નાની નાની વાર્તાઓ - 3 Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાની નાની વાર્તાઓ - 3

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : નાની નાની વાર્તાઓ - 3

શબ્દો : 1002

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

નાની નાની વાર્તાઓ - 3

1.

બે ભાઇઓ ઓફિસથી થાક્યા પાક્યા ઘેર આવ્યા. ઘરે આવ્યા ત્યારે તેને ખબર પડી કે આજે લીફટ બંધ છે અને એ કોઇપણ સંજોગોમાં ચાલુ થઇ શકે તેમ નથી. એમનો ફ્લેટ 80માં માળ પર આવેલો હતો પણ હવે પગથિયા ચઢવા સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો. એટલે વાતો કરતા કરતા 20 માળ ચઢી ગયા. 20માં માળે પહોંચ્યા પછી વિચાર્યુ કે આપણા ખભા પર આ થેલાઓ લઇને ચઢીએ છીએ પણ આ થેલાઓ તો કાલે પાછા લઇ જ જવાના છે તો એ અહિંયા જ છોડી દઇએ.

20
માં માળ પર થેલા છોડીને એ આગળ વધ્યા ભાર હળવો થવાથી હવે એ સરળતાથી આગળ વધી રહ્યા હતા. 40માં માળ પર પહોંચ્યા પછી થોડો થાક લાગ્યો અને કંટાળ્યા પણ હતા એટલે વાતો કરતા કરતા બંને ઝગડવા લાગ્યા. એક બીજાપર દોષોના ટોપલા ઢોળતા જાય અને દાદરા ચઢતા જાય.

60
માં માળ પર પહોંચ્યા પછી સમજાયુ કે હવે ક્યાં વધુ ચઢવાનું બાકી છે તો પછી શા માટે ખોટા ઝગડીએ છીએ હવે તો બસ ખાલી 20 દાદરા જ ચઢવાના બાકી છે. બંને ઝગડવાનું બંધ કરીને આગળ વધ્યા અને 80માં માળ પર આવી પહોંચ્યા અને હાશકારો થયો. મોટાભાઇએ નાનાને કહ્યુ, “ઘર પર તો કોઇ છે જ નહી ચાલ ઘરની ચાવી લાવ.” નાનાએ કપાળ પર હાથ દઇને કહ્યુ , “ અરે , ચાવી તો 20માં માળ પર રાખેલા થેલામાં જ રહી ગઇ.”


જીવનમાં પણ કંઇક આવુ જ બને છે પ્રથમ 20 વર્ષ સુધી આપણે માતા-પિતાની અપેક્ષાઓનો બોજો લઇને જ ચાલીએ છીએ. 20 વર્ષ બાદ અપેક્ષાનો બોજો હળવો થતા જ મુકત બનીને જીવીએ કોઇ રોકનાર નહી કોઇ ટોકનાર નહી. 40 વર્ષ પછી સમજાય કે મારે જે કંઇ કરવુ હતુ એ તો થયુ જ નથી એટલે અસંતોષની આગ જીવનને દઝાડે , ઝગડાઓ શરુ થાય. આમ કરતા કરતા 60 વર્ષ પુરા થાય પછી વિચારીએ કે હવે ક્યાં ઝાઝુ ખેંચવાનું છે ખોટી માથાકુટ શું કરવી. જ્યારે 80 વર્ષે પહોંચીએ ત્યારે સમજાય કે મારા 20માં વર્ષે જોયેલા સપનાઓ તો સાર્થક થયા જ નહી. બસ આમ જ જીવન પુરુ થઇ ગયુ.


યુવાનીમાં જોયેલા સપનાઓને સાર્થક કરવાનો શ્રેષ્ઠ સમય યુવાની જ છે. 80 વર્ષે જે જોઇતું હોઇ એ મેળવવાની શરુઆત 20માં વર્ષથી જ કરી દેવી.

2.

કેલીફોર્નિયામાં રહેતા એક સુખીસંપન્ન દંપતિએ 1884ની સાલમાં પોતાના એકના એક દિકરાને ટાઇફોઇડના કારણે ગુમાવ્યો. આ છોકરો માત્ર 15 વર્ષનો હતો. દિકરાના અકાળે થયેલા અવસાનના કારણે દંપતિ દુ:ખી તો ખુબ થયુ પણ પછી જેવી ભગવાનની ઇચ્છા એમ માનીને સ્વિકારી લીધુ. એમણે નક્કી કર્યુ કે ભલે ભગવાને આપણો એક દિકરો લઇ
લીધો પણ હવે આ કેલીફોર્નિયાના તમામ દિકરા-દિકરીઓ આપણા જ છે એમ માનીને એ બધા માટે કંઇક કરવુ છે.


દિકરાએ હાવર્ડમાં એડમિશન લીધુ એને હજુ એક વર્ષ પણ નહોતુ થયુ અને એણે ભણવાની બહુ ઇચ્છા હોવા છતા અધુરા અભ્યાસે વિદાય લીધી. દંપતીએ નક્કી કર્યુ કે આપણે આપણા દિકરાની સ્મૃતિમાં હાવર્ડ યુનિવર્સિટીમાં કંઇક કરીએ જેથી અનેક વિદ્યાર્થીઓને એનો લાભ મળે.દંપતિ હાવર્ડના પ્રેસીડેન્ટને મળવા માટે ગયુ. પ્રેસીડેન્ટને મળતા પહેલા બહુ લાંબો સમય રાહ જોવી પડી. મુલાકાત થઇ તો દંપતિ એ હાવર્ડના પ્રેસીડેન્ટને વિનંતી કરતા કહ્યુ , "સાહેબ , અમારો એકનો એક દિકરો અહિયા અભ્યાસ કરતો હતો. અમે એમની યાદમાં આપની આ યુનિવર્સીટીમાં કંઇક કરવા માંગીએ છીએ." દંપતિ એના પહેરવેશ પરથી બહુ જ સામાન્ય લાગતુ હતુ આથી પ્રેસીડેન્ટે એમને કહ્યુ , " તમને ખબરછે આ યુનિવર્સીટીના જુદા- જુદા ભવનો પાછળશું ખર્ચ થયો છે ? બધુ મળીને 7.5 મીલીયન ડોલરની આ સંપતિ છે આટલી મોટી સંપતિની સામે તમે આ યુનિવર્સીટીમાં એવુ તે શું કરી શક્શો કે જેથી તમારા દિકરાની યાદ જળવાય રહે? " આવેલ દંપતિ એકબીજાની સામે જોઇ રહ્યા.આંખના ઇશારાથી બંને એ કંઇક વાત કરી લીધી અને પ્રેસીડેન્ટનો આભાર માનીનેબહાર નીકળી ગયા.


પ્રેસીડેન્ટે પોતાના સેક્રેટરીને કહ્યુ , " જોયુને મેં બંનેનેકેવા સમજાવી દીધા? " પેલા દંપતિએ બહારઆવીને હસતા હસતા એકબીજાનેતાળી આપતા કહ્યુ , " એક યુનિવર્સીટી ઉભી કરવાનો ખર્ચ બસ આટલો જ છે તો ચાલો દિકરાની યાદમાં એક યુનિવર્સીટી જ ઉભી કરીએ." આ દંપતિ હતુ મી. અને મીસીસ સ્ટેનફર્ડ. અને દિકરાની યાદમાં ઉભી કરેલી યુનીવર્સીટી એટલે વિશ્વની ટોચની યુનિવર્સીટીઓ પૈકીની એક એવી સ્ટેનફર્ડ યુનિવર્સીટી.



મિત્રો, જીવનમાં ક્યારેય કોઇને સામાન્ય ન સમજવા. ઘણીવખત પહેરવેશ કે રહેણીકરણી પરથી માણસોને માપવાની આપણે ભૂલ કરીએ છીએ.

3.

એક યુવકે તેની પ્રેમિકા સાથે ખૂબ જ ભવ્ય રીતે લગ્ન કર્યા. ઘણા બધા સગાં તથા મિત્રો તેમના લગ્ન માણવા આવ્યા હતા. વર અને કન્યા તેમના લગ્ન પોશાકમાં ખૂબ જ સુંદર લાગતાં હતા. દરેક જણ તેમણે જોઈને કહી શકતું હતું કે તેમનો પ્રેમ સાચો છે.



થોડાક મહિનાઓ બાદ, પત્ની એના પતિ સમક્ષ એક પ્રસ્તાવ લઈને આવી -"
મેં થોડાક સમય પહેલા એક મેગેઝિનમાં વાચ્યું કે આપણે લગ્નજીવન કેવી રીતે મજબૂત કરી શકીએ."


પત્નીએ કહ્યું, " આપણે બંને એક બીજા પ્રત્યેની અણગમતી ટેવોની યાદી બનાવીશું, ત્યારબાદ આપણે સાથે મળીને એ કુટેવોને સુધારવાનો પ્રયાસ કરીશું જેથી આપણું લગ્ન જીવન વધુ સારી રીતે જીવી શકીએ."
પતિએ વાત માની અને બંને જણા ઘરના અલગ અલગ રૂમમાં જઇ યાદી બનાવવા લાગ્યા. તેઓ બાકીનો પૂરો દિવસ તેના પર વિચાર કરીને કાગળમાં લખવા લાગ્યા.



બીજી સવારે બંને નાસ્તો કરતી વખતે નક્કી કર્યું કે હવે આપણે બંનની યાદી જોઈએ. પત્નીએ કહ્યું કે પહેલા તેણીએ બનાવેલી યાદી વાંચશે. ખરેખરમાં તેણીએ બનાવેલ યાદી પૂરા ત્રણ પાનાઓથી ભરાઈ ગઈ હતી.

જેવું તેણે યાદી વાંચવાનું શરૂ કર્યું કે તેનું ધ્યાન ગયું કે તેના પતિની આંખમાંથી આંસુ નીકળતા હતા. એટલે તેણે પૂછ્યું કે "શું થયું". એમાં એના પતિએ જવાબ આપ્યો કે "કઈ નથી થયું, તું વાંચવાનું ચાલુ રાખ " એટલે પત્નીએ પતિના કહ્યા મુજબ વાંચવાનું આગળ વધારી ત્રણેય પાનાં વાંચી નાખ્યા અને યાદી ટેબલ પર મૂકી દીધી.

"
હવે તમે તમારી બનાવેલી યાદી વાંચો અને પછી આપણે એના પર ચર્ચા કરીશું. " પત્નીએ ખુશ થઈને કહયું.


પતિએ એકદમ શાંત થઈને કહ્યું, " મારી યાદીમાં કશું જ નથી. મને લાગે છે કે તું જેવી છે તેવી જ મારા માટે પરફેક્ટ છે. મને મારા માટે કરીને તારી કોઈ ટેવ બદલાવી નથી. તું ખૂબ જ પ્રેમાળ અને સુંદર છો તો શા માટે હું તને મારા ખાતર બદલું ?"


પત્ની તેના પતિની પ્રમાણિકતાથી ખૂબ જ લાગણીશીલ થઈ ગઈ અને પતિના તેના પ્રત્યેના ખૂબ જ ઊંડા પ્રેમ તથા તેનું સ્વીકારવાની ભાવના જોઈ ખૂબ જ રડવા લાગી.


યાદ રાખો મિત્રો :


કોઈ જ પરફેક્ટ નથી હોતું પણ આપણે તેમને જે રીતે જોવા માગીએ છીએ એ રીતેની પરફેક્ટનેસ તેમનામાં શોધવી પડે છે. મિત્રો, આપણને જેટલું મળ્યું છે તેમાં સંતોષ માની લેવો જોઈએ. આપણે જેટલી આશાઓ વધારે રાખીશું એટલા જ આપણે વધારે દુ:ખી થઈશું. માટે જીવનમાં સુખી થવા ઈચ્છાઓ અલ્પ પ્રમાણમાં રાખવી જોઈએ.

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888