દાનવ Gunvant Vaidya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દાનવ

દાનવ

એણે ચણ ચણી લીધું . . ચાચમાં દાણા ભર્યા . સર સર સર પવન કાપતો પછી એ ચકલો ઉડ્યો . ઘર નજીક આવતું જતું હતું . થોડી જ વારમાં ઘરનું આંગણ ઝાડ દેખાયું, ઝડપ વઘી .

'ભુખ્યા થયા હશે ને બાળકો', એને થયું . પણ ....અરે .....

'મારો માળો ક્યા ? મારાં બચ્ચાં ક્યાં ?' '.....ચીં ચીં ચીં ચીં ...' ભોંય પરથી કણસવાનો અવાજ આવતો હતો .

'.અરે અ શું થયું ...કોણ આવ્યું હતું અહી, વાયરો ?'

'.....ચીં ચીં ચીં ચીં ...'

'મેહુલો ..?'

'.....ચીં ચીં ચીં ચીં ...'

'ચોપગું ..?'

'.....ચીં ચીં ચીં ચીં ...'

'..કોઈ દાનવ ...?'

'.....ચીં ચીં ચીં ચીં ...'

'.. નક્કી પેલો બે પગો ..?'

'.............................'

બચ્ચાં શાંત થઇ ગયા હતા ...

ચકલો ગમગીન હતો .

પછી ...

'પારંગત છે એ તો તોડવામાં ...ઘરમાં ફોટો ગાંધીનો અને કામ ગોડ્શેના , સફેદ લીબાશધારી ..' એમ બબડતો ચકલો ફરી ઉડ્યો તણખલા લેવા .

પણ પહેલા એણે ચાંચમાંના દાણા ભોંયે ફેંક્યા, થુ થુ થુ થુ ....

_ ગુણવંત વેદ