વોટસ અપ-૨ Darshita Babubhai Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વોટસ અપ-૨

(1)

પતંગીયા ની જેમ ઉડાઉડ ના કર,
વોટ્સ અપ પર રંગરલીયા ના કર.
કદીક ઈમેજ મોકલે,
કદીક વિડીયો મોકલે,
કયારેક સ્માઇલ મોકલે,
ક્યારેક થમ્સ અપ મોકલે,
દિવસ રાત એક જ લીલા ના કર.
ક્યારેક લખી ચેટ કરે,
ક્યારેક ધ્વની ચેટ કરે,
ચોવીસ કલાક નેટ પર રહે,
ટેકનોલોજી ની હેટ પહેરે,
ઈન્ટરનેટ ના લીરેલીરા ના કર.
આંખો ને પણ થાક લાગે,
આંગળીઓ ચીસો પાડે,
મોબાઈલ બેટરી ટુટુ કરે,
મને પણ આરામ આપ,
મારા અંગો અવયવો ઢીલા ના કર.

***

(2)

યાદો ને ભૂલવી કઈ સરળ નથી,
વાતો ને ભૂલવી કઈ રમત નથી.
ભરતી ને ઓટ માં તરબતર યકીન,
રાતો ને ભૂલવી કઈ રમત નથી.
જામ નો સુરમો આંજી, બોલતી,
આંખો ને ભૂલવી કઈ રમત નથી.

***

(3)

વિશ્વાસ પોતાના
પર હશે
તો

દુનિયા
પર ?...
સખી

વિશ્વાસ માં
વિશ્વાસ
એટલે

શ્વાસ

***

(4)

પગલાં ઝાકળ ના દેખાય છે રસ્તા પર જ્યાં ને ત્યાં,
ઢગલા વાદળ ના દેખાય છે આભ માં જ્યાં ને ત્યાં.
સપના આગળ ના દેખાય છે ઉંઘ માં જ્યાં ને ત્યાં.
પરચા જીવન ના દેખાય છે જીવ માં

***

(5)

છે તરસ એકાંત ની શબ્દાલય ને પૂછો,
છે પસીના થી નિતરતું તન જલ્દી થી લૂછો.
વર્ષો સુધી દૂરી રાખી ભૂલવા યાદો,
હોવ સાચા હાથ માથા પર તમે મૂકો.
વ્યવહારુ, સાદા, ઝડપી ને સરળ બનો,
આપો સૌને માન પણ ક્યારેય ના ઝૂકો.

***

(6)

માણસ જૂનો થઇ ગયો,
ફોન મૂગો થઇ ગયો.
ભીડ માં કાયમ રહે.
તો પણ સૂનો થઈ ગયો.
ધ્વની ભારત નો ઘટે,
દેશ લૂલો થઈ ગયો.

***

(7)

છે તરસ જામ ની સમજો તો જરા,
છે તરસ નામ ની સમજો તો ખરા.
હારી બેઠો છું હું જીદગી ને સખી,
છે તરસ હામ ની સમજો તો ખરા.
છોડી દીધું છે ઘર ચાહ માં તારી,
છે તરસ ગામ ની સમજો તો ખરા.

***

(8)

આત્મા જન્મો જનમ ભટકયાં કરે છે,
જયાં ને ત્યાં વૈતાળ થઈ લટકયાં કરે છે.
સંઘરેલી વર્ષો થી મુખ માં સખી જે,
વાત હોઠે આવીને અટકયાં કરે છે.
ગુસ્સો નીકળતો નથી ખાલી ઉકળતો,
ભેજું કારણ વીના જો ફટકયાં કરે છે.
દૂર યુગો થી રહ્યાં તારી ખુશી કાજ,
જીવ વારે વારે ત્યાં મટકયાં કરે છે.
લાગણી વિના ના માનવ જો વસે છે,

માથું પથ્થરો સાથે કાં પતક્યા કરે છે.

***

(9)

દરિયા ની રેત પર સરકી જોવું છે,
ધીકતા તાપમાં અટકી જોવું છે.

ભીની ભીની લાગણીના ભરોસે,
ઝુલ્ફો માં સાજનની ભટકી જોવું છે.

પ્રેમી નો સ્વાંગ સજી ને ફરે છે,
દિલડાનો કસ કાઢી પરખી જોવું છે.

ખબર નથી કયાં સુધી એકલો જીવું,
ભીતરથી દિવસ રાત સળગી જોવું છે.

પાનખર વસંત ની મીઠી રમતમાં,
ખેતર લીલું જોઇ મલકી જોવું છે.

હરખ છે કે નહિ મિલનનો તે જોવા,
આંખના ખૂણામાં ખટકી જોવું છે.

રૂડા બે ત્રણ સમરણો પંપાળવા,
કીડીની માફક ત્યાં ચટકી જોવું છે.

વીતેલા વર્ષો નો ટુંકો સાર આજ,
વાદળ જેમ આભમાં પ્રસરી જોવું છે.

***

(10)

Top of Form

ટેરવે ટેરવે સ્પર્શ ભીનો સ્પર્શે છે દિલ ને,
આંખમાં મહેદીંનો રંગ લીલો સ્પર્શે છે દિલ ને.
રાત પૂનમની લઇ આવી છે મિલનની ઘડીઓ,
નાકની નથમાં ચમકતો હીરો સ્પર્શે છે દિલ ને.
બાગમાં કોયલી ટહુકે છે ઉનાળા બપોરે,
ધીમો ને સુમધુર સ્વર મીઠો સ્પર્શે છે દિલ ને.
સૂસવાટો પવન લાવે છે જૂની યાદો પાસે,
ભાવ નીતરતા સુરીલા ગીતો સ્પર્શે છે દિલ ને.
વાટ જોઇને ઊભી હતી અપેક્ષા ઓ કાયમ,
રોજ સાંજે ત્યાં મળવાનો ચીલો સ્પર્શે છે દિલ ને.

***

(11)

મેઘલી રાતે પ્રતીક્ષા કરવાનો આનંદ જુદો હોય છે,
ચાંદની રાતે પ્રતીક્ષા કરવાનો આનંદ જુદો હોય છે.
લાગણી ઓએ દિવાળી ઉજવી છે ભર
ઉનાળે દિલ માં મેં
વાદળી રાતે પ્રતીક્ષા કરવાનો આનંદ જુદો હોય છે.
ભરતી આવે ઓટ આવે કઈ ફરક
પડતો નથી સાગર ને તો,
પૂનમની રાતે પ્રતીક્ષા કરવાનો આનંદ જુદો હોય છે.

***

(12)

શ્વાસ તો છે પણ લેવો પડે છે,
મૌત સમયે જીવ કાયમ લડે છે.
જીવતે જીવ ના જીવ્યાં હસીને,
જિંદગી પોક મૂકી રડે છે.
પથ્થર જોડે ચણ્યા ફૂલો તાજા,
કોણ મારી કબર માં જડે છે.
ચૈન થી સુવા ના દે અહીં પણ,
સ્પર્શ ભીનું આંસું અડે છે.
પાછા ફરવા ના દે છોડ્યા બાદ,
જીવન શ્વાસો શ્વાસ વડે છે.
હું ડરું મારા પડછાયા થી કેમ,
ગ્રહો મારા ભાગ્ય ના નડે છે.

***

(13)

ઓઢી અંધારું દિપક સાથે કરે દોસ્તી,
દુનિયાની કાનાફુસીથી જો ડરે દોસ્તી.
મારું તારું ના રહે આપણું થાય,
એકબીજાની ખુશી માટે મરે દોસ્તી.
જયારે વિશ્વાસ માં વિષ ભળે અને,
જીદગી નો કેફ વધે ત્યારે લડે દોસ્તી.
***

(14)

નામ પાછળ કેમ કાયમ ભાગતું જગ,
રાતો ને રાતો પછી જો જાગતું જગ.
દિવસે દિવસે વધતી રોજેરોજ જુઓ,
મોંઘવારી ના નિસાસા નાખતું જગ.
એક મિનિટ માં ભૂલી જતા અહેસાન ,
આંખની ક્યારેય સેહ ના રાખતું જગ.
***

(15)

શ્વાસ ઉચ્છવાસ થી ચાલતી જિંદગી,
શ્વાસ જો થંભે તો હાલતી જિંદગી.
ચાર પળ ની મહેમાન છે ને છતાં,
પૈસા પાછળ જુઓ ભાગતી જીંદગી
એક પળ ચૈન થી જીવવા ના દિધો,
મધ થી મીઠી મને લાગતી જીંદગી.
***

(16)

હોંસલા તારા બુલંદ રાખજે,
સફળતાનો પછી સ્વાદ ચાખજે.
હોય આગળ જો વધવું તો સાભળો,
દિલના દરવાજા તું ખુલ્લા રાખજે.
આવશે પહાડો ઊંચાને નીચા પણ,
ઊચી ઊડાન માં હિંમત રાખજે.
પગલાં આગળ ને આગળ જ માંડજે
ધ્યેય હંમેશા તું ઊંચા રાખજે.
હાર માની ને પાછો ના ભગતો,
ખુદમાં વિશ્વાસ કાયમથી રાખજે.
***

(17)

પ્રેમ નો પરપોટો ફૂટી ગયો કેમ ?
નાજુક નમણો તંતુ તૂટી ગયો કેમ ?
માંડ પકડાયો હતો પવનો સામે,
હાથમાંથી પાલવ છુટી ગયો કેમ ?
પ્યાલો ભર્યો પ્રેમ રસ થી ભર પૂર,

જામ હોઠે અડતા ખૂટી ગયો કેમ ?
ચારે બાજુ થી રક્ષાયેલી જો ને,
વ્હાલી સીતા આજે લૂટી ગયો કેમ ?
સોળે શણગાર સજી હતી આશા,
કાગડો દૈતરું ઝૂટી ગયો કેમ ?

***

(18)

દરિયો દિલનો

દરિયો દિલનો ઊભરાઈ રહયો છે,
સ્વર એનો સંભળાઈ રહયો છે.

છીપલાં, મોતી નો ભંડાર એમાં,
સમૃદ્ધિ જોઈ મુસકાઈ રહયો છે.

માંછલા નું ઘર સજાવી મનોહર,
લાગણી થી ધૂંધવાઈ રહયો છે.

રેત પર આળોટી મસ્તી કરે બાળ,
ચાર હાથે તે લુટાઈ રહયો છે.

***

(19)

પૈસાની બોલબાલા અહીં,
જીવનનું મૂલ્ય શૂન્ય અહીં.

સાચવીને રહેજો અહીં,
નામનું મૂલ્ય શૂન્ય અહીં.

કરવા ખાતર કરે લાગણી,
પ્રેમનું મૂલ્ય શૂન્ય અહીં.

આંખની બે શરમ ના રહી,
આંખનું મૂલ્ય શૂન્ય અહીં.

છેતરે કેમ પોતાને તું,
વાચ નું મૂલ્ય શૂન્ય અહીં.
વાચ - વચન

***