એક ઉર્ધ્વમુખી શૂન્ય-1 Gunvant Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ઉર્ધ્વમુખી શૂન્ય-1

એક ઉર્ધ્વમુખી શૂન્ય

ખુશાલ જયારે એના થાનકે આવ્યો ત્યારે રાતના અઢી વાગ્યા હતા.

ફૂટપાથ ઉપરની મરકયુરી લાઈટના થાંભલા નીચે એની જગા ઉપર નિરાંતે સુતેલા ભૂરિયાને એણે ખદેડી કાઢ્યો, પોતાનો ફરિયાદી અણગમો વ્યક્ત કરતો હોય તેમ 'ભોં ભોં...' કરતો અપમાનિત થયેલ ભૂરિયો જરાક દુર જઈ ઊભો રહ્યો. ખુશાલે તે જગ્યા સાફ કરી. પછી ગજોધર ભૈયાની રેંકડીની નીચે રાખેલી ગોદડી કાઢીને ફૂટપાથ ઉપર પાથરી, સામેના નળેથી પાણી લઇ હાથ મો ધોઈ જરીક ફ્રેશ થઇ ગોદડી પર બેસી પછી એણે પેલું પડીકું ખોલ્યું.

''આજા બીડુ તુ ભી આ જા ' કહી બુચકારો કરી ભૂરિયાને ય ખુશાલે ડીનર કરવા તેડયો.

  • 'જાયલા, દેખ .... આજ ભી વહી સુક્કા વડા પાઉં મિલેલા હૈ હમ દોનું કો યાર ... 'કહી એણે અપમાન ભૂલીને એની નજીક આવેલા ભૂરિયાને એક વડા પાઉં આપ્યું.
  • મોડું ખુબ જ થયું હતું એટલે પાણી પીને કુક્ડું વળીને પછી ખુશાલ સુઈ જ ગયો. એના નસકોરાં બોલવા માંડ્યા એટલે તરત જ કપમાંનું બચેલું પાણી ચાટીને હળવેકથી સરકીને ભૂરિયાએ પણ ખુશાલની બાજુમાં લંબાવી જ દીધું .

    દિવસના ગજોધરભૈયાની ચાયની રેંકડી પર ખુશાલ કામ કરતો અને રાતે થોડા કલાક ફૂલમતીબાઈના કોઠે ચોકીદારી. ગજોધરભૈયાની રેંકડી એનું ઘર હતું અને રાતે ફૂટપાથ એની પથારી બનતી. ગોદડી સમેતનો એનો પરચુરણ સામાન એ જ રેંકડી નીચે રહેતો. એના બપોરના રોટલા ગજોધરને ત્યાંથી ઘડાઈને આવતા અને ફૂલમતીની દયા ઉપર જે એક પડીકું એને મળતું તે રાતે રેંકડી પર આવીને એ ખાતો. બંને જગાએથી મળતી રોજની 50 - 50 રૂપિયાની મૂડી કાપકૂપ વગર સીધેસીધી ‘ગજોધર બેંક’માં જમે થતી.

    'વરસાદ આવે એ પહેલા ઓણ સાલ જો છાપરું નઈ થાય તો એ ખોરડું નઈ રહે, તેથી સગડ કરીને વે'લો આવી જ જા દીકરા' માએ છેલ્લો સંદેશો પુનમિયા સાથે મુંબઈ કમાવવા ગયેલા દિકરા ખુશાલને મોકલ્યો.

    વરસાદ આડે થોડા જ દિવસો હતા એ જોતાં ખુશાલનું વતન જવાનું ય ગજોધરભૈયાએ તાત્કાલિક ગોઠવી જ દીધું. ફૂલમતી મેડમે 15 દિવસની એને રજા આપી. ગજોધર પાસે જમે કરેલી 15000 રૂપિયાની મૂડી લઈને બીજે જ દિવસે ગામ જવા મનસુબો પાકો કરી દીધો.

    બીજે દિવસે ખુશાલ જયારે વતન જવા દિલ્હીની ગાડીમાં બેઠો ત્યારે આકાશ વાદળોથી ઘેરાયેલું હતું. કાળઝાળ ગરમીથી ત્રાહિત લોકોને જાણે મુક્તિ આપતો હોય તેમ મંદ મંદ ઠંડો પવન વહેતો હતો. મસ્તીમાં ઝાડવાઓ ડોલતા હતાં. રીમઝીમ રીમઝીમ ... ધીમો છાંટીરૂપે વરસાદ પણ શરુ થયો . પંખીઓનો કલરવ એમના સંતાન પાસે માળે જલ્દી પહોંચી જવાની ઉમેદની જાણે જાહેરાત જ કરતો હતો .

    સુકકી ધરતી હવે વરસાદના દાણેદાર છાંટાથી રીતસર પલળવા જ માંડી. ચારેકોર નૈસર્ગિક સંગીત અને સંસારી કોલાહલની જુગલબંધી વ્યવસ્થિત ઘોંઘાટ જમાવતી જતી હતી.

    મુંબઈ પાછળ છૂટી ગયું. ગોકળગાયની ગતિએ ટ્રેઈન પાટે સરતી હતી. ધીમી ગતિની પેસેન્જર ટ્રેઈન એટલે એ તો દરેક સ્ટેશને ઉભી રહે અને વળી ક્યારેક ફાસ્ટ ટ્રેઈનને જલ્દી જવા દેવા કોઈ સ્ટેશને વધારે ય રોકાણ કરી નાખે. પુરા 24 કલાકની મુસાફરી હતી .

    'હું ગામ પહોચીને છાપરું સમું ન કરાવી દઉં ત્યાં સુધી ખમી જજે બાપલા' ખુશાલ બબડ્યો.

    ખટક ખટક કરતી ગાડીમાં છેવટે એની આંખ લાગી જ ગઈ.

    * * *

    નિયત સમય કરતાં 12 કલાક મોડી પહોંચેલી પેસેન્જર ટ્રેઈન ખીચોખીચ ભરેલા દિલ્હીના એક નંબરના પ્લેટફોર્મમાં ત્રીજે દિવસે મળસ્કે દાખલ થઇ. અચાનક વધી ગયેલા કોલાહલે ખુશાલની આંખ ખુલી ત્યારે બહાર ધોધમાર વરસાદ પડતો હતો.

    ભીડમાંથી રસ્તો કાઢતો એ સ્ટેશનની બહાર આવ્યો, બહાર પાણીમાંથી રસ્તો કાઢી જતી એક રીક્ષા પાણીની છાલક ઉડાડતી આજુબાજુ ઉભેલાને પલાળતી ગઈ. ખુશાલ પણ પલળી જ ગયો . સમસ્ત ઉત્તર ભારતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડતા વરસાદે ત્રાહિમામ પોકરાવી દીધી હતી. ચોગરદમ પાણી હતું. મુસાફરો વરસાદથી બચવા સ્ટેશનના છાપરા તળેથી હઠતા ન હતા, ભીડ ઓછી થતી જ ન હતી અને સામાન્ય જનજીવન થંભાવી દેતો તોફાની વરસાદ પણ જાણે જીદે જ ચડ્યો હતો. ચારેકોર એકસરખા કાળા ડીબાંગ વાદળોની વચ્ચે વચ્ચે વીજળીના તેજ લીસોટા પછી થતા આકાશી ગડગડાટ ભલભલાને ભય પમાડી જતા હતા અને તેથી ગભરાઈને ડરી જતા બાળકોની ચિચિયારીઓ અને રડવાના અવાજથી વાતાવરણ વધુ ડરામણું લાગતું હતું. અમુક નીચાણવાળા સ્થળોએ રેલ્વે લાઈન ઉપર પાણી ફરી વળ્યા હોવાને કારણે અમુક ટ્રેઈન કેન્સલ કરવાના સૂચનો રેલ્વે સત્તાવાળાઓ અવારનવાર માઈક ઉપર આપતા હતા. ચોગરદમ કોલાહલ મચ્યો હતો.

    નેવના પાણી ઝીલી એણે એનો ચહેરો અને આખો ધોઈ કોગળો કરીને પહેરેલા પહેરણથી પછી મોં લુછ્યું. એની બાજુમાંના એક ચાયના સ્ટોલમાં ઉકળતી ચાયની નીચેનો કર્કશી સ્ટવ ટોચના ધંધાની ચાડી કરતો તોફાની ગતિએ ધમધમતો હતો.

    'એક વડા પાઉં દેના, સા'બ' કહેતાકને ખુશાલે સ્ટોલવાળાને દસ રૂપિયાની નોટ ધરી.

    'મેરે ભાઈ, અબ ભાવ જ્યાદા હો ગયેલા હૈ, બીસ દો બીસ ...' સ્ટોલ ઉપરના ગલ્લા અધિકારીએ ચિક્કાર ઘરાકીની વચ્ચે તોછડાઈથી જ કહ્યું. એ સાભળીને ભૂખ્યા ખુશાલે લાચારીમાં આનાકાની વગર બીજી દસની નોટ પેલાને પકડાવી અને પડીકું લીધું .

    'એ બારીશને સબ ચીજ કે ભાવ ભી ડબલ કર દિયે ...' ખુશાલની બાજુમાં ઉભેલો એક ભાઈ બોલ્યો.

    'વડા પાઉં કે ભી ડબલ ...?' ખુશાલે આશ્ચર્ય કર્યું.

    'ઔર નહી તો ક્યા? કૌન પૂછનેવાલા હૈ ઇન કો' પેલાએ ધીમેથી કહ્યું.

    વરસાદનું પાણી વડાપાઉંના ભાવમાં ય ઘુસી જ ગયું હતું.

    'છાપરાના સમારકામની મૂડીમાં પણ ભાગ પડાવે છે, ખાઉધરા.' અપ્રગટ અણગમો કાઢતો એ પછી સુક્કા વાસી વડા પાઉં ખાવા ઉભડક બેઠો.

    વરસાદ ગાંડોતુર એકધારો વરસતો હતો. 'અહીં આટલો વરસાદ છે તો શું રામવાડામાં ય આટલો બધો વરસાદ હશે?' વડા પાઉં ખાતા ખાતા એને પોતાનું વતન અને એની માં યાદ આવ્યાં. પછી તરત જ થયું કે, 'ના, ના, ત્યાં તો હજી વરસાદને પંદર દિવસની વાર છે. આટલો જલ્દી નઈ જ આવે, પણ .... જેમ એ અહીં જલ્દી શરુ થયો તેમ ત્યાં પણ કદાચ જલ્દી શરુ થયો હોય તો? જો એવું જ હોય તો મારી માંની પરિસ્થિતિ શું હશે? એ શું કરતી હશે આવા વરસાદમાં? ..અને જો છાપરું ય સમું ન રહ્યું હોય તો ...તો આવા મુશળધાર વરસાદમાં બિચારી માં શું કરતી હશે? ત્યાં એનું કોણ ધ્યાન રાખતું હશે?' એથી આગળ તો ખુશાલ વિચારી જ ન શક્યો. હાથમાંનું પાઉં એણે ફેંકી દીધું, સાથેની કેરિયર બેગનું પુંજીપડીકું પહેરણ નીચે પાટલુનમાં કસકસાવીને ખોસી દીધું અને પછી લાગલો જ સામે આવેલા ડેપો તરફ દોડ્યો, વરસાદની પરવાહ કર્યા વગર, દોડતો. પલળતો. તે જ ક્ષણે એક જબરો તેજ્લીસોટો થયો અને વાદળોમાં પ્રચંડ ગડગડાટ થયો અને તે સાથે જ ગભરાઈ ઉઠેલા બાળકોની ચિચિયારી ભેગો કોલાહલ પણ વધી જ ગયો, જબરું વૃષ્ટિતાંડવ ચાલતું હતું.

    માથે આભ જ ફાટ્યું હતું. સાબેલાધાર પાણીના નળો જ જાણે કોઈએ ઉપરથી ખોલી દીધા હતા. ડેપો સુધી જતામાં તો ખુશાલ પાણીથી આખેઆખો લથબથ થઇ જ ગયો. ડેપોમાં ય માણસોનું કીડીયારું ઉભરાતું હતું. ડેપોમાંના માઈક ઉપર બસ અંગેની સૂચનાઓની સાથે સાથે ખીસાકાતરુઓથી સાવચેત રહેવાની સૂચનાઓ પણ સતત અપાયા જ કરતી હતી જબરો કોલાહલ મચ્યો હતો. હરકોઈએ જલ્દી ઘરે પહોંચી જવું હતું. પૂછપરછ બારી આગળ પણ જબરી ભીડ હતી. ખુશાલ પણ એ ભીડમાં જોડાયો.

    'અબે એ ...સુનાઈ નહીં દિયા ક્યા, અબી જ માઈક પે બોલા કી કોઈ બી બસ ચીખોલી સે આગે નહીં જા સકતી..બાદલ ફટા હૈ બાદલ, મેરે બાપ,.ભેજા ગરમ કરતા હૈ ખાલીપીલી.' અંદર બેઠેલો કારકુન ચિડાયો.

    બધાનું જ જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. બધાએ જ પોતપોતાના ઘરે પહોચવું હતું, ચોગરદમ કોલાહલ હતો. મુશળધાર અને અશ્વવેગે દોડી રહેલો પેલો તબડક તબડક વરસાદ, વચ્ચે સંભળાતા વાદળોના ગડગડાટ, અને તે સાંભળીને રોક્કળ કરતા બાળકોના અવાજ, ડેપોમાં માઈક પર અપાતી સૂચનાઓ, 'પૂછપરછ'ની બારીમાંથી ગુસ્સામાં રાડ રૂપે અને અપમાનજનક રીતે જનતાને મળતી સેવા, ખખડધજ એવી બસોમાં ચડવા ધસારો કરતા લોકો, અને તે ક્રિયામાં થતી ધક્કામુક્કી અને બોલાચાલી તેમજ આ બધાની વચ્ચે બાજુના સ્ટોલમાં ભોં ભોં કરીને ચા ઉકાળતો પેલો ગેસનો ચૂલો .... એ બધું ઓછું હોય તેમ ધૂમ વકરાની વચ્ચે તુમાખીભર્યા અવાજે ગલ્લે બેસી શોષણ કરતો પેલો જનતા શોષક.

    ખુશાલે આજુબાજુ નજર કરી. પેટ ઉપર ર્દબાવેલી પુંજીપોટલી બચાવતો એ બહાર જવાના ભાગ તરફ આગળ વધ્યો. ડેપોના છેલ્લા પગથીયા સુધી લોકો વરસાદમાં અડધા પલળતા ઉભા હતા. ત્યાં જ બાજુમાંથી સ્પીડમાં પસાર થતી એક રીક્ષા છેલ્લે પગથીયે ઉભેલા બધાને વધુ પલાળી ગઈ. પલળેલાઓમાંથી કેટલાકે ગનમાંથી જેમ ગોળી છૂટે તેમ રીક્ષાચાલકને અભદ્ર ભાષા સંભળાવી જ દીધી. પરિણામમાં લોકસંવાદનો કેવળ કોલાહલ વધ્યો. નિર્લેપ રિક્ષાચાલક તો દુર નીકળી ગયો હતો. ખુશાલે વરસાદની વાછંટ અને ઉપરના નેવથી બચવા માટે માથે એક કેરીઅર બેગ લપેટી.

    'શું ચીખોલીથી આગળ કોઈ જ બસ નથી જતી? વાદળ ફાટ્યું છે? કેદારઘાટ અને રામવાડા તો ત્યાંથી પણ 20 કિલોમીટર દૂર ... તો શું ત્યાં પણ આટલો બધો વરસાદ હશે? .. અહી આભ નથી ફાટ્યું તો ય હાલ આટલા બધા બેહાલ છે તો પછી ત્યાં આભ ફાટ્યું છે એમ કહ્યું તો ત્યાંના તો હાલ શું જ હશે? ઓ ભગવાન, મારી માંને હેમખેમ રાખજે.' ખુશાલના મનમાં વિચારોનું ઘોડાપુર આવ્યું હતું .

    'જે જનેતાના ઘરના પગથિયા ઉતરીને હું મુંબઈ પૈસા કમાવવા ગયો એ જનેતાની ગોદમાં જ શાંતિ મળે, બીજે ક્યાય નહીં, મારી માંને હેમખેમ રાખજે કેદાર બાપા, એ ઘર રૂપી મંદિરના પગથિયા ફરીથી મને ચડાવજે' એટલું કહેતા તો ખુશાલની આંખોમાં પાણીની જબરી રેલ જ આવી ...

    'ચીખોલી, ચીખોલી ....'ની બુમ સાંભળી કે લાગલો જ ખુશાલ પણ ચીખોલીની બસમાં ચડવા ટોળામાં જોડાયો. ચીખોલી જવા માટે આજની આ છેલ્લી બસ હતી. એ જો ખુશાલ ચુકી જાય તો આવતીકાલ સુધી બીજું કોઈ સાધન ન હતું અને વરસાદી વાતાવરણ કાલે કેવું હોય શી ખબર? બસ જાય કે ન પણ જાય. એટલે આ બસ કોઈપણ હિસાબે એણે પકડવી જ પડે એમ હતું.

    'મૌસમ ઔર રાસ્તા ખરાબ હોનેકી સમ્ભાવના કે કારન યે બસ ચીખોલી તક પહોચેગી ભી યા નહિ યા કિતને બજે પહોચેગી વો હમ બતા નહિ સકતે, લેકિન હમ જાનેકા પ્રયાસ કરેંગે' કંડકટરે જાહેરાત કરી અને પેસેન્જરી કોલાહલ શરુ થયો. ધક્કામુક્કી કરીને આખરે ખુશાલ બસમાં ચડી જ ગયો.

    દિલ્હીની ઉત્તર તરફ જેમ જેમ મારગ કાઢતી બસ આગળ વધતી ગઈ તેમ તેમ વરસાદનું રૌદ્ર રૂપ અને એણે કરેલી ચોગરદમ પાયમાલીના સંકેતો ઠેર ઠેર સ્પષ્ટ રૂપે મળવા જ માંડ્યા, જ્યાં જુઓ ત્યાં બધેબધ બસ પાણી જ પાણી, ચારેબાજુ જળબંબાકાર હતું. નદીઓ રમણે ચડી હતી, નાળાઓ ભયજનક રીતે ઉભરાતા હતા, કાચા પુલો સતત વરસાદથી અને વેગીલા જળપ્રવાહથી તૂટ્યા હતા, રસ્તાઓ ઉપરથી કેટલાયે વાહનો લપસી પડ્યા હતા, વાહનોની કતાર લાગી હતી ....વરસાદે સર્જેલી અતિ વિકટ પરિસ્થિતિમાંથી મારગ કાઢતી એ બસ આખરે એક ધીમા ઝટકા સાથે તે દિવસે મોડી સાંજે ચીખોલી અટકી. ખુશાલ ખુબ જ થાક્યો હતો.

    બસમાંથી એ ઉતર્યો. અંધારું થવા આવ્યું હતું. મુસાફરો વિખેરાયા. સામેની લાઈનબંધ બંગ્લીઓ હેઠળ બે ચાર કૂતરા વરસતા વરસાદથી બચતા ઊભા હતા. બાજુમાં એક ઝાડ ધરાશાયી થયું હતું. એક વીજળી થઇ અને પછી થયેલા ભયંકર ગડગડાટે તો ખુશાલ પણ ડરી જ ગયો, વરસાદ જોરદાર થયો. ઠેર ઠેર પાણી જ પાણી હતું, એક જોરદાર કડાકો થયો અને તેની સાથે સામેના જ એક મકાનની અગાશી સાથેનો ભાગ ભોય ભેગો થઇ ગયો, અંદર ચીસાચીસ થઇ, થોડા લોકો ત્યાં દોડ્યા. ખુશાલનું મન આ બધું જોઈ વધુ ભયભીત થતું હતું. 'રામવાડામાં મારી મા શું કરતી હશે? પ્રભુ એને હેમખેમ રાખજો.' માની ચિંતા માટેના વધુ ને વધુ કારણો એને મળતા જતા હતા. રામવાડા સુધી જવા કોઈ સાધન જ ન હતું, રસ્તાઓ જ બંધ થઇ ગયા હતા, પુલો તૂટ્યા હતા.

    પછી બે દિવસનો ભૂખ્યો તરસ્યો, ઉજગરાવાળો અને અશક્ત ખુશાલ અતિવૃષ્ટિમાં જાતની પણ પરવાહ કર્યા વગર ચાલવા જ માંડ્યો રામવાડા તરફ …..

    એના પેટમાં ખાડો હતો અને ભૂખ પણ કકડીને લાગી હતી.

    થોડે જ દૂર એક ઝૂપડી દેખાઈ. ત્યાં પહોચીને બહારથી જ ખુશાલે પૂછ્યું, 'કૈક ખાવાનું મળશે?'

    'અંદર આવો ભાઈ ...' કહી ગણપતે ઉભા થઇ ખુશાલને અંદર તેડી લીધો.

    ગણપતની પત્નિ તેજુએ સાદડી પાથરી અને અભરાઈ ઉપરથી ગ્લુકોઝ બિસ્કીટનું એક પડીકું લઇ આવીને મહેમાનને આપ્યું .

    કોઈનું પણ મફતમાં કશું જ ન લેવાય એમ માનનારો ખુશાલ પહેરણ તળેથી પૈસા કાઢવા જેવો હાથ પહેરણ નીચે લઇ ગયો કે તરત જ અનુભવ્યું કે……… પુંજીપોટલી ત્યાં હતી જ નહીં ….!

    બસમાં બેઠો, ટીકીટ કપાવી ત્યાં સુધી તો એ પોટલી એની પાસે હતી, મુસાફરી દરમ્યાન જ થાકને કારણે અવારનવાર આંખોમાં ઝોકાં આવ્યા એટલે તે ગાળામાં જ કોઈ સાથી મુસાફરે જ કદાચ ખુશાલનો ભાર હળવો કરી દીધો હતો .

    'ઓ પ્રભુ ...' કહેતાં એ માથે હાથ દઈ નીચે સાદડી ઉપર બેસી જ પડ્યો. એને તમ્મર આવી ગયા. અત્યારસુધીની તમામ બચત, ઘરનું છાપરું સમું કરાવવાની એની ઈચ્છા કોઈએ ધૂળધાણી કરી દીધી. ગણપતને સઘળી હકીકત ખુશાલે જણાવી .

    બહાર લગાતાર પાણી વરસતું જ જતું હતું. જોરદાર વીજળીના કડાકા અને ગગનભેદી વાદળોના ગડગડાટ થતા હતા.

    ગણપતે ખુશાલને પાણી પાયું અને બિસ્કીટ ખવરાવી. એની બધી જ વાત સાંભળી અને સ્વીકારી. પછી એણે કહ્યું, 'આમ હિમત ન હરો ભાઈ, અહીથી 2 કિલોમીટર ઉપર આગળ જતાં જ એક રાહત છાવણી આવે છે ત્યાં તમને સેવાભાવી સંસ્થા દ્વારા આવકાર, હુંફ અને અન્ય માહિતી પણ મળશે. હું તમને બતાવું' કહી એણે બહાર હળ ઉપર ટાંગેલી બે પ્લાસ્ટીકની મોટી કોથળીઓ કાઢી. એક પોતે ઓઢી અને એક ખુશાલને આપતાં કહ્યું, 'આ ઓઢી લો અને ચાલો'.

    કુદરતી પ્રકોપની વાતો કરતાં કરતાં રાહત છાવણી તરફ બનેએ ચાલવા માંડ્યું. પર્યાવરણનો અર્થ અને એનો વર્તમાન કુદરતી પ્રકોપ જેવી ઘટનાઓ સાથેનો સંબંધ ખુશાલને પહેલી જ વાર ગણપતની વાતોમાં થોડો થોડો સમજાવા માંડ્યો.

    એક ગરીબ બીજા ગરીબનો હમદર્દ બન્યો. ધરતીપુત્ર ગણપતની વાતો હ્રદયના ઊંડાણમાંથી આવતી હોવાનું ખુશાલ અનુભવી રહ્યો હતો.

    માથે આભ જ ફાટ્યું હતું. સાબેલાધાર પાણીના નળો જ જાણે કોઈએ ઉપરથી ખોલી દીધા હતા. અનરાધાર વરસાદ પડતો હતો ભેખડો ધસી પડવાના ધીબાકા કાળજા કંપાવી જતા હતા. ચોગરદમ અંધારું હતું. અતિવૃષ્ટિના કારણે ઘણી નદીનાળાઓ કિનારા તોડીને તોફાની હદે ધસમસતા હતાં. કિનારાના બંધનો તોડીને નદીઓએ માનવવસાહતમાં ઘુસપેઠ કરી હતી. જાણે માનવવંશનું નિકંદન જ કાઢવા માગતી હોય એમ બધું જ ખેદાનમેદાન કરતી ચાલી. કલકલ વહેનારી નદીઓએ નવા નવા જ ફાંટાઓ, નવા માર્ગો બનાવીને ત્રાહિમામ સર્જ્યો હતો. અકલ્પ્ય એવો વિદ્વંશ કરતી નિર્દયી જ બની હતી. ઉપર આકાશેથી આવતા જળપ્રવાહે ડુંગરો પણ તોડ્યા અને એની તળેટીમાંના રામવાડા, નન્દીધામ, કેદારતળેટી, ચીખલોદ, પિપ્પલી, જેવા કેટલાય ગામોનું નામોનિશાન જ ન રહ્યું. પૃથ્વીના પેટાળમાં જ સમાઈ ગયા. પહાડની ભેખડો પડી જતા તળેટીમાંના ગામોની સમગ્ર વસાહત ઘર, મકાન, લોકો રસ્તાઓ...વાહનો સહિત બધું જ ખેદાનમેદાન થઇ જ ગયું…..

    સમયની નજાકત સમજી રામવાડા ગામ સંપૂર્ણ ધોવાઇ ગયાની વાત ખુશાલને ગણપતે તે વેળા તો ન જ કરી.

    આ બાજુ ખુશાલની ચિંતા ખુબ જ વધી હતી, જીવનભરની બચત એણે ગુમાવી હતી, અને વિશેષ તો એની માની આવી અતિવૃષ્ટિમાં શું સ્થિતિ હશે એ વાતથી જ એ ખૂબ ચિંતિત હતો.

    પહેરેલા કપડા ઉપરાંત વરસાદથી બચવા પ્લાસ્ટીકની એક કોથળી અને ગ્લુકોઝ બિસ્કીટનું અડધું પડીકું - ખુશાલની પૂંજીમાં બચ્યા હતા.

    ગણપતે ખુશાલને રાહત છાવણીમાં શરણાર્થી તરીકે ચોપડે ચડાવવામાં મદદ કરી !!!

    રાહત છાવણીમાં દુખી જીવો એકબીજા સાથે આ કુદરતી પ્રકોપની વાતો કરતા હતા…….

    ઉત્તરાખંડની ભૂમિ ઉપર 16મી જુનના દિવસે થયેલા મહાવિનાશકારી પ્રકોપની ઘટનાના દ્રશ્યો અને એ સંબંધી અનેકવિધ યાતનાઓના વૃતાંત અકલ્પ્ય હતl. પ્રકોપની ભયંકરતાનો ખ્યાલ કમકમાટી ઉપજાવી જતો હતો. આ મહાવિનાશકારી પ્રકોપમાં સંડોવાયેલા લોકોની અને એમના સ્વજનોની મનોદશા અને કલ્પાંત તો ખૂબ હૃદયદ્રાવક હતાં.

    આક્રંદ કરતા પરિજનો, પ્રાણ બચાવવા માટે ત્રણ ચાર દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહીને 20-30 કિલોમીટરની લાંબી મજલ કાપતા કેટલાયે યાત્રાળુઓ કે જેમાં પુરુષો, સ્ત્રીઓ, યુવાનો, બાળકો, વૃધ્ધો, તેમજ અપંગોની આપવીતી હોય કે પછી ભીના કપડા નીચોવીને તરસ છીપાવતા લોકોની વાત હોય, હરકોઈનું દિલ ધ્રુજાવી જ દેતા હતા.

    હેલીકોપ્ટરમાંથી ફેંકાયેલી રોટલી જેવી ભોજનસામગ્રી લેવા દોડી જતા લોકો કે બંને પગ ગુમાવી બેઠેલી હોસ્પિટલને બિછાને સુતેલી માબાપ વિહોણી નાની બાલિકાની કરૂણ કથની કરતાં પણ વધુ હૃદયદ્રાવક અને દર્દનાક વાત તો એ લાગે કે જયારે કોઈકે કોઈ મરેલ વ્યક્તિના શબ ઉપરથી વસ્ત્ર કાઢીને તેનું દોરડું બનાવવું પડ્યું હોય અને .... કેવળ પોતાનો જીવ બચાવવા નછૂટકે એમ કરવું પડેલ હોવાનું દુખ એના બોર બોર જેવા ઊના ઊના પશ્ચ।તાપી આંસુમાં છતું થતું જોવા મળે ... ત્યારે તો મૃત્યુનો ડર કેવો હશે એની થોડી કલ્પના આ વ્યક્તિની નિર્દોષ કબુલાતમાં ડોકાયા વિના જરાયે રહે જ નહીં અને એટલે જ કુદરત ઉપર પણ શાબ્દિક પ્રહાર થઇ જ જાય છે કે 'ઠોકર મારી કારમી તેં તો .....ક્રૂર બનીને.'

    બીજી બાજુએ ફસાયેલાઓને સુરક્ષિત સ્થળે ખસેડતા વાયુસેનાના જવાનો તેમજ કોઈપણ જાતની અપેક્ષા વગર ભોજન, કપડાં, તેમજ જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત રોકડ આર્થિક સહાય આપવા દ્વારા રાહતના કાર્યો કરતા વિવિધ સંપ્રદાયના લોકોની પણ પ્રશંસા થતી હતી.

    તેથી વિરુદ્ધ માનવતાના કાર્યોની વચ્ચે કલંક સમાન એવા રાહતકાર્યને જ મુદ્દે જાહેરમાં મુક્કામુક્કી કરતા રાજકીય નેતાઓ, શબો ઉપરથી દાગીનાઓની ચોરી કરતા લુંટારુઓ, સાધુઓના ભગવા વસ્ત્રોમાંથી બહાર કઢાયેલ સંતાડેલી નોટોના ઢગલા, જુવાન સ્ત્રીઓને રંજાડનાર શેતાનો, 10 રૂપિયાની પાણીની બોટલ 200 રૂપિયામાં અને 4 રૂપિયાનું ગ્લુકો બિસ્કીટનું પેકેટ 100 રૂપિયામાં વેચતા મોતના સોદાગરો વિષે પણ વાતો સંભળાતી હતી . આ બધું ઓછું હોય તેમ .....

    પર્વતોમાં ફસાયેલા લોકોને બહાર કાઢી લાવવાનો કાયદેસર સવેતન પરવાનો સરકાર પાસેથી મેળવવા છતાં પૈસાલોલુપ ખાનગી વિમાન કંપનીઓનો એક એક જીવ બચાવવા 1 થી દોઢ લાખ રૂપિયાની વસુલી કરતો લાલચુ અને લોભી ધધો પણ લોકોથી અજાણ્યો ન જ હતો !!!!!

    તળેટીમાંના રામવાડા, નન્દીધામ, કેદારતળેટી, ચીખલોદ, પિપ્પલી, જેવા કેટલાય ગામોનું નામોનિશાન જ ન રહ્યું…

    ખુશાલ આ બધું જેમ જેમ જાણતો ગયો તેમ તેમ એને સઘળી પરિસ્થિતિ સમજાતી ગઈ .....

    'રામવાડા જ નથી રહ્યું તો મારી મા પણ .....'

    એ વિચાર આવતાં જ એણે જોરથી ચીસ પાડી, 'નહીં ઇં ઇં ઇં ઇં ઇં ................'

    ચીસ સાંભળીને સહુ દોડી જ આવ્યા ....

    *

    ચીખોલીથી આગળના તમામ રસ્તાઓ ધરતીમાં ગરકાવ થઇ ગયા હતા ....રામવાડા તો આખેઆખું વસ્તી સમેત નેસ્તનાબુદ થયું હતું.

    વખત જતા ખુશાલે માના મૃત્યુને સ્વીકાર્યું.

    ગણપતની સરળ ગામઠી તત્વજ્ઞાની વાતોએ ખુશાલના મનમાં જબરી ઉથલપાથલ મચાવી, “કર્ણવ ઋષિના આશ્રમમાં ખીલેલી એક ચંપાકલીને જોતવેંત જ 'પુત્રજન્મ સમ આનંદ' ની અનુભૂતિ કરનાર હરખઘેલી શકુંતલાનો વનસ્પતિ સૃષ્ટિ પ્રત્યેનો પ્રેમ પહેલા દરેકે સમજવો પડશે. કૃષિ સંસ્કૃતિનો જીર્ણોધ્ધાર જ આવા કુદરતી પ્રકોપ અટકાવી શકે, ગામડાઓના શહેરીકરણ પ્રત્યેની આંધળી બેલગામ દોડ ઉપર રોક, ખેડાઉ ફળદ્રુપ જમીન ઉપર કોન્ક્રીટના જંગલો બનાવવા ઉપર રોક લગાવવા ઉપરાંત કૃષિ ઉત્પાદકોનું થતું શોષણ જ્યાં સુધી ન અટકે ત્યાં સુધી આથી પણ વધુ વિનાશકારી કુદરતી પ્રકોપ માનવસમાજે સહેવા તૈયાર રહેવું જ પડશે. ગામડાઓ અને ખેતરોને ફરી સજીવન કરવા પડશે અને અમુક ગ્રામ્ય/કૃષિ સંસ્કૃતિ શહેરમાં ય લાવવી પડશે, નહી તો મહાવિનાશ હવે દૂર નથી જ.”

    અંતે ગણપતે એના ખભે હાથ મૂકીને કહ્યું, 'જીલ્લા પંચાયતના દફતરે તારા નામે જમીન અને ઝુપડી છે જ. દાખલો કઢાવીને જે મળે તે જમીનમાં ખેતી કર. તારી જનેતા તો ગઈ પરંતુ ધરતીમા પ્રત્યેનું ઋણ અદા કરવાનું ન ભૂલતો ભાઈ. શહેરનો શિક્ષિત સમાજ ધરતીને ખેડૂતો જેટલી સમજદારીથી તો નહીં જ સમજી શકે, તેઓ તો બસ કોન્ક્રીટના જંગલો જ ઉભા કરશે……… પછી તો તારી મરજી...'

    ગણપતની આ વાતોને ઉપાડીને પછી ફૂટપાથી ખુશાલે ધરતીપુત્ર બનવા સંકલ્પ કર્યો.

    ખુશાલની બધી જ લાગણીઓ 'મા' શબ્દમાં જ સ્થિર થઇ ગઈ ....

    ...અને સ્વપ્નદ્રષ્ટા ખુશાલે પોતાની બધી નિરાશાનું વિસર્જન કરી દીધું, પર્યાવરણ સંબંધી જાગૃતિ અભિયાન એ જ એનું વિચારબિંદુ હતું ....

    વિસર્જન પછીનું સર્જન કરવા કટિબદ્ધ હતું - એક ઉર્ધ્વમુખી શૂન્ય.

    (2868 words)

    Gunvant Vaidya

    gunvantvaidya@outlook.com

    પ્રલય, સુનામી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ, હીમપ્રપાત, દાવાનળ, કાળઝાળ ગરમી, હિમાચ્છાદિત શિખરોનું પીગળવું, ઋતુની અનિયમિતતા અને અસમતોલન વગેરે ભારીખમ લગતા પર્યાવરણ સંબંધી શબ્દોની સમજ અને તે દરેક પાછળનું માનવના દુર્લક્ષ્યનું મુખ્ય કારણ ખુશાલને થોડું થોડું હવે સમજાવવા માંડયું હતું. એ અંગે જનજાગૃતિ લાવવાની અને વિસ્તારવાની તાકીદની એને જરૂર લાગી અને એના ફૂટપાથી સમાજથી જ એની શરૂઆત કરવા ખુશાલ કૃતનીશ્ચયી થયો.

    ઉત્તરાખંડની ભૂમિ ઉપર 16મી જુનના દિવસે થયેલા મહાવિનાશકારી પ્રકોપની ઘટનાના દ્રશ્યો અને એ સંબંધી અનેકવિધ યાતનાઓના વૃતાંત પ્રકોપની ભયંકરતાનો થોડો ખ્યાલ આપણને આજે પણ કમકમાટી ઉપજાવી જ જાય છે. તો પછી આ મહાવિનાશકારી પ્રકોપમાં સંડોવાયેલા લોકોની અને એમના સ્વજનોની તો દશા શું જ હશે ?

    આક્રંદ કરતા પરિજનો, પ્રાણ બચાવવા માટે ત્રણ ત્રણ કે ચાર ચાર દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહીને 20-30 કિલોમીટરની લાંબી મજલ કાપતા કેટલાયે યાત્રાળુઓ કે જેમાં પુરુષો, સ્ત્રીઓ, યુવાનો, બાળકો, વૃધ્ધો, તેમજ અપંગોની આપવીતી હોય કે પછી ભીના કપડા નીચોવીને તરસ છીપાવતા લોકોની વાત હોય, હરકોઈનું દિલ ધ્રુજાવી જ દે છે.

    હેલીકોપ્ટરમાંથી ફેંકાયેલી રોટલી જેવી ભોજનસામગ્રી લેવા દોડી જતા લોકો કે બંને પગ ગુમાવી બેઠેલી હોસ્પિટલને બિછાને સુતેલી માબાપ વિહોણી નાની બાલિકાની કરૂણ કથની કરતાં પણ વધુ હૃદયદ્રાવક અને દર્દનાક વાત તો એ લાગે કે જયારે કોઈકે કોઈ મરેલ વ્યક્તિના શબ ઉપરથી વસ્ત્ર કાઢીને તેનું દોરડું બનાવવું પડ્યું હોય અને .... કેવળ પોતાનો જીવ બચાવવા નછૂટકે એમ કરવું પડેલ હોવાનું દુખ એના બોર બોર જેવા ઊના ઊના પશ્ચ।તાપી આંસુમાં છતું થતું જોવા મળે ... ત્યારે તો મૃત્યુનો ડર કેવો હશે એની થોડી કલ્પના આ વ્યક્તિની નિર્દોષ કબુલાતમાં ડોકાયા વિના જરાયે રહેતી જ નથી ... અને એટલે જ કુદરત ઉપર પણ આપણાથી શાબ્દિક પ્રહાર થઇ જ જાય છે કે ' ...... .ઠોકર મારી કારમી તેં તો .....ક્રૂર બનીને.'

    બીજી બાજુએ જોઈએ તો ફસાયેલાઓને સુરક્ષિત સ્થળે ખસેડતા વાયુસેનાના જવાનો તેમજ કોઈપણ જાતની અપેક્ષા વગર ભોજન, કપડાં, તેમજ જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત રોકડ આર્થિક સહાય આપવા દ્વારા રાહતના કાર્યો કરતા વિવિધ સંપ્રદાયના લોકો પણ આપણે જોયા.

    તેથી વિરુદ્ધ માનવતાના કાર્યોની વચ્ચે કલંક સમાન એવા રાહતકાર્ય ને જ મુદ્દે જાહેરમાં મુક્કામુક્કી કરતા રાજકીય નેતાઓ, શબો ઉપરથી દાગીનાઓની ચોરી કરતા લુંટારુઓ, સાધુઓના ભગવા વસ્ત્રોમાંથી બહાર કઢાયેલ સંતાડેલી નોટોના ઢગલા, જુવાન સ્ત્રીઓને રંજાડનાર શેતાનો, 10 રૂપિયાની પાણીની બોટલ 2000 રૂપિયામાં અને 4 રૂપિયાનું બિસ્કીટનું પેકેટ 1000 રૂપિયામાં વેચતા મોતના સોદાગરો વિષે પણ સંવાદદાતાએ આપણને પરિચિત કર્યા. આ બધું ઓછું હોય તેમ .....

    પર્વતોમાં ફસાયેલા લોકોને બહાર કાઢી લાવવાનો કાયદેસર સવેતન પરવાનો સરકાર પાસેથી મેળવવા છતાં પૈસાલોલુપ ખાનગી વિમાન કંપનીઓનો એક એક જીવ બચાવવા 1 થી દોઢ લાખ રૂપિયાની વસુલી કરતો લાલચુ અને લોભી ધધો !!!!!

    આ વર્ણવવા કાજે શબ્દો ય નથી જડતા.

    આવા ખાઉધરા તકસાધુઓને તો કહેવું જ શું ??? ...ફટ ફટ કે પછી ધિક્કાર ધિક્કાર ....

    આપણે પર્યાવરણ સબંધી નીચે જણાવ્યા મુજબના અને આપણાથી સહેલાઈથી અમલમાં મૂકી શકાય એવા સંકલ્પો લઇ તેને આચરણમાં મુકવા દ્વારા જ આ વિનાશનો ભોગ બનેલાઓને સાચી શ્રદ્ધાંજલિ આપીશું અને ગુજપ્રિયાનું પ્રથમ વર્ષ પુર્ણ કર્યાની હકિકત પણ સ્મૃતિ રૂપે એ રીતે હૈયે સંઘરશું.

    દોસ્તો, આ સિવાય પણ જો પર્યાવરણને મદદરૂપ થઇ શકીએ એવી અમલમાં મૂકી શકાય એવી કોઈ બાબત હોય તો તે જરૂર મુકશો.

    મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો .....

    સંકલ્પ 1. હું જળનો વ્યય કદાપિ ન કરું. સવાર સાંજ દાતણ કરતી વખતે કે જયારે પણ જરૂર ન હોય તે દરેક વખતે પાણીનો નળ ચાલુ ન જ રાખું. ન્હાતી વખતે કે હાથ મો ધોતી વખતે જરૂર કરતાં વધુ પાણીનો ઉપયોગ હું ન જ કરું. નદી કે ખુલ્લા જલાશયોમાં કેવળ ગમ્મત ખાતર પણ પથ્થરો ફેકવા દ્વારા એને પુરવાનું પાપ ન કરું. જળસંચય (water harvesting ) દ્વારા પર્યાવરણના જતનમાં મારું યોગદાન આપું. મારા પરિવારજનો અને મિત્રોને પણ તેમ કરવા પ્રેરણા આપું.

    સંકલ્પ 2: વનસ્પતિ સૃષ્ટિનું જતન કરું. ઝાડોની માવજત અને રક્ષણ કરું. 'વૃક્ષારોપણ ' અભિયાનમાં કેવળ હાજરી આપીને કે વૃક્ષ વાવીને પછી તે તરફ દુર્લક્ષી ન બનતાં અમુક વૃક્ષ વાવીને તેની સંપુર્ણ જવાબદારી તે પૂર્ણ વૃક્ષ જ્યાં સુધી ન થાય ત્યાં સુધીની હું ઉપાડું અને તે નિભાવું. મારા પરિવારજનો અને મિત્રોને પણ તેમ કરવા પ્રેરણા આપું.

    સંકલ્પ 3: અનાજ અને અન્નનો બગાડ હું ક્યારેય ન કરું. મારા પરિવારજનો અને મિત્રોને પણ તેમ કરવા પ્રેરણા આપું.

    સંકલ્પ 4: વીજળી શક્તિનો બચાવ કરું. જ્યાં જ્યાં બિનજરૂરી અને વેડફાઈ જતી વીજળી શક્તિ જોવા મળે ત્યાં ત્યાં તે દરેક છિદ્રો તપાસીને બંધ કરું. દા. ત. જે ઓરડામાં બત્તીની જરૂર ન હોય ત્યાં પણ ઘણીવાર ચાલુ રાખવામાં આવતી બત્તી અથવા સાંભળતા કે જોતા ન હોઈએ છતાં રેડીઓ, ટીવી ચાલુ રાખવા એ વીજળી શક્તિનો વ્યય જ છે. મારા પરિવારજનો અને મિત્રોને પણ તેમ કરવા પ્રેરણા આપું.

    જેને જોવા કાગડોળે હું તપસ્યા કરતી હતી એ તો મને મળવા આવ્યો પરંતુ રે કાળ , તું તો મારો જ કોગળો કરી ગયો ...?

    માથે આભ જ ફાટ્યું હતું. સાબેલાધાર પાણીના નળો જ જાણે કોઈએ ઉપરથી ખોલી દીધા હતા. અનરાધાર વરસાદ પડતો હતો ભેખડો ધસી પડવાના ધીબકા કાળજા કંપાવી જતા હતા. ચોગરદમ અંધારું હતું. . અતિવૃષ્ટિના કારણે ઘણી નદીનાળાઓ કિનારા તોડીને તોફાની હદે ધામાંસ્તા હતાં . કિનારાના બંધનો તોડીને નદીએ માંનાવ વસાહતમાં ઘુસપેઠ કરી હતી . જાણે માનવ વંશનું નિકંદન જ કાઢવા માગતી હોય એમ બધું જ ખેદનમેદાન કરતી ચાલી . કલકલ વહેનારી એવી એણે નવા ફાતાઓ, નવા માર્ગો બનાવીને ત્રાહિમામ સર્જવા માંડ્યો. અકલ્પ્ય વિદ્વંશ કરતી નિર્દયી જ લગતી હતી. ઉપર આકાશેથી પાણીનો પુરવઠો ય વણથંભ્યો ચાલુ જ હતો .

    'અરે દો દો નોકરિયાં અપુન કે પાસ બમ્બઈ મેં હૈ ' ખુશાલ વતનમાંના મિત્રોને કહેતો.

    એની બમ્બઈયા છટાથી મિત્રો પ્રભાવિત થતાં, 'બે નોકરી ..?'

    'હાં ...દિનમેં ચાયકી દુકાન પર ઔર રાત કુ સીકુરીટી કી' એ કહેતો, 'નીચે ટેબલ ઉપર બૈઠને કા અઉર પોલીસ કે આ જાને પર જલ્દી બટન દબા દેને કા, બસ ...'

    ખુશાલની આવી રૂવાબી વાતોથી વતનમાં સહુને ખુશાલના નવાબી બમ્બઈયા જીવનનું ચિત્ર જડતું. પુત્રના આવા જાજરમાન જીવનની કલ્પના માત્રથી જ એની માં પણ ખુબ આનંદ પામતી.

    ટીવીના પડદે આ જોનારા ય દંગ થઇને કુદરતની આ વિનાશલીલા જોતા જ રહી ગયા અને આ મહાવિનાશક વિદ્વંશમાં ફસાયેલાઓની મદદ માટેની ગગનભેદી ચિચિયારીઓ કઈ કેટલાને લાચારી અને કરૂણામાં મોંમાં આંગળા કરડાવી જ ગઈ .

    તારાબા એમને ભીખમાં મળેલા પૈસામાંથી ય બચત કરીને તે પૈસાનો ઉપયોગ કેવળ અન્ય સમદુખિયા માટેના સેવાકાર્યમાં જ એમની ઝૂપડીમાંથી કરતા જોઇને તો મારા પગ તળેથી જાણે ધરતી જ હટી ગઈ.

    ખુશાલ એની સમજ મુજબ ટાબરિયાને કહેતો. એને પણ બટન દબાવવા પાછળની અંદરની બધી વાતો ક્યાં ખબર હતી? એ તો ખાલી તબલાની થાપટ અને ઘુંઘરુની છમછમ જ જાણતો હતો, બસ.

    દોસ્તો, સ્પર્ધામાં વાર્તા મોકલો

    વર્ષની શ્રેષ્ઠ નવલિકાને રૂ. ૨૫,૦૦૦/-નું કેતન મુનશી પારિતોષિક અપાશે : વાર્તાસ્પર્ધા-૬ : ૨૦૧૩-૨૦૧૪

    વાર્તાસ્પર્ધામાં સુવાચ્ય, સારા અક્ષરે લખાયેલી વાર્તાઓ પણ સ્વીકારશે

    સૂરત : ગુજરાતી ભાષા સાહિત્યમાં ટૂંકી વાર્તાઓનું મૌલિક સર્જન થતું રહે અને સાહિત્યની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે એ હેતુથી નર્મદ સાહિત્ય સભાને રૂ. દસ લાખ જેટલું માતબર દાન વાર્તાકાર કેતન મુનશી { ઇ.સ. ૧૯૩૦થી ૧૯૫૬} જન્મે સૂરતના હોઈ તેમનાં આપ્તજનોએ આપ્યું. તેના વ્યાજમાંથી રૂ. ૨૫,૦૦૦/-નું પારિતોષિક પ્રતિ વર્ષ શ્રેષ્ઠ વાર્તાને આપવાનું સૂચવ્યું છે, જેનો સાહિત્ય નર્મદ સભાએ કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કરી વર્ષ દરમિયાનની શ્રેષ્ઠ નવલિકાને પારિતોષિક અર્પણ કરવા માટેની યોજનાની રૂપરેખા નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્મા અને ઉપપ્રમુખો શ્રી નાનુભાઈ નાયક તથા પ્રા. ડૉ. રમેશ ઓઝાના માર્ગદર્શન હેઠળ ઘડી કાઢી છે. ઇ.સ. ૧૯૪૫ની આસપાસ વિદ્યાર્થી અવસ્થામાં જ ટૂંકી વાર્તા ક્ષેત્રે આશાસ્પદ પ્રારંભ કરનાર, શ્રી કેતન મુનશીને ઇ.સ. ૧૯૪૯માં ૧૯ વર્ષની ઉંમરે ‘કુમાર’માં પ્રકાશિત શ્રેષ્ઠ વાર્તાનું પારિતોષિક મળેલું. ૧૯૫૩માં મુંબઈ રાજ્યનો શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ [સ્વપ્નનો ભંગાર] માટેનો પુરસ્કાર મળેલો તે વાર્તાકાર કેતન મુનશીની અવસાનતારીખ ૮મી માર્ચ ૨૦૧૪ના રોજ સમારોહ યોજી ઉપરોક્ત પારિતોષિક આપવાનું વિચારાયું છે.

    વાર્તાસ્પર્ધા માટેના નિયમો : [૧] ગુજરાતી ભાષામાં લખાયેલી અને પુસ્તકો-માસિકો-વર્તમાનપત્રો યા ટી.વી. અથવા રેડિયો પર ક્યાંય પ્રગટ ન થયેલી ટૂંકી વાર્તા મોકલવાની રહેશે. [૨] વાર્તા ૨૫૦૦થી ૩૦૦૦ શબ્દોથી મોટી હોવી જોઈએ નહિ. [૩] વાર્તાનું મૌલિક સર્જન ગુજરાતી ભાષામાં જ થયેલું હોવું જોઈએ. કોઈ પણ પ્રકારનું ભાષાંતર યા રૂપાંતર સ્વીકારવામાં નહિ આવે. [૪] નવલિકા પૃષ્ઠની એક જ બાજુએ એ૪ સાઈઝના કાગળ પર ટાઈપ કૉપી અને બે કૉપીમાં મોકલવી. ઘણા લેખક-લેખિકાઓના વારંવારના સૂચન પછી નિર્ણય લેવાયો છે કે, આ વર્ષે વાર્તાસ્પર્ધામાં સુવાચ્ય, સારા અક્ષરે લખાયેલી વાર્તાઓ પણ સ્વીકારાશે. [૫] નવલિકા પર સ્પર્ધકનું નામ લખવું નહિ. પણ વાર્તાનું શીર્ષક લખાયેલું હોવું જોઈએ. અલગ કાગળ પર સ્પર્ધકનું નામ-સરનામું,ફોન-મોબાઈલ કે ઈમેલ ઍડ્રેસ તથા નવલિકાનું નામ લખવું. [૬] સ્પર્ધામાં વાર્તાકાર બેથી વધુ કૃતિ મોકલી શકશે નહિ. [૭] દર વર્ષે નવલિકાસ્પર્ધા થશે અને દર વર્ષે રૂ.૨૫,૦૦૦/-નું પારિતોષિક અપાશે. [૮] આ સ્પર્ધામાં નર્મદ સાહિત્ય સભા દ્વારા નિમણુંક થયેલાં નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે. [૯] આવેલી વાર્તાઓમાંથી શ્રેષ્ઠ પંદર વાર્તાઓને દર વર્ષે પુસ્તકરૂપે પ્રકાશિત કરશે. એનો પુરસ્કાર અલગથી રૂ. ૨૫૧ અપાશે. તા. ૩૦-૯-૨૦૧૩ નવલિકા મોકલવાની અંતિમ તારીખ રહેશે. એ પછી મળેલ વાર્તાઓ સ્પર્ધા માટે સ્વીકાર્ય ગણાશે નહિ એવું મંત્રીઓ શ્રી જનક નાયક અને બકુલેશ દેસાઈ જણાવે છે.

    વાર્તા મોકલવાનું સરનામું : નર્મદ સાહિત્ય સભા, C/O સાહિત્ય સંગમ, બાવાસીદી, ગોપીપરા, પંચોલી વાડીની સામે, સૂરત-૩૯૫૦૦૧

    એક ઉર્ધ્વમુખી શૂન્ય

    (WORDS 2868)

    સ્પર્ધકનું નામ: ગુણવંત વૈદ્ય

    Address : 42 Lemox Road,

    Hill Top ,

    West Bromwich ,

    West Midlands

    B 70 0QT

    ENGLAND

    Phone : 00447958736682

    email : gunvantvaidya@outlook.com