Manju - 1 books and stories free download online pdf in Gujarati

મંજુ : ૧

મિત્રો , અચાનક લખવામાં આવેલી આ વાર્તાના મૂળ ઘણા સમયથી મારા મનમાં વિસ્તરેલા હતા . આ વાર્તાના ૬ ભાગ સત્ય અને ૪ ભાગ કલ્પનાના આધારે લખાયા છે. બંસરી એટલે નીવા એટલે કે હું એવું સમજી આ વાર્તા વાંચશો તો મારા શબ્દો અને મારી પીડાને સમજી શકશો. ૩૦ વર્ષથી મનમાં એક તડપ લઈને જીવતી રહેલી એક વ્યક્તિને શબ્દો મળે અને જે હળવાશ અનુભવાય એ હળવાશ હું અનુભવી રહી છું . કહેવાય છે કે અધૂરા કામો આપણે સ્વપ્નાઓમાં પુરા કરતા હોઈએ છીએ પણ મારે જાગતી આંખે એક ન્યાય થતો અનુભવવો હોત અને એટલે જ જયારે મેં આ વાર્તા માંડી ત્યારે હું બહુ સ્પષ્ટ ન હતી કે હું લખી શકીશ કે કેમ ... !!! તમે મારી વાર્તા અવઢવને ખુબ સરાહી અને વખાણી છે એ બદલ આભારી છું . હું આશા કરું છું કે તમે આ વાર્તા વાંચીને પણ તમારા પ્રતિભાવો આપશો . આ મારી પહેલી વાર્તા છે .. પણ હું ઈચ્છું છું કે કોઈ સુધારણા વગર જેમની તેમ આ વાર્તા હું તમારા સુધી લઇ આવું .
૧….

” અરે વાહ …..અહીં હું બંસરી …ફક્ત બંસરી….!!!! ”

વરસો પછી પિયરે આરામથી રહેવા ગયેલી બંસરીએ આવો આનંદ ભર્યો ભાવ અનુભવ્યો ……પહેલા પતિ અવિનાશના અધૂરા અભ્યાસની અડફટે બંસરીની મોટાભાગના વેકેશનો ચડી જતા ….એટલે કે દર વેકેશને પોતાના અભ્યાસ માટે ચાલુ નોકરીએ રાજા લઇ અવિનાશ અમદાવાદ હોસ્ટેલમાં રહેવા જતો રહેતો અને રાજકોટમાં એના મમ્મીના વેકેશનમાં કંપની આપવા બંસરીને મુકતો જતો …..એના પપ્પા તો સરકારી નોકરીમાં હતા અને મમ્મી સ્કુલમાં શિક્ષક …..અને અભ્યાસ માટે આવું બલીદાન કરવું બંસરીને ગમતું પણ ખરું ….કારણ કે પ્રેમમાં પડેલા બંનેએ જલ્દી નોકરી મળે તો પરણી શકાય તેવા ઈરાદાથી ભણતરને થોડું પાછું ઠેલ્યું હતું ….જોકે અભ્યાસ સારી નોકરી અપાવે એ પૂરતો તો હતો જ ….

અને ત્યાર બાદ એક પછી એક ૪ વર્ષના ગાળામાં બે બાળકો પણ ઉમેરાઈ ગયા અને બંસરીની વ્યસ્તતા વધતી ચાલી …અને સાવ એવુંય ન હતું કે એ પિયરે જતી જ નહી …પણ બાળકોની આળપંપાળમાં પોતાના બાળપણના દિવસો કે મિત્રોને મળવાનું અચૂક ચુકાઈ જતું …!! અને પારિવારિક મુલાકાતો પુરતી જ એ વાત સંકેલાઈ જતી …અને ક્યારેક અવિનાશ સાથે હોય તો પીકનીકનો કાર્યક્રમો બની જતો એ અલગ અને બહુ ગમી જાય તેવી ઉજાણી બની જતી .

વિતતા સમય સાથે બાળકો સ્વાવલંબી બનતા ગયા અને પોતાની જાત અને ઘણા અંશે ઘર સંભાળતા પણ થઇ ગયા ….મોટો દીકરો રોહન ઘણો સમજુ … ઠરેલ અને નાની દીકરી રિયા ઘણી ઘરરખ્ખુ ….આને જ કદાચ સારા સંસ્કાર કહેવાતા હશે ….બંને ….પતિપત્ની …પોતાના નાજુક બાળકોને સરસ રીતે …સભ્ય રીતે મોટા થતા જોઈ ખુબ હરખાતા અને આવું થવા પાછળ એકબીજાનું યોગદાન છે એમ કહી પોરસાતા રહેતા ….એકંદરે સમાજમાં અને કુટુંબમાં ખુબ જ શાંતિ પ્રિય અને ખુશમિજાજ અને ખુશનસીબ ગણાતો હતો …આ પરિવાર …..!!! બંસરી આવી જીવનની અનેક કસોટીઓ પાર કરી ….દરેક સ્ત્રી કરે તેવા સમાધાનો કરી પોતાના પતિના વ્યાવસાયિક અને આંતરિક વિકાસમાં ખુબ મહત્વનો ભાગ ભજવતી …!!

એકવાર અચાનક બધા એ નક્કી કર્યું કે સતત કુટુંબ માટે ઘસાયા કરતી …બંસરીને …મમ્મીને એક નાનકડું વેકેશન ભેટમાં આપીએ …..

તો વાત પાક્કી થઈ કે બંસરી બાળકો અને અવિનાશને મુકીને એકલી પિયર રહેવા જવાની જાહોજલાલી ભોગવશે ….:) શરુઆતની ઘણી આનાકાની પછી બંસરી પણ એ વિચારે ઘણી ખુશ થઇ કે વરસો પછી માવતરે પોતાના જીવનની બધી જ ચિંતાઓ …પળોજણો બાજુએ મૂકી …એક મા …એક વહુ..એક પત્નીની ભૂમિકામાંથી બહાર આવી એ ફક્ત બંસરી બની પોતાના ઘરે જશે …..

બેત્રણ દિવસ અગાઉથી અવિનાશે એને ચીડવવાનું શરુ કર્યું કે ‘અમારા વગર તને નહી ગમે’ ને એવું બધું…અલબત વ્હાલથી જ તો ….અને બાળકો પણ ….’ત્યાં જાય છે તો અહીંની ચિંતા પડતી મૂકી શાંતિથી…મનભરીને રહેજે …..’એવું કહ્યા કર્યું ..અલબત પિયરમાં એના ઘરડા બા અને ભાઈભાભી હતા જે બંસરી માટે કાગડોળે રાહ જોયા કરતા ….

અંતે એ દિવસ આવી ગયો …..ખુબ ભાવભીની આગતા સ્વાગતા થઇ …દીકરી-બહેનની ….અને અવિનાશે ફોનમાં જ આ એક ભેટ-મુલાકાત છે એવો અણસાર આપી દીધો હોવાથી ભાઈભાભીએ પણ બંસરી માટે કાર્યક્રમો ઘડી રાખ્યા હતા …એના પ્રિય ભોજનની યાદીથી માંડી જુના ફોટા અને સામાન બધું જ ….બહાર કાઢી રાખ્યું હતું . વર્ષો પછી શાંતિથી રહેવા આવેલી બહેનને ખુશ રાખવામાં પાછીપાની ન કરવી એવું હેતાળ ભાઈભાભીએ નક્કી કર્યું હતું .

રાત પડી ….ભાઈભાભીએ ગાદલા તકિયા લઇ અગાસી પર પથારી કરવાનું શરુ કર્યું …ભાઈએ ન વપરાતો જુનો રેડિયો સાથે લીધો ….અને રમવા માટે પત્તા પણ….એ જોઈ બંસરીની આંખમાં પ્રેમાળ ભીનાશ છવાઈ ગઈ …કારણ જુના ગીતો સાંભળતા …ગણગણતા રાતે તારાઓ જોયા કરવા અને એમ જ આંખોમાં ઊંઘને આમંત્રણ આપવું ….એ બંસરીની રોજની ટેવ હતી ….બા સાથે પોતાના, ભાઈના , સગાઓના પરિવારની વાતો કરવામાં …..બાળપણ …શાળા..કોલેજના દિવસો …જુના સંઘર્ષભર્યા દિવસો યાદ કરવામાં બેત્રણ રાત તો વીતી ગઈ …

લગભગ ચોથી રાતે બંસરી એની જૂની સખીઓ અને એમના સમાચાર પૂછતી હતી ત્યારે કૈક વિચારે ચડી જતા બંસરી વાદળોના વિવિધ આકારોની વાતો કરવા લાગી ……કે ‘જાણે આગ પછીનો ધુમાડો હોય તેવું લાગે છે ….એ બાજુ કોઈ સ્ત્રીનો આકાર બને છે …અને આ બાજુ પંજાનો’ ……બધાએ નવાઈ તો લાગી કે અચાનક આવી વાતો કેમ…? …..પણ ‘કશુંક વિચારતી હશે …એને ખલેલ નથી થવા દેવી’ એવું વિચારી એને વિચારો સાથે એકલી મૂકી દીધી ……બા અને ભાઈભાભી એની અડખેપડખે સુઈ ગયા …. લગભગ અડધી રાતે એક કારમી ચીસનો અવાજ રાતના સન્નાટાને ચીરી ગયો ………

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED