Swashbook books and stories free download online pdf in Gujarati

શ્વાસબુક.

શ્વાસબુક

વિસ્તરવાની

વિસ્તરવાની પળ આવી ગઇ ,
સ્મરણવાની ક્ષણ આવી ગઇ .

માઇલોની દૂરી આપી ,
પસતાવાની પળ આવી ગઇ .
હૈયાના પાણી આંખો થી ,
છલકાવાની પળ આવી ગઇ .
આંખોમાં આખો મીલાવી ,
ધડકાવાની પળ આવી ગઇ .
પડદા પાછળ મુખ છુપાવી ,
મલકાવાની પળ આવી ગઇ.
બરફોના પહાડો પર જોડે ,
લપસાવાની પળ આવી ગઇ .
દિવસો સુધી જુદાઈ માં ,
તરસાવાની પળ આવી ગઇ .
સવપનોને હકીકતની સાથે .
સરખાવાની પળ આવી ગઇ.
યાદોને હૈયામાં રાખી ,
તડપાવાની પળ આવી ગઇ .
અજવાળી રાતે પડદાને ,
સળગાવાની પળ આવી ગઇ .

દરિયાને નદીની મીઠાશ ,

તરસાવાની પળ આવી ગઇ .

***

ઢાળેલી આંખો એ
પણ
આછું પાતળું
જોઇ લેવું
એટલે
પ્રેમ.

***

ચાર લીટી

પાનખરમાં પાનનું ખરવું એ ઘટના ના કહેવાય ,

ચાર લીટીની કવિતા ને તો રચના ના કહેવાય .

ઊંઘમાંથી જાગીને ઘબરાઇ જાઉ કેમ હું તો ,

જાગતા જોયેલા સપનાઓને સપના ના કહેવાય.

આખા જગને ચાહતા નિસ્વાર્થ ભાવે બોલો એમાં ,

પ્રેમનો સરવાળો જે કરતાં તે મમતા ના કહેવાય .

***

કવિતા

ચાલો કવિતા રમીએ ,
છંદો સાથે રમીએ .

ડૂબકી મારી ઊંડે ,
સાગર તટમાં ભમીએ.

વાત દિલની લખીને ,
ચૈન દિલનું હરીએ.

ગાઢ નીદરમાં પોઢી ,
સ્વપ્ન યુગમાં સરીએ.

હાથ માં હાથ પકડી ,
દુનિયા આખી ફરીએ.

***

આંગણું

આંગણું પણ રાહ જુએ છે ,
છોકરો દેશી વિદેશી થઇ ગ્યો .
ફળિયામાં યાદો રમે છે હજી ,
ગામનો ખેડૂત શ્રી થઇ ગ્યો .
ચાર આનાની સિગો ખાતો ,
ચાર ગાડીનો ધણી થઇ ગ્યો .
ગામની જે પાદરે રમતો ,
એ જગયાનૉ લાડકો થઇ ગ્યો .
શેરીઓમાં ઘૂમતો બેફિકર .
તે શહેરોનો સજન થઇ ગ્યો .
ગીલી દંડા રમતો આખો દી .
એ કરોડો પૂજતો થઇ ગ્યો .
***

પ્રેમ ગીત

હું અહીં છું તું ક્યાં છે સજન ,
જીંદગી મારી ક્યાં છે સજન .

લાગણી તારી ક્યાં છે સજન .
એક એ દિવસો હતાં ,
આપણે સાથે હતાં જયારે ,
આંખોમાં આંખો પરોવી ને
સામ સામે બેસતાં ,
નજરો એ મીઠી ક્યાં છે સજન .
દિવસે સાથે ફરવું ને ,
ચાંદની રાતે કલાકો સુધી
વાતો કરતાં બેસતાં
યાદમાં એ દિવસોની જીવશું .
વાતો એ પ્યારી ક્યાં છે સજન .
સાંભળ્યો પગનો અવાજ ,
એવું લાગ્યું કે તમે આવ્યાં ,
મીટ માંડી ઉભો છું દરવાજે હું ,
જલ્દી આવો વ્હાલા સાજન ,
યાદો મારી ક્યાં છે સજન .

***

વ્હાલ ના દરિયાના

વ્હાલ ના દરિયાના સરનામે લખો પત્ર ,
આંખ ના દરિયાના સરનામે લખો પત્ર .
દેશ દેશાવર ફરીને પાછો આવ્યો
યાદ ના દરિયાના સરનામે લખો પત્ર ,
પ્રાણવાયું જેમ વસતો લોહીમાં સખી

પ્રાણના દરિયાના સરનામે લખો પત્ર .
પુલ જયાં બાધ્યો હતો પ્રેમીઓઍ તે ,
રામ ના દરિયાના સરનામે લખો પત્ર .
પ્રેમ ની લાલીમાંથી ચમકે છે કાયમ ,
ગાલ ના દરિયાના સરનામે લખો પત્ર .


***

હાઇકુ

મૃત્યુ

એટલે

નવ જન્મ

તરફ વળાંક

***

હુંફ ના દરિયા

હુંફ ના દરિયા માં તરું છું ,
વાત કિનારાની કરું છું .
પાછલી પાટલીએ બેસી ,
ચોકડી ચોકડી રમું છું .
કોઈ અંગત મળે તો સારું ,
વાત દિલમાં લઈ ફરું છું .
આવે કંટાળો પણ કરું શું ?
ઊધ માં ચૈન ને હરું છું .

***

ર્સ્પશનું ગીત

ર્સ્પશનું ગીત ગૂજે છે હૈયામાં ,

વાંસળી સૂર ફૂંકે છે હૈયામાં .

આંખમાં ઉગતાં રંગબેરંગી આ ,

સપનાઓ ચૈન ઢૂંઢે છે હૈયામાં .

ખાટી મીઠી તડપતી દિવસે રાતે ,

યાદના શૂળ ખૂંચે છે હૈયામાં .

બાગમાં ખીલતાં ગુલાબી રંગીન ,

વ્હાલના બીજ ખૂંપે છે હૈયામાં .

દુનિયામાં મા બનાવતા પહેલા ખુદા ,

વ્હાલ નો દરિયો મૂકે છે હૈયામાં .

યાદની મીઠી સી ટશર અંગોમાં ,

સાંજ ની વેળા ફૂટે છે હૈયામાં .

પ્રેમની મીઠી દોરીથી બંધાઇ ,

હીંચકા સાજન ઝૂલે છે હૈયામાં .

***

મોક્ષ

હું મને મારી ચિતા પર ભાળતો હતો ,
હાડ સાથે સખી આત્મા ગાળતો હતો .
ખુદ બળીને અમાસી રાતે હું ચુપચાપ
ઘોર અંધારામાં જગ અજવાળતો હતો.
સુખ ને દુઃખ તો આવતા જતા રહે .
જિંદગીની મુશ્કિલોને ખાળતો હતો .
પામવા મોક્ષ ને રાત દી સતત હું તો,
પાપ પુણ્ય હિસાબો સંભાળતો હતો .
જન્મ થી ઠાઠડી સુધી દુઃખ પામ્યો ,
દુઃખની પીડાને ખંજવાળતો હતો .
***

સ્વપ્ન

સ્વપ્ન માં સજી ધજી મળવા આવ હવે તું ,
પ્રેમ ની ક્ષણો માણવા આવ હવે તું .
દુરથી ઈશારા બ હુ કરી ચૂક્યાં તે ,

હૈયા ના ચૈન ને હરવા આવ હવે તું .
અષાઢી ઘનઘોર વાદળો ઘેરાયા છે.
આંખ માંથી સ્નેહ સારવા આવ હવે તું.

***

પાનખર માં ગુલાબ ઝૂલે છે ,
પાંદડી હળવે હળવે ખીલે છે .
બાગમાં માલિની ગેરહાજરી કાયમ સતાવે મને ,
કાંટા ઓની આ જમાત હસાવે છે.
રંગ બેરંગી પતંગી યા ઉડાઉડ કરે છે અહીં તહી ,
પ્રેમ રસ ચૂસીને રમાડે છે .

***

પાયલ

સ્પર્શ માં મીઠો ધડકાર છે કે નહી ?
પગની પાયલમાં ઝનકાર છે કે નહી ?
કોયલી ભર બપોરે ટહુકો કરે
સુરીલો તેમાં રણકાર છે કે નહી ?
શ્વાસ છેલ્લાં તો ધબકાર લાવે અહી ,
હાસ્ય ની આંખે ફનકાર છે કે નહી ?

***

પવનો

શીત પવનો દઝાડે ને ,
ઝંખના ઓ જગાડે મને .
ચુંટણી કેવી રીતે કરું ,
હસ્ત રેખા રમાડે મને .
ભર નીદ્રામાં સૂતેલી મૂગી
માંગણીઓ વિતાડે મને .
લાગણી ભર્યા મીઠા સખી
વ્હાલા સ્પર્શ અડાડે મને .
હૈયા ના ખીસ્સે સંતાડી ,
લાગણીઓ લગાડે મને .

***

દિલની વાતો

દિલની વાતો હું ક્યાં જ ઈ વ્યક્ત કરું ,
હૈયા નો ધગધગતો લાવા ક્યાં ભરું .
લાગણી ની આંધી ઉઠી મન માં છે
પ્રેમ વર્ષા વરસે છે એથી ડરું .
મેઘલી રાતે પ્રતીક્ષા કરતો તો ,
સાંજ વેળા ચૈન દિલ નું કાં હરું .

***

સ્પર્શ

સ્પર્શ હુંફાળો ગમે છે માનવીને ,
યુગોથી પૃથ્વી ખમે છે માનવીને .
વાદળી વરસી ને ચાલી જાય ને ,
દુનિયાનો ખુદા નમે છે માનવીને .
ચોપડીઓ ચાર વાંચી શીખી જુઓ ,
પ્રેમ ની ભાષા ગમે છે માનવીને .
દૂર જઈ શું ફાયદો કર્યો તમે ,
નેહ ભીના ઉર ગમે છે માનવીને .

***

સ્નેહ નું ગીત ગુંજે છે હૈયામાં ,
વાંસળી સૂર ફુંકે છે હૈયામાં ,
ઝંખનાની આ દોડ માં જીવવાનું ના ભૂલાય જો જો .
પ્રેમ સંબંધોને સખી સીવવાનું ના ભૂલાય જો જો .
દર્દ ઝીણું જો ઉપડે તો ખીજવાનું ના ભૂલાય જો જો ,
લાગણી ના આ તાંતણે પીંજવાનું ના ભૂલાય જો જો .

***

પ્રેમ ના ચાર શબ્દો

માનવી માનવી ને શું આપી શકે ?
પ્રેમ ના ચાર શબ્દો તે બોલી શકે ?

ખાવી બે રોટલી ને ઉધમા કરે ,
પેટમાં શું કશું તે પણ રાખી શકે ?

ચાર આંખો મળે ત્યારે કેમેય કરી ,
દિલના દરવાજા ને બંધ રાખી શકે ?

પેટની ભૂખ ઠારી શકે કોઈની
એટલી હામ હૈયામાં રાખી શકે ?

નેહ નીતરતી આંખો જો કાયમ રહે ,
એ કસમ આ જન્મ તે નિભાવી શકે ?

તર્ક ભૂલી બધા જીવન માં આગળ વધ ,
જીદગીનો મન પર બોજ રાખી શકે ?

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED