આત્મવિશ્વાસ Archana Bhatt Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આત્મવિશ્વાસ

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : આત્મવિશ્વાસ

શબ્દો : 508
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

આત્મવિશ્વાસ

કોઈકવાર આપણે અણધાર્યા સફળ થઈ જઈએ કે પછી સફળતાની ટોચપર હોઈએ અને અચાનક જ ગબડી પડીએ હા મિત્રો ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈક સાવ અજાણ્યા માણસની મદદ પણ આપણી જિંદગી બદલી નાંખતી હોય છે તો ક્યારેક વળી કોઈકની વાતથી આપણાંમાં કોઈ દોરીસંચાર થઈ જતો હોય છે અને આપણી નિષ્ફળતાઓ સફળતામાં પલટાવા લાગતી હોય છે અહીં પણ એક એવી જ વાર્તા છે જે આપણને આપણાં આત્મવિશ્વાસનું મૂલ્ય સમજાવશે.

એક બીઝનેસમેન ઘણો દેવામાં ડૂબી ગયો અને બહાર આવવાનો કોઈ રસ્તો નહોતો મળતો. જે લોકો તેમને ક્રેડીટ આપતા હતા તે લોકોએ ક્રેડીટ આપવાનું બંધ કરી દીધું હતું. અને સપ્લાયરોએ કડક ઉઘરાણી ચાલુ કરી દીધી હતી.લેણિયાતો ની રોજ રોજ ની ઉઘરાણી થી કંટાળીને તે એક દિવસ બગીચામાં એક બેંચ પર બેઠો હતો અને વિચારતો હતો કે કઈ વસ્તુથી પોતે દેવાળિયો થતા બચે અને પોતાની કંપનીને ફડચામાં જતી રોકે.


અચાનક એક વૃદ્ધ આદમી તેની સામે દ્રશ્યમાન થયો.


હું જોઈ શકું છું કે તું ખુબજ ચિંતા માં ડૂબેલો છે.” વૃદ્ધ માણસે કહ્યું.


બીઝનેસમેન ની આપવીતી સંભાળીને વૃદ્ધ માણસે કહ્યું “હું તને મદદ કરી શકું છું.”


તેમણે તે બીઝનેસમેન નું નામ પૂછ્યું અને એક ચેક લખી આપ્યો અને બીઝ્નેસમેન ના હાથમાં આપતા કહ્યું: “આ ચેક રાખ, અને બરાબર આજથી એક વર્ષ પછી અહી જ મને મળજે અને ત્યારે તું આ રકમ મને પાછી આપી શકે છે.

” આમ કહી ને વૃદ્ધ માણસ જતો રહ્યો. બિઝનેસમેને તે ચેક જોયો, તે ચેક $500000 નો હતો અને સાઈન કરેલી હતી
બિઝનેસમેને વિચાર્યું કે હું મારી બધી નાણાકીય ચિંતા નો એક મિનીટમાં સફાયો કરી શકું તેમ છું.

પરંતુ તે બિઝનેસમેને તેમ ના કરતા તેણે તે ચેક ને વટાવ્યા વગર કોઈ સલામત જગ્યાએ મૂકી રાખવાનો વિચાર કર્યો. તે જાણતો હતો કે આ ચેક ની મદદથી તે ગમે ત્યારે તેની કંપનીને ફડચામાં જતી બચાવી શકે એમ છે.

નવા જ આત્મવિશ્વાસ સાથે તે વધારે સારી બીઝનેસ ડિલ વધારે મુદતની પેમેન્ટ ટર્મ્સ થી કરવા લાગ્યો. અને થોડા મોટા સોદો પડ્યા. અને થોડા જ મહિનાઓમાં તે દેવામાંથી બહાર આવી ગયો અને તેની કંપની નફો કરતી થઇ.

એક વર્ષ પછી નક્કી કરેલા સમયે તે ફરી તે જ બગીચામાં સાચવી રાખેલા ચેક સાથે આવી પહોચ્યો અને તે જ બેંચ પર જઈને બેઠો.


થોડા જ સમયમાં તે વૃદ્ધ માણસ પણ ત્યાં આવી પહોચ્યા. પરંતુ જ્યાં એ બીઝનેસમેન તેમને ચેક પાછો આપી અને પોતાની સફળતાની વાર્તા સંભળાવે તે પહેલા જ એક નર્સ દોડતી આવી અને તે વૃદ્ધ માણસને પકડી લીધા.

નર્સે બીઝનેસમેનને કહ્યું : ” આ વડીલે તમને હેરાન તો નથી કર્યા ને? Thanks god ! તેઓ મળી ગયા. તેઓ માનસિક બીમાર છે અને ઘર માંથી ભાગી જાય છે અને લોકોને કહેતા ફરે છે કે તેઓ બહુ મોટા માણસ છે.”

આટલું કહીને નર્સ તે વૃદ્ધને ત્યાંથી લઈ ગઈ.પરંતુ આ સંભાળીને પેલા બીઝ્નેસમેન નું માથું ફરી ગયું. તે અવાક થઇ ગયો. છેલ્લા એક વર્ષમાં તેણે જે જોખમી બીઝનેસ ડીલો કરી, જોખમી નિર્ણયો લીધા તે ફક્ત એ જ વિચારે કે કંઈપણ થાય તો તેની પાસે $500000 નો ચેક છે.


પછી તેને વિચાર આવ્યો કે હકીકત માં એ રકમ તેની પાસે ન હતી જે રકમથી તેની જીંદગી બદલાઈ ગઈ. તે ફક્ત તેનો નવો આત્મવિશ્વાસ જ હતો કે જેથી તેને જે જોઈતું હતું તે મેળવવાની શક્તિ મળી.

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888