દરવાજો કાદવ વાળો નથી Kirti Trambadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દરવાજો કાદવ વાળો નથી

દરવાજો કાદવ વાળો નથી

રોજ શાળાએ જતી રમલી હતી તો સામાન્ય છોકરી, દેખાવમાં પણ સાવ સામાન્ય, ભણવામાં પણ સામાન્ય, ગરીબીએ અજગરની જેમ ભરડો લીધેલો. મનમાં કાંઈક નવું કરવાની હામ સાથે હૃવતી રમલી કાળી ખરી પરંતુ મનની બહુ જ રૂપાળી. જેટલી દેખાવે કાળી એટલી જ નમણી. થીંગડાવાળા કપડામાં પહેર્યા હોવા છતાં સુંદરતા નીતરતી. પોતાની ગરીબીની સામે હંમેશા લડતી રહેતી રમલી ઝુંપડામાં રહેતી, સાંજ પડે ને બધાંય ઝુંપડાની બચ્ચાપાર્ટીની ટીચર બની જતી. પોતે જેટલું હ્મણે એટલું ભણાવીને જ્ઞાનની વહેંચણી કરતી. ચોખ્ખાઈના પાઠ શીખવતી. ગંદકીમાં રહીને ખોચ્ચાઈના પાઠ શીખવતી.

પરંતુ કમલી તો એક તેર વર્ષની બાળકી હતી. તેમના માતા–પિતા માટે તો હવે તે સાપનો ભારો બનતી જતી હતી. તેર વર્ષની જુવાન દીકરી અને રાક્ષસી જમાનો ઉપરથી તેમનું ભોળપણ બધી ઉપાદી સાથે તેઓ બસ દિવસ પસાર કરતાં. કમલીને ભણવાનું તો જરાય પસંદ નહિ, પરંતુ બચ્ચાપાર્ટીને ભણવા માટે ખાસ ધ્યાન દઈને જે કાંઈ શીખી આવે તે શીખવે. પરંતુ તેમના કાન હંમેશાને માટે ખુલ્લા રહેતાં. પછી રોડ પર જતી વખતે કાને પડતી વાત હોય કે પછી કોઈ દુકાનના ટીવીમાં આવતા સમાચાર કે પછી રેડિયાનો અવાજ કે પછી કોઈ બે વ્યકિતની બસસ્ટોપ પર થતી ચર્ચા, દરેક ચર્ચા સીધી તેમના મગજમાં સીધો રસ્તો કરી જતી.

આજ તો કમલી શાળાએથી ઘરે આવી રહી હતી. સરકારી શાળાાં આપેલ ઢોકળીના સ્વાદનો ચટકારા લેતી આરામથી આવી રહી જ હતી. ઝુંપડપઉીંની બહાર હ્મમેલી ભીડ હ્મેઈએ દોડ મુકી ભીડને ચીરતી કાન સરવા કરીને સૌની આગળ પહોંચી ગઈ. બધાં ઝુંપડાવાસીઓ કરગરી રત્ના હતા. રોતાં કકડતાં સાબ સાબ કરી રત્ના હતાં. સાહેબ બે દિવસની મુદત આપી પોતાની ગાડીમાં બેઠા. ઝુંપડાની સ્ત્રીઓ જેમના કપડાંમાં એટલા તો થીગડાં હતા કે કહેવું મુશ્કેલ હતું કે કપડાંનો કલર હતો કયો અને કાખમાં નાગા–પૂગા બાળકોને ટીંગાળીને ગાડીમાં બેઠેલાં સાહેબને પગમાં પડી કાકલુદી કરી રહી હતી. સાહેબે ગંભીર અવાજે બોલ્યા, હું લાચાર છું, કાયદાને અમલમાં મુકી રત્નો છું, મારા હાથની વાત હોત તો તમને અહીંથી દુર કરવાની હિંમત કયારેય ન કરત. પરંતુ.... આગળ તેમના મુખમાંથી એકપણ શબ્દ ન નીકળ્યો.

રમલી બરાબર રીતે સાહેબનું નિરીક્ષણ કરી રહી હતી. સાહેબની આંખમાં તેમને કયાંય ઈમાનદારી દેખાય ગઈ. ઝડપથી ઝુંપડાની બહાર પડેલ ખખડધજ સાયકલ લઈને મેઈન રોડ પર ઉભી. સાહેબ સાથે આવેલ ડ્રાઈવરને ચા પીતા હ્મેઈને બોલી, સર આ જે સાહેબ આવેલ છે તેની ઓફીસ કયાં આવેલી છે. ડ્રાઈવરે પણ બાળકી સમહૃને એડ્રેસ લખી આપ્યું. રમલી તો ખખડધજ સાયકલ લઈને ઉપડી ઓફીસના રસ્તે. કેટલાયને પુછતી પુછતી રમલી ઓફીસે પહોંચી તો તેમની નજર પેલી ગાડી પર ગઈ. રમલી તરત જ ડ્રાઈવરને ઓળખી ગઈ. તેમની પાસે જઈ બોલી મારે પેલા સાહેબને મળવું છે. ડ્રાઈવરને દયા આવી ગઈ કે પછી...... પરંતુ રમલીને સાથે લઈ જતાં બોલ્યો, કંઈ ફર્ક પડવાનો નથી. જે થવાનું હતું તે થઈ ગયું છે. રમલી એક પણ શબ્દ ન બોલી, સાહેબની ઓફીસનો દરવાહ્મે ડ્રાઈવરે ખોલી દીધો. રમલી સામે ઉભી રહી. સાહેબનું ધ્યાન જતાં તેમને અંદર બોલાવી.

અંદર જતાં તેમને ખુરશી પર બેસવા ઈશારો કર્યો. પરંતુ રમલી ખુરશી પર ન બેસતાં. સાહેબે ફરી ઈશારો કર્યો. એટલે રમલીના મુખમાંથી શબ્દો સ્ફુર્યા, સાહેબ આવી સરસ ખુરશી તો મે પહેલીવાર જ હ્મેઈ છે, પણ મને આવી ખુરશીમાં બેસવાના તો અભરખા નથી. તો બોલ બેટા શું કામ છે. રમલીની આંખ ભીની થઈ ગઈ. તેથી તેની સામે પાણીનો ગ્લાસ ધર્યો. રમલી ગ્લાસને ફકત દુરથી હ્મેઈને પોતાની આંખના આસું ને હાથ વડે સાફ કરતાં બોલી. સર આ કાચનો ગ્લાસ ફુટયો તો મારી કે મારા ગરીબ મા–બાપ પાસે એટલા પૈસા નથી કે આ ગ્લાસની કિંમત ચુકતે કરી શકીએ. હું તો તમને એટલું જ કહેવા આવી છું કે, હું તમારા જેટલી ભણેલી નથી, તમારા જેટલી સમજદાર પણ નથી, પરંતુ રોજ શાળાએ હ્મવ છું. અમારી ઝુંપડપઉીંના બધાં બાળકોને મને જેટલું આવડેે એટલું રોજ ભણાવું છું.

મને સૌથી વધારે દુઃખ તો એ વાતનું હતું કે હું કયારેય સારી માણસ બની શકીશ નહિ, કારણકે મને શાળાએ જવા મળતું ન હતું. સરકારે શાળાએ ભણવા માટે મફત સગવડતા કરી આપેલ પરંતુ મારા નાનાભાઈને સાથે લઈને રોડ પર ભીખ માંગવા જવું પડતું. ભણવાથી તો પેટની ભુખ ભાંગતી નથી ને ? છતાંય મનમાં કયાંય ખટકો હતો કે, સારી માણસ તો બની નહી શકું. ધીમે ધીમે શાળાએ જવા માટેની દાદાગીરી કરવામાં હું જંગ હૃતી ગઈ કારણકે શાળાએ મળતો નાસ્તો હું ખાતી નથી પરંતુ મારા નાના–ભાઈ બહેન માટે લાવું છું, અને આજુબાજુ થતી બધી વાતોને ધ્યાનથી સાંભળતી રહુ છું.

મેં કાલે જ બસસ્ટોપ પર સાંભળેલી વાત તમને અને અમને લાગુ પડે છે સાહેબ, હૃવનમાં કોઈ એવી મુસીબત નથી જેનો રસ્તો ન નીકળે, એ વાત ત્યારે તો સમજણ વગરની લાગતી હતી. પરંતુ આજ તમે જે ઝુંપડપઉીંને બે દિવસની મુદત આપીને ગયા છો તે તો અમારા મહેલ છે મહેલ. આજ તે મુસીબતવાળી વાત પણ સમહ્મય ગઈ અને અમારા મહેલની કિંમત પણ, સાહેબ તમારા કાગળમાં હ્મેશો તો રસ્તો તો બીજે કયાંય પણ બનાવી શકશો. પરંતુ અમારા મહેલ ફરી બનાવવા શકય નથી. સાહેબ તમને ખબર નથી પણ તુટેલા છણીયા શોધવા પણ અઘરા થઈ ગયા છે. અમારા મહેલમાં કેટલાય સમય સુધી તો છત જ નહોતી, છત તૈયાર થઈ તો તમારે અમારા મહેલ હ્મેઈએ છે.

સાહેબ આજથી હું કયારેય નીશાળે નહીં હ્મવ. શું ફાયદો નીશાળે જઈને ? નીશાળે જઈને રોજ નવું નવું શીખીશ. ધીમે ધીમે મોટી થઈને પછી નીશાળે શીખેલું જ ભુલી હ્મઈશ. નીશાળે શીખવાડયું ખોટું નહી કરવાનું, મોટી થઈને પહેલું કામ ખોટું બોલવાનું જ કરવું પડે તો નીશાળે હ્મવા કરતાં તો ભીખ માંગીશ તો પેટ ભરીને ખાઈ શકીશ. રમલી બોલતી હ્મેઈને સાહેબ કાંઈ બોલી ન શકયો. રમલી એમ જ ઉભી રહી પોતાની આંખના આંસુ હાથ વડે સાફ કરતાં બોલી સાહેબ આ ઓરડીનો દરવાહ્મે ખોલી દો ને. સાહેબે ઈશારાથી ધો મારવા સમહ્મવ્યું. રમલી ગંભીર અવાજે બોલી, સાબ નીશાળમાં મને ટીચર કહે છે તારુ નામ તો રમલી નહિ પણ કમળી હોવું હ્મેઈએ કાદવમાં ખીલેનેય કાદવથી દુર છો, પણ મને આ ઓરડીનો દરવાહ્મે કાદવ વાળો લાગે છે.

સાહેબ સ્ફુર્તિથી ઉભા થયા દરવાહ્મે ખોલી આપ્યો. રમલી બહાર નીકળી બોલી, સાહેબ મારા મા–બાપુને કાંઈ ન કહેતાં, તમારા જેવા મોટા સાહેબની સામે બોલી એની ખબર પડશે તો મને વઢશે. રમલી તો પોતાની ખખડધજ સાયકલ લઈને ચાલી નીકળી. પરંતુ સાહેબની ઉંઘ હરામ થઈ ગઈ. તરત જ બલ્યુ પ્રિન્ટને ધ્યાનથી હ્મેઈ. ઉપરી અધિકારીઓ સાથે મીટીંગ કરી. બીહ્મ દિવસે ચાર વાગ્યાના સમયે ગાડી ઝુંપડપઉીંમાં ઉભી હતી. ઝુંપડાવાસીઓ સાહેબને ઘેરીને ઉભા હતા. કોઈના મુખમાં એક શબ્દ સુધ્ધા બોલવા માટે હિંમત ન હતી. સાહેબની નજર ચકર ચકર ફરી રહી હતી. બચ્ચાપાર્ટી હાજર થઈ બધાંયની સાથે રમલી પણ હાજર હતી.

સાહેબ કરડાકીથી બધાંની સામે હ્મેઈ રત્ના હતા. સાહેબ એટલું જ બોલ્યા તમારે તમારા મહેલો ખાલી કરવાની જરૂર નથી. સરકારી હુકમ છે. આટલું સાંભળતા તો બધાં સાહેબના પગમાં પડી સાહેબનો ઉપકાર માનવા લાગ્યા. સાહેબ રમલી સામે હ્મેતા બોલ્યા, અરે...અરે.... મારો ઉપકાર માનવાની જરૂર નથી, ત્યાં તો રમલીએ બે હાથ હ્મેડી આકાશ તરફ ઈશારો કરીને ગરદન ના...ના માં હલાવી. સાહેબે વાકય ફેરવી તોડયું ઉપકાર માનવો જ હોય તો ભગવાનનો માનો. બધાં ખુશ થતાં નાચવા લાગ્યા. સાહેબ તેમની ગાડીમાં બેઠાં એટલે તરત જ સાહેબની નજર રમલી પર પડી, ગાડીનો દરવાહ્મે બંધ કરતાં બોલી, દરવાહ્મે કાદવ વાળો નથી.

લી. કિર્તી ત્રાંબડીયા, રાજકોટ. મો. ૯૪ર૯ર૪૪૦૧૯