરે છે, તેને માટે ક્ષમા માગે છે, અને સુધરવાનું બળ માગે છે. આને માટે કોકને એક પળ પણ બસ થાય, અને કેટલાકને આખો દિવસ પણ પૂરો ન થાય. જેમનામાં રગે રગે ઈશ્વર વ્યાપેલો છે તેનું તો પ્રત્યેક હલનચલન, પ્રત્યેક પ્રવૃત્તિ પૂજારૂપ છે. તેઓનું

ચાલવું-હાલવું ‘પરિકમ્મા’ છે, અને તેઓનું કર્મ માત્ર સેવા છે. પણ જેઓનો જન્મારો પાપ વિના જતો નથી, જેઓ ભોગ અને સ્વાર્થનું જીવન ગાળે છે તેઓ તો જેટલી પ્રાર્થના કરે તેટલી ઓછી. જો તેમનામાં ધૈર્ય અને શ્રદ્ધા હોય, અને પવિત્ર થવા સંકલ્પ હોય, તો જ્યાં સુધી પોતાના હૃદયમાં ઈશ્વરનો વાસ તેઓ ન અનુભવે ત્યાં સુધી પ્રાર્થના કરવી ચાલુ રાખશે. આપણા જેવા સામાન્ય માણસો માટે આ બે છેડા વચ્ચેનો માર્ગ બરોબર છે. આપણે એટલા

ચડેલા નથી કે આપણું કાર્ય માત્ર સહજ સમાધિરૂપ છે એમ આપણે કહી શકીએ, અથવા તો આપણે છેક પેટભરા છીએ એમ પણ ન કહેવાય. એટલે દરેક ધર્મમાં સામુદાયિક પ્રાર્થનાને માટે સમય અલગ નિયત કરેલો છે. દુર્ભાગ્યે આજકાલ આ પ્રાર્થના કેવળ યાંઘિક થઈ ગઈ છે, અને પાખંડ નહીં તો કેવળ

બાહ્ય આચાર જ તેમાં ભરેલો છે. એટલે આજે તે પ્રાર્થના ખરા ભાવથી થવાની જરૂર છે.

ઈશ્વરની પાસે કોઈ યાચનારૂપ પ્રાર્થના તો પાતપોતાની ભાષામાં જ થાય. અને પ્રાણીમાત્રની પ્રત્યે આપણે ન્યાયથી, પ્રેમભાવથી વર્તતાં શીખીએ એ યાચના કરતાં વધારે ભવ્ય યાચના ઈશ્વર પાસે કઈ કરી શકાય ?

ઌપટ્ટઌ

, ૧૩-૬-૧૯૨૬, પા. ૩૨૭

૯૮. પ્રાર્થના કેવી રીતે અને કોને કરવી ?

“ઈશ્વરભજન - પ્રાર્થના કેવી રીતે કરવી અને કોને કરવી એ સમજાતું નથી. અને તમે તો વારંવાર પ્રાર્થના કરવાનું લખો છો; એ કેમ થાય

એ સમજાવશો ?” આમ

ઌપટ્ટઌ

નો એક વાચક પૂછે છે.

ઈશ્વરભજન એટલે તેના ગુણનું ગાન; પ્રાર્થના એટલે આપણી અયોગ્યતાનો, આપણી અશક્તિનો સ્વીકાર. ઈશ્વરનાં સહસ્ત્ર એટલે અનેક નામ છે અથવા કહો કે તે નામો છે. જે નામ આપણને ગમી જાય તે નામથી આપણે ઈશ્વરને ભજીએ, પ્રાર્થીએ. કોઈ તેને રામ તરીકે ઓળખે છે, કોઈ

કૃષ્ણ નામે; કોઈ તેને રહીમ કહે છે, તો કેઈ ગૉડ કહે છે. એ બધા એક જ

ચૈતન્યને ભજે છે. પણ જેમ બધો ખોરાક બધાને રુચતાં નથી. જેને જેનો સહવાસ હોય છે તે જ નામે તે ઈશ્વરને ઓળખે છે. અને તે અંતર્યામી, સ્રવશક્તિમાન હોવાથી આપણા હૃદયના ભાવ ઓળખી, આપણી યોગ્યતા

પ્રમાણે આપણને જવાબ આપે છે.

એટલે કે પ્રાર્થના કે ભજન જીભેથી ન થાય પણ હૃદયથી થાય તેથી જ મૂંગાં, તોતડાં, મૂઢ પણ પ્રાર્થના કરી શકે છે. જીભે અમૃત હો. ને હૃદયે હલાહલ હોય તો જીભનું અમૃત શા કામનું ? કાગળના ગુલાબમાંથી સુગંધ કેમ

નીકળે ? તેથી જેને સીધી રીતે ઈશ્વરને ભજવો છે તે પોતાના હૃદયને ઠેકાણે બેસાડે. હનુમાનની જીભે જે રામ હતો તે જ તેના હૃદયનો સ્વામી હતો, અને તેથી જ તેનામાં અપરિમિત બળ હતું. વિશ્વાસે વહાણ ચાલે છે, વિશ્વાસે પર્વત ઉપાડાય છે, વિશ્વાસે સમુદ્ર ઉપરથી કૂદકો મરાય છે; તેનો અર્થ એ છે કે જેના હૃદયમાં સર્વશક્તિમાન ઈશ્વર વસે છે તે શું ન કરી શકે ? તે ભલે કોઢિયો હોય કે ક્ષયનો રોગી હોય. જેના હૃદયમાં રામ વસે છે તેના બધા રોગનો સર્વથા નાશ થઈ જાય છે.

“આવું હૃદય કેમ થાય ?” એ સવાલ પ્રશ્નકારે નથી પૂછ્યો પણ

મારા જવાબમાંથી ઉદ્‌ભવે છે.. મોઢેથી બોલતાં તો આપણને હરકોઈ માણસ શીખવી શકે, પણ હૃદયની વાણી કોણ શીખવે ? એ તો ભક્તજન શીખવે.

ભક્ત કોને કહેવો એ ગીતાજીમાં ત્રણ જગ્યાએ ખાસ અને બધી જગ્યાએ સામાન્ય રીતે શીખવ્યું છે. પણ તેની સંજ્ઞા કે વ્યાખ્યા જાણવાથી કંઈ ભક્તજન

મળી રહેતા નથી. આ જમાનામાં એ દુર્લભ છે. તેથી મેં તો સેવાધર્મ સૂચવ્યો છે. જે પારકની સેવા કરે છે તેના હૃદયમાં ઈશ્વર પોતાની મેળે, પોતાની ગરજે આવીને વાસ કરે છે. તેથી જ અનુભવજ્ઞાન મેળવેલા નરસિંહ મહેતાએ ગાયું કે, ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે’ અને પીડિત કોણ છે ? અંત્યજ અને કંગાળ. એ બેની સેવા તનથી, મનથી અને ધનથી કરવાની રહી. અંત્યજને અસ્પૃશ્ય ગણે તે તેની તનથી સેવા શું કરવાના હતા ?

જેઓ કંગાળને અર્થે રેંટિયો ચલાવવા જેટલું શરીર ચલાવતાં આળસ કરે, અનેક બહાનાં કાઢે, તે સેવાનો મર્મ જાણતા જ નથી. કંગાશ જે અપંગ હોય

તેને સદવ્રત અપાય પણ જેને હાથપગ છે તેને વગર મહેનતે ભોજન આપવું તે તો તેનું પતન કર્યા બરાબર છે. જે માણસ કંગાળની સામે બેઠો રેંટિયો

ચલાવે છે ને તેને રેંટિયો ચલાવવાને સારુ નોતરે છે, તે ઈશ્વરની અનન્ય સેવા કરે છે. “જે મને પત્ર, પુષ્પ, પાણી ઈત્યાદિ ભક્તિપૂર્વક આપે છે તે મારો સેવક છે” એમ ભગવાને કહ્યું છે. ભગવાન કંગાળને ઘેર વધારે વસે છે, એ તો આપણે નિરંતર સિધ્ધ થતું જોઈએ છીએ. તેથી કંગાળને અર્થે કાંતવું એ

મહાપ્રાર્થના છે, એ મહાયજ્ઞ છે, એ મહાસેવા છે.

હવે પ્રશ્નકારનો જવાબ આપી શકાય. ઈશ્વરની પ્રાર્થના ગમે તે નામે કરાય. કરવાની રીત હૃદયથી પ્રાર્થના કરવામાં છે, હૃદયની પ્રાર્થના શીખવાનો

માર્ગ સેવાધર્મ છે. આ યુગમાં જે હિંદુ અંત્યજની સેવા હૃદયથી કરે છે તે શુદ્ધ

પ્રાર્થના કરે છે. હિંદુ તેમ જ હિંદુસ્તાનના બીજા વિધર્મી કંગાળોને અર્થે જે હૃદયપૂર્વક રેંટિયો ચલાવે છે તે પણ સેવાધર્મ આચરે છે અને હૃદયની પ્રાર્થના કરે છે.

ઌપટ્ટઌ

, ૨૦-૯-૧૯૨૫, પા. ૨૨-૩

૯૯. પ્રાર્થનાની આવશ્યકતા અને અર્થ

(‘પ્રાર્થના પરનાં વ્યાખ્યાન’માંથી)

ગાંધીજીએ જેમનું પ્રત્યેક કાર્ય પ્રાર્થનામય છે, જેમને પ્રાર્થના એ આશ્રમનું એક મહાઆવશ્યક અને તાત્ત્વિક અંગ લાગે છે તેમની પાસે વિદ્યાર્થીઓ પ્રાર્થનાનું રહસ્ય સાંભળવા આવે એ તેમનું સદ્‌ભાગ્ય કહેવાય.

ગૂજરાત મહાવિદ્યાલયમાં ગયા સપ્તાહમાં રાષ્ટ્રીય શિક્ષણનો જે યજ્ઞ ચાલ્યો હતો તેની પૂર્ણાહુતિ છાત્રાલય સંમેલનથી થઈ, એ સંમેલનમાં બધા રાષ્ટ્રીય

શાળામાં ભણતા વિદ્યાર્થીઓ આવ્યા હતા એમ નહીં, પણ ગુજરાતના છાત્રાલયોમાં રહીને ભણતા વિદ્યાર્થીઓમાંના પણ થોડા આવ્યા હતા. ઘણાં છાત્રાલયો ઉત્તમ સંચાલકોના હાથ નીચે ચાલે છે, અને ઘણાકની ઈચ્છા છાત્રાલયમાં પ્રાર્થના ફરજિયાત કરવાની હશે એટલે દરેક સ્થાને સામુદાયિક

પ્રાર્થના કરવાની ભલામણનો ઠરાવ સંમેલનમાં આવ્યો, પણ ઠરાવ ઊડી ગયો.

એ ઠરાવને તે જ માણસ લાવી શકે અને કરાવી શકે જેની રગેરગમાં પ્રાર્થનાનું રહસ્ય વ્યાપું હોય અને જેને પ્રાર્થના વિના જીવન અકારું થઈ પડેલું હોય.

એટલે એ ઠરાવ ઉપર એ વિષયના તજજ્ઞોની ચર્ચા થઈ એમ ન કહેવાય.

છતાં ઘણાને એમ થયું કે ઠરાવ ભલે ઊડી ગયો, પણ ઠરાવ ઊડી ગયા પહેલાં જે કરવાનું હતું તે ઠરાવ ઊડી ગયા પછી કરીએ - એ વિષયના તજજ્ઞ ગાંધીજી પાસે જઈએ અને તેઓ શું કહે છે તે સાંભળીએ. આશ્રમમાં પ્રાર્થના તે સ્થપાયું ત્યારથી થતી આવી છે, પણ ગયા વર્ષમાં પ્રાર્થનાની વ્યવસ્થિતતા, નિયમિતતા, શાંતિ અને ગાંભીર્ય વિશે ગાંધીજી જેટલા જાગ્રત થયા તેટલા પૂર્વે જાગ્ર નહોતા થયા. જાગ્રત થયા એટલે પ્રાર્થનામાં જવાના ત્યાં બેસવાના-ઊઠવાના, વગેરે આકરા નિયમો થયા છે. આ નિયમોથી ઘણાને આશ્ચર્ય તો થયું હશે જ, પણ કારણ વિના ગાંધીજી કશું ન કરે એવું તેઓ જાણતા હોવાને

લીધેસૌને પ્રાર્થના વિશે, તેમની પાસે, તેમની આ ઉગ્ર વૃત્તિમાં, જાણી લેવું એ સરસ લાગ્યું, અને એ ઠીક જ થયું. પરિણામે ગયા સપ્તાહમાં એક રમણી.

સાયંકાળે આશ્રમનું પ્રાર્થનાસ્થાન જે હજી પણ સત્યાગ્રહાશ્રમના નામને લાયક ગણાયેલું છે તેની ઉપર પ્રાર્થનાને સમયે ગાંધીજીએ પ્રાર્થનાની આવશ્યકતા અને રહસ્ય ઉપર પ્રવચન કર્યું. ખાસ આ પ્રસંગને લઈને જ પ્રાર્થનાનો સમય

અડધો કલાક વહેલો રાખવામાં આવ્યો, અને પ્રાર્થનાને અંતે ગાંધીજી સામાન્ય

રીતે હિંદીમાં બોલે છે તેને બદલેે ગુજરાતીથી ટેવાયેલા વિદ્યાર્થીઓના આતિથ્યથી પ્રેરાઈને તેમણે ગુજરાતીમાં જ પ્રવચન કર્યું. ખરે શાસ્ત્રીએ

પ્રાર્થનાના શ્લોકો પછી સુરદાસનું -

“મો સમ કૌન કુટિલ ખલ કામી

જિન તનુ દિયો તાહિ બિસરાયો

ઐસો નિમકહરામી.”

એ સુપ્રસિદ્ધ ભજન ગાયું, અને પછી ગાંધીજીએ આ પ્રમાણે પ્રવચન કર્યું :

“તમે બધા છાત્રાલયના વિદ્યાર્થીઓ અને ગૃહપતિઓ પ્રાર્થનાનું રહસ્ય અને આવશ્યકતા સમજવા અહીં આવ્યા છો, એથી મને બહુ આનંદ

થાય છે. મારી તો માન્યતા છે કે પ્રાર્થના એ દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે; અને તેથી એ દરેક મનુષ્યના અને સમાજના જીવનનું પણ અવિભાજ્ય

અંગ છે, હોવું જોઈએ. કારણ કોઈ મનુષ્ય કે સમાજ ધર્મરહિત રહી શકતા નથી. હા, કેટલાક માણસો એવા પડ્યા છે જે બુદ્ધિનો પ્રયોગ કરીને કહે છે કે અમારે ધર્મ સાથે લેવાદેવા નથી, પણ એ તો કોઈ માણસ શ્વાસોચ્છ્‌વાસ

લેતો છતાં કહે કે મને નાક નથી એના જેવું છે. માણસ જાણ્યેઅજાણ્યે માને જ છે; કારણ કે તે કાંઈક ધોરણ માને છે, અને તે ધોરણમાં પારલૌકિક ભાવ રહેલો છે, એટલે બુદ્ધિથી કહો કે વહેમથી કે પ્રેરણાથી માણસ કાંઈક પણ પારલૌકિક સંબંધ રાખે છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ યત્કિંચિત્‌ પણ પારલૌકિક સંબંધ

રાખે છે. નાસ્તિકમાં નાસ્તિક માણસ પણ નીતિના કાંઈક ઘોરણને અવલંબે છે, અને એ પાલનથી કંઈક મળે અને ન પાલન કરવાથી કાંઈક ઊણપ રહે અથવા અહિત થાય એવી તેની વૃત્તિ રહે છે. બ્રૅડલો એક પ્રસિદ્ધ નાસ્તિક કહેવાયો. પોતાની નાસ્તિકતા એ જગજાહેર કરતો, એ જાહેર કરી મલકાતો, છતાં સત્યનું પાલન કરીને તેનાં આકરાં પરિણામો ભોગવવામાં તે અભિમાન

લેતો. પણ તે સત્યનું તેને કાંઈ ઐહિક પરિણામ મળેલું એ તે નહોતો બતાવી શકતો, અથવા ઐહિક પરિણામ તો દુઃખ જ હતું. છતાં તેમાં તે અભિમાન

લેતો, કારણ તેમાંથી એને સંતોષ મળતો, આનંદ મળતો. સત્યનો બદલો સત્ય જ હોય છે એમ એ કહેતો, છતાં તેના પાલનમાંથી તે સૂક્ષ્મ પ્રકારનો આનંદ મેળવતો એ નિર્વિવાદ છે. એ આનંદ ઐહિક નબીં પણ અલૌકિક હતા. ઈન્દ્રિયાતીત હતા. એટલે જ કહ્યું છે કે ધર્મનો ઈનકાર કરનાર માણસ પણ અલૌકિક તત્ત્વને સ્વીકારે છે, એટલે અનિચ્છાએ પણ ધર્મને માને છે.

અને જો ધર્મ છે તો તેનું ધ્યાન છે - એ જ પ્રાર્થના.

“પ્રાર્થના અનેક પ્રકારની હોય છે. આપણે બેનો વિચાર કરીએ : ઈશ્વરની પાસે કંઈક માગવાની, અને બીજી અંતર્ધ્યાન થઈ ઈશ્વરનું અનુસંધાન કરવાની, એને આપણે ઉપાસના કહીએ છીએ. ઈશ્વરને કોઈ બાહ્ય તત્ત્વ

માનીને તેની પાસે કાઈકમાગદીએ કે તેને અંતર્યામી સમજી આપણે અંતરમાં જાગ્રત રહીને તેને આરાધીએ, ઉપાસીએ, પરિણામ અંતે એકનું એક જ છે.

પહેલો માણસ ભક્તમાં ખપે, બીજો જ્ઞાનીમાં ખપે. આપણે ભક્તમાં ખપીએ તો જગ જીત્યા. ઈશ્વરની પાસે માગણી કરવાની હોત તોયે તે માગણી આત્મશુદ્ધિ માટેની જ હોય. આત્માનું શૌચ, આત્માનું પરિશોધન એ જ

પ્રાર્થના છે. આત્મા આપમામાં મૂર્છિત સ્થિતિમાં છે, તેના ઉપર અંધકાર, અજ્ઞાનનાં કેટલાંયે પડો ચડેલાં છે, તે દબાઈ રહેલો છે. પ્રાર્થના કરીને આપમે એમાંનું એકેએક પડ ઉખેડીએ છીએ, એટલે જે માણસ આત્મજાગૃતિમાં, ધર્મજાગૃતિમા માને છે તે માણસને માટે પ્રાર્થના એ મોડામાં મોટું તત્ત્વ છે.

કેટલાક માને છે કે મંદિરમાં ગયા, આરતી ઉતારી, ભજનમાં ભળ્યા, રામનામ

લીધું એટલે પ્રાર્થના થઈ ગઈ. પણ ભજન, રામનામ વગેરે બધાં પ્રાર્થનાનાં સાધન છે, સાધ્ય ઈશ્વરની સાથે અનુસંધાન છે. એ નિશ્ચેષ્ટ રહીને પણ થઈ

શકે, મૂંદા રહીને પણ પ્રાર્થના કરી શકાય. શબ્દ વિનાની પણ હૃદયથી થતી

પ્રાર્થના ચાલે, હૃદય વિનાની પણ શબ્દાડંબરવાળી પ્રાર્થના નિરર્થક છે.

આત્માના પડને ઉખેડવાનો જાગ્રત પ્રયત્ન હોય તો જ પ્રાર્થના સાર્થક છે.

એમાં દંભ ન હોય. આડંબર ન હોય. જેમ ભૂખ્યા માણસને ભોજન મળે સ્વાદ

આવે છે. તેમ ભૂખ્યા આત્માને પ્રાર્થનાનો સ્વાદ આવવો જોઈએ. હૃદયમાંથી થતી પ્રાર્થના પોતાને સ્વચ્છ કર્યા વિના રહેતી જ નથી. હું મારા પોતાના અને

મારા કેટલાક સાથીઓઅનુભવથી કહું છું કે જેને પ્રાર્થની હૃદયગત છે તે દહાડાના દહાડા ખાધા વિના રહી શકે, પણ પ્રાર્થના વિના ન ચલાવી શકે.

જો ભૂલેચૂકે પણ પ્રાર્થના વિના તેનો દિવસ જાય છે તો ટિતિતશુદ્ધિ કરીને તે પોતાના આત્માનો મળ કાઢે ત્યારે જ તેને શાંતિ થાય છે.

“ત્યારે શું આવી પ્રાર્થનાનો નિયત સમય હોતો હશે ? જેને સતત આત્મશુદ્ધિ કરવી છે તેની તો ચોવીસે ઘડી પ્રાર્થનામય જ હોય. તે વાતે સાચી છે, પણ એવું થતું નથી. કારણ આપણે પામર છીએ, આપણે મોહવશ છીએ, સતત પ્રાર્થના કરવાને આપણે અશક્ત છીએ, એટલે અમુક સમય

આપણે નિયત કરીએ છીએ. સુરદાસે ગાયું, ‘મો સમ કોન કુચિલ ખલ

કામી.’ શું એ દંભી હતા ? ના, એ આપણા ગજ પ્રમાણે તો નિર્વિકારી હતા, સાધુ હતા. પણ એમને તો પોતાના ગજ પ્રમાણે પોતાને માપ્યા હતા, અને તે પ્રમાણે એ વિકારી હતા; પોતાનામાં ઊંડે ઊંડે છુપાયેલા સૂક્ષ્મ વિકારો એમને વીંછીંની જેમ કરડતા હતા. એટલે જ એ પોતાને ‘ખલ’ કહીને ધગી ઊઠતા હતા. રાગદ્વેષ થતાંની સાથે એ ધગી જતા, અને એ મૂર્છા મટાડવા જતા તેમ તેમ એમને થતું કે ‘હું હજી કેટલે દૂર પડેલો છું ?’ છતાં સુરદાસ આપણા કરતાં હજારો જોજન આગળ હતા, પણ તેમની આત્મજાગૃતિ તેમને

‘નિમકહરામી’ કહેવડાવતી હતા, અને પોકારાવતી હતી કે ‘હું હજી કેટલો દૂર છછું ?’ એ વૃત્તિમાં ચોવીસે કલાકની પ્રાર્થના રહેલી છે. પણ આપણી એવી ચોવીસે કલાક પ્રાર્થના કરવાની શક્તિ નથી, એટલે એક સમય રાખીએ છીએ, તે વાળા જગતને, શરીરની જંજાળને ખંખેરી નાખીએ છીએ, એટલે બાર કલાક તેના ભણકારા આપણી હૃદયમાં રહે છે. રાત્રે પાછા એવીજ

પ્રાર્થના કરીને સૂઈએ એટલે રાતને માટે આપણા આત્માની રક્ષા થાય છે.

