Trushna : Part-9 Bhavisha R. Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Trushna : Part-9

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

રાજેશ્વરી દેવી

વિષય : નવલકથા

પ્રકરણ : 9

રાજેશ્વરી પણ તેના પડોશીઓ અને અંગત હેતુમિત્રોની રજા લઇ ભારત જવા નીકળી.દેવાંશ આમ અધવચ્ચે સાથ છોડીને જતો રહ્યો અને દેવાંશે જતી વખતે કહ્યુ હતુ કે બધુ છોડીને ભારતમાં વસજે અને સમાજસેવાના કાર્ય કરજે.રાજેશ્વરીને પણ દેવાંશના કહ્યા મુજબ જ તેની આખરી ઇચ્છા પુર્ણ કરવાની તૃષ્ણા હતી અને તેના માટે જ તે ભારત આવી,આ વિચારમાં અને વિચારમાં સવારના પાંચ વાગી ગયા.

રાજેશ્વરી ઉપર જઇને પોતાના રૂમમાં સુઇ ગઇ.તેણીની ઉંઘ ઉડી ત્યારે સવારના અગિયાર વાગી ચુકયા હતા.નિકિતાએ રાજેશ્વરીને સવારમાં ભગવાનને ભોગ ચડાવીને આરતી પુજાનુ કાર્ય સોપ્યુ હતુ.સવારને બદલે બપોર થવા આવી હતી.આથી રાજેશ્વરી ફટાફટ ઉઠીને તૈયાર થઇ ગઇ.તૈયાર થઇને ભગવાનના રૂમમાં પુજા આરતી કરી નીચે આવી ત્યારે નિકિતા અને વિકાસ આવી ચુકયા હતારાજેશ્વરીએ બંન્ને પસાદ આપ્યો પછી બધા સોફા પર બેઠા. વિકાસ , “જય શ્રી કૃષ્ણ ભાભી.”

રાજેશ્વરી , “જય શ્રી કૃષ્ણ , વિકાસ.” વિકાસ , “ભાભી,દેવાંશના મૃત્યુના સમાચાર સાંભળી બહુ દુઃખ થયુ.તમારી સાથેના દુઃખમાં અમે સંજોગાવશાત તમને સાથ ન આપી શક્યા એ બાબતે હુ દિલગીર છુ.” રાજેશ્વરી , “વિકાસ નો પ્રોબ્લેમ,જે થવાનુ છે તે થાય જ છે અને મારી સાથે પણ એમ જ બન્યુ.કુદરત પાસે આપણું ક્યાં કાંઇ ચાલે છે?.ઇટ્સ ઓ.કે.અને આમ પણ દેવાંશની પણ ઇચ્છા હતી કે તમે કોઇ નાહક હેરાન ના થાવ.મૃત્યુએ તો કુદરતી પ્રકિયા છે એક ખોળિયુ છોડીને બીજામાં જવાની પ્રક્રિયા છે તેમાં બધાએ ખોટા હેરાન થવાની જરૂર નથી વળી દેવાંશના છેલ્લા સમયે તો આપણે વેબકેમેરા પર મળ્યા હતા.અંતિમક્રિયામાં તો આખો મહોલ્લો હતો.” આટલુ બોલતા રાજેશ્વરીની આંખ ભીની થઇ ગઇ એટલે વિકાસે કહ્યુ,

“ભાભી પ્લીઝ અમે બધા છીએ ને હવે તમે શોક છોડો.સોરી તમારુ દિલ દુભાવ્યુ” થોડીવાર કોઇ કાંઇ ન બોલ્યુ નિકિતા રાજેશ્વરી માટે પાણી ભરી લાવી પછી નિકિતાએ વાત બદલતા કહ્યુ, “ભાભી વિકાસે મને ખાસ કહ્યુ છે કે તમારે હવે અમારી સાથે જ રહેવાનુ છે.અને જરા પણ સંકોચ વિના આ ઘરને પણ તમારુ જ ઘર માની રહેવાનુ છે અને આમ પણ વિકાસ કામના કારણે અવારનવાર બહાર રહે છે અને આવડા મોટા ઘરમાં હુ એકલી જ હોઉ છુ તો હવે મને પણ તમારો સાથ મળી રહેશે.” “નિકિતા તમે મને તમારા પરિવારની સભ્ય માની છે તે બદલ ધન્યવાદઅને મને અહી રહેવાનુ કહો છે તેમા પણ તમારા બન્નેની મોટાઇ છે પણ સાચુ કહુ હવે મારા જીવનમાં માત્ર એક જ તૃષ્ણા છે અને તે છે દેવાંશની આખરી ઇચ્છા પૂર્ણ કરવાની અને તે માટે હુ મારા વતનમાં જવા માંગુ છુ.મારી બાકી રહેલી જીંદગી ત્યાં જ ગુજારવા માંગુ છુ” રાજેશ્વરીએ કહ્યુ

“અરે ભાભી,અમે ક્યાં એવુ કહીએ છીએ કે તમે તમારા વતન ન જાઓ, ભલે ને થોડો સમય વતનમાં રહો પરંતુ કાયમી માટે તો તમારે અહીં જ રહેવાનુ છે અમારી સાથે આ તમારું પણ ઘર છે અને હવે પાછલી અવસ્થામાં તમારે કયાંય એકલુ રહેવાની જરૂર નથી.આખરે અમે પણ તમારી ફેમિલી જ છીએ ને.” વિકાસે આગ્રહ કરતા કહ્યુ. “ભાઇ વધારે આગ્રહ ના કરો.અહી રહુ તેમા મને કોઇ પ્રોબ્લેમ નથી પણ મને એવુ ફીલ થાય છે કે અહી રહી હું મારુ ધ્યેય પુર્ણ કરી નહી શકું તો મને એ વાતનો અફસોસ રહી જશે અને મને તો હવે માદરે વતનમાં જીવ છોડીને જવાની ઇચ્છા છે.દ્વારકા રહીને ભગવાનનુ નામ લઇશ અને સમાજસેવાના કાર્ય કરીશ વળી મન થાશે ત્યારે તમને મળવા આવતી જતી રહીશ.” “ભલે જેવી તમારી મરજી.આ ઘર ચોવીસેય કલાક તમારા માટે ખુલ્લુ જ છે.બાય ધ વે હવે ચાલો જમવા જઇએ.જમતા જમતા ચર્ચા કરીશુ” નિકિતાએ કહ્યુ એટલે બધા ડાઇનિંગ ટેબલ પર ગયા અને રસોયાણી દેવયાનીએ જમવાનુ પીરસ્યુ જમતા જમતા રાજેશ્વરીએ કહ્યુ, “નિકિતા અને વિકાસભાઇ આજે તમે બન્ને ફ્રી છો અને આ વાત નીકળી જ છે તો એ બાબતે હુ ખાસ તમારી સલાહ લેવા માંગુ છુ.તમારા સિવાય ભારતમાં મારું ખાસ કોઇ સ્નેહી સગુ નથી.જે છો તે તમે જ છો.દેવાંશની અને સાથે સાથે મારી પણ વર્ષોથી ઇચ્છા પછાત તથા કચડાયેલી જાતિના ઉત્કર્ષ માટેની હતી.દેવાંશ તો તેના જીવનમાં તે કામને અંજામ ન આપી શક્યો તે બાબતનો તેને છેક સુધી રંજ રહ્યો જ હતો, પણ તેની એ ઇચ્છાને હું સાર્થક કરવા માંગુ છુ અને તેના માટે જ હુ લંડનની દેવના નામે રહેલી તમામ સંપતિ વેચીને અહીં આવી છુ.મારા માટે આજનુ ભારત ખુબ અજાણ્યું છે.મારે આ ભગીરથ કાર્યની શરૂઆત ક્યાંથી કરવી અને કેવી રીતે કરવી તે માટે હું તમારા બન્ને સાથે ચર્ચા કરવા ઇચ્છુ છું,જેથી મારુ કાર્ય આસાનીથી શરૂ પણ થાય અને યોગ્ય દિશામાં આગળ વધે” “ભાભી, તમારો અને દેવનો વિચાર ખુબ જ સારો છે.અમે તમારા બન્નેના આ વિચારને માન આપીએ છીએ.તમે એક કામ ખુબ જ સારૂ કર્યુ કે લંડનથી જ તમે તમારા બધા પૈસા નિક્કિના ખાતામાં જમા કરાવી દીધા છે.હવે આપણે તે બધા પૈસાની મદદથી દેવાંશના નામનુ એક ફંડ બનાવવુ જોઇએ, જયાં ફોર્મ ભરી અને જરૂરી આધાર પૂરાવાઓ રજુ કરીને ગરીબ તથા નિ:સહાય લોકો વિવિધ સહાય મેળવી શકે તેવું કાંઇક ગોઠવીએ તો?? આપણા પૈસા પણ આપણી પાસે રહેશે અને ખોટા વ્યકિતઓ લાભ પણ ન લઇ જાય.” વિકાસે સુચન કર્યુ. નિકિતા , “હા વિકાસ તારો આઇડિયા તો ખુબ જ સારો છે.આ રીતે કરવાથી આપણે ગરીબોની મદદ કરી શકશું અને દેવાંશ ભાઇની ઇચ્છા પણ પુર્ણ થઇ જશે. વિકાસ અને નિકિતાનો આ જવાબ સાંભળી રાજેશ્વરી મનમાં થોડી ખચકાઇ તેને આ રસ્તો જરાય યોગ્ય ન લાગ્યો.પરંતુ ના પણ કેમ પાડવી તે સુઝયુ નહિ એટલે બોલી, “ભાઇ તમારી વાત તો સાચી જ છે.પરંતુ હું થોડો સમય વિચારીને આ બાબતે તમને જવાબ આપીશ.નિકિતા,હુ આવતીકાલે અહીંની બેંકમાં મારા નામે ખાતુ ખોલાવી લઇશ પછી તારા ખાતામાં ટ્રાન્સફર કરેલા બધા પૈસા એ ખાતામાં ટ્રાન્સફર કરાવી આપજે” “ચોક્કસ ભાભી એ પણ કાંઇ કહેવાની વાત છે?? કાલે જ આપણે બન્ને જશું અને તમે કહ્યા મુજબ જ કરી લેશું.” પછી જમતા જમતા થોડી વાતચીતો કરી લીધા બાદ રાજેશ્વરી પોતાના રૂમમાં ગઇ.નિકિતા અને વિકાસ પણ પોતાના રૂમમાં ગયા.બારણુ બરોબર બંધ કરીને નિકિતાએ વિકાસને કહ્યુ, “

“હુ એ ભીખારણને એક પૈસો પણ આપવાની નથી.તે સમજે છે શું તેના મનમાં? બે ચાર ચોપડીઓ શું લખી નાખી અને લંડનમાં રહી આવી પોતાને મહારાણી સમજવા લાગી.મારા ભાઇની જીંદગીભરની કમાણી એ ભીખારણ પોતાના જેવા ભીખારીઓ પાછળ વેડફવા નીકળી છે.એ ભીખારણના હાથમાં તો હું ફુટી કોડી પણ આવવા નહી દઉ.” વિકાસે નિકિતાને ખુરશી પર બેસાડતા કહ્યુ, “કામ ડાઉન બેબી.એટલા માટે જ મે ફંડની વાત કરી છે જેથી આપણે ફંડ ચલાવીએ અને ગોલમાલ કરીને બધા પૈસા લઇ લઇએ.બાકી તેને શું ખબર પડવાની? તેને વિશ્વાસમાં રાખીને જ આપણે કામ કરવાનુ છે.તેને ક્યારેય એમ ન થવું જોઇએ કે આપણે તેના આ વિચારથી ખુશ નથી.” “માય ફૂટ,ફંડ બંડ કઇ પણ ચાલુ કરવુ નથી.અત્યારે પૈસા બધા મારા ખાતામાં જ છે.તે શું કરી શકવાની? એક ચપટી વગાડતા જ તેને રાજેશ્વરી માંથી ફરી રાજી ભીખારણ ન બનાવી દઉ તો મારુ નામ નિકિતા નહી.આ તો વકીલ રાહુલ તેને મળવા આવવાના છે.નહિતર તો કયારની તેને તેની અસલી જગ્યા બતાવી દીધી હોત.” નિકિતા ગુસ્સામાં બોલી. વિકાસ , “વાઉ ડાર્લીંગ,બહુ સારૂ કર્યુ તે.પણ વકીલ કયારે આવવાના છે?તે આવીને જતા ન રહે ત્યાં સુધી તુ તારા ગુસ્સા પર પ્લીઝકાબુ રાખજે.” નિકિતા , “તે આજે સાંજે જ આવવાના છે.બસ હવે સાંજ સુધી જ આ નાટક કરવાનુ છે.સાંજે વકીલના ગયા પછી તેને ફરીથી તેની ઔકાત યાદ અપાવી દઇશ.બહુ આવી છે સમાજસેવાના કામ કરવાવાળી.આ તો ભાઇ તેના પ્રેમમાં પાગલ બન્યો હતો તે તેને માથે ચડાવી હતી અને વસિયતમાં બધી સંપતિ અને મિલકત તેના નામે કરી ગયો બાકી પગની જુતી તો પગમાં જ શોભે,તેને માથે ન ચડાવાય.આજે સાંજે જ તેને તેની યોગ્ય જગ્યાએ પહોંચાડી આપીશ.” વિકાસ , “ઓહ ડાર્લિગ,યુ આર સો ગ્રેટ,તેને નોકરાણી બનાવી દે પછી તેના નામે રહેલા અને તારા ખાતામાં રહેલા કરોડો રૂપિયા આપણા થઇ જશે.” નિકિતા , “વિકાસ એ તો પહેલેથી આપણા જ હતા.જુતાને કાંઇ ફુલના હાર ન શોભે.અને હવે તું જો મારો ખેલ.”

