Trushna : Part-11 books and stories free download online pdf in Gujarati

તૃષ્ણા , ભાગ-૧૧

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

તૃષ્ણા

વિષય : નવલકથા

પ્રકરણ : 11

નિકિતા અને વિકાસનો પશ્ચાતાપ

વિકાસ અને નિકિતા ઉત્તાવળે દોડતા કાર લઇ નીકળી ગયા.રસ્તામાં વિકાસ અવારનવાર કોઇકને ફોન કરતો હતો પણ કોઇપણ કારણસર ફોન લાગતો ન હતો અને વિકાસ ખુબ ચિંતિત દેખાતો હતો.વિકાસને આમ બેબાકળી હાલતમાં જોઇ નિકિતાએ તેને પૂછ્યુ,”તમે કાંઇક બોલશો પ્લીઝ,શું થયુ છે અને આમ આપણે ક્યાં જઇ રહ્યા છીએ? મને કાંઇ સમજ નથી પડતી કે આટલી ઝડપે ગાડી ચલાવી તમે ક્યાં જઇ રહ્યા છો? અરે વિકાસ કાંઇક બોલને પ્લીઝ. વિકાસના ચહેરા પર ખુબ દુઃખ અને ચિંતાના ભાવ હતા,તે દુઃખી હ્રદયે બોલ્યો , “નિક્કી,એક દુઃખદ ન્યુઝ છે.હમણા જ્યારે ઘરે ફોન આવ્યો હતો તે કોઇક અજાણ્યા વ્યક્તિનો હતો, અને તેણે એવા સમાચાર આપ્યા કે આપણા સંતાનો જે કાર લઇ ફરવા નીકળ્યા હતા,તે કારનો અકસ્માત થયો છે અને કારમા બેઠેલા લોકોની હાલત અત્યંત ગંભીર છે. “શું બકે છે વિકાસ??? કહી દે આ વાત ખોટી છે.અરે,હજુ તો તેઓ ગયા તેને બે કલાક પણ માંડ થઇ છે અને તુ એમ કહે છે તેનો અકસ્માત થયો છે??? ઇમ્પોસિબલ........અને તું પણ કોઇ અજાણ વ્યકિતની વાત માની આમ દોડતો નીકળી ગયો છે.આ વાત ખોટી જ હશે.” નિકિતા ચિંતિત અવાજે બોલી. “નિક્કી જે વ્યકિતનો કૉલ આવ્યો હતો તેણે આપણી કારના નંબર આપ્યા અને એ પણ કહ્યુ કે તેણે મારા નંબર અંદરથી ફંગોળાયેલા વ્યકિતના ફોનમાંથી મેળવ્યા છે.આટલુ બધુ તો કોઇ ખોટુ ન હોઇ શકે ને નિક્કી.હું પણ એ જ વિચારુ છુ કે આ વાત કદાચ ખોટી હોય,ભગવાન કરે કે આ ન્યુઝ ખોટા હોય અને આપણા સંતાનો સહી સલામત હોય.” વિકાસ ગમગીન થઇ બોલ્યો.

નિકિતાએ આ બધુ સાંભળી તરત જ પોતાનો ફોન લઇ ભાર્ગવને કૉલ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેનો ફોન ઓફ આવતો હતો.ત્યાર બાદ તેણે સચિન અને ત્યાર બાદ પ્રશાંતને કૉલ કર્યા પણ બધાના ફોન ઓફ જ હતા.હવે નિકિતાને પણ શંકા થઇ કે ક્યાંક આ વાત સાચી ન નીકળે.અને તે પોતાના મન પરથી કાબુ ગુમાવી અને રડવા લાગી. વિકાસે તેને શાંત કરવાનો પ્રયત્ન કર્યો પણ તેના તમામ પ્રયત્નો વ્યર્થ રહ્યા અને નિકિતા બસ રડયા જ રાખી ત્યાં થોડીવારમાં બન્ને અકસ્માતના સ્થળે પહોંચી ગયા.ત્યાં જઇ જોયુ તો કાર આખી સળગી જ ગઇ હતી.કારની હાલત જોઇને તો એમ જ લાગતુ હતુ કે કારની અંદર બેઠેલા કોઇ જીવતા નહી હોય. કારની આવી હાલત જોઇ નિકિતા જોર જોર થી રડી પડી.વિકાસે તેને શાંત રહેવા કહ્યુ પણ તે પોતાના હોંશમાં જ ન હતી.વિકાસે રસ્તામાંથી જ તેના ભાઇ ભાભીને આ વાત કહી રાખી હતી એટલે તેઓ પણ ત્યાં આવી ગયા.તપાસ કરતા માલૂમ પડ્યુ કે કારની અંદર રહેલા લોકોને સુરત શહેર હોસ્પિટલમાં લઇ જવામા આવ્યા છે. તરત જ ચારેય જણા હોસ્પિટલ જવા નીકળી ગયા.આખા રસ્તે નિકિતા રડતી જ રહી.હોસ્પિટલે પહોચતા જ વિકાસ અને તેના ભાઇએ પૂછપરછ કરી તરત જ ત્યાં ગયા.ઑપરેશન થિએટર પાસે પહોચ્યા.ત્યાં પોલિસ પણ આવી ગઇ હતી.બન્નેએ પોતાની ઓળખાણ આપી અને તેના સંતાનોના ખબર અંતર પૂછ્યા.ઇન્સપેક્ટર વર્માએ તેને ઘટના સ્થળની વિગત આપતા કહ્યુ કે “તમારા સંતાનોની કાર ખુબ જ ઝડપે ચાલી રહી હતી,ત્યાં પાછળથી આવતા ટ્રકે ગાડીને ઠોકર મારી.ઠોકર લાગતા જ કાર ખુબ જ ઝડપથી ચાલતી હોવાથી દૂર ફંગોળાઇ ગઇ અને દુઃખી હ્રદયે તમને કહેવુ પડે છે કે કાર સળગી જતા ડ્રાઇવ કરનાર અને પાછળ બેઠેલ એ બે યુવાનો તો ઘટના સ્થળે જ સળગીને મૃત્યુ પામ્યા છે અને આગળ બાજુમાં બેઠેલ યુવાનની કારનું ડૉર ખુલી જતા તેનો દૂર ઘા થયો અને હાલ તે બેભાન અવસ્થામાં છે અને હાલ તેની સારવાર ચાલુ છે.” આ સાંભળી વિકાસ,નિકિતા અને તેના ભાઇ-ભાભીના પગ નીચેથી તો જાણે જમીન સરકી ગઇ.નિકિતા તો ત્યાં જ બેભાન થઇ ઢળી જ પડી.અને પ્રશાંતની મમ્મી પણ રડવા લાગી.એક નર્સે નિકિતાને ઊંચકી અંદર સુવડાવી અને તેને થોડુ પાણી આપી સ્વસ્થ કરી. નિકિતાને હોંશ આવતા જ તે વિકાસ સામે જાણે લડી જ પડી હોય તેમ બોલી , “હું ના કહેતી હતી ને કે એકલા ન જાઓ તો પણ ત્રણેય ભાઇઓ એકલા ગયા અને વળી તમે પણ તેનો સાથ આપ્યો અને એકલા જવાની રજા આપી દીધી.હવે જુઓ આ શું થયુ? વિકાસ મારે મારા બન્ને સંતાનો સ્વસ્થ હાલતમાં જોઇએ.હું કાંઇ ન જાણું.દુનિયાના સારામાં સારા અને નિષ્ણાંત ડોક્ટરને બોલાવી લેવાનું કહો પણ મારે મારા બન્ને પૂત્રો જોઇએ એટલે જોઇએ જ,આટલુ બોલતા નિકિતા વિકાસને વળગી ખુબ રડી. ત્યાં ઇન્સપેક્ટર વર્મા આવ્યા અને કારમાંથી દૂર ફંગોળાયેલ યુવાનના કપડા અને તેનો ફોન આપી ગયા.ફોન અને કપડા જોઇ નિકિતા,વિકાસ અને તેના ભાઇ ભાભી ચોંકી ગયા કેમ કે તે ફોન અને કપડા તો પ્રશાંતના હતા. આ જોઇ વળી નિકિતા બોલી, “આ શક્ય જ નથી.પ્રશાંત તો કાર ડ્રાઇવ કરતો હતો તો તે કઇ રીતે.............??? તે આગળ ન બોલી શકી.

ત્યાં તો ઓપરેશન થિએટરમાંથી ડોકટરને બહાર આવતા જોઇ બધા તેની તરફ ગયા અને ડોક્ટરને પ્રશાંતના હાલ પૂછ્યા.ડોક્ટરે કહ્યુ કે દર્દી હવે આઉટ ઓફ ડેન્જર છે.હાથ અને પગમાં ફેક્ચર છે,અને થોડી સામાન્ય ઇજાઓ થયેલી છે પણ ચિંતા જેવુ નથી.હાલ તે બેભાન અવસ્થામા છે,આ અકસ્માત જોઇ તેને શાયદ આઘાત લાગ્યો છે તેથી તે બેભાન અવસ્થામાં છે અને તેને ચાર થી પાંચ કલાક બાદ હોંશ આવી જશે.પણ બીજા બે યુવાનોનુ તો ઘટના સ્થળે જ મૃત્યુ થયેલ છે.કારનો અકસ્માત જ એ રીતે થયો કે સચિન અને ભાર્ગવ બન્ને બહાર નીકળી જ ન શક્યા અને કારની સાથે સાથે બન્નેની બોડી સળગી ગઇ.માત્ર તેના શરીરના અવશેષો મળ્યા છે તેની ઓળખાણ તમારે કરવાની છે.આ તો પ્રશાંતના લક સારા કે તેની બાજુનુ કારનું ડોર ખુલી ગયુ અને તે દૂર ફંગોળાઇ ગયો નહી તો તેનુ પણ બચવુ મુશ્કેલ જ હતુ.” નિકિતા અને વિકાસની હાલત બહુ કફોળી બની ગઇ હતી તેના ભાઇ અને ભાભીએ તેને આશ્વાસન આપ્યુ અને ચારેય સાથે સચિન અને ભાર્ગવના શરીરની ઓળખ માટે ગયા.ત્યાં ડોક્ટરે નિકિતાને તો અંદર આવવાની જ ના કહી,માત્ર વિકાસ અને તેનો ભાઇ અંદર ગયા.

વિકાસ અને તેનો ભાઇ બન્ને મ્રુતદેહોની હાલત જોઇ ડઘાઇ ગયા.મૃતદેહોમાં શરીર જેવુ તો કાંઇ હતુ જ નહી,માત્ર હાડમાંસના લોચા અને શરીરના અવશેષો જ બચ્યા હતા.આટલી ગંભીર રીતે તેમનો અક્સ્માત થયો,તે જોઇ ઘડીક વાર માટે તો વિકાસ અને તેનો ભાઇ પણ સ્તબ્ધ બની ગયા.વિકાસ પણ તેના મન પરથી કાબુ ગુમાવી બેઠો અને તે જોર જોરથી રડી પડ્યો.ડોક્ટર અને વિકાસના ભાઇએ સાથે મળી તેને શાંત રાખ્યો અને તેને બહાર લઇ આવ્યા. વિકાસને આવતો જોઇ અને તેની આવી હાલત જોઇ નિકિતા દોડી આવીને તેને વળગી પડી અને બોલી ,”વિકાસ,શુ થયુ મારા બન્ને દીકરાઓને? મને જોવા દે તેને પ્લીઝ.ડોક્ટર કેમ મને અંદર આવવા દેતા નથી? મને એકવાર તો મારા વહાલા દીકરાઓને જોવા દે,મને છેલ્લી વાર તો નિહાળવા દે મારા લાડકવાયા સંતાનોને.....વિકાસ એ વિકાસ તું કાંઇક તો બોલ.......વિકાસ ઓ વિકાસ........

નિકિતાની આવી હાલત અને તેના આટલા બધા પ્રશ્નોથી વિકાસની ધીરજ ખુટી પડી,તે નિકિતાને પકડી અને બોલ્યો , “નિક્કી આપણા બન્ને સંતાનો હવે આ દુનિયામાં રહ્યા નથી.તે ભગવાન પાસે જતા રહ્યા છે.અને આપણે એટલા કમનસિબ છીએ કે તેના મૃતદેહને પણ ઓળખી શકવા જેવા રહ્યા નથી.નિક્કી,તેના શરીરના માત્ર કટકા અને હાડમાંસના લોચા જ રહ્યા છે,બાકી તેને ઓળખવા અને તેના અંતિમ દર્શન કરવા એ પણ આપણા નસિબમાં નહી હવે......” આટલુ બોલતા જ બન્ને ભેટી રડી પડ્યા.વિકાસના ભાઇ-ભાભી તેને હોસ્પિટલના વેઇટીંગ રૂમમાં લઇ ગયા અને ત્યાં બન્નેને બેસાડી શાંત કરવાનો પ્રયત્ન કર્યો પણ બધુ વ્યર્થ....નિકિતાની હાલત જોઇ શકાય તેમ ન હતી.આક્રંદ અને ચોધાર આંસુઓથી તે પોતાના બન્ને પૂત્રોને પોકારતી હતી,પણ કમનસિબે સચિન અને ભાર્ગવ હવે તેનો અવાજ સાંભળી શકે તેમ ન હતા.

પ્રશાંતને પાંચ કલાક બાદ હોંશ આવતા બધા તેને મળવા આવ્યા.ડોક્ટરે તેના માતા-પિતા અને નિકિતા-વિકાસને આ અકસ્માત બાબતે વાત કરવાની ખાસ મનાઇ કરી હતી.પ્રશાંત તેના મમ્મી પપ્પા અને કાકા કાકીને જોઇ રડી પડ્યો અને એના પપ્પાને ભેટી પડ્યો અને બોલ્યો,પાપા આઇ એમ સોરી,ભાર્ગવે ખુબ જ જીદ કરી એટલે મે તેને કાર ડ્રાઇવ કરવા આપી અને આ બધુ બની ગયુ.પપ્પા સચિન અને ભાર્ગવ ક્યાં છે? પ્રશાંતની વાત સાંભળી વિકાસની આંખમાં આંસુ આવી ગયા પણ તેણે પોતાના આંસુઓને રોકી કહ્યુ , “બેટા,તુ બહુ વાતો ન કર,જસ્ટ આરામ કર.એ બન્ને પણ ઠીક છે.અને હવે તે ગોજારા અકસ્માતને યાદ કરી તારી તબિયત પર ખરાબ અસર થવા ન દે.ચલ હવે સુઇ જા.અમે અહી જ છીએ.”તેમ કહી નિકિતા અને વિકાસ બહાર આવ્યા. બહાર આવી જરૂરી કાર્યવાહી કરી,સચિન અને ભાર્ગવના શરીરના અવશેષોને ઘરે લઇ જવા તેઓ રવાના થયા.વિકાસે તેના ભાઇ ભાભીને પ્રશાંત પાસે રોકાવા જ કહ્યુ હતુ.અને તે બન્ને તેના વહાલસોયા સંતાનોના શરીરના અવશેષો સાથે એમ્બ્યુલન્સમાં નીકળ્યા. ઘરે આવ્યા અને તમામ નોકરો તથા રાજેશ્વરીને આ વાતની ખબર પડતા બધા સ્તબ્ધ બની ગયા.રાજેશ્વરી પણ બહુ દુઃખી થઇ.વિકાસ તેના ભાઇ તથા બીજા નજીકના સગા સબંધીઓએ સાથે મળી સચિન અને ભાર્ગવના શરીરના અવશેષોને સુચક અગ્નિ સંસ્કાર આપ્યો.નિકિતા બસ હવે આખો દિવસ બન્ને પૂત્રોની યાદમાં ગમગીન બની બેઠી રહેતી.તેને હવે કોઇ પણ પ્રકારના વૈભવ વિલાસ કે મોજ શોખ ગમતા ન હતા.વિકાસની જીદને કારણે તે બે ટંક થોડુ જમી લેતી,બાકી તેને હવે તેના શરીરનું કાંઇ ભાન રહ્યુ જ ન હતુ. રાજેશ્વરીને પણ સચિન અને ભાર્ગવના આમ અકાળે અવસાનથી બહુ દુઃખ થયુ હતુ.તેને પોતાના કોઇ સંતાનો તો હતા નહી,તે તો નિકિતાના પરિવારને જ પોતાનો પરિવાર માનતી હતી,એટલે તે પણ બહુ નિરાશ હતી.તેણે નિકિતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ નિકિતા તો શોકમાં ગરકાવ થઇ ગઇ હતી.તે કાંઇ પણ સમજી શકવાના હોંશમાં ન હતી.

આખો દિવસ નિકિતા સચિન અને ભાર્ગવના રૂમમાં જ રહેતી અને તેની એક એક વસ્તુઓને લઇ તેને યાદ કરતી રહેતી અને બસ રડે જ રાખતી.વિકાસે તેને ખુબ સમજાવી પણ નિકિતા માનતી જ ન હતી.તે ધીમે ધીમે ડીપ્રેશનમાં ગરકાવ થવા લાગી હતી.વિકાસ પણ તેની આ હાલત જોઇ ચિંતામાં હતો કે હએ નિકિતાનુ શું કરવુ? રાજેશ્વરીને પણ નિકિતાની આવી સ્થિતિ જોઇ દયા આવતી હતી.

એક દિવસ નિકિતા સચિનના રૂમમાં તેનુ ડ્રોઅર સાફ કરતી હતી ત્યાં તેને ડ્રોઅરમાંથી સચિનની ડાયરી મળી.સચિનને ડાયરી લખવાની ટેવ હતી.તે તેના જીવનના સારા નરસા બનાવોને ડાયરીમાં ટપકાવતો તે નિકિતાને ખબર જ હતી પણ તેણે ક્યારેય તેની પર્સનલ ડાયરી વાંચી ન હતી.આજે જ્યારે તે હયાત નથી તો તેની યાદમાં નિકિતાએ ડાયરી વાંચવાનુ શરૂ કર્યુ.નિકિતા જેમ જેમ ડાયરી વાંચતી જતી હતી તેમ તેમ તેના આંખમાંથી આંસુઓ વહે જ જતા હતી.ડાયરીમાં તેણે અમૂક એવી ઘટનાઓ અને પ્રસંગોને લખ્યા હતા એ જાણી નિકિતાને થયુ કે તે સચિનને ક્યારેય સમજી જ શકી નથી. થોડા પેજ વાંચ્યા બાદ એક પેઇજ પર એવુ લખેલુ હતુ કે “મમ્મી ઇટ્સ જસ્ટ ફોર યુ.”આવુ ટાઇટલ વાંચી નિકિતા થોડી વાર વિચારે ચડી કે આવું સ્પેશીયલી સચિને મારા માટે શું લખ્યુ હશે? તેણે જિજ્ઞાશા અને કુતુહલવશ તે વંચવાનુ શરૂ કર્યુ.

પ્રિય મમ્મી, તારા દીકરાના વહાલ, મમ્મી મને ખબર જ છે કે તુ મારી અંગત ડાયરી ક્યારેય વાંચતી જ નથી પણ હુ આ પત્ર તને એટલા માટે લખુ છું કે ક્યારેક તું આ પત્ર વાંચે અને તને એક વિનંતી જરૂરથી કરીશ કે જ્યારે પણ તારા હાથમાં આ ડાયરી આવે તુ આ પત્ર ને જરૂર વાંચે.ખાલી વાંચતી જ નહી પણ આ પત્રની એક એક વાતને બને તો સમજવાનો પ્રયત્ન કરજે.પછી દિલથી વિચારજે કે હું જે કહુ છુ તે યોગ્ય છે કે નહી? અને પછી તારા નિર્ણય પર પહોચજે. મારી વહાલી મમ્મી મને ખબર છે કે તુ અમને બંન્ને ભાઇઓને ખુબ જ પ્રેમ કરે છે.માતાનો પ્રેમ કયારેય માપી શકાતો નથી.અમે બંન્ને તારી આઁખના રતન છીએ.એમાંથી કોઇને પણ કાંઇ પણ થાય તો તને દુ:ખ થવાનુ જ છે.તારા માટે અમે બંને સમાન છે અને તારો પ્રેમ પણ અમારા બંન્ને માટે સમાન જ છે. જેમ અમે તારા સંતાનો છીએ એમ આપણે બધા પરમકૃપાળુ પરમાત્માના સંતાનો છીએ.તેઓ આપણી માતા અને પિતા બંન્ને છે.આપણે તેમની આઁખના રતન છીએ જેમ તુ અમને બંન્ને એકસરખો જ પ્રેમ કરે છે એમ આપણા પિતા એવા પરમાત્મા આપણે બધાને એકસમાન પ્રેમ કરે છે.ઇશ્વર માટે તેમના બધા સંતાનો એકસમાન જ છે.કોઇ ગરીબ કે તવંગર નથી.તેમના માટે કોઇ ઉંચુ કે નીચુ નથી.આ દુનિયામાં આપણે સૌ કોઇ આપણા કર્મના બંધન પુર્ણ કરવા માટે આવ્યા છીએ.કર્મના બંધન પુર્ણ થતા આપણે સૌ છેવટે ઇશ્વર તરફ ગતિ કરી જઇશુ. ગરીબ-ધનવાન, ઉચ-નીચ, મોટા-નાનાનો ભેદભાવ તો આપણા સમાજે બનાવ્યા છે.ઇશ્વર માટે આવા કોઇ પણ પ્રકારના વર્ગ નથી.આ દરેક વર્ગમાં રહેલા દરેક જીવ ઇશ્વરને એક સરખા જ વહાલા છે.ઇશ્વરે આપણને ઉચ્ચ વર્ગમાં અઢળક સંપત્તિ સાથે જન્મ આપ્યો તે ઇશ્વરની આપણા પરની અસીમ કૃપા છે.પરંતુ તેનો મતલબ એમ નથી કે આપણે કોઇ પર અત્યાચાર ગુજારીએ કે આપણા પાસે રહેલી તુચ્છ સંપત્તિનુ મિથ્યાભિમાન રાખીએ.સંપતિ,પૈસો,સત્તા એ તો આજે છે અને કાલે નથી.આ બધુ અહી જ છોડીને ખાલી હાથે જવાનુ છે તો તેનુ અભિમાન શાનુ? અને ખોટુ અભિમાન રાખીને કોઇ પર અત્યાચાર ગુજારવાથી કે કોઇને અન્યાય કરવાથી કે કોઇને સારા કાર્ય કરતા રોકવાથી ઇશ્વરને અપાર દુ:ખ થાય છે.તેના જ સંતાનને તેના બીજા સંતાન દ્વારા દુ:ખ પહોચાડવાથી ઇશ્વરને અસહ્ય દુ:ખ થાય છે.ઇશ્વર આપણા માતા પિતા છે ત્યારે એક સંતાન થઇને માતા-પિતાને શા માટે દુ:ખ પહોચાડવુ જોઇએ? માં તુ તો સમજુ છો તેને હવે ખબર પડી ચુકી હશે કે મારો ઇશારો કઇ તરફ છે. મા.......હું રાજેશ્વરી મામીની વાત કરુ છું.રાજેશ્વરી મામી એ મને તેની સાથે થયેલુ બધુ કહ્યુ ત્યારે મને ખુબ જ દુ:ખ થયુ.મને ઘડી વાર તો એ વાત માનવામાં જ ન આવી કે મારી માતા આવુ ખોટુ કામ કરે.એક માં તરીકે મને તારા પર ખુબ જ ગર્વ હતો અને તારા પર અપાર લાગણી હતી.મામીની વાત સાંભળીને મારી આઁખમાં આંસુ આવી ગયા મારી માતા આવુ કરી શકે તે મારા માન્યામાં આવતુ જ નહોતુ.મમ્મી મે જોયુ કે તારા પર સંપત્તિ,સત્તાનુ એવુ મોટુ અભિમાન છે કે હુ તને સમજાવવા આવુ તો તુ કાંઇ પણ સમજી શકવાના હોંશમાં ન હતી.ઉલટાની તુ મને તારા રસ્તા પર ચાલવા પર દબાણ કરે.આથી મે તને કોઇ વાત કરી નહી.પરંતુ ભાર્ગવભાઇને સમજાવ્યા પહેલા તો તે કાંઇ પણ માન્યા નહી પરંતુ ધીરે ધીરે તે પણ સમજી ગયા.અમને કાંઇ સુંઝતુ નથી કે તને અને પપ્પાને અમે કંઇ રીતે સમજાવીએ? તેથી આજે હુ આ પત્ર લખી રહ્યો છું.મને એ વાતનો ખ્યાલ છે કે કદાચ હું કે ભાર્ગવ તને સમજાવવા આવીએ તો તું અને પપ્પા અમારા પર નાહક ગુસ્સો કરો,એટલે જ મે મારા મનની વાત આ ડાયરી મા લખી અને મારા હ્રદયનો ભાર જરા ઓછો કરવાનો પ્રયત્ન કર્યો છે. જો તને મારી ભાવના અને લાગણી સમજી શકાતી હોય તો તુ મામીને ન્યાય આપજે અને જે સત્ય હોય તેનો સાથ આપજે,તેનાથી આપણા સૌના પાલક માતા-પિતા એવા કૃપાળુ પરમાત્મા આપણા પર રાજી થશે.કાલે આપણે બધાએ આ બધુ છોડીને જ જવાનુ છે અને જ્યારે આપણે આ દુનિયા છોડશું ત્યારે પૈસા,સંપતિ આ કંઇ આપણી સાથે નહી આવે,માત્ર આપણા સારા કાર્યો જ આપણી સાથે આવવાના છે,તો પૈસા,ધન,સંપતિ આ બધાનો મોહ છોડીને મામીના સારા કાર્યમાં ભાગીદાર બનજે.મમ્મા મારી પ્યારી મમ્મા પ્લીઝ જો તુ મને સાચો પ્રેમ કરતી હોય તો મામીને સહયોગ આપજે. કોઇક દિવસ જરૂર આ ડાયરી તારા હાથમાં જરૂર આવશે એવી સાથે..........

તારો વહાલો પુત્ર

સચિન પત્ર વાંચીને નિકિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડીને કયાંય સુધી રડતી જ રહી.તેને પોતાની સામે સચિનની તસવીર દેખાઇ જેમા જાણે તે બે હાથ જોડીને વિનંતી કરતો હોય મમ્મી ઓ મારી વહાલી મમ્મી, મામીને ન્યાય આપજે તેવો એને ભાસ થયો.ફરી નિકિતા મોટે મોટેથી રડવા લાગી તેનો રડવાનો અવાજ સાંભળીને વિકાસ તથા રાજેશ્વરી ઉપરના રૂમમાં આવ્યા.

વિકાસ , “શું થયુ નિક્કી? ઓચિંતી કેમ રડે છે આમ?” નિકિતા કાંઇ બોલી ન શકી તેણે માત્ર વિકાસને ડાયરી વાંચવા માટે આપી.સચિનનો પત્ર વાંચી વિકાસ પણ ગળગળો બની ગયો.તેને પણ સચિનની સાચા હ્રદયની આજીજી સ્પર્શી ગઇ તે પણ રડવા માંડયો.

“નિકિતા,વિકાસ શું થયુ?તમે બન્ને આમ કેમ રડો છો?”રાજેશ્વરીએ પુછ્યુ.

તો પણ બન્ને રડે જ જતા હતા.રાજેશ્વરી એ બન્નેને પાણી આપ્યુ અને શાંત થવા કહ્યુ.કે તરત જ નિકિતા રાજેશ્વરીને પગે પડી ગઇ.આ જોઇ રાજેશ્વરી અચંભમા પડી ગઇ.તેણે નિકિતાને ઊભી કરી અને કહ્યુ,”નિકિતા કેમ આમ રડે જાય છે અને મારા પગે પડે છે?” નિકિતા એ માનપુર્વક રાજેશ્વરીનો હાથ પકડીને પલંગ ઉપર બેસાડી પછી તે નીચે બેસી ગઇને બે હાથ જોડીને તેની માફી માંગી.વિકાસે પણ બે હાથ જોડીને માફી માંગી પછી નિકિતાએ કહ્યુ, “બહેન, અમે તારી સાથે ખુબ જ અન્યાય કર્યો છે.ભલે તમે મારા ભાભી છો પણ આજથી હુ તમને બહેન જ કહીશ.તુચ્છ સંપત્તિ માટે અમે તારા પર અપાર અત્યાચાર ગુજાર્યો છે.તારા સત્કાર્યોની આડે આવી તારી સંપતિ પર મે ખરાબ નજર કરી તેનુ ફળ મને અને વિકાસને મળી ગયુ છે.તારુ દિલ દુભાવ્યુ તે બદલ કુદરતે મારી પાસેથી મારા આંખના રતન બન્ને પૂત્રને છીનવી લીધા છે.આજે મને મારી ભૂલનો એહસાસ થયો છે.બે હાથ જોડીને કહુ છુ બેન અમને માફ કરી દેજે.” આટલુ બોલતા નિકિતા ફરીથી રડવા લાગી એટલે રાજેશ્વરીએ તેના આઁસુ લુછયા અને પછી કહ્યુ, “બહેન બસ તમને પસ્તાવો છે એટલુ જ મારા માટે ઘણું છે.હવે વધારે કોચવાશો નહી.હુ તમને બન્ને ને દિલથી માફ કરુ છું.બસ મને મારૂ કાર્ય કરવા જવા દો.” “હા,બહેન સુખે થી જાઓ તમારા કામ માટે.હુ હમણા જ તારા પૈસા આપી દઉ છુ અને તમને સન્માનપુર્વક અમારા ઘરમાં સ્થાન આપુ છુ અને તમારા પ્રત્યેક કાર્યમાં હમેંશા અમારો સાથ રહેશે.તમારા પૈસા સાથે મારા ખાતામાં રહેલા તમામ પૈસા હુ તમને આપી દઇશ."

“નિકિતા તારો ખુબ ખુબ આભાર.મને હવે તમે કહીને ના બોલાવ તે મને બહેન કહી છે તો હવે તમે ના બોલજે.મને તો આવી કોઇ આશા પણ ન હતી કે,હું મારા કામને અંજામ આપી શકીશ કે નહી,પણ આજે હું ઇશ્વરનો ખુબ જ આભાર માનુ છુ કે તેણે મને દેવાંશની ઇચ્છા મુજબ કામ કરવાનો મોકો આપ્યો.મે તો જીવવાની આશા જ છોડી દીધી હતી.” “ના બહેન ના તારે તો લાંબુ આયુષ્ય ભોગવવાનુ છે.મૃત્યુની તો અમારા જેવા પાપીઓને જરૂર છે.ઇશ્વરે અમારા બંન્ને રતન તો લઇ લીધા અમારા પાપની સજા રૂપે હવે અમને પણ લઇ લે તો પાપનો બોજો ઓછો થાય આ પૃથ્વી પર.અમે તને ખુબ જ દુ:ખ પહોચાડ્યુ છે માટે ફરીથી માફી માંગીએ છીએ બની શકે તો માફ કરજે.” “અરે નિક્કી હવે નહી બસ આવુ ના બોલ “ રાજેશ્વરી આટલુ બોલીને નિકિતાને વળગી પડે છે. નિકિતા બીજે દિવસે બેંકે જઇને રાજેશ્વરીના નામનુ ખાતુ ખોલાવી તેના ખાતામાં બધી રકમ સાથે પોતાના એક કરોડ રૂપિયા પણ જમા કરાવી દે છે.પછી રાજેશ્વરીના બંન્ને સીમ કાર્ડ પણ ફરીથી ચાલુ કરાવીને તેનો મોબાઇલ ફરીથી ચાલુ કરાવી દે છે.

વધુ આવતા અંકે.............

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED