નિષ્ટિ - ૫ - Office Office Pankaj Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિષ્ટિ - ૫ - Office Office

નિષ્ટિ

૫. ઓફીસ ઓફીસ

એ ચોરે બીજી વખત ચોર ખિસ્સામાં હાથ નાખ્યો એટલે નિશીથ ક્ષણભર વિચારી રહ્યો. સવારે ઓફિસે પહોચ્યો પછી એના પપ્પાનો ફોન આવ્યોં હતો અને એ મુજબ ઓફિસેથી પાછા ફરતી વખતે કરિયાણાવાળાને ત્યાં એના બિલના આપવાના નિકળતા સાડા પાંચ હજાર રૂપિયા ચૂકવતા જવાના હતા. અને બપોરે લંચ અવરમાં એણે નજીકના એટીએમ સેન્ટર પરથી રૂપિયા ઉપાડી લાવીને ચોર ખિસ્સામાં મુક્યા હતા. હજુ થોડી ક્ષણ પહેલાં તો નિશીથે એ ચોરનો હાથ પકડી લીધો હતો અને એ છતાં એ ફરીથી પ્રયત્ન કરી રહ્યો હતો. નિશીથને થયું કે નક્કી આ માણસની કોઈ મજબૂરી રહી હશે કે એ આટલું જોખમ ખેડી રહ્યો હતો. તેણે ઘડીના છટ્ઠા ભાગમાં નક્કી કયું કે હવે એ માણસનો હાથ પકડીને એને રૂપિયાની થોકડી કાઢી લેતા અટકાવશે નહિ. એણે એ ચોરનો ચહેરો પણ જોઈ લીધો હતો અને આ ચહેરા ને તે અવારનવાર જોતો હતો એટલે વખત મળ્યે એ તેને આવું ના કરવા સમજાવશે એમ વિચારીને નિશીથ જાણે કંઈ જ બન્યું નથી એવા હાવભાવ સાથે બસમાં ચઢીને એક સીટ પર જઈ બેઠો. ઘર નજીકના બસ સ્ટોપ પર ઉતરી સૌ પ્રથમ એટીએમ સેન્ટર પર જઈ રૂપિયા ઉપાડીને કરિયાણાની દુકાને ચૂકવણું કરીને ઘર તરફ પ્રયાણ કર્યું.

બીજા દિવસે તે રોજ કરતાં થોડો વહેલો ઓફીસ માટે નીકળ્યો કેમ કે બાઈક કંપનીમાં પડી હતી એટલે બસમાં જવાનું હતું. ગઈકાલ ના ઘટનાક્રમથી એ થોડો પરેશાન તો હતો જ એટલે એણે ખુરશી પર સ્થાન ગ્રહણ કરીને ઓફીસ બોયને ગરમા ગરમ કોફી લાવવા કહ્યું. આ એનો રોજીંદો ક્રમ નહોતો વર્ષમાં આવું ભાગ્યે જ બે ચાર વાર બનતું કે નિશીથ કોફીની ફરમાઈશ કરતો. ઓફીસ બોય કોફી લઇ આવ્યો પછી એને બાઈકની ચાવી અને થોડા પૈસા આપીને નજીકના ઓટો ગેરેજમાં જઈને બાઈકનું ટાયર પંચર રીપેર કરાવી દેવા જણાવ્યું. હજુ પણ એનું કામમાં મન ચોંટતું નહોતું. એટલામાં રાજેશ આવ્યો અને નીશીથનું ઉદાસ મ્હોં જોઇને એનો મૂડ પારખી ગયો.

‘શું સાહેબ મજામાં?’

‘હા’ નિશીથે ભાવવિહીન ઉત્તર વાળ્યો. પણ રાજેશ પણ એમ આસાનીથી છોડે એવો નહોતો.

‘લાગે છે કે આજે સાહેબનો મૂડ બરાબર નથી. લાવો હમણાં જ ઠીક કરી દઉં છું.’

એમ કહીને રાજેશે એની સ્વરચિત શાયરી લલકારી...

‘આખું નગર રંગાઈ જાય એટલી તું ચોપડે છે લિપ સ્ટીક’

‘વાહ વાહ... વાહ.. વાહ....’ પહેલી જ લાઈન સાંભળીને નિશીથને લાગ્યું કે કૈંક જબરદસ્ત આવી રહ્યું છે.

‘I repeat...... આખું નગર રંગાઈ જાય એટલી તું ચોપડે છે લિપ સ્ટીક’

‘આગળ થવા દે ભાઇ’ નિશીથ ઉવાચ.....

‘હા તો... આખું નગર રંગાઈ જાય એટલી તું ચોપડે છે લિપ સ્ટીક

ગોરી આમાં કેમ કરું તારા લિપથી હું લિપ સટીક.’

‘વાહ વાહ....’ બોલીને નિશીથે બેભાન થઇ ઢળી પડવાનો ડોળ કર્યો. અને એ દરમ્યાન યોગનું યોગ ત્યાં આવી ચઢેલ રીસેપ્શનિસ્ટની લિપ સ્ટીક સહીત આખો ચહેરો લાલઘૂમ થઇ ગયો.

હવે કંપનીમાં રાબેતા મુજબનું કામકાજ ચાલુ થઇ ગયું હતું. નિશીથ બધા મશીનોનું સ્વાસ્થ્ય ચેક કરીને પાછો પોતાની જગ્યાએ આવીને બેસી ગયો. તે પોતાનું પેપરવર્ક કરી રહ્યો હતો એટલામાં પ્રોડક્શન મેનેજરની કેબીનમાં હોબાળો મચી ગયેલો સાંભળી એ દોડીને તે બાજુ ગયો. ત્યાં જઈને જોયું તો પ્રોડક્શન મેનેજર જીગર જાનીએ કેબીનની દરેક વસ્તુ ટેબલ પર એક A 1 સાઈઝના પેપર પર પાથરી દીધી હતી. નિશીથે જીગરને પૃચ્છા કરી તો જાણવા મળ્યું કે કંપનીમાં કામ એટલું બધું હોય છે કે છેલ્લા થોડા સમયથી સમયસર રીપોર્ટ બનાવવાનું મુશ્કેલ બનતું જાય છે. અને શ્રોફ સાહેબ દરરોજ ‘Every thing must be on paper..... Every thing must be on paper’ કહીને પરેશાન કરે છે એટલે આજે તો એ આવે એટલે બતાવી દેવું છે કે લો બધી જ વસ્તુઓ પેપર પર છે.

વિરોધ પ્રદર્શિત કરવાનો અનોખો તરીકો જોઈ બધા ખડખડાટ હસી પડ્યા. એટલામાં શ્રોફ સાહેબ જાતે ત્યાં આવી ચડ્યા અને સમજી ગયા કે વર્કલોડના લીધે જીગરને શું તકલીફ પડી રહી છે. એમણે તાત્કાલિક જનરલ મેનેજર મહેતા સાહેબ સાથે મસલત કરી ત્યાં હાજર HR મેનેજરને આસિસ્ટન્ટ પ્રોડક્શન મેનેજરની પોસ્ટ માટેની જાહેરાત આપવા જણાવ્યું અને બધાને ત્યાંથી વિખેરાઈ જઈ પોતપોતાના કામે વળગવા કહી પોતાની કેબીનમાં જતા રહ્યા.

કંપનીમાં કામ ઉપરાંત રોજબરોજ બનતા અવનવા ઘટનાક્રમથી વાતાવરણ હંમેશા ગતિશીલ રહેતું. એકંદરે સહુ સંપીને કામ કરતા હતા. મતભેદો જવલ્લે જ મનભેદમાં પરિવર્તિત થતા. કામના ભારણને લઈને ઉપજતો હઠાગ્રહ કદી વિગ્રહમાં પરિણમતો નહોતો જેને લઈને કંપની ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી હતી.

દિવસો પસાર થતા હતા અને નિશીથ મુંબઈ જઈને આપી આવેલા ઇન્ટરવ્યુની વાત ભૂલવા લાગ્યો હતો. આજે સવારે ઓફીસમાં આવીને નિશીથ માંડ ખુરશીમાં બેઠો જ હતો અને રાજેશ આવી ચડ્યો... થોડો નિરાશ જણાતો હતો. નિશીથે પૂછ્યું... ‘શું વાત છે?’ એટલામાં કંપનીનો સર્વિસ મેનેજર મનોજ કુશવાહ ત્યાંથી પસાર થતાં બોલ્યો..

‘કૈસે હો મેઈન ટેન્શન મેનેજર?’

મનોજ કાયમ આ રીતે નિશીથને ચીડવવાનો પ્રયાસ કરતો પણ ઠંડા મગજનો નિશીથ જરાયે અકળાતો નહિ. પણ આજે નિશીથનો મૂડ નહોતો. એણે વળતો અને એ પણ સણસણતો ઉત્તર આપવાનું નક્કી કર્યું હતું. તેણે જવાબ વાળ્યો..

‘બિલકુલ બઢિયા વિશાનન’

‘વિશાનન?’ મનોજે આશ્ચર્યસહ પૂછ્યું.. રાજેશ પણ દંગ થઈને નિહાળી રહ્યો હતો.

‘હા.... વિશાનન... રાવણકો દશ મસ્તિષ્ક થે ઇસ લિયે વો દશાનન થા.. તેરે તો વીસ મસ્તિષ્ક હૈ ઇસ લિયે તું વિશાનન હૈ...’

‘અરે મૈ તો બસ યું હી મજાક કર રહ થા ઔર આપ તો બૂરા માન ગયે..” મનોજ હવે તણાવગ્રસ્ત હતો.

‘અરે મૈ ભી તો મજાક કર રહા હું...’ કહી નિશીથ ખડખડાટ હસી પડ્યો.

‘પર.. વિશાનન? ઔર કુછ નહિ ઔર વિશાનન?’ મનોજ પૂછી રહ્યો..

‘હા વિશાનન... વો તો તૂ હૈ હી’

‘કૈસે?’

‘તેરે અલાવા તેરે સર્વિસ ડીપાર્ટમેન્ટમેં કિતને લોગ હૈ?

‘ઉન્નીસ’

‘તો તુજે મિલાકે કિતને હુએ?’

‘બીસ’

‘ઔર ડીપાર્ટમેન્ટકે તૌર પર એ સભી તુમ્હારે હી મસ્તિષ્ક હુએ ના?

‘હં હં....’

‘અરે બાત યહી ખતમ નહિ હોતી...’

‘તો?’

‘તેરે ડીપાર્ટમેન્ટકા નામ ક્યાં હૈ?’

‘સર્વિસ ડીપાર્ટમેન્ટ’

‘હાં તો સર્વિસકા મતલબ સર.. વીસ... વીસ સર વાલા.... વિશાનન... અબ આયા સમજમેં? કિ ઔર સમજાઉં?’

‘સમજ ગયા... સમજ ગયા’ કહીને મનોજે ત્યાંથી ચાલતી પકડી.

‘જબર દસ્ત.... જબર દસ્ત’ રાજેશે અંગુઠા અને પહેલી આંગળીમાં ટેરવાં એકબીજાને અડાડી મસ્તની મુદ્રા બનાવી અંખ મીચકારી નિશીથને કહ્યું.

‘મને આમ કોઈને ઉતારી પડવાનું પસંદ નથી પણ આજે એમ કરવું જરૂરી લાગ્યું.’ નિશીથ વદ્યો..

‘અરે આમ તો કરવું જ પડે... દંશ ભલે ના મારીએ પણ ફૂંફાડો તો રાખવો જ પડે’ રાજેશે કહ્યું.

‘એ જે હોય તે... મને એ બધું પસંદ નથી.. સારું આજે તારો મૂડ કેમ નહોતો?’

‘અરે જવા દોને નિશીથભાઇ?’

‘ના ચાલે.. કહેવું જ પડશે..’

‘સારું.. તો સાંભળો..’ એમ કહીને રાજેશ અંગ્રેજીમાં શાયરી ઠપકારે છે..

‘ I have been looted by those..

who were my close fellow.’

‘wow wow.... wow wow....’ નિશીથે પણ વાહ વાહ નું અંગ્રેજી વર્જન ઠપકાર્યું.

‘હં તો

I have been looted by those..

who were my close fellow.

my boat has been sunk there

where the water was shallow...’

‘ઓહ... ઓહ... ઓહ... ઓહ...’ નિશીથ આફરીન પોકારી ઉઠ્યો.. આ તેને મનપસંદ ફિલ્મ અજય દેવગણ સ્ટારર દિલવાલે ની હિન્દી શાયરી.. ‘હંમે તો અપનોને લુંટા ગૈરો મેં કહા દમ થા.. મેરી કસ્તી થી ડૂબી વહી જહાં પાની કમ થા..’નું રાજેશ સર્જિત ઈંગ્લીશ વર્જન હતું...

નિશીથના ફોનની ઘંટડી રણકી ઉઠે છે.. ફોન રાજેશ ઉઠાવે છે.. જનરલ મેનેજર મહેતા સાહેબનો ફોન હતો. રાજેશ વાત કરીને ફોનનું રીસીવર મૂકતાં બોલે છે..

‘નીશીથભાઈ.. મહેતા સાહેબનો ફોન હતો.. તમને એમની કેબીનમાં બોલાવ્યા છે... મૂડ બરાબર લાગતો નહોતો’

‘સારું સારું’ કહીને નિશીથ ત્યાંથી મહેતા સાહેબની કેબીન તરફ જાય છે તો રાજેશ ધીમે રહીને ગણગણે છે..

‘ચલો.. બુલાવા આયા હૈ.... મ્હેતાને બુલાયા હૈ.. જય મ્હેતાજી....’

નિશીથ દુરથી જ રાજેશ પર હાથ ઉગામવાનો અભિનય કરીને ભાગે છે.

‘આવો આવો નીશીથભાઇ .. બેસો’ કહીને મહેતાસાહેબ નિશીથને એમની સામેની ખુરશીમાં બેસવાનો ઈશારો કરે છે.

‘જી સર..’ કહી નિશીથ ખુરશીમાં સ્થાન લે છે.

‘આઈ એમ પ્રાઉડ ઓફ યુ નિશીથ.. તમારી કામ કરવાની પદ્ધતિથી હું ખુબ ખુશ છું. તમે જે તમારા મૌલિક વિચારો થકી તમારા કામને અસરકારક બનાવો છો તે ખરેખર સરાહનીય છે.’

‘થેંક યુ સર’

‘તમારી કામ કરવાની રીતથી કંપનીની મશીનરીના બ્રેકડાઉન્સમાં સારો એવો ઘટાડો નોધાયો છે. શ્રોફસાહેબ પણ તમારા વખાણ કરતા હતા’

‘હં.. સાહેબ એટલું જ હતું કે બીજું કઈ કહેવાનું હતું?’ એમ કહીને નીશિથ ખુરશીમાંથી ઊભો થવા જતો હતો.. કેમ કે નિશીથને જેમ કોઈની ચાપલુસી કરવાનું નહોતું ફાવતું તો કોઈ એના વખાણ કરે એ સંભાળવું પણ ઓછું પસંદ હતું. એ તો બસ પોતાની રીતે શ્રેષ્ઠ પ્રયત્ન કરવામાં માનતો હતો.

‘અરે બેસ બેસ નિશીથ તને જે માટે બોલાવ્યો છે એ કહેવાનું તો હજી બાકી જ છે.’

‘બોલો સાહેબ’

‘નિશીથ, તું જાણે જ છે કે મેઈન્ટેનન્સ અને સર્વિસ ડીપાર્ટમેન્ટનું કામ લગભગ એક સરખું જ છે. પણ તારા ડીપાર્ટમેન્ટનું કામ જેટલું સુવ્યવસ્થિત છે.. સર્વિસ ડીપાર્ટમેન્ટમાં એટલા જ ધાંધિયા છે.’

‘ના એવું નથી... મારે અહી બેસીને અહીનું જ કામ સાંભળવાનું છે જયારે સર્વિસ ડીપાર્ટમેન્ટમાં તો અહી બેઠાં બેઠાં બહારની કંપનીઓની ફરિયાદોનું નિરાકરણ લાવવાનું છે જે એટલું આસન તો નથી જ’

‘that is the spirit... સામાન્ય રીતે લોકો બીજાની કુથલી કરવા તત્પર હોય છે જયારે તું હમેશાં સકારાત્મક જ વિચારે છે અને એ જ બાબત તને બીજાથી જુદો પડે છે નિશીથ.’

‘હા તો સાહેબ, મારે શું કરવાનું છે?’

‘ખાસ કઇ નહિ... મનોજને તારી જોડે રાખીને થોડો ટ્રેઈન કરવાનો છે.. આમ તો એ હોશિયાર છે પણ હજુ એણે ઘણું શીખવાનું છે.’

‘સર.. એ તો મારાથી પણ સીનીયર છે.. મને નહિ ફાવે’

‘અરે ના શું ફાવે? તારે આ કામ કરવાનું છે એટલે કરવાનું જ છે.’

‘પણ એ સીનીયર થઇને મારી જોડે શીખવા થોડા તૈયાર થશે?’

‘અરે ના શું થાય? હમણાં જ અહી બોલાવું છું..’ એમ કહી મહેતા સાહેબ ફોન કરીને મનોજને બોલાવે છે. એ દરમ્યાન નિશીથ વિચારે છે.. “આમ પણ મનોજ એણે કાયમ ખીજવતો હોય છે ને આ મહેતા સાહેબ પણ.. ક્યાં ફસાવે છે?”

એટલામાં મનોજ ત્યાં આવી પહોંચે છે.

‘મહેતા સાહેબ..’

‘મનોજ... હવેથી થોડો સમય તારે નિશીથની જોડે રહીને કામ કરવાનું છે.. આ તો શું છે કે તમારા બંનેની વર્કપ્રોફાઈલમાં ઘણી સામ્યતા છે એટલે તમે એકબીજા જોડે રહીને કામમાં આવતી મુશ્કેલીઓને સારી રીતે સમજી શકો અને આમ પણ આપણા મેઈન્ટેનન્સ ડીપાર્ટમેન્ટનું કામ હમણાનું એકદમ આધુનિક અને આગવી રીતે થઇ રહ્યું છે એટલે તમને પણ ઘણું જાણવા મળશે.’

મહેતા સાહેબની કન્વીન્સ કરવાની સ્ટાઇલ પર નિશીથ રીતસર ઓવારી ગયો. એને લાગ્યું કે જીવનમાં સફળ થવા હજુ ઘણું શીખવાનું બાકી છે.

‘ઓ કે સર.. ઐસે હી કરેંગે’ મનોજ જોડે બોલવા માટે કશું બચતું નહોતું. સવારનો રેચ પણ કામ કરી ગયો હતો.

‘તો નીશીથ દરરોજ પ્રિ લંચ સેશનમાં મનોજ તમારી જોડે રહેશે અને તમારે દર બે દિવસે અલગથી મને રીપોર્ટ આપવાનો રહેશે.’

‘ઓ કે સર’ કહી મનોજ અને નિશીથ મહેતા સાહેબની કેબિનમાંથી બહાર નીકળી ગયા.

‘આજનો દિવસ તમારા રોજના કામે વળગો.. કાલથી આપણે મહેતા સાહેબે કહ્યા પ્રમાણે કરીશું’ આટલું કહી નિશીથ પોતાના ટેબલ તરફ ગયો અને મનોજ નિરાશ વદને પોતાના ટેબલ તરફ..

‘શું વાત છે? આજે તો જીત ઉપર જીત મળે છે ને કઈ?’ રાજેશને ખબર પડતાં તેનો અભિપ્રાય..

‘એમાં જીત કે હાર જેવું કઈ નથી.. આપણે એક કંપનીમાં કામ કરીએ છીએ તો કંપનીના ભલા માટે કઈ પણ કરી છૂટવા તૈયાર રહેવું જોઈએ.’

‘સલામ છે બોસ્સ તમને’ રાજેશ નિશીથને સલામ આપીને ઊભો રહી જાય છે અને પછી એની આગવી અદામાં ખડખડાટ હસી પડે છે.’

બીજા દિવસે સવારે નિશીથ મનોજ જોડે બેસીને તે કઈ રીતે પોતાનો ડીપાર્ટમેન્ટ સંભાળે છે... કઈ રીતે દરેક મશીનનો હેલ્થ ચાર્ટ બનાવે છે.. કયા કારીગરને કયું કામ સોપે છે અને દરેક કામનો કઈ રીતે રીપોર્ટ બનાવે છે એ બધી ચર્ચા સવિસ્તાર કરે છે અને જણાવે છે કે કઈ રીતે કેટલી બાબતો સર્વિસ ડીપાર્ટમેન્ટને કામમાં આવી શકે છે.. તે મનોજને આશ્વસ્ત કરે છે કે તેનો ઈરાદો મહેતાસાહેબ થકી મળેલા ચાન્સનો પોતાનું મહત્વ વધારવા માટે ફાયદો ઉઠાવવાનો નથી પણ કંપનીના હિતમાં પોતાનાથી શું શ્રેષ્ઠ થઇ શકે એમ છે એટલા પુરતો જ છે. ‘મારામાં પણ ઘણી ખામીઓ હોઈ શકે છે.. જો પ્રિ લંચ સેશનમાં આપણે મેઈન્ટેનન્સ ડીપાર્ટમેન્ટની પ્રવૃત્તિઓ પર સ્ટડી કરીશું તો પોસ્ટ લંચ સેશનમાં સર્વિસ ડીપાર્ટમેન્ટ વિષે સ્ટડી કરીશું. મને પણ તમારા જેવા અનુભવી જોડેથી ઘણું શીખવાનું મળશે’

નિશીથની કાર્યનિષ્ઠા અને વિનમ્રતાથી મનોજ અભિભૂત થઇ ગયો. નિશીથના બનાવેલા કાર્યક્રમ પ્રમાણે બંને જણે કામ ચાલુ રાખ્યું તો અઠવાડિયા દસ દિવસમાં મનોજના કામમાં ઘણો ફરક જણાયો. મહેતા સાહેબ પણ આ ફેરફારથી ઘણા ખુશ હતા.. અને રાજેશ તો આવી સ્થિતિનો લાભ લેવા માટે ટાંપીને જ બેઠો હોય..

‘મનોજ સાહબ આજકાલ તો આપકે હી ચર્ચે હૈ કંપનીમેં... પાર્ટી તો બનતી હૈ..’

‘હા સ્યોર’

‘ઓ કે.. તો આવતી કાલે શનિવાર છે... આપણે ખાસ મોટી પાર્ટી નથી કરવી... શહેરની પ્રખ્યાત રાજાની ભેળ ખાવા જઈશું... ડન?’

‘ડન...’ મનોજ પાસે સ્વીકારવા સિવાય છૂટકો નહોતો....

ક્રમશ:......