તૃષ્ણા , ભાગ-૧૨ Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તૃષ્ણા , ભાગ-૧૨

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

ઇમેલ આઇ.ડી.

તૃષ્ણા

પ્રકરણ – ૧૨સચિન અને ભાર્ગવનો પુનર્જન્મ....

બેન્કમાંથી પરત આવ્યા બાદ રાજેશ્વરી પોતાના રૂમમાં ફ્રેશ થવા ગઇ અને ભગવાન સામે મસ્તક નમાવી વંદન કરે છે અને દેવાંશની ઇચ્છા પુર્ણ કરવા માટે પ્રાર્થના કરે છે.ત્યાર બાદ તે મનોમન દેવાંશને કહે છે “જોયુ દેવાંશ,પ્રભુની લીલા કેટલી અદભૂત છે?ઘણા વિધ્નો અને તકલિફો આવી સારા કામમાં, પણ્ અંતે તો જીત સત્યની જ થઇને???આજે હું બહુ ખુશ છું કે નિકિતા અને વિકાસને તેની ભૂલ સમજાઇ ગઇ અને તેણે મને આપણા બન્નેની ઇચ્છા મુજબ કામ કરવાની રજા આપી દીધી,પણ એક વાતનો રંજ પણ છે કે સચિન અને ભાર્ગવ સાથે આવો અણબનાવ બની ગયો.નિકિતા અને વિકાસ જે અસત્યના માર્ગે જઇ રહ્યા હતા તેને પરત લાવવા માટે સચિન અને ભાર્ગવ નિમિત બન્યા અને તેઓ આજે આ દુનિયામાં નથી.” પોતે રેડી થઇ દ્વારકા જવાની તૈયારી કરતી જ હતી ત્યાં જ નીચેથી નિકિતા તેને પુજારૂમમાં આરતી કરવા માટે બોલાવે છે.રાજેશ્વરી પુજારૂમમાં જાય છે,બધા સાથે મળી ભગવાનની આરતી કરે છે ત્યાં પ્રશાંત આવે છે.હાથમાં પ્લાસ્ટર અને એક પગે તે લંગડાતો હતો,બાકી બીજા જખ્મો હવે રૂજાઇ ગયા હતા અને અન્ય કાંઇ ખાસ તકલિફ ન હતી.

પ્રશાંતને જોઇ નિકિતા અને વિકાસ તેને આવકારે છે.રાજેશ્વરી તેના હાલ-ચાલ અને તબિયત પૂછે છે.પૂજા થઇ ગયા બાદ બધા સાથે મળી બ્રેકફાસ્ટ કરવા બેસે છે.નાસ્તો કરતા કરતા પ્રશાંત બોલ્યો , “આન્ટી-અંકલ સચિન અને ભાર્ગવ સાથે જે કંઇ બન્યુ તે માટે ખાસ તો હું જવાબદાર છું.આ ફરવા જવાનો પ્લાન મારો જ હતો.તે દિવસે કદાચ મે જવાની જીદ ન કરી હોત તો આજે આ બધુ ન બન્યુ હોત.

નિકિતા, “પ્રશાંત,તારે દુઃખી થવાની જરૂર નહી.કદાચ ભગવાનની ઇચ્છા આવી હશે.આપણી સાથેનો તેનો સબંધ માત્ર આટલો જ હશે.તું કોઇ પણ પ્રકારે નિરાશ નહી થાજે અને બીજુ કે હુ અને વિકાસ અમે કોઇ તારા પર કોઇ પણ પ્રકારે ગુસ્સે નથી.હવે તું જ મારો સચિન અને ભાર્ગવ છે બેટા.....” આટલુ બોલતા નિકિતા રડી પડે છે.

ઓચિંતો રાજેશ્વરીના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો.રાજેશ્વરીએ રિસિવ કર્યો તો ખબર પડી કે અતુલભાઇનો ફોન છે અતુલભાઇએ સામા છેડેથી કહ્યુ, “રાજેશ્વરીબહેન કેમ છો?કયા ખોવાઇ ગયા હતા?કેટલા દિવસથી ફોન ટ્રાય કરુ છુ કેમ લાગતો જ નથી? મને તો તમારી ચિંતા થતી હતી.બધુ ઑલ્રાઇટ છે ને” “અતુલભાઇ હુ તો અમદાવાદમાં જ છું,પણ તમે કેમ અચાનક ઓસ્ટ્રેલિયા ચાલ્યા ગયા?તમારી લાઇફમાં બરોબર ચાલે છે ને?તમે મકાન પણ વેચવા કાઢી નાખ્યુ? ઓચિંતા શુ બની ગયુ?” “બહેન શુ કહુ તમને.બધા કિસ્મતના ખેલ છે.જીંદગી કયારેય સીધા પાટે ચાલતી નથી.આપણે મળ્યા પછી થોડા જ દિવસમાં ઓસ્ટ્રેલિયાથી નાનકાનો ફોન આવ્યો કે તેમના દીકરાને થેલેસેમિયા છે.તમે જલ્દી અહી આવી જાવ અને અમે દોડતા ઓસ્ટ્રેલિયા પહોચી ગયા.ઓપરેશનના ખર્ચ માટે પૈસાની જરૂર હતી એટલે મકાન વેચવા કાઢયુ.ત્યાંથી મોટા દીકરાના ઘરે બધા અમેરિકા ગયા અને ત્યા મારા પૌત્રનુ ઓપરેશન કરાવ્યુ.અત્યારે પરત ઓસ્ટ્રેલિયા આવી ગયા છીએ.

ઓસ્ટ્રેલિયા આવ્યા પછી યાદ આવ્યુ કે તમને તો આ બધી બાબતનો ખ્યાલ નહી હોય તો તમને ફોન કરવાની ટ્રાય કરી પણ સતત તમારો ફોન ઓફ આવતો હતો.દરરોજ દિવસમાં બે વખત તમને ફોન કરીએ છીએ પણ લાગતો જ ન હતો.મારા પૌત્રની હાલત જોઇને મને તમારી યાદ ખુબ જ આવી જતી હતી.અમે તો જેમ તેમ કરીને પૈસાની વ્યવસ્થા કરીને તેને બચાવી લીધો પણ બિચારા ગરીબ લોકો પૈસાના અભાવે આજે પણ પોતાનો સંતાનોને ગુમાવી રહ્યા છે.” “હા ભાઇ તમારી વાત તદ્દન સાચી છે.આજે આપણા સમાજમાં એવા ઘણા મા-બાપ છે જે લોકો પૈસાના અભાવે તેના સંતાનોન ઇલાજ કરાવી શકતા નથી અને તેઓ લાચારીવશ પોતાના સંતાનોને ગુમાવી દે છે.” રાજેશ્વરી એ કહ્યુ. “હા બહેન , તમારા સમાજસેવાના કામની વાત મે મારા બન્ને પૂત્રોને પણ કરી છે.તેઓ પણ તમારા અભિયાનમાં જોડાવા માટે રાજી થઇ ગયા છે.હજુ એકાદ વર્ષ પૌત્રની સારસંભાળ કરવા માટે અમે અહી રોકાવાના છીએ,ત્યાર બાદ પરત આવી અમે તમારા અભિયાનમાં તન-મન અને ધનથી જોડાઇ જશુ.તમારે ગમે ત્યારે નાણાકીય કે બીજી કોઇ પણ પ્રકારની મદદની જરૂર હોય તો અમને તાત્કાલિક ફોન કરજો અને મે મારા “બગીચા ગૃપ”ને પણ તમારી અને તમારા આ મહા અભિયાન વિષે બધી વાત કરી દીધી છે.તેઓ બધા પણ સદાય તમારી સાથે જ છે.તેમના ફોન નંબર,એડ્રેસનો મે તમને મેઇલ કર્યો છે તેમને મળી લેજો. અને બીજુ બધુ તો ઠીક પણ આટલા દિવસ તમે કયાં હતા?” “કાંઇ નહિ અતુલભાઇ મારો ફોન ખોવાઇ ગયો હતો એટલે મારો ફોન ઑફ આવતો હતો.કાલે ટાઇમ મળ્યો તો ફરીથી જુના નંબર ચાલુ કરાવ્યા છે.તમે તમારા પૌત્રની સાર સંભાળ લેજો અને અહીની બિલકુલ ચિંતા ન કરજો.તમારો ખુબ ખુબ આભાર. હુ તમે મોકલાવેલ મેઇલ ચેક કરી લઇશ અને તેઓને મળી લઇશ.ચાલો બાય” રાજેશ્વરીએ વાત ટાળતા કહ્યુ એટલે અતુલભાઇએ પણ બાય કહી ફોન મુકી દીધો.નિકિતા પાછળ ઊભી આ બધુ સાંભળતી હતી.રાજેશ્વરીની અતુલભાઇ સાથેની વાત સાંભળી તે તેને નતમસ્તક થઇ ગઇ અને બોલી , “બહેન ધન્ય છે તારી મહાનતાને.તે આટલી સહજતાથી મને માફ કરી દીધી અને અતુલભાઇને કાંઇ પણ ન કહ્યુ તે તારા દિલની ઉદારતા છે બહેન.” “નિકિતા તુ અને વિકાસ બન્નેનો પશ્ચાતાપ અંતરથી હતો,અને સાચા હ્રદયથી માફી માંગો તો ભગવાન પણ માફ કરી જ દે છે તો હુ તો એક આમ માણસ છું.હું તને માફ કેમ ન કરું?મે તને અંતરાત્માથી માફ કરી દીધી છે અને ખબરદાર છે જો હવે આ વાત ફરી ક્યારેય પણ ઉચ્ચારી છે તો.....” રાજેશ્વરી નિકિતાને મીઠો ઠપકો આપતા બોલી,અને બન્ને હસી પડે છે ત્યાં વિકાસ અને પ્રશાંત ત્યાં આવે છે. વિકાસ , “શું હસવા જેવી વાતો ચાલે છે બન્ને બહેનો વચ્ચે?અમને પણ જરા સંભળાવોને.” “અરે,કાંઇ નહી આ તો જસ્ટ અમારી વાતો કરતા હતા અમે તો” નિકિતા બોલી. પ્રશાંત , “અંકલ આન્ટી રાજેશ્વરી મામી તમે બધા અત્યારે મારી સાથે એક જ્ગ્યાએ આવશો?” “હા જરૂર બેટા,પણ કયાં જવાનુ છે?ઓચિંતુ તને અમને બધાને સાથે ક્યાં લઇ જવાની ઇચ્છા થઇ આવી?” વિકાસે પુછ્યુ “કાકા ક્યાં જવાનુ છે,ત્યાં જઇને શું કરવાનુ છી તે બધા સવાલનો જવાબ તમે મારી સાથે ચાલો એટલે મળી જશે.ઘણા સમયથી આ ઘરમાં દુઃખ અને ગમગીની ના વાદળો જ છવાયેલા રહ્યા છે આજે ચલો આપણે બધા બહાર જઇએ.” “હા ચાલો” રાજેશ્વરીએ કહ્યુ એટલે બધા ગાડીમાં બેઠા.પ્રશાંતને હાથની તકલિફ હોવાના કારણે વિકાસ કાર ચલાવતો હતો.બધા એકબીજાની સામે પ્રશ્નસુચક નજરે જોઇ રહ્યા હતા કે આપણે ક્યાં જઇ રહ્યા છીએ.

‘પ્રશાંત આપણે આમ કઇ બાજુ જઇ રહ્યા છીએ?આઉટ ઓફ બરોડા શું કામે જઇ રહ્યા છીએ આપણે?” વિકાસે પૂછ્યુ. “પ્રશાંત જો તું અમને ક્યાંક ફરવા લઇ જવાના મૂડમાં હો તો પ્લીઝ રહેવા દે.મને નહી ગમે ક્યાંય જવુ.” નિકિતા બોલી. “અરે આન્ટી,શાંતિ રાખો.ચલો એટલુ કહી દઉ છું કે આપણે સુરત જઇ રહ્યા છીએ.” પ્રશાંત બોલ્યો. સુરતનું નામ સાંભળતા જ નિકિતા ધૃજી ઉઠી.રસ્તામાં અકસ્માત સ્પૉટ આવતા નિકિતાના મનમાં બધી યાદો તાજી થઇ ગઇ.થોડી વારમાં બધા સુરત ડૉ,અશ્વિન પટેલના ઘરે પહોંચે છે.આ એ જ અશ્વિન પટેલ જેણે અકસ્માત વખતે પ્રશાંતની ટ્રીટમેન્ટ કરી હતી. ત્યાં પહોંચી બધા આશ્ચર્યભરી નજરે બધા પ્રશાંતને તાકવા લાગ્યા. “પ્રશાંત,તારી અપોઇન્ટમેન્ટ છે ડૉક્ટર સાથે કે શું? , “રાજેશ્વરી એ પૂછ્યુ. “હા,મામી , એવુ જ કઇક સમજો.હમણા તમને બધા ઉત્તરો મળી જશે.” પ્રશાંતે પ્રત્યુતર વાળ્યો.

આમ કહેતા કહેતા પ્રશાંતે ડોર બેલ વગાડી,ત્યાં ડૉ.પટેલે જ ડોર ખોલ્યુ અને બધાને વેલ કમ કર્યા.બધા સાથે મળી અંદર બેઠા અને પ્રશાંતે બધા સાથે ડૉ.પટેલ અને શ્રીમતી પટેલની ઓળખ કરાવી અને બોલ્યો કે ડૉ.પટેલનો પૂત્ર રોહન અને હું બન્ને સાથે અભ્યાસમાં હતા અને અમે બન્ને ખુબ ગાઢ મિત્ર પણ છીએ.

પછી થોડી વાતચિત બાદ નિકિતા બોલી , “પ્રશાંત તું અમને બધાને અહી શા માટે લાવ્યો છે હવે એ તો બતાવ.હું તો ક્યારની એ જ વિચારમાં છું કે તુ શું સરપ્રાઇઝ આપવા અમને અહી લાવ્યો છે.” બોલતા બોલતા નિક્કી હસી પડી અને હાસ્યનું મોજુ હૉલમાં છવાઇ ગયુ.

ત્યાં ઓચિંતી નિકિતા બાજુના રૂમમાંથી કોઇકને આવતા જોઇ આશ્ચર્યચકિત બની ઊભી થઇ ગઇ.ત્યાં વિકાસનું ધ્યાન તે બાજુ જતા જોયુ કે સચિન અને ભાર્ગવ બન્ને એ રૂમમાંથી હૉલમાં પ્રવેશે છે,આ જોતા જ વિકાસ અને બાદમાં રાજેશ્વરી દંગ બની ઊભા જ રહી ગયા.

નિકિતા,વિકાસ અને રાજેશ્વરી એ જોયુ કે ભાર્ગવ અને સચિન ડો.અશ્વીન પટેલ સાથે ઉભા હતા.નિકિતા દોડીને રડતા રડતા ભાર્ગવ અને સચિનને ભેટી પડી ઘણો સમય તે રડતી જ રહી.તેને એ સમજ ન આવતી હતી કે આનંદ ના આવેશમાં આવી રડે છે કે પછી દુઃખના આવેશમાં....રડતા રડતા જ તે બોલી ઊઠી , “બેટા આ બધુ શું છે?તમે બન્ને તો........ અને આજે તમે બન્ને હયાત મારી નજર સામે છો.આવુ કઇ રીતે શક્ય છે?વિકાસ હું ક્યાંક સ્વપ્નમાં તો નહી સરી પડી ને??? સચિન , “મમ્મી ઓ મમ્મી તુ કોઇ સ્વપ્નમાં નથી.અમે બન્ને સાચે જ હેમખેમ તારી સામે ઊભા છીએ.તારે દુઃખી થવાની કોઇ આવશ્યકતા નથી. ભાર્ગવ , “હા,મમ્મી,તારી નજર સામે તારા જ સંતાન ઊભા છે,ઇટ્સ નોટ અ ડ્રીમ મોમ,ઇટ્સ ટૃ. નિકિતા વિકાસ અને રાજેશ્વરી પાસે જઇ આનંદના આવેશમાં જઇ કહે છે , “વિકાસ મારા ભાર્ગવ સચિન હયાત છે,રાજેશ્વરી મારા સચિન ભાર્ગવ હયાત છે.ટુડે આઇ એમ સો હેપ્પી.આજે ભગવાને બધુ મને આપી દીધુ.હવે મારે કંઇ ન જોઇએ.”વારે વારે તે સચિન અને ભાર્ગવને હેતથી ચુંબન કરી લે છે અને ભેટી પડે છે.તે એ પણ ભૂલી જાય છે કે તે અત્યારે ડૉ.પટેલના ઘરે છે.

ઓચિંતુ જ નિકિતા ગંભીર બની સચિન અને ભાર્ગવને બાજુમાં બેસાડે છે અને પૂછ્યુ કે , “બેટા તમે બન્ને તો હયાત જ છો,તો પછી પેલી લાશ કે જેને અમે સુચક અગ્નિ સંસ્કાર આપ્યા તે બધુ અને તમારી કારનો અકસ્માત એ બધું શું હતુ??” રાજેશ્વરી અને વિકાસની આંખમાં પણ એ જ સવાલો દેખાઇ રહ્યા હતા. સચિન વિકાસ અને નિકિતાને પગે પડ્યો અને બોલ્યો , “મોમ પાપા,તમને બન્નેને આટલુ દુ:ખ પહોચાડવા બદલ હુ તમારી માફી માંગુ છુ બની શકે તો તમારા આ દીકરાને માફ કરજો.” વિકાસે સચિનને ઉભો કરીને ભેટી પડતા કહ્યુ, “માફી ! બેટા શેની માફી? તુ જરાક આખી વાત તો અમને કર.” “મમ્મી, ડાયરીમાં મારા પત્રમાં જણાવ્યા મુજબ ભાર્ગવભાઇને સમજાવ્યા બાદ તેમણે પ્રશાંતને વાત કરીને બોલાવ્યો અને અમે ત્રણેયે સાથે મળીને તમને લોકોને સાચા રસ્તા પર લઇ જવા માટે આ પ્લાન બનાવ્યો.પ્લાન પરફેકટ બને તે માટે અમે ડો.અશ્વીન પટેલને પણ સાથે લીધા.અમારા પ્લાન મુજબ અમે ત્રણેય સાથે ફરવા નીકળ્યા અને સુરતથી આગળ હાઇ વે પર અકસ્માતનુ નાટક કર્યુ.ડો.અશ્વીન પટેલે બે લાવારીસ મૃતદેહોને તમારી સમક્ષ ભાર્ગવ અને સચિન તરીકે રજુ કર્યા.પ્રશાંતને ખોટા ખોટા પાટા બાંધ્યા.અમે અહી ડો.અશ્વીન પટેલના ઘરે જ હતા.થોડા સમય પછી મારી ડાયરી સ્નેહા દ્રારા મારા રૂમમાં પહોચાડી.મમ્મી તને ખ્યાલ હશે કે તને ડાયરી મળી તેના બે દિવસ પહેલા જ સ્નેહા આપણા ઘરે મારા ખબર અંતર પુછવા આવી હતી તેને મે જ મોકલી હતી અને છાનીમાની મારો રૂમ જોવાને બહાને ડાયરી મુકી આવી.સ્નેહા મારી ફ્રેન્ડ છે અને અમારા પ્લાનમાં જોડાયેલી છે.” મમ્મી,પાપા,મામી હું ખરેખર દિલથી સોરી કહુ છું તમને ,પણ જો હું તમને સાચા રસ્તે ન વાળત તો તમે આ ખોટા માર્ગે ચાલતા જ જાત અને તેના પરિણામ ભવિષ્યમાં કોઇ ના કોઇ સ્વરૂપે આપણે ભોગવ્યે જ પાર થાત.કુદરતની લાઠી મા અવાજ નથી હોતો અને તે લાઠી જ્યારે આપણે પડે છે ત્યારે આપણી હાલત બહુ ખરાબ થાય છે.સાચુ ને મમ્મી???” નિકિતા , “હા બેટા,તે આજે અમને બહુ મોટો પાઠ ભણાવ્યો છે.તુ ક્યારે આટલો મોટો થઇ ગયો તેની મને તો ખબર જ ન પડી.વિદેશમાં અભ્યાસ કરનારા મારા પૂત્રોને ભારતિય સંસ્કૃતિ વિષે આટલો બધો ખ્યાલ હશે તેનાથી હું એકદમ અજાણ જ હતી.”

વિકાસ , “હા બેટા માફી તારે નહી અમારે માંગવાની જરૂર છે તે તો એક સારુ કાર્ય કર્યું છે અમને સાચો રાહ દેખાડયો છે.અમારે તો તારો આભાર માનવો જોઇએ.તારી યાદમાં અમે બન્ને અને ખાસ તારી મમ્મી તો જાણે જીવતી લાશ બની ગઇ હતી.એક એક પલ તેના માટે એક એક યુગ જેવી હતી.તારો પત્ર વાંચતા જ તેણે અને મે રાજેશ્વરીની માંફી માંગી અને તેના પૈસા અને આપણા જીવનમાં તેનુ જે સ્થાન હતુ એ બધુ તેને પરત આપી દીધુ છે,બસ એ જ વિચારમાં કે તને ખરા અર્થમાં શ્રધ્ધાંજલી આપીએ.” ડો.પટેલ ,”વિકાસ અને નિકિતા મેડમ , સોરી ફોર વૉટેવર આઇ ડીડ વીથ યુ.પ્રશાંત સચિન અને ભાર્ગવ જ્યારે મારી પાસે આ પ્રસ્તાવ લઇને આવ્યા હતા ત્યારે પહેલા તો મે ના જ કહી દીધી હતી પણ સંપૂર્ણ હકિકત સાંભળ્યા બાદ અને મારા પૂત્ર રોહનના આગ્રહવશ મે તેમને સાથ આપ્યો અને આજે મારા જ કહેવાથી આ લોકોએ આ રહસ્ય પરથી પર્દો ઉઠાવ્યો છે.કેમ કે હું પણ આખરે એક પિતા છું અને મને પણ સંતાનની જુદાઇ શું છે તે ખ્યાલ છે એટલે જ તમને બન્નેને બહુ અંધારામા ન રાખવા મે જ આ લોકોને સલાહ આપી.” નિકિતા , “સર તમે તો એક નેક કામમાં આ લોકોને સાથ આપ્યો છે તેમા દિલગીરી થવાની જરૂર નથી.જે થયુ તે પણ સારૂ જ થયુ છે અને જે અત્યારે થયુ તે પણ સારૂ જ થયુ છે.આજે મારા જીવનમાં એક મોટો તહેવાર હોય તેવી આનંદની અનુભૂતિ મને થાય છે.સો લેટ્સ સેલિબ્રેટ....” શ્રીમતી પટેલ , “નિકિતા બેન તમારે અહી જ મારા ઘરે સેલિબ્રેશન કરવાનુ છે.આજે તમને લોકોને જમ્યા વિના તો નહી જ જવા દઉ.તમે તમારા સંતાનો સાથે અહી બેસો અને વાતો કરો હું હમણા જ લન્ચ ની તૈયારી કરી લઉ છું.” નિકિતા , “અરે બહેન તમે કેમ હેરાન થાઓ છો?” હજુ તો નિકિતા આગળ કાંઇ બોલે તે પહેલા જ શ્રીમતી પટેલ બોલી ઉઠ્યા ,”મને બહેન કહી તો શું બેન ના ઘરે આવ્યા છો તો જમ્યા વિના જશો???” નિકિતા ,”ઓ.કે. અમે લોકો જમીને જ જશું.તમારા પ્રેમ અને આગ્રહને માન આપીએ છીએ.” રાજેશ્વરી ,”નિકિતા તું બેસ સચિન ભાર્ગવ પાસે,હું અને મીસીસ પટેલ બન્ને સાથે મળી લન્ચ તૈયાર કરી લઇએ.ચાલો હું તમને હેલ્પ કરાઉ.” આમ કહી મીસીસ પટેલ અને રાજેશ્વરી કિચનમાં લન્ચ બનાવવા ગયા અને ડો.પટેલ હોસ્પિટલે એક અર્જન્ટ કેઇસ આવતા નીકળી ગયા.નિકિતા અને વિકાસ તથા તેમના સંતાનો અને પ્રશાંત બેસી સુખ દુઃખની વાતોએ વળગ્યા...

વધુ આવતા અંકે...........