Trushna : Part-3 Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Trushna : Part-3

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

તૃષ્ણાવિષય : નવલકથા

પ્રકરણ : 3

એક દિવસ સાંજે રાજી પોતાના ચુલા પર રસોઇ બનાવતી હતી.ત્યાં નિકિતા અને દેવાંશ તેની પાસે આવીને ઉભા રહ્યા.થોડીવાર ઉભા રહ્યા બાદ નિકિતાએ પુછ્યુ,

“બહેન, તમારુ નામ શું છે?” અજાણ્યા માણસો આવ્યા અને આવી રીતે પુછ્યુ એટલે થોડીવાર સંકોચાઇને રાજીએ જવાબ આપ્યો, “રાજી” નિકિતાએ ફરીથી પુછ્યુ,

“બહેન, તમે અહીં એકલા જ રહો છો” ત્યાં જ રાજીનો નાનકડો દીકરો ભુખ લાગી છે એમ કરતો આવ્યો એટલે રાજીએ બીજા સંતાનો અને પોતાના નાનકડા ભાઇ બહેનોને ખાવાનુ પીરસ્યુ.નિકિતા અને દેવાંશ બધુ જોતા હતા.ત્યાં રાજીની માતા કડવીબહેન મજુરીકામેથી પાછા આવ્યા એટલે રાજીએ તેમને પણ જમવાનુ પીરસ્યુ અને માં દીકરીએ સાથે જમી લીધુ. બધા જમતા હતા એટલે નિકિતા અને દેવાંશ રેલ્વે સ્ટેશન પર એક ચક્કર મારીને પરત આવ્યા. નિકિતાએ કડવીબહેનને જે.શ્રી.કૃષ્ણ કહ્યા.કડવીબહેને પણ તેઓને જે.શ્રી.કૃષ્ણ કહ્યા.કડવીબહેન રાજી વાતો કરતા હતા એટલે નિકિતા અને દેવાંશ તેઓની બાજુમાં બેસી ગયા.દેવાંશનો ચહેરો દેખાતો હતો ત્યાં રાજેશ્વરીને ઉંઘ આવી ગઇ.પુજા રૂમમાં ઘંટડીનો રણકાર સંભળાયો ત્યારે રાજેશ્વરીની ઉંઘ ઉડી.રાજેશ્વરીએ ઉઠીને ઘડિયાલમાં જોયુ તો સવારના નવ વાગી ચુક્યા હતા. રાજેશ્વરી નાહી ધોઇ ફ્રેશ થઇને નીચે ગઇ એટલે રસોયાણી દેવિકાએ ચા સાથે ગરમા ગરમ પરોઠા પીરસી આપ્યા.ચા સાથે નાસ્તો કરીને હજુ ઉભી થવા જતી જ હતી ત્યાં નિકિતા પુજા કરીને નીચે આવી અને રાજેશ્વરીને પ્રસાદ આપતા કહ્યુ, “ગુડ મોર્નિગ ભાભી” રાજેશ્વરીએ પણ જવાબમાં ગુડ મોર્નિગ કહ્યુ. “તમે ફ્રેશ લાગો છો ભાભી.બરોબર આરામ થઇ ગયો ને?” નિકિતાએ પુછ્યુ એટલે રાજેશ્વરીએ સ્મિત સાથે હા પાડી. “સારુ થયુ તમે ઉઠી ગયા એટલે તમને મળાઇ ગયુ.અમારે આજે કુળદેવતાનો હવન છે એટલે હુ અને વિકાસ બાપુનગર જઇએ છીએ.વિકાસ ત્યાં સીધા પહોંચી ગયા હશે અને હુ હમણા નીકળુ જ છુ.સાંજે અમારે મોડું થઇ જશે એક ફ્રેન્ડના ઘરે જવાનુ છે તમે અમારી રાહ ન જોતા ડિનર લઇ આરામ કરજો” નિકિતાએ આટલુ કહ્યુ એટલે રાજેશ્વરી સારુ આવજો એમ કહીને સ્મિત આપ્યુ એટલે નિકિતા પોતાના રૂમમાં તૈયાર થવા જતી રહી.રાજેશ્વરી પણ પોતાના ઉપરના રૂમમાં ગઇ અને પોતાનો સામાન ખોલ્યો.દેવાંશ અને પોતાની ફોટોફ્રેમ ટેબલ પર મુકી.દેવાંશનો ફોટો જોતા જ દેવાંશની યાદ ફરીથી તાજી થઇ ગઇ. દ્વારકા રેલ્વે સ્ટેશનની પ્રથમ મુલાકાતની યાદ ફરીથી તાજી બની ગઇ.તે દિવસે દેવાંશ અને નિકિતાએ મમ્મી સાથે શું વાત કરી તે બરોબર યાદ ન હતુ.પરંતુ તેઓની વાતચીત પછી મમ્મી ખુબ જ ઉદાસ બની ગઇ હતી.દેવાંશ અને નિકિતા સાથે વાતચીત પછી તેની માતા તેણીને લઇ થોડે દુર ગઇ અને હળવેકથી પુછ્યુ. “રાજી બેટા તારે આ લોકો સાથે અમદાવાદ જવુ છે?”

આટલું બોલતા કડવીબહેન ધ્રુસકે ધ્રુસકે રડી પડયા.રાજીને તો કાંઇ પણ સમજાતુ જ ન હતુ.થોડીવાર પછી શાંત થઇ ફરીથી કહ્યુ, “લાખ રૂપિયા કહે છે તેઓ.દીકરી તારે કામવાળી થઇને શહેરમાં રહેવાનુ છે.બેટા વિચારીને કહેજે હુ પૈસા માટે તારી મરજી વિના કાંઇ પણ પગલુ નહિ ભરુ તારી ઇચ્છા હોય તે જ કહેજે.તુ હા કહે તો જ હુ તેઓને હા કહીશ નહી તો તેઓને હુ ના કહી દઉ.” ફરીથી મમ્મી રડવા લાગી રાજી તો અવાચક જ બની ગઇ.લાખ રૂપિયા ખુબ મોટી રકમ હતી.ઘરમાં જયારે પચાસ રૂપિયા હોય ત્યારે ઘરમાં ઉજાણી બની જતી હતી.નાથા ભેગી મજુરી કરવા જતી હતી ત્યારે માંડ પચાસ જ રૂપિયા મળતા હતા.લાખ રૂપિયા જેવડી મોટી રકમ એકસાથે મળે તો બધાની જિંદગી સુધરી જાય તેમ હતી.રાજીએ થોડીવારમાં જ તેની માતાને હા પાડી દીધી.બીજે દિવસે દેવાંશે લાખ રૂપિયા તેના માતા-પિતાને આપ્યા.રાજીને હવે હમેંશ માટે પોતાનુ ઘર છોડીને જવાનુ હતુ.કડવીબહેન, દિનેશભાઇ તેના ભાઇ-ભાભીઓ અને બહેનો અને બાળકો બધા ખુબ જ રડયા.રાજીને બધુ છોડીને જવાનુ જરાય મન નહોતુ થતુ પરંતુ પરિવારની ખુશી માટે જવુ જરૂરી પણ હતુ કમને રાજી નિકિતા અને દેવાંશ સાથે ગઇ.તેને કયાં ખબર હતી કે આ કમને ભરેલુ તેનુ આ પગલુ તેની જીંદગી જ બદલી નાખશે. રાજીને લઇને નિકિતા અને દેવાંશ હોટેલ પર આવ્યા.હોટેલ પર આવીને નિકિતાએ રાજીને પહેરવા માટે નવા કપડાં આપ્યા અને કહ્યુ, “રાજી તુ નાહી ધોઇને આ કપડાં પહેરી તૈયાર થઇ જા.આપણે સાંજે જમીને સાંજની ટ્રેનમાં અમદાવાદ જવાનુ છે”

રસ્તા પર ઝુંપડામાં રહેલી રાજી માટે હોટેલ અને બાથરૂમમાં નહાવુ એ અચાનક આવેલો બદલાવ ખુબ જ આંચકાજનક હતો.વીસ વર્ષની તેની જીંદગીમાં ખાલી ચોમાસામાં જ તે નહાતી હતી.જયારે કુદરતી રીતે વરસાદ પડે અને નદીમાં પાણી હોઇ ત્યારે બાકી રસ્તા પર નાનકડા ઝુંપડામાં પાણી કે નહાવાની ક્યાં સગવડ હતી.રસોઇ માટે તેની માતા દુર ડંકી પરથી પાણી ભરી લાવતી હતી.બાથરૂમમાં કેમ નહાવાય તે પણ તેને ખબર ન હતી.નિકિતાએ કહ્યુ એટલે તે બાથરૂમમાં તો ગઇ પણ પાણી કયાથી લેવુ અને સાબુ તો કયારેય જોયો પણ ન હતો.એક ચકલી ચાલુ કરી ત્યાં તો માથે ફુવારાનુ પાણી પડ્યુ રાજી તો ગભરાઇ ઉઠી.થોડીવારમાં પાણી ગરમ થવા લાગ્યુ એટલે ઝડપથી બંધ કરવામાં બીજો નળ પણ ચાલુ થઇ ગયો.તે થોડી ગભરાઇ ગઇ પણ પરિસ્થિતિ ને અનુકુળ થઇ તેણે ફટાફટ નાહી લીધુ.નવા કપડાં પહેરીને તૈયાર થઇ ગઇ. રાજીએ નિકિતાની સુચના મુજબ જ કર્યુ.સાંજે જીંદગીમાં પહેલીવાર રાજીએ પેટ ભરીને જમ્યુ.જમીને ગાડીમાં બેસીને રાજી નિકિતા અને દેવાંશ સાથે રેલ્વે સ્ટેશને આવી.તેને દેખીને તેના માતા-પિતા અને ભાઇ-બહેનો તથા તેના ચારેય સંતાનો તેને મળવા માટે દોડી આવ્યા.રાજીને જોઇ બધાની આઁખમાં આંસુ આવી ગયા.રાજી પણ તેના પરિવાર ને છેલ્લી વખત મળૅતી હતે એટલે તે પણ ચોધાર આંસુ એ રડી પડી અને પરિવાર ના તમામ સભ્યોને ભેટી પડી.ત્યાં તો ટ્રેન આવી એટલે નિકિતા અને દેવાંશ રાજીને લઇ ફર્સ્ટ કલાસ એ.સી.ના ડબ્બામાં ચડી ગયા.બધાએ આઁખમાં આંસુ સાથે રાજીને વિદાય આપી.રાજીને હવે એ પણ ખબર ન હતી કે તે ફરી તેના પરિવાર ને ક્યારેય મળી શકશે કે નહી.તે બધુ ભગવાન ના ભરોસે છોડી ટ્રેનમાં અંદર જતી રહી.જીંદગીભર ટ્રેનમાં મુતરડી પાસે કરેલી મુસાફરી અને આજે આ આરામદાયક એ.સી. ડબ્બાની મુસાફરી રાજી માટે આ બદલાવ ખુબ જ આશ્ચર્યજનક હતો. પોચી પોચી સીટમાં આરામથી સુવાની રાજીને ખુબ જ મજા હતી.પરંતુ પરિવારથી વિખુટા પડીને જવાનુ જરાય મન ન હતુ.મનમાં એક બીક લાગતી હતી કે સીધા સાદા લાગતા આ લોકો તેણીને કયાં લઇ જશે? તેની આ લોકો સાથે અમદાવાદ જવાની જરાય ઇચ્છા ન હતી.પરંતુ પરિવારના સુખ ખાતર આ પગલુ તેણે ભર્યુ હતુ.એક સ્ત્રી તરીકે અજાણ્યા લોકો પાસે વેચાઇને જવુ એ એક ખુબ જ ખતરાભર્યુ કાર્ય હતુ.મૃત્યુ કરતા પણ વિશેષ ખતરો તેમાં રહેલો હતો.પરંતુ માતા-પિતા અને પરિવારની ખુશી ખાતર જ પોતે હા પાડી હતી.આખરે પરિવાર માટે લાખ રૂપિયો ખુબ જ મોટી રકમ હતી.વિચારોમાં અને વિચારોમાં કયારે ઉંઘ આવી ગઇ કાંઇ ખબર જ ન પડી. સવાર પડી એટલે નિકિતાએ તેને ઉઠાડી.અમદાવાદ આવી ગયુ હતુ.રેલ્વે સ્ટેશન પર તેઓ ઉતર્યા એટલે એક મોટી એ.સી.કાર તેમને તેડવા તૈયાર જ ઉભી હતી.તેમાં બેસીને એક મોટા બંગલામાં તેઓ ગયા.બંગલો ખુબ જ વિશાળ હતો.રાજીએ જીંદગીમાં કયારેય આવો બંગલો જોયો ન હતો.બંગલામાં જઇને એક રૂમ દેખાડીને નિકિતાએ કહ્યુ આ તારો રૂમ છે આમાં તુ આરામ કર.નિકિતા રૂમ દેખાડીને જતી રહી.રાજીને કંઇ સમજ પડી નહી રાજી રૂમમાં ગઇ તો તે રૂમ ખુબ જ મોટો રૂમ હતો.આરામદાયક પલંગ અને બીજી ઘણી સુવિધા રૂમમાં હતી.જીંદગીમાં પહેલીવાર આવુ બધુ તેને જોયુ હતુ તે તો પલંગ બગડી જશે તેની બીકે નીચે જ બેસી ગઇ. નોકરો જમવાનુ સમયે સમયે આપી જતા હતા અને આરામ કરવાનુ કહેતા હતા. પરિવારની ખુબ જ યાદ આવતી હતી તેને અહીં જરાય ગમતુ ન હતુ.તે રડયા જ કરતી હતી.બીજે દિવસે સવારે ઉઠી એટલે નોકરાણી શાંતિબહેન તથા કારીબહેન તેણીને સર્વન્ટ કર્વાટરમાં તેઓના રૂમમાં લઇ ગયા ત્યાં લઇ જઇને શાંતિબહેને કહ્યુ, “રાજી, તારે અમારી સાથે થોડા દિવસ અહીં રહીને કામકાજ તથા સારી રીતભાત શીખવાની છે.બધુ શીખીને તુ તૈયાર થઇ જાઇને પછી તારે સાહેબ સાથે લંડન જવાનુ છે.સાહેબના લંડનના ઘરે કામકાજ કરવાનુ છે.દેવાંશ સાહેબ તેના પત્ની સાથે લંડનમાં રહે છે અને તેઓ મોટી રેસ્ટોરન્ટ ચલાવે છે.દેવાંશ સાહેબનો સ્વભાવ ખુબ જ સારો છે.મે મારા હાથે તેમને મોટા કર્યા છે માટે તારે જરાય ગભરાવાની જરૂર નથી.તારે ખાલી તેઓ સાથે જવાનુ છે અને તેમના ઘરનુ કામ કરવાનુ છે ” શાંતિબહેને પોતાની વાત પુરી કરી ત્યાં જ કારીબહેન ઉતાવળથી બોલી ઉઠયા,

“તારે આજથી જ અમારી સાથે કામ કરવાનુ છે.ચાલ જલ્દીથી નાહીધોઇને ફ્રેશ થઇ તૈયાર થઇ જા અને પછી બાથરૂમમાં આવજે કપડાં ધોવાના છે.” કારીબહેને વાત કરી ત્યાં શાંતિબહેને તેને ટોકીને કહ્યુ, “કારી તુ ખોટી ઉતાવળ ના કર આ બિચારીને બાથરૂમ કયાં છે તે કયાં ખબર છે.તેને આજે હુ બધુ બતાવી દઉ તેને આખુ ઘર અને તેમાં કરવાનુ કામકાજ હુ બધુ સમજાવી દઉ.કાલથી તે કામે વળગી જશે તુ તારે જા તારુ કામ કરવા લાગી જા નાહક મેડમ ગુસ્સે થશે ” કારીબહેને શાંતિબહેનની વાત સાંભળીને કહ્યુ, “સારુ માસી હુ જઉ છું.તમે તેને બધુ સરખી રીતે શીખવાડજો કામકાજ સરખી રીતે નહી આવડે તો મોટા મેડમ આપણના બધા પર ખુબ જ ગુસ્સે થશે.” શાંતિબહેને કહ્યુ, “કારી તુ જરાય ચિંતા ન કરતી.આજે આને હુ બધુ જ સમજાવી આપીશ અને કાલથી તેને કામની સરસ ટ્રેનિગ આપીશુ.” “હોવે માસી હવે હુ જઉ છુ” કારીબહેને જતા જતા કહ્યુ. કારીબહેન જતા રહ્યા પછી શાંતિબહેને રાજીને કહ્યુ, “રાજી આ બાજુ બહાર બાથરૂમ છે.તેમાં નાહીધોઇ ફ્રેશ થઇ જા.હુ તારા માટે રસોડામાંથી કાંઇક નાસ્તો લઇ આવુ.નાસ્તો પાણી કરી લે પછી હુ નિરાંતે તને સમજાવુ છુ” રાજીએ માથુ હલાવી સંમતિ આપીને બાથરૂમમાં ગઇ.શાંતિબહેન બંગલામાં જઇ નાસ્તો લઇ આવ્યા.દેવાંશ અને નિકિતાના મમ્મી કામિનિબહેન સ્વભાવે એકદમ કડક અને ગુસ્સાવાળા તેમજ નિયમ વિરુધ્ધ કાંઇ ચલાવી જ ન લે.આથી બધા તેનાથી ખુબ જ ગભરાય.પરંતુ નોકરચાકરનુ ધ્યાન પણ ખુબ જ રાખે બધા નોકરોનુ જમવાનુ બંગલાના રસોડેથી જતુ હતુ.

શાંતિબહેન રસોડામાંથી પરોઠા-દહી અને સાથે ચા લઇને આવ્યા ત્યારે રાજી તૈયાર થઇ ગઇ હતી.રાજી સાથે શાંતિબહેને પણ ચા-નાસ્તો કરી લીધો પછી શાંતિબહેન રાજીને લઇ બંગલામાં ગયા.સૌ પ્રથમ રસોડામાં લઇ ગયા રસોડુ આખુ દેખાડીને રસોઇના કામકાજ સમજાવ્યા પછી બધાના રૂમ, બાથરૂમ દેખાડયા અને ત્યાં સફાઇના કામ સમજાવ્યા.સાથે સમજાવ્યુ કે કામિનીબહેન સ્વચ્છતાના ખુબ આગ્રહી છે જરાપણ અસ્તવ્યસ્તા ચલાવી ન લે.તેમની ખાસ સુચના છે કે તમામ નોકર ચાકરોએ નાહીધોઇ વ્યવસ્થિત તૈયાર થઇને જ કામ કરવાનુ. બપોરના બાર વાગ્યા એટલે શાંતિબહેન રાજીને લઇને રસોડામાં આવ્યા.નિકિતાના લગ્ન નક્કી થયા હતા.એક મહિના બાદ લગ્ન હતા.આથી મહેમાનોની અવરજવર ચાલુ જ હતી કોઇક વધામણી આપવાવાળા આવે તો કોઇક દિવસ સોની, કાપડનો વેપારી, કટલેરીવાળો પોતાની વસ્તુ દેખાડવા આવે.કામિનીબહેન બધાને જમાડીને જ મોકલતા હતા.તેમની એક ને એક દીકરીના લગ્ન હતા.મહેમાનો આવે ત્યારે ભોજનમાં કાંઇ ચુક કે કસુર ન થાય માટે વર્ષોના અનુભવી એવા શાંતિબહેન પર રસોઇની જવાબદારી હતી.શાંતિબહેન બાર વાગી ગયા એટલે રસોઇની તૈયારી કરવા માટે રસોડામાં ગયા. રાજીને પણ પરચુરણ કામ સોંપતા હતા.પર્સીકાકા પણ રસોડામાં મદદ માટે આવી પહોચ્યા.આજે વેવાઇઓ લગ્નની તારીખ નક્કી કરવા આવવાના હતા.આથી હોટેલ આશિયાનાના રસોઇયાને રસોઇ માટે બોલાવ્યા હતા.શાંતિબહેને પુર્વ તૈયારી કરી લીધી એટલે રસોઇયા રસોઇ માટે વળગી ગયા. શાંતિબહેન રાજીને લઇને ડાઇનીંગ ટેબલ તૈયાર કરવા ગયા ત્યાં કારીબહેન પણ મદદ માટે પહોંચી ગયા.ટેબલ પર અવનવી સજાવટ માટે પહોંચી ડેકોરેટર દામિનીબહેન આવવાના હતા.આથી શાંતિબહેન, કારીબહેન તથા રાજીએ આખુ ટેબલ સાફ કર્યુ અને પછી નીચેનો આખો હોલ પણ સાફ કરી દીધો. વેવાઇ પક્ષના મહેમાનો આવવાના હતા.તેઓ બપોરે બે વાગ્યે આવવાના હતા અને જમીને ચાર વાગ્યે મિટિંગ હતી અને સાંજે છ વાગ્યે નાસ્તો લઇ નીકળવાના હતા.કામિનીબહેનનો નિયમ હતો કે ખાસ મહેમાન આવે ત્યારે નોકરોએ એકસરખો ડ્રેસ પહેરવો.કામિનીબહેને નોકર ચાકરો માટે ખાસ ડ્રેસ સીવડાવ્યો હતો.

આથી શાંતીબહેન અને કારીબહેન ટેબલ તથા હોલની સફાઇ થઇ ગઇ એટલે રાજીને લઇ તૈયાર થવા ગયા.મહેમાનો આવી ગયા એટલે બધા નોકરચાકરો તૈયાર થવા ગયા.શાંતીબહેને રાજીને રસોડામાં રાખી હતી.જેથી તે રસોઇયાઓને નાની મોટી મદદ કરાવી શકે. શાંતીબહેન, કારીબહેન તથા પર્સીકાકા મહેમાનોને જમવાનું પીરસવાના કાર્યમાં લાગી ગયા.સાંજ સુધી મહેમાનોની સંભાળ લઇને શાંતીબહેન અને કારીબહેન રાજી સાથે રૂમમાં આવ્યા.રૂમમાં આવીને શાંતીબહેને કહ્યુ, “રાજી તુ આજે હવે આરામ કર કાલથી અમારી સાથે કામે લાગી જજે” આટલા શબ્દો સાંભળીને રાજીને માં ની યાદ આવી ગઇ.માં વિના ગમતુ ન હતુ.આજે પણ એ શબ્દો યાદ આવતા માંની યાદ આવી ગઇ.પચ્ચીસ વર્ષમાં કયારેય દેવાંશે માંની યાદ આવવા દીધી ન હતી.આજે દેવાંશ વિના બધુ સુનુ સુનુ લાગતુ હતુ.રાજેશ્વરી મોટે મોટેથી રડવા લાગી.ઘણીવાર સુધી રડતી જ રહી. બે વાગ્યે નોકરાણી જમવા માટે બોલાવવા આવી.જમવાની ખાસ રુચિ ન હતી.પરંતુ શરીર ચલાવવા માટે થોડુક જમવુ જરૂરી હતી એમ વિચારી રાજેશ્વરી જમવા માટે ગઇ.જમી લીધા બાદ રાજેશ્વરી ઉપર રૂમમાં જતી રહી. ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી.મોબાઇલ રૂમમાં જ હતો.ત્યાં જઇ જોયુ તો નિકિતાનો કોલ હતો.ઝડપથી ફોન ઉપાડયો.નિકિતાએ કહ્યુ કે તેઓ આજે રાત્રે તેના ફ્રેન્ડના ઘરે બાપુનગર જ રોકાય જશે.કાલે બપોર સુધીમાં તે આવી જશે. રાજેશ્વરીએ રૂમમાં એ.સી. ઓન કર્યુ અને સામાનમાંથી બધી વસ્તુઓ ગોઠવવા લાગી.હવે થોડા દિવસ અહીં રોકાવુ હતુ.ત્યારબાદ જરૂરી ચર્ચા કરી દ્રારકા જવુ હતુ.સૌ પ્રથમ દાનની શરૂઆત વતનથી કરવી હતી.સામાન ગોઠવીને રાજેશ્વરીએ નક્કી કર્યુ કે સાંજે દેવાંશના ખાસ મિત્ર અતુલભાઇ અને તેમના પત્ની વિભાબહેનને મળવા જવુ છે.તેઓ દેવાંશના ખાસ મિત્ર હતા.અત્યારે તેઓ અમદાવાદ ના વસ્ત્રાપુરમાં જ રહેતા હતા.દસ વર્ષ સુધી તેઓ લંડન રહ્યા હતા.ત્યાંથી તેઓ સાથે ઘરોબો હતો.આથી રાજેશ્વરીએ નક્કી કર્યુ કે અતુલભાઇ સાથે પણ ચર્ચા કરી લેવી. રાજેશ્વરીએ પાંચ વાગ્યા પછી ત્યાં જવાનુ નક્કી કર્યું.સામાન ગોઠવીને થોડીવાર પથારીમાં આડી પડી ત્યાં તો તેને ઉંઘ આવી ગઇ.ઓંચિતા ટી.વીંનો જોર જોરથી અવાજ સંભળાયો ત્યારે રાજેશ્વરીની ઉંઘ ઉડી ગઇ.રાજેશ્વરીએ ઉઠીને ઘડિયારમાં જોયુ તો પોણા પાંચ વાગ્યા હતા. અત્યારે કોણ આટલા મોટેથી અવાજથી ટી.વી. જુવે છે? રાજેશ્વરીને આશ્ચર્ય થયુ.ઘરમાં તો નોકરો સિવાય કોઇ પણ ન હતુ.ઘરના નોકરો કોઇ આવી રીતે ટી.વી. જોવે નહિ.

રાજેશ્વરીએ નીચે જઇને જોયુ તો પ્રશાંત હતો.પ્રશાંત નિકિતાના દિયર નો દીકરો થાય.રાજેશ્વરી કયારેય પ્રશાંતને મળી નહોતી.પરંતુ તેના ફોટા નિકિતાએ વોટસ એપ પર દેખાડયા દેખાડયા હતા.આથી રાજેશ્વરી તેને ઓળખતી હતી.પ્રશાંતને ઓચિંતા જોઇ રાજેશ્વરીને આશ્ચર્ય થયુ.

To be continued……………