નિષ્ટિ - ૧૬ - અણમોલ અનુભવ Pankaj Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિષ્ટિ - ૧૬ - અણમોલ અનુભવ

નિષ્ટિ

૧૬. અણમોલ અનુભવ

‘હું ક્યારની ય એક વાત કહેવા માગતી હતી....’ મિષ્ટી જાણે કંઇક ગંભીર વાત કહેવા માંગતી હોય એમ એક એક શબ્દ છૂટો પાડીને બોલતી હતી.

‘બોલને પણ..... શું કહેવું છે તારે?’ નિશીથ વ્યથિત હતો કે મિષ્ટી ખરેખર શું કહેવા માંગતી હશે..

‘આપણે ફ્લાઈટમાં હતાં ત્યારની હું કંઇક કહેવા માંગતી હતી કે આપણે પાછા વળતી વખતે પણ ટ્રેનમાં આવ્યા હોત તો ખૂબ મજા આવત’

‘ઓહ.... આટલું જ કહેવાનું હતું તો આમ સીધે સીધું નહોતું કહેવાતું?’

‘સોરી...’ મિષ્ટીએ બે કાન પકડ્યા

મુંબઈ પહોચ્યા પછી બંને રાબેતા મુજબ ઓફિસમાં જવા લાગ્યા. હવેના શનિવારે નિશીથ બે દિવસ માટે મુંબઈથી પોણાબસો કીલોમીટરના અંતરે આવેલ અનાથાશ્રમમાં જવાનો હતો. તેણે મિષ્ટીને પણ સાથે જોડાવા જણાવ્યું. મિષ્ટીને પણ આઈડિયા ખૂબ જ ગમ્યો. તેણે યામીને પણ જોડે લઇ જવાનું સૂચવ્યું. નિશીથે કહ્યું.’અરે વાહ.... મજા આવશે... હું ત્રિનાદને પણ પૂછી જોઉં છું. ત્રિનાદ તો તૈયાર જ હોય... બસ હવે બધાને શનિવારનો ઇન્તઝાર હતો.

શનિવારે ચારે ય જણા કાર લઈને નીકળી પડ્યાં. શહેરમાં ઠેર ઠેર ગંદકીનું વર્ચસ્વ જોઈ નિશીથે સ્વચ્છતા માટેની વાતો છેડી.

મિષ્ટીએ કહ્યું ‘આપણા ત્યાંના લોકો વધુ પડતા ધાર્મિક છે અને એટલે જ ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ એવું સરસ મજાનું સૂત્ર આપવામાં આવ્યું... છતાં પણ લોકો કેમ હજુ સ્વચ્છતા અંગે આટલા ઉદાન છે એ જ મને ખબર નથી પડતી.’

‘લોકોની વધુ પડતી ધાર્મિકતા જ ગંદકી માટે જવાબદાર છે.’ નિશીથનો અભિપ્રાય

‘એ કેવી રીતે?’ બાકીનાં ત્રણેય આશ્ચર્યચકિત થઈને પૂછી ઊઠ્યાં.

‘અંગ્રેજીમાં કચરાને rubish કહેવાય છે... હવે રબીશમાં રબ અને ઈશ બંને સમાયેલ છે. એટલે લોકો નાતજાતના ભેદભાવ વગર ગંદકીને પ્રેમ કરે છે. સિમ્પલી અ જોક... બટ હું આને જોક ના કહું તો ય પરિસ્થિતિ તો એ જ છે.’

બપોરે એક ઢાબા પર જમવા માટે રોકાણ કર્યું. બધાએ બોર્ડ પર ચિતરેલા મેનુ લીસ્ટમાંથી પોતાની રૂચી મુજબનું જમવાનું મંગાવ્યું.

નિશીથે વેઈટરને બોલાવીને પૂછ્યું. ‘યે પૂઅર ઈશક ક્યા હૈ... ઈશક કભી પૂઅર નહિ હોતા.’

વેઈટર બોલ્યો.. ‘યે તો હમારે ઢાબે કા મેનુ હૈ. પૂઅર ઈશક તો કહી લિખા હી નહિ હૈ’

‘તો યે ચોથે નંબર કી આઈટમ ક્યા હૈ?’

‘અરે સાબ વો તો પૂરી શાક હૈ’ [poori shak લખવાને બદલે poor ishak લખેલ હતું]

‘ઠીક હૈ... ઠીક હૈ.... વહી લે આઓ એક પ્લેટ મેરે લિયે..’

ત્રિનાદ અને મિષ્ટી બંને એકબીજાને ઈશારો કરીને નિશીથ પર હસી રહ્યા હતા.જમવાનું સાદું અને સસ્તું હતું પણ અત્યંત સ્વાદિષ્ટ હતું. ત્રિનાદે કોલ્ડ ડ્રીન્કસ પીવાની ઈચ્છા વ્યક્ત કરી તો નિશીથે તેને અટકાવ્યો.. ‘હવે બે દિવસ માટે માત્ર દેશી અને સાદો ખોરાક જ લેવાનો છે’

કારમાં બેઠા પછી ત્રિનાદે પૂછ્યું... ‘તમે મારાથી મોટા છો પણ ફિટનેસ સરસ છે તમારી.. અમને પણ કોઈ ઉપાય બતાવો.... અમે પણ અજમાવી જોઈએ...

‘કંઈ ખાસ નથી કરવાનું... એકદમ સિમ્પલ છે’

‘હા તો કહી દો.... એ સિમ્પલ શું છે?’

‘તારે આ અત્યંત તીખું ... તળેલું.... અને જંક ફૂડ વગેરે ખાવાનું છોડી દેવું પડે.’

‘ઓહ... તો પછી ખાવાનું શું?’

‘સતત સાત વીક સુધી સાત્વિક ભોજન જ લેવાનું..

‘અને સાત વીક પછી?’

‘પછી તો ટેવ પડી જાશે ને? અને ના પડે તો હરી... હરી......

‘રહેવા દો.... જિંદગી ક્યાં ફરી મળવાની છે... બે ચાર દિવસ પૂરતું ઠીક છે.. કાયમ માટે તો મુશ્કેલ છે.’

‘હા.... પાછું તારે મોદક વગર તો ચાલે જ નહિ.’

‘અત્યારે કયાં યાદ કરાવો છો યાર? રહેવા દો ને?’

‘નિષ્ટિ.... મોદક ખરેખર તો એના માટે મેદક છે..’ મિષ્ટી બોલી...

‘પરફેક્ટ શોટ..’ નિશીથે ટાપશી પૂરવી.

ત્રિનાદ હવે ઝંખવાણો પાડીને બેસી રહ્યો.. વાત બદલવા એણે નિશીથને કહ્યું..

‘લાવો નિશીથ ભાઈ.. હવે હું ગાડી ચલાવું..’

‘તો પછી હું શું કરીશ? મંજીરા વગાડીશ?’ નિશીથનો પ્રશ્ન..

‘એક કામ કરો નીશીથભાઈ... તમે મારો મોબાઈલ લો... હું ચેટ બોક્ષ ઓપન કરી આપું છું.. એ વાંચો... ખૂબ મજા આવશે..’

‘અરે તારું ચેટીંગ મારાથી વંચાતું હશે? એ યોગ્ય ના કહેવાય... મારાથી એ નહિ થાય.’

‘અરે પણ હું કહું છું ને!!!!! કશું વાંધા જનક નથી.. હું ખાતરી આપું છું કે તમને બહુ મજા આવશે..’

‘સારું લાવ ત્યારે.. વાંચી નાખું બીજું શું?’

ત્રિનાદ ડ્રાઈ સીટ પર બિરાજમાન થયો અને નિશીથ બાજુની સીટ પર. નિશીથ ત્રિનાદ અને એની ગર્લ ફ્રેન્ડ નેહાનું ચેટીંગ વાંચવા લાગ્યો.

નેહા: hi..

ત્રિનાદ: Hello

નેહા: hru?

ત્રિનાદ: fine n u?

