જાતી સ્વભાવ Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાતી સ્વભાવ


જાતી સ્વભાવ......................................

લગ્ન એક એવો સંબંધ છે જ્યાં બે અજાણ્યા ભેગા થાય છે , અને જિંદગી ભાર સાથે રહે છે અને શરીર મન હૃદય પોતાની જિંદગીના બધા દિવસો મહિનાઓ વર્ષો મિનીટ એ વ્યક્તિ નાં નામે કરી દે છે. કોઈક સુખી થાય છે અને કોઈકની જિંદગી બગડી જાય છે. પલ્લવી પોતે જ્યારે મુરલી ને પરણી ત્યારે એને ક્યાં ખબર હતી એની આ હાલત થશે..એ કર્મ માં બહુ જ માનતી હતી કારણ ધર્મમાં બહુ જ માનતી હતી એટલે એક વાર એણે માની લીધું હતું કે આ તો કર્મ માં હતું તો થવાનું જ હતુ ..પણ આમા એ દોષિત મુરલી ને ગણતી હતી કે એના કારણે જ એ બીમાર પડી..જો એણે થોડું ધ્યાન આપ્યું હોત તો કદાચ આ દિવસ ન આવ્યો હોત..

આજે પણ એનું ડાયાલીસીસ ચાલતું હતું અને એ કરાવતા કરાવતા આ જ બધું વિચારતી હતી ..એને મૃત્યુનો ડર બેસી ગયો હતો મન માં, કે શું હવે એની જિંદગી પુરી થઈ જવા આવી હતી...બસ આટલું ઓછું જ એણે જીવવાનું હતુ ..એની સાત વર્ષ ની દીકરી ને દુનિયા નાં ભરોસે મૂકીને જવાનું ...શું થશે એનું ???કેટ કેટલાં સવાલો??જાણે એને મૃત્યુ દેવતા એની સામે ઉભેલા દેખાતાં,,ક્યારે એનો હાથ પકડીને પોતાની સાથે લઈ જશે એ જ એને ખબર નહોતી પડતી..પોતાના મૃત્યુ કરતા વધારે એને પોતાની દીકરી ને મુરલી અને એના ઘર વાળા ઓ પાસે જવાનો ડર હતો

પલ્લવી વિચારતી હતી કે એના પોતાના મમ્મી પપ્પા એને બાળપણ માં મૂકીને ચાલ્યા ગયાં હતા..અને પછી ભાઈ એ જીવ થી વિશેષ એ સંભાળથી એને મોટી કરી ..પણ મારી દીકરી પાસે તો એવો ભાઈ એ નથી કે એ એને સંભાળે..

ભાઈ એ એના લગ્ન લોખંડ બજાર નાં પ્રતિષ્ઠિત વેપારી નાં દીકરા સાથે કર્યાં..

તેઓ થોડાં લાલચુ અને કંજૂસ પણ કહેવાતા..પણ આમ સ્વભાવે સારાં તો ભાઇ ને એમ થયું કે પૈસા તો હુ અઢળક આપીશ ..એટલે એ લોકો મારી બહેન ને બરોબર સંભાળશે.એટલે એણે શરત મૂકી કે હુ ૫૦ લાખ રોકડા આપીશ ...એ રૂપિયા રહેશે મારા અને બહેન નાં નામ પર..બીજું પણ બહુ આપીશ ..પણ મારી બહેન કોઇ સાથે નહી રહે..અને મુરલી નાં પપ્પા એ વિચાર્યું કે ભલે ને અલગ રહેતી ઘરમાં પૈસા તો મારા જ આવશે ને...

અને એમણે વાત ને માન્ય રાખી ...મુંબઈ નાં પોશ એરીયા માં ભાઇ એ ફલેટ લઈ આપ્યો.ઘર નું રાચરચીલું બધું નવુ..કોઇ વસ્તુ જૂની નહી...મુરલી એનાં કમાયેલા પૈસા એના પપ્પા સાથે એ રાખતો..અને પલ્લવીને કાંઇ ન માંગવા પડતા ૫૦ લાખ નાં વ્યાજ થી એણે ઘર ચલાવવાનું...બધું વ્યવસ્થિત ભાઇ એ કરી આપ્યું હતુ પણ ધીરે ધીરે મુરલી એ પોતાનું પોત પ્રકાશીયું . મુરલી , પલ્લવી પાસે થી વ્યાજ નાં અડધા રૂપિયા લઈ લેતો અને બહાનું આપતો કે જેટલાં હોય એટલા વપરાય...આપણે અળધા રૂપિયા બેંકમાં આપણા ભવિષ્ય માટે જમા કરાવીએ . પણ કઈ બેંક કયું ખાતું કે ક્યાય પાસબુક ચેકબુક દેખાતી નહોતી

પલ્લવી ચર્ચા માં નહોતી પડતી કારણ વધારે ચર્ચા કરતી તો મુરલી નો હાથ પલ્લવી અને દીકરી પર ઉપડી જતો , ધીરે ધીરે પલ્લવી મુરલી થી ડરવા લાગી હતી. ધીમે ધીમે એ પલ્લવી ને ફકત ૧૫૦૦૦ વાપરવા આપતો અને બીજાં બધાં ભવિષ્ય નાં નામે જમા કરતો..અને ૧૫૦૦૦ માં લાઈટ બીલ ફોન, બીલ બધું ભરવાનું .કેવી રીતે પૂરું કરું સમજાતુ ન હતુ...પલ્લવીની દીકરી પલ્લવી ને કેટલી વાર કહેતી કે મામા ને કહી દયો પણ પલ્લવી ને થતું કે ભાઇ ને કહીશ તો ભાઈ મુરલી પર બહુ ગુસ્સે થઈ જાશે અને પછી મુરલી એ બંને ને મારશે એટલે એ ભાઇ ને પણ કંઇ ન કહેતી..

આખરે એક દિવસ પલ્લવીની તબીયત બગડી ..એને બહુ લોહી પડવા લાગ્યું. પલ્લવી એ મુરલી ને પોતાની તકલીફ વિષે કહ્યું તો મુરલી એ કહ્યું કે હવે એ તો તમને સ્ત્રી ઓ ને ચાલે રાખે.એમાં ગભરાવાનું શું ??અને પલ્લવી સમસમીને બેસી ગઈ ...એક દિવસ ગયો બીજો દિવસ ગયો..આમ ને આમ ત્રણ દિવસ ગયાં હવે પલ્લવી થી સહન નહોતું થતું ..એટલે એણે મુરલી ને ગુસ્સે થઈને કહ્યું કે "તુ ચાલે છે કે ભાઇ ને બોલાવું"

ભાઇ નાં ગુસ્સા થી મુરલી ડરતો..એણે કહ્યું "ચાલો બીજું શું ,તને DR ને પૈસા આપવાના શોખ જ હોય તો શું કરવાનું"

પલ્લવીને બહુ દુખ થયું..તેઓ DR..પાસે ગયાં ત્યાં બધું ચેકઅપ કરાવ્યું તો ખબર પડી કે બંને કીડની ફેલ થઈ ગઈ છે... પલ્લવી તો જાણે ભાંગી જ ગઈ..

મુરલી એ કહ્યું" હવે આગળ શું??શું રોજ ડાયાલીસીસ??"

પલ્લવીને એ માણસ પ્રત્યે હવે નફરત થઈ આવી.. ત્યારે તેઓ ઘરે આવ્યાં હવે બીજાં DR. ને બતાવવા જવાનું હતું..મુરલી એ કહ્યું "તુ જ જઈ આવજે ને..મને ફોન કર શું થયું..."

એ ગોડાઉન પર જવા નીકળી ગયોં ..મુરલી ની આ વર્તણુક પલ્લ્વીથી સહન ન થઇ હવે જ્યારે વાત જિંદગી પર આવી ગઈ હતી પલ્લવી એ બધો દર બાજુ પર મુકીને તરત ભાઈ ને ફોન કર્યોં..ભાઈ બપોર સુધી ઘરે આવી ગયોં...ભાઈ પોતાની બહેન ને લઈને મોટા DR. ને બતાડવા લઇ ગયો .ડોકટરે બહુ ગુસ્સો કર્યોં કે તમે બહુ મોડું કરી નાખ્યું છે

ઘરે આવીને ભાઈ એ મુરલી ને ફોન લગાડ્યોં અને કહ્યું કે" હુ મારી બેન અને ભાણેજી ને માર ઘરે લઈ જાવ છું ..તમારાં પર મને ભરોસો નથી હવે..."

મુરલી એ કહ્યુ કે "હુ રાતનાં આપનાં ઘરે આવુ છુ મળવા...".

ભાઇ એ કહ્યું "કાઈ જરૂર નથી અમારા ઘરમાં અને અમારી જિંદગી પર તમારો હવે કોઈ હક્ક નથી "

મુરલી એ કહ્યું " પલ્લવી મારી પત્ની છે "

ભાઈ આટલું સાંભળીને ફોન કટ કરી નાંખ્યો

ભાઈ એ પલ્લવીને કહ્યું ચાલ બહેન , આ ઘર માં પરણાવીને મે બહુ ખોટુ કામ કર્યું છે ...લાલચુ સારા પણ કંજૂસ સારાં નહી..."

ભાઈ બહેન અને ભાણેજી ને ઘરે લઈ આવ્યો...

હવે દર બે દિવસે ડાયાલીસીસ માટે પલ્લવીને જવું પડતું..ભાઈ અને ભાભી ખડે પગે ઉભા રહેતા,,,

ને હમણા પણ પલ્લ્વીનું ડાયાલીસીસ ચાલતુ જ હતું...

ડાયાલીસીસ પત્યું એટલે પલ્લવી ભાઈ સાથે ઘરે આવી..

આજે એને ઠીક નહોતુ લાગતું..રાતનાં દીકરી સાથે બેઠી...એની સાથે રમતો રમી એને બહુ વહાલ કર્યું..

પછી ભાઇ ભાભી ને બોલાવ્યા અને એમને એક ડબ્બો આપ્યો...અને કહ્યું " હુ ત્યાં થી આવતા વખતે બધો દાગીનો લઈ આવી છું.હજી મુરલી નુ ધ્યાન ગયું નથી..નહી તો એ તોફાન મચાવી દેત..ભાઈ ભાભી મને એક વચન આપો..મારી દીકરી ને એનાં પપ્પા ને ત્યાં નહી મોકલાવો...તમે જ સંભાળશો..જો ભાઇ હુ તો હવે જઉ છું પણ હવે મારી દીકરી ને તારી બેન સમજજે.....અને એને સંભાળજે..."

ભાઇ એ કહ્યું "પણ આ દાગીના ની શું જરુરત હતી.."

તો પલ્લવી એ કહ્યૂં ના ભાઇ "એ લોકો શું કામ આપણાં પૈસે મજા કરે..ફ્લેટ અને ૫૦ લાખ પણ પાછાં લઈ લે જે..આ મારો ગુસ્સો છે એમના પ્રત્યે નો..અને અંતિમ ઇચ્છા પણ...હું મારી જિંદગી ખોઇ બેઠી એમનાં કારણે..એમને બરબાદ કરી નાંખજે...મારી આવરદા આટલી જ હતી પણ જો એમાં મુરલી મને સાથ આપ્યો હોત હુ ખુશી ખુશી મૃત્યુ ને ભેંટત..પણ તારું આટલું આપ્યા બાદ પણ તેઓ એમનો જાતી સ્વભાવ ન સુધારી શક્યા..

ભાઈ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યો...એણે બહેન ને વચન આપ્યું..અને એ જ રાતે પલ્લવી નુ

મૃત્યુ થઈ ગયું ..ભાઇ વિચારી રહ્યો કે કોઇનો સ્વભાવ આપણે ન બદલાવી શકીયે ,,દીકરી આપતા પહેલાં એક વાર નહી હજાર વાર સામે વાળા ને ચકાસીને પછી જ દીકરી અપાય..રૂપીયાં આપવાથી લોકો બદલાઇ ન જાય..અને મે મારી લાડકી બેન ને ખોઇ નાંખી.. બેન ની દીકરી રડતા રડતા મામા ને ભેટી પડી..અને મામા , મામી પણ આંખોમાં અશ્રુ સાથે ભાણેજી નાં માથા પર હાથ ફેરવતો રહ્યા ..

અને પછી ભાઈ એ વચન પાળ્યું અને મુરલી પર બહુ બધા કેસ નાંખી ને એને જેલ કરાવી...