Kavya Sparsh Darshita Babubhai Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Kavya Sparsh

કાવ્ય ર્સ્પશ

* દર્શિતા બાબુભાઇ શાહ *




© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

પ્રસ્તાવના

દર્શિતા બી. શાહને હું લગભગ દસેક વર્ષથી ઓળખું છું. અમારી ઓળખાણ એમ. જે. લાયબ્રેરીમાં ચાલતા કાવ્ય ચોરામાં થયેલી. તે વખતે ચોરો લાયબ્રેરીમાં ગ્રંથપાલ શાંતિભાઇ પટેલની ઓફીસમાં મળતો હતો.

એમની પહેલી કવિતાએ જો કે મને એટલો પ્રભાવિત કર્યો ન હોતો. પણ એક બે અઠવાડિયા પછી એમની એક કૃતિએ મારું ધ્યાન દોરયું. મને લાગ્યું કે ના આમની કવિતા કંઇક હટકે છે. એમની કવિતાઓને સમજવી સહેલી નથી. ઉંગણ છે. સમજવા માટે પૂર્ણપણે એકાગ્ર થવું પડે તો આમની કવિતાઓ સંભળાય.

પછી પરીચય વધ્યો. કવિતાઓ વિશે ચર્ચા વિચારણા કરતાં થયા. ધીમે-ધીમે કવયિત્રી ગઝલ તરફ વળ્યાં. સારા એવા પરિચય પછી દર શનિવારે અમે ઓરીએન્ટ કલબમાં મળવા લાગ્યા. તે સમયે હું દર્શિતા બી. શાહ, અસલ લખનવી, ગુલમા ચાચા, ફારૂક કુરેશી, લીનાબેન ત્રિવેદી અને અન્ય મિત્રો ઓરીએન્ટ કલબમાં મળતા. કેલિડોસ્કોપ નામની કાવ્ય સંસ્થા પણ ચલાવતા. પણ ધીમે ધીમે મિત્રો વિખરાઇ ગયા. અકસ વિદેશ જતા રહ્યાં. લીનાબેન પણ થોડા અનિયમિત થતા અને અન્ય મિત્રો પણ એમની અન્ય પ્રાયોચિત કારણે અન્યત્ર વ્યસ્ત થયાં. પણ હું અને દર્શિતા બી. શાહ નિયમીતરૂપે મળતા કાવ્યો, ગઝલો વિશે ચર્ચા કરતા. કાવ્યોમાં છંદવાળા છે કે નહીં. અલંકાર બરાળા છે કે નહી.

મેં એમની એકેએક ગઝલને ત્યાં માણી છે. એના પર ચર્ચા કરી છે. ભૂલો વાત બનાવી છે અને નબળી પણ છે.

આજે એમના ગઝલ સંગ્રહ ‘પરસ્પર’ના પ્રકાશન નિમિતે હું અત્યંત ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યો છું. હું સો એક ટકા વિશ્વાસ છે. વાચકો જ્યારે કવયિત્રીના ભાવવિશ્વમાં પ્રવેશ કરશે. ત્યારે એમને રસાનુભૂતિની અનોખો અનુભવ થશે. એમની રચનાઓ, સરળ નથી પણ ગહન છે.

મને વિશ્વાસ, વાચકો પણ મારી જેમ જ એમની કૃતિઓના સાગામાં ડુબીને આનંદ માણી શકે એવી શુભેચ્છાઓ સાથે વિરમું છું.

* દર્શિતા બાબુભાઇ શાહ *

કાવ્ય ર્સ્પશ

રાત અંધારી હાંફી રહી છે,

લાશ બિચારી હાંફી રહી છે.

લાશ લાશ હોય છે. એમાં જીવ ન હોવાથી વેદાના સંવેદના હોતી નથી. લાશ માટે રાતે કેવી કે દિવસ કેવો ?

રાત બિચારી હમેશા અંધારાની દાસી હોય છે. રાત એક હકથી વધારે પ્રકાશમાન થઇ શકતી નથી. પૂનમની રાત સૌથી અજવાળી રાત હોય છે. જ્યારે અમાવસની રાત એકદમ અંધારી રાત હોય છે.

કવયિત્રીએ અપરોક્ષ રીતે રાતને લાશ સરખાવી છે. જેમ લાશને સંવેદના હોતી નથી. રાત પણ સેવેદનાવિહીન કહેવાય છે. કદાચ લાગણીઓ ન હોવાના કારણે જ લાશને હાંફ ચઢી જાય છે. હાંફ ચઢવી એટલે થાકવું. શ્વાસક્રિયા ઝડપી થઇ જવી.

અંધારામાં ડરના કારણે ભલાભલાની શ્વસનક્રિયા ઝડપી થઇ જાય ચે. તેથી પણ હાંફ ચડી જાય છે. પણ લાશને શ્વસનક્રિયા હોતી જ નથી. તેથી લાશ હાંફે ?

લાશ અહીં પ્રતિકાત્મક શબ્દ છે. જડતાના શબ્દાર્થમાં વપરાયેલો શબ્દ છે. ઘણા સંજોગો એવા પણ ઉભા થયા છે. જ્યારે જડપદાર્થોને પણ હાંફ ચડી જાય છે. અહીં જડ પદાર્થો જડસુ વ્યક્તિઓના સંદર્ભમાં લખાયેલ શબ્દ છે.

ચાંદનીએ કરેલી નશીલી વાત

નિરાળી હાંફી રહી છે.

ચાંદની એટલે સૌંદર્યનું પ્રતિક.

સુંદરતાએ શરૂ કરેલી નશીલી વાત. (અંહી નશીલી વાતને ગુલાબી વાત પણ કહી કે સમજી શકાય એમ છે) હાંફી રહી છે. આ શેરમાં પણ કવિયત્રીએ કારણ સ્પષ્ટ રજુ નથી કર્યું. પણ વાતને હાંફ ચડી છે એ વાત નક્કી.

માણસ જ્યાંરે થાકી જાય ત્યારે એને હાંફ ચડે તો વાતને હાંફ ક્યારે ચડે ? વાત જરૂરત કરતા લાંબી થઇ જાય ત્યારે અથવા વાતનો સેતુ તૂટવા માંડે ત્યારે વાતને કાંફ ચડે છે. વળી, નશીલી વાત પર “નશો” સ્વાર હોઇ એને હાંફ ચડવી સ્વાભાવિક છે.

સરવાળે એવું થાય છે કે દરેક ઘટના, વ્યક્તિ, પરિસ્થિતી, સંજોગ વગેરેને એક નિશ્ચિત સમયગાળા પછી હાંઇ ચડે છે. હાંફ ચડવી એટલે થાક લાગવો. દરેકની ગતિ નિશ્ચિત હોય છે.

દરેક વાતથી માણસને અમુક સમયે કંટાળો આવે જ છે. શોલે ખૂબ જ સારી મૂવી છે. પણ કેટલીવાર જોઇ શકાય ? અમુક સમય પછી હાંફ ચડે જ કંટાળો આવે જ. થાકી જ જવાય જોતા જોતા.

શ્રાધ્ધના ખરચામાં ક્યાં સુધી ડુબ્યા કરશો

યાદને રાખમાં ક્યાં સુધી શોધ્યા કરશો.

કવયિત્રીની આ શબ્દોમાં બગાવત છે. સામાજીક રિવાજ પ્રત્યે અણગમો છે. સૌ જાણે છે હિન્દું ધર્મમાં

માણસ ગુજરાી જાય. તે પછી પણ એની પાછળ ધાર્મિક વિધિઓ થાય છે. બાર દિવસ (ઘણા તેર દિવસ કરે છે) રોજ જમણવાર થાય છે. ત્યાર બાદ વર્ષે વર્ષે પુણ્યતિથિથિના દિવસે અને શ્રાધ્ધના દિવસોમાં પણ મૃતાત્મા પાછળ ખર્ચ કરાય છે. તે સઘળી વિધિઓ પણ કવયિત્રીએ પરોક્ષ અપરોક્ષ વ્યંગ્ય કર્યો છે. આવો વ્યંગ્ય કરવાનું કારણ પણ છે.

ભૂતકાળમાં અનેક પ્રસંગો એવા નોંધાયા છે. જ્યારે મૃતાત્માની પાછળ બારમા-તેરમાની કે શ્રાધ્ધની વિધિઓ કરવામાં લોકો આર્થિક રીતે પાયમાળ-બરબાદ થઇ ગયા. ઘણા એવા પ્રસંગો નોંધાયા છે જ્યારે લોકોએ દેવું કરીને પણ આ પ્રસંગો કર્યા હોય. આટઆટલો ખર્ચો કરવા છતાં ગયેલો જીવ તો પાછો આવતો નથી. કવયિત્રીએ સ્પષ્ટ કહે છે “શ્રાધ્ધા ખર્ચા...” “યાદને રાખમાં...” મૃતાત્માના સ્મરણો રાખમાં નથી હોતા, તે તો આપણા જીવન સાથે વણાચેલા હોય છે. જીવન સાથે જે વણાયેલ હોય એને રાખમાં શોધવાથી શું મળે ?

ઊંઘતાને જાગતા કર્યા કરે નામનો જાપ

રાતના સ્વપ્નને ક્યાં સુધી સર્યા કરશો.

રાત્રે આવેલ સ્વપ્ન ઊંધ ખુલવાની સાથે જ પૂરૂં થઇ જાય છે. સ્વપ્ન ભલે ગમે તેટલું ડરામણું હોય કે સોહામણું હોય. આંખ ખુલ્યા પછી સ્વપ્ના શેષ પણ નથી રહેતા. કવિયત્રી આ જ વાત કરે ચે. કવિયત્રી કહે છે. રાતના સ્વપ્નને ક્યાં સુધી સર્યા કરશો.

જે જતું રહ્યું જે વીતી ગયું એ વીતી ગય્‌. એને પકડીને રાખી શકાતું નથી. સ્વપ્ન એ કાલ્પનિક ઘટના છે. કાલ્પનિક ઘટનાના આધારે જીવન જીવ શકાતું નથી. જીવન નક્કર વાસ્તવિકતાના આધારે જીવાય છે.

ભરવસંતે પીળા વર્ણો ઉગે કાયમ યારો પાનખરના

નામથી પણ ક્યાં સુધી ડર્યા કરશો.

ભરવસંતે પીળા પર્ણોે ઉગવાનો મતલબ. જ્યારે જે કામ ન થવું જોઇએ તે થવું. માણસ જુવાનીમાં જુવાન થાય. ઘરડો ના થાય. પણ પ્રસ્તુત શેરમાં કવિયત્રિએ આ જ ભાવ વ્યક્ત કર્યો છે કે જ્યારે જે કાર્ય કે કામનો સમય ન હોય ત્યારે તે કાર્ય થાય તો ડરવું નહીં. ડરવાથી મળે શું ? કંઇ નહીં. ઉલ્ટાનું જે છે એ પણ જાય અથવા ગુમાવવાનો વારો આવે.

અક્ષર ઉડી રહ્યાં છે ગઝલમાં

સનમ ઝૂમી રહ્યાં છે ગઝલમાં.

કહેવત છે કે ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ’. અક્ષર ગઝલમાં ઉંડે. એનો મતલબ થયો કે ગઝલ આકાશ જેવી વિશાળ છે. અનંત છે. આકાશમાં અક્ષરો અને અક્ષરોથી બનેલા શબ્દો ઉડે છે.

શબ્દોના ઉડવા વિશે એક કવિ જ વિચારી શકે. બીજા મિસરામાં કવિયત્રી કહે છે. ‘સનમ ઝૂમી રહ્યાં છે ગઝલમાં, અર્થાત સનમ સાક્ષાત દેહે નથી ઝૂમી રહ્યાં પણ ગઝલમાં વર્ણિત થઇ રહ્યાં છે. એમના નૃત્યુનું વર્ણન ગઝલમાં થઇ રહ્યું છે.

આંખમાંથી રાતભર નીતરીને

આંસુડા ડુબી ગયાં છે ગઝલમાં.

નીતરવું એટલે ધીમેધીમે ટપકવું. કવિયત્રીએ કેવી સરસ કલ્પના કરી છે. આંસુડા ટપક્યાં શબ્દ પ્રયોગ નથી ર્ક્યો પણ ‘આંખમાંથી રાતભર નીતરીને’ વાક્યની રચના કરી છે. આંસુ રાતભર ધીમેધીમે ટપક્યાં છે. ધીમે ધીમે બળવું એમ દીમે ધીમે રડવું. વળી, આવી રીતે નીતરીને આંસુડા ગઝલમાં ડુબી ગયા છે. કવિયત્રીએ સ્પષ્ટતા નથી કરી કે આંસુડા ગઝલમાં કેવી રીતે ડૂબ્યાં છે ? ગઝલમાં વણાઇ ગયાં છે કે પછી અન્ય કોઇ રીતે.

જિંદગીભર પૂજ્યાં પરમને તેં

પ્રશ્ન પૂછી રહ્યાં છે ગઝલમાં.

ગઝલમાં સામાન્ય રીતે પરમાત્મા પ્રત્યેનો પ્રેમ અને પ્રેમિકા પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવામાં આવે છે. જેને ગઝલની ભાષામાં ઇશ્કે. ડુકીકી અને ઇશ્કે-મિજાજી કહેવાય છે.

પ્રસ્તુત શેરમાં એક પાત્ર બીજા પાત્રને પૂછી રહ્યું છે. તેં જીવનભર પરમ એટલે કે સર્વોચ્ચ શક્તિને પૂજ્યાં છે કે નહીં. જો કે પ્રશ્ન કેમ પૂછી રહ્યાં છે. તે વિશે શેરમાં સ્પષ્ટતા નથી. પરમાત્મા પ્રત્યેના અસંતોષને કારણ, પરમાત્માની અસીમ કૃપા મળવાને કારણ; પરમાત્મા પ્રત્યે અસંતોષ કોઇ પણ કારણોસર હોઇ શકે.

હું મને મારી કબરમાં જોઉં છું ને

પછી તારી નજરમાં જોઉં છું.

કવિયત્રીએ અપરોક્ષરૂપે નજરને કબર કહી છે. કવિયત્રી પ્રથમ મિસરામાં કહે છે હું મને કબરમાં જોઉં છું. એનો અર્થ એવો થયો કે કવિયક્ષી જ્યાં જોઇ રહ્યાં છે. ત્યાં કબર છે. તબર પણ કવિયત્રીની પોતાની છે. બીજા મિસરામાં કબર વિશે ખુલાસો કરતાં કહે છે. ને પછી તારી નજરમાં જોઉં છું.

પોતાની કબરને જોવાની હિંમત કરનારા માણસોની સંખ્યા બહુ જ જૂજ પ્રમાણમાં હોય છે. પોતાની કબર જોવા માટે હિંમત જોઇએ. પણ કવિયત્રીએ નજરને કબરની ઉપમાં આપી આખી વાતને આખા

મુદાને ‘રોમાંટિક વળાંક’ આપી દીધો છે.

પૂછતો ના હું કદી સરનામું, ને

રોજ છાપાની ખબરમાં જોઉં છું.

મંજીલ અણજાણી હોય. લક્ષ્ય સુધીનો રસ્તો અજાણ્યો હોય ત્યારે રસ્તામાં કોઇને પણ સરનામા વિશે પૂછ્યા વગર, રસ્તા વિશે પૂછ્યાં વગર લક્ષ્ય સુધી પહોંચવું. લક્ષ્યની પ્રાપ્તિ કરવી, લક્ષ્ય મેળવવુંએ બહુ મોટી સિધ્ધિ કહેવાય.

જો કે હું આ શેરને ‘ઓપન શેર’ કહીશ. કારણ કે આ શેરનાં એકથી વધારે અર્થ કહી શકાય છે. કવિયત્રીએ જો કે શેરમાં ખુલાસો કર્યો નથી કે સરનામું પૂછ્યા પ્રવાસ આદર્યા પછી મંજીલ પ્રાપ્ત થઇ કે નહીં. એ પણ ખુલાસો નથી કર્યો કે છતાપાની ખબરમાં શું જુવે છે. છાપું જોઇ મંજીલ વિશે માહિતી

મેળવે છે કે પછી મંજુલ પ્રાપ્ત કરવા માટેના પથ વિશે માહિતી મેળવે છે.

કેટલી ડંફાશ મારે છે સનમ

લોક પર ફીકી અસરમાં જોઉં છું.

ગપ્પાંબાજી કરતાં, વાતોની ફેંકાફેક કરતા સનમને સટ્ટાક કરીને સુણાવતો શેર છે. શરું પૂછો તો આ શેર એટલો બોલકણો છે કે શેર વિશે કંઇ જ લખવાની જરૂરત નથી.

કાફિયાને ચાયણી મારો

રાગિણીને ચાયણી મારો.

ચાયણી મારવી એટલે અનાજમાં પડેલા કાંકરા વગેરેને દૂર કરવા. અન્ય ઝીણો ઝીણો કચરો દૂર કરવો.

કવિયત્રી કહે છે; કાફિયાને ચાયણી મારો. એનો મતલબ છે હજું કાફિયા એકદમ શુધ્ધ નથી. થોડી થોડી અશુદ્વિ છે એ અશુદ્વિને દૂર કરો. જે કાફિયા ‘અશુધ્ધ’ છે અથવા બીજા કાફિયા સાથે બંધબેસતા નથી. એને દૂર કરો. એને યાદીમાંથી હટાવો.

બીજા મિસરામાં કવિયત્રી કહે છે ‘રાગિણીે’ને ચાયણી મારો. દરેક રાગરાગિણીના સ્વરો નક્કી હોય છે.

મોટે ભાગે દરેક રાગ-રાગિણીમાં ૭ સ્વરો હોય છે. એ સ્વરો સિવાયના સ્વરોને જે તે રાગ-રાગિણીમાં

લઇ શકતા નથી. તે વર્જિત સ્વરો ગણાય છે. પણ, કવિયત્રીને લાગે છે કે રાગ-રાગિણીમાં અમુક વર્જીત સ્વરો આવી ગયા છે તેથી તેણી કહે છે. ‘રાગિણીને ચાયણી મારો’

રાહ જોઇને યુગો વીત્યાં

તારિખીને ચાયણી મારો

તારિખી એટલે ઐતિહાસીક. કવિયત્રીએ બહુ ગૂઢ અર્થમાં વાત કરી છે. કવિયત્રી પ્રથમ મિસરામાં કહે છે ‘રાહ જોઇને યુગો વીત્યાં’ મતલબ રાહ (વાટ) જોતા ઘણો સમય થયો. જેની વાટ જોવાઇ રહી છે તે પાત્ર હજુ સુધી નજર સમક્ષ આવ્યું નથી. કેમ નથી આવ્યું ? ની શોધખોળ કરવા તારીખીયાને ચાયણી મારવાનું કહે છે. અર્થાત તારીખીયું જોવાથી ખબર પડે કે ‘ક્યાં શું નડે ?’ કે જેથી આવનાર આવી શકતો નથી.

મિત્રો, આ વાત આ મુદાને ખરેખર અદભુત રીતે રજુ કરાયો છે. પ્રિયપાત્રના ના આવવાનું કારણ તારીખીયામાં શોધવું એ વિચાર એકદમ નવો છે.

સવાલ છે તારીખીયામાં શોધવાનું કેમ કહે છે ?

તો મિત્રો, તમને ખ્યાલ હશે. તારીખીયમાં જાહેર તહેવાર, ધાર્મિક તહેવારો અને અન્ય ઉપયોગી માહિતી આપેલી હોય છે. કદાચ એટલા માટે કવિયત્રીને લાગ્યું હશે. કારણ તારીખીયામાં મળી શકે છે.

નશીલી આંખમાં સ્વપ્ન ઉગ્યું છે

હૃદયનાં બાગમાં સ્વપ્ન ઉગ્યું છે.

પ્રસ્તુત શેર લખનાર કવિયત્રી છે. સ્ત્રીઓ આમ પણ પૂરૂષો કરતાં વધુ કલ્પનાશીલ હોય છે. એમાં પણ સ્ત્રી જો કવિયત્રી હોય તો કલ્પનાશીલતાનું પ્રમાણ વધી જાય છે.

હવે બીજી વાત;

સ્ત્રીની આંખો પુરૂષોને આમ પણ નશીલી લાગતી હોય છે. જ્યારે અહીં તો કવિયત્રીએ પોતાની આંખને નશીલી કહી છે.

કવિયત્રી કહે છે ‘નશીલી આંખમાં સ્વપ્ન ઉગ્યું છે.’ કહેનાર એક તો સ્ત્રી, પાછી કવિયત્રી; એમાંય પાછી નશીલી આંખની વાત કરે. આંખમાં ઉગેલા સ્વપ્નની વાત કરે એટલે શું કહ્વેવું ?

વળી કવિયત્રી બીજા મિસરામાં કહે છે. ‘હ્‌દયના બાગમાં સ્વપ્ન ઉગ્યાં છે.’ મારા મતે હ્‌દયના બાગમાં અને નશીલી આંખમાં સ્વપ્ન ઉગી નીકળે ત્યારે જીવન સ્વર્ગથી પણ વધારે સોહામણું, મદિરાથી વધારે

માદક અને પવનથી વધારે આહલાદક બની જાય છે. જો કે કવિયત્રીએ સ્પષ્ટતા નથી કરી કે ક્યું સ્વપ્ન ઉગ્યું છે. દરેક વાચકને સ્વપ્ન વિશે ક્લ્પના વિહારની સગવડ આપી છે દરેક પોતપોતાની રીતે વિચારી શકે છે.

ઉંચે ઉડતા પક્ષીની કોમળ ફકડતી

પાંખમાં સ્વપ્ન ઉગ્યું છે.

દરેક પક્ષીને ઉડવા માટે આકાશ મળે છે. પણ ઘણા ખરા પક્ષીઓ બહુ ઉંચે ઉડતાં નથી. આકાશમાં ઉંચા ઉડવા માટે મોટી અને મજબૂત પાંખો જોઇએ. વિશાળ પાંખો જોઇએ. જે દરેક પત્રી પાસે હોતી નથી. અથવા એમ કહો એને મળતી નથી. જૂજ પ્રકારના પક્ષીઓ પાસે મજબૂત અને વિશાળ પાંખો હોય છે. જેમ કે રાજહંસ, સમડી, ગીધ. પણ અહીં કવિયત્રી કોમળ પાંખોવાળા પણ ઉંચે ઉડતા પક્ષીની વાત કરી છે. આ મુદાને એવી રીતે પણ સમજી શકાય કે ટાંચા સાધનો દ્રારા વિરાટ, મહાન કે ભગીરથ કાર્ય કરવાની હામ રાખનારા માણસો વિશે વાત કરી છે.

ટાંચા અને મર્યાદિત સાધનો વડે લક્ષ્ય મેળવવા ઝઝુમવું એ જેવા તેવા ગજાવાળાનું કામ નથી.

સાજન મળવા આવો રૂદિયામાં

બાલમ ફરવા આવો રૂદિયામાં.

સામાન્ય રૂપે એક પ્રેમીજન બીજા પ્રેમીજનને મળવા માટે બોલાવે ત્યારે એકાંતમાં મળી શકાય તે માટે નિર્જન સ્થળે અથવા એવા સ્થળે બોલાવે છે. જ્યાં અવરજવર બહુ જ ઓછી કે નહીંવત હોય. જેથી શાંતિથી કોઇ પણ પ્રકારના વિઘ્ન વગર મળી શકાય. પ્રેમીજનોના આ સ્વભાવથી વિપરીત ભાવ આ શેરમાં પ્રેમિકાએ રજુ કર્યો છે. કવિયત્રી પ્રસ્તુત કાવ્યમાં સાજનને મળવા માટે, ફરવા માટે રૂદિયામાં બોલાવી રહી છે. અન્ય કોઇપણ સ્થળે આવેલો પ્રેમીજન પરત જઇ શકે છે પણ રૂદિયામાં આવેલ

પ્રેમીજન પાછો જઇ શકે નહીં.

યુગોથી ચારો નાંખી બેઠી યાદો

ચરવા આવો રૂદિયામાં.

વૈવિધ્યપૂર્ણ કલ્પન !

પ્રેમિકા જણાવે છે હું ઘણાં લાંબા અરસાથી યાદોને ચારો બનાવીને બેઠી છું. તે ચારાને રૂદિયામાં એટલે કે હ્‌દયમાં સંઘરી રાખ્યો છે. સાથે સાથે પ્રેમિકા પ્રેમીજનને પોકારીને કહી રહી છે, સ્મરણોનો ચારો ચરવા માટે રૂદિયામાં આવો.

યાદો ચારો ચરવા માટે આવે ?

મારા મતે જરૂર આવે. આવે અને ચારો પણ ચરે, ચારો ચરે સમયનો, યાદો એટલે કે સ્મરણોને વાગોળવા માટે સમય જોઇએ. સમય ન હોય તો કાઢવો પડે. હોય તો સરસ. સ્મરણોને વાગોળવા

માટે બીજું કશું ન જોઇએ. ફકત સમય જોઇએ. સ્મરણોની મજા તો જ આવે જ્યારે સમય હોય.

પ્રસ્તુત શેરમાં કવિયત્રી સમયરૂપી ચારો નાંખ્યા પછી યાદોને કહે છે. હવે તમે “સમયરૂપી ચારા” ને ચરવા રૂદિયામાં આવો.

વર્ષો જુના સંબંધો કાજે

માળો કરવા આવો રૂદિયામાં

ટેકનિકલ રીતે આ શેરમાં ભૂલ છે એમ કહી શકાય. માળો કરાય નહીં પણ માળો બંધાય. જો કે કવિઓ આ પ્રકારની છુટ લેતા હોય છે.

પ્રસ્તુત શેરમાં સ્પષ્ટ નિમંત્રણ છે. વર્ષો જુના સંબંધોનું માન રાખવા માટે માળો બાંધવા માટેની વિનંતી; પ્રસ્તુત શેરમાં કરાઇ છે. માળો બાંધવા એટલે સંસાર વસાવવો.

આંસુઓનો રંગ સરખો હોય છે

લાગણીઓનો સંગ સરખો હોય છે.

કવિયત્રીએ પ્રસ્તુત શેરમાં આંસુ અને લાગણીના રંગની વાત કરી છે. કવિયત્રીએ લખે છે આંસુઓનો રંગ સરખો હોય છે. આંસુની લાગણીઓ ભલે જુદી હોય; અર્થાત કન્યા વિદાયના પ્રસંગ સમયે નીકળેલ આંસુ હોય કે જુનું ઘર વર્ષો જુનું ઘર ખાલી કરતાં નીકળેલા આંસુ હોય. વર્ષોથી જે શહેરમાં સ્થાયી થયા હોય તે શહેર છોડતી વખતે નીકળેલા આંસુ હોય. આ દરેક આંસુઓ સાથે લાગણીઓ જોડાયેલી હોય છે. લાગણીઓ ભલે સંબંધનુસાર જુદી જુદી જણાતી હોય છે. પણ છેવટે તો દરેક

પ્રકારની લાગણીઓનો રંગ સરખો જ હોય છે.

કન્યા વિદાય પ્રસંગે નીકળેલા આંસુ, જુનું ઘર છોડતા વહેલા આંસુ, સ્વજનની વિદાયના કારણે નીકળેલા આંસુઓનો રંગ સરખો હોય છે કારણ કે દરેક લાગણીનો સંગ સરખો હોય છે.

માનવજીવનમાં લાગણીઓનું સ્થાન વિશિષ્ટ છે. દરેક શુભાશુભ પ્રસંગે લાગણીઓ છલકી પડે છે. કન્યા વિદાયના સમયે જેટલું દુઃખ માનવીને થાય છે. એટલું જ દુઃખ સ્વજનની વિદાયવેળાએ થાય છે.

જામ પીને કાર હાંકો તો બધે

કાયદાનો ભંગ સરખો હોય છે.

જામ એટલે કે દારૂ પીવો એ સ્વાસ્થય માટે હાનિકારક હોય છે. દારૂ પીને કરેલા કાર્ય કફળ થતા નથી. એનું કારણ છે. નશાના તત્વો મસ્તિકને અસર કરે છે. વિચારશક્તિને પ્રભાવિત કરે છે. વૈચારિક સાતત્યતાને અસર કરે છે. માણસ હવાઇ કિલ્લામાં મ્હાલવાં માંડે છે. દરેક કાર્ય કે વાત એને રમતવાત

લાગે છે. બધું એકદમ સરળ લાગે છે. એનામાં ખોટો આત્મવિશ્વાસ આવી જાય છે. અતિ આત્મવિશ્વાસમાં માણસ ઘણીવાર ગજા બહારના સાહસો ખેડી લે છે. પરિણામ ? એ જ આવે છે. જે આવવાનું હોય છે. સાહસ નિષ્ફળતાને વરે છે.

ટૂંકમાં મદિરાનું સેવન કરીને કરેલા કાર્યો નિષ્ફળતાને વરે જ છે માટે મદિરા સેવન કરવું નહીં. કવયિત્રીએ જામ પીઠ કાટ હાંકવાથી કાયદાના ભંગ થાય છે એ ઉદાહરણ દ્રારા સમાજને સારો સંદેશ આપ્યો છે.

આંખના સૌ ઇશારાઓ સાચા હતાં

લાગણીના ઇરાદાઓ આસા હતાં.

આંખના ઇશારે સામ્રાજયો સર્જાયા પણ છે અને વિસરાયા પણ છે. આંખના ઇશારે ઘણી હલચલ થઇ જાય છે. એમાંય જો લાવણ્યમયી રમણીની હોય તો પૂછવું જ શું ?

આંખ જ્યારે ઇશારો કરે છે ત્યારે એની પાછળ એક લાગણી હોય છે. આંખ ઝૂકી જાય ત્યારે શરમ,

લાલ થાય ત્યારે ક્રોધ વંકાય ત્યારે અણગમો એમ વિવિધ ભાવો આંખ વ્યક્ત કરે છે.

કવયિત્રી કહે છે, ‘આંખના ઇશારાઓ સાચા હતાં’ કવયિત્રી કોઇકને વિશ્વાસ અપાવી રહ્યાં છે; કે તમે જે સમજ્યાં છો તે બરાબર છે. લાગણીનના ઇરાદાઓ સાચાં જ છે. તમે ભ્રમમાં ના રહો. તમારી સમજણ ખોટી નથી. આમ, પણ કહેવાય છે કે લાગણી કદી ખોટી હોતી નથી. વળી, માનવ લાગણીને

મહત્વ મળે એ જરૂરી છે. કવયિત્રીએ સામે ચાલીને લાગણીને એના ઇશારાઓને સાચા ઠહરાવી આગળનો રસ્તો સરળ બનાવી દીધો છે.

હૈયાને કાયમ ઠંડક પહોંચાડતા

કુદરતના નજારાઓ સાંચા હતાં

કુદરતી દ્રશ્યો, રમણીય દ્રશ્યો આંખને અને હૈયાને કાયમ ઠંડક પહોંચાડે છે. લીલો રંગ શાંત રંગ છે. સમૃધ્ધિનો રંગ છે. કુદરત જ્યારે પૂરબહારમાં ખીલે છે ત્યારે એવું લાગે છે. ધરતીએ જાણ લીલી ચાદર ઓઢી લીધી છે. ધરાએ ઓઢેલી લીલી ચાદરનું દ્રશ્ય આંખોને ગમે છે. આંખને ઠંડક પહોંચાડે છે.

પ્રેમના જામમાં ડૂબી જનારા સૌ

શાયરોના જનાજાઓ સાચા હતાં.

શેરો, શાયરી, જામ, શાયરો અને પ્રેમ આ બધા એકબીજા સાથે સદીઓથી સંકળાયેલા છે. મોટે ભાગે એવું થાય છે. સાહિત્યરસિક યુવાન પ્રેમમાં પડે ત્યારે એની અંદરનો સર્જક બહાર આવે છે. પણ,

પ્રેમમાં નિફષ્ળતા મળે અથવા અન્ય કોેઇ કારણોસર પ્રેમ લગ્નવેદી સુધી ન પહોંચે ત્યારે સર્જકના શબ્દો જામમાં ડૂબી જાય છે. ઘણાના જનાજા પણ નીકળે છે. કવયિત્રી કહે છે. એ બધી ઘટનાઓ, જનાજાઓ સાચાં છે. કલ્પનાઓ નથી.

યુગોથી ક્ષણોમાં વહે છે બહેરો

અધૂરી ક્ષણોમાં વહે છે લહેરો.

કવયિત્રીએ પ્રસ્તુત શેરમાં સમયના પ્રવાહ વિશે જણાવ્યું છે. એક એક ક્ષણનો સરવાળો સદી સુધી પહોંચે છે. સમયનો પ્રવાહ બે ક્ષણોને સાંકળે છે. જોડે છે. વળી, કવયિત્રીએના મતે ક્ષણો અધરી છે. આમ જોવા જઇએ તો જ્યાં સુધી પ્રત્યેક ક્ષણ એકલી હોય તો અધૂરી જ છે. સમયનું નાનામાં નાનું એકમ ક્ષણ છે.

મારા મતે ક્ષણોમાં જે વહે છે. તે ઇતિહાસ છે. પ્રત્યેક ક્ષણમાં ઇતિહાસનું સર્જન થાય છે. અમુક ઇતિહાસ વ્યક્તિનો તો અમૂક પરિવારનો, અમુક ગામનો, તો અમુક રાષ્ટ્રનો. દરેક સ્થળે ઇતિહાસનું નિર્માણ થતું રહે છે. જો કે કવયિત્રીએ પોતાની કલમથી ક્ષણોમાં વહી રહેલી લહેરો કઇ છે તે હોઇ શકે.

આમ તો વીતેલી ક્ષણો, વીતેલા ઘટનાક્રમનું અનેક રીતે વિશ્લેષણ કરી શકાય. પણ મારા મનમાં પ્રશ્ન એ ઉદભવે છે કે કવયિત્રીએ ક્ષણોનો અધૂરી કેમ કહી છે ? ક્ષણોનો પૂર્ણપણે ઉપયોગ થઇ શકતો નથી કે થતો નથી માટે ? ક્ષણો અવિરત ચાલ્યા કરે છે માટે કે અન્ય કોઇ કારણસર ?

રૂપાળા નજારા ઇશારા કરે છે

અજાણી ક્ષણોમાં વહે છે લહેરો

રૂપાળા નજારા એટલે કેવા નજારા ? સુંદર સ્ત્રી દ્રારા કરાતા પ્રેમસંકેતો ? રમણીય કુદરતી દ્રશ્યો ? અજાણી ક્ષણો એટલે કઇ ક્ષણો ? જેના વિશે ખબર ન હોય. આ (કે તે) ક્ષણમાં શું થવાનું છે તે ક્ષણ ?

સુદંર સ્ત્રી દ્રારા મળતા સંકેત પૂરૂષના મન અને હૃદયની ગતીને તીવ્ર કેર છે. પૂરૂષની કલ્પનાશક્તિને જાગૃત કરે છે પૂરૂષ સંકેત કરનાર સ્ત્રી સાથે કાલ્પનિક ક્ષણો ગાળવા માંડે છે. તે ૭ણો કલ્પનામાં હોવાથી કવયિત્રી એને અજાણી ક્ષણો કહે છે ?

અહસાસ જુદાઇનો આંખમાં ને ગુલાબી ક્ષણોમાં વહે છે લહેરો પ્રસ્તુત શેરમાં બે ભાવ રજુ થયા છે. પ્રથમ મિસરામાં જુદાઇની લાગણી વ્યક્ત થઇ છે. બીજા મિસરમાં ગુલાબી ક્ષણોની વાત થઇ છે. કેટલીક વાર પ્રેમીજનોની મુલાકાત એવા સ્થળે અને સમયે થાય છે. જ્યારે મળવાની ખુશી તો હોય છે પણ મુલાકાત આખરી હોવાના કારણે ઉદાસી પણ છવાયેલી હોય છે.

* દર્શિતા બાબુભાઇ શાહ *