રાહત નો શ્વાસ Neeta Kotecha દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાહત નો શ્વાસ

Neeta kotecha

1/1 Garcha House

Opp. Rajawadi Post Off

Ghatkopar East

Mumbai 400077

9867665177

રાહત નો શ્વાસ

આજે ૧૮ વર્ષે હુ પાછો ભારત જઈ રહ્યો હતો..પ્લેનમાથી બહાર જોતા જોતા એ વિચારતો હતો કે કેવો સ્વાર્થી છે પોતે પણ ..આટલા વર્ષો માં એને પોતાનાં મમ્મી પપ્પા કે આ ધરતી યાદ નહોતી આવી..અને હવે જ્યારે ત્યાંના કહેવાતા પોતાના લોકો એ જ્યારે હડધુત કર્યો ત્યારે તરત મમ્મી નો પાલવ યાદ આવ્યોં..

અમેરીકાનાં મોહમાયા એ મને ભારતની ધરતી અને ભારતનાં લોકો બધાને ભુલાડી નાંખ્યાં હતા..

ત્યાંની જ એક યુવતી સાથે લગ્ન કર્યાં . બે બાળકો થયા , બાળકો નાં જન્મ વખતે મને એટલી ખુશી હતી કે વાહ મારા બાળકો ગોરી ચામડીના ફોરેનર્સ જેવા લાગે છે. એમને હું મારી સાથે લઈને ફરીશ તો મારો કેટલો વાત પડશે પણ બાળકો શાન થી અને સ્વભાવ થી પણ ત્યાંનાં જેવા જ થઈ ગયાં અને ૨૨ વર્ષ થી એમની સાથે જ જીવતો હતો..

આજે બસ ખાલી પહેલાના દિવસો જ યાદ કરવાના હતા એ ફળિયું એ કુવો એ ખેતર જ્યાં પપ્પા કામ કરતા હતા અને ખેતર ને તેઓ પોતા કરતા વધારે પ્રેમ કરતા। કેટલીયે વાર તો તેઓ ખેતરે જ ખાટલો ઢાળીને સુઈ જતા। અને કેટલીયે વાર એ મને પણ કહેતા કે ખાટલામાં સુઈને જ્યારે તારલા થી ટાંકેલી ચાદર ઓઢીસ ત્યારે તને સ્વર્ગ નું સુખ મળ્યા નું આનંદ થશે . ત્યારે પપ્પા પર ગુસ્સો પણ આવતો અને હસવું પણ આવતું . પપ્પા ને કદાચ ખબર હતી કે મને એમની વાતો માં હતો પણ એ પોતાનું બોલવાનું ચાલુ જ રાખતા . જ્યારે જમીન સપાટ હોય ત્યારે એ બતાવતા પછી જ્યારે અનાજ ઉગતું એ બતાવતા , અને કહેતા કે જો આ છે ફળ . મને અચરજ થતું કે એમાં શું મોટી વાત હતી , મહેનત કરીએ બી વાવીએ તો અનાજ તો ઉગવાનું જ ,

પપ્પા એ મને ભણાવવામાં કોઈ કસર બાકી નહોતી રાખી , એમણે ચાર હાથે મારી પાછળ પૈસા ખર્ચ્યા હતા . અને ન તો એમણે મને કોઈ દિવસ પૂછ્યું હતું કે તારે શું બનવું છે . એક જ વાત કહેતા કે જ્યારે અમારી જરૂર પડે અમને યાદ કરજે અમે ફક્ત તારી માટે જ જીવીએ છે . અને એમને એ વાત સાચી કરી બતાવી , જ્યારે મેં ભણવા માટે ભારતની બહાર જવાની જીદ કરી તેમને કાઈ પણ આનાકાની કર્યા વગર એ વાત ને માન્ય રાખી . અમેરિકા ની છોકરી સાથે લગ્ન કરીને સ્થાઈ થવાનું નક્કી કર્યું તો પણ કોઈ વાત માટે કઈ પણ બોલ્યા વગર એ વાત ને સ્વીકારી લીધી

મમ્મી પપ્પા એ કેટકેટલી આશા ઓ સાથે મને અહીયા ભણવા મોકલાવ્યો હશે પણ એમણે ક્યારેય ઉફ નહોતું કર્યું . પપ્પા તો પપ્પા પણ મમ્મી એ પણ કદી કઈ ન કહ્યું , એ શું એકલામાં રડી નહિ હોય આજે જ્યારે મારા બાળકો મારી સામે બોલ્યા ત્યારે મને ખબર પડી કે બાળક માં બાપ માટે શું હોય છે

મારા માતા પિતા એ પણ એક વાર તો વિચાર્યું હશે ને કે દીકરો ત્યાં ભણશે તો અહીયા વધારે કમાશે અને આગળ ની જિંદગી સારી જશે.

જો માતા પિતા આવુ વિચારે એમાં શું ખોટુ હતુ..એ લોકો એની માટે પોતાની જીવનભર ની મુડી ખર્ચી નાંખે છે..

પણ મારા જેવા દીકરાઓ સાવ બદલાઇ જાય છે અને બધી આશા પર પાણી ફેરવી નાંખે છે..એ અમેરીકા ની ભુલભુલામણી માં એવો ગુંચવાઈ ગયો કે પોતાનાં જન્મદાતા ને ભુલી ગયો હતો..અને એ લોકો યાદ ક્યારે આવ્યાં જ્યારે એ કે જેને હુ પત્ની માનતો હતો એ અમેરીકન સ્ત્રી એ મને બ્લડીઇન્ડીયન કહ્યુ ત્યારે..

આજકાલ કરતા લગ્નને ૨૨ વર્ષ થઈ ગયા હતાં..કદાચ જો ભારતની સ્ત્રી હોત તો એ ૨૨ વર્ષે મારી ચાલ પરથી મારો સ્વભાવ ઓળખવા મંડી હોત મારા ચહેરાની રેખાઓ પરથી એ મારો મૂળ ઓળખી ગઈ હોત . પણ ભારતમાં વસતા પતિ ઓ ને પણ ક્યા તેમની પત્ની ઓ ની કદર હોય છે. એ બધાએ મારા જેવા પુરુષો સાથે બેસીને વાત કરાવી જોઈએ હું એમને કહી શકું કે અમેરિકા માં તો મારું લગ્નજીવન પતી ગયું..હું તો ડાયનાની બધી જ વાત માનતો..ન તો મેં કોઇ દિવસ કોઇ વાત માટે રોકી પણ ન હતી..રાતની પાર્ટી હોય કે પીવાનુ હોય..મને ખબર હતી કે અહીયા તો આવુ જ હોય. મેં બધી વાત કબુલી લીધી હતી..

પણ દીકરી ને પણ એ જ બધુ કરતા જોયુ ત્યારે મારાથી સહન ન થયું અને હું ગુસ્સે થયોં..

દસ દિવસ પહેલા ની જ તો વાત હતી ..હું મારી એક પાર્ટી સાથે એક હોટેલ માં ગયો..

ત્યાં મેં એક ખુણામાં એક છોકરા ની બાહો માં અને હાથમાં ગ્લાસ લઈને બેઠેલી મારી દીકરી ને જોઈ..

મારો મારા ગુસસા પર કાબુ ન રહ્યોં..દીકરીનો હાથ પકડીને દીકરી ને ત્યાંથી ઘરે લાવ્યોં અને બહુ ગુસ્સો કર્યોં...

શું બાપ તરીકે મે ખોટુ કર્યું..પણ ત્યાંનાં જ માહોલ માં મોટા થયેલ મા અને દીકરી માટે આ બહુ મોટુ અપમાન હતુ..

એક કે કોઇ એમને ટોકે એ એમનાં થી સહન ન થયું ..અને બીજુ પોતાનાં બોયફ્રેન્ડ સામેનું આવુ વર્તન. એને બોયફ્રેન્ડ પણ ન કહેવાય , મારી દીકરી 22 વર્ષની ને એની સાથે હતો એ છોકરો લગભગ 38 નો લાગતો હતો .એને ચિંતા હતી કે કાલે બધા કેટલા હસસે એમની પર કે શું હજી નાની બચ્ચી છો કે પપ્પા ગુસ્સો કરે..

પાછુ ભારતની રહેણી કરણી યાદ આવી ગઈ..પોતાની બહેન હતી પણ એ મમ્મી અને બહેન પપ્પા ને ન ગમે એ કરવાનું વિચારતા પણ ન હતા.

ત્યારે બહુ એમ થાતુ હતુ કે આ પ્રેમ છે કે ડર..પણ જે પણ હતુ એ દીકરી ઓ માટે સારુ હતુ એમ લાગતુ હતુ..

કમસેકમ માતા, પિતા ની આમન્યા તો દીકરી રાખતી..અને એ પાછો દુખી થઈ ગયો કે હવે આટલા વર્ષે એ બધુ ભારત દેશ સાથે સરખાવે છે..

આ દેશે અને માતા પિતા એ તો એને એક મિનિટ માં માફ કરી દીધો અને અપનાવી લીધો પણ હવે પોતાનુ ભવિષ્ય શું?? એ પોતે તો હવે ક્યાંય નો પણ ન રહ્યોં હતો..

એ દિવસે જ્યારે એ પોતાની પુત્રી ને ઘરે લઈ આવ્યોં અને ગુસ્સો કર્યો હતો ત્યારે ડાયના ઘરે ન હતી..

પોતે તો ગુસ્સો કરી ને બહાર નીકળી ગયો હતો કારણકે પોતાનો ગુસ્સો પોતાનાથી જ સહન ન થાતો હતો...

સાંજે ઘરે આવ્યો ત્યારે ડાયના ખુબ ગુસ્સા માં લાગી..અને એણે તરત જ પુછ્યુ એને કે આ શું કર્યું તે??

એણે બધી વાત કહી..ત્યારે ડાયના એ જોરથી જવાબ આપ્યો હતો કે આ બધુ અહીયાં નાં કલ્ચર માં કોમન છે..હુ પણ આવી જ હતી જુવાની માં અને સુધીર ને જટકો લાગ્યો હતો..અને એણે પુછ્યુ હતુ કે "

એટલે તુ શું કહેવા માંગે છે તુ પણ કેટલાયે છોકરાઓ સાથે.. " એ પોતે જ આગળ ન બોલી શક્યોં.. તો ડાયના એ એ પુરુ કર્યુ કે ત્યારે જ નહી, મારા તો આજે પણ એટલા જ બોયફ્રેન્ડ્સ છે અને હુ આજે પણ ..." એ આગળ ન સાંભળી શક્યોં અને સીધો મારવા જ દોડ્યો હતો..

અને ડાયના એ કહ્યુ હતુ કે "બ્લડીઇન્ડીયન, હમણા ને હમણા મારી જિંદગી માથી નીકળ..નહી તો તારી પોલીસ મા ફરીયાદ કરીને આખી જિંદગી જેલ માં થી બહાર જ નહી આવવા દઉ.."

અને સુધીર ને ત્યાંના કાયદા કાનુન ખબર હતાં.અને એણે નક્કી કરી લીશુ હતુ કે હવે એ અહીયા નહી રહે..એણે ઘરે ફોન કર્યો અને માતા પિતા એ કહ્યું જલ્દી પાછો આવી જા અમને તારી જ ચિંતા હતી આટલા વર્ષોથી..પોતાને સંભાળજે..

હવે મેં નક્કી કર્યું હતું કે મારા ભણતર નો મારા ત્યાં ભેગા કરેલા પૈસાનો બધાનો ઉપયોગ હું ખેતી નાં કામ માં કરીશ। પપ્પા સાથે ખેતર માં ખાટલો ઢાળીને તારલા થી ટાંકેલી ચાદર ઓઢીસ , મારા માતા પિતાના ચહેરાની મુસ્કાન બનીશ .

જે માતા પિતા ને દગો આપ્યો હતો એ આટ્લા વર્ષે પણ કહે છે કે અમને તારી જ ચિંતા હતી..આ વાત ભારત માં જ થાય એ હવે એને સમજાઈ ગયુ હતુ..

જેવુ પ્લેન ભારતની ધરતી પર ઉતર્યું સુધીર એ જાણે રાહત નો શ્વાસ લીધો..