Shantanu books and stories free download online pdf in Gujarati

શાંતનુ - એક એવી નિસ્વાર્થ લવ સ્ટોરી

‘શાંતનુ’

- સિદ્ધાર્થ છાયા


© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

પ્રસ્તાવના

એક દિવસ સવારમાં જ શ્રી સિદ્ધાર્થ છાયા નો ફોન આવ્યો કે મેંએક નવલકથા લખી છે જેની પ્રસ્તાવના તમારે લખી આપવાની છે. હું જરા સ્તબ્ધ થઇ ગઇ. મારા માટે તદ્દન નવી વાત હતી. હું વિવેચક નથી પણ, વાચક તરીકે મારા ‘શાંતનુ’ વિશેના અભિપ્રાયને ન્યાય આપવાનો તથા સિદ્રાર્થભાઇએ એક વાચકમાં મૂકેલાં વિશ્વાસને સાર્થક કરવાનો મેં પ્રત્યન માત્ર કર્યો છે.

સિદ્ધાર્થભાઇ સાથે મારો પરિચય ફેસબુક દ્ધારા થયો. એમની અને મારી કારકિર્દીની શરૂઆત લગભગ એક જ દિવસે થઇ એમ કહું તો ખોટું નથી. ૨૨ મી જૂન, ૨૦૧૩ નાં રોજ મારા પુસ્તક ‘મોકટેલ- ધ’ (ચાર સખીનું સહિયારું સર્જન) પ્રકાશિત થયું એ જ દિવસે સિદ્ધાર્થભાઇ નું પહેલું લેકચર ‘સની ડેયઝ’ પર નવસારીની સયાજી લાઇબ્રેરીમાં હતું. એ પછી એમની કલમે ગતિ વધારી અને આજે તેઓ ‘ગુજરાત ગાર્ડિયન’ દૈનિકમાં કોલમિસ્ટ છે. ત્રણ થી ચાર વેબસાઇટ પર તેઓ કન્ટેન્ટ રાઇટર તરીકે કાર્યરત છે અને એમની આજ દિન સુધીની સહુથી મોટી હરણફાળ એટલે કે આ નવલકથા, ‘શાંતનુ.’

‘શાંતનુ’ સાંપ્રત સમાજને પ્રતિબિંબત કરતી સરળ-સહજ વાત છે. નવલકથાનો નાયક ‘શાંતનુ’ સ્થિર, ગંભીર, સમજદાર અને સાચા અર્થમાં આધુનિક વિચાર ધરાવતો નાગર યુવાન છે. એનાં નાયિકા ‘અનુશ્રી’ પ્રત્યેના પ્રેમમાં સુક્ષ્મ ઊંડાણ છે. આજનાં બ્રેકઅપ-પેચઅપ જેવો છીછરો એનો પ્રેમ નથી એવું સતત આ નવલકથામાં દેખાઇ આવે છે. એમ છતાં પોતાની માની લીધેલી પ્રિયાને ભીને વસ્ત્રે જોઇને એની ભડકતી સાહજિક કામવાસના - વિકારો અને અનુશ્રીને કલ્પના જગતમાં રાખીને કરેલું સ્ખલન ખુબજ ખેલદિલી સાથે એ અનુશ્રી પાસે સ્વીકારે છે. એક પ્રમાણિક પ્રેમીની હિંમત અને સચ્ચાઇને આલેખવામાં સિદ્ધાર્થભાઇ સફળ રહ્યાં છે. આ કબુલાત શાંતનુનાં પાત્રને વધુ મજબુત બનાવે છે.

શાંતનુને પ્રેમ ન કરતી હોવાં છતાં નાયિકા અનુશ્રી શાંતનુની આકબુલાતને - પુરુષના સાહજિક સ્વભાવને મૈત્રીભાવે સ્વીકારી તેને માફ કરેછે. અહીં આજની સ્ત્રીઓનાં મનોભાવોને પણ ઉઘાડ મળ્યો છે.

સ્ત્રી-પુરુષની મિત્રતાને લઇને હંમેશા સમાજ એક શંકામાં જીવ્યો છેત્યારે સિદ્ધાર્થભાઇએ આ કથાનાં પાત્રો, શાંતનુ, અનુશ્રી, અક્ષય અનેસિરતદીપ દ્ધારા સ્ત્રી-પુરુષની નિખાલસ મૈત્રી દ્ધારા મિત્રતા કેટલી ઊંચીકક્ષાએ પણ પહોંચી શકે એવો સુંદર સંદેશ પણ આપ્યો છે.

વ્હોટ્‌સ એપ્પ, ફેસબુક અને ઇન્ટરનેટ ને કથામાં આવરી લઇનેનવલકથાને આધુનિક ઓપ પણ આપ્યો છે તો સામે પક્ષે, હજી સમાજમાંક્યાંક જૂની માનસિકતા પણ જીવે જ છે કે દીકરી પોતાની મરજી થી લગ્નકરે તો એનું કુટુંબ એને નથી સ્વીકારી શકતું એ પણ દર્શાવ્યું છે. જ્યાં એકબાજુ જૂૂની અને નવી પેઢી વચ્ચે સંઘર્ષ છે તો ક્યાંક સમજદારી પણ છે,શાંતનુનાં પિતા જ્વલંતભાઇ એનું સ્પષ્ટ અને પ્રેરણાદાયી ઉદાહરણ છે.

અનુશ્રીનાં જીવનનાં ચડાવ-ઉતાર દ્ધારા આધુનિક નારી પડકારોઅને પ્રશ્નો વચ્ચે પણ પોતાની રીતે સફળતા મેળવી શકે છે અને સમાજમાંઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે છે એમ દર્શાવી નવલકથામાં સ્ત્રી સમસ્યા અને સ્ત્રી શક્તિ બન્ને પાસા વ્યક્તિ થયાં છે.

પ્રથમ નજરનાં પ્રેમની પોકળતા, વિદેશી વળગણમાં લપેટાયેલીનવી પેઢીની ઉદ્દંડતા, જૂની પેઢીની જૂની માનસિકતા સાથે ‘શાંતનુ’ માંએજ જૂની પેઢી નો વૈચારિક બદલાવ, મિત્રતાનું મુલ્ય, આધુનિક પેઢીનાક્રાંતિકારી વિચારોનો પરિચય થાય છે.

‘શાંતનુ’ થી શરુ થયેલું સાહિત્ય ખેડાણ, શ્રી સિદ્ધાર્થભાઇને ખુબસફળતા આપે અને સમાજને એક સક્ષમ લેખક મળે એવી શુભેચ્છાઓસાથે....

-ગોપાલી બુચ

૧લી માર્ચ, ૨૦૧૪

ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

શાંતનુની સફર

શાંતનુની સફર આજથી બરોબર એક વર્ષ પહેલાં શરુ થઇ હતી જ્યારે ‘સાર્થક પ્રકાશન’ નાં એક સમારંભ નાં અંતે મેં લોકપ્રિય નવલકથાકાર અને ગુજરાતનાં અગ્રણી અખબારો માંના એક અખબારમાં સહ-તંત્રી તરીકે કાર્યરત શ્રી. ધૈવતભાઇ ત્રિવેદી ની અતિશય લોકપ્રિય નીવડેલી ધારાવાહીનવલકથા ‘લાઇટ હાઉસ’ પર એમનો ઓટોગ્રાફ માંગ્યો હતો. ધૈવતભાઇએ ઓટોગ્રાફ આપતાં એમ લખ્યું કે હવે તમારી નવલકથા પર હું ઓટોગ્રાફમાંગું એવી શુભેચ્છા. એ સમારંભ થી ઘેર પાછાં ફરતાં આખે રસ્તે ધૈવતભાઇ ની આ વાત દિમાગમાં દોડતી રહી.

એક વાર્તા ઘણાં વખતથી મનમાં આકાર તો લઇ જ રહી હતી પણ એમ કહું તો જરાપણ ખોટું નહી હોય કે ધૈવતભાઇએ એ આઇડીયાનેએક ‘કીક’ આપી અને પહેલાં મનમાં અને પછી ધીરેધીરે મારાં કમ્પ્યુટરની વર્ડ ફાઇલમાં ‘શાંતનુ’ એ આકાર લેવા માંડ્યો. વાર્તા નાં નાયકને ‘શાંતનુ’નામ આપવું કદાચ ખુબ સહેલું હતું કારણકે હું પોતે બંગાળી નામોથી કાયમ આકર્ષણ અનુભવું છું અને મારાં પરિચયમાં એકવાર એક શાંતનુનામે બંગાળી વ્યક્તિ પણ આવ્યો હતો અને તરત જ નક્કી કર્યું કે નાયક નું નામ શાંતનુ જ રહેશે. નાયક નાગર રહેશે એ પણ મેં તે વખતે જનક્કી કર્યું હતું. એટલા માટે નહી કે હું પોતે નાગર છું.

નાગરોની ઇમેજ ગુજરાતીઓમાં ફક્ત ચોખલીયા કે કલાપ્રેમી કે પછીખુબ ભણેલા, અથવા તો સાવ દેશી ભાષામાં કહું તો ‘બોચીયા’ તરીકેની છે. હું પોતે નાગર હોવાં છતાં ઉપરમાં થી ફક્ત કલાપ્રેમી નો જ ગુણ ધરાવું છુંએટલે મેં મારાં હીરોને ફક્ત કલાપ્રેમી ન રાખીને એને અત્યંત રોમેન્ટિક અને દોસ્ત અને દોસ્તી માટે કશું પણ કરી છૂટનાર તરીકે દેખાડીને નાગરોનીટીપીકલ છબીને ભાંગવાનો જાણીજોઇને પ્રયાસ કર્યો છે. હું પોતે આ પ્રકારનો સ્વભાવ ધરાવતો હોવાથી તે ઉપરાંત શાંતનુની વાર્તા જો કે કાલ્પનિક હોવાંછતાં હું એની જગ્યાએ હોત તો શું કરત એમ વિચારીને જ આ પાત્રને ઘડ્યું છે. શાંતનુનાં પાત્રમાં મને નજીકથી ઓળખતાં મિત્રોને એમનો સિદ્ધાર્થ કે‘સીડ’ દેખાય તો એ લોકો જરાપણ ખોટાં નહી હોય.

દરેક વ્યક્તિને કોઇને કોઇવાર પ્રેમનું કાં તો એનું ફક્ત પ્રથમ આકર્ષણ હોય છે અથવા તો અમુકને એ પ્રેમ મળી શક્તો નથી હોતો. હું પોતે પણ આ બાબતે થી અછુતો નથી પણ જ્યારે તમને તમારી માની લીધેલી પ્રેમિકા તમારાં પ્રેમનો અસ્વીકાર કરે ત્યારે એ બાબતે નિરાશ થઇને કે દેવદાસ થઇને ન જીવતાં એની મિત્રતાનો સ્વીકાર કરીને એનાં દરેક સુખ દુઃખમાં એની પડખે ઉભાં રહેવાનો સંદેશ મેં મારાં વાચક મિત્રોને આપવાની અહિયાં કોશીશ કરી છે. જેમ શાંતનુ પોતે એક જગ્યાએ કહે છે કે “એનાંથી ઝીંદગી તો ખતમ નથી થતી ને?” એમ એનાં નકાર થી પોતાને પીડા આપવાને બદલે એનાં સુખ-દુઃખ નો અખંડ હિસ્સો બનીને તમે તમારાં જ લઇ જ લીધું છે ને ? પ્રેમ એ સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે. જો તમારો પ્રેમની સેવા જ કરો છો એવું મારું અંગતપણે માનવું છે. છેવટે આમ કરીને તો તમે એની સાથે રહેવાનું બહાનું જ લઇ જ લીધું છે ને? પ્રેમ એ સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે. જો તમારો પ્રેમ સાચો છે તો એ તમારી કહેવાતી પ્રેમિકાનાં કે તમારાં બદલાયેલાં સંજોગોનો મોહતાજ નથી કારણકે એ સતત હોવા ઉપરાંત લચીલી પણ છે બસ આ જ વાત મારે શાંતનુ દ્ધારા મારાં યુવાન મિત્રો અને સખીઓ ને કરવી છે.

મારી પોતાની ઝીંદગીમાં કોઇ સહોદર ન હોવાથી પ્રેમ ઉપરાંત ‘દોસ્તી’ નું મહત્વ પણ મારાં માટે ખુબ છે અને એથી જ મેં શાંતનુ સાથે અક્ષય અને સિરતદીપનાં પાત્રો પણ ઘડ્યાં છે પહેલાં શાંતનુ અને અનુશ્રી સાથે અને પછી એકબીજાં સાથે એવી મિત્રતા ઘડે છે જે ફરીથી કહું તો ખુબ લચીલી છે, અહીં વાતે વાતે ખોટું લાગી જાય એવાં મિત્રો નથી પરંતુ સાચી વાત મિત્રને એનાં મોઢા પર કહી દેતાં મિત્રોની વાત છે અને તેમ છતાં પેલી મિત્રતાની ગરમી તો પોતાનો સ્વભાવ છોડતી જ નથી. વાર્તા નાં પાછલાં હિસ્સામાં શાંતનુ અને અક્ષય તથા અનુશ્રી અને સિરતદીપ વચ્ચેનાં બે અલગ દ્રશ્યોથી મેં આ બાબતને કહેવાની કોશીશ કરી છે.

બે પેઢી વચ્ચે વિચારો ની કટોકટી હંમેશા રહી છે. ‘શાંતનુ’ નવલકથા માં આ બાબતે બન્ને બાજુઓ દેખાડવાની કોશીશ કરી છે. શરૂઆતમાં અનુશ્રી અને એનાં મોટાભાઇ સુવાસ વચ્ચે વિચારોનાં મનમેળનો અભાવ તો સામે પક્ષે શરૂઆતથી છેક અંત સુધી શાંતનુ અને એનાં ‘પપ્પા’ જ્વલંતભાઇ વચ્ચે સદાય રહેતી મૈત્રી ની વાત પણ કરી છે. આ ઉપરાંત માતાદિન, સત્યા અને દિપ્તી ઉપરાંત અનુશ્રીનાં મમ્મા નાં પાત્રો પણ સંજોગોને અનુરૂપ પોતાનો ભાગ ભજવે છે.

અને છેલ્લે શાંતનુ અને અનુશ્રી, આ વાર્તા નાં નાયક અને નાયિકા. બન્ને ને ખબર છે કે શાંતનુ અનુશ્રીને ચાહે છે અને ધમધોકાર ચાહે છે પણ જ્યારે સંજોગો શાંતનુની ચાહતને ન્યાય નથી આપતાં ત્યારે સંજોગોને દોષ ન આપતાં એનો સ્વીકાર કરીને આગળ વધે છે. એક પુરુષને એક સ્ત્રી અને એપણ પોતાને ગમતી સ્ત્રી પ્રત્યે થતું સાહજીક શારીરિક આકર્ષણ પણ એક

સ્ત્રી સહજતાથી આ જમાનામાં સ્વીકારી શકે છે એ વાત પણ મેં અહીં કરવાની કોશીશ કરી છે. શારીરિક આકર્ષણ બાબતે ફક્ત સ્ત્રીઓ જ નહીં પણ આજનાં પુરુષોમાં પણે કેટલીક જડતા ઘુસી ગઇ છે જે ખોટી છે એ બાબતની ચોખવટ અહીં એક પુરુષ નહીં પણ એક સ્ત્રી કરે છે અને એ દ્રશ્ય ઉપસાવવામાં મને કદાચ સહુથી વધુ મહેનત પડી છે. પ્રેમમાં શારીરિક આકર્ષણ હોય જ અને જો તો કશું ખોટું નથી અને પાપ તો બિલકુલ નથી, ઉપરાંત ઘણીવાર પ્રેમને પૂર્ણતા આપવા બે આત્માઓ સાથે બે શરીરોનું મિલન પણ એટલું જ જરૂરી છે આ વાત પણ શાંતનુ કરી જાય છે.

વાર્તા ના લખાણ દરમ્યાન મેં ક્યારેય એને રોકવાની કે વણજોઇતો વણાંક આપવાની કોશીશ નથી કરી. શાંતનુની વાત જેમ જેમ મનમાં આવતી ગઇ એમ લખાતી ગઇ અને હવે બોલ તમારાં કોર્ટમાં છે. આશા છે તમે શાંતનુને સ્વીકારશો અને તમારાં અભિપ્રાયો મને મારાં ઇ-મેઇલ પર જરૂરથી જણાવશો.

ધન્યવાદ

-- સિદ્ધાર્થ છાયા

૧૭.૦૩.૨૦૧૪, સોમવાર (ધૂળેટી), અમદાવાદ.

જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ઋણ સ્વીકાર

‘શાંતનુ’ ની લેખન સફર લગભગ એક વર્ષ ચાલી અને આ દરમ્યાન કેટલાંય લોકોનો સાથ મળ્યો આ તમામનો હું દિલથી ઋણ સ્વીકાર કરું છું.

મારાં માતા-પિતા શ્રીમતી અંજના અને શ્રી. નિતીન છાયા જે આ સફર દરમ્યાન સતત પોતાની ખુશી અને ઉત્સાહ અંદરોઅંદરથી દેખાડતા હતાં. એમનાં ઉત્સાહી ચહેરાઓએ સતત મને લખતો રાખ્યો છે.

મારી જીવનસાથી તોરલ જેણે મને છેલ્લાં છ મહીના દરમ્યાન રોજના બે કલાક ‘શાંતનુ’ પ્રત્યે સમર્પિત રહેવા દીધો અને મૂંગે મોઢે પોતાનો ટેકો આપતી રહી. અને હા મારો આઠ વર્ષનો પુત્ર હેમીશ જેને આમ તો આ બાબતે વધુ ખબર ન પડે પણ એનાં ‘ડેડી’ કાઇક નવું કરી રહ્યાં છે એવો આનંદમયી ચહેરો દેખાડીને મારો ઉત્સાહ વધારતો રહ્યો છે.

મારી પરમ મિત્ર અનુરાધા જેણે પોતાનું લાડકું નામ ‘અનુ’ આ વાર્તાની નાયિકા માટે વાપરવા દેવાની છૂટ આપી. એટલુંજ નહીં પણ પોતે હિન્દીભાષી હોવા છતાં લગભગ દર બે-ત્રણ દિવસે વાર્તાની પ્રગતી વિષે પૂછતી રહેતી અને મને પણ સતત ‘ઓન ધ ટોઝ’ રાખતી.

શ્રી. ધૈવતભાઇ ત્રિવેદી જેમનાં એક ઓટોગ્રાફે મને તરતજ નવલકથા લખવાનું ઇન્જેકશન આપ્યું.

ગુજરાતી પ્રાઇડ એપ્પ નાં શ્રી. મહેન્દ્રભાઇ શર્મા જે શાંતનુ ‘ઇ-બુક’ નાં પબ્લીશર પણ છે અને જેમને હું ‘સવાયા ગુજરાતી’ કહું છું, એમણે મારી કલમ પર વિશ્વાસ મૂક્યો અને પોતાનાં પ્રથમ સાહસ સાથે મારું પ્રથમ સાહસ પણ જોડી દીધું.

શ્રી. વિશાલ પારેખ જેમણે આ આખી નવલકથા ગુજરાતી પ્રાઇડ માટે વાચ્ય એવાં ‘ગોપિકા’ ફોન્ટ્‌સમાં રૂપાંતર કરવાનું કામ હાથમાં લીધું અને એમનાં સહકર્મી શ્રી. સંજયભાઇ રાઠોડ જેમણે આ કામ પાર પાડ્યું.

શ્રીમતી ગોપાલી બુચ જેણે પોતાનાં વ્યસ્ત સમયમાંથી સમય કાઢીને મારી એક જ હાકલે નવલકથાની પ્રસ્તાવના લખી આપી અને મિત્રતા નિભાવી.

તમામ ફેસબુક મિત્રો અને સંબંધીઓ જેમણે આ નવલકથા બહાર આવવાની છે એની ખબર પડતાં જ શુભેચ્છાઓનાં સંદેશોથી મને નવડાવી દીધો.

આ ઉપરાંત તમામ એવાં મિત્રો જેમનો હું અહીં અંગત રીતે અભાર નથી માની શક્યો.

અનુક્રમણિકા

૧.એક

૨.બે

૩.ત્રણ

૪.ચાર

૫.પાંચ

૬.છ

૭.સાત

૮.આઠ

૯.નવ

૧૦.દસ

૧૧.અગીયાર

૧૨.બાર

૧૩.તેર

૧૪.ચૌદ

૧૫.પંદર

એક

‘થયાં સાડા સાત હવે ઊઠો શાંતનું, શું આજે તમારે ઓફિસ નથી

જવાનું ?’ જ્વલંતભાઇ એમનાં એકના એક પુત્ર શાંતનુને અમદાવાદની મે મહિનાની એક ગર્મીલી સવારે બાપ-દીકરાની નક્કી કરેલી શરત મુજબ બે લીટીઓ વચ્ચે પ્રાસ મેળવી ને ઉઠાડી રહ્યાં હતાં.

‘ઉઠું છું પપ્પા, બે મીનીટ ..લેટ મી ફિનિશ ઇટ” શાંતનું એ એનો રોજનો ગોખેલો જવાબ આપ્યો.

‘ઇટ્‌સ ઓલરેડી સેવેન થર્ટી ફાઇવ... નાઉ ગીવ મી અ હાઇ ફાઇવ!!’ જ્વલંતભાઇ ના ચહેરા પર એક સ્મિત આવી ગયું.

‘થોડી ઊંઘ હજી બાકી છે, ઘડિયાળની સોય મેં હમણાંજ માપી છે.’ શાંતનું ઓશીકું માથે મુકતા બોલ્યો.

‘ચાલો તમે ઊભા થાવ એટલે હું સેન્ડવીચ બનાવું, ટામેટાં કાકડી ને કાપી ને એમને પણ ન્યાય અપાવું.’

શાંતનું કમને ઓશીકેથી ઉભો થયો અને જ્વલંતભાઇ સામે ફીકું પણ પ્રેમાળ સ્મિત આપ્યું. જ્વલંતભાઇ એ ફરી વળતું સ્મિત આપી અને રસોડા તરફ રવાના થયાં અને શાંતનુએ બાથરૂમની વાટ પકડી.

આમ જોવો તો બન્ને બાપ-દીકરા વચ્ચે આ રોજનો સંવાદ હતો. જ્વલંતરાય પ્રખરરાય બુચ નો એકનો એક પુત્ર શાંતનું, નવી નવી શરુ થયેલી એક આંતરરાષ્ટ્રીય ઇન્શ્યોરન્સ કંપનીમાં હમણાં જ ‘ઇન્શ્યોરન્સ એડવાઇઝર’ તરીકે જોડાયો હતો. ૨૫ વર્ષનો શાંતનું જ્વલંતભાઇ નો ખુબ લાડકો હતો. બે વર્ષ પહેલાં જ બ્રેસ્ટ કેન્સર થી જ્વલંતભાઇ નાં પત્ની ધરિત્રીબેન નું અવસાન થયું હતું અને ત્યારથી જ શાંતનુને ક્યારેય પણ એની મમ્મી ની ખોટ ન સાલે એનું જ્વલંતભાઇ કાયમ ધ્યાન રાખતાં. આમતો રસોઇયા મહારાજ તો ધરિત્રીબેન માંદા હતાં ત્યારથી જ હતાં પણ સવારની ચા અને નાસ્તો પોતે જ શાંતનું માટે બનાવી ને આપે એ ધરિત્રીબેનની પ્રથા જ્વલંતભાઇ એ હજી સુધી જાળવી રાખી હતી. જીવનનાં છેલ્લાં મહિનાઓમાં સંપૂર્ણ પથારીવશ હોવાં થી પોતે આ પ્રથા ને ન્યાય નથી આપી શકતાં અને ઘરનાં બીજાં કામ પણ નથી કરી શકતાં અને ઘરનું બધું જ કામ નોકરોનાં હાથે ચાલી ગયું છે એનો ધરિત્રીબેન ને કાયમ અફસોસ રહ્યો હતો.

કદાચ એમની આ વ્યથા જ્વલંતભાઇ સમજી ગયાં હશે એને એટલે જ એમણે ધરિત્રીબેન ની આ અદમ્ય ઇચ્છા પુરી કરવાનો નિર્ણય કરી લીધો હશે. જ્વલંતભાઇ એ આમપણ ધરિત્રીબેન માટે મુંગા મોઢે પોતાની જાત ઘસી નાખી હતી. લગભગ ત્રણેક વર્ષ પહેલાં ગુજરાત રાજ્યનાં એક કમાઉ નિગમ નાં ડિરેક્ટર પદે પોતાની ચોખ્ખી છબી ને કારણે હજી નિમણૂંક પામ્યાં જ હતાં અને ત્યાંજ ધરિત્રીબેન નાં કેન્સર ની ખબર પડી અને ડોક્ટરોએ પણ બહુ આશા નહોતી આપી એટલે પાંચ વર્ષ ની બાકી રહેલી નોકરી ત્યારે જ રાજીનામું આપી ને વહેલી પુરી કરી દીધી. લોકોએ ખુબ સમજાવ્યાં પણ એમને તો ધરિત્રીબેન ની સેવા કરવી હતી અને એમનાં જીવનના જેટલાં પણ દિવસો બચ્યાં હોય એ એમની સાથે જ વિતાવવા એવું એમણે નક્કી કરી લીધું હતું. ધરિત્રીબેનનાં ગયાં પછી હવે એમણે શાંતનુને કાઇ પણ ઓછું ન આવે એવું ધ્યાન રાખવાનું નક્કી કર્યું હતું.

શાંતનું પણ આમ જુવો તો જ્વલંતભાઇ ની બેઠી કોપી જ હતો. આમ થોડો મૂંગો, શરમાળ, ચહેરા પર સદાય સ્મિત અને રમૂજવૃત્તિ થી ભરપુર પણ એનો ઉપયોગ જરૂર પડ્યે જ કરતો. ચહેરે મહોરે સરસ પણ એની ઉંમર ના બીજાં છોકરાંઓ ની જેમ ‘બોડી બિલ્ડર’ નહીં. ખાવાનો ખુબ શોખ એને એની મમ્મીના કારણે જ લાગ્યો હતો અને એટલે જ કદાચ એનું શરીર બહુ ભરેલી નહીં તો સહેજે પાતળું પણ નહોતું. શાંતનું પિતા પ્રત્યે અદમ્ય પ્રેમ ધરાવતો અને માતા ના ગયાં પછી જિંદગી ના દરેક સુખ-દુઃખ એક અંગત મિત્રની જેમ એમની સાથે શેર કરતો. ધરિત્રીબેન નાં જવાનુંં દુઃખ તો બન્ને ને હતું પણ ‘લાઇફ ગોઝ ઓન’ નાં સિદ્ધાંત ને અનુસરી ને એ બન્ને એ પોતાની જિંદગી રડી રડી ને વિતાવવી નહીં એવું એક બીજાં ને કીધાં વીના જ નક્કી કરી લીધું હતું.

શાંતનું એનાં પ્રાતઃકર્મો પતાવી ને ડાઇનીંગ ટેબલ પર આવી ગયો. જ્યાં રોજ ની જેમ બ્રેડ બટર અને વેજીટેબલ સેન્ડવીચીઝ એની રાહ જોતી હતી. ઘરમાં મા અથવા બહેન પછી કે પછી પત્ની ન હોવાની આ એક મોટી તકલીફ છે તમને ગરમ નાસ્તો ન મળે, જો તમને જાતે રાંધતા ન આવડતું હોય તો.

‘રોજે રોજ આ ખાઇ ખાઇ ને કંટાળી ગયો છું પપ્પા, હવે ક્યારે બંધ કરશો આ કારસા ?’ શાંતનું એ ટેબલ પર બેસતાં જ ઠપકાર્યું.

‘જલ્દી થી લઇ આવો આ ઘરમાં એક વહુ પછી જ ચાલુ થાશે તમારાં જલસા’ જ્વલંતભાઇ એ શાંતનું નાં આઉટ સ્વીન્ગર પર ચોક્કો માર્યો.

‘ટાઇમ પ્લીઝ પપ્પા, તમે જ્યારે જ્યારે મને કોર્નર કરવા માંગો છો ત્યારે તમે વહુ નામનું પ્રાણી મને ડરાવવા માટે લઇ આવો છો એટલે હું પ્રાસ માં વાત કરવાનું ભૂલી જાઉં છું’ શાંતનુંએ ફરિયાદી સ્વર માં કહ્યું.

આ બાપ દિકરા વચ્ચે ચોવીસ કલાક રમતી આ પ્રાસાનુપ્રાસ ની રમત નો નિયમ હતો કે ટાઇમ પ્લીઝ બોલ્યાં વીના જે કોઇપણ પ્રાસ તોડે એણે બીજા ને એક ‘ડેઇરી મિલ્ક’ આપવી. જ્વલંતભાઇ કરતાં શાંતનું નો સ્કોર આ બાબતમાં ઘણો ઊંચો હતો પણ અત્યારે એણે ભૂલ્યા વગર ‘ટાઇમ પ્લીઝ’ કહી દીધું. જ્વલંતભાઇ એ આંખ મારી ને સ્મિત આપ્યું ‘વહુ’ એમનું એક હાથવગું શસ્ત્ર હતું અને જ્યારે એમને શાંતનુની ચીડવવો હોય ત્યારે ત્યારે તેઓ આ શસ્ત્ર નો ઉપયોગ કરતાં.

‘ચાલો શાંતનું જલ્દી ખતમ કરો આ સેન્ડવીચ અને ફટ પીવો આ પાણી કારણકે જો મોડા પહોંચશો ઓફિસે તો બગડશે પેલો બંગાળી’ જવલંતભાઇ એ શાંતનું પાછળ લટકતી ઘડિયાળમાં પોણા નવ વાગતાં જોઇને ટકોર કરી.

શાંતનુને કાયમ સવારે સાડા નવ વાગે એની ઓફિસમાં રીપોર્ટ કરવાનો હોય છે. આમ તો સેટેલાઇટ થી સી. જી. રોડ જતાં સવારે એટલો ટ્રાફિક ન નડે પણ તેમ છતાં મોડાં કરતાં વહેલું પહોંચવું સારું એવી જવલંતભાઇની સલાહ શાંતનુંએ આજદિન સુધી બરોબર ફોલો કરી હતી. શાંતનુનો બોસ એટલે કે શરદેંદુ મુખોપાધ્યાય એનાં થી લગભગ એક દાયકો મોટો હતો અને શાંતનુના હિસાબે એકદમ ‘બોર’ વ્યક્તિ હતો. સવારે ૮ વાગ્યામાં ઓફિસ આવી જાય અને મોડી રાત સુધી કામ કરે. જ્યારે જુવો ત્યારે બસ કામ કામ અને કામ. શાતનું આની પહેલાં પણ એક ઇન્શ્યોરન્સ કંપનીમાં કામ કરી ચુક્યો હતો અને એણે કોઇપણ રીતે વીમો વેંચવાની કોઇ એવી કળા આત્મસાત કરી હતી કે એ મહિનાના પહેલાં દસ દિવસ ખુબ મહેનત કરીને પોતાનું ટાર્ગેટ એચીવ કરી લેતો અને બાકીના વીસ દિવસ જલસા કરતો. આ વીસ દિવસોમાં એ કાં તો મુવી જોવા જાય અથવાતો ક્રિકેટ મેચ ચાલુ હોય તો ઘેર વહેલો જઇને એ જુવે અને નહી તો એનાં મિત્ર કમ ભાઇ જેવાં અક્ષય સાથે આખો દિવસ ટોળટપ્પાં મારે. આજે હજી તો મહિનાની પાંચમી તારીખ હતી અને શાંતનુએ ટાર્ગેટનાં હજી ૪૦ ટકા પણ એચીવ નહોતાં કર્યાં એટલે એને પણ જવાની ઉતાવળ તો હતી જ. બપોરનું ખાણું એ ઓફિસની જ પેન્ટ્રી માં લઇ લેતો રાત્રે એ અચૂક જવલંતભાઇ ની સાથે જ જમતો.

ફટાફટ સેન્ડવીચ ખાઇ ને ‘બાય પપ્પા’ કહી ને શાંતનું ઉપડ્યો.

‘અરે શાંતનું તમારી બેગ તો અહીં જ રહી ગઇ’ જવલંતભાઇ એ બુમ પાડી.

‘ઓહ સોરી પપ્પા’ કહેતો શાંતનું ઘરનાં દરવાજે થી જ પાછો વળ્યો. એક હાથે બેગ અને બીજાં હાથે પોતાનાં શુઝ પહેરતો પહેરતો શાંતનું એનાં ફ્લેટનાં પગથીયા ઉતરી ગયો.

શાંતનું ને લાગતું હતું કે આજે કદાચ એ ઓફિસે મોડો પહોંચશે એટલે એણે એનું બાઇક થોડું ફાસ્ટ ચલાવ્યું પણ છેવટે સવા નવ નાં ટકોરે એ એની ઓફિસ નાં પાર્કિંગમાં પહોંચી ચુક્યો હતો પણ આજે પાર્કિંગમાં એની ફેવરીટ જગ્યા ભરાઇ ગઇ હતી. ફક્ત એની ફેવરીટ જગ્યા જ નહી, આખેઆખું પાર્કિંગ જ ભરેલું હતું. શાંતનું નાં ઓફિસ બિલ્ડીંગ ની બધી જ ઓફિસો નાં કર્મચારીઓ મેઇન રોડવાળાં કોર્પોરેશન નાં પેઇડ પાર્કિંગ પર પોતાના વાહનો પાર્ક કરી ને પોતપોતાનાં પાર્કિંગ સ્લોટ પર બીજાનાં વાહનો પાર્ક કરેલાં જોઇને મોઢાં મચકોડતાં મેઇન લીફ્ટ તરફ જઇ રહ્યાં હતાં. શાંતનુએ પણ પોતાની બાઇક પગનાં હલેસાં મારતાં મારતાં પાછીવાળી અને ફૂટપાથ ને અડીને આવેલાં કોર્પોરેશનના પેઇડ પાર્કિંગ માં એને પાર્ક કરી દીધી. હજી પોતાની હેલ્મેટ લોક કરી ન કરી અને પોતાની ફેવરીટ પાર્કિંગની જગ્યા પર જેણે પણ પોતાનું વાહન પાર્ક કર્યું હોય એને એક જોરદાર ગાળ આપવાનું વિચાર્યું જ હતું ત્યાં જ એનાં કાને અવાજ આવ્યો...

‘બે રૂપિયા સાહેબ’. પાછું વળી ને જોયું તો પાર્કિંગ નો એટેન્ડન્ટ એક નાનકડી શી ચિઠ્ઠી જેનાં પર ન વંચાય એવાં અક્ષરો એ પાર્કિંગ નાં ભાવ લખ્યાં હતાં એ શાંતનું સામે લઇ ને ઊભો હતો.

‘અરે યાર હમણાં લઇ લઉં છું. હું બિલ્ડીંગ માં જ કામ કરું છું. ઉપર પૂછવા જ જાઉં છું કે કોણે આ બધું પાર્કિંગ કર્યું છે.’ શાંતનુએ અકળાઇ ને પેલા ને કીધું.

‘ના સાહેબ અમારી તો ડ્યુટી છે, બે રૂપિયા આલો.’ પેલો બોલ્યો.

‘સવાલ બે રૂપિયાનો નથી ભાઇ, જસ્ટ એમ જ મુક્યું છે.’ એટેન્ડન્ડ સમજી નહતો રહ્યો અને શાંતનું ની અકળામણ વધી રહી હતી.

‘હા પણ સાહેબ ફરજ એટલે ફરજ, અમારોં પટેલ સાહેબ આવે ને હિસાબ ના મર તો મારી તો નોકરી જાય.’ પેલા એ પોતાની જીદ ન છોડી.

‘શું યાર...’ શાંતનું એ મોઢું બગાડતાં પેલા ને બે રૂપિયા નો સિક્કો પકડાવ્યો અને પેલી ચિઠ્ઠી ને ખીસામાં ઘુસાડી દીધી.

ઘડિયાળ ઓલરેડી નવ ને બાવીસ દેખાડતી હતી. શાંતનુ નો કદીય મોડા ન પડવાનો રેકોર્ડ કદાચ આજે તૂટી જાય એમ હતો કારણકે એની ઓફિસ પાંચમાં માળે હતી અને આજે બન્ને લીફ્ટ માં લાંબી લાઇનો લાગેલી હતી એ તે દુરથી જોઇ રહ્યો હતો. શાંતનું એ લીફ્ટ તરફ રીતસરની દોટ મુકી.

“જો પહેલીવારમાં વારો ન આવે એવું લાગે તો તરત જ બાજુનાં દાદરા પર ઝડપથી ચડી જઇશ” એવું વિચારતો વિચારતો એ આગળ વધી જ રહ્યો હતો ત્યાં પાછળ થી અવાજ આવ્યો.

‘કા હો સાંતનું બાબુ!! આજ બીડી પીલાય બગૈર હી જા રહે હો?’

આ અવાજ માતાદીન નો હતો. માતાદીન એટલે શાંતનું ના કોમ્પ્લેક્સ નો સિક્યોરીટી ગાર્ડ. રોજ સવારે એને બીડી પીવડાવવી એ શાંતનુનો નિયમ હતો. આનાં બદલામાં માતાદીન શાંતનુની પ્રાણ થી પણ પ્રિય એવી એની બાઇક નું ‘પર્સનલ ધ્યાન’ રાખતો. વરસાદની સીઝનમાં તો બાઇકની એક ચાવી શાંતનું એને જ આપી રાખતો અને રખેને કોઇવાર જો શાંતનું અક્ષયનાં બાઈક પર એની સાથે સેલ્સમાં ગયો હોય અને સાંજે એનાં કામેથી ઓફિસ પાછો ન આવી શકે અને વરસાદ આવે તો માતાદીન એનું બાઇક ભોયરામાં મુકી આવતો.

‘માતાદીન ભૈય્યા આજ થોડી દેરી હો ગઇ હૈ. ઔર મેરી જગા પે દુસરે કો ક્યું પાર્ક કરને દીયા?’ શાંતનું એ ફરિયાદ કરી.

‘અરે પાંચસો તીન મૈ કૌને નવા ઔફીસવા ખુલા હૈ. અબ ઉ લોગન ને પાંચ પાંચસો લોગન કો ઇક સાથ બુલાવા ભૈજા લાગત હૈૈ, ઔર સસુરે સારે કે સારે ઇક સાથ હી આ ધમકે. અબ હમ અકેલા આદમી કીસ કીસ પે નઝર રખ્ખે બચવા??!!’ માતાદીને પોતાનો પક્ષ રજુ કર્યો.

‘ઠીક હૈ ઠીક હૈ, અભી દેર હો રહી હૈ, એક ઘંટે બાદ જબ મૈ જબ મૈ જબ ફીલ્ડ પે જાઉંગા તો બીડી તો ક્યા આજ ચાય ભી પીલાઉંગા.’ શાંતનુ એ માતાદીન સ્મિત આપી અને લીફ્ટ તરફ મારી મુક્યું.

બન્ને લીફ્ટ ની લાઇનમાં એકંદરે દસ-દસ લોકો ઉભાં હતાં. લગભગ બધાનાં હાથમાં બુકે અથવા તો ગીફ્ટ અથવા તો બન્ને હતાં. નવી ઓફિસ નાં ઉદ્ધાટન માટે જ આ બધાં આવ્યાં હોય એવું લાગ્યું. શાંતનુ ની ઓફિસ પાંચસો પાંચ માં અને આ પાંચસો ત્રણ બરોબર એની ઓફિસ ની સામે જ હતી.

‘મહિના દિવસ થી ત્યાં પેઇન્ટીંગ અને ફર્નીચર નું કામ ચાલું હતું પણ આજે જ ઉદ્ધાટન હશે એની તો ખબર જ નહી. કાલે સાંજે જ્યારે મેં ઓફિસ છોડી ત્યારે તો ત્યાં ચકલું પણ નહોતું.’ દાદરા ચડતાં ચડતાં શાંતનું ના મગજમાં આ વિચારો આવતાં ગયાં.

થોડોક શરીર માં ભારે એટલે ત્રીજા માળે પહોંચતા પહોંચતા શાંતનું ને થોડોક હાંફ ચડ્યો પણ ઘડિયાળ નવ ને સત્યાવીસ દેખાડતી હતી એટલે એક સેકંડ પણ ઊભા રહેવાનુંં પોસાય એમ નહોતું. શરદેંદુ નો ચહેરો એની સામે દેખાઇ રહ્યો હતો. શાંતનું હવે એક સાથે બે બે પગથીયા ચડવા લાગ્યો અને છેવટે એક જ મીનીટ માં દાદરો ચડી, પાંચસો ત્રણ માં આવેલા લોકો થી ભરાયેલા પેસેજની ભીડ ચીરી ને પોતાની ઓફિસમાં ઘુસી ગયો અને તરત જ પોતાનું આઇ.ડી સ્વેપ કરી લીધું.

‘ફ્યુઉઉઉ..’ શાંતનું નાં મોઢાં માંથી ઉચ્છવાસ નીકળી ગયો અને રિસેપ્શન ની બાજુમાં ગોઠવાયેલાં વોટર કુલરમાંથી ગ્લાસમાં પાણી ભરી અને તરત પાણી પી ગયો.

રોજ સવારે નવ ને ત્રીસ ને ટકોરે રોજ બધાં ‘બોસ’ ની કેબીનમાં ભેગાં થતાં અને પોતે આજે શું શું કરવાનાં છે એનો રીપોર્ટ આપતાં અને રોજ સાંજે જો ‘મંથ એન્ડ’ ન હોય તો સાડા સાત વાગે આખાં દિવસમાં શું કર્યું એનો રીપોર્ટ આપતાં અને ઘરે જતાં. મંથ એન્ડ માં ઘણીવાર મધરાત પણ થઇ જતી. પાણી પી ને શાંતનું પાછો ફર્યો તો કોઇ પણ એક્ઝીક્યુટીવ બોસ ની કેબીન માં ગયો ન હતો બધાં પોતપોતાની જગ્યા ઉપર કાં તો ‘સિસ્ટમ’ માં કૈક કામ કરી રહ્યાં હતાં નહી તો એકબીજા સાથે વાતો કરી રહ્યાં હતાં.

‘ચલો અંદર નથી જવું?’ શાંતનુ એ બધાંને સંભળાય એમ પૂછ્યું.

‘બોસ કા અમ્મા પર ગયા વો કોલકાતા ગયા મહિને કે લીયે.’ શાંતનુનો સહકર્મી પિલ્લઇ બોલ્યો.

‘હેં ક્યારે?’ શાંતનુ નાં મોઢામાંથી દુઃખ અને આનંદ મિશ્રિત ઉદગાર નીકળી ગયો.

‘કાલે રાત્રે શાંતનું. આજે સવારે જ હું એમને એરપોર્ટ પર મુકી આવ્યો.’ સિસ્ટમમાં ડેટા નાખતાં નાખતાં શાંતનું નો બીજો સહકર્મી સત્ય દવે બોલ્યો.

‘ઓહ ઓક્કે, તો મે ખોટી દોડાદોડી કરી ને? ખબર હોત તો શાંતિથી લીફ્ટમાં આવતને?’ શાંતનું એ નિશ્વાસ નાખ્યો.

‘બડે ભૈચ્યા સવારથી તમારો ફોન સ્વીચ ઓફ આવે છે.’ મેઇન દરવાજામાંથી એન્ટ્રી મારતાં મારતાં શાંતનું નો ખાસમખાસ મિત્ર અને એને મોટોભાઇ ગણતો અક્ષય પરમાર બોલ્યો.

‘હેં ન હોય!’ શાંતનું તરત ખીસ્સા ફંફોળવા માંડ્યો અને શર્ટ નાં ખિસ્સામાંથી મોબાઇલ કાઢી ને ચેક કર્યો તો ખરેખર એનો મોબાઇલ સ્વીચ ઓફ હતો !

‘અરે હા યાર સવારે બેટરી સાવ લો હતી એટલે સ્વીચ ઓફ કરી ને ચાર્જ કરવા મુક્યો પછી ચાલુ કરવાનો રહીયજ ગયો.’ શાંતનું એનો મોબાઇલ ચાલુ કરતાં બોલ્યો.

‘થાય ભાઇ થાય.’ અક્ષયે એનાં ફેમસ તોફાની સ્મિત સાથે કહ્યું.

‘તો હવે દસ દિવસ સુધી હુ ઇઝ ધ બોસ?’ શાંતનુ એ પૂછ્યું.

‘આજે તો કોઇ નહિ પણ કાલ સવાર થી જ્યાં સુધી મુખોપાધ્યાય સર ન આવે ત્યાં સુધી મુંબઇ થી કુરુશ દાબુ સર આવી રહ્યાં છે.’ સત્ય ફરીથી સિસ્ટમ ની સામે જ જોતાં જોતાં બોલ્યો.

‘એટલે આજે અનોફીશીયલી ઓફીશીયલ રજા!!’ અક્ષયે લગભગ બુમ પાડી અને સત્ય સીવાય બધાં નાં મોઢાં પર સ્મિત છવાઇ ગયું.

સત્ય એ શરદેંદુ મુખોપ્યાધ્યાય ની જેમજ વર્કોહોલિક હતો. શરદેન્દુની ખુબ નજીક હતો પણ તેનો ચમચો ન હતો. જરૂર પડે તો એનાં સહકર્મચારીઓ ની મદદ કરવામાં ક્યાંય પાછી પાની નહોતો કરતો.

‘ચલો સામે જઇએ આઇસ્ક્રીમ મસ્ત છે.’ આંખ મારતાં અક્ષય બોલ્યો

‘એટલે આપશ્રી ત્યાં ઓલરેડી એકવાર પધારી ચુક્યા છો એમને?’ શાંતનુએ હસતાં હસતાં અક્ષય ને પીઠ ઉપર ધબ્બો મારતાં કહ્યું.

‘હા અને બીજીવાર જવાની ઇચ્છા પણ ખરી જ બડે ભાઇ!’ અક્ષયે ફરીથી આંખ મારતાં કહ્યું.

‘શું આઇસ્ક્રીમ એટલો મસ્ત છે? કઇ ફ્લેવરનો છે?’ શાંતનુએ નજીકનાં ટેબલ પર પડેલી પોતાની ‘સેલ્સ ફાઇલ’ ઉપડતાં પૂછ્યું.

‘ફક્ત ‘આઇસ’ જ નહી ભાઇ...ક્રીમ પણ મસ્ત છે.’ અક્ષયે ફરીથી આંખ મીચકારી.

‘હમમ ... તો બંદા બધો જ સર્વે કરી આવ્યા છે એમ ને ?’ શાંતનુ નું ધ્યાન હજી પેલી ફાઇલમાં જ હતું.

‘હા ટ્રાવેલ એજન્ટ ની ઓફિસ છે અને આપણે વગર આમત્રણે ક્યાં જવાનું છે ? હમણાં જ એમનો પ્યુન આવી ને કહી ગયો, હેં ને સત્યા?’ અક્ષયે સત્યા પાસે સર્ટીફીકેટ માંગ્યું. જવાબમાં સત્યાએ ફક્ત હકારમાં ડોકું ધુણાવ્યું

‘હા પણ મને કાલ નો રિપોર્ટ જોઇ લેવા દે પછી જોઇએ.’ શાંતનું ને સામે જવામાં કે આઇસ્ક્રીમ ખાવા માં અથવા તો છોકરીઓ જોવામાં કોઇ જ રસ નહોતો.

છોકરીઓ ની બાબતમાં તો શાંતનું અમસ્તોય ખુબ શરમાળ હતો. કોલેજમાં રૂપાલી ભટ્ટ નામની એની સહધ્યાયી એને ખુબ ગમતી, કદાચ રૂપાલીને પણ શાંતનું બહુ ગમતો પણ શાંતનું ત્રણેય વર્ષ ફક્ત એનો દોસ્ત બની રહ્યો અને પોતાને રૂપાલી ખુબ ગમે છે એવો ઇઝહાર તે રૂપાલી ને શરમ નો માર્યો કરી નહોતો શક્યો.

‘ચાલ ને ભાઇ?’ અક્ષય ફરી બોલ્યો, શાંતનું એ ફાઇલ માંથી હાથ ઉચો કરીને પાંચેય આંગળીઓ જોડી ને ઇશારામાં જ પાંચ મીનીટ રાહ જોવા કહ્યું.

‘પાંચ મીનીટ માંતો આઇસ્ક્રીમ પીગળી જાય ભાઇ.’ અક્ષય થી રેહવાતું નહોતું અને એણે શાંતનું નો એ ઉપડેલો હાથ જ પકડી લઇને રીતસર નો ખેંચ્યો.

‘તું નહી જ માને, ચલ.’ કમને ફાઇલ પોતાનાં ટેબલ પર મુકી ને શાંતનું ઉભો થયો.

બન્ને પોતાની ઓફિસમાં થી બહાર આવ્યાં અને સામે ની ઓફિસ તરફ આગળ વધ્યાં. અક્ષય ખાસ કરીને વધુ ઝડપથી આગળ વધી રહ્યો હતો અને આ જોઇ શાંતનું મનોમન હસી રહ્યો હતો. ‘પાંચસો ત્રણ’ માં હવે ભીડ સારી એવી ઓછી થઇ ગઇ હતી. હજી સુધી આ ઓફિસ પર કોઇ જ બોર્ડ મારેલું નહોતું પણ અક્ષયની ‘અંદરની’ ઇન્ફર્મેશન પ્રમાણે આ એક ટ્રાવેલ એજન્ટની ઓફીસ હતી. હજી સુધી આ ઓફિસનો પ્યુન અક્ષયને ઓળખી ગયો અને બન્ને નું હાથ મેળવીને સ્વાગત કર્યું. અંદર ફર્નીચર વ્યવસ્થિત ગોઠવાઇ ગયું હતું. જેમ ઘણી ઓફિસોમાં હોય છે એમ અહિયાં પણ બે-ત્રણ મોટી કેબીનો હતી. બાકી નાં ભાગમાં પાર્ટીશનો હતાં. ઓફિસમાં ઘૂસતાં જ રીસેપ્શન કાઉન્ટર સામે હતું પણ ખાલી હતું. આ રીસેપ્શન કાઉન્ટર પાછળ આ બધાં પાર્ટીશનો અને બે કેબીનો હતી. ઓફિસ સેન્ટ્રલી એસી હતી. ઘણાબધાં લોકો વચ્ચે એક ‘પોશ’ દેખાવ ધરાવતો વ્યક્તિ આ ઓફિસનો માલિક હોય એવુ લાગતું હતું. શાંતનું આ બધું નીરખી રહ્યો હતો ત્યાં જ એની નજર સાડીમાં સજજ એવી પાંચ થી છ છોકરીઓ પર પડી. આ બધી જ છોકરીઓ ખુબ સુંદર લાગતી હતી.

‘અક્ષય નો વાંક નથી’ એમને જોઇને શાંતનું મનોમન બોલ્યો.

હજી આ વિચાર એનાં મનમાં ચાલી જ રહ્યો હતો ત્યાં જ અક્ષયે શાંતનુનો ખભો દબાવતાં એનાં કાનમાં કહ્યું.

‘જોયું ભાઇ હું નહોતો કહેતો? બોલો હવે આમાં મારો કોઇ વાંક ખરો?’

શાંતનુ અને અક્ષય વચ્ચે આ એક અદભુત બંધન હતું જેને એલોકો ‘ટેલીપથી’ કહેતાં. કાયમ એ બન્નેનાં વિચારો લગભગ મળતાં અને ઘણીવાર તો ફક્ત આંખના ઇશારે એકબીજાની વાત સમજી જતાં અને એકબીજાને કાઇ કહેવાની પણ જરૂર પણ ન રહેતી.

‘હમમ હમમ...’ શાંતનુએ જવાબ આપ્યો.

એક ‘ઓફિસ બોય’ આઇસ્ક્રીમનાં બે કપ લઇ આવ્યો અને બન્ને ને એક કપ આપ્યાં. શાંતનું કરતાં અક્ષયને ‘આઇસ’ અને ‘ક્રીમ’ બન્ને માં વધુ રસ હતો એટલે શાંતનુ ધીમે ધીમે આઇસ્ક્રીમ ખાઇ રહ્યો હતો કારણકે તો જ અક્ષયને વધુ સમય ત્યાં રહેવા મળે અને ‘ક્રીમ’ ને નિહારતા એની આંખો ‘આઇસ’ કરી શકે. પણ ક્યાં સુધી? થોડીવાર પછી બન્ને નાં કપ ખાલી થઇ ગયાં હતાં અને અહીં કોઇ એમને ઓળખતું પણ નહોતી. વળી આજે ઓફિસમાં ‘અનઓફીશીયલી ઓફીશીયલ રજા’ પણ એમણે જ જાહેર કરી દીધી હતી. પણ અહીં રોકાવા માટે બહાનું તો જોઇએ ને?

‘પાણી છે પાણી?’ આઇસ્ક્રીમ સર્વ કરતાં એક બીજાં ઓફિસ બોય ને અક્ષયે પૂછ્યું. એની નજર તો સતત પેલી પાંચ-છ ‘દેવિયાં’ તરફ જ હતી. દોઢેક કલાક થી સતત આઇસ્ક્રીમ પીરસતાં એ ઓફિસ બોયે એક ‘નફરતભરી નિગાહ’ થી અક્ષય સામે જોયું.

‘મારે શું છે કે આઇસ્ક્રીમ ખાધાં પછી પાણી તો જોઇએ જ.’ અક્ષય પાસે જવાબ તૈયાર જ હતો. એટલે એ આઇસ્ક્રીમ નાં કપ ભરેલી ડીશ લઇ ને વિરુદ્ધ દિશામાં ફર્યો.

‘હં હં હં... આરામ થી આરામ થી આ ડીશ સર્વ કરી લે પછી...પછી...’ અક્ષયે ખોલી લાગણી દેખાડતાં કહ્યું. શાંતનું નાં મોઢાં પર સ્મિત આવી ગયું કારણકે એ અક્ષય ની રગ રગ થી વાકેફહતો. એને ખબર હતી કે અક્ષયને એક ઘૂંટડો પણ પાણી નહોતું પીવું એને ફક્ત ટાઇમપાસ કરવો હતો અને પેલી દેવિયાં ને વધુ સમય નીરખવી હતી. અક્ષયની નજર શાંતનું પર પડી એને ખ્યાલ આવી ગયો કે એની પોલ પકડાઇ ગઇ છે.

‘હસો મોટાભાઇ હસો, ભલાઇ કા તો ઝમાના હી નહી રહા.’ અક્ષયે આંખ મિચકારતાં કહ્યું.

‘ચલ ચલ હવે પાછાં જઇએ વધુ ગડબડ નથી કરવી, અને આલોકો તો હવે રોજ અહિયાં જ હશે કાલથી રોજ જો જે હવે.’ શાંતનુએ અક્ષયનો હાથ પકડતાં કહ્યું.

‘કાલે તો પેલાં મુંબઇ વાળા સર આવી જશે.’ અક્ષયે મોઢું મચકોડતાં કહ્યું.

‘તને રોકવા ક્યાં કોઇ સર ની જરૂર છે અક્ષય ? ચલ હવે.’ આ વખતે શાંતનુએ રીતસર અક્ષયનો હાથ ખેંચ્યો એવી જ રીતે જેવી રીતે અક્ષયે એનો હાથ થોડીવાર પહેલાં ખેંચ્યો હતો અહીં આવવા માટે.બન્ને દરવાજા તરફ આગળ વધ્યાં અક્ષય હજી પાછળ વળી વળીને જોઇ રહ્યો હતો અને અંતે બન્ને બહાર નીકળ્યાં અને પોતાની ઓફિસમાં ઘુસી ગયાં. શાંતનુએ ઓફિસનાં કૂલર માંથી એક ગ્લાસ ભરી ને અક્ષયની સામે ધર્યો. અક્ષય હજી પણ ઓફિસના પારદર્શક દરવાજા દ્ધારા ‘પાંચસો ત્રણ’ સામે જ જોઇ રહ્યો હતો.

‘લે’ અક્ષયનું ધ્યાન ખેંચવા શાંતનું થોડું જોરથી બોલ્યો અને ગ્લાસ એની આંખો સામે ધર્યો.

‘શું?’ અક્ષયે ‘પાંચસો ત્રણ’ સામે જોતાં જોતાં જવાબ આપ્યો.

‘આ પાણી, તને આઇસ્ક્રીમ ખાધાં પછી જોઇએ જ ને?’ શાંતનુ એ વળતો જવાબ આપ્યો.

‘કોણે કીધું?’ અક્ષયે હવે શાંતનું સામે જોતાં જોતાં અને હસતાં હસતાં પૂછ્યું.

‘કેમ? તે પેલા ઓફિસ બોય ને નહોતું કીધું? ત્યાં આઇસ્ક્રીમ ખાઇ ને?’ શાંતનુ હસતાં હસતાં બોલ્યો અને અક્ષય ખડખડાટ હસી પડ્યો. અક્ષયનાં આ ખડખડાટે હાજર રહેલાં બધાં જ સ્ટાફ મેમ્બર્સ નું ધ્યાન ખેંચ્યું સીવાય કે સત્યા નું.

‘બડે ભૈય્યા, શું યાર તમે પણ? હવે તમેય મારી લેશો?’ અક્ષય ફરી થી એટલાં જ જોર થી હસ્યો.

‘ના આતો મારે પીવું હતું એટલે થયું કે તનેય પુછું કે તારે પીવું છે કે નહી? ચલ મારે એક કોલ છે તું આવે છે?’ શાંતનુએ પાણી પી અને કુલર ઉપર ખાલી ગ્લાસ પાછો મુકતાં અક્ષયને પૂછ્યું. ‘સેલ્સ’ માં હોવાથી અને મંથલી ટાર્ગેટ નું ટેન્શન કાયમ હોવાથી શાંતનુ અને અક્ષય લગભગ સાથે જ સેલ્સ કોલ પર જતાં અને પોતપોતાનાં કલાયન્ટ્‌સની વિગતો એકબીજાં સાથે શેર કરતાં. શાંતનુ તો વળી મહિના ની શરૂઆતમાં જ પોતાનું ટાર્ગેટ અચીવ કરી લેતો એટલે બાકીનો સમય અક્ષય ને મદદ કરવામાં જ ગાળતો.

‘હા ચલો ભાઇ મારે હજી એકપણ પોલીસી ક્લોઝ નથી થઇ.’ અક્ષયે તરત પોતાની બેગ ઉપાડી.

‘સત્યા, હું જાઉં છું, સાંજે હવે નહી આવું બોસ નથી તો...’ શાંતનુએ સત્યા ને કહ્યું. સત્યા એ કમ્પ્યુટર સામે જ જોતાં જોતાં કાયમની જેમ ફરી હકારમાં ડોકું ધુણાવ્યું અને શાંતનું અક્ષય સાથે ઓફિસની બહાર નીકળી ગયો. બહાર નીકળીને તરત અક્ષયે ‘પાંચસો ત્રણ’ તરફ ડગ માંડ્યા અને શાંતનુએ જોરથી અક્ષય ને ખેંચ્યો.

‘ બહુ થયું અક્ષય હવે બસ કર મેં તને કીધુંને કે એલોકો હવે ક્યાંય નહી જાય?’ શાંતનુએ બનાવટી ગુસ્સા સાથે અક્ષય સામે જોયું. અક્ષય જાણતો હતો કે આ બનાવટી ગુસ્સો છે, પણ શાંતનુને એ મોટોભાઇ જ નહી પણ લગભગ ભગવાનની જેમ પુજતો હતો એટલે સામો જવાબ આપ્યાં વગર એની સાથે ચાલવા માંડ્યો.

લીફ્ટ ની બદલે બન્ને પગથીયા જ ઉતરી ગયાં. નીચે ઉતર્યા ત્યાં શાંતનુની નજર પાર્કિંગ પર પડી. લગભગ આખું પાર્કિંગ હવે ખાલી જ હતું અને શાંતનું ની ફેવરીટ પાર્કીંગ પ્લેસ પણ. એને હાશ થઇ. એ અક્ષયની સાથે મેઇન ગેટ પાસે ઉભેલા માતાદીન તરફ ચાલવા લાગ્યો.

‘કા હો ભૈય્યા?” શાંતનુએ માતાદીનની પાસે જઇ એનાં ખભે હાથ મુકીને પૂછ્યું.

માતાદીનનું ધ્યાન હવે કોઇ નવો વ્યક્તિ બિલ્ડીંગના ઓફીશીયલ પાર્કીંગ માં ઘુસી ને પોતાનું વાહન પાર્ક ન જાય એ તરફ હતું કારણ કે સવાર થી એણે ઘણાં લોકોની વઢ ખાધી હતી એટલે શાંતનુનો હાથ એનાં ખભે પડતાં જ એ ચોંકી ને બોલ્યો...

‘અરે આવા આવા સાંતનું ભૈય્યા આજ બડી દેર લગાદી? સુબહ તો ઇક ઘંટે મેં આવત હો બોલે રહે ઔર અબ તો દુઇઠો ઘંટા હો ગયા?’ માતાદીને મીઠી ફરિયાદ કરી.

‘અરે ભૈય્યાજી ઉપર વો નયા નયા ઓફિસવા ખુલા હૈ ના ? ઉસમે આઇસ્ક્રીમવા ખાને ગયે થે.’ શાંતનું કાઇ બોલે એ પહેલાં અક્ષય બોલ્યો. અક્ષયને એવો વ્હેમ હતો કે એ ભોજપુરીમાં સારું બોલી શકે છે. પણ ખરેખરતો એ માતાદીન સાથે જ્યારે વાત કરે ત્યારે અમુક શબ્દો પાછળ ફક્ત ‘વા’ ચડાવીને એને ભોજપુરી બનાવી દેતો.

‘ચાલો ચાય પીતે હૈ’ શાંતનુએ બન્ને ને બિલ્ડીંગ ની સ્હેજ બહાર જ આવેલાં પાનનાં ગલ્લા કમ ચા વાળા નાં સ્ટોલ તરફ દોરી ગયો.

‘દો અખ્ખી તીન ભાગવા મેં..અમમ ભાગમાં.’ અક્ષયે ‘ભોજપુરી ભૂલ’ સુધારીને ચા વાળાંને ઓર્ડર આપ્યો.

‘અને માતાદીન ભાઇ માટે ૩૦૨ નું પેકેટ.’ શાંતનુએ પાનવાળા તરફ બોલીને ઇશારો કર્યો. થોડીવારમાં જ ચા અને બીડીનું પેકેટ આવી ગયાં.

ત્રણેય ચા ની ચુસકી લેતાં હતાં. શાંતનું ને ચા ફૂંકી ફૂંકી ને પીવાની ટેવ હતી જ્યારે અક્ષય ને ચા માં કોઇ ખાસ રસ નહીં એટલે એ ચા ની પ્લાસ્ટીકની પ્યાલી હાથમાં પકડીને રસ્તે આવતી જતી છોકરીઓ તરફ ધ્યાન આપી રહ્યો હતો. જ્યારે માતાદીને હજી ચા હાથમાં પકડી એવી મોઢામાં ઠાલવી દીધી. શાંતનુ ને માતાદીને ની આ ટેવ જરાય ન ગમતી કારણે કે એનાં માટે ચા ની દરેક ચુક્કી અમૃત સમાન હતી અને એ કાયમ ચા ની દરેક ચુસ્કી ની મજા માણતો. મોઢાં માં ચા ઠાલવીને માતાદીને પ્યાલી નો કચરાપેટીમાં ઘા કર્યો અને બીડી સળગાવવા લાગ્યો. કદાચ એને બીડી ની તલબ ચા કરતાં વધુ હતી. માતાદીન ની બીડી હજી સળગી જ હતી ત્યાં જ એણે ત્રાડ પાડી...

‘અરે ઉ સસુર કા... સાંતનુ બાબુ જરા ઇ બીડી તો સંભાલો કૌનો અજનબી ફિર અપને પાર્કિંગ મૈ આ ગવા હૈ..’ આટલું કહી ને એપાર્કિંગ તરફ દોડ્યો. શાંતનુ એ માતાદીને આપેલી અને સળગાવેલી બીડી પોતાનાં જમણાં હાથની પહેલી બે આંગળીઓ વચ્ચે રાખી અને બીજાં હાથમાં રહેલી ચા ની પ્યાલીમાં થી ચા ની ચુસ્કી લેતો રહ્યો. અક્ષય હજી પણ ચા ની પ્યાલી પકડી ને જ ઊભો હતો.

‘હવે પી લેને ભાઇ..ઠંડી થઇ ગઇ હશે.’ શાંતનુથી ન રહેવાયું.

‘થવા દો મોટાભાઇ સામે જુવો પેલી આપણી તરફ જ આવી રહી છે..ગરમી વધશે હવે તો.’ અક્ષયે ધીમા સાદે શાંતનું ને કહ્યું.

અક્ષયે જે તરફ આંખોથી ઇશારો કર્યો હતો એ ‘પેલી’ તરફ શાંતનું ની પીઠ હતી અને એ ‘પેલી’ અક્ષયનું ધ્યાન તેની તરફ હોવા છતાં શાંતનું તરફ જ વળી...

‘એક્સક્યુઝ મી!!’ ‘પેલી’ એ પીઠ ફરેલાં શાંતનું ને પૂછ્યું.

‘યેસ?’ શાંતનુ એક હાથ માં ચા ની પ્યાલી અને બીજાં હાથમાં બીડી રાખી ને ફર્યો. ‘પેલી’ ને આવી રીતે બીડી પીતો પણ સ્માર્ટ અને સુસજ્જ છોકરો જોઇને કદાચ નવાઇ સાથે અણગમો પણ આવ્યો જે એનાં ચહેરા પર સ્પષ્ટ દેખાઇ ગયું.

‘સૃજન પાંચ આ જ છે ??’ ‘પેલી’ એ પૂછ્યું.

શાંતનું એની સુંદરતા થી ઓલરેડી છક્ક થઇ ગયો હતો. એણે લેમન કલરનો પંજાબી સૂટ પહેર્યો હતો. મોઢા પર કાળા કલરનાં ગોગલ્સ પહેર્યા હતાં. એનાં છુટ્ટા રાખેલા કોરા વાળ એનાં ખભા થી સ્હેજ નીચે સુધી નાં લાંબા હતાં. માથા ની સેંથી માથાં ની બરોબર વચ્ચે હોવા ને બદલે છેક જમણી બાજુ હતી પણ એને એ સ્ટાઇલ શોભતી હતી. જમણાં ખભે એકમરુન કલરની ચમકતી બેગ લટકતી હતી. કોઇ ખુબ સરસ પરફ્યુમ ની સુગંધ એનાં માંથી આવી રહી હતી. શાંતનુ થી સ્હેજ ઉંચી હતી. અક્ષય પણ સતત એની સામે જ જોઇ રહ્યો હતો.

‘અઅઅઅ આજ છે આજ છે.’ શાંતનુ એ સ્વભાવ મુજબ છોકરી જોતાંજ થોડાં બધવાઇને જવાબ આપ્યો.

‘ઓક્કે થેંક્સ.’ ‘પેલી’ એ સ્માઇલ આપ્યું અને થોડીજ વારમાં શાંતનુના જ બિલ્ડીંગ માં અલોપ થઇ ગઇ.

‘વાઉ મસ્સત મોટા ભાઇ...શું છોકરી હતી!! આપ કી તો નીકલ પડી.’ અક્ષય તરત જ બોલ્યો.

‘શું નીકલ પડી?? એની નજર આ બીડી પર હતી, એને એમ લાગ્યું હશે કે હું જ આ બીડી પીતો હોઇશ.’ શાંતનુ એ નીરાશા સાથે કહ્યું.

‘હા હા હા. શું યાર તમેય? આ તો બે મીનીટ નો ચમકારો હતો તમારે ક્યાં એની સાથે લગ્ન કરવાનાં છે?’ અક્ષય હસતાં હસતાં બોલ્યો.

‘અરે ઉ બાજુ વાલા મકાન કા છોરા અપના ઇસ્ફુટરવા ઇધર પાર્ક કરને આયા થા, ઉકે બિલ્ડીંગ મેં કૌનો કામ ચલ રાહ હૈ, હમને ઉસકો કહ દીયા કી ભૈયા ઇ કૌનો બાત ભઇ કા ? જાઓ કહી ઔર જગા અપના ઇસ્કુટર પાર્ક કરો.’ માતાદીન આવ્યો એની બીડી તો બુજાઇ ગઇ હતી એટલે બીડીનું બંડલ શાંતનું પાસે થી લઇ અને બોલ્યો...

‘ચલીયે ભૈય્યા હમ કા દેરીવા હોતી હૈ હમ કા અભી બોપલવા જાના હૈ.’ માતાદીને પોતાની રામકથા હજી શરુ જ કરી હતી ત્યાંજ અક્ષયે એની વાત કાપી નાખી.

શાંતનુએ પોતાની બાઇક ની કીક મારી, હેલ્મેટ પહેરી અને અક્ષય એની પાછળ બેઠો. માતાદીન ને આવજો નો ઇશારો કરી ને શાંતનુએ એની બાઇક હંકારી મુકી.

બન્ને અમદાવાદ નાં જ પણ જરા દુરનાં વિસ્તાર એવાં બોપલ તરફ જઇ રહ્યાં હતાં. શાંતનુએ એનાં કાનમાં પોતાનાં મોબાઇલનાં ઇયર પ્લગ્સ ભરાવ્યાં હતાં અને બાઇક ચલાવતાં ચલાવતાં એને ગમતાં જુનાં ફિલ્મી ગીતો સાંભળી રહ્યો હતો. જ્યારે અક્ષય એની આદત મુજબ પાછળ બેઠાંં બેઠાં ‘સારાં ચહેરાઓ’ ને શોધી રહ્યો હતો અને જો મળી જાય તો એને ધ્યાનથી અને વળીવળીને જોઇ રહ્યો હતો ખાસ કરી ને રસ્તામાં આવતાં દરેક સિગ્નલ પર. આમ લગભગ પાંત્રીસેક માનીટ ની ડ્રાઇવ પછી બન્ને બોપલ વિસાતરમાં આવેલાં ‘નીલકંઠ પ્લાઝા’ પાસે ઊભાં રહ્યાં. શાંતનુએ બાઇક પાર્ક કરી ત્યાં સુધી અક્ષય બન્ને ની બેગ્ઝ પકડી ને ઊભો રહ્યો.

‘સાંભળ આ વખતે મારો ટાર્ગેટ પચાસ નો છે અને તારો ત્રીસ નો છે. ઉપર ઓસવાલ એન્ડ બ્રધર્સ ને મેં લગભગ બાટલીમાં ઉતારી લીધાં છે. જો એ હા પાડશે તો એમનાં ગ્રુપમાં થી જ બે-ત્રણ દિવસમાં જ આપણો ટાર્ગેટ પુરો થઇ જશે. એટલે હું બોલું ત્યારે પ્લીઝ મૂંગો રહેજે.’ શાંતનુએ અક્ષય ને સલાહ અને વિનંતી બન્ને સાથે કર્યાં અને જવાબમાં અક્ષયે એને હસતાંહસતાં આંખ મારી. બન્ને લીફ્ટમાં ઉપર ગયાં અને ‘ઓસવાલ એન્ડ બ્રધર્સ’ નામનાં એક્સપોર્ટર ની ઓફિસમાં ઘુસ્યા. રીસેપ્શન પર પ્યુન બેઠો હતો જેણે શાંતનું નું વીઝીટીંગ કાર્ડ લીધું અને ‘રવિ ઓસવાલ (એમ.ડી)’ એવું બોર્ડ મારેલી કેબીન માં ગયો.

‘પાંચ મીનીટ, સાહેબ ઇન્ટરનેશનલ ફોન કરે છે પછી બોલાવે..બેસો ને!’ પટાવાળા એ શાંતનું ને કહ્યું. જવાબમાં શાંતનું એ હકાર માં ડોકું હલાવ્યું અને મોટા સોફા પર બેસી ગયો. બાજુમાં અક્ષય પણ બેસી ગયો.

‘મોટાભાઇ, આ ઓસવાલ ને ક્યો કે થોડુક ‘વ્હાલ’ કરતાં પણ શીખે, રીસેપ્શન પર આવું મોઢું?’ અક્ષયે શાંતનુ નાં કાનમાં સળવળાટ કર્યો અને આ વખતે શાંતનું એ આંખ મારી. એને આ ઓસ‘વાલ’ અને ‘વ્હાલ’નો પ્રાસ ખુબ ગમ્યો. થોડીવાર પછી ઇન્ટરકોમ વાગ્યો અને પેલા ‘રિશેપ્સનીસ્ટે’ ઇશારા થી બન્ને ને અંદર જવાનુંં કહ્યું.

વીમો વેંચવામાં શાંતનું નો કોઇ જવાબ નહોતો. એ એનાં ક્લાયન્ટની સાથે એવી મધ જેવી ભાષામાં વાત કરતો કે એ તરત જ બાટલામાં ઉતરી જતો. અહિયા પણ રવિ ઓસવાલ પાસે બીજો કોઇ જ ઓપ્શન નહોતો સીવાય કે એ શાંતનું ની વાત માની લે. એણે પોતાનાં પરિવાર ની જ નહી પણ એનાં ચારેય ભાઇઓ નાં પરિવાર નો પણ વીમો શાંતનું પાસે થી જ લીધો અને બે દિવસ પછી પોતાનાં મિત્ર વર્તુળમાં પણ શાંતનુ ની ઓળખાણ કરાવશે એવો વાયદો પણ કર્યો.

શાંતનુ ની ગણતરી પ્રમાણે ઓસવાલ પરિવાર નો કુલ વીમો જ ૩૫ લાખ કરતાંય વધુ હતો અને આથી બાકીનો મહિનો એણે હવે ફક્ત થોડી જ મહેનત કરવાની હતી, પોતાનાં માટે નહી એનાં જીગરજાન મિત્ર અક્ષય માટે. કારણ કે એને ખબર હતી કે પોતાનાં બાકીના પાંચ સાત લાખ તો ચપટી વગાડતાં જ પુરા કરી દેશે અને હજીતો આખો મહિનો પડ્યો છે.

રવિ ઓસવાલ અને એનાં તમામ ભાઇઓ પાસે દરેક ફોર્મ પર સહી કરાવી જરૂરી ડોક્યુમેન્ટ્‌સ લઇ ઉપરાંત પહેલાં પ્રીમિયમ્સ નાં ચેક્સ લઇ ને શાંતનું અને અક્ષય ઓફિસની બહાર આવ્યાં.

‘મોટાભાઇ...’ બહાર નીકળતાં જ અક્ષયે જોર થી બુમ જ ન પાડી પણ શાંતનુને એ જોર થી ભેટી પણ પડ્યો. શાંતનું પણ ખુબ ખુશ હતો એણે પણ અક્ષય નાં આ હગ નો એટલો જ ઉમળકાથી જવાબ આપ્યો.

‘ચલ પિક્ચર જોવા જઇએ!’ શાંતનુ બોલ્યો.

‘ક્યા બાત હૈ, ક્યા બાત હૈ, ક્યા બાત હૈ? મોટાભાઇ...નેકી ઔર પૂછ પૂછ?’ અક્ષયે ઉત્સાહભેર જવાબ આપ્યો.

‘હા પણ પહેલાં જમી લઇએ..કોઇ સારી રેસ્ટોરન્ટ દેખાય તો કે’જે.’ શાંતનુ એ અક્ષયને કીધું.

‘ઓક્કે બોસ, પણ આજનું લંચ મારાં તરફથી ઔર મુજે ના સુનને કી આદત નહી હૈ બડે ભૈય્યા.’ અક્ષય હસતાં હસતાં બોલ્યો, સામે શાંતનુએ પણ એમ જ હસી ને જવાબ આપ્યો.

આમતો એમની ઓફિસની પેન્ટ્રીમાં બધું જ જમવાનું મળતું પણ આજે ફક્ત જમવા માટે ઓફિસ જવાની જરૂર નહોતી. બોપલ થી એસ.જી. હાઇવે પહોંચતા જ એક રેસ્ટોરન્ટ દેખાઇ. બન્ને એમાં ગયાં અને ફિકસ્ડ લંચ ઓર્ડર કર્યો. કાયમની જેમ અક્ષય આજુ બાજુ જોઇ રહ્યો હતો પણ આ સમયે એને ‘લાયક’ કોઇ ચહેરો નહોતો. શાંતનુ એનાં મોબાઇલના કેલ્ક્યુલેટર માં ટાર્ગેટ કેટલો અચીવ થયો અને કેટલો બાકી છે વત્તા અક્ષય ને ઓસવાલના મિત્રો પાસે થી ઓછામાં ઓછી કેટલી પોલીસી કઢાવવી જોઇએ એની ગણતરી કરી રહ્યો હતો. ત્યાં જ એમની ફિક્સ થાળી આવી ગઇ અને બન્ને જમવા મંડ્યા. બન્ને એટલાં ભૂખ્યા હતાં કે એક બીજાં સાથે વાતો પણ નહોતાં કરી રહ્યાં અને બસ ફક્ત જમી જ રહ્યાં હતાં. જમી ને બન્ને બહાર આવ્યાં...

‘ભાઇ આજે તો પાન થઇ જાય. બાર પોલીસી અને એનાં ચેક્સ પણ આપણી બેગમાં પડ્યાં છે. પ્લસ ભારે જમ્યાં છીએ અને પાછું વળી ઓફિસે પણ નથી જવાનું. ચલો ને?’ અક્ષયે રીક્વેસ્ટ કરી.

શાંતનું કામ સીવાય લગભગ ઓછું બોલતો એટલે એણે ફક્ત સ્મિત દ્ધારા અક્ષયને હા પાડી દીધી. બન્ને રેસ્ટોરન્ટ ની બાજુમાં જ આવેલાં પાનનાં ગલ્લે ગયાં અને બે મીઠા પાન ઓર્ડર કર્યાં. આ કોમ્પ્લેક્સ ની સામે જ એક મલ્ટીપ્લેકસ હતું જેમાં ચારેક ફિલ્મો ચાલતી હતી પણ જ્યારે અમિતાભ બચ્ચન ની ફિલ્મ ચાલતી હોય ત્યારે શાંતનુ બીજી કોઇ જ ફિલ્મ ન જોવે એ અક્ષયને ખબર હતી એટલે કઇ પણ બોલ્યા વગર શાંતનુ ની ‘ઇચ્છા’ પ્રમાણે બન્ને અમિતાભ ની ચાલી રહેલી ફિલ્મ જોવાં એ મલ્ટીપ્લેક્સનાં ત્રણ નંબરના સ્ક્રીનની ટીકીટ લઇ ને ઘુસી ગયાં. અંદર ઘૂસતાં ની સાથેજ બન્ને એ પોતાનાં સેલ્ફોન્સ સાઇલેન્ટ પર રાખી દીધાં.

‘રોકિંગ હો બોસ?! બચ્ચન નું કે’વું પડે. આ ઉંમરે પણ જોરદાર હોં’ ફિલ્મ પુરી થતાં જ અક્ષય બોલ્યો. અક્ષય ને ખબર હતી કે શાંતનુને અમિતાભ બચ્ચન ખુબ ગમે છે અને એનાં વખાણ સાંભળવા તો એનાં થી પણ વધુ ગમે છે. અક્ષય અમિતાભનાં વખાણ કરતો રહ્યો કરતો અને શાંતનું ફક્ત સ્મિત આપતો રહ્યો. બન્ને મલ્ટીપ્લેક્સ નાં ભોયરાં નાં પાર્કિંગ માં આવ્યાં.

‘ચલ ઓફિસે.’ શાંતનું બોલ્યો

‘કેમ? ઓફિસે?’ અક્ષયે પૂછ્યું, થોડાં ગભરાટ વાળા અવાજમાં...

‘કેમ તારી બાઇક નથી લેવી?’ શાંતનુ એ યાદ દેવડાવ્યું.

‘અરે ના ભલે ને પડી હવે સાંજ ઓફિસ નું મોઢું કોણ જોવે?’ અક્ષયે આંખ મારી ને કીધું.

‘તો ચલ તને ઘરે ઉતારી દઉં.’ શાંતનુ એ જવાબ આપ્યો.

‘ના મોટાભાઇ, એક કામ કરો આજે વહેલાં ફ્રી થયાં છો તો તમે અંકલ સાથે ટાઇમપાસ કરો, હું રીક્ષા માં જતો રહીશ.’ અક્ષય બોલ્યો.

‘શ્યોર?’ શાંતનુ એ પાકું કર્યું.

‘હા ભાઇ શ્યોર. તમતમારે ઉપડો, અંકલ પણ ખુશ થશે.’ અક્ષયે સ્મિત આપ્યું.

‘થેંકસ’ કહી ને શાંતનુ એ કીક મારી અને ઘર તરફ બાઇક હંકારી મુકી. અક્ષયે રીક્ષા શોધવાનું શરુ કર્યું.

શાંતનું ને ઘેરે વહેલાં આવેલો જોઇને જ્વલંતભાઇ આશ્ચર્ય તો પામ્યાં પણ શાંતનુએ જ્યારે એનાં અચીવમેન્ટ ની વાત કરી ત્યારે ખુબ ખુશ થયાં.

‘યાદ છે તમને શાંતનું કે જ્યારે થાય છે આવું એચિવમેન્ટ ત્યારે કરીએ છીએ આપણે એન્જોયમેન્ટ’ જ્વલંતભાઇ ખુશ થઇ ને બોલ્યાં.

‘હા નથી ભૂલ્યો પપ્પા હું એ એગ્રીમેન્ટ’ આ વખતે શાંતનુએ બરોબર પ્રાસ મેળવ્યો. બન્ને પિતા-પુત્ર ખુબ હસ્યાં અને સાંજે ઘરની નજીક જ આવેલાં આઉટલેટ માં થી પિત્ઝા ઓર્ડર કરવાનું નક્કી કર્યું.

પ્રકરણ ૧ સમાપ્ત

બે

બીજે દિવસે સવારે શાંતનું જ્વલંતભાઇ નાં આશ્ચર્ય સાથે સવારે સાત વાગે એનાં મોબાઇલમાં એલાર્મ વાગતાં ની સાથે જ પથારી માંથી ઉભો થઇ ગયો. જ્વલંતભાઇ તો હજી રસોડામાં ચા-નાસ્તો બનાવવાં ની શરૂઆત જ કરી રહ્યાં હતાં.

‘ક્યા બાત હૈ શાંતનુ ભાઇ ટાઇમસર ઉઠી ને તમે તો આજે કરી નવી નવાઇ ?’ શાંતનું ને એનાં રૂમ માંથી બહાર આવતાં જોઇ જ્વલંતભાઇ તરત જ બોલ્યા.

‘હા આજે અમે ઓફિસે થોડાં વહેલાં જવાના, પેલી પોલીસીઓ અને એનાં ચેક છે જમા કરાવવાનાં.’ શાંતનુ બગાસું ખાતાં ખાતાં બાથરૂમમાં ગયો.

પ્રાતઃ ક્રિયાઓ અને નહાવાનું સાથે પતાવી અને ઓફિસનાં કપડાં પહેરીને જ એ બહાર આવ્યો. ટેબલ ઉપરની ઘડિયાળ બરોબર ૮ દેખાડતી હતી. શાંતનું ટેબલ પર બેઠો અને એની સામે ફરીથી સેન્ડવીચ પડેલી જોઇને થોડું મોઢું બગડ્યું.

‘પપ્પા ચેન્જ કરો આ કોરી કોરી સેન્ડવીચ નું રોસ્ટર ચાલો ને લઇ આવીએ એક ટોસ્ટર?’ શાંતનું એ ડીમાંડ મુકી.

‘બે દિવસથી હું પણ એજ વિચારતો હતો અને આજે સાંજે જ ગીરનાર મોલ માં જવાનો હતો.’ જ્વલંતભાઇએ વળતો જવાબ આપ્યો. શાંતનુ એ જવાબમાં ફક્ત સ્મિત આપ્યું.

નાસ્તો પુરો કરી ને શાંતનુએ પોતાની બેગ લીધી, શુઝ પહેર્યા અને જ્વલંતભાઇ ને બરોબર સાડા આઠ વાગે ‘આવજો’ કરીને ઘરની બહાર નીકળી ગયો. આજે એ ઘણો વહેલો હતો એટલે શાંતિથી પોતાનું બાઇક ચલાવતાં ચલાવતાં ઓફિસ પહોંચી ગયો અને પોતાનાં ફેવરીટ પાર્કિંગ સ્લોટમાં પોતાનું બાઇક પાર્ક કરી દીધું. માતાદીન એની રાહ જ જોઇ રહ્યો હતો. શાંતનું તરત એની પાસે ગયો અને પછી બન્ને કોમ્પ્લેક્સ ની બહારનાં પેલાં ચા નાં ગલ્લે પહોંચી ગયાં. શાંતનુએ ‘એક આખી’ નો ઓર્ડર આપ્યો અને બાજુનાં પાનનાં ગલ્લા માં થી માતાદીન માટે ‘૩૦૨’ નું બંડલ લઇ ને બન્નેનાં પૈસા ચુકવ્યાં.

બીડી અને લઇ ને એ આગળ વધી રહ્યો હતો ત્યાં જ કાલ વાળી જ ‘પેલી’ છોકરી જેણે એને એનાજ કોમ્પ્લેક્સનું અડ્રેસ પૂછ્યું હતું એ એને સામે થી રસ્તો કોસ કરીને આવતાં દેખાઇ. આજે ફરીથી એ એનાં બિલ્ડીંગ તરફ જ આવી રહી હતી. આ વખતે શાંતનુને પોતાની ‘છાપ’ માટે કોઇ પણ ચાન્સ લેવો ન હતો એટલે એણે ‘પેલી’ રસ્તો ક્રોસ કરી ને પોતાની તરફ આવે એ પહેલાં જ ઝડપથી માતાદીન ને ‘૩૦૨’ છાપનું બંડલ પકડાવી દીધું અને પોતે એનાંથી દુર વ્યવસ્થીત રીતે ઊભો રહી ગયો.

‘પેલી’ આજે ગઇકાલ કરતાં વધુ સુંદર લાગી રહી હતી. પણ આજે એણે કાળા રંગનુું ટ્રાઉઝર, એ જ કલર નો કોટ અને અંદર નેવી બ્લ્યુ કલરનું શર્ટ પહેરેલું હતું, હા એનાં વાળ કાલની જેમ જ કોરાં અને ખુલ્લા હતાં અને કાલની જેમ જ જમણી સાઇડ જ એણે સેંથી રાખી હતી. શાંતનું એકદમ ‘અટેન્શન’ ની પોઝીશનમાં આવી ગયો અને આજે પોતાને ‘પેલી’ દ્ધારા પૂછનારા કોઇપણ પ્રશ્ન માટે પોતાને માનસિક રીતે તૈયાર કરી લીધો. પણ એક પ્રશ્ન અચાનક શાંતનું ને મુંજવી ગયો, કાલે આવી હતી તો આજે કેમ પાછી આવી? ‘પેલી’ એની તરફ વધુનેે વધુ નજીક આવી રહી હતી પણ જ્યારે એ એની તદ્દન નજીક આવી ત્યારે એણે શાંતનું ને જોયો જ નહી અને સીધીજ બિલ્ડીંગ માં ઘુસી ગઇ. શાંતનું પાછળ વળી ને એની તરફ જોઇ રહ્યો.

‘માતાદીન યે કૌન ભૈય્યા?’ શાંતનુએ ‘પેલી’ જોતાં જોતાં માતાદીન ને પૂછ્યું.

‘પતા નહી બચવા, હોગી કોઇ હમકો કા?’ માતાદીને બીડી પીતાં પીતાં જવાબ આપ્યો.

પણ શાંતનુ થી રહેવાયું નહી એણે ચા પીધી નહોતી તોપણ ભરેલી ચા નો પ્લાસ્ટીકનો પ્યાલો ડસ્ટબીનમાં ફેંકીને ‘પેલી’ ની પાછળ લગભગ દોટ મૂકી અને ‘પેલી’ ને હજી પણ લીફ્ટ ની રાહ જોતી અને લાઇનમાં ઉભી રહેલી જોઇ ને એણે હાશકારો અનુભવ્યો. લીફ્ટ માટે રાહ જોતી લાઇનમાં શાંતનું અને ‘એની’ વચ્ચે બીજાં બે જણા હતાં અને લાઇનમાં ઉભા રહેલાં સહુથી પહેલાં વ્યક્તિ અને ‘પેલી’ વચ્ચે બીજાં બે વ્યક્તિઓ હતાં. લિફ્ટમાં પાંચ થી વધુ લોકો અલાઉડ નહોતાં એટલે શાંતનુ અને ‘પેલી’ બન્ને એક જ રાઉન્ડમાં લીફ્ટમાં સાથે આવે એ પોસિબલ નહોતું. લીફ્ટ ભોયરા માંથી ઉપર આવી અને લિફ્ટમાં ઓલરેડી ત્રણ વ્યક્તિઓ હતાં જ એટલે આગળ ઉભેલાં પહેલાં બે વ્યક્તિઓ ને જ લીફ્ટ મેને અંદર આવવા દીધાં. હવે ‘પેલી’ નો નંબર બીજો હતો અને શાંતનુનો પાંચમો.

શાંતનુ મનોમન ખુશ તો થયો પણ સાથે સાથે એમ પણ વિચાર્યું કે નેકસ્ટ ટાઇમ પણ લીફ્ટ જો ત્રણ ચાર વ્યક્તિઓ ને ભોયરા માંથી લાવશે તો? પણ આજે કાઇક અજીબ બની રહ્યું હતું. શાંતનુની આગળવાળા નો મોબાઇલ રણક્યો અને એ ‘હમણાં આવું સાહેબ’ એમ કહી ને સીડીઓ તરફ દોડ્યો અને શાંતનું ને અચાનક જ પ્રમોશન મળ્યું. હવે ‘પેલી’ અને એની વચ્ચે એકજ વ્યક્તિ હતી. લીફ્ટ નીચે આવી રહી હતી અને સાતમે માળે જરૂર કરતાં વધુ રોકાઇ પડી. શાંતનુ ની આગળ ઉભેલો વ્યક્તિ પણ કદાચ ઉભો રહી ને કંટાળ્યો હશે અને કાં તો એનું કોઇ અગત્યનું કામ અટકી રહ્યું હશે અથવાતો બહુ ઉપરનાં માળે નહી જવું હોય એટલે એણે પણ લીફ્ટ નો મોહ છોડી અને દાદરા તરફ ચાલતી પકડી. હવે લાઇનમાં ‘પેલી’ અને એની તરત પાછળ શાંતનું.

‘નસીબ ખરાબ હશે તો લીફ્ટવાળો નીચે થી જ ચાર લોકો ને લાવશે’ શાંતનું મનોમન બબડ્યો.

‘પેલી’ એ હવે એનાં ગોગલ્સ માથે ચડાવી દીધાં હતાં અને વારેવારે પોતાનાં જમણા હાથની પહેલી બે આંગળીઓ થી પોતાનાં વાળ સરખાં કરતી હતી. એણે હજી સુધી એકવાર પણ પાછળ જોવાની દરકાર કરી ન હતી. શાંતનું એની પાછળ ‘સલામત’ અંતર રાખીને ઉભો હતો. ‘પેલી’ એ કાલવાળું જ અત્તર પહેર્યું હતું અને એની સુગંધ શાંતનુને આજે પણ ખુબ જ તરબોળ કરી રહી હતી. લીફ્ટ ભોયરામાં ગઇ અને થોડીજ વારમાં લીફ્ટનાં ઇન્ડીકેટરમાં ‘અપ’ એરો દેખાયો અને શાંતનું નાં હ્ય્દયનાં ધબકારા પણ ‘અપ’ થવા માંડ્યા.

શાંતનુ આવો કદાપી નહોતો આવો ઉતાવળો અને છોકરી પાછળ દોડનારો...પણ આજે ખહાર નહી કેમ આ બધું એની મેળે જ થઇ રહ્યું હતું. લીફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર આવી, લીફ્ટના ઓટોમેટિક દરવાજા ખૂલ્યાં અને શાંતનું નું હ્ય્દય લગભગ ગળામાં આવી ગયું અને લિફ્ટમાં ફક્ત એક જ વ્યક્તિને જોઇ ને બે લગભગ આનંદ થી ગદગદ થઇ ગયો અને મનોમન “યેસ્સ” એમ બોલી પોતાનાં ડાબા હાથ ની મુઠ્ઠી વાળી ને હળવેકથી નીચેની તરફ ખેંચી. લિફ્ટમાં જે એક માત્ર વ્યક્તિ હતો એ ડાબી બાજુ છેક ખૂણામાં ઉભો હતો અને ‘પેલી’ એ એનો વિરુદ્ધ ખૂણો એટલે કે લીફ્ટમેન ની બરોબર પાછળનો ખૂણો પકડ્યો. શાંતનુ પેલાં ડાબી બાજુનાં ખુણાવાળાં વ્યક્તિની બરોબર બાજુમાં ઉભો રહ્યો, ‘પેલી’ સલામત અંતર રાખી ને. પોતાની આંખોનાં જમણાં ખૂણેથી એ સતત ‘પેલી’ ને જોઇ રહ્યો હતો પણ એને ખબર પડે નહી એનું ધ્યાન પણ રાખતો હતો. શાંતનુ અને ‘પેલી’ સાથે બીજી એક વ્યક્તિ પણ લિફ્ટમાં ચડી હતી.

લીફ્ટ ઉપડી અને સીધી બીજે માળે ઊભી રહી ત્યાં પેલો ડાબી બાજુનાં ખુણા વાળો અને શાંતનુ પછી આવેલો બીજો વ્યક્તિ ઉતરી ગયાં. હવે લિફ્ટમાં શાંતનુ, ‘પેલી’ અને લીફ્ટમેન ત્રણ જ હતાં. ‘પેલી’ સતત લીફ્ટના દરવાજા સામે જ જોઇ રહી હતી. શાંતનુ નું હ્ય્દય ખબર નહી પણ કેમ આજે ખુબ જોરથી ધબકી રહ્યું હતું. સતત ‘પેલી’ સામે એ જોઇ રહ્યો હતો. આવું કઠોર આકર્ષણ કદાચ એને રૂપાલી પ્રત્યે પણ થયું ન હતું. આજે એની સાથે એક પછી એક નવી બાબતો કુદરતી રીતેજ બની રહી હતી. ચોથો માળ ગયો અને પાંચમો માળ આવ્યો. લીફ્ટ ઉભી રહી. દરવાજા ખુલ્યા શાંતનું હજી આંખોનાં ખૂણે થી ‘પેલી’ તરફ જોઇ રહ્યો હતો એ લીફ્ટના દરવાજા ખુલતાં જ બહાર નીકળવા માંડી. લીફ્ટમેને શાંતનુ તરફ જોયું. શાંતનું હજી પેલી તરફ જ જોઇ રહ્યો હતો હવે સીધી આંખોથી કારણકે તે લીફ્ટ ની બહાર જઇ રહી હતી. લીફ્ટમેન ને આશ્ચર્ય થયું...

‘તમારે જવું નથી?’ લીફ્ટમેને પાછળ વળી ને કીધું.

‘ઓહ હા’ શાંતનુ જાગ્યો. અને એને નવાઇ લાગી કે ‘પેલી’ પણ કેમ પાંચમાં માળે જ ઉતરી ગઇ?? એ ફરી થી ઝડપભેર ‘પેલી’ ની પાછળ ચાલવા લાગ્યો. શાંતનુને નવાઇ ઉપર નવાઇ લાગી રહી હતી. પેસેજમાં વળીને ‘પેલી’ એની ઓફિસ તરફ જ જઇ રહી હતી. શાંતનુના મનમાં હજારો વિચારો આવવાં લાગ્યાં. જેમકે, ‘પેલી’ કાલે પોતાને બીડી સાથે જોઇ ગઇ હતી તો એની કમ્પ્લેઇન કરવાં જઇ રહી છે શું? કાલે કોમ્પ્લેક્સ માં આવી હતી તો એની ઓફિસનાં કોઇ બંદા એ એની સાથે કોઇ જેવી તેવી હરકત કરી હશે કે શું? આવાં મોં માથાં વિનાનાં સવાલો એનાં મગજમાં સતત આવી રહ્યાં હતાં અને ત્યાંજ એ શાંતનુની ઓફિસ ની સામે આવેલી અને કાલે જ જેનું ઉદ્ધાટન થયું હતું તે ‘પાંચસો ત્રણ’ માં ઘુસી ગઇ. ઓફિસનું બારણું ઝડપથી આપોઆપ બંધ થઇ ગયું. શાંતનુની નજર બારણા ની ઉપર ગઇ અને ‘નવયુગ ઇન્ટરનેશનલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ’ એવું ઝગારા મારતું બોર્ડ એણે જોયું.

‘ઓહ કાલે બપોર પછી જ આ બોર્ડ માર્યું હશે...મારાં ગયાં પછી.’ શાંતનુ વિચારતાં વિચારતાં પોતાની ઓફિસ તરફ વળ્યો અને અંદર ઘૂસ્યો.

ઓફિસમાં સત્યા અને પ્યુન શંકર સીવાય કોઇ જ આવ્યું ન હતું. ઘડિયાળમાં હજી ૮.૫૫ વાગી રહ્યાં હતાં. શાંતનુને પોતાને નવાઇ લાગી રહી હતી કે આજે તે એક છોકરી પાછળ કેમ આટલું દોડ્યો? એવું તો શું છે ‘પેલી’ માં? એણે કુલરમાંથી પાણી પીધું અને થોડીવાર પછી એને પોતાનું કામ યાદ આવ્યું. નીચે ઝુકી ને પોતાની સિસ્ટમ ચાલુ કરી. પોતાની ગઇકાલે ‘ક્લોઝ’ કરેલી પોલીસી નાં ફોર્મસ, ડોક્યુમેન્ટ્‌સ અને ચેક્સ વગેરે એણે પોતાની બેગ માંથી ભેગાં કર્યાં. સિસ્ટમ ચાલુ થતાં જ કંપની નું સોફ્ટવેર ચાલુ કરી ને એમાં બધી જ ડીટેઇલ્સ નાંખવા માંડ્યો. દૂર દૂર એનાં મગજમાં હજી પર ‘પેલી’, એનો સુંદર ચહેરો, એની માથામાં પહેલી બે આંગળીઓ ફેરવવાની કે પછી ગોગલ્સ ઉફર ચડાવવાની અદા, લિફ્ટમાં શાંતિ થી ઊભા રહેવા ની સ્ટાઇલ વગેરે હજી પણ એક ફિલ્મની જેમ ચાલી રહ્યું હતું. હ્ય્દય હજી પણ જોર થી ધબકી રહ્યું હતું. એનાં પગ અને હાથ હજી પણ કોઇક અજીબ નબળાઇ મહેસુસ કરી રહ્યાં હતાં. શાંતનુ તેમ છતાં ગમેતેમ પોતાની લાગણીઓ ને એકઠી કરી અને એને મનમાં કોઇક ખૂણે લોક કરી ને પોતાનાં કામમાં ધ્યાન આપી રહ્યો હતો અને ધીમે ધીમે બધી જ પોલીસી ‘ડેટા એન્ટ્રી’ પેલાં સોફ્ટવેર માં કરી રહ્યો હતો.

‘ગુડ મોર્નિંગ બડે ભૈય્યા.’ સવા નવ નાં ટકોરે અક્ષય નો અવાજ આવ્યો. હવે ઓફિસમાં સારાં એવાં લોકો આવી ગયાં હતાં. પણ શાંતનુ નું ધ્યાન તો અક્ષયનાં અવાજથી જ ભંગ થયું. એણે ફ્કત હાથ ઉંચો કરી ને અક્ષયનાં ગુડ મોર્નિંગ નો જવાબ આપ્યો અને પોતાનું કામ કરવા લાગ્યો. આ બાજુ અક્ષય કલબલાટ ચાલુ રાખી રહ્યો હતો.

‘પેલાં મુંબઇ વાળાં સાહેબ નથી આવ્યાં? સત્યા?’ અક્ષયે સત્યા ને પૂછ્યું.

‘સાંજની ફ્લાઇટમાં આવવાનાં છે.’ સત્યાએ રાબેતામુજબ સિસ્ટમમાં એન્ટ્રી કરતાં કરતાં જ જવાબ આપ્યો.

‘વાઉ આજે ફરીથી અનઓફિશિયલી ઓફીશીયલ રજા એમ જ ને?’ અક્ષયે કાલ ની જેમ જ ફરી જોર થી બુમ પાડી.

‘કામ કર બકા કામ.’ શાંતનુ એની જગ્યા એ થી સ્ટેપલર લેવા સત્યાનાં ટેબર તરફ જતાં જતાં અક્ષયનાં માથે ટપલી મારતો અને અક્ષયનાં શબ્દોમાં એનું ‘ટીપીકલ સ્વીટ સ્માઇલ’ આપતાં બોલ્યો.

‘ક્યા બાત હૈ? ક્યા બાત હૈ? ક્યા બાત હૈ? આજ તો આપ બડા મુડવા દીખા રહે હો બડે ભાઇ?’ અક્ષયે ટીખળ ભર્યા સ્વરમાં કહ્યું. શાંતનુના આ એક જ સ્માઇલ થી એને સમજાઇ ગયું કે આજે એનો મિત્ર-કમમોટોભાઇ ખુબ મૂડમાં છે અને હવે એણે એનું કારણ જાણવું જ રહ્યું.

આ બાજુ શાંતનુ, જુદાં જુદાં ટેબલો પર અસ્તવ્યસ્ત પડેલા કાગળો આમતેમ કરતાં સ્ટેપલર શોધી રહ્યો હતો. એણે એની પોલીસીનાં ડોક્યુમેન્ટ્‌સ એનાં કાલના સેલ્સ રીપોર્ટ સાથે અટેય કરવા માટે આ સ્ટેપલર ની અત્યંત જરૂર હતી. એનું પોતાનું સ્ટેપલર આજે એની સાથે સંતાકૂકડી રમી રહ્યું હતું. ત્યાંજ એણે સત્યા નાં ટેબલ પર સ્ટેપલર જોયું અને તરત જ લઇ લીધું.

‘આ લઉં છું.’ સત્યાની મંજૂરી લીધાં વીના જ એણે સ્ટેપલર ઉપાડી લીધું.

સત્યા ને પોતાની ચીજો પર ખુબ પ્રેમ હતો અને એ કોઇને પણ એ ચીજો ને અડવા પણ નહોતો દે’તો સીવાય કે શાંતનુ, કારણકે શાંતનુ કોઇપણ લીધેલી ચીજ ભૂલ્યા વીના એને પરત કરતો. શાંતનુને એણે ફરીથી પોતાનાં ચીત હકારમાં ડોકું ધુણાવીને જવાબ વાળ્યો.

શાંતનુને રીપોર્ટ ફાઇલ કરવાની ઉતાવળ હતી કારણકે આજે તેણે અક્ષય માટે કામ કરવાનું હતું. એ પોતાનાં ડેસ્ક તરફ જઇ જ રહ્યો હતો અને ઓફિસનું મેઇન ડોર પસાર કરી જ રહ્યો હતો ત્યાં જ એ બારણું ખુલ્યું....

‘એક્સક્યુઝ મી!’ એક મીઠડો અવાજ શાંતનુનાં કાને પડ્યો અને એણે બારણાં તરફ જોયું અને ત્યાં જ એનું ધ્યાન ચોંટી ગયું. ઓફિસનું મેઇન ડોર અધખુલ્લું રાખી ને ‘પેલી’ એ ફ્કત પોતાનું ડોકું જ અંદર નાખ્યું હતું અને એનો હાથ લંબાયેલો હતો અને એનું બાકીનું શરીર બારણાની બહાર હતું.

‘કેન આઇ હેવ અ સ્ટેપલર પ્લીઝ?’ પેલી એ એક જબરદસ્ત સ્મિત કરતાં શાંતનુ સામે જોયું અને શાંતનુ પગથી માથાં સુધી કટકે કટકે ઢીલોઢસ થવા લાગ્યો. અત્યારે તો ‘પેલી’ નો ખુબસુરત ચહેરો ફક્ત બે ફૂટ દૂર જ એની સામે હતો. શાંંતનુનાં એક હાથમાં જ એક સ્ટેપલર હતું અને અત્યારે એની એને ખુબ જરૂર હતી...

‘હેં? હહહ...હા હા યેસ યેસ..વ્હાય નોટ? શ્યોર...કેમ નહી? હમણાં જ આપું...અરે...અક્ષય?? આમને પેલું ...ઓલું... સ્ટેપ...સ્ટેપ...સ્ટેપલર આપ તો!!’ શાંતનુ ફરી બધવાઇ રહ્યો હતો. અક્ષય એની સીટમાંથી ઉભો થઇ ગયો હતો અને બધો તાલ મસ્તીભરી નજરે જોઇ રહ્યો હતો.

‘કેન આઇ ટેઇક ધીસ?’ પેલી દરવાજો ખોલી ને અંદર આવી અને શાંતનુના હાથમાં રહેલાં સ્ટેપલર તરફ આંગળી કરી.

‘હેં? ... હા હા હા કેમ નહી? કેમ નહી? તો લ્યો ને, પ્લીઝ? શાંતનુ એ સ્ટેપલર એની તરફ લંબાવ્યું. એ એકીટશે એની સામે જોઇ રહ્યો હતો. હાથ-પગ એકદમ ઢીલાં થઇ ગયાં હતાં. હ્ય્દયનાં ધબકારા જરૂર કરતાં દસ ગણી ઝડપથી ધબકી રહ્યાં હતાં. ‘પેલી’ બારણામાં થોડી વધુ અંદર આવી અને પોતાની પહેલી બે આંગળીઓ અને અંગુઠાનાં ખૂણે થી જ શાંતનુના હાથમાં થી સ્ટેપલર નો ઉપર નો ભાગ ખેંચી અને તેને લઇ લીધું.

‘મેં સામે જોબ લીધી છે.. અમારે હજી ઘણી સ્ટેશનરીઝ આવવાની બાકી છે. હું તમને આ દસ મીનીટમાં મનીષ સાથે મોકલાવી દઉં ઓકે?’ આટલું કહી ને ‘પેલી’ શાંતનુને સ્મિત આપી ને ચાલી ગઇ.

શાંતનુ તો ત્યાં ને ત્યાં હિમશીલા ની જેમ ઉભો રહ્યો. ‘પેલી’ ને સ્ટેપલર આપવાની આમ તો એણે હા જ પાડવાની હતી પણ એણે તો એનો મોકો પણ ન આપ્યો. હજી અડધાં એક કલાક પહેલાં એ જેની પાછળ ગાંડાની જેમ દોડ્યો હતો એ અત્યારે ક્યારે એની સામે આવીને ક્યારે જતી રહી એને ખ્યાલ પણ ન આવ્યો. વળી એણે એની સાથે વાત પણ કરી!!

ઓફિસનાં બે-ત્રણ મનચલાઓ શાંતનુનાં નસીબ ને ગાળો દઇ રહ્યાં હતાં. જ્યારે અક્ષયે એકદમ જ પાર્ટી બદલી નાખી હતી. શાંતનુની હાલત જોઇને એને તરત ખ્યાલ આવી ગયો કે હવે એણે એનાં ‘બડે ભૈય્યા’ ને સપોર્ટ કરવાનો છે અને આ બાબતે હવે પછી એણે ગઇકાલની જેમ ‘પેલી’ ને એટલીસ્ટ લાઇન નથી મારવાની...

‘ઓયે હોયે બડે ભૈય્યા ક્યા બાત...ક્યા બાત... ક્યા બાત? યે કબ હુઆ?’ અક્ષયે શાંતનુને ખભે હાથ મૂકી ને પૂછ્યું.

‘શું? શું? શું? કશું નથી યાર’ શાંતનુ ગાઢ નિંદ્રા માંથી જાગ્યો હોય એમ જવાબ આપતાં આપતાં પોતાની ડેસ્ક તરફ ચાલવા લાગ્યો પણ હવે અક્ષય એનો કેડો મુકવાનો ન હતો.

‘ભાઇ બોલો ને યાર, આવું શું કરો છો? આ ‘કાલવાળી’ જ હતી ને ?’ અક્ષય શાંતનુ ની પાછળ પાછળ જ ચાલવા લાગ્યો અને છેક શાંતનુ ની ડેસ્ક સુધી પહોંચી ગયો.

શાંતનુ એ છુપાવવું કે શરમાવું પડે એવુંતો કાઇપણ કામ કર્યું ન હતું તેમ છતાં એ અક્ષય ને અવગણી રહ્યો હતો. વળી ‘કાલ વાળી’ શબ્દ એ એની ઓફિસનાં બીજાં મનચલાઓ નું ધ્યાન એનાં તરફ ખેચ્યું હતું અને એનાંથી એને વધુ ક્ષોભ થઇ રહ્યો હતો. અક્ષય નાં ‘કાતિલ’ સવાલો થી કેમ બચવું એમ વિચારતો જ હતો ત્યાં સત્યાએ શાંતનુ ને બચાવ્યો.

‘આ સ્ટેપલર પાછું તો આપી જશે ને?’ સત્યા એ એની ડેસ્ક પર થી બુમ પાડી. એને એની વસ્તુ પોતાની ઓફિસ નો વ્યક્તિ પણ લઇ જાય એ નહોતું ગમતું તો આ તો સામેની ઓફીસ વાળી કોઇ અજાણી વ્યક્તિ એનું પ્રિય સ્ટેપલર લઇ ગયું હતું એતો એનાંથી ક્યાંથી સહન થાય?

‘હા હા આપી જશે ને? શું કરવા ન આપે?’ શાંતનુ એ એની ખુરશી સત્યા તરફ ફેરવી ને કહ્યું અને મનોમન હાશકારો અનુભવ્યો કારણકે એનાં માટે આના થી અક્ષયનું ધ્યાન તો બીજે દોરવાશે? પણ આ તો અક્ષય હતો એણે તરત ગુગલી ફેંકી.

‘હા સત્યા જરૂર આપશે, બડે ભૈય્યા હમણાં થોડીવાર પછી એને મળવા જશે ને ત્યારે લઇ આવશે હોં? તું ચીંતા ન કર, તું કામ કર હોં બકા!’ અક્ષયે તરત ફીરકી લેવા માંડી.

‘અક્ષય...’ શાંતનુએ કડક નજરે અક્ષય સામે જોયું. જવાબમાં અક્ષયે ફક્ત આંખ મારી.

‘થોડીવાર રાહ જો નહી તો હું હમણાં કોલ ઉપર જઉં છું ત્યારે તને આપતો જઇશ. અક્ષય ત્યાં સુધી તારું સ્ટેપલર આપ મારે રીપોર્ટસ આપવાનાં છે સત્યા ને.’ શાંતનુએ વાત પાડતાં કહ્યું. પણ અક્ષય એમ ક્યાં માને એવો હતો?

‘એક શરતે આપું..મને પણ બધ્ધો જ રીપોર્ટ આપવો પડશે.’ અક્ષયે શાંતનુ ની સામે હસતાં હસતાં કહ્યું. શાંતનુએ આંખ મારી ને હા પાડી દીધી.

અક્ષયનું સ્ટેપલર લઇને શાંતનુએ ફટાફટ રીપોર્ટસની પ્રિન્ટ આઉટસ લઇ અને એને પોલિસીઓ અને ચેક્સ અટેચ કરી અને સત્યા ને આપી દીધાં. આ બધું પતાવતાં એને બીજો અડધો કલાક લાગી ગયો. સત્યાને હવે એનું સ્ટેપલર યાદ આવી રહ્યું હતું એટલે એ વારંવાર શાંતનુ સામે જોઇ રહ્યો હતો. શાંતનુ અક્ષય સાથે સવારે શું બન્યું એ નો ચીતાર એની રીતે આપી રહ્યો હતો. હા પણ એમાં એણે ‘પેલી’ ની પાછળ જે રીતસર ની દોટ મૂકી હતી એ તેને ન જણાવ્યુંં ફક્ત એટલું જ કહ્યું કે એ બન્ને લિફટમાં ભેગાં થઇ ગયાં હતાં અને એ ફક્ત અને ફ્કત કો-ઇન્સીડન્ટ જ હતો. આ ‘કો-ઇન્સીડન્ટ’ શબ્દ પર શાંતનુ એ ખાસ ભાર આપ્યો હતો પણ અક્ષયે ફક્ત આંખ મારી ને એનું પરિચિત તોફાની સ્મિત આપ્યું હતું.

આમનેઆમ કલાક વીતી ગયો હતો. શાંતનુએ પોતાની વાત પતાવી ને હવે આજે એ અને અક્ષય શું કરશે એનો પ્લાન બનાવી રહ્યાં હતાં. જોકે અક્ષય માટે એ બિનજરૂરી ચર્ચા કરી કારણકે એનાં ક્લાયન્ટ્‌સ સામે શાંતનુ જ બોલવાનો હતો. અક્ષયને વધુ રસ તો શાંતનુ અને ‘પેલી’ વચ્ચે લિફ્ટમાં ભેગાં હોવાં છતાંય આંખો પણ ન મળી અને આમ થયું હોવાં છતાં પણ હમણાં ક્લાકેક પહેલાં જ ‘પેલી’ મંજુરી વીના શાંતનુ નાં હાથમાં થી અધિકાર પૂર્વક સ્ટેપલર કેવી રીતે લઇ ગઇ? એમાં જ હતો.

‘સમજ્યો ને તું?’ શાંતનુ નાં અવાજે અક્ષય નું ધ્યાન તોડ્યું.

‘હા મોટાભાઇ, તમે છો પછી મારે શું ચિંતા?’ અક્ષયે હસતાં હસતાં કહ્યું.

‘સુધરી જા અક્ષુ ...’ શાંતનુ એ અક્ષયને થોડી સલાહ આપવાનું શરુ કર્યું ત્યાં જ સામે વળી ‘પાંચસો ત્રણ’ નો પટાવાળો ઓફિસમાં ઘુસ્યો.

‘આ સ્ટેપલર.’ પેલો બોલ્યો અને દરવાજા પાસેનાં જ ડેસ્ક પર સ્ટેપલર મૂકી દીધું. અક્ષય તરત પોતાની જગ્યાએ થી ઉભો થયો અને રીતસર ની દોટ મૂકી અને ડેસ્ક પરથી સ્ટેપલર લઇ લીધું.

‘થેન્કસ મનીષ.’ અક્ષયે પેલાં ને કહ્યું. આ એજ પ્યુન હતો જેને ગઇકાલે અક્ષયે આઇસ્ક્રીમ ખાધાં પછી પાણી આપવાનું કહ્યું હતું અને એ બગડ્યો હતો.

‘હું મનીષ નથી.’ પેલાએ ફરી થી કાલ વાળી જ ગુસ્સેલ નજર થી અક્ષય સામે જોયું.

‘ઓહ ઓકે પણ મેડમ તો એમ કહી ને ગયાં હતાં કે મનીષ આપી જશે?’ અક્ષયે વાત લંબાવતાં કહ્યું.

‘મનીષ તો સ્ટેશનરી લેવા ગયો છે.’ પેલાએ થોડાંક નરમ થઇ ને જવાબ આપ્યો. હજી એની ઉંમર ઓછી હતી, કદાચ ૧૮-૧૯ થી વધુ ન હતી.

‘તો તારું નામ શું છે?’ અક્ષયે ઇન્કવાયરી ચાલુ રાખી એનાં મનમાં કોઇ બીજી જ યોજના આકાર લઇ રહી હતી.

સત્યા ને એનું સ્ટેપલર વધુ સમય એનાંથી દુર રહે એ પોસાય એમ ન હતું એટલે તરત ઉભો થયો અને આ બન્ને વચ્ચે ચાલતી ચર્ચા દરમ્યાન પોતાનું સ્ટેપલર એણે અંકે કરી લીધું.

‘મનોજ.’ પેલાએ હવે પોતાનો ટોન વ્યવસ્થીત કરી લીધો હતો.

‘અરે હાઆઆઆ...હવે યાદ આવ્યું, મનીષ કાં તો મનોજ બન્ને માં થી કોઇ પણ આવી ને આપી જશે એવું મેડમ બોલ્યાં હતાં...અમ્મ્મ.. શું નામ મેડમ નું? હું ભૂલી ગયો, એમણે કહ્યું તો હતું.’ અક્ષયે પોતાની ઇન્કવાયરી ચાલુ રાખી.

આખો સ્ટાફ અક્ષયને ઓળખતો હતો. છોકરીઓ વિષે ની માહિતી કેવી રીતે કઢાવવી એમાં એ એક્સપર્ટ હતો એટલે બધાં મૂછમાં હસી રહ્યાં હતાં. જેમનું આ ચર્ચામાં સીધુંજ ધ્યાન હતું એલોકો પણ અને જે લોકો કમ્પ્યુટર પર કામ કરી રહ્યાં હતાં એ લોકો પણ. પરંતુ શાંતનુ ઉંચો નીચો થઇ રહ્યો હતો. એને અક્ષય ની આ બધી ઇન્કવાયરી બેચેન બનાવી રહી હતી કારણકે એને પોતાની ઇમેજ ‘પેલી’ સામે ખરાબ થાય એ પોસાય એમ નહોતું. કારણકે અક્ષયની આ ઇન્કવાયરી ની જાણ ‘પેલી’ ને થાય તો એક જ ફ્લોર પર રોજ મળવાનું હોવાથી એની સામે પોતાની પહેલી જ ઇમ્પ્રેશન ડાઉન થઇ જશે એ બાબત એને બેચેન કરી રહી હતી, પણ આમ જુવો તો અક્ષય એનું જ કામ કરી રહ્યો હતો, કારણકે ‘પેલી’ નું નામ તો એણે પણ જાણવું હતું.

‘મેડમ આજે જ જોઇન થયાં છે..નામ ખભર નથી..હું તો હમણાં જ ઓફિસે આયો અને એમણે મને આ સ્ટેપલર તમને આપી જવાનું કીધું.’ મનોજે પોતાની મજબૂરી જણાવી.

‘ઓહ ઓક્કે.’ અક્ષયે નિરાશા નો સુર છેડ્યો.

‘હું જઉં?’ મનોજે મંજુરી માંગી.

‘હા શ્યોર...કાઇ કામ હોય તો કે’જે હોં બકા?’ અક્ષય બોલ્યો.

અક્ષય કરતાં શાંતનુ વધુ નીરાશ થયો. કોણ જાણે કેમ પણ હવે તેને ‘પેલી’ નું નામ પણ જાણવું હતું. રૂપાલી ભટ્ટ પછી આ પહેલી કોઇ છોકરી હતી જેણે એને માથાથી પગ સુધી જકજોડી નાખ્યો હતો... અને કદાચ રૂપાલી થી પણ વધુ.

‘ચાલો મોટાભાઇ છેક વટવા જવાનું છે, નીકળીએ?’ અક્ષયે શાંતનુ નું ધ્યાનભંગ કર્યું.

‘હમમ..ચલ’ શાંતનુ બોલ્યો અને એણે પોતાની બેગ ઉપાડી. આ બાજુ અક્ષયે પણ પોતાની બેગ લઇ લીધી.

‘સત્યા કાલ ની જેમ જ આજે પણ અમે નહી આવીએ.’ અક્ષયે શાંતનુ કાઇ બોલે એ પહેલાં જ પોતાનો નિર્ણય સત્યા ને જણાવી દીધો.

બન્ને પોતાની ઓફીસ ની બહાર નીકળ્યાં. સાંજે પાછાં નહી આવીએ એ બાબત શાંતનુ ને ગમી નહોતી એટલે ઓફીસ ની બહાર આવતાં જ એણે અક્ષય નો ઉધડો લીધો.

‘કેમ સાંજે આવવાની ના પાડી? તારે મને પૂછવું તો હતું? મમારે કાલનું પ્લાનિંગ કરવું હતું યાર.’ બહાર નીકળીને પેસેજમાં ઘૂસતાં જ શાંતનુએ થોડો ગુસ્સો દેખાડતાં કહ્યું.

‘બડે ભૈય્યા એ તો કરજો જ પણ સાથે સાથે લાઇફ નું પ્લાનીગ પણ કરો.” અક્ષયે શાંતનુ થી વિરુદ્ધ દીશા માં જોતાં જોતાં કહ્યું.

‘એટલે?’ શાંતનુએ અક્ષય સામે જોઇને સવાલ કર્યો.

‘એટલે આમ જુવો’ અક્ષયે લીફ્ટ તરફ ઇશારો કર્યો. પોતાનાં જ ફ્લોર પર ઉભી રહેલી લીફ્ટ માં ‘પેલી’ ઘુસી રહી હતી. શાંતનુ તરતજ એકદમ ધ્યાનથી એની ગતિવિધિઓ જોવા લાગ્યો. લીફ્ટ નાં દરવાજા લીફ્ટમેને બંધ કાર્ય અને લીફ્ટ નીચે ની તરફ ગઇ. અક્ષય ઝડપ થી લીફ્ટ નાં દરવાજા પાસે ગયો, શાંતનુએ લગભગ એ જ ગતિ થી એનો પીછો કર્યો. લીફ્ટ નું ઇન્ડીકેટર ‘ય્’ પર અટકી ગયું.

‘ચલો દાદરા ઉતરી જઇએ.’ અક્ષય બોલ્યો.

શાંતનુએ વગર વિરોધ કરે કદાચ પહેલીવાર એનો ‘આદેશ’ માન્યો અને બન્ને ઝડપ થી દાદરા ઉતરવા માંડ્યા અને જેવાં ગ્રાઉન્ડ ફ્લોર પર પહોંચ્યા એવાં જ મેઇન ગેટ તરફ લગભગ દોડ્યા. પાર્કિંગ માં પહોંચીને આજુબાજુ જોયું તો ‘પેલી’ અને બીજી કોઇ છોકરી સાથે સામે ની તરફ જવા રસ્તો ક્રોસ કરી રહી હતી અને બન્ને અત્યારે રોડ ડીવાઇડર પર ઊભી હતી. હવે શાંતનુ કે અક્ષયે એકબીજાને કશું કહેવાનું જ ન હતું. બન્ને સ્વયં સંચાલિત એ લોકો ની પાછળ દોડ્યાં... પેલી બન્ને છોકરીઓ હવે સામેનો રસ્તો ક્રોસ કરી ને સામેનાં શોપિંગ સેન્ટરમાં આવેલાં ‘બીગ કોફી મગ’ નામનાં કોફી શોપમાં ઘુસી ગઇ. આ બન્ને એ પણ એમની પાછળ પાછળ જ રસ્તો ક્રોસ કર્યો પણ હવે શાંતનુએ અક્ષયનો હાથ પકડ્યો અને એને રોક્યો.

‘બે મિનીટ ઉભો રહે, એ લોકોને એમ ન લાગવું જોઇએ કે આપણે એમનો પીછો કરી રહ્યાં છીએ. એક કામ કર આ ચાવી લે અને મારું બાઇક લઇ આવ અને અહિયા પાર્ક કરી ને પછી અંદર જઇએ.” શાંતનુ થોડુંક હાંફતાં હાંફતાં અને અક્ષય સામે પોતાનાં બાઇક ની ચાવી લંબાવતાં એવીરીતે બોલ્યો, જાણે કે તે અને અક્ષય કોઇ ક્રિમીનલ નો પીછો કરતાં હોય?

‘ક્યા બાત હૈ બાય ગોડ, બડે ભૈય્યા... તમે તો એક્સપર્ટ નીકળ્યાં.’ અક્ષયે શાંતનુ ને ખભે ટપલી મારી અને તરતજ લક્ષ્મણ ની જેમ જ રામ નો આદેશ માનતો એ ફરી થી રોડ ક્રોસ કરી ને પોતાની ઓફીસ નાં કોમ્પ્લેક્સ તરફ ગયો.

શાંતનુ ને પોતાને ખબર નહોતી કે એ આમ કેમ કરી રહ્યો છે પણ બસ એ આમ કરવા મજબુર થઇ રહ્યો હતો...ઓટોમેટીકલી! એ છોકરીમાં કોઇ પ્રચંડ આકર્ષણ હતું જેણે શાંતનુ જેવા પોતાની ખરી ઉમરથી પણખુબ મેચ્યોર એવાં છોકરાંને એનો પીછો કરવા મજબુર કરી દીધો હતો. થોડીવારમાં જ અક્ષય શાંતનુ ની બાઇક ને સિગ્નલ થી ‘યુ ટર્ન’ લઇને શાંતનુ જ્યાં ઉભો હતો એ કોમ્પ્લેક્સ નાં પાર્કિંગમાં પાર્ક કરી દીધી.

‘ચલ’ હજી અક્ષય હેલ્મેટ ઉતારે એ પહેલાં તો અધીરો થયેલો શાંતનું કોફી શોપ તરફ ચાલવા લાગ્યો.

‘એક મિનીટ એક મિનીટ ભાઇ.’ અક્ષયે શાંતનુ નો ખભો પકડી ને રોક્યો.

‘તમારે એક પ્રોમિસ આપવું પડશે પછી જ આપણે અંદર જઇશું.’ અક્ષયે શાંતનુ ની આંખમાં આંખ નાખી ને કહ્યું.

‘કયું પ્રોમિસ?’ શાંતનુ થોડો આશ્ચર્ય પામ્યો.

‘એ પ્રોમિસ કે જ્યાં સુધી તમે આને મારી ભાભી નહી બનાવો ત્યાં સુધી તમે એનો પીછો નહી છોડો.’ અક્ષયે પોતાનું ચિતપરિચિત સ્માઇલ આપ્યું.

‘વ્હોટ?’ શાંતનુએ મોટું આશ્ચર્ય આપ્યું.

‘બડે ભૈય્યા ગઇકાલ થી આ મિનિટ સુધી એનાં માટે તમારી આંખોમાં મે એક તોફાન જોયું છે. હું તો આવાં કેટલાય નાના તોફાનો કરી ચુક્યો છું પણ તમારાં મન માં...સોરી દિલમાં તો આ છોકરી તરફ એક વાવાઝોડું આકાર લઇ રહ્યું છે. જો તમે સીરીયસ હોવ તો જ આપણે આગળ વધીએ. દુનિયામાં અક્ષયો તો બહુ છે ભાઇ, પણ શાંતનુઓ બહુ ઓછાં છે. પ્રોમિસ મી તમે એને પોતાની બનાવી ને જ રહેશો.’ કોફી શોપ તરફ આંગળી ચીંધતા અક્ષય બોલ્યો.

‘વ્હોટ રબીશ, અક્ષય એવું કાઇ જ નથી.’ શાંતનુ એ થોડો નર્વસ જવાબ આપ્યો.

‘અહાં જો એવું કાઇ જ નથી તો એની પાછળ દોટ કેમ મૂકી? ભાઇ, ઘણીવાર ઉપરવાળો આવી બધી બાબતોમાં ઇશારો કરે છે આપણે જ ગધેડા થઇ ને એને ગધેડો માનીએ છીએ અને આવાં ઇશારાઓ અવોઇડ કરીએ છીએ. ભાઇ, માનો ન માનો આ કોઇક ઇશારો તો છે જ, પ્લીઝ પ્રોમિસ મી અધર વાઇઝ વટવા એઝ પર પ્લાન!!’ અક્ષય આ વખતે જરા વધુ મજબૂતી થી પોતાનો કેસ મૂકી રહ્યો હતો.

‘અરે યાર તું કેમ આટલો સીરીયસ થઇ ગયો મને એ ગમી ગઇ છે બસ, બીજું કાંઇજ નહીં.’ શાંતનુ એ ફરી થી અક્ષયને અવોઇડ કરવાની કોશિશ કરી.

‘દુનિયાની લગભગ બધી જ પ્રેમ કહાણીઓ અટ્રેકશન થી જ ચાલુ થાય છે ભાઇ, લવ એટ ફર્સ્ટ સાઇટ યુ સી?’ અક્ષય નાં આ જવાબ નો જવાબ આપવો શાંતનુ માટે પણ મુશ્કેલ હતો.

‘પેલી’ ને જ્યારથી જોઇ હતી ત્યાર થી જ એનાં દિલોદિમાગ ઉપરાંત બાકીના શરીરમાં પણ કોઇ અજીબ હલચલ થતી હતી અને રૂપાલીનો કિસ્સો એણે હવે રીપીટ કરવો ન હતો એટલે કે મનમાં ને મનમાં જ પ્રેમ કરી ને હવે આને જવા નહોતી દેવી અફકોર્સ ઇફ લક પરમીટ્‌સ

‘અને સંબંધ વધારવાની કોશિશ કરવામાં વાંધો શું છે? બહુ બહુ તો ‘પેલી’ ના પાડશે અને એ દુનિયાનો અંત તો નહી જ હોય ને ? વળી હવે તો રોજ મળવાનું થશે ક્યાં સુધી મારી જાતને ઉલ્લુ બનાવીશ? આનાં જેવ સુંદર છોકરી લાઇફ પાર્ટનર બને તો ચાન્સ લેવામાં શું વાંધો છે?’ શાંતનુએ મનોમન વિચાર્યું.

‘ઓકે, પણ તારે મારો વિશ્વાસ કરવો પડશે હું પુરતી કોશિશ કરીશ પણ જો વાત ન બને તો એવું ન માનતો કે ...’ શાંતનુ એ હસીને કહ્યું.

‘ઓક્કે ડન, થેંક્સ બડે ભાઇ અને હું કાયમ તમારી સાથે જ હોઇશ.’ અક્ષયે પોતાનો હાથ લંબો કર્યો અને શાંતનુએ તરત પકડી લીધો.

‘એમાં કહેવાનું ન હોય અક્ષય, યુ આર ઓલરેડી ટેકન ફોર ગ્રાન્ટેડ. ચલ હવે જઇશું નહી તો આ બધી મહેનત પર પાણી ફરી જશે.’ શાંતનુએ અક્ષયને આંખ મારતાં કહ્યું.

‘ઓહ શ્યોર સર, વ્હાય નોટ? બટ આફ્ટર યુ’ અક્ષયે કોફી શોપ તરફ એર ઇન્ડિયા નાં ‘મહારાજા’ ની જેમ ઝૂકીને ઇશારો કર્યો અને બન્ને હસતાં હસતાં કોફી શોપ તરફ વળ્યાં.

કોફી શોપમાં ઘૂસતાં જ એનાં જોરદાર ‘એ.સી’ ની ઠંડી હવા એ બન્ને ને તરબોળ કરી દીધાં. અંદર ઘૂસતાં જ બન્ને ની નજરો ‘પેલી’ ને શોધવા માંડી પણ શાંતનુ ની પહેલાં ‘ચકોર’ અક્ષયે એને શોધી કાઢી. એણે તરત જ શાંતનું નો ખભો દબાવ્યો કારણકે શાંતનુ વિરુદ્ધ દિશામાં ‘પેલી’ ને શોધી રહ્યો હતો એને એણે તરત જ અક્ષય સામે જોયું. અક્ષયે આંખોમાં ઇશારાથી એને ‘પેલી’ જે ટેબલ પર બેઠી હતી એ દેખાડ્યું અને વધુ કોઇ વાત કર્યા વગર બન્ને એની સામે જ પણ થોડેક દુર મુકેલાં એક ટેબલ પર બેસી ગયાં.

શાંતનુ આ બાબતે અક્ષય કરતાં ઓછો અનુભવી હતો એટલે એ એવી ખુરશીમાં બેસવા જતો હતો જ્યાં થી ‘પેલી’ એને સીધી રીતે જોઇ ન શકે પણ અક્ષયે તરત જ પરિસ્થિતિ સંભાળી લીધી અને શાંતનુ બેસે એ પહેલાં પોતે જ એ ખુરશી પર બેસી ગયો. શાંતનુએ થોડાં આશ્ચર્ય સાથે અક્ષય સામે જોયું. અક્ષયે બેસી જાવ એવો ઇશારો કર્યો. સામેની ખુરશી પર બેસતાં જ તેને ખ્યાલ આવી ગયો કે અક્ષયે કેમ પોતાને અહીં બેસાડવા મજબુર કર્યો કારણકે ‘પેલી’ નો ચહેરો હવે બિલકુલ એની સામે હતો. એ હજી પણ વારેવારે પોતાની લટ પોતાની પહેલી બે આંગળીઓ થી એનાં કાન પાછળ ધકેલી રહી હતી. અક્ષય આ બધા જ તાલ જોઇને મનોમન હસી રહ્યો હતો પણ એને શાંતનું નું મિશન પણ પૂરું કરવું હતું.

‘પેલી’ એની મિત્ર સાથે વાતોમાં એકદમ મગ્ન હતી અને એનું ટેબલ જોતાં શાંતનુ ને લાગ્યું કે હજી તેણે કાં તો કોફીનો ઓર્ડર આપ્યો ન હતો અને કાં તો એનો ઓર્ડર હજી સર્વ નહોતો થયો.

‘આપણે ઓર્ડર આપવો છે ? એમનેમ તો ક્યાં સુધી બેસીશું?’ શાંતનુએ અક્ષયને પૂછ્યું.

‘થોડીવાર રાહ જોઇએ ભાઇ, અહિયા એવું કશું નથી કે આવો એટલે તરત જ ઓર્ડર આપવો. ભીડ પણ નથી ઇક્કા દુક્કા લોકો જ છે એટલે આ લોકો ઓર્ડર આપવા ફોર્સ પણ નહીં કરે. એ લોકોનો ઓર્ડર આવવા દયો પછી આપણે આપીએ. પણ ત્યાં સુધી વાતો કરતાં રહો. ‘એને’ અને શોપ વાળાં ને એમ ન લાગવું જોઇએ કે આપણે અહીયા ખાલી ટાઇમપાસ કરવા કે કોઇ બીજાં કામ માટે આવ્યાં છીએ.’ અક્ષયે અનુભવ પ્રમાણે સલાહ આપી.

‘હમમ..વટવા નાં તારા ક્લાયન્ટ વિષે વાત કરીએ, ટાઇમ પણ પાસ થશે અને કોઇને ડાઉટ પણ નહી જાય, લાવ એની ફાઇલ આપ.’ શાંતનુ સાવ નિર્દોષતાથી બોલ્યો.

‘ધન્ય હો બડે ભૈય્યા, અહીં આવાં વાતાવરણમાં પણ તમને જમનાદાસ એન્ડ જેઠાલાલ સુજે છે? આપણે છોકરી પટાવવા આવ્યાં છીએ ક્લાયન્ટ્‌સ નહી!’ અક્ષય થોડો ગુસ્સે થયો.

‘ઓક્કે, ઓક્કે’ શાંતનુએ આંખ મારી. ત્યાં જ એનું ધ્યાન ‘પેલી’ નાં ટેબલ પર પડ્યું જોયું તો એ બેઠી નહોતી શાંતનુ ને શોક લાગ્યો પણ ધ્યાનથી જોયું તો ‘પેલી’ ની સાથે જે છોકરી આવી હતી એતો ત્યાં જ બેઠી હતી એટલે એને થોડી શાંતિ થઇ પણ તે ‘પેલી’ ને શોધવા આજુ બાજુ, અમદાવાદી ભાષામાં ‘ડાફોળિયાં’ મારવા લાગ્યો. ત્યાંજ એનું ધ્યાન કાઉન્ટર પર ગયું અને જોયું તો ‘પેલી’ કોફી શોપ નાં સર્વિસ બોય ને પૈસા આપી રહી હતી.

‘અક્ષય...અક્ષય...અક્ષય...ઓર્ડર...ત્યાં.’ શાંતનુ એ અક્ષયને આંખના ઇશારે દબાયેલાં સ્વરે પાછાં વાળીને જોવાનું કહ્યું. અક્ષયે પાછું વળી ને પેલો આખો સીન જોયો.

‘ઓક્કે તમે હવે ઓર્ડર આપવા જાવ...’ અક્ષયે શાંતનુ ને લગભગ હુકમ જ કર્યો.

‘હ..હહ... હું?’ શાંતનુ થોડો ગભરાયો.

‘અરે ખાઇ નહી જાય...જાવ, જલ્દી.’ અક્ષયે ફોર્સ કર્યો.

‘ઓક્કે!’ એમ કહેતાં જ શાંતનુ ઉભો થયો પણ જોયું તો કાઉન્ટર ખાલી હતું.

ત્યાં ઉભા ઉભા જ ‘પેલી’ નાં ટેબલ તરફ જોયું તો એ ફરીથી ત્યાં બેસી ગઇ હતી અને ફરીથી એની સાથે આવેલી બીજી છોકરી સાથે વાતે વળગી ગઇ હતી. એનો એ રૂપાળો ચેહરો શાંતનુ નાં શરીરનાં તમામ પૂર્જાઓ ઢીલાં કરી રહ્યો હતો. નિષ્ફળ ગયેલાં ખેલાડીની જેમ શાંતનું લગભગ પોતાની ખુરશીમાં ફસડાઇ પડ્યો.

‘કેમ શું થયું? જાવ!’ અક્ષયને હજી બદલાયેલા સીન ની ખબર ન હતી.

‘એ પોતાની સીટ પર આવી ગઇ છે.’ શાંતનુએ દબાયેલાં અવાજમાં

કહ્યું.

‘ઓહ ઓક્કે, કોઇ બાત નહી ફીર કભી સહી.’ અક્ષયે શાંતનુ ને સાંત્વના આપતાં કહ્યું.

પણ શાંતનુ ને એમ લાગ્યું કે પોતે એક બહુ મોટી તક ગુમાવી ચુક્યો છે અને ફાટફાટ થતાં ‘એ.સી’ માં પણ નર્વસનેસ ને કારણે એને થોડો પરસેવો થવાં માંડ્યો. પણ આજે ઘણું બધું પહેલીવાર બની રહ્યું હતું. આજે શાંતનુ પહેલીવાર કોઇ છોકરી ની પાછળ દોડ્યો હતો. આજે શાંતનુ ને પહેલીવાર કોઇ છોકરીએ આંખમાં આંખ પરોવીને વાત કરી હતી. આજે શાંતનુ પહેલીવાર અક્ષયનો હુકમ પણ વગર વિચારે માની રહ્યો હતો. શું આ ઉપરવાળા નો એ જ ‘ઇશારો’ છે જેની વાત અક્ષય હમણાં થોડી વાર પહેલાં જ કરી રહ્યો હતો?

કદાચ હા! કારણકે શાંતનુ ને અક્ષયની ‘ઇશારા’ વળી વાત માનવા પર મજબૂર કરે અને તેને વધુ નર્વસ બનાવે એવી પળ એની આજુબાજુ જ હતી.

‘હેય!’ શાંતનુ આ બધું વિચારી જ રહ્યો હતો ત્યાં એની સામેની બાજુ થી એક અવાજ આવ્યો અને જોયું તો ‘પેલી’ તેની સામે હાથ હલાવી તેને કઇક કહી રહી હતી.

શાંતનુ ને પોતાની આંખો પર વિશ્વાસ ન બેઠો. અક્ષય પણ પાછળવળીને આશ્ચર્ય ભરી નજરે આ બધું જોવા લાગ્યો કારણકે એની લાઇફમાં ઘણીવાર કોશિશો કરવા છતાં કોઇ છોકરીએ તેને હજી સુધી સામેથી બોલાવ્યો ન હતો. શાંતનુ તરત પોતાની ખુરશી પરથી ઉભો થયો અને એમ કરતાં જ એની લેપટોપ વાળી બેગ જે એનાં ખોળામાં હતી એ નીચે પડી. એ ખુરશી ખસેડીને થોડો આગળ વધ્યો ત્યાં જ એ બેગનો બેલ્ટ શાંતનુ નાં પગમાં ભરાઇ ગયો હવે શાંતનુ થી એક ડગલું પણ આગળ વધી શકાય એમ નહોતું.

‘વ્હાય ડોન્ટ યુ ગાયઝ જોઇન અસ?’ ‘પેલી’ એ ફરી હાથ હલાવતાં થોડું જોરથી કહ્યું.

‘શ્યોર, વ્હાય નોટ?’ શાંતનુ પહેલાં અક્ષયે જવાબ આપ્યો પણ એણે શાંતનુ ની પરિસ્થિતિ નો તાગ મેળવી લીધો.

‘વેઇટ અ મિનીટ.’ એમ કહી ને અક્ષય નીચે ઝૂક્યો અને શાંતનું નાં પગ માં થી બેગ નો ભરાયેલો બેલ્ટ કાઢી ને એને મુક્ત કર્યો. ટેબલ પર પડેલી પોતાની બેગ અને શાંતનુ ની બેગ એમ બન્ને બેગ એણે પોતાનાં ખભે મૂકી અને શાંતનુ ને આ વખતે મહારાજા ની જેમ નહી પણ અમસ્તો જ હાથ નો ઇશારો કરી ને આગળ વધવા કહ્યું.

‘પેલી’ અને એની સાથી જ્યાં બેઠાં હતાં એ એક્ચ્યુઅલી કોફી શોપ નો ખૂણો હતો અને એ ખૂણાને કવર કરવા એ લોકોએ એક અર્ધ ગોળાકાર સોફો મુક્યો હતો અને એની સામે એક ટેબલ અને એક ખુરશી મૂક્યાં હતાં. ‘પેલી’ આ સોફા પર બેઠી હતી અને એની સાથી સામે ખુરશીમાં બેઠી હતી જે પાછળ વળી ને શાંતનુ અને અક્ષયને નીરખી રહી હતી.

‘પ્લીઝ હેવ અ સીટ.’ ‘પેલી’ એ અતિ આકર્ષક સ્મિત સાથે શાંતનુ ને પોતાની તરફ સોફા પર બેસવાનો ઇશારો કરી ને આમંત્રણ આપ્યું અને અક્ષયને બીજી સાઇડ બેસવાનું કહ્યું. શાંતનુ પોતાનાં નસીબ નો આભાર માનતો રહ્યો. અત્યાર સુધી ફક્ત એક જ વાર વાત થઇ હતી. ‘પેલી’ નો અવાજ આમ સાવ નોર્મલ છોકરીઓ જેવો સાવ પાતળો નહોતો પણ તેમ છતાં કઇક અલગ અને મીઠો અથવા તો અંગ્રેજીમાં જેને ‘હસ્કી’ કહેવાય એવો જરૂર હતો.

‘સિરુ, આ મારી ઓફીસ ની સામે જ જોબ કરે છે. આજે સવારે જ મળ્યાં અમે લોકો. યુ નો, અમારે ત્યાં હજી પણ બધું બહુ મેસ્સી છે, યુ વોન્ટ બીલીવ અમારે હજી સુધી સ્ટેપલર જેવી મામુલી વસ્તુ નથી આવી બોલ! એટલે હું આમને ત્યાં સ્ટેપલર લેવા ગઇ હતી.’ પેલી એ શાંતનુ ની ઓળખાણ પોતાની મિત્ર સાથે કરાવી. જવાબમાં શાંતનુએ ‘સિરુ’ તરફ ફિક્કું હાસ્ય ફેંક્યું કારણકે હ્ય્દય તો ધબકારા કરી રહ્યું હતું...જોરદાર અવાજ સાથે.

‘ઓહ ઓકે.’ પેલી એ હસીને જવાબ દીધો અને અક્ષય નું ધ્યાન યંત્રવત એની તરફ વળ્યું.

‘હોપ અમે તમને ડીસ્ટર્બ નથી કરી રહ્યાં.’ શાંતનુએ વિવેક કર્યો હવે એ નોર્મલ થઇ રહ્યો હતો.

‘અરે નો નો, ગુડ કંપની ઇઝ ઓલ્વેઝ વેલકમ નહી સિરુ...? બાય ધ વે યુ આર મિસ્ટર...?’ ‘પેલી’ એ શાંતનુ નેે એનું નામ પૂછ્યું.

‘શાંતનુ...શાંતનુ બુચ, આ મારો કલીગ અને મિત્ર અક્ષય પરમાર અને તમે?’ શાંતનુ એ જે રીતે જવાબ આપ્યો જેમાં ‘પેલી’ નું નામ જાણવાની ઉત્કટતા ચોખ્ખી દેખાઇ આવતી હતી.

‘શી ઇઝ સિરતદીપ બાજવા મારી ખાસ ફ્રેન્ડ એન્ડ આઇ એમ અનુ...અનુશ્રી મહેતા!’ કહીને અનુ એ પોતાનો હાથ શાંતનુ તરફ લંબાવ્યો!

પ્રકરણ બે સમાપ્ત

ત્રણ

‘ઓહ ઓકે.’ શાંતનુએ સ્માઇલ સાથે જવાબ તો આપ્યો પણ અનુશ્રી નો હાથ એની સામે લંબાવેલો હતો એ તેનાં ધ્યાનમાં ન આવ્યું એ તો ફક્ત એનો ચુંબકીય ચહેરો જ જોઇ રહ્યો હતો.

લંબગોળ ચહેરો, મોટું કપાળ, લાંબુ નાક, બહુ પાતળા નહી પણ પ્રમાણસર હોઠ પણ અનુશ્રીના ચહેરાનાએસ.પી. હે યુ.તી એની મોટી મોટી આંખો. એ સાઇડમાં સેંથી પાડતી હોવાથી એનાં વાળની એક લટ વારેવારે એની આ મોટી મોટી આંખો સામે આવી જતી હતી અને બસ એજ લટ ને તે વારંવાર પોતાની બે આંગળીઓથી હટાવીને પોતાનાં કાન પાછળ ભરાવી દેતી. બસ એની આ જ ‘અદા’ એ શાંતનુ ને પાગલ બનાવી દીધો હતો, પણ અત્યારે એ પાગલપનમાં એ જરૂરી એટીકેટ પણ ભૂલી રહ્યો હતો.

એક છોકરીએ સામેથી પોતાનો હાથ એની સામે લંબાવ્યો હતો અને શાંતનું ને એનું ધ્યાન પણ ન હતું! પણ અક્ષયનું ધ્યાન જરૂર હતું, એણે ટેબલ નીચે થી પોતાનો પગ શાંતનુ નાં પગ સાથે અથડાવ્યો અને શાંતનુ નું ધ્યાન એની તરફ ગયું. અક્ષયે આંખોનાં ઇશારાથી એને અનુશ્રીનાા હાથ તરફ એનું ધ્યાન વાળ્યું. શાંતનુ ને તરતજ ખ્યાલ આવી ગયો અને એણે અનુશ્રી નો હાથ પકડી લીધો પણ એકદમ ઢીલોઢફ કારણકે એ હજી નર્વસ હતો. અત્યારે જો અનુશ્રી ની જગ્યાએ એનો કોઇ ક્લાયન્ટ હોત તો એણે એનો હાથ એકદમ ટાઇટ પકડ્યો હોત.

‘હું સમરસેટ ન્યુ લાઇફ ઇન્શ્યોરન્સ માં સિનીયર ઇન્શ્યોરન્સ અડવાઇઝર છું.’ શાંતનુ એ અનુશ્રી સામે જોઇને કહ્યું.

‘આઅને હું પણ.’ અક્ષયે ટાપશી પુરાવી પણ સિરતદીપ સામે જોઇને. સિરતદીપે એને કેઝયુલ સ્માઇલ આપ્યું.

‘ઓહ ઓક્કે, હું તમારી સામે નવયુગ માં એઝ અ કસ્ટમર કેર એક્ઝીક્યુટીવ્ઝ ટીમ લીડર તરીકે આજે જે જોઇન થઇ છું, ગઇકાલે ઇન્ટરવ્યુ હતો... આઇ થીંક તમને જ મેં પાર્કિંગમાં અડ્રેસ પૂછ્યું હતું રાઇટ?’ અનુશ્રી એકીશ્વાસે બોલી ગઇ.

‘હા..હા...હજી તમારું કામ શરુ નથી થયું લાગતું.’ શાંતનુ એ વાત બદલી નાખી કારણકે એને ભય હતો કે ક્યાંક અનુશ્રીને ગઇકાલ વાળી બીડીની વાત યાદ ન આવી જાય.

‘અરે હા એક્ચ્યુઅલી ગઇકાલે સારું મુરત હતું એટલે સરે ઓપનીંગ તો કરી દીધું પણ હજી ફર્નીચર નું થોડું ટચઅપ બાકી છે, પ્લસ તમને ખ્યાલ આવી ગયો હશે જ કે સ્ટેશનરી અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ પણ હજી નથી આવી એટલે સરે કીધું કે આજે બ્રેક લઇ લો કાલથી વર્ક શરુ કરીશું એટલે જ મેં સિરુ ને બોલાવી લીધી. એ અહી સ્વસ્તિક ચાર રસ્તા પાસે જ એક એડ એજન્સીમાં ઇન્ટરવ્યુ માટે આવી હતી એટલે આઇ થોટ કે અમે બન્ને સાથે જ ઘેરે જઇએ.’ અનુશ્રી એક શ્વાસે જ બોલી રહી હતી અને કદાચ એ આવી રીતે જ બોલતી હશે. ગમે તે હોય એનાં અવાજ અને એનાં ચહેરાથી શાંતનુ ઓલરેડી મંત્રમુગ્ધ થઇ ચુક્યો હતો.

‘સ્વસ્તિક ચાર રસ્તા કઇ જગ્યાએ?’ અક્ષયે સીધું જ સિરતદીપ ને પૂછી લીધું.

સિરતદીપ નાં લુક્સ ટીપીકલ પંજાબી સિક્ખ છોકરી જેવાં જ હતાં પણ હા એની ઉંચાઇ નોર્મલ સિક્ખ છોકરીઓ કરતાં ખુબ ઓછી હતી.

‘ગ્લેમ એડ માં.’ સિરતદીપ ને કદાચ અક્ષયની ઇન્કવાયરી ગમી નહી એટલે એણે ઉડાડી જવાબ આપ્યો.

‘કોણે જયેશભાઇ એ ઇન્ટરવ્યુ લીધો?’ અક્ષયે બાઉન્સર નાખ્યો અને સિરતદીપ ચોંકી ઉઠી.

‘હાઉ ડુ યુ નો હીમ? ડોન્ટ ટેલ મી કે તમે એમને ઓળખો છો?’

અચાનક સિરતદીપ નાં ચહેરાનાં હાવભાવ બદલાઇ ગયાં.

‘મારી બાજુમાં જ રહે છે, આઇ મીન મારાં નેબર છે’ અક્ષયે વિજેતાની અદાથી જવાબ આપ્યો.

‘સિરુ!!’ અનુશ્રી એકદમ આનંદમાં આવીને બોલી.

આ બાજુ શાંતનુ ને તો જાણે હવે અનુશ્રી ને જોવાનું લાઇસન્સ મળી ગયું હતું અને લગભગ અને સતત એની સામે જ જોઇ રહ્યો હતો.

‘ઓ વાઉ! તમે પ્લીઝ એમને મારી રેકમેન્ડેશન કરશો? પ્લીઇઇઇઝ આઇ બેડલી નીડ ધીસ જોબ.’ હવે સિરતદીપ અક્ષયનાં કંટ્રોલમાં હતી.

‘કેમ નહી? વ્હાય નોટ? એક મિનીટ.’ એમ કહી ને અક્ષયે પોતાનાં શર્ટ માંથી પોતાનો સેલફોન કાઢ્યો અને કોઇનો નંબર ડાયલ કરી ને ઊભો થયો અને દરવાજા તરફ ચાલવા લાગ્યો. શાંતનુ, અનુશ્રી અને સિરતદીપ ત્રણેય એકસાથે એની તરફ જોવા લાગ્યાં... બે-ત્રણ મિનીટ પછી અક્ષય તેમની પાસે આવ્યો.

‘મિસ સિરતદીપ બાજવા ને?’ અક્ષયે સિરતદીપ ને પૂછ્યું જો કે જયેશભાઇ સાથે બે-ત્રણ મિનીટ વાત કર્યા પછી એને સિરતદીપનાં નામની ખબર તો હતી જ પણ અજાણી કે જાણીતી છોકરી પાસે પોતાનો ‘માભો’ કેમ પાડવો એની કળા અક્ષયે બરોબરની આત્મસાત કરી હતી.

‘હા એક્ઝેક્ટલી.’ સિરતદીપે ઉત્સાહીત થઇ ને જવાબ આપ્યો. અક્ષય ફરી બારણા તરફ જઇ ને ફરીથી ફોન ઉપર વાતો કરવા લાગ્યો અને લગભગ અડધી મિનીટ પછી પાછો આવ્યો. એનાં મોઢાં પર વિજયી સ્મિત હતું અને સિરતદીપ અચાનક નર્વસ લાગવા લાગી હતી. શાંતનુ અને અનુશ્રી અક્ષય તરફ જોઇ રહ્યાં હતાં.

‘શું થયું?’ સિરતદીપે નર્વસનેસ માં જ અક્ષયને પૂછ્યું

‘તમારું કામ થઇ જશે મેડમ પણ તમે થોડું જતું કરો તો.’ અક્ષયે કીધું.

‘એટલે?’ સિરતદીપે તરત જ સવાલ કર્યો.

‘મિસ બાજવા મનેે બહુ તો ખબર નથી પણ જયેશભાઇ ની વાતો પરથી થોડોક ખ્યાલ છે કે ઇન્ડીયામાં ગ્લેમએડ નું કેટલું મોટું નામ છે. જો તમે તમારી એક્સ્પેકટેડ સેલરી માં થી ફક્ત ત્રણ-ચાર હજાર ઓછાં કરો તો કાલે તમે જ્યારે સવારે દસ વાગે જયેશભાઇ ને મળવા જશો ત્યારે તમારો અપોઇન્ટમેન્ટ લેટર તમને વિધીન પંદર મિનીટમાં મળી જશે.’ અક્ષય જે આત્મવિશ્વાસથી બોલી રહ્યો હતો એનાથી શાંતનુને હવે ડર લાગી રહ્યો હતો. ક્યાંક સિરતદીપ ને ઇમ્પ્રેસ કરવામાં એ એનો અને અનુશ્રીનો ‘કેસ’ બગાડી ન નાખે.

‘હમમ..ઓક્કે હું આજે વીચારી લઉં? સાંજે અનુ સાથે ડિસ્કસ કરી લઉં. હું ક્યારેય કોઇ નિર્ણય એને પૂછ્યા વીના નથી લેતી.’ સિરતદીપ થોડી અવઢવમાં લાગી.

‘ગ્રેટ હું પણ મોટાભાઇ ને પૂછીને જ ઇમ્પોર્ટન્ટ નિર્ણયો લઉં છું. તમે જ્યારે પણ કોઇ ડીસીઝન લ્યો ત્યારે જસ્ટ એક કોલ કરી દેજો આ લો મારું કાર્ડ.’ અક્ષયે પોતાનું બીઝનેસ કાર્ડ સિરતદીપ સામે ધરી દીધું. શાંતનુ સંપૂર્ણપણે બધવાઇ ચુક્યો હતો. એને ખ્યાલ નહોતો આવ્યો કે એનાં માટે એ અને અક્ષય અહીયા આવ્યાં હતાં અને અક્ષય અચાનક પોતાનું ‘સેટિંગ’ કરવા લાગ્યો હતો.

‘વાઉ, આઇ એમ ઇમ્પ્રેસ્ડ, યુ ગાયઝ આર જસ્ટ ફેન્ટાસ્ટિક!’ અનુશ્રી બોલી અને શાંતનુ ને હાશ થઇ, પણ પૂરી નહી એને તો હજી અક્ષય સાથે વાત કરવી હતી કે આ અચાનક જયેશભાઇ નામનું ‘પ્રાણી’ ક્યાંથી પ્રગટ થયું? હજી શાંતનુ આમ વિચારતો હતો ત્યાં જ બોય અનુશ્રી નો ઓર્ડર સર્વ કરવા લાગ્યો.

‘તમે લોકોે ઓર્ડર આપ્યો કે નહી?’ અનુશ્રીએ શાંતનુ સામે જોઇને પૂછ્યું.

‘હા હવે આપીશું.’ શાંતનુએ જવાબ આપ્યો.

આ બાજુ સિરતદીપ અને અક્ષય ની અલગથી કોઇ ચર્ચા શરુ થઇ ચુકી હતી એટલે શાંતનુ અને અનુશ્રી બન્ને એકબીજા સાથે ચર્ચા કરવા માટે ફ્રી હતાં. શાંતનુ તો અનુશ્રી ને મળી ને જ ધન્ય થઇ ગયો હતો અને અત્યારે એને ભૂખ તરસ જેવી કોઇ લાગણી થઇ રહી નહોતી પણ તેમ છતાં કેફે વાળાં ને એમ ન લાગે કે એ એને અક્ષય ટાઇમપાસ કરવા આવ્યાં હતાં અને ખાસ કરીને અનુશ્રી ને કોઇ શક ન જાય કે તેઓ એનો પીછો કરતાં અહિયાં આવ્યાં છે એની ખાત્રી તો એણે કરાવી પડે એમ હતી જ.

‘અક્ષય તું શું લઇશ?’ શાંતનુએ અક્ષય અને સિરતદીપ ની ચર્ચા રોકતાં પૂછ્યું.

‘અમમ..કેપુચીનો?’ અક્ષયે જોઇ લીધું હતું કે સિરતદીપે પણ કેપુચીનો જ મગાવી હતી એટલે આ બધી બાબતોમાં નિષ્ણાત અક્ષયે એ જ મંગાવી. જોકે એને એ કોફી ભાવે છે કે નહી એ ચર્ચા નો એક અલગ વિષય હતો.

‘ઓકે હું ફક્ત ફ્રેશ ઓરેન્જ લઇશ.’ શાંતનુએ પોતાની ચોઇસ કીધી અને ઓર્ડર આપવા ઉભો થયો.

‘વેઇટ ભાઇ, હું ઓર્ડર આપી આવું તમે બેસો.’ અક્ષય તરત ઉભો થયો. એણે શાંતનુ અને અનુશ્રી ને કોઇપણ હિસાબે છુટા પાડવા ન હતાં. અક્ષય ઓર્ડર આપવા ગયો.

‘શાંતનુ, તમે ક્યાં રહો છો?’ અનુશ્રીએ શાંતનુ ને પૂછ્યું. એનાં મોઢે એનાં અવાજમાં પોતાનું નામ પહેલીવાર સાંભળીને શાંતનુ ફરીથી ઢીલો પડી ગયો પણ જવાબ તો એણે આપવાનો જ હતો.

‘હું સેટેલાઇટ... રામદેવ નગર પાસે પેલી ‘આશ્રમ છાવણી’ સોસાયટી છે ને ત્યાં સાગર ટાવરમાં અને તમે?’ શાંતનુએ જવાબ દીધો અને સાથે સાથે અનુશ્રી ને એનું એડ્રેસ પણ પૂછી લીધું.

‘બોપલ ..સૂર્યસંજય હાઇટ્‌સ રો-હાઉસીઝ માં.’ અનુશ્રીએ જવાબ આપ્યો. શાંતનુ ચોંકી ગયો કારણકે ગઇકાલે એ અને અક્ષય આ રો-હાઉસીઝ ની સામે નાં બિલ્ડીંગ માં જ ગયાં હતાં.

‘અનુ આપણે જઇએ? મમ્મા ચિંતા કરતાં હશે’ અચાનક સિરતદીપ બોલી.

‘ઓહ હા આઇ થીંક વી શુડ મુવ નાઉ, શાંતનુ મારી મમ્મી મારી ચિંતા કરતી હશે મેં એને ક્યારનું ય કહી દીધું હતું કે હું અને સિરુ કલાકમાં ઘેરે આવીએ છીએ. સામસામે ઓફિસ છે એટલે હવે તો મળવાનું રહેશે જ?’ અનુશ્રી એ શાંતનુ સામે જોતાં જોતાં કીધું, શાંતનુ ને ના પડવાનો તો કોઇ સવાલ જ નહોતો.

‘શ્યોર, આપણે કાલે મળીએ.’ શાંતનુએ ‘કાલે’ શબ્દ પર ભાર મુક્યો એને હવે અનુશ્રીને રોજ મળવું હતું, કાયમ મળવું હતું.

‘અરે ક્યાં ચાલ્યાં?’ અક્ષય ઓર્ડર આપીને આવ્યો અને સિરતદીપ અને અનુશ્રી ને ઉભાં થયેલાં જોઇને પૂૂછ્યું.

‘અમારે ઘરે જવાનું મોડું થાય છે, હું તમને સાંજે ફોન કરું છું.’ સિરતદીપે સ્મિત સાથે જવાબ આપ્યો.

‘ઠીક છે પણ ૯ પહેલાં કરી દેજો પ્લીઝ, જ્યેશભાઇ રાઇટ ૧૦ વાગ્યે સુઇ જાય છે.’ અક્ષયે સિરતદીપને બાંધી લીધી.

‘શ્યોર બાય!’ સિરતદીપ અને અક્ષયે હાથ મેળવ્યાં આ જોઇને અનુશ્રી થી યંત્રવત શાંતનુ સામે પોતાનો હાથ લંબાવાઇ ગયો. આ વખતે શાંતનુ ગાફેલ ન હતો એણે તરત અનુશ્રી નો હાથ પકડ્યો અને આ વખતે મજબુત પકડ પણ દેખાડી.

‘આવજો!’ શાંતનુ એ સ્મિત સાથે જવાબ આપ્યો અનુશ્રી એ પણ વળતાં સ્મિત સાથે વિદાય લીધી. કાચની દીવાલો માં થી જ્યાં સુધી અનુશ્રી એની નજરો થી ઓજલ ન થઇ ત્યાં સુધી શાંતનુ એને જોતો જ રહ્યો. એ બન્ને એ કાફે ની બહાર જ ઉભેલી રીક્ષામાં બેસી ગયાં અને રીક્ષા ઉપડી ગઇ.

‘બેસો મોટાભાઇ જ્યુસ પીવો જ્યુસ.’ અક્ષય હસતાં બોલ્યો. એ ઓલરેડી સોફા પર બેસી ગયો હતો. શાંતનું પણ હસતાં હસતાં એની સામે બેસી ગયો. થોડીવારમાં અક્ષય એલોકોનો ઓર્ડર પણ લઇ આવ્યો.

શાંતનુનાં મન પર થી હજી અનુશ્રી નો ‘કેફ’ ઉતર્યો નહોતો એ મૂંગો હતો અને અક્ષય પણ જાણીજોઇને એને ડીસ્ટર્બ કરવા નહોતો માંગતો એને ખબર હતી કે પહેલીવાર જ્યારે ‘કોઇ કોઇ ને’ મળે ત્યારે તેની હાલત શું થાય. શાંતનુએ આવી અભાનાવસ્થા માં જ પોતાનાં જ્યુસ નો ગ્લાસ ઉપાડ્યો અને ધીમે ધીમે એમાંથી સીપ લેવા માંડ્યો અને સવારે જે રીતે તે લીફટ માટે અનુશ્રી પાછળ દોડ્યો હતો ત્યાર થી માંડી ને અનુશ્રી સાથે હમણાં જ થયેલી વાતો ને વાગોળવા લાગ્યો. અચાનક એનું એક બાબતે ધ્યાનભંગ થયું.

‘અરે આ જયેશભાઇ નો શું મામલો છે? તું ક્યાંક લોચાલાપસી તો નથી કરતો ને પેલી સરદારણ ને ઇમ્પ્રેસ કરવા માટે?’ શાંતનુ એ થોડાં ડર સાથે અક્ષયને પૂછ્યું.

‘ના ભાઇ આ વખતે મારો કેસ સેકન્ડરી છે તમારાં અને ભાભી નાં મિલન સુધી હું કોઇ જ ચાન્સ નહી લઉં. જયેશભાઇ ખરેખર મારાં પડોશી છે અને અમે એકબીજાનું ખુબ માન જાળવીએ છીએ. ડોન્ટ વરી, સિરુ..આઇ મીન સિરતદીપ ની નોકરી પાકી જ છે હા પેલો પગાર ઓછો કરવાની વાત એંક બંડલ હતું.’ અક્ષયે આંખ મારતાં કહ્યું.

‘બંડલ? એટલે?’ શાંતનુએ થોડાં ગભરાયેલાં અવાજે પૂછ્યું.

‘જુઓ મોટાભાઇ, મેં જ્યારે જયેશભાઇ ને ફોન કર્યો અને સિરતદીપ વિષે જાણ્યુ તો એમણે કહ્યું કે બહુ ઇન્ટેલીજન્ટ છોકરી છે અને એમનાં દરેક પેરામીટર માં એ એકદમ ફીટ બેસે છે અને એ સિલેક્ટેડ જ છે અને આવતીકાલે સવારે એને ફોન કરી ને બોલાવી લેશે.’ અક્ષય એક શ્વાસે બોલી રહ્યો હતો અને શાંતનુ એ જ સ્પીડ થી એને એકદમ ધ્યાનથી સાંભળી રહ્યો હતો.

‘પણ અહી મારે તમારો અને ભાભી નો પ્રેમ પણ સેટ કરવાનો છે એટલે ભાભી ની ફ્રેન્ડ સેટ એટલે ભાભી પણ સેટ એટલે મેં પણ કહાની માં થોડો ટિ્‌વસ્ટ આપી દીધો. આપણું ઇમ્પોર્ટન્સ પણ મેટર કરે છે બડે ભૈય્યા, એટલે મેં એને આ પગાર ઓછો કરવાની વાત કરી અને સાંજે ફોન કરવાનું કહ્યું. જ્યારે એ ફોન કરશે ત્યારે હું કહીશ કે મેં જયેશભાઇ સાથે વાત કરી લીધી છે અને તમને તમારી મનગમતી સેલરી જ મળશે. સિરતદીપ હેપી એટલે ભાભી પણ હેપી એટલે કાલે તમને થેન્ક્સ કહેવા ભાભી તમને ફરી જરૂર મળશે એટલે વન મોર મીટીંગ વાત પૂરી!’ અક્ષયે પોતાની વાત પૂરી કરી.

‘હમમ...પણ જયેશભાઇ? એ કાલે સિરતદીપને કહી દેશે તો?’ શાંતનુએ પોતાનો શક જાહેર કર્યો.

‘બંધુ જયેશભાઇ આપણી પાર્ટીમાં જ છે યાર, તમારાં મારાં જેવાં!! અને આજે રાત્રે હું ઘેરે જઇને એમને મળવાનો જ છું ને? સો ચીલ!’ અક્ષયે હાથ ઉંચો કરી ને શાંતનુ ને ગેરંટી આપી.

‘ઠીક છે પણ સંભાળી લેજે.’ શાંતનુએ અક્ષયને કીધું.

‘શ્યોર બ્રો! ભાભી સાથે શું વાત કરી જ્યારે હું ઓર્ડર આપવા ગયો હતો ત્યારે?’ અક્ષયે શાંતનુ શાંતનુ ની મશ્કરી નાં સ્વરમાં ઇન્કવાયરી શરુ કરી.

‘અરે આ શું ભાભી-ભાભી ચાલુ કર્યું તે? હજી આ તો ફર્સ્ટ મીટીંગ છે. મને તે પસંદ છે ઓકે પણ હજી તો ઘણી પરીક્ષાઓ પસાર કરવાની છે.’ શાંતનુ બોલ્યો.

‘મિસ્ટર શાંતનુ જ્વલંતરાય બુચ, સોરી તમારું નામ લેવા બદલ, પણ હું અક્ષય વેલજીભાઇ પરમાર તમને તમારાં ઓરેજ જ્યુસ અને મિસ અનુશ્રી મહેતા દ્ધારા ખાલી કરાયેલા આ કોફીનાં આ ગ્લાસ નાં સમ ખાઇ ને કહું છું કે તમને બન્ને ને કોઇપણ ભોગે પતિ-પત્ની બનાવી ને જ રહીશ.’ અક્ષયે ફિલ્મી અદા માં ઘોષણા કરી. જવાબમાં શાંતનુ ફક્ત હસ્યો.

‘ભાઇ હું સીરીયસ છું. તમને ભલે એમ લાગે કે હું સિરતદીપ સાથે મારું સેટિંગ કરતો હતો પણ મારી નજર તમારી બન્ને ઉપર જ હતી અને યુ નો સમથીંગ? તમારી બન્ને ની જોડી ખુબ જામશે!’ અક્ષયે શાંતનુ સામે ‘થમ્સઅપ’ની સાઇન કરી.

‘હમમમ...ખાસ કાઇ નહી બસ ક્યા રહીએ છીએ એ ઇન્ફો જ શેર કરી, એ બોપલ માં રહે છે રવિ ઓસવાલ ની ઓફિસ ની એકદમ સામે નાં રો-હાઇસીગ માં.’ શાંતનુ નાં અવાજમાં આનંદ સમાતો ન હતો.

‘યુ મીન પેલાં સૂર્ય સંજય રો હાઉસ માં ? વાઉ ધેટ્‌સ ગ્રેટ હવે આપણે ત્યાં જવાનું બહાનું મળ્યું નહી ? અક્ષય એકદમ એક્સાઇટ થઇ ગયો.

‘પણ કામનાં દિવસોએ તો એ અહીંજ આપણી સામે જ હશે તો ત્યાં જઇ ને શું ફાયદો?’ શાંતનુએ અક્ષય નો ઉત્સાહ ઠંડો પાડતાં કહ્યું.

‘હા યાર! પણ કોઇવાર તો આપણે જઇ શકીએ ને સન્ડે? કે કોઇ રજાનાં દિવસે? અક્ષયે ઓપ્શન આપ્યો.

‘હવે ખયાલી પુલાવ પકવવાના બંધ કરો સાહેબશ્રી અને વટવા નું વિચારો.’ શાંતનુ એ અક્ષયને એનું કામ યાદ અપાવ્યું.

અક્ષય કમને ઉભો થયો. શાંતનુ અને અક્ષયે પોતાની બેગ્ઝ લીધી અને કોફી શોપ ની બહાર આવ્યાં. જવાનું મન તો શાંતનુનું પણ નહોતું કારણ કે જે જગ્યાએ અનુશ્રીને પહેલીવાર મળ્યો અને એની સાથે તો થોડી વાતો કરી એની સાથે લગભગ અડધા કલાકથી વધુ સમય ગાળવા મળ્યો એ જગ્યા છોડીને એમ એમ જવાય? એને અહીં જ રહેવું હતું અનુશ્રી ની યાદો વાગોળવી હતી. પણ નોકરી સાથે એમ નિર્દયતા કરાય? એટલે એણે પોતાનાં પગ તો ઉપડ્યા જ પણ સાથે સાથે અક્ષયનું ધ્યાન પણ પોતાની વાતોથી કામ ઉપર વાળ્યું. એ બન્ને બપોરનાં સમયે વટવા પહોંચ્યા અને પોતાના કામે વળગ્યાં. શાંતનુ અક્ષય માટે પણ એટલી જ મહેનત કરતો જેટલી એ પોતાનાં માટે કરતો. એવું નહોતું કે એ અક્ષયનાં દરેક સંભવીત ક્લાયન્ટ્‌સ પાસે અક્ષયને બદલે પોતે જ બોલતો પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એ જરૂર બોલતો ખાસ કરીને જ્યારે કોઇ મોટા ક્લાયન્ટ ને ‘ક્લોઝ’ કરવાનો હોય. આજે એ બંને ખુબ ખુશ હતાં. અક્ષયનો ટાર્ગેટ પણ લગભગ પુરો થઇ ચુક્યો હતો.

જતી વખતે રસ્તામાં શાંતનુએ મણિનગરમાં પોતાનાં પણ એક સંભવિત ક્લાયન્ટ ને મળી પોતાનો ટાર્ગેટ પૂરો કરી દીધો હતો એટલે હવે એ આખો મહિનો પોતાની મરજી મુજબ ગમેતે કરી શકે તેમ હતો. આજે કામ પતાવતાં પતાવતાં જ સાંજ પડી ગઇ અને લગભગ ૬ વાગ્યે જશોદાનગર ચાર રસ્તે જ્યારે શાંતનુ અને અક્ષય અડધી-અડધી ચા પીતાં હતાં ત્યારે જ અક્ષયનાં મોબાઇલ પર એક અજાણ્યો નંબર ઝબક્યો.

‘મોટાભાઇ, ભાભી તરફ તમારું એક ઔર કદમ વધારવા માટે તૈયાર રહો.’ અક્ષય હસતાં હસતાં બોલ્યો.

‘એટલે?’ શાંતનુ ચા ની ચૂસકી લેતાં બોલ્યો

‘સિરતદીપ.’ અક્ષય ફક્ત એટલું જ બોલ્યો અને પોતાનાં હોઠ ઉપર આંંગળી મૂકી શાંતનુ ને ચુપ રહેવાની નિશાની દેખાડી અને કોલ રીસીવ કર્યો.

‘હેલ્લો?’ જાણે કશું જાણતો જ ન હોય એમ બોલ્યો.

‘ઓહ હા હાઇ! કેમ છો?’ અક્ષયે શાંતનુ સામે જોઇ ને થમ્સઅપ ની સાઇન કરી અને ફરી વાત કરવા લાગ્યો.

‘હા, વાઉ ધેટ્‌સ ગ્રેટ, પણ તમારે હવે એ ચિંતા કરવાની જરૂર નથી, હમણાં જ મેં જયેશભાઇ સાથે તમારી સેલેરી માટે વાત કરી અને એમને રીક્વેસ્ટ કરી અને યુ નો વ્હોટ ? એ માની ગયાં. કાલે તમે ૧૦ વાગ્યે શાર્પ એમની ઓફિસે પહોંચી જ્જો.’ અક્ષયે એક જ શ્વાસે બધી વાત કરી દીધી.

સામે સિરતદીપ પણ ઇમ્પ્રેસ થઇ ગઇ હોય એવું શાંતનુને અક્ષય નાં ચહેરા પરથી લાગ્યું. અક્ષયે બીજી બે-ત્રણ મિનીટ સિરતદીપ સાથે વાત કરી અને બે વાર અનુશ્રી નું નામ લીધું. શાંતનુ ને હવે ચટપટી થવા લાગી. અંતે અક્ષયે કોલ પતાવ્યો.

‘અનુ ની શું વાત કરી?’ ફોન કપાતાં જ શાંતનુ એ પહેલો સવાલ કર્યો.

‘ઓહો અડધા કલાકની મહેફિલ અને અનુશ્રી માં થી સીધી અનુઉઉઉ? સહી જા રહે હો બડે ભાઇ!’ અક્ષયે શાંતનુ ને આંખ મારી.

‘અરે યાર એમ જ નીકળી ગયું, શું વાત થઇ એનાં વિષે બોલ ને યાર?’ શાંતનુ થી હવે રહેવાતું ન હતું.

‘બીગ બ્રો! એ બન્ને આપણા થી ઇમ્પ્રેસ છે, આઇ મીન ફર્સ્ટ ઇમ્પ્રેશન અને હવે એ આપણાંમા બન્ને ઉપર છે કે આપણે આ ઇમ્પ્રેશન ને કેવી રીતે મિત્રતા માં કન્વર્ટ કરીએ’ અક્ષયે એક જ્ઞાની ‘લવગુરુ’ ની અદામાં શાંતનુ ને જવાબ આપ્યો.

‘એટલે?’ શાંતનુ હજી પણ કન્ફ્યુઝ હતો

‘એટલે એમ કે સિરતદીપ નાં કહેવા મુજબ એ અને અનુભાભી કાફે થી જ્યારે ઘરે રીક્ષામાં ગયાં ત્યારે લગભગ આખે રસ્તે આપણા બન્ને ની જ વાતો કરી અને એ લોકોનાં કન્કલ્યુઝન પ્રમાણે આપણા જેવાં ઠરેલાં અને મેચ્યોર મેલ્સ આજકાલ બહુ ઓછાં મળે છે અને વળી આપણે હેલ્પફુલ પણ છીએ!’ અક્ષય પોતાની આગવી સ્ટાઇલ માં શાંતનુુ ને કહી રહ્યો હતો અને શાંતનુ નાં દિલની ધડકનો વધી રહી હતી અને એનાં રોમેરોમમાં આનંદ છવાઇ રહ્યો હતો.

‘હમમ..તો હવે?’ શાંતનુ થી અમસ્તો જ સવાલ પુછાઇ ગયો.

‘હવે? શું હવે?’ અક્ષયે વળતો સવાલ કર્યો.

‘એટલે એમ કે આજનું તો પતી ગયું. એ ઇમ્પ્રેસ પણ થઇ ગયાં પણ કાલ નું શું?’ શાંતનુ જાણે કે અક્ષયનો વિદ્યાર્થી હોય એમ એને પૂછવા લાગ્યો.

‘જુઓ શાંતનુ’દા હવે આપણે બહુ ઉતાવળ નથી કરવાની જે હશે તે હવે સામે વળી પાર્ટી કરશે. ઇમ્પ્રેશન જમાવવી અઘરી છે જે આપણે ઉપરવાળાની કૃપાથી બહુ સારી રીતે જમાવી ચુક્યા છીએ એટલે હવે ડેસ્પરેશન આપણું કામ બગાડી શકે છે.’ અક્ષયે ફરીથી એક વિદ્ધાન ‘લવગુરુ’ ની અદા દેખાડી.

‘હમમ..રાઇટ અને એને ક્યા ખબર છે કે આપણો મોટીવ શું છે?’ શાંતનુ બોલ્યો

‘એકઝેક્ટલી. એટલે એ બન્ને ને અથવા તો એ બન્ને માંથી કોઇ એકને હવે સામે થી આપણો કોન્ટેક્ટ કરવા દો. એક-બે દિવસ જવા દો નહીંતો પછી આપણે કોન્ટેક્ટ કરીશું. જો સિરતદીપ તો કાલે મને કૉલ કરશે જ જ્યારે એને અપોઇન્ટમેન્ટ લેટર મળશે એટલે એને અને ભાભીને ફરી કેમ મળવું એ હું પાર્ટી નાં બહાને ગોઠવી લઇશ. વળી ભાભી તમારાંથી ક્યાં દુર છે? સામે જ તો છે!’ ‘અક્ષયવાણી’ ચાલુ રહી.

‘એ તો હું સમજી ગયો પણ આ અચાનક આપણે આપણે શું છે? તું ક્યારથી આમાં આવ્યો? તું તો મારું સેટિંગ કરવાનો હતો ને?’ શાંતનુએ અક્ષયની ફીરકી લેવાની ચાલુ કરી.

‘હા પણ મને ક્યાં ખબર હતી કે ભાભી સાથે સિરુ પણ આટલી સ્માર્ટ નીકળશે?’ અક્ષયે આંખ મારતાં જવાબ આપ્યો.

‘જો મિસ્ટર ‘લવગુરુ’ હું સ્વાર્થી નથી પણ એ છોકરી સાથે જરા સંભલ કે. જેમ બપોરે તે મને કીધું હતું એમ હું તને અત્યારે કહી રહ્યો છું કે જો તું સીરીયસ હોય તો જ આગળ વધજે.’ શાંતનુ એ ચેતવણીના સ્વરમાં અક્ષયને કહ્યું.

‘બસ ને મોટાભાઇ? નાના ભાઇ ની કિંમત કરી લીધી ને? સીરીયસલી, આઇ એમ ઇમ્પ્રેસ્ડ વીથ હર પણ હું બહુ ફોર્સ નહી કરું. મને ખબર છે એ ભાભી ની ખાસ દોસ્ત છે એટલે જો હું...” અક્ષય બોલ્યો.

‘એમ નથી અક્ષુ, કોઇપણ છોકરી જો ગમી જાય તો સીરીયસલી એની સાથે આગળ વધવું જોઇએ. હું તારા જેવો અનુભવી નથી પણ બે દિવસની અનુ પ્રત્યેની મારી ફીલિંગ્સ થી હું આવું વિચારી રહ્યો છું. જો તને એ ખરેખર ગમતી હોય તો જ એની સાથે આગળ વધજે, એટલે નહી કે એ અનુ ની દોસ્ત છે પણ એટલે કે એ એક છોકરી છે.’ અક્ષય આગળ કાઇ બોલે એ પહેલાં જ શાંતનુ એ એની વાત કાપી લીધી.

‘ડોન્ટ વરી બ્રો, મને એ પહેલી નજરમાં ગમી છે પણ હું ધીરે ધીરે આગળ વધવા માંગુ છુું. હું પણ હવે થાક્યો છું ફલર્ટ કરી કરી ને. લેટ્‌સ સી...’ અક્ષયની વાત માં ઘણાં વખતે સચ્ચાઇ દેખાઇ જે શાંતનુ ને ખુબ ગમ્યું.

બન્ને પોતાની વાત અને ચા ખતમ કરીને શાંતનુનાં ઘર તરફ ઉપડ્યા. શાંતનુએ અક્ષયને એનાં ઘેરે છોડ્યો અને પોતાને ઘેરે આવ્યો. મનમાં એ વિચારી રહ્યો હતો કે શું આજે તેનાં અત્યારસુધી નો આ સહુથી શ્રેષ્ઠ દિવસ હતો? કદાચ હા. કારણ કે અચાનક એ અનુશ્રીનાં કિસ્સામાં ફક્ત એક જ દિવસમાં આટલો આગળ વધી જશે એની એને કલ્પના જ ન હતી. હજી ગઇકાલ સુધી એણે જેને જોઇ પણ નહતી અને જ્યારે જોઇ ત્યારે એની પાછળ પાગલ થઇ ને દોડ્યો એ છોકરીનું નામ જાણવા એ કેટલો મરણીયો બન્યો હતો એ આમ અચાનક એનું નામ તો કહી દે પણ એનાંથી ઇમ્પ્રેસ પણ થઇ જાય? અનબીલીવેબલ! શાંતનુ જ્યારે આમ વિચારી રહ્યો હતો ત્યાં જ એનાં ઘરનું બારણું આવી ગયું અને એણે ડોરબેલ વગાડી. જ્વલંતભાઇ એ હસતાં મોઢે બારણું ખોલી ને એમનાં જ અંદાજમાં શાંતનુને આવકાર આપ્યો.

‘અરે આવો આવો શાંતનુભાઇ, આજે તો તમને બહુ વાર થઇ? ઘડિયાળમાં જ્યારે જોયા સાડાસાત ત્યારે જ મને થયું કે ચાલો કરું તમારી સાથે ફોન પર વાત.’ જ્વલંતભાઇએ પ્રાસાનુપ્રાસ શરુ કર્યા.

‘કામે ગયો હતો વટવા અને એટલેજ ઘેરે આવવાના કલાકો થયા વધવા’ શાંતનુએ મહામહેનતે પ્રાસ બેસાડ્યો.

જ્વલંતભાઇ શાંતનુ નાં પિતા કરતાં દોસ્ત વધુ હતાં લગભગ અક્ષય ની જેમ જ એટલે એમને શાંતનુના ચહેરા પર ની ખુશી સ્પષ્ટ દેખાતી હતી પણ એને એ બાબતે કશું જ પૂછવાનું એમને યોગ્ય ન લાગ્યું. શાંતનુ પણ આખા દિવસનો થાકેલો હતો એટલે એ શુઝ ઉતારી ને સીધો બાથરૂમ માં ન્હાવા જતો રહ્યો. ન્હાઇ અને ફ્રેશ થઇ ને એણે ટીવી ની ચેનલો બદલતાં બદલતાં જ્વલંતભાઇને પ્રાસાનુપ્રાસ માં નહી પણ સાદી રીતે આખા દિવસનો ચીતાર આપ્યો જો કે એમાં અનુશ્રી ને લગતી કોઇ જ વાત નહતી.

‘અક્ષય મહારાજ ઘણાં દિવસથી ઘેરે નથી આવ્યાં શાંતનુ એણે પૂછો તો કે અંકલ થી કોઇ ભૂલ-બુલ થઇ છે કે શું?’ જ્વલંતભાઇએ શાંતનુને પૂછ્યું.

‘તમે જ કૉલ કરો ને પપ્પા.’ શાંતનુ એ પોતાનો સેલફોન લંબાવતાં કહ્યું.

‘આજે નહી કાલે કરીશ એને સરપ્રાઇઝ આપીશ, એને તમે કહેતાં નહી.’ જ્વલંતભાઇ બોલ્યાં.

‘શ્યોર.’ શાંતનુ એ હસી ને જવાબ આપ્યો.

રાતનું ભોજન લઇને બન્ને ફરીથી ટીવી જોવા બેઠાં અને રોજ ની જેમ રાત્રે સાડાદસે ‘ગુડ નાઇટ’ કહીને એક બીજાનાં રૂમમાં સુવા જતાં રહ્યાં. રૂમમાં ધ્રૂસતા જ શાંતનુ ની નજરની સામે ફરીથી અનુશ્રી છવાવા લાગી અને એની સાથે કરેલી વાતો. એની વાતો કરવાથી સ્ટાઇલ, એની જુદી જુદી અદાઓને એ વાગોળવા લાગ્યો. એનાં ચહેરા પર એક સ્મિત છવાઇ ગયું. શાંતનુ એ એલાર્મ ચેન્જ કરવા પોતાનો ફોન ઉપાડ્યો કારણકે આવતીકાલે એને ઓફિસ જવાની કોઇ જ ઉતાવળ નહોતી. જે કામ કરવાનું હતું એ અક્ષયે કરવાનું હતું એટલે એણે પહેલાં તો એનો એલાર્મ સાત માંથી સાડાસાત કરી નાખ્યો પણ એને અચાનક યાદ આવ્યું કે આજે એ ઓફિસે વહેલો ગયો હતો અને અનુશ્રી એને લગભગ પોણા નવ વાગે એની ઓફિસનાં બિલ્ડીંગ ની નીચે મળી હતી.

‘એનો મતલબ એમ કે અનુશ્રી કદાચ રોજ આ ટાઇમે જ આવશે એટલે કાલે પણ એમ જ... અને હવે તો ઓળખાણ પણ થઇ ગઇ છે એટલે પાર્કીંગ થી લઇ ને, લિફ્ટમાં અને પેસેજમાં છેક ઓફિસ પહોંચું ત્યાં સુધી એની સાથે વાત થશે...રાઇટ!’ શાંતનુએ મનોમન વિચારી લીધું અને એલાર્મ ફરીથી સવારે સાત ઉપર સેટ કરી દીધો. ઓશીકે માથું તો મુક્યું પણ આજે એમ ઊંઘ ક્યા આવવાની હતી. એટલે એણે ક્યારેક ડાબે તો ક્યારેક જમણે તો પછી ક્યારે ઊંધા પડખે ફરી ફરી ને માંડ માંડ ઊંઘ લાવવાની કોશીશો કરી. છેવટે મધરાત નજીક આવતાં આવતાં એની આંખ લાગી ગઇ.

આજે ફરીવાર સાતનાં ટકોરે ઉઠેલા શાંતનુ ને જોઇને જ્વલંતભાઇ ને નવાઇ તો લાગી પણ મનોમન વિચારી લીધું કે કામ હશે. ગઇકાલ ની જેમ જ શાંતનુ ફટાફટ તૈયાર થઇ ને બ્રેકફાસ્ટ કરવા ટેબલ પર આવી ગયો. જ્વલંતભાઇ પાસે એનાં માટે સરપ્રાઇઝ હતું. આજે એમણે શાંતનુ માટે ટોસ્ટર માં સેન્ડવીચ બનાવી હતી.

‘વાઉ મસ્ત મસ્ત પપ્પા.’ શાંતનુ ખુબ રાજી થઇ ગયો. બસ એનો આ જ રાજીપો જ્વલંતભાઇને શેર લોહી ચડાવતો. એ મરકી ઉઠ્યા.

નાસ્તો પતાવી ને શાંતનુ છાપું વાંચવા માંડ્યો એક પાનું ફેરવતાં શાંતનુ નું ધ્યાન ઘડિયાળ પર ગયુ અને આઠ ને વીસ જોઇને શાંતનુ ને અનુશ્રી દેખાવા માંડી અને છાપાનો લગભગ ડૂચો કરી ને એ પોતાનાં શુઝ લઇ આવ્યો અને પહેરતાં પહેરતાં જ બોલ્યો...

‘પપ્પા, હું જાઉં છું, બાય.’ શાંતનુ ની ઉતાવળ જોઇને જ્વલંતભાઇને થોડી ફિકર થઇ.

‘ધ્યાન રાખજો, બહુ કામ છે?’ જ્વલંતભાઇએ દરવાજા તરફ દોડતા શાંતનુને પૂછ્યું.

‘હા બોમ્બે થી સર આવે છે, વહેલુ પહોંચવાનું છે.’ શાંતનુ દોડતા દોડતા દાદરા ઉતરવા માંડ્યો.

‘અરે સંભાળજો.’ ચિંતાતુર જ્વલંતભાઇ બોલ્યાં.

જ્વલંતભાઇએ શાંતનુ ને પહેલાં તો આવો અધીરો-ઉતાવળો ક્યારેય જોયો ન હતો. એમને ક્યાં ખબર હતી કે એ પહેલાં એમનો પુત્ર કોઇ છોકરીની પાછળ પણ પહેલાં ક્યા દોડ્યો હતો? બાઇક ને કીક મારીને લગભગ પંદરેક મીનીટમાં એની ઓફિસનાં બિલ્ડીંગ નાં પાર્કિંગ માં પહોંચીને પોતાની રોજની જગ્યા એ પોતાનું બાઇક પાર્ક કરી દીધું. માતાદીન તો જાણે કે એની રાહ જ જોઇ રહ્યો હતો.

‘કા હો સાંતનું બબુઆ? આજકલ બડી જલ્દી જલ્દી ઓફિસવા આ રહે હો? કૌનો બડા કામ મીલ ગવા હૈ કા?’ શાંતનુ એને ચા અને બીડી પીવડાવશે જ એમ માની ને એ મેઇન ગેઇટ તરફ આગળ વધવા લાગ્યો પણ શાંતનુ નો કોઇ બીજો જ પ્લાન હતો. એને આજે ચા ની કીટલી પાસે ઉભું રહેવું ન હતું. અનુશ્રીને ફીલ કરાવવું હતું પણ હજી તો ફક્ત આઠ ને ચાળીસ થઇ હતી. જો એ કાલનાં સમયે આવે તો પણ હજી દસેક મિનિટ ની વાર હતી.

‘ચલો માતાદીન ચાય ઔર બીડી પીલાતા હું આજ મેરી ચાય પીને કી ઇચ્છા કુછ કમ હૈ ?’ શાંતનુ એ માતાદીન ને કહ્યું, એને લાગ્યું કે હજી દસેક મિનિટ્‌સ ની જો રાહ જોવાની હોય તો એ માતાદીન ને ચા અને બીડીનું બંડલ અપાવી ને ફરીથી પાર્કિંગ નાં કોઇક ખૂણે છુપાઇ જશે અને અનુશ્રીની રાહ જોશે.

‘કા બબુઆ આપ ચાય નહી પીઓગે તો હમે અચ્છા નાહી લગેગા.’ માતાદીને વિવેક કર્યો.

‘અરે ઐસા નહી હૈ મુજે ઝરા ઝરૂરી કામ હૈ.’ શાંતનુ એ એઝ યુઝવલ ચા વાળાને અને પછી પાન નાં ગલ્લાવાળાને પૈસા ચૂકવ્યા. રોજ નો ક્રમ હોવાથી એલોકો એ પણ તરત જ માતાદીન ને ચા અને બીડીનું બંડલ ધરી દીધું. શાંતનુ માતાદીન ને છોડી ને યોગ્ય જગ્યા શોધવા લાગ્યો. ઘડિયાળમાં ઓલરેડી આઠ ને પચાસ થઇ હતી.

શાંતનુએ બિલ્ડીંગની ડાબી બાજુ જ્યાં બિલ્ડીંગ નું ટ્રાન્સફોર્મર હતું એનાં ખચકામાં સલામત જગ્યા શોધી લીધી. અહીંથી તે બિલ્ડીંગ નું એન્ટ્રન્સ સીધું જોઇ શકતો હતો અને એનાં પર કોઇનું ધ્યાન પડે એવું પણ ન હતું. શાંતનુ થોડો આકુળવ્યાકુળ થઇ રહ્યો હતો..થોડો નહી જરૂર કરતાં પણ વધુ. ઘડિયાળ હવે આઠ ને પંચાવન દેખાડી રહી હતી અને અનુશ્રી નાં આવવાનાં કોઇ જ ઠેકાણાં ન હતાં. શાંતનુ ને ફરીથી મોં-માથાં વિચારો આવવા માંડ્યા. એણે તો એટલી હદે વિચારી લીધું કે અનુશ્રીએ રાજીનામું આપી દીધું હશે અને આજે એ નહી આવે. એનું આવું માનવું કદાચ યોગ્ય હતું કારણકે હવે તો નવ વાગી રહ્યાં હતાં. કાલેતો અનુશ્રી આઠ ને પચાસે જ આવી હતી તો આજે કેમ??

‘અરે સાંતનુ બાબા? ઉપર નાહી ગયે કા? ઇધર કૌનો છુપ્પમ છુપાઇ ખેલ રહે હો કા? માતાદીને શાંતનુ ને ચીડવ્યો.

‘નહી નહી વો એક ફોન કરના થા ઇમ્પોર્ટન્ટ, પર લીફ્ટમેં નેટવર્ક નહી આ રહા થા તો ઇધર આ ગયા અબ ઉસકે ફોન કી રાહ દેખ રહા હું.’ શાંતનુએ માતાદીન થી પીછો છોડાવવા મનમાં આવ્યો એ જવાબ આપ્યો.

‘ઠીક હૈ ઠીક હૈ.’ માતાદીને પણ વધુ પુછપરછ ન કરી કારણે અત્યારે એનો રાઉન્ડ મારવા નો સમય હતો. એ ફરી થી પોતાનાં કાયમના સ્થળે જવા ફર્યો અને હજી થોડાંક ડગલાં ભર્યા હશે ત્યાં વળી શાંતનુ તરફ પાછો આવ્યો.

શાંતનુ ને ન ગમ્યું પણ એની પાસે માતાદીન ને નારાજ કરવાનું ન તો કોઇ કારણ હતું કે ન તો એને અવોઇડ કરવાનું એટલે એણે પોતાની એક નજર એન્ટ્રન્સ પર જ રાખી અને ખોટે ખોટો કોઇને કૉલ કરવા માંગતો હોય એવી એક્ટિંગ કરવા લાગ્યો. ફક્ત ચોવીસ કલાકમાં કેટલો બદલાઇ ગયો હતો શાંતનુ?

‘અરે સાંતનુ બાબા, ઉ કલ આપ હમસે પૂછત રહે ના મૈડમ કે બારે મેં? જો પરસો આઇ થી? અરે ઉ તો આપ કે સામને પાંચસો તીન મૈ હી નોકરી માં લગી હૈ.’ માતાદીને એટમ બોમ્બ ફોડ્યો અને શાંતનુ અવાક રહી ગયો!

‘ક્યા?’ શાંતનુ ફરી થી બધવાઇ ને બોલ્યો...

‘હા વો આજ સુબો આઠ બજે હી આ ગઈ થી ઔર હમસે પૂછને લગી કે પાર્કિંગ મેં કોઈ સેફ જગા બતાઓ તાકી ઉનકી સ્કુટી કો કુછ નાં હો. અબ તો ઈ રોજ કી બાત હો ગઈ ના ?’ માતાદીન એની વાત જણાવી રહ્યો હતો.

‘ફીર?’ શાંતનુથી રહેવાયું નહી.

‘ફીર આપસે પૂછે બગૈર આપકે પાર્કિંગવા કે બગલવાલી જગા દેદી. ઉકા નામ અનુસ્રી મૈડમ હૈ, હમકો સૌ રૂપિયા ભી દીયા. હમ બોલે આપ ફિકર ના કરો આપકે સ્કુટી કી જિમ્મેદારી અબ હમાર હૈ. સાંતનુ બાબા આપકો કોઇ હર્જા નહી ના હૈ અગર આપકી બાઇક કે બગલ મૈ સ્કુટી રહે તો? આપ તો પુરા દિન બહાર રહેતે હૈ ઔર ઉનકો છ બજે તક આફિસ મેં હી રહના હૈ અગર આપ કો તકલીફ હોગી તો હમ હૈ ના? અડજેસ્ટ કર લેંગે.’ માતાદીન વગર રોકાયે બોલી રહ્યો હતો.

શાંતનુનાં મગજમાં માંડ માંડ બત્તી થઇ. એ નકામો અનુશ્રી ની રાહ જોઇ રહ્યો હતો. એ તો ઓલરેડી આઠ વાગ્યા ની એની ઓફિસમાં આવી ચુકી હતી. એને નવાઇ લાગી કે આટલી વહેલી? પણ એની સ્કુટી પોતાનાં બાઇક ની બાાજુમાં જ? આ વાત એને ખુબ ગમી ગઇ. માતાદીન હજી એનાં જવાબ ની રાહ જોઇ રહ્યો હતો અને શાંતનુનું ધ્યાન એ તરફ ગયું.’

‘અરે માતાદીન ભૈય્યા ઇસ મૈ ક્યા બાત હૈ? કિસીકે કામ આના તો અચ્છી બાત હૈ ના? ઔર આપ જીસ તરહ મેરી બાઇક કા ખયાલ રખતે હો વૈસે હી ઉનકી સ્કુટી કા ભી રખના ઠીક હૈ?’ શાંતનુ બોલ્યો અને માતાદીન નાં ખભે હાથ મૂકી સ્મિત આપી ને લીફ્ટ તરફ દોડ્યો.

લીફ્ટ આજે જાણે કે એનાં માટે જ ઉભી હતી શાંતનુ દોડીને લીફ્ટ માં ઘુસી ગયો. પાંચમાં માળે પહોંચતા જ એ તેજ ગતીએ પોતાની ઓફિસ તરફ ચાલવા માંડ્યો અને જોયું તો એનાં પેસેજ નાં છેક છેવાડે જ્યાં એક મોટી બારી હતી ત્યાં અનુશ્રી એનાં સેલફોન પર કોઇ જોડે વાત કરી રહી હતી. શાંતનુએ ‘પાંચસો ત્રણ’ તરફ જોયું તો ઓફિસ પર તો તાળું માર્યું હતું.

‘ઓફિસ પર તો તાળું છે તો આ અત્યારથી અહીયાં કેમ?’ શાંતનુ વિચારવા લાગ્યો.

એની ઓફિસ તો રોજની જેમ ખુલી ગઈ હતી પણ નજર સામે અનુશ્રી હતી તો અંદર કેમ જવાય ? એણે થોડો વીચાર કરીને પોતાની ઓફિસનું બારણું અડધું ખોલી ને પોતાની બેગ ફ્રન્ટ ડેસ્ક પર મૂકી દીધી અને અનુશ્રીનાં કોલનાં પુરા થવાની રાહ જોવા લાગ્યો. અનુશ્રીની પીઠ એનાં તરફ હતી. શાંતનુની ઓફિસ થી અનુશ્રી જ્યાં ઉભી હતી એ જગ્યા સારી એવી દુર હતી. શાંતનુ પોતાની ઓફિસનાં બારણે જ ઉભો રહ્યો. પાંચ થી સાત મિનીટ પછી અનુશ્રી ની વાત પૂરી થઈ હોય એમ લાગ્યું. એ પોતાની મૂળ પોઝીશનથી ઉંધી ફરી અને પોતાનાં ફોનમાં કંઈક કરવા લાગી એનું ધ્યાન હજી સુધી શાંતનુ પર નહોતું પડ્યું. શાંતનુ ને પણ એ એની રાહ જોવે છે એવું લાગવા દેવું ન હતું. એટલે જ એ જાણે પોતાની ઓફિસમાં ઘૂસતો હોય એવી રીતે પોતાની ઓફિસનો દરવાજો પકડીને ઉભો રહ્યો. અંતે અનુશ્રી એ પોતાનો ફોન લોક કર્યો અને પોતાની ઓફિસ તરફ જોયું જે હજી પણ બંધ જ હતી અને પછી એની નજર શાંતનુ પર પડી.....

‘હેય શાંતનુ!’ શાંતનુ ને જોઇને અનુશ્રી એ બુમ પાડી. શાંતનુ ને તો આ જ જોઇતું હતું.

‘ઓહ હાઇ!’ શાંતનુ જાણે કે ઓફિસમાં ઘુસી રહ્યો હોય અને અચાનક એનું ધ્યાન અનુશ્રી તરફ ગયું હોય એવી એક્ટિંગ કરી. બે દિવસમાં એ આવી અદાકારીનો માસ્ટર થઇ ગયો હતો. અનુશ્રી એની તરફ જ આવી રહી હતી પણ શાંતનુ ને એની ઓફિસના મજનુઓ થી એને દુર રાખવી હતી એટલે એણે પણ અનુશ્રી તરફ થોડી મજલ કાપવાની શરુ કરી.

‘કેમ છો?’ શાંતનુ એ અનુશ્રી ને પૂછ્યું હવે એની નર્વસનેસ દુર થઇ ગઇ હતી.

‘બસ મજામાં.’ અનુશ્રી એ પોતાની લટ સરખી કરતાં સ્મિત આપતાં જવાબ આપ્યો.

‘તમારી ઓફિસ તો હજી બંધ છે.’ શાંતનુએ પૂછ્યું પણ એણે અનુશ્રી ને એ નહોતુ કળાવા દેવું કે એને ખબર છે કે તે આઠ વાગ્યા ની અહી આવી ગઇ છે.

‘હા સાડા નવ વાગે ખુલશે, આઇ નો પણ હું થોડી વહેલી આવી ગઇ આજે ઓફિશિયલી પહેલો દિવસ ને? એટલે રિસ્ક ન લેવાય.’ અનુશ્રી એ જવાબ આપ્યો. શાંતનુને ‘થોડી વહેલી’ શબ્દ કઠ્યો પણ વિચાર્યું કે એની પર્સનલ મેટરમાં એને શુંય

‘સોરી ઓલ મેલ્સ પ્લીઝ, નહીતો કાલથી તો તમને મારી ઓફિસમાં જરૂર બેસાડત.’ શાંતનુએ વિવેક કર્યો.

‘ઓહ નો ઇટ્‌સ ઓકે કાલથી તો હું પણ સાડાનવ ની આસપાસ જ આવીશ.’ અનુશ્રી એ ફરી સ્મિત આપ્યું અને શાંતનુ ફરીથી અડધો અડધો થઇ ગયો. પણ હવે આગળ શું વાત કરવી એ તેને સુઝતું ન હતું. શાંતનુ ની આ તકલીફ અક્ષયે દુર કરી.

‘કેમ છો મેડમ? ગુડ મોર્નિંગ શાંતનુ’દા.’ અક્ષયે એની ઇમેજ મુજબ જ પોતાની બોલકી એન્ટ્રી કરી.

‘હેય..હાઇ અક્ષય..રાઇટ? ગુડ મોર્નિંગ.’ અનુશ્રી એ અક્ષયને જવાબ આપ્યો.

‘જી હા..અનુ મેેમ.’ અક્ષય હસતાં હસતાં બોલ્યો.

‘અરે થેન્કસ અક્ષય.. આઇ મીન સિરુ માટે, કાલે સાંજે એનો કૉલ હતો.’ કહીને અનુશ્રીએ પોતાનો હાથ અક્ષય સામે લંબાવ્યો.

‘અરે થેન્ક્સ શેના મારી ડ્યુટી હતી.’ અક્ષયે એક ખંધુ સ્મિત શાંતનુ સામે કરી ને અનુશ્રીનો હાથ પકડીને ખુબ હલાવ્યો. શાંતનુ ને અક્ષયના બધાં જ ‘ફંદાઓ’ની ખબર હતી અને એને ખબર હતી કે અક્ષય એને ચીડવતો હતો.

‘એ બરોબર છે પણ એને આ જોબની ખાસ જરૂર હતી. એનાં ફાધર ત્રણ મહિના પહેલાં જ એક એક્સીડન્ટને કારણે પેરેલાઈઝડ થઈ ગયાં છે અને એક નાનો ભાઈ છે જે હજી તો ભણે છે એટલે આખા ઘરની જવાબદારી એનાં પર છે.’ અનુશ્રીએ સિરતદીપ ની આખી કહાણી ટૂંકમાં કહી દીધી.

‘ઓહ સો સેડ. અનુ મેમ આ તો મને ખબર ન હતી પણ જો આ વાતની મને પહેલે થી જ ખબર હોત તો તો હું જરૂર એમનાં માટે મહેનત કરત. જયેશભાઇ મારાં ખાસ મિત્ર છે.’ અક્ષયે જવાબ આપ્યો. શાંતનુ ને આ બધું જે થઇ રહ્યું હતું એ ગમી રહ્યું હતું.

‘સો નાઇસ ઓફ યુ અક્ષય. હજી કાલ સુધી આપણે બધાં એકબીજા ને ઓળખતાં પણ ન હતાં અને અચાનક તમે કાફે માં આવ્યાં જ્યાં લકીલી હું અને સિરુ બેઠાં હતાં અને એનું કામ થઇ ગયું. કેવી અજબ વાત છે ને?’ અનુશ્રીએ વળી પોતાની લટ સરખી કરતાં કહ્યું. એની આ ‘અચાનક કાફે માં આવવા વાળી વાત’ પર અક્ષય અને શાંતનુ બન્ને ને થોડુંક હસવું આવી ગયું પણ બન્નેએ કંટ્રોલ કર્યો.

‘લાઇફ ઇસ લાઇક ધેટ અનુશ્રી, જેને તમે વર્ષો થી ઓળખતાં હોવ એ તમારી મદદે ન આવે અને જેને તમે ગઇ પળ સુધી ન ઓળખતાં હોવ એ તમને અચાનક મદદ કરી જાય એવું બને.’ શાંતનુ ને ગમેતેમ આ ચર્ચામાં ઝુકાવવું હતું એટલે એને જેવી આવડી એવી ફિલોસોફી ઝાડી. પણ અનુશ્રી ને એ ગમી હોય એવું લાગ્યું.

‘એક્ઝક્ટલી શાંતનુ, હું પણ આ જ ફિલોસોફી માં માનું છું.’ અનુશ્રી નું ધ્યાન શાંતનુ શાંતનુ તરફ વળ્યું અને એણે એની સામે જોયું. શાંતનુ એ કદાચ પહેલીવાર અનુશ્રી ની આંખોમાં પરોવી અને સ્મિત આપ્યું.

‘ચલો હવે ફિલોસોફી બાજુમાં મુકો શાંતનુ સર અને અનુશ્રી મેમ, સિરતદીપ ને કહેજો કે મારે તો પાર્ટી જોઇએ એનાં ફર્સ્ટ સેલરી ડે પર.’ અક્ષયે માંગણી કરી.

‘શ્યોર વ્હાય નોટ? સેલરી ડે સુધી રાહ જોવાની ક્યાં જરૂર છે? કાલે જ રાખીએ? સેટરડે પણ છે તો ડીનર કરીએ ક્યાંક?’ અનુશ્રી એ સામે થી ઈન્વીટેશન આપ્યું.

‘એક મિનીટ, એક મિનીટ..દરેક બાબત માં લેડીઝ ફર્સ્ટ બરોબર છે પણ આ ડીનર પાર્ટી હું અને બડે ભાઇ જ આપશું ઓકે?’ અક્ષયે પોતાનો અનુભવ કામે લગાડ્યો.

‘હા એક્ઝેક્ટલી અત્યારે તો અમારો જ વારો.’ શાંતનુ પણ અક્ષય ની વાત સાથે સંમત થયો.

‘ના, ના, સિરુને જોબ મળી છે ને એટલે અમેજ પાર્ટી આપશું.’ અનુશ્રીનો આગ્રહ મજબુત હતો.

‘ના..ના...ના.. કાલે ભાઇનો બર્થડે છે એટલે પાર્ટીતો ભાઇ જ આપશે.’ અચાનક અક્ષય બોલ્યો અને શાંતનુને પણ યાદ આવ્યું કે કાલે એટલેકે આઠમી મે એનો જન્મદિવસ છે.

‘ઓહ વાઉ, ધેટ્‌સ ગ્રેટ...અમ્મ...ઠીક છે આ વખતે જવા દઉં છું પણ સિરુ ની ફર્સ્ટ સેલરી વખતે અમે જ પાર્ટી આપીશું ઓકે? ચલો મારી ઓફિસ ખુલી ગઇ સી યા..’ અનુશ્રી શાંતનુ અને અક્ષય ને આવજો કરતાંં પોતાની ઓફિસ માં ચાલી ગઇ.

શાંતનુ અને અક્ષય એકબીજા સામે જોઇ રહ્યાં. શાંતનુ ની વાર્તા જરૂર કરતાં વધુ જ ઝડપે આગળ વધી રહી હતી કે શું? શું આમ થવું શક્ય હતું? શું શાંતનુ જેવાં શરમાળ છોકરાની ની કોઇ પ્રેમ કહાણી શક્ય છે? અને જો શક્ય છે તો શું એ અનુશ્રી જોડે? શાંતનુ સ્વગત આવું જ કઇક વિચારી રહ્યો હતો. એ અક્ષય સાથે પોતાની ઓફિસમાં ઘુસી જ રહ્યો હતો ત્યાં જ અનુશ્રી એ પાછળથી અવાજ આપ્યો.

‘અરે શાંતનુ, કેન આઇ હેવ યોર નંબર પ્લીઝ? આજે તમે ફિલ્ડ પર જતાં રહો તો કાલે ક્યા મળવું એ ફોન પર જ નક્કી કરીશું ને?’ અનુશ્રી ની આ માંગણી શાંતનુ માટે ખુબ નવાઇ પમાડે એમ હતી. અક્ષય પણ ધીમેધીમે મરકી રહ્યો હતો.

‘શ્યોર પ્લીઝ, લખો, નાઇન થ્રી ડબલ...’ શાંતનુ એ પોતાનો સેલ નંબર અનુશ્રી ને આપવા લાગ્યો.

‘ઓક્કે, હું તમને મિસ્ક કોલ આપું છું તમે સેવ કરી લો.’ અનુશ્રી એ પોતાનાં સેલ ફોન માં થી શાંતનુ નો નંબર ડાયલ કર્યો.

શાંતનુ નાં મોબાઇલ પર ‘ઘર’ ફિલ્મનું કિશોરકુમારે ગાયેલું ગીત ‘ફીર વહી રાત હૈ..’ વાગ્યું અને અનુશ્રી નો નંબર દેખાયો એને એમ લાગ્યું કે અનુશ્રી હમણાં કોલ કટ કરશે પણ અનુશ્રી આ રીંગટોન સાંભળી ને મંત્રમુગ્ધ થઇ ગઇ હોય એવું લાગ્યું. શાંતનુ નાં મોસ્ટ ફેવરીટ સોંગ્સ માંનું આ ગીત હતું અને એટલે જ એણે આ રીંગટોન મહિનાઓ થી બદલી ન હતી.

‘હમમમ...ઘર..વાઉ! એનાં બધાં જ ગીતો મારા ફેવરીટ છે, વે ટું ગો શાંતનુ.’ અનુશ્રી એ પોતાનો હાથ લંબાવ્યો.

શાંતનુએ પળ ની પણ રાહ જોયા વિના એનો હાથ પકડી લીધો.

ગીત ની “હો... રાત ભર ખ્વાબ મૈ દેખા કરેંગે તુમ્હે...” લાઇન વાગી અને કોલ આપોઆપ કટ થઇ ગયો!!

-ઃ પ્રકરણ ત્રણ સમાપ્ત :

ચાર

‘વ્હોટ નેકસ્ટ અક્ષુ?’ શાંતનુ એ અક્ષય ને પૂછ્યું.

શાંતનુ અને અક્ષય આજે આખો દિવસ ફિલ્ડ પર રહ્યાં હતાં અને સાંજે લગભગ સાડા સાતે જ્યારે તેઓ ઓફિસે પાછાં વળ્યાં ત્યારે શાંતનુ એ જ્યારે અનુશ્રી નું સ્કુટી પોતાનાં બાઇકની જગ્યા પાસે પડેલું ન જોયું ત્યારે તેને ખ્યાલ આવી ગયો હતો કે અનુશ્રી ની ઓફીસ ઓલરેડી બંધ થઇ ચુકી હતી. મુંબઇ થી આવેલાં એનાં ટેમ્પરરી બોસ કુરુષ દાબુ ને રીપોર્ટ કરી અને બન્ને જ્યારે પગથીયા ઉતરી રહ્યાં હતાં ત્યારે શાંતનુ એ અક્ષય ને આ સવાલ કર્યો.

‘જસ્ટ વેઇટ એન્ડ વોચ બીગ બ્રો, ભાભીએ તમારો નંબર લીધો છે ને? અને કાલનાં ડીનર નું સિરતદીપે પણ કન્ફર્મ કર્યું છે એટલે જસ્ટ ચીલ્લ!’ અક્ષયે જવાબ આપ્યો.

‘અરે એમ નહી મારો મતલબ એમ છે કે કાલે શું કરીશું?’ શાંતનુ એ વળતો સવાલ કર્યો.

‘બસ આપણે નોર્મલ રહેવાનું અને તમે તો રહો છો જ નોર્મલ હા હવે થોડાં ગભરાવવાનું બંધ કરો ભૈય્યા તો સારું. બી કોન્ફિડન્ટ! અને કાલે તમારો બર્થડે છે. સહુથી અઘરું કામ અનુભાભી ની ઓળખાણ કરવાનું હતું એ તો ઉપરવાલે કી ક્રિપા સે એકદમ સહેલાઇ થી થઇ ગયું. કાલથી હવે થોડાં આત્મવિશ્વાસથી એમની સાથે વાત કરજો, આજે સવારે પણ ભાભી એ જ્યારે મોબાઇલ નંબર માંગ્યો ત્યારે પણ તમે સાવ ઢીલાં થઇ ગયાં હતાં. છોકરીને જો સારો છોકરો જોઇએ તો એને એમાં ભરપુર આત્મવિશ્વાસ હોય એવો છોકરો પણ જોઇએ.’ અક્ષય ની વાત પૂરી થતાં ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયો.

‘હમમ. તું સાચું કહે છે. હું કાલે એમ જ કરીશ અને ભવિષ્યમાં પણ એમ જ વર્તીશ. બહુ બહુ તો ના પડશે ને? પણ સાચું કહું તો એને જોઇને જ મને કઇક થઇ જાય છે અને જે બોલવાનું હોય છે એને બદલે કંઇક બીજું જ બોલાઇ જાય છે.’ શાંતનુ એ પોતાની તકલીફ જણાવી.

‘આઇ કેમ અન્ડરસ્ટેન્ડ ભાઇ, પણ એ ઇમોશન્સ ને પણ કંટ્રોલ કરતાં તમને ધીમે ધીમે આવડી જશે. દાદા, હજી તો આજે બીજો જ દિવસ છે, હા તમારી રનરેટ મસ્ત છે પણ તેમ છતાં હજી ઘણી મંઝીલો કાપવાની છે અને આ વાત તમે જ મને કહી હતી...ગઇકાલે યાદ છે?’ અક્ષયે શાંતનુ ને યાદ દેવડાવ્યું.

‘યેસ, પણ તું મને એમ કહે જો એ મને પૂછે કે ડિનર પર ક્યાં જવું છે તો? અથવા તો એને કોઇ પ્લેસ ગમતું હોય અને ત્યાં નું સજેશન આપે તો?’ શાંતનુ એ પૂછ્યું. અત્યારે એ અક્ષયનો કહ્યાગરો વિદ્યાર્થી બની ગયો હતો.

‘એક કામ કરો ને, જો ભાભીનો ફોન આવે તો પહેલાં એમની ચોઇસ પુછજો એ ન કહે તો તમે તમારી ચોઇસ કહી દેજો, ઓકે?’ અક્ષયે ઉપાય બતાવ્યો.

‘હમમ ગુડ આઇડિયા એમ જ કરીશ, ચલ નીકળીએ હવે?’ શાંતનુ અને અક્ષય હવે પાર્કિંગ માં આવી ગયાં હતાં.

વાત પતાવી એકબીજા ને ‘આવજો’ કહી ને શાંતનુ અને અક્ષય છુટા પડ્યાં. આજે ઘણાં દિવસે બન્ને પોતપોતાનાં બાઇક્સ માં ઘેરે જવાનાં હતાં. શાંતનુ ઘરે પહોંચતા જ જ્વલંતભાઇ સાથે થોડી વાતો કરી ને ન્હાવા ગયો. ફ્રેશ થઇ બન્ને બાપ-દીકરો જમવા બેઠાં. મહારાજે આજે મસ્ત સેવ ઉસળ બનાવ્યાં હતાં જે શાંતનુ ને ખુબજ ભાવતાં એટલે અઠવાડીએ દસ દિવસે જ્વલંતભાઇ મહારાજ પાસે સેવ ઉસળ જરૂર બનાવડાવતા.

‘પપ્પા, મહારાજને કાલે મારાં વતી એક ડેઇરી મિલ્ક આપી દેજો પ્લીઝ...મસ્સ્ત બન્યાંં છે.’ શાંતનુ એ જ્વલંત ભાઇ ને કહ્યું અને ત્યાં જ શાંતનુ નાં મોબાઇલ માં એસ.એમ.એસ રણક્યો. કોઇ મહત્વની ‘સેલ્સ લીડ’ માટે એનો બોસ મુખોપાધ્યાય ઘણીવાર એનાં ઘર આવ્યાં પછી પણ એસ.એમ.એસ ઉપર હેરાન કરતો.

‘પણ એ તો કોલકાતા છે તો શું ત્યાં થી કોઇ ‘સેલ્સ લીડ’ મોકલી હશે કે શું? જબરો વર્કોહોલિક છે.’ એમ વિચારતાં વિચારતાં શાંતનુ પોતાનાં આંગળાં ચાટતાં ચાટતાં ઉભો થયો અને બેઠકમાં ટેબલ પર પડેલો સેલફોન ઉપાડ્યો અને પોતાની ખુરશી પર ફરી બેસી ગયો. મેસેજ કોઇ અજાણ્યાં નંબર પર થી હતો. એક હાથે સેવ ઉસળ ખાતાં ખાતાં શાંતનુએ મેસેજ ઓપન કર્યો જેમાં ફક્ત ‘હાઇ’ લખ્યું હતું. શાંતનુને નવાઇ લાગી અત્યારે રાત્રે ૯ વાગ્યે કોણ નવરું પડ્યું ‘હાઇ-હેલ્લો’ માટે અને એ પણ અજાણી વ્યક્તિ?

‘હાઇ, બટ વ્હૂ ઇઝ ધીસ પ્લીઝ?’ શાંતનુ એ વળતો મેસેજ કર્યો અને જમવા લાગ્યો. થોડીવાર પછી ફરીથી મેસેજ બ્લીંક થયો અને આ વખતે શાંતનુ એ તરત ફોન ઉપાડ્યો અને મેસેજ વાંચ્યો.

‘બસ આટલાં કલાકમાં જ ભૂલી ગયાં? નંબર સેવ નથી કર્યો કે શું? ધીસ ઇઝ અનુ.’ મેસેજમાં વાંચ્યું અને શાંતનુ સડક થઇ ગયો અને પોતાની જાતને જ ગાળ દઇ દીધી કે એણે સવારે જ અનુ નો નંબર સેવ કેમ ન કર્યોર્

‘ઓહ સોરી કામ માં ને કામ માં ભૂલી ગયો, હમણાં જ કરી દઉં.’ શાંતનુએ જવાબ આપી ને નંબર સેવ કરી લીધો અને ફટાફટ જમવા માંડ્યો.

જ્વલંતભાઇ ને શાંતનુમાં અચાનક આવી ગયેલી ત્વરિતતા થી નવાઇ લાગી.

‘દીકરા ઓફીસનું કોઇ ટેન્શન છે?’ જ્વલંતભાઇ એ પૂછ્યું

‘ના ના એક ફ્રેન્ડ છે.’ શાંતનુ એ જવાબ આપ્યો અને અનુશ્રી નાં આગલા મેસેજ ની રાહ જોવા લાગ્યો.

‘કેન આઇ કોલ યુ નાઉ ઇફ યુ આર નોટ બીઝી? કાલનું વેન્યુ નક્કી કરીએ?’ અનુશ્રી નો મેસેજ ઝળક્યો અને શાંતનુ ગળ્યો ગળ્યો થઇ ગયો.

‘વેઇટ હું કરું થોડીવારમાં જમું છું.’ શાંતનુએ જવાબ આપ્યો. પણ શાંતનુ થી જ ‘વેઇટ’ થવાની નહોતી એટલે એણે લુસલુસ જમી ને હાથ ધોઇ લીધાં.

જ્વલંતભાઇ ને આ ન ગમ્યુ. “દિવસમાં એક જ વાર શાંતિ થી જમવા મળે છે અને આ છોકરો આમ જમીને ઊભો થઇ ગયો?” એવો વીચાર પણ એમને આવ્યો પરંતુ એ મૂંગા રહ્યાં.

શાંતનુ પોતાના રૂમ માં ગયો અને અનુશ્રી નો નંબર ડાયલ કર્યો. પણ કોણ જાણે કેમ અનુશ્રી એ ફોન ઉપડવાને બદલે કાપી નાખ્યો. શાંતનુ ને નવાઇ લાગી. ત્યાં પાંચ મિનીટ પછી અનુશ્રી નો મેસેજ આવ્યો.

‘ડોન્ટ કોલ મી આપણે આમ જ વાત કરીએ.’ શાંતનુને વાંચી ને હાશ થઇ.

‘ઓકે તો કાલે ડીનર પર ક્યાં જઇશું? શાંતનુ એ મેસેજ કર્યો.

‘મારી કોઇ જ ચોઇસ નથી પણ તમે અને અક્ષય જે નક્કી કરો તે.’ અનુશ્રી નો જવાબ આવ્યો. શાંતનુ એ પોતાની મનપસંદ બે ત્રણ હોટલો વિચારી લીધી.

પહેલીવાર કોઇ છોકરી ને તે ડીનર પર લઇ જવાનો હતો એટલે એ હોટલ જેવી તેવી તો ન જ હોવી જોઇએ ને? વળી અનુશ્રી સાથે તો એણે ખુબ આગળ વધવાનું હતું એટલે ખુબ વિચાર્યા પછી એણે એક હોટલ નક્કી કરી.

‘વ્હોટ અબાઉટ ડીનર ચીમ? નવરંગ છ રસ્તા પાસે?’ શાંતનુએ મેસેજ મોકલ્યો.

આ હોટલમાં એ એનાં ઓફીસ નાં સ્ટાફ સાથે બે-ત્રણ વખત ગયો હતો અને એનું ફૂડ એને ખુબ ભાવતું હતું. હોટલ થોડીક મોંઘી હતી પણ શાંતનુ ને પણ બહુ વાંધો આવે એમ નહોતો.

‘પેલી ફાયર સ્ટેશન સામે છે એ જ ને? કૂલ તો કાલે જોબ પર થી ડાઇરેક્ટ ત્યાં જ જઇએ?’ અનુશ્રીએ વળતો જવાબ આપ્યો.

‘નો પ્રોબ્લેમ પણ તમારે કદાચ વેઇટ કરવી પડશે કારણકે અમારે રીપોર્ટીંગ કરતાં ૭ઃ૩૦ જેવું થઇ જાય છે તમને વાંધો તો નથી ને?’ અક્ષયે પૂછ્યું

‘અરે હું તો ભૂલી જ ગઇ કાલે તો સેટર ડે છે એટલે અમારે હાફ ડે છે એટલે હું અને સિરુ તો ઘરે થી જ આવીશું.’ અનુશ્રી એ શાંતનુ ની તકલીફ દુર કરી દીધી.

‘ઓકે તો કાલે મળીએ ડીનર ચીમ પર રાત્રે ૮ વાગ્યે?’ શાંતનુએ સમય કન્ફર્મ કરવા પૂછ્યું

‘શ્યોર, શાર્પ પાઠ વાગે ઓકે? પાછું મારે અને સિરુ ને ૧૦ વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જવું પડશે, હોપ યુ અન્ડરસ્ટેન્ડ.’ અનુશ્રી એ સમય કન્ફર્મ કર્યો.

‘ઓક્કે ડન વ્હોટ એલ્સ?’ શાંતનુ ને આ ચીટ-ચેટ હવે આગળ વધારવી હતી અને એને એ બહાને અનુશ્રી સાથે વધુ સમય ગાળતો હતો.’

‘નથીંગ, ગુડ નાઇટ.’ અચાનક અનુશ્રી એ પૂર્ણવિરામ મૂકી દીધું અને શાંતનુ બેચેન થઇ ગયો, એને આટલી બધી ચેટ પછી આવાં રુક્ષ જવાબની આશા નહોતી. પણ વિચાર્યું કે હવે કાલે તો દોઢ-બે કલાક અનુશ્રી ની સાથે જ રહેવાનું છે ને? એમ માની ને એણે પોતાનું મન માનવી લીધું અને અક્ષયનો નંબર ડાયલ કર્યો.

‘તો કાલે ક્યાં લઇ જાવ છો ભાભી ને?’ અક્ષયે હેલ્લો બોલ્યા વીના સીધો પોઇન્ટ ઉપર જ આવ્યો.

‘ડીનર ચીમ રાત્રે આઠ વાગે શાર્પ, બાય એન્ડ ગુડ નાઇટ..’ શાંતનુ અમસ્તો ય અનુશ્રી નાં રુક્ષ જવાબ થી થોડો નિરાશ હતો એમાં અક્ષયે હાઇ હેલ્લો સીવાય સીધાં પોઇન્ટ પર આવીને શાંતનુ નો રહ્યો સહ્યો ઉત્સાહ પણ મારી નાખ્યો. જોકે શાંતનુએ કૉલ કટ ન કર્યો.

‘અરે અરે અરે! શું થયું મોટાભાઇ?’ અક્ષય ને ખ્યાલ આવી ગયો કે શાંતનુ ને એની મજાક ગમી નથી.

‘નથીંગ જસ્ટ એમ જ મસ્તી કરતો હતો, શું તું એકલો જ મસ્તી કરી શકે?’ શાંતનુએ વાત વાળી દીધી. પણ હજી એને અનુશ્રી નો ‘નથીંગ, ગુડ નાઇટ’ વાળો મેસેજ ડંખ દઇ રહ્યો હતો.

‘શ્યોર બડે ભૈય્યા તમને તો મને ગાળ આપવાનો પણ અધિકાર છે ફિર યો મજાક ક્યા ચીજ હૈ ? પણ કાલે આપણે તમારે ઘેરે થોડાં વહેલાં આવી જઈશું. ઓફીસનાં કપડાંમાં યુ નો? સારું લાગે, થોડાં ફ્રેશ થઈ ને પછી જઈશું. શું કહો છો ?’ અક્ષયે પોતાનો અનુભવ કામે લગાડ્યો.

‘નોટ અ બેડ આઇડિયા અક્ષુ. એમ જ કરીએ. દાબુ સર ને કહી દઇશું કે આજે અમે અમારાં એરિયામાં છીએ એટલે ઓફીસ પાછાં નહી આવીએ. છ વાગ્યા સુધીમાં ઘેરે આવી ને ફ્રેશ થઇ ને ચેન્જ કરી ને પછી જ જઇશું. અમસ્તુંય પપ્પા ને તને મળે ઘણાં દિવસો થયાં છે અને એમણે કાલે જ મને કહ્યુ કે તને મળવું છે પ્લસ મારો બર્થડે પણ છે.’ શાંતનું માની ગયો.

‘યસ એક પંથ ને દો કાજ!’ અક્ષયે વળતો જવાબ આપ્યો અને બન્ને એકબીજાને “ગુડ નાઇટ” કહી ને કૉલ કટ કર્યો.

બીજા દિવસે અક્ષયે સહુથી પહેલાં એને બર્થડે વિશ કર્યા અને ત્યાર પછી અનુશ્રીએ એને એસએમએસ કરીને પેસેજમાં બોલાવી ને વિશ કર્યા. શાંતનુ અને અક્ષય બન્ને અડધો દિવસ ઓફિસે રહ્યાં અને લંચ પછી કુરુશ સર ને ગઇકાલ નાં પ્લાન પ્રમાણે સાંજે ન આવવાનું કહી ને બન્ને લગભગ અઢી વાગે ઓફિસે થી નીકળી ગયાં. આમપણ બન્ને પોતાનાં ટાર્ગેટ આરામ થી પુરા કરી ચુક્યા હતાં એટલે એમને રોકવાનું કોઇ જ કારણ મિસ્ટર કુરુશ દાબુ પાસે નહોતું.

‘ક્યાં જઇશું?’ લીફ્ટમાં ઘૂસતાં જ શાંતનુ એ અક્ષયને પૂછ્યું.

‘ઘેરે જ જઇએ, મેચ છે ને?’ અક્ષયે સૂચન કર્યું.

‘અરે હા યાર, ચલ ઘરે જ જઇએ, પપ્પા ને પણ ગમશે અને સાંજે ઓફીસ નું ડીનર છે એમ કહી ને વહેલાં નીકળી જઇશું.’ શાંતનુ એ અક્ષયનું સૂચન વધાવી લીધું.

પાર્કિંગ માં પોતાનું બાઇક લેતાં બાજુ ની ખાલી જગ્યા જોઇ અને શાંતનુ નાં ચહેરા પર સ્માઇલ આવી ગયું. અક્ષય પણ શાંતનુ ને સ્મિત કરતાં જોઇ રહ્યો અને એનાં ચહેરા પર પણ સ્મિત આવી ગયું. બન્ને પોતાની બાઇક્સ લઇ ને શાંતનુ ને ઘેર ગયાં.

‘અરે આવો આવો અક્ષય ભાઇ મારે તો બધે વહેંચવી પડશે વધાઇ!’ બારણું ખોલતાં શાંતનુ સાથે અક્ષય ને જોતાં જ જ્વલંતભાઇ બોલ્યાં.

‘ખાલી નહી ચાલે વધાઇ અંકલ, મારે તો જોઇએ મીઠાઇ’ ઘરમાં ઘૂસતાં ઘૂસતાં અક્ષય બોલ્યો. શાંતનુ ફરીથી સ્માઇલ કરવા લાગ્યો.

‘કેમ નહી અક્ષય મીઠાઇ સાથે નાસ્તાનો પણ નહી થાય ક્ષય.’ જ્વલંતભાઇ એ ફરીથી પ્રાસ બેસાડ્યો.

‘નાસ્તો કરીએ હમણાં... પહેલાં કરીએ વાતો નાં વડા?’ અક્ષય બોલ્યો.

‘વાતો કરીએ નોર્મલ ટોન માં પ્લીઝ, બધાં વથી મારું સાંજ સુધીનું ટાઇમ પ્લીઝ.’ શાંતનુ એ રીક્વેસ્ટ કરી જે સર્વાનુમતે સ્વીકાર થઇ ગઇ.

અક્ષય અને શાંતનુ એકબીજાનાં ઘરમાં, કુટુંબ નાં સભ્ય ની જેમ જ ભળી ગયાં હતાં. જ્વલંત ભાઇ પણ અક્ષયને શાંતનુ ની જેમ જ પોતાનો દીકરો માનતા હતાં.

આ ત્રણેય વચ્ચે બે-ત્રણ કલાક વાતોનાં વડા કરતાં, મેચ જોતાં અને પછી નાસ્તો કરતાં એમ જ વીતી ગયાં. ઘડિયાળમાં સાડા છ વાગી રહ્યાં હતાં. ‘શાંતનુ નું ધ્યાન ઘડિયાળ તરફ અને પોતાનાં સેલફોન તરફ જ હતું. ઘડિયાળ તરફ એ માટે કે સમય ઝડપ થી આગળ નહોતો વધી રહ્યો અને સેલફોન તરફ એટલા માટે કે ક્યાંક અનુશ્રીનો કૉલ કે મેસેજ ન આવી જાય કે ‘આજ નો પ્રોગ્રામ કેન્સલ’! પણ સાડા છ વાગ્યાં ત્યાં જ અક્ષય નો ફોન રણક્યો.

‘ઓહ હાઇ! કેમ છો? હા હા અમે પહોંચી જઇશું શ્યોર, ઓકે હા ત્યાં જ ઉભા રહેજો અમે ટાઇમસર પહોંચી જઇશું.’ શાંતનુ અક્ષયને ફોન પર વાત કરતાં જોઇ રહ્યો એને ખ્યાલ આવી ગયો કે કૉલ સિરતદીપ નો જ હતો એટલે એને હાશ થઇ કે ચાલો પ્રોગ્રામ તો ચાલુ જ છે.

ત્રણ કલાક ની વાતોમાં એણે જ્વલંતભાઇ ને ઓફીસ નાં ડીનર ની વાત કરી જ દીધી હતી. અક્ષય શાંતનુનાં ઘરની સામેની કેક શોપ માંથી કેક લઇ આવ્યો અને શાંતનુએ કેક કાપી. એક કલાકમાં બન્ને ફેશ થઇ ગયાં અને નવાં કપડાં પહેરી ને અને જ્વલંતભાઇ ને ‘ડીનર ચીમ’ હોટેલ તરફ રવાના થયાં.

‘શું કહ્યું સિરતદીપે?’ બાઇક ચલાવતાં અક્ષયને પાછળ બેસેલા શાંતનુ એ પૂછ્યું.

‘એ લોકો પોણા આઠ ની આસપાસ હોટેલનાં બહાર વાળાં પાર્કિંગ માં આપણી રાહ જોશે.’ અક્ષયે એ ટૂંકાણમાં જવાબ આપ્યો.

પંદરેક મીનીટમાં એ બન્ને ‘ડીનર ચીમ’ નાં પાર્કિંગમાં પહોંચી ગયાં. એકબાજુ અક્ષય એની બાઇક પાર્ક કરી રહ્યો હતો અને બીજી બાજુ શાંતનુ આખાય પાર્કિંગમાં અનુશ્રીને શોધી રહ્યો હતો પણ એલોકો બન્ને હજી આવ્યાં ન હતાં.

‘હજી આવ્યાં નથી લાગતાં.’ શાંતનુ હજી એકવાર પાર્કિંગ ને પોતાની આંખોથી સ્કેન કરતો બોલ્યો.

‘ચીલ્લ ભાઇ આવી જશે.’ અક્ષયે પોતાની હેલ્મેટ બાઇક માં લોક કરતાં કહ્યું.

‘પણ આઠ માં દસ થવા આવી યાર.’ શાંતનુ ની નજર હજીપણ પાર્કિંગ માં અનુશ્રી ને શોધી રહી હતી.

‘હોતા હૈ હોતા હૈ ભાઇ હોતા હૈ! તમારો આ પહેલો અનુભવ છે.’ અક્ષય આંખ મીંચકારી ને બોલ્યો જવાબમાં શાંતનુ પણ થોડુંક હસ્યો.

જેમ જેમ આઠ વાગતાં જતાં હતાં એમ ‘ડીનર ચીમ’ માં લોકો ની આવન શરુ થઇ ચુકી હતી. થોડીવાર પાર્કિંગ માં આમતેમ આંટા માર્યા પછી એ કોમ્પ્લેક્સ નાં એક ખૂણામાં જ રીક્ષા આવીને ઉભી રહી. શાંતનુએ પહેલાં એમાં થી સિરતદીપ ને ઉતરતાં જોઇ એને એની પાછળ જ અનુશ્રી પણ ઉતરી અને એને હાથ થઇ. સિરતદીપે અક્ષય અને શાંતનુ સામે હાથ હલાવ્યો અને એ બન્ને એ પણ હાથ હલાવીને એને જવાબ આપ્યો. અનુશ્રી રિક્ષાવાળાને પૈસા ચૂકવી રહી હતી એની પીઠ આ બન્ને તરફ હતી.

સિરતદીપે આછાં ભૂરા રંગનું ટાઇટ જીન્સ અને સફેદ રંગ નું શર્ટ પહેર્યું હતું. અક્ષય એને ટીકી ટીકી ને જોઇ રહ્યો હતો. અનુશ્રી એ રિક્ષાવાળાનને પૈસા આપ્યાં અને તે શાંતનુ અને અક્ષય તરફ વળી અને શાંતનુ નું હ્ય્દય એક ધબકારો ચુકી ગયું. બે દિવસ શાંતનુએ અનુશ્રીને ફક્ત એનાં ઓફીસના ડ્રેસમાં જ જોઇ હતી પણ આજે તે લાઇટ ઓરેન્જ કલરનાંં પંજાબી સ્યુટમાં આવી હતી. શોર્ટ સ્લીવ વાળાં આ ડ્રેસમાં અનુશ્રી અતિસુંદર લાગી રહી હતી. એનાં ડ્રેસની ઝાલર ઉપર અને લીલી ઓઢણી ની કોર પર અને બાંય ઉપર ચમકતાં હીરા અને નાની ઘૂઘરી જેવાં જેવાં લટકણીયા લટકી રહ્યાં હતાં. શાંતનુને લાગ્યું કે અનુશ્રીએ તૈયાર થવામાં આજે પૂરો સમય લીધો હતો અને જે દસેક મિનીટ એણે શાંતનુને જોવડાવી હતી એનું પૂરું વળતર વળતર એને અત્યારે મળવાનું શરુ થઇ ચુક્યું હતું.

‘હાઇ શાંતનુ ઓફિશિયલી હેપ્પી બર્થડે ટુ યુ!’ અનુશ્રીએ પાસે આવીને તરતજ શાંતનુ સામે પોતાનો હાથ લંબાવ્યો.

‘હાઇ, થેંક્સ... કેમ છો?’ અનુશ્રી નાં રૂપથી સંપૂર્ણ અંજાઇ ગયેલાં શાંતનુ એ એનો હાથ પકડ્યો અને બે-ત્રણ વાર હલાવ્યો.

અનુશ્રી ને હાથ છોડાવવો હતો પણ શાંતનુ છોડી નહોતો રહ્યો. સિરતદીપ સાથે વાતે વળગેલાં અક્ષયનું ધ્યાન અચાનક આ બાબત પર ગયું.

‘ચલો આપણે ઉપર જઇશું?’ અક્ષયે શાંતનુ સામે જરાક જોર થી કહ્યું.

શાંતનુને ખ્યાલ આવી ગયો અને એણે તરત અનુશ્રી નો હાથ છોડી દીધો. ત્યારપછી સિરતદીપે પણ શાંતનુને બર્થડે વિશ કર્યા.

‘હા ચોક્કસ.’ શાંતનુ થોડો ભોંઠો પડતાં બોલ્યો.

ચારેય જોડીમાં જ સીડીઓ ચડવા માંડ્યા. શાંતનુ અને અનુશ્રી અને સિરતદીપ સાથે અક્ષય. અક્ષયે બારણું ખોલી ને બન્ને ‘લેડીઝ’ ને અંદર જવાનો આદરપૂર્ણ ઇશારો કર્યો. આ જોતાં જ શાંતનુ ને લાગ્યું કે એણે અક્ષય પાસે હજી ઘણું બધું શીખવાનું બાકી છે. રાબેતા મુજબ હોટલમાં ઘૂસતાં જ ફ્લોર મેનેજર કેટલાં વ્યક્તિઓ છે એની પૂછપરછ કરી ને બહારના ‘વ્યુ સાઇડ’ નું ટેબલ એ ચારેય માટે ગોઠવી આપ્યું. અનુશ્રી અને સિરતદીપ સામસામે એક સોફામાં બેઠાં અને શાંતનુ અને અક્ષય એ બન્ને ની સામે. હોટલમાં બેઠેલાં ઘણાં પુરુષોનું ધ્યાન અનુશ્રી તરફ વળ્યું હતું જે શાંતનુએ નોટીસ કર્યું અને એને એ ન ગમ્યું. પણ એનાં થી કશું જ થઇ શકે એમ ન હતું અત્યારે અનુશ્રી લાગતી હતી જ એટલી સુંદર કે કોઇપણ નું ધ્યાન એનાં તરફ ખેંચાય જ.

‘આપણે વાતોનાં વડાં શરુ કરીએ એ પહેલાં ઓર્ડર નક્કી કરી લઇએ?’ અક્ષય બોલ્યો.

‘હા એ બરોબર રહેશે પછી શાંતિથી વાતો થશે.’ સિરતદીપે અક્ષયના સૂરમાં સુર પુરાવ્યો.

‘ગ્રેટ! તો સૂપ?’ અક્ષયે બાકીની ત્રણ વ્યક્તિઓ સામે જોઇને પ્રશ્ન કર્યો.

‘વેજીટેબલ!!’ શાંતનુ અને અનુશ્રી બન્ને સાથે જ એકસ્વરમાં જ બોલ્યાં અને પછી એકબીજા સામે જોઇને હસ્યાં.

‘વાહ શું વાત છે?’ અક્ષયે શાંતનુ સામે ધીરેકથી આંખ મારી અને શાંતનુ એ એને ઇગ્નોર કર્યો...જાણીજોઇને.

‘સબ્જી ફક્ત બે.. કોઇપણ એઝ પર યોર ચોઇસ.’ અનુશ્રી બોલી.

‘નો નો લેડીઝ ફર્સ્ટ પ્લીઝ જરા અમને પણ તમારી ચોઇસ ની ખબર પડે.’ આ વખતે અક્ષય સિરતદીપ સામે જોઇને બોલી રહ્યો હતો.

‘ફેયર ઇનફ, એક હું ચોઇસ કરીશ અને એક અનુુશ્રી.’ સિરતદીપ બોલી.

‘હમમ..બરોબર છે.’ શાંતનું એ પણ ઝુકાવ્યું એને અનુશ્રીની ચોઇસ જાણવી હતી.

‘હું કોઇપણ રેસ્ટોરાં માં પહેલીવાર જાઉં ત્યારે ત્યાની સ્પેશીયલ સબ્જી જરૂર ટ્રાય કરું, સો ઇફ યુ ગાય્ઝ ડોન્ટ માઇન્ડ, આપણે ડીનર ચીમ

સ્પેશીયલ મંગાવીએ?’ સિરતદીપ મેન્યુ માં જોતાં જોતાં બોલી.

‘હા હા શ્યોર એ જ મંગાવીએ.’ અક્ષયે તરત જ સિરતદીપની ચોઇસ એક્સેપ્ટ કરી લીધી.

‘સિરુ તને તીખું ભાવે છે આ ડીશ તીખી હશે તો? મને તો તીખું એટલે ભાવતું નથી અને આમને પણ તીખું નહીં ભાવતું હોય તો?’ અનુશ્રીએ પોતાની લટ કાન પાછળ ખસેડતાં પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો.

‘તો તમે તમારી ચોઇસ ની સબ્જી થોડી ઓછી તીખી મંગાવજો ને?’ શાંતનુ એ અનુશ્રી સામે જોતાં જોતાં કહ્યું. એક્ચ્યુલી એનું ધ્યાન અનુશ્રી સામેથી અત્યારે હટતું નહોતુ

‘હા એ બરોબર રહેશે, ભાઇ નો પોઇન્ટ એકદમ બરોબર છે. બેલેન્સ થઇ જાય ને? બાકી હું પણ તીખું ખાઇ શકું છું.’ અક્ષયે શાંતનુ ને ટેકો આપતાં આપતાં સિરતદીપ સામે પણ દાણા ફેંક્યા.

‘ઓક્કે તો પછી ડીનર ચીમ સ્પેશીયલ, મારી ચોઇસ ફાયનલ.’ સિરતદીપે પોતાની ચોઇસ કહી દીધી.

હવે વારો અનુશ્રી નો હતો એ સતત મેન્યુ નાં પાનાં ઉથલાવી રહી હતી અને સાથ સાથે પોતાની લટ પણ કાન પાછળસરકાવી રહી હતી. શાંતનુ અનુશ્રીની ચોઇસ જાણવા ઉતાવળો થઇ રહ્યો હતો પણ અનુશ્રી ની આ અદા એને સતત ઘાયલ કરી રહી હતી અને એ વધુને વધુ અનુશ્રી તરફ આકર્ષિત થઇ રહ્યો હતો.

‘નવરત્ન કોરમા, મારી ચોઇસ, સોરી થોડી ગળી ડીશ પસંદ કરી છે પણ મને ખુબ ભાવે છે અને હું કાયમ એ જ પ્રીફર કરું છું જો સાથે કોઇ તીખી ડીશ હોય તો.’ અનુશ્રી શાંતનુ સામે જોતાં બોલી.

શાંતનુ અવાક થઇ ને અનુશ્રી સામે જોઇ રહ્યો કારણકે નવરત્ન કોરમાં એ શાંતનુની પણ ‘એવરગ્રીન’ પસંદીદા ડીશ હતી અને એ પણ જ્યારે પણ કોઇ હોટેલ કે રેસ્ટોરાં માં જાય ત્યારે આ ડીશ જરૂર મંગાવતો. અક્ષયને તો આ વાતનો ખ્યાલ હોય જ એટલે એપણ એકદમ આશ્ચર્યચકિત થઇ ને શાંતનુ સામે જોઇ રહ્યો.

‘શું યાર અનુ, તું કાયમ આ એકની એક જ ડીશ મંગાવે છે, વેરી બોરિંગ હાં!’ સિરતદીપે થોડાં ગુસ્સા સાથે કહ્યું.

‘ના ના ઇટ્‌સ ફાઇન, મને પણ ખુબ ભાવે છે, નવરત્ન કોરમા, એજ મંગાવીએ.’ સિરતદીપનાં ગુસ્સાથી અનુશ્રી ક્યાંક એનું મન બદલી ન નાખે એટલે તરત જ એણે પોતાની હા કહી દીધી.

‘હા ભાઇ મીઠ્ઠા લોકો ને તો મીઠ્ઠું જ ભાવે.’ અક્ષય શાંતનુ સામે હસતાં હસતાં દાઢમાં બોલ્યો.

આ બાજુ શાંતનુ ની હા પાડવી એ અનુશ્રી ને પણ ગમી હોય એવું લાગ્યું એ શાંતનુ સામે સ્મિત સાથે જોઇ રહી હતી.

‘બાકી દાલ તડકા?’ અક્ષયે બધાં ને પૂછ્યું અને ત્રણેયે પોતાનાં ડોકાં ધુણાવી ને હા પાડી.

‘રોટી, નાન કે પરાઠા?’ શાંતનુ બોલ્યો

‘હું પ્લેઇન રોટી લઇશ.’ અનુશ્રી બોલી

‘હું નાન લઇશ’ સિરતદીપે પોતાની પસંદગી જાહેર કરી.

‘હું પણ નાન.’ અક્ષયે શાંંતનુ સામે આંખ મારી

‘અને હું પણ પ્લેઇન રોટી જ.’ કાયમ બટર રોટી જ મંગાવતા શાંતનુ એ અનુશ્રી ની ચોઇસ ને પસંદ કરી. શાંતનુ નાં પડછાયા જેવાં અક્ષયને આ ફર્ક તરત જણાઇ આવ્યો એટલે એ શાંતનુ સામે મસ્તી થી હસ્યો. શાંતનુએ એને અવોઇડ કર્યો...ફરીથી...

શાંતનુએ બધાંની ચોઇસ યાદ રાખી ને વેઇટરને ઓર્ડર આપ્યો. સાથે સાથે ચાર મસાલા પાપડ અને છેલ્લે છાશ નો ઓર્ડર પોતાનાં તરફથી ઉમેર્યો.

‘ગ્રેટ તમે આ મસાલા પાપડ અને છાશ મંગાવી એ સારું કર્યું શાંતનુ. હું પણ મંગાવવાની જ હતી.’ અનુશ્રી એ શાંતનુ ને કીધું. શાંતનુને ફરીથી પોતાનું નામ ખુબ ગમ્યું અને એમાં પણ ‘તમે’ કીધું એટલે તો એ અત્યંત ખુશ થઇ ગયો. પણ આ ખુશી એણે એનાં ચહેરા પર દેખાડવાની ન હતી એટલે એણે પણ ફ્કત સ્માઇલથી જ જવાબ આપ્યો.

ઓર્ડર અપાઇ ગયો હતો એટલે હવે હવે ફ્કત જમવાનું પીરસાય એની જ રાહ જોવાની હતી. અક્ષયને લાગ્યું કે શાંતનુ તો કોઇ વાત શરુ નહી કરી શકે એટલે એણે જ સિરતદીપ સામે જોઇને વાત શરુ કરી.

‘કોણ કોણ છે તમારાં ઘરમાં?’ અક્ષયે વાત શરુ કરતાં પૂછ્યું.

‘મમ્મી છે, એક ભાઇ છે નાનો અને હું.’ સિરતદીપે જવાબ આપ્યો.

‘અને તમારાં?’ અક્ષયે પહેલાં અનુશ્રી અને પછી શાંતનુ સામે જોઇને અનુશ્રીને સવાલ કર્યો.

‘મમ્મી અને એક ભાઇ, મારાંથી મોટાં છે,’ અનુશ્રીએ પણ ટૂંકમાં જ પતાવ્યું

‘મારાં ઘરમાં પપ્પા છે, મમ્મી છે બે બહેનો છે, એક પરણી ગઇ છે બીજી નાં લગ્ન ડીસેમ્બરમાં છે અને હું પણ મારાં ઘરમાં જ રહું છું.’ અક્ષયે હંમેશ ની જેમ તોફાની જવાબ આપ્યો અને બધાં હસી પડ્યાં.

‘હા એ વાત તો અમે ભૂલી જ ગયાં અક્ષય કે અમારાં ઘરમાં અમે પણ રહીએ છીએ.’ સિરતદીપ હસતાં હસતાં બોલી.

‘વ્હોટ અબાઉટ યુ શાંતનુ?’ અનુશ્રી એ ફરી થી શાંતનુ નું નામ લીધું.

‘હું અને પપ્પા બસ અમે બન્ને જ.’ શાંતનુએ પણ ટૂંકમાં જ જવાબ આપ્યો અને એ બહાને ફરીથી મનભરી ને અનુશ્રી ને જોઇ લીધી.

ત્યાં જ વેઇટર દરેકને એમની ચોઇસ પ્રમાણે જોઇતાં સૂપ આપી ગયો અને એની સાથે સાથે મસાલા પાપડ પણ પીરસી ગયો.

‘મને એક વાત નથી સમજાતી કે આ મસાલા પાપડ કાયમ સૂપ ની જોડે જ કેમ આવે છે? આઇ મીન પાપડ તો મેઇન કોર્સ ની આઇટમ ન કહેવાય?’ અક્ષયે ફરીથી ચર્ચા શરુ કરવાની કોશિશ કરી.

‘હવે એમાં શું વિચારવાનું?’ પહેલેથી જ આવું છે.’ સિરતદીપ પાસે કોઇ દલીલ ન હોય એમ લાગ્યું.

‘પણ મેડમ વિચારવું તો પડે જ ને? કોઇ પણ પ્રથા એમનેય તો ચાલુ ન જ થઇ હોય? એની પાછળ કોઇક તો લોજીક હોય જ.’ અક્ષયે સિરતદીપને જવાબ આપ્યો.

‘આઇથીંક કે સૂપ સાથે પાપડ ખાવાની મજા આવે છે એટલે એમ હશે.’ અનુશ્રીએ સૂપ પીતાં પીતાં પોતાનો મત જાહેર કર્યો.

‘સૂપ સાથે પાપડ ખાવાથી પેટ લગભગ વીસ ટકા જેટલું ભરાઇ જાય છે એટલે બાકીનો ઓર્ડર આપી દેવા છતાં વ્યક્તિ થોડુંક ઓછું ખાઇ શકે છે એટલે સરવાળે રેસ્ટોરન્ટ કે હોટેલ વાળાને જ ફાયદો થતો હોય છે.’ શાંતનુનો રહી રહી ને વારો આવ્યો.

‘હમમ આઇ થીંક યુ ગોટ અ પોઇન્ટ શાંતનુ, મને પણ એમ જ લાગે છે કારણકે પાપડ એવી વસ્તુ છે કે આપણે એને જોતાં જ એનાં પર તૂટી પડીએ છીએ અને ઘણાં તો એકવાર મંગાવ્યાં પછી પણ બીજાં બે-ત્રણ મસાલા પાપડ પણ મંગાવતાં હોય છે.’ અનુશ્રી શાંતનુ નાં મુદ્દા સાથે અગ્રી થઇ એ તો શાંતનુ ને ગમ્યું જ પણ એનું નામ એ હવે વારંવાર ઉચ્ચારી રહી હતી એનો આનંદ એને વિશેષ હતો.

‘રાઇટ અનુશ્રી, તમે જુઓ ફિક્સ લંચ પછી ખાસ કરીને પંજાબી ફિક્સ લંચ, એમાં આવાં મસાલા પાપડ નથી સર્વ કરતાં કેમ? કારણકે એમાં પૈસા ગુમાવવા પડે.’ શાંતનુએ પોતાનો મુદ્દો વધુ સ્પષ્ટ કર્યો. એ હવે અનુશ્રી સાથે વાત કરવામાં વધુ ને વધુ ખુલી રહ્યો હતો. અક્ષયે આ મુદ્દો પણ નોંધ્યો.

‘વાહ ગ્રેટ માઇન્ડઝ થીંક અલાઇક બરોબર ને અનુશ્રી મેડમ? શાંતનુ ભાઇ?’ અક્ષયે અનુશ્રીએ અક્ષયને કહ્યું.

‘અરે આ મેડમ શું છે? વી આર અનુશ્રી એન્ડ સિરતદીપ કેમ સિરુ બરોબર ને?’ અનુશ્રીએ અક્ષયને કહ્યું.

‘ઓકે ઓકે ઓકે, હવે થી અનુશ્રી અને સિરતદીપ, પોઇન્ટ નોટેડા!’ અક્ષય હસતાં હસતાં બોલ્યો.

આમને આમ હસતાં હસતાં અને વાતો કરતાં કરતાં એ સાંજ સંપૂર્ણ થઇ. શાંતનુ માટે એનાં અત્યારસુધીના જન્મદિવસોમાંની આ એક યાદગાર સાંજ હતી પણ એ એવી પહેલી સાંજ ન હતી હજી તો કેટલીય આવી અથવાતો એનાં થી પણ વધુ યાદગાર સાંજ એનાં જીવનમાં આવવાની હતી.

શાંતનુ અને અનુશ્રી હવે રવિવાર અને રજા નાં દિવસ સીવાય રોજ મળતાં અલબત્ત એમની ઓફીસ નાં બિલ્ડીંગ માં જ. આ ઉપરાંત હવે ધીમે ધીમે એસ.એમ.એસ થી પણ સંબધ મજબુત થઇ રહ્યો હતો અને અનુશ્રી ને કોઇ બાબતે શાંતનુ ની સલાહ જોઇતી હોય તો એ એની પાસે સીધી રીતે અથવા તો કૉલ કરી ને એની પાસે લઇ લેતી. અનુશ્રી ને શાંતનુ એક મેચ્યોર અને ઇન્ટેલીજન્ટ છોકરો હોય એવું ફીલ થવાં લાગ્યું હતું અને એ બાબતે એ જરાપણ ખોટી ન હતી. ઘણીવાર બન્ને જણા પાસે સમય હોય તો એ સામે આવેલાં કેફે માં જઇને કોફી અચૂક પીતાં. શાંતનુ શરમાળ જરૂર હતો પણ એની પાસે સામાન્ય જ્ઞાન અને દુનિયાદારીનું ખુબ ભાન પણ હતું. થોડાં સમય બાદ આ બન્ને વચ્ચે હવે ‘દોસ્તી’ નાં નામ હેઠળ એક પાક્કો સંબંધ બંધાઇ ચુક્યો હતો. આ બાજુ અક્ષય પણ સિરતદીપ તરફે સીરીયસ થઇ ચુક્યો હતો અને સિરતદીપ પણ અક્ષયથી આકર્ષાઇ હતી એવું શાંતનું અને અનુશ્રીને પણ લાાગતું હતું પણ હજી આ છુપાયેલા પ્રેમ ને બહાર લાવવા એનાં એકરાર કરવાની વિધી હજી બાકી હતી. અક્ષયને હવે ધીમે ધીમે પોતાની પોલીસી ‘ક્લોઝ’ કરવામાં શાંતનુ ની ઓછી જરૂર પાડવા માંડી હતી અને એ બચેલાં સમયનો ‘સદુપયોગ’ એ સિરતદીપ સાથે વધુ રહી ને કરતો હતો.

આમનેઆમ દિવસો વીતતાં ચાલ્યાં અને લગભગ બે-એક મહિના નો સમય પણ નીકળી ગયો. શરૂઆતમાં જે ઝડપથી શાંતનુ અને અનુશ્રી મળ્યાં નાં લગભગ અડતાલીસ કલાકમાં તો સારી એવી ઓળખાણ પણ થઇ ગઇ હતી એનાં પ્રમાણમાં અક્ષયના હિસાબે ઝડપ હવે ઓછી થઇ ગઇ હતી. વળી અક્ષય નાં હિસાબે હવે શાંતનુ એ ‘દોસ્તી’ થી આગળ વધવાની જરૂર હતી વળી શાંતનુ કે અનુશ્રીના ઘરમાં તો હજી કોઇ એ બન્ને ને ઓળખતું પણ ન હતું. શાંતનુ ને કે પછી અક્ષયને જ્વલંતભાઇ ની તો ફિકર ન હતી કારણકે એમને મન તો શાંતનુની પસંદ જ પોતાની પસંદ બની રહેવાની હતી. આ બે મહિનામાં અનુશ્રીએ શાંતનુને પોતાનાં પરિવારમાં મમ્મી અને એક ભાઇ સીવાય અન્ય કોઇજ વાત કરી ન હતી. શાંતનુને પણ અનુશ્રી વિષે હજી વધુ જાણવું હતું અને એટલે જ એક રવિવાર ની સવારે શાંતનુ અને અક્ષય આઇ.આઇ.એમ ની વિખ્યાત ચા ની કીટલી પર મળ્યાં.

‘બોલો ભાઇ શું કરીશું? ભાભી ને ઘેેરે જઇએ? સૂર્ય સંજય માં જ રહે છે એ તો આપણને ખબર જ છે.’ અક્ષયે ચા નો પહેલો ઘૂંટ પીતાં શાંતનુ ને પૂછ્યું.

‘પણ એમનેમ તો ન જવાય ને? આઇ મીન કોઇક બહાનું તો હોવું જોઇએ ને?’ શાંતનુ બોલ્યો

‘એટલે જ તો તમને રોજનાં ડ્રેસમાં બોલાવ્યા છે. ભાભી ને ઘેર જવાનું ને કહેવાનું કે સામે જ સંજયભાઇ ને ત્યાં આવ્યાં હતાં તો થયું કે તમને પણ મળી લઇએ?’ અક્ષયે આઇડીયા બતાવ્યો.

‘હા કારણકે મારાં મોટાભાઇને રોજ ની મુલાકાતો થી પણ હવે પેટ નથી ભરાતું અને રવિવારે પણ તમને મળ્યાં વીના સખણા રહી શકતા નથી એમપણ કહી દેજે ઓકે?’ શાંતનુ એ અક્ષયના આઇડિયા ની નબળાઇ છતી કરી.

‘પોઇન્ટ’ અક્ષયે શાંતનુની દલીલ સ્વીકારી લીધી અને બીજો કોઇ આઇડિયા વિચારવા લાગ્યો. થોડીવાર વિચાર કર્યા પછી અચાનક બોલ્યો.

‘આઇડિયા..આપણે એમ તો કહી શકીએ ને કે અમે ક્લાયન્ટ ને મળવા આવ્યાં હતાં અને ત્યાં જ મને એટલે કે અક્ષયને પેટમાં ખુબ દુઃખવા માંડ્યું અને અમને અચાનક યાદ આવ્યું કે અહિયા જ ક્યાંક તમારું ઘર છે અને જુવો ને આજે દુકાનો પણ બંધ છે એટલે...એમ કહી ને આપણે એમની પાસેથી કોઇપણ પેટનાં દુઃખાવા ની ગોળી લઇ લઇશું અને એ બહાને એમનાં ઘરનાં લોકોથી પણ થોડાક પરિચિત થઇ જશું. થોડીક તેલ ની ધાર તો એટલીસ્ટ મપાઇ જ જશે.’ અક્ષયનાં શૈતાની દિમાગમાં એક વિચાર સ્ફૂર્યો.

‘હમમમમ...આઇડિયા ખોટો નથી પણ તું કેમ? મને પેટમાં ન દુઃખે?’ શાંતનુ એ વળતો સવાલ કર્યો.

‘કારણકે ભાઇસાહેબ જો તમારું પેટ દુઃખે તો ભાભી સાથે વાતો કોણ કરશે?’ અક્ષયે શાંતનુને તરતજ ગળે ઉતરી જાય એવો જવાબ આપ્યો.

‘તો જઇએ?’ શાંતનુ બોલ્યો.

‘ચલો, શુભ કામ મેં દેરી કૈસી?’ અક્ષયે ચા વાળાં ને પૈસા ચૂકવ્યાં, હેલ્મેટ પહેરી અને બાઇક ને કીક મારી. શાંતનુ એની પાછળ બેસી ગયો.

‘પેટ માં દુઃખ્યું ને અનુ તમે યાદ આવ્યાં!!’ અક્ષયને પાછળ બેસીને શાંતનુએ એક લોકપ્રિય ગુજરાતી ગઝલ ની પેરોડી કરી અને પછી બન્ને ખડખડાટ હસી પડ્યાં.

લગભગ વીસેક મીનીટમાં એ બન્ને બોપલ વિસ્તારમાં આવેલાં ‘સૂર્ય સંજય હાઇટ્‌સ’ નામનાં અતિધનિક લોકોનાં રો હાઉસ નાં કમાન જેવાં દરવાજે પહોંચી ગયાં. વોચમેન ની કેબીન ખાલી હતી એટલે અક્ષય અને શાંતનુએ પછીથી કોઇ તકલીફ ન પડે એટલે થોડીવાર રાહ જોવાનું નક્કી કર્યું પણ દસ મિનીટ સુધી પણ વોચમેન ન દેખાતાં એલોકો એ રો હાઉસ માં દાખલ થવાનું નક્કી કર્યું. રો હાઉસ ની પાંચ ગલીઓ હતી અને દરેક ગલીમાં ડાબી અને જમણી બાજુ દસ-દસ એકસરખાં મકાનો હતાં જે ખરેખર લક્ઝુરીયસ કહી શકાય એવાં હતાં.

‘ભાઇ, હું બાઇક ધીરે ધીરે વન બાય વન એક એક ગલીમાં લઉં છું જ્યાં સુધી ભાભી ની કોઇ ઝલક કે કોઇ એક્સ, વાય, ઝેડ મહેતા નાં નામની નેઇમ પ્લેટ ન દેખાય ત્યં સુધી પહેલાં ડાબી બાજુ અને પછી જમણી બાજુ જોતાં રહેજો, જેવો જરાપણ ડાઉટ પડે મને કહેજો હું બાઇક ઉભી રાખીશ. આપણે કોઇને ભાભીનું નામ લઇ ને એમનું ઘર નથી પૂછવું ઓકે?’ અક્ષયે પ્લાન સમજાવ્યો.

‘હમમ..હમમ...’ શાંતનુએ ફક્ત આટલો જ જવાબ આપ્યો. એની આંખો અત્યારથી જ છેક છેલ્લાં ઘર સુધી અનુશ્રીને શોધી રહી હતી.

અક્ષયે બાઇક હંકારવી શરુ કરી અને પહેલી ગલી આખી ફરી વળ્યાં પણ અનુશ્રી ની કોઇજ ભાળ મળી નહી. બીજી ગલીમાં પણ એવું જ થયું. ત્રીજી ગલીમાં ડાબી બાજુ માં પણ એવું જ થયું અને જમણી બાજુએ પણ છેક છેલ્લાં ઘર સુધી એમ જ રહ્યું. ચોથી ગલી બાકી હતી એટલે શાંતનુ હજી નિરાશ નહોતો થયો અને ત્યાં જ ત્રીજી ગલીનાં જમણી બાજુનાં છેક છેલ્લાં ઘરની વિશાળ લોનમાં હીંચકા પર બેઠી એક છોકરી ટ્‌વાલથી પોતાનાં વાળ ઝાટકતા જોઇ. એ કમરેથી નીચે વળેલી હતી અને એનાં ભીના અને વાળ એનાં ચહેરાને ઢાંકી રહ્યાં હતાં. શાંતનુ ની નજર ત્યાં જ સ્થિર થઇ ગઇ.

‘એક મિનીટ... એક મિનીટ... એક મિનીટ.’ શાંતનુએ ધીમેથી બોલી ને અને અક્ષય નો ખભો દબાવી ને બાઇક રોકવાનો ઇશારો કર્યો. એનું ધ્યાન એ રો-હાઉસનાં ભવ્ય દરવાજા પર ચોંટાડેલી નેઇમ પ્લેટ પર ગયું જેનાં પર લખ્યું હતું... ‘૬૦-સુવાસ મહેતા’.

‘લાગે છે આ જ ઘર છે. સુવાસ મહેતા’ શાંતનુએ ‘મહેતા’ શબ્દ પર ભાર મૂક્યો અને ઇશારા થી પેલી વાળ સુકવતી છોકરી તરફ અક્ષયનું ધ્યાન દોર્યું.

અક્ષયે બાઇક ગલીનાં ખૂણે લઇ લીધું શાંતનુ ને નવાઇ લાગી.

‘કેમ ઉભી ન રાખી?’ શાંતનુ એ પૂછ્યું.

‘સરજી, ભાભીકે એમનાં ઘરનાં કોઇપણ સભ્યને જરાપણ ડાઉટ ન જવો જોઇએ. હજી એક બીજું ચક્કર મારી ને પછી જ જઇએ. એ ભાભીનું જ ઘર છે એ વાત તો કન્ફર્મ છે.’ અક્ષય બોલ્યો અને એણે ફરીથી એ જ ગલીમાં ડાબી બાજુએ થી શરૂઆત કરી અનુશ્રી નાં રો-હાઇસ પાસે ધીમી પાડી ને ફરીથી બહાર લઇ ગયો અને ચોથી ગલીમાં પણ એમ જ ફેરવી અને ફરીથી ત્રીજી ગલીમાં લાવ્યો અને આ વખતે બાઇક સીધી જ અનુશ્રી નાં ઘર પાસે જ ઉભી રાખી.

શાંતનુ અને અનુશ્રી એ એકબીજાં ને જોયાં અને અનુશ્રી એને જોઇને આશ્ચર્યચક્તિ થઇ ગઇ...

‘હેય વાઉ! વ્હોટ અ સરપ્રાઇઝ, શાંતનુ તમે અહિયા?’ અનુશ્રી નાં હાવભાવ એની ખુશી બતાવી રહ્યાં હતાં. સફેદ કુર્તા અને લાલ પાયજામાં માં ભીના વાળ માથામાં છેક ઉપર સુધી ટુવાલમાં બાંધી ને ઉભેલી અનુશ્રી ખુબ રૂપાળી લાગી રહી હતી પણ હવે શાંંતનુ એ પોતાનાં પર કંટ્રોલ કરતાં શીખી લીધું હતું.

‘હા..હા...થોડી ઇમરજન્સી હતી’ શાંતનુ બોલ્યો

‘હેય વ્હોટ હેપન્ડ આર યુ ઓલરાઇટ?’ અનુશ્રી એ ઘરનો દરવાજો ખોલતાં પૂછ્યું

‘હા હું તો ઓલરાઇટ છું પણ અક્ષુ ને જરા પેટમાં દુઃખાવો છે.’ શાંતનુ સીધો પોઇન્ટ પર આવ્યો.

‘ઓહ માય ગોડ, અંદર આવો ને પ્લીઝ.’ અનુશ્રી બોલી. એનાં ચહેરા પર ચિંતાના ભાવ સ્પષ્ટ દેખાતાં હતાં એણે અક્ષય સામે જોયું. અક્ષય પણ મંજેલા કલાકારની જેમ પોતાનું પેટ થોડી થોડી વારે દબાવી ને ચેહરા પર દર્દભર્યા હાવભાવ લાવી રહ્યો હતો.

આગળ અનુશ્રી અને પાછળ શાંતનુ અને અક્ષય એનાં ઘરમાં ઘુસ્યા. બન્ને એ પોતાનાં શુઝ બહાર પડેલા ઘોડામાં પાર્ક કર્યા. શાંતનુ એ પોતાનાં શુઝ અનુશ્રી નાં સેન્ડલ ની બાજુ માં પાર્ક થાય એની કાળજી લીધી. આ જોઇને અક્ષય ને હસવું આવ્યું પણ પરિસ્થિતિનું ધ્યાન રાખીને એણે પોતાનું હાસ્ય દબાવી રાખ્યું. બન્ને એક વિશાળ રૂમમાં દાખલ થયાં. એકદમ પોશ રાચરચીલા સામાનથી ભરપુર એ લીવીંગ રૂમની એક દીવાલ પર એક વિશાળકાય એલ.સી.ડી ટેલીવિઝન ચોંટેલું હતું અને એનાં પર કોઇ મ્યુઝીક ચેનલ ચાલી રહી હતી. એક મોટાં સોફા પર એક વ્યક્તિ બેઠો હતો જે કદાચ અનુશ્રી નો ભાઇ હોય એવું એનાં ચહેરા પરથી લાગતું હતું. એણે પોતાનું ડોકું છાપામાંથી બહાર કાઢ્યું હતું અને આ અચાનક આવી ચડેલાં મહેમાનો ને જોઇ રહ્યો હતો.

‘મતે બન્ને પ્લીઝ અહી બેસો.’ અનુશ્રી નાં ચહેરા પર અને અવાજ માં ચિંતા સ્પષ્ટ દેખાઇ રહી હતી. બે મિનીટ માટે શાંતનુને આ નાટક

કરીને અનુશ્રીને મુર્ખ બનાવવાનું ગમ્યું નહી.

‘એક્ચ્યુલી અમે સામે જ અમારાં ક્લાયન્ટ ને મળવા આવ્યાં હતાં અને ત્યાં જ અક્ષયને પેઇન ચાલુ થઇ ગયું. થોડું અનબેરેબલ પણ છે. મેં આસપાસ ટ્રાય કરી પણ કોઇપણ મેડીકલ સ્ટોર મને મળ્યો નહી. ત્યાં જ સામે તમારાં ‘રો-હાઉસ’ ની કમાન જોઇ. આપણે વાત થઇ હતીને કે તમે અહી રહો છો એટલે મને થયું કે એક ચાન્સ લઇએ જો તમારી પાસેથી કોઇ પેઇન કિલર મળી જાય તો..પછી એને થોડું સારું લાગે તો એને ઘેરે મુકી આવું.’ શાંતનુએ પૂરી વાર્તા એક શ્વાસે કહી દીધી.

અક્ષય પણ જાણે કે ખુબ દુઃખતું હોય એવાં હાવભાવ દેખાડે જતો હતો. સોફા પર બેઠેલો પેલો વ્યક્તિ આ બધી વાતોથી જરાપણ વિચલિત થોય હોય એમ ન લાગ્યું. એણે જોકે વાતમાં રસ જરૂર લીધો.

‘શ્યોર મારી પાસે છે દવા, હું હમણાં જ લઇ આવું.’ અનુશ્રી બોલી અને એ ઘરની અંદર એક રૂમ તરફ રીતસર ની દોડી.

થોડીવાર પછી એ પાણી નો ગ્લાસ અને એક ગોળી લઇને આવી.

‘આ લ્યો અક્ષય આનાંથી તમને પાંચ મીનીટમાં જ રાહત થઇ જશે.’ અનુશ્રી એ અક્ષયને ગોળી અને પાણીનો ગ્લાસ પકડાવતાં કહ્યું.

અક્ષયે તરત ગોળી પોતાનાં ગળામાં નાખી ને ઉપર પાણીનાં બેત્રણ ઘૂંટડા લઇ લીધાં. અનુશ્રીએ અક્ષયનાં હાથમાં થી ગ્લાસ લઇ લીધો અને નજીક પડેલા ટેબલ પર મૂકી દીધો અને શાંતનુ ની નજીકનાં સોફા પર બેસી ગઇ.

‘ફેર પડે એટલે કે’જે અક્ષય, પછી આપણે નીકળીએ.’ શાંતનુએ અક્ષયને કહ્યું.

‘જરાય જલ્દી ન કરતાં અક્ષય ટેક યોર ઓન ટાઇમ, ફીલ એટ હોમ.’ અનુશ્રીએ અક્ષયને સાંત્વના આપતાં કહ્યું.

આ આખીય ચર્ચા દરમ્યાન પેલો વ્યક્તિ એક શબ્દ પણ ન બોલ્યો પણ હા જેવી અક્ષયે ગોળી લઇ લીધી એણે ફરીથી પોતાનું ડોકું છાપામાં ઘુસાડી દીધું.

‘તમારી ઓળખાણ કરાવું? સુવાસભાઇ, આ મારાં મિત્ર શાંતનુ અને આ અક્ષય છે. મારી સામે જ ઇન્શ્યોરન્સ ની ઓફિસમાં જોબ કરે છે અને આ મારાં મોટાભાઇ સુવાસભાઇ. તમે આશ્રમ રોડ પર એસ. ડી. એમ ઇલેક્ટ્રોનીક્સ નો શો રૂમ જાણતાં જ હશો, એ અમારો છે, સુવાસ ભાઇ એને હેન્ડલ કરે છે.’ બે-ત્રણ મિનીટ ની શાંતિ પછી અનુશ્રી એ દરેક પાત્રોની ઓળખાણ કરાવી.

શાંતનુ એ આગળ વાળીને સુવાસ સાથે હાથ મેળવ્યાં, સુવાસ પણ પહેલીવાર એ લોકોની સામે હસ્યો.

‘મમ્મા..જરા નીચે આવતો?’ અનુશ્રી એ બુમ પાડી

અક્ષય હવે ધીરેધીરે નોર્મલ થઇ રહ્યાં હોવાનો ડોળ કર્યો. ઉપર થી અનુશ્રીના માતા નીચે આવ્યાં.

‘આ મારાં મમ્મા છે.’ અનુશ્રી બોલી.

શાંતનુ તરત ઉભો થઇ ને એમને પગે લાગ્યો. એનું જોઇને અક્ષય પણ પગે લાગ્યો. અનુશ્રીએ એની મમ્મા ને આ બન્ને ની ઓળખાણ આપી અને અહી આવવાનું કારણ પણ જણાવ્યું.

‘અરે અક્ષય તમે બેસી રહો, તમને તકલીફ થશે.’ અનુશ્રી બોલી

‘ના આઇ એમ ઓલરાઇટ નાઉ, થેન્કસ પેલી ગોળીથી મને ખુબ રાહત થઇ ગઇ.’ અક્ષય બોલ્યો.

‘હા અમે આવી ઇમરજન્સી માટે પિલ્સ રાખીએ જ છીએ.’ અનુશ્રી બોલી

‘તો ઉપડીએ?’ શાંતનુ ને હવે કોઇ તકલીફભર્યા સવાલો એની સામે આવે એ પહેલાં અહીંથી નીકળવું હતું.

‘અરે એમ કાઇ હોય? આઇ થીંક એક-એક કપ કોફી સારી રહેશે, રાઇટ મમ્મા?’ અનુશ્રી બોલી.

‘હા થોડીક કડક બનાવજે પેટ માટે કડક કોફી સારી.’ અનુશ્રી નાં મમ્મા બોલ્યાં.

‘મારી ન બનાવતી અનુ મારે હજી ન્હાવાનું બાકી છે.’ સુવાસ બોલ્યો

‘ઓકે ભાઇ...’ આટલું બોલીને અનુશ્રી દાદરની નીચે આવેલા રસોડામાં જતી રહી.

થોડીવાર પછી એક ટ્રે માં કોફીના ચાર કપ લઇ ને જ્યારે અનુશ્રી બહાર આવી ત્યારે શાંતનુ એને જોઇને દંગ થઇ ગયો. અનુશ્રીના વાળ હજી પુરા સુકાયા ન હતા પણ એણે માથેથી ટુવાલ કાઢીને પોતાનું માથું ઢીલું ઢીલું બાંધી દીધું હતું. ટેબલ પર કપ મુકીને એણે દરેકને એક એક કપ આપ્યાં. સુવાસ હવેે ઉપર કદાચ પોતાનાં રૂમમાં નહાવા જતો રહ્યો હતો. શાંતનુ વારેવારે અનુશ્રીના મમ્મા તરફ જોઇ રહ્યો હતો. એને અનુશ્રી નાં ઘરમાં આવવું ખુબ ગમ્યું હતું. કોફી પી અને થોડીવાર વધુ વાતો કરીને શાંતનુ અને અક્ષયે વિદાય લીધી. અનુશ્રી અને એનાં મમ્મા એ એ બન્ને પાસે થી ફરીવાર આવવાનો વાયદો લઇને એમને હસીને વિદાય આપી. રો-હાઉસ ની બહાર નીકળી, થોડી દુર જઇ ને અક્ષયે બાઇક રોકી.

‘ભાઇ, પેલી ગોળી...લોપમાઇડ હતી’ બસ અક્ષય એટલું જ બોલ્યો અને બન્ને ફરીથી ખડખડાટ હસ્યાં.

-ઃ પ્રકરણ ચાર સમાપ્ત :

પાંચ

અનુશ્રીનાં ઘેરે જઇને એનાં ફેમીલી વિષે માહિતી લેવાનો આનંદ જેટલો શાંતનુને હતો એટલો અથવા તો એનાં થી પણ વધુ આનંદ તો અક્ષયને હતો પણ તેમ છતાં હજી એ એટલો ખુશ ન હતો. એને તો હવે અનુશ્રી અને જ્વલંતભાઇ ને સામસામે લાવવા હતાં અને એ વાત કોઇપણ રીતે શક્ય બની રહી ન હતી. અક્ષયનો મુદ્દો એ હતો કે એકવાર ફક્ત જ્વલંતભાઇ અનુશ્રીને જોવે કે મળે તો ભવિષ્યમાં એટલીસ્ટ જ્વલંતભાઇ તરફથી કોઇ વાંધો ન આવે અને અનુશ્રી પણ જ્વલંતભાઇ નાં નિર્મળ સ્વભાવ ને અનુભવે તો શાંતનુનો એક ઔર પ્લસ પોઇન્ટ વધી જાય. અક્ષય અને શાંતનુ અનુશ્રીના ઘેરેથી આવ્યાં પછી રોજ આ બાબતે કોઇને કોઇ પ્લાન બનાવતાં અને પછી એલોકો પોતે જ એને રદ્‌ કરી નાખતાં. પણ કહે છે ને કે ઉપરવાળાની મરજી વીના કોઇ પાંદડું પણ હલી શકતું નથી એવી જ રીતે એની મરજી હોય તો ગમે તેવી અશક્ય મુલાકાત પણ શક્ય બની જાય છે અને આવું જ કાઇક બન્યું એનાં પછીનાં મહિનામાં એટલે કે ઓગસ્ટ મહિનામાં.

ચોમાસાની ઋતુ હોવાથી અને જો સવારે વરસાદ વરસતો હોય તો શાંતનુ સલામતી ખાતર ઘેરેથી થોડો વહેલો જ નીકળતો. આજે પણ મોડી રાત થી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોવાથી શાંંતનુ રેઇનકોટ પહેરી ને વહેલો નીકળ્યો અને લગભગ પોણા નવ ની આસપાસ તો પોતાની ઓફિસે પહોંચી ગયો. એણે થોડીવાર માતાદીન ની રાહ જોઇ પણ એ ન દેખાતાં એણે લીફ્ટ તરફ પ્રયાણ કર્યું. પોતાનાં ફ્લોર પર પહોંચતાવેત જ એણે પેસેજ ને છેવાડે બારી પાસે અનુશ્રીને સેલ ઉપર વાત કરતાં જોઇ. જો કે શાંતનુ ને હવે આ બાબતની કોઇ નવાઇ નહોતી. આટલાં મહિનાઓમાં ઘણીવાર એણે અનુશ્રી ને આટલી વહેલી આવીને આવી રીતે સેલફોન પર વાતો કરતાં જોઇ હતી. શાંતનુની ઓફીસ તો ખુલી ઘઇ હતી એટલે એણે પોતાની બેગ પોતાની ડેસ્ક ઉપર મૂકી અને રેઇનકોટ પેન્ટ્રી નાં દરવાજાની પાછળના હુકમાં ભરાવી દીધો અને અરીસામાં જોઇને પોતાનો ચહેરો સાફ કર્યો અને વાળ પણ ઓળીને સરખાં કરી દીધાં અને ફરી ઓફિસની બહાર આવ્યો. અનુશ્રી હજીપણ વાત કરી રહી હતી. એ ખુબ ખુશ દેખાતી હતી અને એનું ધ્યાન પણ પડ્યું. ફોન પર વાત કરતાં કરતાં એણે શાંતનુ ને હાથ ઉંચો કરી ને ‘હાઇ’ નો એનો કાયમ નો ઇશારો કર્યો. શાંતનુ એ પણ સામે થી એજ પ્રકારનો જવાબ આપ્યો. બન્ને વચ્ચે દોસ્તી હવે પાકી થઇ ગઇ હતી. થોડીવાર પછી અનુશ્રી નો કૉલ પૂરો થયો અને એ શાંતનુ તરફ આવી.

જનરલ વિષયો પર અને રોજિંદી લાઇફ ની ચર્ચા કરવી એમની આદત થઇ ગઇ હતી. આગલાં દિવસે શું ખાધું અને આખો દિવસ શું કર્યું એવી વાતો સુદ્ધાં એલોકો કરતાં. ઉપરાંત હવે તો પોતાનાં કુટુંબમાં અને મિત્રો સાથે પણ શું વાતો કરી અથવા તો એમની સાથે ક્યાં ક્યાં બહાર ગયાં એ બાબતો પણ શેર કરતાં. આમ આવી જ વાતો કરીને એ બન્ને છુટ્ટા પડ્યાં. શાંતનુ ભલે વહેલો આવી ગયો પણ મુખોપાધ્યાય ને ફરિયાદ નો કોઇ ચાન્સ ન રહે એટલે એ સમયસર ઓફિસમાં ઘુસી ગયો. અક્ષયે આજે રજા લીધી હતી કારણકે એને પોતાનાં પિતા સાથે વડોદરા કોઇ કારણસર જવાનું હતું. શાંતનુને આજે પોતાની ઓફીસમાં જ કામ હતું.

બપોરે લંચ પછી વરસાદે ખબર નહી કેમ પણ જબરો વણાંક લીધો અને એની સ્પીડ વધારી. લગભગ દોઢેક કલાક આ જ પ્રમાણે વરસાદ વરસતો રહ્યો અને બંધ થવાની કે ધીમાં થવાની કોઇ જ શક્યતા દુરદુર સુધી દેખાતી ન હતી. ચિંતાતુર જ્વલંતભાઇ નો ફોન પણ આવી ગયો અને શાંતનુને ઘરે આવી જવા માટે એમણે દબાણપૂર્વક આગ્રહ કર્યો. શાંતનુ નું કામ કાયમ ટકોરાબંધ જ હોય એટલે એને રજા મળવામાં પણ કોઇ વાંધો ન હતો. એનાં આશ્ચર્ય સાથે લગભગ સાડાત્રણ વાગે મુખોપાધ્યાયે પણ ઘેરે જવાનું નક્કી કર્યું અને આખાય સ્ટાફ ને પણ ઘેરે જવા કહ્યું. આખોય સ્ટાફ જતો રહ્યો પછી મુખોપાધ્યાય અને શાંતનુ એ બન્ને અને ઓફિસબોય ઓફીસ લોક કરી જ રહ્યા હતાં ત્યાં અનુશ્રી પોતાની ઓફિસમાં થી લગભગ દોડતીદોડતી બહાર આવી...

‘થેંક ગોડ તમે હજી અહીં જ છો શાંતનુ, હું તમને મેસેજ કરવાની જ હતી શાંતનુ.’ અનુશ્રી નાં ચહેરા પર ચિંતાના ભાવ સ્પષ્ટ જોઇ શકાતાં હતાં.

‘કેમ શું થયું?’ શાંતનુ એ પૂછ્યું. દરમ્યાન મુખોપાધ્યાય અને ઓફિસ બોય શાંતનુને આવજો કરી ને લીફ્ટ તરફ જતાં રહ્યાં.

‘આ વરસાદ..મારાં એરિયામાં ખુબ પાણી ભરાઇ જાય છે. સિરુ પણ આજે એની જોબ પરથી વહેલી છૂટી ગઇ છે. મને ખબર નથી પડતી હું શું કરું?’ અનુશ્રીના અવાજમાં ગભરાટ હતો

‘તમે ગભરાવ નહી, અનુ તમે મારી સાથે આવો હું તમને ઘેરે મૂકી દઇશ ઓકે? હું છું ને? ડોન્ટ વરી.’ શાંતનુએ અનુશ્રીને ધરપત આપતાં કહ્યું એનાં અવાજમાં એક અજબ રણકો હતો જેણે અનુશ્રીની પરેશાની લગભગ અડધી કરી નાખી.

બન્નેએ પોતપોતાનાં રેઇનકોટ પહેર્યા અને લીફ્ટમાં નીચે ગયાં. શાંતનુએ જ્વલંતભાઇને અને અનુશ્રી એ પોતાનાં મમ્માને કૉલ કરીને ઓફિસે થી નીકળી રહ્યાં હોવાનું અને હવે સેલફોન પલળે નહી એટલે એને ઓફ કરી ને પોતે પોતાની બેગ્ઝમાં મૂકી દેશે એવી માહિતી પણ આપી દીધી. અનુશ્રીની સ્કુટી શાંતનુએ ભોયરામાં પાર્ક કરી દીધી અને માતાદીનને જરૂરી સૂચનાઓ આપી. શાંતનુએ પોતાની બેગ ઓફિસમાં જ છોડી દીધી હતી. શાંતનુએ હેલ્મેટ પહેરી બાઇકને કીક મારી અને અનુશ્રીને ઇશારાથી પાછળ બેસવાનું કહ્યું.

જોરદાર વરસતા વરસાદમાં શાંતનુએ સંભાળીને બાઇક ચલાવવાનું શરુ કર્યું. એકબાજુ અનુશ્રીને સુખદુખ એને ઘેરે પહોંચાડવાની મોટી જવાબદારી હોવા છતાં એ આજે પહેલીવાર પોતાની બાઇક ઉપર બેસી એનો આનંદ શાંતનુ થી રોક્યો રોકાઇ નહોતો રહ્યો અને એ બાઇક ચલાવતાં મંદ મંદ મુસ્કુરાઇ રહ્યો હતો. અનુશ્રીએ પોતાની બન્ને હથેળીઓ શાંતનુના બન્ને ખભાઓ ઉપર મુકીને એને જોરથી પકડી દીધાં હતાં. શાંતનુ માટે તો આ એની જિંદગી ની ‘ફાઇનેસ્ટ મોમેન્ટ’ હતી. પણ એ ફાઇનેસ્ટ મોમેન્ટ વધુ સમય ટકી નહી...

... કારણકે ઇસ્કોન ચાર રસ્તા પર પાણી ખૂબ ભરાઇ ચુક્યા હતાં અને લગભગ આખાયે એસ.જી હાઇ-વે ની આજ હાલત હતી. લોકો ચાર રસ્તેથી યુ ટર્ન લઇને પાછાં વળી રહ્યાં હતાં.

‘શું કરીશું અનુ? આગળ તો બિલકુલ જવાય એમ જ નથી’ શાંતનુએ બાઇક ને એકબાજુ રાખીને અનુશ્રી ને પૂછ્યું.

‘ના ના ના મારે તો ઘરે જ જવું છે. અત્યારે જ...’ અનુશ્રી પુરેપુરી ગભરાયેલી હાલતમાં હતી.

‘હું સમજી શકું છું પણ તમે જ જુવો ને કેટલું રિસ્કી છે?’ શાંતનુએ અનુશ્રી ને પૂછ્યું.

‘તો મને સિરુ ને ઘેર મૂકી જાવ શાંતનુ.’ અનુશ્રી બોલી.

‘હા ધેટ્‌સ બેટર આઇડિયા પણ એનું ઘર પણ એસ.જી હાઇ-વે ની પેલી પાર જ છે ને? એકવાર એને જરા પૂછી લ્યો તો? શાંતનુ એ મુદ્દાની વાત કરી.

‘હમમ..હા એ વાત બરોબર’ અનુશ્રી ને તરત આ વાત ગળે ઉતરી ગઇ.

શાંતનુએ બાઇક નજીકનાં કોમ્પલેક્સ માં લીધું અને એક બંધ દુકાનની છાજલી નીચે એ અને અનુશ્રી બન્ને ઉભા રહ્યાં. બન્ને એ પોતપોતાનાં સેલફોન્સ બહાર કાઢ્યા અને અનુશ્રીએ સિરતદીપને કૉલ લગાડ્યો જ્યારે શાંતનુએ પોતાનાં ઘરનો ાંબર ડાયલ કરીને જ્વલંતભાઇ સાથે વાત કરવાની શરુ કરી. શાંતનુની વાત તો તરત પૂરી થઇ ગઇ પણ અનુશ્રી હજીપણ સિરતદીપ સાથે વાત કરી રહી હતી.

‘તો હું શું કરું સિરું? ... આણ એમ સો સ્કેર્ડ... ઠીક છે હું ભાઇ અને મમ્મા સાથે વાત કરીને તને કહું.’ અનુશ્રી હજીપણ ગભરાટમાં જ બોલી રહી હતી. થોડી ચર્ચા પછી એણે કૉલ કટ કરી ને શાંતનુ સામે જોયું અને પોતાનું ડોકું નકાર માં ધુણાવ્યું.

‘શું થયું અનુ?’ શાંતનુએ પૂછ્યું.

‘સિરુ નાં તો ઘરમાં પણ પાણી ઘુસી રહ્યાં છે એની હાલત તો વધુ ખરાબ છે.’ અનુશ્રીએ નિરાશાજનક સૂરમાં વાત કરી.

‘એક આઇડિયા આપું જો તમને વાંધો ન હોય તો?’ શાંતનુ બોલ્યો.

‘હમમ..’ અનુશ્રી પોતાનાં દાંત વચ્ચે પોતાનાં સેલફોન નો એક ખૂણો દબાવતાં બોલી.

‘જુવો મારું ઘર અહી પાછળ જ આશ્રમ છાવણી માં જ છે, તો...ઇફ યુ ડોન્ટ માઇન્ડ, તમે મારે ઘેર ચાલો. જેવો વરસાદ ધીમો થશે એમ તરત જ હું તમને ઘરે મૂકી જઇશ અને હજી તો ફક્ત સાડાચાર જ થયાં છે.’ શાંતનુ બોલ્યો અનુશ્રી વિચારી રહી હતી.

‘હમમમ..બીજો કોઇ રસ્તો પણ નથી પણ મારે મારાં મમ્મા ને તો કહેવું જ પડશે.’ અનુશ્રી હવે લગભગ રોવુરોવું થઇ રહી હતી. એને તો પોતાને ઘેરે જ જવું હતું એ વાત સ્પષ્ટ હતી.

‘શ્યોર તમે એમની સાથે વાત કરો અને એમને પરિસ્થિતિ સમજાવવાની કોશિશ કરો એ જરૂર સમજી જશે. સેફ્ટી ફર્સ્ટ બરોબર ને?’ શાંતનુ એ અનુશ્રીને જેટલું સારું લગાડી શકાય એટલું સારું લગાડવા મોઢાં પર સ્મીત રાખીને એને ધરપત આપતાં બોલ્યો.

અનુશ્રીએ પોતાને ઘેર કૉલ કર્યો અને એનાં મમ્મા ને પરિસ્થિતિ થી અવગત કર્યા. કદાચ એનો ભાઇ સુવાસ પણ ઘરે જ પહોંચી ગયો હતો એવું એની વાત કરવાની રીત પરથી લાગ્યું. થોડીવાર પછી એણે પોતાનો સેલફોન શાંતનુને આપ્યો.

‘મમ્મા અને ભાઇને તમારી સાથે વાત કરવી છે.’ અનુશ્રી૪ સેલફોન આપતાં બોલી. શાંતનુ એ ફોન લીધો.

‘હેલ્લો...? હા આંટી તમે જરાપણ ચિંતા ન કરો...હું ઘરે જઇને પપ્પા સાથે પણ તમારી વાત કરાવીશ...હા અનુ મારાં ફ્રેન્ડ છે એની સેફ્ટી મારાં માટે...જી..જી... હા હેલ્લો સર...શ્યોર...જેવો વરસાદ રોકાય એવો તરત જ...એની ટાઇમ મને કૉલ કરી શકો. છો... હું મારો અને મારાં પપ્પા નો નંબર પણ તમને મેસેજ કરી આપું છું...યુ નીડ નોટ ટુ વરી...” આમ શાંતનુ એ અનુશ્રીના મમ્મા અને ભાઇ સુવાસ સાથે વાત કરી અને અનુશ્રીને પોતાને ઘેરે લઇ જવાની મંજુરી મેળવી લીધી.

અનુશ્રીને પણ ઘેરે થી શાંતનુ ને ઘેરે જવાની મંજુરી મળતાં જ થોડી રાહત થઇ હોય એવું લાગ્યું કારણકે એક સમયે હમણાં રોઇ કે રોશે એવી પરિસ્થિતિમાં થી અત્યારે એનાં ચહેરા પર ફિક્કું તો ફિક્કું પણ સ્મીત હતું...બન્ને ફરીથી બાઇક ઉપર બેઠાં અને ફક્ત ગણતરીની મીનીટોમાં જ શાંતનુ ને ઘરે પહોંચી ગયાં. શાંતનુ એ ડોરબેલ વગાડી અને જ્વલંતભાઇ એ મુસ્કુરાતા ચહેરાએ બારણું ખોલ્યું.

‘કહા થે શાંતનુભાઇ? કહાં ઇતની દેર લગાઇ? જ્વલંતભાઇએ એમનાં ચિતપરિચિત પ્રાસાનુપ્રાસ વાળાં લહેકામાં શાંતનુ ને આવકાર આપ્યો.

શાંતનુએ મોઢાં પર આંગળી રાખીને એમને પોતાની પાછળ જોવાનું કહ્યું. જ્વલંતભાઇને કાંઇજ ખબર ન પડી.

‘શું થયું આમ કેમ મોઢાં પર આંગળી? શું તમારી હાલત છે પાંગળી?’ જ્વલંતભાઇ એ ફરીથી પ્રાસ બેસાડ્યો.

‘પપ્પા આ અનુશ્રી છે મારાં ફ્રેન્ડ, મારી સામેની ઓફિસમાં જ

કામ કરે છે. એમનું ઘર બોપલમાં છે ત્યાં અત્યારે ખુબ પાણી ભરાઇ ગયાં છે એટલે એ મારી સાથે અહિયા આપણે ઘેર આવ્યાં છે.’ શાંતનુ એ હવે જાજી માથાકૂટ કર્યા સીવાય સીધેસીધી અનુશ્રી ને જ્વલંતભાઇ સામે ધરી લીધી.

જ્વલંતભાઇ પણ થોડાક આશ્ચર્યચકિત થયાં કારણકે ‘શાંતનુ? અને એ પણ કોઇ છોકરીને પોતાને ઘેર લઇ આવે?’ એ વાત કોઇને પણ પચે એવી ન હતી તો પછી જ્વલંતભાઇ કેવી રીતે બાકાત રહે. રેઇનકોટ માંં વીંટાયેલી અનુશ્રી ને એમણે જોઇ અને તરત જ પરિસ્થિતિ સમજી ગયાં.

‘પ્લીઝ, કમ ઇન બોથ ઓફ યુ.’ એમ કહીને એમણે બન્ને ને આવકાર આપ્યો. અનુશ્રીએ નમસ્તે કરીને જ્વલંતભાઇને નર્વસ સ્માઇલ આપ્યું.

શાંતનુએ બારણામાં જ પોતાનો રેઇનકોટ ઉતારવાનું શરુ કર્યું એનું જોઇને અનુશ્રી પણ પોતાનો રેઇનકોટ ઉતારવા લાગી.

‘અરે..તમે બન્ને સીધાં ગેલેરીમાં જ જતાં રહો ત્યાં જ રેઇનકોટ ઉતારી લ્યો અને રેલીંગ પર જ સુકાવી દયો.’ જ્વલંતભાઇએ બન્ને ને રેઇનકોટ બારણાં પાસે ઉતારતાં રોક્યા.

શાંતનુ અને અનુશ્રી જ્વલંતભાઇ નાં આદેશ મુજબ સીધાં જ શાંતનુના રૂમની ગેલેરીમાં ગયાં અને પોતપોતાનાં રેઇનકોટ ઉતાર્યા. જ્વલંતભાઇ પણ એમની પાછળ પાછળ જ આવ્યાં. રેઇનકોટ પહેર્યા હોવાં છતાં બન્ને સારી પેઠે ભીંજાઇ ગયાં હતાં.

‘શાંતનુ તમે તમારાં કપડાં લઇને મારાં બાથરૂમમાં ચેન્જ કરી લ્યો’ જ્વલંતભાઇ બોલ્યાં

‘ઓકે પપ્પા પણ અનુશ્રી? એનાં કપડાં?’ શાંતનુએ મુદ્દાનો સવાલ ઉઠાવ્યો.

‘નો નો આઇ એમ ફાઇન, સુકાઇ જશે અને હમણાં વરસાદ બંધ થઇ જાય પછી મારે ઘરે જ જવાનું છે ને?’ અનુશ્રી બોલી.

‘અનુશ્રી પણ ત્યાં સુધીમાં કદાચ તમને શરદી પણ થઇ જશે. શાંતનુ તમે એક કામ કરો તમારું કોઇ એક ટી-શર્ટ અને તમારાં ટ્રેક સ્યુટ નું પેન્ટ અનુશ્રી ને આપો. શી વીલ ફીલ કમ્ફર્ટેબલ અને હા તમે મારો ટોવેલ લઇ લેજો અનુશ્રીને તમારો એકસ્ટ્રા ટોવેલ આપજો.’ જ્વલંતભાઇ એ હુકમના સ્વરમાં સૂચન કર્યું.

‘હા અનુશ્રી એ જ બરોબર રહેશે. શરદી થઇ જાય એનાં કરતાં તમે જરા ફ્રેશ થઇ જાવ.’ શાંતનુ એ પણ જ્વલંતભાઇના સુર માં સુર પુરાવ્યો. અનુશ્રી પણ સમજી ગઇ અને વધુ કોઇ ચર્ચા કર્યા વિના સહમત થઇ ગઇ.

શાંતનુ એ એનું ફેવરીટ બ્લેક ટી-શર્ટ અને એનાં ટ્રેક સ્યુટનું એશ કલરનું પેન્ટ એને આપ્યું અને પોતાનાં બાથરૂમ ની લાઇટ કરી ને એની સામે સ્મીત આપ્યું. અનુશ્રી થોડીક અસ્વસ્થ લાગી પણ જ્વલંતભાઇની વાત પણ એને ખોટી ન લાગી એટલે એ બાથરૂમ માં ગઇઅને બારણું લોક કર્યું. શાંતનુ પણ જ્વલંતભાઇ નાં રૂમમાં ચેન્જ કરવા ગયો.

શાંતનુ જ્યારે જ્વલંતભાઇના રૂમ માં થી બહાર આવ્યો ત્યારે અનુશ્રી ઓલરેડી લીવીંગ રૂમમાં આવી ચુકી હતી. બ્લેક ટી-શર્ટ એશ કલરનાં ટ્રેક સ્યુટ નાં પેન્ટ અને ભીનાં વાળમાં અનુશ્રી ખુબ જ આકર્ષક લાગી રહી હતી. પોતાનાં સેલફોન પર એ કદાચ અત્યારે સિરતદીપ સાથે વાત કરી રહી હતી. થોડી જ વારમાં જ્વલંતભાઇ એક ટ્રે માં ત્રણ ચા નાં કપ અને થોડાંક બિસ્કીટસ લઇ ને આવ્યાં.

‘ચાલો બન્ને આ ગરમાગરમ મસાલાવાળી ચા અને થોડાક બિસ્કીટ લઇ લ્યો અને તાજામાજા થઇ જાવ. સોરી મહારાજ નથી આવ્યાં એટલે કોઇ ગરમ નાસ્તો નહી કરાવી શકું. જ્વલંતભાઇ ટેબલ ઉપર ટ્રે મુકતાં બોલ્યાં.

‘વેરી સોરી અંકલ મેં તમને તકલીફ આપી.’ અનુશ્રી બોલી.

‘અરે એમાં તકલીફ શેની મીસ્સ? તમે શાંતનુ નાં મિત્ર છો અને એટલે આ ઘર તમારું જ છે.’ જ્વલંતભાઇ બોલ્યાં.

શાંતનુ ને જ્વલંતભાઇ નું આ ‘આ ઘર તમારું જ છે’ બોલવું ખુબ ગમ્યું અને મનોમન ‘આમીન’ બોલ્યો જેથી જો ભગવાને આ સાંભળ્યું હોય તો ભવિષ્યમાં અનુશ્રી માટે કાયમ ખાતે આ ઘર એનું પોતાનું જ થઇ જાય. ત્રણેય જણા ચા-નાસ્તો કરતાં એકબીજા સાથે વાતોએ વળગ્યાં. અનુશ્રી થોડી થોડી વારે બારીની બહાર વરસાદ જોઇ રહી હતી પણ વરસાદ બંધ થવાનું નામ જ નહોતો લેતો. જે સ્પીડે એણે બપોરે વરસવાનું શરુ કર્યું હતું એમાં જરાપણ ફેર પડ્યો ન હતો. શાંતનુ આ બધું જ ધ્યાનથી જોઇ રહ્યો હતો. અચાનક એને સુવાસ ને કરેલુ પ્રોમિસ યાદ આવ્યું...

‘અરે પપ્પા, તમે જરાક અનુશ્રી નાં મમ્મા અને ભાઇ સાથે વાત કરશો? એ લોકો અનુની ખુબ ચિંતા કરતાં હશે. ગમેતેમ પણ એમનાં માટે તો આપણે અજાણ્યાં લોકો જ છીએ ને?’ શાંતનુ બોલ્યો અને એ અનુશ્રીને પણ સારું લાગ્યું.

‘શ્યોર કેમ નહી? શાંતનુ આ કામ કરવાનું તમારે મને પહેલાં કહેવું જોઇતું હતું. એલોકો જરૂર આમની ચિંતા કરતાં હશે જ. લાવો મને જરા નંબર જોડી આપો.’ જ્વલંતભાઇ બોલ્યાં.

શાંતનુ એ અનુશ્રી પાસેથી સુવાસ નો નંબર લઇ ને ડાયલ કર્યો અને અનુશ્રી ને આપ્યો.

‘રીંગ જાય છે .. અનુ તમે જરાક વાત કરો પછી હું અને પપ્પા વાત કરીએ.’ શાંતનુ પોતાનો સેલફોન આપતાં બોલ્યો.

‘હાં, ભાઇ અનુ, હું સેફ છું અને શાંતનુ નાં ઘરે છું તમે અને

મમ્મા જરાપણ ચિંતા ન કરશો. શાંતનુના પપ્પા તમારી સાથે વાત કરવા માંગે છે...હા અને પછી મમ્મા ને આપજો મારે પણ વાત કરવી છે.’ અનુશ્રી એ જ્વલંતભાઇ તરફ સેલફોન લંબાવતાં કહ્યું.

આ દરમ્યાન શાંતનુએ જ્વલંતભાઇ ને અનુશ્રીના ભાઇનું નામ અને જેટલી વિગતો એ જાણતો હતો એ ઝડપથી એને આપી દીધી.

‘જી નમસ્તે સુવાસ ભાઇ, હું જ્વલંત બુચ, રીટાયર્ડ ચીફ સેક્રેટરી ટુ ધ મીનીસ્ટર ઓફ નર્મદા પ્રોજેક્ટ...’ જ્વલંતભાઇ એ વાત શરુ કરી. એમણે સુવાસ અને ત્યારપછી અનુશ્રીનાં મમ્મા સાથે લંબાણપૂર્વક વાત કરી અને પોતાનો અનુભવ વાપરીને એ બન્ને ને અનુશ્રી માટે ધરપત આપી અને એમની વાતે કમાલ કરી દીધી.

વરસાદનું જોર હજુ એટલું જ હોવાથી અનુશ્રીના મમ્મા એ એને રાત્રે શાંતનુને ઘરે જ રોકાઇ જવાનું કહ્યું કારણકે વરસાદ રોકાઇ જાય પછી પણ પાાણી ઉતરતાં કલાકો લાગવાનાં હતાં એટલે હવે રાત્રીનાં સમયમાં કોઇ જ રિસ્ક લેવાની મનાઇ અનુશ્રીના મમ્મા અને સુવાસ બન્ને એ કરી. જ્વલંતભાઇ ની એક એક વાત પર એમને જાણેકે વિશ્વાસ બેસી ગયો હતો. અનુશ્રી પણ થોડીક આનાકાની સાથે રાત શાંતનુને ઘેરે જ રોકાઇ જવા તૈયાર થઇ ગઇ.

શાંતનુ માટે તો આ બાબત કોઇ ચમત્કાર થી ઓછી ન હતી. એણે મનોમન વરુણદેવ નો આભાર માન્યો કારણકે જો એ મદદે ન આવ્યાં હોત તો અનુશ્રી કદાચ ક્યારેય પણ પોતાને ઘેરે રોકાવા તો શું મળવા પણ આટલી સરળતાથી ન આવત. અનુશ્રી હવે આખી રાત અહીંજ છે એટલે એની સાથે મોડી રાત સુધી વાતો કરવાનો મોકો પણ મળ્યો છે એ વિચારીને તો એ પોતે ગળ્યો ગળ્યો થઇ ગયો હતો પણ ફરીથી એણે પોતાનો ઉત્સાહ કંટ્રોલ કરી લીધો અને એને ચહેરા પરનાં હાવભાવમાં તસુભાર નો પણ ફેર આવવા ન દીધો. એણે અનુશ્રીનો મૂડ ચેન્જ કરવા ટીવી ચાલુ કર્યું અને અનુશ્રી ને બહુ ડીસ્ટર્બ ન કરવાનું નક્કી કર્યું. અનુશ્રી પણ ધીરેધીરે રીલેક્સ થવા લાગી હતી અને ટીવીનાં કોઇક પ્રોગ્રામ માં ઇન્વોલ્વ થઇને મુસ્કુરાઇ રહી હતી. શાંતનુ જ્વલંતભાઇ અને અનુશ્રીનું પુરતું ધ્યાન રાખીને એકીટસે અનુશ્રીને જ જોઇ રહ્યો હતો અને ત્યાં જ જ્વલંતભાઇનાં અવાજે એનું અને અનુશ્રીનું ધ્યાન ભંગ કર્યું.

‘ભાઇઓ અને બહેનો, મુસીબતની ઘડી છે આવી રહી, મહારાજે કહ્યું છે કે હું આજે આવીશ નહી’ જ્વલંતભાઇ પોતાનાં સેલફોન પર ચાલી રહેલો ફોન કટ કરતાં પોતાનાં અદ્દલ મુડમાં બોલ્યાં.

‘તો આપણે શું કરીશું? શું ઘરે પધારેલાં મહેમાન ને ભૂખે મારીશું?’ શાંતનુએ અનુશ્રી તરફ આંગળી કરી ને પ્રાસમાં જ જવાબ આપ્યો.

‘એમ મહેમાનને કેમ ભૂખે મરાય? આમ કરીને કાઇ શરમનાં ડબ્બા થોડાં ભરાય? જ્વલંતભાઇ બોલ્યાં.

‘તો પરિસ્થિતિ ને સમજીએ અને બહારથી જ કાઇક મંગાવીએ.’ શાંતનુ હવે ફૂલ ફોર્મમાં આવી ગયો હતો.

‘આવાં વરસાદમાં આપણે તો બહાર જવાય જ નહી એને કોઇ અહી આવી ને ભોજન આપી જશે એવું તો વિચારાય જ નહી!’ જ્વલંતભાઇ ની વાત સો ટકા સાચી હતી.

‘એમ કાઇ ફરીથી ચા-બિસ્કીટ થી પેટ ભરાય નહી અને મહેમાનને એમ હેરાન કરાય નહી.’ શાંતનુ ને આમ તો પ્રાસ મેળવવો કાયમ કંટાળાજનક લાગતું હતું પણ અત્યારે તો એ અનુશ્રીના પોતાનાં ઘેરે આવવાથી ખુશ હતો વત્તા એને અનુશ્રીને સતત ઇમ્પ્રેસ પણ કરવી હતી એટલે એ બરોબર પ્રાસ ઉપર પ્રાસ મેળવી રહ્યો હતો. અને સામે પક્ષે અનુશ્રી પણ ઇમ્પ્રેસ થઇ રહી એને આ બધું શું થઇ રહ્યું છે એનો પૂરો ખ્યાલ તો નહોતો આવ્યો પણ એ થોડુંથોડું સમજી રહી હતી.

‘તમે બન્ને કવિતા કરો છો?’ અનુશ્રીએ આશ્ચર્ય મિશ્રિત લહેકામાં ભોળેભાવે સસ્મિત પૂછ્યું.

‘ટાઇમ પ્લીઝ પપ્પા...સોરી, મારે અનુને એક્સ્પ્લેઇન કરવું પડશે.’ શાંતનુ એ સમયસર ટાઇમ પ્લીઝ કરી દીધું. આજે એનાંથી કોઇજ ભૂલ નહોતી થઇ રહી.

‘જરૂર એમને આ તકલીફમાં થી દુર તો કરવાં જ પડશે’ જ્વલંતભાઇ એ શાંતનુ નાં પ્રાસમાં પ્રાસ બેસાડ્યો.

અનુશ્રી બન્ને સામે અહોભાવથી જોઇ રહી હતી એને હવે આ પ્રાસાનુપ્રાસ નો આઇડિયા લગભગ સમજમાં આવી ગયો હતો એટલે શાંતનુ કાઇ સમજાવવાનું શરુ કરે એ પહેલાં જ એ બોલી ઉઠી...

‘રેગુલર વાતો કરવાથી થાય છે ત્રાસ એટલે જ તમે બન્ને વાતો કરો છો મેળવી ને પ્રાસ!’ અનુશ્રી હસતાંહસતાં બોલી...

‘વાહ વાહ શું વાત છે, તમારાં માં પણ પ્રાસ મેળવવાનું ટેલેન્ટ તો કઇક ખાસ છે.’ જ્વલંતભાઇ અનુશ્રીના વખાણ કરતા બોલ્યાં.

‘ટેલેન્ટ ની તો ખબર નથી પણ હવે મને લાગે છે કે આ બાબતમાં હું સાવ નવી નથી.’ અનુશ્રી લગભગ ખડખડાટ હસતાંહસતાં બોલી.

‘ખાલી પ્રાસ બેસાડવાથી પેટ નહી ભરાય, પેટપૂજા ની પણ કોઇ તૈયારી થાય?’ શાંતનુ બોલ્યો

‘આપણે બેય પ્રાસ બેસાડવામાં જ છીએ હોંશિયાર રાંધવાની વાત આવે ત્યારે આપણને આવી જાય છે ચક્કર ચાર.’ જ્વલંતભાઇ બોલ્યાં.

‘રાંધવાની તમે ન કરો ફિકર વ્હેન અનુશ્રી ઇઝ હિયર.’ અનુશ્રી બોલી.

‘ટાઇમ પ્લીઝ... ટાઇમ પ્લીઝ... ટાઇમ પ્લીઝ... મારાં વતી બંધાય નું ટાઇમ પ્લીઝ.’ શાંતનુ એ વચ્ચે લંગસીયું નાખ્યું.

‘કેમ શું થયું?’ અનુશ્રી બોલી.

‘કમ ઓન અનુ, તમે તમારાં મહેમાન છો અને તમારી પાસે અમે રંધાવીએ?’ શાંતનુ એ પોતાનો વિરોધ નોંધાવ્યો.

‘હું પણ શાંતનુની વાત સાથે સહમત છું અનુ, તમારાંથી એમ રસોઇ કેમ બનાવાય? તમે તો ...’ જ્વલંતભાઇ એ શાંતનુ ને ટેકો આપ્યો.

‘કેમ તમને બન્ને ને બીક લાગે છે કે હું બોરિંગ ખાવાનું બનાવીશ? રોજ સાંજે અને સંડે બન્ને ટાઇમ ઘરે હું જ ખાવાનું બનવું છું. સુવાસભાઇ તો મારી રસોઇનાં દીવાના છે.’ અનુશ્રી બોલી

‘એ હું સમજું છું અનુ પણ તમે ઓલરેડી તકલીફમાં છો અને તમને આમ રાંધવાનું કેમ કહેવાય?’ શાંતનુ એ દલીલ કરી.

‘આમ કે તેમ, મને ખાત્રી છે કે તમારાં બન્ને કરતાં તો હું સરસ જ રાંધતી હોઇશ અને આમ પણ અત્યારે અંકલે કહ્યું એમ બહાર જઇ પણ નહી શકાય અને કોઇને બોલાવી પણ નહી શકાય અને જો હું શાંતનુની ફ્રેન્ડ છું અને અંકલે કીધું એમ મારે આ ઘર પોતાનું જ માનવાનું છે તો પછી એકબીજાને એકબીજા માટે શરમ શેની? ફોર્મલ થવાની કોઇ જરૂર ખરી અંંકલ?’ અનુશ્રી જ્વલંતભાઇ સામે જોઇને બોલી.

‘આપણે તો ધોળી ધજા દેખાડી દીધી શાંતનુ ભાઇ... યુદ્ધવિરામ..! અનુશ્રી ચાલો હું તમને મારાં રસોડા સાથે મુલાકાત કરાવી દઉં. જ્વલંતભાઇ ઉભાં થયાં.

જ્યારે જ્વલંતભાઇ માની ગયાં ત્યારે શાંતનુ પાસે એમની અને અનુશ્રી સાથે અગ્રી થવા સીવાય કોઇ જ રસ્તો ન હતો અને ત્રણેય જણા રસોડામાં ગયાં.

જ્યારે જ્વલંતભાઇ માની ગયાં ત્યારે શાંતનુ પાસે એમની અને અનુશ્રી સાથે અગ્રી થવા સીવાય કોઇ જ રસ્તો ન હતો અને ત્રણેય જણા રસોડામાં ગયાં.

‘ઘરમાં ક્યા ક્યા શાક છે?’ રસોડામાં ઘૂસતાં જ અનુશ્રી બોલી.

‘આજે તો ખાલી ભીંડા અને બટેટા જ છે પણ અમારાં શાંતનુભાઇ ને ભીંડા નથી ભાવતાં.’ જ્વલંતભાઇ હસતાંહસતાં બોલ્યાં. અનુશ્રી શાંતનુ સામે જોઇને હસી.

‘આજે ભાવશે, આઇ બેટ! અંકલ તમે ડુંગળી લસણ તો ખાવ છો ને?’ અનુશ્રી બોલી

‘અરે બિલકુલ ખાઉં છું. એ પડી પેલી બટેટાના ટોપલામાં એક નાની છાબડી છે એમાં.’ ટોપલા તરફ ઇશારો કરતાં જ્વલંતભાઇ બોલ્યાં.

‘ઓકે અને દાળ અને લોટ?’ અનુશ્રી આખાયે રસોડાનું સ્કેન કરતાં બોલી.

‘અરે એટલી ધમાલ નથી કરવી અનુ, શાક-ભાત પણ ચાલશે.’ શાંતનુ બોલ્યો

‘મારાં કામ માં કોઇ દખલ દે એ મને જરાપણ પસંદ નથી સમજ્યા

મી. જુનીયર બુચ’ અનુશ્રી હસતાંહસતાં બોલી.

‘આ જુનીયર બુચ તો મને જુનીયર બુશ જેવું લાગ્યું.’ લોટ અને દાળનાં ડબ્બાઓ દેખાડતાં જ્વલંતભાઇ બોલ્યાં અને ત્રણેય હસવા માંડ્યા.

‘ચાલો હવે તમે બન્ને બહાર જશો તો હું ડીસ્ટર્બ થયાં વીના કુકિંગ કરી શકું?’ અનુશ્રીએ અધિકાર નો અવાજ વાપર્યો.

‘ચોક્કસ, અનુશ્રી મસાલીયું ત્યાં સામે નાં કબાટ માં છે. ગરમ મસાલો અને બીજા મસાલા ફ્રીઝર માં છે અને કાઇ મળે નહી તો મને બોલાવજો.’ જ્વલંતભાઇ રસોડાની બહાર નીકળતાં બોલ્યાં.

‘ઓક્કે, અત્યારે સાડાસાત વાગ્યા છે અને મને ખબર છે અંકલ કે તમે બન્ને લગભગ સાડાઆઠ વાગે જમવા બેસો છો. તો સાડાઆઠે ડીનર ટેબલ પર સર્વ થઇ જશે!’ અનુશ્રી હસતાં મોઢે બોલી.

શાંતનુ પણ અનુશ્રી નાં આ નવાં રૂપ થી આશ્ચર્યચક્તિ થઇ ગો હતો અત્યારસુધી એને અનુશ્રીનાં નિખાલસ સ્વભાવ નો તો પરિચય હતો જ પણ આવી રીતે હક્કથી વાત કરતાં એને પહેલી વાર જોઇ હતી. અત્યારસુધી એને શાંત અને ઠરેલ સ્વભાવ વાળી અનુશ્રી નો ખ્યાલ હતો પણ આવી રમતિયાળ અનુશ્રી એણે પહેલીવાર જોઇ હતી અને એને આ બધું ખુબ ગમતું પણ હતું. શાંતનુ અને જ્વલંતભાઇ બેઠકમાં ગયાં. બન્ને જુદાજુદા સોફાઓનાં ખૂણે એવી રીતે બેઠાં કે બન્નેથી સાવ નજીક બેસાય.

‘ધરિત્રી નાં ગયાં પછી પહેલીવાર કોઇ સ્ત્રી આપણા રસોડામાં રસોઇ કરી રહી છે.’ જ્વલંતભાઇ થોડાંક લાગણીશીલ થયાં. શાંતનુ એ મુસ્કુરાઇ ને એમનો હાથ દબાવ્યો.

પછી બન્ને કોઇ જૂની ક્રિકેટ મેચ જોવામાં પરોવાઇ ગયાં. અચાનક શાંતનુને અક્ષયની યાદ આવી. આવાં જોરદાર વરસાદમાં એ અને એનાં પપ્પા તો વડોદરા ગયાં હતાં એમની શું હાલત થઇ હશે અને ચિંતા તો એણે હજીસુધી કરી જ ન હતી! વત્તા અનુશ્રી પોતાનાં ઘરમાં છે એ વાત પણ એણે અક્ષય ને કરવી હતી એટલે એણે પોતાનો સેલફોન ઉપાડ્યો અને પોતાનાં રૂમની ગેલેરીમાં ગયો જયાં એણે અક્ષયનો નંબર ડાયલ કર્યો.

‘અરે ક્યાંછે તું? ઠીક તો છે ને આખાં દિવસમાં એકવાર ફોન તો કરાય ને? તું અને પપ્પા સેફ તો છો ને?’ અક્ષય નો ફોન લાગતાં જ શાંતનુ પ્રશ્નો ની ઝડી લઇ ને વરસી પડ્યો.

‘હા મોટાભાઇ હા, અમે બન્ને ઠીક છીએ. કામ તો સવારે જ પતી ગયું હતું પણ બપોરે જમવા બેઠાં ને વરસાદ ખુબ વધી ગયો અને ત્યાં અમદાવાદમાં પણ જોરદાર વરસાદ છે એવો મમ્મી નો ફોન આવ્યો એટલે અમે અહીંજ ફૈબા ને ઘરે જ રોકાઇ ગયાં છીએ. તમે કહો તમે અને અંકલ બન્ને સેફ્ તો છો ને?’ અક્ષયે ડીટેઇલમાં જવાબ આપ્યો.

શાંતનુએ આખા દિવસનો ચિતાર અક્ષયને આપ્યો અને અત્યારે અનુશ્રી પોતાને ઘેરે છે એ વાત પણ એને કહી.

‘ક્યા બાત હૈ બડે ભૈય્યા, આપકી તો નીકલ પડી...ભાભી? આપણે ઘરે? અને એ પણ ડાઇરેક્ટ રસોડામાં? શું વાત છે બોસ્સ!’ અક્ષય ખુબ ખુશ થતાં બોલ્યો. શાંતનુ પણ અહીં અમદાવાદથી જ વડોદરામાં બેઠેલાં ચહેરાનાં હાવભાવ જોઇ શકતો હતો અને મંદમંદ મુસ્કુરાઇ રહ્યો હતો.

‘હા યાર અને તને ખ્યાલ પણ નહી આવે આજે મેં એનું એક અલગ જ રૂપ જોયું. આઇ રીયલી લાઇક હર!’ શાંતનુએ પોતાનાં દિલની વાત કરી નાખી.

‘દાદા, લાઇક માંથી લવ ઉપર ક્યારે આવશો? હવે લગભગ ત્રણ-ચાર મહિના થી તમે બન્ને મિત્રો છો અને આઇ એમ શ્યોર અનુભાભીને પણ તમે એ રીતે ગમતાં ન હોવ તો સારા તો લાગતાં જ હશો...આજે રાત્રે કરી નાખો તમારાં પ્રેમ નો ઇઝહાર!’ અક્ષય શાંતનુને સલાહ આપતાં બોલ્યો.

‘ના યાર મરાવીશ તું મને, આજે નહી ફરી ક્યારેક.’ શાંતનુના અવાજમાં અચાનક ગભરાહટ આવી ગઇ જાણેકે અક્ષય એની સામે જ ઉભો હોય અને એને અનુશ્રીને પ્રપોઝ કરવાનો ફોર્સ કરતો હોય.

‘અરે આજે નહી તો ક્યારે યાર?’ અક્ષય થોડો નિરાશ થયો

‘ફરી ક્યારેક મોકો જોઇને પણ આજે તો નહીં જ. અને મિત્ર અક્ષય તમે મને સલાહો આપો છો તો તમારું શું છે? તમે પણ સિરતદીપને ત્રણ-ચાર મહિના થી જ જાણો છો અને તમે બન્ને તો સાથે હરોફરો પણ છો એનું શું? તમે શરૂઆત કરો પછી મારો વારો’ શાંતનુ એ પાસો ફેંક્યો.

‘ઓકે તો આ વરસતા વરસાદનાં અને આજનાં આ ઐતિહાસિક દિવસનાં સમ જ્યારે ભાભી આપણા ઘરમાં રસોઇ બનાવી રહ્યાં છે ત્યારે હું અક્ષય વેલજીભાઇ પરમાર એવી જાહેરાત કરું છું કે આવનાર રવિવારે હું મીસ. સિરતદીપપાલકૌર બાજવાને અમારાં રેગ્યુલર મીટીંગ પ્લેસ એટલે કે પ્રહલાદનગર ગાર્ડન પાસે આવેલા ‘મેક-ડી’ પર બોલાવીને એમની સમક્ષ મારાં પ્રેમ નો ઇઝહાર કરીશ હવે મિસ્ટર શાંતનુ જ્વલંતરાય બુચ તમે તમારું પ્રોમિસ કહો, આપ ક્યારે મીસ. અનુશ્રી મહેતા ને પ્રપોઝ કરશો?’ અક્ષય પોતાની સ્ટાઇલમાં બોલ્યો. હવે વારો શાંતનુ નો હતો આવું જ કઇક પ્રોમિસ કરવાનો.

‘તું કાલે આવીજા પછી વાત કરીએ.’ શાંતનુ ફરીથી વાત ટાળતાં બોલ્યો

‘આવી ગયાં ને લાઇન પર મોટાભાઇ? પણ હું આજે છોડવાનો નથી. તમારે આજે મને પ્રોમિસ કરવું જ પડશે કે તમે અનુભાભીને ક્યારે અને ક્યાં પ્રપોઝ કરશો. ક્યારેક તો કરવું જ પડશે ને? અને આજે તો તમે બન્ને એકબીજા ને વધુ જાણશો અને ફ્રેન્ડશીપ ની એક નવી ઉંચાઇ સર કરશો. તમને એ ખુબ ગમે છે એમ નહી તમે એમને દિલોજાન થી ચાહો છો તો ડર શેનો? એકવાર કહી દો ભાઇ.’ અક્ષય બોલ્યો.

‘પણ ક્યાંક એમ કરવાથી એ દોસ્તી પણ મૂકી દેશે તો?’ શાંતનુએ પોતાનો ડર દર્શાવ્યો.

‘દોસ્તી મુકશે પણ તમારો પ્રેમ લઇ ને જશે ને? દાદા, દુનિયામાં એવાં ઘણાં લોકો ભૂતની જેમ ફરી રહ્યાં છે જેણે પોતાનાં દિલની વાત પોતાનાં સનમ ને કરવામાં મોડું કર્યું અથવાતો કદાપી કરી જ નહી અને પછી આખી જિંદગી પસ્તાયા કર્યા, શું તમારે પણ એમ જ કરવું છે? અને વિચારો જો અનુભાભીએ હા પાડી દીધી તો? બી પોઝીટીવ ભાઇ.’ અક્ષય આજે શાંતનુને છોડવાનો ન હતો.

‘હમમ..વાત તો તારી સાચી છે, એકવાર આ દિલ પરનો ભાર ઉતરી તો જાય અને બહુ બહુ તો ના પાડશે ને?’ શાંતનુ બોલ્યો.

‘બી પોઝીટીવ ભાઇ, તમે આ વાક્ય સેલ્સમાં તો આત્મસાત કરી લીધું છે અને એને કારણે તમે આપણી કંપીનીને દર મહીને લાખોનો ફાયદો કરી આપો છો તો તમારાં પોતાનાં માટે એમ કેમ નહી? એ હા જ પાડશે, તમને ના પાડવા માટે એમની પાસે કોઇ રીઝન તો હોવું જોઇને ને?’ અક્ષય હવે શાંતનુ ને કોર્નર કરી રહ્યો હતો.

‘ઠીક છે તું કાલે આવીજા એટલે નક્કી કરીએ.’ શાંતનુ હજીપણ સમય માંગી રહ્યો હતો.

‘કાલે નહી આજે જ કહો, તારીખ, દિવસ અને સમય. ભલે તમારું બેલેન્સ ખતમ થઇ જાય પણ હું ફોન કટ નહી જ કરું.’ અક્ષયે શાંતનુને પૂરી રીતે કન્ટ્રોલ કરી લીધો હતો અને શાંતનુ પાસે હવે કોઇ જ રસ્તો બાકી ન હતો.

‘ઓકે તો આ રવિવારે હું પણ અનુને ‘ડીનર ચીમ’ માં લઇ જઇશ અને ...’ શાંતનુથી આગળ ન બોલી શકાયું.

‘ધેટ્‌સ લાઇક અ ગૂડ બોય! ઓલ ધ બેસ્ટ તો પછી કાલે મળીએ ત્યારે પુરેપુરો પ્લાન બનાવી નાખીએ?’ અક્ષય બોલ્યો.

‘ઓકે શ્યોર!’ શાંતનુએ જવાબ આપ્યો.

‘પણ હવે આ પ્રોગ્રામમાં કોઇજ ચેન્જ નહી. પછીનાં રવિવારે, ફરી ક્યારેક, મને ડર લાગે છે વગેરે વગેરે બહાનાઓ નહી જ ચાલે.’ અક્ષયે શાંતનુ ને બાંધવાની કોશિશ કરી.

‘હા યાર કોઇ જ બહાના નહી. હું પણ હવે એક નિર્ણય પર આવવા માંગું છું અને આજે હું અનુશ્રીને બને તેટલી ઇમ્પ્રેસ કરવા માંગુ છું એટલે રવિવારે થોડી સરળતા રહે.’ શાંતનુ એ અક્ષયને ધરપત આપતાં કહ્યું.

‘યે હુઇ ના બાત, ચાલો મારે જમવા નો સમય થયો છે, કાલે મળીએ અને તમે ભાભીનાં હાથની રસોઇ જમો અને કેવી હતી એે મને એસએમએસ કરી ને કહેજો ફોન ન કરતાં ઓકે?’ અક્ષયે શાંતનુને સલાહ આપતાં કહ્યું.

‘ઓકે બોસ્સ, એઝ યુ સે, બાય એન્ડ ટેક કેર.’ હસતાંહસતાં શાંતનુ બોલ્યો અને કૉલ કટ કર્યો.

આ આખી વાત કરતાં આઠ પચ્ચીસ થઇ ગઇ હતી અને શાંતનુને હવે ચટપટી થઇ રહી હતી કે આખરે અનુશ્રીએ શું રાંધ્યું હશે? એ લીવીંગ રૂમ માં આવ્યો અને જ્વલંતભાઇ સામે ઇશારો કર્યો કે શું થયું? જ્વલંતભાઇએ ડોકું હલાવી ને એમને પણ કાંઇજ ખબર નથી એમ કહ્યું. જો કે રસોડામાંથી ધમાકેદાર સુગંધ તો જરૂર એવી રહી હતી. ત્યાં જ રસોડામાં થી અનુશ્રી જુદાંજુદાં બાઉલ લઇને ડાઇનીંગ ટેબલ પર મુકવા લાગી. શાંતનુ એને એકીટસે જોઇજ રહ્યો હતો. ત્યાં જ્વલંતભાઇએ એનાં ખભા પર ટપલી મારીને અનુશ્રી ને મદદ કરવા માટે ફક્ત ઇશારાથી જ કહ્યું અને શાંતનુ અનુશ્રીને મદદ કરવા માટે આગળ વધ્યો.

‘આઇ વીલ મેનેજ શાંતનુ, તમે ફક્ત પાણી નો જગ અને ગ્લાસીસ લઇ લ્યો પ્લીઝ.’ અનુશ્રીને ખ્યાલ આવી ગયો એટલે એણે શાંતનુને રોકતાં કહ્યું એણે રાંધેલી બીજી અન્ય વસ્તુઓ રસોડામાંથી લેવાનું શરુ કર્યું.

શાંતનુ રસોડામાં જ ગોઠવેલાં ફ્રીઝ માંથી ઠંડા પાણીનાં બે જગ લીધાં અને એને ડાઇનીંગ ટેબલ પર મુક્યા પછી ફ્રીઝ ઉપર મુકેલા ગ્લાસના સ્ટેન્ડ માં થી ચારેક ગ્લાસ લીધાં અને ડાઇનીંગ ટેબલ પર મૂક્યાં.

‘સો જેન્ટલમેન જે પ્રમાણે મેં પ્રોમિસ કર્યું હતું સાડાઆઠ વાગે જમવાનું તૈયાર છે. હું જરા મોઢું જોઇ ને ફ્રેશ થઇ જઉં?’ અનુશ્રી કોઇક અનોખી જ સ્ટાઇલમાં બોલી અને શાંતનુ ફરીથી ગાંડો થયો.

‘શ્યોર મીસ્સ...તમે ફ્રેશ થાવ અને પછી જ આપણે ત્રણેય જમીએ.’ જ્વલંતભાઇ બોલ્યાં.

અનુશ્રી શાંતનુનાં બાથરૂમનાં વોશબેઝીનમાં ફ્રેશ થઇ ને આવી અને શાંતનુ અને જ્વલંતભાઇ બન્ને ને ટેબલ પર આમંત્રિત કર્યા. ત્રણેય ટેબલ પર ગોઠવાયાં. અનુશ્રીએ પહેલાં થાળીઓ અને પછી વાટકા પહેલાં શાંતનુ અને પછી જ્વલંતભાઇ ને આપ્યાં અને પછી પોતાની જગ્યાએ મુક્યા.

‘અરે અનુશ્રી અમેે લઇ લેશું. તમે કેમ તકલીફ કરો છો?’ જ્વલંતભાઇ એ અનુશ્રીને રોકતાં કહ્યું.

‘અંકલ આજનાં ડીનરનો પુરેપુરો ચાર્જ મારી પાસે છે એટલે તમારે બંનેએ કશુંજ બોલવાનું નથી ફક્ત હું કહું એમ જ કરવાનું છે.’ અનુશ્રી હસતાંહસતાં બોલી પણ એનાં અવાજમાં હુકમ નો રણકો હતો.

‘અમારે કેટલું જમવું એ પણ તમે જ નક્કી કરશો મેડમ કે અમારે ભૂખ લાગી હોય એ પ્રમાણે જમવાનું છે?’ શાંતનુ એ હળવી કમેન્ટ કરી.

‘વેલ જમવાનું ભાવે તો ભૂખ પ્રમાણે નહી તો મને ખોટું ન લાગે એ મુજબ.’ અનુશ્રી આ વખતે ખડખડાટ હસી અને શાંતનુ ફરી થી...

‘બટેટા ભીંડા નું શાક? શાંતનુભાઇ તમારાં પર મુસીબત હૈ આઇ’ એક બાઉલ નું ઢાંકણું ખોલતાં જ્લવંતભાઇ બોલ્યાં.

‘મુસીબત તો અબ જાને કો આઇ અંકલ, ક્યોંકી મૈને ભીંડી અલગ તરીકે સે હૈ બનાઇ.’ અનુશ્રીએ જ્વલંતભાઇ નાં પ્રાસમાં પ્રાસ બેસાડ્યો અને જ્વલંતભાઇ પણ હસ્યાં.

‘નો પ્રાસ પ્લીઝ..મને ચાખવા તો દયો કે શાક કેવું બન્યું છે?’ શાંતનુ એ બન્નેની મશ્કરી થી થોડાક અકળાયેલા પણ તેમ છતાં મોઢાં પર હાસ્ય રાખી ને બોલ્યો.

અનુશ્રી એ પછી દાળ, પરોઠાં અને કાકડી ડુંગળી નું મિક્સ સેલડ પણ પીરસ્યું. સુગંધ તો બહુ સરસ આવી રહી હતી અને ઘણાં વર્ષો પછી શાંતનુ અને જ્વલંતભાઇ બન્ને ને પ્રોફેશનલ રસોયાની નહી પણ ઘરની કોઇ વ્યક્તિ ની રસોઇ ખાવા મળવાની હતી. અનુશ્રી એ બન્ને ને પીરસી ને પોતાની થાળી માં પણ બધી વસ્તુઓ લીધી.

‘તો શરુ કરીએ?’ જ્વલંતભાઇ બોલ્યાં.

‘શ્યોર અંકલ મને તો કકડીને ભૂખ લાગી છે.’ અનુશ્રી એ જવાબ આપ્યો અને શાંતનુ એ પણ હકારમાં ડોકું હલાવ્યું.

ત્રણેયે જમવાનું શરુ કર્યું...

‘વાહ વાહ વાહ અનુશ્રી અદ્રુત!! ઘણાં દિવસે બલકે વર્ષો પછી આટલું સરસ જમવાનું મળ્યું છે, એટલીસ્ટ આ ઘરમાં.’ જ્વલંતભાઇ રસોઇનાં વખાણ કરતાં બોલ્યાં પણ સાથેસાથે એમનાં દિલની વાત પણ એમનાં હોંઠો પર આવી ગઇ.

‘અનુ, ખરેખર ભીંડા બટેટા નું શાક પણ માઇન્ડબ્લોઇંગ છે’ શાંતનુ એ પોતાનો અંગુઠો ઉંચો કરી ને કહ્યું.

‘તમે બન્ને મને સારું લગાડવા તો આમ નથી કહેતાં ને?’ અનુશ્રી એ ચોખવટ પૂછી.

‘ના ના એવું હોય? હું તો સાચાં વખાણ કરી રહ્યો છું. બાકી ભીંડા વિરોધી વ્યક્તિઓ ની ખબર નહી.’ જ્વલંતભાઇ અનુશ્રી સામે આંખ મીંચકારતા બોલ્યાં. સામે અનુશ્રી પણ હસતી હતી.

‘શું યાર પપ્પા, મને ખરેખર શાક ભાવ્યું અને દાલ ફ્રાય તો જબરદસ્ત છે.’ શાંતનુ પોતાનાં પર લાગેલા આરોપનું ખંડન કરતાં થોડુંક જોરથી બોલ્યો.

‘દાલ ફ્રાય જબરદસ્ત છે એનો મતલબ તો એવો થયો અંકલ કે ભીંડા નું શાક એટલું જબરદસ્ત નથી રાઇટ?’ હવે અનુશ્રી એકદમ ફૂલ મજાકના મુડમાં આવી ગઇ હતી અને જ્વલંતભાઇ નો પક્ષ લઇ ને શાંતનુને બરોબર ચીડવી રહી હતી.

‘એકદમ રાઇટ અનુશ્રી.’ જ્વલંતભાઇ એ સામે બેઠેલી અનુશ્રી ને તાળી આપવા માટે હાથ ધર્યો અને અનુશ્રી એ તરત જ પોતાનાં ડાબે હાથે થી એમને તાળી પણ આપી.

શાંતનુ જરાપણ ચીડાયો ન હતો. એ મંદમંદ મુસ્કુરાઇ રહ્યો હતો બલ્કે એને તો અનુશ્રી અને જ્વલંતભાઇ નું સેટ થઇ ગયેલું ટ્યુનીંગ ખુબ ગમતું હતું અને વધુ માં અનુશ્રી પણ બપોરનાં રડમસ મૂડ માંથી હવે એકદમ ખુશખુશાલ લાગી રહી હતી એનો એને વધુ આનંદ હતો. ત્રણેય જણાએ આમ જ વાતો કરતાં કરતાં અને હસતાંહસતાં ડીનર પતાવ્યું. સવારે કામવાળી બાઇ વાસણ ઘસવા આવશે જ કારણકે એ બ્લીડીંગ નાં ભોંયરામાં જ રહે છે એ વાત કરીને જ્વલંતભાઇએ અનુશ્રી ને હવે અન્ય કોઇ પણ કામ કરતાં રોકી.

આ દરમ્યાન વરસાદનું જોર ઘણું ઓછું થઇ ચુક્યું હતું અને હવે ધીમેધીમે બંધ પણ થઇ જશે એવું લાગી રહ્યું હતું. જમ્યાં પછી ખબર આપ્યાં. આ બાજુ શાંતનુએ અક્ષયને ‘જમવાનું ટનાટન હતું’ એવો એસએમએસ કર્યો અને સામેથી અક્ષયનો પણ ‘મજા કરો મોટાભાઇ’ લખેલો જવાબ પણ આવી ગયો. હવે શાંતનુ અને જ્વલંતભાઇ ન્યુઝ ચેનલો જોવામાં બદલવામાં લાગ્યાં. ત્યાં અનુશ્રીને વધુ જોઇ રહ્યો હતો અને જ્યારે જ્યારે અનુશ્રી મેગેઝીન વાંચતા પોતાનાં વાળની લટ કાન પાછળ ગોઠવતી હતી ત્યારે એનાં હ્ય્દયનાં ધબકારા ની સ્પીડ વધી જતી હતી. એક કલાક દરમ્યાન એ ત્રણેય લગભગ મૂંગા રહ્યાં. દસ વાગતાં જ જ્વલંતભાઇ પોતાની જગ્યાએ થી ઉઠ્યાં...

‘અનુશ્રી, મારો સુવાનો સમય થઇ ગયો. તમે અને શાંતનુ ટીવી જુઓ, વાતો કરો હું રીટાયર થાઉં છું. તમે શાંતનુ નાં રૂમ માં સુઇ જજો, શાંતનુ મારાં રૂમમાં કે અહિયાં સોફા પર સુઇ જશે. સવારે તમને ફાવે એ ટાઇમે ઉઠી જાજો હું તો રોજ છ વાગે ઉઠી જાઉં છું. શાંતનુ તમને ઘેરે મૂકી જશે. થેંક ગોડ વરસાદ પણ લગભગ બંધ થવા આવ્યો છે.’ જ્વલંતભાઇ સોફા પરથી ઉઠીને બોલ્યાં.

‘શ્યોર અંકલ, હું લગભગ સાડાછ વાગ્યા નો એલાર્મ જ મુકીશ અને મોઢું ધોઇ, ફ્રેશ થઇ તમારાં હાથની ચા પી ને ઘેરે જતી રહીશ, ગુડ નાઇટ!’ અનુશ્રી સ્મીત સાથે બોલી.

‘ગુડ નાઇટ પપ્પા.’ શાંતનુ જ્વલંતભાઇ તરફ જોઇને બોલ્યો.

‘ગુડ નાઇટ શાંતનુ.’ જ્વલંતભાઇ પોતાનાં રૂમ તરફ વળ્યાં.’

જ્વલંતભાઇ નાં રૂમ માં ગયાં પછી અનુશ્રી અને શાંતનુ બન્ને એકબીજા સામે યંત્રવત હસ્યાં. શાંતનુ હવે એનાં ફેવરીટ જૂનાં ફિલ્મી ગીતો દેખાડતી ચેનલો તરફ વળ્યો. ત્રણેક મિનીટ તો ગીત જ વાગતું રહ્યું પણ પછી...

‘થેન્કસ શાંતનુ, થેન્કસ ફોર એવરી થિંગ.’ અનુશ્રી એ શાંતનુ સામે જોઇને બોલી. એનાં ચહેરા અને અવાજમાં આભાર ચોખ્ખો દેખાઇ રહ્યો હતો.

‘અરે એમાં થેન્ક્સ શેના અનુ? તમે મારાં ફ્રેન્ડ છો અને મારી જગ્યાએ તમારો કોઇપણ ફ્રેન્ડ આમ જ કરત.’ શાંતનુ બોલ્યો.

‘કરત... કદાચ, પણ મને એને ઘેર જવું એનાં ફેમીલી સાથે ઇન્વોલ્વ થવું કદાચ એટલું ન ગમત જેટલું મને આજે ગમ્યું છે.’ અનુશ્રી સતત શાંતનુ સામે જોઇ રહી હતી.

‘માય પ્લેઝર અનુ કે તમને અહીં ગમ્યું અને થેન્કસ ની જરાય જરૂર નથી એક ફ્રેન્ડ તરીકે મને એ સમયે જે યોગ્ય લાગ્યું એ જ મેં કર્યું. સારું થયું કે સુવાસભાઇ અને તમારાં મમ્મા મારી વાત માની ગયાં નહીં તો ખુબ રિસ્ક હતું. હવે કાલે તમને સુખરૂખ ઘેરે મૂકી આવું એટલે મને મારી મિત્ર તરીકે નની ફરજ બજાવ્યાનો સંતોષ થાય.’ શાંતનુ એ અનુશ્રી ને જવાબ આપ્યો.

‘યુ નો સમથીંગ? ફ્રોમ નાઉ ઓન યુ આર નોટ માય ફ્રેન્ડ’ અનુશ્રી બોલી.

‘એટલે? એની થિંગ રોંગ? મારાથી કોઇ ભૂલ થઇ? શાંતનુ થોડો ગભરાયો.

‘નો યુ કાન્ટ ડુ એની થિંગ રોંગ શાંતનુ, આજે જે કાઇપણ મારી સાથે થયું એ પછી તો મને આ બાબતનો પૂરો વિશ્વાસ છે.’ અનુશ્રી હસીને બોલી એ જોઇને શાંતનુ ને શાંતી થઇ.

‘તો આ ફ્રોમ નાઉ ઓન યુ આર નોટ માય ફ્રેન્ડ એ વળી શું છે?’ શાંતનુ એ સવાલ કર્યો.

‘યેસ ફ્રોન નાઉ ઓન યુ આર નોટ માય ફ્રેન્ડ એ વળી શું છે?’ શાંતનુ એ સવાલ કર્યો.

‘યેસ ફ્રોમ નાઉ ઓન યુ આર નોટ માય ફ્રેન્ડ ... બટ યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ ફોર લાઇફ, વીલ યુ બી વન?’ અનુશ્રી એ સ્મીત સાથે શાંતનુ સામે હાથ લંબાવ્યો.

શાંતનુ પાસે તો બીજો કોઇ ઓપ્શન જ નહોતો એને તો ભાવતું’તું ને વૈદે કીધું એવું થયું એટલે એણે તરત જ અનુશ્રી નો હાથ પકડી લીધો એને મન તો અનુશ્રીનાં હ્ય્દય સુધી પહોંચવાનો માર્ગ આ ‘બેસ્ટ ફ્રેન્ડ ફોર લાઇફ’ થકી આસાન થતો લાગ્યો.

‘શ્યોર અનુ અને હું પણ પ્રોમિસ કરું છું કે આપણી દોસ્તી જિંદગીભર નિભાવીશ.’ શાંતનુએ અનુશ્રીને વચન આપતાં કહ્યું,

‘થેન્કસ અ લોટ શાંતનુ અને એક બીજી વાત જે મારે તમને ઘણાં દિવસો થી પૂછવી હતી.’ અનુશ્રી એ શાંતનુની ઉત્કંઠા વધારી નાખી અને એ વળી શું ય કહેશે એ વિચારી ને શાંતનુ નું હ્ય્દય જોરજોરથી ધબકવા લાગ્યું. ક્યાંક એ પોતાનાં પ્રેમનો ઉઝહાર સામે થી તો...? એવું પણ શાંતનુએ બે સેકન્ડ માં જ વિચારી પણ લીધું.

‘શ્યોર બેસ્ટ ફ્રેન્ડ ફોર લાઇફ સાથે કોઇ ફોર્માલીટી ન હોય અને કશું છુપાવવાનું પણ ન હોય.’ શાંતનુ બોલી ઉઠ્યો.

‘થેન્ક્સ, મારે તમને ઘણાં વખતથી બે વાત પૂછવી હતી...’ આટલું બોલતાં અનુશ્રી થોડીવાર રોકાઇ.

‘કઇ બે વાત? પૂછો ને?’ શાંતનુથી હવે રહેવાતું ન હતું. એનું હ્ય્દય જોરજોર થી એનું રક્ત પમ્પીંગ કરી રહ્યું હતું.

‘એક તો આ બેસ્ટ ફ્રેન્ડ ફોર લાઇફ બનવાની રીક્વેસ્ટ ની અને બીજી એ કે ...શું હું તમને શાંતનુની જગ્યાએ ખાલી ‘શાંતુ’ અને ‘તમે’ ની જગ્યા એ ‘તું’ કહી ને બોલાવું?’ અનુશ્રીએ શાંતનુ પાસે મંજુરી માંગી.

-ઃ પ્રકરણ પાંચ સમાપ્ત :

‘હા હા કેમ નહી? વ્હાય નોટ?’ શાંતનુ હરખાતાં હરખાતાં બોલ્યો.

અનુશ્રી એને સામે થી કોઇ નવાં નામે, એને ગમતાં નામે બોલાવે અને એ પણ તુંકારે...બસ શાંતનુ ને હવે એમજ લાગ્યું કે હવે એનાંથી અનુશ્રી એટલી દુર નથી.

‘થેન્ક્સ...’ અનુશ્રી સ્મીત સાથે બોલી.

ગીતોની ચેનલ ઉપર ફિલ્મ ‘આંધી’ નું “તુમ આ ગયે હો નૂર આ ગયા હૈ” શરુ થયું. શાંતનુને લાગ્યું કે આ ગીત એની અત્યારની જ લાગણીઓ ને એનાં વતી કહી રહ્યું છે એનાં રોમરોમમાં ઉત્તેજના છવાઇ ગઇ. અમસ્તુંય આ ગીત એના મોસ્ટ ફેવરીટ ગીતોમાં નું એક હતું કારણકે એનાં એક ગાયક કિશોરકુમાર હતાં જેને એ લગભગ દેવતા ની જેમ પુજતો.

‘આઇ જસ્ટ લવ ધીસ સોંગ.’ અનુશ્રી ટીવી તરફ જોતાં જોતાં બોલી.

‘હમમ..મને પણ આ ગીત બહુ ગમે છે, ઇનફેક્ટ કિશોરકુમાર નાં બધાં જ ગીતો મને સાંભળવા ખુબ ગમે છે. મારાં તો એ ભગવાન છે!’ શાંતનુ બોલ્યો.

‘હેય શાંતુ, ધેટ્‌સ ગ્રેટ! મને પણ જુના ગીતો સાંભળવા ખુબ ગમે.’ અનુશ્રીએ પહેલીવાર શાંતનુ ની જગ્યાએ શાંતનુ ને ‘શાંતુ’ એણે નક્કી કરેલા નામે બોલાવ્યો અને શાંતનુ ફરીથી ગળ્યો ગળ્યો થઇ ગયો. એને અનુશ્રી ને પણ પોતાની જેમ જ જૂનાં ગીતો ગમે છે એ ખૂબ ગમ્યું અને એ બન્ને વચ્ચે કોઇ તો કોમન ઇન્ટરેસ્ટ છે એ જાણી ને પણ ખુબ આનંદ થયો.

‘હા, જુના ગીતો ની વાત જ કોઇ ઔર છે, સીધાં દિલને ટચ કરી જાય.’ શાંતનુ પણ હવે ટીવી સામે જોઇને બોલ્યો.

‘હા પણ હું ફ્ક્ત રોમેન્ટિક ગીતો જ પ્રીફર કરું છું. ઠીક છે કોઇકવાર બીજાં ગીતો સાંભળવાનું પણ ગમે પણ એકસ્ટ્રીમ રોમેન્ટિક સોંગ્સ વીલ ઓલ્વેઝ બી માય ફર્સ્ટ ચોઇસ.’ અનુશ્રી એ પોતાની ચોઇસ વધુ સારી રીતે ક્લીયર કરી.

‘વન્ડરફુલ અનુ, મારી પાસે તો ખુબ મોટું કલેક્શન છે મારાં સેલમાં અને મારાં લેપ્પી માં પણ. જ્યારે પણ ફ્રી હોઉં ત્યારે એ જ સોેંગ્સ સાંભળું અને જ્યારે ન સાંભળતો હોઉં અને કોઇ ગીત યાદ આવી જાય તો તરત જ એને ડાઉનલોડ પણ કરી દઉં.’ શાંતનુ હવે અનુશ્રી તરફ વધુને વધુ ખુલી રહ્યો હતો.

‘ધેટ્‌સ રીયલી ગ્રેટ શાંતુ..! મને તારું કલેકશન દેખાડીશ?’ અનુશ્રી બોલી.

‘વ્હાય નોટ...આ જુવો, જોકે આમાં ફક્ત મને ખુબ ગમતાં સોંગ્સ જ છે બાકીનાં મારાં લેપ્પી માં છે, ઉભા રહો હું લઇ આવું.’ શાંતનુ એ પોતાનાં સેલફોનનું પ્લેલીસ્ટ ઓપન કરીને અનુશ્રી ને આપ્યું અને પોતે પોતાનાં રૂમ માંથી પોતાનું લેપટોપ લેવા ઉભો થયો.

‘હા મને તારું આખું કલેકશન જોવું ગમશે અને એમાં થી મારી ચોઇસ નાં સોંગ્સ સિલેક્ટ કરી લઇશ પછી તું મને મેઇલ કરીશ ને એ સોંગ્સ?’ અનુશ્રી એ શાંતનુના સેલફોન માંથી પોતાની ડોક ઊંચી કરી ને શાંતનુ સામે જોતાં જોતાં કહ્યું.

‘ચોક્કસ’ શાંતનુએ અનુશ્રી તરફ પોતાનો અંગુઠ ઉંચો કરી ને ‘ડન’ ની સાઇન કરી અને પોતાનાં રૂમ માં ગયો.

એનો હરખ સમાતો ન હતો. એનો અનુશ્રીને પોતાને ઘેરે લાવવાનો એક ઝડપી પણ મહત્વનો નિર્ણય એને અનુશ્રીની નજરમાં આટલો મહત્વનો વ્યક્તિ બનાવી દેશે એનો તો એને કલ્પના પણ ન હતી. એણે પોતાનાં રૂમ માં થી પોતાનું લેપટોપ ઉપાડ્યું. મનોમન એણે ભગવાનનો ઉપકાર માન્યો કે આજે વરસાદ હોવાથી એણે ઓફીસ જતાં પોતાનું લેપટોપ સાથે ન લીધું નહી તો એ અનુશ્રી ને પોતાનું ગીતોનુ કલેકશન દેખાડીને વધુ ઇમ્પ્રેસ ન કરી શકત.

લીવીંગ રૂમમાં આવીને એ પોતાની મૂળ જગ્યાએ બેસી ગયો અને પોતાનું લેપટોપ ઓન કર્યું. લેપટોપ સંપૂર્ણપણે ચાલુ થઇ જતાં એણે પોતાનું મ્યુઝીક નામનું ફોલ્ડર ઓપન કર્યું અને લેપટોપ અનુશ્રી ને સાપ્યું.

‘હમમ..થેન્ક્સ’ અનુશ્રી લેપટોપ લેતાં હસીને બોલી.

‘માય પ્લેઝર મેમ. તમે આ નોટપેડ લ્યો અને તમને જે ગીતો ગમે એ આમાં લખી લ્યો. હું કાલે જ તમને સોંગ્સ સેન્ડ કરી દઇશ.’ શાંતનુએ પણ હસીને જવાબ આપ્યો.

‘શ્યોર...!’ અનુશ્રી એક પછી એક શાંતનુ નાં ગીતો નું કલેક્શન જોવા લાગી અને એનાં ચહેરાનાં હાવભાવ બતાવી રહ્યાં હતાં કે એ શાંતનુના કલેક્શન થી ખુબ ઇમ્પ્રેસ થઇ રહી હતી.

‘શાતુ આ સાડા આઠસો સોંગ્સ માં થી હું મને ગમતાં ગીતો કેવી રીતે સિલેક્ટ કરીશ? તને મારી ચોઇસ તો હવે ખબર પડી ગઇને? રોમેન્ટિક સોંગ્સ ..તું મને તને યોગ્ય લાગે તે રોમેન્ટિક સોંગ્સ મેઇલ કરજે ઓકે? હું મારાં સેલમાં ડાઉનલોડ કરી દઇશ.’ અનુશ્રી એ વ્યવહારુ રસ્તો બતાવ્યો.

‘અમમ..ઠીક છે હું રોજ તમને પાંચ-પાંચ સોંગ્સ ઇ-મેઇલ કરીશ ઓકે?’ શાંતનુ એ કહ્યું.

‘ગ્રેટ..! ડન... નેટ છે? હું તને એક ટેસ્ટ મેઇલ મોકલી આપું.’ અનુશ્રી બોલી.

‘હા છે ને વેઇટ, હું ડોંગલ લઇ આવું’ શાંતનુ આટલું કહીને ઉભો થયો અને ફરીથી પોતાનાં રૂમમાં ગયો અને પોતાનાં કબાટ માંથી ડોંગલ લઇ આવ્યો અને અનુશ્રી ને આપ્યું.

અનુશ્રીએ નેટ લોગ-ઇન કરવા લેપટોપ ફરીથી શાંતનુને આપ્યું અને શાંતનુ એ લોગ-ઇન ની વિધી કરીને લેપટોપ ફરીથી અનુશ્રીને પાછું કર્યું. અનુશ્રી હવે પોતાનાં ઇ-મેઇલ ની સાઇટ માં લોગઇન કરી ને પોતાનાં મેઇલ ચેક કર્યા અને શાંતનુ પાસે એનું ઇ-મેઇલ અડ્રેસ માંગ્યું અને શાંતનુ ને...

‘હાઇ... !

થેન્કસ ફોર બિઇંગ ધેર ફોર મી ટુડે.

લવ્ઝ,

અનુ’ એમ લખી ને ઇ મેઇલ કર્યો.

‘ડન..ઇ મેઇલ કરી દીધો છે હવે કાલથી જ મને રોજનાં એટલીસ્ટ પાંચ સોંગ્સ જરૂર મોકલજે ઓકે?’ અનુશ્રી એ લગભગ હુકમ કર્યો. શાંતનુને તો ક્યાં કશો વાંધો જ હતો? એને તો અનુશ્રી જેમ કહે એમ જ કરવું હતું જેથી એનું કદ અનુશ્રી ની નજરો માં વધતું જ રહે.

‘શ્યોર કેમ નહી અને જે ગીત ન ગમે એ બિન્દાસ ડીલીટ કરી નાખજો.’ શાંતનુ બોલ્યો.

‘ડન..પણ તારું શરૂઆતનું કલેક્શન જોઇને આવું બનવાનાં ચાન્સીઝ ઓછાં છે.’ અનુશ્રી એ શાંતનુના કલેક્શન નાં વખાણ કરતાં કહ્યું. જવાબમાં શાંતનુ ફક્ત મરક્યો.

‘શાંતનુ જો તને વાંધો ન હોય તો હું મારું ફેસબુક જોઇ લઉં?’ અનુશ્રી બોલી.

‘અરે એમાં પૂછવાનું શેનું? તમે આરામથી સર્ફ કરો અને આપણે હવે આવી ફોર્માલીટીઝ બંધ કરીએ તો?’ શાંતનુ એ અનુશ્રીને કહ્યું.

‘ઓકે સર! હવેથી હું ધ્યાન રાખીશ!’ અનુશ્રી હસતાંહસતાં બોલી

અને પોતાનાં ફેસબુક અકાઉન્ટ માં લોગ-ઇન થઇ.

‘ગુડ..’ આટલું કહીને શાંતનુ ફરીથી ગીતો ની ચેનલ જોવા લાગ્યો જેનાં પર અત્યારે ‘લહુ કે દો રંગ’ ફિલ્મનું કિશોરકુમારનું જ ગાયેલું ‘મુસ્કુરાતા હુઆ ગુલ ખીલાતા હુઆ મેરા યાર’ ચાલી રહ્યું હતું. શાંતનુ એમાં એકદમ ઇન્વોલ્વ થઇ ગયો.

‘શાંતુ તું ફેસબુક પર છે?’ બે મિનીટ પછી અનુશ્રીના આ સવાલે શાંતનુ નું ધ્યાન ભંગ કર્યું.

‘હતો..હવે નથી મને ટાઇમ જ નથી મળતો.’ શાંતનુએ ટીવી જોતાં જોતાં જ જવાબ આપ્યો.

‘હમમ મને લાગ્યું જ મેં તને સર્ચ કર્યો પણ નો રીઝલ્ટ દેખાડે છે. કેમ ટાઇમ નથી મળતો? પૈસા બહુ કમાઇ લીધાં છે કે શું?’ અનુશ્રી આંખ મીંચકારતા બોલી.

‘એટલે? હું સમજ્યો નહી.’ શાંતનુએ ટીવીનું વોલ્યુમ થોડું ઘટાડતા કહ્યું.

‘એટલે એમ કે આ ત્રણ મહિનાથી મારે તારું કોઇ કામ હોય તો હું તને એસએમએસ થી પૂછતી હતી બરોબર? હવે જો તું ફેસબુક પર હોય તો હું તને અહિયાં જ ચેટ પર પૂછી લઉં ને?’ અનુશ્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું.

‘ઓહ ઓકે, વાત તો સાચી અનુ, પણ હું મારું આઇડી અને પાસવર્ડ પણ ભૂલી ગયો છું.’ શાંતનુ બોલ્યો.

‘હમમ.. તને યાદ છે ક તું ક્યા મેઇલ આઇડી થી એમાં લોગ-ઇન થતો?’ અનુશ્રી હવે શાંતનુને ફેસબુક પર લાવવા જ માંગતી હતી.

‘હમણાં તમે જેનાં પર ટેસ્ટ મેસેજ મોકલ્ય એ જ. વર્ષોથી મારું

એક જ ઇ-મેઇલ આઇડી છે.’ શાંતનુ એ જવાબ આપ્યો. એને અનુશ્રીનું

પોતાની તરફ શરુ થયેલી પોતાપણાની લાગણી ગમી.

‘હમમ.વેઇટ...’ અનુશ્રી કઇક ચેક કરી રહી હોય એવું શાંતનુ ને લાગ્યું.

હવે શાંતનુ નું ધ્યાન ગીતો પરથી હટી ગયું અને અનુશ્રી ખરેખર શું કરવા માંગે છે એનાં પર સ્થીત થઇ ગયું.

‘ઓક્કે રસ્તો મળી ગયો..તે અહિયા પોતાનો સેલ નંબર પણ રજીસ્ટર કરાવ્યો હતો એ તે બહુ સારું કર્યું શાંતુ. આઇ હોપ કે એ તારો અત્યારનો જ નંબર હશે.’ અનુશ્રી શાંતનુ સામે જોઇને બોલી.

‘અફકોર્સ અનુ, આ નંબર મારી પાસે છેલ્લાં છ વર્ષ થી છે.’ શાંતનુ એ કોન્ફિડન્સ થી જવાબ આપ્યો.

‘ગ્રેટ.. ધેન!’ અનુશ્રી હસી અનેે એણે બાજુમાં જ પડેલો પોતાનો સેલફોન ઉપાડ્યો. શાંતનુ કુતુહલ થી એની એક એક ક્રિયા જોઇ રહ્યો હતો. એને આ બધું ખુબ ગમી રહ્યું હતું કે અનુશ્રી એનાં માટે આટલું બધું કરી રહી છે.

‘ડન...યાર, હમણાં તારા સેલમાં એક પાસવર્ડ આવશે એનાં થી તું નવો પાસવર્ડ આમાં નાખી દે અને પછી વી વીલ ગેટ કનેક્ટેડ ઓન ફેસબુક એઝ વેલ.’ અનુશ્રી ખુબ આનંદ માં આવી ને બોલી. એનાં ચહેરાનાં હાવભાવથી એવું લાગતું હતું કે એણે કોઇ બહુ મોટું કાર્ય પાર પાડ્યું હોય.

‘તમે કરી આપશો? ઇફ યુ ડોન્ટ માઇન્ડ? હું તમારી બાજુમાં જ બેસીશ.’ શાંતનુને હજીપણ અનુશ્રી જ બધી વિધી કરે એવી ઇચ્છા હતી અને એ બહાને અનુશ્રીની લગોલગ બેસવાનો મોકો પણ એને મળે એમ હતો. કદાચ હવે એ આ બધી ટ્રીક્સ પોતાની મેળે બહુ સારી રીતે શીખી રહ્યો હતો. શાંતનુના સેલફોનમાં ફેસબુક દ્ધારા મોકલાયેલો પાસવર્ડ પણ આવી ગયો હતો.

‘વ્હાય નોટ યાર? વિથ પ્લેઝર.’ કહી ને અનુશ્રીએ શાંતનુ એ લંબાવેલા એનાં સેલફોન લીધો અને શાંતનુ અનુશ્રી ની બાજુમાં બેની ગયો અને બધી જ વિધી જોવા માંડ્યો.

‘ઓક્કે ડન થઇ ગયું. હવે તું તારી ચોઇસ નો પાસવર્ડ આપી દે.’ અનુશ્રીએ લેપટોપ બાજુમાં જ બેઠેલાં શાંતનુ ને આપતાં કહ્યું.

‘અરે તમે જ કરી આપો ને? તમે ક્યાં મારું અકાઉન્ટ હેક કરી નાખવાનાં છો?’ શાંતનુ સ્માઇલ સાથે બોલ્યો.

‘સો સ્વીટ ઓફ યુ શાંતનુ પણ દોસ્તી, દોસ્તી ની જગ્યા એ છે. ભલે આ ફેસબુક હોય પણ તારું પર્સનલ અકાઉન્ટ છે એને તારે જ હેન્ડલ કરવાનું ઓકે?’ અનુશ્રીએ શાંતનુ ને સમજાવતાં કહ્યું.

‘ઓકે મેમ, આગળથી ધ્યાન રાખીશ.’ એમ કહી ને શાંતનુએ પોતાનો પાસવર્ડ ‘જીરટ્ઠહંછહે૦૨’ લખ્યો અને ફેસબુકમાં લોગ-ઇન થઇ ગયો.

‘થઇ ગયું?’ અનુશ્રી પણ તત્પરતા દેખાડી રહી હતી.

‘હા હું લોગ-ઇન થઇ ગયો છું, હવે? હવે તમે મને એડ કરું છું...’ આટલું કહીને અનુશ્રી પોતાનાં સેલફોનમાં જોવા લાગી અને કઇક કરવા લાગી.

શાંતનુ એકદમ ધ્યાનથી અનુશ્રી ને જોઇ રહ્યો હતો. કોઇકવાર એ પોતાનો નીચલો હોંઠ પોતાનાં દાંતમાં દબાવતી હતી તો કોઇકવાર એ પોતાની લટ કાયમની જેમ પોતાનાં કાનની પાછળ મુકતી હતી.

‘થઇ ગયું, જો તો તને નોટીફીકેશન આવ્યું?’ અનુશ્રી એ શાંતનુ સામે અચાનક જોયું. શાંતનુ એની સામે એકદમ તન્મયતા થી જોઇ રહ્યો હતો અને કદાચ એ પહેલીવાર આમ કરતાં અનુશ્રી સામે પકડાઇ ગયો હતો.

‘હેં હ...હ..હા ઓકે જોવું.’ શાંતનુ અચાનક ઊંઘ માંથી જાગ્યો હોય એમ વર્ત્યો અને પોતાનું લેપટોપ જોવા લાગ્યો. આ દરમ્યાન અનુશ્રીએ શાંતનુ નો સેેલફોન પણ ઉપાડી લીધો હતો ને એને આમતેમ જોઇ રહી હતી.

‘હેય વાઉ શાંતનુ તારી પાસે પણ સ્માર્ટફોન ફોન છે.’ અનુશ્રીના હાવભાવ તો કઇક ઓર જ કહી રહ્યાં હતાં.

‘હા કેમ?’ શાંતનુને લાગ્યું કે એ ફોન લઇને એણે કોઇ ભૂલ કરી છે કે શું? પણ અનુશ્રીના હાવભાવ તો કઇક ઓર જ કહી રહ્યાં હતાં.

‘એટલે એમ કે તું આનાં પર ફેસબુક એપ્પ પણ ડાઉનલોડ કરી શકે છે અને વ્હોટ્‌સએપ્પ પણ.’ અનુશ્રી બોલી. અને શાંતનુને કાંઇજ ખબર નહોતી પડી રહી.

‘હમમ’ શાંતનુ બોલ્યો.

‘શું હમમ? અમદાવાદી થઇ ને તને પૈસાની પડી નથી? અત્યારસુધી આટલો મસ્ત ફોન હોવા છતાં એસએમએસ નો ખર્ચો કરતો હતો તું? તું તો બહુ બોરિંગ માણસ નીકળ્યો શાંતુ !’ અનુશ્રીએ શાંતનુને લગભગ ઝાટકી નાખ્યો.

‘મને એવી કોઇ જરૂરત અત્યારસુધી ન લાગી પણ હવે તમારી સાથે કોન્ટેક્ટ માં રહેવા માટે હું કાલે જ એ બન્ને એપ્સ ડાઉનલોડ કરી નાખીશ પ્રોમીસ.’ શાંતનુ એ અનુશ્રીનાં ટોન ને નીચો કરવા માટે હથિયાર હેઠા મૂકી દીધાં.

ખરેખર તો શાંતનુ પાસે અક્ષય સીવાય કોઇ બીજો એવો મિત્ર કે કોઇ એવો સગો પણ નહોતો કે જેની સાથે એને વારંવાર વાત કરવાની જરૂર પડે એટલે મોંઘો ફોન હોવા છતાં એનો ઉપયોગ એ ફક્ત વાતો કરવા અને જરૂર પડે તો જ મેસેજ કરવા કરતો.

‘કાલે નહી મેં તો ઓલરેડી તારાં ફોનમાં વ્હોટ્‌સ એપ ડાઉનલોડ કરવાનું શરુ પણ કરી દીધું છે, હોપ યુ વોન્ટ માઇન્ડ.’ અનુશ્રી એ શાંતનુને કહ્યું.

‘ફરીથી આ ફોર્માલીટીઝ?’ શાંતનુ એ અનુશ્રી સામે હસી ને કહ્યું.

‘હા હા ઓકે અને આ ભૂલ માટે સોરી પણ નહી કહું.’ અનુશ્રી પણ હસીને બોલી.

ત્યારપછી ની થોડી પળોમાં અનુશ્રી અને શાંતનુ ફેસબુકમાં પણ ફ્રેન્ડઝ થયાં અને પછી ફેસબુક અને વ્હોટ્‌સ એપ્પ જેવી મોબાઇલ એપ્લીકેશન્સ નો ઉપયોગ કેમ કરવો એની સમજ અનુશ્રીએ શાંતનુ ને આપી. આ આખાય સમય દરમ્યાન શાંતનુ અને અનુશ્રીનાં ખભા એકબીજા સાથે સતત અડી રહ્યાં હતાં. પહેલાં ટચમાં તો શાંતનુ નાં શરીરમાં એક કરંટ દોડી ગયો હોય એવું એને લાગ્યું પણ બાદમાં એણે પોતાનો ખભો અનુશ્રીના ખભાથી વધુ દુર ન થાય એનું ધ્યાન રાખતો રહ્યો.

અનુશ્રી જ્યારે એને પોતાનાં આંગળાઓ થી બન્ને એપ્પસ નો ઉપયોગ સમજાવી રહી હતી ત્યારે શાંતનુનું ધ્યાન ગયું કે અનુશ્રીનાં આંગળા નોર્મલ કોઇ છોકરી કે ઇવન છોકરા થી સહેજ વધુ લાંબા હતાં. અનુશ્રી વિષેની આ એક બીજી વિશેષતા એનાં ધ્યાન માં આવી અને એ ફરીથી ખુશ થયો.

હવે શાંતનુ અનુશ્રી સાથે વધુ સારી રીતે કનેક્ટેડ થઇ ચુક્યો હતો. અનુશ્રીએ એને વ્હોટ્‌સએપ્પ પર હાઇ નો મેસેજ પણ આપી દીધો. વ્હોટ્‌સએપ્પ પર અનુશ્રીની પ્રોફાઇલનો ફોટો શાંતનુ સતત જોઇ રહ્યો હતો.

‘આ તારાં મમ્મા છે ને?’ બે-ત્રણ મિનીટ પછી અનુશ્રી ભીંત પર લટકી રેલાં ધરિત્રીબેનનાં ફોટા સામે જોઇને બોલી.

‘હા...’ શાંતનુએ ટૂંકમાં જવાબ આપ્યો.

‘શું થયું હતું?’ અનુશ્રી એ પૂછ્યું.

‘બ્રેસ્ટ કેન્સર... બે વર્ષ પહેલાં જ...’ શાંતનુએ વાક્ય અધૂરું રાખ્યું.

‘સેડ..પેરેન્ટનાં જવાથી શું દુઃખ થાય છે એનો મને પણ અનુભવ છે.’

‘હમમમ...પપ્પા એ બહુ સેવા કરી અને ડોક્ટરો એ પણ ખુબ કોશિશ કરી પણ છેવટે તો એજ થઇ ને રહ્યું કે જે થવાનું હતું.’ શાંતનુ થોડો નિરાશાના સ્વરમાં બોલ્યો.

‘આઇ નો..અંકલ પણ ખુબ એકલાં થઇ ગયાં હશેે નહી? તું તો જોબ અને ફ્રેન્ડઝ માં ઇન્વોલ્વ થઇ ગયો પણ એ...?’ અનુશ્રી નું ફરીથી આ એક નવું રૂપ શાંતનુ જોઇ અને અનુભવી રહ્યો હતો.

‘હા, મમ્મીની સેવા માટે જ એમણે લગભગ પાંચ વર્ષ વહેલું રીટાયરમેન્ટ લઇ લીધું હતું. જો અત્યારે મમ્મી જીવતી હોત તો પપ્પા હજીપણ જોબ કરતાં હોત.’ શાંતનુ એ કહ્યું.

‘હમમમ...અને છેલ્લે બન્ને માંથી કાંઇજ ન મળ્યું..થાય શાંતુ ...આજ લાઇફ છે. મારાં પપ્પા તો અચાનક જ અમને છોડી ને જતાં રહ્યાં, હું ફક્ત પંદર વર્ષની જ હતી ત્યારે. ભાઇ પણ હજી કોલેજનાં ફર્સ્ટ યર માં જ હતો’ અનુશ્રીએ પોતાની વાત શરુ કરી.

‘ઓહ સેડ... શું થયું હતું એમને? ઇફ યુ ડોન્ટ માઇન્ડ!’ શાંતનુએ અનુશ્રીના પિતાનાં મૃત્યુનું કારણ જાણવા ઇચ્છ્યું.

‘એ એક એનકાઉન્ટર માં શહીદ થયાં હતાં.’ અનુશ્રી બોલી. એનાં ચહેરા પર ગર્વ અને નિરાશા નો મિશ્ર ભાવ હતો.

‘ઓહ રીયલી?’ શાંતનુ ને વધુ જાણવામાં રસ પડ્યો.

‘હા, તને ખ્યાલ હોય તો આજથી લગભગ આઠેક વર્ષ પહેલાં

અંબાજીનાં કોતરોમાં ચાર ટેરરિસ્ટસ એક એનકાઉન્ટર માં માર્યા ગયાં હતાં. એ એન્કાઉન્ટર માં ગુજરાત પોલીસ ની ટીમ મારાં પપ્પા એ.સી.પી. ધીરેશ મહેતા લીડ કરી રહ્યાં હતાં. ત્રણ ટેરરિસ્ટ તો એમણે અને એમની ટીમે અડધા કલાકમાં જ ઢાળી દીધાં હતાં પણ એક ટેરરિસ્ટ ઘવાયેલો હતો. સાલાએ પાછળથી પપ્પા પર ચાર ગોળીઓ ચલાવી અને પપ્પા ત્યાં જ...’ અનુશ્રી ની આંખો થોડીક ભીની થઇ પણ એ પોતાનાં ચહેરા પર પરાણે સ્મીત લાવી ને બોલી રહી હતી.

‘ઓહ ... વેઇટ હું તમારાં માટે પાણી લાવું.’ ‘આમ કહી ને શાંતનુ ઉભો થવા લાગ્યો.

‘નો..નો શાંતુ...તું બેસ, આઇ એમ ફાઇન. મને મારાં પપ્પા પર ગર્વ છે પણ એમનાં શહીદ થયાં પછી જે રાજકારણ એમની મોત પર રમાયું એનાં પર ઘણીવાર મને ખુબ દુઃખ થાય છે.’ અનુશ્રી વાત ચાલુ રાખતાં બોલી.

‘હા મને થોડો ખ્યાલ તો છે... છાપામાં વાંચ્યું હતું મેં.’ શાંતનુ અનુશ્રીને બોલવા દેવા માંગતો હતો.

‘એક પાર્ટીના લોકોએ આ આખા ય એન્કાઉન્ટર કેફ ગણાવી ને મારાં પપ્પા ને શહીદ તરીકે માનવાની વાત તો દુર, ઉલટું એમનાં પર મનધડંત આરોપો મૂકી ને આખોય કેસ એમની અને એમની આખીય ટીમ સામે ઉભો કરી દીધો. પપ્પા નાં ખાસ મિત્ર પુજારા અંકલ અને એમનાં જેવાં બીજાં છ બીજા ઓફિસર્સ અને અન્ય સિપાહીઓ તો આજે આઠ વર્ષથી આંતકવાદીઓ ને ઠાર મારવાની બહાદુરી દેખાડવા બદલ જેલમાં છે. પપ્પા નું પીએફ અને ગ્રેચ્યુટી કેસ પતે નહી ત્યાં સુધી અટકાવી દેવાયું છે. ભાઇએ ભણવાનું મુકીને મોબાઇલ રીપેર કરી કરીને અને મમ્માએ પ્રાઇવેટ પેઢીના પાર્ટ-ટાઇમ અકાઉન્ટ લખી પાંચ વર્ષ કાળી મહેનત કરી ને મને ભણાવી. મને ટુરીઝમ માં ડીપ્લોમા અપાવ્યો. અમુક સંપ્રદાય ને સામેથી દોડીને વ્હાલો થનાર એકપણ નેતો મારાં ઘેરે અમારી ખબર કાઢવા નથી આવ્યો. સામો પક્ષ પણ મત ની જરૂર હોય ત્યારે ત્યારે દરેક ચૂંટણીમાં પપ્પા નાં નામનો યુઝ કરીને લોકોને ભોળવે રાખે છે. મારી પણ નાનપણમાં પોલીસ જ થવાની અને ખાસ કરીને પોલીસની જીપ ચલાવવા મળે એવી ખુબ ઇચ્છા હતી અને પપ્પા જીવતાં હતાં ત્યાં સુધી એ ઇચ્છા કાયમ પણ રહી હતી પણ પપ્પા સાથે જે કાઇપણ થયું એ અનુભવ્યાં પછી... શાંતુ...મારું મન ઉઠી ગયું.’ અનુશ્રી અસ્ખલીત બોલી રહી હતી અને શાંતનુ ને પણ એને રોકવી ન હતી. પણ પછી અનુશ્રી રોકાઇ.

‘પણ કોમન પીપલમાં ધીરેશ સર માટે ખુબ માન છે અનુ, બીલીવ મી.’ શાંતનુને આ એન્કાઉન્ટર વિષે માહિતી તો હતી જ પણ અત્યારે એ અનુશ્રી ને સારું લગાડવા બોલ્યો.

‘આઇ નો પણ એનાંથી અમારી સ્ટ્રગલ માં કોઇજ ઘટાડો ન થયો. પણ હા આજે સુવાસભાઇ જે કાઇપણ છેે એ એમની મહેનત થી છે જેનો મને ગર્વ છે’ અનુશ્રી નો મૂડ બદલાયો.

શાંતનુએ પણ થમ્સઅપ ની સાઇન કરી ને એની સામે સ્માઇલ આપ્યું એ અચાનક કશું બોલ્યાં વીના ઉભો થયો અને રસોડામાં જઇને ફ્રીઝમાં થી ઠંડા પાણીની બોટલ અને ગ્લાસ લઇને આવ્યો. લીવીંગ રૂમમાં આવીને એણે બોટલ ખોલી, પાણી ગ્લાસમાં રેડી અને ગ્લાસ ખાલી કરવાની રાહ જોઇ રહ્યો.

‘થેન્કસ, શાંતુ આઇ બેડલી નીડેડ ધીસ...’ કહીને અનુશ્રી ગ્લાસમાં થી પાણી પીવા લાગી. શાંતનુ કશુંજ વધારે બોલ્યાં વીના અનુશ્રીના ગ્લાસ ખાલી કરવાની રાહ જોઇ રહ્યો.

‘હજી આપું?’ અનુશ્રીએ એક ગ્લાસ ખાલી કરતાં જ શાંતનુએ પૂછ્યું.

‘હા, અડધો ગ્લાસ પ્લીઝ.’ અનુશ્રીએ ફરીથી પાણી માંગ્યું અને શાંતનુએ અડધો ગ્લાસ ફરીથી ભરી આપ્યો.

અનુશ્રીએ ગ્લાસ ખાલી કરતાં જ શાંતનુ એને રસોડામાં મુકવા ગયો અને ખાલી થયેલી અડધી બોટલ ભરી. શાંતનુ ગ્લાસ ધોવા જતો જ હતો ત્યાં એણે ગ્લાસની કોર ઉપર અનુશ્રીનાં હોઠોનાં ચિન્હો આછાં છપાયેલાં જોયાં...અને એને થોડીવાર એને જોતો જ રહી ગયો. એ ગ્લાસ એણે પોતાની આંખો સામે લાવ્યો અને અનુશ્રીનાં હોઠોની છાપ ધ્યાનથી નીરખતો રહ્યો. થોડીવાર આમનેઆમ એને નીરખીને અનુશ્રીના હોંઠોની છાપ વાળી જગ્યા એ પોતાનાં હોઠ ની નજીક લાવ્યો અને થોડીવાર એમજ ઉભો રહ્યો, વિચારતો રહ્યો અને પછી હિંમત હારી ગયો અને પાસે જ રહેલાં કિચન સીંક નો નળ એકદમ જોરથી ચાલુ કરીને ગ્લાસ ધોઇ નાખ્યો અને એને ફરીથી એની જગ્યાએ મૂકી દીધો.

‘શાંતુ ઓલરેડી પોણાબાર થઇ ગયાં છે, સુઇ જઇએ?’ શાંતનુના રસોડામાંથી બહાર આવતાં જ અનુશ્રી બોલી.

‘શ્યોર, ચલો તમને રૂમમાં એસી ચાલુ કરી દઉં.’ શાંતનુ અનુશ્રી ને પોતાનાં રૂમ તરફ દોરી ગયો.

‘થેન્કસ પણ એની જરૂર નહી પડે. એકતો મને એની આદત નથી અને આખો દિવસ વરસાદ પડ્યો છે એટલે હવે ઠંડક થઇ ગઇ છે. મને પંખો ચાલશે.’ અનુશ્રી હસીને બોલી.

‘ઓકે, એઝ યુ સે. તમે રસોડું જોયું જ છે એટલે રાત્રે તરસ લાગે તો પાણી પી લેજો, બધીજ બોટલો બોટલો ભરેેલી છે અને બીજી કોઇપણ જરૂર હોય તો હું લીવીંગ રૂમમાં જ સુતો છું. બેજીજક ઉઠાડજો.’ શાંતનુ અનુશ્રીને સુચના આપતાં બોલ્યો.

‘શ્યોર તું ચિંતા ન કર આઇ વીલ બી ફાઇન અને સાંભળ, મેં સાડા છ નો એલાર્મ મૂકી દીધો છે હું તને ઉઠાડી દઉં પછી આપણે તરત જ ઘરે જઇશું. કાલે પાછું જોબ પર પણ જવાનું ને? એટલે બને તેટલાં વહેલાં ઘરે પહોંચી જઇએ.’ અનુશ્રી બોલી.

‘ડોન્ટ વરી અનુ, મેં તો છ નો જ એલાર્મ મુક્યો છે હું પણ પપ્પા સાથે જ ઉઠી જઇશ. તમે આરામથી સાડાછ વાગે ઉઠજો.’ શાંતનુએ અનુશ્રીને ધરપત આપતાં કહ્યું.

