gajab ni duniya 2 Dilip Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

gajab ni duniya 2

ગજબ ની દુનિયા

ભાગ - ૨

લેખક

દિલીપ શાહ

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

બોલ મેરી તકદીરમેં ક્યાં હે...?

શએક હસીના થી

શલોહીની સગાઇ

શથોડી સી લીફ્‌ટ કરા લે

૧. બોલ મેરી તકદીરમેં ક્યાં હે...?

બંધ પત્રને ખુલ જ સીમ સીમ..... કહેવાનું સૌને ગમે. ઢાંકેલાને ઉઘડવાનું કૌતુક સૌ કોઈ અનુભવે. નવું વરસ આવી રહ્યું છે બે હાજર પંદર મનમાં થાય શું હશે ભાવિની અંદર? રાશીઓ છે પૂરી બાર... ચાલો મારીએ એની લટાર... રાખી ડોક ટટ્ટાર જુઓ શું કહે છે મરી-તમારી આ કટાર...

મેષ (અ, ક, ઈ) :-

આ રાશિના ઘટકો છે ત્રણ અ, ક, ઈ ‘અ’ ની આડ અસર રૂપે આ વરસે અળઈઓ બરદેથી શરુ થઇ ડોક સુધી અધિક મહિના સુધી પરેશાન કરશે. ‘લ’ લખોટીને બરડે ઘસાવાનું પત્નીને હાથે રાખવું. છેલ્લો ઘટક ‘ઈ’ છે ઈસ્ત્રીવાળા કપડા રાતે સુતી વખતે પહેરીને જ સુઈ જવું. (અળઈઓ માટી તો જશે... પછી નાનામોટા ગુમાંદાની વકી છે!)

વૃષભ (બ, વ, ઉ) :-

‘બ’ બચકાનો છે. ઘરની સંદર બૈરીના અને ઘરની બહાર કુતરાના બચકાનો વર્તારો છે માટે જરૂરી સ્પ્રે હાથવગો રાખવો. ‘વ’ વડા (બાજરીના) નાસ્તાના ડબ્બામાં સાથે રાખવા. તમારી ઓફીસ માટે નહિ. રસ્તામાં કુતરાને ખવડાવવા. ‘ઉ’ ઉજાગરા આ વરસે વધારે રહેશે પડોશમાં રહેતી ભાભીની નાની કોલેજીયન બેન.. બેનની સુવાવડ કરાવવા આવવાની છે.

મિથુન (ક, છ, ઘ) :-

‘ક’ હવે કબુતર.. કરવત.. કલમનો પડતો મૂકી ‘‘કમળ’’ નો ઘૂંટશો તો બે પાંદડે (અને ત્રણ ડાળીએ) થશો. ‘છ’ છકડાનો ધ્યાનમાં રાખશો સહુપ્રવાસી મહિલાથી ચેચતા રહેજો. ‘ઘ’ ઘરનો છે એટલે આપણા પોતાના... પારકાના ઘરને ઓપ્શનમાં રાખશો તો બેંક બેલેન્સ સલામત રહેશે.

કર્ક (ડ, હ) :-

ડ અને હ સંયુક્ત રીતે ડાહ્યા થવાનું સુચન કરે છે... માટે ડાહ્યા જ રહેજો દોઢ ડાહ્યા નહિ...

સિંહ (મ, ટ) :-

ગયા વરસે ભૂલથી ‘મ’ માંમાંરાને બદલે માર્ચનો છપાઈ ગયો હતો ને તમે હરસ-મસા નો ભોગ બન્યા હતા તે બદલ અમે પ્રૂફ-રીડરનો છેલ્લા બે વરસનો પગાર અટકાવી દીધો છે માટે વાંચકો આ વરસે અમારા કોઈપણ સ્ટાફને જાહેરમાં ‘ટ’ ટપલીદાવનો સમજી વારે-તહેવારે આવો વહેવાર ન કરે. (આ વરસે ‘મ’ મરચાનો જ છે મરચું શેરથાનું ખાવું.. અમારું લવાજમ ભરનારને ૫૦૦ ગ્રામ શેરથાનું મરચું ભેટ. વહેલો તે પહેલો (હરસ-મસાને બે બાટલી ઉપર વધારાનું ડીસકાઉન્ટ)

કન્યા (પ, ઠ, ણ) :-

આ વરસે કન્યા રાશીવાળાઓએ તેમના ત્રણે ઘટકો પ..ઠ..ણ ના સંયુક્ત પ્રવાહથી ચેતતા રહેવું. અર્થાત પઠાણ (વ્યાજે પૈસા ન લાવવા) ના ડંડાથી અને પઠાણના ફંડાથી ૨૦ સે. મી. દુર રહેવું...

તુલા (ર, ત) :-

ત્રાજવું તમારું પ્રતિક છે એટલે તમે એક પલ્લામાં ધણીને અને બીજા પલ્લામાં જવાબદારીઓ, મુસીબતો, વીડંબણાઓ રાખી એને સમતોલ રાખી શકશો. પણ ‘ર’ ની બાજુનો પડોશી હવે ‘ત’ તલવારનો કાઢીને કદાચ ઉભો પણ રહે... દોડીને ભાગી જવાની પ્રેક્ટીસ રાખો.. (સંતાઈ જવા માળિયું સલામત છે... સાફ કરાવી રાખવું.)

વૃશ્ચિક (ન, ય) :-

૨૦૧૪ માં આ રાશિવાળા ‘ન’ તો ભારતના નાથ બન્યા. ચુંટણીમાં ચમત્કાર કરી ગયા માટે ‘અચ્છે દિન આને વાલે હૈ’ (વહુના તો ખરા... તમારા ય ચેક કરાવવા સારા) ‘ય’ યરવડા જેલનો છે... માટે ડાબા હાથની કમાઈ કરતા હોય તો સ્ટે લેજો.

ધનુ (ભ, ધ, ફ, ઢ) :-

‘ભ’ ભગવાનને ભજો ‘ધ’ ધરમધ્યાન કરશો ‘ફ’ ફટાફટ કામ કરશો. ‘ઢ‘.. આ તમારો પરિચય જો હોય તો આગળ કહેલી ત્રણ શિખામણો ચાલો પાંચવાર બોલી જાવ તો વીરા !

મકર (ખ, જ) :-

‘ખ’ ખટારાનો કે ખાલનો નથી જાનકીબુન ‘ખ’ ખમણનો છે જીવનભર પાછો રહો ને સ્વાદ આપતા રહો અને ‘જ’ જમરૂખ... કે જઠરનો નથી ‘જ’ જલેબીનો છે જીવનનો ચક્રવ્યૂહ ભલે જલેબી જેવો હોય પર પાડો ને સ્વાદિષ્ટ બનો. હવે ખબર પડી કે લેક્સિંગટનમાં મહેમાનને તમે ખમણ... જલેબી કેમ હોંશેહોંશે ખવડાવો છો... લગે રહો !

કુંભ (ગ, શ, સ) :-

મહાકુંભ સીરીયલ જોતા રહેવું. ‘ગ’ ગટરનો છે માટે સ્વચ્છ રહેજો (મોદી અભિયાન) ‘શ’ શકોરાનો છે મોંધવારીમાં ગમે ત્યારે હાથવગું રાખજો મંદિરના ઓટલાનું બુકિંગ કરાવી લેવું હિતાવહ. સસલું પાળવું (પતિ ઉપરાંત)

મીન (દ, ચ, ઝ, થ) :-

મારે મારું જ ભવિષ્ય ભાખવાનું બંધુ! પાણીની માછલીની જેમ બસ પરિભ્રમણ જ કરવાનું છે છતાંય દરવાજાની તિરાડમાંથી ઘુસી જતા કિરણની જેમ તમારી ઘુસંખોરીને એકમીલેટર આપશો નહિ. આ રાશીવાળાઓને ઉપરની અગિયાર રાશીનું કૃપાફળ મળશે જો બરાબર લેખને ‘ચ’ કાચક ‘ઝ’ ભલું પહેરાયેલો અને ‘થ’ ડ જેવો મજબુત રાખશે તો...!

મરી મસાલા

બોલો, જ્યોતિષે કરેલી આગાહી મારા પુત્રની બાબતમાં સો ટકા સાચી પડી કે એ નીચેથી ધી...રે ધી...રે છેક ઉપર પહોંચી જશે...

જુઓ પહેલા એ બુટપોલીશ કરતો હતો... હવે વાળ કાપે છે..

હેં...!

૨. એક હસીના થી

મોસમ શિયાળાની. રોજ કરતા સાંજની એન્ટ્રી વહેલી. રસ્તા લગભગ ભરચક લાગતા ઓછા થયા. ગલીઓ સુમસામ. મૂળ કારણ ઠંડીનો તીવ્ર ચમકારો અને ગાઢ ઘુમ્મસનો ઘેરાવો. ફૂટપાથ પર અકેલ-દકેલ ફેરિયો પણ લારી લઈને વિદાય થતો હતો.

પંડ્યા પણ આજે ઘેર જવાની ઉતાવળમાં હતો. પુત્રની આજે પહેલી વરસગાંઠ હતી. બંને હાથમાં રમકડા, ફુગ્ગા અને કેકથી ભરેલી શોપિંગ થેલીઓ હતી. આજે એને રોજનો રૂટ પડતો મૂકી રૂસ્તમઅલીની ગલી પસંદ કરી હતી. ગલી બદનામ હતી એ જાણતો પણ ‘‘હિંમતે મરડા તો મદદે ખુદા’’ મંત્રના પીઠબળે તે આગળ વધ્યો.

આવી બદનામ ગલીમાં અચાનક જ વીજળીના તેજ લીસોટા જેવી એક યુવતીએ મૃદુ સવારે પૂછ્યું... ‘‘અંકલ, આ રૂસ્તમઅલીની ગલીના છેડેથી મેઈનરોડ આવી જશે ને? કઈ વાંધાજનક નથીને? એકલી છું એટલે થોડી ગભરાઉં છું?‘‘

એક સે ભલે દો ના આશાવાદમાં પંડ્યાએ યાવાતીને કહ્યું, ‘‘જરાય ચિંતા નહિ. મારે ત્યાં જ જવાનું છે. દસ-બાર મિનિટમાં તો આપણે પહોંચી જઈશું... છતાંય તમારે આવા સમયે, આ ગલીમાં એકલા ના નીકળવું જોઈએ. અહી ગમે ત્યારે કૈંક ને કૈંક દુર્ઘટના બનતી હોય છે. મારું કહ્યું માનજે હોં... આ છેલ્લી વાર તું એક વડીલ ની શિખામણ યાદરાખીશ.‘‘

‘‘એ ય મિસ્ટર, મને એકલી જોઇને આવી મીઠી વાતો કરવાનું છોડી દો. હમણાં બુમ-રાડા પાડી આ પતલી ગલીના ભીડુઓને તમે છેડતી કરી છે એવું કહી ભેગા કરી દઉં? ચલ, ચુપચાપ આ બે થેલીઓ અને ખિસ્સા ખાલી કરી દે. આજે તો આ ગલીમાં પહેલીવાર નીકળ્યો છું એટલે આટલાથી પતાવી જવા દઉં છું.... આ છેલ્લી વાર હસીનાબાનુની વોર્નિંગ યાદ રાખીશ?‘‘

મરી મસાલા

-ઃ નવી વ્યાખ્યા :-

હસબંડ - જેનું હસવાનું કાયમ બંધ થઇ જાય.

દ્રધિઈ - લગ્ન પહેલા

દ્રદ્વનદઇરફઉલ નિસપારઅતાદ્વન ધદ્વર ઈવઇર

લગ્ન પછી

દ્રદ્વરરાઇસ નિવાતઇદ ધદ્વર ઈવઇર

૩. લોહીની સગાઇ

મારો સા...લા ને મારી મારીને અધમુઓ કરી નાંખો સા...લા ની. હરામખોર... મશીનો અડ્ડો બતાવી દે જલ્દી.... નહિ તો તારી ખેર નથી.... બદમાશ મેન્ડ્રેકસની ગોળીઓ વેચો છો અંગ્રેજી માધ્યમની સ્કૂલો પાસે... છોડીઓની વાહે પડી કોમેન્ટ કરો છો.... વિડીયો ક્લીપીંગથી પાછા બ્લેકમેઈલ કરો છો? સા...લા પતાલીગલીના ભીડુઓ.... અલી, પેઓ ભંવરસિહ, કે.કે. લંગડો અને જોની ડોન તમારી ચંડાળ ચોકડીની આજે જુઓ કેવી ધોલાઈ કરું છું.... જિંદગીભર યાસ રહેશે. પી.આઈ. જાડેજાનો પિત્તો આજે ૪૮૦ વોલ્ટનો હતો.

ઝુંપડપટ્ટીના ચારેય મવાલીઓ પર આજે થર્ડ ડીગ્રી ચરમ સીમાએ હતી. પોલીસચોકીનો હાજર દરેક અધિકારી આજે આ તાળાન પ્રવૃતિમાં વારાફરતી બદલી ભરી રહ્યો હતો. મારી મારીને અધમુઓ થઇ જયેલા, મો સુઝી ગયેલા જાણે મરવાના વાંકે જીવતા ના હોય....!!

‘‘જાડેજા સાહેબ જલ્દી સવીતાબા જનરલ હોસ્પિટલમાં પહોંચી જાવ. પીન્ટુની સ્કુલ બસે પલટી ખઈ ગઈ છે. મોટા ભાગના બાળકોને ત્યાં દાખલ કાર્ય છે... સાહેબ, અર્જન્ટ પહોંચી જાવ.‘‘

જાડેજા સાહેબનો જીવ પડી કે, જીવ લઇ તરત જ રવાના થયા. જનરલ વોર્ડ, સેમી જનરલ વોર્ડ, સ્પેશિઅલ રૂમ બધા જ તાબડ તોબ ખાલી કરાવી આ ઘવાયેલા બાળકોની સારવાર સારવાર શરુ થઇ ગઈ.

પીન્ટુ, મોન્ટુ, સ્વીટી અને ચાર્મીની હાલત ગંભીર હતી. લોહી મોટા પ્રમાણમાં વહી ગયું હતું. બાજુની ઝૂપડપટ્ટીમાંથી મોટી સંખ્યામાં લોકો મદદે દોડી આવ્યા હતા.

‘‘જાડેજા સાહેબ, ડોન્ટ વારી ધે આર આઉટ ઓફ ડેન્જર. આ ઝૂપડપટ્ટી ભલે બદનામ હોય આ પેલા બદમાશ અલીનો ભાઈ જફર ભવરસિહનો ભત્રીજો વિજયસિહ કે.કે લંગડાની ભણી મુન્ની અને જોની ડોનની બીજી વાઈફ સન્નોના બ્લડ ડોનેશનથી સૌ સલામત છે!‘‘

મરી મસાલા

ઈતિહાસ અને લગ્નમાં શું તફાવત?

ઈતિહાસ એ ‘ઘટના’ કહેવાય.

લગ્ન એ ‘દુર્ઘટના’ કહેવાય.

ઇતિહાસમાં સૈનિકો શાહિત થાય,

લગ્નમાં બી....ચારો પતિદેવ !

૪. થોડી સી લીફ્‌ટ કરા લે

ઓગસ્ટનો ક્રાંતિકારી મહિનો. તારીખ આઠ. મહાગુજરાત ક્રાંતિકારી શહીદોની યાદનો દિન. પ્રો. પંડ્યા રોજની જેમ બાઈક કઈ કોલેજ જવા નીકળ્યા. રોજ કરતા પંડ્યાજી આજે વધુ ખુશ-મિજાજમાં હતા આજથી કોલેજમાં હ્યષ્ડ નો ચાર્જ સંભાળવાનો હતો અને સાંજે લગ્નજીવનની રજતજયંતીની ઉજવણી. મનમાં હતું કે આજે કોઈ હટકે...કોઈ સારું કામ થઇ જાય.

શાસ્ત્રીનગર બસ સ્ટેન્ડ ફૂટપાથને લગોલગ લમણે હાથ દઈ એક વયોવૃદ્ધ દંપતી બસની રાજ જોતું ઉભું હતું. પન્ડ્યાજીને જોતા જ વૃદ્ધે હાથ ઉચો કરીને ઉભા રાખ્યા. સાયકલથી ય ઓછી ઝડપે ચાલતી પંડ્યાજીએ બાઈકની બ્રેક મારી પૂછ્યું, ‘‘બોલો દાદા શું સેવા કરી શકું?’’

‘‘ભઈ, અડધો કલાકથી બસના ઠેકાણા નથી. રન્ના પાર્કથી છેક અહી ચાલતા દમ નીકળી ગયો છે. કાકીને આજે અગિયારસે કામેશ્વર મહાદેવના દર્શને જવું છે. આરતીનો સમય છે... પાછી રિક્ષાવાળાઓની હડતાલ છે.’’

‘‘દાદા, જરાય ચિંતા ના કરો. તમને બંનેને હું વારાફરતી મહાદેવે મૂકી જાઉં છું. પહેલા તમને મૂકી આવું .....ને વળતા કાકીને લેતો આવું....’’

‘‘ભગવાન તમારું ભલું કરે....’’ ના આશીર્વાદ સાથે પંડ્યાજીએ પવનપાવડી મારી મૂકી. વૃદ્ધને મંદિરે ઉતાર્યા. કાકીને લેવા શાસ્ત્રીનગર બસ સ્ટેન્ડે પાછા આવ્યા.

‘‘ચાલો બા, સાચવીને પાછળ બેસી જાઓ... દાદા પાસે બે જ મીનીટમાં પહોંચાડી દઉં....’’

અંકુર ચાર રસ્તે આવતા જ પંડ્યાજીએ પાછળ જોયું તો હબક ખાઈ ગયા. અન્બોળાવાળા બાની જગ્યાએ બોલ્ડ હેરવાળી યુવતી હતી... મગજ એમનું ઘૂમરાવા લાગ્યું. કદાચ દૃષ્ટિભ્રમ હશે. બાઈક કામેશ્વરના ઓટલે આવીને ઉભું રાખ્યું. ઓટલા પર વૃદ્ધની જગ્યાએ ગોગલ્સધારી યુવાન. પડ્યાજને તમ્મર આવવા લાગ્યા.

‘‘અરે! વડીલ, કઈ સમજણ નથી પડતી, પેલા દાદા-દાદી ક્યાં ગયા.’’

‘‘ભાઇ, ખોટું ના લગાડશો. દાદા, દાદીની વીગ જો આ રહી અમારી થેલીમાં... અમારે સાત વાગ્યા પહેલાના મુહુર્તમાં ભાગીને ભગવાનની હાજરીમાં એકબીજાને હર પહેરવાના હતા... મોટાભાઈ તમે મળી ગયા. બધું સચવાઈ જશે. લ્યો, આ પેંડાથી મોં મીઠું કરો...’’

મરી મસાલા

૨૦૧૫ નું વરસ તમારું સરસ રીતે ચાલે

અને

હા, હવેથી ઘરમાં તમારું પણ ઘરમાં ‘‘ચાલે’’