આમ નિયત સમય રાખવો એ આપણું સામાન્ય માણસનં કર્તવ્ય છે. આપણે તો સદા પ્રાર્થનામય જ છીએ એમ કહીને આપણે આપણને છેતરીએ નહીં.

“આપણે આ જગતમાં સેવા કરવાને સર્જાયેલા છીએ; સેવાનું કામ

ઈચ્છીએ છીએ. આપણે જો જાગ્રત રહેતા હોઈશું તો આપણી પ્રવૃત્તિ દૈવી હશે. રાક્ષસી ન હોય. મનુષ્યનો ધર્મ રાક્ષસી હોવાનો નથી, દૈવી હોવાનો છે.

એટલે મનુષ્ય પ્રાર્થનામય રહેતો હશે તો તેની બધી પ્રવૃત્તિ દૈવી હશે રાક્ષસી ન હોય, પણ પ્રાર્થનારહિત માણસની પ્રવૃત્તિ આસુરી હશે, તેનો વ્યવહાર અશુદ્ધ હશે, અપ્રમાણિક હશે. એકનો વ્યવહાર પોતાને અને સંસારને સુખી કરનારો હશે, બીજાનો પોતાને અને જગતને દુઃખી કરનાર છે. એટલે પરલોકની વાત છોડી દઈએ તોપણ આ લોકમાં શાંતિ અને સુખ આપનારું સાધન પ્રાર્થના છે. કવિએ હનુમાન લંકા ગયા ત્યારનું રાવણના મહેલનું વર્ણન આપેલું છે. એ મહેલ હતો, પણ તેમાં બધું અસ્તવ્યસ્ત હતું, પોતાના અંગનું કોઈને ભાન નહોતું; રાક્ષસી નગરીમાં સુવ્યવસ્થા હોઈ જ ન શકે. આપણે આપણી દેહનગરીને દૈવી બનાવી તેમાં સુવ્યવસ્થા ઈચ્છીએ છીએ; એ સુવ્યવસ્થા લાવવાને માટે પ્રાર્થના આવશ્યક છે.

“અહીં પણ પ્રાર્થનાનું કામ બહુ જ ઢીલું ચાલતું હતું - રગશિયા ગાડાની જેમ ચાલતું, અને અમે તે નભાવી લેતા. અહીં આવનારા ઘણા જિજ્ઞાસુ તો હતા, સત્યાગ્રહ શીખવાની ઘગશથી આવેલા હતા. પણ મારી શિથિલતા જોઈમે તેઓ પણ પ્રાર્થનાને વિશે બેદરકાર બન્યા. બીજી વાતની જેટલી અમને ચિંતા પડી હતા તેટલી પ્રાર્થનાને વિશે પડી નહોતી. આખરે અમારી મૂર્છા ઊતરી, મને થયું કે આ સંસ્થાનો હું વાલી હોઉં તો જે વસ્તુને હું આટલું મહત્ત્વ આપું છું તેને વિશે હું આટલા બેદરકાર કેમ રહી શકું ? હું જાગ્યો, અને પ્રાર્થના વિશે કડક નિયમો સૂટવ્યા. એ એક વસ્તુને ઠીક કરું તો બીજી વસ્તુઓ સિદ્ધ થશે એ મારો વિશ્વાસ હતો, અને એ કડક નિયમથી કોઈને હાનિ થઈ નથી એવી મને આશા છે. ચોરસનો એક ખૂણો સીધો કર્યો એટલે બીજા ખૂણા કાટખૂણા થઈ જાય છે.

એટલે મારી તમને સલાહ છે કે તમે પ્રાર્થનાને ઝોડની જેમ વળગજો.

પ્રાર્થના કરવી શી રીતે એમ ન પૂછજો. કેવળ રામનામ લઈને પણ પ્રાર્થના થઈ શકે. પ્રાર્થનાની રીત ગમે તે હોય. ભગવાનનું ધ્યાન કરવાની સાથે વાત છે. જે રીતે ‘હરિને લહી’ શકાય તે રીત પસંદ કરવાની છે. આટલું યાદ

રાખજો કે પ્રાર્થના જીભની વાત નથી, પણ હૃદયની છે. છાત્રોનેમારી સલાહ છે કે તમે ગૃહપતિઓની ચોટલી પકડીને કહેજો : ‘તમે શું પ્રાર્થના ફરજિયાત કરવાના હતા, અમે જ ફરજિયાત કરવાનું તમને કહીએ છીએ. અમે તેનું

મહત્ત્વ સમજીએ છીએ, પણ અમે આળસને લીધે કરતા નથી. તેથી અમે અમારી ઉપર અંકુશ ઈચ્છીએ છીએ. પ્રાર્થનાના પાશમાં બાંધીને પાંસરા કરો.’

તમને પ્રાર્થના પ્રિય હોય, તમને પ્રાર્થનામાં શ્રદ્ધા થઈ હોય તો આ બંધનમાં ઈચ્છાપૂર્વક પડો, એ બંધનમાં પડીને જ ઈચ્છિત ફળ મેળવશો. અનેક માણસો સ્વેચ્છાચારી થઈ માને છે કે અમે સ્વતંત્ર,ા ભોગવીએ છીએ. પણ તેઓ વિષયવિકારનાં બંધનમાં છૂટી જાય છે.તમે તમારી પોતાની ઉપર બળાત્કાર કરો તે બળાત્કાર કહેવાતો હશે ? આખું જગત નિયમો ઉપર બંધાયેલું છે, સૂર્યચંદ્ર નિયમને વશ વર્તે છે. નિયમ વિના વિશ્વ ક્ષણ પણ ન ટકી શકે. તમે તો સેવા કરવાનો ધર્મ સ્વીકારેલો છે. તમે નિયમને વશ ન વર્તશો તો તમારા ભૂકેભૂકા થઈ જવાના છે એટલું યાદ રાખજો. આપણામાં પશુતા તો ભરેલી છે જ, પણ નિયમનની આપણે પશુથી જુદા પડી શકીએ છીએ. આપણે ટટ્ટાર ઊભા રહેવાને સર્જાયેલા છીએ, ચોપગાંની જેમ ઘૂંટણિયે ચાલવાને સર્જાયેલા નથી, એટલે જો આપણે માનવી બનવું હોય, તો જીવનને પ્રાર્થના વડે રસમય

ને સાર્થ કરી મૂકીએ.’

ઌપટ્ટઌ

, ૨૬-૧-૧૯૩૦, પા. ૧૭૦-૧

૧૦૦. પ્રાર્થનામાં શ્રદ્ધા નથી !

એક રાષ્ટ્રીય વિદ્યાલયના આચાર્યને એક વિદ્યાર્થીએ પ્રાર્થનાના વર્ગમાંથી ગેરહાજર રહેવાની પરવાનગી મેળવવા માટે નીચેનો કાગળ લખ્યો હતો :

“પ્રાર્થનામાં મને શ્રદ્ધા નથી, કારણ ઈશ્વર એવી કોઈ વસ્તુ વિશે મને

શ્રદ્ધા નથી કે જેની પ્રાર્થના કરું. મારે માટે કોઈ ઈશ્વરની કલ્પના કરવાની આવશ્યકતા મને કદી લાગતી નથી.ની પંચાતમાં પડ્યા વિના મારી પોતાની

મતિ પ્રમાણે શાંતિથી અને મન દઈને કામ કર્યા કરું તો મને શી હાનિ છે ?

“સામુદાયિક પ્રાર્થનાની જો વાત કરતા હો તો તે તો મને સાવ નિરર્થક લાગે છે. ગમે તેવી નજીવી વસ્તુ ઉપર આવડું મોટું ટોળું એકચિત્ત થઈ શકે ખરું કે ? અને તે ન થઈ શકતું હોય તો ઈશ્વર, આત્મા અને

મનુષ્યમાત્રની એકાત્મતા તથા બીજાં એવાં ભડકાવનારાં સૂક્ષ્મ તત્ત્વ આપણાં શાસ્ત્રોમાં આવે છે તે ઉપર તો કુમળી વયનાં અજ્ઞાન બાળકો શી રીતે એકાગ્રચિત્ત થઈ શકે ? અને આ સામુદાયિક પ્રાર્થના ‘પ્રભુ’ વિશે પ્રેમ શી રીતે બંધાઈ શકે ? જુદી જુદી પ્રકૃતિનાં માણસો એક જ રીતે વર્તે એવી આશા રાખવી એના કરતાં બુદ્ધિથી વધારે ઊલટી વાત કઈ હોઈ શકે ? એટલે પ્રાર્થના ઉપજિયાત ન રાખવી જોઈએ. જેને એ વિશે રસ હોય તે ભલે પ્રાર્થના કરે અને જેમને અણગમો હોય તે તેમાંથી અલગ રહે. કારણ સમજ્યા વિના જે કાંઈ કરવામાં આવે તે અનીતિમૂલક અને અવનતિકારક છે.”

આ છેલ્લા વિચારમાં કેટલું તથ્ય છે તે પ્રથમ તપાસીએ.

નિયમપાલનની આવશ્યકતા બરોબર સમજાય તે પહેલાં તેને વશ થવું એ અનીતિમૂલક અને અવનતિકારક છે ? શાળાના અભ્યાસક્રમની ઉપયોગિતા વિશે જેમને ખાતરી થઈ ન હોય તેવા વિદ્યાર્થીએ તે તે વિષયો ભણવા એ અનીતિમૂલક અને અવનતિકારક છે કે ? એક વિદ્યાર્થીએ એમ માની લીધું કે પોતાની માતૃભાષા શીખવી નિરર્થક છે, તેથી તેને તેની માતૃભાષા શીખવામાંથી મુક્તિ મળી શકે ખરી કે ? સાચી વાત એ નથી કે શાળાના વિદ્યાર્થીને પોતાને શીખવાના વિષયો વિશે અને પાળવાના નિયમો વિશે ખાતરી થયેલી હોવાની જરૂર નથી ? આ બંને બાબતમાં તેને જો કશી પસંદગી કરવાની હતી જ તો જ્યારે તેણે અમુક સંસ્થામાં જવાની પસંદગી કરી ત્યારે તે પસંદગી પૂરી થઈ. અમુક સંસ્થામાં તે જોડાય છે તેનો અર્થ જ એ છે કે તેના નિયમો વગેરેનું પાલન કરવાનું તે સ્વીકારે છે. તે સંસ્થા છોડી શકે છે, પણ સંસ્થામાં હોય ત્યાં સુધી તે શું શીખવું અને કેવી રીતે શીખવું એ વિશે તેની પસંદગી ન જ ચાલી શકે.

વિદ્યાર્થીઓને પ્રથમ જે ઘૃણા અથવા અણગમો ઉપજાવનારું લાગે તેને આકર્ષક અને સુગમ કરવાની ફરજ શિક્ષકોની છે.

“મને ઈશ્વર વિશે શ્રદ્ધા નથી” એમ કહેવું તો સહેલું છે. કારણ ઈશ્વર વિશે જેને જે કહેવું હોય તે કહેતાં ઈશ્વર તેને રોકતો નથી. તે તો માત્ર આપણાં કર્મ જોતો રહે છે. અને તેના નિયમનું ઉલ્લંઘન કરીએ તો તેની સજા અવશ્ય મળે છે જ - પણ તે સજામાં સજાનો ગુણ નહીં પણ પાવન કરવાનો અને અવશ્ય સુધારવાનો ગુણ રહેલો હોય છે. ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ થઈ

શકે જ નહીં, સિદ્ધ કરવાની જરૂર જ નથી. ઈશ્વર છે જ. તેનું અસ્તિત્વ આપણા હૃદયમાં ન ઊતરતું હોય તો આપણું દુર્ભાગ્ય છે; એ એક રોગ છે જે મને કમને કોક દિવસ તો આપણે કાઢી નાખવાના છીએ જ.

પણ વિદ્યાર્થીથી દલીલ ન કરાય. તેણે તો પોતાની સંસ્થામાં

પ્રાર્થનામાં હાજર રહેવાનું ફરજિયાત હોય તો નિયમપાલનની ખાતર પણ તેમાં જવું જ જોઈએ. પોતાની શંકા તે પોતાના શિક્ષકો આગળ રજૂ કરી શકે છે. જે વસ્તુ તેને ગળે ન ઊતરે તે ભલે તે ન માને, પણ જો તેને પોતાના શિક્ષકો પ્રત્યે માન હશે તો માનતો ન છતાં તેને કહેવામાં આવશે તે અવશ્ય

કરશે, - ભયથી નહીં, અપ્પટપણાથી નહીં, પણ એ કરવું યોગ્ય છે એવા

જ્ઞાનથી, અને આજે જે સમજાતું નથી તે કોક દિવસ તો સમજાશે જ એવા

જ્ઞાનથી.

પ્રાર્થના એ માગણી નથી. એ તો આત્માનો ઉત્કંઠ અભિલાષ છે.

એમાં નિત્ય પોતાની નબળાઈઓનો સ્વીકાર આવી જાય છે. ભલભલા

ચમરબંધીને પણ જરા, મરણ, રોગ, અરસ્માત આદિ આગળ પોતાનું અલ્પપણું હરઘડીએ

સ્વીકારવું પડે છે. ઈપણે મૃત્યુના મોંમાં જીવીએ

છીએ. જો પલકવારમાં આપણે જ ઝડપાઈ જશું તો “આપણી મતિ પ્રમાણે આપણું કામ કર્યા કરશું” એમ કહેવામાં કશો અર્થ નથી. પણ જો આપણે સાચા બાવપૂર્વક એમ કહી શકીએ કે “અમે તો ઈશ્વરપ્રીત્યર્થે અને તેની યોજનાને અધીન રહીને કામ કરીએ છીએ” તો તો મેરુની જેમ અડગ રહી શકીએ ખરા. કારણ ત્યારે કોઈ વાતનો અંદેશો નથી, ત્યારે કોઈ વસ્તુનો નાશ નથી, નાશ માત્ર ભાસમાન છે. મડત્યુ અને વિનાશ તે વેળા, અને ત્યારે જ અસત્‌ થઈ જાય છે. કારણ મૃત્યુ અથવા વિનાશ એ તે વેળા એક પરિવર્તનરૂપ બનશે - ચિત્રકાર પોતાનું એક ચિત્ર ચીરી નાખીને બીજું વધારે સારું ચીતરે છે તેમ, ઘડિયાળી ખરાબ સ્પ્રિંગ ફેંકી દઈને નવી અને સારી

સ્પ્રિંગ નાખે છે તેમ.

સામુદાયિક પ્રાર્થના વિદ્યાર્થીઓ નિશ્ચય થવાની જરૂર નથી. જો તેમને

પ્રાર્થનાનો સમય થાય કે તરત દોડી જવાનું મન થાય, અંતર ડંખે નહીં, તો તેમને આનંદ આવશે. પણ ઘણાને નથી આવતો. તેઓ તોફાન પણ કરે છે, છતાં જે અજ્ઞાત અસર થાય છે તે થયા વિના નહીં રહે. એવા વિદ્યાર્થીઓના દાખલા નથી મળી આવતા કે જેઓ આરંભમાં ઠઠ્ઠામશ્કરી કરવા પ્રાર્થનામાં જતા, પણ જેઓ પાછળથી સામુદાયિક પ્રાર્થનાના ગુણ વિશે મહાશ્રદ્ધાવાળા થયા ? પાકી શ્રદ્ધા જેમને ન હોય તેવા ઘણી વાર સામુદાયિક પ્રાર્થનામાંથી આશ્વાસન મેળવે છે એ તો સામાન્ય અનુભવની વાત છે. દેવળમાં, મંદિરમાં કે મસ્જિદમાં જનારા બધા જ ટીકાખોર કે દંભી નથી હોતા. તેઓ પ્રામાણિક

સ્ત્રીપુરુષો હોય છે. તેમને માટે સામુદાયિક પ્રાર્થના નિત્ય સ્નાનની જેમ

આવશ્યક નિત્ય કર્મ બની જાય છે. એ દેવળો, મંદિરો અને મસ્જિદો કેવળ

વહેમ નથી કે જેમને પહેલી તકે જમીનદોસ્ત કરવાં જોઈએ. અત્યાર સુધી થયેલા ગમે તેટલા હુમલા સામે તેઓ ચકી રહ્યાં છે અને અનંત કાળ સુધી તે કાયમ રહેવાનાં.

ઌપટ્ટઌ

, ૨૬-૯-૧૯૨૬, પા. ૨૮-૨૯

(૨)

(‘શબ્દોના અત્યાચાર’માંથી)

ઌપટ્ટઌ

ના ૩૬મી સપ્ટેમ્બરના અંકમાં પ્રસિદ્ધ થયેલા ‘પ્રાર્થનામાં

શ્રદ્ધા નથી’ નામના લેખ વિશે એક ભાઈ નીચે પ્રમાણે લખે છે :

“પ્રાર્થનાવાળા આપના લેખમાં આપે પેલા વિદ્યાર્થીને અથવા મોટા વિચારક તરીકે આપને પોતાને આપે ન્યાય નથી કીધો. સાચું છે કે તે લેખ

આપે જે પત્રને ઉદ્દેશીને લખ્યો છે તે પત્રના કેટલાક ઉદ્‌ગાર ઔચિત્યયુક્ત ન હતા, પણ તે લખનારનો વિચાર તો સ્પષ્ટ જ હતો એમાં શંકા નથી. વળી આપે તેને વિદ્યાર્થી અથવા છોકરા તરીકે વર્ણવ્યો છે, પણ તે છોકરો તો ન જ હોય. એની ઉંમર વીસથી ઓછી હોય તો મને આશ્ચર્ય થાય. તે નાદાન ઉંમરનો હોય તો પણ તેની બુદ્ધિ એટલી તો ખીલેલી દેખાય છે કે તેને

‘વિદ્યાર્થીની દલીલ ન કરાય’ એમ કહીને કાઢી નહીં નાખી શકાય. ખરી વાત તો એ છે કે એ પત્ર લખનાર એક બુદ્ધિવાદી છે, જ્યારે આપ શ્રદ્ધાવાદી છો.

બંને જુગજુગ જૂના ભેદો છે, અને બંને વચ્ચેનો ઝઘડો પણ જુગજુગ જૂનો છે.

એક કહે છે, ‘એક વાર મારો નિશ્ચય થાય તો હું પછી માનીશ,’ જ્યારે બીજો કહે છે, ‘શ્રદ્ધા રાખો અને પછી નિશ્ચય થશે.’ એક બુદ્ધિને પ્રમાણ માને છે, બીજો આપ્તવાક્યને પ્રમાણ માને છે. આપ એમ માનતા લાગો છો કે સંશયવાદ તો જુવાનોમાં હોય પણ તે ક્ષણિક છે, અને વહેલીમોડી શ્રદ્ધા તેમને ઉત્પન્ન થાય છે જ. અને આપના મતના અનુમોદનમાં સ્વામી વિવેકાનંદનું સુપ્રસિદ્ધ દૃષ્ટાંત તો છે જ. એટલે આપ પેલા ‘છોકરાને’ તેના હિતની ખાતર

પ્રાર્થનાની દવા જબરદસ્તીથી પાવા માગો છો. આને માટે આપના કારણ બે છે : એક તો એ કે પ્રાર્થના એ કર્તવ્ય છે. માણસ અલ્પ પ્રાણી છે અને પોતાનાથી અતિ મહાન કૃપાળુ એક પરમાત્મા છે, માટે તેની પ્રાર્થના એ કર્તવ્ય છે; બીજું એ કે પ્રાર્થના ઉપયોગી છે, જેને શાંતિની જરૂર હોય તેને તેમાંથી શાંતિ મળે છે.

“બીજા કારણનો નિકાલ હું પહેલો કરીશ. એક નબળાની લાકડી તરીકે આપ એની ભલામણ કરો છો. જીવનમાં એવાં તો કષ્ટો આવે ઠે અને

માણસની બુદ્ધિને એવી તો કચરી નાખે છે કે ઘણા માણસોને કોઈવાર

પ્રાર્થનાઅને શ્રદ્ધાની જરૂર જણાય. એનો તેમને હક છે, અને એ તેમને

મુબારક છે. પણ હંમેશાં થોડા સાચા બુદ્ધિવાદીઓ તો હોતા જ આવ્યા છે, કે જેમને પ્રાર્થના કે શ્રદ્ધાની કશી જ જરૂર નથી લાગી. વળા એવો પણ એક વર્ગ છે કે જે સંશયવાદની સળી જ્યાં ત્યાં નથી કરતો છતાં જે ધર્મને વિશે ઉદાસીન છે.

“હવે આપનું બીજું કારણ જોઈએ. બધા જ લોકોને પ્રાર્થનાની

મદદની જરૂર પડતી નથી, અને જેને પડે છે તેને તે કરવાની છૂટ છે એટલે ઉપયુક્તતાની દૃષ્ટિએ પ્રાર્થના કરવાનો બળાત્કાર કરવો એ વ્યાજબી નથી.