‘ધેટ્‌સ ગ્રેટ, થેન્કસ શાંતુ.’ અનુશ્રી બોલી.

‘હમમ?? વળી?’ શાંતનુ બોલ્યો.

‘હા..હા..હા.. ગુડ નાઇટ.’ અનુશ્રીએ હસતાંહસતાં જવાબ આપ્યો અને શાંતનુના બાથરૂમમાં જતી રહી.

શાંતનુએ બેડ પર પડેલાં ચાદર અને ઓશીકું લીધાં અને પછી રૂમની લાઇટ બંધ કરીને નાઇટ લેમ્પ ચાલુ કર્યો અને પછી પંખો ચાલુ કરી રૂમનુ બારણું સ્હેજ અટકાવીને લીવીંગ રૂમમાં જતો રહ્યો. ત્યાં તેણે મોટાં સોફા પર લંબાવ્યું અને સવારનો છ વાગ્યાનો એલાર્મ મુક્યો. આખાં દિવસની ઘટનાઓ વાગોળતાં વાગોળતાં એને ક્યાં ઊંઘ આવી ગઇ એને ખ્યાલ પણ ન આવ્યો.

સવારે છ વાગતાં જ શાંતનુનો એલાર્મ વાગી ઊઠ્યો અને શાંતનુ જાગ્યો અને શાંતનુ જાગ્યો. જોયું તો રસોડામાં ઓલરેડી લાઇટ ચાલુ હતી. જ્વલંતભાઇ ઉઠી ગયાં હતાં. શાંતનુ રસોડા તરફ જતો હતો ત્યાં જ...

‘ગુડ મોર્નિંગ શાંતનુ.’ પાછળથી અનુશ્રી નો મીઠો અવાજ આવ્યો.

‘અરે તમે ઉઠી ગયાં?’ શાંતનુના અવાજમાં સુસ્તી હતી

‘હા યાર પછી મેં પણ વિચાર્યું કે અડધા કલાકમાં શું ફેર પડે છે? એટલે મેં પણ છ નો જ એલાર્મ મૂકી દીધો, એટલું વહેલું ઘરે જવાય ને?’

અનુશ્રીને હવે ઘરે જવાની ખરેખર ઉતાવળ હતી એ શાંતનુથી સમજી

શકાયું.

‘ગુડ મોર્નિંગ લેડીઝ એન્ડ જેન્ટલમૅન, શાંતનુ તમે જલ્દીથી બ્રશ કરી ચા પી ને અનુશ્રીને એને ઘેરે મૂકી આવો.’ જ્વલંતભાઇ શાંતનુને લગભગ ઓર્ડર આપતાં બોલ્યાં.

‘હા..બસ પાંચ મિનીટ.’ શાંતનુ અનુશ્રી સામે જોઇને બોલ્યો.

‘કોઇ વાંધો નહી શાંતનુ, વરસાદ પણ રાતથી જ બંધ છે એટલે મને શાંતી છે, ટેઇક યોર ટાઇમ.’ અનુશ્રી બોલી.

શાંતનુ પોતાનાં બાથરૂમમાં ગયો અને બ્રશ કરીને બહાર આવ્યો. ડાઇનીંગ ટેબલ પર શાંતનુ, અનુશ્રી અને જ્વલંતભાઇ ત્રણેયે ચા પીધી અને પછી શાંતનુ અને અનુશ્રી, અનુશ્રીને ઘેરે જવા તૈયાર થયાં.

‘અંકલ એક પ્લાસ્ટીક ની બેગ હશે? મારાં ગઇકાલનાં કપડાં અને રેઇનકોટ માટે...?’ અનુશ્રી બોલી.

‘હા, હા કેમ નહી?’ જ્વલંતભાઇ બોલી ને તરત જ પોતાનાં રૂમમાં થી એક મોટી પ્લાસ્ટીકની બેગ લાવીને અનુશ્રીને આપી.

અનુશ્રી શાંતનુના રૂમમાં ગઇ અને બાથરૂમમાં એક સાઇડમાં મૂકેલાં પોતાનાં કપડાં એણે આ બેગમાં મૂક્યાં અને બહાર આવી.

‘જઇએ?’ અનુશ્રી શાંતનુ સામે જોઇને બોલી.

‘હા, હા કેમ નહી?’ કમને શાંતનુ બોલ્યો. એને તો અનુશ્રી ક્યાંય જાય જ નહી એ જ જોઇતું હતું પણ એ શક્ય નહોતું એ હકીકત એ બરોબર જાણતો હતો.

અનુશ્રીને લઇને શાંતનુ અનુશ્રીનાં ઘર તરફ નીકળ્યો. રસ્તાપર હજીપણ અમુક સ્થાને થોડાઘણા પાણી ભરાયેલાં હતાં જેનાંથી ગઇકાલે આખો દિવસ કેટલી હદ સુધી પાણી ભરાયા હશે એનો અંદાજ આવી જતો હતો. લગભગ વીસેક મિનીટ પછી શાંતનુ અનુશ્રીને ઘેરે પહોંચ્યો. અનુશ્રીના મમ્મા ઘરનાં આંગણ માં જ અનુશ્રીની રાહ જોઇને જ ઉભાં હતાં. અનુશ્રીને જોઇને એમનાં ચહેરા પર જે હાસ્ય આવ્યું એ જોઇને તરત જ શાંતનુને ધરિત્રીબેન યાદ આવી ગયાં. શાંતનુ જ્યારે પણ કોલેજ થી કે અન્ય કોઇ જગ્યાએ થી મોડો ઘેરે આવતો ત્યારે તેઓ આવી રીતેજ ઘરનાં દરવાજે શાંતનુની રાહ જોઇને જ ઉભાં રહેતાં અને શાંતનુને જોતાં જ આવુંં જ કઇક સ્મીત એમનાં ચહેરા પર પણ આવી જતું.

‘આવો આવો ...’ અનુશ્રીના મમ્મા બોલ્યાં. એમનો અવાજ સાંભળતા જ સુવાસ પણ ઘરમાંથી બહાર આવ્યો.

‘થેન્ક્સ એ લોટ શાંતનુ તમે ન હોત તો અનુને ખુબ તકલીફ પડત. તમારો આભાર હું કઇ રીતે માનું મને ખબર નથી પડતી...’ સુવાસ શાંતનુને રીતસર વળગી પડ્યો.

‘એમાં થેન્કસ શેના?’ શાંતનુએ પણ વિવેક થી જવાબ આપ્યો.

‘અરે આજનાં જમાનામાં મિત્રો પણ ક્યાં આવાં હોય છે? બધાં પોતાનું જ વિચારે.’ અનુશ્રીના મમ્મા બોલ્યાં જવાબમાં શાંતનુ ફક્ત હસ્યો.

‘આવો ચા પીએ. સુવાસ બોલ્યો.

‘સુવાસભાઇ ફરી ક્યારેક? મેં હમણાં જ ઓલરેડી ચા ઘેરે પીધી છે અને હજી ન્હાવાનું પણ બાકી છે, પ્લસ જોબ પર પણ જવાનું છે.’ શાંતનુએ એકદમ સૌજન્યતા દર્શાવી ને પોતાની વાત મૂકી.

‘ઓકે તો તમને હું ફોર્સ નહી કરું. પણ તમારે મારી એકવાત તો માનવી જ પડશે.’ સુવાસ બોલ્યો.

‘શું? બોલો ને?’ શાંતનુ બોલ્યો.

‘રવિવારે સાંજે તમે અમારે ઘેરે આવો અને તમારાં પપ્પાને પણ સાથે લાવો. સાથે ચા-નાસ્તો કરીએ.’ સુવાસે આગ્રહભર્યા સ્વરમાં કહ્યું.

‘ઠીક છે જો વરસાદ નહી હોય તો જરૂર આવીશું.’ શાંતનુ બોલ્યો.

‘એ દિવસે વરસાદ નહી જ હોય શાંતનુ, તું જરૂર આવ મારે તારા પપ્પાનો પણ આભાર માનવો છે.’ અનુશ્રીના મમ્મા બોલ્યાં.

‘ચોક્કસ! તો હું જઉં?’ શાંતનુએ ઘેરે જવાની મંજુરી માંગી.

‘રવિવારે મળવાનું પ્રોમિસ કર્યું છે એટલે જવા દઉં છું.’ સુવાસ હસીને શાંતનુુ સાથે હેન્ડશેક કરતાં બોલ્યો.

આ આખીયે ચર્ચા દરમ્યાન અનુશ્રી એનાં મમ્માને પાછળથી વળગીને થોડુંક ઝૂકીને એમનાં ખભા પર પોતાાનો ચહેરો ગોઠવીને ઊભી હતી. એનાં ચહેરા પર સતત સ્મીત હતું અને એ વારંવાર પોતાને જોઇ રહી હતી એ બાબત પણ શાંતનુએ નોંધી અને મનોમન ખુશ પણ થયો.

અનુશ્રીના મમ્મા ને શાંતનુ પગે લાગી ને જવા લાગ્યો. અનુશ્રી એની પાછળ છેક દરવાજે આવી.

‘બાય, ટેઇક કેર શાંતુ, ઓફિસે મળીએ.’ અનુશ્રી એ પોતાનાં ચિતપરિચિત સ્મીત સાથે શાંતનુને વિદાય આપી. ભલે રાત્રે એનો મુડ ચેન્જ થઇ ગયો હતો પણ ઘેરે પહોંચતાની સાથે જ અનુશ્રી એનાં ખરાં આવી ગઇ હતી.

‘બાય..યુ ટુ ટેઇક કેર.’ કહીને શાંતનુએ બાઇક ને કીક મારી અને ‘મેરે જીવન સાથી’ ફિલ્મનું “ચલા જાતા હું કિસીકી ધૂન મૈ, ધડકતે દિલકે તરાને લીએ” ગીત ગણગણતો પોતાનાં ઘર તરફ નીકળી પડ્યો.

ઘેરે પહોંચીને એણે જ્વલંતભાઇને રવિવારે અનુશ્રીને ઘેરે જવાની વાત કરી અને જ્વલંતભાઇ પણ તરત તૈયાર થઇ ગયાં. ન્હાઇ ને શાંતનુ ઓફિસે જવા માટે તૈયાર થઇ ગયો. જ્વલંતભાઇએ સેન્ડવીચ અને ચા એનાંમાટે તૈયાર જ રાખ્યાં હતાં. કલાક પહેલાં જ અનુશ્રીથી છુટા પડ્યા હોવા છતાં શાંતનુને જલ્દી ઓફિસે જઇને ફરીથી અનુશ્રીને મળવું હતું. હવે એ બન્ને વચ્ચેની મૈત્રી પણ ગઇકાલથી વધુ મજબુત બની હતી આથી શાંતનુ પણ હવે એવું ચોક્કસપણે માની રહ્યો હતો કે હવે અનુશ્રી પણ એની સાથે વધુનેવધુ વાતો કરશે અને જો એ પોતાનાં કામમાં વ્યસ્ત હશે તો ફેસબુક કે પછી વ્હોટ્‌સ એપ્પ પર પણ બન્ને હવે એકબીજા સાથે સંકળાઇ ગયાં હતાં એટલે એનાં દ્ધારા પણ એકબીજા સાથે વધુનેવધુ સંપર્કમાં રહી શકાશે.

આમ વિચારતો વિચારતો શાંતનુ ઓફિસે પહોંચ્યો. હજી એણે પોતાની બાઇક પાર્ક કરી ત્યાં જ વ્હોટ્‌સએપ્પ પર અનુશ્રીનો મેસેજ ઝળક્યો. એમાં એણે લખ્યું હતું કે એને લાગે છે કે એને આરામ ની જરૂર છે એટલે આજે એણે રજા આપી છે. શાંતનુ થોડો નિરાશ તો થયો પણ પછી એને પણ લાગ્યું કે અનુશ્રી જો એક દિવસ વધુ આરામ કરી લે તો એમાં એનો જ ફાયદો છે ને? કાલે એ વધુ ફ્રેશ હશે. પોતાને ને પોતાને સાંત્વના આપતો શાંતનુ દરવાજે ગયો ત્યાં રોજની જેમ માતાદીન એની રાહ જોઇને જ ઉભો હતો. હજી એ માતાદીનની બીડી અને પોતાની ચા નો ઓર્ડર આપે ત્યાં જ...

‘ક્યા બાત હૈ હીરો...આજે અમારાં વીના ચા પીશો?’ આમ બોલતો અક્ષય એનું બાઇક શાંતનુ પાસે ઉભું રાખતો બોલ્યો.

‘અરે આવને અક્ષુ, તારી જ રાહ જોતો હતો.’ શાંતનુ ખોટું બોલ્યો.

‘પ્રેમ લોકોને ખોટું બોલતાં કરી દે છે એ સાંભળ્યું તો હતું પણ જોયું આજે.’ અક્ષય હસતાંહસતાં બોલ્યો. શાંતનુએ આંખોથી માતાદીન તરફ ઇશારો કરીને એને વધુ કાઇ બોલતાં રોક્યો. માતાદીનને પણ કામ હશે એટલે એ પોતાની બીડીનું બંડલ લઇને તરત જ જતો રહ્યો.

‘કેમ છે તું? અને પપ્પા?’ શાંતનુએ અક્ષય અને એનાં પિતાનાં ખબર પૂછ્યા.

‘અમે બન્ને મજામાં છીએ અને સેફલી સાજે સવારે જ ઘેરે આવી ગયાં ભાઇ. મને તો આજે અહિયા આવવાનો ખુબ કંટાળો આવતો હતો પણ મારે આજે તમને તો મળવું જ હતું ગઇકાલને પુરેપુરો રીપોર્ટ લેવો છે મારે તો.’ અક્ષય ખુબ તત્પરતા દેખાડી રહ્યો હતો. શાંતનુ જવાબમાં હસ્યો.

‘હમમ.. તો અહિયાં જ આપું કે પછી કૉલ પર નીકળીએ ત્યારે?’ શાંતનુ ચા ની ચુસ્કી લેતાં બોલ્યો એનાં એકેએક શબ્દમાં હવે ગજબનો આત્મવિશ્વાસ હતો. ગઇકાલે અનુશ્રી અને એણે જે રીતે એમનાં બન્નેનાં જીવનની નાનામાંનાની બાબત શેર કરી હતી એનાંથી શાંતનુને હવે વિશ્વાસ હતો કે એ અનુશ્રીની વધુ નજીક જઇ શકશે.

‘શુભસ્ય શીઘ્રમ મોટાભાઇ! અને એક મસ્કાબન પણ થઇ જાય? બહુ ભૂખ લાગી છે. યાર.’ અક્ષય બોલ્યો.

‘વ્હાય નોટ..અરે રામજી બે મસ્કાબન પણ લાવ.’ શાંતનુએ ચાવાળાને ઓર્ડર આપતાં કહ્યું.

‘શરૂઆતથી શરુ કરો...’ અક્ષયથી હવે રહેવાતું ન હતું.

શાંતનુએ અક્ષયને આગલે દિવસે સવારથી શું શું બન્યું એ બધી જ વાત કરવાથી શરુ કરી અને છેક આજે સવારે એ અનુશ્રીને એને ઘેર મુકીને આવ્યો ત્યાં સુધી એટલે કે અથઃ થી ઇતિ બધી જ વાત કરી અને છેલ્લે રવિવારે સાંજે એણે અને જ્વલંતભાઇ અનુશ્રીને ઘેરે નાસ્તા પર જવાનાં છે એમપણ કહ્યું.

‘એટલે રવિવારે તમે તમારું પ્રોમિસ નહી પાળો રાઇટ? યુ નો મોટાભાઇ? મને અહીં ગળા સુધી ખાત્રી હતી કે તમે કોઇ ને કોઇ ઝોલ જરૂર નાખશો.’ અક્ષયના અવાજમાં નિરાશા અને ફરિયાદ બન્ને હતાં.

‘અને મને એવી ખાત્રી હતી કે હું જેવો આ વાત કરીશ એટલે તું રડવા માંડીશ.’ શાંતનુ આંખ મારીને હસ્યો.

‘બસને ભાભી નજીક આવવા લાગ્યાં એટલે અમારી ફીરકી લેવાની ચાલુ?’ અક્ષય પણ પોતાનો મૂડ સુધરતાં હસ્યો.

‘હા હા.. ના યાર આ રવિવારે નહી તો આવતે રવિવારે... આઇ પ્રોમિસ, હવે આ વસ્તુ બને તેટલી જલ્દી સોલ્વ કરી નાખીશ.’ શાંતનુ અક્ષયનાં ખભે હાથ મુકતાં બોલ્યો..

‘ઓક્કે તો હું પણ સિરુ ને તમે જ્યારે અનુભાભી ને પ્રપોઝ કરશો એ જ દિવસે કરીશ તમારે મને પણ ફોર્સ નહી કરવાનો, કારણકે હું સિરતદીપને પ્રપોઝ પણ તમારાં પછી કરીશ, અને સાથે લગ્ન પણ તમારાં પછી જ કરીશ અને અમારે ત્યાં છોકરું પણ તમારી અને ભાભી ને ત્યાં છોકરું થયાં પછી જ આવશે, ઓકે, નાઉ પ્રોમિસ મી.’ અક્ષયે બહુ જબરી શરત શાંતનુ સમક્ષ મૂકી.

‘તું તો બહુ લાંબુ વિચારે છે યાર...’ શાંતનુ હસતાંહસતાં બોલ્યો.

‘હું વિશ્વાસપૂર્વક બોલું છું. તમે યાદ રાખજો બહુ જલ્દીથી અનુભાભી તમારાં જીવનનો એક ઇન્ટર્નલ ભાગ બની જશે. અક્ષયે શાંતનુ ને કહ્યું.

‘આમીન...’ શાંતનુએ ટૂંકમાં જ જવાબ આપ્યો અને બન્ને ચા અને મસ્કાબન પતાવીને પોતાની ઓફિસે ગયાં.

ઓફીસ પહોંચતા જ શાંતનુએ પોતાનું ઇ-મેઇલ ખોલ્યું અનુશ્રીનો ગઇકાલ રાત વાળો મેઇલ જોયો અને એનાં આનંદનો પાર ન રહ્યો. અચાનક એને પોતાનું પ્રોમિસ યાદ આવ્યું અને એણે પોતાનાં લેપટોપમાં પડેલા પોતાનાં ગીતો માંથી એને ગમતાં પાંચ રોમેન્ટિક ગીતો પસંદ કરીને અનુશ્રીને મેઇલ કરી દીધાં.

આજે અને રવિવાર વચ્ચે હજી બીજાં ત્રણ દિવસો હતાં. આ દરમ્યાન શાંતનુ અને અનુશ્રી ઓફિસે પણ રોજ મળ્યાં અને વ્હોટ્‌સ એપ્પ થી પણ રોજ મોડી રાત સુધી એકબીજા સાથે પોતાની રોજિંદી ઘટમાળની ચર્ચા આ ત્રણેય દિવસોમાં કરતાં રહ્યાં. અંતે રવિવાર આવી ગયો શાંતનુ સવારથી જ સાંજ પડવાની રાહ જોઇ રહ્યો હતો. ધીમેધીમે સાંજ પણ પડી. એ અને જ્વલંતભાઇ આગલે દિવસે નક્કી કરેલાં સમયે અનુશ્રીને ઘેરે પહોંચી ગયાં.

અનુશ્રીનાં મમ્મા અને સુવાસે જ્વલંતભાઇ અને શાંતનુ નો અનુશ્રીની તે દિવસે સંભાળ લેવાં બદલ દિલથી આભાર માન્યો અને જ્વલંતભાઇ અને શાંતનુએ પણ પોતાની ફરજ કહી ને વિવેક કર્યો. અનુશ્રી તો જાણે જ્વલંતભાઇને વર્ષોથી ઓળખતી હોય એમ એની બાાજુમાં જ બેસી ગઇ અને એમનાં વિષે અને એમનાં ઘર વિષે એનાં મમ્મા અને સુવાસને બધી માહિતી આપવા લાગી. વચ્ચે વચ્ચે અનુશ્રી અને જ્વલંતભાઇ શાંતનુની મશ્કરી પણ કરી લેતાં હતાં. શાંતનુને આ મશ્કરીથી જરાપણ ગુસ્સો નહોતો આવતો બલકે એને તો આ ગમતું હતું. એને લાગતું હતું કે અનુશ્રી અને જ્વલંતભાઇ બન્ને એકબીજાનાં જેટલાં નજીક આવશે એટલો પોતાને અનુશ્રીને પ્રપોઝ કરવાની અને જો અનુશ્રી હા પાડે તો જ્વલંતભાઇની લગ્ન માટે મંજુરી લેવાની સરળતા રહેશે.

શાંતનુને સરપ્રાઇઝ ત્યારે મળ્યું જ્યારે નાસ્તામાં અનુશ્રીએ ગરમાગરમ સેવ-ઉસળ પીરસ્યુ. આટલાં દિવસની મુલાકાતો થી અનુશ્રીને શાંતનુની ચોઇસ નો ખ્યાલ આવી ગયો હતો. પણ શાંતનુ માટે આ ખરેખર એક સરપ્રાઇઝ હતું. એને એ બાબત ખુબ ગમી કે અનુશ્રીએ એની ચોઇસનું ધ્યાન રાખ્યું હતું અને એણે પોતે આ સેવ-ઉસળ બનાવ્યું હતું.

‘યુ નો શાંતનુ? નાસ્તામાં ભીંડાનું શાક સુટ ન થાય નહીં તો એ

જ બનાવત.’ અનુશ્રી શાંતનુને સેવ-ઉસળ ની ડીશ આપતાં બોલી. જવાબમાં

શાંતનુ ફક્ત હસ્યો.

‘કેમ? શાંતનુને ભીંડા નું શાક નથી ભાવતું?’ અનુશ્રીના મમ્મા બોલ્યાં.

‘ના હજી થોડાં દિવસો પહેલાં સુધી તો નહોતું ભાવતું પણ અનુશ્રીએ તે દિવસે શું જાદુ કર્યો કે હવે એને ભાવવા માંડ્યું છે કેમ બરોબર ને શાંતનુ?’ જ્વલંતભાઇ અનુશ્રી સામે હસતાંહસતાં બોલ્યાં અને અનુશ્રી પણ ખડખડાટ હસી પડી. શાંતનુની હાલત એકદમ પાતળી હતી પણ એણે મૂંગા રહીને સ્મીત આપવાનું જ પસંદ કર્યું.

‘તમે બિચારાને એમ ન ચીડવો અને અનુશ્રી તું પણ શું? તારે શાંતનુને પૂછીને શાક બનાવવું હતું ને? અનુશ્રીના મમ્માએ શાંતનુ નો પક્ષ લીધો અને શાંતનુને તરત જ ધરિત્રીબેન યાદ આવી ગયાં.

‘અરે પણ મમ્મા ઘરમાં બીજું કોઇ શાક જ ન હતું. પૂછો અંકલને, હેં ને અંકલ?’ અનુશ્રી પોતાનો બચાવ કરતાં બોલી અને જ્વલંતભાઇએ પણ ડોકું ધુણાવીને હા પાડી.

‘ના ના આંટી શાક ખરેખર સારું હતું. અનુશ્રીએ બહુ સારી રસોઇ કરી હતી.’ અંતે શાંતનુ બોલ્યો.

‘ત્યારે!!?’ અનુશ્રી પોતાનાં કોલર વીનાના ડ્રેસનાં જાણે કોલર ઊંચા કરી રહી હોય એમ બોલી અને બધાં નાં ચહેરા પર સ્મીત આવી ગયું.

નાસ્તો કરી થોડીવાર વધુ વાતોકરી ને જ્વલંતભાઇને અનુશ્રીના મમ્મા અને સુવાસ ની રજા માંગી અને કોઇવાર પોતાનાં ઘેરે આવવાનું પણ આમંત્રણ આપ્યું જે અનુશ્રીએ તરત જ સ્વીકારી લીધું. આ તમામ ઘટના દરમ્યાન શાંતનુનાં ચહેરા પર સ્મીત હતું અને એને આ બધું બનવું ખુબ ગમી રહ્યું હતું. શાંતનુ અને જ્વલંતભાઇ ‘આવજો’ કહીને છુટા પડ્યાં.

અનુશ્રીનો ઘેરેથી પોતાનાં ઘેરે જવા માટે બાઇક ચલાવતાં શાંતનુ એમ જ વિચારી રહ્યો હતો કે એનો વિચાર તો અનુશ્રી સાથે દોસ્તી કરવાથી પણ આગળ વધવાનો છે. પણ યોગ્ય સમયે જ એ બધાં નિર્ણયો કરશે અને એને ગળા સુધી ખાત્રી હતી કે જ્વલંતભાઇ પણ શાંતનુને જ્યારે એ અનુશ્રીને પોતાની ભાવી પત્ની તરીકે પ્રસ્તુત કરશે ત્યારે એ તરત માની જશે.

‘અનુશ્રી બહુ સારી છોકરી છે નહી?’ બાઇક ઉપર શાંતનુની પાછળ બેઠેલાં જ્વલંતભાઇ એ શાંતનુનું ધ્યાનભંગ કરતાં કહ્યું.

‘હા પપ્પા’ શાંતનુ બીજું તો શું કહે?

‘તમે કાયમ એનો ખ્યાલ રાખજો શાંતનુ. દોસ્તી થવા માટે બહુ વાંધો નથી આવતો પણ એનેે ટકાવવી બહુ અઘરી છે અને વળી અનુશ્રી એક છોકરી છે એટલે એને દોસ્તીની દરેક ફરજો સાથે એની સુરક્ષાનું પણ તમારે કાયમ ધ્યાન રાખવું પડશે. જ્વલંતભાઇ બોલ્યાં.

‘હા પપ્પા હું એમ જ કરીશ, તમે ચિંતા ન કરો. શાંતનુએ બાઇક ચલાવતાં પોતાનો ડાબો હાથ પાછળ કરી જ્વલંતભાઇ નો હાથ દબાવ્યો.

-ઃ પ્રકરણ ૬ સમાપ્ત :

સાત

શાંતનુ અને અનુશ્રી હવે રોજ સાથે જ એમની ઓફિસની સામે આવેલી સામે આવેલી રેસ્ટોરાં માં લંચ લેવા લાગ્યાં હતાં અને એમની વાતો ક્યારેય ખૂટતી જ નહોતી, ઓફ-લાઇન અને ઓનલાઇન પણ. શાંતનુ અને અનુશ્રી વ્હોટ્‌સ એપ્પ પર રોજ ગુડ મોર્નિંગ થી પોતાનો દિવસ શરુ કરે અને ગુડ નાઇટ કરીને પૂરો કરે એ ઉપરાંત આખો દિવસ ચેટ કરતાં રહેતાં. શાંતનુ હવે મોકો મળે એટલે અનુશ્રી જ્યારે બેધ્યાન હોય ત્યારે એનાં સેલફોનમાં અનુશ્રીની જુદીજુદી અદાઓ ક્લિક કરી લેતો અને રોજ રાત્રે સુતાં પહેલાં પોતાનાં સેલફોનનાં ‘પર્સનલ’ ફોલ્ડરમાં મુકેલા અનુશ્રીનાં ફોટા એકવાર તો જોઇજ લેતો. ટૂંકમાં એને હવે અનુશ્રીની લત લાગી ગઇ હતી. આ બાજુ અક્ષય અને સિરતદીપ પણ એકબીજા સાથે ખુબ જ અટેચ થઇ ચુક્યા હતાં પણ અક્ષય હજીપણ શાંતનુ અનુશ્રીને પ્રપોઝ કરે એની રાહ જોઇ રહ્યો હતો. વરસાદનાં દિવસની ઘટના પછી તરત જ શાંતનુ જે રીતે અનુશ્રીને પ્રપોઝ કરવા માટે જેટલો આત્મવિશ્વાસ થી ભરપૂર હતો એ આત્મવિશ્વાસ એ એની અને અનુશ્રીની વધતી મુલાકાતો અને વધતાં ‘મેળમિલાપ’ થી ઘટી રહ્યો હતો. જ્યારે જ્યારે અક્ષય એને પ્રપોઝ કરવાનું કહેતો ત્યારે શાંતનુ કાં તો વાત ટાળી દેતો અને કાં તો એની અને અનુશ્રીની પાકી દોસ્તી એક ઘડાકે તૂટી જવાનો પોતાનો ભય દર્શાવી ને નવી મુદ્દત લઇ લેતો. આમ ને આમ બીજો એક મહિનો વીતી ગયો.

એક રવિવારે સવારે શાંતનુ અને અનુશ્રીએ સાથે લંચ લેવાનું નક્કી કર્યું. સપ્ટેમ્બરનાં આ દિવસોમાં આમતો વરસાદ ઓછો થઇ જાય પણ તે દિવસે શાંતનુ જ્યારે લંચ માટે નક્કી કરેલી રેસ્ટોરાંએ અનુશ્રી કરતાં પહેલાં પહોંચી ગયો ત્યાં જ અચાનક એક જોરદાર ઝાપટું તૂટી પડ્યું. એણે અનુશ્રીને કૉલ કર્યો તો એણે ઉપાડ્યો નહી. “કદાચ આ અચાનક આવેલાં વરસાદમાં ક્યાંક ફસાઇ ગઇ હશે.” એમ વિચારી ને શાંતનુએ ખીસ્સામાં પોતાનો સેલફોન મુક્યો ત્યાં જ એણે અનુશ્રીને સામેથી સ્કુટી પર પલળતી પલળતી આવતાં જોઇ. તે દિવસે જ્યારે એ બન્ને ઓફિસેથી વરસાદ માં ઘરે ગયાં હતાં ત્યારે તો શાંતનુ અને અનુશ્રી બનને એ રેઇનકોટ પહેર્યા હતાં પણ હાલનાં દિવસોમાં વરસાદ ઓછો થઇ જતાં ન તો શાંતનુ કે ન તો અનુશ્રી કોઇ પણ પોતાની સાથે રેઇનકોટ નહોતાં રાખતાં અને આથી જ શાંતનુએ જોયું કે અનુશ્રી આ અચાનક પધારેલાં વરસાદની ઝપટમાં કદાચ એવી રીતે ફસાઇ ગઇ હતી કે એને પોતાનું સ્કુટી બાજુમાં લઇને કોઇ ઝાડ નીચે થોડીવાર ઉભાંરહેવાનો પણ સમય નહોતો મળ્યો અને એ પગ અને માથાં સુધી સંપૂર્ણપણે ન્હાઇ ચુકી હતી. અનુશ્રી સ્કુટી પાર્ક કરી હતી ત્યાં જ વરસાદ ધીરો થઇ અને બંધ પણ થવા લાગ્યો.

‘હાઇ...’ હેલ્મેટ ડીકીમાં મુકીને પાર્કિંગ થી ચાલતાં ચાલતાં અનુશ્રી શાંતનુ પાસે સંપૂર્ણ ભીંજાયેલી હાલતમાં આવી.

‘હાઇ...’ શાંતનુએ સ્મીત સાથે જવાબ આપ્યો.

‘જો ને યાર કેવો છે આ વરસાદ? બસ આગલાં ચાર રસ્તે જ હતી અને તૂટી પડ્યો અને જેવી અહિયા પહોંચી ત્યાં બંધ થઇ ગયો અને જો પેલી બાજુ જો તડકો નીકળે છે...’ અનુશ્રી એનાં સ્વભાવ પ્રમાણે અસ્ખલિતપણે બોલી રહી હતી અને શાંતનુ એની ટેવ પ્રમાણે એને સસ્મિત સાંભળી રહ્યો હતો.

‘લ્યો આના થી તમારો ચહેરો લુછી લ્યો અહિયા ટોવેલ તો નહી મળે સોરી.’ શાંતનુ મજાકનાં સ્વરમાં પોતાનો હાથરૂમાલ અનુશ્રીને આપતાં બોલ્યો.

‘હાઉ સ્માર્ટ ઓફ યું શાંતુ, ચલ ઉપર જઇએ? મને બહુ ભૂખ લાગી છે યાર.’ અનુશ્રી શાંતનુની મજાક સમજી ગઇ અને પોતાનો ચહેરો લૂછતાં બોલી.

‘થોડીવાર અહીં જ ઉભા રહીએ? તમારી હાલત તો જુવો? ઉપર હોટલમાં એસી ફૂલ સ્વિંગમાં ચાલતું હશે. હમણાં તડકો પણ આવશે, થોડાક સુકાઇ જાવ પછી જઇએ નહીં તો શરદી થઇ જશે.’ શાંતનુ એ અનુશ્રીને સલાહ આપતાં કહ્યું.

‘ના યાર ઉપર જ જઇએ ગરમાગરમ સૂપ મંગાવીએ અને પીએ, મને કઇ નહી થાય તું બહુ ચિંતા ન કર મારી!’ અનુશ્રી આંખ મીંચકારતા બોલી.

‘જેવી હુઝુર ની મરજી.’ શાંતનુ પણ હવે આવા વિશેષણો અનુશ્રી માટે છૂટથી વાપરી લેતો હતો.

બન્ને ઉપર રેસ્ટોરાં માં ગયાં અને એક ટેબલ પર સામસામે બેઠાં. શાંતનુના ધાર્યા પ્રમાણે જ એસી ખુબ જોરથી ચાલી રહ્યું હતું અને થોડીવાર પછી ભીંજાયેલી અનુશ્રી પણ થરથર કાંપવા માંડી. શાંતનુએ તરત જ બે ટોમેટો સૂપ નો ઓર્ડર આપ્યો અને અનુશ્રીને બાકીનો ઓર્ડર નક્કી કરવાનું કહ્યું.

શાંતનુએ કાયમની જેમ હવે અનુશ્રીને નિહારવા નું શરુ કરી દીધુ હતું. એણે જોયું કે અનુશ્રીએ આજે આછાં ગુલાબી રંગનો લખનવી કુર્તો પહેર્યો હતો અને વરસાદમાં ચિક્કાર ભીંજાવાને લીધે એ એનાં શરીર પર ચપોચપ ચોંટી ગયો હતો. અનુશ્રીને આમ નિહારતા નિહારતા અચાનક જ શાંતનુ નું ધ્યાન અનુશ્રીનાં શરીર પર ચપોચપ ચોંટી ગયેલાં કુર્તા માંથી એની બ્રેસીયરમાં છુપાયેલાં તેમ છતાં એકદમ સ્પષ્ટ રીતે દેખાતાં એનાં અને કોઇપણ પુરુષનાં સ્વપ્નમાં આવે એવાં આકાર ધરાવતાં સ્તનો પર ગયું. અનુશ્રી મેન્યુકાર્ડ ફેરવી રહી હતી, અનુશ્રીને આ હાલતમાં જોઇને કોઇપણ પુરુષ એને જોઇને ગાંડો થઇ જાય. અનુશ્રીનાં ભીંજાયેલા સ્તનો અત્યારે શાંતનુને જાણેકે અચાનક જ ભેટમાં મળી ગયાં હોય એવું એને લાગી રહ્યું હતું. શાંતનુ નું ધ્યાન સતત ત્યાંજ હતું, આસપાસ શું બની રહ્યું છે એની પરવા રાખ્યાં વગર.

શાંતનુની નજર હવે એ બન્ને સ્તનોની રચના ઉપર ખુબ જ ધ્યાનથી ફરવા લાગી. શાંતનુના મન અને આખાંયે શરીરમાં કોઇક અલગ જ લાગણી થવા લાગી. આ આખુંય નિરીક્ષણ જ્યારે ચાલુ હતું એ દરમ્યાન એનું ધ્યાન જ્યારે અનુશ્રીની સફેદ બ્રેસીયરમાં થી અડધાં દેખાતાં બે દુધથી પણ સફેદ સ્તનોને અલગ પાડતી અને ઉભરેલી ખીણ પર ગયું ત્યારે એની નજરો ત્યાં જ ચોંટી ગઇ. એને એ જોતો જ રહ્યો...જોતો જ રહ્યો...આજુબાજુ કોણ છે? શું થઇ રહ્યું છે એની કોઇજ સુધ હવે શાંતનુને ન રહી. એજ અજીબ હલચલ એનાં શરીરમાં હજી પણ થઇ રહી હતી. એનું રોમેરોમ અત્યારે ઉભું થઇ રહ્યું હતું. એનાં હ્ય્દય પર એ કશોક ભાર અનુભવી રહ્યો હતો. એનું ગળું સુકાવા લાગ્યું હતું. એવું જરાપણ ન હતું કે શાંતનુનું આ પહેલું ‘સ્તન દર્શન’ હતું એ છેવટે તો આ પૌરુષસભર લાગણી જ હતી ને? એને પણ કોઇપણ પુરુષને કોઇપણ સ્ત્રીપ્રત્યે જે કુદરતી રીતે શારીરિક આકર્ષણ થાય એવું તો કાયમ થતું જ હતું, પણ અત્યાર ની વાત કઇક જુદી જ હતી. આ અન્ય કોઇ સ્ત્રી થોડી હતી? આ તો અનુશ્રી હતી જેને અત્યારેતો એ લગભગ પોતાની જ માની ચુક્યો હતો અને એણે એને એક દિવસ ખરેખર પોતાની બનાવવાની હતી પણ તેમ છતાં અત્યારેતો એ બન્ને વચ્ચે મિત્રતા સીવાય બીજોતો કોઇ સંબંધ ન હતો એ વાત શાંતનુ ભૂલી રહ્યો હતો.

‘મને તો કાંઇજ ખબર નથી પડતી શાંતુ...તું જ બોલ ને યાર... શું મંગાવીએ?’ અનુશ્રીએ અચાનક મેન્યુકાર્ડ બંધ કરીને અનુશ્રીની જ ‘દુનિયામાં ખોવાયેલા શાંતનુને પૂછ્યું.

પણ શાંતનુ ને ક્યાં કોઇ ભાન જ હતું? એ તો કુદરતે અનુશ્રીને ભેટમાં આપેલી એનાં બે ભરાવદાર સ્તનો વચ્ચેની ખીણ અને એની અદ્રુત રચનાને જ નીરખી અને માણી રહ્યો હતો.

‘બોલને યાર? શું મંગાવીશું? આટલી બધી આઇટમ્સ છે, અહીં તો બધું જ મળે છે... પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન...બોલને શાંતનુ..

શાંતનુ?? શાંતુ?? આર યુ ધેર??’ અનુશ્રી એ પોતાની જગ્યાએથી થોડુક ઝૂકીને શાંતનુની આંખો નજીક ચપટી વગાડી...

પણ શાંતનુ હજીપણ ત્યાં જ ખોવાયેલો હતો અને એને કદાચ ત્યાં જ રહેવું હતું, સદાય ને માટે...

‘અરે ઓ... મિસ્ટર શાંતનુ..!!’ અચાનક શાંતનુ નું ધ્યાનભંગ થયું અને એ અનુશ્રી સામે જોઇને બોલ્યો.

‘ક્યાં ખોવાયાં છો મિસ્ટર? હું એમ પૂછું છું કે અહિયા બધું જ મળે છે ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડીયન. હું કન્ફ્યુઝ છું મારી મદદ કર યાર.’ અનુશ્રી હસતાંહસતાં બોલી.

‘તમને જે ગમે તે ..અમમ.. મને બધું ભાવે છે.’ શાંતનુ ધીરેધીરે ભાન માંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યો હતો.

‘નો, ધીસ ઇઝ નોટ ફેયર શાંતુ, કઇક તો મદદ કર મારી?’ અનુશ્રી બોલી.

‘હમમ.. લાસ્ટ સન્ડે હું ને પપ્પા પંજાબી ખાવા ગયાં હતાં એટલે ચાઇનીઝ કે સાઉથ ઇન્ડિયન બે માં થી કોઇપણ ફાવશે.’ થોડોક વિરામ લઇ ને અને બહારનાં વિચારોને ભેગાં કરીને શાંતનુ બોલ્યો. શાંતનુ ને લગભગ ભાન આવી ગયું હતું.

‘ધેટ્‌સ બેટર... ચલ સાઇથ ઇન્ડીયન જ મંગાવીએ. બોલ શું લઇશ? હું તો એક મસાલો ઢોંસો જ લઇશ.’ અનુશ્રી બોલી

‘હું મિક્સ ઉથપ્પા લઇશ.’ શાંતનુ બોલ્યો.

‘ઓકે તો તું જ ઓર્ડર આપી દે ને?’ અનુશ્રીએ શાંતનુને કહ્યું.

શાંતનુએ ફ્લોર મેનેજર ને બોલાવી ને ઓર્ડર આપ્યા. ઓર્ડર આપ્યાં પછી ફરીવાર શાંતનુને એનાં મનમાં ફરીથી કશુંક થઇ રહ્યાં હોવાથી લાગણી થઇ રહી હતી. એની નજર હવે થોડીથોડી વારે અનુશ્રીના સ્તન પ્રદેશ પર જતી હતી. નોર્મલી અનુશ્રી સાથે વાતો કરવા માટે ઝૂરતો શાંતનુ અત્યારે સાવ મૂંગો થઇ ગયો હતો. નોર્મલી અનુશ્રીનાં ચહેરા ને અનુશ્રીનું ધ્યાન ન જાય એની કાળજી લઇને જે શાંતનુ એને ટીકીટીકી ને નીરખી રાખતો હતો એ શાંતનુ માટે અત્યારે અનુશ્રી નાં સ્તન યુગ્મો પર એવું સ્થીત થઇ ગયું હતું કે જો હજી વધુ સમય શાંતનુ પોતાનું ધ્યાન બીજે ન વાળે તો અનુશ્રી કદાચ એની આ ચોરી પકડી પણ લે એવી સ્થીતી અત્યારે હતી. નોર્મલી અનુશ્રી ની ફક્ત કાન પાછળ પોતાની લટ એડજેસ્ટ કરવાની અદા પર જે શાંતનુ ઘાયલ હતો એ જ શાંતનુ આજે એ અદા ભૂલીને ફક્ત ને ફક્ત અનુશ્રીનાં ભરાવદાર સ્તનો વચ્ચે ની ખીણમાં જ ક્યાંક ખોવાઇ ગયો હતો.

શાંતનુને અત્યારે કોઇપણ એને ડીસ્ટર્બ ન કરે એવી અદમ્ય ઇચ્છા હતી પણ શાંતનુ ની દરેક ઇચ્છા તો થોડી પૂરી થાય? અનુશ્રી એની આદત મુજબ મૂંગી રહી શકતી ન હતી એ કોઇને કોઇ મુદ્દો ઉપાડી ને શાંતનુ ને વાત કરવા મજબુર કરી રહી હતી. અનુશ્રીને સાંભળવા માટે તત્પર રહેતાં શાંતનુને આજે મૂંગા રહી ને અનુશ્રીનું વણખેડાયેલું સૌંદર્ય માણવું હતું. અનુશ્રી પ્રત્યેના એનાં અદમ્ય પ્રેમ પર અત્યારે વાસના હાવી થઇ રહી હતી પણ શાંતનુ જેનું નામ, ધણી મહેનત પછી અંતે એણે ગમે તે રીતે પોતાની ઉપર કામચલાઉ કંટ્રોલ તો કરી જ લીધો અને ગમેતે રીતે અનુશ્રી સાથે વાતોમાં પરોવાયો. પછી તો એને પણ ખ્યાલ આવ્યો કે જો એમે તરત પોતાની જાત પર કંટ્રોલ ન કર્યો હોત તો કદાચ અનુશ્રીને પણ એ શું નીહારી રહ્યો હતો એનો ખ્યાલ આવી ગયો હોત અને એને આ બાબતનું અત્યંત ખરાબ લાગ્યું હોત અને આ ચાર-પાંચ મહિનામાં મહેનત થીઊભી કરેલી દોસ્તી, જેનો અંત એણે અનુશ્રીને પોતાની જીવનસાથી બનાવી ને કરવો હતો એ એક ઝાટકે તૂટી જાત. ઓર્ડર સર્વ થઇ જતાં બેય જમવામાં અને વાતો કરવામાં પરોવાઇ ગયાં.

જમીને ઘરે જતાં શાંતનુ અને અનુશ્રી શાંતનુ નાં ઘર સુધી સાથે જ પોતપોતાનાં વાહનો ચલાવ્યા અને શાંતનુનાં ઘર પાસેનાં ચાર રસ્તા પાસે બન્નેએ એકબીજા ને ‘બાય’ કરી ને છુટા પડ્યાં. ઘરે આવી ને કપડાં બદલીને શાંતનુ ટીવી પર મેચ જોવામાં પરોવાયો. જ્વલંતભાઇ રોજ ની જેમ પોતાાની બપોર ની ઊંઘ માણવા પોતાનાં રૂમમાં જતાં રહ્યાં. અને ત્યાં જ શાંતનુ ફરીથી અનુશ્રી અને એની આજે છતી થયેલી ‘આંતરિક’ સુંદરતાનાં વિચારો પર ચડી ગયો, એજ વિચારો જે એને રેસ્ટોરાં માં લંચ લીધાં પહેલાં આવતાં હતાં. અનુશ્રીનાં કુર્તા નીચે ભીંજાયેલા એનાં સ્તનોને એ પોતાની આંખો સમક્ષ ફરીથી જોવા લાગ્યો અને પાછી એનાં તનબદનમાં પેલી ‘અજીબ સી લાગણી’ થવાં લાગી. એનું ધ્યાન હવે ટીવી પર ચાલતી મેચ માં ઓછુ અને થોડાંક કલાકો પહેલાં ઘટેલી આ ઘટના ને યાદ કરવામાં વધુ પરોવાવા લાગ્યું. એની નજરો ભલે ટીવી સામે હતી પણ ધ્યાન ક્યાંક બીજે હતું.

ધીરેધીરે એ વધુને વધુ પેલાં વિચારોમાં સમાવવા લાગ્યો. આટલું ઓછું હોય એમ હવે એને આપોઆપ ઉત્થાનની લાગણી પણ થઇ રહી હતી જે એને આજ પહેલાં અનુશ્રી માટે ક્યારેય નહોતી થઇ કારણકે એણે અનુશ્રીને આજ પહેલાં આમ આવી કામસભર નજરે જોઇ પણ ન હતી. એ સોફા માં થી ઉભો થયો, એનાં રૂમમાં વગર કારણે ગયો અને કશું જ કર્યા વગર પાછો આવ્યો. ફરી સોફા પર બેસીને મેચ જોવામાં ધ્યાન પરોવવાની કોશિશ કરવા લાગ્યો પણ નિષ્ફળ ગયો. ફરીથી એની નજરો સામે અનુશ્રીના પેલાં ભીંજાયેલા કુર્તામાં થી દેખાતાં બે ‘દૂધમલ’ સ્તનો આવવા લાગ્યા. એ ફરીથી ઉભો થયો અને રસોડામાં જઇને ફ્રીઝ ઉઘાડીને પાણીથી ભરેલી લગભગ અડધી બોટલ ખાલી કરી એને એમ ને એમ રસોડાનાં પ્લેટફોર્મ પર મૂકી ને ફરી રૂમમાં આવ્યો. ફરી એણે મેચમાં ધ્યાન આપવાની કોશિશ કરી અને ફરીથી નિષ્ફળ ગયો. કદાચ અનુશ્રીના એ વિચારો આજે કદાચ એનો પીછો છોડવાનાં ન હતાં.

પંદરેક મિનીટ પછી રિમોટથી ટીવી બંધ કરીને થોડીવાર એ પોતાનાં રૂમમાં આડો પડ્યો અને લગભગ પંદરથી વીસ મિનીટ આડા અવળાં પડખાં ફેરવ્યાં પણ એમ કાઇ ઊંઘ થોડી આવે? જે પુરુષ પર કામદેવ સવાર હોય એને કામદેવ એમ સિમ્પલ ઊંઘ થી કેવીરીતે ‘કામ’ ચલાવવા દે? આમ કરતાં કરતાં જ ચાર વાગ્યાં અને એને ખ્યાલ આવ્યો કે જ્વલંતભાઇ બપોરની ઊંઘ માણી ને જાગી ગયાં છે અને અત્યારે રસોડામાં છે. એ બહાર આવ્યો અને રસોડામાં ગયો. પ્લેટફોર્મ પર પડેલી પેલી પાણીની અડધી બોટલ એણે પુરેપુરી પી ને ખાલી કરી. એનું ઉત્થાન હજીપણ એ જ સ્થીતીમાં હતું.

‘તમે ચા પીશો ને શાંતનુ?’ જ્વલંતભાઇ ગેસ ચાલુ કરતાં બોલ્યાં

‘હા પપ્પા.’ શાંતનુ પોતાનું ઉત્થાન છુપાવવા પોતાનું ટી-શર્ટ નીચું કરી રીતસર લીવીંગ રૂમ તરફ દોડ્યો અને ટીવી ચાલુ કરી સોફા પર પગ લાંબા કરી ને બેસી ગયો અને પોતાનાં ઉત્થાનનાં સ્થાન પર તકિયો ગોઠવી દીધો.

‘પણ ક્યાં સુધી? પપ્પા તો હવે મેચ છે એટલે સામે જ રહેવાના છે. મારે મારું ધ્યાન ક્યાંક ડાઇવર્ટ કરવું જ પડશે. આ તકલીફનો બીજો કોઇ જ ઉપાય નથી. એક કામ કરું. અક્ષુને કૉલ કરી ને ક્યાંક મળવા બોલાવું? એની સાથે વાતો કરીશ એટલે મારું ધ્યાન ક્યાંક બીજે જતું રહેશે. પણ પપ્પા? એમને ખરાબ લાગશે સવારે પણ જમવામાં એમની સાથે નહોતો અત્યારે પણ...શું કરું?’ શાંતનુ પોતાની અત્યારની સમસ્યા નું નિવારણ રહ્યો હતો.

‘આ લ્યો ગરમાગરમ ચા શાંતનુ.’ જ્વલંતભાઇ સોફા પાસે પડેલા ટેબલ પર ચા નાં બે કપ મુકતા બોલ્યાં.

શાંતનુ પોતાની જ સમસ્યામાં હતો, જાણેકે એ ત્યાં હોવા છતાં પણ ત્યાં નહોતો.

‘મિસ્ટર એસ. જે. બુચ... તમારી ચા તૈયાર છે સમજે કુછ?’

જ્વલંતભાઇએ શાંતનુ નો ખભો ઢંઢોળી ને કહ્યું.

‘હેં? હા, થોડી ઠંડી થાય પછી લઉં પપ્પા.’ આજે દિવસમાં બીજીવાર શાંતનુ ઊંઘતો ઝડપાયો હતો.

અચાનક એને થયું કે એ પોતે બહાર ન જઇ શકે તો અક્ષયને તો એ ઘેરે બોલાવી જ શકે ને? જો એ હા પાડી દે તો એ પોતાની રમુજી વાતોથી શાંતનુનું ધ્યાન બીજી વાતો પર તરત જ વળી દે એમ હતું. શાંતુનુ મનોમન રાજી થયો.

‘એક મિનીટ પપ્પા મારે અક્ષુને એક અરજન્ટ કૉલ કરવાનો છે, હું હમણાં આવ્યો.’ શાંતનુ બોલ્યો.

‘ઓકે બેટા, મારી યાદ આપજે એ તોફાની બારકસ ને.’ જ્વલંતભાઇ હસતાંહસતાં બોલ્યાં.

‘શ્યોર!’ શાંતનુ ફરીથી પોતાનું ટી-શર્ટ નીચું કરી ને પોતાનાં ઉત્થાન ને છુપાવી ને પોતાનાં રૂમ તરફ ભાગ્યો.

રૂમમાં જઇને એણે તરત જ અક્ષયને કૉલ જોડ્યો અને તરત જ અક્ષયે કૉલ ઉપાડ્યો.

‘શું ચાલે મોટાભાઇ? કેવી રહી લંચ ડેટ?’ ફોન ઉપાડતાં જ અક્ષય બોલ્યો.

‘અરે ડેટ ક્યાં એ તો અમસ્તું જ..’ શાંતનુએ મોળો જવાબ આપ્યો.

‘હા ભાઇ હા તમે ક્યાં હજી ઓફિશિયલી ભાભીનાં પ્રેમમાં પડ્યાં છો હેં?’ અક્ષયે શાંતનુની મસ્તી કરતાં કહ્યું.

‘હમમ.. એ વાત સાચી.’ શાંતનુએ ફરીથી મોળો જવાબ આપ્યો.

‘શું થયું મોટાભાઇ? લંચ મીટ માં કાઇ થયું? ભાભી સાથે ઝઘડો?’ અક્ષયને શાંતનુ નાં અવાજ પરથી ખ્યાલ આવી ગયો કે શાંતનુ ની હાલત નોર્મલ તો નથી જ.

‘નો નો આઇ એમ ફાઇન..તું ઘેરે આવી શકે?’ શાંતનુ થી હવે વધુ કોઇ જ વાત થઇ શકે એમ નહોતી એટલે સીધો પોઇન્ટ પર આવી ગયો.

‘અત્યારે?’ અક્ષયને શાંતનુ ની ઉતાવળથી થોડીક નવાઇ જરૂર લાગી.

‘હા અત્યો જ બને તેટલો જલ્દી જો પોસીબલ હોય તો.’ શાંતનુ બોલ્યો.

‘પણ આજે હું અને સિરુ મુવી જોવા જવાના છીએ ભાઇ...પણ તમે મને કહો કાઇ થયું છે? પ્લીઝ મને કયો, તમારો અવાજ મને જુદો જ લાગે છે.’ અક્ષયે પોતાની ચિંતા રજુ કરી.

‘નો નો નો, હું મજામાં છું તું તારો પ્રોગ્રામ ચેન્જ ન કરતો, તું તારે સિરુ સાથે મુવી જોવા જા, આ તો આઇ વોઝ મિસિંગ યુ યાર એટલે...’ શાંતનુ એ પોતાનો અવાજ જાણીજોઇને સરખો કર્યો જેથી અક્ષયને રાહત થાય નહી તો એ પોતાનો પ્રોગ્રામ કેન્સલ કરીને દોડી આવે આવે હતો.

‘ઓ ભાઇ? આર યુ ઓલ રાઇટ? જેને મીસ કરવાનાં છે એને કરો ને યાર મને શું કામ મીસ કરી ને પોતાની જાતને તકલીફ આપો છો હેં?’ અક્ષય હસતાંહસતાં બોલ્યો. શાંતનુ ને અત્યારે આવી જ ‘અક્ષય બ્રાંડ મસ્તી’ ની જરૂર હતી.

‘હા હા હા... એને તો કાયમ મીસ કરું જ છું એમાં તો કોઇ કન્શેસન હોય જ નહીં ને અક્ષુ? પણ બેઠોબેઠો બોર થતો હતો થયું કે તારી બકવાસ સાંભળું.’ આમ બોલીને શાંતનુ ફરીવાર સાવ ખોટું હસ્યો.

‘બકવાસ એમ ને? હા ભાઇ હા કોઇનો મીઠો અવાજ સાંભળીને તમે એવાં ટેવાઇ ગયાં છો મોટાભાઇ કે હવે તમને મારી વાતો બકવાસ જ લાગે ને?’ અક્ષય આ વખતે સાચું હસતા બોલ્યો.

‘આઇ વોઝ જસ્ટ જોકિંગ યાર.’ શાંતનુ બોલ્યો.

‘આઇ નો બ્રધર, પણ તેમ છતાં જો તમને જરૂર હોય તો હું આવી જાઉં...પ્લીઝ શરમાતાં નહી, સિરુને તો હું સંભાળી લઇશ.’ અક્ષયે ફરી પોતાની ‘સેવા’ ની ઓફર કરી.

‘નો પ્લીઝ અક્ષય, તું એન્જોય કર આપણે કાલે ઓફિસે મળીયે એટલે વાત કરીએ.’ અક્ષયને ધરપત આપતાં શાંતનુ બોલ્યો.

‘ઓકે બોસ..તો કાલે મળીએ, બાય!’ અક્ષય બોલ્યો.

‘બાય અને એન્જોય, સિરતદીપને મારી યાદી આપજે.’ શાંતનુ એ કહ્યું.

‘શ્યોર બ્રો!’ કહીને અક્ષયે કૉલ કટ કર્યો.

શાંતનુનો આ પ્રયાસ પણ નિષ્ફળ ગયો. જેટલીવાર એણે અક્ષય સાથે વાતો કરી ત્યાં સુધી એનું ધ્યાન એ વાતોમાં જ રહ્યું અને એનું ઉત્થાન પણ શમી ગયું પણ જેવો ફોન કટ થયો કે તરત જ શાંતનુ ફરીથી એજ વિચારોમાં મગ્ન થઇ ગયો. આવીજ રીતે એણે આખી સાંજ પસાર કરી. મેચ પણ પતી ગઇ. રવિવાર હોવાથી આજે મહારાજે ફક્ત ભાખરીશાક જ બનાવ્યાં હતાં. સાવ લુસલુસ જમી ને શાંતનુએ પોતાનાં ગમતાં ગીતોની ચેનલ પર ધ્યાન લગાવવાની નિષ્ફળ કોશિશ કરી. દસ નાં ટકોરે જ્વલંતભાઇ શાંતનુ ને ‘ગુડ નાઇટ’ કહી ને પોતાનાં રૂમમાં જતાં રહ્યાં.

શાંતનુને આજે કદાચ પહેલીવાર જુના ગીતો સાંભળવાનું નહોતું ગમી રહ્યું એટલે એણે ચેનલો ફેરવવી ચાલુ કરી પણ ગમેતેમ એનું ધ્યાન હજીપણ અનુશ્રીના સ્તનો અને એની ભરાવદાર ખીણમાં જ અટકેલું હતું.

ત્યાં જ રોજની જેમ જ અનુશ્રીનો વ્હોટ્‌સ એપ્પ પર ‘ગુડ નાઇટ’ નો મેસેજ પણ આવી ગયો. આ જોઇને શાંતનુ નું મન વધુ માત્રામાં અનુશ્રી વિષે વીચારવા લાગ્યું. પોતાનું ધ્યાન બીજે લગાડવા ફરીથી એ ટીવી તરફ વળ્યો થોડીવાર ચેનલો સર્ફ કરીને પણ ધ્યાન બીજે દોરવામાં નિષ્ફળ ગયેલાં શાંતનુએ ટીવી અને લીવીંગ રૂમ ની લાઇટો બંધ કરી પોતાનાં રૂમ તરફ પ્રયાણ કર્યું.

રૂમમાં આવીને એસી ચાલુ કરીને એ પોતાની પથારીમાં પડ્યો અને લગભગ બપોરની જેમ જ પડખાં ફેરવવાનાં શરુ કર્યા. એનાં થી કોઇ ‘ભૂલ’ ન થાય એટલે એણે આજે જાણીજોઇને અનુશ્રીનાં ફોટા ન જોવાનું નક્કી કર્યું જે તેના સુવા પહેલાનાં રોજીંદા ક્રમનો ભંગ હતો. ઊંધ તો એને આવતી જ નહોતી અને કદાચ આવવાની પણ નહોતી. એનું ધ્યાન હજી ‘પેલી’ જગ્યાએ જ હતું જે જગ્યાએ એને મતે કદાચ ન હોવું જોઇતું હતું અને હવે એકલો પડતાં ફરીથી એને ઉત્થાન નો અનુભવ થવા લાગ્યો હતો. શાંતનુને આ પરિસ્થિતિ માં થી બહાર નીકળવું હતું.

એની પાસે એક ઉપાય હતો પણ એ જાણીજોઇને એ ઉપાય નો ઉપયોગ કરવા નહોતો માંગતો. એ ઉપાય હતો હસ્તમૈથુન...પણ આજ સુધી એણે ફિલ્મોની અભિનેત્રીઓ કે જાણી-અજાણી અને ગમી ગયેલી સ્ત્રીઓ કે યુવતીઓની કલ્પના કરીને એ હસ્તમૈથુન કરતો, પણ આ તો અનુશ્રી, એનો એક માત્ર પ્રેમ... એની સાથે આવું કાઇ કરવાની કલ્પના પણ કેમ થાય? શાંતનુને ડર હતો કે એમ કરવાથી એ કોઇ પાપ કરી બેસશે. આમ વિચારીને એ સતત પડખાં ફેેરવતો રહ્યો.

લગભગ એકાદ કલાકનાં માનસિક સંઘર્ષ પછી અંતે કામદેવનો વિજય થયો અને શાંતનુ પોતે અનુશ્રી સાથે છે અને એ એનાં સ્તન સોંદર્યને પોતે માણી રહ્યો છે અને અનુશ્રીને બેફામ પ્રેમ કરતાં કરતાં એની આ ‘પ્રેમિકા’ને પૂર્ણપણે શારીરિક આનંદ આપી રહ્યો છે એવી કલ્પના કરવા માટે મજબુર થયો અને અમુક મિનિટોના હસ્તમૈથુન પછી અનુશ્રીનું નામ લઇને એણે સ્ખલન કર્યું. સ્ખલન કરતી વખતે અને એ પછી ની ઘણી સેકન્ડો શાંતનુનાં જીવનની કદાચ સહુથી સુખદ પળોમાં થી એક હતી. એનું આખુંય શરીર ખુબજ ધ્રુજારી અનુભવ્યા બાદ એક સુખદ થકાન ની લાગણી અનુભવી રહ્યું હતું. આજ સુધી એણે સાચું શારીરિક સુખ માણ્યું ન હતું પણ આ અનુભવ કદાચ ઓછો પણ ન હતો. આ જ સુખદ લાગણી સાથે એને તરત ઊંઘ આવી ગઇ અને સીધો સવારે સાત વાગે એનાં સેલફોન માં જ્યારે અલાર્મ વાગ્યો ત્યારે જ એ જાગ્યો. બ્રશ કર્યા પછી વ્હોટ્‌સ એપ્પ પર અનુશ્રી નો ‘ગુડ મોર્નિંગ’ નો મેસેજ જોઇને તરત જ એને રાતની વાત યાદ આવી ગઇ અને એ મનોમન શરમાયો પણ ખરો.

રોજનાં ક્રમ મુજબ શાંતનુ સવારનાં કર્યો પરવારવા માં લાગી ગયો. રોજની જેમ જ સેન્ડવીચ અને આ ચા નો નાસ્તો કરીને એ ઓફિસે પણ પહોંચી ગયો. અક્ષયને મળીનેે તો એ ઔર ફ્રેશ થઇ ગયો. શાંતનુને લાગતું હતું કે હવે બધું નોર્મલ થઇ ગયું હતું પણ જ્યારે અનુશ્રી અને શાંતનુ રોજની જેમ તે દિવસે નજીકની રેસ્ટોરાં માં બપોરે જમવા માટે ભેગાં થયાં અને શાંતનુએ અનુશ્રીને પહેલીવાર જોઇ ત્યારે એ ફરીથી બેચેન થવા લાગ્યો.

આ બેચેની હવે જુદી જ જાતની હતી. આ બેચેની કાલની જેવી કામાતુર ન હતી આ ફીલિંગ હતી અપરાધની, કશુંક ખોટું કર્યાની. અત્યારસુધી તો બધું બરોબર જ ચાલતું હતું પણ જેવો શાંતનુ અનુશ્રીને રેસ્ટોરાં ની બહાર મળ્યો કે તરત જ એનું હ્ય્દય ભારે થઇ ગયું. રોજની જેમ એણે અનુશ્રી સાથે હાથ તો મેળવ્યો પણ એ રોજ જેવી ઉષ્મા ન હતી અને આટલું જ નહી રોજ એણે અનુશ્રી સાથે હાથ તો મળવ્યો પણ એ રોજ જેવી ઉષ્મા ન હતી અને આટલું જ નહી રોજ એને અનુશ્રીને મળવા જેવું જ ન હતું. એ આજે અનુશ્રી સાથે બહુ વાત કરી શકશે કે નહી એનો પણ એને સંશય હતો. રેસ્ટોરાં માં પણ જમતાં જમતાં એ લગભગ મૂંગો જ રહ્યો જોકે અનુશ્રી તો એની ટેવ પ્રમાણે સતત બોલતી રહી. જોકે અનુશ્રીને પોતાને પોતાનાંં જમતાં એ લગભગ મૂંગો જ રહ્યો જોકે અનુશ્રીને પોતાને પોતાનાં આ બોલકા સ્વભાવને કારણે અને એને બે બાબતનો પણ ખ્યાલ હોવાને કારણે કે શાંતનુ ખુબ ઓછું બોલે છે એટલે અત્યારે તો મામલો સંભાળાઇ ગયો પણ પછી શું?

રેસ્ટોરાંથી ઓફિસે પાછાં આવીને પણ શાંતનુને ચેન ન પડ્યું. એ કમ્પ્યુટર સામે તો બેઠો હતો પણ એનું મન બેચેન હતું. એને હવે લાગી રહ્યું હતું કે એણે કોઇ મોટી ભૂલ કરી છે. કદાચ ભૂલ નહી બહુ મોટું પાપ એનાં થી થઇ ગયું છે.

‘યાર અનુ તો તને પોતાનો ખાસ ફ્રેન્ડ સમજે છે એનાં વિષે તારે આવું વિચારવાની શું જરૂર હતી? ચલ એ તને ફક્ત ફ્રેન્ડ માને છે તો તું તો એને પ્રેમ કરે છે ને? તો પ્રેમમાં સેક્સ મિક્સ કરાય? બીજી બધી છોકરીઓ તો ઠીક છે રોજ મળે અને જતી રહે પણ અનુ? અનુ માટે આવું વિચારવાનું? એક રાત જો સુતો ન હોત તો શું ખાટું મોળું થઇ જવાનું હતું? તારાંથી બહુ મોટું પાપ થઇ ગયું છે શાંતનુ. તારે આ બાબતે ભગવાનની માફી માંગવી જ રહી, જટ ઉભો થા અને અત્યારે જ કોઇ મંદિરે જા અને ત્યાં સુધી તું એનાં વિષે આવું કાંઇજ ફરીથી નહી વિચારે. ચલ ઉભો થા શાંતનુ. જા’ શાંતનુ મનોમન પોતાની સાથે વાત કરી રહ્યો હતો.

‘મોટાભાઇ જમી આવ્યાં? ચલો કઠવાડા જવું છે ને?’ આઇ એમ રેડી.’ અચાનક અક્ષયના અવાજે શાંતનુ નું ધ્યાન ભંગ કર્યું.

‘હેં..હમમ... ના... નહી જઇએ તો નહી ચાલે?’ શાંતનુ બઘવાયેલી હાલતમાં બોલ્યો.

‘વ્હોટ? બીગ બ્રો, તમે? અને કૉલ પર જવાની ના પાડો છો?’ અક્ષયને આશ્ચર્ય થયું. આજ સુધી શાંતનુ એ ક્યારેય કોઇપણ સેલ્સ કૉલ પર જવાની ના નહોતી પાડી. હા ક્યારેક અક્ષય પોતે કંટાળી જઇ ને કૉલ પર જવાનું ટાળી દેતો પણ શાંતનુએ આજે પહેલીવાર કૉલ પર જવાની ના પાડી રહ્યો હતો.

‘હા યાર આજે નથી જવું.’ શાંતનુ બેઠાંબેઠા જ બોલ્યો. એનાં અવાજમાં ભારે હતો.

‘શું થયું ભાઇ? તબિયત સારી નથી?’ અક્ષયે પૃચ્છા કરી.

‘હા યાર નથી મજા, હું ઘરે જાઉં છું.’ શાંતનુ બોલ્યો.

‘શ્યોર? હું તમને મૂકી જઉં.’ અક્ષય બોલ્યો.

‘ના ના ના હું જતો રહીશ.’ શાંતનુથી થોડું જોરથી બોલાઇ ગયું. એને મંદિરે એકલું જવું હતું અને જો અક્ષય સાથે આવે અને ઘેરે મૂકી જાય તો અત્યારેતો મંદિરે નહી જ જવાય પણ પછી બાકીનો આખો દિવસ જ્વલંતભાઇ પણ એને ખરાબ તબીયત ને કારણે ઘરની નહી નીકળવા દે.

‘ઓકેે, ઓકે ચીલ્લ ભાઇ નહી આવું પણ ઘેરે પહોંચીને મને કૉલ કરી દેજો એટલે મને શાંતી થાય.’ અક્ષય બોલ્યો.

‘ઓકે શ્યોર. અને સાંભળ પપ્પા અને અનુશ્રીને હું કશું જ નહી કહુ, એ બન્ને ને ખોટી ચિંતા થશે. થોડોક થાક છે એટલે હું સુઇ જઇશ એટલે પછી સારું થઇ જશે.’ શાંતનુએ અક્ષયને વિનવણી ભર્યો ઓર્ડર કર્યો.

‘ડન પણ અહીથી આપણે સાથે જ નીકળીએ કૉલ પર જઇએ છીએ એમ કહી ને. તમે ઘેરે જાવ હું જોવું જો સિરુ નવરી હોય તો આજે પણ એને મુવી માં લઇ જાઉં.’ અક્ષય આંખ મારતાં બોલ્યો.

‘તું નહી સુધરે, ચલ નીકળીએ.’ અક્ષયની મજાકે જબરદસ્ત માનસિક તાણ અનુભવી રહેલાં શાંતનુના ચહેરા પર પણ સ્મીત લાવી દીધું.

કઠવાડા સેલ્સ કૉલ પર જવાની વાત કરીને બન્ને ઓફિસેથી નીકળી ગયાં. પાર્કિંગમાં જઇને શાંતનુએ અનુશ્રીને વ્હોટ્‌સ એપ્પ પર પણ પોતે સેલ્સ કૉલ પર જાય છે અને હવે ઓફિસે પાછો નહી આવે એવો મેસેજ કરી દીધો. પાર્કિંગ થી શાંતનુ અને અક્ષય છુટા પડ્યાં. શાંતનુ સીધો જ એનાં ઘર પાસે આવેલાં મહાદેવનાં મંદિરે જ ગયો. મંદિરના છેક ગર્ભગૃહમાં જઇ ને એણે એનાં માનીતાં ભગવાન શિવ ની માફી માંગી. એકવાર નહી અનેક વાર. થોડીવાર એ મંદિરના ઓટલે એમ જ મૂંગો બેઠો રહ્યો. મંદિરે થી એ સીધો જ ઘરે આવ્યો. શાંતનુનાં ઘેરે વહેલાં આવવાની જ્વલંતભાઇ માટે કોઇ નવાઇ ન હતી એટલે એમણે શાંતનુને આવકાર આપ્યો અને પોતે પોતાની બપોરની ઊંઘમાં પરોવાઇ ગયાં.

પણ શાંતનુ ને મંદિરે પોતાનાં ‘સો કોલ્ડ’ ગુનાનો એકરાર કરીને જે શાંતી મળી હતી એ ક્ષણજીવી જ નીવડી. વળી એને બેચેની થવા લાગી અને એ વારેવારે રસોડામાં જઇને પાણી પીવા લાગ્યો. થોડીવાર પછી એ ટીવી બંધ કરીને પોતાનાં રૂમમાં ગયો અને લેપટોપ પર ઇન્ટરનેટ સર્ફ કરવા લાગ્યો. અહિયા પણ જેવો એ ફેસબુક માં લોગઇન થયો ત્યાં એને હોમપેજ પર પણ અનુશ્રીનાં અપડેટ્‌સ જ દેખાયાં એટલે ફરીથી એનો જીવ ગભરાવવા લાગ્યો એણે લેપટોપ બંધ કર્યું અને થોડીવાર ઊંઘવાની કોશિશ કરી પણ એ તો શક્ય જ ન હતું. બપોરની ચા પી ને એ પોતાનાં ફ્લેટની નીચે આવેલા ગાર્ડનમાં જઇને બેઠો અને પોતાનાં સેલફોનનાં જુના ગીતો સાંભળવા લાગ્યો પણ થોડીવાર પછી એ ગીતો પણ એને પોતાનું ગઇકાલનું પોતેજ માની લીધેલાં ‘દુષ્કર્મ’ ને ભુલવાડવામાં નિષ્ફળ નીવડ્યા. એની આ હાલત બાકીનાં આખાય દિવસ રહી. રાત્રે એને માંડમાંડ ઊંઘ આવી.

બીજે દિવસે પણ માથું દુઃખવાનું બહાનું ખરીને શાંતનુ ઘરે જ રહ્યો. એણે જ્વલંતભાઇને પોતે ડોક્ટર ને મળી આવશે અને પુરતો આરામ પણ કરશે એમ કહીને ધરપત આપી. અનુશ્રીને ગુડ મોર્નિંગ મેસેજ નો જવાબ આપીને એને સવારથી જ પોતે કામમાં બીઝી છે એમ કહીને પોતે આજે ઓફીસ નહી આવે એ બાબતે જાણ કરી દીધી. અક્ષયને પણ પોતાની તબિયત બાબતે એણે ખબર આપ્યાં અને પોતે અનુશ્રીને પોતાની ખરાબ તબિયત વિષે જાણ નથી કરી એ હકીકત પણ એણે અક્ષય ને જણાવી દીધી. પણ હવે શું?

‘કેટલાં દિવસ એ આમનેઆમ ઘેરે બેસી રહીશ? ભગવાન સામે ગુના નો એકરાર કર્યા છતાંય મને હજી ગીલ્ટ ની ફીલિંગ થઇ રહી છેતો હવે શું કરું? અક્ષયને કહી ને મન નો ભાર હળવો કરી દઉં? હા એમ જ કરું. અક્ષય સીવાય મારી તકલીફ કોઇ બીજું કોણ સમજી શકવાનું? હા એમ જ કરું. એને સાંજે જ આઇ.આઇ.એમ ની કીટલી એ બોલાવી લઉં.’ શાંતનુ પોતાનાં રૂમમાં પોતાની બેડ પર બેઠાંબેઠા કોઇ મેગેઝીન ઉથલાવતાં વિચારતો રહ્યો.

શાંતનુએ પોતાનો સેલફોન ઉપાડ્યો અને અક્ષયનો નંબર ડાયલ કરતો જ હતો ત્યાં ફરીથી રોકાઇ ગયો.

‘ના આ વાત અક્ષયને કહીશ તો પણ શું ફાયદો? એ પણ ભૂલી જાઓ, આમાં શું ખોટું છે આતો નેચરલ છે બધું કહીનેે મને સમજાવવાની કોશિશ કરશે પણ આ ગીલ્ટ તો મને રહેશે જ કારણકે અક્ષયની આમાં ની કોઇપણ વાત મને કોઇ ખાતરી નહી કરાવી શકે કે મેં કોઇ ખોટું કામ નથી કર્યું. મારે કોઇ નક્કર ઉપાય શોધવો છે જેનાં થી મને કાયમ માટે છુટકારો મળી જાય.’ શાંતનુ એ પોતાનો સેલફોન લોક કરી દીધો.

એની હાલત માં કોઇ ફેર નહોતો પડતો. જ્વલંતભાઇને દેખાડવા પુરતો જ એ ડોક્ટર ને ત્યાં થાક ની દવા લઇ ને ઘેરે આવ્યો. મન નહોતું તો પણ જ્વલંતભાઇનાં અણીદાર સવાલો થી બચવા એ નોર્મલ રહ્યો અને જમ્યો. જમી ને એ પોતાનાં રૂમમાં ફરી ગયો અને ફરીથી આ બાબતે શું કરવું એ વિચારવા લાગ્યો.

‘ગુનો મેં અનુશ્રી વિષે ખરાબ વિચારીને કર્યો છે. એ મને કેટલો રીસ્પેક્ટ આપે છે અને મેં એનાં માટે આવું વિચાર્યું? એટલે હવે મારે અનુશ્રીની જ માફી માંગવી જોઇએ. હું અનુનો ગુનેગાર છું એટલે એની સામે જ મારે માફી માંગવી જોઇએ. પણ આવું કહેવાય? કેમ નહી? એ મોડર્ન વિચાર ધરાવે છે. એને ખ્યાલ આવી જ જશે. પણ જો એ ગુસ્સે થઇ ને આ ફ્રેન્ડશીપ મૂકી દેશે તો? ના મારે એ રિસ્ક નથી લેવું, હું એને સાચું કહીશ પણ એ મારું સાચું કન્ફેશન કોઇ જુદી રીતે લેશે તો? ના ના પણ નહીં કહું તો હું કાયમને માટે આમ જ ગીલ્ટ ફીલ કરતો રહીશ. ગમે તે થાય હું એને બધી જ વાત કરીશ અને એની માફી માંગી લઇશ. જે કાઇ થશે એ જોયું જશે. મારો ‘શિવલો’ મારી સાથે છે એ બધુય ધ્યાન રાખશે. અનુ મને બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર ગણે છે એ એટલુ તો સમજશે ને કે હું આ બાબતે એની પ્રત્યે ઓનેસ્ટ છું? અને કોઇ બીજું હોત તો આવી હિંમત કરત? કદાચ એ આખીય બાબત પોઝીટીવ લે અને મારાં પ્રત્યે એને રીસ્પેક્ટ વધી પણ જાય તો પછી કદાચ થોડાં દિવસો પછી હું એને પ્રપોઝ પણ કરી શકીશ. અને કશું નહી તો મારાં મન નો ભાર તો હળવો થશે? હા હું આજે જે એની સમક્ષ મારાં ગુનાની કબુલાત કરી દઇશ નહી તો હજી ઘણાય દિવસ મારે આમનેઆમ ફરવું પડશે.’ શાંતનુએ આમ વિચારતાં વિચારતાં જ નક્કી કરી લીધુંકે એ અનુશ્રીને હિંમત કરીને બધુંજ કહી દેશે.

ઘડિયાળમાં બપોરનાં ત્રણ વાગી રહ્યાં હતાં. શાંતનુએ મન કઠણ કરી ને અનુશ્રી ને પહેલાં વ્હોટ્‌સ એપ્પ પર ‘કેન આઇ કૉલ યુ? ઇટ્‌સ કાઇન્ડા અરજન્ટ.’નો મેસેજ કર્યો.

‘શ્યોર શાંતુ, ઇઝ એવરીથિંગ ઓકે?’ અનુશ્રીનો તરત જ જવાબ આવ્યો.

શાંતનુએ મેસેજનો જવાબ આપવાને બદલે સીધો જ અનુશ્રીને કૉલ કર્યો અને સાંજે અનુશ્રી ઓફિસે થી છૂટી ને એમનાં રોજનાં લંચ વાળાં જ રેસ્ટોરાં માં મળે એવું નક્કી થયું. જ્વલંતભાઇને અક્ષયને કામ છે એવું બહાનું કરીને એ ઘરેથી નીકળી ગયો.

બે દિવસથી બેચેન અને ડરી રહેલાં શાંતનુમાં અત્યારે ગજબ ની મક્કમતા આવી ગઇ હતી. જે અનુશ્રી સામે એ પોતાનાં પ્રેમ નો ઇઝહાર કરવામાં ડરી ડરી ને સમય બગાડી રહ્યો હતો એ જ શાંતનુ આજે એને કોઇ એવી વાત કરવાનું નક્કી કરી ચુક્યો હતો જે ખુબ જ અંગત હતી અને આ વાત કર્યા પછી એનાં અને અનુશ્રીના સંબધો પહેલાં જેવાં રહેશે કે નહી એની કોઇજ ખાત્રી ન હતી પણ શાંતનુને તો આર યા પાર થવું જ હતું.

‘બોલ શું થયું શાંતુ? બધું ઠીક છે ને? આઇ એમ વરીડ ફોર યુ.’ શાંતનુ સાામેની ખુરશી પર બેસતાં જ ચિંતાતુર દેખાતી અનુશ્રી બોલી.

‘ઠીક નથી અનુ, મારાં થી એક ભૂલ થઇ ગઇ છે જે નહોતી થવી જોઇતી.’ શાંતનુ સીધો મુદ્દા પર આવ્યો, એને હવે જલ્દીથી આ ભાર હળવો કરવો હતો.

‘ઓહ શું થયું શાંતુ? ઇઝ ધેટ સીરીયસ?’ અનુશ્રીના ચહેરા પર ચિંતા દેખાવા લાગી.

‘હા સીરીયસ અને કદાચ ઘણું સીરીયસ. એન્ડ વર્સ્ટ પાર્ટ ઇઝ ધેટ ઇટ ઇન્વોલ્વ્ઝ યુ અનુ.’ શાંતનુ એ જવાબ આપ્યો. એ હવે નર્વસ નહોતો ઉલ્ટો એનો અવાજ ખુબ મક્કમ હતો.

‘હું ઇન્વોલ્વ છું? એવું તે શું થયું? નાઉ યુ આર સ્કેરીંગ મી શાંતુ, હવે આડીઅવળી વાત ન કર અને મને સીધેસીધું કે, કે શું થયું?’ અનુશ્રી વધુ ગભરાઇ.

‘પણ તમે મને પ્રોમિસ કરો અનું કે હું જે કાઇ કહું એનાં પર તમે થોડો વિચાર કરીને તમારો નિર્ણય કરશો અને જલ્દી થી કશું જ રીએક્શન નહી આપો.’ શાંતનુ એ અનુશ્રી પાસે વચન માંગ્યું.

અનુશ્રી સાથે એનાં સંબંધો ટકી રહે એની એક માત્ર આશા જીવંત રાખવા એની પાસે બીજો કોઇ રસ્તો જ ન હતો.

‘ઓકે આઇ પ્રોમિસ, પણ તું હવે મને ઝટ કે ને કે શું થયું?’

અનુશ્રીની હવે નહોતું રહેવાતું.

‘ઓકે લીસન. રવિવારે આપણે લંચ માટે જ્યારે મળ્યાં ત્યારે સડનલી વરસાદનું ઝાપટું પડ્યું અને તમે પુરેપુરા ભીંજાઇ ગયાં હતાં. આપણે જ્યારે ઓર્ડર નક્કી કરી રહ્યાં હતાં ત્યારથી માંડીને છેક આપણે છુટા પડ્યા ત્યાં સુધી હું તમારાં આ ભીંજાયેલા શરીરને જ જોઇ રહ્યો હતો. હું તમારી માટે પાગલ થઇ રહ્યો હતો અનુ. મારાં દિમાગમાં તમારાં વિષે ખુબ જ ગંદા ગંદા વિચારો આવવા લાગ્યાં હતાં. ઘરે જઇને પણ મને આવાં જ વિચારો આવવા ચાલુ રહ્યાં હતાં. મને કોઇ બાબતે ચેન પડતું ન હતું. છેવટે તે રાત્રે આઇ હેડ ટુ ટર્ન ટુ યુુ નો...માસ્ટરબેશન...આઇ હેડ ટુ ઇમેજીન યુ અનુ...મને ત્યારથી જ ખુબ ગીલ્ટ ફીલ થઇ રહી છે. પેલી તમને ખરાબ નજરે જોવાની ફીલિંગ કરતાં આ ગીલ્ટ ની ફીલિંગ મને ખુબ પરેશાન કરી રહી છે. હું મંદિરે પણ જઇ આવ્યો પણ તો પણ કોઇ ફાયદોે ન થયો. મને એમ થયું કે હું અક્ષુ ને કહી ને મારો ભાર હળવો કરી દઉં. પણ પછી થયું કે એ પણ શું કરી શકવાનો હતો? મેં ગુનો તો તમારો કર્યો છે ને? કારણકે વી આર ફ્રેન્ડસ અને...’ શાંતનુ બોલી જ રહ્યો હતો જેમજેમ એ આ વાત કરી રહ્યો હતો એમએમ એને વધુ ને વધુ સારું લાગી રહ્યું હતું અને એનામાં વધુને વધુ હિંમત આવી રહી હતી, પણ ત્યાં જ...

‘નો વી આર નોટ ફ્રેન્ડસ...’ અનુશ્રી એ શાંતનુ ની વાત કાપી અને એને રોક્યો.

શાંતનુ ને તરત જ ખ્યાલ આવી ગયો કે હવે અનુશ્રી અને એનો સંબંધ અમુક જ મીનીટો પૂરતો જ છે અને હવે એણે અનુશ્રીનાં ગુસ્સાનો સામનો કરવાનો છે. શાંતનુ પોતાની જાતને આવનારાં તોફાન માટે તૈયાર કરવા લાગ્યો.

‘એટલીસ્ટ તું મને તારી ફ્રેન્ડ નથી માનતો...’ અનુશ્રી બોલી શાંતનુ બોલી શાંતનુ એને જોઇ રહ્યો પણ એનાં ચહેરા પર ખબર નહી કેમ ગુસ્સો ન હતો. શાંતનુ કળી શકતો નહોતો કે અનુશ્રી ખરેખર ગુસ્સે છે કે એને છુપાવી રહી છે?

‘નો નો, હું તમને ખાસ ફ્રેન્ડ જ માનું છું અને એટલે જ તમારી પાસે જ હું આ કન્ફેશન...’ શાંતનુ સફાઇ આપવા ની કોશિશ કરી રહ્યો હતો.

‘નો શાંતુ, આઇ નો યુ આર ઇન ડીપ લવ વિથ મી!!’ અનુશ્રીએ ધડાકો કર્યો...

... અને શાંતનુ હક્કોબક્કો થઇ ગયો.

‘તને શું લાગે છે શાંતુ કે તે દિવસે તું જ્યારે મારાં ક્લીવેજ ને જોઇ રહ્યો હતો ત્યારે મારું ધ્યાન નહોતું? અરે મિસ્ટર ફીમેલ્સ પાસે એક એકસ્ટ્રા સેન્સ હોય છે. સીક્થ નહી તો કદાચ સેવેન્થ. અમને પુરુષ ની તમામ હરકતો અને નજરો ની તરત ખબર પડી જાય છે.’ અનુશ્રી નાં મોઢાં પર હવે સ્માઇલ હતું.

‘એટલે તમે મને જોઇ રહ્યાં હતાં?’ શાંતનુ આભો બની ને બોલ્યો.

‘ઓફકોર્સ નહી તો બે પાાનાના મેન્યુમાં કોઇ પાંચ મિનીટ્‌સ કેવી રીતે બગાડે સ્ટુપીડ??’ અનુશ્રી હવે હસી પડી અને એ પણ ખડખડાટ...

‘મીન્સ તમને કોઇજ વાંધો નથી?’ શાંતનુ ને લાગ્યું કે એ કોઇ સ્વપ્ન જોઇ રહ્યો છે.

‘ઓહ કમોન યાર હું તારા જેવી સ્ટુપીડ નથી કે નથી હું હડપ્પા કે મોહેંજો દડોનાં જમાનામાંથી આવેલી છોકરી. મને પણ મેલ-ફીમેલ નાં ફીઝીકલ એટ્રેકશન નો સબ્જેક્ટ અટરેકટ કરે છે અને એનાં વિષે ઘણું વાંચું છું અને આઇ નો કે ઇટ્‌સ નેચરલ. બે જુદાજુદા જેન્ડર વચ્ચે ફીઝીકલ એટ્રેકશન તો થાય જ ને? યુ નો મને એક વાત ગમી કે તે હિંમત કરીને મને બધું જ કહી દીધું. ધેટ શોઝ કે યુ ગોટ પ્યોર હાર્ટ જેનો મને પહેલે થી જ ડાઉટ હતો.’ અનુશ્રી આંખ મીંચકારતા બોલી.

‘હેં?’ શાંતનુ તો જાણે ચાટ પડી ગયો હોય એમ બઘવાઇ ચુક્યો હતો.

‘પણ મને એકવાત ન ગમી શાંતુ.’ અનુશ્રી બોલી.

‘શું? આઇ મીન કઇ?’ શાંતનુ એની ચાલી રહેલી દુવીધામાં જ બોલ્યો.

‘એ જ કે તે મારાં થી આટલાં દિવસો સુધી એ વાત છુપાવી કે યુ લવ મી, જો કે મને તો ઘણાં દિવસો થી ખ્યાલ હતો કે તું મને પ્રેમ કરે છે પણ મને એમ કે તું જ મને કોઇક દિવસ સામે થી મને પ્રપોઝ કરીશ.’ અનુશ્રી ફરીથી હસતાંહસતાં બોલી.

‘ના ના એવું કશું નથી...’ શાંતનુ હવે બચવા માંગતો હતો. જે હિંમત એણે એક સાહસિક કબુલાત કરવા માટે ભેગી કરી હતી એ જાણે પીન મારેલા ફુગ્ગામાં થી હવા નીકળી જાય એમ એનાં શરીર માં થી નીકળી ગઇ હતી.

‘ખોટી વાત શાંતુ, આજે તો તું મને આઇ લવ યુ કહી જ દે શાંતુ. ક્યાં સુધી વેઇટ કરીશ?’ અનુશ્રી હવે શાંતનુ પર હાવી થઇ રહી હતી.

‘હમમ્મ.. તમારી વાત ખોટી નથી અનુ,, આઇ...આઇ...આઇ... રીયલી લવ યુ, પણ ...’ શાંતનુએ અંતે પોતાનાં પ્રેમ નો ઇઝહાર કર્યો એને હતું કે અનુશ્રીએ સામેથી એને આમ કહેવાનું નિમંત્રણ આપ્યું એટલે હવે તો એ હા પાડી જ દેશે. એ અચાનક ઉત્સાહ માં આવી ગયો.

‘મને હતું જ. આટલાં ટાઇમથી આપણે જ્યારે જ્યારે મળીએ ત્યારે જે રીતે તું મને જોતો હોત મને ખ્યાલ તો આવી જ ગયો હતો કે તું...એનીવેઝ, લાસ્ટ મંથ જ્યારે આપણે દાલબાટી ખાવા માટે એસજી હાઇવે નાં ‘શિવ ઢાબા’ પર ગયાં હતાં અને ત્યારે તે મને નેટ સર્ફ કરવા તારો સેલ મને આપ્યો હતો કારણકે મારું બેલેન્સ ખલાસ થઇ ગયું હતું યાદ છે?’ અનુશ્રી બોલી.

‘હા હા તો?’ શાંતનુ ને ખ્યાલ ન આવ્યો કે અનુશ્રી શું કહેવા માંગે છે.

‘મેં નેટ તો બે મિનીટ્‌સ માં જ સર્ફ કરી લીધું હતું પણ સોરી પછી મેં થોડીવાર માટે તારો સેલ પણ ચેક કર્યો હતો અને એમાં એક ફોલ્ડરમાં મારાં નહી નહી તો હન્ડ્રેડ પ્લસ પીક્સ હતાં જે તે ચોરીચોરી પાડ્યાં હતાં પ્લસ એફબી ની મારી પ્રોફાઇલ માં થી પણ તે થોડાક પીક્સ એમાં સેવ કર્યા હતાં. મને ત્યારે જ પાકે પાયે ખાત્રી થઇ ગઇ હતી કે યુ લવ મી ડેસ્પરેટલી.’ અનુશ્રી નાં ચેહરા પર સ્માઇલ બરકરાર હતું.

‘તો તમે મને કીધું કેમ નહી અનુ?’ શાંતનુ બોલ્યો.

‘કારણકે હું તારી પાસેથી સાંભળવા માંગતી હતી નાલાયક!’ અનુશ્રી એ હસતાંહસતાં જવાબ આપ્યો.

‘તો આજે ગમેતેમ પણ મેં તમને પ્રપોઝ તો કર્યું ને? તો હવે તો કહો ડુ યુ લવ મી? શાંતનુ બોલ્યો એનાં અવાજમાં લગભગ યાચના હતી અને હવેતો અનુશ્રી હા જ પાડી દેશે એવો વિશ્વાસ પણ હતો.

‘નો શાંતુ, આઇ ડોન્ટ લવ યુ...નોટ ઇન ધ સેમ વે એઝ યુ લવ મી... બીકોઝ આઇ એમ ઓલરેડી કમિટેડ ટુ સમવન.’ અનુશ્રીએ શાંતનુની યાચના એક ઝાટકે નકારી દીધી અને લાંબા સમય સુધી શાંતનુ મૌન થઇ ગયો...

-ઃ પ્રકરણ સાત સમાપ્ત :

આઠ

‘એનું નામ અમરેન્દ્ર પાંડે છે. બેઝીકલી બિહારનો છે એન્ડ હી ઇઝ એ સોફ્ટવેર ઇન્જિનીયર. અત્યારે એ અમેરિકાની સિલિકોનવેલીની એક આઇટી કંપનીમાં સીનીયર માર્કેટિંગ હેડ છે. હું જ્યારે ટુરીઝમ નો કોર્સ કરવા બેંગ્લોર ગઇ હતી ત્યારે એજ ઇન્સ્ટીટ્યુટનાં બિલ્ડિીંગમાં એ પણ એક આઇટી કંપનીમાં જોબ કરતો. ધીરેધીરે મુલાકાતો થઇ એકબીજાં સાથે વાતો થવા લાગી અને વન ડે હી પ્રોપોઝડ મી..મને તો એ પહેલેથી જ ગમતો હતો, આઇ મીન ટોલ ડાર્ક એન્ડ હેન્ડસમ યુ નો?’ એટલે મેં તરત જ હા પાડી દીધી.’ અનુશ્રી નાં ચહેરા પર એક અજીબ સી ખુશી હતી. એને અમરેન્દ્ર કેટલો પસંદ છે અથવાતો એ એને કેટલો પ્રેમ કરે છે એ એનાં અવાજમાં સ્પષ્ટપણે છલકાતું હતું.

‘હમમમ...’ એક મોટા શોક ખમી ચુકેલાં શાંતનુ પાસે હવે અનુશ્રીની પ્રેમ કહાણી સાંભળવા સીવાય બીજો કોઇ જ વિકલ્પ પણ ન હતો.

‘..પણ એને કઇક કરી બતાવવું હતું. એનાં મોમ-ડેડ બહુ ટીપીકલ હતાં યુનો?... બેંગ્લોર માં જ એને એક અપોર્ચ્યુનીટી મળી અને એજ કંપની લાસ્ટ યર એને યુએસ પણ લઇ ગઇ. અમેે તો ત્યારે જ મેરેજ કરી લેવાનાં હતાં પણ અન્ફોર્ચ્યુનેટલી તે વખતે જ એનાં ડેડ એક્સ્પાયર થઇ ગયાં.’ અનુશ્રીની કહાણી ચાલુ રહી.

‘ઓહ...પછી?’ શાંતનુ ફક્ત બોલવા ખાતર બોલ્યો.

‘મને પણ મમ્મા અને સુવાસભાઇને વાત કરતાં બીક લાગતી હતી આઇ મીન મેં તો એમને હજીપણ વાત નથી કરી એટલે મને થોડો ટાઇમ મળી ગયો પણ યુ નો શાંતુ, નેક્સ્ટ મંથ અમર અમદાવાદ આવે છે અને વી હેવ ડીસાઇડેડ કે આ વખતે તો અમે મેરેજ કરી જ લઇશું. હું પણ થોડાં દિવસોમાં મમ્મા ને અને ભાઇને કહી દઇશ ભલે એમની મરજી હોય કે ન હોય, વી વીલ ગેટ મેરીડ ફોર શ્યોર ફોર ધેટ મને તારી મદદ જોઇશે

શાંતુ, તું મને મદદ કરીશ ને?’ અનુશ્રી બોલી.

‘હા..હા. વ્હાય નોટ? આઇ મીન કેમ નહી? હું તમારો ફ્રેન્ડ છું.’ શાંતનુએ ‘ફ્રેન્ડ છું.’ શબ્દ પર એવી રીતે ભાર મુક્યો જાણે કે એ અનુશ્રીએ કઇક સંભળાવવા માંગતો હોય.

‘શાંતનુ પ્લીઝ એમ ન માનતો કે મેં તારી આજની વાતથી હર્ટ થઇ ને તને ના પાડી છે પણ અમારુંં અફેર છેલ્લાં ત્રણ વર્ષથી ચાલે છે..તારા જેવો પ્યોર હાર્ટ વાળો છોકરો મેેળવીને કોઇપણ છોકરી લકી હોત ઇવન આઇ વુડ હેવ બીન ધેટ લકી ગર્લ કારણકે હું અમરની રગરગ થી વાકેફ છું શાંતુ, તારા જેવો પ્યોર તો એ પણ નથી, પણ સોરી...આઇ એમ ઓલરેડી હીઝ.’ અનુશ્રી એ હસીને ટેબલ પર શાંતનુએ મુકેલા હાથને પોતાની લાંબી આંગળીઓ થી દબાવ્યો.

‘નો નો ઇટ્‌સ ઓકે અનુ, એટલીસ્ટ મેં તમને મારા દિલની વાત કરી દીધી એનો મને આનંદ છે જો એમ કર્યા પહેલાં જો તમે મને તમારી વાત કરી દીધી હોત તો કદાચ મારી હાલત ખુબ ખરાબ થાત કારણકે પછી હું તમને કશું કહી ન શક્યો હોત. હું થોડો ટચી છું... ઇમોશનલ ફૂલ...’ શાંતનુ દાઢમાં બોલ્યો.

‘ડોન્ટ સે લાઇક ધેટ યુ આર ઇનફેક્ટ વેરી સ્વીટ. અમર જરાપણ ઇમોશનલ નથી એ પ્રેક્ટીકલ વધુ છે...અને મને ખબર હતી કે યુ આર ઇન ડીપ ડીપ લવ વિથ મી એટલે જ તો મેં તારાં કહેવાની રાહ જોઇ. જો તે ન કહ્યું હોત તો હું તને બહુ જલ્દીથી આ બાબત ની યાદ દેવડાવત. લાસ્ટ સન્ડે નાં લંચે ઇનડીરેક્ટલી આપણી બન્નેની મુશ્કેલીઓ દુર કરી દીધી.’ અનુશ્રી એ જવાબ આપ્યો.

‘તો ક્યારે આવે છે અમરેન્દ્ર?’ શાંતનુએ હવે પોતાનાં હથિયાર લગભગ હેઠા મૂકી દીધાં હતાં અને પોતાની જાતને અનુશ્રીને બનતી મદદ કરવા માટે તૈયાર કરી રહ્યો હતો.

‘સેકન્ડ ઓક્ટોબરે, આજે સવારે જ એનું કન્ફર્મેશન આવ્યું એટલે જ આજે હું જલ્દી થી ઓફિસ આવી ગઇ હતી.’ અનુશ્રીના અવાજમાં ઉત્સાહ હતો.

‘ઓહ ઓકે.’ શાંતનુએ મનોમન તાળો મેળવ્યો કે કેમ અનુશ્રી અઠવાડિયામાં અમુક દિવસે સવારનાં આઠેક વાગ્યે ઓફિસે આવી ને પેસેજનાં છેક છેવાડે ઉભી રહીને પોતાનાં સેલફોન પર લાંબા સમય સુધી વાતો કરતી.

“એ કોલ્સ અમરેન્દ્રનાં જ હશે કારણકે ત્યારે અમેરિકામાં રાત હોય એટલે...” શાંતનુ મનોમન વિચારી રહ્યો હતો.

‘પણ યુ આર એન્ડ યુ ઓલ્વેઝ બી માય બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર શાંતુ, તું હજુ પણ મારો બીએફએફ (બેસ્ટ ફ્રેન્ડ ફોરેવર) છે ને?’ અનુશ્રીએ પોતાનો હાથ લંબાવ્યો.

‘શ્યોર, બીએફ (બોયફ્રેન્ડ) કરતાં બીએફએફ માં એક ‘એફ’ વધુ હોય છે એટલે હું અમરેન્દ્ર કરતાં એક ડીગ્રી વધુ ધરાવું છું. એમ માની લઇશ.’ અનુશ્રીનો હાથ પકડતાં જ શાંતનુની સેન્સ ઓફ હ્યુમર અચાનક એક્ટીવેટ થઇ ગઇ.

‘ઓહ માય ગોડ, શાંતુ, યુ આર ધ બેસ્ટ, અને એટલે જ આઇ લવ યુ ફોર ધેટ, પણ પેલું લવ યુ નહી હોં?’ અનુશ્રી આંખ મીંચકારતા બોલી.

‘હા અને હું હવે એ બાબત કાયમ ધ્યાનમાં જ રાખીશ.’ શાંતનુએ જવાબમાં ફિક્કું સ્મીત આપ્યું.

‘હવે તારે મને એક ઇન્સ્ટન્ટ મદદ કરવી પડશે શાંતુ.’ અનુશ્રી બોલી.

‘હા બોલોને મેડમ એટ યોર સર્વિસ.’ શાંતનુ એ હવે મન સાથે પૂરેપૂરું સમાધાન કરી લીધું હતું.

‘કાલેજ તારે રાયપુરના આર્યસમાજમાં જઇને ફિક્થ ઓક્ટોબર બુક કરી દેવી પડશે. અમારાં મેરેજ માટે, અમર વોઝ સો વરીડ કે એ અમદાવાદમાં લેન્ડ થયાં પછી બે દિવસમાં બધું કેવીરીતે મેનેજ કરશે પણ મેં સવારે જ અમર ને કીધું હતું કે શાંતનુ છે ને? એ બધું જ સાંભળી લેશે.’ અનુશ્રીના અવાજમાં વિશ્વાસ હતો.

‘હમમમ.. ઓકે શ્યોર, એની થિંગ ફોર અનુ.’ શાંતનુ બોલ્યો એ કદાચ હજીપણ અનુશ્રીને એમ બતાવવા માંગતો હતો કે એ તેને કેટલો પ્રેમ કરે છે.

‘થેન્કસ શાંતુ, મને ખબર જ હતી કે તું ના નહી જ પાડે.’ અનુશ્રી બોલી.

‘પણ આર્યસમાજ કેમ?’ શાંતનુએ પ્રશ્ન કર્યો.

‘કારણકે જો મમ્મા અને ભાઇ મને અમર સાથે મેરેજ કરવાની હા નહી પાડે તો નેચરલી મારે ઘેરેથી ભાગવું પડશે અને એટલે અમે બન્ને ફિફ્થ નાં દિવસે સવારે મેરેજ કરી ને બેંગ્લોર જતાં રહીશું. ત્યાંથી હું ભાઇ અને મમ્મા ને કૉલ કરીશ અને એમનાં આશિર્વાદ માંગીશ અને પછી જો અહિયા બધું ઠીક થઇ જશે તો દસેક દિવસ પછી અમે પાછાં આવીશું અને મમ્મા-ભાઇ નાં આશીર્વાદ લઇને હું જ્યાં સુધી મારો યુએસ નો વિસા ન થાય ત્યાં સુધી હું અહી જ એમની સાથે રહીશ અને પછી સાન ફ્રાન્સિસ્કો.’ અનુશ્રી પાસે આખોય પ્લાન તૈયાર હતો.

‘અને જો હા પાડે તો?’ શાંતનુ અનુશ્રીના પ્લાન થી બઘવાઇ ને બોલ્યો.

‘તો પણ અમે મેરેજ તો આર્યસમાજમાં જ કરીશું કારણકે અમર પાસે ફક્ત વીસ દીવસ જ છે હા કદાચ રીસેપ્શન જરૂર કરીએ.’ અનુશ્રી બોલી.

‘હમમ..’ શાંતનુ સાંભળી રહ્યો હતો.

‘ચલ શાંતુુ મોડું થઇ ગયું છે, ઇટ્‌સ ઓલરેડી સેવેન થર્ટી. બાકીની વાત વ્હોટ્‌સ એપ્પ પર કરીશું ઓકે?’ અનુશ્રી અચાનક ઉભા થતાં બોલી.

‘હા ઓક્કે, પપ્પા પણ ચિંતા કરતાં હશે.’ શાંતનુ પણ ઉભો થયો.

‘આઇ એમ રીયલી સોરી શાંતુ, તું પ્લીઝ ખોટું ન લગાડતો.’ અનુશ્રી રેસ્ટોરાં માંથી બહાર આવતાં બોલી.

‘અરે શું યાર તમે પણ? મને એમ કે મારે સોરી કહેવું પડશે મારાં બિહેવિયર માટે પણ તમે...’ શાંતનુએ હસીને જવાબ આપ્યો.

‘ધેટ્‌સ સો સ્વીટ ઓફ યુ શાંતુ, લવ યુ.’ અનુશ્રીએ શાંતનુના ગાલ પર ચૂંટી ખણતા કહ્યું અને પછી તે પાર્કિંગ માં પાર્ક કરેલી પોતાની સ્કુટી તરફ વળી ગઇ.

શાંતનુએ થોડીવાર પોતાનો ગાલ પંપાળી લીધો અને વિચાર્યું “કાશ આ ઘડી કોઇ બીજી રીતે અને કોઇ બીજાં સમયે આવી હોત તો?”

સવારે એ કેટલો તાણમાં હતો? હિંમત દેખાડીને એણે અનુશ્રીને બધું કહી તો દીધું અને વિચાયુ હતું એનાથી ઉલટું પરિણામ આવ્યું. એ જેને ગુનો ગણતો હતો એને કારણે નહી પણ કોઇ અન્ય કારણે અનુશ્રી એને ન મળી. શાંતનુ પોતાની બાઇક પર બેઠોબેઠો વિચારી રહ્યો હતો. કાંડા ઘડિયાળ પોણા આઠ દેખાડી રહી હતી હજી જમવાને વાર હતી અને એને અક્ષયને મળવાની તીવ્ર ઇચ્છા થઇ રહી હતી કારણકે હવે એને પોતાનું મન ખાલી કરવા માટે અક્ષય સીવાય બીજો કોઇજ ખભો મળવાનો નહોતો. જ્વલંતભાઇને એણે ફોન કરીને પોતાની તબિયત સારી છેપણ હજી વાર થશે એમ કહી દીધું. ત્યાર પછી એણે અક્ષયને કૉલ કર્યો...

‘બોલોને બીગ બોસ, શું કરો છો? તબિયત કેવી છે હવે?’ અક્ષયે એની ટેવ મુજબ હેલ્લો કર્યા સીવાય જ વાત ચાલુ કરી દીધી.

‘તબિયત તો સારી છે પણ મારે તને અરજન્ટ મળવું છે, સોરી પણ આજે તારી સાથે સિરુ હશે તો પણ મારે તને મળવું છે.’ શાંતનુનો અવાજ ભારે થઇ રહ્યો હતો.

‘અરે શું થયું મોટાભાઇ? હું હું હું હમણાં જ આવું તમે ક્યાં છો?’ અક્ષય ને ચિંતા થઇ.

‘અત્યારે તો હું આપણી ઓફીસ સામે જ છું પણ આપણે ક્યાંક બીજે મળીએ તો?’ શાંતનુ બોલ્યો.

‘હા તો બોલીને ક્યાં આવું? હું ઘરે જ છું.’ અક્ષયનાં અવાજમાં ઉતાવળ હતી.

‘આપણે પ્રહલાદનગર ગાર્ડનમાં મળીએ હું પંદર મીનીટમાં પહોંચું છું.’ કહીને શાંતનુએ કૉલ કટ કરી નાખ્યો.

અક્ષયે પણ વધુ વિચાર ન કરીને પહેરેલ કપડે પ્રહલાદનગર ગાર્ડન તરફ દોટ મૂકી. શાંતનુએ રસ્તામાં નક્કી કરી લીધું કે અક્ષયને અનુશ્રી સાથે રવિવારનાં લંચ પછી એની જે હાલત થઇ હતી એ ન કહેવું પણ આજે જે કાઇ બન્યું ફક્ત એટલું જ કહીને પોતાનો ભાર હળવો કરી લેવો. અનુશ્રી હવે ક્યારેય પોતાની નહી થઇ શકે એ બાબતે શાંતનુ ચોક્કસ થઇ ચુક્યો હતો. એણે એનું મન મનાવી લીધું હતું પણ એણે અત્યારે જે એનાં હ્ય્દય પર જે હજારો મણનો ભાર હતો એ ભાર એણે અક્ષય પાસે હળવો કરવો હતો. પંદર મીનીટમાં જ શાંતનુ પ્રહલાદનગર ગાર્ડનનાં દરવાજે પહોંચી ગયો અને ત્યાં જ અક્ષયનો કૉલ આવ્યો અને શાંતનુએ એને સામે દેખાતાં એક અંધારા ખૂણામાં પોતે બેઠો છે એમ કહી ને એ તરફ વળ્યો. લગભગ પાંચેક મિનીટ પછી શાંતનુએ અક્ષયને ગાર્ડનમાં દાખલ થતાં જોયો અને હાથ ઉંચો કરીને એણે બોલાવ્યો.

‘શું થયું ભાઇ, તમે આમ અચાનક મને...’ અક્ષય શાંતનુ સામે આવીને ઉભો રહ્યો એ એકદમ ટેન્શનમાં હતો.

શાંતનુ ઉભો થયો અને એને વળગી પડ્યો અને પછી એણે રડવાનું શશરું કર્યું અને અવિરતપણે રડતો જ રહ્યો ... રડતો જ રહ્યો. અક્ષયને એટલો તો ખ્યાલ આવી જ ગયો કે એનો જીગરજાન મિત્ર કોઇ મોટાં દુઃખ અથવાતો તકલીફ નો સામનો કરી રહ્યો છે પણ અત્યારે એને શાંતનુને રોકવાનો કોઇજ પ્રયાસ ન કરીને એને ફક્ત રડવા દીધો. શાંતનુ નું રુદન ચાલુ જ રહ્યું એ નાનાં બાળકની જેમ ડૂસકાં ભરી રહ્યો હતો. અક્ષય શાંતનુ ની પીઠ પર હાથ ફેરવી રહ્યો હતો અને એને શાંત કરવાની કોશિશ કરી રહ્યો હતો. લગભગ ચારેક મીનીટના અવિરત રુદન પછી શાંતનુ ધીરેધીરે શાંત થવા લાગ્યો.

‘બધું પતી ગયું અક્ષુ...’ આટલાં રુદન પછી શાંતનુ ફક્ત આટલું બોલી શક્યો અને ફરીથી રડવા લાગ્યો.

‘શું પતી ગયું દાદા? એક કામ કરો, પહેલાં શાંતી થી બેસો...એક મિનીટ તમારાં માટે પાણી લઇ આવું.’ અક્ષયે શાંતનુ ને અગાઉ એ જે બેંચ પર બેઠો હતો ત્યાં એને બેસાડ્યો.

‘ના તું અહીં જ રે, મારી પાસે.’ શાંતનુએ અક્ષયનનો હાથ ખેંચીને એને બાજુમાં બેસાડી દીધો.

‘ઓકે ભાઇ પણ તમારે મને બધી વાત કરવી પડશે કોઇ જ જલ્દી નથી. ટેક યોર ટાઇમ.’ અક્ષય શાંતનુ ને શાંત પાડી રહ્યો હતો.

થોડીવાર પછી શાંતનુ પુરેપુરો શાંત થયો. પેન્ટનાં ખીસ્સા માંથી રૂમાલ કાઢીને પોતે જ પોતાનાં આંસુઓ લૂછ્યા અને ધીરેધીરે અક્ષય સમક્ષ છેલ્લાં એક કલાક અગાઉની આખીય ઘટના ફરી તાજી કરી. જો કે એણે ધ્યાન રાખ્યું હતું કે આ દરમ્યાન એણે અનુશ્રી સમક્ષ એક કહેવાતા ગુનાની કબૂલાત પણ કરી હતી એનાં વિષે એ એકપણ શબ્દ ન ઉચ્ચારે. શાંતનુની આખીય વાત સાંભળ્યાં પછી અક્ષયને એટલો ખ્યાલ આવ્યો કે શાંતનુએ અનુશ્રીને આજે આખરે પ્રપોઝ કર્યું અને અનુશ્રી કોઇ અમરેન્દ્ર પાંડે નામનાં વ્યક્તિનાં પ્રેમમાં હોવાથી શાંતનુની ‘પ્રેમ પ્રપોઝલ’ નકારાઇ ચુકી છે.

‘બ્રધર, હું તમને એમ તો નહી કહું કે તમે થોડીક ઉતાવળ કરી પણ મને જરાક હિન્ટ આપી હોત તો...’ અક્ષય બોલ્યો.

‘તું અને હું શું કરી શકવાનાં હતાં અક્ષુ? એ ઓલરેડી છેલ્લાં ત્રણ વર્ષથી પેલાનાં પ્રેમમાં છે.’ શાંતનુએ યોગ્ય દલીલ કરી.

‘હમમ..એ વાત તમારી સાચી..તો હવે?’ અક્ષય શાંતનુની દલીલ સાથે સહમત થયો.

‘કશું જ નહિ અક્ષુ. લાઇફ અહીં પૂરી ક્યાં થઇ ગઇ છે? ફક્ત એનું એક ચેપ્ટર પત્યું છે. હું કોઇ નબળાં હ્ય્દય નો વ્યક્તિ નથી કે કાઇ અજુગતું કરી બેસું અને પપ્પા અને તને કાયમનું દુઃખ આપીને જતો રહું. હા મને ધક્કો જરૂર લાગ્યો છે. તું જાણે છે કે હું એને પાગલની જેમ પ્રેમ કરતો હતો ... કરતો હતો શું? કરું છું અને મરીશ ત્યાં સુધી કરીશ. અત્યારસુધી પહેલો પ્રેમ ભૂલી ન શકાય એ લોેજીક થી હું એટલો બધો સહમત નહોતો થતો પણ ફક્ત એક કલાક માં મને એ લોજીકે પગથી માથાં સુધી ઘેરી લીધો છે. પણ એનાં થી તો લાઇફ આગળ ન વધે ને?’ શાંતનુએ બોલતાં બોલતાં એક વિરામ લીધો.

‘ધેટ્‌સ ધ સ્પીરીટ ભાઇ, હું તમારી સાથે જ છું.’ અક્ષયે શાંતનુ ની પીઠ ઠપકારી અને એને પણ શાંતી થઇ કે શાંતનુ કોઇ અવળું પગલું નહી જ ભરે.

‘તું છો, પપ્પા છે...મને કોઇ જ વાંધો નહી આવે’ શાંતનુએ નબળું સ્મીત આપ્યું.

‘ગ્રેટ ભાઇ એટલે જ તમે બીગ બ્રો છો.’ અક્ષયે શાંતનુ નો હાથ લઇને દબાવ્યો.

‘મારે મન ખાલી કરવું’તું એટલે તને બોલાવ્યો. કાલે આપણે કૉલ

પર જઇએ ત્યારે શાંતી થી વાત કરીએ.’ શાંતનુ નું સ્મીત આ વખતે વધુ કુદરતી હતું.

‘એની ડે બોસ્સ...તો કાલે મળીએ?’ અક્ષય અને શાંતનુ ઉભા થયાં.

ગાર્ડન ની બહાર આવીને બન્ને પોતપોતાની બાઇક પર સવાર થઇ ને પોતપોતાનાં ઘેરે ગયાં. ઘરે પહોંચીને શાંતનુ સીધો જ બાથરૂમ માં ગયો અને ન્હાઇને ફ્રેશ થઇ ગયો જેથી જ્વલંતભાઇને કોઇ શંકા ન જાય. છેલ્લાં બે-ત્રણ દિવસની માનસિક તાણ ઉપરાંત આજે શાંતનુને આટલો મોટો માનસિક ધક્કો લાગ્યો હોવા છતાં વધુ રાહત અનુભવી રહ્યો હતો. જમીને ટીવી જોઇ રહ્યો હતો ત્યાં લગભગ દસેક વાગ્યાની વ્હોટ્‌સ એપ્પ પર અનુશ્રીનો મેસેજ ઝબક્યો.

‘રીયલી સોરી શાંતુ, મને તારા માટે બહુ જ ફીલ થાય છે’ દુઃખી થયેલાં સ્માઇલી સાથે અનુશ્રીએ મેસેજમાં લખ્યું હતું જે વાંચીને શાંતનુના ચહેરા પર સ્મીત આવી ગયું.

‘અરે ઇટ્‌સ ઓકે, હું ખાલી ત્રણ જ વર્ષ મોડો પડ્યો એટલે મારે પેનલ્ટી તો ભરવી પડે ને?’ શાંતનુએ આંખ મારતાં સ્માઇલ સાથે જવાબ આપ્યો.

‘બસ તારી આ જ વાત મને ખુબ ગમે છે શાંતુ, તું કોઇપણ કંડીશન માં સ્ટેબલ હોય છે, હસતો જ હોય છે.’ અનુશ્રીએ વળતો જવાબ આપ્યો.

‘થેન્ક્સ અનુ. બસ હવે ફ્રેન્ડશીપ ન છોડતાં નહી તો હું સ્ટેબલ નહી રહી શકું.’ શાંતનુ એ મેસેજ કર્યો.

‘હેય યુ આર માય બીએફએફ અને એ તું હવે મારી આખી લાઇફ માટે રહીશ.’ અનુશ્રી નો જવાબ આવ્યો.

‘એક પ્રોમિસ કરશો અનુ?’ શાંતનુ એ પૂછ્યું. એ હવે પોતાનાં રૂમમાં પહોંચી ગયો હતો અને પોતાની બેડ ઉપર સુતો હતો.

‘બોલને શાંતુ, તું જે કહે તે. બસ ફરીથી પ્રપોઝ ન કરતો.’ આંખ મારતાં સ્માઇલી સાથે અનુશ્રીએ મજાક કરી.

‘ના આ જન્મમાં હવે ફરી નહી કરું પણ આવતાં જન્મ માં તો કરું ને? ત્યારે ના ન પાડતાં પ્લીઝ!’ શાંતનુએ અનુશ્રી સમક્ષ લગભગ યાચના કરી.

‘શું તારે મારી પાસે આ જ પ્રોમિસ જોઇએ છીએ શાંતુ?’ કદાચ અનુશ્રીને આશ્ચર્ય થયું.

‘હાસ્તો, નહીં તો બીજું શું?’ શાંતનુ એ જવાબી મેસેજ મોકલ્યો.

‘અફકોર્સ તું આવતાં જન્મ માં મને પ્રપોઝ કરી શકે છે શાંતુ પણ...’ પણ શબ્દ પછી અનુશ્રી એ કશું જ ન લખ્યું.

‘પણ...? પણ શું અનુ?’ શાંતનુની ઉત્કંઠા વધી ગઇ જેમાં થોડીક ચિંતા પણ હતી.

‘પણ..આગલાં ફ્કત એક જન્મ માટે નહી પણ આવનારાં દરેક જન્મ માટે સ્ટુપીડ.’ અનુશ્રીએ સ્મીત આપતું સ્માઇલી સાથે મેસેજ મોકલ્યો. શાંતનુ વાંચીને એટલો ખુશ થયો કે બે કલાક પહેલાં એને પડેલાં દુઃખ ને એ લગભગ ભૂલી ગયો.

‘થેન્ક્સ અનુ. યુ આર સો સ્વીટ.’ શાંતનુએ મેસેજ મોકલ્યો.

‘યુ ડિઝર્વ ધેટ શાંતુ.’ અનુશ્રી નો જવાબ.

‘બસ હવે મને કોઇ જ પ્રોબ્લેમ નથી અનુ તમે મારાં પ્રેમ ને આટલી હદ સુધી સન્માન આપો છો એટલે હું હવે મારી બાકીની આખી લાઇફ જીવી લઇશ.’ શાંતનુએ અનુશ્રીને જવાબ આપ્યો અને એ ખરેખર પૂરી રીતે શોક માંથી દુર આવી ગયો હતો એવું એને પોતાને લાગી રહ્યું હતું.

‘યુ ડિઝર્વ એવરી બીટ ઓફ ઇટ..તારાં જેવો આટલો ઇન્ટેલીજન્ટ અને મેચ્યોર છોકરો મને આટલો બધો પ્રેમ કરે એ મારાં માટે અભિમાન લેવા જેવી વાત છે શાંતુ.’ અનુશ્રી એ શાંતનુનાં વખાણ કર્યા અને શાંતનુને પોતાનાં પર ગર્વ થઇ ગયો.

‘થેન્કસ અ લોટ અનુ, બસ નાઉ આઇ એમ અબ્સોલ્યુટલી ફાઇન.’ શાંતનુએ મેસેજ કર્યો.

‘ગ્રેટ, સાડાદસ થયાં છે શાંતુ, કાલે જોબ પર જવાનું છે ને? ચલ સુઇ જઇએ.’ અનુશ્રી એ શાંતનુને ટાઇમ યાદ દેવડાવ્યો.

‘હું આવું કે તમે આવો છો?’ શાંતનુ એ આંખ મારતાં અને જીભ બહાર કાઢતાં બે સ્માઇલી સાથે અનુશ્રીને એનાં સુઇ જવાની વાતને એક અલગ રીતે જ રજુ કરી. શાંતનુ એનાં અસલ રંગમાં આવી ગયો હતો અને હવે અનુશ્રી સાથે ફલર્ટ કરી રહ્યો હતો.

‘નાલાયક...મારી નાખીશ તને તો...!!’ બે ત્રણ ગુસ્સેલ અને પછી ઘણાં બધાં હસતાં સ્માઇલીઓ ઉમેરીને શાંતનુને જવાબ આપ્યો.

‘મને મારવા માટે પણ તમારે અહીં આવવું પડશે અનુ.’ શાંતનુએ પણ ફક્ત હાસ્ય દેખાડતાં સ્માઇલીઓ સાથે જવાબ આપ્યો.

‘ચલ સી..યુ...ઊંઘી જા હવે..ગુડ નાઇટ.’ અનુશ્રી એ ગુડ નાઇટ મેસેજ આપ્યો અને ઓફલાઇન થઇ ગઇ.

શાંતનુએ થોડીવાર એની અનુશ્રી વચ્ચેની વહોટ્‌સ એપ્પ પરની અત્યારની આખીય ચર્ચા ફરીવાર વાંચી અને શાંતીથી સુઇ ગયો. જે બાબતે એને છેલ્લાં બે દિવસો થી સરખી ઊંઘ કરવા નહોતી દીધી એ બાબત અનુશ્રી સમક્ષ સ્વીકાર્યા પછી એણે અચાનક જ અનુશ્રી સમક્ષ પોતાનાં એની પ્રત્યેનાં પ્રેમ નો એકરાર કરવો પડ્યો અને એ તરત જ નકારાઇ ગયો એ પછી નોર્મલ વ્યક્તિ ને કદાચ ઊંઘ ન આવે પણ શાંતનુ તો ઘસઘસાટ સુઇ ગયો અને સવારે અલાર્મ વાગ્યો ત્યારે જ ઉઠ્યો.

પ્રાતઃ કર્મ પતાવી, નાસ્તો કરીને શાંતનુ પહેલાં ની જેમ જ ઓફિસે પૂરાં જોશમાં ગયો. શાંતનુ હવે પૂરી રીતે સ્વસ્થ છે એ જોઇને જ્વલંતભાઇ પણ ખુબ ખુશ થયાં. ઓફિસે જઇને એ રોજની જેમ અનુશ્રીને પણ મળ્યો અને ઓફિસમાં પોતાનાં કામે વળગી ગયો. અક્ષય પણ શાંતનુને સ્વસ્થ જોઇને ખુશ થયો. બન્નેને તે દિવસનો કઠવાડાનો બાકી રહેલો કૉલ આજે પૂરો કરવાનું નક્કી કર્યું. શાંતનુએ અનુશ્રીને પોતે કઠવાડા જાય છે એટલે લંચ સાથે નહી કરી શકે એવો મેસેજ વ્હોટ્‌સ એપ્પ પર આપીને અક્ષય સાથે નીચે ઉતરી ગયો. આજે અક્ષયે કઠવાડા જવા માટે પોતાનું બાઇક લીધું.

‘આપણે રાયપુર થઇ ને જવાનું છે.’ શાંતનુ અક્ષયની પાછળ બેસતાં બોલ્યો.

‘રાયપુર કેમ? ઊંધું પડશે બોસ.’ અક્ષયે શાંતનુ સમક્ષ વિરોધ નોધાવ્યો.

‘અરે મારે થોડું પર્સનલ કામ છે યાર.’ શાંતનુ એ અક્ષય નો ખભો થપથપાવતાં કહ્યું.

‘તો એમ બોલો ને, તમારાં માટે તો જાન પણ હાજર છે...બડે ભાઇ.’ બાઇકને કીક મારતાં અક્ષય બોલ્યો અને બાઇક પોતાનાં કોમ્પ્લેક્સ માંથી બહાર કાઢી.

વીસેક મિનીટ પછી એ બન્ને રાયપુરમાં આવેલાં આર્યસમાજ માં પહોંચી ગયાં.

‘અહિયા શું કામ છે ભાઇ? અનુભાભીએ ના પાડી એટલે સન્યાસ લેવો છે કે શું?’ અક્ષયે આંખ મારી.

‘ઓ ભાભા, તારી ભાભી તો ગઇ કાયમ માટે... હું તો જમીન પર આવી જ ગયો છું હવે તું પણ આવી જા.’ શાંતનુ અક્ષયની છાતીમાં હળવો મુક્કો મારતાં હસતો હસતો બોલ્યો સામે અક્ષય પણ ખડખડાટ હસી પડ્યો. એનું હાસ્ય અડધું ખોટું હતું પણ શાંતનું નોર્મલ થઇ ગયો છે એ જોઇને એને આનંંદ પણ ખુબ થઇ રહ્યો હતો.

‘ઓકે ચલો તો પછી અંદર જઇએ?’ અક્ષયે શાંતનુને આગળ વધવાનો ઇશારો કર્યો.

બન્ને ઓફિસમાં ગયાં. શાંતનુએ ત્યાં થી જ અનુશ્રીને ફોન લગાડીને એને આર્યસમાજ વિધી થી થતાં લગ્ન વિષે થોડી માહિતી ઓફિસમાં રહેલાં વ્યક્તિએ જે રીતે કહી એ પ્રમાણે આપી અને અનુશ્રીની સુચના મુજબ એનાં અને અમરેન્દ્ર નાં લગ્ન માટે પાંચમી નવેમ્બર અમરેન્દ્ર પાંડે નાં નામે બુક કરાવી દીધી. આ બધી જ ઘટના અક્ષય આશ્ચર્ય અને થોડાં અણગમા નાં મિશ્રિત ભાવ સાથે જોઇ રહ્યો હતો. બુકિંગ પતાવી ને બન્ને ફરી બહાર આવ્યાં.

‘વાહ, વાહ, વાહ .. મોટાભાઇ જેણે તમારાં પ્રેમ ને એક લાતે ઠુકરાવી દીધો એનાં લગ્ન કરાવવા માટે તમે એને મદદ કરી રહ્યાં છો? બ્રાવો મેન! હેટ્‌સ ઓફ ટુ યુ.’ અક્ષય નાં શબ્દો માં અનુશ્રી પ્રત્યે ભારોભાર અણગમો અને ગુસ્સો હતો.

‘જો અક્ષય, અનુ એક છોકરી હોવાના નાતે આ બધું કરી ન શકે અને અમરેન્દ્ર માટે અમદાવાદ સાવ અજાણ્યું છે. અનુશ્રીના દોસ્ત તરીકે હવે હું એને મદદ નહી કરું તો કોણ કરશે?’ શાંતનુ અક્ષયને સમજાવવાની કોશિશ કરી રહ્યો હતો.

‘અરે તો તેલ લેવા જાય એવી દોસ્તી. તમારાં જેવાં મસ્ત માણસને ઠુકરાવીને એણે બીજાં સાથે લગ્ન કરવા હોય તો જાતે મહેનત કરે અને દોસ્ત? તમે એનાં દોસ્ત? વાહ? એને શું વાંધો હોય ભાઇ? એનું તો કામ થાય છે ને? તમને દોસ્ત કહીને તમને મીઠું મીઠું બોલીને પોતાનું કામ કઢાવે છે અને તમેય પાછાં ગોળ જેવાં ગળ્યા થઇ ગયાં, એણે તમને દોસ્ત કહી દીધો ત્યાં તો.’ અક્ષયનો ગુસ્સો સ્પષ્ટપણે એનાં ચહેરા પર દેખાઇ રહ્યો હતો.

‘એવું કાઇ નથી અક્ષય એ મારાં પ્રેમ નું સન્માન કરે છે કાલે એણે પોતે મને વ્હોટ્‌સ એપ્પ પર કીધું.’ શાંતનુ પોતાનો સેલફોન ખીસ્સામાં થી કાઢીને અક્ષયને પોતાની અને અનુશ્રીની ચેટ દેખાડવાની કોશિશ કરી.

‘એને શું વાંધો હોય ભાઇ તમારાં પ્રેમને સન્માન આપી ને? એને શું ફર્ક પડે છે યાર? એને તો એનો અમરેન્દ્ર મળે છે ને તમારો યુઝ કરી ને?’ અક્ષય શાંતનુને સમજાવી રહ્યો હતો.

‘તો ભલે ને યુઝ કરે? એ મને પ્રેમ નથી કરતી, હું તો કરું છું ને? અને એ પણ ધમધોકાર!! મને યુઝ થવામાં કોઇ જ વાંધો નથી. અનુના કોઇ કામ માં આવી શકું એ જ મારાં માટે ઘણું છે.’ શાંતનુનાં ચહેરા પર અજીબ સ્મીત હતું અને એનાં હાવભાવ એકદમ એકદમ પાકાં હતાં.

‘હમમ..જો તમે નક્કી કરી જ લીધું છે તો હું શું કહું? પણ તમને એક મિત્ર એક નાના ભાઇ તરીકે સલાહ આપું તો આ બાબતે બહુ ઇન્વોલ્વ ન થતાં ક્યાંક ફસાઇ જશો.’ અક્ષયે શાંતનુના ખભા પર હાથ મુક્યો.

‘ડોન્ટ વરી, હું ધ્યાન રાખીશ. આપણે નીકળીએ નહી તો પેલો આજે તો ગરમ થઇ જશે તો ફરીથી અપોઇન્ટમેન્ટ નહી આપે.’ શાંતનુ હસ્યો.

બન્ને પોતાનાં રસ્તે ગયાં અને સેલ્સ કૉલ પતાવીને ઓફીસે પાછાં ફરતાં અજીત મિલ ચાર રસ્તા પાસે આવેલી પ્રખ્યાત ટામેટાં નાં ભજીયા વેંચતી ની લારી પાસે ભજીયાં ખાવાં ઉભાં રહ્યાં.

‘એને કોઇ ગુજરાતી ન મળ્યો તે છેક બિહાર થી નંગ શોધ્યો?’ અક્ષય હસતાંહસતાં બોલ્યો.

‘એને? યાર આટલો ગુસ્સો ન કર. મેં કીધું નહી? એ ત્રણ વર્ષથી એનાં પ્રેમમાં છે અને હું તો એને પાંચ મહીના પહેલાંજ મળ્યો, તો એનો શું વાંક?’ શાંતનુ એ અક્ષયને વાર્યો.

‘ઓકે સર જેવો તમારો હુકમ. પણ મને એમનાં પર કોઇ જ ગુસ્સો નથી હા તમને ના પાડી એટલે થોડી ખીજ છે પણ એક વાત કહું?’ અક્ષયે પોતાનો પક્ષ મુક્યો.

‘બોલ ને યાર તને કોઇ આજ સુધી રોકી શક્યું છે?’ શાંતનુ હસતાંહસતાં બોલ્યો.

‘કાલે આપણે ગાર્ડન થી છૂટાં પડ્યા ત્યારથી મને એક લાગણી થઇ રહી છે કે ઓલ ઇઝ નોટ ઓવર યટ. અનુ હજીપણ મારી ભાભી થશે અને બીલીવ મી, તમારો આજનો મૂડ જોઇને મને હવે ખાત્રી થવા લાગી છે કે એક દિવસ એ અનુશ્રી શાંતનુ બુચ બની ને જ રહેશે.’ અક્ષયના અવાજમાં ગજબ નો ભરોસો હતો.

‘અનુશ્રી શાંતનુ બુચ...હમમ સાંભળવામાં તો ઘણું સારું લાગે છે પણ એ આ જન્મમાં શક્ય નથી અક્ષુ હા અનુએ મને આવતાં જન્મ માટે પ્રોમિસ આપ્યું છે પણ ત્યારે એનું અને મારું નામ જુદું હશે અને મારી અટક પણ.’ શાંતનુ હાથમાં રહેલાં ગરમાગરમ ટામેટાંનું ભજિયું તોડતાં બોલ્યો.

‘નો મોર આગલો જન્મ દાદા, આજ જન્મ...મને ખબર નહી કેમ પણ એવું લાગે છે કે હજી પણ ચાન્સ છે.’ અક્ષય શાંતનુએ તોડેલાં ભજીયા માંથી એક ટુકડો તોડતો બોલ્યો.

‘ઠીક છે ત્યારની વાત ત્યારે પણ અત્યારે તો ભજીયા ખાઇને ઓફિસે જઇએ?’ શાંતનુ એ મુદ્દાની વાત કરી.

ભજીયાં ખાઇને બન્ને ઓફિસે ગયાં ત્યારે પાર્કિંગમાં અનુશ્રી ની

સ્કુટી ન હતી. શાંતનુને થોડી ચિંતા થઇ એટલે એણે વ્હોટ્‌સ એપ્પ પર અનુશ્રીના ખબર પૂછ્યા પણ બે કલાક સુધી કોઇ જ જવાબ ન આવ્યો. એનું લાસ્ટ સીન પણ બપોરનું દોઢ વાગ્યાનું હતું એટલે લગભગ ત્રણેક કલાક થી અનુશ્રી ઓફલાઇન હતી. પછી મોડી સાંજે જમીને શાંતનુ ટીવી પર પોતાનાં મનપસંદ ગીતો જોઇ રહ્યો હતો ત્યાં જ શાંતનુનાં સેલફોન પર અનુશ્રી નો કૉલ આવ્યો પણ એ એનો લેન્ડલાઇન નંબર હતો.

‘ધ્યાન થી સંભાળ શાંતુ વચ્ચે ન બોલતો, મારી પાસે જરાપણ ટાઇમ નથી. મેં આજે હિમત કરીને ભાઇને અને મમ્મા ને બધી વાત કરી અને એઝ એક્પેક્ટેડ એમણે મને ના તો પાડી જ પણ બન્ને મારાં પર ખુબ ગુસ્સે પણ છે અને મારો સેલ પણ એમણે લઇ લીધો છે એટલે તને હું લેન્ડલાઇન પરથી કૉલ કરું છું. એટલું સારું છે કે મને જોબ પર જવાની મનાઇ નથી કરી કારણકે અમર સેકન્ડ ઓક્ટોબરે અહીં આવે છે એવું મેં એમને નથી કહ્યું. આ સબ્જેક્ટ પર તારાં પર ભાઇનો કોઇ કૉલ આવે તો આટલું ધ્યાન રાખજે અને એમને કહેજે કે તને આ બાબતે કોઇ જ ખ્યાલ નથી. ઓકે? બાકી કાલે સવારે જોબ ઉપર, બાય.’ અનુશ્રી એ એકધારી વાત કરી અને શાંતનુને બોલવાનો કોઇ ચાન્સ જ આપ્યો અને કૉલ કટ કરી નાખ્યો.

શાંતનુને એટલો ખ્યાલ આવી ગયો કે અનુશ્રીનો કેસ ધાર્યો એટલો સરળતો નહી જ હોય અને અક્ષયને વચન આપ્યાં છતાંય એણે દરેક સ્થિતિમાં અનુશ્રી ની સાથે જ રહેવાનું છે. બીજા દિવસે અનુશ્રી એ બધી જ વાત મુદ્દાસર રીતે શાંતનુને કરી અને અમરેન્દ્ર ને પણ શાંતનુનાં સેલફોનથી કૉલ કરીને એને હવેથી જ્યારે પણ એણે પોતાની સાથે વાત કરવી હોય ત્યારે ઇન્ડીયાના સવારનાં સમયમાં આ જ નંબર ઉપર કૉલ કરવાનું કહી દીધું.

આખરે બીજી ઓક્ટોબર પણ આવી ગઇ અને વહેલી સવારની ફલાઇટમાં અમરેન્દ્ર પણ અમદાવાદ આવી ગયો. અનુશ્રીના પ્લાન મુજબ શાંતનુ અમરેન્દ્ર જે હોટલમાં રોકાયો હતો ત્યાં સવારે સાત વાગે જ પહોંચી ગયો. રજા હોવાથી અનુશ્રી પાસે ઓફિસે જવાનું કોઇ કારણ ન હતું. અમરેન્દ્ર શાંતનુથી ઘણો ઉંચો હતો પણ એની સામે શાંતનુ કદાચ વધુ હેન્ડસમ જરૂર લાગે.

‘હાઇ, સો યુ આર શાંતનુ માય સ્વીટ્‌સ બેસ્ટ ફ્રેન્ડ રાઇટ?’ અમરેન્દ્ર એ શાંતનુ સાથે હાથ મેળવ્યો.

‘યા થેન્કસ, નાઇસ મીટીંગ યુ.’ શાંતનુએ હસીને જવાબ આપ્યો.

‘વિશ મૈ ભી શાયદ યે કહ સકતા કે નાઇસ મીટીંગ યુ બટ..કભી કભી ગધે કો ભી બાપ કહના પડતા હૈ ઐસી હી કુછ હમરી સિચ્યુએશન હૈ અભી તો.’ અમરેન્દ્ર ખંધુ હસ્યો એનાં ચહેરા પર શાંતનુ પ્રત્યે માનસન્માન તો દુર ભારોભાર નફરત ની લાગણી હતી.

જવાબમાં શાંતનુ ફક્ત હસ્યો અને અપમાન નો ઘૂંટડો ફક્ત અનુશ્રીનો વિચાર કરીને ગળી ગયો.

‘વૈસે હમને અનુ કો મના કીયા થા કી કીસીકો ન ભેજે મેરી મદદ કો પર પતા નહી ઉસકો તુમ પર ક્યા બીસ્વાસ હૈ, ભોર હોતે હી તુમ્હે ભેજ દિયા.’ ભલે એકાદ વર્ષથી જ અમેરિકા રહેતો હોય પણ તેમ છતાં અમરેન્દ્ર ટીપીકલ બિહારી લહેજામાં બોલીને મીનીટે મીનીટે શાંતનુનું અપમાન પર અપમાન કરી રહ્યો હતો.

‘શાયદ અનુજી કો લગા હોગા કી આપકો કહીં જાના હો તો...’ શાંતનુ હજીપણ ગજબની શાંતી દેખાડી રહ્યો હતો.

‘અરે તો હમ છુટકા બચ્ચે હૈ કા ? વો ભી ખામખા ટચી હો જાતી હૈ હર બાર. વૈસે તુમ્હારા ઔર અનુ કા મામલા દોસ્તી તક હી હૈ ના યા...?’ કહીને શાંતનુ સામે આંખ મારીને અમરેન્દ્ર ખડખડાટ હસ્યો.

શાંતનુ માટે અનુશ્રી નો પ્રેમ સર્વસ્વ હતો પણ અનુશ્રી એને પ્રેમ નહોતી કરતી એની જાણ એને હતી એટલે એને અમરેન્દ્રનો આ ટોણો ખુબ ખૂંચ્યો.

‘ચલ અભી તુમ આ હી ગયે હો તો ઇ લેટર તુમ અનુ તક પહોંચાઇ દયો તો અચ્છા હોગા..હમ દોનો કો આગે કા કરના હૈ ઉ સબ ઉસમેં લીખા હૈ. ઉસકા ફોન ઉ સાલે બુડબક સુવાસ ને લે લીયા હૈ આજ ઉ ભી છુટ્ટી પર હૈ ઉ તો તુમકો માલુમ હી હોગા, દોસ્ત જો બનાકે રખ્ખા હૈ તુમકો? તો સીધા ઉસકે ઘર જાઓ કીસીકો પતા ના ચલે વૈસે ઉસકો યે લેટર દે દો ઔર જો મસેજ અનુ દે વો મુજે ફોન પર દે દેના..ઠીક હૈ?’ અમરેન્દ્ર જાણેકે શાંતનુ જાણેકે શાંતનુ નો બોસ હોય એવી રીતે એને સુચના આપતો હતો.

‘ઠીક હૈ, અનુજી કા મેસેજ મેં આપ કો ફોન પે બોલ દુંગા.’ શાંતનુએ પોતાનાં માટે પહેલાં આવી અપમાનજનક ભાષા ક્યારેય નહોતી સાંભળી હતી, મુખોપાધ્યાય પાસે થી પણ નહી એટલે થોડો આઘાતમાં જરૂર હતો અને એટલે જ એ પોતાનું ભાન ભેગું કરતાં થોડી વાર ત્યાં જ ઉભો રહ્યો.

‘અબે ગધઉ પરસાદ ઐસે હી ખડે રહોગે કા? જાઓ ભાઇ...’ અમરેન્દ્ર નાહકનો ગુસ્સો કરી રહ્યો હતો.

‘ઓકે બાય.’ શાંતનુએ તો પણ હસીને વિદાય લીધી.

એ વિચલિત હતો. એ અમરેન્દ્રનું એક એક અપમાન એ ફક્ત અને ફક્ત અનુશ્રી ને કારણે જ સહન કરી રહ્યો હતો. એરપોર્ટ હોટેલથી એ સીધો અનુશ્રીને ઘેરે ગયો.

‘આવ શાંતનુ આવ.’ ઘરનો દરવાજો ખોલતાં જ અનુશ્રીના મમ્મા એ શાંતનુને આવકાર્યો.

‘સુવાસભાઇ નથી?’ શાંતનુ ઘરમાં ઘૂસતાં ની સાથે જ આખાં લીવીંગ રૂમને સ્કેન કરતાં બોલ્યો કારણકે અમરેન્દ્રએ એને સ્પષ્ટ સૂચના

આપી કહી કે એ જે એનો પત્ર લાવ્યો છે એ ફક્ત અનુશ્રી પાસે જ જાય.

‘ના બેટા એ તો ક્યારનોય દુકાને જતો રહ્યો. તારા માટે પાણી લાવું?’ અનુશ્રીનાં મમ્મા એ વિવેક કર્યો.

‘ના મમ્મીજી અનુ ક્યાં છે?’ શાંતનુ એ હવે સીધો જ સવાલ કર્યો. અનુશ્રીના મમ્મા અને સુવાસ બન્ને ને શાંતનુ અને અનુશ્રીના પાક્કી દોસ્તી વિષે ખબર નહી.

‘એ રહી એનાં રૂમમાં તબિયત ખરાબ છે એમ કરીને રૂમ બંધ કરીને બેસી ગઇ છે. તું કઇક સમજાવ એને શાંતનુ, એમ કાઇ જિંદગી નાં નિર્ણયો થોડાં લેવાય હેં? તું ડાહ્યો છોકરો છે જરાક એને મનમાં બેસાડ કે એમ ગમેતેણી સાથે જિંદગી ન જોડાય. મા-બાપ કે ભાઇ જે કહે એ પણ સાંભળે. અમે એનાં દુશ્મન તો નથી ને?’ અનુશ્રી ના મમ્મા નાં ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી.

શાંતનુને અનુશ્રીનાં મમ્માની વાત સાંભળીને ખ્યાલ આવી ગયો કે અનુશ્રીના મમ્મા અને ભાઇ સુહાસે અમરેન્દ્ર સાથે એને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દેતાં અનુશ્રી પાસે હવે ભાગીને લગ્ન કરવા સીવાય બીજો કોઇ જ ઉપાય ન હતો.

‘એ..એ. એટલે જ આવ્યો છું. સવારે ઓફિસે અનુને ન જોયાં એટલે એમની ઓફિસમાં તપાસ કરી, ફોન સ્વીચ ઓફ આવતો હતો. મને ચિંતા થઇ કારણકે ઓફિસવાળાએ તબિયત ખરાબ છે એમ કહ્યું હતું. આ બાજુ મારે કૉલ હતો એટલે થયું કે મળતો આવું.’ આજે જાહેર રજા હતી એ જાણતો હોવા છતાં શાંતનુ ખોટું બોલ્યો, ફક્ત અનુશ્રી માટે...

‘હા હા તો જા ઉપર એનાં રૂમમાં અને એને સમજાવજે હોં ભાઇ?’ અનુશ્રીના મમ્માએ ફરીથી શાંતનુને વિનંતી કરી અને એમને શક નથી ગયો એ જાણીને શાંતનુને પણ રાહત થઇ.

‘હા હા ચોક્કસ મમ્મીજી.’ કહીને શાંતનુ અનુશ્રીના રૂમ તરફ લઇ જતાં દાદરા ચઢવા લાગ્યો.

અનુશ્રીનાં રૂમનું બારણા પર પોતાની આંગળીઓ થી ટકોરા માર્યા.

‘કોણ?’ અંદરથી અનુશ્રીનો અવાજ આવ્યો.

‘શાંતુ...’ શાંતનુ એ અનુશ્રીએ જ પાડેલું પોતાનું લાડકું નામ કહ્યું.

‘પ્લીઝ કમ ઇન શાંતુ.’ અનુશ્રી બોલી.

શાંતનુ બારણું ખોલી ને અંદર ગયો. અનુશ્રી હજીપણ એનાં નાઇટ ડ્રેસમાં જ હતી. એનો ચહેરો એક વાતની ચાડી ખાતો હતો કે એ આખી રાત ખુબ રડી હતી અને કદાચ શાંતનુનાં આવવા સુધી રડી રહી હતી.

‘આ શું અનુ? આમ રોવાય? હવે તો ખુશીનાં દિવસો આવવાનાં છે.’ શાંતનુ અનુશ્રીના બેડ પાસે પડેલી ખુરશી ખેંચતા બોલ્યો.

‘આઇ નો, પણ હું જે કરવા જઇ રહી છું એનું મને બહુ દુઃખ છે. મારે મમ્મા અને સુવાસભાઇ ને ચીટ કરીને જવું પડશે.’ અનુશ્રીની મોટી મોટી આંખોમાં ફરીથી આંસુઓ ધસી આવ્યાં.

‘એ સીવાય તમારી પાસે બીજો ઓપ્શન પણ ક્યાં છે અનુ? આપણી લાઇફ નાં નિર્ણયો આપણે જ કરવાનાં છે અને એકવાર એક નિર્ણય લેવાઇ જાય પછી ગમે તો મુશ્કેલી આવે એને વળગી રહેવું જોઇએ હા પણ જ્યારે આપણને એમ ખબર પડે કે આપણો એ નિર્ણય ખોટો હતો તો એને બદલીને એ નિર્ણયથી દુઃખી થયેલાં લોકોની માફી માંગતા પણ અચકાવું ન જોઇએ’ શાંતનુએ પોતાની ફિલોસોફી પેશ કરી.

‘પણ હું અનુ છું શાંતનુ નથી...મને અમર પણ જોઇએ છીએ અને મમ્મા અને ભાઇ પણ...તું મળ્યોને અને? કેવો લાગ્યો?’ અનુશ્રી એ શાંતનુને કદાચ જવાબ આપવો ન ગમે એવો સવાલ કર્યો.

‘બહુ ખરાબ.’ શાંતનુ હસતાંહસતાં બોલ્યો પણ એનાં મનમાં

અમરેન્દ્ર પ્રત્યે જે ધિક્કાર ઉભો થયો હતો એને એણે હસીને પણ અનુશ્રીને

સાચું કહીને બહાર કાઢ્યો.

‘એટલે? તને ન ગમ્યો?’ અનુશ્રી ચિંતાતુર થઇ ગઇ.

‘અફકોર્સ ન ગમ્યો. જે માણસ આજથી થોડાંજ દિવસ પછી મારાં પહેલાં પ્રેમ ને ભગાડીને લઇ જવાનો છે એ તો મને ખરાબ જ લાગે ને?’ શાંતનુ એ હસતાંહસતાં અનુશ્રીને આંંખ મારતાં કહ્યું.

‘નાલાયક..સ્ટુપીડ..આઇ હેઇટ યુ!!’ બાજુમાં પડેલા એક સોફ્ટ ઓશીકાને ઉપાડીને અનુશ્રીએ શાંતનુ તરફ ફેંક્યું જેને શાંતનુને આબાદ પકડી લીધું.

બન્ને ખુબ હસ્યાં...ઘણું હસ્યાં. થોડીવારનાં આ હાસ્ય પછી અનુશ્રીના આંસુ તો સુકાઇ ગયાં પણ શાંતનુની આંખો ભરાઇ આવી. આ ખુશીના આંસુ તો નહોતાં જ એની શાંતનુને ખાત્રી હતી.

‘લ્યો આ તમારાં અમરે તમને આ લેટર આપ્યો છે એને ધ્યાનથી વાંચો અને પછી મને કહો કે મારે એમને શું કહેવાનું છે?’ ખીસ્સા માં થી અમરેન્દ્રએ આપેલો પત્ર અનુશ્રી સામે લંબાવતાં શાંતનુ બોલ્યો.

અનુશ્રીએ તરત જ એ પત્ર શાંતનુના હાથમાં થી લઇ લીધો અને એને વાંચવા લાગી. શાંતનુ કાયમની જેમ અનુશ્રી સામે ટગરટગર જોવા લાગ્યો. આ આખોય પત્ર વાંચતા અનુશ્રીએ ત્રણેક વાર પોતા૪ની લટ કાન પાછળ ખેસવી અને શાંતનુ ખ્યાલ આવ્યો કે થોડાંક દિવસો પછી અનુશ્રીની આ અદા જોવા એણે વર્ષો સુધી રહા જોવી પડશે.

‘ઓકે.. ચોથી તારી અમારે એનાં વકીલ ને મળવા જવાનું છે અમુક ડોક્યુમેન્ટ્‌સ પર મારી સાઇન ની જરૂર છે. હું ઓફિસે થી જ સીધી ત્યાં જતી રહીશ. આમાં એનું અડ્રેસ એણે આપ્યું છે. તું એને બહાર જઇને કૉલ કરી દે જે કે હું ફોર્થના દિવસે ટાઇમસર એનાં વકીલની ઓફિસે

પહોંચી જઇશ.’ અનુશ્રી બોલી એનાં ચહેરા પર સ્મીત હતું.

‘અમરેન્દ્રને મારી બીજી કોઇ મદદ ની જરૂર છે? એવું કશું લખ્યું છે આમાં?’ અમરેન્દ્રનાં આટઆટલા અપમાન પછી પણ શાંતનુ પોતાની મદદની ઓફર કરી રહ્યો હતો.

‘ના ફિક્થ નાં ચોક્કસ તારી જરૂર પડશે શાંતુ. મેં સિરુ ને કહી દીધું છે. ઇફ પોસીબલ અક્ષયને પણ ત્યાંં બોલાવી લેજે. વિટનેસ માં સહી કરવા માટે જરૂર પડશે. તમે બધાં દસેક વાગે ત્યાં આવી જજો.’ અનુશ્રી બોલી.

‘શ્યોર એ દિવસે તો જરૂર આવીશું. તો હું જાઉં? નહી તો મમ્મીજી ને ખોટો ડાઉટ થશે.’ શાંતનુએ અનુશ્રી ને ચેતવતાં કહ્યું.

‘હા એમ જ કર, ટેઇક કેર શાંતુ. તું આવ્યો તો મારું મન હળવું થઇ ગયું. લવ યુ... પણ પેલું નહી હોં?’ અનુશ્રી ખડખડાટ હસતાં બોલી.

‘અફકોર્સ દોસ્તી વાળું લવ યુ...યુ ટુ ટેઇક કેર.’ કહીને હસાતાં મોઢે શાંતનુ અનુશ્રીના રૂમની બહાર નીકળી અને દાદરો ઉતરી ગયો.

અનુશ્રીના મમ્મા સામે જ ચા નો કપ લઇને આવતાં હતાં એટલે ઉભા ઉભા જ શાંતનુએ ચા પી ને એમની વિદાય લીધી.

બહાર નીકળીને એણે અમરેન્દ્રને કૉલ કર્યો અને અનુશ્રી સાથે એણે કરેલી બધીજ વાત એને કરી. અમરેન્દ્રએ જવાબમાં ફક્ત ‘ઠીક હૈ’ કહી ને બે સેકન્ડમાં જ શાંતનુનો કૉલ પૂરો કરી દીધો.

એ પછીનાં બે દિવસોમાં અનુશ્રી રોજ સાંજે ઘરે વહેલી જતી રહેતી અને શાંતનુને પોતાની લેન્ડલાઇન થી કૉલ કરતી કારણકે આ દરમ્યાન એ ઘરમાં એકલી રહેતી કારણકે એનાં મમ્મા આ સમયે મંદિરે જતાં. શાંતનુની મુલાકાત પછી અનુશ્રી પણ ટેકા માં હતી. આ દરમ્યાન અનુશ્રીને અમરેન્દ્રને જે કોઇ મેસેજ આપવો હોય એ તે શાંતનુને આપી દેતી અને શાંતનુ એ મેસેજ અમરેન્દ્રને કૉલ કરીને ડીલીવર કરી દેતો. સામે અમરેન્દ્ર ને પણ કશું કહેવું હોય તો એ એની રીત થી શાંતનુને કહી દેતો જે શાંતનુ અનુશ્રીને કહી દેતો કારણકે અનુશ્રી અને અમરેન્દ્ર બન્ને એ ઓફિસમાં થી પણ એકબીજા સાથે આ દિવસોમાં વાત ન કરવાનું નક્કી કર્યું હતું.

આમનેઆમ ચોથી ઓક્ટોબર ની સવાર પડી.

શાંતનુને ખ્યાલ હતો કે હવે અનુશ્રી આજે અમરેન્દ્રનાં વકીલ ને મળવા જવાની છે એટલે કદાચ એને શાંતનુની કોઇ મદદની જરૂર પડશે. અમરેન્દ્ર ભલે એનું અપમાન કરે પણ એતો અનુશ્રીને મદદ કરશે જ. કેલેન્ડરમાં ફરીથી ચોથી ઓક્ટોબર જોઇને શાંતનુને દુઃખ પણ થઇ ગયું કે અનુશ્રી આવતીકાલે કાયમ માટે અમરેન્દ્રની થઇ જવાની છે. એની આંખોમાં તરત જ આંસુ ધસી આવ્યાં પણ મન મનાવી લીધું કે અનુશ્રી એને પોતાનો પાક્કો દોસ્ત તો માને છે. એની વર્ષોજુની મિત્ર સિરતદીપ કરતાં પણ એ શાંતનુ ઘર વધુ વિશ્વાસ કરે છે. મિત્ર રહેવાથી પણ જો અનુશ્રીના સતત સંપર્કમાં રહેવાનું હોય તો શું ખોટું છે? પોતાનાં આંસુઓ લુછીને શાંતનુ ઓફિસે જવા તૈયાર થયો. રોજની જેમ જ નાસ્તો કરીને એ ઓફિસે જવા નીકળી ગયો.

આજે એણે લંચ પછી એકલાં મણીનગર સેલ્સ કોલમાં જવાનું હતું પણ એને એકલાં જવાથી એ વારંવાર અનુશ્રીનાં લગ્ન વિષે વિચારીને પોતે દુઃખી રહેશે એમ વિચારીને એણે અક્ષયને સાથે ચાલવાનું કહી દીધું હતું. એ એને અક્ષય સિસ્ટમમાં ગઇકાલનાં સેલ્સ કોલ્સ ની એન્ટ્રી કરીને રીપોર્ટસ બનાવી રહ્યાં હતાં. શાંતનુનું ધ્યાન સતત એની ડેસ્ક પર પડેલા પોતાનાં આસપાસ વાઇબ્રેશન પર મુકેલો એનો સેલફોન ઝબક્યો અને એણે જોયું તો અનુશ્રીનો લેન્ડલાઇન નંબર ઝબકી રહ્યો હતો. શાંતનુ ખુશ થઇ ગયો અને એણે કૉલ રીસીવ કર્યો.

‘હાઇ મને ખબર જ હતી કે તમે મને કૉલ કરશો જ...’ કાયમ માટે જતાં પહેલાં અનુશ્રીની સાથે થોડીક મીનીટો ગાળવાનો શાંતનુ નો ઉત્સાહ એનાં અવાજમાં ભારોભાર છલકાતો હતો.

‘શાંતનુ તું અત્યારે ને અત્યારે જ ઘેરે આવી જા મારે તારું કામ છે.’ સામે થી સુવાસ નો અવાજ આવ્યો એનાં અવાજમાં ભારોભાર ગુસ્સો હતો.

‘સુવાસભાઇ તમે? શું થયું? બધું ઠીક તો છે ને?’ અચાનક સુવાસનો અવાજ સાંભળીને શાંતનુ ગભરાયો એને કઇક તો ખોટું થયું હોવાનો અંદેશો આવી ગયો.

‘તું ખાલી ઘેરે આવીજા બસ.’ કહીને સુવાસે કૉલ કટ કરી નાખ્યો.

શાંતનુ પરસેવે રેબઝેબ થઇ ગયો એણે તરત જ અક્ષયને વાત કરી અને એ બન્ને સત્યાને ફેમીલી ઇમરજન્સી નું કારણ જણાવીને અનુશ્રીના ઘર તરફ ઉપડ્યા. લગભગ પોણા કલાક પછી એ બન્ને અનુશ્રીના ઘેરે પહોંચ્યા અને ઘરની બહાર બાઇક પાર્ક કરીને ઘરની અંદર ગયાં. સુવાસ પોતાનાં સેલફોન પર કોઇ સાથે વાત કરી રહ્યો હતો એ ખુબ ગુસ્સામાં અને ટેન્શનમાં હતો. શાંતુનુને જોઇને અનુશ્રી નાં મમ્મા અન્ય કોઇ સ્ત્રીના ખભે માથું મુકીને રડવા લાગ્યાં. શાંતનુને ટેન્શન થઇ રહ્યું હતું એને ખબર નહોતી પડતી કે શું થઇ રહ્યું છે. અક્ષયે શાંતનુનો ખભો દાબીને એને શાંતી રાખવા જણાવ્યું.

‘હમણાં તને કૉલ બેક કરું.’ શાંતનુ ને જોતાં જ સુવાસે પોતાનો કૉલ કટ કર્યો અને સેલફોન પોતાનાં ખીસ્સામાં મૂકી દીધો.

સુવાસ ઝડપ થી શાંતનનુ તરફ આવ્યો અને એણે શાંતનુનાં ગાલ પર સણસણતો તમાચો ચોડી દીધો.

-ઃપ્રકરણ આઠ સમાપ્તઃ

નવ

દસ સેકન્ડ માટે શાંતનુ ને ચક્કર આવી ગયાં. અક્ષયે શાંતનુને તરત પકડીને સંભાળી લીધો.

‘એય વ્હોટ ધ હેલ?’ ફરીવાર હાથ ઉપાડી રહેલાં સુવાસ નો હાથ પકડતાં અક્ષય જોરથી બોલ્યો એ ગુસ્સે થી થરથરતો હતો.

‘આને પૂછ...અનુને ભગાડવામાં એણે જ એને મદદ કરી છે ને?’ સુવાસ હજીપણ ગુસ્સા થી તમતમી રહ્યો હતો.

‘શું? અનુ ભાગી...’ શાંતનુને હજી સુવાસના તમાચા થી કળ વળી પણ ન હતી ત્યાં જ આ બીજો આઘાત લાગ્યો.

‘હા હમણાં જ એનો ફોન હતો એણે પેલા સાથે લગ્ન કરી લીધાં છે, અને તું આમ જાણે કે કશું જ નથી બન્યું હોય એમ શેનો ઉભો છે, તને તો બધી ખબર જ છે ને? તું જ તો એ બન્ને વચ્ચે રહીને એ બન્નેનાં મેસેજ એકચેન્જ કરતો હતો ને?’ તે દિવસે અનુશ્રી માટે લઇ આવેલો પત્ર શાંતનુ તરફ ફેંકતા સુવાસ બોલ્યો.

‘જુવો સુવાસભાઇ અનુશ્રી અને અમરેન્દ્ર ભાગીને લગ્ન કરવાનાં છે એની મને ખબર હતી પણ આજે નહી કાલે, આજે તો એલોકો કોઇ વકીલ ને મળવા જવાનાં હતાં.’ શાંતનુ એ પોતાને જે ખબર હતી એ કહ્યું પણ સુવાસ એમ માને એમ ન હતો.

શાંતનુએ નીચે વળી ને પેલો પત્ર ઉપાડ્યો અને વાંચવા લાગ્યો.

‘જુવો આમાં અમરેન્દ્રએ ચોખ્ખું લખ્યું છે કે આજે એ લોકો એ વકીલને મળવા જવાનું છે. એ લોકો લગ્ન તો કાલે કરવાનાં હતાં. મને ખબર હતી સુવાસભાઇ કે તમે અનુશ્રીને આ લગ્ન કરવાની અનુમતી નહોતી આપી પણ હું અનુશ્રીની દોસ્તી થી બંધાયેલો હતો. આઇ એમ સોરી હું તમારી કોઇ જ મદદ ન કરી શક્યો.’ શાંતનુ નાં જવાબમાં મક્કમતા હતી.

‘અનુશ્રીએ જે કર્યું એ કર્યું પણ એમાં બિચારાં શાંતનુભાઇને તમાચો મારવાની શું જરૂર હતી એ તો ફક્ત એમને મદદ કરી રહ્યાં હતાં. ભાઇ અને અનુશ્રી ની દોસ્તી ખુબ સ્ટ્રોંગ છે અને એ મરી જાત પણ તમને અનુશ્રીના પ્રેમ પ્રકરણ વિષે ગંધ સુદ્ધાં ન આવવા દેત. તમારાં ઇમોશન્સ તમારી જગ્યાએ સાચાં છે. મારી પણ બે બહેનો છે પણ તમારી જગ્યાએ હું હોત તો ભાઇને તમાચો તો ન જ મારત. આઇ ફીલ કે તમારે ભાઇની માફી માંગવી જોઇએ.’ અક્ષય ગુસ્સામાં બોલ્યો.

‘નો નો ઇટ્‌સ ઓકે, સુવાસભાઇ મારાં પણ મોટાભાઇ જેવાં જ છે એમને હક્ક છે એમ કરવાનો.’ શાંતનુ એક નબળાં સ્મીત સાથે બોલ્યો.

‘સોરી શાંતનુ, પણ તું હવે પ્લીઝ અહીં થી જતો રે. તું જ્યાં સુધી રહી હોઇશ ત્યાં સુધી મને, અનુ અને તેં, મને અને મમ્મીને આપેલાં દગા ની યાદ આવતી જ રહેશે. આવું કરવા માટે મેં એને બેંગ્લોર નહોતી મોકલી.’ સુવાસ સોફા પર ફસડાઇ પડ્યો એની આંખમાં પણ હવે આંસુ હતાં.

‘જતો રહીશ સુવાસભાઇ પણ ફક્ત એકવાત કહીને. તમારો વધુ સમય નહી બગાડું. બીલીવ મી અનુને છેલ્લે હું બીજી તારીખે મળવા આવ્યો ત્યાં સુધી એને તમને અને મમ્મા ને કહ્યાં વગર જ લગ્ન કરવા પડશે એનું અત્યંત દુઃખ હતું પણ એ અમરેન્દ્રને પણ છોડી શકે એમ નહોતાં. એ બન્ને એકબીજાને ખુબ પ્રેમ કરે છે અને અમરેન્દ્ર પણ એને ખુબ ખુશ રાખશે. મને એ પણ ખ્યાલ છે કે તમે અને મમ્મીજી એ પોતાનું પેટ કાપીને અનુ ને ભણાવી છે પણ...પ્રેમ તો થઇ જાય સુવાસભાઇ એમાં પ્રેમ કરનારનો શું વાંક? કોઇને જોઇએ અને એ તરત જ ગમી જાય અને પ્રેમ થઇ જાય બસ... પ્રેમ થવાની આટલી જ પ્રક્રિયા છે તો ત્યારે અનુને તમારાં બલિદાનો કેવી રીતે યાદ આવે સુવાસભાઇ? અત્યારે તમે ડીસ્ટર્બ છો પણ પછી મારી વાત શાંતી થી વિચારજો અને જો મારી જરૂર હોય તો મને જરૂર બોલાવજો. હું મારાં દિલમાં તમારાં વિષે કોઇપણ ડંખ રાખ્યાં વીના આવીશ.’ શાંતનુ સુવાસ ની નજીક ઉભો રહી ને બોલ્યો.

‘તું જા ને યાર નહી તો ફરીથી હું કઇક કરી બેસીશ.’ સુવાસ શાંતનુની વિરુદ્ધ દિશામાં જોઇને બોલ્યો અને હાથથી એને જતાં રહેવાનો ઇશારો કર્યો.

‘આમ જ કરવું હતું એમનું સાંભળવું ન હતું તો ભાઇને બોલાવ્યાં શું કામ? અનુનો ગુસ્સો ભાઇ પર ઉતારવા માટે? મારો ભાઇ શું બોક્સિંગની પંચિંગ બેગ છે તમારાં માટે? હેં બોલો તો? હવે કેમ ચુપ થઇ ગયાં? બોલો બોલો?’ અક્ષય નો ગુસ્સો હજી રોકાતો ન હતો એ ધગી રહ્યો હતો.

‘અક્ષુ બસ હવે, બહુ થયું, ચલ.’ શાંતનુ કડક અવાજે બોલ્યો અને અનુશ્રીના મમ્મા ને નમસ્તે કરી ને અક્ષયનો હાથ ખેંચીને અનુશ્રીના ઘરની બહાર નીકળી ગયો.

‘સમજે છે શું સાલો એનાં મનમાં? એમ કોઇનો ગુસ્સો કોઇ પર ઉતારાય? આ તમે સહન કરી લ્યો હોં? જો એણે મને લાફો માર્યો હોત તો અત્યારે અહિયા... અહિયા ૧૦૮ ઉભી હોત.’ અક્ષય હેલ્મેટ પહેરતાં પહેરતાં પણ અનુશ્રીના ઘર તરફ જ જોઇ રહ્યો હતો.

‘અક્ષુ...બસ હવે પહેલાં અહીંથી જઇએ પછી બધી વાત કરીએ શાંતીથી.’ શાંતનુ એ ફરી એકવાર અક્ષયને વાર્યો.

ઇસ્કોન ચાર-રસ્તા સુધી બન્ને મૂંગા રહ્યાં. ઇસ્કોન ચાર રસ્તા આવતાં જ શાંતનુએ અક્ષયને બાઇક સાઇડમાં લેવાનું કહ્યું.

‘એક કામ કર સિતરદીપને રજા લઇને અહિયા આવવાનું કહી દે.’ બાઇક પર થી ઉતરતાં શાંતનુ તરત જ બોલ્યો.

‘ઓકે ભાઇ એઝ યુ સે.’ અક્ષયે રાબેતા મુજબ શાંતનુ નો બોલ ઝીલી લીધો અને સિરતદીપને કૉલ કર્યો.

‘આવે છે ને?’ અક્ષયની સિરતદીપ સાથે થયેલી વાત પરથી તાગ મેળવી ને શાંતનુ બોલ્યો.

‘હા મેં એને સામે મેક-ડી માં બોલાવી છે. એ આવે ત્યાં સુધી આપણે ત્યાં જ ઉભાં રહીએ તો?’ અક્ષય બોલ્યો.

‘હમમ...ઠીક છે ચલ.’ શાંતનુ ફરી થી અક્ષયની પાછળ બેસી ગયો અને અક્ષય બાઇક સામેનાં કોમ્પ્લેક્સ બાજુ વાળી લીધી.

‘તમે મારા ખાઇ લ્યો ભાઇ... હું નહી. અક્ષયે ફરી વાત ઉપાડી.

‘દુનિયાનો કોઇપણ ભાઇ આમ જ કરત અક્ષુ. તે સાંભળ્યું નહિ સુવાસભાઇ શું બોલ્યાં ? એમણે અનુ પાસેથી આવું ધાર્યું ન હતું.’ શાંતનુ અક્ષયને સમજાવવા લાગ્યો.

‘ધાર્યું તો તમે પણ નહોતું ને મોટાભાઇ ? તમને પણ ઉલ્લુ બનાવી ને જતી રહી..બી. એફ. એફ માય ફૂટા!’ અક્ષય નો ગુસ્સો ઓછો થવાનું નામ નહોતો લેતો.

‘હમમ..તારી વાત અમુક અંશે સાચી છે અક્ષય. ખબર નહી પણ કેમ? મને નથી લાગતું કે અનુએ મને ઉલ્લુ બનાવ્યો હોય.’ શાંતનુનાં એકએક શબ્દમાં હજીપણ અનુશ્રી પ્રત્યે વિશ્વાસ છલકતો હતો.

‘તમને, મને અને સિરુ ને કાલનું કહીને મેડમ આજે જ ભાગી ગયાં અને તમને લાગે છે કે એણે આપણને ઉલ્લુ નથી બનાવ્યાં?’ અક્ષયને શાંતનુની વાત થી અત્યંત આશ્ચર્ય થઇ રહ્યું હતું.

‘એટલે જ તો મેં તને કીધું કે ખબર નહી પણ કેમ?’ શાંતનુએ “ખબર નહી પણ કેમ?” એ શબ્દો પર ભાર મુક્યો.

‘કારણકે તમે એમનાં પ્રેમ માં છો, હજીપણ અને હું નથી એટલે હું સત્ય જોઇ શકું છું.’ અક્ષય બોલ્યો. છેલ્લાં અડધા કલાકમાં પહેલીવાર એનાં ચહેરા પર સ્મીત હતું.

‘જો સિરુ પણ આવી ગઇ.’ કોમ્પલેક્સ નાં ખૂણે પોતાનું કાયનેટીક

પાર્ક કરતાં શાંતનુએ સિરતદીપને જોઇ.

સિરતદીપે પોતાનાં ગોગલ્સ અને મોઢાં પર બાંધેલો દુપટ્ટો ડીકીમાં મુક્યો અને શાંતનુ અને અક્ષય જ્યાં ઉભા હતાં ત્યાં દોડતી દોડતી આવી. અક્ષયને મળવાને બદલે એ સીધી જ શાંતનુને વળગી પડી અને ચોધાર આંસુએ રડવા માંડી. અક્ષયને જરાપણ નવાઇ ન લાગી. શાંતનુ પણ સિરતદીપના માથે ધીમે ધીમે હાથ ફેરવી ને એને શાંત રહેવાનું કહેવા લાગ્યો. થોડીવારના રુદન પછી સિરતદીપ શાંત થઇ. અક્ષયે પોતાની બેગમાં થી પાણીની બોટલ કાઢી રાખી હતી. સિરતદીપ થોડી શાંત થતાં જ અક્ષયે એ બોટલ એની તરફ ધરી. સિરતદીપે એ લઇને બે-ત્રણ ઘૂંટડા પાણીનાં પીધાં.

‘અનુએ આવું નહોતું કરવું જોઇતું શાંતુભાઇ, એટલીસ્ટ તમને તો એણે સાચું કહેવું જોઇતું હતું?’ પાણી પી ને સિરતદીપ તરત જ બોલી.

‘આપણે અંદર નિરાંતે બેસીને વાત કરીએ?’ શાંતનુ બોલ્યો.

ત્રણેય જણા પછી મેકડાનોલ્ડસ માં ગયાં. અક્ષયને સિરતદીપ અને શાંતનુની ચોઇસ ની ખબર હતી એટલે એ સીધો ઓર્ડર લેવા ગયો.

‘તને ક્યારે ખબર પડી સિરુ?’ શાંતનુએ સિરતદીપને પૂછ્યું.

‘સાડા અગિયાર ને પાંચે એનો વ્હોટ્‌સ એપ્પ પર મેસેજ આવ્યો અને ત્યારથી જ એ ઓફ લાઇન છે, આ જુવો એનું લાસ્ટ સીન એટ

૧૧.૩૬ છે.’ સિરતદીપે પોતાનો સેલફોન શાંતનુ ને આપ્યો.

શાંતનુ એ સિરતદીપનાં સેલફોન માં અનુશ્રી નો મેસેજ જોયો જેમાં એણે લખ્યું હતું કે “જસ્ટ ગોટ મેરીડ વિથ અમર ફ્યુ મિનીટ્‌સ બેક, વીલ ક્લેરીફાય સુન.”

‘હમમ..એનો મતલબ એમ કે એણે પોતાનો સેલફોન પણ કોઇ

બહાના હેઠળ સુવાસભાઇ પાસે થી લઇ લીધો હશે.’ શાંતનુ મેસેજ જોઇને

બોલ્યો અને સિરતદીપને એનો સેલફોન પાછો આપતાં કહ્યું.

‘પ્રેમ બધું શીખવાડી દે છે મોટાભાઇ...ખોટું બોલતાં, ચોરી કરતાં અને ખાસ મિત્રો ને દગો આપતાં પણ.’ શાંતનુ અને સિરતદીપ પાસે બર્ગર અને ફ્રેંચ ફ્રાઇઝ મુકતા અક્ષય બોલ્યો.

‘કમ ઓન અક્ષુ, અનુ નો પક્ષ સાંંભળ્યાં વીના આપણે એને કેમ બ્લેમ કરી શકીએ?’ શાંતનુ એ અક્ષય ને કહ્યું.

‘ના શાંતુભાઇ, અક્ષયની વાત સાચી છે. આટલી મોટી વાત અનુ ને ખબર ન હોય એવી ભોળી તો એ છે જ નહી. એ પેલા નાં પ્રેમમાં આંધળી થઇ ગઇ છે. સાચું કહું પણ મેં પેલા સાથે બે-ત્રણ વાર ફોન પર વાત કરી હતી. મને તો એ બહુ પ્રાઉડીશ લાગ્યો હતો. તમે તો અને મળ્યાં હતાં ને શાંતુભાઇ? એ રીયલમાં પણ એવો જ છે?’ સિરતદીપે શાંતનુ ને પૂછ્યું.

‘જવા દે ને સિરુ જે થવાનું હતું એ થઇ ગયું. મને જરાય એ બાબતનું દુઃખ નથી. શો મસ્ટ ગો ઓન. એક દિવસ એ જરૂર આપણો કોન્ટેક્ટ કરશે અને પોતાની સાઇડ પણ ક્લીયર જરૂર કરશે.’ શાંતનુ ગજબ ની સ્થીરતા દર્શાવી રહ્યો હતો.

‘અક્ષુ તારો આ મોટોભાઇ તો ગજબ છે હોં! પહેલાં તો અનુએ એમની પ્રપોઝલ ઠુકરાવી અને હવે એમને ચીટ કરી ને ભાગી ગઇ તો પણ આ જનાબ તો એકદમ કુલ-કુલ છે. હું એની આટલાં વર્ષો જૂની ફ્રેન્ડ છું તો પણ મને એમ સતત લાગી રહ્યું છે કે એણે મને ચીટ કર્યું છે. મને તો એટલીસ્ટ એણે મેસેજ પણ મોકલ્યો અને આ જનાબને એણે કશું જ કહેવાની પરવા પણ ન કરી અને તો પણ હજી એ એમનેએમ જ છે જાણે કે કશું થયું જ નથી!’ સિરતદીપ થોડાં ગુસ્સામાં બોલી.

‘એટલે તો એ મારાં બીગ બી છે.’ અક્ષય શાંતનુ ને વળગતાં બોલ્યો.

‘સિરુ તારી વાતમાં જ મારો જવાબ છે. મેં એને પ્રપોઝ કર્યું હતું ધેટ મીન્સ કે હું એને પ્રેમ કરું છું, રાઇટ? તો પછી મને એનો પક્ષ સાંભળ્યા વીના એમ કેમ લાગે કે એણે મને ચીટ કર્યું છે? હું તો એને આજે પણ એટલો જ પ્રેમ કરું છું.’ શાંતનુ એ સિરતદીપને જવાબ આપ્યો.

‘ગજબ છો હોં તમે તો!’ સિરતદીપ શાંતનુ ને પ્રણામ નો પોઝ દેખાડતાં બોલી.

‘જેમ તું અનુની દોસ્ત છે અને આજે તું એને સમજી ન શકી એમ ભાઇની આ વાત હું પણ નથી સમજી શક્યો કે ગમે તે સંજોગોમાં એ આમ શાંત કઇ રીતે રહી શકે છે?’ અક્ષય બોલ્યો.

‘કારણકે મારું નામ શાંતનુ છે અને કદાચ એટલે જ હું શાંત રહી શકું છું બસ? ચલો હવે જઇએ? હું તો હવે ઘેરે જ જઇશ, અક્ષુ તું મને ઘેરે મૂકી જા પ્લીઝ.’ શાંતનુ બોલ્યો.

‘શ્યોર બ્રો, આજે તો બધાં નો મૂડ ખરાબ થઇ ગયો છે. ઘરે જ જઇએ.’ અક્ષય ઉભા થતાં બોલ્યો.

સિરતદીપ પણ પોતાને ઘેરે ગઇ અને શાંતનુને અક્ષય એનાં ફ્લેટની નીચે મૂકી ને જતો રહ્યો.

‘અરે શાંતનુભાઇ આજે તો દોઢ વાગ્યા મેં આપકી સવારી આઇ?’ બારણું ઉઘડતાં જ જ્વલંત ભાઇ શાંતનુને વહેલો આવેલો જોઇને બોલ્યાં.

શાંતનુ ઘરમાં દાખલ થયો અને હજી જ્વલંતભાઇ બારણું બંધ કરે ન કરે ત્યાં એમને જોરથી વળગી ને અનરાધાર રડવા લાગ્યો. એકતો અનુશ્રીનું આમ અચાનક ભાગી જવું એનાં પર સુવાસનું વગર વાંકે એને તમાચો મારી દેવું અને હવે અનુશ્રી પરણી ગઇ છે અને કાયમ માટે કોઇ બીજાની થઇ ગઇ છે એવાં વિચાર એકસાથે એનાં મગજને જ્યારથી એણે સુવાસનો તમાચો ખાધો હતો ત્યારથી જ પરેશાન કરી રહ્યાં હતાં. અક્ષય સામે તો એણે જરાપણ ઢીલું નહોતું જ થવું અને સિરતદીપે સામેથી જ પોતાનું દુઃખ શાંતનુ પાસે રજુ કરી દીધું એટલે ત્યારે પણ શાંતનુ ને કન્ટ્રોલ રાખવો પડ્યો. પણ આ એનાં ‘પપ્પા’ એટલે એમને જોઇને જ એનું રડવું રોકી ન શકાયું.

શાંતનુ નાં રડવાનો અવાજ એટલો જોરથી હતો કે એનેે વળગી પડેલાં જ્વલંતભાઇ ને પોતાનાં પગથી મુખ્ય દરવાજો અટકાવવો પડ્યો જેથી આડોશી-પાડોશી ને ખબર ન પડી જાય.

‘શું થયું દીકરા?’ શાંતનુનું રુદન થોડુંક ધીમું પડતાં જ જ્વલંતભાઇએ એની પીઠ ઉપર હાથ ફેરવતાં પૂછ્યું.

‘કાઇ નહી પપ્પા, મમ્મી યાદ આવી ગઇ.’ શાંતનુ ખોટું બોલ્યો.

‘હમમ..બે મિનિટ બેસો હું પાણી લઇ આવું.’ જ્વલંતભાઇ આમ કહીને રસોડામાં ગયાં અને પાણીની બોટલ અને ગ્લાસ લઇ ને આવ્યાં અને ગ્લાસમાં પાણી રેડી ને શાંતનુને આપ્યું.

શાંતનુ એક જ શ્વાસે એ આખોય ગ્લાસ ભરેલું પાણી પી ગયો. શાંતનુએ પાછો આપેલો ગ્લાસ અને બોટલ સામે પડેલાં ટેબલ પર મુકીને જ્વલંતભાઇ શાંતનુની બાજુમાં બેઠાં.

‘મને ખબર છે શાંતનુ તમે ધરિત્રીને ખુબ મીસ કરો છો. વિથ ડ્યુ રીસ્પેક્ટ ટુ યોર ફીલિંગ્સ પણ આ આંસુ ધરિત્રી માટે ન હતાં, હું સાચું કહું છું ને?’ જ્વલંતભાઇ એ શાંતનુનો હાથ પકડી લીધો.

‘હમમ...’ શાંતનુ ફક્ત આટલું જ બોલ્યો.

‘અનુશ્રી એ ના પાડી?’ જ્વલંતભાઇ નો આ સવાલ શાંતનુ માટે એક બોમ્બશેલ થી કમ ન હતો.

‘હૈં? એટલે? ના, ના પપ્પા એવું કશું જ નથી.’ શાંતનુ અવાક થઇ ને બોલ્યો. અમુક દિવસો અગાઉ અનુશ્રીએ પણ એનો પ્રેમ પહેલેથી જ જાણીને કઇક આવું રીએક્શન આપવા માટે મજબુર કરી દીધો હતો.

‘બચ્ચુ, હું તમારો બાપ છું. હું નથી જાણતો આ રોજરોજ નું તમારાં બન્ને નું ચેટ મેસેજ પર કલાકો સુધી વાતો કરવી? એ પુરતું ન હોય તો ફોન ઉપર લાંબી વાતો કરવી. અને હા રોજ ઓફિસમાં તો મેળવવાનું જ અને અફકોર્સ રોજ લંચ સાથે કરવા છતાં કોઇક રવિવારે ખાસ લંચ પર પણ મળવાનું. આ માત્ર મિત્રતા નથી શાંતનુ, આ તો પ્રેમ છે, પ્રેમ છે, પ્રેમ છે!’ જ્વલંતભાઇ શાંતનુ સામે જોઇને મંદમંદ મુસ્કુરાઇ રહ્યાં હતાં.

‘એણે ના તો પંદર દિવસ પહેલાં જ પાડી દીધી હતી પણ આજે એણે કોઇ સાથે લગ્ન કરી લીધાં.’ શાંતનુ બોલ્યો.

‘ઓહો તો એમ વાત છે, તો સાહેબ દેવદાસ મૂડ માં છે હેં ને?’ જ્વલંતભાઇ હસતાંહસતાં બોલ્યાં.

‘ના પપ્પા જો એમ હોત તો આ પંદર દિવસમાં જ તમને ખ્યાલ આવી ગયો હોત.’ આટલું કહીને શાંતનુએ માંડીને વાત શરુ કરી અને પહેલે થી છેલ્લે સુધી બધી જ વાત જ્વલંતભાઇને કહી દીધી અને સવારે સુવાસે એને મારેલા તમાચાની વાત પણ કરી.

‘તમે તમારાં ફિલ્ડમાં તો માસ્ટર છો જ એ તો મને તમારાં દર મહીને પાછલાં મહિના થી મોટી કીમત દેખાડતાં ચેક્સ જોઇને જ મને ખ્યાલ આવી જતો હતો પણ તમે પ્રેમ નાં ફિલ્ડમાં પણ અદ્ધુત છો એની મને આજે જ ખબર પડી શાંતનુ. આઇ સેલ્યુટ યુ માય સન! તમારી જગ્યાએ જો હું હોત તો હું પણ કદાચ આટલી સ્થીરતા ન રાખી શક્યો હોત.’ જ્વલંતભાઇ શાંતનુનાં ભરપુર વખાણ કરી રહ્યાં હતાં.

‘પ્લીઝ પપ્પા આમ ન કહો.’ શાંતનુને પોતાનાં જ પિતાનાં જ મોઢે વખાણ સાંભળીને થોડી શરમ આવી.

‘નો માય સન, મેં કહેલો એક એક શબ્દ સાચો છે. તમે અનુશ્રીને ભરપુર પ્રેમ કરતાં હતાં એ તમારાં રોજનાં બિહેવિયર થી મને ઘણી પહેલેથી જ ખબર પડી ગઇ હતી પણ એણે તમને ના પાડી અને તમને બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર માન્યા તો તમે આજે એનાં ભાઇનાં તમાચાનો કોઇ જ જવાબ ન આપીને એ દોસ્તીનું પણ માન રાખ્યું. આઇ એમ પ્રાઉડ ઓફ યુ દીકરા!’ જ્વલંતભાઇના વખાણ પૂરાં જ નહોતાં થતાં.

‘બસ તો પછી મારે બીજું કશું જ નથી જોઇતું પપ્પા. તમે જે મને આજે ટોનિક આપ્યું છે એનાંથી મારી લાઇફ હવે શાંતીથી જતી રહેશે.’ શાંતનુ ફરીથી, આ વખતે બેઠાંબેઠા જ્વલંતભાઇને વળગી પડ્યો. પણ હા આ વખતે એ રડ્યો નહી.

‘બસ ત્યારે, હવે તમે થોડો આરામ કરો અને સાંજે અક્ષય સાથે કોઇ પિક્ચર-બીક્ચર જોઇ આવો અને ફ્રેશ થઇ ને કાલથી ફરીથી કામે ચડી જાવ.’ જ્વલંતભાઇ બોલ્યાં.

‘અક્ષય સાથે કેમ પપ્પા? તમારી સાથે કેમ નહી? આજે તો આપણે બન્ને જ પિક્ચર જોવા જઇએ અને બહાર જ ડીનર કરીએ, મહારાજ ને કૉલ કરીને ના પાડી દયો.’ શાંતનુ સોફા પરથી ઉભાં થતાં બોલ્યો.

‘અરે હુંં કેમ? આજે એવો તો કોઇ સ્પેશીયલ દિવસ નથી?’ આમ કહીને જ્વલંતભાઇ પણ ઉભાં થયાં.

‘કેમ? આજે સ્પેશીયલ દિવસ નથી? આજે એનુ નાં લગ્ન ન થયાં?’ આમ કહેતાં જ શાંતનુ ની આંખોનાં ખૂણા ફરીથી ભીનાં થયાં. જ્વલંતભાઇએ એનો ગાલ થપથપાવ્યો.

‘ઠીક છે તો સાંજે મુવી એન્ડ ડીનર પાકું હું હમણાં જ મહારાજ ને કૉલ કરી દઉં.’ જ્વલંતભાઇએ ટેબલ પર પડેલું છાપું અને સેલફોન લીધો અને પોતાનાં રૂમ તરફ ગયાં.

શાંતનુ પણ પોતાની બેગ લઇને પોતાનાં રૂમમાં ગયો અને કપડાં બદલી ને પોતાની બેડ પર આડો પડ્યો. બેડ પર પડે પડે એ થોડી થોડી વારે વ્હોટ્‌સ એપ્પ પર અનુશ્રીનું ‘લાસ્ટ સીન એટ’ જોઇ રહ્યો હતો જે હજુ પણ સવારનું ૧૧ઃ૩૬ દેખાડતું હતું જ્યારે એણે પોતાનાં સેલફોન પરથી છેલ્લો મેસેજ સિરતદીપને કર્યો હતો. સાંજ પડતાં એ અને જ્વલંતભાઇ, જ્વલંતભાઇ નાં ફેવરીટ કેરેક્ટર જેમ્સ બોન્ડ મુવી જઇને, એજ મલ્ટીપ્લેક્સમાં આવેલી એક રેસ્ટોરાંમાં જમીને ઘેરે આવી ગયાં.

બીજે દિવસે સવારે શાંતનુ રોજીંદા સમયે ઉઠી ને તરત જ વ્હોટ્‌સ એપ પર અનુશ્રીનું ‘લાસ્ટ સીન...’ ચેક કર્યું જે હજીપણ ગઇકાલનાં સવારનાં

૧૧.૩૬ નું જ દેખાડતું હતું. રોજની જેમ તૈયાર થઇને અને નાસ્તોકરીને લગભગ પોણાનવ વાગે ઓફીસનાં પાર્કિંગ માં પહોંચી ગયો. આજે એન ઓફીસે જવાનું જરાપણ મન ન હતું એટલે એણે અક્ષય આવે ત્યાં સુધી માતાદીન સાથે ગપ્પાબાજી કરીને સમય ગાળ્યો. અક્ષય આવતાં જ એ બન્ને ઉપર પોતાની ઓફિસે ગયાં. ઓફીસમાં ઘુસતી વખતે રોજની જેમ શાંતનુથી સામે આવેલી અનુશ્રીની ઓફીસનાં દરવાજા પર નજર ગઇ અને એક સ્મીત આપીને પોતાની ઓફીસમાં જતો હતો. લગભગ બે કલાક પછી એ અને અક્ષય પોતાનાં સેલ્સ કૉલ માટે સાણંદ બાજુ નીકળી ગયાં. સાંજે થોડું મોડું થયું હોવા છતાં પણ “ઘરે નહી પણ ઓફીસે જ જઇએ” એવો આગ્રહ અક્ષયે કર્યો. શાંતનુને નવાઇ તો લાગી પણ તેમ છતાં એ માની ગયો.

સાંજે લગભગ સાડાસાતે એ બન્ને પોતાની ઓફીસના પાર્કિંગમાં પહોંચી ગયાં. અક્ષયે બાઇક પાર્ક કરીને શાંતનુને બહાર આવેલી ચા ની૪ કીટલી એ આવવાનું કહ્યું. શાંતનુને કશું ન સમજાઇ નહોતું રહ્યું કે અક્ષય ઓફીસ સુધી આવીને પણ ઉપર જવાની કેમ ના પાડી રહ્યો છે? કીટલી પાસે પડેલાં બે નાના ટેબલો પર બેસીને અક્ષયે પોતાનાં સેલફોન પરથી કોઇને કૉલ કર્યો અને પોતે નીચે કીટલી પર છે એમ કહ્યું.

‘આ બધું શું થઇ રહ્યું છે એ હું જાણી શકું અક્ષયકુમાર?’ શાંતનુ કન્ફ્યુઝ હતો.

‘ફક્ત પાંચ મીનીટ દાદા પછી તમે પોતાને ખબર પડી જશે કે

આ બધું શું થઇ રહ્યું છે.’ અક્ષયે શાંતનુને ધરપત આપવાની કોશિશ તો કરી પણ એનાંથી શાંતનુ ની મુંજવણ દુર ન થઇ.

થોડીવાર પછી એક યુવાન છોકરો બ્લેક શર્ટ અને એશ કલરનાં ટ્રાઉઝરમાં એમની ઓફીસ નાં કોમ્પ્લેક્સ માંથી સીધો શાંતનુ અને અક્ષય તરફ આવતો જોયો. શાંતનુને લાગ્યું કે એને આ કોમ્પ્લેક્સમાં એણે વારંવાર જોયો પણ છે પણ એ કોણ છે એનો એને ખ્યાલ ન આવ્યો.

‘હાઇ’ પેલો છોકરો એ બન્ને ની નજીક આવ્યો અને એણે અક્ષય સાથે હાથ મેળવ્યાં અને શાંતનુ સામે હસ્યો. શાંતનુ એ પણ એને સ્મીત સાથે જવાબ આપ્યો.

પેલાં છોકરા એ એક પેપર જેનાં પર કશુંક પ્રિન્ટ થયેલું હું એ અક્ષયને પકડાવ્યું અને ચા પીવાનાં અક્ષયના અત્યંત આગ્રહ હોવા છતાં એ પોતાને ખુબ કામ છે એમ કહી અને ના પાડીને ઓફીસનાં કોમ્પ્લેક્સમાં જતો હતો.

‘છોટુ બે અડધી આપ તો!’ અક્ષયે ચા વાળાં છોકરાને ઓર્ડર આપ્યો.

‘હવે મને કહીશ? તારી પાંચ મિનીટ તો ક્યારનીય પૂરી થઇ ગઇ.’ શાંતનુ થી હવે નહોતું રહેવાતું.

‘શ્યોર ભાઇ, બસ એક જ મિનીટ’ કહીને અક્ષય પેલા છોકરાએ આપેલો કાગળ ધ્યાનથી વાંચવા લાગ્યો.

શાંતનુની ધીરજ હવે જવાબ દઇ રહી હતી અને ત્યાં જ અક્ષયે પોતાનું ટેબલ શાંતનુ ની બાજુમાં મુક્યું અને એની અડોઅડ બેસી ગયો અને પેલો કાગળ શાંતનુ સામે ધર્યો.

‘અનુએ તમને શું કહ્યું હતું કે જો એને ભાગી ને લગ્ન કરવા પડશે તો એ ભાગી ને પહેલાં ક્યાં જશે?’ અક્ષયે શાંતનુને સવાલ કર્યો.

‘બેંગ્લોર.’ પેપર માં છપાયેલાં નાના અક્ષરો તપાસતાં શાંતનુ બોલ્યો.

‘હમમ..મતલબ કે તમને પોતાનાં લગ્નની તારીખ બાબતે જ નહી એ જો ભાગીને લગ્ન કરશે તો એ ભાગી ને ક્યાં જશે એ પ્લેસ બાબતે પણ તમને એણે ઉલ્લુ બનાવ્યાં છે મોટાભાઇ.’ અક્ષય એક વકીલ ની અદા થી બોલી રહ્યો હતો.

‘એટલે?’ શાંતનુ ને અક્ષય ખરેખર શું કહેવા માંગતો હતો એ ખબર નહોતી પડી રહી.

‘આ જુવો, આ છે શ્રી અને શ્રીમતી અમરેન્દ્ર પાંડે ની એર ટીકીટ. આજે બપોરની ફ્લાઇટમાં આ નવદંપતી બેંગ્લોર નહી પણ મુંબઇ ગયું છે.’ અક્ષયે એણે અને શાંતનુએ પકડેલાં કાગળમાં અંગ્રેજીમાં લખેલાં ‘મુંબઇ’ શબ્દ પર પોતાની આંગળી મૂકી. જોકે શાંતનુ નું ધ્યાન ‘અનુશ્રી પાંડે’ માંના ‘અનુશ્રી’ શબ્દ પર જ હતું.

‘હમમ..પણ તને આ ડીટેઇલ કોણે આપી? આ છોકરો કોણ હતો?’ છોટુ એ ધરેલાં ચાં નાં કપને લેતાં શાંતનુ બોલ્યો.

‘આ રોહન હતો અનુની ઓફીસમાં બુકિંગ ઓફિસર છે. એ એક એવું સોફ્ટવરે યુઝ કરે છે જેમાં દુનિયાની કઇ ફ્લાઇટમાં કયો પેસેન્જર ક્યાં જવાનો છે એની બધી જ ડીટેઇલ એ જાણી શકે છે. મેં એને થોડો ઇમોશનલી ફોડ્યો હતો એટલે જ એ આ ડીટેઇલ લાવ્યો છે.’ અક્ષય વિજયી અદામાં શાંતનુ સામે જોઇને બોલ્યો.

‘એ મુંબઇ જાય, બેંગ્લોર જાય કે ભોપાલ, આપણને હવે શું ફર્ક પડે છે અક્ષુ?’ ચા પીતાં શાંતનુ બોલ્યો.

‘સવાલ ફેર પડવાનો નથી ભાઇ, સવાલ છે સંપૂર્ણ વિશ્વાસઘાત નો. એણે તમને એકવાર નહી પણ બે વાર ચીટ કર્યા છે બડેભાઇ.’ અક્ષય બોલ્યો.

‘તો પણ હું શું કરી શકવાનો હતો?’ શાંતનુ અક્ષય સામે ફિક્કું હસતાં બોલ્યો.

‘મોટાભાઇ તમારાં પ્રેમ પ્રત્યે મને માન છે પણ કેમ ચાલે ? એ તમને પ્રેમ નહોતી કરી ઓકે? સમજી શકાય એવી વાત છે પણ એણે તો તમને પાક્કા મિત્ર બનાવ્યા હતાં અને એમ કહીવને તમને અમરેન્દ્ર ની સેવામાં તહેનાત પણ કરી હતી દીધાં હતાં. તો એટલીસ્ટ એઝ એ બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર એમણે તમને સાચી હકીકત જણાવવામાં વાંધો શું હતો?’ અક્ષય ફરીથી વકીલ ની જેમ દલીલ કરી રહ્યો હતો.

‘જો અક્ષય આવા બે નહી પણ અનુના બે હજાર ચીટસ પણ માં હ્ય્દયમાં થી એનાં માટેનો મારો પ્રેમ ઓછો નહી કરી શકે. એ મને ગમે તે ગણે મારાં માટે એ પહેલો અને છેલ્લો પ્રેમ છે. બસ તને એક રીક્વેસ્ટ છે.’ શાંતનુ અક્ષય નો હાથ પકડી ને બોલ્યો.

‘તમને કોઇ વસ્તુની ના પડાય? અને રીક્વેસ્ટ નહી હુકમ કરો જહાંપનાહ.’ શાંતનના હાથ પર પોતાનો હાથ મુકતા અક્ષય બોલ્યો.

‘જો પેલા રોહનને અમરેન્દ્ર ની મુંબઇની ટીકીટ ની ડીટેઇલ્સ મળી ગઇ તો એની યુએસ જવાની ટીકીટ ની ડીટેઇલ્સ મળી જ જશે?’ શાંતનુ એ અક્ષયને પૂછ્યું.

‘હા હા કેમ નહી?’ અક્ષયે વિશ્વાસ સાથે કહ્યું.

‘તો જ્યારે એની યુએસ જવાની ટીકીટ કન્ફર્મ થાય એટલે એને કહેજે કે પ્લીઝ તને જણાવે. મારે આવું બ્લેક એન્ડ વ્હાઇટ માં નથી જોઇતું ફક્ત તારીખ અને સમય જોઇએ છીએ.’ શાંતનુ એ અક્ષય સામે વિનંતીનાં સૂરમાં કહ્યું.

‘અફકોર્સ મળી જશે ભાઇ હું એને અમરેન્દ્ર નો ટ્રેક રાખવાનું

કહીશ. યુએસ જતાં પહેલાં એલોકો જ્યાં જ્યાં ફ્લાઇટ થી જશે એનો બધો જ રેકોર્ડ આપણને મળી જશે.’ અક્ષય બોલ્યો.

‘મારે એ બધી ડીટેઇલ્સ નથી જોઇતી ફક્ત અમરેન્દ્ર યુએસ પાછો ક્યારે જવાનો છે એ જ જાણવું છે કારણ કે...’ શાંતનુ હજી બોલી જ રહ્યો હતો ત્યાં....

‘કારણકે અનુ એ મને કહ્યું હતું કે જો એણે ભાગીને લગ્ન કરવા પડશે તો પણ અમરેન્દ્ર તો તરત જ યુએસ જતો રહેવાનો છે કારણકે એને વીસ દિવસ ની જ રજા મળી છે. એ દરમ્યાન એ સુવાસભાઇ અને મમ્મીજી ને સમજાવવાની કોશિશ કરશે અને જો એલોકો માની જશે તો એ અમરેન્દ્રનાં ગયાં પછી અમદાવાદ પાછી આવી જશે. પણ ગઇકાલનાં સુવાસભાઇનાં રિસ્પોન્સ પછી મને નથી લાગતું કે સુવાસભાઇ અનુને ફરીવાર એનાં ઘરમાં આવવા દે.’ શાંતનુએ અક્ષય ને વાત કરતાં કહ્યું.

‘હમમ.. તો?’ અક્ષયે પ્રશ્ન કર્યો.

‘તો એમ કે એકબાજુ જો સુવાસભાઇ અનુને પોતાનાં ઘેરે આવવાની ના પાડે ને બીજીબાજુ અમરેન્દ્ર યુએસ જતો રહે તો અનુ ક્યાં જશે?’ શાંતનુ નો ચહેરો ચિંતાતુર થઇ ગયો.

‘હે ભગવાન તમે કઇ માટી માંથી બન્યાં છો યાર? ગોઓઓઓડ! તમને તો ‘નોબેલ લવ પ્રાઇઝ’ થી નવાજવા જોઇએ.’ અક્ષયે શાંતનુ નાં ચરણ સ્પર્શ કર્યા.

‘અનુ ની જગ્યાએ સિરુ ને મુક અને મારી જગ્યાએ પોતાને મુક અક્ષુ અને પછી વિચાર કર.’ શાંતનુ એ અક્ષયને પોતાની ચિંતા સમજવા માટે ઉદાહરણ આપ્યું.

‘જો સિરુ મારી સાથે આવું કરે ને બીગ બી, તો મને એની જરાપણ ચિંતા ન જ થાય આ હું તમને સો રૂપિયાનાં સ્ટેમ્પ પેપર પર

લખી આપવા તૈયાર છુંં.’ અક્ષય શાંત્નુની આંખમાં આંખ પરોવીને બોલ્યો.

‘હા હા હા..એવી કોઇ જ જરૂર નથી મને તારાં પર વિશ્વાસ છે.’ શાંતનુ હસતાંહસતાં બોલ્યો.

‘આઇનો ભાઇ.’ અક્ષયે શાંતનુ સામે સ્મીત આપ્યું.

‘મને એમ લાગે છે કે અમરેન્દ્ર નાં યુએસ ગયાં પછી અનુ કદાચ અમદાવાદ પાછી આવશે અને એકલી રહેશે. કારણકે એણે હજી પોતાની જોબ છોડી નથી રાઇટ? પેલો રોહન તને એમ જ કઇક કહેતો હતો ને?’ શાંતનુ એ વાત આગળ ચલાવી.

‘હમમ..એટલે તમને હજીપણ એવી આશા છે કે અનુ ફરીવાર તમને આ લાઇફમાં મળશે એમ ને?’ અક્ષયે શાંતનુ ને પૂછ્યું.

‘હા હું મરીશ ત્યાં સુધીમાં એકવાર તો અમે ફરીથી મળીશું જ.’ શાંતનુ નાં મુખ પર અજીબ શાંતી હતી જે એનો વિશ્વાસ દેખાડી રહી હતી.

‘બ્રાવો મેન! તમારા પાસે મારે પ્રેમ પણ શીખવો પડશે ભાઇ, મને એમ કે પ્રેમ કરતાં તો મને જ આવડે છે, પણ મને શું ખબર કે આ સબ્જેક્ટમાં પણ તમે પી.એચ. ડી કર્યું છે?’ અક્ષયે ફરીથી શાંતનુના વખાણ કર્યા પણ આ વખતે એણે એ દિલ થી કર્યા હતાં અને એનાં એક એક શબ્દમાં શાંતનુ પ્રત્યે આદરભાવ હતો.

‘પ્રેમ ફક્ત મેળવી ને નહી ગુમાવીને પણ કરી શકાય છે અક્ષુ અને મારો તો વન સાઇડેડ છે તો એ એનાં પ્રેમ ને પામવા ગમે તે કરે તો એમાં મારે શું કામ દુઃખ લગાડવું જોઇએ? આખરે એવરીથિંગ ઇઝ ફેર લવ એન્ડ વોર કાઇ એમનેમ તો નથી કહેવાયું ને?’ શાંતનુ બોલ્યો.

‘વેલ સેઇડ સર!’ અક્ષય શાંતનુ ની પીઠ થપથપાવતાં બોલ્યો.

‘બસ મને એક જ ચિંતા છે.’ શાંતનુ અક્ષયના ખભા પર હાથ મૂકી ને બોલ્યો.

‘શું ભાઇ?’ અક્ષયે પૂછ્યું.

‘અમરેન્દ્ર...એનો સ્વભાવ. મને કઇક બરોબર ન લાગ્યો. હું એટલે નથી કહેતો કે એ મારી અનુ ને લઇ ગયો પણ મેં એની સાથે અડધો કલાક ગાળ્યો છે અને એનો એટીટ્યુડ બહુ સારો ન હતો. જો એ મારી સાથે આવું વર્તન કરે તો અનુએ તો એની સાથે આખી જિંદગી કાઢવાની છે. આઇ હોપ કે એ અનુ સાથે અલગ સ્વભાવથી વર્તે.’ શાંતનુ નાં અવાજમાં ચિંતા હતી.

‘શું કર્યું એણે તમારી સાથે ભાઇ? એનું અમેરિકાનું પ્લેન નહી ઉડવા દઉં કહી તો દો એકવાર મને?’ અક્ષય ફરીથી ગરમ થવા લાગ્યો.

‘અરે ના ના, જેલસી બસ.. આજે તારી પ્રેમિકા એનાં કોઇ પુરુષ મિત્ર પર આંધળો વિશ્વાસ મુકે તો તને જેલસી તો થાય જ ને? બસ એવું જ કઇક!’ શાંતનુએ અક્ષયને અમરેન્દ્ર એ એનાં વારંવાર કરેલા અપમાન ની વાત ન કરી નહી તો એને ખબર હતી કે અક્ષય ગુસ્સામાં આવીને ગમે તે કરી શકે એમ હતો. જો એ અમરેન્દ્ર ની ફ્લાઇટ ડીટેઇલ્સ કઢાવી શકે તો કદાચ એ અમરેન્દ્ર ની ફ્લાઇટ ફક્ત એનાં અપમાન નો બદલો લેવા રોકી પણ શકે.

‘હમમ.. તો બરોબર બાકી તો એને ખોપચામાં લઇ ને ખર્ચા-પાણી આપી દઉં તમે ફક્ત અવાજ કરો ભાઇ.’ અક્ષય શાંતનુને પોતાનો મુક્કો દેખાડતાં બોલ્યો.

‘અરે ઓ સર્કેશ્વર ઉર્ફે સર્કીટ શાંત થાવ ભાઇ અને મને એક પ્રશ્ન નો જવાબ આપો તો?’ શાંતનુ અક્ષયની મુઠ્ઠી નીચે કરતાં બોલ્યો.

‘પૂછો પૂછો ભાઇ.’ અક્ષય બોલ્યો.

‘મારી પ્રેમકથા તો પતી ગઇ હવે તું સિરુને ક્યારે પ્રપોઝ કરે છે હેં?’ શાંતનુએ અક્ષયને સવાલ કર્યો.

‘તમારી પ્રેમકથા જોઇને મારો ઉત્સાહ પણ મરી ગયો છે, આઇ નીડ સમ ટાઇમ ભાઇ.’ અક્ષય જાણે કે વાત ટાળી રહ્યો હતો.

‘ઓ ભાઇ એમ બહાના ન કાઢ. તું અક્ષય છે શાંતનુ નથી કે તારે આમ બહાના કાઢવા પડે, તો બોલ ક્યારે પ્રપોઝ કરે છે સિરુ ને? મારે તારીખ જોઇએ છીએ. આજે જ અને અત્યારે જ.’ શાંતનુ એ અક્ષયને કોર્નર કરતાં કહ્યું.

‘તમે યાર મને આમ પ્રેશરમાં ન મુકો ભાઇ, મેં કીધું ને કે હું કરી દઇશ.’ અક્ષય બચવા માંગતો હતો.

‘તારીખ પ્લીઝ અક્ષય...’ શાંતનુ અક્ષય સામે એકીટસે જોઇ રહ્યો હતો.

‘આવતે...આવતે મહીને, પાક્કું..બસ?’ અક્ષય હવે પોતાનો જીવ છોડાવવા પર આવી ગયો હતો પણ શાંતનુ એની રગરગ થી વાકેફ હતો.

‘ના મને આ મહિનાની ડેટ જ જોઇએ અને એપણ બહુ નજીકની.’ શાંતનુ હસતાંહસતાં બોલ્યો.

‘તમે યાર બહુ હેરાન કરો છો હોં?’ અક્ષયની અકળામણ વ્યાજબી હતી.

‘અક્ષુ, મારું તો જે થવાનું હતું એ થઇ ગયું. પણ હું નથી ઇચ્છતો કે તું સિરુને કહે એ પહેલાં કોઇ બીજો એને લઇ જાય. તું સમજવાની કોશિશ કર.’ શાંતુનુએ પોતાનો કેસ રજુ કરતાં કહ્યું.

‘ટાઇમ એનું કામ કરે એ પહેલાં જ આપણે આપણું કામ કરી લેવું અક્ષુ, તું મારાં દાખલા પરથી તો સમજ? પ્લીઝ મારે હવે તારામાં બીજો શાંતનુ નથી જોવો, નહી તો હવે તો હું જરૂર ભાંગી પડીશ.’ શાંતનુની આંખોમાં ઝળઝળિયાં હતાં.

‘ઠીક છે બડેભાઇ, આ સંડે સાંજે પાકું, પ્રોમિસ બસ?’ અક્ષયે

પોતાનાં રૂમાલથી શાંતનુ ની આંખોની કોર લુછી.

‘કઇક આંખમાાં પડી ગયું લાગે છે, થેન્કસ.’ શાંતનુએ વળતો જવાબ આપ્યો.

‘તો ચાલો હવે ઘરે જઇએ?’ અક્ષયે વાતને વધુ લંબાતા અટકાવી.

‘હા ચલ જઇએ.’ શાંતનુ એ અક્ષયની વાત માની લીધી અને બન્ને પોતાની બાઇક્સ પર સવાર થઇ ને પોતપોતાને ઘેરે ઉપડ્યા. અને રવિવાર આવ્યો. શાંતનુ સવારથીજ અક્ષયને વ્હોટ્‌સ એપ્પ દ્ધારા મેસેજ કરી કરીને હેરાન કરી રહ્યો હતો. અક્ષયે પ્રોમિસ પાળવાનું પ્રોમિસ વારંવાર આપ્યું. એ અને સિરતદીપ સાંજે લગભગ આઠ વાગ્યે ‘ડીનર ચીમ’ માં મળ્યાં જ્યાં અક્ષય સિરતદીપને અને શાંતનુ અનુશ્રીને પહેલીવાર ડીનર પર મળ્યાં હતાં. શાંતનુ લગાતાર એનો મોબાઇલ ઉપાડી ઉપાડી ને જોઇ રહ્યો હતો કે ક્યાંક અક્ષયનો કૉલ કે મેસેજ આવી જાય. એમ કરતાં સાડાનવ થયાં અને તો પણ અક્ષયનો ફોન ન આવ્યો.

‘શું કરું? શું કરું? અક્ષયને વ્હોટ્‌સ એપ્પ પર મેસેજ કરું?’ એમ શાંતનું વિચારતો જ હતો ત્યાં એનો સેલફોન રણક્યો અને એમાં અક્ષયનું નામ વાંચતા જ શાંતનુએ તરત જ કૉલ રીસીવ કરી લીધો.

‘બોલ શું થયું?’ શાંતનુ ની આતુરતા ગજબની હતી.

‘આપણને કોઇ ના પાડે મોટાભાઇ?’ અક્ષયના અવાજમાં આનંદનો રણકો હતો.

‘ક્યા બાત હૈ! પાર્ટી જોઇએ ભાઇ.’ શાંતનુ ને લાગ્યું કે આખાંય દિવસનો આખાંય દિવસનો મણમણનો ભાર હળવો થઇ ગયો.

‘ચોક્કસ તમને તો મારે સ્પેશીયલ પાર્ટી આપવાની છે, તે દિવસે તમે મને ફોર્સ ન કર્યો હોત તો હું હજીપણ હા-ના માં લટકતો જ હોત.’

અક્ષયે કઇક આવી રીતે શાંતનુનાં થેન્ક્સ માન્યા.

‘યુ ડોન્ટ બીલીવ અક્ષુ, હું આજે કેટલો ખુશ છું! યુ મેઇડ માય ડે બડી!’ શાંતનુનો હરખ માતો ન હતો.

‘તમારું મોઢું અત્યારે કેવું હશે એ હું અહિયા થી જોઇ શકું છું બડેભાઇ, સિરુને ઘેર મુકવા ન જવાનું હોત તો હું સીધો તમારે ત્યાં જ આવત.’ અક્ષય બોલ્યો.

‘કોઇ વાંધો નહી, હવે એને ઘેરે શાંતિથી મૂકી આવ અને કાલે આપણે આનું વિગતે ડિસ્કશન કરીએ.’ શાંતનુએ અક્ષયને કીધું.

‘ચોક્કસ, લ્યો સિરુ સાથે વાત કરો એ ક્યારની ફોન માંગી રહી છે.’ અક્ષયે સિરતદીપને પોતાનો સેલફોન આપતાં કહ્યું.

‘હાઇઇઇઇ!!’ અક્ષયનો સેલફોન હાથમાં લેતાં જ સિરતદીપ બોલી.

‘શું છે ભાભી સાહેબ? તમે બન્ને એ આખરે ધડાકો કરી જ નાખ્યો ને?’ શાંતનુ હસતાંહસતાં બોલ્યો.

‘નો ભાભી-બાભી શાંતુભાઇ, તમે મારાં મોટાભાઇ જ છો અને રહેશો,’ સિરતદીપે કહ્યું.

‘અલ્યા તમે બન્ને મને ભાઇ કહેશો તો પછી લગ્ન કેવી રીતે કરશો?’ શાંતનુએ મશ્કરી કરી.

‘એ હું ન જાણું અક્ષુ તમારાં ભાઇ તરીકે રીઝાઇન કરી દે પણ હું તો તમારી બેન જ બસ.’ સિરતદીપે શાંતનુને ફરજ પાડતાં કહ્યું.

‘ઓક્કે ઓક્કે પણ હવે તમારે બન્ને એ મને એક ગ્રેન્ડ પાર્ટી આપવાની છે ઓકે?’ શાંતનુ એ કહ્યું અને સિરતદીપની વાત માની ગઇ.

‘બસને ભાઇ નવી પાર્ટી આવતાં જ મને દુર કરી દીધો ને?’ હવે લાઇન ઉપર અક્ષય હતો જે હસી રહ્યો હતો.

‘અરે તું તો મારું જીગર છે તને ખબર તો છે.’ શાંતનુ એ કહ્યું જો કે એ અક્ષયની મજાક સમજી રહ્યો હતો.

‘આઇ નો બ્રો...તો હવે મુકું? સિરુને ઘેરે મુકવા જવાની છે, આપણે કાલે મળીએ.’ અક્ષય બોલ્યો.

‘શ્યોર, એને સાંભળી ને મૂકી આવજે, ગુડ નાઇટ.’ શાંતનુ એ કહ્યું.

‘ચોક્કસ, ગુડ નાઇટ!’ કહીને અક્ષયે કૉલ કરી નાખ્યો.

આમને આમ એક બીજું અઠવાડિયું વીતી ગયું અને એટલે દિવસ પેલાં દિવસની જેમ જ અક્ષય અને શાંતનુ સાંજે ઓફીસ પાસેની ચા ની કીટલી પાસે બેઠાં અને અક્ષયે રોહનને કૉલ કરીને બોલાવ્યો અને શાંતનુનું હ્ય્દય જોરથી ધડકવા લાાગ્યું.

‘અનુ વિષે કશું?...’ શાંતનુ ફક્ત આટલું જ બોલી શક્યો. જવાબમાં અક્ષયે ફક્ત હકારમાં પોતાનું માથું જ હલાવ્યું.

થોડીવાર પછી રોહન ઓફીસનાં કોમ્પ્લેક્સ માં થી બહાર આવ્યો અને ફરીથી તે દિવસથી જેમ જ અક્ષયનાં હાથમાં એક પ્રિન્ટેડ કાગળ પકડાવ્યું અને તે દિવસની જેમ જ ફરીથી તરત જ કામ નું બહાનું આગળ ધરીને જતો રહ્યો.

અક્ષયે એ કાગળ જોયાં વીના જ શાંતનુને આપી દીધું. કદાચ એને બધીજ માહીતી ફોન ઉપર રોહને આપી દીધી હશે. શાંતનુ એ જોરથી ધબકતાં હ્ય્દયે એ કાગળ હાથમાં લીધું અને વાંચવા લાગ્યો. આ કાગળ એ ગઇકાલની મુંબઇ થી લોસ એન્જેલસ વાયા સિંગાપોર ની ફ્લાઇટની ટીકીટ ની ફોટોકોપી હતી. જેમાં પેસેન્જર્સ માં અમરેન્દ્ર પાંડે અને અનુશ્રી પાંડે એમ બે નામ લખ્યા હતાં...

શાંતનુને એક બીજો ધક્કો લાગ્યો. એને તો અનુશ્રીનાં કહ્યાં મુજબ એવો ખ્યાલ હતો કે એને વિસા મળતાં વાર લાગશે એટલે ભારત થોડાં મહીના રોકાવું પડશે અને એ જ આશામાં એને એમ પણ હતું કે અનુશ્રી અમદાવાદ આવશે અને એ બહાને એની સાથે થોડો બીજો સમય ગાળી શકાશે પણ હવે એ આશા પણ નિરર્થક નીવડી.

‘પણ એને તો વિસા મળવામાં ટાઇમ લાગવાનો હતો તો આ...’ શાંતનુ હજીપણ પોતે જ વાંચી રહ્યો છે એનાં પર વિશ્વાસ પડતો ન હતો.

‘ભાઇ એચ ફોર ડીપેન્ડટ ટાઇપ નો કોઇ વિસા આલોકો આપે છે. આમાં જે લોકોના લગ્ન થયાં હોય એલોકો એ ફ્કત પોતાનાં લગ્નનાં પુરાવા, ફોટા અને પત્ની એ પોતાનો પતિ અમેરિકામાં ક્યારથી છે અને શું કરે છે એટલી જ માહિતી એલોકોને આપે એટલે એને તરત જ વિસા મળી જાય. હા પણ સાથેસાથે પત્ની બીજી વ્યવસ્થા ન થાય ત્યં સુધી અમેરિકામાં નોકરી ન કરી શકે એવી શરત પણ માનવી પડે છે... આપણને તો બહુ ખ્યાલ ન આવે આતો રોહને કહ્યું એટલે ખબર પડી.’ અક્ષયે વાત સ્પષ્ટ કરતાં કહ્યું.

આટલી વાત કરીને અક્ષય અને શાંતનુ છુટા પડ્યાં. આખે રસ્તે અને પછીનાં બે-ત્રણ દિવસ સુધી શાંતનુને પહેલીવાર સતત એવું લાગી રહ્યું હતું કે કદાચ અનુશ્રીએ એને ચીટ કર્યો છે પણ તેમ છતાં તરતજ એનું બીજું મન એને એમ કહેતું કે એ શક્ય નથી અનુશ્રી એને એમ પીટ ન જ કરે. તો અનુશ્રી સાથે હવે ફરી મુલાકાત કદાચ આ જન્મમાં શક્ય નથી? પણ તરત જ બીજો વિચાર એને એમ કહી રહ્યો હતો કે ના હજીપણ એ અનુશ્રીને બાકીની જિંદગીમાં એકવાર તો જરૂર મળશે. એ સતત આમ જ વિચારતો રહ્યો.

શાંતનુ ઘણું મથ્યો કે એ અનુશ્રીને ઓછી યાદ કરે, ભૂલવાનું તો શક્ય જ નહોતું પણ રોજ સવારે ઓફીસે જાય અને અનુશ્રીની ઓફીસ જોવે કે પેસેજમાં એલોકો એ કરેલી અસંખ્ય વાતો અને મુલાકાતો એને એની યાદ અપાવી જ જાય. આમનેઆમ એણે ત્રણેક મહિના તો કાઢી નાખ્યાં પણ ઓફીસ માં એને અનુશ્રીની યાદ છોડતી ન હતી એટલે પહેલી માર્ચે અક્ષય જ્યારે ઓફિસમાં ઘુસ્યો ત્યારે...

‘ગુડ મોર્નિંગ ભાઇ, સોરી આજે થોડું મોડું થઇ ગયું, બાઇકમાં પંચર પડી ગયું હતું, કેમ છો?’ અક્ષયે શાંતનુ ને રોજની મુજબ વિશ કર્યું અને પોતાનાં મોડાં આવવાનું કારણ આપ્યું.

‘ગુડ મોર્નિંગ અક્ષુ, આઇ એમ રીઝાઇનીંગ ટુ ડે. હું તારાં આવવાની જ રાહ જોતો હતો. તું આવી ગયો એટલે હવે હું બોસની કેબીન માં જઇને મારું આ રેઝીગ્નેશન સબમિટ કરવા જઇ રહ્યો છું. અને હા..મહિના ની નોટીસ તો આપી છે પણ હું એક મહિનાની રજા પર પણ જાઉં છું.’ શાંતનુએ પોતાનાં હાથમાં રહેલું કાગળ શાંતનુને દેખાડ્યું.

-ઃ પ્રકરણ નવ સમાપ્ત :

દસ

‘પણ આમ અચાનક? કેમ? તમે મને કીધું પણ નહીં?’ અક્ષયના અવાજમાં ફરિયાદ હતી.

‘એ હું અંદર જઇને આવું પછી નીચે કીટલી પર વાત કરીએ?’ અક્ષય સામે સ્મીત શાંતનનુ રોજની જેમ એનાં સ્ટાફની ‘સેલ્સ મીટ’ શરૂ થાય એ પહેલાં જ મુખોપાધ્યાયની કેબીનમાં ઘુસી ગયો.

શાંતનુનાં આમ અચાનક રાજીનામું ધરી દેવાથી મુખોપાધ્યાય પણ ચોંકી ઊઠ્યો, એકચ્યુલી તો એને લગભગ આઘાત જ લાગ્યો. શાંતનુ એના બ્રાંચનો સહુથી મોટો ‘કમાઉ’ દીકરો હતો. પોતાનાં કડક સ્વભાવ વિરુદ્ધ એણે શાંતનુને ખુબ સમજાવ્યો. અહીં રાજીનામું આપ્યાં પછી જે જગ્યાએ જવાનો છે ત્યાં કરતાં પણ વધુ પગાર આપવાની બાબતે એ પોતે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરશે એની ખાત્રી પણ આપી. શાંતનુને જો આરામ જોઇતો હોય તો યર એન્ડીંગ પછી તાત્કાલિક મહીનાની રજા મંજુર કરવાનું પણ કહ્યું. પણ શાંતનુ ને આ નોકરી છોડવાનાં કારણો કશાં બીજાં જ હતાં એટલે એ ટસ નો મસ ન થયો. પણ એનાંથી આ જ કંપનીના ફ્રીલાન્સ સલાહકાર બનવાની મુખોપાધ્યાયની વિનંતીનો અસ્વીકાર ન કરી શક્યો.

રાજીનામું આપીને એણે આપબળે કામ કરવાનું તો નક્કી કરી જ લીધું હતું પણ એ શું કરશે એ નક્કી નહોતો કરી શક્યો એટલે મુખોપાધ્યાયનું આ સૂચન એણે ત્યાંજ વધાવી લીધું અને પહેલી એપ્રિલથી ફ્રીલાન્સર તરીકે કંપની સાથે ફરી જોડાઇ જશે એમ પણ કહ્યું. મુખોપાધ્યાયનું એ મહિનાનાં કોઇપણ રવિવારેે કોઇ મોટી હોટેલમાં કંપનીના એનાં તમામ સહ-કર્મચારી દ્ધારા વિદાયમાન આપવાનું સૂચન પણ શાંતનુએ સ્વીકારી લીધું. પોતે અત્યારે કલાક માટે અક્ષયને બહાર લઇ જાય છે એ મંજુરી પણ શાંતનુએ મુખોપાધ્યાય પાસેથી લઇ લીધી. શાંતનુ મુખોપાધ્યાયને “થેન્ક્સ” કહી ને એની ચેમ્બર માંથી બહાર નીકળી ગયો.

જેવો એ મુખોપાધ્યાયની ચેમ્બરમાં થી બહાર આવ્યો ત્યાં જ એનાં બધાંય સહકર્મીઓએ એને ઘેરી લીધો. સત્યા પણ પોતાની સીટ ઉપર થી ઉભો થઇ ને એ ટોળામાં ભળ્યો. અક્ષય હજીપણ પોતાની જગ્યાએ જ બેઠો હતો. દરેકને યોગ્ય જવાબ આપીને શાંતનુ અક્ષય પાસે આવ્યો.

‘ચલ નીચે.’ શાંતનુ અક્ષયનો હાથ પકડી ને બોલ્યો.

‘શ્યોર બ્રો, પણ તમે તમારી વસ્તુઓ લઇ લીધી કે નહી?’ અક્ષયે શાંતનુને યાદ દેવડાવ્યું.

‘હા એતો સવારે વહેલાં આવી ને લઇ લીધી હતી.’ શાંતનુએ જવાબ આપ્યો.

‘ગ્રેટ, ચલો જઇએ?’ અક્ષય બોલ્યો અને બન્ને ઓફીસની બહાર નીકળી ગયાં.

નીચે ઉતરીને શાંતનુએ આ ખબર માતાદીનને આપ્યાં એ રીતસરનો રડવા જેવો થઇ ગયો.

‘ઇ કા કીયા સાંતનુ બાબા? આપ હમકા છોડ કે જા રહે હો? આપ હમકા રોજ અપના બીટવા યાદ દીલાતે રહીલ..અબ હમાર કા હોગા?’ માતાદીન નાં આંખમાં આંસુ હતાં.

‘માતાદીન મુજે પતા હૈ કી કોઇ ઐસે હી, બગૈર કહે ચલા જાયે તો કૈસા લાગતા હૈ, પર જીંદગી તો રુકતી નહી હૈ નાં? મુજે ઇસ ભીડસે આગે જાના હૈ ઔર ઇસી કારણ મેં યે નોકરી છોડ રહા હું.’ શાંતનુએ માતાદીનનાં ખભે હાથ મુકીને કહ્યું.

વાત કરતાં કરતાં એ ત્રણેય ચા ની કીટલી પર ગયાં. શાંતનુએ કદાચ છેલ્લીવાર માતાદીનને બીડીનું પાકીટ અપાવ્યું અને ચા પણ પીવડાવી. માતાદીનનાં ગયાં પછી શાંતનુ એ હવે કદાચ અક્ષય નાં ગુસ્સાનો સામનો કરવાનો હતો.

‘જો મેં ખુબ કોશિશ કરી પણ ઓફીસમાં આવું એટલે મને એ ખુબ યાદ આવે છે. ત્રણ મહિના મેં રાહ જોઇ પણ કાલે રાત્રે મેં નક્કી કરી જ નાખ્યું કે ઇનફ ઇઝ ઇનફ...એટલે બીજો કોઇ વિચાર આવે એ પહેલાં જ મેં રેઝીગનેશન લેટર લખી નાખ્યો અને કોઇને કહ્યાં વીના આજે બોસને આપી પણ દીધો.’ શાંતનુએ દેખાતી રીતે દુભાયેલાં અક્ષયને પોતાનાં રાજીનામું આપવાનું કારણ આપતાં કહ્યું.

‘કોઇ? હું કોઇ છું? ભાઇ?’ અક્ષય ગુસ્સે ન હતો પણ દુઃખી જરૂર હતો.

‘મેં પપ્પાને પણ હજી નથી કીધું. અહિયા થી ઘેરે જઇશ પછી જ એમને વાત કરવાનો છું.’ શાંતનુ બોલ્યો.

‘મને તમારાં ડીસીઝન પ્રત્યે કોઇજ વાંધો નથી ભાઇ પણ એટલીસ્ટ સવારે મને એક કૉલ કરીને કે મેસેજ કરીને કીધું હોત તો...’ અક્ષય હજી બોલી જ રહ્યો હતો.

‘તો તું મને સમજાવવા લાગી જાત રાઇટ? અક્ષય હું તારી વાત કદાચ ટાળી ન શક્યો હોત પણ મારે હવે એની હુંફ માંથી બહાર આવવું છે. એનાં સંપર્કમાં જે જે વસ્તુઓ છે એ બધી જ હું દુર કરી દેવા માંગું છું.’

‘એટલે તમે હવે સિરુને પણ નહી મળોને?’ અક્ષયે સવાલ કર્યો.

‘મેં વસ્તુઓ ની વાત કરી છે અક્ષુ, સિરુ મને ભાઇ ગણે છે, પ્લીઝ અન્ડર સ્ટેન્ડ મી.’ શાંતનુ અક્ષયને વિનંતી કરતાં બોલ્યો.

‘હવે તમે રીઝાઇન કરી જી દીધું છે તો હું બીજું તો શું કહી શકું? તમે કદાચ તમારી જગ્યાએ સાચાં છો મોટાભાઇ, પણ જો તમે મને કહ્યું હોત તો હું પણ આજે જ રીઝાઇન કરી દેત ને? તમે અનુની યાદ આવતાં આ નોકરી છોડી રહ્યાં છો તો શું મને તમારી યાદ નહી આવે ? હું હવે કેવીરીતે અહિયા રહીશ?’ અક્ષયને અવાજ ભારે થઇ ગયો.

‘તું એવું ગાંડપણ ન કરતો, તારે સિરુ સાથે જિંદગી શરુ કરવાનીછે તું મારાં વાદે ન ચડતો, ખબરદાર છે!’ શાંતનુએ અક્ષયને ચેતવણી આપી.

‘તો તમે પણ કોઈ સાથે જિંદગી શરુ કરવાનાં જ છો ને’ હમણાં નહી તો પછી.’ અક્ષયે સામી દલીલ કરી.

‘એટલે? ક્યાંક બીજે અપોઇન્ટમેન્ટ લેટર છપાઇ રહ્યો છે કે શું?’ નીચે આવ્યાં પછી અક્ષય પહેલીવાર હસ્યો.

‘ના જો એવું હોત તો એ વાત તો હું તને સહુથી પહેલાં કહેત. હમણાં મહિનો તો જલ્સા કરવા છે. પછી બોસે મને આપણી જ કંપનીના ફ્રીલાન્સ એજન્ટ તરીકે એજન્સી લેવાની સલાહ આપી છે. મને આ પ્રપોઝલ ગમી છે. અમસ્તુંય મારે હવે નોકરી નથી કરવી એટલે નવ્વાણું ટકા તો હું બોસ ની ઓફર એક્સેપ્ટ કરી જ લઇશ.’ શાંતનુ બોલ્યો.

‘હાશ...એટલે આપણે એટલીસ્ટ ફિલ્ડમાં તો સાથે રહી શકશું ને? થેંક ગોડ!’ અક્ષયે રાહતનો શ્વાસ ખેંચ્યો.

‘અફકોર્સ આપણે સાથે જ રહીશું.’ શાંતનુ બોલ્યો.

‘તો એક મહીનો શું કરશો? કોઇ પ્લાન?’ અક્ષયે શાંતનુને પૂછ્યું.

‘આજે તો ઘરે જઇ જમી ને ત્રણ-ચાર કલાક સુઇ જવું છે, પછી સાંજે વિચારીશ. મોસ્ટ પ્રોબેબ્લી હું પપ્પા ને લઇને ક્યાંક ઉપડી જઇશ. એમને પણ ચેન્જ ની જરૂર છે.’ શાંતનુએ જવાબ આપ્યો.

‘ધેટ્‌સ ગુડ આઇડીયા, એમ જ કરજો મોટાભાઇ.’ અક્ષયે ‘થમ્સઅપ’ ની નીશાની કરતાં કહ્યું.

‘ચલ તું હવે કામે વળગ હું ઘેરે જઉં?’ શાંતનુ ઉભાં થતાં બોલ્યો.

‘ટચ..આજે કામ કોણ કરે? આજે તો મૂડ ઓફ થઇ ગયો, હું પણ કૉલ માં જાઉં છું એમ કહીને કોઇ મુવી-બુવી જોઇ આવું કદાચ મારો

મૂડ સુધરી જાય.’ અક્ષય નિરાશ ચહેરે બોલ્યો.

‘અરે ઓ ઇમોશનલ અત્યાચારી..આજે મહિનાનો પહેલો દિવસ છે ને? એટલે આજે એક મીનીમમ એક પોલીસી ક્લોઝ કર્યા વીના ઘેરે નથી જવાનું. આપણો ફર્સ્ટ ડે ફર્સ્ટ પોલીસી નો નિયમ છે ને? હું જાઉં એટલે એ નિયમ ભુલાવો ન જ જોઇએ. એક ચેક નો ફોટો તું મને જ્યાં સુધી વ્હોટ્‌સ એપ્પા પર નહી મોકલે ત્યાં સુધી તારે આજે ઘેરે નથી જવાનું ઓકે?’ શાંતનુએ અક્ષયને લગભગ ઓર્ડર કરતાં કહ્યું.

‘તમારો યાર ત્રાસ છે હો?’ અક્ષય હસતાંહસતાં પણ મોઢું બગાડતા બોલ્યો.

‘બસ આ છેલ્લી વાર પછી કાયમનાં જલસા.’ શાંતનુ પણ હસ્યો.

એકબીજાને ભેટીને એ બન્ને છુટ્ટા પડ્યા. અક્ષય ઓફીસ તરફ ગયો અને શાંતનુ બાઇકને કીક મારીને ઘર તરફ.

‘અરે? શું શાંતનુ? તમે આજે સાડા અગિયારમાં? તમેતો હવે રેકોર્ડ તોડી રહ્યાં છો, ઠીક છો ને?’ દરવાજો ખોલતાં જ જ્વલંતભાઇ બોલ્યાં.

‘હા હા આઇ એમ ઓલરાઇટ પપ્પા. મેં રીઝાઇન કરી દીધું છે.’ શાંતનુનો જવાબ સાંભળીને જ્વલંતભાઇ અવાક થઇ ગયાં.

‘અરે કેમ? આટલા વર્ષોથી મને ઘરમાં જલ્સા કરતાં જોઇને તમને જેલસી થઇ લાગે છે.’ જ્વલંતભાઇ એ કાયમની જેમ અચાનક આવી ચડેલાં આ ધક્કા ને પણ હળવાશથી લીધો.

‘હા હા હા..હાસ્તો તમે આમ એકલાં એકલાં જલ્સા કરો એ મારાંથી થોડું સહન થાય?’ શાંતનુ ખડખડાટ હસી પડ્યો.

‘ચાલો હવે મસ્તી બહુ થઇ બોલો કેમ આવું કર્યું?’ જ્વલંતભાઇ શાંતનુની બાજુમાં બેઠાં.

‘પપ્પા મને એ જગ્યા સતત અનુની યાદ અપાવતી હતી. બે-ત્રણ મહીના સુધી મેં ખુબ સ્ટ્રગલ કરી પણ પછી નક્કી કરી નાખ્યું કે એ જગ્યાએ થી દુર થઇ જવું જે મને સતત એની યાદ અપાવે છે.’ શાંતનુએ ખુલાસો કર્યો.

‘હમમ...ઠીક છે પણ હવે?’ જ્વલંતભાઇ ને શાંતનુનાં ભવિષ્યની ચિંતા થઇ રહી હતી જે એમનાં ચહેરા પર સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું.

‘ડોન્ટ વરી પપ્પા. મને એક લાંબા બ્રેક ની જરૂર છે. એક મહિના પછી મારે આજ કંપની સાથે કામ કરવાનું છે પણ ફ્રીલાન્સ એટલે આવતે મહીનેથી ફરીથી દોડાદોડ શરુ પણ ફર્ક એટલો જ કે ઘર જ મારી ઓફીસ રહેશે.’ શાંતનુ એ જ્વલંતભાઇ ની ચિંતા લગભગ ઓછી કરી નાખી.

‘વાહ એ તો ઘણું સારું કહેવાય. તમે તમારી સમર્થતા નો યોગ્ય ઉપયોગ કરશો અને એપણ પોતાનાં માટે, એનાં જેવી રૂડી વાત બીજી કઇ હોઇ શકે?’ જ્વલંતભાઇ નાં ચહેરા પર હવે શાંતિ હતી.

‘હા પપ્પા હવે મારે પોતાનાં માટે જ જીવવું છે, હું જ મારો બોસ પછી એ પર્સનલ લાઇફ હોય કે પ્રોફેશનલ.’ શાંતનુનાં ચહેરા પર વિશ્વાસ છલકતો હતો.

‘સરસ મને વિશ્વાસ છે કે તમે આમાં પણ સફળ થશો. ઓલ ધ બેસ્ટ!’ જ્વલંતભાઇ શાંતનુનો ખભો થાબડતાં બોલ્યાં.

‘થેન્ક્સ પપ્પા. મેં બીજા બે ડીસીઝન પણ લીધાં છે.’ શાંતનુ જ્વલંતભાઇ તરફ જોઇને બોલ્યો.

‘બોલો ને?’ જ્વલંતભાઇએ ઉત્કંઠા દેખાડી.

‘એક તો આપણે બહુ જલ્દી થી અઠવાડિયા-દસ દિવસ માટે ક્યાંક ફરવા જઇશું. ક્યાં જઇશું એ જગ્યા તમારે નક્કી કરવાની.’ શાંતનુએ જ્વલંતભાઇ ને ફરવા જવા માટે પહેલે થી જ બાંધી લીધાં જેથી એ ના ન પાડી શકે. અમસ્તાય જ્વલંતભાઇ શાંતનુની કોઇ વાત લગભગ ટાળતાં ન હતાં.

‘ઓકે ડન! હું પણ ક્યાંક જવાનું વિચારતો જ હતો. મને પણ તમારી જેમ ચેન્જ જોઇએ છીએ. હું તમને બે દિવસમાં ગુગલ કરીને કોઇ સરસ ડેસ્ટીનેશન જણાવી દઉં તો ચાલે?’ જ્વલંતભાઇ બોલ્યાં.

‘ગ્રેટ પપ્પા, બે નહી ત્રણ દિવસ લ્યો.’ શાંતનુ ખુશ થતાં બોલ્યો.

‘સરસ અને બીજું?’ જ્વલંતભાઇ સ્વાભાવિકપણે શાંતનુનો બીજો નિર્ણય પણ જાણવા માંગતા હતાં.

‘શું બીજું?’ શાંતનુ ભૂલી ગયો હતો કે એણે બીજો કયો નિર્ણય જ્વલંતભાઇને કહેવાનો હતો.

‘અરે તમેજ તો મને હમણાં કીધું ને તમે બે ડીસીઝન લીધાં છે?’ જ્વલંતભાઇ એ શાંતનુને પોતાનો નિર્ણય યાદ દેવડાવ્યો.

શાંતનુ સોફા પરથી ઉભો થયો અને થોડું ચાલી ને રૂમની બારી પાસે ગયો અને બહારની તરફ જોવા લાગ્યો.

‘બીજું ડીસીઝન એ છે પપ્પા...કે...હું ક્યારેય લગ્ન નહી કરું.’ શાંતનુએ પોતાનો બીજો નિર્ણય જ્વલંતભાઇ ને જણાવ્યો.

જ્વલંતભાઇ માટે આ નિર્ણય એક બહુ મોટાં ધક્કાથી ઓછો ન હતો પણ એ શાંતનુને બહુ સારી રીતે જાણતાં હતાં અને એમને વિશ્વાસ હતો કે શાંતનુ કોઇપણ નિર્ણય ઉતાવળમમાં નથી લેતો. એ શાંતનુ પાસે ગયાં અને એને ખભે હાથ મુક્યો.

‘કોઇ બીજો બાપ હોત તો એ તમને તમારાં આ નિર્ણય ને બદલવા માટે તમને ફોર્સ જરૂર કરત પણ હું એવો નથી. મારાં અને ધરિત્રીનાં લગ્ન કોઇ લવ મેરેજ ન હતાં પણ પ્રેમ શું છે અને એની અસર કેટલી હ્ય્દય સોંસરવી હોય છે એનો મને બહુ સારી રીતે ખ્યાલ છે. મેં મારો પ્રેમ ગુમાવી ને એ સઘળો પ્રેમ ધરિત્રી પર વરસાવી દેવાનું નક્કી કર્યું હતું. કદાચ તમે એવું ન વિચારતાં હોવું એવું બની શકે છે અને એટલે જ અનુશ્રીનાં ના પાડ્યા પછી કોઇ બીજી છોકરીને તમારી જિંદગીમાં ન લાવવી એ નિર્ણય તમારો પોતાનો છે. જો તમને એમ લાગતું હોય કે તમારાં હ્ય્દયમાં અનુશ્રીએ ખાલી કરેલી જગ્યા કોઇ બીજી વ્યક્તિ ભરી નહી શકે તો તમને આખું જીવન અપરણિત રહેવાનો પુરેપુરો અધિકાર છે. કારણકે બે જિંદગી કરતાં એક જિંદગી જ આ પ્રેમભંગ નો ભાર સહન કરે એ જ યોગ્ય છે.’ જ્વલંતભાઇએ શાંતનુના આ નિર્ણયને પણ લીલી ઝંડી આપી દીધી.

શાંતનુનાં મન નો મોટો ભાર હળવો થઇ ગયો અને જ્વલંતભાઇ પર એનું માન હતું એનાંથી ખુબ વધી ગયું.

‘પપ્પા હવે તો મમ્મી નથી, તો તમારે મને તમારી પ્રેમ કહાણી કહેવી પડશે હોં?’ શાંતનુ મજાકના સ્વરમાં બોલ્યો.

‘ચોક્કસ અને મને તમારી સાથે એ શેર કરવાનું પણ ગમશે પણ જ્યારે આપણે સફરે જઇશું ત્યારે. ટ્રેઇનમાં, પેન્ટ્રીમાં થી મંગાવેલી કોઇ ગરમાગરમ ડીશ ખાતાખાતા.’ જ્વલંતભાઇ પણ હસી રહ્યાં હતાં.

‘ચોક્કસ પપ્પા.’ શાંતનુએ કહ્યું.

‘બાય ધ વે જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન ધરિત્રીને મારાં પ્રેમની ખબર હતી એટલે એની સામે પણ તમને કહેતાં મને જરાય બીક ન લાગત.’ જ્વલંતભાઇ શાંતનુ સામે આંખ મારતાં બોલ્યાં.

‘ના હોય પપ્પા, તમે તો યાર છુપા રુસ્તમ નીકળ્યાં હવેે તમે મને કહી જ દયો.’ શાંતનુ એ જ્વલંતભાઇને દબાણ કરતાં કહ્યું.

‘ના..ટ્રેઇનમાં કહીશ..અત્યારે નહી. તમારાં બે નિર્ણયો મેં માથે ચડાવ્યાં છે એટલે તમારે મારો આ એક નિર્ણય તો માનવો જ પડે શાંતનુ.’ જ્વલંતભાઇ આટલું કહી ને રસોડામાં જતાં રહ્યાં.

તે દિવસે આખો દિવસ શાંતનુએ ખુબ આરામ કર્યોે. સાંજે એ અક્ષય અને સિરતદીપ સાથે બહાર ડીનર લેવા પણ ગયો, અફકોર્સ અક્ષયે નવી ક્લોઝ કરેલી પોલીસી નો ફોટો વ્હોટ્‌સ એપ્પ પર જોયાં પછી જ. બેત્રણ દિવસ પછી શાંતનુ અને જ્વલંતભાઇએ દાર્જીલિંગ અને સિક્કિમ નાં પ્રવાસે જવાનું નક્કી કર્યું અને પછીનાં અઠવાડીએ તો એલોકો એ તરફ નીકળી પણ ગયાં. જતી વખતે ટ્રેઇનમાં જ્વલંતભાઇએ પ્રોમિસ કર્યા મુજબ શાંતનુને પોતાની પ્રેમકથા કહી.

શાંતનુનાં આશ્ચર્ય વચ્ચે જ્વલંતભાઇની પ્રેમિકા એ એનાં મોટાં માસી નીકળ્યાં. જ્વલંતભાઇ એમનેે મનોમન પ્રેમ કરતાં હતાં અદ્દલ શાંતનુ જેમ અનુશ્રીને કરતો હતો એમ જ પણ આ કથામાં ટ્‌વીસ્ટ એવો હતો કે ધરિત્રીબેન પણ જ્વલંતભાઇને મનોમન પ્રેમ કરતાં હતાં અને એમને જ્વલંતભાઇની ઇચ્છા વિષે ખબર હતી એટલે એ મૂંગા રહ્યાં હતાં. એકવાર હિંમત કરીને જ્વલંતભાઇએ શાંતનુનાં હાલનાં માસીને પ્રપોઝ કર્યું અને માસીએ જ્વલંતભાઇને ના પાડી, તદ્દન અનુશ્રીની જેમજ, પછીજ ધરિત્રીબેને જ્વલંતભાઇને સામેથી પ્રપોઝ કર્યું અને જ્વલંતભાઇએ એમને ના પાડવામાં જરાપણ રાહ જોઇ નહી.

બન્નેની ઇશાન ભારતની સફર ખુબ જ યાદગાર રહી. આ પંદર દિવસ શાંતનુ અને જ્વલંતભાઇ બન્ને માટે કાયમી ધોરણે જિંદગીભરનો એક યાદગાર સમય બની ગયો. એ પછીનાં રવિવારે સવારે શાંતનુની કંપનીનાં એનાં સહકર્મીઓએ એને એક સ્ટાર હોટેલમાં એક યાદગાર વિદાય આપી. આ વિદાય સમારંભમાં જ્વલંતભાઇ પણ હાજર રહ્યાં અને શાંતનુના દરેક પૂર્વ સહકર્મી નાં શાંતનુ વિષેના વિચારોથી સતત શાંતનુ પ્રત્યે અભિમાન કરતાં રહ્યાં.

જોકે સફર પતાવીને શાંતનુએ તરત જ પોતાની પ્રોફેશનલ લાઇફ શરુ કરી દેવાનું નક્કી કરી જ દીધું હતું. પ્રવાસેથી પાછાં આવ્યાંના બીજાં જ દિવસે એ મુખોપાધ્યાયને મળીને જરૂર વિધી પતાવીને પોતાનીજ કંપનીનો ફ્રીલાન્સ કોર્પોરેટ ઇન્શ્યોરન્સ એજન્ટ બની ગયો. એની પાસે કૌશલ્ય તો હતું જ એટલે એને પોતાનો ધંધો વિકસાવવામાં પણ જાજી મહેનત કે વાર પણ ન લાગી.

આમનેઆમ સમય વીતતો ચાલ્યો અને બીજાં વર્ષની ચોથી ઓક્ટોબર પણ આવી ગઇ. અનુશ્રીનાં લગ્ન ની પહેલી વર્ષગાંઠ. શાંતનુને આગલે વર્ષે ઘટેલી તમામ ઘટનાઓ એક પછી એક યાદ આવવા માંડી પણ આ આખાયે વર્ષ દરમ્યાન એણે પોતાનું મન મજબુત કરી લીધું હતું. જો કે આ આખાયે વર્ષમાં એ વારંવાર ફેસબુક પર ‘અનુશ્રી પાંડે’ લખીને એને શોધવાનો પ્રયત્ન તો કાયમ કરતો જ હતો પણ અત્યારસુધી એ નિષ્ફળ ગયો હતો. સમયને જતાં વાર પણ ક્યાં લાગે છે. આ દરમ્યાન અક્ષય અને સિરતદીપે બન્ને કુટુંબોની રાજીખુશીથી લગ્ન પણ કરી લીધાં હતાં અને એ પણ ‘વેલેન્ટાઇન્સ ડે’ પર. શાંતનુ એ દિવસે એટલોતો ખુશ હતો જાણે એનાં પોતાનાં લગ્ન હોય. આ આખાયે સમય દરમ્યાન પહેલાં અક્ષય અને પછી અક્ષય અને સિરતદીપ બન્ને ની શાંતનુનાં ઘેરે કાયમની આવ-જા રહેતી.

અનુશ્રીના લગ્નને લગભગ દોઢ વર્ષ વીતી ગયું હતું. આ આખાયે દોઢ વર્ષમાં એકપણ દિવસ શાંતનુએ અનુશ્રીને યાદ ન કરી હોય એવું નહોતું બન્યું. એ સતત એવું વિચારે રાખતો હતો અને પોતાનાં ‘શંભુ’ ને પ્રાર્થના પણ કરકતો રહેતો હતો કે જીવનમાં એક વાર ફક્ત એક જ વાર એ અનુશ્રીને ફરીવાર મળે. અનુશ્રીને સાચાં હ્ય્દયથી પ્રેમ કરતાં શાંતનુની પ્રાર્થના પણ એણે સાચાં દિલે જ કરી હોય એમાં કોઇ શંકા હોય જ નહી અને સાચાં દિલે કરેલી પ્રાર્થના તો ભગવાન સાંભળે જ છે.

એક દિવસ સવારે ૭ઃ૩૦ વાગે અલાર્મ વાગતાં ની સાથે જ જ્યારે શાંતનુ જાગ્યો અને રોજની જેમ પથારીમાં બેઠાં બેઠાં પોતાનો મોબાઇલ ઉપાડ્યો ત્યારે એમાં વ્હોટ્‌સ એપ્પ પર એક અજાણ્યા નંબર પર થી ‘હાઇ’ લખેલો મેસેજ હતો. પ્રોફાઇલ માં કોઇ ફોટો ન હતો એટલે કોણ છે એ શાંતનુને ખ્યાલ ન આવ્યો પણ નંબર ‘+૧’ થી શરુ થતો હતો એટલે એ અમેરિકાનો જ નંબર છે એટલો તો એને ખ્યાલ આવી જ ગયો. મેસેજ આવવાનો સમય પણ હજી પાંચેક મિનીટ પહેલાંનો જ હતો.

શાંતનુનું હ્ય્દય જોરથી ધબકવા લાગ્યું. ‘અનુ?’ એણે પોતાની જાતને જ સવાલ કર્યો. નંબર તો અમેરિકાનો હતો જ અને શાંતનુનું કોઇ સગું કે ખાસ મિત્ર પણ અમેરિકા નહોતું રહેતું એટલે એનુ સીવાય તો કોણ હોય?

‘અનુ?’ અમુક સેકન્ડો અગાઉ કે સવાલ એનાં મનમાં હતો એજ એણે સીધે સીધો મેસેજ પણ કરી દીધો અને તરત જ સામે થી કોઇ ‘ટાઇપીંગ’ કરે છે એમ પણ એણે જોયું હ્ય્દય લગભગ એનાં ગળામાં આવી ગયું.

‘માન ગયે ઉસ્તાદ! ઇટ્‌સ બીન નાઇનટીન મન્થ્સ શાંતુ અને હું તને હજીપણ યાદ છું? યા ઇટ્‌સ મી અનુ..યોર અનુ, માય બી.એફ.એફ!’ સામે થી મેસેજ આવ્યો અને એ અનુ જ છે એ કન્ફર્મ થઇ ગયું.

‘માય ગોડ, આઇ જસ્ટ કાંટ બીલીવ ધીસ અનુ કે આ તમે છો. હું તમને કૉલ કરું, ઇફ યુ ડોન્ટ માઇન્ડ?’ શાંતનુ અચાનક મળેલાં આ સરપ્રાઇઝથી અનુશ્રીની સાથે વાત કરવા માટે અધીરો થઇ ગયો.

‘અરે ઓ અમદાવાદી...તું ખરેખર અમદાવાદી જ છો ને?’ અનુશ્રી એ મેસેજ કર્યો.

‘કેમ શું થયું? હું સમજ્યો નહી.’ શાંતનુ એકદમ કન્ફ્યુઝ થઇ ગયો.

‘અરે તારા સેલમાં સ્કાઇપ છે ને? તો આપણે એમાં જ વાત કરીએ ને ફ્રી માં!’ અનુશ્રીએ ઉપાય બતાવ્યો.

‘સેલમાં નથી પણ લેપ્પી માં છે ઉભા રહો હું ત્યાં લોગ-ઇન થાઉં છું. અને લીસન મારું આઇડી છે ટોકવિથશાંતુ’ શાંતનુએ મેસેજમાં કહ્યું.

‘વાઉ, શાંતુ? તે મેં આપેલું પેટ નેઇમ જ રાખ્યું છે? ગ્રેટ.’ અનુશ્રી એ વળતો જવાબ આપ્યો.

‘હા જસ્ટ ટુ મિનીટ્‌સ ઓકે? હું લોગ-ઇન કરું ત્યાં સુધી તમે મને એડ કરો.’ શાંતનુએ પોતાનો સેલફોન બાજુમાં મુક્યો અને ઉતાવળે પોતાનું લેપટોપ ઓન કર્યું અને બેટરી ઓછી હોવાથી ઇલેક્ટ્રિકનો વાયર પણ જોઇન કર્યો. ડોન્ગલ જોડીને એ સ્કાઇપ માં લોગ-ઇન થયો.

‘પપ્પા...પપ્પા જલ્દી...’ શાંતુએ જ્વલંતભાઇને બુમ પાડી.

‘શું થયું દીકરા? સવાર સવારમાં? બધું ઠીક તો છે ને?’ જ્વલંતભાઇ છાપું વાંચતા શાંતનુનાં રૂમ તરફ રીતસર દોડ્યા.

‘પપ્પા, અનુ...અનુ નો પત્તો મળી ગયો એ મારી સાથે હમણાં સ્કાઇપ પર વાત કરશે.’ શાંતનુનો આનંદ સમાતો ન હતો એનો ચહેરો એ બાબતની ચાડી ખાઇ રહ્યો હતો.

‘અરે વાહ! પણ બ્રશ તો કરો ત્યાં હું ચા બનાવી દઉં.’ જ્વલંતભાઇ બોલ્યાં.

‘ના પપ્પા આ છોકરી મને છેક દોઢ વર્ષે મળી છે અને બ્રશ તો હું રોજ કરું છું ને?’ જ્વલંતભાઇને આંખ મારતાં શાંતનુ બોલ્યો.

‘હા હા હા..ચાલો ત્યારે તમે શાંતિથી એની સાથે વાત કરો અને એને મારી યાદી પણ આપજો. હું છાપું વાંચું છું.’ કહીને જ્વલંતભાઇ લીવીંગ રૂમમાં પાછાં જતાં રહ્યાં.

શાંતનુ સ્કાઇપમાં લોગ-ઇન થયો ત્યાં જ ‘અનુરેન્દ્ર’ નામનાં આઇડી ની એડ રીક્વેસ્ટ પડી હતી. શાંતનુને સમજતાં વાર ન લાગી કે અનુશ્રીએ પોતાનાં નામમાંથી ‘અનુ’ અને અમરેન્દ્રનાં નામમાં થી ‘રેન્દ્ર’ લઇને આ ‘અનુરેન્દ્ર’ નામનું આઇ-ડી બનાવ્યું હતું. શાંતનુને અમરેન્દ્રની સાહજીક ઇર્ષા થઇ પણ મનમાં મુસ્કુરાઇ ને એ આઇ-ડી ને એણે એડ કરી લીધું. અ હજી અનુશ્રીનો તાજો ફોટો એ પ્રોફાઇલમાં જોવે ત્યાં જ અનુશ્રીએ એને કૉલ કર્યો. શાંતનુએ પોતાનું હેડફોન પ્લગઇન કર્યું અને કૉલ અને કૉલ રીસીવ કર્યો.

‘હેય શાંતુ. આઇ જસ્ટ કાંટ બીલીવ કે આપણે બન્ને ફરીથી એક બીજા સાથે વાતો કરી રહ્યાં છીએ યાર..’ અનુશ્રીનો અવાજ પહેલાં જેવો જ હતો અને એ હજીપણ એજ પ્રમાણે ઉત્સાહવાળાં ટોનમાં જ બોલી રહી હતી જેવી એને દોઢેક વર્ષ પહેલાં ટેવ હતી.

‘મેં આશા નહોતી છોડી અનુ. મને ઊંડે સુધી વિશ્વાસ હતો કે એક દિવસ તમે મને જરૂર મળશો, કોઇપણ રીતે અને જુઓ તમે સામેથી મારો કોન્ટેક્ટ કર્યો.’ શાંતનુ બોલ્યો.

‘તું હજી પણ એવોને એવો જ છે શાંતુ, ઓલ્વેઝ પોઝીટીવ હેં ને?’ અનુશ્રીએ પૂછ્યું.

‘એ વગર આ દોઢ વર્ષ કેમ નીકળત?’ શાંતનુ મુસ્કુરાઇને બોલ્યો.

‘અને એટલે જ આઇ લવ યુ...ઓયે પેલું આઇ લવ યુ નહી હોં? યાદ છે ને?’ અનુશ્રી ખડખડાટ હસતાં બોલી.

‘હા હા..એ આઇ લવ યુ સાંભળવા માટે મારે આવતાં જન્મ ની રાહ જોવાની છે એ પણ મને યાદ છે અનુ.’ શાંતનુ બોલ્યો.

‘ગજબ છે તું હોં શાંતનુ. તું જરા પણ બદલાયો નથી..સચ્ચી... પણ બી ફોર વી સ્ટાર્ટ એનીથિંગ મારે તને બીગ સોરી કહેવું છે અને યુ નો ધ રીઝન એઝ વેલ.’ અનુશ્રી બોલી.

‘મારે તમારાં કોઇ જ સોરી નથી સાંભળવા અનુ. તમે જે કર્યું એ ભૂતકાળ છે અને તમે જે કાઇ કર્યું એ તમારી લાઇફ વિષે હતું એટલે એ તમે વિચારીને જ કર્યું હશે ને?’ આટલાં વખતે અનુશ્રીને મળતાં જ શાંતનુએ એનાં ઉપર જે જરા અમથો સંદેહ હતો એને પણ જવા દીધો.

‘ના શાંતનુ એ ડીસીઝન મારું ન હતું. એ અમરનું હતું. એણે બધાંયને, ઇન્ક્લ્યુડીંગ મી, અંધારામાં રાખીને ભાગવું હતું. ફોર અ સેફ્ટીઝ સેક યુ નો?’ અનુશ્રીએ પોતાનાં અચાનક ભાગી જવાની વાત શરુ કરતાં કહ્યું.

‘હમમ.. મને હતું જ અનુ કે તમે તો આમ ન જ કરો’ શાંતનુને હવે અનુશ્રીનું વર્ઝન સાંભળવું હતું જેનાં માટે એ કાયમ અક્ષય અને સિરતદીપ સામે ભાર મુકતો હતો.

‘બીફોર વી રીસ્ટાર્ટ અવર રિલેશન મને મારાં દિલનો ભાર હળવો કરી લેવા દે શાંતુ. આ ભાર હું છેલ્લાં દોઢ વર્ષથી મારાં દિલ પર લઇને ફરું છું.’ અનુશ્રી બોલી.

‘તો આજે હળવો કરી દયો તમારાં દિલનો ભાર અનુ, આઇ એમ ઓલ ઇયર્સ.’ શાંતનુ એ અનુશ્રીને પોતાનો પક્ષ સંભળાવવા કહ્યું.

‘એક્ચ્યુલી અમ્રેન્દ્રનો એક ફ્રેન્ડ અમદાવાદનો જ છે. મને ફિફ્થ ઓક્ટોબરનો પ્લાન કીધા પહેલાં જ એણે એનાં ફ્રેન્ડ સાથે મળીને એક દિવસ અગાઉ જ આ રીતે ભાગી જવાનું અને પછી લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું. મને તો એણે વકીલ ને મળવાનું જ કહ્યું હતું. હું જ્યારે તે આપેલાં લેટરમાં લખેલી જગ્યાએ પહોંચી ત્યારે જ મારો સેલ અમરેન્દ્રને લઇને એને ઓફ કરી દીધો અને પોતાનાં પઝેશનમાં લઇને મને કહ્યું કે અમારે તે દિવસે જ મેરેજ કરવાનાં છે. આઇ વોઝ ટોટલી શોક્ડ શાંતુ. વાત કરતાં કરતાં અનુશ્રી થોડીવાર માટો રોકાઇ.

‘અફકોર્સ આમ અચાનક અને સ્પેશ્યલી જ્યારે તમે માનસિક રીતે કોઇ ઘટના મારે તૈયાર ન હોવ ત્યારે આમ જ થાય ને? શાંતનુએ અનુશ્રીની વાતમાં સુર પુરાવ્યો.

‘અને સ્પેશિયલી જ્યારે એ તમારાં મેરેજ ની વાત હોય શાંતુ. એની વેઝ પછી અમર મને એનાં ફ્રેન્ડ ને ઘેરે પતાસાની પોળમાં લઇ ગયો જ્યાં એનાં વાઇફે મને તૈયાર કરી. સાચું કહું શાંતુ મને તે વખતે જરાય ખુશી નહોતી થઇ રહી ડિસ્પાઇટ ઓફ ધ ફેક્ટ કે મારાં લગ્ન મેં પસંદ કરેલા છોકરા સાથે થઇ રહ્યાં છે. અફકોર્સ હું બીજે દિવસે ભાગવા માટે મેન્ટલી પ્રીપેર્ડ હતી જ પણ તે દિવસે તો નહી જ. મને તો ઉલટું રડવું આવતું હતું અને મને સતત તું યાદ આવતો હતો. ત્યારે જો તું સામે હોત ને તો હું રડી જ પડત શાંતુ.’ અનુશ્રી ફરી રોકાઇ.

‘હમમ..’ શાંતનુ ફક્ત એટલું જ બોલ્યો મનમાં તો એને અનુશ્રીએ પોતાનો ગણ્યો એ પણ એનાં પોતાનાં લગ્નનાં સમયે એ જાણીને જ પોતાનાં પર ખુબ ગર્વ થયો.

‘પછી અમે આર્યસમાજ ગયાં જ્યાં અમરના ફ્રેન્ડે ઓલરેડી અમારાં મેરેજનું બુકિંગ કરી દીધું હતું અને એ પણ તું જ્યારે મારાં કહેવાથી ગયો હતો એજ દિવસે સાંજે જ. એણે તારું બુકિંગ કેન્સલ કરી દીધું અને આગલા દિવસનું બુકિંગ કરાવી દીધું હતું. ફોર એવરી સેકન્ડ આઇ વોઝ ફીલિંગ ગિલ્ટી ફોર યુ. મને એમ લાગતું હતું કે મેં એવરી સ્ટેપ તને ચીટ કર્યો છે.’ અનુશ્રીનો અવાજ હવે ભારે થઇ રહ્યો હતો.

‘અરે...એવું ક્યાં કશું હતું.’ શાંતનુએ અનુશ્રીને થોડો માનસિક ટેકો આપતાં કહ્યું.

‘મને બોલી લેવા દે શાંતુ મારે આજે આ ભાર કાયમ માટે હળવો કરવો છે.’ અનુશ્રી બોલી.

‘ઓકે અનુ, બોલતાં રહો.’ શાંતનુએ અનુશ્રીને કહ્યું.

‘મેરેજ પછી તરત જ અમર એનાં ફ્રેન્ડ સાથે આર્યસમાજની ઓફીસમાં કોઇ કામ માટે અંદર ગયો એટલે મેં તરત જ એની બેગમાં થી મારો સેલ કાઢીને તને અને સિરુને મેસેજ કરવા માટે ઓન કર્યો. વ્હોટ્‌સ, એપ્પ પર ફર્સ્ટ મેસેજ સિરુનો હતો એટલે એને મેં “જસ્ટ ગોટ મેરીડ વિથ અમર જસ્ટ ગોટ મેરીડ વિથ અમર ફ્યુ મિનીટ્‌સ બેક”, એમ લખ્યું ત્યાં જ મેં અમરને ઓફિસમાંથી બહાર આવતો જોયો. એને પૂછ્યા વગર મેં સેલ ઓન કર્યો છે એ જોઇને એ કદાચ મારાં પર ગુસ્સે થશે એમ માનીને મેં તરત જ સિરુનાં મેસેજમાં જ “વીલ ક્લેરીફાય સુન” લખીને સેન્ડ કરી દીધો અને ફોન ઓફ કરીને અમરની બેગમાં રીતસર ફેંકી દીધો. બીલીવમી આઇ વોન્ટેડ ટુ કન્વે ધ સેમ થિંગ ટુ યુ ટુ બટ...’ અનુશ્રીએ પોતાનો પક્ષ અડધો અડધ કહી દીધો.

‘હમમ...કશો જ વાંધો નહી, આઇ કેન અન્ડરસ્ટેન્ડ.. પછી?’ શાંતનુ સાંત્વનાનાં સ્વરમાં બોલ્યો.

‘મેં જેમ તને કીધું હતું એમ મને તો છેક સુધી એમજ હતું કે અમારે બેંગ્લોર જવાનું છે પણ જ્યારે એમ એરપોર્ટ આવ્યાં અને ચેક-ઇન કર્યું ત્યારે મને ખબર પડી કે અમે મુંબઇ જઇએ છીએ. અમરે ઓલરેડી મારાં વિઝા ની પ્રોસીજર ચાલુ કરી દીધી હતી. અમારાં મેરેજનું સર્ટીફીકેટ અને ફોટોઝ અમરના પેલા અમદાવાદનાં ફ્રેન્ડે મોકલ્યા ને તરત જ અમને એમ્બેસીમાં થી વિઝા કૉલ આવ્યો અને મને એચ-૪ ડીપેન્ડેન્ટ વિઝા તરત જ મળી ગયાં અને પછીનાં વિક માં તો અમે અહી એલ.એ આવી ગયાં. અમરની કડક ઇન્સટ્રકશન હતી કે કે એલ.એ પહોંચ્યા પહેલાં મારે ઘેરે પણ ફોન ન કરવો. એ મને એક મિનીટ પણ છોડતો ન હતો. હનીમુન પીરીયડ હતો એટલે એમ પણ સમજી શકાય એવી વાત પણ હતી. પણ મને સતત ગીલ્ટ ફીલ થઇ રહી હતી, તારે માટે. મેં તને પુરેપુરો અંધારામાં રાખ્યો શાંતુ.’ બોલતાં બોલતાં અનુશ્રી રોકાઇ.

‘અમરેન્દ્રની જગ્યાએ હું હોત તો આમ જ કરત અનુ. મને સુવાસભાઇ વિષે વધુ ખબર નથી પણ છોકરો કે છોકરીનાં સગાં, આ બન્ને માંથી કોઇપણ એક પાર્ટી જો આવાં મેરેજથી ખુબ ગુસ્સે હોય તો એ ગુસ્સામાં આવીને ગમેતે કરી શકે છે.’ શાંતનુને અનુશ્રીનો પક્ષ પુરેપુરો ખબર પડી ગયો હતો અને એને એ બાબતનો આનંદ હતો કે આ દોઢ વર્ષનાં આખાયે સમય દરમ્યાન એણે અનુશ્રી નો વાંક નથી એમ વિચાર્યું હતું એ સાચું જ હતું.

‘આઇ નો.નાઉ આઇ એમ ફીલિંગ બેટર શાંતુ...મારે તને મારી સાઇડ ક્લીયર કરવી જ હતી પણ મોકો જ ન મળ્યો.’ અનુશ્રીના અવાજે શાંતનુને એનાં વિચારોમાં થી બહાર આવવા મજબુર કર્યો.

‘મને પહેલેથી જ વિશ્વાસ હતો કે અનુ મને ચીટ ન જ કરે.’ શાંતનુને અનુશ્રી પાસે પોતાનો વિશ્વાસ દોહરાવ્યો.

‘થેન્ક્સ!!’ અનુશ્રી બોલી.

‘પછી સુવાસભાઇ અને મમ્મા?’ શાંતનુએ અનુશ્રીને ફરીથી એ દિવસોમાં પાછો લઇ ગયો.

‘એલ.એ આવીને પછી બીજે જ દિવસે મેં ઇન્ડિયા ઘેરે કૉલ કર્યો. સુવાસબાઇએ કૉલ રીસીવ કર્યો મારો અવાજ સાંભળીને તરત જ એમણે કૉલ કટ કરી નાખ્યો.’ અનુશ્રીએ કહ્યું.

‘ઓહ..પછી?’ શાંતનુ ને ઉત્કંઠા જાગી.

‘પછી ઇશિતા નાં આવ્યાં પછી મેં સુવાસભાઇને મેઇલ કરીને એનાં ફોટોઝ મોકલ્યાં અને એ તરતજ પીગળી ગયાં. મમ્મા તો મારાં મેરજ પછી તરત જ એનો ગુસ્સો ગળી ગયાં હતાં.’ અનુશ્રી બોલી.

‘ઇશિતા? એ કોણ?’ શાંતનુ આ નામ પહેલીવાર સાંભળી રહ્યો હતો.

‘સ્ટુપીડ, ઇશિતા...મારી પરી..મારી ડોટર..નાલાયક આટલું પણ સમજી નથી શકતો ઉલ્લુ..!!’ અનુશ્રી હવે એનાં ઓરીજીનલ મુડમાં આવી ગઇ હતી.

‘ઓહ માય ગોડ!! વ્હોટ અ સરપ્રાઇઝ..!! ક્યારે...આ.આ.આ ક્યારે બન્યું?’ શાંતનુને અત્યંત નવાઇ લાગી.

‘હા હા હા... કહું છું કહું છું. બધુંજ ડીટેઇલમાં કહું છું. મને થોડુંક પાણીતો પી લેવાં દે?.’ અનુશ્રી હસી રહી હતી.

થોડાં વિરામ બાદ પછી અનુશ્રીએ ફરીથી બોલવાનું શરુ કર્યું.

‘અમર પુરેપુરો કામદેવ છે યુ નો. મુંબઇ, માથેરાન અને પછી એલ.એ...બધે જ અમેે ચોવીસે કલાક હનીમુન એન્જોય કરાં યુ નો?’ અનુશ્રીનો બિન્દાસ સ્વભાવ એનાં અસલી રંગમાં આવી રહ્યો હતો.

‘હમમ..’ આ વાત સાંભળતા જ શાંતનુને અંદરથી ફરીથી અમરેન્દ્ર તરફે ઇર્ષ્યા ઉભી થઇ રહી હતી અને એપણ ખુબ જ પ્રબળ પણ એણે બીજું કોઇજ રી-એકશન ન આપ્યું અને અનુશ્રીની વાત સાંભળતો જ રહ્યો.

‘મેરેજના બીજે જ મહીને આઇ મિસ્ડ માય પીરીડ્‌સ. મને ડાઉટ તો આવી જ ગયો અને ચેક કરાવતાં ખ્યાલ આવ્યો કે આઇ એમ પ્રેગ્ઝ.’ અનુશ્રીના અંગ્રેજી ઉચ્ચારો માં અમેરિકીપણું સ્પષ્ટ સંભળાઇ રહ્યું હતું.

‘પછી?’ શાંતનુએ પૂછ્યું.

‘લાસ્ટ યર ફિફ્ટીન્થ ઓગસ્ટે સવારે ચાર વાગે ઇશિતા ટુક બર્થ.’ અનુશ્રી બોલી એનો અવાજ એકદમ આનંદથી ભરેલો હતો.

‘વાઉ ધેટ્‌સ ગ્રેટ... તો તો હવે આઠેક મહિનાની થઇ ગઇ હશે હેં ને? કોના જેવી લાગે છે? હૈં?’ શાંતનુથી પણ હવે રેહવાતું ન હતું.

‘હા..યુ વોન્ના સી હર? ઉભો રે, હું કેમ ઓન કરું છું. એ અહી બાજુમાં જ રમે છે.’ અનુશ્રી બોલી.

બે-એક મિનીટ પછી અનુશ્રીએ કેમ ઓન કર્યો. દોઢ વર્ષ પછી પહેલીવાર શાંતનુ એ અનુશ્રીનો ચહેરો જોયો અને ફરીથી એનું હ્ય્દય જોરથી ધબકવા માંડ્યું. એનાં ફુલેલા ચહેરા પરથી લાગ્યું કે પ્રેગનન્સી પછી એણે સારુએવું શરીર જમાવ્યું હશે.

‘અનુ તમે બરોબરનું વધાર્યું છે હોં? સાસરે સુખી છો એની નિશાની છે.’ શાંતનુ હસતાંહસતાં બોલ્યો.

‘હા હા...આ પ્રેગનન્સી પછી હું જાડી બમ થઇ ગઇ છું પણ આવતીકાલથી જ હું જીમ જોઇન કરું છું એટલે બહુ જલ્દીથી પાછી શેઇપ માં આવી જઇશ...વેઇટ ઇશિતા ને મારા ખોળામાં લઉં?’ શાંતનુની કમેન્ટ સાંભળી કેમેરા પર ખડખડાટ હસતી અનુશ્રી ની હલચલ શાંતનુ જોઇ રહ્યો હતો.

થોડીવાર પછી અનુશ્રીએ એની દીકરી ઇશિતાને પોતાનાં ખોળામાં લીધી.

‘અરે આ તો તમારી કોપી જ છે અનુ.’ ઇશિતાનો ચહેરો મહોરો અનુશ્રીને મળતો આવે છે અને અમરેન્દ્રને નહી એ જોઇને શાંતનુને ખુબ સંતુષ્ટ થયો અને આ હકીકતથી એને ખુબ જ આનંદ પણ થઇ રહ્યો હતો.

‘સે હાઇ..સે હાઇ...સે હાઇ શાંતુ!’ અનુશ્રીએ ઇશિતાનો હાથ પોતાનાં હાથમાં લઇને કેમેરા સામે હલાવ્યો.

‘હાઇ ઇશી!’ શાંતનુ પણ પોતાનો હાથ હલાવતાં બોલ્યો.

ઇશિતા કેમેરા સામે જોઇને હસી રહી હતી એનાં માટે આ કૌતુક થી વધારે બીજું કશું જ ન હતું.

‘હેય યુ જસ્ટ કોલ્ડ હર ઇશી રાઇટ?’ અચાનક જ અનુશ્રી બોલી.

‘હા કેમ?’ શાંતનુ ને નવાઇ લાગી.

‘કારણકે હું પણ એને ઇશી જ કહું છું. અમર એને ઇશુ કહે છે પણ મને તો ઇશી જ ગમે છે.’ અનુશ્રી બોલી.

‘હમમ આપણા વિચારો તો પહેલેથી જ મળતાં આવે છે ને અનુ?’ શાંતનુએ અનુશ્રીને ભૂતકાળ યાદ દેવડાવી ને ફરીથી પોતે એને કેટલો પ્રેમ કરે છે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો.

‘આઇ નો શાંતુ.’ અનુશ્રી કેમેરા સામે હસીને બોલી.

શાંતનુ સતત અનુશ્રી સામે ટગર ટગર જોઇ જ રહ્યો હતો કારણકે અહીં તો એને પકડાઇ જવાનો પણ ડર ન હતો. દોઢ વર્ષે અનુશ્રીને ફરીથી મળવાની ઉત્તેજનાએ હવે ફરીથી શાંતનુને એનાં જૂનાં દિવસોમાં પાછો ધકેલી દીધો હતો. એ દિવસો જ્યારે એ અનુશ્રીને સતત જોયાં કરતો અને એને એવી રીતે સતત પ્રેમ પણ કર્યા કરતો. અનુશ્રીએ પોતાનાં વાળ ટૂંકા કરાવી દીધાં હતાં પણ હજીપણ એની પેલી પોતાની લટ કાન પાછળ સરકાવવાની આદત છોડી ન હતી.

‘વાહ, ધણી એક્ટીવ છે.’ ઇશિતાએ અનુશ્રી જે લેપટોપમાં થી વાતો કરી રહી હતી એ લેપટોપના કેમેરામાં આગળીઓ ભરાવીને એને કેંચવાની કોશિશ કરી એ શાંતનુએ જોયું.

‘અરે ધણી જ યાર. મને એક મિનીટ પણ શાંતિથી બેસવા નથી દેતી. ખબર નહી હાઉ આઇ વીલ મેનેજ આફ્ટર આઇ ટેક સમ જોબ.’ અનુશ્રી બોલી.

‘ઓહ તો તમે જોબ કરવાનાં છો? ક્યારથી?’ શાંતનુએ પૂછ્યું.

‘બસ વેરી સુન, એકવાત તો કે શાંતુ?’ અનુશ્રી બોલી.

‘પૂછો...’ શાંતુુનુ એ અનુશ્રીના ચહેરા પરથી જરાપણ નજર હટાવી ન હતી.

‘ઇશી તને શું કહીને બોલાવે?’ અનુશ્રીના મોઢાં પર શૈતાની હાસ્ય હતું એ તો શાંતનુએ કળી લીધું પણ એ ખરેખર શું કહેવા માંગે છે એ સમજી શક્યો નહી.

‘એટલે?’ શાંતનુ એ કુતુહલતા દેખાડી.

‘એટલે કે એ તને શાંતુમામા કહીને બોલાવે તો તને વાંધો તો નથી ને?’ આટલું બોલતાં જ અનુશ્રી નું હાસ્ય ફરીથી ખળખળ વહેવા માંડ્યું.

‘શટ અપ અનુશ્રી, હું ચેટ બંધ કરી દઇશ જો ઇશીને તમે એવું કશું શીખવાડ્યું છે તો.’ શાંતનુએ નકલી ગુસ્સો દેખાડ્યો પણ ખરેખર તો એ પણ હસી રહ્યો હતો.

‘હા હા હા... મને ખબર જ હતી શાંતુ તો આવું જ કોઇક રીએકશન આપીશ..’ અનુશ્રી હજીપણ ખુબ હસી રહી હતી. જો કે હવે એણે ઇશિયાને પોતાની બાજુમાં રમવા માટે મૂકી દીધી હતી.

‘એક કામ કરો ને? એને તમે મમ્માઝ એક્સ બોયફ્રેન્ડ કહેવાનું શીખવાડો.’ હવે મજાક કરવાનો શાંતનુનો વારો હતો.

‘નાલાયક...સુધરી જા.’ અનુશ્રી એનાં ચિતપરિચિત અંદાજમાં શાંતનુને વઢી પણ એ હજુપણ હસી તો રહી જ હતી.

‘હા હા હા જોયું? જબ અપને પર આતી હૈ તો કૈસા લાગતાં હૈ અનુજી?’ શાંતનુએ અનુશ્રીને હસતાંહસતાં કહ્યું.

‘ઓહ માય ગોડ.. આઇ જસ્ટ કાન્ટ બીલીવ શાંતુ...વી આર બેક એન્ડ રોકિંગ અગેઇન!’ અનુશ્રીનું હસવું હવે રોકાઇ ગયું હતું. અને એ સ્મીત કરી હતી હતી.

‘યેસ વી આર!’ શાંતનુ ફક્ત એટલું જ બોલ્યો.

‘હેય મેં તો મારી વાત કરી પણ તું કશું બોલ્યો નહી?’ અનુશ્રીએ સવાલ કર્યો.

‘શું? મારે શું બોલવાનું છે મેડમજી?’

‘એ જ કે હાઉ ઇઝ યોર લાઇફ?’ તેં કોની સાથે મેરેજ કર્યા અને તારી વાઇફ? કીડ્‌ઝ? એ બધું.” અનુશ્રી એ પૂછ્યું.

‘મેં લગ્ન નથી કર્યા અનુ.’ શાંતનુએ વળતો સવાલ કર્યો.

‘ડોન્ટ ટેલ મી શાંતુ..પણ કેમ? તું બહુ ચૂઝી તો નથી જ આઇ નો.’ અનુશ્રી બોલી.

‘ચૂઝી તો ત્યારે થવાય ને જ્યારે લગ્ન કરવાની ઇચ્છા હોય.’ શાંતનુ એ સ્મીત સાથે જવાબ આપ્યો.

‘વ્હોટ? તું ક્યારેય મેરેજ નથી કરવાનો? પણ કેમ?’ કેમેરામાં ચિંતાતુર અનુશ્રીના હાવભાવ સ્પષ્ટ દેખાઇ રહ્યાં હતાં.

‘બસ એમ જ..ઇચ્છા નથી.’ શાંતનુ એ સપાટ ચહેરા સાથે જવાબ આપ્યો.

‘ડોન્ટ ટેલ મી કે મેં ના પાડી એટલે તું...’ અનુશ્રીએ પોતાનું વાક્ય અડધે જ છોડી દીધું.

‘એટલે જ અનુ. અનુની જગ્યાએ હું કોઇને પણ મારાં હ્ય્દયની પાસે નથી જોઇ શકતો અને જોવા માંગતો પણ નથી. લગ્ન કરવા ખાતર કરીને કોઇ બીજી છોકરીની લાઇફ બગાડવાનો મને કોઇજ અધિકાર નથી અનુ.’ શાંતનુએ પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો.

શાંતનુનાં જવાબ પછી અનુશ્રી અને શાંતનુ બન્ને સારીએવી મીનીટો શાંત રહ્યાં. બન્ને એકબીજા ને કેમેરાથી જોઇ રહ્યાં હતાં. થોડીવાર પછી અનુશ્રીની બન્ને આંખોના ખૂણા માંથી આંસુઓની એક નાનકડી લીટી બહાર નીકળી જે એણે તરત જ લુછી નાખી. પણ શાંતનુ તો સતત અનુશ્રીને જોઇ જ રહ્યો હતો એટલે એમે અનુશ્રીને પકડી પાડી.

‘હેય અનુ, પ્લીઝ ડોન્ટ ટેઇક ધ બ્લેમ ઓન યોરસેલ્ફ. આ ડીસીઝન સો એ સો ટકા મારું છે, સો પ્લીઝ તમે દુઃખી ન થાવ.’ શાંતનુ એ અણુશ્રીને શાંત પાડવાની ટ્રાય કરી.

‘બટ હાઉ આઇ કેન રન અવે ફ્રોમ ધીસ અનધર ગીલ્ટ. હજી હમણાજ તો મેં માંડમાંડ એક ગીલ્ટ થી છુટકારો મેળવ્યો ત્યાં આ બીજો... શાંતુ આઇ લવ અમર સો મચ...જો એમ ન હોત તો હું તને ના પાડત જ...’ આટલું બોલીને અનુશ્રી ફરીથી રોકાઇ ગઇ. કદાચ એને ડૂમો ભરાઇ આવ્યો હતો.

‘એટલે જ તો કહું છું અનુ. તમે અમરેન્દ્રને અતિશય પ્રેમ કરો છો અને હું તમને...તમે ઓલરેડી એનાં પ્રેમમાં હતાં જ્યારે મેં તમને પ્રપોઝ કર્યું હતું એટલે આમાં તમારો કોઇ વાંક ક્યાંથી હોઇ શકે? લીવ ઇટ અનુ, તમે મારાં પ્રેમનું હજીપણ સન્માન કરો છો, મારા માટે એ મહત્વનું છે અને પુરતું છે. જે થવાનું હતું એ થઇ ગયું ઓલરેડી આપણે એકબીજાનાં બી. એફ. છીએ લેટ્‌સ મુવ ફોરવર્ડ રાઇટ?’ શાંતનુ અનુશ્રીને સમજાવી રહ્યો હતો.

‘રાઇટ..અને બીલીવમી હવે નો મોર ચીટીંગ ફ્રોમ માઇ સાઇડ. હવે હું આ ફ્રેન્ડશીપ ખુબ બ્યુટીફુલી નિભાવીશ, આઇ પ્રોમીસ યુ શાંતુ.’ અનુશ્રી એ કેમેરા સામે થમ્સઅપ ની સાઇન કરી. હવે એનાં મોઢાં પર સ્મીત હતું.

‘ફ્રેન્ડશીપ ટેકન ફોર ગ્રાન્ટેડ હોય છે અનુ એમાં પ્રોમીસ ને કોઇ જ સ્થાન નથી.’ શાંતનુ પણ અનુશ્રીનું સ્મીત પાછું આવેલું જોઇને થોડો હળવો થયો.

‘રાઇટો’ અનુશ્રી હસીને બોલી.

‘તો તમે જોબ કરશો?’ શાંતનુએ અનુશ્રીનું ધ્યાન બીજે ટાળવા નવો સવાલ ઉભો કર્યો.

‘હા યાર ઇશી મોટી થઇ રહી છે એટલે હવે મારે જોબ કરવી છે. તું શું કરે છે આજકાલ? ત્યાં જ? અને હાઉ ઇઝ અક્ષય? સિરુને તો હું હમણાં તારી સાથે ચેટ પૂરી કરીને કૉલ કરું જ છું.’ અનુશ્રીએ એક સાથે ઘણાં સવાલ કરી દીધાં.

‘હું હવે ત્યાં નથી જતો પણ હું હવે એ જ કંપની નો ફ્રીલાન્સ અડવાઇઝર છું એટલે ઘેરે થી જ મારું કામ ઓપરેટ કરું છું.’ શાંતનુ એ કહ્યું.

‘અરે વાહ! મારો શાંતુ તો બીઝનેસમેન થઇ ગયો હેં કે?’અનુશ્રી ફરી હસી રહી હતી. જો કે ‘મારો શાંતુ’ શબ્દ શાંતનુને ખુબ ગમ્યો.

‘હા હા..અક્ષય પણ મજામાં છે એણે લાસ્ટ મન્થ જ મારી જેમ ફ્રીલાન્સીંગ શરુ કર્યું છે. બાય ધ વે આઇ ગોટ અ ન્યુઝ ફોર યુ, પણ હું તને આપું એનાં કરતાં સિરુ તને આપે એ વધુ યોગ્ય રહેશે.’ શાંતનુ બોલ્યો.

‘વ્હોટ ન્યુઝ? આટલું સાંભળીને તને લાગે છે કે મારાં થી રહેેવાશે? બોલ ને શાંતુ. તુજે મેરી કસમ.’ અનુશ્રીનાં મોઢાં પર તોફાની હાસ્ય હતું.

‘તમે તો યાર અમેરિકા જઇનેે બ્લેક મેઇલીંગ શીખી ગયાં છો.’ શાંતનુ પણ હસી રહ્યો હતો.

‘હા હા હા... ચલ હવે બોલ મારાં થી નથી રહેવાતું.’ અનુશ્રી બોલી.

‘હમમ... અક્ષય અને સિરુ ગોટ મેરીડ. લાસ્ટ વેલેન્ટાઇન્સ ડે પર.’ શાંતનુએ ન્યુઝ બ્રેક કર્યા.

‘ઓહ માય ગોડ! મારી સિરુ આટલી મોટી થઇ ગઇ?? હા હા હા...આઇ એમ સો હેપ્પી ફોર હર. હમણાં જ એને કૉલ કરીને એની ખબર લઉં.’ અનુશ્રી બોલી.

‘શ્યોર..એક વાત કહો. જો તમે જોબ કરશો તો ઇશી ને કોણ રાખશે? પ્લે હાઉસ માટે હજી થોડી નાની ન કહેવાય?’ શાંતનુએ ચિંતા વ્યક્ત કરી.

‘અરે મારી સાસુ છે ને? એ એનું ધ્યાન રાખશે.’ અનુશ્રી બોલી.

‘અરે હા એ તો હું ભૂલી જ ગયો હતો.’ શાંતનુ એ જવાબ આપ્યો.

‘એક્ચ્યુલી પ્રેગનન્સી વખતે હજી મમ્મા સાથે બોલવાનું શરુ નહોતું થયું એટલે અમરે મારાં સાસુને બોલાવી લીધાં.’ અનુશ્રીએ સ્પષ્ટતા કરી.

‘હમમમ.. એ તો છે જ. તો ક્યારથી ઇરાદો છે જોબ કરવાનો?’ શાંતનુએ પૂછ્યું.

‘આજે સવારે જ ઓનલાઇન જોબ સાઇટ પર બે ત્રણ જગ્યાએ અપ્લાય કર્યું છે લેટ્‌સ સી એલોકો ઇન્ટરવ્યુ માટે ક્યારે બોલાવે છે પણ જોબ તો અમર અને મારાં સાસુ ઇન્ડિયાથી પાછાં આવે પછી જ શરુ કરી શકીશ.’ અનુશ્રી એ કહ્યું.

‘ઓહ તો એલોકો અહીંજ છે.’ શાંતનુ ને નવાઇ લાગી.

‘હા પટના પાસે અમારી કોઇ જૂની પ્રોપર્ટી છે. હવે મારાં સાસુ પણ અહિયા રહેવાનાં છે એટલે અમર કહે છે કે એને રાખીને શું કામ છે? એટલે એલોકો એ પ્રોપર્ટી ને સેલ કરવા ત્યાં જ છે. દસેક દિવસમાં પાછાં આવી જશે.’ અનુશ્રી બોલી.

‘ગુડ...અને સુવાસભાઇ ને મમ્મા કેમ છે? એમની સાથે કોન્ટેક્ટ એસ્ટાબ્લીશ થઇ ગયો એ સારું થયું.’ શાંતનુ બોલી.

‘હા યાર, ઇશીનાં ફોટા સુવાસભાઇને મેઇલ કર્યા એનાં એક કલાકમાં જ મમ્મા નો કૉલ આવી ગયો હતો. એમનાં વિઝાની અમે બહુ કોશિશ કરી પણ પોસીબલ ન થયું. સુવાસભાઇનાં મેરેજ અને પછી અને પટનાની પ્રોપર્ટી તો વેંચવાની હતી જ એટલે અમે બધાં લાસ્ટ મંથ અમદાવાદ આવ્યાં હતાં. હું અને ઇશી કાલે જ અહિયા પાછાં આવ્યાં અને અમર અને મારાં સાસુ પટના ગયાં.’ અનુશ્રી બોલી.

‘શું? તમે પરમદિવસ સુધી અમદાવાદમાં જ હતાં?!!’ આટલું કહીને શાંતનુ મૂંગો થઇ ગયો.

-ઃ પ્રકરણ દસ સમાપ્ત :

અગિયાર

‘ઓહ’ શાંતનુને એમ હતું કે હવે પછી અનુશ્રી તરફથી એને કોઇ જ આંચકો નહી મળે... પણ... એટલે થોડાક આઘાતને કારણે એ ફક્ત આટલું જ બોલી શક્યો.

‘આઇ નો શાંતુ તને ફરીથી લાગતું હશે કે અનુ અમદાવાદમાં એક મંથ રહી અને મને એકવાર તો એ મળી શકી હોત? એટલીસ્ટ કૉલ તો કરી શકી હોત...બરાબર ને?’ અનુશ્રીએ તરત જ શાંતનુનાં મનની વાત જાણી લીધી. અનુશ્રી શાંતનુને એમનેમ ‘બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર’ એટલે કે બી.એફ.એફ નહોતી માનતી.

‘ના ના અનુ એવું જરાય નથી અનુ. તમે હવે મેરીડ છો એટલે આઇ કેન અન્ડરસ્ટેન્ડ કે તમે હવે અમુક લીમીટસમાં જ રહેવા માંગો છો. તમે મને મળવાની ટ્રાય કરી હોત અને એને કારણે જો તમને કોઇ તકલીફપડી હોત તો મને વધુ દુઃખ થયું હોત એટલે જે થયું એ સારા માટે જ થયું.’ શાંતનુ ખોટું બોલ્યો અલબત એ અનુશ્રીની મર્યાદાઓ સમજી રહ્યો હતો પણ અનુશ્રીને સારું લગાડવા પુરતું પણ બોલ્યો.

‘થેન્ક્સ અગેઇન શાંતુ અને એટલે જ મેં અહિયા આવીને તરત જ તને કોન્ટેક્ટ કર્યો. અમસ્તી પણ એકલી છું થોડાં દિવસ એટલે હું તારી સાથે ફ્રી થઇ ને વાત કરી શકીશ અને આ અઢાર મહીના ની ભેગી થયેલી વાતો આપણે આ એક અઠવાડિયામાં જ કરી લઇશું.’ અનુશ્રીના ચહેરા પર આનંદ દેખાઇ રહ્યો હતો.

‘ચોક્કસ, કેમ નહિ. બટ અનુ, એક વાત પૂછું?’ શાંતનુ બોલ્યો.

‘પૂછને?’ અનુશ્રીએ જવાબ આપ્યો.

‘આઇ એમ શ્યોર કે સુવાસભાઇએ અરેન્જડ મેરેજ જ કર્યા હશે હેં ને?’ શાંતનુ મંદ મંદ મુસ્કુરાઇ રહ્યો હતો.

‘હા કેમ એવું પૂછે છે?’ અનુશ્રી ને આશ્ચર્ય થયું.

‘કારણકે જો એમણે લવ મેરેજ કર્યા હોત તો તમારી સાથે અત્યારે વાત પતાાવીને તરત જ હું તમારે ઘેર જઇ ને એમને એક જન્નાટેદાર તમાચો મારી આવત.’ શાંતનુ હળવાં મુડમાં હતો એનો અનુશ્રીને ખ્યાલ આવી ગયો.

‘ઓહ યા..શાંતુ મારે તને એનાં માટે પણ સોરી કહેવાનું છે. હું અમદાવાદ હતી ત્યારે મમ્મા એ મને બધીજ વાત કરી. હી શૂડ સે સોરી ટુ યુ શાંતુ. પણ મને ખબર છે એ એમ નહી કરે એટલે પ્લીઝ એમનાં વતી મારાં સોરી સ્વીકારી લે.’ અનુશ્રી બોલી.

‘અરે યાર તમારાં માટે તો ગમે તે...’ આટલું કહીને શાંતનુ રોકાઇ ગયો.

‘દોસ્તી કરવી કોઇ તારી પાસેથી શીખે શાંતુ.’ અનુશ્રી હસીને બોલી.

‘માય પ્લેઝર મેમ.’ શાંતનુ એ વિવેક કર્યો.

‘તારે તૈયાર નથી થવાનું શાંતુ? ઉઠી ને તરત જ મારી સાથે ચેટ કરી રહ્યો છે ને?’ અનુશ્રી બોલી.

‘થઉં છું યાર. શું ઉતાવળ છે? આજે તો છેક બપોરની અપોઇન્ટમેન્ટ છે.’ શાંતનુને અનુશ્રી સાથે વાત ચાલુ રાખવી હતી.

‘છી ગંદો..વાસ આવે છે...છેક અહીં સુધી. જા જા નહાઇ લે.’ અનુશ્રી હસી રહી હતી.

‘હા હા... મેં તો હજી બ્રશ પણ નથી કર્યું.’ શાંતનુ પણ હસવા લાગ્યો.

‘છીઇઇઇ, હાઉ કમ યુ બીકેમ સો લાઉઝી શાંતુ?’ અનુશ્રીએ સવાલ કર્યો.

‘અરે આટલાં વર્ષે તમે કોન્ટેક્ટ કર્યો અને હું એમ કહેત કે ફ્રેશ થઇ જાઉં તો એમાં કેટલો ટાઇમ જાત?... એટલે.’ શાંતનુએ અનુશ્રીને સમજાવવાની કોશિશ કરી કે એણે કેમ હજી બ્રશ પણ નથી કર્યું.

‘હમમ..ઇટ્‌સ ઓકે, પણ સાંભળ મારે ઇશી ને થોડી બહાર લઇ જવી છે. ઇટ્‌સ ઓન્લી સિક્સ થર્ટી. નજીકનાં પાર્કમાં હું એને રોજ ફરવા લઇ જાઉં છું. પ્લસ કલાક પછી અમર પણ મારી સાથે સ્કાઇપ પર ચેટ કરશે એટલે આપણે કાલે મળીશું. જો કે તું મને વ્હોટ્‌સ એપ્પા પર ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકે છે ઓકે?’ અનુશ્રીએ જવાની મંજુરી માંગી.

‘શ્યોર, હવે તો તમારાં કોન્ટેક્ટમાં રહીશ જ, ચલો તમે લોગઆઉટ કરો એટલે હું પણ કરી દઉં.’ શાંતનુ બોલ્યો.

‘કેમ પહેલાં હું કેમ? તું કર હું પછી કરીશ.’ અનુશ્રી બોલી.

‘લેડીઝ ફર્સ્ટ.’ શાંતનુ હસ્યો.

‘હા હા... ઠીક છે આજે હું માની લઉં છું પણ પછી તો રોજ તારે જ ફર્સ્ટ લોગઆઉટ કરવું પડશે, પ્રોમીસ મી.’ અનુશ્રી એ શાંતનુને ફરજ પાડતાં કહ્યું.

‘ઓક્કે જી, આજથી એક નિયમ, જો અનુ કહે વહી સહી, બસ?’ શાંતનુ બોલ્યો.

‘ધેટ્‌સ લાઇક અ ગુડ બોય..ચલ લોગઆઉટ કરું છું..બાઆઆઇઇઇ...’ અનુશ્રીએ કેમેરા સામે હાથ હલાવ્યો.

‘બાય અનુ.’ શાંતનુએ પણ કેમેરા સામે હાથ હલાવ્યો.

બે-ત્રણ સેકન્ડ પછી અનુશ્રીનો કેમેરા બંધ થઇ ગયો અને એ લોગ-આઉટ થઇ ગઇ. લગભગ બે મિનીટ સુધી શાંતનુની નજર એનાં લેપટોપના સ્ક્રીન પરથી હટી જ નહી.

‘હવે લેપ્પી બંધ કરી ને બ્રશ કરવા જા.’ એ સતત અનુશ્રીનું

પ્રોફાઇલ પિક્ચર નિહાળતો રહ્યો હતો ત્યાં જ વ્હોટ્‌સ એપ્પ પર અનુશ્રીનો

મેસેજ આવ્યો. જેમાં ખડખડાટ હસતાં અસંખ્ય સ્માઇલીઝ હતાં.

‘ઓલરેડી કરી જ રહ્યો છું.’ શાંતનુએ સામો જવાબ આપ્યો.

‘વાહ એક હાથમાં બ્રશ અને બીજા હાથમાં સેલ? શાંતુ હું તારા જેવી સ્ટુપીડ નથી. કાલે મળીએ છીએ ને પાછાં, ગો ટુ યોર રૂટીન, હેવ અ નાઇસ ડે...ગુડ નાઇટ.’ આમ કહીને અનુશ્રી ઓફલાઇન થઇ ગઇ.

શાંતનુ મનોમન હસી રહ્યો હતો. એને એ બાબતની સાબીતી મળી ચુકી હતી કે ભલે અનુશ્રી એની જીવનસાથી ન બની અને ભલે ઓગણીસ મહીના જેટલાં લાંબા સમય સુધી બન્ને એકબીજાં ને મળ્યાં પણ ન હતાં તેમ છતાં આજે પણ અનુશ્રી અને શાંતનુની ટેલીપથી પહેલાંની જેમ જ કામ કરી રહી હતી. આ ટેલીપથી એ જ તો શાંતનુને અત્યારસુધી અનુશ્રીએ એણે છેતરતી નથી એની સતત સાબીતી આપી હતી.

અત્યારે શાંતનુ ખુબ ખુબ ખુશ હતો. એ લીવીંગ રૂમમાં ગયો અને જ્વલંતભાઇને શોધ્યા પણ એ ન મળ્યાં. આગળ વધીને જોયું તો તે રસોડામાં મહારાજ સાથે આજે શું રસોઇ બનાવવી એની માથાફૂટ કરી રહ્યાં હતાં. શાંતનુ અંદર જઇને જ્વલંતભાઇને રીતસર વળગી જ પડ્યો. મહારાજ આશ્ચર્યચક્તિ થઇને આ બધું જોઇ રહ્યાં હતાં કારણકે શાંતનુએ આજસુધી આવું વર્તન કોઇ દિવસ નહોતું કર્યું. પણ એ મહારાજ હતાં અને જ્વલંતભાઇ તો શાંતનુનાં પિતા હોવા છતાં મિત્ર વધુ હતાં એટલે એમને શાંતનુનાં આ આનંદનું કારણ સમજતાં વાર ન લાગી.

‘અરે અરે અરે...શાંતનુભાઇ, લાગતા હૈ આજ ફીરસે વો ખુશી કી ઘડી વાપસ આઇ!’ એમને અચાનક ભેટેલા શાંતનુ ને કારણે ગુમાવેલા બેલેન્સ ને પાછું મેળવતાં મેળવતાં જ્વલંતભાઇએ પ્રાસ મેળવ્યો.

‘સિર્ફ ખુશી હી નહી પપ્પા, આજતો મેરી ઝીંદગી ખુદ સામને ચલ કે મુજસે મીલને આઇ.’ આજે મહિનાઓ પછી શાંતનુએ જ્વલંતભાઇને પ્રાસાનુપ્રાસમાં જવાબ આપ્યો.

અનુશ્રીના લગ્ન પછી શાંતનુ અને જ્વલંતભાઇએ પ્રાસમાં વાત કરવાનું મૂકી જ દીધું હતું અને જ્વલંતભાઇએ પણ એને કોઇ દિવસ આ બાબતે પૂછીને હેરાન નહોતો કર્યો. પણ આજે એને ખુબ મૂડમાં જોઇને એમનાંથી કુદરતી રીતે પ્રાસ માં બોલાઇ ગયું અને એમનાં સુખદ આશ્ચર્ય સાથે શાંતનુએ પણ પ્રાસમાં જ જવાબ આપ્યો.

‘ખુબ સરસ શાંતનુ, હું આજે બહુ ખુશ છું, તમને ખુશ જોઇએ.’ જ્વલંતભાઇ બોલ્યાં એમનાં ચહેરા પર આનંદ સાથે સંતોષ છલકતો હતો કે શાંતનુ આખરે નોર્મલ થઇ ગયો, ભલે એ એમનાંથી પોતાનું થોડુંક દુઃખ છુપાવતો પણ એમને ખબર હતી કે એ અનુશ્રીનાં વિરહમાં આજસુધી ખુબ જ હિજરાઇ રહ્યો હતો.

‘થેન્ક્સ પપ્પા.’ શાંતનુ હસીને બોલ્યો.

‘તમારે મારાં બે કામ કરવા પડશે.’ જ્વલંતભાઇ હસતાંહસતાં બોલ્યાં.

‘બે શું બસ્સો કામ કરું આજે તો.’ શાંતનુએ ઉત્સાહ દેખાડ્યો.

‘ના મારે ફક્ત બે જ કામ કરાવવા છે. એક તો આ મહારાજ ક્યારના મારું માથું ખાય છે. એક્ચ્યુલી કાલે માર્કેટમાં ગયો હતો તોપણ શાકભાજી લાવવાનું હું ભૂલી ગયો હતો એટલે મેં કીધું કે તમે દાળ મુકો ત્યાં હું સામે પેલા નેપાજી નાં ગલ્લે થી થોડાં રીંગણા લઇ આવું તો ના પાડે છે. કહે છે આજે એમને ઘેરે જવાની ઉતાવળ છે.’ જ્વલંતભાઇએ પહેલું કામ કહ્યું.

‘તો ફિકર નોટ, ઘરમમાં પેલાં સુકા વટાણા તો છે ને? ઉસળ બનાવી નાખોને? નહાઇને હું સામેથી સેવ લેતો આવીશ, વ્હેર ઇઝ ધ પ્રોબ્લેમ પપ્પા?’ શાંતનુએ તરત જ ઉકેલ શોધી આપ્યો આજે એ એટલો ખુશ હતો કે એને પોતાની સહુથી ભાવતી વાનગી ખાવાનું મન પણ થઇ ગયું.

‘સેવ-ઉસળ? સવારે?’ જ્વલંતભાઇ ને આશ્ચર્ય થયું.

‘હા પપ્પા પ્લીઝ બહુ મન થયું છે આજે.’ શાંતનુએ જ્વલંતભાઇને રીતસર વિનંતી કરી.

‘ઠીક છે..મહારાજ ચાલો ઉસળ બનાવી દયો એટલે તમારે પણ ઘેરે વહેલાં જવાય. જોયું? કેટલો ડાહ્યો છે મારો દીકરો? આપણો પ્રોબ્લેમ એણે બે સેકન્ડ્‌સમાં ઉકેલી દીધો.’ જ્વલંતભાઇએ મહારાજને સેવ-ઉસળ બનાવવાનું જ કીધું અને એને કારણે એમણે ઘરે વહેલું જવા મળશે એ જાણીને મહારાજ પણ ખુશ થઇ ગયાં.

‘ઓકે અને તમારું બીજું કામ પપ્પા?’ શાંતનુ એ જ્વલંતભાઇને બીજું કામ યાદ દેવડાવ્યું.

‘અરે હા...બીજું અને મહત્વનું કામ. શાંતનુ હવે બ્રશ કરો ઓલરેડી પોણાદાસ થઇ રહ્યાં છે, ઘડિયાળ જોઇ?’ જ્વલંતભાઇએ શાંતનુને યાદ દેવડાવ્યું.

‘ઓહ...સોરી..હમણાંજ ફ્રેશ થઇ જાઉં. લવ યુ પપ્પા બોસ!’ શાંતનુએ જ્વલંતભાઇને પહેલીવાર આમ ‘પપ્પા બોસ’ કહ્યું હતું પણ જ્વલંતભાઇને જરાપણ આશ્ચર્ય ન થયું કારણકે શાંતનુ આજે મહિનાઓ પછી અનુશ્રીને મળ્યો હતો.

બ્રશ કરી, નહાઇને અક્ષયને પણ આ ખુશ ખબર આપ્યાં અને એને અને સિરતદીપને આ આનંદનાં સમાચાર હમણાં ન કહેવાનું કહ્યું કારણકે અનુશ્રીએ શાંતનુને કહ્યું જ હતું કે સિરતદીપને કૉલ કરવાની જ છે. આ આનંદનાં સમાચારની ઉજવણી માટે શાંતનુએ અક્ષય અને સિરતદીપને પોતાને ઘેરે રાત્રે ઘેરે ડીનર પર પણ આમંત્રિત કર્યા.

શરૂઆતમાં તો અક્ષયને શાંતનુનું આમ વર્તવું જરાક વધુ પડતું

લાગ્યું પણ અનુશ્રી શાંતનુ માટે શું છે એને કારણેજ શાંતનુ આજીવન અપરણિત રહેવાનો છે એ હકીકત પર જ્યારે એણે ધ્યાન દઇને વિચાર કર્યો ત્યારે એને લાગ્યું કે શાંતનુનું આમ વર્તવું જરાય અયોગ્ય તો નથી. જ રાત્રે અક્ષય અને સિરતદીપ જ્યારે ડીનર પર આવ્યાં ત્યારે એ બન્નેને ખુશ જોઇને જ્વલંતભાઇ ને શાંતનુ કાયમ એકલો રહેશે એ વિચાર થોડુંક દુઃખ જરૂર આપી ગયો, પણ એમણે આ બાબતે શાંતનુ સાથે વર્ષ પહેલાં જ ચર્ચા કરી લીધી હતી અને શાંતનુ એનાં આ નિર્ણય પર અફર રહેવાનો જ છે એનો એમને ખ્યાલ હતો જ.

અનુશ્રીના દોઢ વર્ષે અચાનક દેખા દીધાં બાદ હવે એ અને શાંતનુ રોજ વહોટ્‌સ એપ્પ પર ફરીથી કલાકો નાં કલાકો વાતો કરતાં કોઇ કોઇ વાર એલોકો સ્કાઇપ પર પણ કેમેરાથી ચેટ કરી લેતાં. આ દરમ્યાન અનુશ્રી એકવાર એકવાર તો અચૂક ઇશિતા ને કેમેરા પર લાવતી અને શાંતનુને પોતાનાં હાથે જ ‘હાઇ’ કરાવતી. આમનેઆમ એક ઔર અઠવાડીયું વીતી ગયું અને અમરેન્દ્ર અને એની મા ભારતથી પાછાં પણ આવી ગયાં. અનુશ્રીએ હવે શાંતનુને કડક સુચના આપી દીધી કે હવે વ્હોટ્‌સ એપ્પ પર એજ એને સામેથી મેસેજ કરે તો જ શાંતનુએ એનો જવાબ આપવો અને શાંતનુએ એને સામેથી એને કોઇજ મેસેજ ન કરવો. કારણકે પોતાની બાબતે અમરેન્દ્ર થોડો પઝેસીવ છે એવું અનુશ્રીને શાંતનુ ને કહ્યું પણ એ કોઇવાર અમરેન્દ્ર અને શાંતનુની ઓનલાઇન મુલાકાત કરાવી દેશે પછી વાંધો નહી આવે એમ પાછું ઉમેર્યું. જો કે શાંતનુને અમરેન્દ્ર સાથે કોઇજ મતલબ ન હતો એને તો અનુશ્રી સાથે પેટ ભરીને વાત કરવા મળે છે એ બાબતથી પુરતો સંતોષ હતો. અમરેન્દ્ર જોબ ઉપર જાય પછી જ અનુશ્રી શાંતીથી એની સાથે વાત કરી શકે એટલે મોટેભાગે એ રાત્રે અથવાતો વહેલી સવારેજ એની સાથે જ વાત કરતો. અનુશ્રી રોજ કોઇને કોઇ બાબતે અમરેન્દ્રનાં વખાણ કરવાનું ચૂકતી અને એ શાંતનુને જરાપણ ન ગમતું.

બધી જ રીતે સરળ શાંતનુ જ્યારે અનુશ્રીનાં મોઢે અમરેન્દ્રનું નામ

આવે ત્યારે પગથી માથા સુધી બળી જતો.

આમનેઆમ છ મહીના બીજા વીતી ગયાં. અનુશ્રીના લગ્નને હવે બે વર્ષ થઇ ગયાં હતાં. ઇશિતા પણ હવે એક વર્ષ થી પણ વધુ મોટી થઇ ગઇ હતી. હવે તો અનુશ્રી પણ જોબ કરવા લાગી હતી અને અનુશ્રી દ્ધારા થતાં અમરેન્દ્રનાં વખાણ શાંતનુથી હજીપણ સહન નહોતાં થતાં. જોકે અનુશ્રીએ હજીપણ શાંતનુની સાથે અમરેન્દ્ર ની વાત કરાવી ન હતી એ એક અલગ બાબત હતી. શાંતનુને એમ લાગતું હતું કે અનુશ્રીની લાઇફ એકદમ સેટ છે અને એ ખુબ ખુશ છે. અને અનુશ્રીએ શાંતનુ ને એમ પણ કહ્યું કે હવે જ્યારે એકાદ વર્ષ પછી એ ફરીથી પાછી અમદાવાદ આવશે ત્યારે એ બન્નેની મુલાકાત ચોક્કસ થઇ શકશે કારણકે આ વખતે અનુશ્રી ઇશિતાને લઇને એકલી જ આવવાની હતી.

પણ જ્યારે તમને એમ લાગે કે જિંદગી એકદમ આપણી યોજના મુજબજ સરળ અને એકધારી જઇ રહી છે ત્યારેજ એ તમને સરપ્રાઇઝ આપે છે. શાંતનુએ માની લીધું હતું કે અનુશ્રીને જ્યારે એણે પ્રપોઝ કર્યું હતું અને એણે એને ના પાડી હતી પણ સાથે સાથે એક પ્રોમિસ પણ આપ્યું હતું કે એ એને આગલાં જન્મમાં જરૂર મળશે એટલે હવે એ પ્રમાણે જ બધું બનવાનું છે ત્યારે જ એક એવી ઘટના બની જે ઘટનાએ ધીરેધીરે શાંતનુ અને અનુશ્રીના જીવન નો આકાર બદલવાનું શરુ કર્યું. એક દિવસ રાત્રે શાંતનુ અને અનુશ્રી વ્હોટ્‌સ એપ્પ પર રોજની જેમ ચેટ કરી રહ્યાં હતાં. અનુશ્રી એનાં જોબમાં લંચ બ્રેકમાં હતી. લગભગ અડધા કલાકની ચર્ચા પછી શાંતનુને એમ લાગ્યું કે આજે અનુશ્રી એનાં ઓરીજનલ મૂડમાં ન હતી એટલે એને મુડમાં લાવવા એણે મન મારીને પણ અનુશ્રીનું ધ્યાન અમરેન્દ્ર તરફ દોર્યું.

‘અનુ, આજે તમે એકવાર પણ અમરેન્દ્રમાં વખાણ ન કર્યા.’ શાંતનુએ મેસેજ મોકલ્યો.

‘આજે હું પેલું શું કહેવાય કોપ ભવનમાં છું.’ અનુશ્રીએ જવાબ

આપ્યો.

‘કેમ શું થયું.? બધું બરોબર છે ને?’ શાંતનુ એ પૂછ્યું.

‘ના આજે અમારાં અબોલા છે. અમારાં વચ્ચે સવારના પહોરમાં જ લડાઇ થઇ. નાની મોટી તો થતી રહે છે પણ આજે થોડી સીરીયસ અને લાંબી...’ અનુશ્રી નો જવાબ આવ્યો.

‘ઓહ શું થયું?’ શાંતનુને ચિંતા થઇ, અફકોર્સ અનુશ્રી ની.

‘એ નેકસ્ટ વીક એનાં બે-ત્રણ ફ્રેન્ડસ સાથે યોરપ ફરવા જવાનો છે, ઇનફેક્ટ યુ નો... મોજ-મસ્તી કરવા.’ અનુશ્રીએ પોતાનાં જવાબ સાથે ગુસ્સાવાળું સ્માઇલ મોકલ્યું.

‘ઓહ, રી-લીવીંગ ધ બેચલર્સ લાઇફ હાં?’ શાંતનુએ વળતાં જવાબમાં હસતું સ્માઇલી મોકલ્યું.

‘નોટ ફની શાંતુ, એ તો મને છેલ્લે દિવસે જ કહેવાનો હતો આતો આજે એકસીડન્ટલી મેં એનાં ડ્રોઅરમાં ટીકીટ્‌સ અને એનાં પાસપોર્ટ પર વિઝા નો સ્ટેમ્પ જોયો ત્યારે મને ખબર પડી.’ અનુશ્રી એ જવાબ આપ્યો.

‘ઓહ...પછી?’ શાંતનુને ઉત્કંઠા થઇ.

‘પછી મેં એની પાસે એકપ્લેનેશન માંગ્યું. તો મને કહે કે હી નીડ્‌ઝ અ ચેન્જ.’ અનુશ્રી એ લખ્યું.

‘હમમ...’ શાંતનુને ખ્યાલ આવી ગયો કે અનુશ્રી એની આદત પ્રમાણે માંડીને આખી વાત કરશે જ.

‘શાંતુ, મેરેજ પછી ઇન્ડિયા આવ્યાં સીવાય હું પણ કશે ગઇ નથી અને એનાં પંદર દિવસ પણ સુવાસભાઇનાં મેરેજમાં જ બીઝી રહી હતી, શું મારે ચેન્જ ન જોઇએ?’ અનુશ્રીએ સવાલ કર્યો.

‘ચોક્કસ જોઇએ, તમે એને કહ્યું નહી?’ શાંતનુએ વળતો પ્રશ્ન કર્યો.

‘કહ્યુંને તો કહે કે વાઇફ જોડે જઉં તો મારે જે જલ્સા કરવા હોય એ કેવીરીતે કરી શકું? નફફ્ટ સાલો. મેરેજ પછી હું યુ.એસ આવી અને પછી પછી પાછી ઇન્ડિયા આવી ગઇ બસ મને તો કોઇ ચેન્જ ની જરૂર જ નથી ને ? હું તો વાઇફ છું ને? મારે તો ખાલી ઢસરડા જ કરવાનાં હોય ને?’ અનુશ્રી આ લખતાાં લખતાં પણ ગુસ્સે હશે જ એવું ભાષા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું.

‘ઓહ...’ શાંતનુએ ફ્કત આટલો જ જવાબ આપ્યો.

‘યુ નો શાંતુ એ જેની સાથે જઇ રહ્યો છે એમાંનો એનો કોઇપણ ફ્રેન્ડ મને ગમતો નથી. બધાં સાલા પિયક્કડો છે અને ઘેરે આવે તો પોતાની વાઇફ્સ ને બાજુમાં મુકીને ભાભીજી ભાભીજી કહીને મારી આસપાસ ફરવા લાગે. એકદમ ઠર્કી છે બધાં. હું અમર ને કાયમ કહું છું કે કાં તો તારે આ લોકોને બાહાર બોલાવવા અને કાં તો જ્યારે હું ઘરમાં ન હોઉં ત્યારે આ લોકો ને મળવા બોલાવવા પણ મારું કોણ માને?’ અનુશ્રી એ પહેલીવાર અમરેન્દ્રનાં વખાણ કરવાની બદલે ટીકા કરી હતી અને શાંતનુને કોઇ અગમ્ય કારણોસર મનોમન આ ગમી પણ રહ્યું હતું.

‘તો પછી શું નક્કી કર્યું?’ શાંતનુએ સવાલ કર્યો.

‘પછી તો બહુ ચર્ચા ચાલી. અમે ખુબ ઝગડ્યા. સવારથી અત્યારસુધી મેં એની સાથે હજી સુધી વાત પણ નથી કરી પણ એને તો જાણે કોઇ ફર્કજ નથી પડ્યો. ‘સોરી’ નો એક મેસેજ પણ એણે મને નથી મોકલ્યો બોલ. મને એમ કે મારી સાસુ મને ટેકો આપશે પણ મા તો કાયમ દીકરા તરફે જ હોય છે અહીયા તો. એણે એનું ડીસીઝન સવારે જ કહી દીધું કે યોરપ ઇઝ ઓન!’ અનુશ્રીએ પૂરી ઘટના કહી.

‘સેડ, તો હવે?’ શાંતનુ એ પૂછ્યું.

‘કશુ નહી શાંતુ, લાઇફ ગોઝ ઓન.. હું અને મારી દીકરી અમે જલસા કરીશું.’ છેવટે અનુશ્રીએ સ્મીત વાળા સ્માઇલથી સાથે મેસેજ મોકલ્યો.

‘ધેટ્‌સ ધ સ્પીરીટ અનુ. મને આ ગમ્યું અને હું તો છું જ, જ્યારે પણ એવું લાગે તમે એકલાં પડી ગયાં છો તો મને કહી દેજો આપણે અહી કે સ્કાઇપ પર ચેટ કરીશું.’ શાંતનુએ અનુશ્રીને ટેકો જાહેર કર્યો.

‘અફકોર્સ શાંતુ, આઇ ઓલ્વેઝ કાઉન્ટ ઓન યુ. ચલ મારો લંચ પૂરો થઇ ગયો, કાલે મળીએ બાય!’ આટલો મેસેજ મૂકી ને અનુશ્રી ઓફલાઇન થઇ ગયું.

અનુશ્રી અને અમરેન્દ્ર નો ઝઘડો? અને એપણ આટલો મોટો કે બન્ને એ લગભગ આખો દિવસ વાત પણ નથી કરી એ આમતો દુઃખ ની બાબત હતી પણ શાંતનુને મનોમન આનંદ થઇ રહ્યો હતો. કદાચ તે દિવસે અમરેન્દ્ર એની સાથે જે રીતે વર્ત્યો હતો એ કારણે અથવાતો અનુશ્રીએ પહેલીવાર અમરેન્દ્રની ખોટ કાઢી અને એપણ એક ખોટ નહી પણ અનેક, અને કારણે.

અનુશ્રીના લોગઓફ થયાં પછી શાંતનુ જ્યારે સુવા માટે પથારીમાં પડ્યો ત્યારે એને વિચાર આવ્યો કે ગમેતેમ પણ અનુશ્રી તો એને એનો ખાસ મિત્ર ગણતી હતી અને ખાસ મિત્રએ હમેશાં એનાં મિત્રના દુઃખમાં દુઃખી થવું જો પોસીબલ ન હોય તો એટલીસ્ટ ખુશ તો ન જ થવું જોઇએ. શાંતનુએ તરતજ પોતાની ખુશી પર કંટ્રોલ કરી દીધો અને આગળુ શું થશે એની રાહ જોવામાં પોતાનું ભલું છે એમ વિચાર્યું.

અનુશ્રી સાથેની રોજિંદી ચેટ માં શાંતનુને ખ્યાલ આવ્યો કે અમરેન્દ્રએ આખરે એની જીદ પુરી કરી અને એ અઠવાડિયાના યુરોપ (અનુશ્રીનાં અગ્રેજીમાં ‘યોરપ’) પ્રવાસે ઉપડી ગયો. જે દિવસે અમરેન્દ્ર અને અનુશ્રી આ બાબતે ઝઘડ્યાં હતાં તે દિવસથી અમરેન્દ્રમાં યુરોપ જવાનાં દિવસ સુધી એ બન્ને વચ્ચે અબોલા રહ્યાં હતાં. અમરેન્દ્ર ની ગેરહાજરીમાં અનુશ્રી અને શાંતનુ રોજ સ્કાઇપ પર વાત કરતાં. અમુક વાર તો શાંતનુને વહેમ ગયો કે ક્યાંક અમરેન્દ્રનાં આવાં વર્તાવ થી અનુશ્રી એની તરફ તો નથી ઢળી રહી ને? પણ હજી આમ વિચારવું વધુ પડતું છે અને કોઇ નિષ્કર્ષ પર આવતાં પહેલાં એણે હજી રાહ જોવાનું વધુ પસંદ કર્યું.

અમરેન્દ્ર જે દિવસે એનાં યુરોપનાં પ્રવાસ પરથી પાછો આવવાનો હતો એનાં અમુક કલાક અગાઉ અનુશ્રી એની સાથે સ્કાઇપ પર કેમેરાથી ચેટ કરી રહી હતી.

‘આજે એ પાછો આવે છે શાંતુ...’ ચેટ મેસેન્જર કનેક્ટ થતાં જ અનુશ્રી બોલી.

‘ગુડ..હવે બહુ એને હેરાન ન કરતાં અને તરત જ એને એક હગ આપીને ગ્રીટ કરજો ઓકે?’ શાંતનુએ સલાહ આપી.

‘હગ કરે મારી બલા.’ અનુશ્રી બોલી.

‘પ્લીઝ યાર. એવું ન કરો. એ તમારો હસબંડ છે અને મેલ ઇગો બહુ ખરાબ હોય છે. તમે હવે એનાં ઇગો ને ન છંછેડતાં નહી તો વાતનું વતેસર થતાં વાર નહી લાગે.’ શાંતનુ એ સલાહ આપતાં કહ્યું.

‘મેલ ઇગો માય ફુટ. દુનિયાનાં દરેક મેલ્સ આવો ઇગો લઇને નથી ફરતાં’ અનુશ્રી એ જવાબ આપ્યો.

‘હોય છે યાર દુનિયાનાં દરેક પુરુષને ઇગો હોય જ છે કદાચ તમને ખબર નથી.’ શાંતનુએ દલીલ કરી.

‘તો તને કેમ નથી?’ અનુશ્રીનાં સવાલથી શાંતનુ બધવાઇ ગયો.

‘કોણે દીધું?’ શાંતનુ એ કરવા ખાતર પ્રશ્ન કર્યો.

‘તું મને ઉલ્લુ સમજે છે શાંતુ? શું હું તને નથી જાણતી? ઇટ્‌સ બીન ઓલમોસ્ટ કે પછી મોર ધેન થ્રી યર્સ સીન્સ વી નો ઇચ અધર શાંતુ.

તારી રગ રગ થી વાકેફ છું.’ અનુશ્રી એ ઇમોશનલ દલીલ કરી જે શાંતનુને ચીત કરવા માટે પુરતી હતી.

‘અરે એવું કશું નથી.’ શાંતનુ પાસે હવે કોઇ દલીલ બચી ન હતી.

‘શું કશું નથી? તારી પાસે ઇગો નથી કે તું પુરુષ નથી.’ અનુશ્રી ખડખડાટ હસી પડી.

‘હા હા...તમને ખબર છે કે હું શું છું અને શું નથી, તે દિવસે તમને પ્રપોઝ કરતાં પહેલાં....’ શાંતનુ આંખ મારતો બોલ્યો.

‘બહુ સારું હવે ચુપ થઇ જા સ્ટુપીડ અને મારે તારી પાસે મેલ ઇગો નાં ટ્યુશન્સ નથી લેવાં. સાંભળ આજે મેં એક ડીસીઝન લીધું છે અને મારે તારી સાથે એ શેર કરવું છે, પછી તું મને કહેજે કે મેં જે ડીસીઝન લીધું છે બરોબર છે કે નહી, ઓકે?’ અનુશ્રીએ વાત વાળી.

‘ઓકે શ્યોર મેમ, જેવો આપનો હુકમ...બોલો.’ શાંતનુનાં ચહેરા પર સ્મીત હતું.

‘આઇ હેવ ડીસાઇડેડ શાંતુ કે હું પણ હવે મારાં માટે પણ જીવીશ. અફકોર્સ મારી ફેમીલી ડ્યુટી પણ સાથેસાથે જ નીભાવીશ. હવે મને જે મન થશે એ જ હું કરીશ. આખીય લોસ એન્જેલીસ સિટીમાં ખુબ ફરીશ, મને ગમતું ફૂડ ખુબ ખાઇશ, હિન્દી મુવીઝ જોઇશ, ખુબ બધું શોપીંગ કરીશ.’ અનુશ્રીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો.

‘હમમમ...’ શાંતનુ સાંભળી રહ્યો હતો.

‘જો અમરને લગ્ન પછી પણ ફક્ત પોતાની ચોઇસની લાઇફ જીવવી હોય તો મારો શુું વાંક? એણે જો મને કોન્ફીડન્સ માં લઇને યોરપ જવાનું નક્કી કર્યું હોત તો હું એને જરાપણ ના ન પાડત પણહી બીકેઇમ સેલ્ફીશ તો પછી હું પણ હવે આવી રીતે સેલ્ફીશ થઇશ. આઇ શોટ કે ‘માં ઇન લો’ મને સપોર્ટ કરશે પણ આ આખુંય વિક એ તો મારી જ ખોડખાંપણ કાઢી રહ્યાં છે. મેરેજ પછી શું આવું જ થતું હશે? બે વર્ષ અને ધ ચાર્મ ઇઝ ઓલ ગોન?’ અનુશ્રીનાં અવાજમાં નિરાશા હતી.

‘હમમમ...’ શાંતનુએ અનુશ્રીને સાંભળવાનું ચાલું રાખ્યું.

‘પણ હું સેલ્ફીશ બનીને પણ ઘરની ડ્યુટીઝ તો ચાલુ જ રાખીશ પણ મને ગમતી એક્ટીવીટી ને મુકીને તો નહીજ.’ અનુશ્રી બોલતાં બોલતાં રોકાઇ.

‘હમમમ...’ શાતનુ ને એમ કે હજીપણ અનુશ્રીને કહેવાનું બાકી છે.

‘અરે ઓ હમમ...હમમ... હમિંગ બર્ડ વ્હોટ યુ સે? માય સ્વીટ બી. એફ. એફ. મારું ડીસીઝન બરોબર તો છે ને?’ અનુશ્રી એ પૂછ્યું.

‘તમે તમારી ફેમીલી પ્રત્યેની ફરજો ને અવોઇડ કરીને તમારું મન થાય એ નથી કરવાનાં એટલે મને લાગે છે કે તમારું આ ડીસીઝન યોગ્ય છે. આપણો ટેકો! પણ તમારી મેરીડ લાઇફ ને કોઇ નુકસાન ન થવું જોઇએ.’ શાંતનુએ કેમેરી સામે થમ્સઅપ ની સાઇન કરી.

‘થેન્ક્સ શાંતુ, તે મને ખુબ કોન્ફિડન્સ આપ્યો છે એન્ડ આઇ પ્રોમિસ કે હું મારી મેરેજ લાઇફને કોઇજ પ્રોબ્લેમ નહી આવવા દઉં.’ અનુશ્રી હસીને બોલી.

‘ઇટ્‌સ માય પ્લેઝર મેમ.’ શાંતનુએ પણ વળતો જવાબ હસીને જ આપ્યો.

‘ચલ હવે મને ખુબ ઊંઘ આવે છે. આજે છેલ્લીવાર એકલી સુઇ જાઉં? વહેલી સવારે કામદેવ આવશે એટલે ભલે બોલતી ન હોઉં પણ કદાચ મારે એમની એ ડ્યુટી નિભાવવી પડશે ને?’ અનુશ્રી હસતાં હસતાં બોલી.

‘તો પછી અત્યારે હું આવી જાઉં?’ શાંતનુએ આંખ મીંચકારતા કહ્યું.

‘બી ઇન યોર લીમીટ્‌સ શાંતુ. તને ખબર છે ને કે આઇ ડોન્ટ લાઇક સચ ક્રેપ્સ. તારી પ્રપોઝલ વખતે મેં તને તારાં દિલની વાત કરવાની છૂટ આપી હતી બટ ધેટ ડઝન્ટ મીન કે... ફ્રેન્ડ છો તો પ્લીઝ ફ્રેન્ડ બની ને રહે.’ અનુશ્રી અચાનક ગુસ્સે થઇ ગઇ.

‘સોરી, મારો એવો મતલબ ન હતો, આઇ વોજ જસ્ટ કિડિંગ મને એમ કે તમે મને કાયમની જેમ હસીને નાલાયક કહેશો..આઇ એમ રીયલી સોરી.’ શાંતનુ ખરેખર તો ડરી ગયો હતો કે ક્યાંક ગુસ્સે થઇને અનુશ્રી એની સાથે વાત કરવાનું બંધ ન કરી દે.

‘ઇટ્‌સ ઓકે. પણ આગળથી ધ્યાન રાખજે નહીતો તને અહીંથી જ મારીશ.’ અનુશ્રી નાં મોઢાં પર સ્મીત પાછું ફર્યું અને શાંતનુને રાહત થઇ.

શાંતનુએ ફરીથી એક બે વાર સોરી કીધું. એ બાબતે થોડીવાર ચાલેલી ચર્ચા પછી બન્ને એ લોગ-આઉટ કરી નાખ્યું પણ એ પહેલાં બીજા દિવસે અમરેન્દ્ર હશે એટલે ફરીથી કન્ટ્રોલમાં રહીને ચેટ થઇ શકશે એ વાત શાંતનુને યાદ કરાવવાનું અનુશ્રી ચુકી નહી.

શાંતનુને અનુશ્રીનો નિર્ણય ખુબ જ ગમ્યો હતો કારણકે એણે જે નિર્ણય લીધો હતો એ અમરેન્દ્રથી વિરુદ્ધ જઇને લેવાયો હતો. બીજાં દિવસથી જ અનુશ્રી પોતે લીધેલાં એ નિર્ણય પણ અમલ પણ કરવા લાગી. ક્યારેક એ બ્રેકમાં શોપીંગ પર ઉપડી જતી તો ક્યારેક એ બહાર કોઇ રેસ્ટોરાંમાં ખાવા જતી રહેતી. હવે તો ઇશિતા પણ મોટી થઇ રહી હતી એટલે વિકએન્ડ્‌સ માં જો અમરેન્દ્ર ક્યાંક એનાં મિત્રો સાથે ગયો હોય તો અનુશ્રી પણ ઇશિતાને લઇને શોપિંગ કરવા ઉપડી જતી તો કોઇકવાર અમરેન્દ્ર ઘેર હોય તો એને ઇશીતાની જવાબદારી સોંપીને એ હિંદી ફિલ્મો જોવા ઉપડી જતી.

અનુશ્રીના આ નિર્ણયનો એક મોટો ફાયદો શાંતનુને જરૂર થયો. અનુશ્રી હવે વધુ ને વધુ ખુલીને એની સાથે ચેટ કરવા લાગી. જ્યારે અમરેન્દ્ર ઘરમાં આડોઅવળો હોય ત્યારે પણ. અનુશ્રીનાં મનમાં હજીપણ પ્રત્યે એક ખાસ મિત્ર સીવાય કોઇપણ લાગણી નહોતી જ પણ શાંતુને લાગી રહ્યું હતું કે આ રીતે તો આ રીતે એ પોતાની પ્રેમ કથા જ જીવી રહ્યો છે કારણકે આખરે તો એ એની પ્રેમિકા સાથે જ વધુનેવધુ સમય ગાળે છે ને? ભલે ને એ તેને એકતરફી પ્રેમ કરતો હોય અને દોસ્તી પણ પ્રેમનું જ એક રૂપ છે ને? અનુશ્રી જ્યારે જ્યારે પણ શોપિંગ માં જતી ત્યારે જો શાંતનું જાગી રહ્યો હોય તો તરત જ એણે પસંદ કરેલાં ડ્રેસને પહેરીને અને એનો ફોટો લઇને એ વ્હોટ્‌સ એપ્પ પરથી શાંતનુને મોકલતી અને એ ડ્રેસ એેને સુટ થાય છે કે નહી એને એનાં માટે એ દસમ માંથી કેટલાં માર્ક્સ આપશે એમ પૂછતી. આમ કરતાં શાંતનુને રોજે રોજ અનુશ્રીના નવાં નવાં ફોટાઓ જોવા મળતાં અને આમ થતાં શાંતનુએ પોતાનાં સેલફોનમાં અનુશ્રી નાં ફોટાઓનું જે અલગ ફોલ્ડર બનાવ્યું હતું એ વધુને વધુ રીચ થવા લાગ્યું હતું અને એ જ્યારે નવરો પડે ત્યારે એનાં આ દરેક ફોટાઓ સતત જોયે રાખતો. શાંતનુનું મન હવે હવે સદાકાળ ખુશ રહેતું અને એ બાબત એના કામમાં પણ મદદરૂપ થવા લાગી. એ દર મહીને પોતે જ સેટ કરેલાં ટાર્ગેટસ ને વધુ આસાનીથી અચીવ કરવા લાગ્યો હતો.

આ બાજુ અમરેન્દ્ર પણ ધીરેધીરે વર્કોહોલિક થવા લાગ્યો હતો પણ અનુશ્રીને હવે એની કોઇ જ પરવા ન હતી. એણે એની જિંદગી ઇશિતા અને કદાચ પોતાનાં શ્રેષ્ઠ મિત્ર શાંતનુને પણ અર્પણ કરી દીધી હતી. અનુશ્રી અને શાંતનુ વધુનેવધુ એકબીજા સાથે જોડાવા લાગ્યાં પણ શાંતનુનો પ્રેમ તો એકતરફી જ રહ્યો. જો કે શાંતનુને ક્યાં ફર્ક પડતો હતો?

ઇશિતા પણ હવે ઘણુંબધું બોલવા લાગી હતી. એક દિવસ સ્કાઇપ પર ચેટ કરતાં કરતાં અચાનક શાંતનુએ અનુશ્રી પાસે ઇશિતા સાથે ચેટ કરવાનું મન કર્યું. અનુશ્રીએ તરત જ ઇશિતાને ખોળામાં લીધી. ઇશિતા સતત શાંતનુને જોઇ રહી હતી.

‘ઇશી, સે...હાઇ શાંતનુ અંકલ કેમ છો?’ અનુશ્રીએ પોણા બે વર્ષની ઇશિતાને બોલવાનું કહ્યું. ખરેખર તો એ શાંતનુને ઇશિતા દ્ધારા ‘અંકલ’ કહેવડાવી ને ચીડાવવા માંગતી હતી.

‘હાઇ...શાંતુ...તું કેમ છે?’ સાવ નિર્દોષતાથી અને કુદરતી રીતે જ ઇશિતા બોલી. શાંતનુ સાથે લગભગ રોજ થતી વાતો દરમ્યાન અનુશ્રી એને ‘શાંતુ’ કહીને જ બોલાવતી એ ઇશિતાનાં મગજમાં ઠસી ગયું હતું અને એટલેજ એણે શાંતનુને ‘શાંતુ’ કહીને આજે અનુશ્રી અને શાંતનુ બન્ને ને સુખદ આશ્ચર્ય આપ્યું.

‘છે ને મારી દીકરી મારાં જેવી જ? તને શાંતનુ અંકલ તો શું શાંતનુ પણ ન કીધું પણ સીધેસીધો જ મારી જેમ જ શાંતુ કહી દીધો.’ ઇશિતાનાં બોલ્યાં પછી પહેલાં તો અનુશ્રી અવાક જ થઇ ગઇ પણ તે હસી રહી હતી.

‘બાળકો ઇશ્વરનું રૂપ હોય છે એવું મેં સાંભળ્યું અનુ પણ આજે એ સાબીત પણ થઇ ગયું. ભલે ઇશીએ સાવ બાલસહજ નિર્દોષતાથી આવું કહ્યું પણ એમાં પણ ઉપરવાળા નો સંકેત છે.’ શાંતનુ ખુબ આનંદિત હતો.

‘બાળસહજ નિર્દોષતા!! માય ગોડ શાંતુ, તું કેટલું ભયંકર ગુજરાતી બોલેે છે હેં?’ અનુશ્રી ખડખડાટ હસી પડી.

‘હમમમ...’ શાંતનુ પણ જવાબમાં આટલું બોલી ને હસી રહ્યો હતો.

‘પણ ક્યા સંકતની વાત તું કરે છે શાંતુ?’ ઇશિતાને બહાર રમવા મોકલતાં અનુશ્રીએ શાંતનુને પૂછ્યું.

‘એમ જ કે આપણી દોસ્તીનાં મૂળિયાં કેટલાં મજબુત છે. બાય ધ વે મૂળિયાં મીન્સ રૂટ્‌સ અને દોસ્તી મીન્સ ફ્રેન્ડશીપ ઓકે?’ હવે શાંતનુ ખુબ હસી રહ્યો હતો. અને એને ખ્યાલ હતો કે અનુશ્રી નું રીએક્શન શું હશે.

‘બહુ સારું ચાંપલા, નાલાયક. એટલું ગુજ્જુ તો મને આવડે છે હોં કે?’ પહેલાં ખોટો ગુસ્સો દેખાડીને પછી તો અનુશ્રી પણ ખડખડાટ હસી પડી.

‘આઇ વીલ ઓલ્વેઝ ટેઇક કેર ઓફ ધીસ ફ્રેન્ડશીપ અનુ.’ શાંતનુ એ હવે અનુશ્રી સાથે આ મિત્રતાની વૈકલ્પિક વ્યવસ્થા મનોમન સ્વીકારી લીધી હતી.

‘યુ ઓલરેડી આર શાંતુ.’ અનુશ્રી બોલી.

તે દિવસે ચેટ કરતાં વાતેવાતે શાંતનુ અને અનુશ્રી ખુબ હસ્યાં. કહે છે કે જ્યારે તમે ખુબ હસો ત્યારે તમારે કદાચ ખુબ રડવું પણ પડે છે અને એ દિવસ દુર ન હતો જ્યારે અનુશ્રીને ખુબ પડવું પડ્યું અને અનુશ્રીને કારણે શાંતનુને પણ...

એક રવિવારે સવારથીજ શાંતનુ અનુશ્રીના ઓનલાઇન થવાની રાહ જોઇ રહ્યો હતો. વ્હોટ્‌સ એપ્પ પર પણ એનું ‘લાસ્ટ સીન એટ...’ છ કલાક જુનું દેખાડતું હતું. શાંતનુ આડુંઅવળું સર્ફિંગ કરી રહ્યો હતો અને વારેવારે વ્હોટ્‌સ એપ્પ અને સ્કાઇપ પર અનુશ્રી ઓનલાઇન છે કે નહિ એ ચેક કરી લેતો. બપોરે જમ્યાં પછી શાંતનુ ફરી ઓનલાઇન થયો એને થયું કે અત્યારે તો લોસ એન્જેલીસમાં રાતનાં એક વાગ્યો હશે એટલે અનુશ્રી ક્યાં થી ઓનલાઇન હશે? પણ એનાં આશ્ચર્ય વચ્ચે અનુશ્રી સ્કાઇપ પર ઓનલાઇન હતી. શાંતનુને તરત જ વ્હોટ્‌સ એપ્પ ચેક કર્યું તો એ ત્યાં પણ ઓનલાઇન હતી. અનુશ્રીએ પણ કદાચ શાંતનુને ઓનલાઇન જોયો હશે એટલે એણે સ્કાઇપ પર તરત જ એને કૉલ કર્યો. શાંતનુએ ક્લીક કરીને કૉલ રીસીવ કર્યો.

‘હાઇ..અત્યારે?’ અનુશ્રીના મોડી રાત્રે ઓનલાઇન હોવાથી શાંતનુ

આમતો થોડીક ચિંતા માં હતો પણ તેમ છતાંય ખુશ થઇ ને બોલ્યો.

‘શાંતુ...આજે અમરે મારાં પર હાથ ઉપાડ્યો.’ આટલું બોલતાં જ અનુશ્રી ખુબ જોરથી રડવા લાગી.

‘વ્હોટ ધ હેલ? એની હિંમત કેવી રીતે થઇ? તમે કશું કહ્યું નહી?’ અનુશ્રીનું રુદન સાંભળતાની સાથે જ શાંતનુ એનાં સ્વભાવ વિરુદ્ધ બે સેકન્ડ્‌સ માં જ ગુસ્સે થઇ ગયો.

અનુશ્રી થોડીવાર રડતી જ રહી. શાંતનુ એને શાંત કરવાની કોશિશ કરતો જ રહ્યો. આજે પહેલીવાર શાંતનુને અનુશ્રી પાસે એ જાતે નથી એનું દુઃખ થયું.

‘એની પાસે અમારાં માટે ટાઇમ નથી શાંતુ. મેં ખાલી એટલું જ કહ્યું કે આજે વિક-એન્ડ માં તો અમારી સાથે રે? આજકાલ કરતાં છ મહિના થઇ ગયાં શાંતુ એ કોઇ દિવસ ઘેરે એક સાથે ચોવીસ કલાક નથી રહ્યો.’ અનુશ્રી બોલતાં બોલતાં ડુસકા ભરી રહી હતી અને શાંતનુથી આ જરાપણ સહન નહોતું થતું.

‘હમમ..પછી? શાંતનુ પોતાની હતાશા દબાવતાં બોલ્યો.’

‘ડોન્ટ એક્ટ લાઇક બ્લડી ઇન્ડીયન હાઉસ વાઇફ એમ કહીને એ મને એકદમ ગંદી ગાળ બોલ્યો.’ અનુશ્રી ફરીથી અનહદ રડવા માંડી.

‘શાંત થઇ જાવ અનુ પ્લીઝ..’ શાંતનુ અનુશ્રીને કેમેરામાં દેખાય નહી એમ ટેબલ પર મુઠ્ઠી પછાડી રહ્યો હતો.

‘મેં એને જસ્ટ શટ અપ કેટલું જ કહ્યું અને એણે મને તમાચો મારી દીધો અને જતો રહ્યો.’ અનુશ્રી ફરીથી રડવા લાગી.

શાંતનુથી અનુશ્રીનું આ અનહદ રુદન જરાપણ સહન નહોતું થતું. એની લાચારી હતી કે એને અનુશ્રીને શાંત કરવી હતી તો એ એમ કરી નહોતો શકતો એને અનુશ્રીને તમારો મારનાર અમરેન્દ્રને પણ તમાચો મારવો હતો પણ એ એમ પણ કરી શકતો ન હતો. આટલો ગુસ્સો તો એને ત્યારે પણ નહોતો આવ્યો જ્યારે એણે પોતે સુવાસનો તમાચો ખાધો હતો. પણ ગમેતેમ કરીને શાંતનુએ અનુશ્રીને શાંત કરી.

આ ઘટના પછી અનુશ્રીની રોજની વાતો ઉપરથી શાંતનુને બે વાત સ્પષ્ટ થઇ ગઇ. અમરેન્દ્રને બે નશાઓનું વળગણ થઇ ચુક્યું હતું. એક તો સફળતાનાં નશાનું જે એને એની કંપનીમાં ઇનામ અકરામ તો અપાવી રહ્યાં હતાં પણ અઠવાડીયાનાં દરેક દિવસે એ ઘેર નહી પણ ઓફીસમાં જ રહેવાનું પસંદ કરતો હતો. એ સવારે ફક્ત ન્હાવા માટે જ ઘેરે આવતો. ધીરેધીરે તો અનુશ્રીએ પણ એની ચિંતા કરવાની મૂકી દીધી હતી અને એનાં કહેવા પ્રમાણે એ અમરેન્દ્ર જ્યારે ઘેરે આવવાનો હોય ત્યારે જ પોતાની જોબ ઉપર જતી રહેતી. ફક્ત શનિ-રવી એ ઘરે રહેતી અને અમરેન્દ્ર ફક્ત નહાઇ અને કપડાં બદલી અને જો નાસ્તો તૈયાર હોય તો એ ખાઇ અને બીજી કોઇજ વાત કર્યા વીના ફરી ઓફિસે જતો રહેતો. અનુશ્રી હોય કે ન હોય એનો એને કોઇજ ફરક પડતો ન હતો અનુશ્રીની ગેરહાજરીમાં અનુશ્રીની ગેરહાજરીમાં અનુશ્રીના સાસુ એનાં માટે નાસ્તો બનાવી દેતાં.

અમરેન્દ્રને બીજો નશો થઇ ચુક્યો હતો એનાં મિત્રોની ખરાબ સંગત નો. એનાં મિત્રોની અતિ શરાબ પીવાની લત અને અન્ય કુટેવો અમરેન્દ્ર ને બરોબર લાગી ગઇ હતી. આની ઉપર સતત મળતાં જતાં પ્રમોશન્સ અને સેલરી રાઇઝ પણ એનાં અભિમાની સ્વભાવમાં ઔર વધારો કરતાં હતાં. જ્યારે એને પોતાનાં પ્રેમ એટલેકે અનુશ્રીની કોઇ કદર ન હોય તો ઇશિતાનું તો એ શું ધ્યાન રાખે? એકવાર જ્યારે અડતાલીસ કલાક સુધી અમરેન્દ્ર ઘેરે ન આવ્યો, જે અનુશ્રી માટે નવી વાત ન હતી, પરંતુ અનુશ્રીના સાસુને એની ચિંતા થઇ એટલે અનુશ્રીએ અમરેન્દ્રનાં સેલફોન પર કૉલ કર્યો ત્યારે એને ખબર પડી કે એ તો ત્યારે લોસ એન્જેલીસ થી દુર લાસ વેગસમાં હતો અને કેસીનોમાં મિત્રો સાથે જુગાર રમવામાં મસ્ત હતો.

અનુશ્રી ફક્ત અને ફક્ત ઇશિતા માટે જ ચુપ હતી અને આ બધું સહન કરતી હતી. એણે શાંતનુ પાસેથી એવું વચન પણ લઇ લીધું કે આમાનું કશું પણ એ એનાં મમ્માને કે સિરતદીપને નહી કહે. શાંતનુને ઘણીવાર અનુશ્રીને એમ કહેવાનું મન થતું હતું કે એ અમરેન્દ્રથી છૂટી થઇ ને ભારત કાયમ માટે પછી આવી જાય પણ એ રડતો હતો કે ક્યાંક અનુશ્રીને એની આ સલાહમાં એનો કોઇ સ્વાર્થ ન દેખાય.

અનુશ્રી તો હજીપણ થોડી આશાવાન હતી કે એનું લગ્નજીવન કોઇપણ રીતે બચી જશે એટલે એણે એકવાર અમરેન્દ્ર સાથે વાત કરવાની કોશિશ કરી. પોતાની જરાઅમથી ટીકા પણ ન સાંભળી શકનાર અમરેન્દ્ર જ્યોર આ ચર્ચા દરમ્યાન અનુશ્રી એને એની એકપછી એક ભૂલો ગણાવવા માંડી ત્યારે એનો ગુસ્સો સાતમે આકાશે પહોંચી ગયો. અને પછી આગમાં ઘી રેડવાનું કામ કર્યું અનુશ્રીના સાસુએ. અમરેન્દ્રમાં બે ત્રણ વાર અમરેન્દ્રને મરી-મસાલા ઉમેરી ને વાત કરી હતી અને અમરેન્દ્ર ઓલરેડી ગુસ્સે હતો જ એટલે જ્યારે અનુશ્રી આ બાબતે ચર્ચા કરી હતી ત્યારે જ જવાબમાં અમરેન્દ્રએ એને બે-ત્રણ તમાચા મારી દીધાં એમાંનો એક તમાચો અનુશ્રીની આંખ ની સહેજ નીચે જ વાગ્યો અને જેમાં અનુશ્રીને અમરેન્દ્રની વીંટી વાગી ગઇ અને એને ખુબ લોહી નીકળ્યું.

આ ઘટના પછી અનુશ્રી લગભગ એક અઠવાડિયું શાંતનુથી સ્કાઇપ પર ચેટ કરવાથી દુર રહી પણ જ્યારે એને લાગ્યું કે હવે કદાચ શાંતનુને ખ્યાલ નહી આવે કે એની આંખ નીચે ઇજા થઇ છે. ત્યારે એણે સ્કાઇપ પર શાંતનુ સાથે ચેટ કરવાની શરુ કરી. પણ શાંતનુને તો કેમેરા પર અનુશ્રીને જોતાં ફક્ત બે મીનીટમાં જ ખ્યાલ આવી ગયો કે અનુશ્રીને આંખ નીચે કશુંક વાગ્યું છે.

‘સીડી પરથી પડી ગઇ હતી...’ એવું ચીલાચાલુ બહાનું અનુશ્રીએ જણાવ્યું પણ શાંતનુએ ખુબ આગ્રહ કર્યો પછી એણે સાચી હકીકત જણાવી. કાયમની જેમ એ ખુબ રડી.

શાંતનુની હતાશા હવે ચરમસીમાએ હતી પણ એ લાચાર હતો. એ કશું જ કરી શકે એમ ન હતો. એક તો એ અનુશ્રીથી ખુબ દુર હતો અને બીજું અનુશ્રી આટલું બન્યાં પછી પણ આશાવાન હતી કે અમરેન્દ્રનો સ્વભાવ સુધરી જશે, ફક્ત અને ફક્ત ઇશિતા માટે. ઇશિતા પણ હવે બે વર્ષની થઇ ચુકી હતી અને થોડું ઘણું સમજતી પણ હતી અને એનાં ભવિષ્ય વિષે પણ શાંતનુ ખુબ ચિંતિત હતો એટલે એ રાત્રે પોતાની હતાશામાં શાંતનુ પણ એકાંતમાં ખુબ રડ્યો. અનુશ્રીનું સ્કાઇપ પર આવવું ખુબ ઓછું થઇ રહ્યું હતું. શાંતનુ સમજતો હતો કે એને પૂછી પૂછી ને બહુ હેરાન કરવી એ યોગ્ય ન હતું. વ્હોટ્‌સ એપ્પ પર પણ અનુશ્રી આખો દિવસ ઓફલાઇન રહેતી અને કોઇકવાર જ મેસેજ કરતી.

પણ એક દિવસ...

‘પપ્પા હું સરખેજ જાઉં છું એક અપોઇન્ટમેન્ટ છે.’ બપોરે ત્રણેક વાગ્યે પોતાની બેગ લઇને શાંતનુએ ઘરનાં દરવાજા પાસે પોતાનાં શુઝ પહેરતાં જ જ્વલંતભાઇને કહી રહ્યો હતો ત્યાં જ એનો સેલ રણક્યો. આશ્ચર્ય વચ્ચે એ અનુશ્રીનો કૉલ હતો.

‘અનુશ્રી નો કૉલ? એ પણ સીધો? અત્યારે તો ત્યાં રાતના લગભગ દોઢ વાગ્યા હશે.’ શાંતનુ સ્વગત બોલ્યો અને કૉલ રીસીવ કર્યો.

‘શાંતુ...શાંતુ...’ અનુશ્રીના અવાજમાં ઘરઘરાટી હતી અને સાથે સાથે પૃષ્ઠભુ માંથી ઇશિતાનો રડવાનો અવાજ પણ આવતો હતો.

‘શું થયું અનુ? શું થયું?’ અનુશ્રી કોઇ મોટી મુસીબતમાં છે એ શાંતનુએ સમજી લીધું અને એ નજીકનાં સોફા પર પોતાની બેગ ફેંકી અને ત્યાં જ બેસી ગયો.

‘શાંતુ...શાંતુ...’ અનુશ્રી ફરીથી એવી જ રીતે બોલી.

‘શાંત થાવ અનુ...પ્લીઝ મને કહો કે શું થયું.’ શાંતનુ ની ચિંતા વધી રહી હતી અને સાથે એનું બ્લડ પ્રેશર પણ. શાંતનુને આ રીતે બોલતાં સાંભળીને જ્વલંતભાઇને પણ પરિસ્થિતિ નો ખ્યાલ આવી ગયો અને એ પણ તરત જ શાંતનુ ની બાજુમાં આવી ને બેસી ગયાં.

‘શાંતુ બે દિવસ એણે મને ઢોરની જેમ મારી...આજે તો એણે ઇશીને પણ મારી...બે દિવસથી મને ખાવાનું પણ નથી આપ્યું. શાંતુ પ્લીઝ...આઇ વોન્ટ તો કમ ટુ ઇન્ડિયા...પ્લીઝ...તું કઇક કર.’ અનુશ્રી નો અવાજ ખુબ જ નબળો હતો અને એ રીતસર કરગરી રહી હતી.

‘ઓકે ઓકે અનુ પણ...’ શાંતનુ ને વિચાર આવ્યો કે એ અહીયાં બેઠોબેઠો શું કરશે? એ જુદાજુદા રસ્તા વિચારવા લાગ્યો.

‘શાંતુ આઇ બેગ ઓફ યુ...તું મને આમાંથી કાઢ...ઇટ્‌સ અ બીગ હેલ.’ અનુશ્રી હવે અફાટ રડી રહી હતી અને ઇશિતા પણ રડી રહી હતી એ પણ શાંતનુને ખ્યાલ આવ્યો.

‘એ ઘરમાં અત્યારે?’ શાંતનુ એ પૂછ્યું.

‘ના એ તો હમણાં જ સાઉથ આફ્રિકા જતો રહ્યો મને ઢોરની જેમ મારી ને.’ અનુશ્રી બોલી.

‘અને તમારું સાસુ?’ શાંતનુ એ પૂછ્યું.

‘એ મારાં કઝીન દિયર ને ત્યાં છે.’ અનુશ્રી બોલી પણ એ ખુબ જોરજોરથી રડી રહી હતી અને ઇશિતા પણ.

‘તો જલ્દીથી ઘરની બહાર નીકળો અને તમારાં નેબરને ઉઠાડો એ તમને જરૂર હેલ્પ કરશે અનુ.’ શાંતનુએ એ રસ્તો બતાવ્યો. જ્વલંતભાઇને શું બની રહ્યું છે એનો ખ્યાલ આવી ગયો એટલે એમણે ઇશારાથી શાંતનુને એનાં સેલફોનનું સ્પીકર ચાલુ કરવાની સુચના આપી.

‘શાંતુ માય હોમ ઇઝ લોક્ડ ફોર લાસ્ટ કપલ ઓફ ડેઝ. એ આવે

છે અને મને મારી ને જતો રહે છે. આજે એ મને અને ઇશીને મરવા માટે

છોડીને પંદર દિવસ માટે જતો રહ્યો. મને મારી ચિંતા નથી શાંતુ. ઇશી ને હું કાલથી ફ્રુટસ ખવડાવું છું પણ હવે તો એ પણ ખલાસ થઇ ગયાં છે. પ્લીઝ ડુ સમથીંગ.’ અનુશ્રીએ ફરીથી શાંતનુને વિનવણી કરી.

‘ઓકે તમારાં કોઇ સગાં? આઇ મીન પિયર પક્ષના?’ શાંતનુએ બીજો રસ્તો બતાવ્યો.

‘છે પણ એમાંથી કોઇપણ એલ.એ માં નથી બધાં જ દુર દુર રહે છે...પ્લીઝ ઇશી માટે કઇક કર.’ અનુશ્રી રહીરહી ને શાંતનુ પાસે એને આ દોજખ માં થી છોડાવવા વિનવણી કરી રહી હતી.

શાંતનુ પાસે હવે કોઇજ ઉપાય ન હતો. એણે જ્વલંતભાઇને ઇશારો કરીને પૂછ્યું કે એ હવે શું કરે? પણ જ્વલંતભાઇ પણ મજબુર હતાં. અચાનક વીજળીનો ઝબકારો થાય એવી રીતે જ શાંતનુને મગજમાં ઝબકારો થયો.

‘અનુ...લેન્ડલાઇન ફોન તો છે ને?’ શાંતનુએ પૂછ્યું અને મનોમન એનાં શિવને પ્રાર્થના કરી કે અનુશ્રીનો જવાબ હા માં આવે.

‘હા છે...મારી બાજુમાં જ છે પણ તો શું?’ અનુશ્રી જોરથી બોલી.

‘નાઇન વન વન...અનુ... નાઇન વન વન...’ શાંતનુ ને અંતે હાશ થઇ કે એણે અંતે અનુશ્રીને બચાવવાનો ઉપાય શોધી લીધો.

-ઃ પ્રકરણ અગિયાર સમાપ્ત :

બાર

‘એટલે?’ અનુશ્રી એટલી બઘવાઇ ચુકી હતી કે એને શાંતનુ શું કહી રહ્યો છે એનો પણ એને ખ્યાલ નહોતો આવી રહ્યો.

‘અનુ સેન્સ માં આવો, તમારે ત્યાં નાઇન વન વન એટલે કે નાઇન ઇલેવન એટલે કે પોલીસ નો ઇમરજન્સી નંબર છે ને? એ તમારાં લેન્ડ લાઇન પર થી ડાયલ કરો અને તમારાં સેલફોન નું સ્પીકર ઓન કરો અને તમે પોલીસને તરત તમારાં ઘેરે બોલાવો અને બધી જ વાત કરો એટલે એલોકો જલ્દીથી તમારી મદદે આવે. સમજ્યા?’ શાંતનુએ ભારપૂર્વક અનુશ્રીને સમજાવવાની કોશિશ કરી.

‘હા...ઓક્કે કરું છું, થેન્ક્સ શાંતુ મને કશી જ ખબર નહોતી પડી રહી...તું જો ન હોત તો..’ અનુશ્રી બોલી જ રહી હતી...

‘અત્યારે એ બધું છોડો અનુ અને પોલીસને કૉલ કરો પ્લીઝ, અને બન્ને ફોન્સ નાં સ્પીકર ઓન રાખજો.’ શાંતનુએ અનુશ્રીને વચ્ચે થી જ રોગકી.

‘હા ઓક્કે હમણાં જ કરું છું.’ અનુશ્રી બોલી.

અનુશ્રીએ એનાં મોબાઇલનું અને લેન્ડલાઇનનું સ્પીકર ઓન રાખ્યું હતું એટલે શાંતનુને અનુશ્રીને અવાજ સ્પષ્ટ સંભળાઇ રહ્યો હતો. અનુશ્રીએ નાઇન વન વન ડાયલ કર્યો અને પોલીસ ને પોતાની સાચી પરિસ્થિતિ જણાવી. એ ત્યાં લોસ એન્જેલીસમાં પોલીસ સાથે વાત કરતાં પણ રડી રહી હતી અને અહિયા અમદાવાદમાં શાંતનુ નું કલેજું કપાઇ રહ્યું હતું. જ્વલંતભાઇ ને શાંતનુની માનસિક પરિસ્થિતિ નો ખ્યાલ આવી ગયો એમણે શાંતનુના ખભે હાથ મૂકી ને એને શાંત રહેવા નો ઇશારો કર્યો.

શાંતનુએ સાંભળ્યું કે ફોન ઉપર અનુશ્રીને લેડી પોલીસ ઓફિસર વારંવાર શાંત રહેવાનું અને જરાપણ ચિંતા ન કરવાનું કહી રહી હતી અને પોલીસ ફક્ત બે મિનીટ માં એને ઘેરે પહોંચે છે એવી ખાત્રી પણ એણે અનુશ્રીને બે થી ત્રણ વાર આપી. આ ઉપરાંત એણે અમરેન્દ્ર ની વિગતો પણ માંગી. શાંતનુએ સાંભળ્યું કે અમરેન્દ્રની ડર્બન વાયા હોંગકોંગની ફ્લાઇટ ઉપડવાને હજી બે કલાક હતાં એટલે લેડી પોલીસ ઓફિસર એને એરપોર્ટ પરથી જ અરેસ્ટ કરી લેશે એવાી વાત કરી રહી હતી. આ સાંભળીને શાંતનુને એક અજીબ શાંતી મળી. અનુશ્રી એ પોલીસને કરેલો કૉલ પૂરો થયો.

‘એ લોકો બે મિનીટ્‌સ માં આવે છે શાંતુ, હું એટલી ગભરાઇ ગઇ હતી... થેન્ક્સ મને તો આ યાદ જ ન આવત.’ અનુશ્રી નાં અવાજમાં હવે થોડી શાંત વર્તાઇ રહી હતી.

‘મેં બધું જ સાંભળ્યું અનુ. તમે હવે જરાપણ ચિંતા ન કરો.’ શાંતનુ હજી આમ બોલીજ રહ્યો હતો ત્યાં અનુશ્રીના ઘરનું બારણું ખખડ્યું.

‘વેઇટ શાંતુ, આઇ થીંક ધ કોપ્સ આર હિયર.’ અનુશ્રીનાં અવાજમાં હવે મક્કમતા આવી ગઇ હતી.

‘હેલ્લો..હું ઝ ધીસ?’ અનુશ્રીએ બુમ પાડી, એનાં સેલફોનનું સ્પીકર ઓન જ હતું.

સામેથી કોઇ બોલ્યું જે શાંતનુને સ્પષ્ટ રીતે સંભળાયું નહી.

‘બટ ધ ડોર ઇઝ લોક્ડ એન્ડ આઇ ડોન્ટ હેવ ધ કીઝ ઓફિસર.’ અનુશ્રીએ પેલા ને જવાબ આપ્યો.

‘શું થયું અનુ?’ શાંતનુથી ન રહેવાયું.

‘પોલીસ છે મારી પાસે ચાવી માંગે છે...એ લોકો દરવાજો તોડે છે.’ અનુશ્રી નાં અવાજમાં આશાની ઝલક હતી.

‘અનુ સાંભળો, પોલીસ અંદર આવે એટલે એનાં કોઇ એક ઓફિસર સાથે પ્લીઝ મારી ઓળખાણ કરાવી ને મારી વાત કરાવજો ઓકે?’ શાંતનુએ અનુશ્રીને વિનંતી કરી.

‘શ્યોર શાંતુ, આઇ કેન અન્ડરસ્ટેન્ડ.’ અનુશ્રી બોલી.

થોડીવાર પછી શાંતનુએ ફોન ઉપર જ દરવાજો તૂટવાનો અવાજ પણ સાંભળ્યો અને એને હાશ થઇ. અનુશ્રી કોઇ ઓફિસર સાથે વાત કરી રહીત હતી એનો ખ્યાલ શાંતનુને આવ્યો. અનુશ્રીએ ઓફિસરને પોતાની હાલની પરિસ્થિતિક વિષે પ્રાથમિક માહિતી આપ્યાં પછી એણે ઓફિસરને શાંતનુ સાથે વાત કરવાનું કહ્યું અને શાંતનુની ઓળખાણ એણે ‘બેસ્ટ બડી ઓફ મી’ તરીકે આપી. આવાં સંજોગોમાં પણ અનુશ્રીનાં મોઢે પોતે એનો સર્વશ્રેષ્ઠ મિત્ર એમ સાંભળીને શાંતનુ ખુબ પોરસાયો.

‘હાઇ શેન્ટનુ, ધીસ ઇઝ સાર્જન્ટ રોબીન હાઉ યુ આર ડુઇંગ બડી?’ ડ્યુટી પરનાં સાર્જન્ટ રોબીને શાંતનુ સાથે વાત શરુ કરતાં કહ્યું.

‘હલ્લો ઓફિસર, થેક્સ ફોર હેલ્પીંગ અનુશ્રી. વ્હોટ એક્ઝેક્ટલી હર પોઝીશન ઇઝ? આઇ હોપ શી ઇઝ નોટ ઇન ધેટ બેડ શેપ એઝ થી વોઝ સાઉન્ડીગ ફ્યુ મિનીટ્‌સ બેક.’ શાંતનુએ પોતાની ચિંતા જણાવી.

‘વેલ શી લૂક્સ વીક એટ ધ આઉટ સેટ્‌સ, ફ્યુ સ્કાર્સ ઓન હર ફેઇસ બટ નથીંગ ટુ વરી બડ્‌, વી વીલ ટેઇક કેર ઓફ હર. એનીથિંગ એલ્સ આઇ કેન હેલ્પ યુ?’ સાર્જન્ટ રોબીને શાંતનુને પૂછ્યું.

‘વ્હોટ વીલ બી યોર નેક્સ્ટ કોર્સ ઓફ એક્શન? એન્ડ વ્હોટ અબાઉટ ધ કલ્પ્રીટ?’ શાંતનુ એ અમરેન્દ્ર બાબતે પૂછ્યું જેણે અનુશ્રી ની આવી બદ થી બદતર હાલત કરી હતી.

‘હી વીલ બી ટેકન કેર ઓફ ડોન્ટ વરી, એઝ ફાર એઝ, મીસીઝ પાંડી (પાંડે) ઇઝ કન્સર્ન, વી વીલ ટેઇક હર એન્ડ ધ કીડ ટુ અ હોસ્પીટલ ફોર ધ મેડીકલ ચેક્સ ધેન ઓન્લી આઇ કેન ટેલ યુ અવર ફ્યુચર કોર્સ ઓફ એક્શન બડ્‌!’ સાર્જન્ટ રોબીને ખુબ જ શાંતીથી અને વિસ્તારથી શાંતનુને જવાબ આપ્યો જેનાંથી શાંતનુ ની ચિંતા એકદમ દુર થઇ ગઇ.

‘કેન યુ ડુ મી અ ફેવર સાર્જન્ટ? કેન આઇ હેવ યોર સેલફોન

નંબર? સો ધેટ આઇ કેન કૉલ યુ આફ્ટર એન અવર ઓર સો? આઇ વોન્ટ લેટેસ્ટ ઇન્ફો અબાઉટ અનુ.’ શાંતનુએ સાર્જન્ટ રોબીન ને વિનંતી કરી.

‘ઓહ શ્યોર બડી પ્લીઝ નોટ ઇટ ડાઉન.’ આટલું કહી ને સાર્જન્ટે એનો સેલફોન નંબર શાંતનુને લખાવ્યો.

સાર્જન્ટ રોબીન સાથે આટલી વાત થતાં શાંતનુ હવે રાહત અનુભવી રહ્યો હતો. એણે થોડીવાર પછી અનુશ્રીની સાથે વાત કરી અને એને પોલીસ જે સલાહ આપે એમ જ વર્તવાનું કહ્યું. પોલીસ અનુશ્રીને ઘેરેથી હોસ્પીટલ લઇ ગઇ. ત્યાં એનું મેડીકલ ચેક અપ થયું. રસ્તામાં સાર્જન્ટ રોબીને બે દિવસની ભૂખી અનુશ્રી અને ઇશીતાને એની પાસે રહેલી ચોકલેટ્‌સ ભરપુર માત્રામાં ખવડાવી. આ આખીય પ્રક્રિયા દરમ્યાન અનુશ્રીએ પોતાનો કૉલ ચાલુ રાખ્યો હતો.

લગભગ દોઢેક કલાક પછી જ્યારે શાંતનુએ સાર્જન્ટ રોબીને ને કૉલ કર્યો ત્યારે એમણે શાંતનુને જણાવ્યું કે હવે અનુશ્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે. એને જે નાની મોટી ઇજાઓ થઇ છે એનો ઇલાજ ચાલુ થઇ ગયો છે. ઇશીતા પણ અનુશ્રી સાથે જ છે અને બન્ને ને પુરતો ખોરાક પણ આપવામાં આવી રહ્યો છે. અનુશ્રીની નિવેદન પછી અમરેન્દ્ર ને ઘરેલું હિંસાના ગુના હેઠળ લોસ એન્જેલીસ એરપોર્ટ પર જ પકડી લેવામાં આવ્યો છે અને અનુશ્રીને એની ઇચ્છા મુજબ કાયદાકીય પ્રક્રિયા પત્યાં પછી બને તેટલી જલ્દી ભારત પાછી મોકલવામાં આવશે.

શાંતનુ તો એમ જ ઇચ્છતો હતો કે અનુશ્રી તે દિવસે જ ઉપડીને ભારત આવી જાય પણ અમરેન્દ્ર પર ની બધી જ કાયદાકીય પ્રક્રીયા પૂરી થતાં લગભગ એક મહિના થી ઉપર થઇ ગયો. અમરેન્દ્રની ધરપકડ પછી બીજા દિવસે અનુશ્રીના સાસુની પણ અમરેન્દ્ર નો ગુનો છુપાવવા અને પોલીસને ન જણાવવા નાં ગુના હેઠલ પોલીસે ધરપકડકરી. આ આખાય મહીના દરમ્યાન શાંતનુ અને અનુશ્રી ફોન દ્ધારા સતત એકબીજાનાં સંપર્કમાં રહ્યાં. ક્યારેક અનુશ્રી ખુબ રડી પણ લેતી એને પોતાની સાથે અમરેન્દ્ર એ કરેલાં વર્તાવ કરતાં એનો પ્રેમ નિષ્ફળ ગયો એનો વધારે રંજ હતો.

લોસ એન્જેલીસની અદાલતે અમરેન્દ્ર ને ફક્ત પંદર દિવસની સુનાવણી બાદ ત્રણ વર્ષની જેલની સજા કરી અને તેને આડકતરી રીતે મદદ કરવા માટે અને પોતે અમેરિકાના નાગરિક ન હોવાથી અનુશ્રીના સાસુને ભારત પાછાં મોકલવાનો પણ હુકમ કર્યો. અનુશ્રીને પણ એની ઇચ્છા મુજબ ભારત જવાની છૂટ મળી ગઇ અને અમરેન્દ્ર જો ઉપરની અદાલતમાં અપીલ કરે તો પણ અનુશ્રી ને પાછાં આવવાની કોઇ જ જરૂર નથી એમ પણ ઠરાવવામાં આવ્યું. અદાલતી કાર્યવાહી પૂરી થતાં જ અનુશ્રીની ભારત આવવાની પ્રક્રિયા શરુ થઇ ગઇ. એને માટે ટીકીટ અને એનાં વકીલ ની ફીસ વગેરે ની વ્યવસ્થા શાંતનુના અતિશય આગ્રહ કરવા છતાં સુવાસે કરી.

આખરે વીસેક દિવસની લાંબી રાહ જોયા પછી અનુશ્રીનો અમદાવાદ પરત થવાનો દિવસ આવી ગયો. અનુશ્રી ઇશીતા સાથે લોસ એન્જેલીસથી સિંગાપોર અને ત્યાંથી અમદાવાદની સીધી ફ્લાઇટમાં આવી રહી હતી. શાંતનુ સાથે જ્વલંતભાઇ પણ એરપોર્ટ પર આવ્યાં હતાં અને સુવાસ એનાં પત્ની દિપ્તી અને અનુશ્રીના મમ્મા તો હોય જ. અક્ષય અને સિરતદીપ પણ ત્યાં હાજર હતાં. શાંતનુ અને સુવાસે નક્કી કર્યું હતું કે અનુશ્રી એરપોર્ટ થી સીધી જ સુવાસને ઘેર જશે અને બીજે દિવસે શાંતનુ એને મળવા સુવાસને ઘેરે આવશે.

સુવાસનો શાંતનુ પ્રત્યેનો અભીપ્રાય હવે એકદમ બદલી ગયો હતો. અનુશ્રીને એનાં અતિકપરા કાળમાં જે રીતે એણે આટલે દુર અમદાવાદમાં રહીને પણ મદદ કરી એની જાણ થતાં જ સુવાસને શાંતનુ પ્રત્યે ખુબ જ માન થઇ ગયું હતું અને એણે અનુશ્રી જ્યારે ઘેરેથી ભાગી હતી અને શાંતનુ એને મળવા ગયો હતો ત્યારે એણે જે વર્તાવ શાંતનુ સાથે કર્યો હતો એની એણે વારંવાર માફી પણ માંગી હતી.

એરપોર્ટ પર પહોંચ્યા પછી આખરે લગભગ એકાદ કલાકની રાહ જોયાં પછી સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ લેન્ડ થઇ ગઇ હોવાની જાહેરાત થઇ, શાંતનુ, જ્વલંતભાઇ, અક્ષય, સિરતદીપ અને સુવાસનો આખોય પરિવાર અનુશ્રીને રીસીવ કરવા એક પગે થઇ રહ્યાં હતાં, ખાસકરીને જ્યારે અનુશ્રી નજીકનાં ભૂતકાળમાં જ જે સંજોગોમાં થી પસાર થઇ હતી ત્યારે આ ઉતાવળ સ્વાભાવિક હતી. અહિયા આવેલી દરેક વ્યક્તિ અનુશ્રી સાથે કોઇને કોઇ રીતે ગાઢ રીતે સંકળાયેલી હતી પરંતુ અનુશ્રીની પહેલી ઝલક લગભગ ત્રણેક વર્ષનાં અંતર બાદ જોવા માટે શાંતનુ આ લોકોમાં સહુથી વધુ આતુર હતો. અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ‘અરાઇવલ’ એરીયામાં અંદર જવાની મનાઇ હતી એટલે આ બધાં પાસે ત્યાંજ બાંધેલી સ્ટીલની ગ્રીલ પાસે ઉભાં રહીને રાહ જોવા સીવાય બીજો કોઇજ વિકલ્પ ન હતો.

‘મને લાગે છે કે અડધા કલાક જેવું તો થશે જ કેમ શાંતનુ?’ સુવાસે શાંતનુને પૂછ્યું.

‘હા ઇમિગ્રેશન અને પછી કસ્ટમ્સ ની પ્રોસીજર પૂરી કરતાં કદાચ એટલી વાર તો લાગશે જ પ્લસ સામાન એરક્રાફ્ટમાં થી કેટલો જલદીઆવે છે એનાં પર પણ બહુ આધાર છે સુવાસભાઇ.’ શાંતનુ એ પણ અનુશ્રીને જોવાની ઉત્કંઠામાં આવડે એવો જ જવાબ આપ્યો.

‘જેટલી રાહ જોઇ છે એટલી રાહ નથી જોવાની ભાઇઓ.’ અક્ષયે કાયમની જેમ વાતાવરણ હળવું રાખવાની કોશિશ કરી. શાંતનુ અને સુવાસ બન્ને અક્ષય સામે જોઇને હસ્યાં.

અડધા કલાક નો પોણો કલાક થયો. અન્ય પ્રવાસીઓ બહાર આવતાં જતાં હતાં પણ અનુશ્રી અને ઇશિતા નો કોઇજ પત્તો ન હતો. એનાં સ્વભાવ વિરુદ્ધ શાંતનુ હવે ઉપરતળે થઇ રહ્યો હતો આ જોઇને જ્વલંતભાઇએ એનાં ખભે હાથ મૂકી ને શાંત રહેવાનો ઇશારો કર્યો.

ત્યાંજ...દુરથી શાંતનુ ને એક ટ્રોલીમાં ત્રણ મોટી મોટી બેગો લાદીને અને એને સરકાવતી અને બીજાં હાથમાં ઇશિતાની આંગળી પકડીને આવતી અનુશ્રી દેખાઇ. શાંતનુએ પોતાની ભૂલ તો નથી થતી તને એમ વિચારીને ફરીથી ધ્યાનથી જોયું તો એ અનુશ્રી જ હતી અને અનુશ્રીએ પણ શાંતનુને જોયો અને પોતાનો હાથ હલાવ્યો.

‘એ રહ્યાં..આવી ગયાં...’ અનુશ્રી તરફ જોરથી હાથ હલાવતાં શાંતનુ જોરથી બોલ્યો.

બધાનું ધ્યાન તરત જ અનુશ્રી તરફ ખેંચાયું. અનુશ્રીની આ લોકો તરફ ચાલવાની ઝડપ પણ વધી રહી હતી. ઇશિતા ને તો રીતસર અનુશ્રી ની ચાલ સાથે મેળ કરવા દોડવું પડતું હતું. છેક રેલીંગ સુધી અનુશ્રી આવી ગઇ પણ રેલીંગ ખુબ લાંબી હોવાથી એણે થોડું વધુ ચાલીને એક લાંબો વળાંક લઇને જ એની રાહ જોઇ રહેલાં તમામ લોકો તરફ આવી શકાય એમ હતું અનુશ્રીએ ઇશિતાને ઊંચકીને રેલીંગ કુદાવી ને બીજી તરફ ઉભા રહેલાં સુવાસને સોંપી અને પોતે ટ્રોલી સાથે દોડ મૂકી અને પેલો વળાંક વળી. આ બાજુ સુવાસ, અનુશ્રીનાં મમ્મા અને શાંતનુ પણ એક સાથે એ વળાંક તરફ દોડ્યા.

સુવાસ સહુથી પહેલો અનુશ્રી નજીક પહોંચ્યો અને થોડોક દુર ઉભો રહી ને અનુશ્રીને ભેટવા માટે પોતાનાં હાથ લંબાવ્યા. અનુશ્રીના મમ્મા પણ ઝડપ થી ચાલી ને લગભગ સુવાસની નજીક પહોંચી ગયાં. શાંતનુ આ જોઇને રોકાઇ ગયો. એને અચાનક ખ્યાલ આવ્યો કે અનુશ્રી પર પહેલો હક્ક એનાં મમ્મા અને એનાં સુવાસભાઇ નો છે એનો નહી, એટલે એ જ્યાં હતો ત્યાં જ ઉભો રહ્યો. પણ અનુશ્રી ત્રણ ભારે બેગોથી લદાયેલી ટ્રોલીને સુવાસ પાસે છોડીને એને અને એનાં મમ્માને અવગણીને સીધી શાંતનુ તરફ દોડી. શાંતનુને પણ પોતાની તરફ ઝડપથી દોડીને આવી રહેલી અનુશ્રીને જોઇને ખુબ નવાઇ લાગી.

શાંતનુ પાસે પહોંચીને અનુશ્રીએ શાંતનુને રીતસરની બાથ ભરી લીધી અને અફાટ રુદન ચાલુ કર્યું. જાણેકે આટલાં મહીનાઓમાં એણે જે માનસિક અને શારીરિક યાતનાઓ સહન કરી એનાં પણ એણે આજે જ શાંતનુ પાસે રડીને જાણે કે મલમ લગડાવી રહી હોય એવું લાગી રહ્યું હતું.

આ બાજુ અનુશ્રી આવતાંની સાથે જ એની આતુરતાથી અને ચિંતા થી રાહ જોઇ રહેલાં એનાં ભાઇ અને મમ્મા ને વટીને સીધી શાંતનુ પાસે દોડીને એને ભેટીને જે રીતે રડી રહી હતી એ જોઇને જ્વલંતભાઇ સહીત બધાં જ થોડોક આઘાત અને થોડુંક આશ્ચર્ય અનુભવી રહ્યાં હતાં. પણ ધીરેધીરે આ બધાંયને અનુશ્રીના તકલીફનાં સમયમાં શાંતનુએ દુર રહીને પણ અને પોતાનાં થી થતી તમામ સહાય અને માનસિક ટેકો આપ્યો હતો એનો ખ્યાલ આવતાં જ એલોકો ને જે આઘાત અને આશ્ચર્ય ની લાગણી થઇ હતી એ ધીમેધીમે દુર થવા લાગી.

શાંતનુ પણ અનુશ્રીને ભેટીને ખુબ જ રડી રહ્યો હતો. કારણકે ફક્ત એને જ અનુશ્રીની સાથે ઘટેલી દરેક ઘટનાનો જાત અનુભવ હતો, ખાસ કરીને એ રાત નો જ્યારે અમરેન્દ્ર અનુશ્રીને ઢોરમાર મારી એને અને ઇશિતાને ભૂખ્યા છોડીને જતો રહ્યો હતો. અનુશ્રી જ્યારે જ્યારે અમરેન્દ્રનાં દરેક ત્રાસનું બયાન કરતી ત્યારે ત્યારે શાંતનુ પોતાને અસહાય મહેસુસ કરતો કારણકે એ એની પાસે દોડીને પહોચી શકે એમ નહોતો અને આજે એજ અસહાયતા ની લાગણી અનુશ્રીને ભેટીને અને એની સાથે જ રડીને પોતાનાં આંસુઓ દ્ધારા બહાર વહાવી રહ્યો હતો. જ્વલંતભાઇ, અક્ષય અને સિરતદીપ આ દ્રશ્ય જોઇને મનોમન જાણેકે શાંતનુ તરફ માનથી જોઇ રહ્યાં હતાં અને આ ત્રણેયની આંખો પણ ભીની થઇ રહી હતી.

અમુક મિનિટોના રુદન પછી શાંતનુ અને અનુશ્રી બન્ને શાંત પડ્યાં. અક્ષયે બન્નેને પોતે સાથે લાવેલી બોટલ ધરી. બન્ને એ એમાંથી એક એક ઘૂંટડો ભર્યો. અનુશ્રી પછી એનાં મમ્માને, સુવાસને અને સિરતદીપને વળગીને પણ ખુબ રડી. આજુબાજુના લોકો પણ આ બધું જોઇ રહ્યાં હતાં.

‘મારે શાંતુ પાસે જવું છે.’ અચાનક દરેકનાં કાને ઇશિતાનો મીઠડો અવાજ કાને પડ્યો.

આ સાંભળીને તરત જ શાંતનુ અને અનુશ્રી તથા અન્ય તમામનાં રડમસ ચહેરાઓ પર અચાનક સ્મીત આવી ગયું. ઇશિતાને સિરતદીપે તેડી હતી. શાંતનુ તરતજ દોડીને ઇશિતા તરફ ગયો. અનુશ્રી પણ શાંતનુ ની પાછળ ધીરેધીરે એ તરફ ચાલી.

‘તમારે કેમ મારી પાસે આવવું છે ઇશી? તમે મને ઓળખો છો?’ શાંતનુ ઇશિતા પાસે જઇને થોડો ઝૂકીને બોલ્યો.

‘યેસ, યુ આર માય સ્કાઇપ મેન...હાઇ શાંતુ! આઇ વોઝ મિસિંગ યા સો મચ!’ ઇશિતાએ એનાં ભોળા અવાજમાં અને ટીપીકલ અમેરિકન એક્સેન્ટ માં શાંતનુને જવાબ આપ્યો.

‘અરે મારો દીકરો...’ કહીને શાંતનુએ ઇશિતાને તેડી લીધી અને એનાં કપાળને ચૂમ્યું.

શાંતનુ અને અનુશ્રી બન્ને ની આંખો ફરીથી ભીની થઇ ગઇ. ફરીવાર હાજર રહેલી દરેક વ્યક્તિને અનુશ્રી, ઇશિતા અને શાંતનુ વચ્ચે આટલાં દુર રહેવાં છતાં પણ લાગણીનું કેટલું ગાઢ બંધન છે એની સાબીતી મળી ગઇ.

અક્ષય અને સુવાસે અનુશ્રીનો સામાન સુવાસની કારમાં મુક્યો. શાંતનુએ અનુશ્રીને પોતે સુવાસ સાથે જે પ્રમાણે નક્કી થયું હતું એ વાત કરી અને પોતે બીજે દિવસે સવારે એને મળવા આવશે એમ કહ્યું. ઇશિતાને તો શાંતનુ સાથે જ જવું હતું પણ શાંતનુ અને અનુશ્રીને એનેે માંડમાંડ ફોસલાવીને અત્યારે સુવાસને ઘેરે જવા સમજાવી દીધી.

આમતો અનુશ્રીને રીસીવ કરવા આવેલાં તમામ લોકો માટે અનુશ્રી અને ઇશિતાની શાંતનુ પ્રત્યેનું લાગણી માટે કોઇ જ નવાઇ ન લાગી, સીવાય કે સુવાસની પત્ની દિપ્તી. જ્યારથી અનુશ્રીએ સુુવાસને અવગણીને શાંતનુ તરફ દોટ મુકીને એને બાથમાં ભરી લીધો હતો ત્યારથી જ દિપ્તીનું

મોઢું ચડેલું હતું અને ઇશિતા અને શાંતનુનાં એકબીજા સાથેનાં પ્રેમાળ

વર્તન પછી તો દિપ્તી કઇક વધુ જ ખિન્ન જણાઇ રહી હતી.

બીજે દિવસે સવારે લગભગ છ વાગે શાંતનુના સેલફોન પર શાંતનુના આશ્ચર્ય વચ્ચે ઇશિતાનો ફોન આવ્યો અને એણે શાંતનુને તરત જ પોતાની મીઠી વાતો થી સુવાસને ઘેર આવવાની માંગણી કરી. શાંતનુને ઇશિતાની એનાં તરફની આ લાગણી ખુબ અસર કરી ગઇ. એ નહાઇને તરતજ સુવાસને ઘેરે પહોંચી ગયો. ઘરમાં ઘૂસતાં જ શાંતનુને એ અનુશ્રીને પહેલીવાર અક્ષય સાથે કેવી રીતે અક્ષયના પેટનાં દુઃખાવા નાં ખોટાં બહાનાં હેઠળ મળવા આવ્યો હતો એ યાદ આવી ગયું અને પછી તરત જ અનુશ્રી જ્યારે કોઇને કીધાં વગર લગ્ન કરીને અમરેન્દ્ર સાથે મુંબઇ ભાગી ગઇ હતી અને સુવાસે એને બોલાવીને આ જ લીવીંગ રૂમમાં જોરદાર તમાચો ચોડી દીધો હતો એ પણ યાદ આવી ગયું પણ તરત જ આ બધી યાદ ને ખંખેરીને એણે સુવાસ સામે જોયું. સુવાસે તરતજ એને ઉપરનાં માળે આવેલાં અનુશ્રીનાં રૂમમાં જવાનું કહ્યું.

રૂમમાં ઘૂસતાં જ શાંતનુની નજર તરત અનુશ્રી પર પડી. એ સોફા પર બેઠી હતી અને સામે બેડ ઉપર ઇશિતા રમી રહી હતી. અનુશ્રી ગઇકાલ કરતાં વધુ ફ્રેશ લાગી રહી હતી પણ એનં ચહેરા પર અમરેન્દ્રએ આપેલાં ત્રાસ નાં ઝાંખા પડી ગયેલાં નિશાન હજુ પણ દેખાતાં હતાં. કાયમ શાંત રહેતાં શાંતનુએ આ જોેઇને મનોમન અમરેન્દ્ર ને બે-ત્રણ ગાળો પણ દઇ દીધી. અનુશ્રી પણ કશું બોલ્યાં વીના મૂંગીમૂંગી બેઠી હતી. શાંતનુને આવેલો જોઇને ઇશિતા તરત જ દોડીને એની પાસે ગઇ. શાંતનુએ એને તેડી લીધી. અનુશ્રી આ જોઇને ફિક્કું હસી અને ડોક હલાવીને શાંતનુ ને જાણે કે ‘આવ’ એમ કીધું. થોડીવાર પછી ઇશિતા શાંતનુ સાથે જે બે-ત્રણ રમકડાં અત્યારે ઘરમાં હતાં જેને કદાચ અનુશ્રીનાં મમ્માએ આપ્યાં હશે એનાંથી રમવા લાગી. ઇશિતા સાથે રમતાંરમતાં શાંતનુએ બે-ત્રણ વાર અનુશ્રી સાથે વાત શરુ કરવાની કોશીશ કરી પણ અનુશ્રીએ એક-બે શબ્દો થી વધુ શબ્દોમાં જવાબ આપવાનું ટાળ્યું. શાંતનુ ઇશિતા સાથે રમી તો રહ્યો હતો પણ એને એ સમજાતું ન હતું કે અનુશ્રી આટલી મૂંગી કેમ છે? લગભગ અડધા કલાક પછી પછી અધખુલ્લા બારણે ટકોરા પડ્યા.

‘અનુ...શાંતનુ, હું અંદર આવું?’ સુવાસ નો અવાજ હતો.

‘અરે પ્લીઝ સુવાસભાઇ તમારે મંજુરી લેવાની હોય? પ્લીઝ આવો.’ શાંતનુએ ઉભા થઇ ને સુવાસને આવકાર્યો.

સુવાસ અંદર આવ્યો અને અનુશ્રીની સામે ખુરશી ખેંચીને બેઠો.

‘ઇશી, તમે થોડી વાર એકલાં રમશો? હું મામા સાથે વાત કરી લઉં?’ શાંતનુએ ઇશિતા ને પૂછ્યું. જેનો જવાબ ઇશિતાને ડોકું ધુણાવીને હા માં આપ્યો.

‘અનુ, મને ખબર છે કે તું હજી કાલે જ આવી છો અને હું આવી ઇમ્પોર્ટન્ટ વાત આજે જ શરુ કરી રહ્યો છું એટલે થોડું ઓડ જરૂર લાગશે પણ મને લાગ્યું કે પછી શાંતનુને સમય ન મળે તો? એટલે હું આજે જ આ વાત કરવા માંગુ છું. તારે તારો નિર્ણય આજે ને આજે જ આપવાની કોઇજ જરૂર નથી.’ સુવાસે બેડ પર બેઠેલાં શાંતનુ ની બાજુમાં બેસતાં વાત શરુ કરી.

‘હમમમ...’ જવાબમાં અનુશ્રી ફક્ત આટલું જ બોલી જે એ છેલ્લાં અડધા કલાકથી શાંતનુ સાથે રીપીડેડલી બોલી રહી હતી.

‘શાંતનુ, મને લાગે છે અનુ થોડો આરામ કરી લે પછી આપણે એનાં ડિવોર્સની પ્રોસીજર શરુ કરી દેવી જોઇએ. તું શું કહે છે?’ સુવાસે પોતાની વાત શાંતનુ સમક્ષ મૂકી.

‘તમારે લોકોએ જે નક્કી કરવું હોય એ કરો પણ પ્લીઝ મને એનાંથી વધુ કશુંજ આગળ ફોર્સ ન કરતાં.’ સુવાસની વાતનો જવાબ શાંતનુ આપે એ પહેલાં જ અનુશ્રીએ પોતાનો નિર્ણય જણાવી દીધો.

‘એનાંથી વધુ એટલે?’ સુવાસે અનુશ્રીને પૂછ્યું.

‘એટલે કે ડિવોર્સ મળ્યાં પછી, રી-મેરેજ એટસેટરા. હું હવે ફરીથી લગ્ન કરવાની નથી અને તમારાં પર ભાર પણ બની રહેવાની નથી. કાલથી જ કોઇ જોબ શોધવાની ચાલુ કરી દેવાની છું. આઇ બીલીવ શાંતુ વીલ હેલ્પ મી ઇન ધીસ.’ અનુશ્રીએ કડક શબ્દોમાં સુચના આપી દીધી.

‘એની અત્યારે ક્યાં વાત જ છે અનુ? શું તું પણ? એ બધુ પછી વિચારીશું.’ સુવાસે થોડાં ઊંચા આવજે ખિન્ન થઇને અનુશ્રીને જવાબ આપ્યો.

‘ના મેં આ ડીસીઝન યુએસમાં જ લઇ લીધું હતું ભાઇ અને તમારે બધાંએ એને માનવું જ પડશે. ખાસકરીને મમ્મા અને શાંતનુએ. એમને હું કહીજ દેવાની છું કે એ બન્ને આ મેટર પર મને ઇમોશનલી હેરાન ન કરે કે જેનાં લીધે મારો ફોર્સફૂલી મારું આ ડીસીઝન ચેન્જ કરવું પડે.’ અનુશ્રી ખિન્ન થઇને બોલી રહી હતી, જાણેકે એને કાલે જ ડિવોર્સ મળી જવાનાં છે અને પરમદિવસે જ એનાં સંબંધીઓ એનાં લગ્ન કોઇ સાથે કરાવી દેશે.

‘અનુ, સુવાસભાઇ અત્યારે ફક્ત એક દાયકાદીય પ્રોસીજર પૂરી કરવાની જ વાત કરી રહ્યાં છે જે તમારી લાઇફ માટે ખુબ જરૂરી છે આનાંથી વધુ કશું જ નહી થાય એની ગેરંટી હું તમને બધાનાં વતી આપું છું. તમે અત્યારે પ્લીઝ અકળાવ નહીં.’ શાંતનુએ એનાં સ્વભાવ પ્રમાણે ખુબ શાંતીથી અનુશ્રીને સમજાવવાની કરવાની કોશીશ કરી.

‘તો હવે હું કાઇ કહું?’ થોડીવાર પછી સુવાસ અનુશ્રી સામે જોઇને બોલ્યો.

‘હમમ...’ અનુશ્રી ફરીથી એનાં અગાઉનાં ‘સ્વભાવ’ પર આવી ગઇ.

‘મારો ખાસ મિત્ર છે, વિનય. એડવોકેટ છે, અનુ તું પણ એને જાણે છે. એનાં કહેવા મુજબ અરેન્દ્રને જે ગુના હેઠળ યુએસમાં સજા થઇ છે એનાં બેઝ પર અનુને અહીં બાય ડીફોલ્ડ અને તરતજ ડિવોર્સ મળી શકે છે એપણ કદાચ એકાદ મહિનામાં જ. એકાદ બે વાર કોર્ટમાં જવું પડશે પ્રોસીજર પૂરી કરવા પણ મને લાગે છે કે અનુને એમાં કોઇ જ વાંધો નહી હોય.’ સુવાસે પોતાનાં પ્લાનનુ વર્ણન કરતાં કહ્યું.

‘મને શું વાંધો હોય?’ અનુશ્રી બોલી.

‘અને કોર્ટમાં જવાનું હશે ત્યારે હું અનુ સાથે જઇશ, મને વિનયભાઇ ની ઓળખાણ કરાવી દેજો. જ્યાં સુધી મારું નોલેજ છે કોર્ટમાં પણ એકાદ કલાક થી વધુ નથી રોકાવું પડતું આવાં કેઇસીસ માં.’ શાંતનુ એ સુવાસ અનેે અનુશ્રી સામે જોતાં કહ્યું.

‘ઓકે, શાંતનુ તું અનુશ્રીનો ખાસ દોસ્ત છે એટલે તું આ જવાબદારી લે તો મને કોઇજ વાંધો નથીપણ હું પણ કોર્ટમાં જ્યારે જ્યારે તારીખ હશે ત્યારે શો-રૂમથી ડાઇરેક્ટ ત્યાં આવી જઇશ. અને હજીતો અઠવાડિયું થશે પ્રોસીજર ચાલુ થતાં. મારે તો ખાલી અનુની જ મંજુરી જોઇતી હતી.’ સુવાસના ચહેરા પર હવે સ્મીત હતું કદાચ આ સ્મીત એને અનુએ અત્યારે ડિવોર્સ બાબતે આગળ વધવા માટે છૂટ ને કારણે એને મળેલી માનસિક શાંતી દર્શાવી રહ્યું હતું.

સુવાસ આ વાત પતાવીને રૂમની બહાર જતો રહ્યો. ઇશિતા ફરીથી શાંતનુ પાસે રમવા લાગી પણ અનુશ્રી ચુપ જ રહી. એ ખુબ આહત હતી એનો શાંતનુને ખ્યાલ હતો જ પણ એનો સ્વભાવ આટલો બધો બદલાઇ ગયો હશે એનો ખ્યાલ એને ન હતો કારણકે જ્યારથી લોસ એન્જેલીસમાં અનુશ્રીના ઘરમાં થી જ એને પોલીસે બચાવી ત્યારથી અત્યારસુધી એટલે કે એ ભારત આવી એનાં અમુક દિવસો પહેલાં સુધી ફોન ઉપર જે રીતે વાત કરતી હતી એમાં એનાં આ બદલાયેલાં સ્વભાવની જરા પણ ખબર પડી નહોતી. પણ અત્યારે બીજું કશું વિચાર્યા વીના અનુશ્રી બસ એ પેલાં નર્કાગાર માંથી બચીને હેમખેમ એની સામે આવી ઘઇ એની ખુશી શાંતનુને પસાર થતી દરેક મીનીટે થઇ રહી હતી.

થોડીવાર પછી અનુશ્રીનાં મમ્મા ઇશિતાને નવડાવવા લઇ ગયાં અને ઇશારામાં જ એમણે શાંતનુને ઘેરે જવાનું કહ્યું કારણકે ઇશિતા તો શાંતનુને છોડવાની જ નહોતી. અનુશ્રીનાં મમ્માનાં ગયાં પછી શાંતનુએ અનુશ્રી સાથે થોડી આડી અવળી વાત કરવાની શાંતનુએ કોશિશ કરી પણ અનુશ્રીએ દરેક વાતનો જવાબ ફક્ત બે-ત્રણ શબ્દોમાં જ આપ્યો. અચાનક શાંતનુને યાદ આવ્યું કે ઇશિતા ગમે ત્યારે નહાઇને પછી આવી જશે તો એને ઘેરે જવાની કરી તકલીફ પડશે એટલે...

‘તો હું જાઉં અનુ?’ અનુશ્રીની સામે બેઠેલાં શાંતનુએ ઉભાં થતાં થતાં પૂછ્યું.

‘હા’ અનુશ્રીએ ફરીથી ટૂંકાણમાં જવાબ આપ્યો.

‘ઓકે, તમારું ધ્યાન રાખજો અને નવો ફોન આવે એટલે મને નંબર આપી દેજો.’ શાંતનુ બારણા તરફ આગળ વધ્યો.

‘સુવાસભાઇ ને કહીને વિનયભાઇ ની અપોઇન્ટમેન્ટ લઇ લે જે. ઇફ પોસીબલ કાલની જ. મારે હવે જલ્દીથી છૂટવું છે એનાં થી.’ શાંતનુ દરવાજો ખોલી જ રહ્યો હતો ત્યાં જ અનુશ્રી બોલી, જો કે એનું ધ્યાન બારીની બહાર હતું.

‘ઠીક છે હું હમણાં જ એમની સાથે ચર્ચા કરીને...’ શાંતનુ જવાબ આપી જ રહ્યો હતો.’

‘ના અત્યારે ટાઇમ ન બગાડતો નહીતો વળી ઇશી તને નહી છોડે. ઘેરે જઇને એમને કૉલ કરી દે જે.’ અનુશ્રી એકદમ સપાટ અવાજમાં એની પાસે આવેલી બારીની બહાર જોતી જોતી બોલી.

‘ઓકે એઝ યુ સે અનુ...બાય એન્ડ ટેઇક કેર.’ શાંતનુ બારણું ખોલતાં બોલ્યો.

‘હમમ...’ અનુશ્રી ફક્ત આટલું જ બોલી.

હવે વધુ રાહ જોવાની જરૂર નથી એમ વિચારીને શાંતનુ રૂમનું બારણું અધખુલ્લું જ મુકીને બહાર નીકળી ગયો. ઇશિતા ઉપર અનુશ્રીનાં રૂમમાં નહાઇ રહી હોવાથી શાંતનુ ડ્રોઇંગરૂમમાં બેઠેલાં સુવાસ પાસે બેઠો એને અનુશ્રીએ કહ્યાં મુજબ સુવાસનાં મિત્ર એવોકેટ વિનયની બને તેટલી વહેલી અપોઇન્ટમેન્ટ લેવાની વાત કરી. સુવાસે શાંતનુ ની સામે જ પોતાનાં સેલફોન ઉપર વિનયની બીજા જ દિવસની અપોઇન્ટમેન્ટ લઇ લીધી અને પોતે પણ આવશે એવી વાત કરી.

‘આવજો’ કહીને શાંતનુ એ વિદાય લીધી.

‘આવી ગયાં શાંતનુ? અનુશ્રી કેમ છે?’ બારણું ખોલતાં જ જ્વલંતભાઇ બોલ્યાં.

‘નથી સારી પપ્પા.’ શાંતનુ સોફામાં બેસતાં બોલ્યો.

‘એટલે?’ જ્વલંતભાઇ એની સામેનાં સોફા પર બેસતાં બોલ્યાં.

‘ખુબ મૂંગા થઇ ગયાં છે. કોઇપણ વાતનો સરખો જવાબ નથી આપતાં.’ શાંતનુ એ જવાબ આપતાં કહ્યું.

‘થાય શાંતનુ, કેટલું સહન કર્યું છે એ છોકરીએ. ટનબંધ... માનસિક, શારીરિક બધો જ ત્રાસ એણે વેંઢાર્યો છે શાંતનુ.’ જ્વલંતભાઇએ અનુભવી ની જેમ પોતાનો મત આપ્યો.

‘હા પણ અત્યારે તો એ એનાં પોતાનાં લોકો સાથે છે તો પણ...’ શાંતનુ એ પોતાની વાત અધુરી મૂકી.

‘હા તો પણ...સ્ત્રી જેટલું દુઃખ પુરુષ પણ સહન નથી કરી શકતો આ હકીકત છે. અનુશ્રીની જગ્યાએ કોઇ પુરુષ હોત તો એણે કદાચ હિંસક થઇને પોતાનો રોષ વ્યક્ત કરી દીધો હોત અને કદાચ આજે એ જેલમાં હોત અથવા તો દારૂમાં ડૂબી ગયો હોત. તમને શું લાગે છે શાંતનુ, કે પોતાનાં કુટુંબ અને તમારાં અને સિરતદીપ જેવાં પાક્કા મિત્રો પાસે આવીને એ એની યાતના ચપટી વગાડતાં જ ભૂલી જશે? યાદ રાખો શાંતનુ એ અંદરોઅંદર હજીપણ સહન કરી રહી છે. ખુબ વાર લાગશે એને આ યાતના માં થી બહાર આવતા. અને તમારે પણ ખુબ ધીરજ રાખવી પડશે અને તમને તો એનાં ખાસ મિત્ર છો એટલે તમારે ધીરજ રાખવા ઉપરાંત એને આ સ્થિતિ માંથી બહાર લાવવા માટે પણ ખુબ કોશિશ કરવી પડશે.’ જ્વલંતભાઇ એ શાંતનુ નાં સવાલ નો જવાબ આપ્યો.

‘પણ ક્યાં સુધી? પપ્પા? મને રાહ જોવામાં કે એને ફરીથી નોર્મલ કરવામાં કોઇ જ વાંધો નથી પણ મને એની ખુબ ચિંતા થાય છે. આમનેઆમ ક્યાંક એની માનસિક સ્થિરતા એ ન ગુમાવી દે.’ શાંતનુ બોલ્યો.

‘તમે નાહક ચિંતા કરો છો શાંતનુ. એ બહુ બળવાન છે નહી તો એ આટલી દુર, એકલી રહીને આટલી મોટી ફાઇટ કરીને અહીં ન આવી શકી હોત. અને એને અહી આવે હજી ચોવીસ કલાક પણ નથી થયાં. હજી તો એણે ઘણાં કામ કરવાનાં છે. ધીમેધીમે કામ માં પરોવાશે એટલે બધું જ સારું થઇ જશે.’ જ્વલંતભાઇએ શાંતનુને સધિયારો આપતાં કહ્યું.

‘હમમ..તમે સાચું કીધું પપ્પા. કાલથી એનાં ડિવોર્સ ની પ્રોસીજર ચાલુ કરવાની છે. હું પણ એની સાથે જવાનો છું.’ શાંતનુ બોલ્યો.

‘ઓહ, આટલો જલ્દી નિર્ણય લઇ લીધો? હા પણ હવે બાકી પણ શું રહ્યું છે એ સંબંધમાં ? સારું કર્યું આ નિર્ણય ઝડપથી લઇ લીધો તમે લોકોએ. અને તમે પણ અનુશ્રી સાથે જવાનાં છો એ બહુ સારું કર્યું.’ જ્વલંતભાઇ સોફા પરથી ઉભાં થતાં બોલ્યાં.

‘હમમ..અનુ એ પણ કહ્યું કે એને જલ્દીથી આમાંથી છૂટવું છે.’ શાંતનુ પણ પોતાનાં રૂમ તરફ જતાં જતાં બોલ્યો.

બીજે દિવસે સવારે જ સુવાસ નો કોલ શાંતનુ પર આવ્યો અને એ બન્ને એ નક્કી કર્યું કે સાંજે લગભગ પાંચ વાગે શાંતનુ અનુશ્રીને પોતાની બાઇક પર જ એસ.જી હાઇવે પર આવેલી એડવોકેટ વિનયની ઓફિસે લઇ જશે અને સુવાસ પણ જેવો વિનય એને પોતે કોર્ટમાં થી નીકળી ગયાં નો કૉલ કરે એટલે તરત જ એ પણ ત્યાં જ આવી જશે.

શાંતનુ એની આદત મુજબ થોડોક વહેલો અનુશ્રીને ઘેરે પહોંચી ગયો. અનુશ્રીના મમ્માએ એને આવકાર્યો. અનુશ્રી ઉપર એનાં રૂમમાં કપડાં બદલી રહી હતી એટલે એમણે શાંતનુને થોડીવાર બેસવાનું કહ્યું. ઇશિતા બાજુનાં ઘરમાં જ એની ઉંમર નાં છોકરાંઓ સાથે રમવા ગઇ હતી અને અનુશ્રીની ભાભી દીપ્તિ કશેક ગઇ હતી. શાંતનુ આવતાં જ અનુશ્રીનાં મમ્માએ એની પાસે પોતાનું મન ખાલી કર્યું. એમને સ્વાભાવિકપણે અનુશ્રીની ખુબ જ ચિંતા હતી. શાંતનુ એ, ‘ધીરેધીરે બધું જ સારું થઇ જશે.’ એમ કહીને એમને ધરપત તો આપી પણ એ પોતેજ ગઇકાલ થી એ જ ચિંતા માં હતો કે અનુશ્રીનું બદલાયેલું મન કેવીરીતે એની મૂળ જગ્યાએ પાછું વાળવું?

થોડીવાર પછી અનુશ્રી આછાં બ્લ્યુ રંગમાં સલવાર કમીઝમાં નીચે આવી. અત્યારે એ સરખી રીતે તૈયાર થઇ હોય એવું લાગી રહ્યું હતું કારણકે શાંતનુને તો એ ખુબ જ સુંદર લાગી રહી હતી. વર્ષો પછી અનુશ્રીને એ આટલી સુંદર રીતે તૈયાર થયેલી અને પોતાની સામે ઉભેલી જોઇ રહ્યો હતો.

‘જઈએ?’ દાદરો ઉતરતાં અનુશ્રી પોતાની જૂની આદત ફરીથી અમલમાં આવતાં, પોતાનાં વાળની લટ જમણા કાન પાછળ એડજસ્ટ કરતાં બોલી પણ ગઇકાલની જેમ એણે ફક્ત જરૂર પુરતો એટલે કે એક જ શબ્દ વાપર્યો.

‘હેં? હ્‌હ્‌હા ચાલો જોઇએ.’ અનુશ્રીને ટીકીટીકી ને જોઇ રહેલાં શાંતનુનું અચાનક ધ્યાનભંગ થયું.

ઘરની બહાર નીકળીને શાંતનુને હેલ્મેટ પહેરી અને બાઇકને કીક મારી. અનુશ્રી એનો ખભો પકડીને પાછળ બંને સાઇડે પગ મુકીને બેઠી, એવી જ રીતે એ વર્ષો પહેલાં વરસેલાં અનરાધાર વરસાદ વખતે શાંતનુની પાછળ બેસીને એની ઓફિસેથી શાંતનુને ઘેર ગઇ હતી અને ત્યારથી જ એની અને શાંતનુની દોસ્તી એ ઘેરો રંગ પકડ્યો હતો અને જેણે પછી ધીરેધીરે શાંતનુને અનુશ્રીને પૂરાં હ્ય્દયથી પ્રેમ કરતો કરી દીધો હતો. બાઇક ચલાવતાં ચલાવતાં શાંતનુ આ બધું જ યાદ કરી ને મંદ મંદ મુસ્કુરાઇ રહ્યો હતો. પણ અનુશ્રીના હાથની તે દિવસની પકડ અને આજની પકડમાં જમીન આસમાન નો ફર્ક હતો. તે વખતે અનુશ્રી ગભરાયેલી હતી અને એને માટે એ તકલીફ માંથી દુર નીકળવા માટે શાંતનુ જ એક આધાર લાગતો હતો અને એટલે જ એણે તે દિવસે શાંતનુને ખભો ખુબ જોર થી પકડી રાખ્યો હતો જ્યારે આજે ફક્ત પકડવા ખાતર પકડ્યો હતો અને એપણ કદાચ એનાં માટે કે જો અચાનક બ્રેક વાગે તો જ એ ઝડપથી પોતાની પકડ મજબુત કરી શકે.

થોડીજ વાર પછી એ બન્ને એડવોકેટ વિનયની પોશ ઓફિસમાં પહોંચી ગયાં પણ વિનય તો હજી કોર્ટમાં થી નીકળ્યો જ નથી એવી વાત એની ઓફિસની રીસેપ્શનીસ્ટ ત્યાં આવેલાં બધાંને કહી રહી હતી.

‘અહીં બેસીને શું કરીશું અનુ? એનાં કરતાં તો નીચે કોફીશોપમાં બેસીએ, થોડો ટાઇમપાસ પણ થશે.’ શાંતનુ એ અનુશ્રીને પૂછ્યું.

‘ના, ત્યાં જઇને પણ શું કરીશું? અહીં રીસેપ્શન માં જ બેસીએ. હમણાં જ વિનયભાઇ આવશે.’ શાંતનુ સમક્ષ અનુશ્રી લગભગ એક દિવસ પછી આટલું લાંબુ વાક્ય બોલી.

‘ઠીક છે, એઝ યુ એ અનુ.’ શાંતનુ એ કાયમ મુજબ અનુશ્રી ની વાતમાં પોતાની સંમતી આપી દીધી.

પંદર વીસ મિનીટ એમનેમ જ વીતી ગઇ. વિનયમાં આવવાનાં કોઇ જ સમાચાર ન હતાં. શાંતનુ પણ બે વાર રીસેપ્શનીસ્ટને પૂછી આવ્યો, પણ ‘સર હમણાંજ આવી જશે, થોડીવાર વેઇટ કરો’ એવી જ વાત એણે રીપીટ કરી. શાંતનુ ફરીથી રીસેપ્શન સામે મુકેલા સોફા પર બેસી ગયો. એકવાર તો સુવાસનો પણ ફોન આવી ગયો કારણકે વિનય એનો કૉલ પણ નહોતો ઉપાડી રહ્યો.

‘મને લાગે છે આપણે નીચે કોફીશોપમાં જ બેસીએ.’ અચાનક અનુશ્રી બોલી.

‘શ્યોર, ચાલો.’ ફરીથી શાંતનુએ એનાં સ્વભાવ મુજબ અનુશ્રીની હા માં હા ભેળવી અને બંને ઉભાં થયાં.

વિનયની ઓફીસના કોમ્પ્લેક્સ ની નીચે જ આવેલાં ‘બીગ કોફી મગ’ માં શાંતનુ અને અનુશ્રી ગયાં. આ એ જ કોફીશોપ હતી જેના શાંતનુ અને અનુશ્રીની ઓફીસ ની સામેનાં આઉટલેટમાં એ બન્નેએ પહેલીવાર એકબીજાં સાથે વાત કરી હતી. કોફીશોપમાં ઘૂસતાં જ એનું ફર્નીચર અને બાકીનો માહોલ જોઇનેશાંતનુ અને અનુશ્રી બન્નેને કદાચ એ દિવસ યાદ આવી ગયો. પણ શાંતનુ નાં ચહેરા પર મુસ્કુરાહટ હતી જ્યારે અનુશ્રીનાં ચહેરા પર કોઇ જ લાગણી દેખાઇ રહી ન હતી. કદાચ એ એને છુપાવી રહી હતી...જાણીજોઇને...અથવા તો કોઇ મજબૂરી થી.

‘શું લેશો?’ શાંતનુએ પણ ટૂંકમાં જ અનુશ્રીને પૂછ્યું કારણકે એને હવે અનુશ્રી પાસે વધુ લાંબા જવાબની આશા ન હતી.

‘ઇન્ડીયન એક્સ્પ્રેસો.’ અનુશ્રીએ શાંતનુએ ધાર્યા મુજબ જ ટૂંકમાં પોતાની ચોઇસ કહી.

‘પણ અહિયા તો ફક્ત એક્સ્પ્રેસો જ લખ્યું છે અનુ.’ શાંતનુ કોફીશોપનું કાર્ડ જોતાંજોતાં બોલ્યો.

‘હા એ જ, ત્યાં યુએસમાં એને ઇન્ડિયન એક્સ્પ્રેસો કહે છે.’ પહેલીવાર અનુશ્રીના ચહેરા પર હલકું સ્મીત શાંતનુએ જોયું.

‘વાહ, તમે હસ્યાં તો ખરા!’ શાંતનુ પોતાનો આનંદ છુપાવી ન શક્યો, પણ અનુશ્રીનો ચહેરો ફરીથી સપાટ થઇ ગયો.

શાંતનુ, સેલ્ફ સર્વિસ હોવાં થી પોતે જ કાઉન્ટર પરથી ઓર્ડર લેવાં ગયો. ત્યાંથી જ એ અનુશ્રીને જોઇ રહ્યો હતો. અનુશ્રી એનાં જ વિચારોમાં ખોવાયેલી હતી. હા વારેવારે પોતાની આદત મુજબ ચહેરા પર આવેલી લટને કાન પાછળ સરકાવી રહી હતી. એ હજીપણ દુઃખી હતી પણ એને ખુશ કરવા ની પોતાની ફરજ છે એવું શાંતનુ વિચારી રહ્યો હતો અને એટલે એણે તે જ ઘડીથી પોતે અનુશ્રી સામે હંમેશા પોતે ખુશ અને પોઝીટીવ જ રહેશે એનું નક્કી કરી લીધું, કદાચ એનું આમ કરવાથી અનુશ્રી પર પણ ધીરેધીરે હકારાત્મક અસર થાય અને એ ફરીથી પોતાનાં મૂળ સ્વભાવ તરફ પાછી વળે? શાંતનુ આવું વિચારી રહ્યો હતો ત્યાં જ અચાનક એને ઇશિતા યાદ આવી ગઇ અને એક્સ્પ્રેસો સાથે જ ઇશિતા માટે ચોકલેટના બિસ્કીટ પણ એણે ઓર્ડર કર્યા.

‘આ લ્યો મેડમ તમારી એક્સ્પ્રેસો, ઇન્ડિયા માં જ બની છે એટલે ઇન્ડિયન એક્સ્પ્રેસો કહી શકો છો.’ એક્સ્પ્રેસો કોફીનાં બે મગ ટેબલ ઉપર મુકતાં શાંતનુ બોલ્યો.

‘થેંક્સ’ અનુશ્રી એક ફિક્કાં સ્મીત સાથે બોલી.

‘અને આ છે ચોકલેટ કુકીઝ ફોર ઇશી.’ શાંતનુ જાણીજોઇને ‘ઇશી’ બોલ્યો કારણકે એને ખ્યાલ હતો કે અનુશ્રીને ઇશિતાને એ જ નામે બોલાવવાનું ગમે છે.

‘આની શું જરૂર હતી શાંતુ?’ શાંતનુએ કઇક બીજું જ વિચાર્યું હતું પણ અનુશ્રી પર જાણે કે એનો કોઇ જ અસર થઇ નહીં.

‘અરે લેટ હર એન્જોય અનુ. એને કહેજે કે એનાં ‘સ્કાઇપ મેન’ શાંતુ એ એને ગીફ્ટ આપી છે.’ શાંતનુ પરાણે હસતો હસતો બોલ્યો.

‘હમમ..પણ હજી એ અહીની વેધર કે ફૂડ સાથે સેટ નથી થઇ એટલે નેક્સ્ટ ટાઇમ એનાં માટે જરા ધ્યાનથી કોઇ ગીફ્ટ લાવજે, ખાસ કરીને ફૂટ સ્ટફસ.’ શાંતનુને અનુશ્રીનો ટોન થોડો કઠોર લાગ્યો પણ અનુશ્રી કશું પણ કહે, કેવીરીતે પણ કહે અત્યારે શાંતનુ માટે એનો કોઇ જ મતલબ ન હતો કારણકે એનો મૂળ ધ્યેય અનુશ્રીને ફરીથી ઉત્સાહીત કરવાનો જ હતો.

‘શ્યોર, અનુ એઝ યુ સે પણ ઇશી પણ મારી દીકરી જ છે ને?’ શાંતનુ બોલ્યો પણ એનાંથી કદાચ કાચું કપાઇ ગયું હોય એમ લાગ્યું.

ઇશિતાને અચાનક પોતાની દીકરી ગણવા થી અનુશ્રીનાં ચહેરા પર કોઇક અલગ જ ભાવ તરી આવ્યાં. શાંતનુને લાગ્યું કે કદાચ અનુશ્રીને એની આ વાત ગમી નથી, જો કે શાંતનુનાં મન માંથી તો આ વાત અમસ્તી જ નીકળી ગઇ હતી પરંતુ અનુશ્રીની માનસિક હાલત અત્યારે એવી હતી કે એને દરેક બાબતે શંકા થાય અથવાતો ખરાબ લાગી જાય એવું હતું.

‘આઇ મીન ટુ સે કે મારી દીકરી જેવી જ છે ને?’ શાંતનુએ તરત જ પોતાની ભૂલ સુધારી લીધી.

‘હમમ...’ શાંતનુની ચોખવટથી જો કે અનુશ્રીને કોઇજ ફર્ક પડ્યો હોય એવું ન લાગ્યું.

ત્યાર પછી બન્ને એ મૂંગામૂંગા જ પોતાની કોફી નાં મગ ખાલી કર્યા પણ તે પછી પણ ઘણીવાર મૂંગામૂંગા બેઠાં રહ્યાં. ત્યાંજ શાંતનુનાં સેલફોન પર વાગેલાં રીંગટોને આ મૌન તોડ્યું.

આ કૉલ સુવાસનો હતો. સુવાસે શાંતનુને માહિતી આપી કે વિનય આખરે કોર્ટ થી નીકળી ચુક્યો છે અને પોતાની ઓફિસે પહોંચી જ રહ્યો છે અને પોતે પણ હવે શોરૂમ થી વિનયની ઓફિસે આવવા નીકળી ગયો છે.

‘વિનયભાઇ ઓફિસે આવવા માટે નીકળી ગયાં છે અનુ, આપણે ઉપર જઇએ?’ શાંતનુ, સુવાસ નો કૉલ કટ કરતાં બોલ્યો.

‘હમમ...’ અનુશ્રીએ પોતાનો પિચપરિચિત જવાબ આપતાં ઉભી થઇ.

બન્ને ફરીથી વિનયની ઓફિસે ગયાં અને આ વખતે રીસેપ્શનીસ્ટે એમની અપોઇન્ટમેન્ટ કન્ફર્મ કરતાં એમને કહ્યું કે વિનય ઓફિસમાં આવી ગયો છે અને ફક્ત દસ મીનીટમાં જ એમને અંદર બોલાવશે એમ કહી ને સોફા પર બેસીને રાહ જોવાનું કહ્યું. શાંતનુ અને અનુશ્રી ફરીથી સોફા પર બેસીને વિનયના આમંત્રણ ની રાહ જોવાં લાગ્યાં. થોડીવાર પછી સુવાસ પણ આવી ગયો અને એનાં આવ્યાં ની બે જ મીનીટમાં વિનયે એ ત્રણેયને પોતાની કેબીનમાં બોલાવી લીધાં.

વિનયનાં મતે, જે એણે સુવાસને ફોનમાં પણ કહ્યું હતું એ મુજબ, અનુશ્રી અને અમરેન્દ્ર નાં લગ્ન ભારતમાં થયાં હતાં એટલે છૂટાછેડા લેવાં માટે ભારતનો જ કાયદો લાગુ પડે અને અમરેન્દ્ર અનુશ્રીને પ્રતાડિત કરવાનાં ગુન્હા હેઠળ જ અમેરિકાની જેલમાં છે એટલે અનુશ્રીએ જો છૂટાછેડા લેવાં હોય તો એણે અમરેન્દ્રમાં છૂટવાની ત્રણ વર્ષ સુધી રાહ જોવાની જરૂર નથી. અદાલતમાં ફક્ત અરજી કરી ને જ તેને અમુક સમય બાદ છૂટાછેડા મળી જાય એમ છે. આ બાબતે એ એક-બે દિવસમાં જ કાયદાકીય કાર્યવાહી શરુ કરી દેશે અને વિનયે અનુશ્રીને ખાત્રી પણ આપી કે એ અંગત રસ લઇને તે અમરેન્દ્રથી વહેલામાં વહેલી છૂટી થઇ જાય એની કોશીશ કરશે.

શાંતનુએ અનુભવ્યું કે વિનય સાથેની આ વાતચીત પછીનાં અમુક દિવસો બાદ અનુશ્રી થોડી હળવી જરૂર દેખાઇ રહી હતી. પણ શાંતનુ પોતે નક્કી કર્યા મુજબ જ્યારે પણ એ અનુશ્રીને મળે એટલે એને આનંદમાં રાખવાનો ભરપુર પ્રયાસ કરતો. અનુશ્રી હવે થોડું વધુ બોલતી થઇ હતી અને શાંતનુની મજાક પર સ્મીત પણ આપતી થઇ હતી. પણ હજી સામેથી વાત કરવાની શરૂઆત એણે નહોતી કરી. પણ ધીરેધીરે એ પણ શરુ થઇ જશે એની શાંતનુને ખાતરી હતી. શાંતનુની સલાહથી હવે સિરતદીપ પણ વારંવાર અનુશ્રીને ત્યાં જવા લાગી હતી અને એનાં મતે અનુશ્રીને પ્રવૃત્તિ ની જરૂર હતી, પણ અત્યારે નહીં. કદાચ એને છૂટાછેડા મળી જાય એ પછી.

ખાત્રી કરાવ્યાં પ્રમાણે જ વિનયે સારીએવી ઝડપ દેખાડી અને લગભગ ત્રણેક મહીના પછી...

એક બપોરે, શાંતનુ પોતાનાં રૂમમાં પોતાનુું કામ કરી રહ્યો હતો ત્યાં જ એનાં સેલફોન પર અનુશ્રી નો નંબર ઝબક્યો.

‘શાંતુ...આઇ એમ અ ફ્રી બર્ડ નાઉ...આઇ ગોટ ડિવોર્સ ફ્રોમ ધેટ એનીમલ.’ આ ત્રણ મહીનામાં અનુશ્રીનાં અવાજમાં આટલો મોટો રણકો શાંતનુને ક્યારેય દેખાયો ન હતો.

‘સરસ, તમે ખુશ છો ને અનુ?’ શાંતનુ ને એક અજીબ હાશકારો થઇ રહ્યો હતો પણ એણે પોતાની ખુશી દબાવતાં જવાબ આપ્યો.

‘ખુશ? હું ખુબ જ ખુશ છું શાંતુ...આજે જ કોર્ટ માં થી લેટર આવી ગયો એન્ડ માય ડિવોર્સ ઇઝ કન્ફર્મડ...અને એક જ સેકન્ડમાં મારો આખો ભાર હળવો થઇ ગયો.’ શાંતનુને અનુશ્રી ની ખુશી એનાં અવાજમાં સ્પષ્ટપણે વર્તાઇ રહી હતી.

‘એ તો તમારો અવાજ જ કહી દે છે અનુ.’ શાંતનુએ વળતો જવાબ આપ્યો.

‘હમમ..મારી ફીલિંગ્સ તારા વીના કોણ સમજવાનું શાંતુ? એટલે જ તો પહેલો કૉલ મેં તને કર્યો, સુવાસભાઇ ને પણ હવે કૉલ કરીશ અને મમ્મા લીવીંગરૂમમાં એની સીરીયલ જોવે છે એટલે એમને પણ હું થોડીવાર પછી જ કહીશ.’ અનુશ્રી કદાચ એનાં મૂળ રંગમાં આવી રહી હતી.

‘થેંક્સ એમાં મેં કશું નવું નથી કર્યું અનુ. આપણે ખાસ મિત્રો છીએ અને એટલે જ કદાચ એકબીજાં ને સારી રીતે સમજી શકીએ છીએ.’ શાંતનુ બોલ્યો.

‘યા આઇ નો.’ શાંતનુને એવું લાગ્યું કે અનુશ્રી વાત કરતાં કરતાં અત્યારે સામે સ્મીત આપી રહી હતી.

‘વ્હોટ નેકસ્ટ અનુ?’ શાંતનુ એ અનુને પૂછ્યું.

‘નાઉ આઇ વોન્ટ ટુ મીટ યુ શાંતુ, વોન્ટ ટુ ડિસ્કસ સમથીંગ વેરી ઇમ્પોર્ટન્ટ, અબાઉટ માય ફ્યુચર.’ અનુશ્રી આટલું જ બોલી અને શાંતનુ વિચારે ચડી ગયો કે છૂટાછેડા મળી જવાનાં સમાચારથી અચાનક હળવી થઇ ગયેલી અનુશ્રી ક્યાંક એની સામે લગ્નનો પ્રસ્તાવ તો નહીં મુકે ને?

-ઃ પ્રકરણ બાર સમાપ્ત :

તેર

‘હા કેમ નહીં? તમે કહોને ક્યારે આવું?’ મુંજાયેલો શાંતનુ એ પુછ્યું.

‘અમમ..સાંજે છ વાગે? ઘરમાં ખાલી મમ્મા જ હશે, ભાભી પણ બહાર જવાનાં છે અને સુવાસભાઇ તો રાત્રે મોડાં આવશે તું ડાઇરેક્ટ ઉપર, મારાં રૂમમાં જ આવી જજે, હું એકલી જ હોઇશ, ધેન વી વિલ ડિસ્કસ એવરીથીંગ એટ લેન્થ ઓકે?’ અનુશ્રી એ કહ્યું.

‘ઓકે..હું આવી જઇશ.’ શાંતનુએ એની ટેવ મુજબ અનુશ્રીની કોઇપણ ઇચ્છાને ફરીથી હા પાડી દીધી પણ અનુશ્રી એને શું કામ એકલો મળવા માંગે છે એ પ્રશ્નએ એને બેચેન બનાવી દીધો.

‘ઠીક છે તો હું તારી વેઇટ કરીશ, બાય!!’ કહીને અનુશ્રીએ કૉલ કટ કરી દીધો.

અનુશ્રીનો કૉલ તો કટ થઇ ગયો પણ શાંતનુનાં મનનાં વિચારો ‘કટ’ ન થયાં. હજીતો બપોરના અઢી વાગ્યાં હતાં અને અનુશ્રીને ઘેરે પોતાની આદત મુજબ જો એણે દસેક મિનીટ પણ વહેલાં પહોંચવું હોય તો પણ શાંતનુને ઘેરેથી નીકળવા માટે હજીપણ ત્રણેક કલાક જેવો સમય બાકી હતો.

હવે મળવાનાં કારણ બાબતે અનુશ્રીએ જે રીતે પૂર્વભૂમિકા બાંધી હતી એ સાંભળ્યાં પછી આ ત્રણ કલાક શાંતનુ એકલો તો કાઢી શકે એવું શક્ય નહોતું જ એટલે ‘સંકટમાં જેમ શ્યામ સાંભરે...’ એમ શાંતનુએ તરત જ અક્ષયને સીધો જ મુદ્દાનો સવાલ કર્યો.

‘ક્યાં છે?’ કાયમની જેમ “હાઇ હેલ્લો” કે પછી “કેમ છે?” વગેરે પૂછવાને કારણે આશ્ચર્ય થયું.

‘બધું ઠીક તો છે ને ભાઇ?’ અક્ષય ને પણ શાંતનુનાં આમ તરત

જ સવાલ પૂછવાને કારણે આશ્ચર્ય થયું.

‘હા બધું ઠીક છે...ઇનફેક્ટ ગુડ ન્યુઝ છે..અનુને ડિવોર્સ મળી ગયાં. હમણાં જ એનો કૉલ હતો.’ શાંતનુએ કહ્યું.

‘વાહ ધેટ્‌સ ગ્રેટ ભાઇ..પણ તો તમે આટલા ચિંતામાં કેમ લાગો છો?’ અક્ષયે શાંતનુને સવાલ કર્યો.

‘એ હું તને મળી ને કહીશ, ચિંતા ન કર એવું કશું જ સીરીયસ નથી. પણ તું ક્યાં છે એ તો કે ?’ શાંતનુની ધીરજ ખૂટી રહી હતી એકદમ એનાં સ્વભાવથી સાવ વિરુદ્ધ.

‘હમમ..હું એસ.જી હાઇ-વે, ગુરુદ્ધારા સામે છું અને એક્ચ્યુલી ઘરે જવા જ નીકળતો હતો.’ અક્ષયે કહ્યું.

‘ગુડ તો પછી થલતેજ ચોકડી થી સહેજ આગળ તારી રોંગસાઇડમાં ‘બીગ કોફી મગ’ છે ને? ત્યાં બહાર મારી રાહ જો હું પંદર જ મીનીટમાં આવું છું.’ શાંતનુએ પોતાનો કબાટ ખોલીને હેંગર માં થી પોતાનાં કપડાં કાઢતાં કહ્યું.

‘ઓકે બોસ, પણ બહુ સીરીયસ મેટર તો નથી ને? મને ચિંતા થાય છે.’ અક્ષય બોલ્યો.

‘અરે ના ના, મારે તારી અડવાઇઝ જોઇએ છીએ પણ થોડી અરજન્ટ એટલે આમ અચાનક તને કૉલ કરીને બોલાવું છું.’ શાંતનુ એ કહ્યું.

‘ઓક્કે ગુરુ, પણ શાંતીથી આવજો હું નવરો જ છું.’ અક્ષયે શાંતનુની પરીસ્થિતી સમજીને બહુ ઉતાવળ કરીને ન આવવાની સલાહ આપી.

‘હા તું ચિતાં ન કર...મળીએ.’ કહીને શાંતનુએ કૉલ કટ કર્યો.

ખુબ ઝડપથી તૈયાર થઇને શાંતનુ પોતાનાં રૂમમાંથી બહાર નીકળ્યો અને સોફા પર બેસીને પોતાનાં શુઝ પહેરવા લાગ્યો.

‘ચા પી ને જ જાજો શાંતનુ, હું હમણાંજ બનાવી દઉં છું.’ શાંતનુ જવા માટે તૈયાર જ હતો ત્યાં જ રસોડામાંથી જ્વલંતભાઇ નો અવાજ આવ્યો.

‘ના પપ્પા ટાઇમ નથી અને મારી ચા ન બનાવતાં પ્લીઝ.’ શાંતનનુ શુ લેસ બાંધતા બોલ્યો.

‘ઠીક છે પણ એક મિનીટ ઉભાં રયો, હું હમણાં જ આવું છું.’ જ્વલંતભાઇએ અંદરથી જ કહ્યું.

‘પપ્પા પણ જલ્દી, અક્ષુ મારી રહા જોવે છે.’ શાંતનુ હવે સોફા પરથી ઉભો થઇ ગયો હતો.

‘લો આવી ગયો, આમાં થી એક ઘૂંટડો પાણી પી લ્યો પછી જાવ.’ જ્વલંતભાઇ રસોડામાં થી પાણીનો પ્યાલો લઇને આવ્યાં.

ખાવા-પીવાનું નામ લીધા પછી એટલીસ્ટ પાણી પીધાં વીના ન નીકળાય એવો ધરિત્રીબેન નો નિયમ જ્વલંતભાઇ એ હજી સુધી જાળવી રાખ્યો હતો. શાંતનુએ હસીને એકની બદલે બે ઘૂંટડા પીધાં અને જ્વલંતભાઇને પ્યાલો પાછો આપ્યો.

‘હવે આરામથી જાવ.’ શાંતનુ નો ડાબો ગાલ થપથપાવતાં જ્વલંતભાઇ બોલ્યાં. આમ પણ એ શાંતનુ ક્યાં જાય છે શું કામ જાય છે ની જાજી રકઝક ક્યારેય ન કરતાં.

‘થેંક્સ...અને હા પપ્પા, અનુને ડિવોર્સ મળી ગયાં, હમણાં જ એનો કૉલ હતો. સાંજે હું એને મળીને આવીશ એટલે તમને ડીટેઇલમાં કહીશ. અને હા થોડું મોડું થશે તો તમે જમી લેજો ઓકે?’ શાંતનુએ જ્વલંતભાઇને સમાચાર આપ્યાં.

‘હાશ, છોકરી છૂટી અંતે...ઠીક છે તમે જાવ એને મળવા પણ જો સાડાઆઠથી વધુ મોડું થવાનું હોય તો મને જરાક રીંગ કહી દેજો ઓકે?’

જ્વલંતભાઇ બોલ્યાં.

‘શ્યોર પપ્પા..હું જાઉં?’ શાંતનુએ હસીને મંજુરી લીધી.

‘હા ચોક્કસ...આવજો.. અને સંભાળજો.’ જ્વલંતભાઇ શાંતનુની દોરવાયા અને શાંતનુનાં દાદરા ઉતર્યા બાદ દરવાજો બંધ કર્યો.

ઝડપથી દાદરો ઉતરીને શાંતનુએ પાર્કિંગ માંથી બાઇક ચાલુ કરી ને થોડી જ વારમાં એણે અને અક્ષયે નક્કી કરેલી જગ્યાએ પહોંચી ગયો. અક્ષય ઓલરેડી ‘બીગ કોફી મગ’ ની બહાર એની રાહ જોઇને ઉભો રહ્યો. શાંતનુએ આદત મુજબ પોતાનું બાઇક વ્યવસ્થિત પાર્ક કર્યું અને અક્ષય પાસે ગયો.

‘હાઇ, અંદર જઇએ?’ અક્ષય સાથે હાથ મેેળવતાં શાંતનુ બોલ્યો.

‘હમમ...ચાલો...’ કહીને અક્ષય પણ શાંતનુ પાછળ દોરવાયો.

બપોરનો સમય હોવાથી કોફીશોપમાં નહીવત લોકો જ હતાં તેમ છતાં ખૂણાનાં ટેબલની એક વ્યવસ્થીત જગ્યા શોધીને બન્ને બેઠાં.

‘હવે બોલો શું થયું છે ભાઇ? તમે ફોન ઉપર થોડાંક ટેન્સ લાગતાં હતાં.’ બેસતાંની સાથે જ અક્ષયે શાંતનુને પૂછી લીધું કારણકે એનાંથી હવે વાત જાણ્યાં વગર રહી શકાતું ન હતું.

‘અનુનો બપોરે કૉલ હતો કે એને ડિવોર્સ મળી ગયાં છે.’ શાંતનુએ વાત શરુ કરી.

‘હમમ...પછી?’ અક્ષયે ફરી પોતાની આતુરતા જાહેર કરી.

‘એ ખુબ ખુશ હતી, આ ત્રણ મહીનામાં કદાચ પહેલીવાર. એટલી ખુશ કે મને એમાં લગ્ન પહેલાંની અનુ દેખાઇ.’ શાંતનુ થોડુક અટક્યો.

‘ઓકે..સરસ...પછી?’ અક્ષય ને જો કે મૂળ વાત સાંભળવામાં વધુ રસ હતો.

‘અક્ષુ જેવી આ ડિવોર્સની વાત એણે કરી કે પછી તરતજ એણે મને અત્યારે સાંજે એકલો મળવા બોલાવ્યો અને એ એમપણ બોલી કે ઘરે ફક્ત એનાં મમ્મા જ હશે એટલે હું સીધો જ એનાં રૂમ માં, ઉપર આવી જાઉં.’ શાંતનુ મુદ્દા પર આવ્યો.

‘ઓહ, તો પ્રોબ્લેમ શું છે ભાઇ?’ અક્ષયને શાંતનુની વાત કદાચ સરખી રીતે ન સમજાઇ.

‘પ્રોબ્લેમ આમ જુવો તો કશોજ નથી,. પણ તું તો મને જાણેજ છે. જ્યારે અનુને લગતી કોઇ વાત હોય ત્યારે હું ગમેતે વિચારે ચડી જાઉં છું અને જ્યારથી એણે મને એકલો બોલાવ્યો છે ત્યારથી મને જાતજાતનાં વિચારો આવે છે.’ શાંતનુએ અક્ષયની દ્ધિધા દુર કરવાનો પ્રયાસ કર્યો.

‘હમમ... જાતજાતનાં એટલે એક્ઝેક્ટલી કેવાં વિચારો મોટાભાઇ?’ અક્ષયે પૂછ્યું.

‘એમજ કે આમ અચાનક એનો મૂડ બદલાઇ ગયો એતો કદાચ સમજી શકાય એમ છે પણ મને આમ તરતજ એકલો અને આજે જ શું કામ બોલાવ્યો? અને એણે એમ પણ કીધું કે એ મારી સાથે ખુબ જ ઇમ્પોર્ટન્ટ વાત ડિસ્કસ કરવા માંગે છે જે એની લાઇફ સાથે કનેક્ટેડ છે. એવું તો શું હોઇ શકે? ક્યાંક એ...’ શાંતનુ બોલતાં બોલતાં અટકી ગયો.

‘ગો ઓન બડે ભાઇ...ક્યાંક એ...શું?’ અક્ષયે પૂછ્યું.

‘ક્યાંક એ લગ્નની વાત તો નહી કરવા માંગતી હોય ને? જો કે આવું માનવું પણ પ્રીમેચ્યોર છે પણ જો કરે તો?’ શાંતનુએ અક્ષયને સીધો સવાલ કર્યો.

‘નહીં કરે બીગ બી. તમે જ તે દિવસે મને કહ્યું હતું જ્યારે તમે અનુને એનાં યુએસથી આવ્યાં પછી બીજે જ દિવસે મળવા માટે એને ઘરે ગયાં હતાં. ત્યારેજ એમણે તમને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે છૂટાછેડા થયાં પછી તમારે એની સાથે રી-મેરેજની કોઇજ વાત ન કરવી. ભલે એ

વખતે કદાચ એમનાં મનમાં તમે નહી હોવ પણ તેમ છતાંય...’ અક્ષયે

શાંતનુને સલાહ આપતાં કહ્યું.

‘હમમ...તારી વાત સાચી છે અક્ષુ પણ હવે એની લાઇફમાં એટલી ઇમ્પોર્ટન્ટ વાત કઇ હોઇ શકે છે કે જે મારી સાથે એકાંતમાં ડિસ્કસ કરવા માંગે છે? એ મને નથી સમજાતું.’ શાંતનુએ ફરીથી પોતાની દ્ધિધા રજુ કરી.

‘એનીથિંગ ઇઝ પોસીબલ. જે રીતે તમે અને સિરુએ મને અનુ વિષે વાત કરી છે એ મુજબ એ વધુ દુઃખી રહીને બેસી રહેવાં નહી માંગતી હોય અને લાઇફને નવેસર થી ચાલુ કરવા માંગતી હોય ને એટલે કદાચ એને કોઇ નવી જોબ સ્ટાર્ટ કરવી હશે કે કાં તો ઇશિતાનાં ફ્યુચર વિષે, આઇ મીન સ્કુલ વિષે પણ કદાચ વાત કરવી હશે. અને સાચી સલાહ તો તમારાં સિવાય બીજે ક્યાં મળે? હું પણ નથી દોડતો દોડતો આવી જતો ત્યારે હું પણ ફૂલ કન્ફ્યુઝન માં હોઉં છું ત્યારે?’ અક્ષય હસતાં હસતાં બોલ્યો.

‘હમમ, પણ પ્રેમનાં મામલામાં આ એડવાઇઝર સાવ ઝીરો છે અને એટલે જ અક્ષય પરમાર જેવા સિદ્ધહસ્ત લવગુરુની સલાહ લેવાં હું અહીંયા આવ્યો છું.’ અક્ષય સાથે વાત કર્યા પછી શાંતનુ પણ હવે હળવો થઇ ગયો હતો.

‘સિદ્ધહસ્ત? અને હું? હા હા લગ્નનાં અઢીવર્ષે બધીજ સિદ્ધહસ્તતા જતી રહી છે બડે ભાઇ.’ અક્ષય ની વાત પર બન્ને હસી પડ્યા.

‘પણ એક મિનીટ આપણે એવું વિચારીએ, જસ્ટ હાઇપોથેટીકલી કે એ મારી પાસે લગ્નની વાત કરે તો? જસ્ટ એમ જ પૂછું છું.’ શાંતનુ વળી એ જ વાત પર આવ્યો.

‘કોની સાથે લગ્ન કરશે અનુ?’ અક્ષયે વળતો સવાલ કર્યો.

‘અમમમ...’ શાંતનુ હવે ગૂંચવાયો.

‘ભાઇ તમે આટલું વિચારો છો તો તમે એમ એમ વિચારી લીધું કે અનુ કદાચ તમારી સાથે એનાં લગ્નની વાત કરે તો એ તમારી સાથે જ કેમ? કોઇ બીજું કેમ નહીં? આ પહેલાં પણ તમને આવુંજ કઇક લાગ્યું હતું ને?’ અક્ષયે એકદમ કોમનસેન્સ વાપરીને વાત કરી.

‘એક સાચો મિત્ર જ આટલી સ્પષ્ટ અને સાચી વાત કરી શકે. થેંક્સ અક્ષુ, તે મારો મોટો ભાર હળવો કરી દીધો. ખબર નહીં કેમ પણ હું અચાનક આટલો વિચલિત કેમ થઇ ગયો?’ શાંતનુએ અક્ષયનો આભાર માન્યો.

‘આ બધું હું તમારી પાસેથી જ શીખ્યો છું ભાઇ, એમાં થેંક્સ શેનાં?’ અક્ષયે વળતો વિવેક કર્યો.

એકબીજાંનાં વખાણ કરતાં કરતાં બન્ને એ ઘણાં ગપ્પાં માર્યાં. શાંતનુ હવે સાવ હળવો થઇ ગયો હતો અને અનુશ્રીનાં સરપ્રાઇઝ માટે માનસિક રીતે તૈયાર પણ થઇ ગયો. હા પેલી ઉત્તેજના જરૂર હતી કે અનુશ્રી આખરે એની સાથે એની જિંદગી બાબતે કઇ વાત ડિસ્કસ કરવા માંગે છે.

‘ચલ ગુરુ, સાડા પાંચ થઇ ગયાં, વાતોમાં ટાઇમ ક્યાં જતો રહ્યો ખ્યાલ પણ ન આવ્યો.’ પોતાાં સેલફોનની ઘડિયાળ જોતાંજોતાં શાંતનુ બોલ્યો.

‘અરે હા યાર, સિરુને હું કલાકનું કહીને આવ્યો હતો પણ લગભગ બે કલાક ઉપર થઇ ગયાં.’ અક્ષય પણ ચોંક્યો.

‘તો તો આજે જનાબની ધોલાઇ પાક્કી એમ ને?’ અક્ષયને આંખ મારતાં શાંતનુ બોલ્યો.

‘હા હા... હાસ્તો વળી. આ તો સારું છે કે મુવીનો પ્લાન નહોતો નહીં તો સિરુનાં પ્રકોપથી બચવા માટે મારે તમારી શરણમાં જ આવવું પડ્યું હોત ભાઇ.’ ખડખડાટ હસતાં અક્ષય બોલ્યો.

‘ચલ ચલ તું ઘેર જા અને હું અનુને ઘેર જઉં.’ શાંતનુનાં ચહેરા પર સ્મીત હતું.

‘વાહ વાહ મોટાભાઇ, યુ આ બ્લશિંગ...’ અક્ષયે આંખ મારી.

‘ચલ ચલ હવે ઘેર જા.. બાય.’ શાંતનુ હસતાંહસતાં ટેબલ પરથી ઉભો થયો અને બન્ને છુટા પડ્યાં.

બહાર નીકળીને શાંતનુ અને અક્ષય લગભગ વિરુદ્ધ દિશાઓમાં પોતપોતાનાં બાઇક્સ હંકારી ગયાં. લગભગ દસેક મિનીટ પછી શાંતનુ અનુશ્રીને ઘેરે પહોંચી ગયો. ફોનકૉલમાં અનુશ્રીએ કહ્યાં મુજબ જ ઘરમાં સપૂર્ણ શાંતી હતી. અનુશ્રીનાં મમ્મા એમની રાબેતા મુજબ ની આદત પ્રમાણે ટીવી પર ચાલી રહેલી કોઇક સીરીયલ જોઇ રહ્યાં હતાં. આમ તો અનુશ્રીએ શાંતનુને સીધો ઉપર એના રૂમમાં જ આવી જવાનું કહ્યું હતું પણ શાંતનુને એમ કરવું યોગ્ય ન લાગ્યું.

‘કેમ છો મમ્મી?’ શાંતનુએ અનુશ્રીના મમ્મા ને નમસ્તે નાં પોઝ માં પૂછ્યું.

‘અરે આવ બેટા. અનુ તારી જ રાહ જુવે છે. જા ઉપર જા.’ અનુશ્રીનાં મમ્મા એ કહ્યું.

‘હા...’ અનુશ્રીનાં મમ્માની મંજુરી મળી જતાં, વધુ સમય ન બગાડતાં શાંતનુ તરત જ દાદરા ચડવા લાગ્યો અને અનુશ્રીનાં રૂમમાં દરવાજે ટકોરા માર્યાં.

‘યેસ શાંતુ..આવી જા’ અનુશ્રીએ તરતજ જવાબ આપ્યો.

‘અરે! તમને કેવી રીતે ખબર પડી કે હું જ છું?’ દરવાજો ખોલીને અંદર ઘૂસતાંજ શાંતનુએ પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું.

‘તારી ત્રણ ટકોરાની આદત મેં નોટ કરી છે શાંતુ. ટક..ટક..ટક.’ અનુશ્રીએ શાંતનુ ને કેમ ઓળખી લીધો એતો કહ્યું જ પણ સાથે સાથે એનાં ત્રણ ટકોરાનો ચોક્કસ સ્વર પણ પોતે કાઢી ને બતાવ્યો. શાંતનુ આ જાણીને ખુબ શુશ થઇ ગયો.

‘હમમમ...ફર્સ્ટ ઓફ ઓલ, કોન્ગ્રેચ્યુલેશન્સ અનુ. જો કે ડિવોર્સ મળવાં એ કોઇ સારી ઘટના નથી પણ તમારાં કેસમાં આઇ થીંક કે હું તમને કોન્ગ્રેચ્યુલેટ કરી શકું છું.’ શાંતનુએ પોતાનો હાથ એનાંથી થોડેજ દુર ઉભેલી અનુશ્રી સામે લંબાવ્યો.

‘અફકોર્સ તું મને કોન્ગ્રુેચ્યુલેટ કરી શકે છે શાંતુ અને હું પણ તને રીટર્ન કોન્ગ્રેટ્‌સ આપીશ, કારણકે મારી સાથે તે પણ સહન કર્યું છે. હું બધું જ જાણું છું. આજે હું એકલી નહીં પણ તું પણ એ રાક્ષસની ગ્રીપ માંથી ઓફિશિયલી છૂટ્યો છે એટલે તને પણ કોન્ગ્રેટ્‌સ!’ અનુશ્રીએ શાંતનુએ લંબાવેલો હાથ પકડી લીધો.

શાંતનુને આ ત્રણ મહીનામાં પહેલીવાર અનુશ્રીનાં સ્પર્શમાં કોઇ લાગણી દેખાઇ.

‘થેંક્સ અનુ.’ શાંતનુ ફક્ત એટલું જ બોલી શક્યો.

‘તું મારો બેસ્ટ ફ્રેન્ડ છે શાંતુ અને આપણે મારાં મેરેજ પહેલાં પણ એકબીજાંની ઇમોશન્સ ને વગર કહે સમજી જતાં હતાં, રાઇટ?’ અનુશ્રી આજે એકદમ અચાનક જ એનાં લગ્ન પહેલાનાં મુડમાં દેખાઇ રહી હતી.

‘યસ, અફકોર્સ મને યાદ છે અનુ.’ આમ કહેતાં જ શાંતનુને પેલો વરસાદી રવિવાર યાદ આવી ગયો અને તે પછી જ્યારે એ અનુશ્રી પાસે પોતાની મુંજવણ રજુ કરવા ગયો હતો ત્યારે અનુશ્રીએ સામેથી જ એની એ લાગણી પકડીને એને એકદમ હળવો બનાવી દીધો હતો.

‘બસ એટલે જ મેં આજે તને બોલાવ્યો છે શાંતુ. એક્ચ્યુલી આઇ વોઝ વેઇટીંગ ફોર માય ડિવોર્સ ટુ બી ઓફિશિયલી કન્ફર્મડ...બેસ.’ અનુશ્રીએ શાંતનુને સોફા પર બેસવા માટે કહ્યું.

‘અરે હા, તમે જ્યારથી કીધું છે તમે તમારી લાઇફ વિષે કશું શેર કરવા માંગો છો ત્યારથી જ મને મનમાં થોડીક ખદખદ થઇ રહી છે એટલે હવે તમે મને પ્લીઝ કહો.’ શાંતનુએ આખરે પોતાની મનની વાત અનુશ્રીને કહી જ દીધી.

જો કે એને હજીપણ એ બાબત ની વધુ અપેક્ષા હતી કે અનુશ્રી કદાચ એના લગ્ન વિષે કશુંક કહેશે એટલે એને થોડીક ગભરામણ ફક્ત એની એ ઉત્તેજના ને કારણે પણ થઇ રહી હતી.

‘હમમ..તે દિવસે આપણે જ્યારે વિનયભાઇની ઓફિસે થી ઘેરે આવ્યાં ત્યારે જ મેં એમ નક્કી કર્યું હતું કે હું જલ્દીથી જ કોઇ જોબ શોધીશ, પણ પછી વિચાર્યું કે ઇથી એમતો હજી નાની છે. મમ્મા તો છે જ અને દીપ્તિ ભાભી સારાં જ છે બટ એમ તો ઇશીને હું એમને ભરોસે આખો દિવસ બહાર ન રહી શકું ને?’ આમ બોલતાં બોલતાં અનુશ્રી એ બાજુમાં પડેલું એક ટેબલ લીધું અને દરવાજા પાસે મુક્યું અને પછી એ એનાં પર ચડવા ગઇ પણ એને ફાવ્યું નહીં.

‘અરે... અરે... મને કહોને શું ઉતારવું છે માળિયા માંથી?’ શાંતનુએ સોફા પરથી ઉભા થઇને પોતાનું બેલેન્સ જાળવવાની કોશીશ કરી રહેલી અનુશ્રી તરફ એકદમ દોડ્યો અને એની પીઠ ને ટેકો આપ્યો.

‘થેંક્સ..આઇ વિલ મેનેજ, બસ હું પડું તો મને સાંભળી લેજે... લાઇફમાં... બીજી વાર.’ ટેબલ પર સરખી ચડીને અને શાંતનુ તરફ જોઇને અનુશ્રી સ્મીત સાથે બોલી.

અનુશ્રીનાં ચહેરા પર સ્મીત હતું. આટલાં મહીને પહેલીવાર શાંતનુએ અનુશ્રીનું એવું સ્મીત જોયું હતું કે જે એની કાયમની ઓળખ હતી અને જેનાં પર શાંતનુ કુરબાન હતો.

‘બીજીવાર તો શું? હું કાયમ તમને સાંભળી લઇશ અનુ. આખરે તમારો બેસ્ટ ફ્રેન્ડ છું ને?’ શાંતનને પોતે અનુશ્રીનો ‘બેસ્ટ ફ્રેન્ડ’ હોવાનો ખુબ ગર્વ હતો અને તેથી જ જો અનુશ્રીએ જો ફરી લગ્ન ન કરવા હોય

તો પણ એ એની સાથે ફક્ત મિત્ર બનીને રહે તો પણ એ ખુશ જ

રહેવાનો હતો.

‘હેય, શાંતુ, હોલ્ડ ધીસ...’ અનુશ્રીએ માળીયા માંથી લાકડાની એક મોટી ફ્રેમ જે છાપામાં વીંટાળેલી હતી એ ઉતારતાં કહ્યું. શાંતનુએ હળવેક થી એને અનુશ્રીનાં હાથમાંથી લઇ લીધી અને બાજુની દીવાલ ને અડાડીને ટેકવી દીધી.

અનુશ્રી શાંતનુનો હાથ પકડીને નીચે ઉતરી. બન્ને ની નજરો મળી અને બન્નેએ કુદરતી રીતે જ એકબીજાંને સ્મીત આપ્યું. શાંતનુ અનુશ્રીનો હાથ છોડવાનું લગભગ ભૂલી જ ગયો હતો પણ અનુશ્રીને તો યાદ હતું જ એટલે એણે પોતાનો હાથ શાંતનુની હથેળીમાં પકડમાં થી હળવેકથી છોડાવી લીધો.

‘તું સોફા પર બેસ હું તને મારી બપોરની ફોનકૉલની વાત રીવીલ કરું.’ અનુશ્રીએ દરવાજાને ટેકવી ને પડેલી પેલી ફ્રેમ ઉપાડી ને સોફા તરફ જતાં કહ્યું. શાંતનુ પણ યંત્રવત જ એની પાછળ ચાલ્યો.

‘ઓકે, શ્યોર!’ આટલું કહીને શાંતનુ સોફા પર બેસી ગયો અને અનુશ્રીની પ્રવૃત્તી જોવાં લાગ્યો.

અનુશ્રીએ સંભાળીને ફ્રેમ પર બાંધેલી સુતળી ખોલી અને એનાં પરનું છાપાનું આવરણ પણ ખોલ્યું અને શાંતનુ સામે એક સુંદર પેઇન્ટીંગ અનાવૃત થયું.

પેઇન્ટીંગમાં એક સ્ત્રી ઘુમટો તાણીને બેઠી હતી અને એની ઉપર લાલ સૂર્યનો પ્રખર તાપ વરસતો હતો અને સામેથી કાળાં વાદળાં આવી રહ્યાં હતાં. સ્ત્રી નો રંગ શ્વેત-શ્યામ હતો. શાંતનુને વધુતો ખબર ન પડી એને એ પેઇન્ટીંગ માં રહેલાં રંગોનું સંયોજન ખુબ ગમ્યું.

‘આ મારાં ત્રણ મહીનાની મહેનતનું પરિણામ શાંતુ. જોઇ લે.’ અનુશ્રીનાં મોઢાં પર સ્મીત હતું અને પોતે કશુંક મહત્વનું કર્યાનો ગર્વ પણ છલકતો હતો.

‘વાહ...એક્સલેન્ટ...આ તમે ...?’ શાંતનુ ફક્ત આટલું જ બોલી શક્યો.

‘યસ શાંતુ, તે દિવસે હમણાં જોબ ન કરવાનું નક્કી કર્યું પછી મેં વિચાર્યું કે એમને જો બેઠી રહીશ તો આઇ વીલ ગો ક્રેઝી. મને પહેલેથી જ પેઇન્ટીંગ ની હોબી હતી પણ ટાઇમ ન હતો. મેં યુએસમાં પણ આ જ પેઇન્ટીંગ શરું કર્યું હતું પણ યુ નો કે ત્યાંથી મારે અચાનક જ આવવું પડ્યું પ્લસ બેગેજ પણ વધી જતો હતો એટલે એને હું ત્યાં જ છોડી ને આવી ગઇ.’ અનુશ્રી એની પહેલાંની આદત મુજબ ન અસ્ખલિત બોલી રહી હતી.

‘હમમ... અફકોર્સ, પછી?’ શાંતનુને અનુશ્રીની વાતમાં સંપૂર્ણપણે પરોવાઇ ગયો હતો. જોકે આ કોઇ નવી વાત ન હતી.

‘એટલે પછી જ્યારે હમણાં જોબ ન કરવાનું નક્કી કર્યુંક ત્યારે તરત જ વિચાર્યું કે હું હવે મારી હોબી પૂરી કરીશ. હું હવે મારાં અને ઇશી માટે જીવીશ. પણ આઇ વિલ નોટ ડુ ધીસ જસ્ટ ફોર ધ સેઇક ઓફ હોબી મારે આને કરિયર બનાવી છે અને મારે આ માટે તારી અડવાઇઝ જોઇએ છીએ.’ અનુશ્રી બોલી.

‘ઓકે આઇ એમ ઓલ્વેઝ ધેર ફોર યુ, પણ પેઇન્ટીંગ ની બાબતમાં હું ઔરંગઝેબ છું.’ શાંતનુ હસ્યો.

‘ઔરંગઝેબ? ડીડન્ટ ગેટ યા શાંતુ!’ અનુશ્રીને આશ્ચર્ય થયું.

‘એટલે કે મને મ્યુઝીક માં ખબર પડે, શેર-ઓ-શાયરી હો તો હજીપણ થોડીક ખબર પડે, પણ પેઇન્ટીંગ માં આઇ એમ ઝીરો, એટલે તમે પહેલાં તો મને સમજાવો કે તમે આ પેઇન્ટીંગમાં શું સમજાવવા માંગો છો.’ શાંતનુએ સ્પષ્ટતા કરી.

‘ઓહ ઓક્કે... હા હા હા... ઔરંગઝેબ...આઇ લાઇક ઇટ!’ અનુશ્રી ખડખડાટ હસી પડી અને શાંતનુ એને જોતો જ રહ્યો.

‘તો પછી સમજાવો મને આ પેઇન્ટીંગ નો થીમ.’ શાંતનુ બોલ્યો એ પણ મંદમંદ હસી રહ્યો હતો.

‘જો આ લેડી છે એની ઉપર સૂરજનો તાપ છે, મીન્સ કે એનાં પર અત્યારે ખુબ ત્રાસ થઇ રહ્યો છે સુરજની ગરમી થી અને એટલે જ એણે ઘુમટો ઓઢી લીધો છે પણ એ એનાં માટે ઇનફ નથી.’ આટલું બોલતાં અનુશ્રી રોકાઇ અને એણે શાંતનુ સામે જોયું. કદાચ એ જોવાં માંગતી હતી કે શાંતનુને એની વાત સમજાઇ હતી કે નહીં?

‘ઓક્કે અને આ કાળાં વાદળાં?’ પેઇન્ટીંગ જોવામાં તન્મય થઇ ગયેલાં શાંતનુનાં આ સવાલે અનુશ્રીની શંકા પણ દુર કરી દીધી.

‘ધ બ્લેક ક્લાઉડઝ શોઝ કે આ લેડીને જે તાપ પડી રહ્યો છે એને એમાંથી રાહત આપવા દુરથી આ કાળાં વાદળો આવી જ રહ્યાં છે.’ અનુશ્રીએ સ્પષ્ટતા કરી અને એને ગમ્યું પણ ખરું કે શાંતનુ એનાં પેઇન્ટીંગમાં રસ લઇ રહ્યો હતો.

‘વાઉ ધેટ્‌સ રીયલી પોઝીટીવ થોટ અનુ. તકલીફ તો છે જ પણ સામે સોલ્યુશન પણ છે. બસ આપણે રાઇટ ટાઇમ ની રાહ જોવાની છે.’ શાંતનુએ અનુશ્રી સામે જોયું એ જાણવા માટે એ સાચું સમજ્યો છે કે નહીં.

‘ધીસ ઇઝ સિમ્પલી અમેઝિંગ શાંતુ...યુ ગોટ ધ વેરી સોલ (આત્મા) ઓફ ધીસ ક્રિએશન. હું પણ આમ જ કહેવા માંગું છું. તને કોણે કીધું કે તને પેઇન્ટીંગ માં કશી ખબર નથી પડતી?’ અનુશ્રીનાં ચહેરા પર સંતોષની લાગણી હતી.

‘મને ખરેખર ખબર નથી પડતી અનુ, પણ તમે જે રીતે સમજાવવાની શરૂઆત કરી એનાં પરથી મેં ક્લ્યુ લીધો કે કદાચ આમ જ હોઇ શકે.’ શાંતનુએ અનુશ્રીને જવાબ આપ્યો.

‘હમમ..ગ્રેટ, આમાં બીજો પણ મેસેજ છે, કેન યુ સી ધેટ?’ અનુશ્રીએ શાંતનુને મુંજવતો સવાલ કર્યો.

શાંતનુએ પેઇન્ટીંગ વિષે માંડમાંડ પોતાનો વિચાર કહ્યો હતો અને અનુશ્રીને ખુશ જોઇને એને થયું કે એ આ પેઇન્ટીંગને પુરેપુરો સમજી શક્યો છે પણ અનુશ્રીના આ સવાલે એને મૂંજવી નાખ્યો.

‘બીજો મેસેજ?’ શાંતનુએ પોતાની દ્ધિધા જરાપણ છુપાવ્યા વગર રજુ કરી જ દીધી.

‘ઓકે હું તને હિન્ટ આપું? ઇટ્‌સ અબાઉટ માય લાઇફ..બસ હવે વધુ ન પૂછતો.’ અનુશ્રી બોલી.

‘હમમમ...’ શાંતનુ વિચારવા લાગ્યો.

‘જલ્દી બોલ, આઇ નો યુ આર વેરી ઇન્ટેલીજન્ટ.’ બે ત્રણ મિનીટ સુધી શાંતનુનો જવાબ ન આવતાં અનુશ્રીની ધીરજ ખૂટી ગઇ.

‘આ લેડી એટલે કે અનુ?’ શાંતનુએ સવાલ કર્યો.

‘યેસ અને...?’ અનુશ્રીની અધીરાઇ વધી રહી હતી.

‘અને? ...અને અત્યારસુધી તમે જે સહન કર્યું છે એને ભૂલી જઇને હવે પોઝીટીવ થવા માંગો છો રાઇટ?’ શાંતનુ ખરેખર તો આવુંજ કશુંક પહેલાં પણ કહી જ ચુક્યો હતો પણ આ પેઇન્ટીંગથી અનુશ્રી બીજું શું કહેવા માંગતી હતી એ એને ખ્યાલ ન આવ્યો એટલે એણે આવડે એવો જવાબ આપ્યો.

‘તું સ્ટુપીડ નો સ્ટુપીડ જ રહ્યો શાંતુ.’ અનુશ્રી ખોટો ગુસ્સો કરતાં બોલી.

‘પણ હમણાં તો મને ઇન્ટેલીજન્ટ કીધો હતો ને?’ શાંતનુ હસતાંહસતાં બોલ્યો.

‘હા હવે ભૂલ થઇ ગઇ મારાથી.’ અનુશ્રી પણ હસી પડી.

‘તો અનુજી, હવે તમે જ સમજાવો.’ શાંતનુએ અનુશ્રીને ખુબજ પ્રેમથી અને લગભગ વિનંતીનાં સ્વરમાં કહ્યું.

‘આ લેડી એટલે હું, ધીસ ઇઝ વ્હેર યુ આર રાઇટ. જો આ સૂરજનો તાપ એટલે મને પેલા રાક્ષસે જે વખતે મને અને ઇશીને ભૂખી મરવા માટે છોડી દીધી હતી એ દિવસની વાત છે અને આ...દુર થી આવતાં કાળાં વરસાદી વાદળાં એટલે...’ બોલતાં બોલતાં અનુશ્રી રોકાઇ ગઇ એનાં ગળે કદાચ ડૂમો બાજી ગયો હતો.

‘એટલે?’ શાંતનુની અધીરાઇ વધી ગઇ.

‘એટલે તું સ્ટુપીડ, માય બેસ્ટ બડી શાંતનુ, જેમે મને અહીંયા, ઇન્ડિયામાં, આટલાં દુર બેસીને એ તાપ માંથી છોડાવી. મારાં માટે યુ આર નો લેસ ધેન અ કુલ કુલ શાવર, શાંતુ. તે જ્યારે મને આ ત્રાસમાં થી બચાવી ત્યારે તો મને આ પોઝીટીવ સાઇડ નો ખ્યાલ જ ન હતો આવ્યો, પણ રહી રહીને પછીથી મને આ બાબતનો ખ્યાલ આવ્યો એટલે હું બાય ધીસ પેઇન્ટીંગ એવનો મેસેજ કન્વે કરવા માંગુ છું કે માણસને જ્યારે પણ કોઇ તકલીફ હોય તો તમને એમાંથી બચાવવા કોઇને કોઇ આવશે જ. બસ તમારે સાચા સમયની રાહ જોઇને તમારે પોતે મસ્ટ કીપ ઓન ફાઇટીંગ. એ બચાવનાર પછી ગમે તે હોય, તમારો રીલેટીવ કે તમારો બેસ્ટ ફ્રેન્ડ!’ પોતાનો ડૂમ દુર કરીને આ રીતે અનુશ્રીએ એનાં પેઇન્ટીંગની એક અન્ય સમજણ પણ શાંતનુને આપી.

પણ શાંતનુ તો અનુશ્રી માં જ ખોવાઇ ગયો હતો. અનુશ્રીનું બોલવું, એનાં ચહેરા પરનાં હાવભાવ અને એની મોટીમોટી આંગળીઓ થી જે રીતે એ પોતાનાં ચિત્રનું વર્ણન કરી રહી હતી આ બધી જ વસ્તુઓ શાંતનુ માટેે અનુશ્રીમાં ખોવાઇ જવા માટે પુરતી હતી. અને અનુશ્રી જે રીતે એનાં વખાણ કરી રહી હતી એ સાંભળીને એનાં ગાલ પર લાલ થઇ રહ્યાં હતાં. ખાસ કરીને જ્યારે જ્યારે અનુશ્રી વારંવાર એને પોતાનો ‘બેસ્ટ બડી.’ કહીને સંબોધી રહી હતી ત્યારે ત્યારે એને એ સંબોધન ખુબ જ ગમી રહ્યું હતું.

‘મેં જે કર્યું એ મેં મારી ફરજ ગણીને નહોતું કર્યું અનુ. મન જેન્યુઇનલી તમારી ખુબજ ચિંતા થઇ રહી હતી.’ શાતંનુએ પહેલીવાર અનુશ્રીને પોતાની સાચી લાગણી જણાવી કારણકે અત્યારસુધી એ આ બાબત એટલે યાદ નહોતો કરતો કારણકે એને ડર હતો કે ક્યાંક અનુશ્રી દુઃખી ન થાય અને અનુશ્રીને કોઇ તકલીફ પડે તો શાંતનુને પણ પીડા થાય જ એ સ્વભાવિક હતું.

પણ અત્યારે એને એમ પણ થયું કે અનુશ્રીને એ આમ કહીને ફરીથી યાદ દેવડાવે કે ખરેખર તો એ અનુશ્રીને પહેલેથી જ અત્યંત પ્રેમ કરતો હતો અને આજે પણ કરે જ છે અને એટલે જ પણ શાંતનુએ અનુશ્રીને આ હકીકત સ્પષ્ટ શબ્દોમાં ન કહેતાં દબાયેલાં સ્વરે જરૂર કહી દીધી.

‘આઇ નો શાંતુ.’ અનુશ્રીનો ચહેરો સ્મીત છલકાવી રહ્યો હતો અને આંખ આંસુ... શાંતનુને ખ્યાલ આવી ગયો કે અનુશ્રીનાં હ્ય્દય નાં કોક ખૂણે હજીપણ એ યાતનાનું દુઃખ એમનું એમ જ છે.

‘જુવો અનુ મેં તમને કીધું એમ પેઇન્ટીંગ મારો સબ્જેક્ટ નથી એટલે હું વધુ તો કાઇ નહી કહું પણ મને તો તમારાં આ પેઇન્ટીંગે ખુબ જ ઇમ્પ્રેસ કર્યો છે. આઇ મીન જેટલું હું સમજી શક્યો છું એ મુજબ ઇટ્‌સ રોકિંગ!’ શાંતનુ એ અનુશ્રી સામે થમ્સઅપ ની સાઇન કરી.

‘થેંક્સ શાંતુ. ઇટ ડઝન્ટ મેટર કે તને પેઇન્ટીંગમાં બહુ ખબર નથી પડતી, બટ આઇ નો તું ખુબ ઇમોશનલ છે અને તું મ્યુઝીકનો શોખીન પણ છે એટલે કે ઇન અ વે, તને આર્ટ માં ખબર પડેજ છે, એટલે તને થોડોક ખ્યાલ તો આવી જ જાય. પણ મેં તને ફક્ત આ પેઇન્ટીંગ દેખાડવા માટે નથી બોલાવ્યો.’ અનુશ્રી એની બેડ નાં ખૂણે બેઠી અને શાંતનુ સામે રહેલાં સોફા પર.

‘તમે કશું કહો એ પહેલાં મારે કશુંક કહેવું છે નહીંતો હું પાછો ભૂલી જઇશ.’ શાંતનુ સોફા પર બેસતાં જ બોલ્યો.

‘હમમ બોલ ને?’ અનુશ્રી બોલી.

‘તમે આટલું સરસ પેઇન્ટીંગ કરો છો તો વ્હાય ડોન્ટ યુ ગો પ્રોફેશનલ? આઇ મીન હજી બીજાં દસેક પેઇન્ટીંગ્ઝ બનાવો અને પછી એક એકઝીબીશન ગોઠવીએ તો? આઇ નો એમાં ખુબ ટાઇમ લાગશે બટ સ્ટીલ...’ શાંતનુ એ અનુશ્રીને સૂચન કર્યું.

‘વાઉ શાંતુ, યુ વોન્ટ બીલીવ!! મને પણ આજ વિચાર આવ્યો હતો એ એટલે જ મેં તને આ આઇડીયા શેર કરવા જ બોલાવ્યો હતો. હાઉ ફૂડ યુ રીડ માય માઇન્ડ સો વેલ? મારું આ પેઇન્ટ તો લાસ્ટ વિક જ ફીનીશ થઇ ગયું હતું પણ આઇ વોઝ વેેઇટીંગ ફોર ડિવોર્સ પેપર્સ ઓન્લી.’ અનુશ્રીનાં ચહેરા પર આનંદ છલકાઇ રહ્યો હતો.

‘હમમ...યુએસ થી આવીને તમારો સ્વભાવ અચાનક જ બદલાઇ ગયો હતો મેં એ નોટીસ કર્યું હતું પણ તમને પૂછી પૂછી ને હેરાન કરવા નહોતો માંગતો પણ મને લાગે છે કે આજસુધી તમે આ પેઇન્ટીંગ બનાવવામાં જ રચ્યાપચ્યા રહીને પોતાની જાતને કંટ્રોલ કરી શક્યાં છો.’ શાંતનુએ ત્રણેક મહીના બાદ એનાં હ્ય્દયની વાત અનુશ્રીને કહી.

‘મને ખબર છે શાંતુ, તું જ્યારે જ્યારે મને મળ્યો ત્યારે તું પણ તારાં મનમાં ખુબ જ ઘૂંટાતો હતો પણ હું પણ શું કરું? મને તો જાણેકે હ્ય્દય પર કોઇએ મોટો પથ્થર મૂકી દીધો હોય એવું લાગતું હતું. મને સતત એમ જ લાગતું હતું કે ડિવોર્સ જલ્દીથી થાય તો જ હું આ બોજ માંથી છૂટીશ, એન્ડ સી ટુડે આઇ ફિલ સો રીલીવ્ઠ. કાન્ટ યુ નોટીસ અ સડન ચેન્જ ઇન મી ટુડે?’ અનુશ્રી સતત સ્મીત વેરી રહી હતી.

‘ચલો જે થઇ ગયું એ થઇ ગયું, આઇ એમ હેપ્પી ટું સી યોર સ્માઇલ બેક અનુ. તો હવે બોલે શું પ્લાન છે?’ શાંતનુએ જાણીજોઇને વાત નો વિષય બદલતાં કહ્યું.

‘હા, હવે આઇ નીડ યોર હેલ્પ, એઝ યુઝવલ.’ અનુશ્રી હસતાંહસતાં બોલી. શાંતનુ એને જોતો જ રહ્યો કારણકે અનુશ્રીનાં ચહેરા પર આવું હાસ્ય તો એણે કદાચ ત્રણ વર્ષ થી જોયું જ ન હતું.

‘એટ યોર સર્વિસ મેમ.’ શાંતનુ પણ હસતાંહસતાં બોલ્યો અને આજે ખરેખર ખુશ હતો.

‘હમમ..મને દસેક પેઇન્ટીંગ્ઝ બનાવતાં કદાચ છ મહીના થી વધુ લાગશે બટ તારે, એક તો મને આઇડીયાઝ આપવામાં હેલ્પ કરવી પડશે અને સેકન્ડ કે જ્યારે આઇ એમ રેડી વિથ માય ટેન પેઇન્ટ્‌સ મને તારે એક આર્ટ ગેલેરી શોધી આપવી પડશે. ઓકે?’ અનુશ્રીએ લગભગ હુકમ જ કર્યો કારણકે એને ખબર હતી કે શાંતનુ તરફથી એને ના નહી સાંભળવા મળે.

‘શ્યોર, કેમ નહીં?’ શાંતનુએ પણ પળવારનાં વિલંબ વગર અનુશ્રીએ ધારેલો જવાબ જ આપ્યો.

‘આઇ ન્યુ કે તું હા જ પાડીશ. આઇ એમ સો હેપ્પી. ટુડે ઇઝ વન ઓફ માય બેસ્ટ ડેઝ. થેંક્સ શાંતુ.’ કહીને અનુશ્રી ઉભી થઇ ગઇ અને શાંતનુ સામે પોતાનો હાથ ધર્યો.

શાંતનુએ પણ અનુશ્રીનો હાથ પકડી લીધો એને એમ કે અનુશ્રી એને થેંક્સ કહેવા માટે હાથ લંબાવ્યો છે. પણ અનુશ્રી પોતાનો હાથ પાછો ખેંચીને શાંતનુને ભેટી પડી. શાંતનુ માટે આ એક અણધારી ઘટના હતી લગભગ એવીજ રીતે જ્યારે યુએસ થી અમદાવાદ આવ્યાં બાદ અનુશ્રીએ એરપોર્ટ પર સુવાસ અને એનાં મમ્મા ને ચાતરીને શાંતનુને દોડી ને સીધી જ ભેટી પડી હતી.

જો કે અનુશ્રીનું એ ભેટવું અને આ ભેટવા વચ્ચે ઘણો ફેર હતો.

તે દિવસે એ ખુબ જ દુઃખી હતી અને શાંતનુએ એને ઉગારવા માટે કરેલી મદદ માટે શાંતનુનો આભાર માનવા માટે ભેટી હતી જ્યારે આજે એ ખુબ ખુશ હતી અને શાંતનુએ એનાં મનની વાત સમજી લીધી હતી અને એની ખુશી એ શાંતનુને વ્યક્ત કરવા માટે માટે એને ભેટી હતી. થોડી ક્ષણો બાદ થોડી ક્ષણો બાદ શાંતનુએ પણ અનુશ્રીની પીઠ પર પોતાનાં બન્ને હાથ મૂકી દીધાં. થોડી સેકન્ડ્‌સ બાદ બન્ને છુટા પડ્યાં અને થોડી વધુ વાતો કરી અને નીચે લીવીંગરૂમમાં અનુશ્રીનાં મમ્મા એ બનાવેલી ચા પી ને શાંતનુ ઘેરે જવા રવાના થયો.

આજે અનુશ્રીને આટલીબધી ખુશ જોઇને શાંતનુ પણ અત્યંત ખુશ હતો અને જે રીતે અનુશ્રી આજે એનાં મૂળ મૂડમાં વર્તી હતી એમ જ શાંતનુ પણ આજે ઘણાં દિવસે ફરીવાર પોતાને ગમતાં ગીતો માંથી એક ગીત “મેરે સંગસંગ આયા તેરી યાદોં કા મેલા” ગણગણતો બાઇક ચલાવી રહ્યો હતો.

આવનારાં છ મહીના શાંતનુ અને અનુશ્રી માટે અત્યંત મહત્વના હતાં. અનુશ્રી પોતાનાં ચિત્રકારીનાં શોખને વ્યાવસાયિક રૂપ આપવા માંગતી હતી અને શાંતનુ એને રોજ સેલફોન પર કે રૂબરૂમાં મળીને એનાં પેઇન્ટીંગ્ઝ માટે નવાં નવાં આઇડીયાઝ આપતો હતો અને પછી અનુશ્રી એમાં પોતાનાં વિચારો ઉમેરી ને પેઇન્ટીંગ બનાવતી. અનુશ્રી કાયમ પોતાની પોતાની નજીક રહે એ શાંતનુને ખુબ જ ગમતું હતું એટલે જ્યારે પણ અનુશ્રીને એને ગમે ત્યારે અને ગમે તે સમયે મળવું હોય ત્યારે એક કૉલ કરવાથી તરતજ એની પાસે પહોંચી જતો. ફક્ત અનુશ્રી જ નહીં પણ ઇશિતા પણ શાંતનુ સાથે ખુબ હળી ગઇ હતી. ક્યારેક તેઓ ત્રણેય સાથે લંચ કે ડીનર લેવાં પણ જતાં. જ્વલંતભાઇ ને તો આ બાબતનો કોઇ વાંધો જ ન શકે પણ અનુશ્રીનાં મમ્મા અને સુવાસને પણ આ બાબતનો કોઇ જ વાંધો ન હતો. વાંધો હતો તો ફક્ત અનુશ્રીની ભાભી દીપ્તિ ને.

કદાચ એટલે કે આ તમામ વ્યક્તિઓમાં ફક્ત એને જ શાંતનુ અને અનુશ્રીની ગાઢ દોસ્તી વિષે અછડતો અનુભવ પણ ન હતો. એને મન એક ડિવોર્સી સ્ત્રી એનાં કોઇ હમઉમ્ર એને એમાં પણ અપરણિત છોકરા સાથે ગમે ત્યારે ફરવા ઉપડી જાય એ એને મળેલાં સંસ્કારો ની વિરુદ્ધ હતું અને એ આ બાબતને મુદ્દો બનાવીને સુવાસની સાથે કાયમ ચર્ચા કરવાની કોશીશ કરતી પણ સુવાસ શાંતનુ અને અનુશ્રી બન્ને ને સારી રીતે જાણતો હતો એટલે એ કાયમ આ ચર્ચાને શરુ થતાં જ કોઇ બહાનું આગળ ધરીને બંધ કરી દેતો અને દીપ્તિ મનમાં ને મનમાં બળતી રહેતી.

અનુશ્રીનાં મમ્મા દીપ્તિની વાતને એટલે મહત્વ નહોતાં આપતાં કારણકે એતો એવું ઇચ્છતાં જ હતાં કે એમની દીકરી મોડી વહેલી શાંતનુ જેવા અત્યંત લાયક છોકરા સાથે પરણી જાય અને એની બાકીની જિંદગી સુખરૂપ પસાર થાય. પણ આ બાબત એમને અનુશ્રીને સીધીરીતે કહેવાની હિમંત નહોતી એટલે એ આ મુલાકાતો થી આનંદિત થતાં રહેતાં અને મનોમન ભગવાનને પ્રાર્થના કરતાં કે એ બન્ને નાં મન જલ્દીથી મળી જાય અને બન્ને લગ્ન કરી લે.

આ બાજુ અનુશ્રીને આ બાબતની કોઇ પરવા જ ન હતી એ આખો દિવસ ઇશિતા અને એનાં પેઇન્ટીંગ્સ પાછળ જ ડૂબેલી રહેતી અને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે શાંતનુને ઘેરે બોલાવી લેતી અને પોતે બનાવેલાં પેઇન્ટ પર એનું મંતવ્ય લેતી. શાંતનુ પણ કાયમ એને સાચું જ મંતવ્ય આપતો નહીં કે એની હા માં હા મેળવતો અને એને કારણે અનુશ્રી ને ફક્ત સારું પેઇન્ટીંગ બનાવવા માં તો મદદ મળતી જ પણ શાંતનુ પ્રત્યેનો એનો આદર અને વિશ્વાસ પણ વધતો જતો હતો. શાંતનુ પણ સમજી રહ્યો હતો કે અનુશ્રી એની વધુને વધુ નજીક આવી રહી છે પણ...

... પણ શાંતનુને એ હકીકતની પણ જાણ હતી જ કે અનુશ્રી હજીપણ એને પોતાનો સાચો અને ખાસ મિત્ર જ માનતી હતી અને એનાંથી વધુ કશું જ નહી પણ એમાં પણ એને ક્યાં કોઇ વાંધો હતો?

ધીમેધીમે સમય પસાર થતો ગયો અને લગભગ સાતેક મહીનાની મહેનત પછી અનુશ્રીને જુદાજુદા વિષયો પર લગભગ દસેક ખુબ સુંદર પેઇન્ટીંગ્સ બનાવ્યાં. શાંતનુ ઉપરાંત સિરતદીપ, અક્ષય અને સુવાસે આ તમામ પેઇન્ટીંગ્ઝ નાં ભરપુર વખાણ કર્યા, આમ થવાથી અનુશ્રીનો આત્મવિશ્વાસ પણ ખુબ જ વધી ગયો. હવે સમય આવ્યો હતો અનુશ્રીનાં આ પેઇન્ટીંગ્ઝ નું એક્ઝીબીશન યોજવાનું અને અનુશ્રીને એક સાંજે આ બાબતે ચર્ચા કરવા શાંતનુને એમનાં કાયમના મીટીંગ પ્લેસ, ‘બીગ કોફી મગ’ નાં સીજી રોડ વાળાં આઉટલેટ પર બોલાવ્યો.

‘આઇ એમ રેડી વિથ માય ટેન પેઇન્ટ્‌સ, હવે તારે મને આર્ટ ગેલેરી શોધી આપવી પડશે.’ કોફીની એક ચુસ્કી લેતાં અનુશ્રી બોલી. એ કાયમની જેમ હક્ક દર્શાવતાં સ્વરમાં જ બોલી રહી હતી કારણકે એને ખ્યાલ હતો કે શાંતનુ એને ક્યારેય એની કોઇપણ વાતની ના નહી પાડે.

‘ઓકે થઇ જશે.’ જવાબમાં શાંતનુ ફક્ત આટલું જ બોલ્યો એનાં ચહેરા પર સ્મીત હતું.

‘વ્હોટ ડુ યુ મીન બાય, ઓકે થઇ જશે શાંતુ? આઇનો કે તું કાયમ કુલ હોય છે બટ હવે તારે એક આર્ટ ગેલેરી અરેંજ કરવાની છે. લોકોલેજ ની આર્ટ ગેલેરી તો કાયમ બુકડ હોય છે. હું તો બહુ ચિંતા માં છું, હું શું કરીશું? શું કરીશું એમ વિચારી રહી છું અને તું? થઇ જશે? થઇ જશે?’ અનુશ્રીને શાંતનુ નાં વિશ્વાસ પર આશ્ચર્ય થઇ રહ્યું હતું.

‘તમે મને તારીખ કહો અનુ, બાકીનું બધુંય થઇ જશે.’ શાંંતનુ હજીપણ શાંતિથી, આત્મવિશ્વાસ થી અને સસ્મિત બોલી રહ્યો હતો.

‘જો ફરીથી પાછું થઇ જશે? આઇ એમ નોટ જોકિંગ શાંતુ.’ અનુશ્રી થોડીક ગુસ્સે થઇ.

‘મને ખબર છે અનુ, એન્ડ આઇ એમ સીરીયસ. તમે મને તારીખ તો ક્યો? પછી હું તમને બધી વાત કરું.’ શાંતનુએ અનુશ્રીને ધરપત આપતાં કહ્યું.

‘હમમ..લાભ પાંચમ પછી તરતજ. એક મહિનો છે તારી પાસે. હવે બોલને કે ઓકે, થઇ જશે!’ છેલ્લું “ઓકે થઇ જશે” અનુશ્રી મોઢું બગાડીને બોલી પણ પછી તરતજ હસી પડી.

‘હા, થઇ જશે. એક મિનીટ.’ શાંતનુ હસ્યો અને પોતાનાં ખિસ્સામાંથી પોતાનો સેલફોન કાઢ્યો.

‘હમમ...ઓનલાઇન બુકિંગ?’ અનુશ્રીને ઇન્તેજારી થઇ. શાંતનુએ કોઇનો ફોન નંબર શોધીને ડાયલ કર્યો અને પોતાનાં હોઠે આંગળી મૂકી ને અનુશ્રીને ચુપ રહેવા જણાવ્યું.

‘હલ્લો...મુસ્કાન?’ કહીને શાંતનુએ વાત કરી.

અનુશ્રી એકીટસે શાંતનુને જોઇ જ રહી હતી અને સાથે સાથે શાંતનુ જે કોઇક મુસ્કાન સાથે વાત કરી રહ્યો હતો એને ધ્યાનથી સાંભળી પણ રહી હતી. લગભગ દસેક મિનીટ વાત કર્યા પછી શાંતનુની મુસ્કાન સાથેની વાત પૂરી થઇ અને એણે પોતાનો સેલફોન પોતાનાં ખિસ્સામાં મુક્યો.

‘પાંચ, છ અને સાત નવેમ્બર એટલે કે સાતમ, આઠમ અને નોમ આ ત્રણ માંથી એક દિવસે પસંદ કરો અને તમારું એક્ઝીબીશન આર્ટ એન્ડ કલ્ચર ગેલેરી જે મીઠાખળી છ રસ્તા પાસે છે એનાં સ્મોલ હોલમાં ગોઠવાઇ જશે.’

‘યુ આર સિમ્પલી અનબીલીવેબલ શાંતુ. હું ઘરેથી નીકળી ત્યારે એટલી ટેન્સ હતી કે આર્ટ ગેલેરી બુક કરવામાં જ કદાચ ત્રણેક મહીના નીકળી ન જાય અને તેં ફક્ત પાંચ મીનીટમાં... વાઉ. થેંક્સ બડી.’ અનુશ્રીએ શાંતનુનો હાથ પકડી લીધો. શાંતનુ રાબેતામુજબ અનુશ્રીની મોટી મોટી આંખોમાં ખોવાઇ ગયો પણ પછી તરત જ પોતાને સાંભળી પણ લીધો.

‘એમાં મેં કશું જ અનબીલીવેબલ નથી કર્યં અનુ. મુસ્કાન મારી બહુ જૂની ક્લાયન્ટ છે. ફ્રીલાન્સ ફોટોગ્રાફર છે અને આ ગેલરી એની જ છે. તમે જે દિવસે અને તમારાં આ પેઇન્ટીંગનાં શોખને પ્રોફેશનલ બનાવવાની વાત કરી તે જ દિવસે ઘેરે જઇને મેં એને કૉલ કરીને એની પાસે છ મહીનાં પછીની અપ્રોક્સીમેટ ડેટ્‌સ લઇ લીધી હતી.’ શાંતનુ એનાં ટ્રેડમાર્ક સ્મીત સાથે બોલ્યો.

‘વાઉ, ધેટ્‌સ રીયલી ગ્રેટ શાંતુ. તારું પ્લાનીંગ એટલે જબરદસ્ત! પેલું બધાં બોલે છે ને એમ...કહેવું પડે હોં?!’ અનુશ્રી હસી રહી હતી અને મનોમન શાંતનુ પણ ખુબ ખુશ થઇ રહ્યો હતો કારણકે “અનુશ્રી ખુશ એટલે શાંતનુ પણ ખુશ” બસ એ જ એનો જીવનમંત્ર હતો.

‘કશું જ પ્લાનીંગ નથી અનુ, ફક્ત કોન્ટેક્ટસ નો ઉપયોગ કર્યો. પણ તમે હવે તૈયારીમાં લાગી જાવ. કોને કોને ઇન્વાઇટ કરવાં છે? પ્રેસનોટ કેટલાં દિવસ પહેલાં આપવાની છે? પ્રેસમાં થી કોને કોને બોલાવવાનાં છે? અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓપનીંગ કોણ કરશે? એ વ્યક્તિની અપોઇન્ટમેન્ટ તો કામે જ લઇ લેવી પડશે.’ શાંતનુ એ અનુશ્રીને પોતાનાં એક્ઝીબીશન માટે કામે લાગી જવા કહ્યું.

‘પ્રેસ નું કામ સુવાસભાઇ વિલ હેન્ડલ. એમણે સામેથી જ મને વાત કરી છે. એમનાં સારાં કોન્ટેક્ટસ છે. આઇ ફિલ ઇન્વીટેશન કાર્ડસ પણ સુવાસભાઇ જ જોઇ લેશે. કોને કોને, કેવીરીતે ઇન્વાઇટ કરવા, આઇ મીન બાય પોસ્ટ ઓર વન ઓન વન એનું લીસ્ટ હું બનાવી દઇશ એટલે બહુ મોટી ચિંતા નથી. એક્ઝીબીશન હોલ બુક થઇ ગયો એટલે આઇ એમ સો રીલીવ્ઠ!’ અનુશ્રી એની આદત પ્રમાણે અસ્ખલીત બોલી રહી હતી.

‘ઓકે ગ્રેટ, પણ ઓપનીંગ કોણ કરશે? એનું નામ તમે નક્કી કર્યું કે નહીં? કોઇ મોટા માણસની તો અપોઇન્ટમેન્ટ તો અત્યારે જ લેવી પડશે જ લેવી પડશે ને મેડમજી?’ શાંતનુ હસીને બોલ્યો.

‘હમમમ... એ નામતો મેં પહેલેથી જ નક્કી કરી લીધું હતું. જેમ તે મુસ્કાનને છ મહીના પહેલાં જ હોલ બુક કરવાની વાત કરી લીધી હતી એમ મેં પણ લગભગ એજ દીવસોમાં એ મોટા માણસનું નામ નક્કી કરી લીધું હતું હું ઇઝ ગોઇંગ ટુ ઇનોગ્યુરેટ માય ફર્સ્ટ એક્ઝીબીશન.’ અનુશ્રી આમ બોલતાં બોલતાં સતત શાંતનુ સામે જોઇ રહી હતી.

‘ગ્રેટ તો પછી એ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિને કાલે જ કૉલ કરી દે જો ઓકે? આ લોકોને છેલ્લાં દિવસોમાં કહીએ તો પછી લોચા પડી શકે છે. ધ્યાન રાખજો.’ શાંતનુએ અનુશ્રીને સલાહ આપી.

‘કાલે શું કામ? ઇનફેક્ટ અત્યારે જ એની સાથે વાત કરી લઉં?’ પોતાનો સેલફોન હાથમાં લેતાલેતાં અનુશ્રી બોલી.

‘વાહુ, તો તો બહુ જ સારું.’ શાંતનુ એ સ્મીત કર્યું.

‘હમમ’ કહીને અનુશ્રી શાંંતનુ સામે જોવા લાગી.

‘શું થયું? કૉલ કરો? મારી સામે કેમ જુવો છો અનુ?’ બે-ત્રણ મિનીટ વીત જતાં શાંતનુને અનુશ્રી ની નિષ્ક્રિયતા ડંખવા લાગી.

‘કૉલ શું કરવા કરું? જ્યારે એ મોટો માણસ મારી સામે જ બેઠો છે તો ખોટો ખર્ચો શું કરવા કરું? હું તો પાક્કી અમદાવાદી છું હોં?’ અનુશ્રી એ પોતાનો સેલફોન ટેબલ પર મૂકી દીધો અને પોતાનાં જમણા હાથની કોણી ટેબલ પર મૂકી અને પોતાની દાઢી પોતાની લાંબી આંગળીઓને વાળીને મુઠ્ઠી પર મૂકી ને બોલી.

‘એટલે? હું સમજ્યો નહી.’ શાંતનુ ખરેખર સમજી નહોતો રહ્યો કે અનુશ્રી હમણાં જે બોલી એની પાછળ એનો મતલબ શું હતો.

‘ઓહ શાંતુ તું કેમ આટલો સ્ટુપીડ છે? એ મોટો માણસ એટલે તું શાંતુ તું!! તું જ મારાં એક્ઝીબીશન નું ઓપનીંગ કરીશ. યુ વીલ બી ધ ચીફ ગેસ્ટ!’ અનુશ્રી શાંતનુ સામે જોઇ રહી હતી અને શાંતનુને પોતાનાં કાન પર વિશ્વાસ નહોતો પડી રહ્યો હતો કે એ આ શું સાભળી રહ્યો છે!?’

-ઃ પ્રકરણ તેર સમાપ્ત :

ચઉદ

‘એક મિનીટ...એક મીનીટ...એક મિનીટ... તમે એમ કહેવા ાંગો છો કે તમારાં એકઝીબીશન નું ઉદ્ધાટન હું કરું?’ શાંતનુને ધીરેધીરે કળ વળવા લાગી હતી.

‘તને ગુજરાતી નથી સમજાતી શાંતુ? ફ્રેંચ માં બોલું ફ્રેંચ માં?’ અનુશ્રીનાં મોઢા પર તોફાની સ્મીત હતું.

‘અરે ના યાર પણ હું શું કામ? આઇ મીન મને કોણ જાણે છે?’ શાંતનુનું આશ્ચર્ય હજી ચાલુ જ હતું.

‘કેમ? હું જાણું છું તને, મમ્મા, સુવાસભાઇ, ભાભી, સિરુ, અક્ષુ, જ્વલંત અંકલ અને મારી ઇશી. અમે બધાંજ તને જાણીએ છીએ એ ઇનફ નથી?’ અનુશ્રી હવે થોડી ગંભીર થઇ રહી હતી.

‘પણ અનુ તમે સમજતાં નથી. પ્રેસમાં અને ઇન્વીટેશન કાર્ડમાં ઉદ્ધાટન કરનાર તરીકે કોઇ જાણીતાં પેઇન્ટર કે કોઇ પોલીટીશીયન કે કોઇ ગુજરાતનાં કોઇ અત્યંત લોકપ્રિય લેખક કે કવિનું નામ હોય તો એમનાં ફેન્સ માં વાયા ફેસબુક આ વાત ઝડપથી ફેલાઇ જાય અને તમારું એકઝીબીશન હીટ થઇ જાય. મારું નામ વાંચીને કોઇ ભોજીયો ભાઇ પણ નહીં આવે.’ શાંતનુ અનુશ્રીને સમજાવતાં બોલ્યો.

‘શાંતુ આઇ ડોન્ટ કેર. જો મારાં પેઇન્ટ્‌સમાં દમ હશે તો બધાં જ જોવાં આવશે અને આપણે પણ ફેસબુક પર પેઇજકે ઇવેન્ટ બનાવીશું એપણ કાલે જ અને એનાંથી પણ ઘણાં લોકો આવશે. અને હજી આપણી પાસે મહીનાથી પણ વધુ સમય છે એટલે પ્રોપેગેન્ડા તો વી વિલ ઇઝીલી મેનેજ. બાકી રહી ફેન્સ ની વાત, તો તારી સહુથી મોટી ફેન તો હું છું અને હું જ મારાં હીરોને બોલાવી રહી છું મારા ફર્સ્ટ એક્ઝીબીશન નાં ઇનોગ્યુરેશન માટે તો પછી તને શું વાંધો છે?’ અનુશ્રી હવે ખુબ જ ગંભીરતાથી બોલી રહી હતી.

‘કમ ઓન અનુ, મને એટલો માથે ન ચડાવો. આઇ એમ જસ્ટ

યોર ફ્રેન્ડ બસ મને એમ જ રહેવાં દો.’ શાંતનુ એનાં જીવનમાં કદાચ પહેલીવાર અનુશ્રીની કોઇ ઇચ્છાને અવગણવા માંગી રહ્યો હતો.

‘બેસ્ટ ફ્રેન્ડ તો છે ને? બસ એટલે જ. અને તું મારી ઇચ્છા પૂરી નહી કરે? તારી અનુ ની ઇચ્છા?’ અનુશ્રીએ થોડાં આગળ ઝૂકીને ટેબલ પર રહેલી શાંતનુની હથેળી પર પોતાની હથેળી મુકીને એને સ્હેજ દબાવી.

‘ઠીક છે, એઝ ઓલ્વેઝ જેમ અનુ કહેશે એમ જ થશે બસ?’ હસીને શાંતનુએ પોતાની એક હથેળી પર મુકેલી અનુશ્રીની બન્ને હથેળીઓ પર પોતાની બીજી હથેળી મૂૂકી દીધી અને બન્ને એકબીજાં સામે મંદમંદ મુસ્કુરાવા લાગ્યાં.

બીજે જ દિવસથી બન્ને એક્ઝીબીશનની તૈયારીઓ માં લાગી ગયાં. અનુશ્રીએ કહ્યાં મુજબ શાંતનુએ ફેસબુક પર ઇવેન્ટ બનાવી અને પોતાનાં મિત્રોને ‘લાઇક’ કરવાનો આગ્રહ કર્યો. અનુશ્રી, સુવાસ સાથે ઇન્વીટેશન કાર્ડ ની ડીઝાઇન નક્કી કરી આવી અને કોને કોને અંગત રીતે કાડ્‌ર્ઝ આપવાં જવું અને કોને કોને કુરિયર કે પોસ્ટ દ્ધારા કાડ્‌ર્સ મોકલવાથી કામ થઇ જશે એનું લીસ્ટ પણ એણે બનાવી દીધું.

એક્ઝીબીશનનાં લગભગ પંદરેક દિવસ પહેલાં મુસ્કાને અનુશ્રીનાં ઘરની મુલાકાત લીધી અને એનાં દરેક પેઇન્ટીંગ્ઝ જોઇને એ ખુબ પ્રભાવિત થઇ અને એક ને બદલે ત્રણ દિવસ પ્રદર્શન રાખવાનું સૂચન કર્યું જે શાંતનુએ અનુશ્રીને સમજાવીને વધાવી લીધું અને આ મુજબ ઇન્વીટેશન કાડ્‌ર્ઝમાં પણ ફેરફાર કર્યા. અનુશ્રીએ લગભગ પચીસ થી ત્રીસ લોકોને અંગત રીતે આમંત્રિત કરવાનું નક્કી કરાયું જેમાં જ્વલંતભાઇ નો પણ સમાવેશ થતો હતો.

જેનેજેને અંગત રીતે આમંત્રણ આપવાનાં હતાં એ બધાંને શાંતનુ અને અનુશ્રી શાંતનુની બાઇક ઉપર જઇને આપી આવ્યાં. કુરિયર અને પોસ્ટ માં આમંત્રણ નાં કાડ્‌ર્ઝ મોકલવાનું કામ પણ શાંતનુએ જ લઇ લીધું કારણકે એ એનાં વ્યાવસાયિક ડોક્યુમેન્ટ્‌સ કાયમ એ જ રીતે એનાં ક્લાયન્ટ્‌સ ને મોકલાવતો એટલે એને એનાં કુરિયરવાળા ઉપર ખુબ ભરોસો હતો.

એક્ઝીબીશનની તારીખ નજીક આવી ગઇ હતી છતાંય ફેસબુક ઇવેન્ટમાં ફક્ત ૬૦-૭૦ લોકોએ જ ‘ગોઇંગ’ પર ક્લિક કરતાં અનુશ્રી થોડીક નિરાશ થઇ ગઇ એટલે શાંતનુએ તરત જ અક્ષયને કામે લગાડી દીધો, કારણકે અક્ષયના ફેસબુક મિત્રોની સંખ્યા બે હજાર ઉપર હતી અને ખરેખર ચમત્કાર થયો. અક્ષયની રીકવેસ્ટે ફક્ત ચાર જ દિવસમાં ‘ગોઇંગ’ ની સંખ્યા પાંચસો ઉપર મોકલી દીધી અને ધીરેધીરે કરીને શાંતનુએ પણ પોતાનાં ક્લાયન્ટ્‌સ ને પણ આ એક્ઝીબીશનમાં આવવા ખુબ વિનંતીઓ કરીને એમનું આવવું પણ પાકું કરી દીધું. અનુશ્રી શાંતનુ અને અક્ષયનાં પ્રયાસોથી ખુબ જ ખુશ હતી.

અને એ દિવસ આવી ગયો.

અનુશ્રીનાં પેઇન્ટીંગ્ઝ નું એક્ઝીબીશન ત્રણ દિવસ સાંજે પાંચ થી નવ નાં સમયમાં ગોઠવાયું હતું. ફક્ત દસ પેઇન્ટ્‌સ હોવાંને કારણે શાંતનુએ મુસ્કાનની ગેલેરીનો સ્મોલ હોલ રાખ્યો હતો પરંતુ જે રીતે શાંતનુ, અક્ષય અને અનુશ્રી ખુદે આ એક્ઝીબીશન માટે ખુબ મહેનતથી પ્રચાર કર્યો હતો એને કારણે એટલી બધી મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવ્યાં કે એ સ્મોલ હોલ એનાં નામ પ્રમાણે જ ખુબ જ નાનો પડ્યો. આ જોઇને મુસ્કાને સામે ચાલીને બીજાં અને ત્રીજા દિવસ માટે એક મોટાં હોલમાં એક્ઝીબીશન ખસેડી આપ્યું અનેે એ પણ વધારાનું ભાડું લીધાં વગર.

જાણીતાં પેઇન્ટર શુદીપ્તો દાસ જે શાંતનુનાં જૂનાં બોસ મુખોપાધ્યાયનાં મામા હતાં એમને એક્ઝીબીશનનાં બીજાં દિવસે શાંતનુ ખાસ સુવાસ સાથે સુવાસની જ કારમાં આર્ટ ગેલેરી લઇ આવ્યો. શુદીપ્તો દાસે અનુશ્રીનાં દસેય પેઇન્ટ્‌સનાં ખુબ વખાણ કર્યા અને ખાસ કરીને “જ્યારે પહેલીવાર કોઇ પોતાની કળા ને પારદર્શિત કરી રહ્યું હોય ત્યારે આ કક્ષાએ પહોંચવું એ નાનીસુની ઘટના નથી એમ પણ કહ્યું.” આ સાંભળીને અનુશ્રી ખુબજ ગદગદ થઇ ગઇ અને મનોમન શુદીપ્તો દાસને અહિયા સુધી લઇ આવવા માટે શાંતનુનો આભાર માનવા લાગી.

છેલ્લાં દિવસની સાંજ સુધીમાં અનુશ્રીમાં કુલ દસ પેઇન્ટીંગ્ઝ માંથી ત્રણ પેઇન્ટીંગ્ઝ વેંચાયા. એક દસ હજારમાં, બીજું પંદર હજારમાં અને પેલું અનુશ્રીનું પહેલું પેઇન્ટ જેમાં ઘુમટો તાણીને બેસેલી એક સ્ત્રી, જેનાં પર સૂર્યનો અસહ્ય તાપ વરસતો હતો અને સામેથી કાળાં વાદળો લઇને વરસાદ પોઝીટીવ સંદેશ લઇને આવી રહ્યો હતો એ પેઇન્ટીંગ ત્રેવીસ હજારમાં વેંચાયું. આ બધી જ ઘટનાઓ શાંતનુ માટે અનુશ્રી નાં મનમાં અગાઉથી જ રહેલાં અનહદ માનમાં વધારો કરી રહી હતી.

એક્ઝીબીશન પૂરું થતાંજ વેંચાયેલાં ત્રણ અને બાકીનાં સાત પેઇન્ટીંગ્સ ને યોગ્યરીતે પેક કરવામાં શાંતનુ એનાં માણસોને નિર્દેશ આપી રહ્યો હતો ત્યાંજ અનુશ્રી એની પાસે દોડતી દોડતી આવી.

‘શાંતુઉઉઉઉ...યુ નો વ્હોટ?’ શાંતનુ પાસે દોડતી આવેલી અનુશ્રી નો શ્વાસ સમાતો ન હતો અને એનું ટ્રેડમાર્ક સ્મીત પણ એનાં રૂપાળા ચહેરાની અંદર સમાઇ રહેવાં માટે અસમર્થ લાગી રહ્યું હતું.

‘વ્હોટ અનુજી?’ શાંતનુ કાયમની જેમ આ આનંદની ઘડીમાં પણ ઠંડક રાખતાં બોલ્યો, જોકે એનાં ચહેરા પર સ્મીત જરૂર હતું.

‘મારું ફર્સ્ટ પેઇન્ટીંગ સોલ્ડ ફોર ટ્‌વેંટી થ્રી થાઉઝંડ રૂપીઝ...’ અનુશ્રી ખુબ જ ઉત્તેજીત હતી.

‘હા હમણાંજ અક્ષુએ મને કીધુ. કોન્ગ્રેચ્યુલેશન.’ શાંતનુ હસીને બોલ્યો.

‘હા પણ એણે તને કીધું કે એ કોણે લીધું?’ અનુશ્રી નો ચહેરો જોવાં જેવો હતો. એ ખુબ ખુશ હતી અને જાણેકે શાંતનુનાં બન્ને હાથ પકડી લીધાં.

‘ના, એ વ્યવહાર સુવાસભાઇ સંભાળે છે અને હું પણ અહીંયા

પેકીંગમાં બીઝી હતો.’ શાંતનુ બોલ્યો.

‘એ પેઇન્ટ મિસ્ટર દાસે ખરીદ્યુ, ધી શુદીપ્તો દાસે...આઇ એમ સો હેપ્પી શાંતુ.’ કહીને અનુશ્રીએ શાંતનુનાં બન્ને હાથ પકડી લીધાં.

‘સો એમ આઇ.’ શાંતનુએ સ્મીત સાથે જવાબ આપ્યો.

શાંતનુને કઇ હદ સુધી આનંદ થઇ રહ્યો હતો એ કાં તો શાંતનુ પોતે જાણતો હતો અને કાં તો અનુશ્રી. અનુશ્રીએ એક્ઝીબીશન પત્યાંનાં બીજાં જ દિવસે એસજી હાઇવે પર આવેલી એક મોટી હોટેલમાં ‘સકસેસ પાર્ટી’ આપી. જેમાં એનું કુટુંબ, શાંતનુ અને જ્વલંતભાઇ અને અક્ષયસિરતદીપનાં આખાં કુટુંબ સાથે સાથે જેટલાં લોકોએ આ એક્ઝીબીશન ની સફળતા માટે જવાબદાર હતાંએ બધાં જ ત્યાં હાજર હતાં, મુસ્કાન પણ. પોતાનાં આ પહેલાં એક્ઝીબીશન સફળતાની તમામ ક્રેડીટ અનુશ્રીએ શાંતનુને આપી અને આ બાબત સાચી તો હતી જ અને પાર્ટીમાં હાજર રહેલાં તમામ વ્યક્તિઓ આ બાબતે સહમત પણ હતાં સીવાયકે દીપ્તિ.

એ હજીપણ શાંતનુ અને અનુશ્રીની દોસ્તીને સ્વીકારી શકતી ન હતી. એક્ઝીબીશન પહેલાં અને પછી પણ અનુશ્રી કાયમ ઇશિતામાં કે પછી એનાં નવાં પેઇન્ટીંગ્સ બનાવવામાં વ્યસ્ત રહેતી અને બને તો જ એ દિપ્તીને મદદ કરતી આથી ઘરનું દરેક કામ લગભગ દીપ્તિને જ કરવું પડતું. “ઘરની સ્ત્રીએ તો ઘરનું જ કામ કરાય”, એ દીપ્તિનો આ સ્પષ્ટ વિચાર હતો અને એટલેજ અનુશ્રી ચિત્રકળામાં પોતાની કારકિર્દી બનાવવામાં કાયમ વ્યસ્ત રહે એ એને ક્યાં થી પોસાય? આ ઉપરાંત અનુશ્રીનું ચોવીસે કલાકનું ‘શાંતનુ નું રટણ’ પણ દીપ્તિને ખુબજ ખલતું હુતં અને આ બધુંજ એનાં મગજને કાયમ અનુશ્રી વિરુદ્ધ ઉશ્કેરતું રહેતું હતું.

અનુશ્રીને યુએસથી આવ્યે હવે લગભગ વર્ષ ઉપર થઇ ચુક્યું હતું. ઇશિતાને પણ હવે સ્કુલમાં એડમીટ કરી દેવાઇ હતી. આ આખાંયે વર્ષ દરમ્યાન શાંતનુ લગભગ દર ત્રીજે દિવસે અનુશ્રીને કાં તો એને ઘેરે અથવાતો બહાર મળતો રહેતો. અનુશ્રી પણ શાંતનુને ઘેરે કાયમ જતી. પહેલાંની જેમ જ દિપ્તિ કાયમ સુવાસનું અને અનુશ્રીનાં મમ્માનું ધ્યાન આ બાબતે દોરતી પણ બન્ને આ બાબતને કોઇપણ બહાનું બનાવીને ઉડાડી દેતાં.

અધૂરામાં પૂરું ઇશિતા પણ શાંતનુ સાથે સંપૂર્ણપણે હળીમળી ગઇ હતી. અનુશ્રીનાં એક્ઝીબીશનની સફળતાએ એની જીન્દગી તો બદલી જ નાખી હતી પણ એણે દિપ્તિનાં બળતાં મનની આગમાં ઘી હોમવાનું કામ પણ કર્યું હતું. એક સમય એવો આવ્યો કે દીપ્તિને અનુશ્રી દિઠીય ગમતી ન હતી પણ સુવાસ અને અનુશ્રીનાં મમ્માનો અનુશ્રીને ટેકો હોવાંથી એ વધુ તો કશું નહોતી કરી શકતી પણ જયારે એ એને અનુશ્રી એકલાં હોય ત્યારે નાની નાની બાબતો એ અનુશ્રીને ટોણા મારવાનું ચૂકતી નહી અને ક્યારેક તો એ અનુશ્રીનું નાની નાની બાબતે અપમાન પણ કરી દેતી.

પણ અનુશ્રી કાયમ આ બધી બાબતોને અવગણતી કારણકે એનું લક્ષ્ય તો કાઇક બીજું જ હતું, અને એ હતું ચિત્રકારી નાં ક્ષેત્રમાં ખુબ નામ અને દામ કમાવવા. જો કે એ શાંતનુને દિપ્તિનાં એનાં તરફનાં વર્તનની બધી જ વાતથી અપડેટ રાખતી. શાંતનુથી અનુશ્રીનાં જીવનની નાનામાંનાની બાબત પણ છુપી ન હતી.

અને કદાચ એટલે જ અનુશ્રી નાની-મોટી ચિંતાઓથી મુક્ત રહી ને કાયમ પોતાનાં રૂમમાં કાયમ નવાં નવાં પેઇન્ટીંગ્સ બનાવતી રહેતી. અનુશ્રીની ચિત્રકારીથી પ્રભાવિત થયેલાં શુદીપ્તો દાસે પણ અનુશ્રીનાં પેઇન્ટ્‌સમાં અંગત રસ લીધો અને એની પ્રતિભાને ઔર નિખારી. શુદીપ્તો દાસે જ અનુશ્રીને એનાં જૂનાં અને નવાં પેઇન્ટીંગ્સનું એક બીજું એક્ઝીબીશન પહેલાં કોલકાતામાં અને પછી તરતજ મુંબઇમાં ગોઠવવાની વાત કરી. અનુશ્રીને ત્યાં જવાનો વાંધો જરાપણ ન હતો પણ બે અઠવાડીયા એ ઇશિતાને એનાં મમ્મા કે એની બદલાયેલાં સ્વભાવ વાળી ભાભી પાસે છોડવા નું મન નહોતું થતું. પણ અનુશ્રીનો આ પ્રોબ્લેમ ઇશિતાએ જ દુર કરી આપ્યો.

એક સાંજે અનુશ્રી સાથે ઇશિતા શાંતનુને ઘેરે ડીનર લેવાં ગયાં

હતાં, શાંતનુ અને અનુશ્રી ડાઇનીંગ ટેબલે પર જમી રહ્યાં હતાં અને એનાંથી થોડેક દુર જ સોફા ઉપર ઇશિતા જ્વલંતભાઇ પાસે રમી રહી હતી.

‘શાંતુ, શું કરું યાર? સમજ નથી પડતી. મમ્માની પણ ઉંમર થઇ. એ પણ હવે ઇશીની પાછળ દોડી દોડીને થાકી જાય છે. ભાઇ પણ સવારે દસ વાગે શો-રૂમ પર જતાં રહે પછી રાત્રે છેક નવ પછી આવે છે અને ભાભીનું તો તને ખબર જ છે.’ અનુશ્રી જમતાં જમતાં પોતાની દ્ધિધા વ્યક્ત કરી રહી હતી.

‘હમમ..અને તમારું બીજું એક્ઝીબીશન જો કોલકાતા અને મુંબઇ જેવી કલાપ્રેમી જનતા સામે થાય તો તમારી કરિયરને પણ સારો બુસ્ટ મળે એમ છે એટલે તમે પ્લીઝ ત્યાં જવાની તો ના પાડતાં જ નહી, અહિયા અમે બધું સાંભળી લેશું. શાંતનુએ અનુશ્રીને ધરપત આપવાની કોશીશ કરી.

‘એટલે તો આ ડાયલેમાં છે શાંતુ, મારાં માટે મારી કરિયર તો ઇમ્પોર્ટન્ટ છે જ પણ ઇશી મારે માટે વધુ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ ઇટ્‌સ ટેન ડેઝ શાંતુ, હું જઉં અને બીજે જ દિવસે ઇશી મને અહીં મીસ કરવાં લાગે તો? હું શું કરીશ? મને તો કશું જ સમજાતું નથી.’ અનુશ્રી ખુબજ વ્યથિત હતી.

‘હું શાંતુ પાસે રહીશ.’ અચાનક જ જ્વલંતભાઇ પાસે રમી રહેલી ચાર વર્ષની ઇશિતા નાં મીઠડા અવાજે દરેકને ચોંકાવી દીધાં. જો કે હજી ઇશિતાનું ધ્યાન તો જ્વલંતભાઇએ એને આપેલી પઝલ સોલ્વ કરવામાં જ હતું.

‘વ્હોટ ડીડ યુ જસ્ટ સે ઇશી?’ અનુશ્રી ને ખુબજ નવાઇ લાગી એટલે એણે ઇશિતાએ જે કહ્યું હતું એ એની પાસે ફરીથી બોલાવવાની

કોશીશ કરી પણ ઇશિતા આ વખતે કશુંજ બોલી નહી.

અનુશ્રીએ ઇશિતા ને એ સવાલ બે-ત્રણ વાર પૂછ્યો. ત્યાં બેઠેલાં ત્રણેય જણે ઇશિતાએ શું કહ્યું હતું એ સાંભળ્યું જ હતું પણ હવે એ મૂંગી થઇ ગઇ હતી. અનુશ્રી ડાઇનીંગ ટેબલેથી ઉભી થઇ ને ઇશિતા તરફ ગઇ. શાંતનુ એની જગ્યાએ જ બેઠો રહી ને પાછળ વળ્યો અને અનુશ્રી-ઇશિતા ને જોવા લાગ્યો.

‘બોલને ઇશી, વ્હોટ ડીડ યુ જસ્ટ સે?’ અનુશ્રી એ પોતાની આંગળીથી પઝલ રમી રહેલી ઇશિતાનો ચહેરો એની દાઢીથી ઉંચો કર્યો.

‘હું સ્કાઇપમેન સાથે રહીશ, યુ કેન ગો.’ ઇશિતાએ અનુશ્રી સામે જોઇને કહ્યું.

‘આર યુ શ્યોર બેટા? પછી તું મમ્માને મીસ કરીશ? મમ્મા તો ખુબ દુર જાય છે. ઇટ વીલ ટેઇક લોટ્‌સ ઓફ ટાઇમ ઇશી ફોર મી ટુ કમ બેક જો તું મમ્માને મીસ કરીને રડવા લાગશે તો...’ અનુશ્રીએ નાનકડી ઇશિતાને પોતાની રીતે પરીસ્થીતી સમજાવતાં કહ્યું.

‘હમમ..આઇ વીલ મીસ યુ મમ્મા બટ આઇ વીલ પ્લે વિથ શાંતુ, ડોન્ટ વરી!!’ ઇશિતાએ અનુશ્રીનાં ગાલ પર હાથ મુકીને જાણે પોતે બહુ મોટી ઉંમરની છોકરી થઇ ગઇ હોય અને અનુશ્રી ને પોતાની ચિંતા ન કરવાનું કહેતી હોય એ રીતે એને સમજાવ્યું.

આ જોઇને અનુશ્રી અને જ્વલંતભાઇ સ્મીત કરી રહ્યાં હતાં જ્યારે શાંતનુ, જે અનુશ્રી અને ઇશિતા માટે કાયમ ઇમોશનલ રહેતો, ઇશિતાનાં પોતાનાં પ્રત્યેનાં લગાવ જોઇને એની આંખનાં ખુણા પણ ભીનાં થઇ રહ્યાં હતાં પણ એણે તરતજ પોતાની જાત ને સાંભળી લીધી અને એ પોતાનાં ટેબલ ઉપર થી ઉભો થયો અને અનુશ્રી અને ઇશિતા જ્યાં બેઠાં હતાં ત્યાં ગયો.

‘વી ગોન્ના રોક બડી...રાઇટ ઇશી?’ કહીને શાંતનુએ પોતાની મુઠ્ઠી ઇશિતા સામે ધરી.

‘યેએએએએ..’ કહીને ઇશિતાએ પણ સામેથી પોતાની મુઠ્ઠી વાળીને શાંતનુની મુઠ્ઠી સાથે અથડાવી.

હવે ઇમોશનલ થવાનો વારો અનુશ્રીનો હતો. એની આંખો પણ હવે ભીની થઇ ગઇ અને પાસે બેઠેલાં શાંતનુની સામે જોઇને, ચહેરા પર હળવું સ્મીત લાવીને અને પોતાનું માથું જાણેકે એને ‘થેંક્સ’ કહી રહી હોય એમ એકવાર ઉપરથી નીચે હલાવ્યું. શાંતનુએ પણ સામે પોતાની બન્ને આંખો હલવેકથી મીંચકારીને ‘ઇટ્‌સ ઓકે’ કહી રહ્યો હોય એમ જવાબ આપ્યો.

‘પણ ઇશી જો શાંતુ એનાં જોબ માટે, ફોર ટુ-થ્રી આવર્સ બહાર જશે તો તું શું કરીશ?’ અનુશ્રી હજીપણ ઇશિતાનાં નિર્ણયને બરોબર પરખવા માંગતી હતી.

‘અરે ના ના એવું મારે બહુ ક્યાં બહાર જવાનું હોય છે અને એતો એડજસ્ટ થઇ જશે અનુ, તમે ચિંતા ન કરો.’ શાંતનુ અનુશ્રીને હવે ઇશિતાની વધુ ચિંતા કરવાથી દુર રાખવા માંગતો હતો.

‘બોલને ઇશી? ઇફ યોર સ્કાઇપમેન ઇઝ આઉટ ઓફ હોમ ફોર ટુ આવર્સ, વ્હોટ વીલ યુ ડુ બેટુ?’ અનુશ્રીને શાંતનુ સામે હાથ ધરીને ફરીથી પઝલ રમવામાં ડૂબી ગયેલી ઇશિતાને પૂછ્યું.

‘તો હું દાદુ સાથે રમીશ!!’ ઇશિતા અનુશ્રી સામે હસીને બોલી.

‘દાદુ?’ શાંતનુ અને અનુશ્રી બન્ને લગભગ સાથે જ ચોંકીને બોલ્યાં.

‘હા, દાદુ. મેં જ ઇશિતાને કીધું છે કે એ મને દાદુ કહીને બોલાવે. એ બહુ કન્ફ્યુઝ હતી. મને શું કહીને બોલાવે એ નક્કી નહોતી કરી શકતી એટલે એક દિવસ મેં જ એને કીધું કે હું તમારો દાદુની એઇજનો જ છું એટલે તમારે મને દાદુ જ કહેવાનો. આ તો અમે ચાર પાંચ મહીના પહેલાં નક્કી કરી લીધું હતું, કેમ ઇશિતા?’ પાછળ બેઠેલાં જ્વલંતભાઇએ આમ કહીને શાંતનુ અને અનુશ્રીની દ્ધિધા દુર કરી દીધી. ઇશિતા એ પણ પઝલ રમતાં પોતાનું ડોકું હકારમાં હલાવ્યું.

‘થેંક્સ અ લોટ અંકલ, મને ખબર નથી પડતી હું શું કહું? શાંતુ અને તમે મને કેટલાં મોટાં ડાયલેમાં માંથી બહાર કાઢી છે. ખબર નહીં પણ કેમ ઓલ્વેઝ શાંતુ નાં કારણેજ મારી કોઇપણ ટ્રબલ પળવારમાં જ દુર થઇ જાય છે અને હવે તમે પણ...’ અનુશ્રી માટે તો જાણે આ બહુ મોટો ઉપકાર હતો, શાંતનુ અને જ્વલંતભાઇ દ્ધારા ફરીવાર.

આટલું થયાં પછી, શાંતનુ અને અનુશ્રી ફરીથી ડાઇનીંગ ટેબલ પર બેસીને જમવા માંડ્યા. અનુશ્રીનાં કોલકાતા અને મુંબઇ ગયાં પછી ઇશિતાનું શું થશે એ ગૂંચવણ દુર થઇ જતાં બન્ને ખુબ ખુશ હતાં અને હસીહસીને વાતો કરી રહ્યાં હતાં.

ઇશિતા પાસે બેઠેલાં જ્વલંતભાઇ આ બધું જોઇને ખુબ રાજી થઇ રહ્યં હતાં પણ એમને એ બાબતનો વસવસો હતો કે શાંતનુ અને અનુશ્રી એકબીજાનાં આટલાં નજીક હોવાં છતાં બન્ને માંથી કોઇપણ એકબીજાં સાથે લગ્ન કરવાની વાત નથી કરતાં. પણ પોતાનાં સ્વભાવ મુજબ એ શાંતનુની કોઇપણ અંગત બાબતે ચંચુપાત કરવાથી હંમેશા દુર જ રહેતાં અને આજે પણ એ એમજ કરવાનાં હતાં.

પણ કહે છે ને ‘ઇશ્વરેચ્છા બલીયસી’! જ્યારે શાંતનુ અનુશ્રી સાથે કોઇપણ અંગત સ્વાર્થ વીના જોડાયો હોય અને હંમેશા નિસ્વાર્થભાવે એનો પડ્યો બોલ ઝીલતો હોય, ભલે પછી એ એવું અનુશ્રી પ્રત્યેનાં પોતાનાં એકતરફી પ્રેમ ને કારણે કરતો હોય પણ આમ કરવા પાછળ એણે ક્યારેય અનુશ્રી પાસેથી કોઇ જ વળતરની આશા નહોતી કરી...

....અથવાતો જ્યારે જ્વલંતભાઇ, અક્ષય, સિરતદીપ અને અનુશ્રીનાં મમ્મા જે સદાય આ બન્નેનાં હિતેચ્છુઓ રહ્યાં હોય એ લોકો પણ ખુબ જ મજબુતીથી શાંતનુ અને અનુશ્રીનાં લગ્ન વિષે ઇચ્છા રાખી રહ્યાં હોય ભલેને પછી એ શાંતનુની સ્વાભાવિક ‘ના’ અને અનુશ્રીનાં ગુસ્સા થી ડરીને એમને બન્નેને સીધીરીતે આ વાત ન કહી શકતાં હોય પણ ત્યારે ધીરેધીરે આ બધી જ શુભભાવનાઓ અને શુભકામનાઓને ઇશ્વરની ઇચ્છામાં પરિવર્તિત થતાં વાર નથી લગતી કારણકે એમ થતાં જ ઇશ્વર પોતે જ આવાં બે અદ્રુત અને અણીશુદ્ધ આત્માઓનાં મિલન માટે કામે લાગી જાય છે.

અનુશ્રીનો ઇશિતા પોતાની ગેરહાજરી દરમ્યાન શાંતનુ સાથે જ એને ઘેરે રહેશે એ બાબતનો નિર્ણય ધાર્યા મુજબ જ દિપ્તિ સીવાય બધાંને ગમી ગયો. લગભગ અઠવાડીયા પછી અનુશ્રી ફ્લાઇટ દ્ધારા કોલકાતા ગઇ જ્યાં બીજે દિવસથી આગલાં ત્રણ દિવસ સુધી એનાં ચિત્રોનું પ્રદર્શન હતું એ બે દિવસનાંં અંતરે મુંબઇમાં બીજું પ્રદર્શન હતું. એલે કુલ દસ દિવસ સુધી ઇશિતાએ શાંતનુને ઘેરે રહેવાનું હતુંં.

શાંતનુએ ઇશિતાને બીજે દિવસે સવારેથી જ એની સ્કુલે મૂકી આવવાનું અને પાછી લઇ આવવાનું કામ શરુ કરી દીધું. જ્વલંતભાઇએ મહારાજને હવે આગલાં દસ દિવસ સુધી રોજ ઇશિતાને ભાવતાં ભોજન જ બનાવવાં એવી સુચના આપી દીધી હતી. સાંજે શાંતનુ ઇશિતાને એનાં બિલ્ડીંગની નીચે રમતાં બાળકો સાથે રમવા લઇ જતો અથવાતો નજીકનાં પાર્કમાં રાઇડ્‌સ માં રમવા માટે લઇ જતો. રોજ રાત્રે શાંતનુ એને જુદીજુદી ‘સ્ટોરીઝ’ સંભળાવતો અને ફક્ત દસ જ મિનીટ્‌સમાં ઇશિતા સુઇ જતી.

બપોરે અને શાંતનુની ગેરહાજરીમાં ઇશિતા જ્વલંતભાઇ સાથે રમતી રહેતી. શાંતનુ ઇશિતાને ગમતી પઝલ્સ અને ઢીંગલીઓ પણ લઇને આવ્યો હતો. બે દિવસ પછી શાંતનુએ નિરીક્ષણ કર્યું કે આખી બપોર ઇશિતા જ્વલંતભાઇ સાથે રમતી રહેતી અને એમને અહીં તહીં દોડાવતી રહેતી એટલે જ્વલંતભાઇ પણ થાકી જતાં હતાં એટલે પછીનાં દિવસે બપોરે પણ શાંતનુ એ એને પોતાની પાસે સુવડાવી અને રાતની જેમ જ એને ‘સ્ટોરી’ સંભળાવવાની શરુ કરી દીધી અને એ દસેક મીનીટમાં જ સુઇ ગઇ એટલે બાકીનાં દિવસોએ પણ શાંતનુ એને બપોરે આમ જ સુવડાવી દેતો અને આથી જ્વલંતભાઇને પણ આરામ મળી જતો.

આ તમામ દિવસો દરમ્યાન કાં તો શાંતનુ અને કાં તો અનુશ્રી દર બે કલાકે એકબીજાં ને કૉલ કરતાં અને ઇશિતાનાં ખબરની આપ-લે કરતાં. ઇશિતા પણ એનો મૂડ હોય તો જ અનુશ્રી સાથે વાત કરતી નહીં તો વાત કરવાની સદંતર ના પાડી દેતી. શાંતનુ અને અનુશ્રીને આ સાંભળીને આશ્ચર્ય કરતાં આનંદ વધુ થતો કારણકે આમ થવાથી અનુશ્રી શાંતિથી એનાં એક્ઝીબીશન પર ધ્યાન આપી શકતી હતી.

અનુશ્રીને મન તો શાંતનુનાં એનાં પરનાં અનેક ઉપકારો માં આ એક ઔર ઉપકાર લાગતો, પણ એ મૂંગી રહેતી કારણકે એને ખ્યાલ હતો કે જો એ ‘ઉપકાર’ શબ્દ વાપરશે તો શાંતનુને એ જરાપણ ગમશે નહી. અનુશ્રીનાં કોલકાતા અને અનુશ્રીનાં કોલકાતા અને મુંબઇનાં બન્ને એક્ઝીબીશન્સ પણ સારાં રહ્યાં અને ત્યાં પણ એને સારાએવાં નામ અને દામ બન્ને મળ્યાં જેની એને કાયમ ઇચ્છા રહેતી હતી એટલે એ પણ ખુબ ખુશ હતી.

રોજ ઇશિતાને સ્કુલે લેવાં અને મુકવા જતો હોવાથી બે-ત્રણ દિવસ પછી શાંતનુને હવે ઇશિતાનાં દોસ્તો પણ ઓળખવા માંડ્યા હતાં. નાનાં બાળકો પ્રત્યે કાયમ અનહદ લાગણી ધરાવતો શાંતનુ પણ એમની સાથે બાળક જ બની જતો. દસમે દિવસે જ્યારે અનુશ્રી સાંજે પાછી આવી રહી હતી તે દિવસે શાંતનુ જ્યારે ઇશિતાને લેવા એની સ્કુલે ગયો ત્યારે...

‘બાય ફ્રેન્ડ્‌ઝ, હવે કાલથી ઇશી ફરીથી તમારી સાથે વેનમાં આવશે. એનાં મમ્મા આજે મુંબઇથી પાછા આવી જાય છે.’ શાંતનુ ઇશિતાનાં ચારેય મિત્રોને એક એક ચોકલેટ આપતાં બોલ્યો.

‘શાંતુ અંકલ તમે રોજ આવોને પ્લીઝ?’ એક નાનકડો છોકરો બોલ્યો.

‘ના બેટા, ઇશિતા આજે સાંજે એનાં ઘરે જશે એટલે શાંતુ અંકલ કાલથી નહીં આવે.’ શાંતનુએ હસીને પેલાં છોકરાનાં માથે હાથ પસવારતાં કહ્યું.

‘ઇશિતા, તારાં ડેડ ને કે ને કે એ કાલે આવે!’ આ સાંભળતા જ શાંતનુને ને તો ઇશિતાની એક નાનકડી દોસ્તે અજાણતામાં જ જાણકે કોઇ બોમ્બ ફોડ્યો એવું લાગ્યું.

‘રાશી, હી ઇઝ નોટ માય ડેડ, હી ઇઝ માય બડી, શાંતુ,’ ઇશિતાએ એની રીતે ચોખવટ કરવાની કોશીશ કરી.

‘ઓહ...હમમ...પણ એ તારાં ડેડ હોય તો કેટલું સારું?’ ઇશિતાએ જેને રાશી કહીને બોલાવી હતી એણે ઇશિતા ને જવાબ આપ્યો. ઇશિતાએ આ સાંભળીને શાંતનુ સામે જોયું.

‘ચલો ઇશી, આપણે ઘરે જઇએ? જમીને પછી મમ્માને રીસીવ કરવા એરપોર્ટ જવાનું છે ને? વી આર ગેટીંગ લેઇટ!’ શાંતનુ પોતે એનાં સ્વભાવ મુજબ જ આમ અચાનક આવી કોઇ ઘટના ઘટતાં થોડોક બઘવાઇ ગયો હતો. વળી ઇશિતા કે એનાં નાનકડાં મિત્રોને એ શું સમજાવી શકવાનો એનાં અને અનુશ્રીનાં સંબંધો બાબતે? એટલે એણે એ ક્ષોભજનક પરીસ્થીતી માંથી ભાગી જવાનું જ મુનાસીબ માન્યું.

ઇશિતા ને ઘરે લઇ જઇ, ફ્રેશ કરી અને જમાડીને શાંતનુ અનુશ્રીની કારમાં એને એરપોર્ટ લઇ ગયો. બપોરે લગભગ ત્રણેક વાગે અનુશ્રીની ફ્લાઇટ લેન્ડ થઇ. એરપોર્ટના ‘અરાઇવલ’ નાં બોર્ડની નીચે મુકેલી સ્ટીલની પેલી બેરીકેડ પાસે શાંતનુ ઇશિતાને તેડીને ઉભો હતો. જેવી અનુશ્રી દુરથી દેખાઇ એટલે તરતજ શાંતનુને એ ઓળખાઇ ગઇ અને ઇશિતાને અનુશ્રી તરફ એણે આંગળી ચીંધીને એને દેખાડી.

બ્લેક ટી-શર્ટ અને બ્લ્યુ જીન્સ અને ખભા સુધીનાં ખુલ્લાં લહેરાતાં વાળમાં અનુશ્રી એકદમ સુંદર લાગી રહી હતી. હા એ થોડી થાકેલી જરૂર દેખાતી હતી પણ ઇશિતાને જોતાં જ એ એનો તમામ થાક ભુલીની પોતાનાં સામાનની ટ્રોલી સાથે એની તરફ દોડી અને નજીક આવતાં જ ટ્રોલી બાજુમાં રાખી ને શાંતનુએ તેડેલી ઇશિતાએ તેડેલી ઇશિતાને એ ભેટી પડી. માં-દીકરીનું આટલાં બધાં દિવસો એકબીજાંથી દુર રહીને થયેલું સ્વાભાવિક મિલન જોઇને શાંતનુ પણ સ્મીત છલકાવી રહ્યો હતો.

અનુશ્રીનાં નહી વેચાંયેલા ચિત્રો પછીથી કાર્ગોમાં આવવાનાં હતાં એટલે એની બે બેગ્ઝ લઇને શાંતનુએ ડીકીમાં મૂકી દીધી. કારમાં શાંતનુની બાજુની સીટમાં જ અનુશ્રી ઇશિતાને ખોળામાં લઇને બેટી અને શાંતનુ અને ઇશિતાની પાસેથી દસેય દિવસોની ભેગી થયેલી વાતો રસપૂર્વક સાંભળવા માંડી. ઇશિતા આખાંયે રસ્તે શાંતુ, શાંતુ અને શાંતુ જ બોલી રહી હતી અને એ સાંભળીને અનુશ્રી અને શાંતનુ એકબીજાં સામે જોઇને થોડુંક હસી લેતાં. આમતો અત્યારે આ દ્રશ્ય જોઇને કોઇપણ અજાણી વ્યક્તિ આ ત્રણેયને માતા-પિતા અને સંતાનનું કુટુંબ જ ગણી લે એમ હતું પણ ખરેખર એવું થવાને હજી કદાચ થોડી વાર હતી.

બે-ત્રણ દિવસ પછી શાંતનુ અક્ષયને અક્ષયનાં ઘરે મળ્યો અને વાતવાતમાં ઇશિતાનાં મિત્રોએ એને ઇશિતાનો ડેડ સમજી બેઠાં હતાં એ વાત એને કરી.

‘તો પછી શું વિચારો છો?’ અક્ષયે શાંતનુની વાત સાંભળીને પૂછ્યું.

‘શેનું શું વિચારું છું?’ શાંતનુએ પૂછ્યું.

‘લગ્ન વિષે... અનુભાભી સાથે આ બાબતે ક્યારે વાત કરો છો?’ અક્ષય હવે સીધો જ મુદ્દા પર આવ્યો.

‘ડોન્ટ બી સો ફુલીશ અક્ષુ, એ મારી મિત્ર છે.’ શાંતનુએ તરત જ જવાબ આપ્યો.

‘ક્યાં સુધી તમારી જાતને ચીટ કરશો ગુરુ? યુ નો સમથીંગ?

જ્યારે તમે અનુભાભીને તમારાં ‘બેસ્ટ ફ્રેન્ડ’ કહો છો ને? ત્યારે તમારો ચહેરો તમારાં શબ્દો સાથે ક્યારેય મેળ નથી ખાતો. તને એને કાયમ પ્રેમ જ કર્યો છે બંધુ નો દોસ્તી વોસ્તી!’ અક્ષયે વળતી દલીલ કરી.

‘એક મિત્ર પણ બીજાં મિત્રને પ્રેમ કરી શકે છે અને મેં પણ એમ જ કર્યું છે...એનાં લગ્ન પછી.’ શાંતનુને ખ્યાલ હતો કે એની આ દલીલ ખુબ જ નબળી હતી, ખાસ કરીને જ્યારે એ અક્ષય સામે ટકવું શાંતનુ માટે સહેલું નહોતું.

‘લગ્ન પછી? કોને ઉલ્લુ બનાવો છો મોટાભાઇ? મને? તમારાં આ અક્ષુને? બોસ, હું તમારાં એક એક રક્તકણ અહિયા બેઠાંબેઠાં ગણી શકું છું.’ અક્ષયની આ હકીકત થી ભરપુર દલીલ સામે ટકવું શાંતનુ માટે સહેલું નહોતું.

‘હમમ...’ શાંતનુ પાસે કદાચ હવે કોઇપણ અન્ય દલીલ બચી ન હતી એટલે એણે વધુ કશુંજ બોલવાનું યોગ્ય સમજ્યું.

‘ભાઇ, તે દિવસે અનુભાભીની સાથે જે કાંઇ થયું અને તમે ઘડીભરમાં એમને આટલાં દુર રહીને બચાવ્યાં એ તમારો પ્રેમ જ હતો નહીંતો આટલી સીરીયસ પોઝીશનનું આટલું ઝડપથી સોલ્યુશન લાવવું એ શક્ય નહોતું જ. એમની અને તમારી માનસિક સ્થીતી જોઇને હું પણ અત્યારસુધી મૂંગો રહ્યો હતો અને એટલે જ અનુભાભીને અનુ કહીને જ બોલાવતો હતો પણ તમારી સામે, સિરુ સામે નહીં.’ અક્ષયે વાત આગળ વધારતાં કહ્યું.

‘પણ એ દોસ્ત રહીને જ ખુશ છે તો લેટ ઇટ બી લાઇક ધેટ ઓન્લી. હું પણ એની ખુશીમાં જ ખુશ રહેવાં માંગું છું, તને ખ્યાલ તો છે જ અક્ષુ.’ શાંતનુએ પોતાનો પક્ષ મુક્યો.

‘પણ ક્યાં સુધી? ઠીક છે અનુભાભી જ્યારે સુખી હતાં, જોકે એવું

આપણે માનતા હતાં, ત્યાં સુધી તો બરોબર હતું કે તમે મતે લગ્ન ન કરવાનું નક્કી કર્યું હતું. અમે બધાંય તમારી લાગણીને સમજી શકતાં હતાં પણ હવે તો અનુભાભી પણ મુક્ત છે. ભાઇ બે કદમ તમે આગળ વધારો, અનુભાભી ને બે કદમ આગળ કેમ વધારવા એ સિરુ શીખવશે.’ અક્ષય હસીને બોલ્યો.

‘હમમ.. કદાચ તું સાાચું કહી રહ્યો છે અક્ષય. હા હું અનુને અનહદ પ્રેમ કરું છું. ત્યારે પણ જ્યારે એ એકલી હતી. ત્યારે પણ જ્યારે એનાં લગ્ન થઇ ગયાં હતાં. ત્યારે પણ જ્યારે એ દુઃખી હતી અને અત્યારે પણ જ્યારે એ ખુબ ખુશ છે ત્યારે પણ.’ અક્ષયની ‘ધારદાર’ દલીલો સામે શાંતનુએ હથિયાર મૂકી દેવાનું જ યોગ્ય માન્યું.

‘ક્યાં બાત હૈ, અબ આયા ના ઊંટ પહાડ કે નીચે?!’ હવે તમે બધું મારાં પર અને સિરુ પર છોડી દો.’ અક્ષય ખુશ ખુશ હતો.

‘અરે ઓ ઉત્સાહી જીવડા, જરા ધ્યાનથી કામ લેવાનું છે એ યાદ રહે. તમે લોકો ઉત્સાહમાં આવી જઇને કોઇજ ઉતાવળ ન કરતાં. અનુને જરાય એવું ન લાગવું જોઇએ કે આ બધું હું કરાવી રહ્યો છું. ઓક્કે?’ શાંતનુએ અક્ષયને ચેતવતાં કહ્યું.

‘ના હવે બધુંજ પાકે પાયે થશે. તમને નથી ખબર ભાઇ, પણ સિરુ મને કાયમ કહે છે કે અનુભાભી જ્યારે પણ એને મળે છે ત્યારે બસ તમારી જ વાતો કરે છે અને એ એમ કરતાં થાંકતાં પણ નથી.’ હસતાંહસતાં અક્ષય બોલ્યો.

‘હમમ...’ શાંતનુ નાં ચહેરા પર એક પહોળું સ્મીત હતું. એને અક્ષયની વાત ખુબ ગમી રહી હતી.

‘સિરુ તો મને કાયમ ચીડવે પણ છે કે અક્ષુ તારો નંબર હવે બીજો નંબર થઇ ગયો, શાંતુભાઇને હવે કોઇ તારાથી પણ વધુ ચાહે છે.’ અક્ષય ખડખડાટ હસી રહ્યો હતો.

‘ખરેખર કહું અક્ષુ તો એ ચાહત નથી, કદાચ મારાં પ્રત્યે એની માન ની લાગણી છે.’ શાંતનુએ અક્ષયનો પતંગ વધુ ઉડવાથી રોકવાનો પ્રયાસ કરતાં કહ્યું.

‘અને એવું તમને કોણે કીધું શાંતુભાઇ?’ અચાનક જ સિરતદીપે રૂમમાં પ્રવેશ કર્યો.

‘અરે સિરુ તું? બે દોસ્તોની ખાનગી વાતો ખાનગીમાં સાંભળતા તને શરમ નથી આવતી?’ અક્ષય સિરતદીપ સામે પોતાની એક આંખ મીંચકારતા બોલ્યો.

‘એ તો તારી સાથે લગ્ન કરીને જ જતી રહી અને જ્યારે મારાં ભાઇ-ભાભીની લાઇફ સેટ કરવાની હોયને ત્યારે એવરીથીંગ ઇઝ ફેયર ઓકે?’ સિરતદીપે પણ સામી આંખ મારતાં હસીને જવાબ આપ્યો.

‘તને બન્ને હવે મને આ ચણાના ઝાડ પર ચડાવવાનું બંધ કરશો?’ શાંતનુ બોલ્યો.

‘તમે અનુની આંખમાં સ્પાર્ક જોયો નથી શાંતુભાઇ. ભલે તમે અનુ સાથે મારાંથી ખુબ વધુ અટેચ્ડ છો પણ એકવાત સમજી લો ભાઇ, હું એક

સ્ત્રી છું અને તમે પુરુષ. કોઇપણ સ્ત્રીને કોઇ પુરુષ જ્યારે ખુબ જ ગમી જાય અને જ્યારે એ પુરુષ વિષે કોઇપણ વાત થતાં જ એ સ્ત્રીની આંખો એનાં શબ્દો કરતાં વધુ વાતો કરવા લાગેને ત્યારે સામે બેઠેલી એક બીજી સ્ત્રીને તો તરતજ ખબર પડી જાય છે કે એ પેલાં પુરુષને કેટલો પ્રેમ કરે છે.’ સિરતદીપ શાંતનુ અને અક્ષય ની વચ્ચે ખુરશી મુકતા બોલી.

‘હમમ..’ શાંતનુને સિરતદીપની વાત સ્વાભાવિકપણે ગમી રહી હતી.

‘તમે ભલે એમ માનો કે એ તમને ફક્ત રીસ્પેક્ટ કરે છે અને અનુ પણ ભલે એમજ કહેતી હોય કે એ તમને માત્ર રીસ્પેક્ટ કરે છે અને ઓફીશીયલ પ્રેમ નહી, એટલે કે એનાં વડ્‌ર્સમાં કહું તો “એઝ એ બેસ્ટ બડી”, પણ લેટ મી ટેલ યુ, આમ એક બીજાં ને માત્ર મિત્રો ગણીને તમે બન્ને એકબીજાને અને તમારી જાતને પણ ચીટ કરી રહ્યાં છો શાંતુભાઇ. કારણકે તમે બન્ને એકબીજાંને ખુબ પ્રેમ કરો છો.’ સિરતદીપે પોતાનાં દિલની વાત કહી જ દીધી કારણકે એને ખબર હતી કે આમ કહેતાં એકવાર કદાચ એની ખાસ મિત્ર અનુશ્રીને એની સ્પષ્ટ વાત પર ખોટું લાગી જશે પણ શાંતનુને નહીં.

‘ના સિરુ હું મારી જાતને ચીટ નથી કરતો, તમારાં આવ્યાં પહેલાંજ મેં અક્ષુને કીધું કે હું એને અનહદ પ્રેમ કરું છું પણ હું એના પર કોઇ પ્રેશર મુકવા નથી માંગતો. એ દુધનાં દાજેલાં છે સિરુ, એ એમ તરત હા કરવા માટે તૈયાર નથી થાય, ભલે ને પછી તમે કીધું તેમ એ કદાચ અંદરખાનેથી મને પ્રેમ કરતાં હોય.’ શાંતનુએ પોતાનો સંદેહ રજુ કર્યો.

‘અનુને હા પડાવવાનું કામ મારું. બોલો...હવે?’ સિરતદીપે તરતજ શાંતનુને બાંધવાની કોશીશ કરી.

‘અરે આ શું તમે બન્ને મારાં અને અનુનાં લગ્ન કરાવવા અચાનક મંડી પડ્યાં છો?’ શાંતનુ હસી રહ્યો હતો.

‘કારણકે તમે માંડ માંડ સિરુનાં ખતરનાક ફંદામાં આવ્યાં છો ભાઇ, હાશ આજે હું છૂટ્યો.’ અક્ષયે મમરો મુક્યો અને સિરતદીપે એને જોરથી ધબ્બો માર્યો અને ત્રણેય હસવા માંડ્યા.

‘પણ એને જરાય એમ ન લાગે કે હું આ બધું કરી રહ્યો છું.’ શાંતનુએ સિરતદીપ સામે પોતાનો ડર વ્યક્ત કર્યો.

‘નહી લાગે. એને એમ જ લાગશે કે હું જ આ વાત કરી રહી છું. રેસ્ટ અશ્યોર્ડ ભાઇ.’ સિરતદીપે શાંતનુ નો હાથ પકડીને પ્રોમિસ આપ્યું.

‘તો પછી મને વાંધો નથી સિરુ, પણ એક વાત યાદ રહે. જ્યારે એ યુએસ થી પાછાં આવ્યાં ત્યારે એને અમરેન્દ્રનાં શારીરિક અને માનસિક ત્રાસથી ઘવાયાનું કે પીડા પામવાનું એટલું દુઃખ નહોતું જેટલું કે એનાં પ્રેમનાં નિષ્ફળ જવાનું હતું. જે પ્રેમને કારણે એણે આખી દુનિયા ને એક ઝાટકે છોડી દીધી હતી એ પ્રેમનું આમ ત્રણ જ વર્ષમાં આટલી હદે નિષ્ફળ જવાથી એ ખુબ જ ક્ષોભ અનુભવી રહ્યાં હતાં અને એટલે સ્વભાવિક છે કે એ બીજીવાર પ્રેમમાં પડતાં કે એનો ઇઝહાર કરતાં ડરશે.’ શાંતનુએ સિરતદીપને ઉત્સાહ ને કન્ટ્રોલ ચેતવતાં કહ્યું.

‘આઇ નો અને તમારાં આ વિચારો જાણીને મને પાક્કો વિશ્વાસ છે કે હું અનુને મનાવી જ લઇશ.’ સિરતદીપ હસીને બોલી.

‘તો મિશન શાંતનુ-અનુ લગ્ન શરુ?’ અક્ષય જોરથી બોલ્યો અને ત્રણેય એક બીજાંને ‘હાઇ-ફાઇવ’ આપતાં ફરીથી જોરથી હસી પડ્યાં.

ઇશ્વર પણ કદાચ હવે શાંતનુ અને અનુશ્રીને મેળવવા માટે વધુ ઉતાવળો થયો હોય એવું લાગી રહ્યું હતું કારણકે શાંતનુ, અક્ષય અને સિરતદીપની મીટીંગ પછી ત્રીજેજ દિવસે સિરતદીપને અનુશ્રી નો કૉલ આવ્યો અને એને પોતાને ઘેર બને તેટલી જલ્દીથી આવી જવા કહ્યું.

‘વ્હોટ હેપન્ડ અનુ?’ અનુશ્રીનાં રૂમમાં ઘૂસતાં જ સિરતદીપે પૂછ્યું.

‘બહુ ટેન્શન છે યાર, એક બાજુ ભાભી નો ત્રાસ હવે બહુ વધી ગયો છે અને બીજીબાજુ આ ઇશી.’ અનુશ્રીએ માથે ખેંચીને રૂમાલ બાંધ્યો હતો અને એણે માથે લગાડેલાં વિકસની ગાઢી સુગંધ સિરતદીપનાં નાકમાં ઘુસી રહી હતી.

‘શું થયું? મને ડીટેઇલમાં કે’ સિરતદીપે અનુશ્રીને શાંત કરતાં કહ્યું.

‘સિરુ, જેટલાં જેટલાં મારાં પેઇન્ટીંગ્સ અને હું પોપ્યુલર થતાં જઇએ છીએ એમએમ ભાભીનું ટોન્ટસ મારવાનું વધતુ જાય છે. હું જ્યારે પણ ફ્રી હોઉં ત્યારો એમને કુકિંગમાં અને બીજી વાતોમાં હેલ્પ કરું જ છું પણ ખબર નહી કેમ પણ એમને તો હું ચોવીસે કલાક એમની જેમ રસોડામાં પુરાઇ રહું એવી જ ઇચ્છા હોય છે.’ પલંગના બેડરેસ્ટ પર પોતાનું માથું ટેકવતાં અનુશ્રી બોલી.

‘હવે એમાં શું નવું છે અનુ? આ તો તું આવી એનાં ત્રણ મહીનાથી જ તું મને કહી રહી છે ને?’ સિરતદીપને લાગી રહ્યું હતું કે પરીસ્થીતી એને પોતાની વાત રજુ કરવા માટે અનુકુળ થઇ રહી છે.

‘પણ હવે સિચ્યુએશન આઉટ ઓફ કંટ્રોલ થઇ રહી છે અને કાલે રાત્રે તો હદ થઇ ગઇ. સુવાસભાઇ ઘરે આવ્યાં ત્યારે બસ અચાનક મારો વાંક કાઢીને રડવા જ લાગ્યાં જાણેકે દુઃખ નો બહુ મોટો ડુંગર એમનાં માથે ના પડ્યો હોય? મારે કારણે ઇશીને અને હવે તો મમ્માને પણ ગમેતેમ બોલે રાખે છે.’ અનુશ્રી ભીની આંખે બોલી.

‘હમમ... તું ચિંતાન કર અનુ અમે છીએ ને? એન્ડ વ્હોટ અબાઉટ ઇશિતા? એણે શું કર્યું?’ અનુશ્રીની પાસે બેસીને એનું માથું દબાવતાં સિરતદીપે પૂછ્યું.

‘ખબર નહી સિરુ પણ હું જ્યારથી બોમ્બેથી આવી છું ત્યારથી બસ જીદ લઇને બેઠી છે કે શાંતુ નેે ડેડી બનાવ ને બનાવ જ. જ્યારે નવરી પડું એટલે બસ, ક્યારે શાંતુને ડેડી બનાવે છે? આ એક જ સવાલ એનાં મોઢાં પર હોય છે.’ અનુશ્રી બોલી.

‘હમમ..લાગે છે શાંતુભાઇએ દસ દિવસમાં આ બધું શીખવાડી દીધું લાગે છે.’ સિરદીપે અનુશ્રીનું મન કળવા માટે પાસો ફેંક્યો.

‘હાઉ કેન યુ બી સો સ્ટુપીડ સિરુ? શાંત આવું કરે જ નહી મને અહિયા સુધી ખાતરી છે.’ અનુશ્રી પોતાનાં ગળા ઉપર હાથ મુકતાં બોલી. જોકે સિરતદીપને તો જે જાણવું હતું એતો એણે જાણીજ લીધું.

‘આટલો વિશ્વાસ છે તને મારાં ભાઇ ઉપર?’ સિરતદીપનાં ચહેરા પર સ્માઇલ હતું.

‘મારી જાતથી પણ વધુ, તું મારો ટેસ્ટ લઇ રહી હતી ને?’ અનુશ્રી પણ હવે સ્મીત વેરી રહી હતી.

‘અફકોર્સ. ડુ યુ લવ હીમ?’ સિરતદીપ સીધી જ મુદ્દા પર આવી ગઇ.

‘હા બટ એઝ અ ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ.’ અનુશ્રી બોલી.

‘તું પણ ભાઇની જેમજ પોતાની જાતને ચીટ કરી રહી છે અનુ. આઇ કેન સી ધ સ્પાર્ક ઇન યુ, જ્યારે જ્યારે ભાઇનું નામ હું તારી સામે લઉં છું.’ સિરતદીપ બોલી.

‘એવું કશું જ નથી, ગાંડી થઇ ગઇ છે કે શું?’ અનુશ્રી મોઢું બીજીબાજુ ફેરવી લેતાં બોલી.

‘ના પણ મને અને અક્ષુને તમારાં બન્ને માટે ફિલ થાય છે. તને ખબર છે ઇશિતાને શાંતુભાઇ એનાં ડેડ થાય એ વાત મનમાં કેવી રીતે આવી?’ સિરતદીપ બોલી.

‘ના, જો ને હું એને ફરીફરીને પૂછું છું પણ એ તો બસ એક જ રટ લઇને બેઠી છે કે મમ્મા શાંતુને મારાં ડેડ બનાવો બસ.’ અનુશ્રીએ પોતાનું આશ્ચર્ય વ્યક્ત કર્યું.

‘ઇશિતાનાં મનમાં આ વાત એનાં ફ્રેન્ડ્‌ઝ લાવ્યાં છે અનુ. તું જે દિવસે મુંબઇથી આવવાની હતી તે દિવસે જ શાંતુભાઇએ એનાં ફ્રેન્ડ્‌ઝ ને ફાઇનલ આવજો કર્યું ત્યારેજ એબધાં ને ખ્યાલ આવ્યો કે દસ દિવસથી રોજ ઇશિતાને મુકવા અને લેવાં આવતો આ સાવ સરળ અને રમતિયાળ દિલનો વ્યક્તિ એનો ડેડ નથી અને એટલેજ બધાંએ ઇશિતાને કીધું કે હી શૂડ બી યોર ડેડ. શાંતુભાઇએ ખુદે મને અને અક્ષુને આ વાત કરી હતી પણ તને કહેવાથી ચોખ્ખી ના પાડી હતી એટલે મેં તને હજીસુધી આ વાત કરી નહોતી.’ સિરતદીપે અનુશ્રીની ગૂંચવણ દુર કરી.

‘ઓહ નાઉ ઇ ગોટ ધ પોઇન્ટ..હમમ’ અનુશ્રી સિરતદીપની વાત સમજતાં બોલી.

‘નો યુ હેવ નોટ અનુ.’ સિરતદીપ ને વાત આગળ વધારવી હતી.

‘એટલે?’ અનુશ્રીએ સવાલ કર્યો.

‘એટલે એમ કે તું શા માટે હજી આ ઘરમાં પડી રહી છે? દિપ્તિીભાભીનાં આટલાં બધાં ટોન્ટીગ પછી તને શું એમ લાગે છે કે એ અહીં જ અટકી જશે? શી ઇઝ અ ફ્રસ્ટ્રેટેડ લેડી અનુ. એમને મન આખો દિવસ ચૂલો સળગાવવો એજ લાઇફ છે. એમનો વાંક નથી આઇ નો બટ યુ ઓલ્સો નો કે તું પહેલેથી જ ફ્રી બર્ડ તરીકે જીવી છે.’ સિરતદીપે અનુશ્રીને સમજાવતાં કહ્યું.

‘હમમ..’ અનુશ્રી ધ્યાનથી સાંભળી રહી હતી.

‘તને ખબર છે? હવે આ વાત આગળ જરૂર વધશે અને કાલે રાત્રે જે થયું એ તો ફક્ત ટ્રેઇલર જ હતું અનુ. જેમ જેમ તું સક્સેસફૂલ થતી જઇશ એમ એમ એમનું ફ્રસ્ટ્રેશન વધતું જ જશે અને ઘરમાં ટેન્શન પણ વધશે. ઇશિતાનાં મોઢેથી ભગવાન બોલ્યાંં છે અનુ, તું સિગ્નલ સમજી લે.’ સિરતદીપ બોલી.

‘એવું થશે તો હું એકલી જ રહીશ મારે ફરીથી એ બધી જફામાં નથી પડવું.’ અનુશ્રી મોઢું બગાડતાં બોલી.

‘પણ ક્યાં સુધી? મને ખ્યાલ છે કે એકલાં રેહવામાં જરાય વાંધો નથી ઘણીબધી સિંગલ મધર્સ ને હું પણ જાણું છું. પણ બધાં પાસે શાંતુભાઇ જેવાં એક પ્રેમાળ અને અન્ડરસ્ટેન્ડિંગ કમ્પેનિયન નો કે એમનાં કીડ્‌ઝને એવો જ ફાધર આપી શકવાનો ઓપ્શન નથી હોતો. મેરેજ એટલે ફક્ત હસબન્ડ-વાઇફ નું જ રીલેશન? બોથ ઓફ યુ કેન સ્ટીલ બી ફ્રેન્ડ્‌ઝ એન્ડ ટુ બેસ્ટ ફ્રેન્ડ્‌ઝ એન્ડ કેન સ્ટીલ લીવ હેપ્પીલી મેરીડ લાઇફ. મારી અને અક્ષુ

ની જેમ જ.’ સિરતદીપ હવે અનુશ્રી પર હાવી થઇ રહી હતી.

‘આઇ નીડ સમ ટાઇમ સિરુ. લાઇફનું આટલું મોટું ડીસીઝન એપણ એક મેજર ફેઇલીયોર પછી... આમ તરત તો ન લેવાય, એન્ડ યુ નો ધેટ.’ અનુશ્રી બોલી.

‘અફકોર્સ આઇ નો, પણ પ્રોમિસ મી કે તું પોઝીટીવલી એનાં પર વિચાર કરીશ.’ સિરતદીપે અનુશ્રીનો હાથ પકડતાં બોલી.

‘યસ આઇ પ્રોમિસ યુ. મારે થોડું વિચારવું છે બસ.’ અનુશ્રીએ સિરતદીપનો હાથ દબાવતાં કહ્યું.

‘થેંક્સ અનુ એન્ડ ઓલ ધ બેસ્ટ.’ કહીને સિરતદીપે હસીને વિદાય લીધી.

અનુશ્રી સાથે થયેલી ચર્ચાની જાણ સિરતદીપે તરતજ શાંતનુ પોતાને ઘેરે બોલાવીને એને અને અક્ષયને કરી દીધી. શાંતનુ હવે ટેન્શનમાં આવી ગયો હતો કે અનુશ્રી શું નિર્ણય લેશે? જો કે આ વખતે એક બાબતે એ ચોક્કસ હતો કે જો અનુશ્રી લગ્નની ના પણ પાડશે તો પણ એ બન્નેની મિત્રતા પર કોઇજ આંચ નહી આવે અને અત્યારસુધી એ અને અનુશ્રી જે પાકાં મિત્રોની જેમ જીવી રહ્યાં હતાં એમ આગળ ઉપર પણ એ જ રીતે જીવશે.

આમનેઆમ લગભગ એક અઠવાડિયું વીતી ગયું આ દરમ્યાન અનુશ્રી અને શાંતનુ વચ્ચેની વાતચીત ઘણી ઓછી થઇ ગઇ હતી. આમજુવો તો આ આખાયે અઠવાડીયા દરમ્યાન જ્યારે ઇશિતાને શાંતનુ સાથે વાત કરવી હોય ત્યારે જ અનુશ્રી એને કૉલ કરતી નહીકે પહેલાંની જેમ જ્યારે એ એકલી પડે ત્યારે શાંતનુને કૉલ કરતી અને પછી ખુબ જ વાતો પણ કરતી. એક રવિવારની સવારે શાંતનુનાં ઇન્ડિયા-ઓસ્ટ્રેલીયા ની વન-ડે જોઇ રહ્યો હતો ત્યારે જ એનાં સેલફોન પર અનુશ્રીનો નંબર ઝબક્યો.

-ઃ પ્રકરણ ચઉદ સમાપ્ત :

પંદર

‘હા બોલો અનુ.’ શાંતનુએ કૉલ રીસીવ કરતાં જ પૂછ્યું.

‘શું તું અત્યારે બીગ કોફી મગમાં આવી શકે? સીજી રોડ?’ અનુશ્રીએ એની આદત મુજબ જ આદેશનાં સ્વરમાં જ કહ્યું.

‘હા કેમ નહી? બોલો ક્યારે આવું?’ શાંતનુએ પણ એની આદત મુજબ જ અનુશ્રીની ઇચ્છાને મનમાં બીજો કોઇ વિચાર લાવ્યાં વીનાં જ સન્માન આપ્યું.

‘અલેવન ઓ’ક્લોક’ અનુશ્રીએ એનાં ટીપીકલ અમેરિકન એક્સન્ટ્‌સ માં બોલી.

‘ઠીક છે હું પહોંચી જઇશ.’ શાંતનુ જેવું આમ બોલ્યો એવો તરતજ અનુશ્રીએ કૉલ કટ કરી નાખ્યો.

શાંતનુ ને ખ્યાલ આવી ગયો કે સિરતદીપની સલાહ કદાચ રંગ લાવી છે અને એટલેજ અનુશ્રી એને એકલાં મળવા બોલાવી રહી છે. એ થોડોક ખુશ તો થયો પણ એની સાથેજ એ ખુબ નર્વસ પણ થઇ રહ્યો હતો. લગભગ એકાદ કલાક પછી શાતંનુ અને અનુશ્રી બન્ને પોતાની મનપસંદ જગ્યા એટલેકે ‘બીગ કોફી મગ’ નાં સીજી રોડનાં આઉટલેટમાં મળ્યાં. અંદર ઘૂસતાં જ શાંતનુએ બે એક્સ્પ્રેસો નો ઓર્ડર આપી દીધો કારણકે એ અનુશ્રીની ચોઇસ જાણતો હતો.

‘શાંતુ મારે મારી લાઇફનું એક મોટું ડીસીઝન લેવું હોય છે અને તેને ખબર છે કે તારી અડવાઇઝ વીના હું કોઇપણ નાનું કે મોટું ડીસીઝન નથી લેતી અને આ વખતે તો તું પણ એ ડીસીઝનનો પાર્ટ છે એટલે...આઇ નો તને આઇડીયા છે જ કે વ્હોટ આઇ એમ ગોઇંગ ટુ ટેલ યુ અબાઉટ. સિરુ કે અક્ષયે તને વાતતો કરી જ હશે.’ થોડી મિનિટોની શાંતિ પછી અનુશ્રી બોલી.

‘હમમ.. હા પણ મેં એમને કોઇ ફોર્સ નહોતો કર્યો હોં એ લોકો

તો એમજ..’ શાંતનુ નર્વસનેસમાં ફક્ત આટલું જ બોલી શક્યો.

‘આઇ નો યુ વેરી વેલ શાંતુ અને તારે કોઇ પણ ક્લેરીફીકેશન આપવાની જરૂર નથી. આમ તો આઇ વોઝ નોટ એટ ઓલ થીંકીંગ અબાઉટ ઇટ પણ એક વીક પહેલાં સિરુ મારે ઘેર આવી હતી અને એણે મારું ધ્યાન દોર્યું એટલે મને આ મેટરની સિરિયસનેસ નો ખ્યાલ આવ્યો.’ અનુશ્રીએ પૂર્વભૂમિકા બાંધવાની શરુ કરી.

‘હમમ...’ શાંતનુને ખ્યાલતો આવીજ ગયો હતો કે છેવટે અનુશ્રી શું બોલવાની છે પણ આ ચર્ચાનો અંત હકારાત્મક હશે કે નકારાત્મક એ અનિશ્ચિતતા એને અત્યંત વ્યાકુળ બનાવી રહી હતી.

‘હું મારી કરિયર બનાવવામાં ખુબ બીઝી થઇ ગઇ હતી શાંતુ. મને એમ લાગતું હતું કે હું આ બધું ઇશી માટે કરું છું પણ હું ભૂલી ગઇ હતી કે મની એન્ડ કરિયર ઇઝ નોટ ધ રીયલ લાઇફ! ઇશી માટે છેલ્લાં દસેક મહીનાથી આટલી મહેનત કરું છું પણ ઇશી માટે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ પણ છે. શી નીડ્‌સ ઇમોશનલ વોર્મથ જે એને કદાચ ક્યારેય નથી મળી.’ અનુશ્રી અસ્ખલીતપણે બોલી રહી હતી, કાયમની જેમ.

‘હમમ...’ શાંતનુએ ફરીથી હકાર માં જવાબ આપ્યો.

‘યુએસમાં મારી સાથે જે થયું એનાંથી હું ખબુ ડીસ્ટર્બડ હતી અને ડિવોર્સ ન થયાં ત્યાં સુધી ખુબ દુઃખી રહી અને આફ્ટર સિક્સ મંથ્સ અચાનક જ ડિવોર્સ મળ્યાં અને મેન્ટલી એકદમ હળવી થઇ ગઇ અને પછી કરિયર બનાવવામાં પડી ગઇ. આ દસ મહીનામાં ઇશીને જે વોર્મથ હું ન આપી શકી એ વોર્મથ તે ઇશીને ફક્ત દસ દિવસમાં જ આપી દીધી શાંતુ, અને મને નથી લાગતું કે હવે એ તારાં વીના તારાંથી દુર શાંતિથી રહી શકશે. એને તારી લગની લાગી ગઇ છે શાંતુ. જ્યારે જોવો ત્યારે તારીજ વાતો કરે છે, તનેજ યાદ કરે રાખે છે.’ અનુશ્રીએ પોતાની વાત આગળ વધારી.

‘હું પણ એને બહુ મીસ કરું છું અનુ.’ શાંતનુએ પૂછ્યું.

‘જ્યારથી હું બોમ્બેથી પાછી આવી છું ત્યારથી જ એ મારી પાછળ

પડી ગઇ છે કે શાંતુ ને મારાં ડેડ બનાવો. પહેલાંતો મેં બાળક છે એમ સમજીને ઇગ્નોર કર્યું પણ સિરુને મને બધીજ વાત કરી શાંતુ કે તે દસ દિવસ એને તારાં દિલના ટુકડાની જેમ રાખી હતી.’ અનુશ્રીની આંખો હવે ભીની થઇ રહી હતી.

‘અરે ધેટ્‌સ નથીંગ, એ તો...’ શાંતનુ બોલી જ રહ્યો હતો ત્યાંજ...

‘ના એ તારી ફરજ નહોતી શાંતુ પણ તોય ઇશી માટે તે જે કોઇ પણ કર્યું ધેટ વોઝ અ ફાધર લાઇક એક્ટ. એ બીજું કોઇ હોત તો ન કરી શકત. એમ નથી કે હું જે તને કહેવા જઇ રહી છું એમાં મારો કોઇ સ્વાર્થ નથી. મારી વાત કરું તો ઘરે ભાભીનો ત્રાસ પણ વધતો જાય છે. મારાંથી એ ખુબજ જેલસ છે શાંતુ પણ મારાં કારણે મમ્મા અને સુવાસભાઇ શુંકામ સફર કરે? હું ઇચ્છત તો ક્યાંક ફ્લેટ લઇને એકલી રહી શક્ત અને મારી કરિયર બનાવવામાં બીઝી થઇ જાત. પણ કદાચ ઇશીની લાઇફ સ્પોઇલ થઇ જાત. એ એકલી થઇ જાત અને મનમાં ને મનમાં ફ્રસ્ટ્રેટ થાત તો પછી હું પણ એની ચિંતામાં મારી કરિયર ક્યાંથી આગળ વધારત? અને આઇ કન્ફેસ કે જો મારે મારી કરિયર સક્સેસફૂલી આગળ વધારવી હોય તો મારે પણ એક ઇમોશનલ સપોર્ટ ની જરૂર છે એટલે મેં એક ડીસીઝન લીધું છે, આફ્ટર ગીવીંગ ઇટ અ લોંગ થોટ કે...’ શાંતનુને બોલતાં અટકાવીને અનુશ્રી બોલી અને પછી પોતે પણ અટકી, કદાચ એને ગળે ડૂમો બાજી ગયો હતો.

‘શુ અનુ?’ શાંતનુને ખ્યાલ આવી ગયો કે નિર્ણયની ઘડી હવે એની સામે આવી ને ઉભી છે.

‘એમ જ કે આઇ વોન્ટ ટુ મેરી યુ શાંતુ બટ વિથ સર્ટેઇન કંડીશન્સ.’ અનુશ્રીએ પોતાનોનો નિર્ણય જણાવ્યો જેથી શાંતનુ છેલ્લાં ચારેક વર્ષની રાહ જોઇ રહ્યો હતો.

‘વ્હોટ કન્ડીશન્સ અનુ?’ શાંતનુ અચાનક હળવાશ ફીલ કરી રહ્યો હતો અને ભારોભાર આનંંદ પણ અનુભવી રહ્યો હતો પણ તેમ છતાં એને અનુશ્રીની શરતો સાંભળવામાં પણ એટલોજ રસ હતો.

‘જો શાંતુ, મેં તને મારાં મેરેજ પહેલાંજ તારી મારાં પ્રત્યેની લાગણી કહી દીધી હતી બટ અનફોર્ચ્યુનેટલી તે વખતે આઇ વોઝ કમીટેડ પણ જો હું કમીટેડ ન હોત તો તો તને ગુમાવવાનો કોઇપણ મોકો હું ગુમાવત નહી.’ અનુશ્રી હસીને બોલી રહી હતી.

‘થેંક્સ.’ શાંતનુનો આનંદ નો ઉભરો હવે બહુ જોરથી ઉપર આવી રહ્યો હતો.

‘પણ મારી સાથે જે કઇપણ થયું ત્યારે તું જ મારી સાથે રહ્યો હતો નહીંતો આઇ કેન્ટ થીંક કે હું અત્યારે તારી સામે હોત આટલાં ટેન્શનમાં રહીને પણ નાઇન વન વન નો આઇડીયા જો તે ન આપ્યો હોત તો હું ખરેખર મરીજ જાત.’ અનુશ્રીની આંખો હવે ભીની હતી.

‘એ હવે પાસ્ટ છે અનુ, ભૂલી જાવ.’ શાંતનુએ સ્મીત કરતાં કહ્યું.

‘આઇ નો, અહીયાં આવ્યાં પછી પણ તું મને દુઃખી જોઇને પોતે દુઃખી થતો હતો એનો મને ખ્યાલ છે. ઇફ ધીસ વોઝ નોટ ઇનફ, તે મારી કરિયર માટે પણ ખુબ મહેનત કરી. સાચું કહું શાંતુ મને ખબર હતી કે તું આ બધુંજ મારાં પ્રત્યેની તારી લાગણી જે તેં મને મારાં મેરેજ પહેલાં કહી હતી એને લીધેજ કરી રહ્યો છે, બટ હું તો તને મારો બેસ્ટ બડી જ માનું છું, ઇવન નાઉ જ્યારે હું તને આ વાત કરવા જઇ રહી છું.’ અનુશ્રી કોફી નો ઘૂંટડો પીવા રોકાઇ.

‘તો પછી આ મેરેજ?’ શાંતનુને ખ્યાલ ન આવ્યો કે જો અનુશ્રી હજીપણ એને પોતાનો ખાસ મિત્ર જ માની રહી છે તો પછી તે એની સાથે લગ્ન શેનાં માટે કરવા માંગે છે?

‘લેટ મી એક્સ્પ્લેઇન. તારી જેમ હું પણ ખુબ ઇમોશનલ છું. તું જો મને કોઇપણ રીલેશન, પ્લેસ કે ટાઇમનાં કોઇપણ બંધન વીના મારી સાથેજ રહી શકતો હોય તો પછી હું કાયમ તારી સાથે રહીને સુખી કેમ ન થાઉં?’ અનુશ્રીની બન્ને આંખમાંથી આંસુ ની ધાર નીકળી.

‘અરે વ્હાય નોટ. હું કાયમ તમારી સાથે જ છું.’ શાંતનુએ અનુશ્રીની વહી રહેલી લાગણીઓને શાંત કરવાની કોશીશ કરી.

‘બસ તું કાયમ આમજ કહે છે અને નિભાવે પણ છે. તારા જેવો લાઇફ પાર્ટનર કોઇ લકી છોકરીને જ મળે અને ભગવાને તો મને આવો પાર્ટનર મળે એનો બીજો ચાન્સ આપ્યો છે એ પણ ચાર વર્ષ પછી. તે દિવસે તો હું બંધાયેલી હતી એટલે તારી પ્રપોઝલ એક્સેપ્ટ ન કરી શકી બટ હવે મારે આ ચાન્સ ગુમાવવો નથી. આઇ એમ સો લકી કે તું હજી અનમેરીડ છે નહીં તો તું કદાચ ખુલીને મને આટલો સાથ પણ ન આપી શકત રાઇટ?’ અનુશ્રી નાં ચહેરા પર આમતો સ્મીત હતું પણ એની આંખોમાં હજીપણ પાણી છલકાઇ રહ્યું હતું.

‘અરે તમે આમ ન બોલો અનુ. તમે જ કહ્યું કે હું તમને અનહદ પ્રેમ કરું છું તો પછી મારાંથી જે કઇપણ થયું એ બધું નેચરલ જ હતું.’ શાંતનુ અંદરથી તો એટલો ખુશ થઇ રહ્યો હતો પણ એ પોતાનો આનંદ દબાવી રહ્યો હતો.

‘હમમ..મે બી યુ આર રાઇટ, પણ મેરેજ માટે હું હજુય કન્ફ્યુઝ છું શાંતુ અને મને વિશ્વાસ છે કે ઇવન વિથ ધીસ કન્ડીશન્સ પણ તું મને તારી લાઇફમાં સ્વીકારશે.’ અનુશ્રી નાં ઇમોશન્સ હવે ઓછાં થઇ રહ્યાં હતાં.

‘યુ આર ઓલરેડી પાર્ટ ઓફ માય લાઇફ અનુ. અને કઇ કન્ડીશન્સ? તમે પહેલાં પણ કન્ડીશન્સની વાત કરી હતી, પ્લીઝ ટેલ મી.’ શાંતનુને હવે અધીરાઇ થઇ રહી હતી.

‘શાંતુ, આઇ લાઇક યુ, અને આઇ લાઇક યુ વેરી મચ, પણ જે રીત તું મને લવ કરે છે, આઇ એમ સોરી પણ હું, હજીપણ તને મારો બેસ્ટ ફ્રેન્ડ જ ગણું છું અને ઇફ વી બીકમ અ મેરીડ કપલ ત્યારે પણ આપણે ફ્રેન્ડ્‌ઝ જ રહીશું આ મારી પહેલી કંડીશન છે શાંતુ. દુનિયા માટે આપણે પતિ-પત્ની જ હોઇશું પણ અંદરથી આપણે ફક્ત ફ્રેન્ડસ જેમ અત્યારે છીએ. બસ ફક્ત આપણે એક રૂફ નીચે રહીશું એજ ડીફરન્સ હશે. હા એઝ યોર વાઇફ તારાં ઘરને સંભાળવાની બધી જ જવાબદારી મારી, પ્રોમિસ! હવે આ કન્ડીશન જો તને મંજુર હોય તો જ આગળની વાત કરું.

‘જો અનુ, આઇ હેવ ઓલ્વેઝ રિમેઇન ઓનેસ્ટ વિથ યુ અને આજે પણ પુરેપુરી ઓનેસ્ટી સાથે કહું છું કે તમે મારાં જીવનસાથી બનો એનાં માટે હું કોઇપણ શરત માનતા તૈયાર છો. અનું મારાં પત્ની છે એ હકીકત જ મારે માટે પુરતી છે.’ શાંતનુ એનાં ટીપીકલ સ્મીત સાથે બોલ્યો.

‘આઇનો શાંતુ અને એટલેજ તું સ્ટુપીડ છો, નાલાયક!!’ અનુશ્રી હસી પડી અને શાંતનુ પણ. બન્ને હવે ખુબજ હળવાશ અનુભવી રહ્યાં હતાં કારણકે વાત શરુ કરવાનું મોટું વિઘ્ન હવે દુર થઇ ચુક્યું હતું.

‘ઓક્કે અને બીજી કંડીશન?’ શાંતનુ ફરીથી વાતને ફરીથી પાટા પર લઇ આવ્યો.

‘હમમમ.. જો શાંતુ હું આ ડીસીઝન મને અને ઇશીને એક ઇમોશનલ આધાર મળે આઇ મીન કે એક સાચો આધાર મળે એનાં માટે જ લઇ રહી છું. હું પેલાં વીમેન એમ્પાવરમેન્ટ માં માનું છું પણ ઓનેસ્ટલી હું એમ પણ માનુું છું કે મેન એન્ડ વીમેન બોથ નીડ્‌સ સપોર્ટ ઓફ ઇચ અધર એટલે મને એમ કહેવામાં જરાય શરમ નથી કે આઇ નીડ યોર સપોર્ટ ટુ લીવ રેસ્ટ ઓફ માય લાઇફ પીસફુલી એન્ડ વિથ લોટ્‌સ ઓફ હેપીનેસ એઝ વેલ.’ અનુશ્રી ફરી થોડુંક રોકાઇ.

‘હમમ..’ શાંતનુનો હરખ સમાઇ નહોતો રહ્યો પણ અનુશ્રી હજીપણ બીજી શરતનો ફોડ પાડી રહી ન હતી.

‘એમ નથી કે આઇ ડોન્ટ લાઇક યુ પણ હું કાયમ તને મારો દોસ્ત જ માનતી હતી અને ફોર મી ફ્રેન્ડશીપ એ એક બહુ પ્યોર રીલેશન હોવું જોઇએ. યસ વી લવ અવર બડીઝ પણ એ લવ અને તમે તમારાં લાઇફ પાર્ટનર કે બોય ફ્રેન્ડને લવ કરો એનાંથી જુદો હોય છે અને એટલેજ હું જ્યારે જ્યારે તને આઇ લવ યુ કે પછી લવ યુ કહીને કાયમ એડ કરતી કે પેલું નહી હોં? હું મસ્તીમાં એમ કહેતી પણ હું એ શ્યોર પણ કરતી કે તું પણ કઇક જુદું ન સમજી બેસે. જો સિરુએ મારું ધ્યાન તે દિવસે ન દોર્યું હોત તો હું કદાચ તને ફ્રેન્ડથી વધુ કશું ગણત પણ નહી અને આ ડીસીઝન લઇ ન શકી હોત.’ અનુશ્રી બોલી જ રહી હતી.

‘હમમ...મારાં માટે એ પણ પુરતું છે અનુ.’ શાંતનુ હવેે અધીરો થઇ રહ્યો હતો.

‘હા પણ મારાં માટે પુરતું નથી શાંતુ. આઇ નીડ સમ ટાઇમ.’ અનુશ્રી આમ બોલીને પાણી પીવા માટે થોડુંક અટકી.

‘કશો વાંધો નથી અનુ તમે જ્યારે પણ તૈયાર હોવ ત્યારે આપણે લગ્ન કરીશું.’ શાંતનુને ખ્યાલ નહોતો આવી રહ્યો કે આખરે અનુશ્રી એની સામે બીજી કઇ શરત મુકશે?

‘નો શાંતુ, મેરેજ તો આપણે તરતજ કરીશું પણ મને તને એક હસબંડ તરીકે જોવાં, અને એવું દિલથી ફિલ કરવા થોડો ટાઇમ જોઇશે. ઇટ કેન બી વનમન્થ, સિક્સ મંથ્સ કે ઇવન વન યર આઇ ડોન્ટ નો.’ અનુશ્રી બોલી અને શાંતનુ સામે જોઇ રહી.

‘હમમ તો?’ શાંતનુને મનોમન તો એમજ થતું હતું કે હવે અનુશ્રી એની બીજી શરત મુકે તો સારું.

‘તો આફ્ટર મેરેજ ઇટ વોન્ટ બી પોસીબલ ફોર મી ટુ હેવ અ ફિઝીકલ રિલેશન્સ વિથ યુ ઇમીજીએટલી. આ મારી બીજી અને લાસ્ટ કંડીશન છે.’ અનુશ્રી ફરી રોકાઇ અને શાંતનુ સામે જોવાં લાગી.

‘હું તમને હાથ પણ નહી લગાડું.’ શાંતનુ અનુશ્રીની આંખોમાં આંખ નાખીને બોલ્યો અને આમ બોલતી વખતે શાંતનુની આંખમાં એક ગજબનો આત્મવિશ્વાસ હતો.

‘થેંક્સ અ લોટ શાંતુ. આઇ એમ સો રીલીવ્ઠ. આઇ નો કે તે ક્યારેય મને તારાં શરીરની ડીમાંડ માટે નથી ચાહી પણ મારે ફક્ત આ અશ્યોરન્સનું ક્રનફ્રમેશન જોઇતું હતું. આઇ એમ શ્યોર તું સમજી રહ્યો છે કે હું શું કહેવા માંગું છું અને એની પાછળનો મારો ઇન્ટેનશન શું છે.’ અનુશ્રી હવે ફરીથી સ્મીત વેરવા લાગી હતી.

‘અફકોર્સ અનુ... તો હવે?’ શાંતનુને હવે ખબર નહોતી પડી રહી કે આગળું શું વાત કરવી કારણકે એ જે પાંચેક વર્ષથી ઇચ્છી રહ્યો હતો એ એની સામે ચાલીને મળી ગયું હતું કદાચ આ એનાં પાંચ વર્ષનાં અખંડ અને નિસ્વાર્થ તપનું જ ફળ હતું.

‘હવે? હવે તું અંકલને વાત કર એમનો પણ ઓપીનીયન લે. હું ઘરે મમ્મા અને ભાઇને વાત કરીશ.’ અનુશ્રીએ શાંતનુને રસ્તો બતાવ્યો.

‘પપ્પા તો ખુશ થઇ જશે અનુ.’ શાંતનુનો આનંદ હવે ખુલીને ચહેરા પર આવી ગયો હતો.

‘મમ્મા અને ભાઇ પણ. હા ભાભીને નહી ગમે પણ વ્હુ કેયર્ઝ??’ અનુશ્રી નાં ચહેરા પર બેફીકરાઇ હતી.

‘અને ઇશી?’ શાંતનુએ પૂછ્યું.

‘એને હું શાંતીથી સમજાવીશ. બટ થી વીલ બી ગો ક્રેઝી ફોર શ્યોર, આઇ નો ધેટ વેરી વેલ એન્ડ યુ ટુ.’ અનુશ્રીનાં ચહેરા પર સ્મીત હતું.

‘અનુ મારી એક વાત માનશો?’ આટલાં વર્ષોમાં શાંતનુએ કદાચ પહેલીવાર અનુશ્રી પાસે કોઇક માંગણી કરી.

‘શ્યોર શાંતુ બોલને?’ અનુશ્રી બોલી.

‘જો તમારાં ઘેરે બધાં માની જાય તો મને કૉલ કરજો અને પછી તમારાં મમ્મા ને રીક્વેસ્ટ કરજો મારાં તરફથી કે પપ્પાને ફોન કરીને એકાદ દિવસમાં મારે ઘેર એમને મળવા આવે અને ઓફિશિયલી આપણાં લગ્નની વાત મુકે.’ શાંતનુ એ પોતાની વિનંતી રજુ કરી.

‘અફકોર્સ શાંતુ. આઇ કેન અન્ડરસ્ટેન્ડ અને જો શું હેં? માની જ જશે નહીંતો માનવું જ પડશે, નહીતો હું ફરીવાર ભાગી જઇશ..પણ આ વખતે તારી સાથે.’ આટલું બોલતાં જ અનુશ્રીનું ખડખડાટ અને અસલી હાસ્ય બહાર આવી ગયું.

‘અરે ના ના હવે જો તમે ભાગી જશો તો સુવાસભાઇ તો મને લાફો નહી પુરેપુરો ધોઇ જ નાખશે વિધાઉટ વોશિંગ પાઉડર.’ કહીને શાંતનુ પણ અનુશ્રી સાથે ખુબ જ હસ્યો.

‘આઇ નો જ્વલંંત અંકલ માટે તો આ પહેલો પ્રસંગ છે ને? તું કહીશ એમ જ થશે.’ અનુશ્રી હવે ગંભીર થઇને બોલી રહી હતી.

‘હા અનુ યુ આર રાઇટ પણ આપણે જે કારણ પર અગ્રી થઇને ભેગાં થઇ રહ્યાં છે એ અને આપણી વચ્ચે જે અન્ડરસ્ટેન્ડિંગ થઇ છે આ બન્ને વાત કોઇને પણ ખબર ન પડવી જોઇએ. અક્ષુ અને સિરુને પણ નહીં ઓકે?’ શાંતનુએ અનુશ્રીને ચેતવી.

‘યેસ શાંતુ, હું કોઇને પણ નહી કહું, પ્રોમિસ!’ અનુશ્રીએ હાથ લંબાવ્યો અને શાંતનુ એ તરતજ પકડી લીધો અને થોડીવાર એજ હાલતમાં રાખ્યો. અનુશ્રીએ પણ શાંતનુને એમ કરવા દીધું કારણકે એ જાણતી હતી કે શાંતનુ આજે ખુબજ ખુશ હતો.

ઘરે પહોંચતાં જ શાંતનુ પહેલાંતો જ્વલંતભાઇને વળગી પડ્યો અને એની આદત મુજબ ખુબજ રડવા લાગ્યો.

‘અરે શું થયું શાંતનુ? બધું ઠીકતો છે ને? અનુશ્રી તો મજામાં છે ને?’ જ્વલંતભાઇ નક્કી નહોતાં કરી શકતાં કે શાંતનુ અચાનક આમ બહારથી આવીને કેમ રડી રહ્યો છે કારણકે ઘેરથી નીકળતી વખતે એ ફક્ત અનુશ્રીને મળવા જાય છે. એટલુંજ બોલ્યો હોય.

‘પપ્પા...પપ્પા હું અને અનુ...’ જ્વલંતભાઇ નાં સવાલોનાં જવાબમાં ડૂસકાં ભરતો શાંતનુ બસ આટલું જ બોલી શક્યો.

‘તમે અને અનુ શું? તમે જરાક શાંત થાવ અને પછી મને ક્યો કે વાત શું છે?’ જ્વલંતભાઇ વ્યાકુળ થઇ રહ્યાં હતાં. એમણે શાંતનુને સોફા પર બેસાડ્ય અને પોતે એની બાજુમાં બેઠાં.

‘પપ્પા હું અને અનુ લગ્ન કરવા કરીએ છીએ.’ થોડીવાર પછી આંસુઓથી રાતીચોળ થઇ ગયેલી આંખો સાથે શાંતનુનાં ચહેરા પર સ્મીત હતું.

‘એકબીજા સાથે ને?’ જ્વલંતભાઇ હસી રહ્યાં હતાં.

‘હા પપ્પા, શું યાર તમેય?’ હવે તો શાંતનુ પણ હસી પડ્યો.

‘તો પછી આમ બેઠાં શું છો? આવી જા મારાં દીકરા.’ અચાનક જ જ્વલંતભાઇ સોફા પરથી ઉભાં થઇ ને શાંતનુ સામે બે હાથ ફેલાવીને ઉભાં થઇ ગયાં અને શાંતનુ પણ ઉભો થઇ ને એમને ફરીથી ભેટી પડ્યો.

‘તમે ખુશ છો ને પપ્પા?’ જ્વલંતભાઇને હસીને ભેટી પડેલો શાંતનુ બોલ્યો.

‘હું ખુબ જ ખુશ છુંં દીકરા. ધીરજનાં ફળ મીઠાં હોય છે મેં સાંભળ્યું તો હતું પણ આજે અનુભવ્યું.’ શાંતનુ સામે જોઇને જ્વલંતભાઇએ એનો ચહેરો હાથમાં લઇ થોડો એમની તરફ ઝુકાવી અને એનાં કપાળ પર એક ચુંબન કરી લીધું.

‘બસ હવે અનુનું ફેમીલી પણ માની જાય એટલે બસ.’ શાંતનુએ કહ્યું.

‘માની જશેે દીકરા જરૂર માનશે અને એમની પાસે ન માનવાને કોઇ કારણ જ નથી. મારાં દીકરા જેવો જમાઇ તો એમને દીવ લઇને શોધવા જશે તો પણ નહી મળે. જેમ અનુશ્રીએ તમારી આટલાં વર્ષોની તપસ્યાની કદર કરી છે એમ એલોકો પણ જરૂર કરશે. ડોેન્ટ વરી.’ જ્વલંતભાઇનાં શબ્દે શબ્દમાં પોતાની પ્રત્યે જે સન્માન છલકાઇ રહ્યું હતું. એ સાંભળીને શાંતનુનો આનંદ બેવડાઇ રહ્યો હતો.

અને થયું પણ એવુંજ અનુશ્રીએ પણ એનાં ઘેર જઇને એનાં મમ્મા, સુવાસ અને દિપ્તિએ સહુથી પહેલી હા ભણી. અનુશ્રીનાં મમ્માતો મહીનાઓથી મનોમન ઇચ્છતાં જ હતાં કે અનુશ્રી ને શાંતનુ જ મળે એટલે એમનાં તરફથી પણ કોઇજ વાધો ન હતો અને સુવાસને તો અનુશ્રી માટે શાંતનુએ જે કશું પણ કર્યું એને કારણે એનાં પર ખુબ જ આદર હતો અને એ બન્નેનાં થવાથી હવે અનુશ્રી શાંતનુ પાસે સુખીજ રહેશે એમ પણ એ માનતો હતો એટલે એનો પણ ના પાડવાનો કોઇ સવાલ જ ન હતો.

શાંતનુ અને અનુશ્રીએ નક્કી કર્યા મુજબ હવે બન્ને કુટુંબોને રૂબરૂ મળવાનું હતું એટલે સુવાસે તરતજ શાંતનુનાં સેલફોન પર કૉલ કર્યો અને પહેલાં તો એને અભિનંદન આપ્યાં અને પછી એ બન્નેએ જ્વલંતભાઇ અને અનુશ્રીનાં મમ્મા સાથે વાત કરાવી. જ્વલંતભાઇએ ‘શુભસ્ય શીધ્રમ’ નાં ન્યાયે સાંજે જ અનુશ્રીનાં આખાંયે કુટુંબને પોતાનાં ઘેરે આમન્ત્ર્યું.

આ વાત થઇ જતાં જ શાંતનુએ અક્ષયને કૉલ કર્યો અને ખુશખબર આપ્યાં. અક્ષય તો આ સમાચાર સાંભળીને રીતસર નો નાચવા માંડ્યો. આ બાજુ અનુશ્રીએ પણ એની સખી સિરતદીપને એનાં સેલફોન પર ખબર આપ્યાં અને એ પણ ખુબજ ખુશ થઇ. શાંતનુએ અક્ષય અને સિરતદીપને પણ સાંજે પોતાનાં ઘેર આવવાનુું આમંત્રણ આપ્યું.

સાંજે અનુશ્રીનું કુટુંબ અનુશ્રી અને ઇશિતાની સાથે શાંતનુને ઘેર આવ્યું અને એકબીજાએ રૂબરૂ અભિનંદન પણ આપ્યાં. બધાંજ ખુબજ ખુશ હતાં. શાંતનુ અને અનુશ્રી એકબીજાં સામે જોઇને સતત સ્મીત કરી રહ્યાં હતાં. મહેતા પરિવારનાં રીવાજ મુજબ બન્ને કુટુંબોએ ‘ગોળ-ધાણાં’ ખાઇને સંબંધ પાકો કર્યો.

નક્કી એમ થયું કે હવે સગાઇની વિધિની કોઇજ જરૂર નથી અને શાંતનુ અને અનુશ્રીએ ઇચ્છા દર્શાવી કે એમનાં લગ્ન કોર્ટમાં રજીસ્ટ્રાર સમક્ષ જ થાય. તારીખ બાબતે અક્ષયે સલાહ આપી કે ૧૪મી ફેબ્રુઆરી એટલે કે ‘વેલેન્ટાઇન્સ ડે’ હોવા ઉપરાંત એની અને સિરતદીપની લગ્નતીથી પણ છે એટલે એ દિવસજ લગ્ન માટે યોગ્ય રહેશે. આ સલાહને ત્યાં રહેલાં તમામે વધાવી લીધી.

૧૪મી ફેબ્રુઆરીએ નક્કી કરેલાં સમય પ્રમાણે બધાંજ કોર્ટમાં ભેગાં થયાં. શાંતનુ ઘેરાં બ્લ્યુ સ્યુટમાં સજ્જ હતો જ્યારે અનુશ્રી લાલ કલરની સિલ્કની બાંધણી અને બન્ને હથેળીઓમાં લાલચોળ થઇ ગયેલી મહેંદીમાં અત્યંત રૂપાળી લાગી રહી હતી. સિરતદીપે એને દિલથી તૈયાર કરી હતી. કોર્ટમાં અનુશ્રીનાં આગમન સાથેજ શાંતનુની નજર એનાં પર સ્થીર થઇ ગઇ. રજીસ્ટરમાં શાંતનુ અને અનુશ્રીએ સહી કર્યા બાદ શાંતનુ તરફથી જ્વલંતભાઇ અને અક્ષયે સાક્ષી તરીકે સહી કરી અને અનુશ્રી તરફથી સિરતદીપ અને સુવાસે સહીઓ કરી અને શાંતનુ અને અનુશ્રી હવે કાયદાની નજરમાં પતિ-પત્ની થઇ ગયાં.

ત્યાં હાજર રહેલાં તમામ ખુબજ ખુશ હતાં. બધાંય વારાફરતી શાંતનુ અને અનુશ્રીને ભેટ્યાં. જ્વલંતભાઇ અને અનુશ્રીનાં મમ્માએ બન્નેને લખલૂટ આશીર્વાદ આપ્યાં. ઇશિતાએ શાંતનુ પાસે ખાસ તેડાવ્યું અને એનાં ગાલ પર ‘લવ યુ ડેડ’ કહીને જ્યારે ચુંબન કર્યું ત્યારે હાજર રહેલાં તમામ ખુબ જ લાગણીશીલ થઇ ગયાં. શાંતનુ અને અનુશ્રી એકબીજાં સામે જોઇને હસ્યાં પણ એ બન્નેની આંખોભીની હતી કારણકે એમનાં લગ્ન કરવાનાં નિર્ણય પાછળનું મુખ્ય કારણ ઇશિતાની ખુશી જ હતું. અચાનક અક્ષયે શાંતનુનાં હાથમાંથી ઇશિતાને ઉપાડીને સિરતદીપને આપી દીધી અને શાંતનુને સાઇડમાં લઇ ગયો.

‘શું થયું અક્ષુ આમ અચાનક કેમ મને...ક્યાં લઇ જાય છે યાર?’ શાંતનુ ને ખ્યાલ આવી ગયો હતો કે અક્ષય કોઇક મજાક કરવાના મૂડમાં છે.

‘ભાઇ, યાદ કરો વો દિન!’ અક્ષય હસી રહ્યો હતો.

‘કયો દિન ભાઇ? સીધેસીધું બોલ ને?’ શાંતનુ પણ હસી જ રહ્યો હતો પણ એ ખરેખર તો એ ગૂંચવાયેલો હતો.

‘મને ખબર છે ભાઇ કે તમને ઘેરે જવાની ઉતાવળ છે પણ તે દિવસ યાદ કરો ભાઇ જે દિવસે મેં તમને પ્રોમિસ કર્યું હતું કે એક દિવસ હું અનુભાભીને મારી ભાભી બનાવીને જ રહીશ. જોયું? મેં મારું વચન પૂરું કર્યું.’ અક્ષય શાંતનુનાં ખભે હાથ મુકતા બોલ્યો.

‘હા યાર મને બધુંજ યાદ છે. પપ્પા. સિરુ અને તારાં સપોર્ટ ને કારણે તો આજે મારી એક અદમ્ય ઇચ્છા પૂરી થઇ છે અક્ષુ.’ શાંતનુએ પોતાનાં ખભે મૂકેલાં અક્ષયનાં હાથ પર પોતાનો હાથ મુકતાં બોલ્યો.

‘ફક્ત તમારી જ નહી દાદા અમારાં બધાંની ઇચ્છા આજે પૂરી થઇ છે, કોન્ગ્રેચ્યુલેશન્સ.’ આટલું કહીને અક્ષય શાંતનુને ભેટી પડ્યો અને ખુબ રડવા લાગ્યો.

‘અરે અરે, મારાં વાઘને રડતાં પણ આવડે છે? તું તો મારો મૂળ સપોર્ટ હતો યાર, નહીંતો આ ચાર વર્ષ હું કેવીરીતે કાઢી શક્યો હોત?’ શાંતનુ અક્ષયની પીઠ પર હાથ ફેરવતાં બોલ્યો.

‘તમે બહુ દુઃખ સહન કર્યું બીગ બી. તમને કાયમ દુઃખ ને દબાવીને હસતાં જોઇને મને ખુબ રડવું આવતું પણ જો તમારી સામે હું ઢીલો પડ્યો હોત તો...’ અક્ષય હજીપણ રડી રહ્યો હતો.

‘બસ...હવે શાંત થા. જો અનુ અને સિરુ પણ આ બાજુ આવી રહ્યાં છે.’ શાંતનુએ અક્ષયને શાંત રહેવાં સમજાવી રહ્યો હતો.

સિરતદીપ અને અનુશ્રી પણ હવે શાંતનુ અને અક્ષય પાસે આવી ચુક્યા હતાં. શાંતનુએ ઇશારાથી એમને અક્ષયનું રડવાનું કારણ સમજાવી દીધું. બન્ને સમજી ગયાં કે આ અક્ષયની ખુશી તી જે એને રડાવી રહી હતી. સિરતદીપ પણ શાંતનુને ભેટીને રડી રહેલાં અક્ષયની પીઠ પર હાથ ફેરવવા લાગી. એની આંખો પણ ભીની થઇ ગઇ હતી.

કોર્ટની પ્રક્રિયા પતાવી ને તમામ સીજી રોડ પર આવેલાં એક રેસ્ટોરન્ટમાં લંચ લેવા ગયાં. ત્યાંથી જ્વલંતભાઇ અને સિરતદીપ થોડાંક વહેલાં ઘેરે ગયાં જેથી કરીને શાંતનુ અને અનુશ્રી ઘેરે આવી ત્યારે ગૃહપ્રવેશથી વિધિ થઇ શકે. થોડીવાર પછી શાંતનુ અને અનુશ્રીનો ગૃહપ્રવેશ થયો અને થોડી વાતચીત કર્યા પછી અક્ષય અને સિરતદીપ ‘નવપરિણીત યુગલ’ ને શુભેચ્છાઓ આપીને ઘેરે ગયાં.

ઇશિતા ખુબજ ખુશ હતી કારણકે એને માટે તો હવે રોજ એનાં સ્કાઇપમેન અને એનાં દાદુ સાથે રહેવાનું, રમવાનું અને રોજ નવી નવી સ્ટોરીઝ સાંભળવા મળવાનું હતું. સાંજે જ્વલંતભાઇનાં આદેશ મુજબ એલોકો બહાર જ જમ્યા. રાત્રે શાંતનુ અને અનુશ્રી ની વચ્ચે ઇશિતા સુતી અને પહેલાંની આદત મુજબ જ શાંતનુએ એને ‘સ્ટોરી’ દીધી અને એ તરતજ સુઇ ગઇ. અનુશ્રીએ આ વાત ઇશિતા પાસેથી ઘણીવાર સાંભળી હતી પણ એ માની નહોતી કે ઇશિતા જે રોજ રાત્રે એની પાસે સુવા માટે ધાંધિયા કરતી એ આમ કેવી રીતે શાંતનુ ની ‘સ્ટોરી’ સાંભળતાની સાથે જ દસેક મિનીટ્‌સમાં સુઇ જતી હશે? પણ આજે એણે આ હકીકત પોતાની આંખો સમક્ષ અનુભવી અને એ ખુબજ ખુશ થઇ.

બીજે જ દિવસથી શાંતનુ એને સ્કુલે લેવા-મુકવા જવા માંડ્યો. અનુશ્રી પણ ધીરેધીરે ઘરનાં રીવાજો જાણવા માંડી હતી અને એ મુજબજ ઘરનું કામ ધીરેધીરે સાંભળી રહી હતી. અનુશ્રીએ શાંતનુ અને જ્વલંતભાઇને આગ્રહ કર્યો કે એ રસોઇ પણ સાંભળી લેશે પરંતુ જ્વલંતભાઇએ અનુશ્રીની આ વિનંતી એમ કહીને નકારી દીધી કે “તમને અમે રસોઇ કરવા આ ઘરમાં નથી લાવ્યાં. તમે તમારી કારકિર્દી પર ધ્યાન આપો અને બાકીનું બધું એની મેળે સચવાઇ જશે.” અનુશ્રી માટે આ એકદમ સુખદ અનુભવ હતો કારણકે એનાં અગાઉનાં લગ્નજીવનમાં શ્વસુરપક્ષ તરફથી આવી હુંફ મળવા વિષે વિચારવું પણ એના માટે કઠીન હતું.

અનુશ્રી એનાં પેઇન્ટ્‌સ શાંતિથી બનાવી શકે એનાં માટે જ્વલંતભાઇએ ખુબ કાળજીપૂર્વક સાચવી રાખેલો એમનો અને ધરિત્રીબેન નો રૂમ ખુલ્લો કરી આપ્યો. અનુશ્રી જ્વલંતભાઇનાં આ નિર્ણયથી અત્યંત ખુશ થઇ અને એમને થેંક્સ કહ્યાં ત્યારે જ્વલંતભાઇએ એને કહ્યું કે “તમે મારાં પુત્રવધુ છો એટલેકે પુત્ર થી પણ વધુ એટલે તમે બન્ને ખુબ આનંદમાં રહો એનાંથી હું તો ખરો જ પણ ઉપરથી ધરિત્રી પણ ખુબ જ રાજી થશે.”

બે મહીના શાંતનુ અને અનુશ્રીનો સંસાર બસ આમનેઆમ જ ચાલતો રહ્યો. અનુશ્રી માટે શાંતનુ એક ખાસ મિત્ર તો હતોજ પણ હવે ચોવીસે કલાક એની સાથે રહેવાથી એ એનાં સ્વભાવનાં રોજ ખુલી રહેલાં નવાં ને નવાં આયામોથી વધુને વધુ પ્રભાવિત થવા લાગી. શાંતનુએ પણ આ બે મહીનામાં અનુશ્રીને સ્પર્શ પણ નહી કરે એ વચન સુપેરે નિભાવ્યું હતું.

અનુશ્રીને પણ કાયમ શાંતનુની ફિકર રહેતી હતી અને એ એની ખુબજ કાળજી લેતી હતી, એટલી હદ સુધી કે શાંતનુ છીંક પણ ખાય તોપણ એ ચિંતિત થઇ જતી. પરણ્યાં પછી પણ શાંતનુ જરાપણ બદલાયો ન હતો અને ઇશિતા તો એની ફેન હતી જ પણ હવે તો જાણેકે શાંતનુ જ એનો અસલી પિતા હોય એવી રીતે એ બન્ને એકબીજાં સાથે ખુબ રમતાં અને ઇશિતાનું હોમવર્ક તો શાંતનુ જ કરાવતો. આને કારણે અનુશ્રી એનાં પેઇન્ટીંગની કારકિર્દી આસાનીથી આગળ વધારી રહી હતી. મનોમન અનુશ્રીને લાગી રહ્યું હતું કે એ હવે શાંતનુ તરફ ખેંચાઇ રહી હતી, કોઇપણ બાહ્ય બળ વીના, કુદરતી રીતેજ.

હવે એ શાંતનુનાં કપડાં, શુઝ અને અન્ય ખરીદીઓ માં પણ અંગત રસ લેવાં માંડી હતી. શાંતનુને તો આ જ જોઇતું હતું અને આ ઉપરાંત એ પોતાનાં કપડાં અને અન્ય ચીજો ખરીદવામાં પણ શાંતનુની સલાહ લેતી અને બને ત્યાં સુધી શાંતનુએ પસંદ કરેલાંજ કપડાં કે પરફ્યુમ જેવી વસ્તુઓ ખરીદતી. શાંતનુ બહાર ગયો હોય ત્યારે એ ભલે પોતાનાં ચિત્રકારીનાં કામમાં હોય અને ઇશિતા ભલે જ્વલંતભાઇ પાસે હોય પણ અમુક કલાકો બાદ એને શાંતનુ હજી કેમ ઘરે પાછો નથી આવતો એ ની ફિકર અનુશ્રીને જરૂર થતી અને તરત જ એને કૉલ કરીને એનાં હાલચાલ પૂછી લેતી. આ ઉપરાંત એકબીજાંની મસ્તી મજાક કરવી તો હવે અત્યંત સામાન્ય વાત થઇ ચુકી હતી.

રાત્રે સ્ટોરી સાંભળતા પહેલાં બેડ ઉપર શાંતનુ, અનુશ્રી અને ઇશિતાનું ‘તકિયા યુદ્ધ’ કરવું હવે વણલખ્યો કાયદો બની ગયો હતો. લગ્ન પછી વડોદરામાં અનુશ્રીનું પહેલું પ્રદર્શન યોજાયું અને ફરીથી શાંતનુએ સંપર્કોનો લાભ લઇને એને અત્યંત સફળ બનાવ્યું. અનુશ્રી ખુબજ ખુશ હતી. એને હવે ખરેખર લાગી રહ્યું હતું કે શાંતનુ સાથે લગ્ન કરવાથી એની જિંદગી હવે સંપૂર્ણ થઇ ચુકી છે.

હા...અનુશ્રી હવેે શાંતનુનાં પ્રેમમાં હતી અને ધીરેધીરે એ શાંતનુ તરફ શારીરિક આકર્ષણ પણ અનુભવવા લાગી હતી પણ શરુઆત કેમ કરવી એ બાબતે હજીપણ અસમંજસમાં હતી. જેવીરીતે ઇશ્વરે જ શાંતનુ અને અનુશ્રીને લગ્ન કરવા પ્રેર્યા હતાં એમ અહીં પણ કદાચ એણેજ રતિ અનેે કામદેવને અનુશ્રીને મદદ કરવા જણાવ્યું હશે એવી એક ઘટના બની...

મે મહીનાની એક અત્યંત ગરમી વરસાવતી બપોરે શાંતનુ એનાં કામેથી લગભગ બપોરે બે વાગે ઘરે આવ્યો.

‘પપ્પા. અનુએ જમી લીધું?’ ઘરમાં ઘૂસતાં જ શાંતનુ બોલ્યો.

‘ના, એ સવારથી જ કોઇ પેઇન્ટીંગ પર કામ કરી રહ્યાં છે. હું જમવા બેઠો ત્યારે મેં પૂછ્યું કે તમારે જમવું છે? તો કીધું કે શાંતુ આવે ત્યારે સાથે જમીશ. સવારનાં અંદર જ છે હવે એને જમવા માટે સમજાવ ભાઇ. હું તો ચાલ્યો સુવા. ઇશિતા પણ આજે રમીરમીને થાકીને મારાં રૂમમાં સુઇ ગઇ છે એટલે તમે શાંતિથી બન્ને જણા જામી લ્યો.’ આટલું કહીને જ્વલંતભાઇ પોતાનાં રૂમમાં પોતાની બપોરની ઊંઘ લેવાં ઉપડ્યાં. અને શાંંતનુ મોઢાં પર પાણીની બે છાલક મારી ને અનુશ્રીનાં પેલાં રૂમમાંં ગયો જ્યાં તે કાયમ પોતાનાં પેઇન્ટીંગ્સ બનાવતી રહેતી હતી.

‘અનુ ચાલો જમવું નથી? હું આવી ગયો છું.’ શાંતનુ નેપકીન થી પોતાનું મોઢું લૂછતાં બોલ્યો.

‘હા બસ જો હું બહાર જ આવી રહી હતી. કેવું છે?’ પોતાનાં નવાં ચિત્રનાં કેનવાસના એકદમ નીચેના જમણીબાજુનાં ખૂણે પોતાની ‘અનુ’ નામની હવે પ્રખ્યાત થઇ ચુકેલી સહી કરતાં બોલી.

‘મસ્તાન ભાઇ જેવું. ચાલો હવે મને બહુ ભૂખ લાગી છે.’ જ્યારે જ્યારે અનુશ્રી પેઇન્ટ બનાવીને શાંતનુને એનો અભિપ્રાય પૂછતી ત્યારે શાંતનુ મસ્ત કે સુંદર કે સરસ જેવાં કાયમી શબ્દોની બદલે ‘મસ્તાન ભાઇ જેવું’ એમ બોલતો જે કાયમ અનુશ્રીનાં ચહેરા પર સ્મીત લાવવા માટે પુરતું હતું જેનો શાંતનુ પહેલેથી જ દીવાનો હતો એટલે એ કાયમ આમજ બોલતો.

‘તું તો કાયમ એમ જ કહે છે...આઉચ.’ હસતાંહસતાં અનુશ્રી પીંછી બાજુમાં મૂકી ને ઊભાંં થવા ગઇ પણ ઉભી ન થઇ શકી અને અડધી વળેલી હાલતમાં જ ઉભી થઇ શકી અને પાછી ખુરશીમાં ફસડાઇ જવાની જ હતી કે તરતજ...

‘અરે શું થયું?’ શાંતનુએ તરતજ અનુશ્રીને પકડી લીધી.

‘ખબર નથી શાંતુ પણ લાગે છે મારાં બધાંજ મસલ્સ જકડાઇ ગયાં છે. બહુ દુઃખે છે યાર.. આઉઉ’ અનુશ્રી પીડા સાથે બોલી.

‘છેલ્લાં ચાર કલાકથી એક જ પોશ્ચરમાં બેઠાં છો ને? અને પાણી પીવા પણ બહાર નથી આવ્યાં અને પાછી આ ગરમી એટલે શરીરમાંથી પાણી ઓછું થઇ ગયું લાગે છે અને આખાં શરીરમાં કદાચ સ્પાઇઝમ્સ થઇ ગયાં છે અનુ. ચાલો આપણા રૂમમાં હું તમને પેઇન રિલીવર લગાડી દઉં. તરતજ સારું થઇ જશે.’ શાંતનુએ અનુશ્રીને ધરપત આપતાં ધીરેધીરે ઉભાં થવા કહ્યું.

અનુશ્રી શાંતનુનાં સહારે ઉભી થઇ પણ લંગડાવા માંડી. શાંતનુએ એનો ડાબો હાથ પોતાનાં ખભા પાછળ મુકાવીને અને પોતાનો જમણો હાથ અનુશ્રીની કમર પર મુકીને એને એમનાં રૂમમાં લઇ ગયો અને હળવેકથી એને બેડ પર સુવડાવી પહેલાંતો શાંતનુ ફ્રિઝ માંથી ઠંડા પાણીની બોટલ લઇ આવ્યો અને અનુશ્રીને ફરીથી પોતાનાં ટેકે બેઠી કરી અને એનું માથું પોતાનાં ખભે મુક્યું અને એને બોટલ માંથી સીધુંજ પાણી પી જવા કહ્યું.

ત્યારપછી એ કબાટમાં રહેલાં ફર્સ્ટ એઇડ માંથી શાંતનુ પેઇન રિલીવર લઇ આવ્યો.

‘ઓકે હવે મને કહો કે તમારાં ક્યા ક્યા મસલ્સ ચોક થઇ ગયાં છે?’ સીધી સુઇ રહેલી અનુશ્રીની પડખે બેસતાં શાંતનુ બોલ્યો.

‘આખી પીઠ શાંતુ અને પગનાં ગોટલા તો ખુબજ ચડી ગયાં છે ખુબ પેઇન થાય છે. આઇઇઇ...’ અનુશ્રીએ પોતાની પીડા વ્યક્ત કરી.

‘ડોન્ટ વરી હું આ ઓઇલમેન્ટ લગાડી દઇશને એટલે તરતજ તમારાં બધાંજ મસલ્સ હળવાં થઇ જશે. મને પણ ક્યારેક આવું થાય છે. તમે ચિંતા ન કરો. પાંચ મીનીટમાં તો તમને ખુદનેય ખ્યાલ નહી આવે કે દુઃખાવો ક્યાં જતો રહ્યો. ચાલો જરાક ઉંધા ફરીને સુઇ જાવ.’ શાંતનુ અનુશ્રીને ધરપત આપી રહ્યો હતો.

અનુશ્રી ધીરેધીરે પડખું ફરીને ઉંધી સુઇ ગઇ. આટલું બોલ્યાં છતાં પણ લગભગ એક મિનીટ સુધી શાંતનુ એમનેય બેઠો રહ્યો.

‘શું થયું શાંતુ? રિલીવર લગાડને? કોની રાહ જોઇ રહ્યો છે? પોતાનાં પેટ ઉપર સુતેલી અને પીડા સહન કરી રહેલી અનુશ્રીએ શાંતનુને પૂછ્યું.

‘મારે...તમારો પાયજામો ઉંચો કરવો પડશે...અને ટી-શર્ટ પણ.’ શાંતનુએ અનુશ્રીને એની મરજી વિરુદ્ધ સ્પર્શ પણ ન કરવાનું જે વચન આપ્યું હતું એનાંથી એ બંધાયેલો એ એને બરોબર યાદ હતું અને એટલેજ એ સ્થિતપ્રજ્ઞ બેઠો હતો.

‘તો કરને યાર, રાહ કોની જોવે છે સ્ટુપીડ?’ અનુશ્રી શાંતનુને વઢકણા સ્વરમાં બોલી.

ઉંધી સુઇ રહેલી અનુશ્રીએ ઢીલો પાયજામો અને ટી-શર્ટ પહેરેલાં હતાં. શાંતનુની આંગળીઓએ ધીરેધીરે એની પાસે રહેલાં અનુશ્રીનાં જમણા પગનાં પાયજામો ઉંચો કર્યો છેક એનાં ઘૂંટણનાં પાછલા ભાગ સુધી અને એજ રીતે ડાબી બાજુઓ પાયજામો પણ ઉંચો કર્યો.

શાંતનુ ઘડીભર તો અનુશ્રીનાં ગોરા, સ્વચ્છ, માંસલ અને ઘાટીલાં પગનાં ગોટલા જોઇને સ્તબ્ધ જ થઇ ગયો અને એને એકીટસે જોતો જ રહ્યો, પગની પાનીથી માંડીને ઘૂંટણનાં પાછલાં હીસ્સા સુધી. આજસુધી શાંતનુએ આવાં સુંદર પગ ફક્ત ફિલ્મોની હિરોઇન્સનાં અથવા તો મોડેલ્સનાં જોયાં હતાં પણ નજરોનજર તો આજે પહેલીવાર જ જોઇ રહ્યો હતો. શાંતનુનું આ નિરીક્ષણ ચાલુજ હતું ત્યાં અચાનક એને અનુશ્રીની પીડા યાદ આવી અને પોતાની બે આંગળીઓ પર થોડુક પેઇન રિલીવર લઇ અને ખુબજ ધીરેધીરે અનુશ્રીનાં ઘાટીલાં પગનાં ગોટલાં પર લગાડ્યું અને આંગળાના ટેરવાનાં હળવાં દબાણથી એને આખાંયે ગોટલા પર પ્રસરાવવા લાગ્યો.

હસ્તધૂનન અથવાતો અનુશ્રી જ્યારે કોઇકવાર ખુબ રાજી થઇને એનાં ગાલ પર હળવી ટપલીઓ મારી લેતી અથવાતો કોઇકવાર એ એને ભેટી લેતી, એ સીવાય શાંતનુનો અનુશ્રીને આ પ્રથમ સીધો સ્પર્શ હતો.

શાંતનુએ આ ક્રિયા અનુશ્રીનાં બીજાં પગ ઉપર પણ કરી. અનુશ્રીનાં બન્ને ઢીંચણોથી નીચેનાં સમગ્ર ભાગમાં પેઇન રીલીવર લગાડતો શાંતનુ, અનુશ્રીનાં સફેદ રેશમ જેવી ચામડીનો સીધો સ્પર્શ માણવા લાગ્યો. અમુક મીનીટોનાં આ સતત સ્પર્શથી અંદરખાનેથી શાંતનુમાં ધીરેધીરે કામાવેશ જાગી રહ્યો હતો અને ઘણીવાર એ અનુશ્રીનાં ઘુટણો ની સરહદ લાંધીને એની માંસલ જાંઘોનાં નીચલાં હીસ્સા સુધી પણ પહોંચી જતો હતો.

આ બાજુ અનુશ્રી પણ શાંતનુની આ ટ્રીટમેન્ટથી પોતાનાં પગની તંગ થઇને જામી ગયેલી માંસપેશીઓમાં મળી રહેલાં છુટકારાનો આનંદ તો માણીજ રહી હતી પણ વર્ષો બાદ એક પુરુષનાં સ્પર્ષથી થતાં રોમાંચને પણ અનુભવી રહી હતી. જોકે અમરેન્દ્ર માટે તો લગ્નનાં અમુક મહીના બાદ અનુશ્રી એક ‘સેક્સ ટોય’ થી વિશેષ કશુંજ નહોતી અને અનુશ્રી પણ એક આજ્ઞાંકિત પત્નિની જેમ એની ઇચ્છા પૂરી કરતી અને આથી જ એની સેક્સ લાઇફ પુરેપુરી યંત્રવત બની ચુકી હતી. પણ અત્યારે શાંતનુ એની પૂરી લાગણીથી અનુશ્રીને સ્પર્શ કરી રહ્યો હતો અને અનુશ્રી પણ શાંતનુની એ લાગણીની ભીનાશ અનુભવી રહી હતી.

ફક્ત અમુકજ મીનીટો બાદ અનુશ્રીનાં પગનાં કઠણ થઇ ગયેલાં ગોટલાઓ ની માસપેશીઓ સંપૂર્ણપણે હળવાશ અનુભવી રહી હતી પણ એને અથવા શાંતનુ બન્ને માંથી કોઇપણ આ પ્રક્રિયા બંધ થાય એમ નહોતું ઇચ્છતું. પણ અનુશ્રીને અચાનક જ પોતાની પીઠનું દર્દ પણ યાદ આવ્યું અને અંદરખાનેથી એને એવી ઇચ્છા પણ થઇ કે આમ કરવાથી થોડો વધુ સમય એ શાંતનુનો સ્પર્શ માણી શકશે.

‘શાંતુ, મારી પીઠ પર પણ પ્લીઝ...’ અનુશ્રી જાણેકે નિર્દોષતાથી શાંતનુને યાદ દેવડાવતી હોય એમ બોલી પણ અંદરખાને તો એની ઇચ્છા કઇક બીજ જ હતી શાંતનુ તરફ પીઠ રાખી ને સુઇ રહેલી અનુશ્રીનાં ચહેરાપર તોફાની સ્મીત હતું.

‘હેં? ઓહ હા...અમમ પગમાં હવે કેમ છે?’ અચાનક ઊંઘમાંથી ઉઠાડ્યો હોય એમ શાંતનુ બોલ્યો.

‘બહુજ સારું લાગે છે શાંતુ, યુ આર જસ્ટ ફેન્ટાસ્ટિક!’ અનુશ્રી નાં આમ બોલવા પાછળ બે અર્થ હતાં પણ શાંતનુ એકજ અર્થ સમજ્યો કે અનુશ્રી એની આદત મુજબ એનાં વખાણ કરી રહી હતી.

શાંતનુને હવે અનુશ્રીની બીજીવાર મંજુરી લેવાની કોઇજ જરૂર લાગી એટલે એણે જ અનુશ્રીનું ટી-શર્ટ ઊંચું કરવાની કોશીશ કરી પણ અનુશ્રી પોતાનાં ઉંધી સુતી હોવાથી બરોબર ઊંચું ન થઇ શક્યું.

‘સહેજ ઊંચા થશો?’ શાંતનુએ અનુશ્રીને વિનંતી કરી અને અનુશ્રી યંત્રવત પોતાનાં પેટ પરથી ઉંચી થઇ ગઇ અને શાંતનુએ એનું ટી-શર્ટ એનાં ખભા સુધી ઊંચું કર્યું.

ટી-શર્ટ ઊંચું થતાંજ અનુશ્રીની કાળા રંગની બ્રેસીયર એને દેખાઇ જે અનુશ્રીનાં ગૌરવર્ણ સામે જબરી ભીન્નતા ઉભી કરી રહી હતી. ફરીવાર શાંતનુને કામબાણ વાગ્યાં અને આ વખતે તો એણે અનુશ્રીની કમર અને પીઠ ઉપર જાણીજોઇને કામુકતા થી મલમ લગાડવાનો શરુ કર્યો. જાણીજોઇને એટલા માટે કે હવે આ બધું એનાંથી આપમેળે થવા લાગ્યું હતું. સામેપક્ષે અનુશ્રી પણ શાંતનુના સહવાસની માંગણી કરી રહ્યું હતું.

પણ અંદરખાનેથી એ ડરી રહી હતી, શાંતનુને પોતાને સ્પર્શ ન કરવાની પોતેજ મુકેલી શરતનો આમ સરેઆમ ભંગ કરતાં. જો એણે શાંતનુ સમક્ષ આવી કોઇ શરત ન મૂકી હોત તો એ પોતે જ અત્યારે શાંતનુને વળગી પડી હોત અને એને સમાગમ કરવા માટે મજબુર કરી દીધો હોત પણ...

થોડીવાર એકબીજાનો આવો કામપૂર્ણ સ્પર્શ માણીને બન્ને અલગ થયાં. અનુશ્રી એની એક શારીરિક પીડાથી હવે સંપૂર્ણપણે આરામ અનુભવી રહી હતી પણ હવે એક અન્ય પીડાએ એનો પીછો શરુ કરી દીધો હતો અને એ હતી શાંતનુને પોતાનું શરીર સંપૂર્ણપણે સોંપી અને વર્ષોથી એણે દબાવી રાખેલા અનુશ્રી પ્રત્યેનાં પ્રેમનાં જ્વાળામુખીને કેમપ્રજ્વલિત કરવો એ વિચારની પીડા.

જમ્યાં પછી તરતજ શાંતનુએ ના પાડવા છતાં અનુશ્રીએ સિરતદીપને કૉલ કર્યો અને એ એને ઘેરે ગઇ અને લગ્ન પહેલાં શાંતનુ સમક્ષ એણે મુકેલી પેલી શરત અને હવે એ શરતને લીધે એને પડી રહેલી તકલીફનું સંપૂર્ણ બયાન કર્યું. શાંતનુને એણે પ્રોમિસ આપ્યું હોવાં છતાં પણ આજે એની ઉત્કટ શારીરિક જરૂરીયાતે એને આ પ્રોમિસ તોડવા માટે મજબૂર કરી હતી.

‘આર યુ નટ્‌સ અનુ?’ સિરતદીપ લગભગ ચિલ્લાઇ ઉઠી જો કે એનો રૂમ બંધ હતો.

‘સોરી સિરુ મને ખબર હતી કે તું ખીજાઇશ પણ...’ અનુશ્રી ખુબજ ક્ષોભ અનુભવી રહી હતી.

‘તું ક્યારે શાંતુભાઇનાં પ્રેમને સમજીશ અનુ? આટલો સેલ્ફલેસ લવર મેં મારી જીંદગીમાં જોયો નથી. તું કેટલી લકી છે કે તને શાંતુભાઇ જેવો લાઇફ પાર્ટનર મળ્યો. મને એ સમજાતું નથી કે તને આ ત્રણ મહીના એમને આટલાં તરસાવીને મળ્યું શું?’ સિરતદીપ થોડી ગુસ્સામાં હતી પણ અનુશ્રી એનો ગુસ્સો સમજી શકતી હતી.

‘સિરુ હું મારી ભૂલ સમજુ છું પ્લીઝ મને હવે વધુ એમ્બરેસ ન કર.’ અનુશ્રીએ રીતસરની આજીજી કરી.

‘તને ખબર છે જ્યારે તેં મને તારાં અને શાંતુભાઇનાં એટલાસ્ટ થઇ રહેલાં મેરેજ વિષે વાત કરી ત્યારે ખબર છે મેં શું વિચાર્યું હતું?’ સિરતદીપ બોલી.

‘શું?’ અનુશ્રી ને જાણવાની અધીરાઇ થઇ.

‘એ જ કે શાંતનુ નામનાં તો પહેલેથી જ અનુ હતી. યુ નો વ્હોટ

આઇ મીન? ‘શાંત’ પ્લસ ‘અનુ’ ઇઝ ઇકવલ ટુ ‘શાંતનુ’ અને હવે એ નામ ખરેખર કમ્પ્લીટ થઇ જશે. પણ તું...સાવ સ્ટુપીડ છે અનુ.’ સિરતદીપ હસી રહી હતી.

‘વાઉ, શાંતનુ માં જ અનુ છે..મારી જ ભૂલ થઇ સિરુ હું તો આ સમજી જ ન શકી. એણે મને પહેલાં પણ પ્રપોઝ કર્યું હતું તેમ છતાંય હું ઉપરવાળાનો ઇશારો સમજી ન શકી અને... કદાચ મારાં નસીબમાં તકલીફ વેઠવાની લખી હશે.’ અનુશ્રીની આંખો ભીની થઇ ગઇ.

‘બસ હવે રડ નહીં, મને એમ કે કે.. ચલ છોડ મને સાચું કે અનુ, ડુ યુ લવ માય બ્રધર નાઉ?’ સિરતદીપનાં ચહેરા પર તોફાની હાસ્ય હતું.

‘દિલોજાનથી.’ અનુશ્રીએ પહેલીવાર કોઇ સામે શાંતનુ માટેનાં પોતાનાં પ્રેમનો ઇઝહાર કર્યો.

‘હમમ...ગ્રેટ. તો હવે આ ‘શાંત’ અને ‘અનુ’ એક બનીને ‘શાંતનુ’ થવું જ પડશે...એટ એની કોસ્ટ!’ સિરતદીપે અનુશ્રીનાં ખુલ્લા વાળ પર પોતાનો હાથ ફેરવીને અસ્તવ્યસ્ત કરી દીધાં.

‘પણ આમ અચાનક હું કેવીરીતે એ બધું શરું કરી દઉં? આઇ મીન...’ અનુશ્રી બોલતાં બોલતાં અટકી ગઇ.

‘હું કહું છું વેઇટ. મને કે કે તું કઇ ટાઇપ્સનાં કપડાં પહેરે તો શાંતુભાઇ તને આમ ટીકીટીકીને જોયાં કરે છે?’ સિરતદીપે આંખ મારી.

‘મેં વધુ ધ્યાન નથી આપ્યું પણ ટી-શર્ટસ અને જીન્સ પહેરું ત્યારે અને સાડી પહેરું ત્યારે...અને હા જો બ્લાઉઝ કે કમીઝ સ્લીવલેસ હોય ત્યારે તો એ વારેવારે મને જોવે છે આઇમીન આ તો મેં વર્ષોથી જ નોટીસ કર્યું છે.’ અનુશ્રી નાં ગાલ ગાલ થઇ રહ્યાં હતાં.

‘ઓહો યુ આર બ્લાશિંગ હાં? ઓકે ચલ!’ સિરતદીપ અચાનક ઉભી થઇ ગઇ.

‘ક્યાં?’ અનુશ્રી બેઠાંબેઠા જ બોલી.

‘શોપીંગ કરવા.’ સિરતદીપે અનુશ્રીનો હાથ ખેંચ્યો ને ઉભી કરી દીધી.

‘અરે પણ...’ અનુશ્રી ઉભાં થતાં બોલી.

‘અત્યારે પૈસા નથી? અરે હું આપી દઇશ.’ સિરતદીપે કહ્યું.

‘અરે ના એવું નથી પણ અચાનક શોપીંગ?’ અનુશ્રીને આશ્ચર્ય થઇ રહ્યું હતું.

‘આઠમી મે, શાંતુભાઇનો બર્થ-ડે છે રાઇટ?’ સિરતદીપ નાં મગજમાં કોઇક પ્લાન આકાર લઇ રહ્યો હતો.

‘હા તો?’ અનુશ્રી ની ધીરજ ખૂટી રહી હતી.

‘આપણી પાસે હજી એક વિક છે. આજે શાંતુભાઇને ગમે છે

એવાં બે-ત્રણ ડ્રેસીઝ પરચેઝ કર અને એક એકદમ સેક્સી નાઇટી પણ લે.’ સિરતદીપે આંખ મારી.

‘હમમ...ઓક્કે પછી?’ અનુશ્રી સમજવાની કોશીશ કરી રહી હતી.

‘એવરી ઓલ્ટરનેટ ઇવનિંગ કોઇના કોઇ બહાને તું શાંતુભાઇને આ નવાંનવાં ડ્રેસીઝ પહેરીને ક્યાંક ને ક્યાંક બહાર લઇ જા અને ઇશીને સાથે નથી લઇ જવાની ઓકે? એ અથવા શાંતુભાઇ જીદ કરે તો પણ.’ સિરતદીપે સ્પષ્ટતા કરતાં કહ્યું.

‘ઓક્કે. હું સમજી ગઇ, નહી લઇ જાઉં. પછી?’ અનુશ્રી એ પૂછ્યું.

‘બે બીજી હોટ નાઇટીઝ પણ લઇ લે અને ઓલ્ટરનેટ નાઇટ્‌સ એને પહેરજે અને બેડરૂમમાં શાંતુભાઇ નું વારેવારે તારા તરફ ધ્યાન જાય એમ કશુંક કરતી રહેજે.’ સિરતદીપ પોતાનો પ્લાન આગળ સમજાવી રહી હતી.

‘હમમ ઓક્કે.’ અનુશ્રી બોલી.

‘રોજ એમને આમને આમ થોડાં થોડાં ટીઝ કર અનેે એમની બર્થડે ની રાત્રે ત્રણમાં થી જે હોટેસ્ટ નાઇટી હોય એ પહેરી અને એમને આજ સુધી ન મળી હોય એવી બર્થડે ગીફ્ટ આપ. સમજી?’ સિરતદીપ હસીને બોલી.

‘ઓક્કે સિરુ, થેંક્સ અ લોટ!! પણ ઇશી?’ એ તો શાંતુ વીના સુતી જ નથી. ‘અનુશ્રીએ ભયસ્થાન જણાવ્યું.

‘એ તું ચિંતા ન કર, હું અને અક્ષુ બર્થ ડે પાર્ટી પત્યા પછી એને અમારે ઘેર લઇ જઇશું. તું હવે મેં કહ્યું એમ જ કર એન્ડ ડોન્ટ વરી. જે કાંઇ પણ કર પ્રેમથી કર, દિલથી કર.’ કહીને સિરતદીપ અનુશ્રીને ભેટી પડી.

‘હા બસ હવે હું દિલની વાતજ સાંભળીશ અને મારાં શાંતુને ખુબ પ્રેમ આપીશ જે એ કાયમ મારાં પર પોતાની ઇચ્છાઓ કુરબાન કરતો રહ્યો છે, નોટ એની મોર!’ સિરતદીપને ભેટીને અનુશ્રી બોલી.

પ્લાન મુજબજ અનુશ્રી આખું અઠવાડીયું શાંતનુને કોઇ ને કોઇ બહાને બહાર લઇ જવા માંડી. અનુશ્રી એ જ નવાં ડ્રેસીઝ પહેરતી જેનાથી શાંતનુ કાયમ આકર્ષતો અને રોજ રાત્રે એલોકોનાં બેડરૂમમાં પેલી ત્રણ માંથી એક ‘હોટ નાઇટી’ પહેરીને શાંતનુ સામે આવ-જા કરતી રહેતી. ત્રીજી જરા ‘વધારે પડતી’ હોટ નાઇટી અનુશ્રીએ પેલી ખાસ રાત્રી માટે બચાવીને રાખી હતી.

શાંતનુનો આ વર્ષનો જન્મદિવસ એ એનાં લગ્ન પછીનો પહેલો જન્મદિવસ હતો એટલે તમામ અંગત મિત્રો અને સંગાઓ ને એક મોટી હોટેલમાં એણે પાર્ટી આપી. પાર્ટી પતતાં જ સિરતદીપે અનુશ્રીને આજે એ બન્નેએ નક્કી કરેલાં પ્લાન નો છેલ્લો ભાગ અમલમાં મુકવાનું પાક્કું કર્યું અને એ ઇશિતાને ફોસલાવીને પોતાને ઘેર લઇ ગઇ.

ઘરે પહોંચતા જ જ્વલંતભાઇ પોતાનાં રૂમમાં સુઇ ગયાં. શાંતનુ પોતાનાં રોજિંદા ક્રમ મુજબ નહાયો અને ત્યાર પછી અનુશ્રી નહાવા ગઇ. આજની રાત માટે અનુશ્રીએ આછાં ગુલાબી રંગની એક ખાસ ટુ પીસ નાઇટી જે ફક્ત એનાં ઘુટણ સુધીજ લાંબી હતી તે અને કાળાં રંગના સિલ્કના આંતરવસ્ત્રો પસંદ કર્યાં હતાં. શાંતનુ અને અનુશ્રી એમનાં લગ્ન પછી આજે લગભગ સાડાત્રણ મહીને પોતાનાં બેડરૂમમાં ઇશિતા વીના સુવાનાં હતાં.

શાંતનુ રોજની આદતની જેમ અનુશ્રી નહાઇને આવે ત્યાં સુધી મેગેઝીન ઉથલાવી રહ્યો હતો, જોકે આજે, સુતાં પહેલાં એણે કોઇ ‘સ્ટોરી’ સંભળાવવાની ન હતી. અનુશ્રી નહાઇને પેલી નાઇટી પહેરીને બહાર આવી. શાંતનુનું ધ્યાન મેગેઝીનમાં હતું એટલું એનું ધ્યાન પોતાની તરફ દોરાય એટલે અનુશ્રીએ થોડુંક જોરથી બેડરૂમનું બારણું બંધ કર્યું પણ શાંતનુનું ધ્યાન મેગેઝીનમાં જ રહ્યું. અનુશ્રી ની પહેલી ટ્રીક નિષ્ફળ ગઇ એટલે એણે બેડ પર બેસીને શાંતનુ ની બાજુમાં ટેબલ પર મુકેલી ઠંડા પાણી ની બોટલ માંગી પણ શાંતનુએ મેગેઝીન માં જ નજર જમાવી રાખીને બીજાં હાથે અનુશ્રીને પાણીની બોટલ આપી દીધી. અનુશ્રીની આ યુક્તી પણ નિષ્ફળ થઇ. હવે એણે રીતસરનાં ‘કેસરિયા’ કરવાનું નક્કી કર્યું.

એ ગોઠણભેર બેડ ઉપર થોડાંક કદમ ચાલતી ચાલતી શાંતનુ પાસે ગઇ અને એનાં હાથમાંથી મેગેઝીન ખૂંચવી લીધું અને નજીકનાં સોફા પર ફેંકી દીધું. શાંતનુ નું ધ્યાન હવે અનુશ્રી તરફ ગયું. અનુશ્રીનાં ચહેરા પર શાંતનુ પ્રત્યેની કામુકતા છવાયેલી હતી. શાંતનુ પણ હવે ધીરેધીરે સમજી રહ્યો હતો પણ થોડો મુંજાયેલો હતો કે અનુશ્રી ખરેખર શું કરવા માંગે છે? અનુશ્રી ઝુકી અને શાંતનુનો હાથ પકડ્યો અને એને પોતાની તરફ ખેંચ્યો. હવે શાંતનુ પણ ખેંચાઇને ગોઠણભેર અનુશ્રીની એકદમ સામે જ બેસી ગયો. હવે આગળ શું કરવું એ અનુશ્રીએ પોતે જ નક્કી કરી લીધું હતુંં.

અનુશ્રીએ ધીરેક થી પોતાનાં ભરાવદાર સ્તનો પાસે રહેલી નાઇટની રેશમી ગાંઠ છોડી અને એનાં ડાબાં-જમણાં એમ બન્ને આવરણો વારાફરતી દુર કર્યા અનેે શાંતનુ સમક્ષ એનાં ભરાવદાર સ્તનોની ખીણ રજુ કરી દીધી. પોતાનાં સ્તનોની એ જ ખીણ જે શાંતનુને પહેલીવાર અનુશ્રી અચાનક આવેલાં વરસાદ થી ભીંજાયેલા વસ્ત્રોમાં થી જોઇ હતી. શાંતનુ અને અનુશ્રી બન્ને એકબીજાં સામે જોઇ રહ્યાં હતાં. શાંતનુ થોડીવાર અનુશ્રીનાં ભરાવદાર સ્તનોને જોઇ રહ્યો હતો અને થોડીવાર કામાસક્ત નજરોથી એને નીહારી રહેલી અનુશ્રીને.

ધીરેધીરે બન્નેનાં શ્વાસ અને હ્ય્દયનાં ધબકારા વધી રહ્યાં હતાં. પણ શાંતનુ હજીપણ કોઇ કદમ ઉઠાવતાં સંકોચાઇ રહ્યો હતો. એટલે અનુશ્રી ધીરેધીરે શાંતનુનાં માથામાં પોતાની આંગળી ફેરવીને એને સહેલાવવા માંડી અને એને ઉશ્કેરવા લાગી. અનુશ્રીનાં આમ કરવાથી થોડીવાર પછી શાંતનુ પણ હવે પોતાનો કાબુ ગુમાવી રહ્યો હતો એને અનુશ્રીનાં ઇરાદાની જાણ તો થઇ જ ચુકી હતી. એનું ગળું સુકાઇ રહ્યું હતું અને એ થુંકના બે ઘૂંટ ગળ્યો. અનુશ્રી માટે આ સંકેત પુરતો હતો. એણે તરતજ શાંતનુના માથામાં આંગળી ફેરવવી બંધ કરી અને માથું થોડુક ભાર દઇને દબાવીને શાંતનુનો ચહેરો પોતાનાં ઉભરેલા સ્તનોની ખીણ ઉપર મૂકી દીધું અને બીજો હાથ શાંતનુનાં ટીશર્ટમાં નાખીને એની પીઠ આડેધડ સહેલાવવા માંડી.

શાંતનુ માટે હવે નિયંત્રણ કરવું મુશ્કેલ હતું ખાસ કરીને જ્યારે અનુશ્રીએ પોતે એને આમ કરવા આમંત્રણ આપ્યું હતું. એ એનો ચહેરો હવે અનુશ્રીનાં સ્તનપ્રદેશનાં ખુલ્લા પડેલાં ભાગ પર અવિરતપણે ફેરવી રહ્યો હતો અને સતત પોતાનાં ભીનાં ચુંબનોની વર્ષા કરી રહ્યો હતો. અનુશ્રી પણ હવે શાંતનુમય થઇ ચુકી હતી અને એણે શાંતનુને ખુબ મજબૂતીથી ભેટી લીધો હતો.

‘આઇ લવ યુ અનુ...આઇ રીયલી લવ યુ અનુ...આઇ લવ યુ સો મચ...’ અનુશ્રીનાં સ્તનપ્રદેશ અને ગળા પર ક્યારેક ભીનું ચુંબન તો ક્યારેક પોતાની જીભનો એક લાંબો લસરકો મારતો શાંતનુ સતત આમ બોલી રહ્યો હતો.

‘સ્ટુપીડ...નાલાયક...આઇ લવ યુ ટુ... માય લવ...માય શાંતુ...’ આમ કહીને અનુશ્રીને શાંતનુ નો ચહેરો ઉંચો કર્યો અને શાંતનુનાં હોઠો પર પોતાનાં હોંઠ ચાંપી દીધાં.

-ઃ પ્રકરણ પંદર સમાપ્ત :

।।।।। સંપૂર્ણ ।।।।।

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED