Sparsh Darshita Babubhai Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Sparsh

સ્પર્શ

દર્શિતા બાબુભાઈ શાહ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

•સ્પર્શ

•દુઆ

•સળવળાટ

•ચિતાર

•તૃષ્ણા

•મ્ટ્ઠિૈહ ઙ્ઘીટ્ઠઙ્ઘ દ્બટ્ઠ’જ !

•નારી

•શ્વાસ

•દુનિયાદારી

•મંઝિલ

•પ્રેમ

•વૈભવ

•સુમસામ

•છલકાવું

•નજર

•નયન

•સંબંધ

•નયન

•સમજ

•યાદ

•તુલના

•પ્રકટ

•જુગાર

•ફકીર

•નાવ

•દર્શિતા

•ઉછેર

•મન

•ટહુકો

•અફીણ

•ગઝલ

•ભસ્મ

સ્પર્શ

નયન ના સ્પર્શ માત્ત થી નયન છલકી ઉઠે છે.

યાદ ના સ્પર્શ માત્ત થી હૈયું છલકી ઉઠે છે.

એક પળ વીતી ન દિવસ વીતી જાય,

યાદ ના સ્પર્શ માત્ત થી અસ્તિત્વ ડોલે છે.

એકાંત માં આવે સ્વપ્નો ની સવારી,

યાદ ના સ્પર્શ માત્ત થી ઊંઘ ઉડી જાય છે.

હૃદય માં વસે છે ધડકનો માં વસે છે,

યાદ ના સ્પર્શ માત્ત થી હૈયું ધબકે છે.

નજરો માં પહેરો બેસાડી દીધો છે,

યાદ ના સ્પર્શ માત્ત થી નયન છલકે છે.

દુઆ

ઝંખે છે જે હૃદય પામી નથી શકતાં,

દિલ થી દુઆ માગી નથી શકતાં.

અસ્તિત્વ સાથે ભળેલ છે અંધકાર,

મ્હોરા ના ચહેરા બતાવી નથી શકતાં.

કોઈની નજર ના તીર વાગ્યા ને,ં

મિલન ની આશા છોડી નથી શકતાં.

મહોબ્બત ના નશામાં ચકચુર છે,

નજરો ના વાર ભૂલી નથી શકતાં.

એકાંતમાં યાદો જ્યારે સતાવે ખૂબ,ં

પ્રેમથી પંપાળવાનું ચૂકી નથી શકતાં.

શમણાં મિલન ના પુરા થશે ક્યારે,

ચાહત ની સીમા પામી નથી શકતાં.

સખી જીવનભર ની તડપ મંજૂર છે,

દિલમાં યાદ ભુલાવી નથી શકતાં.

સળવળાટ

દર્દ સળવળે છે આમ,

દોષ ન આપો દવાને.

વિસામો આપો જરા,

દોષ ન આપો હવાને.

સદીઓથી શ્વાસતું,

દોષ ન આપો જગને.

અસ્તિત્વ પારખી લો,

દોષ ન આપો દોસ્તને.

ઊડી ગયું એક પંખી,

દોષ ન આપો પીછાને.ં

સખી જીજીવિષા ક્યાં ?

દોષ ન આપો હૃદયને.

ચિતાર

ખ્વાબ શણગાર્યા કિતાબોમાં,

શમણાં સજાવ્યા કિતાબોમાં.

ઈતિહાસ ની ભરતી ઓટનો,

લાંબો ચિતાર છે કિતાબોમાં.

વસતી જેટલી વસે દુનિયામાં,

તેનાથી પણ વધારે કિતાબોમાં.

ભીંજાઈ ભૂલથી વરસાદમાં,

મૂગી વેદના સમાઈ કિતાબોમાં.

હજારો વર્ષ ટકે સાચવો તો,

અસ્તિત્વ કંડાર્યું કિતાબોમાં.

હૃદયની લાગણીઓની ગાથા,

છુપી છુપી વંચાય કિતાબોમાં.

રાખજો ચોર ખાનામાં છુપાવીને,

દિલ ના રાઝ ધુટાયા કિતાબોમાં.

તૃષ્ણા

તૃષ્ણા !

શું છે આ તૃષ્ણા ?

કોઈ ને ખબર છે ?

કોઈની પુરી થઈ છે ?

કશુંક પામવાની તૃષ્ણા ?

કશુંક કરવાની તૃષ્ણા ?

જીવન ના છેલ્લા શ્વાસ સુધી,

તૃષ્ણા,

અમર,

કદી ન છીપાય,

કદી ન શમે,

જીવનભર એક પછી એક,

તૃષ્ણા જન્મે

શમે,

છીપાય,

નવી તૃષ્ણા,

અંતહીન,

ક્યારેય પૂર્ણવિરામ ખરું,

કદાચ ના,

તૃષ્ણાનું પૂર્ણવિરામ,

એટલે,

સંપૂર્ણ આત્મસંતોષ,

આનંદ,

જ,

આનંદ,

અસ્તિત્વ લીન થઈ,

પરમાત્મામાં સમાઈ જાય,

ત્યારે,

પુરું થાય એક,

સંપૂર્ણ સુખદ,ં

જીવન

મ્ટ્ઠિૈહ ઙ્ઘીટ્ઠઙ્ઘ દ્બટ્ઠ’જ !

મ્ટ્ઠિૈહ ઙ્ઘીટ્ઠઙ્ઘ માણસ !

અસ્તિત્વ ખરું ?

ના,

સ્ીઙ્ઘૈષ્ઠટ્ઠઙ્મ જીીૈીહષ્ઠી ની દૃષ્ટિએ ના !

ઁટ્ઠિષ્ઠૈંષ્ઠટ્ઠઙ્મ દૃષ્ટિએ ?

કદાચ હા, કદાચ ના,

સ્ટ્ઠહ ૈજ ઙ્ઘૈકકીિીહં કર્િદ્બ ટ્ઠહૈદ્બટ્ઠઙ્મજ

મ્અ

મ્ટ્ઠિૈહ ર્ં ંરૈહા,

ૐીટ્ઠિં ર્ં કીીઙ્મ,

ત્યારે

મ્ટ્ઠિૈહ ઙ્ઘીટ્ઠઙ્ઘ માણસ એટલે,

ર્ઝ્રં ર્હ, ર્જ શ્ ર્જ,

એ તેની ઓળખાણ,

ેંહુટ્ઠહીંઙ્ઘ ષ્ઠિીટ્ઠેંિી,

નજીક ના સગા ખાસ દૂર ખસી જાય,

ને અજાણ્યા હાથ લંબાવે,

તેનું ૐીટ્ઠિં આ જૈેંટ્ઠર્ૈંહ સામે બંડ પોકારે,

ને ગદ્દગદ્દ પણ બને,

અને ઘક ઘક ઘબકતું ૐીટ્ઠિં,

સાક્ષી આપે,

હા,

મારું અસ્તિત્વ છે !

જીવવાની એક પણ ક્ષણની આશ નહીં છોડું,

લડીશ,

ઝઝુમીશ,

અને

અંતે વિજય થશે,

મારા લાગણીસભર હૃદય નો,ં

હું ભાનમાં આવીશ,

દુનિયા ને ભાનમાં લાવીશ,

કે,

્‌રૈહા હ્વીર્કિી ટ્ઠષ્ઠં,

હ્લીીઙ્મ ર્કિ ર્જર્દ્બીહી,

ઉી ટ્ઠિી રેદ્બટ્ઠહ હ્વીૈહખ્તજ,

ર્જી ઙ્મૈદૃી શ્ ઙ્મીં ઙ્મૈદૃી.

નારી

વેદના સંવેદના સાથે ઝઝુમતી નારી,

માન-અપમાન વચ્ચે ઝઝુમતી નારી.

કેવી રે તારી ગાથા કેવી રે માયા,

પિતા-ભાઈ વચ્ચે ડોલતી નારી.

કેવા રે ખેલ ખેલ્યા રે જીન્દગી,

પતિ-પુત્ર વચ્ચે પીસાતી નારી.

બહારથી કઠોર અંદરથી મૃદુ,

આગ-બરફ વચ્ચે પીગળતી નારી.

ક્યારેક હસતી ક્યારેક રડતી,

સુખ દુઃખ વચ્ચે ડોલતી નારી.

છે એક જ ઉચ્છા અવિરત,ં

હંમેશા હસતી રમતી રહેતી નારી.

ન ઉકલ્યા ભેદ અણબોલના,

ભેદ-અભેદ વચ્ચે જીવતી નારી.

શ્વાસ

તારા માટે હશે સ્વપ્ન, મારા માટે હકીકત છે.

તારા માટે હશે ક્ષણ, મારા જીવન છે.

સાથ વિના મારગ જીન્દગીનો સૂનો છે,

શ્વાસ વિના રુંધાય જીન્દગીની પળો છે.

જીવનમાં હાર જીત ચાલતી જ રહે છે,

પગથિયાં ચડતા માણસ પડે પણ છે.

આડા અવળાં રસ્તાઓ મંઝિલ ના છે,

મારા માટે તે હંમેશા તકદીર રહ્યા છે.

ચાલ્યાં જીવનભર, કેટલું ચાલવાનું છે,

મારી હિંમત મને મંઝિલ દેખાડશે.

દુનિયાદારી

જીન્દગીના આ ગણિત થી બેખબર છીએ,

અમે તો આ દુનિયાદારી થી બેખબર છીએ.

કાંઈ કેટલું પામ્યાં, કાંઈ કેટલું ગુમાવ્યું,

આનો હિસાબ રાખવામાં બેખબર છીએ.

મળશે તો પૂછીશું ખુદા તને એકવાર,ં

અમે તો તકદીર થી બેખબર છીએ.

પામવા મથ્યાં કશું જીવનભર અહીં,ં

કેટલું મેળવ્યું તેનાથી બેખબર છીએ.

મંઝિલ

કોઈ રસ્તાની ધારે ધારે ચાલ્યા અમે મંઝિલ સુધી,ં

કોઈ હમરાહીની વાટે ચાલ્યા અમે મંઝિલ સુધી.

કદમ ન બહેકવા દીધા ન હિંમત તૂટી મંઝિલ સુધી,

કોઈ સહારાની ખોજે ચાલ્યા અમે મંઝિલ સુધી.

મળશે જરૂર મંઝિલ આશ, ચાલ્યા મંઝિલ સુધી,

આખરે મળી ગઈ વાટ અમે ચાલ્યા મંઝિલ સુધી.

મળશે ટાઢક જીગરને બહુ ચાલ્યા મંઝિલ સુધી,

કોઈની યાદના સહારે ચાલ્યા અમે મંઝિલ સુધી.

કરશો યાદ જ્યારે અમારી પ્રીતડી મંઝિલ સુધી,

પડછાયાને પામવા ચાલ્યા અમે મંઝિલ સુધી.

તમને વાળી મંઝિલ, પહોંચીશું મંઝિલ સુધી,

હૈયામાં હામ ધરી ચાલ્યા અમે મંઝિલ સુધી.

જીન્દગી-મૌત સુધી લાંબી સફર મંઝિલ સુધી,ં

છેવટે રાખમાં ભળી ચાલ્યા અમે મંઝિલ સુધી.

પ્રેમ

આગમન તારું બતાવે છે પ્રેમની ગવાહી,

આચરણ તારું બતાવે છે પ્રેમની નિશાની.

હંમેશા સારી વસ્તુ સારા હાથમાં શોભે,ં

અર્પણ તારું બતાવે છે પ્રેમની કહાની.

મહોબ્બતમાં ન હતો વિશ્વાસ ક્યારેય,

અવલંબન તારું બતાવે છે પ્રેમની કટારી.

તુજ પાસ આશ રાખી છે વફાદારીની,

અંતર તારું બતાવે છે પ્રેમની આરસી.

મહોબ્બત અને વ્યવહારમાં તફાવત છે,

સ્વપ્ન તારું બતાવે છે પ્રેમની લાચારી.

મૌન તારું અકળાવી રહ્યું છે દિલને,

ગાંભીર્ય તારું બતાવે છે પ્રેમની જીન્દગી.

વૈભવ

આસું ના વહાવશો એક પણ કફન પર,

ઈરાદો ના બદલાઈ જાય ખુદાના જીવન પર.

હવે આ વૈભવ શા કામનાં કફન પર,

બે ફૂલ ચઠાવજો કોઈ દિવસ મજાર પર.

એવા તો કોઈ મહાન નથી થઈ ગયા,

બે ચાર દિવસ યાદ કરજો મનન પર.

સુમસામ

સુમસામ નગર દિસે કાંઈ વખત થી,

ચુપચાપ નગર લાગે કાંઈ કેટલા વખતથી.

નથી રસ્તા પર કોઈ હિલચાલ,

નથી મંદિરનો પણ ઘંટારવ,ં

ભરેલું છતાં ખાલી લાગે કાંઈ કેટલા વખતથી.

કોલાહલ છે ચારેકોર અહીં,

કાસિદ મારગ ભૂલ્યો અહીં,ં

વાગતું છતાં મુંગુ લાગે કાંઈ કેટલા વખતથી.

સખી ન શોધ નવી કેડી,

રસ્તાની ભાળ પણ નથી,

ભેદી છતાં અભેદ લાગે કાંઈ કેટલા વખતથી.

છલકાવું

રાહ જો થાકી આ નજર,

દૂર સુધી તાકતી રહી નજર.

દિદાર વાસ્તે પાથરી નજર,

રાખો બંધ આંખો ન લાગે નજર.

બાંધી દીધી વચને આ નજર,

ફરી કોઈ આશ ન રાખે નજર.

આગમન ને વધાવતી નજર,

આંસુથી નવાજતી નજર.

મહલબ્બતના જામ ઢોળે નજર,

મહોબ્બતમાં ફના થાય નજર.

કાજળથી ધેરાયેલી આ નજર,

છલકાવે છે કાજળ તારી નજર.

સખી મદહોશ કેમ છે નજર ?

ઝુકાવી દે ને પળવાર નજર.

નજર

એક દિદાર માટે તરસી નજર,

એક ખુશી માટે તરસી નજર.

સાથ વિતાવ્યા જે પળ અહીં,

ફરી વાર શોધે તરસી નજર.

જેના ખુલવાથી સવાર થતી,

તે સૂરજ ને પૂજે તરસી નજર.

જેના ઢળવાથી રાત થાતી,

ગાઠ નિંદ્રામાં તરસી નજર.

મનાવ્યા છતાં માનતું નથી,

વિનવે દિલને તરસી નજર.

આગમનની વેળા ગઈ આવી,

ચારેકોર ફરે છે તરસી નજર.

સખી કોની લાગી તને નજર,

તરસીતી રહી છે તરસી નજર.

નયન

પ્રેમ નિતરતા નયનો પર વારી ગયુ છે દિલ,

સ્નેહ છલકતા નયનો પર વારી ગયું છે દિલ.

ચહેરો તો નથી યાદ રહ્યો બરાબર હવે,

દિદાર તરસતા નયનો પર વારી ગયું છે દિલ.

દિલનું દર્પણ છે તારા મદભર્યા નયનો,

સાગરથી ઊંડા નયનો પર વારી ગયું છે દિલ.

હતું કંઈક એ પ્યારા કામણગારા નયનોમાં,

જાનથી પ્યારા નયનો પર વારી ગયું છે દિલ.

ફુરસદથી કામ ક્યું છે ખુદા એ પણ,

વ્હાલ વરસાવતા નયનો પર વારી ગયું છે દિલ.

ન લાગે નજર આ મહેરબાન નજર ને,

કાજળ છલકાવતા નયનો પર વારી ગયું છે દિલ.

ચાર નયનો મળે ત્યારે અમૃત વરસે છે,

સખી વરસતા નયનો પર વારી ગયું છે દિલ.

સંબંધ

ભટકી રહ્યો છું ક્યારનોય જગતમાં,

વિસરાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં.

આસપાસ તો છે સંબંધો જગતમાં,

ફસાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં.

સૌ પોતાના ચહેરા છુપાવ્યા જગતમાં,

સંકડાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં.

માયા તો લાગી ગઈ હતી જગતમાં,

પુરાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં.

તારા વિના બીજું કોણ જગતમાં,

લૂંટાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં.

કેવા તાપ અને સંતાપ જગતમાં ?

ગુચવાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં.

ભૂખ મટતી નથી એમ જગતમાં,

ભુખ્યો રહ્યો છું ક્યારનોય જગતમાં.

મૌન હવે તો અકળાતું જગતમાં,

બોલી રહ્યો છું ક્યારનોય જગતમાં.

સરોવર કંઈક સૂકાયા જગતમાં,

તરસ્યો રહ્યો છું ક્યારનોય જગતમાં.

ખુચતું તો રહ્યું છે કોઈ જગતમાં,

ચૂથાતો રહ્યો છું ક્યારનોય જગતમાં.

સાંભળશે કોણ હવે બૂમ જગતમાં,

બોલતો રહ્યો છું ક્યારનોય જગતમાં

દેખી ને અનદેખ્યા કર્યા જગતમાં,

દેખતો રહ્યો છું ક્યારનોય જગતમાં

ઠંડક ફેલાવતી ચાંદની જગતમાં,

ઢાંકતો રહ્યો છું ક્યારનોય જગતમાં.

લાગણીની કૂપણ ફૂટી જગતમાં,

ભટકતો રહ્યો છું ક્યારનોય જગતમાં.

હૂંફને તરસી રહ્યું હૃદય જગતમાં,

હાંફી રહ્યો છું ક્યારનોય જગતમાં.

પાંદડીનો પગરવ સંભળાય જગતમાં,

સંભળાતો રહ્યો છું ક્યારનોય જગતમાં.

રેતીના કણકણમાં સોનું જગતમાં,

શોધતો રહ્યો છું ક્યારનોય જગતમાં.

હવે દરિયો તો ઉભરાતો જગતમાં,

ફેલાતો રહ્યો છું ક્યારનોય જગતમાં.

શબ્દની માયાજાળ છે જગતમાં,

ફસાતો રહ્યો છું ક્યારનોય જગતમાં.

ફુલોની આસપાસ ભમરા જગતમાં,

મંડરાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં.

રસ્તા તો ધણા બધા છે જગતમાં,

ગુંગળાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં.

જનમજનમ ના બંધનો આ જગતમાં,

બંધાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં

મળ્યા હતાં સાથી ઘણાં જગતમાં,

મળી રહ્યો છું ક્યારનોય જગતમાં.

સ્પંદનોની માયાજાળ છે જગતમાં,

પ્રેરાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં.

દિવસ રાતનું આ ચક્ર જગતમાં,

ધૂમતો રહ્યો છું ક્યારનોય જગતમાં.

મહેફિલો રોજ થતી જાતી જગતમાં,

પીવાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં.

ઈમારતોની છાયા છે આ જગતમાં,

છવાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં.

સગપણના શણગાર છે જગતમાં,

સજાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં.

શબ્દોની રમત આ તે જગતમાં,

રચાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં.

આદતથી મજબૂર માનવ જગતમાં

અંજાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં.

ચૈન તો ક્યારેય ન મળ્યું જગતમાં,

બેકરાર રહ્યો છું ક્યારનોય જગતમાં.

ભણી લીધા હવે તો પાઠ જગતમાં,

શીખવી રહ્યો છું ક્યારનોય જગતમાં.

ખાલી હાથે આવેલ આ જગતમાં

ખાલી રહ્યો છું ક્યારનોય જગતમાં

બહેકવું અને બહેલવાનું છે જગતમાં

બહેકી રહ્યો છું ક્યારનોય જગતમાં.

રૂપિયા પાછળ છે માનવ જગતમાં,

દોડી રહ્યો છું ક્યારનોય જગતમાં.

વળગી રહ્યું છે વિષ આ જગતમાં,

ભાગી રહ્યો છું ક્યારનોય જગતમાં.

આંખની ક્યાં શરમ રહી જગતમાં,

આંજી રહ્યો છું ક્યારનોય જગતમાં.

સ્વપ્નમાં રચાતું જાય છે જગતમાં,

દેખી રહ્યો છું ક્યારનોય જગતમાં.

સળગતો અર્ગ બન્યો આ જગતમાં,

સળગી રહ્યો છું ક્યારનોય જગતમાં.

લખવા માટે શબ્દ ખૂટ્યા જગતમાં,

લખાતો રહ્યો છું ક્યારનોય જગતમાં.

ખાલી ખાલી લાગે છે હવે જગતમાં,

ખેલાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં.

સ્મૃતિઓની પરંપરા આ જગતમાં,

સ્મરી રહ્યો છું ક્યારનોય જગતમાં.

હોઠ સીવી લીધા મૌન જગતમાં,

બોલી રહ્યો છું ક્યારનોય જગતમાં.

પત્ર તો જાણે વિસરાયા જગતમાં,

લખાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં.

કોણ એને સમજ્યું આ જગતમાં,

નાસમજ રહ્યો છું ક્યારનોય આ જગતમાં.

ફેલાઈ રહી મીઠી સુગંધ જગતમાં,

સુંધી રહ્યો છું ક્યારનોય જગતમાં.

અજપામાં વિતાવ્યા દિવસો જગતમાં,

ધુમતો રહ્યો છું ક્યારનોય જગતમાં.

માણસ માણસ ક્યાં રહ્યો જગતમાં,

વિચારી રહ્યો છું ક્યારનોય જગતમાં.

ખેલ બહુ ખેલી લીધા આ જગતમાં,

ખેલાડી રહ્યો છું ક્યારનોય જગતમાં.

મનભરી જીવી લે આજ જગતમાં,

ભૂંસાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં.

ભીની સુવાસ ને ઝંખતા જગતમાં,

બેચેન રહ્યો છું ક્યારનોય જગતમાં.

વેચાતું બધું જ મળે જગતમાં,

વેચાઈ રહ્યો છું ક્યારનોય જગતમાં.

આમ તો કોઈ દુઃખ નથી જગતમાં,

ખુશ રહ્યો છું ક્યારનોય જગતમાં.

સખી વિસરાઈ ન જાય જગતમાં,

ચેતતો રહ્યો છું ક્યારનોય જગતમાં.

નયન

જામ પર જામ છલકાય છે,

નયનમાં યાદ છલકાય છે.

અશ્રું નથી ટપકતા આ તો,

કોઈની યાદ છલકાય છે.

વહી જાય છે કાજળ સાથે,

સ્મૃતિમાં યાદ છલકાય છે.

બંધ રાખી દો દ્વાર નયનનાં,

કીકીમાં યાદ છલકાય છે.

જોઈ ન લે કોઈ તસવીર,

પડદામાં યાદ છલકાય છે.

ભરી દો સુરમો ચારેકોર,

પાંપણમાં યાદ છલકાય છે.

સખી નજરાય ન નયનો,

નયનમાં યાદ છલકાય છે.

સમજ

કોણ સમજે છે દુનિયામાં પ્યાને ?

માની લે છે ગુનો દુનિયા પ્યારને.

ન હતો ઈન્કાર, ન ઈકરાર એ તો,

પોતાની સમજમાં સમાવ્યો પ્યારને.

છે હવે આંખોમાં એની ઈઝહાર,

બસ એટલું જ જોઈતું હતું પ્યારને.

કાંઈ ખફા તો રહે છે આજકાલ,

શું સમજી બેઠા છે એ પ્યારને ?

મહોબ્બતમાં નથી બુદ્ધિનું કામ,

દિલના સોદા કીધા છે પ્યારને.

શંકા કુશંકામાં ભમતું રહેતુ મન,

મંજૂર નથી આ દશા કાંઈ પ્યારને.

દર્દ તો મળતું જ રહેશે પ્યારને,

અંગાર પર ચાલવાનું છે પ્યારને.

મહેફિલમાં નથી ભટકતું રહેતું,

દિલબારની ખબર છે પ્યારને.

જામ એક જ ઈલાજ તો નથી,

પ્રેમની ભૂખ હોય છે પ્યારને.

વફાદારી તો ખટકતી જ રહેશે,

બેવફાઈ મંજૂર નથી પ્યારને.

ખુશનસીબ છો પામ્યા પ્યારને,

કોણ પામી શક્યું છે પ્યારને ?

યાદ

તારા વિના સવાર પડી,

પણ રાત જાગી ગઈ.

તારા વિના ફૂલ ખીલ્યા,

પણ કળી મુરજાઈ ગઈ.

તારા વિના ગીત ગાયા,

પણ સૂર ભૂલી ગયા.

તારા વિના જામ પીધા,

પણ બેહોશ ન થયા.

તારા વિના તારા ઉગ્યા,

પણ ટમટમતા ન હતાં.

તારા વિના નિશા ઢળી,

પણ ચાંદની ન થઈ.

તારા વિના ઢોલ વાગ્યા,

પણ ગુંજ્યા નહી.

તારા વિના પવન વાયો,

પણ શીતળતા ન થઈ.

તારા વિના વાદળ આવ્યા,

પણ વર્ષા ન થઈ.

તારા વિના વસંત આવી,

પણ બહાર ન લાવી.

તારા વિના ફાગુણ આવ્યો,

પણ રંગ ન લાવ્યો.

તારા વિના મોગરો મહેક્યો,

પણ સુગંધ ન ફેલાઈ.

તારા વિના પાણી પીધું,

પણ તરસ ન છીપાઈ.

તારા વિના સ્વપ્ન આવ્યું,

પણ ઊંઘ ન આવી.

તારા વિના ચાલતા રહ્યા,

પણ મંઝિલ ન મળી.

તારા વિના મૌન રહ્યા,

પણ શબ્દ ન મળ્યા.

તારા વિના માયા લાગી,

પણ લાગણી સૂકાઈ.

તારા વિના અમૃત પીધા,

પણ અમર ન થયા.

તારા વિના રાત ઉજળી,

પણ બહાવરી ગઈ.

તારા વિના હસ્યા ખૂબ,

પણ સ્મિત વેરાયું.

તારા વિના સંબંધો ઘણા,

પણ સૂકા ઘાસ ના.

તારા વિના ખુદા મળ્યા,

પણ ખુદાઈ ન મળી.

તારા વિના દોસ્તી થઈ,

પણ દોસ્ત ન મળ્યા.

તારા વિના કવિતા લખી,

પણ વાંચી ન શક્યા.

તારા વિના ડુબકી મારી,

પણ ડુબી ન શક્યા.

તારા વિના જફા કરી,

પણ વફા ન કરી.

તારા વિના મહેફિલ સજી,

પણ રોશન ન થઈ.

તારા વિના તારા વિના,

તારા વિના ??????

તુલના

કરવી નથી તુલના લાગણીની,

કરવી નથી તુલના મહોબ્બતની.

ઉનાળામાં છાયડો,

શિયાળામાં તડકો,

કરવી નથી તુલના ઋતુઓની.

સૂરજનો તાપ,

ચાંદની ચાંદની,

કરવી નથી તુલના ગ્રહોની.

નદીની શિતળતા,

દરિયાના મોજાં,

કરવી નથી તુલના ભરતીની.

વસંતની મહેક,

પતઝડની બહાર,

કરવી નથી તુલના તોફાનની.

બાળકની નિર્દોષતા,

યૌવનનો થથરાટ,

કરવી નથી તુલના મસ્તીની.

ચાલે છે અવિરત,

સમયનું ચક્ર,

કરવી નથી તુલના સમયની.

પ્રકટ

ભીતરમાં ધબકેલો છે જવાળામુખી,

ભીતરમાં સળગેલો છે જવાળામુખી.

ભસ્મ ન થઈ જાય આ આયખું,

ભીતરમાં પ્રકટેલ છે જવાળામુખી.

પડી છે લાંબી લાંબી ફાટો ઠેરઠેર,

ભીતરમાં ઉકળેલો છે જવાળામુખી.

ઉછળીને બહાર આવવા માંગે છે,

ભીતરમાં ઉભરાયો છે જવાળામુખી.

વર્ષોથી જીલતા આવ્યા છે ભાર,

ભીતરમાં ભારેલો છે જવાળામુખી.

છલકવા માંગે છે શાંતિ પામવા,

ભીતરમાં છલકાય છે જવાળામુખી.

ઠરીને ઠામ થઈ, ફરી નવસર્જન,

ભીતરમાં સર્જાયેલો છે જવાળામુખી.

ગોદમાં સમાવી રાખેલ મમતા,ં

ભીતરમાં હીચકાય છે જવાળામુખી.

એક વાર ઠલવાશે, વેદના શમશે,

ભીતરમાં વલોવાય છે જવાળામુખી.

ફાટશે તો ઉજાડશે કેટલાય જીવન,

ભીતરમાં ફાટેલો છે જવાળામુખી.

રોકી કોણ શક્યું ભલા નવસર્જન ?

ભીતરમાં જન્મ્યો છે જવાળામુખી.

જુગાર

કોણ સમજ્યું છે દિલની વાત અહીં ?

કોણે માની છે દિલની વાત અહીં ?

મશ્કરીમાં જીવી લીધો છે જીન્દગી,

કોણ જાણી છે દિલની વાત અહીં ?

જુગાર નથી આ હકીકત છે અહીં,

કોણે ખેલી છે દિલની વાત અહીં ?

બે ચાર દિવસ તો વિતી જશે અહીં,

કોણે વેઠી છે દિલની વાત અહીં ?

પૂરી કરી જીન્દગી મહેફિલોમાં અહીં,

કોણે પીધી છે દિલની વાત અહીં ?

જામ પર જામ છલકાતા જાતા અહીં,

કોણે છેડી છે દિલની વાત અહીં ?

જીવી લો આજ, કાલ તો નથી અહીં,

કોણે જીવી છે દિલની વાત અહીં ?

ફકીર

મસ્તીમાં ફરતો રહ્યો છું, જીવનભર,

ફકીરીમાં ધૂમતો રહ્યો છું જીવનભર.

નથી ચિંતા જેને કાલની જીવનભર,

પોષાતો એમ જ રહ્યો છું જીવનભર.

કિસ્મતનો સાથ રહ્યો છે જીવનભર,

બંદો હસતો રમતો રહ્યો છું જીવનભર.

મળી ન છ ફૂટ જગ્યા જીવનભર,

ઠેકાણું શોધતો રહ્યો છું જીવનભર.

સંઘર્ષો વેઠ્યાં દુનિયામાં જીવનભર,

પડ્યો મસ્તીમાં રહ્યો છું જીવનભર.

પૂરી કરી જેને ઈચ્છા આ જીવનભર,

ઉતર તો પાર રહ્યો છું જીવનભર.

ચાલતો રહ્યો દુર સુધી જીવનભર,

પોષાતો પોષતો રહ્યો છું જીવનભર.

નાવ

મંઝિલ મારી ક્ષિતિજની પેલે પાર છે,

જીન્દગી મારી ક્ષિતિજ ની પેલે પાર છે.

શણગારી બેઠો છે જીન્દગીની નાવ,

ભાવી મારી ક્ષિતિજની પેલે પાર છે.

માજી દૂર સુધી હંકારી લે આજ નાવ,

મસ્તી મારી ક્ષિતિજની પેલે પાર છે.

ડર નથી કોઈ ડુબવાનો રહ્યો હવે,

જીન્દગી મારી ક્ષિતિજની પેલે પાર છે.

દર્શિતા

તમને જોયા વિના ચૈન પડતું નથી,

તમને મળ્યા વિના ચૈન પડતું નથી.

ઊંઘને વિદાય આપી છે આંખો એ,

તમને દેખ્યા વિના ચૈન પડતું નથી.

સુધબુધ વિસરાઈ ગઈ છે આજે,

તમને પામ્યા વિના ચૈન પડતું નથી.

ભૂખ મારી નાખી છે યાદોએ,

તમને ઝીલ્યા વિના ચૈન પડતું નથી.

ખુલી આંખે સ્વપ્ન જોતા થયા,

તમને જોયા વિના ચૈન પડતું નથી.

દિલની સાચી વાત કીધી છે,

તમને જોયા વિના ચૈન પડતું નથી.

સ્નેહ નિતરતા નયનો ના સમ,

તમને જોયા વિના ચૈન પડતું નથી.

સખી કમાલની ખેચાખેચ છે,

તમને જોયા વિના ચૈન પડતું નથી.

ઉછેર

જિંદગીને એકલે હાથે લડી રહ્યો છું,

જિંદગીને એકલે હાથે રમી રહ્યો છું.

હાર જીત તો ચાલતી જ રહેશે અહીં,

જિંદગીને એકલે હાથે જીવી રહ્યો છું.

નથી પ કોઈની આશ રહી હવે,

જિંદગીને એકલે હાથે ઝઝુમી રહ્યો છું.

સઘળા સહારા બસ નામ ના હોય છે,

જિંદગીને એકલે હાથે સાખી રહ્યો છું.

કઈનો પ્રેમ ઓછો નથી હોતો ક્યારેય,

જિંદગીને એકલે હાથે સમજાવી રહ્યો છું.

અપેક્ષાઓના ડાયરામાંથી બહાર નીકળી,

જિંદગીને એકલે હાથે માણી રહ્યો છું.

કશ્તી મારી પાર ઉતરશે આશ સાથે,

જિંદગીને એકલે હાથે વહાવી રહ્યો છું.

પહાડો સર કરવાનાં છે હજી ઘણાં,

જિંદગીને એકલે હાથે ખેડી રહ્યો છું.

તોફાનનો સામનો કરી આગળ જવાનું,

જિંદગીને એકલે હાથે હંકારી રહ્યો છું.

સમય તો સમયનું કામ કરે છે જ,

જિંદગીને એકલે હાથે માપી રહ્યો છું.

જંગ છે તો જીતીશું આ બાજી જરુર,

જિંદગીને એકલે હાથે ખેલી રહ્યો છું.

પતઝડને પણ બહારમાં ફરવીશું,

જિંદગીને એકલે હાથે ખેલી રહ્યો છું.

મારગમાં દિલ બીછાવી દઈશું આજ,

જિંદગીને એકલે હાથે સજાવી રહ્યો છું.

સખી મંઝિલ સામે છે નજર ઉઠાવ,

જિંદગી ને એકલે હાથે જોઈ રહ્યો છું.

મન

તડકામાં શેકાયેલું આ મન

ઠડંકમાં ઠરેલું આ મન

વિરહમાં ઝુરતું આ મન

અગનમાં બળતું આ મન

ઈચ્છા પંપાળતું આ મન

હૈયાને વલોવતું આ મન

તમન્નામાં રાચતું આ મન

લાગણીને તરસતું આ મન

સમયમાં ડૂબતું આ મન

ધડીકમાં ફરતું આ મન

હંમેશા કુદરતું આ મન

રાહ શોધતું આ મન

નજરમાં સમાતું આ મન

દર્શનને તલસતું આ મન

જુદાઈમાં વ્યાકુળ આ મન

મજધારે ડૂબેલું આ મન

સફર ઈચ્છતું આ મન

ભીતરને ઢંઢોળતું આ મન

નિત લાગણીશીલ આ મન

હૃદયને થપકારતું આ મન

હર ઘડી ભટકતું આ મન

તોફાનોને ઝેલતું આ મન

જિંદગીમાં ઝઝૂમતું આ મન

આંખોમાં વિસ્તરેલું આ મન

આયખાને ટકાવતું આ મન

શ્રદ્ધાને દીપાવતું આ મન

આશાને .છેરતું આ મન

નિરાશાને ખંખેરતું આ મન

કદી ન થાકતું આ મન

વિચારોમાં ડૂબેલું આ મન

આત્માને ઢંઢાળતું આ મન

સ્નેહ વર્ષાવતું આ મન

થાક્યાં વગરનું આ મન

નિરાંત અનુભવતું આ મન

આરામ ન કરતું આ મન

નીત નવીન વિચારતું આ મન

સપનામાં રાચતું આ મન

મહેફિલમાં ઝુમતું આ મન

જામમાં ઢોળાયેલું આ મન

અજવાળા પાથરતું આ મન

અંધારા ઓગાળતું આ મન

ફુલમાં રમતું આ મન

બાગમાં ભમતું આ મન

પડકારને ઝીલતું આ મન

આનંદમાં રાચતું આ મન

કમાલમાં રમકડું આ મન

સૂરજમાં અજવાળતું આ મન

રાતમાં મહેકતું આ મન

શિખર ચડતું આ મન

દરિયામાં ડૂબતું આ મન

વસંતમાં ખીલતું આ મન

પતઝડમાં ઉદાસ આ મન

તારામાં ખોવાયેલું આ મન

મારામાં સમાયેલું આ મન

ટહુકો

ટહુકો સંભળાયને દિલ ડોલે,

ટહુકો સંભળાયને મન ડોલે.

ઉચે ઉચે વૃક્ષની ટોચે બેસીને,

કોયલનો કલરવ ગુંજે ફિજામાં,

સ્મૃતિમાં સમાયેલ યાદ સળવળે,

ટહુકો સંભળાયને યાદ ડોલે.

આકાશમાં વિહરતા દરરોજ,

આજ ડાળે આવીને બેઠા છે,

હૈયું વલોવાયને હૃદય સળવળે,ં

ટહુકો સંભળાયને હૃદય ડોલે.

ક્યાંથી આવ્યાં ક્યાં જશે ?

કેટલા સફર બાકી છે હજી ?

મન ચગડોળે ચીત સળવળે,ં

ટહુકો સંભળાયને ચીત ડોલે.

અફીણ

નશીલા શબ્દોની રમત છે પ્રેમ,

કલ્પનામાં રમવાની રમત છે પ્રેમ.

ઈતિહાસના વેર વિખેર પાનામાં,

કંડારેલી અનોખી રમત છે પ્રેમ.

લાગીઓના પૂર ઉમટ્યાં છે,

યાદોની મીઠી રમત છે પ્રેમ.

હાલાત દુનિયા પૂછ્યાં કરે છે,

દુનિયાથી નોખી રમત છે પ્રેમ.

કશું પામવાનું હોતું નથી,

ગુમાવવાની રમત છે પ્રેમ.

આંખોમાં અફીણી સૂરમો,

પલકારાની રમત છે પ્રેમ.

સખી સપનાંની માયાજાળ,

ઊઘાડા હૈયાની રમત છે પ્રેમ.

ગઝલ

ક્યારની વિચારી રહી છું,

પણ મળતાં નથી શબ્દ,

મળે જો એક શબ્દ,

લખી નાખું ગઝલ તારા નામની.

શું કહું વેદના મારી ?

તારી બેવફાઈથી મળી,

મળે જો એક વફા

લખી નાખું ગઝલ તારા નામની.

દુનિયા ક્યાં જાણે છે,

પ્રીત તારી અને મારી,

મળે જો એ નજર,

લખી નાખું ગઝલ તારા નામની.

કંઈક કેટલુંય કહેવાનું,

બાકી રહ્યું હજી અહીં,

મળે જો એક વાત,

લખી નાખું ગઝલ તારા નામની.

લાગણીઓમાં વહેતી,

થઈ દિલની વાત,

મળે જો એક દૃષ્ટિ,

લખી નાખું ગઝલ તારા નામની.

જાણો છતાં અજાણ કેમ ?

રહ્યાં આજ સુધી,

મળે જો એક રાહ,

લખી નાખું ગઝલ તારા નામની.

પુછવું તો હતી ક્યારેક,

વાત મારા દિલની,

મળે જો એક સૂર,

લખી નાખું ગઝલ તારા નામની.

સખી નથી કોઈ હદ,

કોઈ પ્રેમની સીમા,

મળે જો એક પ્રેમ

લખી નાખું ગઝલ તારા નામની.

ભસ્મ

ભસ્મ થઈ જાય ભલે તેની પડી નથી,

ખત્મ થઈ જાય ભલે તેની પડી નથી.

જિંદગીમાં પૂછવા જેવું હોતું કાંઈ નથી,

રાખ થઈ જાય ભલે તેની પડી નથી.

ભીની આંખોમાં આજ આંસુ નથી,

સૂકી થઈ જાય ભલે તેની પડી નથી.

સપનાંની વાત પૂછવા જેવી નથી,

તૂટી થઈ જાય ભલે તેની પડી નથી.

મંઝિલ તો પ્રેમની કોઈ દૂર નથી,

છેટી થઈ જાય ભલે તેની પડી નથી.

લાગણી દબાયેલી હૈયામાં ક્યાંક,

ધૂંટાઈ જાય ભલે તેની પડી નથી.

સફર અચલ અવિરત ચાલતી રહેશે,

દૂરી થઈ જાય ભલે તેની પડી નથી.

તોફાનોનો સાફ નથી રહ્યો હવે,

ખલાસ થઈ જાય ભલે તેની પડી નથી.

શ્વાસ દમ લઈ રહ્યાં છે ઈન્તજારમાં,

ખત્મ થઈ જાય ભલે તેની પડી નથી.

રગ રગમાં લોહીનાં વમળો ઉમટ્યાં,

ફંટાઈ જાય ભલે તેની પડી નથી.

હશે જીગરમાં હામ ચાલતા રહીશું,

સૂના થઈ જાય ભલે તેની પડી નથી.

સખી તારી યાદમાં જીવી લઈશું,

છુટા થઈ જાય ભલે તેની પડી નથી.