માણસનું શરીર અને મન ખીલવવાને માટે બળાત્કારે તેને કસરત કરાવવી અને કેળવણી આપવી વાજબી હોય, પણ તેની નીતિને માટે તેને મારી બાંધીને આસ્તિક બનાવવાની અને પ્રાર્થના કરાવવાની જરૂર નથી. દુનિયાના

મોટા મોટા સંશયવાદીઓમાંના કેટલાક અતિ નીતિમાન માણસો હતા. તેમને તો કદાચ આપ પ્રાર્થના કર્તવ્ય તરીકે કરવાનું કહો, તેમને નમ્રતાની ખાતર

પ્રાર્થર્ન કરવાનું કહો - એટલે આપની પહેલી દલીલ જ કહોને. જ્ઞાન એટલું વિશાળ છે કે મોટા મોટા વિજ્ઞાનશાસ્ત્રીઓને પોતાની અલ્પતા કેટલીક વાર

લાગી છે, પણ સામાન્ય રીતે તો તેમણે કદી હાર્યા વિના પોતાની સત્યશોેધ

ચલાવ્યા કીધી છે. કુદરતની ઉપર મેળવોલી જીત જેવી બળવાન છે તેટલી જ બળવાન તેમને તેમની શક્તિ વિશે શ્રદ્ધા છે. જો એમ ન હોત તો આજે પણ આપણે મૂળિયાં શોધવા માટે પૃથ્વી ખોતરતા હોત, અરે કદાચ પૃથ્વીનાં તળ

ઉપરથી સાફ થઈ ગયાં હોત.

“બરફયુગમાં જ્યારે માનવપ્રાણીઓ ઠંડીથી ઠૂંઠવાઈ મરતાં હતાં અને અગ્નિની શોધ કરવામાં આવી ત્યારે તે યુગમાં આપના જેવા શ્રદ્ધાવાદીએ પેલા શોધકની મજાક કરી હશે અને કહ્યું હશે ‘તમારી બધી યોજના શા કામની છે ? ઈશ્વરની શક્તિ અને ઈશ્વરના કોપ આગળ બધું ધૂળ મળવાનું છે.’

“જે નમ્ર બનશે તે મોક્ષ પામશે એવો કોલ આપવામાં આવ્યો છે, તે મોક્ષ તેઓ મેળવશે કે કેમ તે તો કોણ જાણે, પણ અહીં તો તેમને કર્મે ગુલામી લખેલી છે. પણ મૂળ મુદ્દા ઉપર પાછા આવીએ. ‘આજે માની લો,

શ્રદ્ધા તો એની મેળે આવશે.’ એ આપનું કહેવું ભારે સાચું તો ખરું !

“દુનિયયાની આજની ઘણીખરી ધર્માંધતા તમારા આ જાતના ઉપદેશમાંથી જ સીધી ઉત્પનેન થયેલી છે. બાળક અવસ્થામાં જ તમે સૌને કેદ

કરો અને વખતોવખત અને લાંબો વખત સુધી તેમને ઠોકઠોક કરર્યા કરો તો તેમાંના મોટા ભાગને તમે ગમે તે માનતા કરી શકશો. તમારો પાકો હિંદુ અને પાકો મુસલમાન એવા સંઘાડામાં ઉતારવામાં આવેલો હોય છે. દરેક કોમમાં ખોબા જેટલા માણસો એવા અવશ્ય હોય છે કે જેઓ તેમના ઉપર ઠરાવવામાં આવેલી માન્યતાઓનો ત્યાગ કરી દે છે. આપ જાણો છો ખરા કે

હિંદુમુસલમાનો પુખ્ત વયે પહોંચે ત્યાં સુધી પોતાનાં શાસ્ત્ર વાંચતા અટકે તો તેમના માની લીધેલા સિદ્ધાંતો વિશે તેઓ ઓછા અંધ આગ્રહી રહેશે અને તેને

માટે ઝઘડા કરતા અટકશે ? આમ હિંદુમુસલમાન ઝઘડા માટે ઉપાય ધર્મેતર વિષયોનું શિક્ષણ છે. પણ આપને મારો આ ઉપાય નથી રુચવાનો. આપની

પ્રવૃત્તિ જ જુદી છે.

“આ ડરકણ લોકોના દેશમાં નિર્ભયતા, કર્મવીરતા અને ત્યાગવીરતાનું અપૂર્વ દૃષ્ટાંત બેસાડનારા તરીકે આપના અમે ભારે ઋણી છીએ, પણ જ્યારે આપની કારકિર્દીનો અકંદર સરવાળો કરવામાં આવશે ત્યારે કહેવાશે કે આ દેશમાં આપને વિશે બુદ્ધિવિકાસની ગતિ બહુ અટકી.”

જો વીસ વર્ષના કુમારને ‘છોકરો’ ન કહેવાય તો સામાન્ય રીતે

‘છોકરો’ કોને કહેવાય તે હું જાણતો નથી. હું તો શાળા જતા વિદ્યાર્થીઓને તેની ગમે તેટલી ઉંમર હોય તોયે છોકરા-છોકરી જ કહં. પણ પ્રાર્થના વિશે સંશયગ્રસ્ત વિદ્યાર્થી છોકરો હોય કે પુખ્ત ઉંમરનો પુરુષ હોય તોપણ મારી દલીલ તો છે તેની તે જ છે. વિદ્યાર્થી તો સિપાઈ છે. (અને સિપાઈ તો

ચાળીસ વર્ષનો પણ હોય), એકવાર આજ્ઞાપાલન કરવાનું તેણે સ્વીકાર્યું પછી તેનાથી તેની સામે દલીલ થાય જ નહીં. સિપાઈ અમુક હુકમ પાળવા કે ન પાળવાની મુખત્યારી પોતાની પાસે રાખે તો તે પોતાની ટુકડીમાં ન જ રહી શકે. તે જ રીતે વિદ્યાર્થી સૂઝે તેટલો ડાહ્યો અથવા ઘરડો કેમ ન હોય તોપણ શાળા અથવા મહાવિદ્યાલયમાં ગયો કે તેના નિયમોનો ભંગ કરવાનો હક ગુમાવે છે. આમાં આપણે વિદ્યાર્થીની બુદ્ધિની કિંમત ઓછી નથી આંકતા કે તેનો અનાદર નથી કરતા. આજ્ઞાપાલન સ્વેચ્છાથી સ્વીકારવામાં તેની બુદ્ધિને

લાભ છે. પણ ઉપરના કાગળ લખનારે તો શબ્દોના ત્રાસનું ભારે ઝૂંસરું ખુશીથી ઉપાડી લીધુૅ છે. જે જે કાર્ય કરતાં કરનારને અણગમો થાય તે બધામાં પત્રલેખકને બળાત્કારની ગંધ આવે છે. પણ બળાત્કાર કાંઈ એક જ જાતનો નથી. તેના અનેક પ્રકારો છે. દાખલા તરીકે પોતે જ સ્વીકારી લીધેલો બળાત્કાર આત્મનિગ્રહ છે. તે બળાત્કારને આપણે છાતીસરસો ચાંપીને તેમાંથી હૂંફ મેળવીએ છીએ. પણ આપણી ઈચ્છા વિરુદ્ધ, અને ઘણી વાર આપણને નામોશી ઉપજાવવાને માટે અને મનુષ્ય તરીકે - કે તમારે છોકરા તરીકે કહાવવું હોય તો છોકરા તરીકે, આપણું સ્વમાન લૂંટવાના હેતુથી, નાખવામાં આવેલો નિગ્રહ એવો બળાત્કાર છે કે જેનો પ્રાણને ભોગે પણ ત્યાગ કરવો જોઈએ. સામાજિક અંકુશો સામાન્ય રીતે અનામત હોય છે, અને તેનો ત્યાગ કરીને આપણે પોતાને નુકસાન પહોંચાડીએ છીએ. પેટ પર

ચાલવાના હુકમ માનવામાં નામર્દાઈ અને બાયલાપણું છે. એથી વધારે ખરાબ તો આપણને ડગલે અને પગલે ગુલામ બનાવવાને દોડાદોડ કરતા અનેકાનેક વિકારોને વશ થવું એ છે.

પણ પત્રલેખક તો બીજા એક શબ્દની માયાજાળમાં ફસાયેલા છે. એ

મહાશબ્દ છે બુદ્ધિવાદ. હું કહું ? મેં ધરાઈ ધરાઈને એનો સ્વાદ ચાખ્યો અને હવે અનુભવે હું નમ્ર બન્યો છું અને બુદ્ધિની ચોક્કસ મર્યાદા સમજતો થયો છું. જેમ અસ્થાને પડેલી વસ્તુ મળ બને છે તેમ અસ્થાને વપરાતી બુદ્ધિ

ગાંડપણ બને છે. જો આપણે બુદ્ધિરાજને જેટલો ઘટે તેટલો જ કર આપીએ તો સૌ સારાં વાનાં થાય.

બુદ્ધિવાદીઓ ખાસ માણસો છે, પણ બુદ્ધિવાદ જ્યારે પોતાને વિશે સર્વશક્તિમત્તા આરોપે છે ત્યારે તે ભયાનક રાક્ષસ બને છે. બુદ્ધિને સર્વશક્તિમાન માનવી એ પથ્થરને દેવ માનીને પૂજા કરવા જેવી ખરાબ

મૂર્તિપૂજા છે.

પ્રાર્થનાના ગુણોની કોણે ગણતરી કરી જોઈ ? એનો ગુણ તો અનુભવે જણાય. દુનિયાની સાખ પણ એવી જ છે. કાર્ડિનલ ન્યૂમૅને કદી બુદ્ધિનો ત્યાગ નહોતો કર્યો, પણ ‘મારે એક પગલું બસ થાય’ એમ જ્યારે તેણે ગાયું ત્યારે બુદ્ધિથીયે પર પ્રાર્થના છે એમ તેણે સ્વીકારેલું. શંકરના જેવો તર્કેશ્વર કોણ હતો ? શંકરાચાર્યના તર્કપ્રયોગને ટપી જાય એવું દુનિયાના સાહિત્યમાં કશું નથી. પણ તેણે પ્રાર્થના અને શ્રદ્ધાને પ્રથમ સ્થાન આપ્યું.

આજે દેશમાં જે ક્ષણિક અને ક્ષોભક ઘટનાઓ બની રહી છે તેમાંથી પત્રલેખકે ઉતાવળું અનુમાન ખેંચ્યું છે. દુનિયામાં કઈ વસ્તુનો દુરુપયોગ નથી થઈ શકતો ? મનુષ્યના હાથમાં જે જે વસ્તુ આવે છે તે વસ્તુના એવા હાલ

થાય જ છે. ઈતિહાસમાં ઘણા ઘોરમાં ઘોર અત્યાચાર ધર્મને નામે થાય છે ખરા. પણ તેમાં વાંક ધર્મનો નથી પણ મનુષ્યની અંદર રહેલા દુર્દમ અસુરનો છે.

હું એવો એકે બુદ્ધિવાદી જાણતો નથી જેણે કદી જ કશું શ્રદ્ધાથી ન કર્યું હોય અને હંમેશ જ પોતાનું પ્રત્યેક કૃત્ય બુદ્ધિને આધારે જ કર્યું હોય. પણ આપણે સૌ એવા કરોડો મનુષ્યો જાણીએ કે જેઓ જગકર્તા વિશેના સરળ

વિશ્વાસને વીધે પોતાના ઠીક ઠીક વ્યવસ્થિત જીવન ગાળ્યે જાય છે. એ વિશ્વાસ એ પ્રારથના છે. મેં મારો લેખ જે વિદ્યાર્થીના પત્ર વિશે લખ્યો હતો તે પેલા વિશાળ મનુષ્યસમૂહમાંનો એક છે, અને એ લેખ સત્યશોધમાં તેને તથા તેના ભેરુઓને ઠેકાણે રાખવાને માટે લખાયેલો હતો, પત્રલેખકના જેવા બુદ્ધિવાદીનો આરામ કે શાંતિ લૂંટી લેવા માટે નહોતો લખાયો.

પણ પત્રલેખકને તો વડીલો અને શિક્ષકો યુવાનોને જે રીતે ઘડે છે તેની સામે પણ વાંધો છે. પણ કુમળી વયમાં એ વિધ્ન તો નડવાનું જ - જો એને વિધ્ન કહેવાતું હોય તો ધર્મેતર વિષયની જ કેળવણીપ્રયત્ન નથી કે ?

શરીર અને મનની તાલીમ આપી શકાય અને નિયમને આધીન રાખી શકાય

એટલું કબૂલ કરવાની પત્રલેખક મહેરબાની કરે છે. પણ જેના વિના શરીર અને મન અર્થ વિનાનાં છે તે આત્માની તેને કદી દરકાર નથી, કદાચ એવો આત્મા છે કે કેમ તે વિશે પણ એને શંકા છે. પણ આત્મામાં ન માનતા હોય

તેથી તેને લાભ થાય એમ નથી. તેમણે એક વાત કબૂલ કરી એટલે બીજી

કબૂલ કર્યે જ છૂટકો છે. કોઈ આસ્તિક માણસ શા સારુ પત્રલેખકની જ દલીલ

કરીને ન કહે કે બીજા જેમ બાળક-બાળાઓનાં શરીર અને બુદ્ધિ ખીલવવાનો

પ્રયત્ન કરે છે તેમ હું તેમના આત્માનો વિકાસ કરવા માગું છું ? ધાર્મિક શિક્ષણનાં અનિષ્ટો તો સાચી ધર્મવૃત્તિ જાગ્રત થશે એટલે દૂર થવાનાં છે.

ધાર્મિક શિક્ષણ છોડી દેવું એ તો ખેડવાયાને ખેતીના યોગ્ય ઉપયોગ નથી આવડતો માટે ખેતરને પડત રાખી તેમાં ઘાસકાંટા ઊગવા દેવા જેવું છે.

પ્રાચીન વડવાઓની મોટી શોધમાં પત્રલેખક ઊતર્યા છે તેનો પ્રસ્તુત વિષય સાથે કશો જ સંબંધ નથી. એ શોધોના ઉપયોગ અથવા તેજસ્વિતાની કોણ ના પાડે છે ? હું તો નથી જ પાડતો. એ શોધક્ષેત્રો સાામાન્ય રીતે બુદ્ધિના ઉપયોગ અને પ્રયોગના યોગ્ય ક્ષેત્ર હતાં. પણ એ પ્રાચીનોએ પોતાના જીવનમાં શ્રદ્ધા અને પ્રાર્થનાનું અગ્રગણ્ય સ્થાન રદ નહોતું કર્યું. શ્રદ્ધા અને

પ્રાર્થના વિનાનું કર્મ સુવાસ વિનાના કૃત્રિમ પુષ્પ જેવું છે. બુદ્ધિને હું દબાવવાની દલીલ નથી કરતો, પણ જે વસ્તુ આપણામાં રહી રહી બુદ્ધિને પણ પાવન કરે છે તેનો પણ યોગ્ય સ્વીકાર થવો જોઈએ એમ મારું કહેવું છે.

સ્ર્ધ્ટક્ર શ્નબ્ર્ભ્સ્ર્ક્રિં

, ૧૪-૧૦-૧૯૨૬, પા. ૩૫૮

ઌપટ્ટઌ

, ૧૭-૧૦-૧૯૨૬, પા. ૫૦-૨

૧૦૧. આત્મસમર્પણ માટે પ્રાર્થના એ પહેલો અને છેલ્લો પાઠ છે

(‘આપણે પ્રાર્થના કરીએ’માંથી)

હિંદુસ્તાન થોડા સમયમાં રાજકી સ્વાતંત્ર્ય પામશે એમાં સંદેહ નથી જણાતો. સ્વાતંત્ર્યમાં આપણો પ્રવેશ પ્રાર્થનાભર્યો હોય. પ્રાર્થના એ કંઈ

ડોસીમાનો ફુરસદના વખતનો વિનોદ નથી. જો તેનું રહસ્ય બરોબર સમજાય

ને તેનો ઉપયોગ બરોબર થાય, તો તે આપણને કાર્ય કરવાની અદ્‌ભૂત શક્તિ આપે છે.

ત્યારે હવે આપણે પ્રાર્થના કરીએ અને અહિંસાનું રહસ્ય શું છે ને તેથી મેળવેલી આઝાદી કેમ ટકાવવી એ જાણી લઈએ. જો આપણી અહિંસા નબળાની હોય તો એ સમજી લેવાનું કે, આવી અહિંસાથી આઝાદી ટકાવી નહીં શકીએ. તેમાંથી વળી આ પણ સિદ્ધ થાય છે કે, દીર્ઘ કાળ લગી આપણે હથિયારો વડે આપણું રક્ષણ કરવાની શક્તિ પામવાના નથી. આપણી પાસે નથી હથિયારો કે નથી તેનું જ્ઞાન. આપણી પાસે જરૂરી શિસ્ત પણ નથી.

પરિણામ એ આવે કે, બીજા રાષ્ટ્રની મદદ પર આપણે નિર્ભર રહેવું પડશે, સમોવડિયા તરીકે નહીં પણ શિષ્ય-ગુરુ તરીકે. ‘ઊતરતો’ શબ્દ કાનને કઠોર

લાગે તેથી તે નથી વાપર્યો.

તેથી એ સ્પષ્ટ લાગવું જોઈએ કે, સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે તેમ તે ટકાવવા સારુ પણ અહિંસાનો આશરો લીધે જ છૂટકો છે. એનો અર્થ એ કે, જેઓ પોતાને આપણા દુશ્મન માને તે બધાની સામે આપણે અહિંસાનો જ

પ્રયોગ કરવાનો. ત્રણ દસકા સુધી જેણે અહિંસાની તાલીમ લીધી છે, તેને માટે આ વસ્તુ ભારે ન હોવી જોઈએ. “પોતાની પ્રતિષ્ઠા અને સ્વાતંત્ર્ય માટે મરો”

એ અહિંસાનો મંત્ર છે, નહીં કે “જરૂર પડ્યે મારજો અને એમ કરતાં મરજો.”

શૂર સૈનિક શું કરે છે ? એ પ્રસંગ પડે ત્યારે જ મારે છે. અને એમ કરતાં પોતાનો જાન જોખમમાં નાખે છે. અહિંસા આથી ચડિયાતાં હિંમત અને ત્યાગ

માગે છે. કોકનો જીવ લેતાં પોતાના જીવને જોખમમાં નાખવો એ શા સારુ

પ્રમાણમાં સહેલું લાગે છે ? અને માર્યા વિના મરવું શા સારુ દૈવી ગણાવું જોઈએ ? મારવાનો ધંધો હાથ કર્યા વિના મરી ન શકાય એમ માનવું ભ્રમણામાત્ર છે. એ ભ્રમણામાં આપણે ન ફસાઈએ. ભ્રમણાને વારે વારે જપ્યા કરીએ એટલે આપણે તેમાં ફસાઈ ઝઈને તેને જ સત્ય માનતા થઈ ગયા છીએ.

પણ ટીકાકાર કે નિંદક પૂછશે કે, આ વસ્તુ આટલી સરળ છે તો

પ્રાર્થનાને વચ્ચે શા સારુ લાવો છો ? એનો જવાબ એટલો જ કે, જીવનની જુદી જુદી સ્થિતિમાં અને છેવટે ઝઈને રાષ્ટ્રની આઝાદી ને આબરૂના રક્ષણ

માટે આત્મસમર્પણની જે ભવ્ય અને વીરતાભરી કળા શીખવાની છે તેને સારુ

પ્રાર્થના એ પહેલો અને છેલ્લો પાઠ છે.

પ્રાર્થના સારુ ઈશ્વરમાં જીવંત શ્રદ્ધાની જરૂર છે. આવી શ્રદ્ધા વિના સત્યાગ્રહ યશસ્વી થાય એ કલ્પી ન શકાય. ભગવાનને ગમે તે નામે ઓળખીએ. તેનું રહસ્ય આ છે કે તે અને તેનો કાયદો એક જ છે.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૧૪-૪-૧૯૪૬, પા. ૮૦

૧૦૨. પ્રાર્થનાનો અંગત અનુભવ

(‘એસ.એસ રાજપૂતાના-૨’માં લંડનની સફરે જતાં ગાંધીજીનો પ્રાર્થના અંગેનો વાર્તાલાપ મ.દે.ના પત્રમાંથી)

પણ રેંટિયો કરતાં પ્રાર્થના એ વધારે મોટું આકર્ષણ થઈ પડી છે, એમ કહી શકાય, કારણ એમાં તો વહાણ ઉપરના લગભગ ચાળીસ હિંદીઓ

- હિંદુ, મુસલમાન, પારસી, શીખો - ભાગ લે છે એટલું જ નહીં પણ થોડા અંગ્રેજો પણ આવે છે અને હમણાં ત્રણચાર દિવસ થયા એક નવી પ્રથા શરૂ

થઈ છે જેથી ઘણા અંગ્રેજો ખેંચાવાનો સંભવ છે.એ પ્રથા એ કે પ્રાર્થના પછી એક સવાલ સૂચવવામાં આવે અને તેનો જવાબ ગાંધીજી બીજે દિવસે આપે.

પ્રથમ દિવસે લખનૌના એક મુસલમાન વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે પ્રાર્થનાનો તમારો અંગત અનુભવ શો છે - પ્રાર્થનાની તત્ત્વચર્ચા મારે નથી જોઈતી પણ જાતિઅનુભવ કહો તો અમને લાભ થશે. ગાંધીજીને આ બહુ ગમ્યું અને બે દિવસ સુધી આ જ પ્રશ્નની ચર્ચા ચાલી તે નીચે ઉતારું છું :

“પ્રાર્થનાએ તો મારી જિંદગી બચાવી છે. પ્રાર્થના વિના હું કે દિવસનો ગાંડો જ થઈ ગયો હોત. મારી આત્મકથામાંથી તમે જોશો કે મને કડવામાં કડવા જાહેર અનુભવ તેમ જ અંગત અનુભવો ઠીક ઠીક પ્રમાણમાં થયા છે. એ અનુભવો થોડી વાર તો મને નિરાશામાં નાખી દેતા, તેમાથી હું તર્યો તો તે એકમાત્ર પ્રાર્થનાને લીધે જ.” હવે હું તમને જણાવું કે સત્ય જે અર્થમાં મારા હાડમાંસનું તત્ત્વ છે તે જ અર્થમાં પ્રાર્થના નથી. એ તો આત્યંતિક આવશ્યકતામાંથી મને લાધી છે. હું એવી હાલતમાં આવી પડતો કે પ્રાર્થના વિના મને સુખ જ ન વળે. અને ઈશ્વરમાં મારી શ્રદ્ધા વધતી ગઈ

તેમ તેમ પ્રાર્થનાની મારી ભૂખ પણ વધતી ગઈ. તેના વિનાનું જીવતર શુષ્ક અને શૂન્ય લાગવા માંડ્યું. મેં દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તીઓની પ્રાર્થનામાં ભાગ

લીધો છે, પણ તે મને પકડમાં લઈ શકી નથી. તેઓની સાથે હું પ્રાર્થના ભળી ન શક્યો. તેઓ ઈશ્વર પાસે યાચના કરતા હતા, મારાથી યાચના થઈ શકતી નહોતી. હું તદ્દન નિષ્ફળ ગયો. મારા જીવનનો આરંભ ઈશ્વર અને પ્રાર્થના વિશે નાસ્તિકતાથી થયો. મારી ઉમ્મરના ઘણાં વર્ષ પસાર થઈ ગયાં ત્યાં સુધી

મને પ્રાર્થના વિના જિંદગીમાં સૂનાપણું લાગ્યું નહીં. પણ પછી મોટી ઉંમર મને ભાન આવ્યું કે શરીર માટે અન્ન અનિવાર્ય છે તેટલી જ આત્માને માટે પ્રાર્થના અનિવાર્ય છે. શરીરના આરોગ્ય ખાતર કોઈ પણ વખતે અન્નની લાંઘણ જરૂરની થઈ પડે છે, પણ પ્રાર્થના લાંઘણ જેવી તો વસ્તુ જ નથી. પ્રાર્થનાનો કદી ભરાવો થતો નથી. મહાન જગદ્‌ગુરુઓમાંથી ત્રણ - બુદ્ધ, જિસસ અને

મહમદ અદૂષણીય એવી સાક્ષી મૂકતા ગયા છે કે તેઓને પ્રાર્થના દ્વારા આત્મદર્શન થયું, પ્રાર્થના વિના તેઓ જીવી જ શક્યા ન હોત. પણ આપણે આપણી કોટિની જ વાત લઈએ. કરોડો હિંદુઓ, મુસલમાનો અને ખ્રિસ્તીઓ આજે જિંદગીની અંદર કેવળ પ્રાર્થનાથી જ સમાધાન મેળવે છે. તમે તેમને અસ્તયવાદી કહીને અગર તો આત્મવંચક કહીને ઉડાવી શકો છો. ભલે,તો પછી હું કહીશ જો એ અસત્ય મારી જિંદગીનો મેરુદંડ બની મને ચકાવે છે, જો એના વિના મને ક્ષણ માટે પણ જીવનનો ભાર અસહ્ય છે, તો મને સત્યશોધકને આ અસત્ય પ્રિય છે. રાજદ્વારી ક્ષિતિજમાં આજે મારી સામે નિરાશાનો ઘનઘોર અંધકાર હોવા છતાં, હું કદી શાન્તિ ખોઈ બેઠો નથી.

ઘણા લોકોને તો મારી શાન્તિની ઈર્ષા આવે છે. એ શાન્તિ પ્રાર્થનામાંથી જન્મી છે એ તમે જાણી લેજો. હું વિદ્વાન નથી પણ ભક્ત હોવાનો દાવો નમ્રપણે કરું છું. પ્રાર્થનાનું રૂપ કેવું હોય એ સંબંધમાં હું ઉદાસીન છું. એ સંબંધમાં તો જેને જે રુચે તે તેનો કાયદો. પરંતુ કેટલાક સ્પષ્ટ ચીલાઓ છે, અને પ્રાચીન ઢષિઓએ પાડેલા ચીવા પર જવું એ સલામત છે.

બસ, મેં મારો સ્વાનુભવનો પુરાવો આપ્યો છે. દરેક જણ પ્રયોગ કરીને જુએ કે પ્રાર્થનાના નિત્ય નિયમથી તેના જીવનમાં કંઈક નવીન અને જેને બીજી કોઈ વસ્તુ સાથે સરખાવવું શક્ય નથી”

પણ ગાંધીજી, બીજી સાંજની પ્રાર્થનામાં બીજા એક જુવાને પ્રશ્ન કર્યો

ઃ “આપ ઈશ્વર વિશે મૂળથી જ આસ્તિકતાથી શરૂ કરો છો, જ્યારે અમે નાસ્તિકતાથી શરૂ કરીએ છીએ. ત્યારે અમારાથી પ્રાર્થના કેમ થાય ?”

ગાંધીજીએ કહ્યું :

“ઈશ્વરને વિશે તમારામાં આસ્તિકતા પેદા કરવી એ મારી શક્તિ બહારની વાત છે. કેટલીક વસ્તુઓ સ્વયંસિદ્ધ હોય છે અને કેટલીક એવી હોય

છે જે સાબિત થઈ જ ન શકે. ઈશ્વરનું અસ્તિત્વ એ ભૂમિતિના સ્વયંસિદ્ધ

સત્ય જેવું છે. આપણા હૃદયથી તે ગ્રહણ ન થઈ શકે એમ પણ બને.

બુદ્ધિગ્રાહ્યતાની તો હું વાત જ નહીં કરીશ. બુદ્ધિના પ્રયત્નો ઓછેવત્તે અંશે નિષ્ફળ ગયેલા છે. બુદ્ધિગમ્ય દલીલથી ઈશ્વરને વિશે શ્રદ્ધા ઊપજી શકતી નથી. કારણ એ બુદ્ધિથી ગ્રહણ ન થઈ શકે એવી વસ્તુ છે. બુદ્ધિથી પર એ વિષય છે. એવી સંખ્યાંબંધ ઘટનાઓ છે જે ઉપરથી ઈશ્વરના અસ્તિત્વની દલીલો આપી શકાય પણ એ જાતની બુદ્ધિગમ્ય દલીલોમાં ઊતરીને હું તમારી બુદ્ધિનું અપમાન નહીં કરું. હું તો તમને એવી સલાહ આપું છું કે એ બધી દલીલો વેગળી મૂકો અને ઈશ્વરને વિશે સાદી સીધી બાલોચિત શ્રદ્ધા રાખો.

જો હું છું તો ઈશ્વર છે, કરોડો લોકોની માફક તે મારા જીવનની જરૂરિયાત છે. કરોટો એને વિશે વ્યાખ્યાન નહીં આપી શકે, પણ તેમના જીવનમાંથી આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વર વિશેની આસ્તિકતા તેમના જીવનનું અંગ છે. એ આસ્તિકતા મોળી પડી ગઈ છે તેને સજીવન કરવાનું હું તમને કહું છું. તેમ કરવા માટે આપણી બુદ્ધિને આંજી નાખનારું અને આપણને ચંચળ

બનાવી દેનારું ઘણું સાહિત્ય ભણેલું આપણે ભૂલી જવું પડશે. એવી શ્રદ્ધાથી શરૂ કરો - તેમાં નમ્રતા રહેલી છે અને આપણે અણુથીયે નાના છીએ. એમ

હું એટલા માટે કહું છું કે અણુ તો કુદરતના કાનૂનને આધીન છે, જ્યારે આપણે આપણા અજ્ઞાનના મદમાં કુદરતના કાનૂનનો ઈન્કાર કરીએ છીએ.

પણ જેનામાં શ્રદ્ધા નથી તેને સમજાવી શકે એવી દલીલ મારી પાસે છે જ નહીં.

એક વાર ઈશ્વરનું અસ્તિત્વ સ્વીકારો એટલે પ્રાર્થનાની આવશ્યકતા સ્વીકાર્યા વિના છૂટકો જ નથી. અમારું તો આખું જીવન પ્રાર્થનામય છે એવો

મોટો દાવો કરીને અમુક સમયે પ્રાર્થના કરવા બેસવાની અમારે જરૂર નથી એવી દલીલ આપણે ન કરીએ. જે માણસોનો સઘળો સમય અનંતતા સાથે એકતારમાં ગયો છે તેઓએ પણ આવો દાવો નથી કર્યો. તેમનાં જીવન સતત

પ્રાર્થનામય હતાં, છતાં આપણા જેવાની ખાતર તેઓ અમુક નક્કી કરેલે સમયે

પ્રાર્થના કરતા અને દરરોજ ઈશ્વર પ્રત્યેની પોતાની વફાદારીની પ્રતિજ્ઞા લેતા.

ઈશ્વરને આવી કશી પ્રતિજ્ઞા નથી જોઈતી પણ આપણે તો રોજ પ્રતિજ્ઞા લેવી જોઈએ અને હું તમને ખાતરી આપું છું કે એ માણસ જીવનમાં બધાં દુઃખોથી

મુક્ત થશે.

ઌપટ્ટઌ

, ૨૭-૯-૧૯૩૧, પા. ૩૦-૧

૧૦૩. પ્રાર્થનાની મારી રીત

(‘અહિંસા અને આંતરરાષ્ટ્રીય મામલો’માંથી)

એક મિશનરી જેઓ ગાંધીજીને સેગાંવમાં મળ્યા હતા, તેમણે પૂછ્યું

સ. : આપની પ્રાર્થનાની રીત શી છે ?

જવાબમાં ગાંધીજીએ કહ્યું : અમે સવારે ૪-૨૦ વાગ્યે અને સાંજે ૭

વાગ્યે સમૂહ પ્રાર્થના કરીએ છીએ. આ પ્રમાણે વર્ષોથી ચાલતું આવ્યું છે. અમે ગીતાના શ્લોકો અને બીજા માન્ય ધર્મગ્રંથોના પાઠ કરીએ છીએ, તેમ જ સંતોનાં ભજનો સંગીત સાથે કે સંગીત વગર ગાઈએ છીએ. વ્યક્તિગત

પ્રાર્થનાનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી. તે અખંડરૂપે અને અભાન અવસ્થામાં પણ ચાલુ રહે છે. સાક્ષીરૂપે પરમાત્મા હાજરાહજૂર છે તેવો અનુભવ મને હર પળે થઈ રહ્યો છે. તેની નજર કંઈ પણ જોવાનું ચૂકતી નથી. અને હું તેની સાથે એકતાલ થવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ક્રિસ્તી મિત્રો જે રીતે કરે છે એ રીત હું ગાંધીજી : છે કરતો નથી. એનું કારણ એ નથી કે મને એમાં કંઈ દોષ લાગે છે, પણ એટલા માટે કે મારા મોંમાંથી શબ્દો જ નીકળતા નથી. મને લાગે છે કે એ ટેવની બાબત છે.

મિશનરી : આપની પ્રાર્થનામાં યાચનાને કશું સ્થાન છે ખરું ?

ગાંધીજી : છે પણ ખરું અને નથી પણ. ઈશ્વર આપણી જરૂરિયાતો જાણે છે અને માગ્યા પહેલાં જ પૂરી પાડે છે. ઈશ્વરને મારી યાચનાની જરૂર નથી પણ મારા જેવા એકદમ અપૂર્ણ માણસને એક બાળકને તેના પિતાના રક્ષણની જરૂર પટે છે તેમ, ઈશ્વરના રક્ષણની અવશ્ય જરૂર પટે છે. અને છતાં હું જાણું છું કે હું ગમે તે કરું તેથી તેની યોજનામાં ફેર પડવાનો નથી. તમે

ચાહો તો મને દૈવવાદી કહી શકો છો.

મિશનરી : શું આપને આપની પ્રાર્થનાનો કોઈ જવાબ મળે છે ?

ગાંધીજી : એ બાબતમાં હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. ઈશ્વરે

મારી પ્રાર્થનાનો જવાબ ન આપ્યો હોય એવું કદી બન્યું નથી. ક્ષિતિજમાં જ્યારે ઘોર અંધકાર જણાતો હતો - જેલોની મારી અગ્નિપરીક્ષાઓમાં, જ્યાં

મારે માટે બધું સુતર નહોતું - ત્યારે મેં તેને મારી નજીકમાં નજીક ભાળ્યો છે.

મારા જીવનમાં એક ક્ષણ પણ હું એવી યાદ નથી કરી શકતો કે જ્યારે ઈશ્વરે

મને તજી દીધો છે, એવી મને લાગણી થઈ હોય.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૧-૧-૧૯૩૯ અને ૮-૧-૧૯૩૯

૧૦૪. આશ્રમજીવનમાં પ્રાર્થનાને સ્થાન

૨૬-૪-૩૨

જો સત્યનો આગ્રહ આશ્રમના

મૂળમાં જ છે તો પ્રાર્થના તે મૂળનો મુખ્ય

નિર્વાહ છે. આશ્રમ સ્થપાયું ત્યારથી જ

રોજ પ્રાર્થનાથી આશ્રમની પ્રવૃત્તિનો

આરંભ થયો છે ને પ્રાર્થનાથી ઉથાપન

થયું છે. મારી જાણ પ્રમાણે એક દિવસ

પણ પ્રાર્થના

વિના ખાલી નથી ગયો. એવા પ્રસંગોની મને ખબર છે કે પ્રાર્થનાસ્થાનમાં વરસાદ કે એવા કારણથી એક જ જવાબદાર માણસે હાજરી ભરી છે. મૂળથી જ નિયમ તો એવો જ રહ્યો છે કે, જે માંદા ન હોય અથવા માંદગી જેવું જ બીજું સબળ કારણ જેને ન હોય એવાં સમજશક્તિએ પહોંચેલ બધાંએ

પ્રાર્થનામાં હાજરી ભરવી. સાંજની પ્રાર્થના વખતે તો આ નિયમનું ઠીક ઠીક પાલન થયું ગણાય. પણ સવારમી પ્રાર્થના વિશે એમ ન કહી શકાય.

સવારની પ્રાર્થનાનો કલાક આરંભકાળમાં અનિશ્ચિત હતો. તેને વિશે બહુ પ્રયોગો કર્યા. અનુક્રમે ચાર, પાં., છ, સાત વાગ્‌.ાની પ્રાર્થના રાખવામાં આવી હતી. પણ મારા વખતોવખતના આગ્રહને લીધે છેવટે ૪-૧૦ કે ૪-૨૦ના સમય નિશ્ચિત થયો છે. એટલે કે જાગવાનો ઘંટ ચાર વાગ્યે થાય ને ત્યાર પછી જાતણપાણી કરી સહુ ૪-૨૦ લગીમાં આવી જાય.

૨૭-

૪- ૪-૩૨

૬-૩૨

મેં માન્યું છે કે હિંદુસ્તાન જેવા

સમશીતોષ્ણ પ્રદેશમાં મનુષ્ય જેમ વહેલો

ઉઠે તેમ સારું. કરોડો માણસોને વહેલા

ઊઠવાની ફરજ પડે છે. ખેડૂત મોડો ઊઠે

તો તેની ખેતી ખરાબ થાય. ઢોરની

સારવાર વહેલી સવારે થાય છે. ગાય

વહેલી સવારે

દોહવાય છે. આવી સ્થિતિ જે દેશમાં વર્તે છે ત્યાં સત્યાર્થી, મુમુક્ષુ, સેવક કે સંન્યાસી સવારના બેત્રણ વાગ્યે ઊઠે તો તે વિશેષ કરે છે એમ ન કહેવાય.

ન ઊઠે તો આશ્ચર્ય ગણાય.

બધા દેશોમાં ધાર્મિક માણસો,

પ્રભુભક્તો અને ગરીબ ખેડૂતો વહેલા જ

ઊઠે છે, ને ભક્તો પ્રભુના ધ્યાનમાં લીન

થાય છે, ખેડૂતો પોતાની ખેતીને લગતા

કામમાં પરોવાઈ પોતાની અને જગતની

સેવા કરે છે. મારે મન બંને ભક્ત છે.

પહેલા

જ્ઞાનપૂર્વક ભક્ત છે, ખેડૂત અજાણપણે પોતાના ઉદ્યમથી પ્રભુને ભજે છે, કેમ

કે તેની ઉપર જગત નિર્ભર છે. તે જો ઉદ્યમ કરવાને બદલે ધ્યાનમાં બેસે તો ધર્મભ્રષ્ટ થાય ને પોતાના નાશમાં જગતનો નાશ પણ સાથે કરે.

પણ ખેડૂતને આપણે ભક્ત ગણીએ કે ન ગણીએ. જ્યાં ખેડૂતોને,

મજૂરોને અને બીજા ગરીબોને ઈચ્છા-અનિચ્છાએ પણ વહેલી સવારે ઊઠવું રહ્યું છે, ત્યાં જેણે સેવાને ધર્મ માન્યો છે, જે સત્યનારાયણનો પૂજારી છે, તે કેમ

સૂઈ રહે ? વળી આશ્રમમાં તો ભક્તિ અને સેવાર્થે ઉદ્યોગનો મેળ સાધવાનો

પ્રયત્ન છે. એટલે ગમે તેટલી અગવડો લાગે તોયે આશ્રમમાં સહુ શક્તિશાળીએ વહેલા ઊઠવું જ જોઈએ એમ હંમાશાં મેં દીવા જેવું સ્પષ્ટ જોયું છે ને ૪ કલાકનો વખત મેં વહેલો નથી માન્યો, પણ મોડામાં મોડો ઊઠવાનો ૫-૬-૩૨

સમય માન્યો છે.

પ્રાર્થના ક્યાં કરવી, કોઈ મંદિર

બનાવીને કે બહાર આકાશ નીચે, ત્યાં

પણ ઓટો બાંધીને કે રેતી ધૂળ ઉપર જ,

મૂર્તિ સ્થપાય કે નહીં, વગેરે પ્રશ્નોનો

નિર્ણય કરવાપણું હતું જ. અંતે

આકાશની નીચે, ધૂળ કે રેતી ઉપર

બેસીને, મૂર્તિ વિના

પ્રાર્થના કરવાનો નિશ્ચય થયો. આશ્રમનો આદર્શ ગરીબાઈ ધારણ કરવાનો છે, ભૂખે મરતા કરોડોની સેવા કરવાનો છે. આશ્રમમાં કંગાળને સારુ સ્થાન છે.

નિયમ પાળવા તૈયાર હોય તે બધાં દાખલ થઈ શકે છે એમ કહી શકાય.

એવા આશ્રમમાં પ્રાર્થનામંદિર ઈંટચૂનાના મકાનમાં ન હોય. તેને સારુ

આકાશનું છપ્પર અને દિશાઓરૂપી થાંભલા ને દીવાલો પૂરતં હોવાં જોઈએ.

ઓટો કરવાનો વિચાર હતો પણ તે રદ થયો. સંખ્યાની હદ બંધાય નહીં.

અટલે ઓટાની હદ કોણ બાંધે ? બહુ મોટો ઓટો બાંધવાનું ખરચ ઘણું થાય.

અનુભવે જોવામાં આવ્યું કે, મકાન કે ઓટો ન બનાવવાનો વિચાર બરોબર હતો. આશ્રમ બહારના પણ પ્રાર્થનામાં આવી શકે છે. તેથી કેટલીક વાર સંખ્યા એટલી થઈ જાય છે કે ગમે તેવડો ઓચો બાંધ્યો હોત તે કોઈ વાર ટૂંકો પડત.

વળી આશ્રમની પ્રાર્થનાનું અનુકરણ દિવસે દિવસે વધતું જતું હોવાથી પણ આકાશ-મંદિર જ યોગ્ય નીવડ્યું છે. જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં સવારસાંજ પ્રાર્થના હોય જ. તેમાં મુખ્યત્વે સાંજના એટલી ભીડ હોય કે ખુલ્લા

મેદાનમાં જ થઈ શકે. અને જો મને મંદિરમાં જ પ્રાર્થના કરવાની ટેવ પડી હોત તો કદાચ મુસાફરીમાં સાર્વજનિક પ્રાર્થના કરવાનો વિચાર સરખોયે ન આવત.

વળી આશ્રમમાં બધા ધર્મોને એકસરખું માન છે. બધા ધર્મીઓને દાખલ થવાની છૂટ છે. તેમાં મૂર્તિપૂજક હોય, મૂર્તિપૂજાને ન માનનારા પણ હોય. કોઈને આઘાત ન પહોંચે એવા હેતુથી આશ્રમની સામાજિક પ્રાર્થનામાં

મૂર્તિ નથી રાખવામાં આવતી. જે પોતાની કોટડીમાં રાખવા માગે તેને બંધી નથી.

પ્રાર્થનામાં શું થાય છે ?

સવારની પ્રાર્થનામાં

ત્ત્ક્રઊંક્રૠક્ર઼ક્રપઌક્રબ્ૐમાં છપાયા છે તે શ્લોકો,

કોઈ ભજન, રામધૂન, અને ઘણે ભાગે

કંઈક વાચન. પહેલેથી જ આમ ન હતું.

શ્લોકોની પસંદગી કાકાસાહેબ

કાલેલકરની છે. કાકાસાહેબ આશ્રમના

આરંભથી જ જોડાયેલા છે.

કાકાસાહેબનો પરિચય મગનલાલે શાંતિનિકેતનમાં કર્યો. હું વિલાયતમાં હતો ત્યારે મગનલાલે બાળકો સાથે શાંતિનિકેતનનો આશ્રય લીધો હતો. દીનબંધું ૭-૫-૩૨

ઍન્ડ્રુઝ ને સ્વ. પિય્રસન તે વખતે શાંતિનિકેતનમાં હતા. ઍન્ડ્રુઝ જ્યાં કહે ત્યાં ઊતરવાની મેં મગનલાલને સલાહ આપી હતી. એન્ડ્રુઝે શાંતિનિકેતન પસંદ

કર્યું. કાકાસાહેબ આ વેળા શાતંનિકેતનમાં હતા. ત્યાં ભણાવવાનું કામ કરતા હતા. મગનલાલ અને કાકાસાહેબ વચ્ચે નિકટ સંબંધ બંધાયો. મગનલાલને સંસ્કૃતના શિક્ષકની ખોટ લાગ્યા કરતી હતી. તે કાકાસાહેબે પૂરી પાડી. આમાં

ચિંતામણી શાસ્ત્રી જે ત્યાં રહેતા હતા તે ભળ્યા. કાકાસાહેબે પ્રાર્થનાના શ્લોકો શીખવ્યા. શાંતિનિકેતનમાં જે શ્લોકો સહુ શીખ્યા હતા તે આજે ચાલે છે તેના કરતાં વધારે હતા. તેમાંથી કાકાસાહેબની સાથે મસલત કરી કેટલાક શ્લોકો, સમય બચાવવા ખાતર, કાઢ્યા. બાકી રહ્યા તે આજે ચાલે છે. એમ

પ્રાતઃકાળમાં ગવાતા શ્લોકો આશ્રમના આરંભકાળથી આજ લગી યાલતા આવ્યા છે, અને સંભવ છે કે એક દિવસ પણ એ શ્લોકો આશ્રમમાં ન ગવાયાનો સંજોગ નહીં બન્યો હોય.

આ શ્લોકો ઉપર ઠીક ઠીક વાર હુમલા થયા છે, - કોઈ વેળા વખત બચાવવાના હેતુથી, કોઈ વેળા સત્યના પૂજારીથી ન ગવાય તેવા કેટલાક

શ્લોકો લાગે છે એ માન્યતાથી, કોઈક વાર એ શ્લોકો હિંદુ સિવાય બીજા ન ગાઈ શકે એવી માન્યતાથી. હિંદુ સમાજમાં જ ગવાતા આ શ્લોકો છે એટલું તો નિર્વિવાદિત છે. પણ અન્ય ધર્મીને ગાવામાં અથવા એ ગવાતા હોય ત્યારે હાજરી ભરવામાં આઘાત પહોંચે એવું એમાં કાંઈ છે એમ મને નથી લાગ્યું.

મુસલમાન-ખ્રિસ્તિ મિત્રો જેમણે એ શ્લોકો સાંભલ્યા છે તેમણે પણ વિરોધ

નથી કર્યો. જેનામાં અન્ય ધર્મ પ્રત્યે માન છે તેને આઘાત ન પહોંચવો જોઈએ.

અને અહીંં એવાઓનો જ ઉલ્લેખ હોઈ શકે. એ શ્લોકોમાં કોઈની નિંદા કે અવગણના જેવું કંઈ છે જ નહીં. આશ્રમમાં હિંદુધર્મીની બહુ મોટી સંખ્યા હોઈ

પસંદગી તો હિંદુ ધર્મના શ્લોકોની હોઈ શકે. બીજાનું કંઈ ન જ ગવાય કે વંચાય એવો નિયમ નથી, એટલું જ નહીં પણ પ્રાર્થનામાં પ્રસંગ આવ્યે ઈમામસાહેબ કુરાનની આયાતો પઢતા. મુસલમાની ભજનો કે ગઝલો તો વારંવાર ગવાય છે; તેમ જ ખ્રિસ્તી ભજનો વિશે છે.

પણ બહુ આગ્રહપૂર્વક વિરોધ થયો તે સત્યની દૃષ્ટિએ. ‘સરસ્વતી, ગણેશ ઈત્યાદિની આરાધના સત્યને હણનારી છે. કમલાસને બેઠેલી, વીણાદિ

હાથમાં ધારણ કરનારી સરસ્વતી નામે કોઈ દેવીની હસ્તી જ નથી. મોટા પેટવાળો ને સૂંઢવાળો ગણપતિ નામે કોઈ દેવ જ નથી. આવા કાલ્પનિક દેવોની પ્રાર્થના કરવામાં અને બાળકોને તે શીખવવામાં સત્યનો ઘાત થાય છે’

એવી દલીલ બહુ નમ્રતાથી, પણ તેટલી જ દૃઢતાથી એક આશ્રમવાસીએ કરી.

તેને બીજા આશ્રમવાસીઓનો ટેકો પણ હતા. આ બાબત મારો અભિપ્રાય મેં

આમ આપ્યો :

“જો કે હું પોતાને સત્યનો પૂજારી માનું છું છતાં મને એ શ્લોકો ગાવામાં કે બાળકોને શીખવવામાં મુદ્દલ આઘાત નથી પહોંચતો. જો ઉપરની દલીલથી કેટલાક શ્લોકો રદ કરીએ તો તેના ગર્ભમાં હિંદુ ધર્મની આખી રચના ઉપર હુમલો થાય છે. હિંદુ ધર્મમાં હુમલાને યોગ્ય જે હોય તે ગમે તેટલું

પ્રાચીન હોય તેથી હુમલો ન કરાય એવું હું નથી કહેતો. પણ હિંદુ ધર્મનું એ અંગ નબળું કે હુમલો કરવા લાયક હું માનતો નથી. એથી ઊલટું, મારી

માન્યતા એવી છે કે, હિંદુ ધર્મમાં એ અંગ રહ્યું છે તે કદાચ તેની વિશેષતા છે. હું પોતે સરસ્વતી દેવી કે ગણેશ જેવી નોખી વ્યક્તિને માનતો નથી. એ બધાં વર્ણનો એક જ ઈશ્વરનું સ્તવન છે. તેના અસંખ્ય ગુણોને ભક્તકવિઓએ

મૂર્તિમંત કર્યા છે, તેમાં કાંઈ ખોટું નથી થયું. એવા શ્લોકોમાં પોતાને કે કોઈને છેતરવાપણું નથી. દેહધારી જ્યારે ઈશ્વરનું સ્તવન કરવા બેસે છે ત્યારે એને પોતાને ઠીક લાગે તેવો કલ્પે છે. તેની કલ્પનાનો ઈશ્વર તેને સારુ તો છે જ.

નિરાકાર નિર્ગુણ ઈશ્વરની પ્રાર્થના ઉચ્ચારતાં જ તેનામાં ગુણનું આરોપણ થાય

છે. ગુણ પણ આકાર જ છે. મૂળે ઈસ્વર વર્ણનાતીત છે, વાચાતીત છે. પણ પામર મનુષ્યને આધાર માત્ર પોતાની કલ્પનાનો છે. તેથી તે તરે છે, તેથી તે મરે પણ ખરો. ઈશ્વરને વિશે જે વિશેષણ શુદ્ધ હેતુથી, માનીને ગાઓ તે તમારે સારુ ખરાં છે, ને મૂળમાં ખોટાં તો છે જ, કેમ કે તેને સારુ એકે વિશેષણ પૂરતું નથી. હું પોતે બુદ્ધિથી આ વાત જાણતો છતાં ઈશ્વરના ગુણ વર્ણવ્યા વિના, તેનું ચિંતવન કર્યા વિના રહી શકતો નથી. મારી બુદ્ધિ કહે છે તેની અસર હૃદય ઉપર નથી. મારા નબળા હૃદયનો ગુણવાળા ઈશ્વરનો આશ્રય જોઈએ છે એમ કબૂલ કરવા હું તૈયાર છું. જે શ્લોકો હું પંદર વર્ષ થયાં ગાતો આવ્યો છું તે મને શાંતિ આપે છે, મને તે મારી દૃષ્ટિએ સાચા લાગે છે. તેમાં હું સૌંદર્ય. કાવ્ય ને શાંતિ જોઉં છું. સરસ્વતી, ગણેશ ઈત્યાદિને સારુ વિદ્વાનો અનેક કથાઓ કહે છે. એ બધું સારરહિત નથી. એનું રહસ્ય

હું જાણતો નથી. તેમાં હું ઊંટો ઊતર્યો નથી. મારી શાંતિને અર્થ ઊંડે ઊતરવાની મને જરૂર નથી જણાઈ. એટલે મારું અજ્ઞાન કદાચ મને બચાવી

લેતું હોય એમ બને. સત્યની શોધ કરતાં આ વસ્તુના ઊંડાણમાં જવાની આવશ્યકતા મને નથી લાગી. મારા ઈશ્વરને હું જાણું છું. તેને પહોંચ્યો નથી પણ હું એ દિશામાં પ્રયાણ કરી રહ્યો છું એટલું બસ છે”

આવી દલીલ સાથીઓને સંતોષ આપે જ એમ મારાથી આગ્રહ ન રખાય. ક્યાં લગી કોને તેથી સંતોષ થયો એ હું જાણતો નથી. તે બાબત એક વાર સમિતિ નિમાઈ હતી. પેટ ભરીને ચર્ચા થયા બાદ એ નિર્ણય આવ્યો કે, જે પસંદગી કરીશું તેમાં કંઈક ને કંઈક દોષ કોઈને તો લાગશે જ. એટલે જે છે તે રહેવા દેવું.

શ્લોકોની સાથે ભજન તો ચાલતાં જ. પ્રાર્થનાનો આરંભ દક્ષિણ આફ્રિકામાં ભજનથી જ થયેલો. શ્લોક હિંદુસ્તાનમાં આવ્યા પછી દાખલ થયા.

ભજનો ગાવા ગવડાવવામાં મગનલાલ જ મુખ્યપણે હતા. આથી અમને બંનેનો અસંતોષ હતો. જે કરવું તે સારી રીતે એટલે સાચી રીતે કરવાનો

લોભ હતો, તેથી કોઈ સંગીતશાસ્ત્રી મળે તો તેની પાસેથી બધા શિક્ષણ લે ને ભજન રસપૂર્વક ગવાય. ભજનમાં એક સૂર ન નીકળે તો તેમાં તન્મય થવમાં અશક્યતા નહીં તો મુશ્કેલી તો હતી જ. પણ શાસ્ત્રી એવા જોઈએ કે જે આશ્રમના નિયમોનું પાલન કરે. આવા સંગીતશાસ્ત્રી મળવા મુશ્કેલ છે એમ

લાગ્યું. મગનલાલે શોધ કરતાં સ્વ. સંગીતાચાર્ય વિષ્ણુ દિગંબર શાસ્ત્રીએ પહેલા શિષ્ય નારાયણ ખરેને હેતુપૂર્વક સોંપ્યા, આશ્રમની દૃષ્ટિએ ખરે શાસ્ત્રીએ પૂર્ણ સંતોષ આપ્યો ને તે હવે આશ્રમના પૂર્ણ સભ્ય થઈને રહે છે.

તેમણે ભજનોમાં રસ રેડ્યો ને જે ત્ત્ક્રઊંક્રૠક્ર઼ક્રપઌક્રબ્ૐ આજે હજારો રસપૂર્વક વાંચે છે તે મુખ્યત્વે તેમની કૃતિ છે. ભજનની સાથે જ તેમણે રામધૂન દાખલ

કરી.

હજુ પ્રાર્થનાનું ચોથું અંગ બાકી છે એ ગીતાપાઠ. વખતોવખત ગીતા તો વંચાયા જ કરતી. ગીતાને આચારવિચારને સારુ, વર્ષો થયાં, આશ્રમવાસી

પ્રમાણગ્રંથ માને છે. અમુક આચાર કે વિચાર શુદ્ધ છે કે નહીં તે જોવા માટે, જોડણી કે અર્થ જાણવા ઈચ્છનાર વિદ્યાર્થીને જેમ જોડણીકોશ કે અર્થકોશ હોય

છે તેમ, આશ્રમને ગીતા છે. આ ગીતાના અર્થ પ્રત્યેક આશ્રમવાસી જાણે તો સારું, તે સહુને કંઠ થાય તો તેથીયે સારું, ને તેમ ન થઈ શકે તોયે મૂળને શુદ્ધ ઉચ્ચારણથી વાંચી શકે તો ઠીક. - આવી જાતના વિચારોને લઈને રોજ ગીતાપાઠ કરવાનું શરૂ કર્યું. પ્રથમ થોડા શ્લોક થતા, વળી કંઠ થઈ જાય ત્યાં

લગી તેના તે શ્લોક રોજ ચલાવાતા. એમાંથી પારાયણ પેદા થયું ને હવે ગીતાના અધ્યાય એવી રીતે ગોઠવાયા કે તે ચૌદ દિવસમાં પૂરી વંચાઈ જાય.

એટલે કયે દિવસે કયા શ્લોકો વંચાય છે તે દરેક આશ્રમવાસી જાણી શકે છે.

એકાંતરાને શુક્રવારે પહેલો અધ્યાય શરૂ થાય છે. આ લખાઈ રહ્યું છે તે પછીનો શુક્રવાર (૧૦મી જૂન, ૧૯૩૨) પહેલા અધ્યાયનો છે. અઢાર અધ્યાય

ચૌદ દિવસમાં પૂરા કરવા સારુ ૭ + ૮, ૧૨ + ૧૩, ૧૪ + ૧૫, ૧૬

+ ૧૭ એક જ દહાડે ગવાય છે.

સાંજની પ્રાર્થનામાં ભજન અને રામધૂન ઉપરાંત ગીતા અધ્યાય

બીજાના છેલ્લા ૧૯ શ્લોકો ગવાય છે એમ કહી ગયો. એ શ્લોકમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ કહ્યાં છે. સત્યાગ્રહીનાં એ હોવાં જોઈએ. સ્થિતપ્રજ્ઞ જે સાધે છે તે સત્યાગ્રહીને સાધવું છે. એનું નિરંતર સ્મરણ રહે તે ખાતર આ

શ્લોકો ગવાય છે.

રોજ એક જ પ્રાર્થનાની યોગ્યતા વિશે શંકા ઉઠાવવામાં આવી છે :

‘રોજ આવી રીતે પ્રાર્થના કરવાથી યંત્રવત્‌ થઈ જાય છે; તેથી એની અસર જતી રહે છે.’ પ્રાર્થના યંત્રવત્‌ થઈ જાય છે એ સાચું છે. આપણે પોતે યંત્ર છીએ. જો ઈશ્વરને આપણે યંત્રી માનીએ તો આપણે યંત્રવત્‌ ચાલવું જ જોઈએ. સૂર્યાદિ પોતાનાં કામ યંત્રવત્‌ ન કરે તો જગત એક ક્ષણ વાર પણ ન ચાલે. પણ યંત્રવત્‌ એટલે જડવત્‌ નહીં. આપણે ચેતન છીએ. ચેતન

ચેતનને શોભે તેમ યંત્રવત્‌ થઈ આચરે, વિચરે. પ્રાર્થના એક જ કે વિવિધ, એવા બે પ્રશ્ન નથી. વિવિધ રાખતાં છતાં તેની અસર ન પડે એ સંભવે.

હિંદુની તે જ ગાયત્રી, ઈસ્લામનો તે જ કલમો, ખ્રિસ્તીની તે જ પ્રાર્થના તે તે ધર્મના લાખો માણસો સૈકાંઓથી રોજ પઢતા આવ્યા છે, તેથી તેનો

ચમત્કાર ઓછો નથી થયો પણ વધ્યો છે. જો તેની પાછળ મનુષ્યની ભાવના રહેશે તો તેનો ચમત્કાર હજુ વધશે. એ જ ગાયત્રી, એ જ કલમો, એ જ ઈશુની પ્રાર્થના નાસ્તિક પઢી જાય, પોપટ પઢે, તેની કંઈ જ અસર ન હોય.

પણ એ જ્યારે આસ્તિકને મુખેથી રોજ નીકળે છે ત્યારે તેની ભવ્ય શક્તિ રોજ વધતી જાય છે. આપણો મુક્ય ખોરાક રોજ એ ને એ જ હોય છે. ઘઉં કાનારા બીજી ત્રીજી વસ્તુ ભલે લે, બદલ્યા કરે; પણ ઘઉંનો રોટલો તો રોજ લેશે.

તેથી પોતાનું શરીર બાંધશે, તેથી કંટાળશે નહીં. કંટાળે ત્યારે તે શરીરનો અંત નજીક હોય. એમ જ પ્રાર્થનાનું છે. મુખ્ય તો એક જ હોય. જો આત્માને તેની ભૂખ હોય તો તે એક જ પ્રાર્થનાથી કંટાળશે નહીં પણ તેનો આત્મા પુષ્ટ થશે. પ્રાર્થના નહીં થઈ હોય તે દિવસ તેને તેની ભૂખ રહેશે. તે ઉપવાસીના કરતાં વધારે ઢીલો લાગશે. શરારને સારુ કોઈ દિવસ ઉપવાસ આવશ્યક હોય

છે. આત્માને પ્રાર્થનાની બદહજમી કદી સાંભળી નથી.

મૂળ વાત આ છે : આપણે ઘણા આત્માની ભૂખ વિના પ્રાર્થના કરીએ છીએ. આત્મા છે એમ માનવાની ‘ફૅશન’ છે, એવો રિવાજ છે, એટલે ‘છે એમ માનીએ’. આવી માઠી દશા ઘણાની હોય છે. ‘આત્મા છે’ એમ કેટલાકને સારુ એમની બુદ્ધિએ નિશ્ચય કર્યો હોય છે. એવાંને હૃદયગત નથી હોતો, તેથી

પ્રાર્થનાની હાજત નથી હોતી. સમાજમાં રહી સમાજ કરે તેમ કરીએ, આમ

ધારીને ઘણા પ્રાર્થનામાં ભળે છે. આવાને વિવિધતાની જરૂર જણાય છે. પણ ખરી રીતે તેઓ પ્રાર્થના ભળ્યા જ નથી. તેઓ સંગીત સાંભળવા આવ્યા છે, તેઓ કુતૂહલથી આવ્યા છે, તેઓ પ્રવચન સાંભળવા આવ્યા છે. તેઓ ઈશ્વરની સાથે ઐક્ય સાધવા નથી આવ્યા.

પ્રાર્થના એટલે શું ?

પ્રાર્થનાનો મૂળ અર્થ તો માગવું થાય

છે. ઈશ્વર પાસે કે વડીલોની પાસે

વિનયપૂર્વક કરેલી માગણી એ પ્રાર્થના.

અહીં આ અર્થમાં પ્રાર્થના શબ્દ નથી

વપરાયો. પ્રાર્થના એટલે ઈશ્વરની સ્તુતિ,

ભજનકીર્તન, (ઉપાસના), સત્સમાગમ,

અંતર્ધ્યાન, અંતરશુદ્ધિ.

પણ ઈશ્વર કોણ ? એ કોઈ આપણી શરીરની કે આ જગતની બહાર રહેલ વ્યક્તિ નથી. એ તો સર્વવ્યાપક છે, સર્વશક્તિમાન સર્વજ્ઞ છે. અને સ્તુતિની શી ગરજ હોય

૧૨-૬-૩૨

?સર્વવ્યાપક હોઈ એ બધું સાંભળે છે, આપણા

વિચાર જાણે છે. મોટેથી બોલીને એને શું સંભળાવવું ? એ આપણા હૃદયમાં વસે છે. નખ આંગળાં આગળ છે તેનાથી પણ તે નજીક છે. અહીં પ્રાર્થના શું કરે ?

આવી ગૂંચવણ છે તેથી જ પ્રાર્થનાનો અર્થ અંતરશુદ્ધિ પણ કર્યો.

બાલીને ઈશ્વરને નથી સંભળાવવું. બોલીને કે ગાઈને આપણને સંભળાવીએ છીએ, ઊંઘમાંથી જાગ્રત થઈએ છીએ. આપણામાંના કેટલાક ઈશ્વરને બુદ્ધિથી ઓળખે છે, કેટલાકને તો તે વિશે શંકા પણ છે. કોઈએ ઈશ્વરને આંખે જોયો નથી. આપણે તેને હૃદયથી ઓળખવો છે, સાક્ષાત્કાર કરવો છે, તેના રૂપમાં ભળી જવું છે. આ સારુ પ્રાર્થના કરીએ છીએ.

આ ઈશ્વર, જેનો સાક્ષાત્કાર કરવા ઈચ્છીએ છીએ તે, સત્ય છે.

અથવા કહો કે સત્ય એ જ ઈશ્વર. સત્ય એટલે

સાચું બોલવું એટલું જ નહીં. સત્ય એટલે આ જગતમાં જે હમેશાં એને રૂપે હતું, છે ને હશે, અને એના સિવાય બીજું કાંઈ જ નથી, જે પોતાની શક્તિ વડે છે, જેને કોઈનો આશ્રય નથી જોઈતો, પણ જેને આશ્રયે જે કંઈ છે તે છે. સત્ય જ શાશ્વત છે, બાકી બધું ક્ષણિક છે. એને આકૃતિની જરૂર નથી.

એ જ શુદ્ધ ચેતન છે, એ જ શુદ્ધ આનંદ છે. એને ઈશ્વર કહીએ, કેમ કે એની સત્તા વડે જ બધું ચાલે છે. એ અને એનો કાયદો એક જ છે; તેથી એ કાયદો

ચેતનરૂપ છે. એ કાયદાને આધારે આખું તંત્ર ચાલે છે. એ સત્યની આરાધના તે પ્રાર્થના, - એટલે કે આપણી સત્યમય થવાની તીવ્ર ઈચ્છા. આ ઈચ્છા

ચોવીસે કલાક હોવી જોઈએ. પણ આપણામાં એટલી જાગૃતિ નથી, તેથી અમુક વખતે તો પ્રાર્થના, આરાધના કે ઉપાસના કરીએ જ, ને એમ કરતાં કરતાં આપણને ચોવીસે કલાક સત્યનું ચિંતવન રહે.

આવી પ્રાર્થનાને આશ્રમ પહોંચવા ઈચ્છે છે. અત્યારે તે બહુ દૂર છે.

ઉપર વર્ણવ્યા તે બધા બાહ્યોપચાર છે. પણ જેમ તેમ કરીને પ્રાર્થના હૃદયગત કરવાની ધારણા છે. અને જો આત્રમની પ્રાર્થના હજુ આકર્ષક નથી બની, હજુ આશ્રમવાસીઓને પણ તેમાં હાજર રહેવા ટોકવા પડે છે તો તેનો અર્થ એ છે કે આશ્રમમાં અમારામાંથી કોઈમાં હજી મેં સૂચવ્યો છે તે અર્થમાં પ્રાર્થના

મૂર્તિમંત નથી થઈ.

હૃદયગત પ્રાર્થનામાં તો ભક્ત એટલો અંતર્ધ્યાન રહેવો જોઈએ કે તે વખતે તેને બીજી વસ્તુનું ભાન જ ન હોય. ભક્તને વિષયીની ઉપમા ઠીક જ અપાઈ છે. વિષયીને જ્યારે તેનો વિષય મળે છે ત્યારે તે પોતાનું ભાન ભૂલી વિષયરૂપ બની જાય છે. તેની બધી ઈંદ્રિયો તદાકાર થઈ જાય છે, કેમ તે તેને તેના વિષયની આડે બીજું સૂઝતું જ નથી. એથી પણ વધારે તદાકારતા ઉપાસકમાં હોવી જોઈએ. એ તો બહુ પ્રયાસથી, તપથી, સંયમથી જ કાળે કરીને આવે છે. આવા કોઈ ભક્ત જ્યાં હોય ત્યાં પ્રાર્થનામાં જવાનુે સારું કોઈને લલચાવવાપણું ન હોય. તેની ભક્તિ બીજાને પરાણે ખેંચે છે.

આટલે લગી સામાજિક પ્રાર્થના વિશે લખ્યું. પણ આશ્રમમાં વ્યક્તિગત, એકાંતિક પ્રાર્થના ઉપર પણ ભાર દેવામાં આવે છે. જે એકલો

પ્રાર્થના કરતો જ નથી તે સામાજિક પ્રાર્થનામાં ભલે હાજર થાય, પણ તેમાંથી બહુ સિંચન નહીં કરે. સમાજને અર્થે સામાજિક પ્રાર્થના અત્યાવશ્યક છે. પણ વ્યક્તિ વિના સમાજ હોઈ જ ન શકે, તેમ વ્યક્તિગત પ્રાર્થના વિના સામાજિક પ્રાર્થના સંભવતી નથી. તેથી દરેક આશ્રમવાસીને વારંવાર

ચેતવવામાં આવે છે કે તેણે સૂતાં જાગતાં અનેક વખતે પોતાની મેળે તો અંતર્ધ્યાન થવાનું જ છે. આપી કોઈ ચોકી નથી રાખી શકતું. આનો હિસાબ ન હોય. આશ્રમમાં આ પ્રાર્થના ક્યાં લગી ચાલે એ ન કહી શકું. મારી એવી

માન્યતા છે કે ઓછાવત્તા પ્રમાણમાં સહુ એ દિશામાં યત્ન કરે.

ગઅસ્ર્ક્રટક્રથ્દ્યઌક્રશ્વ શ્નબ્ભદ્યક્રગ,

પા. ૧૯-૩૨

૧૦૫. આશ્રમની પ્રાર્થના

(‘હરિજનસેવક’માંથી)

આશ્રમની પ્રાર્થના ઘણી પ્રચલિત થઈ છે. એનો આપોઆપ વિકાસ થયો છે. ત્ત્ક્રઊંક્રૠક્ર઼ક્રપઌક્રૐટ્ટની ઘણી આવૃત્તિઓ થઈ છે. તેની માગણી પણ વધી છે. આ પ્રાર્થનાની ઉત્પત્તિ કૃત્રિમ રીતે નથી થઈ. દરેક શ્લોક અને ભજનને સ્થાન આપવામાં કાંઈક ઈતિહાસ રહ્યો છે.

ભજનોમાં અનાયાસે સર્વે ધર્મોને સ્થાન મળ્યું છે. એમાં મુસ્લિમ સૂફી અને ફકીરોનાં ભજન છે, ગુરુ નાનકનાં છે, અને ખ્રિસ્તીઓનાંયે છે.

આશ્રમમાં ચીના રહી ગયા છે, બ્રહ્મદેશના સાધુ રહ્યા છે, લંકાના ગૃહસ્થ રહ્યા છે. મુસ્લિમ, પારસી, યહૂદી, અંગ્રેજ વગેરે પણ રહ્યા છે. એ જ પ્રમાણે ૧૯૩૫માં મગનવાડીમાં મારી પાસે બે જાપાની સાધુ આવેલા.

તેમનામાંના એક જાપાન સાથે લડાઈ જાહેર થઈ અને સરકાર તેમને પકડી ગઈ ત્યાં સુધી અહીં હતા. તે રોજ સવારસાંજ પોતાની પ્રાર્થના એક ઢોલના અવાજ સાથે ફરતા ફરતા કરતા. સેવાગ્રામમાં તે એક ધડો લેવા લાયક વ્યક્તિ હતા. આશ્રમનાં દૈનિક કામોમાં ઉત્સાહથી ભાગ લેતા. કદી કોઈની સાથે તેમને ઝઘડો તયાનું મેં જાણ્યું નથી.કામ સિવાય કદી એમને બોલતા સાંભળ્યા નથી. શિખાયું તેટલું હિન્દી તે શીખ્યા. પોતાના વ્રતોમાં બહુ જાગ્રત રહેતા. આશ્રમની સાંજની પ્રાર્થનાનો આરંભ તેમના નિત્યજપના મંત્રથી થતો. મંત્ર આ છે :

ઌધ્ ૠસ્ર્ક્રશ્વ દ્યક્રશ્વ થ્શ્વધ્ટક્રશ્વ દૃસ્ર્ક્રશ્વધ્.

આ મંત્રનો અર્થ આ છે : ‘સદ્ધર્મ દેખાડનારા બુદ્ધ ભગવાનને નમસ્કાર હો.’

જ્યારે એમને પોલીસ પકડવા આવી ત્યારે જે વ્યવસ્થા, શીઘ્રતા અને તટસ્થતાથી તે મારી પાસે તૈયાર થઈને આવ્યા એ દૃશ્યને હું ભૂલી શકતો નથી. વિદાય લેતી વખતે તે પોતાના ઢોલ સાથે આવ્યા. પોતાના પ્રિય મંત્રનો ઉચ્ચાર કરી વિદાય લીધી. મેં એમને સહજપણે કહી દીધું, “તમે જાઓ છો, પણ તમારો મંત્ર આશ્રમપ્રાર્થનાનું એક અવિભાજ્ય અંગ બનશે.” ત્યારથી એમની ગેરહાજરીમાં એ મંત્રથી પ્રાર્થનાનો આરંભ થાય છે. મારે માટે એ

મંત્રમાં સાધુ કેશોની પવિત્રતા અને એકનિષ્ઠાની યાદગીરી છે. આથી એ

મંત્રમાં ખાસ શક્તિ છે.

સાધુ કેશો હતા તે જ અરસામાં બહેન રૈહાના તૈયબજી થોડા દિવસ આવી ગયાં. તે ચુસ્ત મુસલમાન છે. હું જાણતો નહોતો કે તે કુરાને શરીફ

બહુ સારી રીતે જાણે છે, ગુજરાતરત્ન અબ્બાસ તૈયબજી સાહેબનું જ્યારે અવસાન થયું ત્યારે તેમના ઓરડામાં રડવાનો અવાજ મુદ્દલ થયો નહોતો.

ઓરડો બહેન રૈહાનાના કુરાને શરીફના પાઠના ગુંજનથી ભરાઈ ગયો હતો.

અબ્બાસ સાહેબ મર્યા જ ક્યારે છે ? પોતાના કામથી તે સદાકાળ જીવતા જ છે.

જ્યારે રૈહાના બહેન આવ્યાં ત્યારે મેં તેને મજાકમાં કહ્યું : “તું આશ્રમવાસીઓને મુસલમાન બનાવ, હું તને હિંદુ બનાવીશ.” એનું સંગીત તો ઉત્કૃષ્ટ છે જ. તેની પાસે સર્વે પ્રકારનાં ભજનોનો ભંડાર છે. તે એ રોજ સંભળાવતાં. કુરાનમાંથી મીઠી અને ઊંટા અર્થવાળી આયતો પણ સંભળાવતાં. મેં કહ્યું, “અહીં જે શીખે તેમનેય કંઈક આયતો શીખવી જા.”

તેણે શરૂ કર્યું. પછી પૂછવું જ શું ? બધા સાથે તે એકરૂપ થઈ ગયાં હતાં.

ભક્તોએ આયતો શીખી લીધી. એમાંની એક પ્રખ્યાત ‘ફાતેહા’ છે. તે ભજનમાં દાખલ થઈ. રૈહાનાબહેન પોતાના કામ પર ચડી ગયાં; પોતાનું સ્મરણ મૂકતાં ગયાં.

“૧. પાપાત્મા શેતાનની સામે હું અલ્લાનું શરણ લઉં છું.

“૨. ઈશ્વર એક છે; સનાતન છે; નિરાલંબ છે. તે અજન્મા છે, અજોડ છે; તે સર્વનો સ્રષ્ટા છે, તેનો કોઈ સર્જક નથી.

“૩. પ્રભો, તારે નામે હું સર્વ આરંભ કરું છું. તું દયાનો સાગર છે. તું મહેરબાન છે. તું સર્વ બ્રહ્માંડોનો સર્જનહાર છે, સ્વામી છે, અમે તારી આરાધના કરીએ છીએ અને તારી જ

સહાયતા માગીએ છીએ. તું જ અંતે ન્યાય દેશે. તું અમને સાચો માર્ગ બતાવ; તે માર્ગ જે તારા કૃપાપાત્ર બનેલાઓનો છે, તે નહીં જે તારી પ્રસન્નતાના પાત્ર થયેલાઓ અને ભૂલેલાઓનો છે.”

એક મિત્ર ચુસ્ત હિંદુ છે અને મારો હિંદુત્વનો ઈન્કાર નથી કરતો તે

મને મીઠો મીઠો ઠપકો સંભળાવે છે કે, “હવે તો તમે આશ્રમમાં કલમો પણ દાખલ કર્યો છે ! હવે બાકી શું રહ્યું ?” એમની શંકાના ઉત્તરમાં આ લેખ

લખ્યો છે. જાપાની મંત્ર અને કુરાનની આયતને લીધે મારું અને આશ્રમના

હિંદુઓનું હિંદુત્વ ઊંચે ચડ્યું છે. આશ્રમના હિંદુત્વમાં સર્વધર્મસમભાવ છે.

જ્યારે ખાનસાહેબ મારી પાસે આવે છે ત્યારે પ્રાર્થનામાં રોજ ભાવથી બેસે છે. રામાયણનો સૂર તેમને મીઠો લાગે છે, ગીતાનો અર્થ ધ્યાનથી સાંભળે છે.

એમનું મુસ્લિમપણું એથી ઓછું નથી થયું. શું હું કુરાનને એટલા આદરથી ન ભણું, ને ન સાંભળું ? વિનોબા અને પ્યારેલાલ જેલમાં કુરાન બહુ પ્રેમથી પરિશ્રમ લઈને શીખ્યા. અરબીનો અભ્યાસ કર્યો. એમણે કશું ખોયું નથી, પુષ્કળ કમાયા છે. હિંદુ-મુસ્લિમ ઐક્ય આવા પ્રયત્નોમાંથી થશે; બીજી રીતે કદી નહીં. રામનાં નામ સહસ્ત્ર નહીં, અબજ છે, અગણિત છે. તેને અલ્લા કહો, ખુદા કહો, રહેમાન કહો, રજ્જાક કહો, રોટી દેનારો કહો.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૧૫-૨-૧૯૪૨, પા. ૪૦

(‘ઉમેરાનું કારણ નોંધમાંથી’)

શ્રીનગરમાં ત્રણ દિવસ ગાળ્યા તે દરમિયાન ત્યાં હું જેમાં ઊતર્યો હતો તે લાલા કિશોરીલાલના બંગલાના ચોગાનમાં મેં પ્રાર્થના કરી હતી પણ તે પ્રસંગે ભાષણો કર્યાં નહોતાં. દિલ્હી છોડતાં પહેલાં જ મેં જાહેર કર્યું હતું કે કાશ્મીરમાં હું ભાષણ નહીં કરું. પણ પ્રાર્થનામાં આવનારાઓમાંથી કેટલાક

લોકોએ મારા પર પ્રશ્નો મોકલી આપ્યા હતા. એમાંનો એક આ છે :

“તમારી પ્રાર્થનાસભામાં મેં હાજરી આપી હતી. તે વખતે તમે બીજી કોમોની બે પ્રાર્થનાઓ બોલ્યા હતા. એમ કરવામાં તમારો આશય શો છે ને ધર્મનો તમારો ખ્યાલ કેવો છે ?”

આ પહેલાં મેં જણાવ્યું છે કે કુરાનની પ્રાર્થના થોડાક વરસ પહેલાં રૈહાના તૈયબજીની સૂચનાથી દાખલ કરવામાં આવી હતી. એ બહેન તે વખતે સેવાગ્રામ આશ્રમમાં રહેતાં હતાં. પારસીઓની પ્રાર્થનામાંની ગાથા મેં ડૉ.

ગીલ્ડરની સૂચનાથી દાખલ કરી હતી. આગાખાનના મહેલમાં અમારી અટકાયત દરમિયાન મારા ઉપવાસના પારણા વખતે તેમણે એ પ્રાર્થના ગાઈ હતી. આ ઉમેરાથી પ્રાર્થના વધારે સમૃદ્ધ તેમ જ સાર્થક બની છે એવો મારો મત છે.

પહેલાં કરતાં એ હવે વધારે સંખ્યાના લોકોના દિલને સ્પર્શ કરે છે. અને તે હિંદુ ધર્મને ખસૂસ તેના સહિષ્ણુ અને વ્યાપક સ્વરૂપમાં દર્શાવે છે. પ્રાર્થનાનો આરંભ

જાપાની ભાષામાં બૌદ્ધ પ્રાર્થનાથી કેમ કરવામાં આવે છે એ પણ પ્રશ્ન કરનારે પૂછવું જોઈતું હતું. એ પ્રાર્થનાના શ્લોકોની પસંદગીની પાછળ એની પવિત્રતાને છાજે એવો ઈતિહાસ રહેલો છે. સેવાગ્રામમાં એક ભલા જાપાની સાધુ રહેતા હતા ત્યારે વહેલી સવારે આખો સેવાગ્રામ આશ્રમ જે પ્રાર્થનાના સૂરથી ગાજી

રહેતો તે એ બૌદ્ધ પ્રાર્થના છે. પોતાના મૂગા અને ગૌરવશાળી વર્તનથી બધા આશ્રમવાસીઓના એ જાપાની સાધુ પ્રીતિપાત્ર બન્યા હતા.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૧૭-૮-૧૯૪૭, પા. ૨૪૯

૧૦૬. સામુદાયિક પ્રાર્થના

(બૅંગલોરથી નીકળતા પહેલાં છેલ્લી પ્રાર્થનાસભાનું વ્ય્ખ્યાન -

‘વિદાય વેળા’માંથી)

સાંજે સભામાંથી આવી નિત્યને જેમ પ્રાર્થના થઈ. બૅંગલોરમાં જે દિવસે પહોંચ્યા તે દિવસે જેટલી સંખ્યા હતી તેટલી તો આજે નહોતી જ, કારણ આજે તો દૂર ભરાયેલી સભામાંથી તરત ઘણાને પહોંચવું પણ મુશ્કેલ

હતું. પણ જેટલા આવ્યા હતા તે સૌ હંમેશ આવનારા હતા. આજે નવામાં મિ. અને મિસિસ બેરમ તો હતાં જ, પણ ઍન્ટ્રૂઝ પણ હતા. રોજના ભજનો ઉપરાંત આ ત્રણ ખ્રિસ્તી મિત્રોએ એક સુંદર ખ્રિસ્તી ભજન પણ ગાયું.

ગાંધીજી કહે, “આ ભજન મેં પહેલી વાર પ્રિટોરિયામાં સાંભળેલું. આજે એ સાંભળીને મારી આગળ પ્રિટોરિયા ખડું થાય છે.” પ્રાર્થના થઈ ગયા પછી હંમેશ પ્રમાણે સૌ ઊઠતા હતા ત્યાં તો ગંગાધરરાવને ગાંધીજીએ કહ્યું કે,

“બધાંને રોકો; મારે બે શબ્દો કહેવા છે.” પ્રાર્થનામાં આવનારા કેટલા છે એમ

પૂછીને ગાંધીજીએ જાણી લીધું તે ઘણાખરા આવનારા હતા, રાજી થઈ ગાંધીજી

બોલ્યા :

“તમે નિયમિત પ્રાર્થનામાં આવતા હતા એ તો તમે સારું કર્યું. મારે

માટે તો એ સારું હતું જ, કારણ મને તો તમારી સાથે પ્રાર્થના કરવાથી આનંદ મળ્યો છે, અને મારી ઉન્નતિ થઈ છે. હવે પણ તમે પ્રાર્થના નહીં

છોડતા. સંસ્કૃત શ્લોકો ન આવડે, ભજનો ગાતામ ન આવડે તોયે ફિકર નહીં.

આપણા પ્રાચીન ઋષિઓએ આપણે માટે રામનામનો સહેલો રસ્તો બતાવ્યો છે.”

“માણસના જીવનના બે ભાગ છે - એક વ્યક્તિગત ને સ્વતંત્ર અને બીજો સામાજિક. આ સ્વતંત્ર ભાગની સ્વતંત્ર પ્રાર્થના ચોવીસે કલાક ચાલે, પણ સમાજના અંગ તરીકે એણે સામાજિક પ્રાર્થના પણ કરવી રહી. માટે સવારે ઊઠતાં અને સાયંકાળે દિવસની બધી પ્રવૃત્તિઓ પૂરી થતાં સૌ સમાજમાં બેસી પ્રાર્થના કરે.

“મારો અનુભવ તો એ છે કે હું એકલો હોઉં ત્યારે ભગવાનનું નામ

લઈ લઉં છું, પણ જ્યારે કોઈ નથી હોતું ત્યારે બહુ અડવું લાગે છે, એકલું એકલું લાગે છે. તમે અહીં આવો છો તેમને હું ઓળખતો નથી, કાલે મને તમે રસ્તામાં મળો તો પિછાની પણ ન શકું; છતાં તમે મારી સાથે પ્રાર્થનામાં સામેલ હતા એટલી વાત જ મારા માટે પૂરતી હતી, તમે મારો સમાજ બન્યા હતા. અહીંથી જઈશ ત્યારે જે અનેક જાતનાં દુઃખ મને થશે તેમાં પ્રાર્થના વખતે ભેગા થતા આ સમાજનો વિયોગ પણ એક દુઃખ હશે જ. પણ વેલોર જઈને હું નવો સમાજ ઉત્પન્ન કરી લઈશ, અને અહીંના સાજના વિયોગનું દુઃખ ધોઈ નાખીશ. જે મુષ્ય મનુષ્યમાત્રને પોતાનાં ભાઈભાંડુ ગણતો હોય

તેને જ્યાં જાય ત્યાં સમાજ મળી રહેવો જોઈએ. એ વિયોગને એ સંઘરી શકતો નથી.

“એટલે આ પ્રાર્થના ચાલુ રાખશો, - અહીં આવીને આ જ સમાજમાં પ્રાર્થના કરશો એમ નહીં, પણ તમે પોતપોતાનો સમાજ પોતપોતાને સ્થાને ઘડી લેજો. કાંઈ નહીં તો તમારા કુટુંબીજનો તો છે જ, તેમને સમાજ ગણીને પ્રાર્થના કરજો; પણ આ પ્રાર્થના ચૂકશો નહીં.

પ્રયત્નપૂર્વક ભજન, ગીતા શીખશો તો ઉત્તમ છે જ. જેટલું વધારે કરી શકો એટલું સારું. ગમે તે નામ લો, અને આત્મશુદ્ધિ કરી લો એ મુખ્ય વાત છે.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૧૧-૯-૧૯૪૬, પા. ૨૩

(‘સામુદાયિક પ્રાર્થના’માંથી)

સ. : આપ સમૂહપ્રાર્થનામાં માનો છો. આજે જે રીતે સામુદાયિક

પ્રાર્થના ચાલે છે એ ખરી પ્રાર્થના કહેવાય ? મારા અભિપ્રાય પ્રમાણે તે

માણસને નીચો ઉતારનારી છે અને તેથી ભયંકર છે. ઈશુ ખ્રિસ્તે કહ્યું છે કે,

“દંભી લોકોની જેમ તું પ્રાર્થના ન કર. તારા અંતરના મંદિરમાં પ્રવેશ કરી

મનનાં બારણાં બંધ કરી એકાંતમાં તારા કર્તાની પ્રાર્થના કરજે.” ભીડમાં ઘણાખરા માણસો સાવધાન હોતા નથી. તેથી તેઓ એકાગ્ર નથી થઈ શકતા.

પછી પ્રાર્થના એક દંભ થઈ જાય છે. યોગી આ વસ્તુ જાણે છે. માટે લોકોને આત્મનિરીક્ષણરૂપી ખરી પ્રાર્થના શીખવવી સારી નહીં ?

જ. : હું જે પ્રાર્થના ચલાવું છું, તે જનસમૂહ માટે સાચી પ્રાર્થના છે, એમ માનું છું. પ્રાર્થના ચલાવનાર શ્રદ્દાળુ છે, દંભી નથી. જો એ દંભી હોત, તો

મૂળમાં જ પ્રાર્થના દૂષિત થાત. એમાં આવનાર સ્ત્રીપુરુષ જ્યો લૌકિક લાભ મળી શકે, એવા જૂના ઢબના મંદિરમાંનથી આવતાં. તેમાંનાં ઘણાંખરાંનો પ્રાર્થના કરનારની સાથે કોઈ સંબંધ પણ નથી. એટલે તેઓ દેખાવ કરવા નથી આવતા, એમ માની લીધું છે. સમૂહપ્રાર્થનાથી કંઈક પુણ્યપ્રાપ્તિ થશે, એમ માનીને તેઓ આવે છે. એમાંના કેટલાક અથવા ઘણાંખરાં સાવધાન કે એકાગ્ર નથી થઈ

શકતાં, એ સાચું છે. તેનો અર્થ એટલો જ કે, તેઓ શિખાઉ છે. અસાવધાનતા અથવા એકાગ્ર થવાની અશક્તિ, એ કંઈ દંભનો કે જૂઠાણાનો પુરાવો નથી.

ધ્યાન ન હોવા છતાં ધ્યાન છે, એમ તેઓ બતાવે, તો દંભી ગણાય. ઊલટું એકાગ્ર થવા સારું શું કરવું ઘટે, એમ ઘણાએ મને કેટલીયે વાર પૂછ્યું છે.

સવાલમાં આપેલું ખ્રિસ્તનું વટન અહીં બિલકુલ બંધ બંસતું નથી.

વ્યક્તિગત પ્રાર્થના અને તેની પાછળના દંભને અંગે તેમનું એ વચન છે. એમાં સામુદાયિક પ્રાર્થનાની વિરુદ્ધ કશું નથી. મેં ઘણી વાર કહ્યું છે કે, વ્યક્તિગત

પ્રાર્થના વગર સામુદાયિક પ્રાર્થનાથી વિશેષ લાભ થવાનો નથી. મારું માનવું છે કે, વ્યક્તિગત પ્રાર્થના સમૂહપ્રાર્થનાનો પ્રારંભ છે. તેમ જ સમૂહપ્રાર્થના જો અસરકારક હોય, તો વ્યક્તિગત પ્રાર્થનાને તેમાંથી પ્રેરણા મળે. તેનો અર્થ એ થયો કે, પ્રાર્થના હૃદયગત થઈ હોય, તો માણસ એકાંતમાં કે સમૂહમાં હરહંમેશ પ્રાર્થના જ કરતો હોય.

સવાલ કરનારા યોગી શું કરે છે કે નથી કરતો, એ હું જાણતો નથી.

હું એટલું જાણું છું કે, જનતા જ્યારે જનાર્દન સાથે એકરૂપ થઈ જાય છે, ત્યારે આત્મનિરીક્ષણ તરફ આપોઆપ વળે છે. સાચી પ્રાર્થનાનો એ જ ઉદ્દેશ હોવો જોઈએ.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૨૨-૯-૧૯૪૬, પા. ૩૨૯

૧૦૭. સામુદાયિક પ્રાર્થનાની પ્રથા કેવી રીતે દાખલ કરી (મુંબઈમાં જંગી મેદની સમક્ષ આપેલા ભાષણના ઉતારા - ‘સત્યાગ્રહ -

જીવવાની અને મરવાની કળા’માંથી)

તા. ૧૪મી માર્ચે શિવાજી પાર્કમાં બે લાખથીયે વધુ માણસોની ગંજાવર સભા આગળ ગાંધીજીએ હિંદુસ્તાનીમાં મહત્વનું વ્યાખ્યાન આપ્યું હતું. તેનો સાર નીચે આપ્યો છે :

“દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડત પહેલાં થોડા વખત પર સામુદાયિક પ્રાર્થનાની પ્રથા મેં દાખલ કરી હતી. ત્યાંની હિંદી કોમ સામે ગંભીર જોખમ ખડું થયું હતું. માણસ કરી શકે એ બધું અમે કરી છૂટ્યા હતા. છાપાંઓ દ્વારા અને સભાઓ દ્વારા આંદોલન, અરજીઓ, પ્રતિનિધિમંડળ વગેરે દાદ

મેળવવા માટેની હરેક રીત અજમાવી જોઈ પણ તે બધી વ્યર્થ ગઈ. મૂઠીભર

હિંદી કોમે સીદીઓ અને ગોરાઓની જબરદસ્ત બહુમતી વચ્ચે શું કરવું ?

હિંદીઓમાં ઘણાખરા અભણ ગિરમીટિયા મજૂરો તથા ગણ્યાગાંઠ્યા સ્વતંત્ર વેપારીઓ અને ફેરિયાઓ વગેરે હતા. ગોરાઓ તો સંપૂર્ણપણે શસ્ત્ર સજ્જ હતા. હિંદીઓએ પોતાનો ઉદ્ધાર કરવો હોય તો ગોરા વસાહતીઓ પાસે જે બળ સારી પેઠે હતું તેથી ભિન્ન અને અનેકગણું ચડિયાતું શસ્ત્ર તેમણે શોધી કાઢવું જોઈએ એ સ્પષ્ટ હતું. સત્યાગ્રહ અથવા આત્મબળના શસ્ત્રના ઉપયોગની તાલીમ આપવાના સાધન તરીકે તે વખતે ટૉલ્સ્ટોય ફાર્મ તથા ફિનિક્સમાં મેં

સામુદાયિક પ્રાર્થના શરૂ કરી હતી.

“રામધૂન સામુદાયિક પ્રાર્થનાનું સૌથી મહત્વનું અંગ છે. ગીતાના

શ્લોકોનું અને કુરાનની અથવા ઝંદ અવસ્તાની પ્રાર્થનાઓનું શાસ્ત્રશુદ્ધ પારાયણ કરવાનું તથા તે સમજવાનું કરોટોની આમજનતાને મુશ્કેલ લાગે એમ બને, પણ રામધૂન ગાવામાં દરેક જણ જોડાઈ શકે. એ જેટલું સરળ છે તેટલું જ અસરકારક છે. એની સફળતામાં જ એની મહત્તા તથા એની સર્વને સ્પર્શ કરવાની શક્તિનું રહસ્ય છે. જે કંઈ કરોડો લોકો એકસાથે કરી શકે તે અપૂર્વ શક્તિવાળું બની જાય છે.

“આગળની કશી તાલીમ વિના તમે સૌ એકસાથે સફળતાપૂર્વક રામધૂન ગાઈ તેને માટે હું તમને ધન્યવાદ આપું છું. પરંતુ એમાં સુધારાને અવકાશ છે. ઘર આગળ તમારે એનો મહાવરો રાખવો જોઈએ. હું તમને ખાતરી આપું છું કે તાલબદ્ધ રામધૂન ગાવામાં આવે તો અવાજ, તાલ અને વિચારનો સુમેળ એવું મધુર વાતાવરણ પેદા કરે છે તથા શક્તિ પ્રગટાવે છે, જેને વાણી વર્ણવી ન શકે.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૧૪-૪-૧૯૪૬, પા. ૮૭

૧૦૮. સામુદાયિક પ્રાર્થનાની સાધના

(મુંબઈની સાયં પ્રાર્થનામાં આપેલા ભાષણનો સંક્ષિપ્ત ઉતારો - ‘સાપ્તાહિક પત્ર’માંથી)

આપણે હિંદુ હોઈએ કે મુસલમાન, પારસી હોઈએ કે યહૂદી અથવા શીખ, બધાં એક ઈશ્વરનાં સંતાન છીએ.

ચોવીસે કલાક તેનું સ્મરણ કરવું આપણને છાજે પણ એમ ન કરી શકાય તો ઓછામાં ઓછું પ્રાર્થનાને સમયે તો બધાય ભેગા મળીને એનું નામ લઈએ.

સંયુક્ત પ્રાર્થના એ અખિલ માનવજાતિની એકકુટુંબ ભાવના સાધવાનું સારામાં સારું સાધન છે. સામૂહિક રામધૂન અને તાલ એ સાધનાનાં બાહ્ય ચિહ્‌નો છે.

એ કેવળ યાંત્રિક ન હોય. જ્યારે એ આંતરિક એકતાનો પડધો હોય છે, ત્યારે એમાંથી જે શક્તિ ને માધુર્ય પેદા થાય છે, એ શબ્દો દ્વારા નહીં - અનુભવ દ્વારા સમજી શકાય છે.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૩-૩-૧૯૪૬, પા. ૨૯

૧૦૯. જાહેરમાં પ્રાર્થનામાં મનની એકાગ્રતા થઈ શકે ?

(‘નોંધ’માંથી)

પ્ર. : તમીરી પ્રાર્થનાસભાઓમાં જે હજારો લોકો એકઠા મળે છે, તે

લોકો પ્રાર્થના સમયે કોઈ એક પણ બાબત પર એકધ્યાન થતા હશે યા થઈ

શકે ખરા ?

ઉ. : હું કહું કે થઈ શકે. કેમ કે, સામુદાયિક પ્રાર્થનાને વિશે મને

શ્રદ્ધા ન હોય, તો જાહેરમાં પ્રાર્થના કરવાનું હું બંધ કરી દઉં. મારા અનુભવથી મારી શ્રદ્ધાને પુષ્ટિ મળે છે. આ પ્રાર્થનાની સફળતાનો આધાર

પ્રાર્થનામાં આગેવાન થનારની શુદ્ધતા અને શ્રોતાની શ્રદ્ધા પર અવલંબે છે.

એવા દાખલાઓની મને જાણ છે, જેમાં આગેવાન દંભી ને શ્રોતા શ્રદ્ધાળુ હતા. પણ સૂર્યની જેમ સત્ય અસત્યના અંધકારની વચ્ચે રહીને જ પોતાનો

પ્રકાશ ફેલાવે છે. મારી બાબતમાં કેવું પરિણામ આવ્યું છે, તે ઘણું ખરું મારા

મરણ બાદ સ્પષ્ટ થશે.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૨૧-૭-૧૯૪૬, પા. ૨૩૩

૧૧૦. ફરજિયાત પ્રાર્થના

(‘પ્રશ્નોત્તરી’માંથી)

પ્ર. : અખિલ ભારત ચરખા સંઘની રાજસ્થાન શાખાનો હું એક કામદાર છું. હું પ્રાર્થનામાં માનનારો છું. પણ મારા કેટલાક સાથીઓને પ્રાર્થના વિશે આસ્થા નથી. છતાં સંસ્થાના નિયમોની રૂએ તેમને પ્રાર્થનામાં જોડાવું પડે છે. તેમને ધાસ્તી લાગે છે કે જો તેઓ પ્રાર્થનામાં હાજરી ભરવાની ના પાડે તો તેમની નોકરી જાય. મને લાગે છે કે સંસ્થા પોતાના નોકરોને જે વેતન આપે તે એમના આઠ કલાકના કામના બદલામાં આપે છે. એ નોકરીના સાટામાં પોતાના નોકરોને સંસ્થાની પ્રાર્થનામાં ફરજિયાત હાજરી ભરવાનો આગ્રહ ધરાવવાનો એને શો હક છે ?

ઉ. : ફરજિયાત પ્રાર્થના જેવી વસ્તુ ન જ હોઈ શકે. પ્રાર્થનાને જો

પ્રાર્થના તરીકે કશી કિંમત હોય તો તે મરજિયાત જ હોઈ શકે એ તો દેખીતું છે. પણ આજકાલ ફરજની બાબતમાં પણ લોકોમાં વિચિત્ર ખ્યાલો પ્રવર્તે છે.

જો તમારી સંસ્થામાં એવો નિયમ હોય કે તેના પગારી-બિનપગારી એકેએક સંસ્થાવાસી વ્યક્તિએ સામાન્ય પ્રાર્થનામાં હાજરી ભરવી જોઈએ તો મારા અભિપ્રાય મુજબ તમે તેવી હાજરી ભરવા બંધાયેલા છો, જેમ બીજી ફરજે અદા કરવા બંધાયેલા છો. તમે સંસ્થામાં જોડાયા એ તમારું મરજિયાત પગલું હતું. જોડાયા ત્યારે તમે સંસ્થાના નિયમો જાણી લઈને જોડાયા હતા અગર તો તમારે જાણી લેવા જોઈતા હતા. તેથી તમે નોકરીને અંગે કબૂલેલી બીજી

બાબતોની જેમ પ્રાર્થનામાં હાજરી ભરવાની વાતને પણ હું તો મરજિયાત પગલું જ ગણું. એકલા પગાર સામું જોઈને જ જો તમે નોકરી સ્વીકારી હોય

તો તમારે જોડાતી વખતે જ વ્યવસ્થાપક જોડે ચોખવટ કરી લેવી જોઈતી હતી કે હું પ્રાર્થનામાં નહીં બેસું. અને જો પ્રાર્થનામાં બેસવા સામે વાંધો છતાં તમે તે વાંધો રજૂ કર્યા વગર જ સંસ્થામાં જોડાયા હો તો તમે ખોટું કર્યું, જે બદલ

તમારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રાયશ્ચિત બે રીતે થઈ શખે - એક તો સાચા દિલથી પ્રાર્થનામાં જોડાઈને, અગર તો રાજીનામું આપીને તથા એમ એકાએક રાજીનામું દઈને છોડી જવાથી સંસ્થાને થનારી નુકસાની ભરી આપીને. કોઈ

પણ સંસ્થામાં જોડાનાર એ સંસ્થાનો સંચાલક વર્ગ તરફથી વખતોવખત ઘડાતા નિયમોનું પાલન કરવા બંધાયેલો છે. જ્યારે કોઈ નવો બનેલો નિયમ

ત્રાસદાયક લાગવા માંડે ત્યારે માણસ સંસ્થાનાં ધારાધોરણની રૂએ પોતાનું રાજીનામું રજૂ કરીને સંસ્થા છોડી શકે. પણ પોતે સંસ્થામાં છે ત્યાં સુધી એ નિયમોનો ભંગ એણે ન જ કરવો જોઈએ.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૨૦-૭-૧૯૪૦, પા. ૧૫૦

૧૧૧. રામનામનો મંત્ર

(મિ. મોરીસ ફ્રાઈડમેને ગાંધીજીને લાંબો કાગળ લખ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે પ્રાર્થના જેવી બાહ્ય ક્રિયાઓ સત્યસાધના અને પ્રેમભાવની કેળવણીનાં અસરકારક સાધનો નથી અને નિરંતર અવલોકનશીલ, સચેત અને સાવધાનીનો માર્ગ અપનાવવા કહ્યું. આ પત્ર ઉપર ગાંધીજીએ કરેલું સ્પષ્ટીકરણ નીચે આપ્યું છે. ‘અખંડ જ્યોતિ એ જ ઉપાય’ મથાળા હેઠળ પત્ર અને સ્પષ્ટીકરણ પ્રગટ થયાં છે.

મિ. ફ્રાઈડમેન આ પ્રમાણે લખે છે. પ્રજા એમને ભારતાનંદના નામથી વધારે સારી રીતે પિછાને છે. તેમના લખાણનું જે કંઈ તથ્ય હોય, તે માટે મેં

તે અહીં ઉતાર્યું છે. હુ એથી આકર્ષાયો નથી કારણ કે, બીજા ઉપાયોની પેઠે આ પણ લોકપ્રિય થયો નથી. જો સાત દિવસનું જ કામ હોત, તો તેની શાખ

પૂરનારા જગતમાં આજે આટલા જૂજ લોકો કેમ છે ? જેટલા પ્રમાણમાં મદદરૂપ છે, તેટલા પ્રમાણમાં એ પ્રચલિત છે અને બીજા અનેક ઉપાયોમાંનો એ પણ એક છે. પછી ચાહો તો તેને અખંડ જાગૃતિ કહો, સાવધાની કહો, ધ્યાન કહો કે સમાધિ કહો. પ્રાર્થના, માળા કે બીજી કોઈ બાહ્ય ક્રિયાનું સ્થાન તે ન લઈ શકે.

પ્રાર્થના અને માળા માત્ર દેખાવ પૂરતાં જ ન હોય, તો અખંડ જાગૃતિ એ ક્રિયાઓમાં ઉમેરા રૂપ છે. સાચે જ, પ્રાર્થના તો પૂરેપૂરી આંતરિક ક્રિયા છે.

રામનામનો મંત્ર જેમને લાધ્યો, તેઓ અખંડ જાગૃતિનો ઉપાય જાણતા હતા.

અનુભવે તેમને જણાયું કે, સત્યના અને અહિંસાના આચરણ માટે રામનામ એ જ સર્વોત્તમ ઉપાય છે.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૨૩-૬-૧૯૪૬, પા. ૧૯૦

૧૧૨. સચોટ મદદ

આત્મસંયમને સારુ મદદરૂપ એવી ત્રણ વસ્તુઓ એક પ્રશ્નકાર સૂચવે છે. તેમાં બે બાહ્ય અને એક આંતરિક છે. આંતરિક વસ્તુ તે નીચે મુજબ વર્ણવે છે :

“આત્મસંયમમાં મદદરૂપવ થાય એવી ત્રીજી વસ્તુ તે રામનામ.

કામવાસનાને ઈશ્વરપ્રાપ્તિની લગનીમાં પલટી નાખવાની અજબશક્તિ રામનામમાં છે. અમુભવ પરથી મને લાગે છે કે, વસ્તુતઃ મનુષ્ય પ્રાણીમાં રહેલો કામ એક પ્રકારની કુંડલિની શક્તિ છે. કુદરતની સાથે લડતો આવ્યો છે, તેમ આ કુદરતી વૃત્તિની સામે લડી તેને અધોગામી ન થવા દેતાં ઊર્ધ્વગામી કરવી જોઈએ. કુંડલીની ઊર્ધ્વગામી થતાં તે બુદ્ધિની દિશામાં ઉપર જાય છે, પછી ધીમે ધીમે માણસને બોધ થાય છે કે, તે પોતે અને જે જે વ્યક્તિને તે જુએ છે તે સૌ, એક જ પરમાત્માનાં ભિન્ન ભિન્ન રૂપ છે.”

ઈશાપ્રાપ્તિમાં રામનામ ખાતરીલાયક મદદ આપે છે, તેમાં શક નથી.

હૃદયથી તેનું રટણ કરીએ, તો તે અસદ્‌ વિચારને ભગાડી મૂકે છે અને અસદ્‌

વિચાર જ ન હોય, તો અસદ્‌ આચાર ક્યાંથી સંભવે ? મન નબળું હોય, તો બાહ્ય મદદ નકામી છે. મન શુદ્ધ હોય, તો તેની જરૂર નથી. એનો અર્થ એ નથી કે, શુદ્ધ મનવાળો માણસ ગમે તે છૂટ લઈનેય સુરક્ષિત રહી શકે. આવો

માણસ પોતાની જાતની સાથે છૂટ લે જ નહીં. તેનું આખું જીવન તેની અંતરની શુદ્ધતાની અછૂક સાખ પૂરશે. ગીતામાં એ જ સત્ય કહેલું છે કે,

મનુષ્યનું મન જ તેને તારે છે યા તો મારે છે. એ જ વિચાર અંગ્રેજ કવિ મિલ્ટને બીજી રીતે મૂક્યા છે. તે કહે છે કે,

‘માનવીનું મન ચાહે તો નરકનું સ્વર્ગ અને સ્વર્ગનું નરક કરી શકે છે.’

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૧૨-૫-૧૯૪૬, પા. ૧૩૩

૧૧૩. નામજપથી પાપહરણ

(આશ્રમની એક બહેનને ગાંધીજીએ ગુજરાતીમાં ઘણા પત્રો લખ્યા છે. આ કાગળો

‘ક્રઅજીદસ્ર્ક્રનટ્ટ ઘ્ટ્ટદ્રક્રક્ર’

મથાળા હેઠળ મરાઠીમાં પ્રગટ થયા છે.) નામજપની પાપહરણ આ રીતે તાય છે. શુદ્ધ ભાવથી નામ

જપનારને શ્રદ્ધા હોય જ. નામજપથી પાપહરણ થાય જ એવા નિશ્ચયથી તે આરંભ કરે છે. પાપહરણ એટલે આત્મશુદ્ધિ. શ્રદ્ધાપૂર્વક નામ જપનાર થાકે તો નહીં જ. એટલે જે જિહ્‌વાથી થાય છે એ છેવટે હૃદયમાં ઊતરે છે ને તેથી શુદ્ધિ થાય છે. આવો અનુભવ નિરપવાદ છે. માનસશાસ્ત્રીઓ પણ માને છે કે માણસ જેવું વિચારે છે તેવો થાય છે. રામનામ આને અનુસરે છે. નામજપ ઉપર મારી શ્રદ્ધા અખૂટ છે. નામજપને શોધનાર અનુભવી હતો અને એ શોધ

અત્યંત મહત્ત્વની છે એવો મારો દૃઢ અભિપ્રાય છે. નિરક્ષરને સારુ પણ શુદ્ધિદ્વાર ખુલ્લું હોવું જોઈએ. તે નામજપથી થાય છે. (જુઓ ગીતા ૯-૨૨, ૧૦-૧૧)

ખ્ક્રક્રળ્ઌક્ર શ્ક્રક્રશ્વ-૫ : ઙ્ગેંળ્. ત્શ્વૠક્રક્રખ્ક્રદ્યશ્વઌ ઙ્ગેંધ્ઞ્ઙ્ગેંઌશ્વ,

પા. ૧૨૦-૨

૧૧૪. રામનામનો કીમિયો

(‘સાપ્તાહિક પત્ર’માંથી)

રામનામ જેના હૃદયમાંથી નીકળે તેની ઓળખ શી ? જો આપણે આટલું જાણી લઈએ તો રામનામ બહુ વગોવાવાનો સંભવ છે. આમ પણ વગોવાય તો છે જ. માળા પહેરી, તિલક તાણી, રામનામનો બબડાટ કરનાર ઘણા મળે છે. તેમાં વળી હું વધારો તો નહીં કરતો હોઉં ? એ ભય જેવોતેવો નથી. અત્યારના મિથ્યાચારમાં શું કરવું ઘટે ? શું મૌનસેવક ઠીક ન હોય ?

હોઈ શકે. પણ તે કૃત્રિમપણે કદી નહીં. જીવંત મૌનને સારુ પ્રૌઢ સાધના જોઈએ. તેની ગેરહાજરીમાં હૃદયગત રામનામની ઓળખ વિચારીએ.

એક વાક્યમાં કહીએ તો એમ કહેવાય કે રામભક્ત અને સ્થિતપ્રજ્ઞમાં ભેદ ન હોય. વિવેચનમાં પડતાં જોઈએ કે રામભક્ત પંચ

મહાભૂતોનો સેવક હશે. તે કુદરતને અનુસરશે, તેથી તેને કોઈ જાતનો વ્યાધિ

નહીં હોય અને હશે તો તેને પાંચ મહાભૂતોથી નિવારશે. ગમે તે ઉપાયથી ભૌતિક દુઃખનું નિવારણ કરવું તે દેહીનું લક્ષણ નથી, દેહનું ભલે હોય. એટલે કે જેને મન દેહ જ દેહી છે, દેહને ભિન્ન દેહધારી આત્મા જેવું કંઈ તત્ત્વ નથી, તે તો દેહને નિભાવવા પૃથ્વીની પ્રદક્ષિણા કરી છૂટશે, લંકા જશે. એથી ઊલટું જે દેહધારી એમ માનતો હશે કે આત્મા એ દેહમાં હતો છતો દેહથી ભિન્ન છે, નિત્ય છે, અનિત્ય દેહમાં વસે છે, યથાયોગ્ય દેહની રક્ષા કરતો છતો દેહ જાય તો મૂંઝાતો નથી, દુઃખ માનતો નથી ને સહેજે તેનો ત્યાગ કરે છે, તે દેહધારી દાક્તર-વૈદોમાં ભટકતો નથી, પોતે જ પોતાનો દાક્તર બને છે; સર્વ કર્મ કરતો તે આત્માનો જ વિચાર કરે છે, એ મૂર્છામાંથી ઊઠેલાની જેમ વર્તન રાખે છે.

આમ કરનાર પ્રત્યેક શ્વાસે રામરટણ કરે છે. ઊંઘતાં પણ તેનો રામ

જાગે છે; ખાતાંપીતાં, ગમે તે ક્રિયા કરતાં તે સાક્ષી તો તેને મેલશે જ નહીં.

તે સાક્ષીનું અલોપ થવું તે ખરું મૃત્યુ છે.

એ રામને પોતાની પાસે રાખવા સારુ કે પોતાને રામની પાસે રાખવાને સારુ તે પંચ મહાભૂતોની મદદ લઈ સંતોષ પામશે એટલે તે માટી, પાણી, હવા, અજવાળું ને આકાશનો સહજ, નિર્મળ અને વિધિસર ઉપયોગ કરી જે મળે તેથી સંતોષ માને. આ ઉપયોગ રામનામનો પૂરક ન ગણવો પણ રામનામની સાધનાની નિશાની છે. રામનામને આ સહાયકોની દરકાર નથી.

પણ તેને બદલે જે એક પછી એક વૈદ્ય-હકીમો પાછળ ભમે ને રામનામનો દાવો કરે એ બંધ બેસે તેમ નથી.

એક જ્ઞાનીએ મારું લખાણ વાંચી એમ લખ્યું કે રામનામ એવો કીમિયો છે કે તે શરીરનું પરિવર્તન કરે છે. જેમ કે વીર્યનો માત્ર સંગ્રહ દાટી રાખેલા ધનની જેમ છે. તેમાંથી અમોઘ શક્તિ તો રામનામ જ ઉત્પન્ન કરી શકે. એકલો સંગ્રહ અકળામણ પેદા કરે. એનું પતન ગમે ત્યારે થાય. પણ તે જ્યારે રામનામના સ્પર્શથી ગતિમાન થાય છે, ઊર્ધ્વગામી થાય છે ત્યારે તેનું પતન અલંભવિત થાય છે.

શરીરપુષ્ટિને સારુ શુદ્ધ લોહીની જરૂર છે, આત્માની પુષ્ટિને સારુ

શુદ્ધ વીર્યશક્તિની જરૂર છે. આને દિવ્યશક્તિ કહીએ, એ શક્તિ બધી

ઈંદ્રિયોની શિથિલતા મટાડી શકે છે. તેથી કહ્યું છે કે રામનામ હૃદયમાં અંકિત થાય એટલે નવું જીવન શરૂ થાય. આ નિયમ જુવાન, બુઢ્ઢા, સ્ત્રી, પુરુષ બધાંને લાગુ પડે છે.

આનું સમર્થન પશ્ચિમમાં પણ મળે છે. કિશ્ચિયન નાંમે સંપ્રદાય એ જ નહીં તો એવું કંઈક કહે છે. રાજકુમારીએ સેવન્થ ડે ઍડવૅન્ટિસ્ટ (ક્વેકરોનો એક પંથ)ના પુસ્તકમાં એવા ઉતારા આ અંકને સારુ કર્યા છે.

હિંદને આ સમર્થનની જરૂર નથી એમ માનું છું કેમ કે હિંદમાં આ દિવ્ય વિદ્યા પ્રાચીન કાળથી ચાલી છે.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૨૯-૬-૧૯૪૭, પા. ૧૮૪

૧૧૫. અંધારની ઘડીએ મારો આશરો

(‘સાપ્તાહિક પત્ર’માંથી)

ગાંધીજી કંઈ આધ્યાત્મિક ક્રિયાઓ કરે છે કે નહીં, અને કાય

પુસ્તકના વાચનમાંથી તેમને મદદ મળી છે એ જાણવાની મિ. મેથ્યુઝને જિજ્ઞાસા હતા.

ગાંધીજી : યોગની ક્રિયાઓ હું જાણતો નથી. હું જે ક્રિયાઓ કરું છું તે બાળપણમાં મારી દાઈ પાસેથી શીખેલો. મને ભૂતનો ડર લાગતો એટલે એ

મને કહેતી : “ભૂત જેવું કંઈ છે જ નહીં, છતાં તને ડર લાગે તો રામનામ

લેજે.” હું બાળપણમાં જે શીખ્યો તેણે મારા માનસિક આકાશમાં વિશાળ રૂપ ધારણ કર્યું છે. એ સૂર્યે મારી ભારેમાં ભારે અંધકારની ઘડીએ મને તેજ આપ્યું છે. ખ્રિસ્તીને એ જ આશ્વાસન ઈશુનું નામ લેતાં ને મુસલમાનને અલ્લાના નામમાંથી મળે. આ બધી વસ્તુનો અર્થ તો એક જ છે, ને સમાન સંજોગોમાં એનાં સરખાં જ પરિણામ આવે. માત્ર એ નામસ્મરણ પોપટિયા ન હોવું જોઈએ, પણ છેક આત્માના ઊંડાણમાંથી આવવું જોઈએ. ધાર્મિક વાચનમાં તો અમે ઼ક્રટક્રઘ્ૅટક્રટ્ટભક્રનો નિત્ય પાઠ કરી છીએ, અને હવે અમે એટલે લગી પહોંચ્યા છીએ કે દરરોજ પ્રાતઃકાળે અમુક નક્કી કરેલા અધ્યાયો વાંચીને અઠવાડિયામાં આખી ગીતા પૂરી કરીએ છીએ. તે ઉપરાંત ભારતવર્ષના અનેક સંતોનાં ભજન ગાઈએ છીએ, ને એમાં ખ્રિસ્તી ભજનો પણ રાખ્યાં છે. હમણાં ખાનસાહેબ અહીં છે એટલે કુરાનમાંથી પણ વાચન ચાલે છે. અમે માનીએ છીએ કે સર્વ ધર્મ સમાન છે. મને તુલસીદાસના રામાયણના વાચનમાંથી સૌથી વધારે આશ્વાસન મળે છે. મને બાઈબલના નવા કરાર તેમ જ કુરાનમાંથી પણ આશ્વાસન મળ્યું છે. હું એ ટીકાકારની નજરે નથી વાંચતો.

એનું મારે મન ઼ક્રટક્રઘ્ૅટક્રટ્ટભક્રના જેટલું જ મહત્વ છે. જો કે નવકારમાંથી બધું -

દાખલા તરીકે પૉલના પત્રોમાંથી બધું - મને નથી ગમતું, તેમ

તુલસીદાસમાંથી પણ બધું મારે ગળે નથી ઊતરતું. ગીતા એ શુદ્ધ અને ઓપ

ચડાવ્યા વગરનો ધાર્મિક સંવાદ છે. જીવાત્માની પરમાત્મા પ્રત્યેની પ્રગતિનું એ વર્ણન માત્ર છે. એટલે એમાંથી ચૂંટણી કરવાનો સવાલ જ નથી રહેતો.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૬-૧૨-૧૯૩૬, પા. ૩૧૧

૧૧૬. અમોઘ આશરો

(‘સાપ્તાહિક પત્ર’માંથી)

લશકમ આગળ નિરાશ્રિતોની છાવણી છે. અને ગાંધીજીના દર્શન કરવાને તથા તેમને સાંભળવાને પ્લેટફૉર્મ પર જમા થયેલા ટોળા મારફતે ગાંધીજીએ નિરાશ્રિતોને ઉદ્દેશીને બે શબ્દો કહ્યા. “હું કોઈ ઝપાટાબંધ પ્રચાર કરવાના પ્રવાસે અહીં આવ્યો નથી. હું તો તમારામાંનો એક થઈને તમારી સાથે રહેવા માટે અહીં આવ્યો છું. મારામાંય પ્રાંતીયતાની સંકુચિત ભાવના નથી. હું તો હિંદી હોવાનો દાવો કરું છું અને તેથી હું ગુજરાતી હોવા છતાં બંગાળી પણ છું. મેં મારા મન સાથે એવી પ્રતિજ્ઞા કરી છે કે, જ્યાં સુધી ઝેરવેરને છેવટનાં દફનાવવામાં ન આવે અને એક એકલદોકલ હિંદુ કન્યા

મુસલમાનો વચ્ચે છૂટથી હરતાંફરતાં ડરે નહીં, ત્યાં સુધી હું અહીં રહીશ અને જરૂર પડશે તો અહીં મરીશ.”

ગાંધીજીએ તેમને કહ્યું કે, “તમારા દિલમાંથી ભયને તમે દૂર કરો તો તમે મને ભારેમાં ભારે મદદ કરી ગણાશે.” પણ કઈ જાદુઈ વસ્તુ તેમનામાં એ વસ્તુ સાધી શકે ? ગાંધીજીનો અમોઘ મંત્ર ‘રામનામ’ એ વસ્તુ છે. “તમે કદાચ કહેશો કે અમને એમાં શ્રદ્ધા નથી. તમને એની ખબર નથી, પરંતુ તેના વિના તમે એક શ્વાસ પણ ન લઈ શકો. ચાહો તો એને ઈશ્વર કહો યા અલ્લા, ગૉડ કે અહરમઝ્‌દ કહો. દુનિયામાં જેટલા માણસો છે તેટલાં અગણિત તેનાં નામો છે. એની સમાન વિશ્વમાં બીજું કંઈ નથી. એ જ એક મહાન છે, વિભુ છે. એનાથી મોટો જગતમાં બીજો કોઈ નથી. તે અનાદિ, અનંત, નિરંજન અને નિરાકાર છે. એવો મારો રામ છે. તે જ એક મારો સ્વામી અને

માલિક છે.”

નાનપણમાં પોતે કેવા બીકણ હતા અને પડછાયાનો પણ તેમને ડર

લાગતો હતો તથા તેમની આયા રંભાએ ભયા મારણ તરીકે રામનામનું રહસ્ય

શીખવ્યું હતું, એ પ્રસંગનો ગાંધીજીએ લાગણીવશ થઈને ઉલ્લેખ કર્યો. રંબા

મને કહેતી કે, ‘બીક લાગે ત્યારે રામનામ લેજે. તે તારી રક્ષા કરશે.’ એ દિવસથી રામનામ એ દરેક પ્રકારના ભય માટે મારો અમોઘ આશરો થઈ પડ્યું છે.

પવિત્ર લોકોના હૃદયમાં તે સદાય વસે છે. બંગાળમાં જેમ શ્રી

ચૈતન્ય તથા શ્રી રામકૃષ્ણ પરમહંસનું તેમ કાશ્મીરથી કન્યાકુમારી સુધી

હિંદુઓમાં જેમનું નામ ઘેર ઘેર પ્રચલિત છે, તે ભક્તશિરોમણિ તુલસીદાસે પોતાના અમર રામાયણમાં આપણને રામનામનો મંત્ર આપ્યો છે. રામનામનો ડર રાખીને તમે ચાલો, તો જગતમાં તમારે રાજા શું કે રંક શું, કોઈનાથી બીવાપણું નહીં રહે.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૨૪-૧૧-૧૯૪૬, પા. ૪૧

૧૧૭. સાદો અને અજમાવેલો મંત્ર

(‘નોંધ’માંથી)

હોશમાં આવીને પ્રતિજ્ઞા લેવી એ સહેલું છે. પણ તેને વળગી રહેવું, ખાસ કરીને પ્રલોભનોની વચ્ચે વળગી રહેવું મુશ્કેલ છે. એવી સ્થિતિમાં જ ઈશ્વર આપણને મદદ કરે છે. તેથી મેં સભાને રામનામ લ્વાની સલાહ આપી.

રામ, અલ્લા, ગૉડ એ મારે મન એક જ અર્થના શબ્દો છે. મેં જોયું કે ભલા ભોળા લોકો એવું માની બેઠા હતા કે મેં તેમની સંકટની વેળાએ તેમને દર્શન દીધાં હતાં. તેમના આ વહેમોને હું દૂર કરવા માગતો હતો. હું જાણતો હતો કે મેં કોઈને દર્શન દીધાં નથી. એક પામર, મર્ત્ય માનવી પર આવી શ્રદ્ધા રાખવી એ કેવળ ભ્રમ છે. તેથી મેં તેમને એક સાદો અને અજમાવેલો મંત્ર આપ્યો, જે કદી નિષ્ફળ ગયો નથી. મેં તેમને રોજ સવારના સૂર્યોદય પહેલાં ઊઠીને અને રાત્રે સૂતાં પહેલાં પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે ઈશ્વરની મદદ

માગવા કહ્યું. કરોડો હિંદુઓ તેને રામના નામથી ઓળખે છે. બચપણમાં હું ડરતો ત્યારે મને રામનામ લેવાનું શીખવવામાં આવ્યું હતું. હું જાણું છું કે મારા ઘણા સાથીઓને સંકટની વેળાએ રામનામથી ઘણું સાંત્વન મળ્યું છે. મેં

ધારાળા અને અંત્યજોને રામનામનો જપ કરવા કહ્યું. વધારે પડતા પાંડિત્યને કારણે જેઓ અંધ ન બન્યા હોય અને જેમની શ્રદ્ધા ડગી ન ગઈ હોય એવા

મારા વાચકો સમક્ષ પણ હું રામનામ રજૂ કરું છું. પાંડિત્ય આપણને જીવનની ઘણી મજલો પાર કરાવે છે, પણ સંકટ અને પ્રલોભનની ઘડીએ તે સાવ નિષ્ફળ નીવડે છે. તેવે વખતે તો શ્રદ્ધા જ ઉગારે છે. જેઓ ઈશ્વરને જાતજાતનાં પ્રલોભનો આપીને લલચાવે છે અને હંમેશાં એવી આશા રાખીને

ચાલે છે કે તે આપણને બચાવી લેશે એવા લોકો માટે રામનામ નથી.

રામનામ તો એવા લોકોને માટે છે જેઓ ઈશ્વરથી ડરીને ચાલે છે અને સંયમી જીવન ગાળવા ઈચ્છતા છતાં લાખ પ્રયત્ને પણ તેમ કરી શકતા નથી.

૧૧૮. રામનામમાં બધું જ આવી જાય છે

(‘પુણ્ય સપ્તાહ’માંથી ગાંધીજીએ રામનામ વિશે એક મિત્રને ટીકારૂપે કહ્યું તેનો ઉતારો)

મારા માટે તો રામનામમાં બધું આવી જાય છે. મારા જીવનમાં એ વસ્તુ ઓતપ્રોત થઈ ગઈ છે. જ્યારે ભયભીત થાઉં ત્યારે રામનામ લઈને ભયમુક્ત થઈ શકાય એ વસ્તુ જાણે મને ગળથૂથીમાંથી મળેલી. તે વસ્તુ હું

જ્ઞાનપૂર્વક સાધતો થયો અને આજે મારો એ સ્વભાવ થઈ પડી છે. એમ કહી શકું કે ચોવીસ કલાક એ જ ધ્યાન રહે છે; કારણ મોઢે એ ન બોલતો હોઉં તોયે જે કાંઈ કરતો હોઉં તેમાં પણ ઊંડે ઊંડે તો રામનામની પ્રેરણા ચાલુ જ હોય છે. અનેક વિકટ પ્રસંગોએ એ મારી રક્ષક થઈ પડી છે, અને ગમે તેટલી

પ્રવૃત્તિમાં પણ હૃદયમાં એ વસ્તુ ગુંજ્યા કરે એવો મારો હમેશાં સંકલ્પ રહ્યો છે.

દુનિયાના મહા ગ્રંથોમાં તુલસીરામાયણ એ મારે મન અગ્રગણ્ય સ્થાન

લે છે. જે ચમત્કાર એમાં છે તે મહાભારતમાં નથી. વાલ્મીકિ રામાયણમાં પણ નથી અને કદાચ જેટલે અંશે અને જે અર્થમાં તુલસીરામાયણ એ ધાર્મિક ગ્રંથ કહેવાય તેટલે અંશે એ અર્થમાં મહાભારત ન કહેવાય.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૧૨-૮-૧૯૩૪, પા. ૧૭૨

૧૧૯. રામ કોણ ?

(‘પ્રશ્નોત્તરી’માંથી)

પ્ર. - આપ કહ્યા કરો છો કે, પ્રાર્થનામાં રામનું નામ લેવામાં આવે છે તે દશરથપુત્ર નહીં, પણ જગન્નિયંતા

બરાબરજોયું છે કે, રામધૂનમાં ‘રાજારામ, સીતારામ’નું કીર્તન થાય છે અને

‘સિયાવર રામચંદ્રકી જય’ બાલોય છે. હું નમ્રતાપૂર્વક પૂછું છું કે, આ સિયાવર રામ કોણ ? રાજા રામ કોણ ? શું એ દશરથપુત્ર રામ નથી ? ઉપરનાં વાક્યોનો સ્પષ્ટ અર્થ તો એ જ જણાય છે કે, પ્રાર્થનામાં જે રામની આરાધના થાય છે, તે જાનકી પતિ રામ જ છે.

ઉ. - આવા પ્રશ્નોના ઉત્તર પહેલાં ઘણી વાર આપવામાં આવ્યા છે.

છતાં આ સવાલમાં કંઈક નવું છે, જેનો જવાબ આપવો જોઈએ. રામધૂનમાં જે ‘રાજારામ, સીતારામ’નું રટણ થાય છે, તે દશરથનંદન રામ ન હોય તો બીજો કોણ ? આનો ઉત્તર તુલસીદાસજીએ તો આપ્યો જ છે. પણ મારે મારો અભિપ્રાય જણાવવો જોઈએ. રામ કરતાં રામનામ મોટું છે. હિંદુ ધર્મ

મહાસાગર છે. તેમાં અનેક રત્નો પડેલાં છે. જેટલા ઊંડા જાઓ તેટલાં વધારે રત્નો મળે. હિંદુ ધર્મમાં ઈશ્વરનાં અનેક નામ છે. હજારો લોકો રામ અને કૃષ્ણને ઐતિહાસિક વ્યક્તિઓ માને છે. વળા તે લોકો માને છે કે, દશરથના પુત્રરૂપે ઈશ્વરે પૃથ્વી પર અવતાર લીધો અને તેમની પૂજા કરવાથી માણસને

મુક્તિ મળે છે. આવું જ શ્રીકૃષ્ણને વિશે મનાય છે. ઈતિહાસ, દંતકથા અને સત્ય એટલાં બધાં ઓતપ્રોત થઈ ગયાં છે કે, તેમને છૂટાં પાડવાં અસંભવિત છે. હું તો બધાં નામો કાયમ રાખીને બધાંમાં નિરાકાર, સર્વવ્યાપી રામને જ જોઉં છું. મારો રામ સીતાપતિ, દશરથનંદન કહેવાતો છતાં સર્વશક્તિમાન ઈશ્વર જ છે. એનું નામ હૃદયમાં હોય તો સર્વ દુઃખો નાશ પામે છે.

દ્યબ્થ્પઌખ્ક્રધ્મળ્

, ૨-૬-૧૯૪૬, પા. ૧૬૯

૧૨૦. દશરથનંદન રામ

એક આર્યસમાજી ભાઈ કહે છે :

“અવિનાશી રામને આપ ઈશ્વરરૂપ માનો છો. એ દશરથનંદન સીતાપતિ રામ કેમ હોઈ શકે ? આવા મનના મૂંઝારામાં હું આપની પ્રાર્થનામાં બેસું છું, પણ રામધૂનમાં ભાગ નથી લેતો. પણ મને એ વાત ખૂંચે છે. કેમ

કે, બધા એમાં ભાગ લે, એમ આપ કહો છો, એ બરાબર છે. બધા ભાગ

લઈ શકે છે, એવું આપ ન કરી શકો ?”

બધાનો અર્થ મેં કહી દીધો છો. જે અંતરની ઊલટથી ભાગ લઈ

શકે, એક સૂરમાં ગાઈ શકે, એ જ ભાગ લે. બાકીના શાંત રહે. પણ આતો નાની વાત થઈ. મોટો સવાલ એ છે કે દશરથનંદન અવિનાશી કેમ હોઈ

શકે ? આ પ્રશ્ન તુલસીદાસજીએ ઉઠાવ્યો અને પોતે જ તેનો જવાબ પણ દીધો. આવા પ્રશ્નોના જવાબ બુદ્ધિથી નથી અપાતા રે નથી બુદ્ધિને અપાતા.

આ હૃદયની વાત છે, અને હૃદયની વાત હૃદય જાણે. મેં રા