ભાઈ બહેન Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભાઈ બહેન

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : ભાઈ બહેન

શબ્દો : 2122

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

ભાઈ બહેન

સવારથી જ આજે આરતી ખુબ ખુશખુશાલ હતી, લંડનથી આજે તેનાં ભાઈ ભાભી આવવાનાં હતાં, આજે લગભગ નહીં નહીં તોય વીસેક વર્ષ વીતી ગયા હતાં બંન્ને ભાઈ બહેનને જુદા પડ્યે, અને ભાઈ સિધ્ધાર્થનું લગ્ન જાનકી સાથે થયું પછી આરતી આમ પણ થોડીક તો દૂર થઈ જ ગઈ હતી ને પોતાનાં ભાઈથી પણ, નવાં નવાં લગ્ન, બે ત્રણ વખતનાં પ્રેમવિચ્છેદ પછી માં માંડ કરીને ભાઈનું ભર્યું ભાદર્યું ઘર આરતી પોતાને થયેલાં નાનાં નાનાં મનદુઃખોને લઈને ભાંગવા માંગતી પણ નહોતી, આમ જુઓ તો આરતીનો એની ભાભી પ્રત્યેનો રોષ પણ સઘળો ઉપરછલ્લો જ હતો, કારણ મનોમન તો એને જાનકી ઉપર પણ ઘણો જ પ્રેમ, કારણ એ જ તો હતી જેણે પોતાનાં ભાઈનાં જીવનમાં અજવાળાં પાથર્યા હતાં, અને છાનકી નાં આગમન પછીજ ભાઈની ઉત્તરોત્તર પ્રગતિ પણ થઈ હતી. રોજ રોજ નાનાં મોટાં કોઠાં કબાડિયા કામ કરીને નાની મોટી આવક ઊભી કરનાર ભાઈને હવે એકદમ જ નસીબનું પાંદડુ ફર્યું હોય એમ મોટાં એક જ કામનાં કોન્ટ્રાક્ટે માન્યામાં ન આવે એવો મોટો ફાયદો કરાવી આપ્યો હતો, ધીમે ધીમે કરીને સિધ્ધાર્થની પકડ પણ ધંધા પર બેસવા લાગી હતી અને સિધ્ધાર્થની નિતી પણ તૉ સાચી હતી ને, સૌને સાથે લઈને એ ચાલતો હતો, કોઈનેય દુખી કરવાની એની ભાવના જનહીં જાણે બીજા માટે જ જીવતો હોય, અને એનો આ જ ગુણ એને પોતાનાં ઘરનાંની નજરમાં ક્યારેક દોષી ઠેરવતો, ઘરનાંને સતત એમ જ લાગતું કે સિધ્ધાર્થને ઘરનાં કોઈ મેમ્બરની પડી જ નથી, આખો વખત બસ પારકાંને જ સાચવવાનાં ? આજે બાજુવાળાને બિચારાને સ્કૂટર પંચર પડ્યું તો લાવો એની દિકરીનું બિચારીનું પેપર ન બગડે અને ભાઈ ગયો જ હોય એને લેવા મૂકવા, આવાં તો કંઈ કેટલાંયે દાખલા આપી શકાય પણ સિધ્ધાર્થમાં કોઈ જ ફરક નહીં, કેટલીયે વાર મા એ પણ કહ્યું કે બેટા બીજાં જેટલાંનાં કામ કરવા હોય કર, મદદ કરવી હોય તો જરૂરથી કર પરંતુ પોતાની જાતનો ખુડદો બોલાવીને કોઈ જ પરોપકાર ન કરાય. પણ સિધ્ધાર્થની આંખો તો બસ એમને એમ જ બંધ હતી.


આમ ને આમ સમય તો પસાર થાય છે, સિધ્ધાર્થની ઓળખાણ નજીકની ટ્રાવેલ એજન્સીમાં જૉબ કરતી મનસ્વી સાથે થાય છે, ખૂબ જ એટીકેટ અને સત્ય પ્રત્યેની નિષ્ઠા એનાં વ્યક્તિત્વને સાવ જુદો જ ઓપ આપતાં હતાં, થયું એવું કે એકવાર એ ચાલતી બસસ્ટેન્ડ જતી હશે અને એવામાં એનું સેન્ડલ તૂટી ગયું, ચાલવાનું જરાપણ ફાવે એમ ન હોઈ બીજા પગનું સેન્ડલ પણ એણે હાથમાં લઈ લીધું અને બસ કોઈપણ ફિકર વગર બિનદાસ્ત ચાલવા લાગેલી. ટૂંકા સ્કર્ટ અને ઈનશર્ટ સાથે સ્કાર્ફ અને એમાંય ખુલ્લા પગે એ ખૂબ જ અલ્હડ લાગતી હતી. સિધ્ધાર્થ ત્યાંથી પસાર થયો અને એનાં કાયનેટીકને એકદમ જ બ્રેક વાગી, આગળ જઈને ઊભો રહ્યો અને એનાં સેન્ડલ સામે જોઈ પોતાનો હાથ શેક હેન્ડ કરવા આગળ વધાર્યો અને પોતાની ઓળખાણ આપી, હાય! આઈ એમ સિધ્ધાર્થ, તમે મને નથી ઓળખતા પણ હું તમને ઓળખું છું કારણ તમારી સાથે તમન્ના ટ્રાવેલ્સમાં જૉબ કરતો નિલેશ મારો મિત્ર થાય, તમને વાંધો ન હોય તો આ તૂટેલા સેન્ડલને મોચીને આપી અને તમને તમારી ઑફિસે ડ્રોપ કરી દઉં. મનસ્વી ના ના કરતી અંતે સિધ્ધાર્થનાં કાયનેટીકની પાછલી સીટ પર બેસી જાય છે. ધીમે ધીમે આજની મુલાકાત આવતી કાલની અને આવતી કાલની મુલાકાત રોજરોજની ટુ એન્ડ ફ્રોની લિફ્ટમાં ક્યારે પરિણમે છે તે ન તો સિધ્ધાર્થને ખ્યાલ આવે છે ન તો મનસ્વીને, આ બધી જ મુલાકાતો ધીમે ધોમે પ્રેમમાં પરિણમે છે, પરંતુ સિધ્ધાર્થને ક્યાં ખબર હતી કે આ પ્રેમનું પરિણામ ક્યારેય લગ્નમાં નથી જ પરિણમવાનું, સિધ્ધાર્થ બે ત્રણ વાર, પાંચ વાર, એમ કંઈ કેટલીયે વારમનસ્વીને પૂછી ચૂક્યો પરંતુ વારે ઘડીએ વાત ટાળ્યા કરવાને અંતે મનસ્વીએ બસ સીધું જ સિધ્ધાર્થને જણાવી દીધું હતું કે જો સિધ્ધાર્થ, તું મને ગમે છે, ખૂબ જ ગમે છે, પરંતુ મારી જીવન જીવવાની સ્ટાઈલ તારાં ઘરનાં માળખાં કરતાં ઘણી જ ડિફરન્ટ છે, હું ખૂલીને જીવવા માંગું છું, પ્રેમ હંમેશા સ્વતંત્રતા માંગે છે, અને તું મને એવી રીતે બાંધી દેવાની વાત કરે છે કે હું તો ગૂંગળાઈ જ મરૂં, લગ્ન એ જ શું દરેક પ્રેમની મંઝિલ છે ? ના... હું તો મુક્ત બનીને જીવવા માંગુ છું લગ્ન ની વાત કરીને મને અપસેટ ન કરીશ પ્લીઝ.... અને આજની આવી ઉગ્ર ચર્ચાએ સિધ્ધાર્થનું મન ઘણું ખાટું કરી નાંખ્યું હતું અને અંતે હવે આપણે કદી નહીં મળીએ નાં કરાર સાથે જ બંન્ને છૂટાં પડ્યાં હતાં. સિધ્ધાર્થને આ બધાંમાંથી બહાર આવતાં લગભગ છ એક મહિના જેવું થઈ ગયું હતું, હવે એણે મનમાં ગાંઠ વાળી હતી કે મદદ સૌની કરવી પણ પર્સનલ ક્યાંય ન થવું, અને ફરી પાછો એની મસ્તીમાં જીવવા લાગે છે, આરતી ધીમે ધીમે કરીને પોતાનું ફેશન ડિઝાઈનીંગ નું કામ આગળ વધારે છે અને ધીમે ધીમે સિધ્ધાર્થને પણ પોતાનાં જ કામમાં આગળ ખેંચી લે છે, બંન્ને ભાઈબહેન વચ્ચે અપાર હેત, જ્યાં પણ આરતીને પોતાનાં સ્ટુડિઓનાં કપડાંનું લૉન્ચ કરવાનું હોય સિધ્ધાર્થ ફટ દેતાંકનો મૉડેલ્સ થી લઈને ફોટોગ્રાફર્સ સુધીનું સઘળું જ એ ચપટીકમાં કૉ- ઑર્ડિનેટ કરી આપતો, પોતાની દીદીનાં ફેશન ડિઝાઈનીંગનાં કૉ ર્ડીનેશનથી લઈને કયારે એ પોતે મોટાં મોટાં ફેશન શો માટે કૉ ઑર્ડિનેટર બની ગયો તે એને ખુદને પણ ખ્યાલ ન રહ્યો.


મનસ્વી સાથેનાં પોતાનાં એક અનુભવથી, હવે સિધ્ધાર્થ દરેક નવી યુવતીઓ સાથે ચેતીને વર્તતો, ક્યાંય પણ આગળ પડીને જવું જ નહીં કારણ ક્યારે નાની મુલાકાતો માંથી ફરી પ્રેમ જન્મી જાય અને પાછો ઠગારો નિકળે તેનો ભય સિધ્ધાર્થનાં મનમાંથી હજુ નિકળ્યો નહોતો. આમ ને આમ સિધ્ધાર્થની એન્જિનિયરીંગની કેરિયર માંથી મૉડેલ કૉ ઓર્ડિનેશન અને મેનપાવર સપ્લાઈંગની દિશામાં આગળ કેવી રીતે ફંટાઈને આગળ નિકળી ચાલી તેને પોતાને ખ્યાલ પણ ન રહ્યો. એનું સઘળું શ્રેય એ હંમેશા પોતાની દીદી ને જ આપતો. આવા જ એક મૉડેલ કૉ ઑર્ડિનેશનનું કોઈ મોટી કંપનીનું ફોટો શુટ હતું અને ત્યાં સિધ્ધાર્થની મુલાકાત ભૈરવી સાથે થાય છે. ભૈરવી લેક્મે નાં કંપની આઉટલેટમાં ફેશન કૉ ઑર્ડિનેટર ની જોબ કરતી હતી. આજે આવેલ મૉડેલ ને બીજી તો કોઈ નહીં પરંતુ લાલ રંગથીજ એલર્જી હતી, તે કોઈપણ કાળે બ્લેક કલરનાં કપડાં સાથે લાલ નેઈલપેઈન્ટ કરવા રાજી જ ન્હોતી, એટલે ભૈરવી સીધો જ સિધ્ધાર્થને શોધે છે, કારણ મૉડેલ કૉઈપણ બાબતે નખરાં કરે ત્યારે કૉ ઑર્ડિનેટર જ રિસ્પોન્સીબલ ગણવામાં આવે છે, અને મોટા ભાગની કંપનીઝ કૉ ઑર્ડિનેટર એટલે જ અપોઈન્ટ કરતી હોય છે. સિધ્ધાર્થ જે કુનેહથી બધું સૉર્ટ આઉટ કરે છે તે જોઈને ભૈરવી એનાથી ઈમ્પ્રેસ થઈ જાય છે. અને હવે બને ત્યાં સુધી સઘળું કૉ ઑર્ડિનેશન વર્ક બીજા પાસે નહીં જતાં સિધ્ધાર્થ પાસે જ જશે એવું એને પ્રોમિસ કરે છે.


ભૈરવી ધીમે ધીમે એને એક એક કરતાં લેક્મે ફેશનવીક માટે દરેક શો ની મૉડેલ્સનું કૉ ઑર્ડિનેશન પણ સિધ્ધાર્થને જ સોંપે છે, ભૈરવી ને મનોમન સિધ્ધાર્થ ખૂબ જ ગમવા લાગ્યો છે અને એ હકીકત થી પૂરૂપૂરી વાકેફ એવી ભૈરવી એક દિવસ પોતાની વાત આજે કરીને રહેશે એવું મનોમન વિચારીને સિધ્ધાર્થને કોફી પીવા બોલાવે છે, સિધ્ધાર્થ માટે આ કોફી પીવા જવા માટે નકારવું પડે એવું કોઈ કારણ ન હતું, એટલે સાંજે મળવાનું વચન આપી ફોન પૂરો કરે છે.


સાંજ પડે નક્કી થયા પ્રમાણે સીસીડી પર ભૈરવીને મળવા એ સમયસર પહોંચે છે અને ભૈરવી તો સમય કરતાં પહેલાં જ આવીને એનું વેઈટ કરતી હતી, બંન્ને જણ કોફી ઓર્ડર કરે છે અને ભૈરવી પોતાની વાત શરૂ કરતાં સિધ્ધાર્થને કોઈ ગર્લફ્રેન્ડ છે કે કેમ ની પૃછા કરે છે, અત્યાર સુધી હંમેશા બિઝનેસ ટૉક કરતી ભૈરવીનો આવો પર્સનલ સવાલ સિધ્ધાર્થને નવાઈ પમાડે છે, ના કૉઈ ગર્લફ્રેન્ડ નથી નો જવાબ આપતાં સિધ્ધાર્થ એને આ પ્રશ્ન પૂછવા પાછળનું કારણ પૂછે છે, બહુ શરમાવાનું ભૈરવી શીખી જ નહોતી, ફેશન ની દુનિયામાં આવી ત્યારથી કોર્પોરેટ ફ્લર્ટિંગનાં માહોલમાં રીને ભૈરવી ઘણી સ્ટ્રેટ ફોરવર્ડ બની ગઈ હતી, સીધી જ પોતાનાં હૃદયની વાત કરતાં તે સિધ્ધાર્થને પોતાનાં મનમાં તેનાં માટે ઉઠેલાં ભાવો ને સ્પષ્ટ કરે છે, અને બંન્ને જણ એક જપિલ્ડનાં છે આગળ જતાં તેઓ એક સફળ કપલ બની શકે તેવો પ્રસ્તાવ પણ મૂકે છે, સિધ્ધાર્થને કંઈ જ વાંધા જનક નથી લાગતું પરંતુ તેમ છતાંય એકવાર ચોટ ખાધેલ મનુષ્ય, દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકીને પીવે એમ વિચારીને જવાબ આપીશ એમ કહીને છૂટો પડે છે.


સાંજે દીદી સાથે અને મા સાથે વાત કરીશ એમ વિચારતો વિચારતો એ ઘરે પહોંચે છે, અને જમવાના સમયની રાહ જોવે છે, સિધ્ધાર્થનાં મનમાં ભૈરવી માટે કોઈ દુરાગ્રહ નહોતો પરંતુ તેનાં માટે એવી કોઈ કૂણી લાગણી પણ નહોતી જ, જમવા બેસે છે અને એ આજે ભૈરવી સાથે જે કંઈ વાત થઈ તે દીદીને અને મા ને જણાવે છે, દીદી એને કહે છે કે એના માટે કોઈ કૂણી લાગણી હોય તો સ્પષ્ટ કરે તો પછી કંઈ વિચારવાનું બાકી નથી રહેતું એમ જણાવે છે. સિધ્ધાર્થ કહે છે કે એકવાર હું અનુભવ કરી ચૂક્યો છું એટલે હવે કોઈ નવો અનુભવ જાતે કરવા નથી માંગતો અને ઘરના સૌને સાથે રાખીને નિર્ણય કરવા માંગે છે તેમ જણાવે છે, અંતે એવું નક્કી થાય છે કે ભૈરવીને ઘરે મળવા બોલાવવી અને ફોર્મલ વાતો કરીએનાં ભવિષ્ય અંગેનાં વિચારો જાણી પછી જ વાત આગળ વધારવી.


બીજા દિવસે સવારમાં જ સિધ્ધાર્થ ભૈરવીને ફોન કરી સાંજે સૌની સાથે ઘરે ડિનર કરવા આવવા જણાવે છે, આટલી આખી પ્રોસેસ દરમિયાન એનાં હૃદયમાં પણ લાગણીનાં ધીમા અંકુર ફૂટવા લાગ્યા હતા, અને ક્યાં મનસ્વી અને ક્યાં ભૈરવી ? મનસ્વી તો લગ્ન જ કરવા નહોતી માંગતી અને અહીં ભૈરવીને થો પ્રેમની પૂર્વશરત જ લગ્ન હતી, સુંદર પણ હતી એ, પછી ના પાડવાને કોઈ કારણ નહોતું જ, એનાં મનમાં પણ લાગણીનાં ભીનાં પ્રેમાંકુરણ થયાં જ હતાં, સાંજ પડે છે અને ભૈરવી ત્યાં આવે છે, દીદી અને મા પણ ભૈરવીની જ રાહ જોતાં હતાં, ભૈરવી આવે છે અને પાણી તેમજ રૂટિન આપ લે પતાવી સૌ કોઈ વાતે વળગે છે, દીદી વાતની બાગડૌર સંભાળતા કહે છે કે ભૈરવી એ જે કંઈ પણ વાત સિધ્ધાર્થને કરી હતી તે અંગે જ એને આજે અહીં ઘરે બોલાવવામાં આવી છે, અને એ બાબતે ભૈરવી શું વિચારે છે તે એને પૂછે છે, ભૈરવી આરતીની વાતનો સવિનય ઉત્તર આપતાં કહે છે, કે સિધ્ધાર્થ એને ગમે છે, પ્રેમ છે કે નહીં તે તો તે પણ નથી જાણતી, પરંતુ પ્રેમ કરવાનો આજની દુનિયામાં કોઈને સમય જ ક્યાં હોય છે એમ જણાવતાં તે પોતાનો તેમજ સિધ્ધાર્થનો કેરિયર પોઈન્ટ ઓફ વ્યૂ બતાવતાં કહે છે કે તેઓ અંન્ને એક સફળ કપલ બની શકે એવાં ચાન્સીસ છે અને એટલે જ એ સિધ્ધાર્થ સાથે સેટલ થવા માંગે છે. દીદી તરત જ સ્હેજ વ્યાકુળતા સાથે કી ઉઠે છે કે ના આ શક્ય નથી, આ સંબંધ તમારો માત્ર આ કારણોસર સફળ નહીં જ નિવડે.


સિધ્ધાર્થને પણ દીદીની આ વાતથી નવાઈ લાગે છે પરંતુ મર્યાદાને લઈને એ ચૂપ રહે છે. પરંતુ એ મૌન લાંબો સમય નથી રહેતું, ભૈરવીનાં ગયા પછી એ દીદી પાસે જઈનેએકદમ ગુસ્સામાં આવી જઈ કહે છે કે તમને કોઈ અઇકાર નથી આવી રીતે સંબંધને નકારી દેવાનો, અને બસ દીદી સાથે એમ જ બહેસ થઈ જાય છે, જોકે ભૈરવીને ના પાડવી પડી તેનાથી એને બહુ ઝાઝો ફર્ક પડ્યો નહોતો, પરંતુ દીદી એ જે કારણોસર ભૈરવીને સંબંધની પ્રથમ શરૂઆત માં જ પાણીચું પકડાવ્યુ તેનાથી એને ખૂબ દુઃખ થયું હતું, તેનાં મનમાં ન જાણે કેમ પણ દીદી માટે એવી ગેરસમજ આવી ગઈ કે દીદી એનો સંબંધ થાય એમાં રાજી નથી જ.


દિવસો પસાર થાય છે, ધીમે ધીમે દીદીની છત્રછાયા માંથી બહાર નિકળી સિધ્ધાર્થે સ્વતંત્ર કામ કરવાનું ચાલુ કરી દીધું, અને એ ઘણો આગળ પણ વધ્યો હતો, પરંતુ એક અજાણ દિવાલ બંન્ને ભાઈ બહેનનાં સંબંધોમાં આવી ગઈ હતી. એક નજીકનાં સંબંધીનાં બતાવવાથી અને ઘરનાં સૌની સંમતિ થી ખાસ કરીને સિધ્ધાર્થની પસંદગીથી સિધ્ધાર્થનું લગ્ન જાનકી સાથે થાય છે.


જાનકી સ્વભાવે ખૂબ જ શાંત અને સરળ તેમજ પ્રેમાળ સ્વભાવની હોઈ ઘરમાં બધાં સાથે તરત જ ભળી જાય છે. જીવન બસ સરસ શાંતિથી પસાર થઈ જ રહ્યું છે ત્યાં સિધ્ધાર્થને ઓલી ભૈરવી પાસેથી લંડન જવાની એક ઑફર મળે છે, જેમાં એણે પોતાની પત્ની સાથે પાંચેક વર્ષ ત્યાં લંડન જ રહેવાનું છે અને ત્યાં લેક્મેનાં નવા ફેક્ટરી આઉટલેટ્સ નાં પ્રમોશનને લગતું કામ કરવાનું છે. આ વાત સાંભળી આરતી ફરી એને રોકે છે, પણ સિધ્ધાર્થ માનતો નથી અને લંડનની જવાની વાતે કંન્ફર્મેશન આપી દે છે, જાનકી ને લઈને તે લંડન જવા નિકળે છે, લંડન સુખરૂપ પહોંચી પહેલાં તો ઘરે એનાં નિયમિત ફોન આવતાં, ધીમે ધીમે મા ને અને આરતીને માત્ર જાનકી સાથે જ વાત થવા લાગી, એક સમય એવો આવ્યો કે ફોન આવતાં જ બંધ થઈ ગયા, આરતી એ ઘણાં કોન્ટેક્ટ કરવાનાં પ્રયત્ન કર્યાં પણ કોઈ વ્હેર એબાઉટ્સ ન મળ્યાં.


આ બાજુ સિધ્ધાર્થને ભૈરવી સાથે જ કોઈ વાતમાં બિઝનેસ ડિસ્પ્યૂટ થાય છે અને ભૈરવી એને ખૂબ ખરાબ રીતે ફસાવે છે. સિધ્ધાર્થને લંડનની કોર્ટમાંથી 18 વર્ષની કેદની સજા થાય છે અને આ સમય દરમિયાન જાનકી બેબી સીટીંગ કરીને અને ટીફીન્સ બનાવી બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે તેમજ સિધ્ધાર્થની વકીલની ફીસ નો પણ ખર્ચો ઉપાડી લે છે, અને એક હરફ પણ ઉચ્ચાર્યા વગર બસ સિધ્ધાર્થની સજા પૂરી થવાની રાહ જોવે છે. સિધ્ધાર્થની સજા પૂરી થાય છે, અને એ જેલમાંથી પાછો ફરે છે, ત્યાં સુધીમાં એને સૌથી પહેલું જે સત્ય સમજાય છે તે ભૈરવી વિશેનું છે, કે સ્હેજ નાની અમથીશવાતનો બદલો એણે બહુ ખરાબ રીતે વાળ્યો હતો સિધ્ધાર્થથી, અને એને ના પાડીને દીદીની દૂરંદેશી એને હવે સમજમાં આવી હતી અનેઆવીને જાનકીને કહે છે કે એ એનાં જીવનની સૌથી મોટી ભૂલ હવે સુધારવા માંગે છે,ઈન્ડીયા જવું છે અને જઈને સૌથી પહેલા દીદીની માફી માંગવી છે, અને બસ એ આવી પહોંચે છે ઈન્ડીયા અને બસ ઘરની બેલ વાગે છે.


આરતી બારણું ખોલે છે અને સામે જુએ છે તો સિધ્ધાર્થ ઊભો છે જાનકી સાથે અને બારણું ખૂલતાંવેંત જ એ દીદીને વળગીને ખૂબ રડી પડે છે, કહે છે કે દીદી જે ભૈરવીનો સ્વભાવ તમે કળી ગયા હતા તે હું છેક હવે સમજ્યો, તમને નહીં સમજીને મેં ખરેખર ભૂલ કરી છે. આરતી તરત જ એને હૃદયસરસો ચાંપી દે છે, અને કહે છે કે હવે ઘરમાં તો આવ અને સૌ કોઈ ખુશી ખુશી ઘરમાં આવે છે અને ઘર હર્યુભર્યુ બની રહે છે.

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888