નેહા: me too fine

ત્રિનાદ: ok

નેહા: kya kar rahe ho?

ત્રિનાદ: Table baja raha hu...

નેહા: R u not in office?

ત્રિનાદ: in office only

નેહા: to kaise kah diya ke table baja raha hooo?!!!!

ત્રિનાદ: baja raha hu to baja raha hu...

નેહા: not possible

ત્રિનાદ: quite possible

નેહા: viideo chalu kar ke dikhaao..

ત્રિનાદ: kyu... muj pe vishvas nahi hai kya?

નેહા: hai... baabaa... lekin koi office ke andar table kese baja sakta hai?

ત્રિનાદ: ok.... to dekhlo ye video..

ત્રિનાદ વીડિઓ ચાલુ કરે છે... નેહા હસી પડે છે..

નેહા: ye table thodinaa hai???

ત્રિનાદ: to kyaa hai?

નેહા: ye to table hai?

ત્રિનાદ: mein vahi to bolaaa..

નેહા: are..... oh.....

ત્રિનાદ: hindi vale table nahi..... english vala table baja raha hu..

નેહા ખખડી ખખડીને એટલું હસી કે એના હાથમાંથી મોબાઈલ ફોન છટકી ગયો..

ત્રિનાદ: Hello..

ત્રિનાદ: Helllllllllo..

ત્રિનાદ: Helllllllllllllllllllllllllllllllllllllllllllllllllo........

નેહા: hi

ત્રિનાદ: kya huaa..

નેહા: table aur table pe itna hasi ki mobile table se gir gaya...

ત્રિનાદ: kaun se vaale table se

નેહા: me thodina hindi vaale table bajati hun??? english vaale table se gir gaya..

ત્રિનાદ: ok... vaise tum kar kya rahi ho?

નેહા: free hu..

ત્રિનાદ: kis ke saath?

નેહા: Mobile ke saath

ત્રિનાદ: Kaun se Mobile ke saath?

નેહા: mei jab free hoti hu to bore ho jati hu....

ત્રિનાદ: samaj sakta hu..

નેહા: tum kaise samaj sakte ho??

ત્રિનાદ: kyu ki mein samjdaar hu..

નેહા: tum kab se samajdaar ho gaye?

ત્રિનાદ: mein to samajdaar hi hu lekin log samaj nahi paate ki mein kitna samajdaar hu aur meri samajme ye nahi aata ki log muje kyo nahi samaj paate?

નેહા: ok.. ab ye batao.. ‘mei jab free hoti hu to bore ho jati hu’ aisa mene kaha.. usme tum kya samje?

ત્રિનાદ: mene socha... jab koi kampni bartan baar ke saath chammach free deti hai to chammach ko kitna boring lagta hoga.. aisehi tume kaha ki ‘mein mobile ke saath free hoo’ to tumko bhi boring lagegaa na?

નેહા: ROFL..... ROFL..... ROFL..... ROFL.....

ત્રિનાદ:hahahahahaha

નેહા: aur batao..

ત્રિનાદ: oh... boss bula rahe hai... bye

નેહા: bye...

નિશીથ હસી હસીને બેવડો વળી ગયો.... મિષ્ટીએ નિશીથના હાથમાંથી મોબાઈલ ખૂંચવી લીધો અને વાંચવા લાગી.. એ દરમ્યાન ત્રિનાદ અને નિશીથે Hi-five કર્યું... પછી નિશીથે ત્રિનાદની પીઠ થાબડી. યામી અને મિષ્ટી ભેગા મળીને SMS વાંચી રહ્યા હતાં તેઓ પણ વાંચીને ખૂબ હસ્યાં.

બપોરે ત્રણ વાગ્યાની આસપાસ તેઓ અનાથાશ્રમે પહોંચી ગયા.

આશ્રમના સંસ્થાપક બચુભાઈ પાઠક કે જેમને સૌ મોટાભાઈ કહીને બોલાવતા એમણે આશ્રમના બાળકો સાથે મળીને ચારેય જણનું સ્વાગત કર્યું. ચા પાણી કરી થોડી વાર આરામ કરી પછી બધાં આશ્રમનો રાઉન્ડ મારવા નીકળ્યાં. આશ્રમ જેટલો સુંદર હતો એટલો જ સ્વચ્છ હતો. દરેક વસ્તુ યોગ્ય જગ્યાએ ગોઠવાયેલી હતી. મોટાભાઈએ આશ્રમની યાદગાર સફર કરાવતાં આશ્રમનો ઈતિહાસ અને પ્રવૃત્તિઓ વિષે સૌને વાકેફ કર્યા. બધાને બહુ રસ પડ્યો એમની વાતમાં અને સૌએ આશ્રમને આ સ્તરે પહોંચાડવા માટે અભિનંદન આપ્યા. નિશીથે બીજા દિવસે નજીકના ગામમાં સફાઈની પ્રવૃત્તિ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. મોટાભાઈએ પણ એ પ્રસ્તાવ વધાવી લીધો અને એ માટે નગરપાલિકાના સત્તાધીશની મંજૂરી પણ લઇ લીધી. પછી બધા શાંતિથી એક ઝાડ નીચે વાંસની બનેલી ખુરશીઓ લઈને બેઠાં. સાંજના સમયે ઘટાદાર વૃક્ષોનાં પર્ણોમાંથી ગળાઈને ક્ષિતિજના ખોળે બેઠેલા સૂર્યનાં કિરણો વાતાવરણને અત્યંત આહલાદક બનાવી રહ્યાં હતાં. નિશીથનું બાળપણ ગામડે વીત્યું હોઈ એના માટે આ અત્યંત ગમતીલું અને જાણીતું હતું પણ બાકીના ત્રણેય જણા માટે તો જાણે એક અનોખો અવસર હતો. ત્રણેય જણ કુદરતની સુંદરતાને ખોબે ભરી સિન્થેટીક વસ્ત્રોના ખિસ્સાઓમાં ભરવા માટે મથી રહ્યાં. જમવાનો સમય થવા આવ્યો હતો. બધાંએ ભોજનકક્ષ તરફ પ્રયાણ કર્યું. એક ટૂંકી પ્રાર્થના પછી ભોજન પીરસવાનું શરુ થયું. મકાઈ અને બાજરીના રોટલા, ભાખરી, રીંગણ બટાકાનું રસાદાર શાક, ખીચડી અને કઢી... મિષ્ટી, યામિ અને માટે આ નાવિન્ય સભર આશ્ચર્ય હતું તો નિશીથ માટે તો ચિરપરિચિત સ્વર્ગ હતું. બધાએ મન ભરીને ઝાપટ્યુ. જમ્યા પછી સૌએ પોતાનાં વાસણો જાતે ઘસીને સાફ કર્યા. આશ્રમમાં ભણાવવામાં આવતા સ્વાવલંબનના ભાગ અંતર્ગત બધા બાળકો પોતાનાં બધાં જ કાર્યો જાતે જ કરવા ટેવાયેલ હતાં.

જમ્યા પછી બધા સભાગૃહમાં એકત્રિત થયા. મોટાભાઈએ સૌપ્રથમ આશ્રમના બાળકોને નિશીથ અને ટીમનો પરિચય આપ્યો અને એમનું ઔપચારિક સ્વાગત કર્યું. સભાગૃહ તાળીઓના ગડગડાટ થકી ગુંજી ઊઠયું. એ પછી બાળકોનો રંગારંગ કાર્યક્રમ શરુ થયો. કોઈ એ ગીત ગયું તો કોઈએ જોક્સ કહ્યા.... કોઈએ ચોક્કસ વિષય પર ભાષણ આપ્યું તો કોઈએ તબલાંવાદન રજૂ કર્યું. એ પછી થોડાંક બાળકોએ ફ્યુઝન ડાન્સ પણ પ્રદર્શિત કર્યો. મિષ્ટીએ સૌ બાળકોને એમના અવર્ણનીય કલા પ્રદર્શન માટે અભિનંદન આપ્યા અને પછી એક ઇન્સ્પીરેશનલ સ્પીચ આપ. અંતે મોડે સુધી ગરબાની રમઝટ જમાવી સૌ પ્રાર્થના કરી સૌ સૂઈ ગયાં.

બીજા દિવસે સવારે મિષ્ટી અને યામી પથારીમાંથી ઊઠ્યા ત્યારે તો નિશીથ અને ત્રિનાદ નાહી ધોઇને તૈયાર થઇ ગયા હતા. મિષ્ટી અને યામી પણ ફટાફટ તૈયાર થઇ ગયાં... નિશીથે ફરમાન કરેલું કે નગર સફાઈના કાર્યક્રમ પછી ફરીથી નહાવું જ પડશે એટલે અત્યારે તૈયાર થવામાં વાર ના લાગવી જોઈએ.

આશ્રમના બાળકો સહિત બધા બાજુના નગરમાં પહોચી ગયા. નગરપાલિકા તરફથી સૌને ઝાડું, તગારાં વગેરે વસ્તુઓની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. બધાએ રસ્તાઓ પરથી અને ખૂણે ખાંચરેથી કચરો વાળીને તગારામાં ભરી ટ્રેકટરની ટ્રોલીમાં ઠાલવવાનું શરુ કર્યુ જેના થકી કચરાને નગરની બહાર લઇ જઈ યોગ્ય નિકાલ કરવામાં આવતું. બાળકોના નિ:સ્વાર્થ કાર્યને નીરખીને નગરજનો પણ એમના શ્રમ યજ્ઞમાં સામેલ થવા લાગ્યા. હમણાં ઘડીક પહેલાં ગંદુ ગોબરું નર્ક ભાસતું નગર ધીરે ધીરે સ્વચ્છ થવા લાગ્યું. બધાએ એક થઈને સ્વચ્છતાના ગુણગાન ગયા. અને જાણે સ્વચ્છતાની આ ચિનગારીને દેશભરમાં આગ રૂપે ફેલાવવાનું બીડું ઝડપ્યું.

Male: ये मैने माना है,

Female: मैने ये माना है,

Chorus: हमने ये माना है।

हाँ हमने तो ये मान लिया, अब सब को मनाना है।

Male: मेरा ये सपना है,

Female: सपना ये मेरा है,

Chorus: हम सबका सपना है।

स्‍वच्‍छता से ही इस देशको, धरतीका स्‍वगॅ बनाना है।

Male: ये मैने ठाना है,

Female: मैने ये ठाना है,

Chorus: हमने ये ठाना है।

गन्‍दगी की इस दरीन्‍दगी को, अब मिल के भगाना है।

Male: मैने कसम ये खाई है,

Female: मैने कसम ये खाई है,

Chorus: हमने कसम ये खाई है।

कूडे-कचरे के आलमको अब जड से मिटाना है।

બધાનો ઉત્સાહ દેખતાં જ બનતો હતો. બધાએ પોતાનાથી બનતું યોગદાન આપ્યું. નગર સફાઈ અભિયાન સમાપ્ત થતાં નગર એકદમ રળીયામણું બની ગયું. નગરજનોએ ઢોલ નગારાં અને થાળીઓ વગાડીને સ્વચ્છતાના કાર્યક્રમને એક અનેરો ઉત્સવ બનાવીને વધાવી લીધો.

પછી આશ્રમ પર પહોંચી બધા નાહી ધોઈને તૈયાર થયા પછી જમવાનું પતાવીને થોડી વાર આરામ કર્યો. પછી મોટાભાઈની ઓફિસમાં જઈ નિશીથે યથા યોગ્ય રકમનો ચેક આશ્રમને દાન સ્વરૂપે અર્પણ કર્યો. અહીં અવારનવાર આવતા રહેવાનું વચન આપી મોટાભાઈની રજા લઇ નિશીથ એની ટીમને લઈને મુંબઈ પરત આવવા નીકળી ગયો. બધા માટે આ બે દિવસનો સમય જિંદગીનો એક અણમોલ અનુભવ બનીને રહી ગયો.

ક્રમશ:.......