Paraspar Darshita Babubhai Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Paraspar

પરસ્પર

દર્શિતા બાબુભાઇ શાહ ’સખી’

ઉમંગી સહારા ઇશારા કરે ને,

સખી તે ક્ષણોમાં વહે છે લહેરો

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•ગુલાબી ક્ષણો

•બંધનો

•લહેરો

•પ્રતિક્ષા

•ભૂરી આંખમાં

•બાગર્બાં

•સ્મરણો

•જલ સવારી

•ઝાંઝવાના જળ

•આત્મા ને ધામ

•સંદેશો

•રીમઝમી વાછટો

•અબોલ આંખ

•દિલના પડદા

•કાચના આયના

•રાતરાણી

•મનઝરૂખો

ગુલાબી ક્ષણો

હ્રદયમાં રહું તો જરા હાસ કરજો,

પછી યાદઆવું જરા સાદ કરજો.

સમય કહી રહ્યો છે ઇશારાથી તમને

ગુલાબી ક્ષણોમાં મુલાકાત કરજો.

સખી પાંપણોમાં ભરી મીઠા સ્વપ્નો,

અનેરા મિલનની જરા વાત કરજો.

૨૬-૦૬-૨૦૦૯

બંધનો

સત્ય ઘટનાઓને પણઅફવી લખું,

લાગણીનાં બધનો ભીતર લખું,

સમય વચાળેભટકતોએકલો,

કલ્પનાની વાત નેઅંદરલખું.

આજ ફૂંટયુ છે સરોવરઆંખમાં,

ઝંખના વરસી હવે નવતર લખું.

કારણવર રેતમાં ચમકે બિંદુ,

મેઘહીન દીશે સમય સુંદર લખું.

૧૨-૦૮-૨૦૦૭

લહેરો

યુગોથી ક્ષણોમાં વહે છે લહેરો,

અધૂરી ક્ષણોમાં વહેછે લહેરો.

મહેફીલ છોડી થપાટો સહેતી,

તડપતી ક્ષમોમાં વહે છે લહેરો,

પથ્થરોના બીજભેદી વિકસે,

મિત્રતાનેઆશરો કે ઘર લખું.

અશાંતિ થતા તે ઉદાસી ખંખરી,

વિતેલી ક્ષણોમાં વહે છે લહેરો.

ઉમંગી સહારા ઇશારા કરે નં,

અજાણી ક્ષમોમાં વહે છે લહેરો.

ઘડી બે ઘડી બેજુમાનઅવજો,

અનોખી ક્ષણોમાં વહેછે લહેરો.

અહેસાસ જુદાઇનોઆંખમાં ને,

ગુલાબી ક્ષણોમાં વહે છે લહેરો.

સખી પાંપણોમાં સ્વપ્નો ભરીને,

વહેતી ક્ષણોમાં વહેછે લહેરો.

ફીલીંગ્સ મલ્ટીમીડીયા મેગેઝીન

ગુજરાત સમાચાર ‘સહીયર’

૨૫-૦૫-૨૦૦૭

પ્રતિક્ષા

હતીઆંખનેએમની બસ પ્રતીક્ષા,

અનેઆ જ દર્પણબનીએ જઊભા.

તરંગો રમે છે સતાંકૂકડી ને,

શરદનો ચંદ્ર શરણબનીએ જઊભા.

સમાવીઅંતરમાં દર્દની લહેરો,

નયનભીતર ઝરણ બનીએ જઊભા.

હરણઝાંઝવાજોઇ દોડ્યા કરે,

હ્રદયમાં હજીરણ બનીએ જઊભા.

હજરોઅશ્રુઓ વહાવી લઉં ને,

તમારું જ સ્મરણબનીએ જઊભા.

મુલાકાતમાં પ્રેમનીઅંધરાતે,

ખુશીનું કારણબનીએ જઊભા.

૨૯-૦૯-૨૦૦૯

મોગરા

ચોતરફથી કેટલા બાવળ મને ઘેરી વળે,

તો ય ઉગાડ્યાઅમો તો મોગરા આંખો મહી,

વેદનાની વાંસળી વાગે પ્રતીક્ષા વલવલે,

શ્વાસની પીછી લઇને હસ્તાક્ષરો ચમકે તહી.

યાદમાં મશગૂલ થઇ કવિ પ્રેમનું કાવ્ય લખે,

સૂરજોડે શબ્દને સંવેદનાની ઇચ્છા રહી.

મૌન બેઠા છે મહેફિલમાં દિવાનાઓભૂલી,

ભાન, પૈમાનો જલે શમ્મા ઝંખે ઝાંખી વહી.

આંસુમાં ડૂબેલ લથપથ હૈયું ઠામી પ્રેમને,

લાગણીપૂર્વક સનમના કામમાં વાતો કહી.

જો હું તાર યાદમાં ઝાકળ સંગે ઝૂર્યા કરું,

લાખ કોશીશો કરી પણ પાંપણો ઝૂકી નહીં.

વાયરા તો યાદ લાવે છે તમારીએટલે,

સાંભળીને એમની વાતો કરી નાથી સહી.

નીરખું છુંઆયનાઓમાં હું મારીજાતને,

સ્પંદનોમાં સ્મરણોને ચીતરી પાને અહીં.

૦૩-૧૦-૨૦૦૯

ભૂરીઆંખમાં

શ્યામભૂલ્યોજોઇભૂરીઆંખમાં,

જામભૂલ્યોજોઇભૂરીઆંખમાં.

સાદભીતરમાં સાંભળુંભીનો હવે,

નામભૂલ્યોજોઇભૂરીઆંખમાં,

ચોતરફથી સાદ ઘેરેએટલે,

ગામભૂલ્યોજોઇભૂરીઆંખમાં,

છાંયડાભે કરી હું ઘર કરું.

કામભૂલ્યોજોઇભૂરીઆંખમાં,

મયકદામાં છું કે ઘરમાંજાણું ના,

ઠામભૂલ્યોજોઇભરીઆંખમાં.

બાણ હૈયે ખૂબ વાગ્યાને સખી,

રામભૂલ્યોજોઇભૂરીઆંખમાં.

૨૯-૦૧-૨૦૦૮

બાગર્બાં

છાયડાનેઆંખમાં પાળ્યાઅમે,

પાંપણોએ વાદળા બાધ્યાઅમે.

પાદડાને યાદઆવે પાનખર,

ફૂલ સંગાથે નિ’સા નાખ્યા અમે.

વાયરનો કોણરોકેએટલે,

લાગણીથી સાચવી રાખ્યા અમે.

બાગર્બાંએ જીવ પૂર્યા બાગમાં,

રાહજોઇ ઉપવાન વાસ્યાઅમે.

આગમન ફાગણનું ને વેર્યાં રંગો,

લાડપણ તો સખી ભાસ્યા અમે.

ભાનભૂલ્યોજોઇ પુષ્પોની કળી,

તે ખૂશ્બૂથીભાનમાંઆવ્યાંઅમે.

૦૯-૦૨-૨૦૦૮

સ્મરણો

સાથ છોડી યાદ તારી દૂરભાગી એકલી,

આંખ મારીઆંસુ સારે બેકલી તેએકલી.

સ્મરણો ભોકાય દિલમાં એક પળજીવાય ના,

વેદનાઓ વલવલે ને કાળજે યાદો જલી,

સ્નેહનો સંચાર ને ખીલી વસંત ચારેદિશા,

પાનખરઆવતાભારે દિલ છોડી ગલી.

એક તારો કોલભીતરભીજવે મારું ઘણું,

લાગણી કાજે હસી માસુમ લાગણી કલી.

૨૩-૦૩-૨૦૦૮

જલ સવારી

આ કમલથી હારવાનું મન થયું છે,

આંસુઓને સારવાનું મન થયું છે.

રાતભર સાથે રડીને જામ થાક્યો,

આગજાણે ઠારવાનું મન થયું છે.

ભાનભૂલું પ્રિય સાજન જો મળે તો,

આજ મધને માણવાનું મન થયું છે.

મખમલી ઇચ્છા જરા સી સળવળે ને,

હર ઘડીને પાળવાનું મન થયું છે.

આસમાને ઝૂમતાઓ તારલાઓ,

રાતઆભે માણવાનું મન થયું છે.

ડોલતી નૌકા હવા સાથે રમે ને,

જલ સવારી ધારવાનું મનછયું છે.

૦૬-૦૪-૨૦૦૮

ઝાંઝવાના જળ

તીર જેવીછે તારી બલમ,

તે મને ઘેરીઅસર તારી બલમ.

લાગણી કાજે અમો પીધા ઝહર,

સાંજ લાવી છે ખબર તારી બલમ.

આજ મારીએક ઝાંખી પ્રાપ્તિની,

આશામાં, ઝૂકી કમર તારી બલમ.

ઝાંઝવાના જળઅહીં પીધાઅમે,

હ્‌દયમાં ક્યાં છે ?જીગર તારી બલમ.

એટલું બસ યાદ છે છોડી ગયા,

છે દશા બૂરી વગર તારી બલમ.

૦૧-૦૪-૨૦૦૮

આત્મા ને ધામ

આજીવનમાંએકધારું કંઇ નથી,

આયનામાંઆજ મારું કંઇ નથી.

જે મળી સામે ક્ષણો ખોટી હતી,

આમ જુઓ તો તમારું કંઇ નથી.

લાગણીના વાયરામાં હું વહું,

આ જગતમાં મારું પ્યારું કંઇ નથી.

ભૂલવાના ડોળછે ચાલ્યા કરે,

આત્મા ને ધામ સારું કંઇ નથી.

શ્વાસઊછીનો મળે છે કયાં હવે,

વાસંળી સામે નગારું કંઇ નથી.

૦૯-૧૨-૨૦૦૮

સંદેશો

કેટલું કહે છેઅરીસો ક્યાં કદી સમજાય છે,

હું મનેજોવા મથુછું તુ જ ત્યાં દેખાય છે.

આમ જુઓ તો બતાવુંએક ઝળહળ સાંજ ને,

આજ મારાઆંગણામાં જિદદી હરખાય છે.

ઝાંઝવાના જળઅહી ં પીતા રહજો શાંતિથી,

સ્નેહના સંબંધજીગર ચીરીને ઉભરાય છે.

હું ગઝલ લખવામાં મશગુલએટલે છુ રેશમી,

આંખથીઆખું જગત ક્યાં નખસિખી પરખાય છે.

એક સાંજએ ય વાદળ થઇ સંદેશોઆપશે,

નામ પાછળ પ્રિયે લખતાં હાથ શરમાય છે

૦૧-૦૫-૨૦૦૮

રીમઝમી વાછટો

કોઇ બીજુંએકભીતર રીઝવેમારું ઘણું,

રીમઝીમી વાછટો દિલભીજવે મારું ઘણું,

ઊંઘમાં સ્વપ્ન બની સળવળશું, તારી યાદના,

સ્પર્શનો દીવો બની મન ખીલવે મારું ઘણું,

દર્દ તો દિલમાંભરીને હું છું બેઠીએકલી,

સાથ આપને મિત્રજીગર વીનવે મારું ઘણું,

હેત ઘેલીઆમ તોજીવી ગઇ તારા વગર,

કોલ તારી ચૈન હરપળ છીનવે મારું ઘણું,

વાટડુંજોતી હું બેઠીઆંગણેઓરે બલમ,

સ્મિત તારું હૈયું પળપળ ચીડવે મારું ઘણું,

૦૯-૦૫-૨૦૦૮

અબોલઆંખ

ચલો ગઝલ ગઝલ રમીેએ.

પછી નવી ગઝલ લખીએ.

કહો મિલનની શાયરી,

હ્‌દય હરઘડીભરીએ.

સખીઅબોલઆંખમાં,

ભરી અમી મુંગા રહીએ,

મળી ગયો સમય હવે,

નસીબ ચલ મઝા કરીએ.

કરોઊભું બહાનુ ને,

બંને સખી હસી પડીએ.

૦૭-૦૬-૨૦૦૮

દિલના પડદા

હું નથી તો મારીઅંદર બોલ તે કોણ છે,

યાદમાં દિલ ના પડદા ખોલે તે કોણ છે ?

વાદળી જેવું ઝરમર વરસી ચારે બાજુ ને,

મોરલાની સાથે ઝૂમી ડોલે તે કોણ છે ?

હોય છે ફૂલો સાથે કાંટેઆવી વૈભવી,

લાગણી ને અંકુરોમાં તોલે તે કોણ છે ?

એકઝળહળ સાંજેછે ઢાકોય સૂરજ વાદળે,

લાલિમાં સૂરજની જે ફાલે છે તે કોણ છ ?ે

ધૂંધવેભીતર નેઓગાળે પથ્થર યાદ નો,

બાણથી વીધીને હૈયા છોલે છે તે કોણ છે ?

૦૭-૦૬-૨૦૦૮

કાચના આયના

એટલું બસ યાદ છે છોડી ગયા,

પ્રેમ મારોઆજ તરછોડી ગયા.

વાત દિલની દિલમાં ધરબાઇ ગઇ,

ને હવામાં સ્મરણો ઊડી ગયા.

ક્યાં હતીએવીખબર ચાલ્યાં જશે,

સાથ રહેવાનો ભરમ તોડી ગયા.

આંખમાંમારી હું દેખાઉં ને,

કાચના આયના ફોડી ગયા.

૨૪-૦૪-૨૦૦૮

રાતરાણી

આરઝૂંછેએક સાથેજીવવાની,

જિંદગીમાં પાસ પાસે રહેવાની.

શ્રાવણી વરસે છતાંયે પાંપણઆ,

સાવ કોરીઆંખઆજે રહેવાની,

શબ્ધખોલીઆવરણબોલે કવિતા,

આ ઘડીની વાટ તારી રહેવાની,

બે’ક ક્ષણ મારી ગણું છું, તને ને,

ઋતુઆવી સામ સામે રહેવાની.

તારરાણી બાગમાં મ્હેંકી ઉઠી,

ને સખી સુગંધી મારે રહેવાની.

૩૦-૦૭-૨૦૦૫

મનઝરૂખો

આંખમાં તોફાનજોયુંછે,

મનઝરૂખેભાનખોયુંછે.

કલ્પનામાં રાચતા કવિના,

હાલજોઇ હૈયું રોયું છે.

દર્દને દિલમાં દબાવી ને,

આંસુથીઆકાશ ધોયું છે.

શાયરીમાંનામ તારું ને,

ધડકનોએ ચૈનખોયું છે.

વેદનાઓ વલવલે તેથી,

પ્રેમનુંમેં બીજ બોયું છે.

૨૭-૦૫-૨૦૦૮