રાજેશ્વરી આ બધી ચર્ચાથી અજાણ હતી.તેના રૂમમાં બેસી તે વિચારતી હતી કે વિકાસ અને નિકિતા આમ તો કેટલી બધી આત્મીયતા બતાવે છે, પરંતુ દેવાંશની ઇચ્છા મુજબના કાર્ય માટે કેમ યોગ્ય રસ નથી બતાવતા? જે હોય તે કાલે પૈસા ટ્રાન્સફર થઇ જાય એટલે અતુલભાઇને મળીને દ્વારકા નીકળી જઇશ અને ભગવાનના દર્શન કરી લીધા પછી કાર્યની શરૂઆત કરીશ બપોરે રાજેશ્વરીને ઉંઘ આવી નહી.પાંચ વાગ્યે એડવોકેટ રાહુલ આવ્યા હતા.રાજેશ્વરી ભારત આવી તેથી તેણીને મળવા આવ્યા હતા પછી તેઓ થોડા સમય માટે તેના દીકરાના ઘરે અમેરિકા જવાના હતા.એડવોકેટ રાહુલ આવ્યા એટલે નિકિતા, વિકાસ, રાજેશ્વરીએ તેમનુ સ્વાગત કર્યુ. બધા હોલમાં સોફા પર બેસ્યા.બેસી ગયા એટલે વાતની શરૂઆત કરતા એડવોકેટ રાહુલે કહ્યુ, “રાજેશ્વરી દેવી તમને ઘણા સમય પછી જોયા.તમને મળીને ખુશી થઇ.વેલકમ ઇન ઇન્ડિયા બાય ધ વે તમને વેલકમ કહીને હુ જ આઉટ ઓફ ઇન્ડિયા જઇ રહ્યો છુ” નિકિતાએ અજાણ્યી બનીને પુછ્યુ, “સર, આમ ઓંચિતા કયાં જવાના છો? અમને તો કાંઇ ખબર જ નથી.તમારા જેવુ કામ પડશે તો અમે કોને બોલાવીશુ?તમે જ અમારા લીગલ એડવાઇઝર છો.અને ભાભીને તો ઘણું મોટુ ભગીરથ કાર્ય કરવાનુ છે તેમા અવારનવાર તમારી જરૂર પડવાની જ છે” “હુ મારા દીકરાના ઘરે અમેરિકા જઇ રહ્યો છુ.તમને ગમે ત્યારે ગમે તે કામ હોય મને મેઇલ કરજો અથવા ફોન કરજો.હુ મારા આસીસ્ટન્ટને તમારા ઘરે મોકલી આપીશ.તમારુ કામ થઇ જશે.” “થેન્કસ અ લોટ એન્ડ બેસ્ટ વિશીશ ફોર યોર જર્ની” રાજેશ્વરીએ કહ્યુ. “થેન્ક્યુ વેરી મચ” રાહુલે કહ્યુ થોડી વાર વાતચીત અને ચા-નાસ્તો લઇને એડવોકેટ રાહુલ સાડા છ વાગ્યે નીકળી ગયા.તેમના ગયા પછી રાજેશ્વરીએ કહ્યુ, “નિકિતા હુ મારા મિત્ર અતુલભાઇને મળવા જઉ છુ.સમાજસેવાના કાર્ય માટે તેની સાથે ચર્ચા કરવા જવાનુ છે.સાંજે ત્યાં જ ડિનર લઇને આવીશ.તમે બન્ને જમી લેજો.મારે મોડુ થઇ જશે.”

નિકતા ખુબ ગુસ્સેથી રાજેશ્વરી પાસે ગઇ અને તેનો હાથ પકડીને કહ્યુ, “ભાભી બે મિનિટ ઉભા તો રહો એવી બધી કયાં ઉતાવળ છે?” આટલુ બોલીને નિકિતાએ રાજેશ્વરીને ધક્કો મારીને નીચે પછાડી દીધી. રાજેશ્વરીએ ઉભા થતા ગુસ્સાથી કહ્યુ, “નિકિતા આ તુ શુ કરે છે?” નિકિતાએ તેને પગથી એક લાત મારીને ફરીથી પછાડી દીધી અને કહ્યુ, “ભીખારણ તુ શુ સમજે છે.દુનિયામાં બધા કાંઇ દેવાંશ જેવા મુર્ખાઓ જ હોય છે? જરા પણ નહિ.તને અમે મારા ભાઇના ઘરે કામ કરવા માટે લઇ આવ્યા હતા.આ તો દેવાંશભાઇ મુર્ખ હતા કે ભીખારણને રાણી બનાવવાની મુર્ખામી કરી પરંતુ હું મુર્ખ નથી,ચાલ જલ્દીથી સર્વન્ટ કર્વાટરમાં જા અને આ કિંમતી પોશાક ઉતારીને નોકરોના કપડાં પહેરીને માંડ સફાઇનુ કાર્ય કરવા અને આ બધા સમાજસેવાના સ્વપ્ન જોવાનુ બંધ કરી દે.જેવી હતી તેવી થઇ જા અને સાફ સફાઇના કામ કર. ”

રાજેશ્વરીને આ બધુ સાંભળી ખુબ ગુસ્સો આવ્યો.તેણે ઉભી થઇને નિકિતાને મારવા માટે હાથ ઉગામ્યો તો નિકિતાએ તેનો હાથ પકડીને બેવડો વાળી દીધો.રાજેશ્વરી દર્દથી કણસી ઉઠી “ભીખારણ મારી સામે હાથ ઉગામે છે.તારા આ બંન્ને હાથ પગ કાપીને રેલ્વે સ્ટેશને ફેકી દઇશ તો કોઇને ખબર પણ નહી પડે.પછી માંગતી રહેજે ભીખ આખી જીંદગી.ચાલ હવે આ બધા નખરા છોડીને કામ કરવા જા તેમા જ તારી ભલાઇ છે નહી તો ભાઇ પાસે પહોચી જતા વાર નહી લાગે એ વાતને ધ્યાન રાખજે.” નિકિતાએ જેવો રાજેશ્વરીનો હાથ છોડયો કે તરત જ રાજેશ્વરી પોતાનો ફોન લઇને ફોન કરવા ગઇ ત્યાં વિકાસે તેના હાથમાંથી ફોન ઝુંટવી લીધો અને તેમાંથી બધા સીમ કાઢીને તોડીને ફેકી દીધા પછી વિકાસે કહ્યુ, “ચુપચાપ સર્વન્ટ કવાર્ટરમાં જા નહિતર તને મારી મારીને ફેકી દઇશુ.કોઇને કાંઇ પણ ખબર નહી પડે” રાજેશ્વરીએ ગુસ્સાથી કહ્યુ, “નાલાયકો, હરામખોરો, આ તમે જે કરી રહ્યા છો તે સારૂ નથી.તેનુ પરિણામ જરા પણ સારૂ નહી આવે.તમારી નજર મારા પૈસા પર હશે એ મે ક્યારેય વિચાર્યુ ન હતુ નહી તો હુ ક્યારેય અહી આવત જ નહી.ચુપચાપ મને મારા પૈસા આપી દો.તેના પર તમારો કોઇ હક છે જ નહી.તે મારા દેવના પૈસા છે અને તે પૈસા હુ દેવની ઇચ્છા મુજબ જ ખર્ચ કરીશ એ વાત યાદ રાખજો.”

નિકિતાએ એક થપ્પડ લગાવતા કહ્યુ. “ચુપ મર ભીખારણ, તને તો તેમાથી એક ફુટી કોડી પણ નહી આપુ.તુ પગની જુતી છો અને જુતી જ રહીશ.બહુ આવી સમાજસેવા વાળી.તારા જેવા ભીખારીઓ પાછળ આ પૈસા વેડફવાના નથી.હવે તને કહ્યુ છે એમ કર નહિતર તેનુ પરિણામ બહુ ખરાબ આવશે.” વિકાસ અને નિકિતા રાજેશ્વરીને માર મારતા મારતા અને વાળ પકડીને સર્વન્ટ કર્વાટરમાં લઇ ગયા અને એક રૂમમાં બંધ કરી દીધી અને જતા રહ્યા. રાજેશ્વરી થોડીવાર સુધી રડતી જ રહી.ઓચિંતુ આવુ થયુ તેના હિસાબે તે ખુબ જ ગભારાઇ ગઇ અને હવે શુ કરવુ તે તેને કાંઇ સુઝતુ જ ન હતુ.તે મનોમન દેવને યાદ કરી રડતી રહી અને બોલી , “દેવ આ બધુ શું થાય છે તે તું જુએ છે ને?મને આમ મઝધારે છોડી તુ તો જતો રહ્યો અને હવે આ તારી બહેનને તારી અંતિમ ઇચ્છા કરતા તારા પૈસામાં વધુ રસ જાગ્યો છે.શું આ બધુ જોવા અને સહન કરવા જ તુ મને એકલી મૂકી જતો રહ્યો????” ત્યાં હેડ સર્વન્ટ લાખી આવી અને રાજેશ્વરીને નોકરોને પહેરવાના કપડાં આપતા કહ્યુ,

“નિકિતા મેડમે કહ્યુ છે કે તમારા આ કપડાં અને ઘરેણા કાઢીને તેને મોકલી આપજો, અને આ સર્વન્ટના કપડા પહેરી કામકાજ કરવા આવી જાઓ.” રાજેશ્વરીએ લાખીએ આપેલા કપડાંના ઘા કરતા કહ્યુ, “જાવા દે તુ અહીથી અને કહી દે તારી મેડમને કે હુ કાંઇ નોકરાણી નથી.તેની જે ઇચ્છા છે તે હું ક્યારેય પૂરી નહી થવા દઉ,કાંઇ નહી આપુ તેને.મારુ છે આ બધુ મારુ.મે અને મારા દેવે દિન રાત મહેનત કરીને એકઠુ કર્યુ છે અને મારા દેવની અંતિમ ઇચ્છા તો હુ પુરી કરીને જ રહીશ.તારી મેડમને કહી દેજે રાજેશ્વરી આ કપડા નહી પહેરે જે કરવુ હોય તે કરી લે.તેની ધાક ધમકીઓથી હું ડરવાની નથી.”

વધુ આવતા અંકે........................